Book Title: Tattvartha Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગુજરાતી અનુવાદ
દેવેને બે વેદ હોવાનું નિરૂપણ સૂ. ૩૮
૭૩
નપુંસકવેદેને ઉદય થવાથી કઈ કઈને સ્ત્રી અને પુરુષ, બંનેની ઈચ્છા ઉત્પન્ન થાય છે જેવી રીતે છે વાતાદિ બે ધાતુઓના ઘર્ષણથી માર્જિત દ્રવ્યની ઈચ્છા થાય છે. કોઈ કેઈને પુરુષ પ્રત્યે જ ઈચ્છા જાગ્રત થાય છે. સંકલ્પજનિત વિષઓમાં પણ અનેક પ્રકારની અભિલાષા થાય છે. સમવાયાંગ સૂત્રમાં કહ્યું છે.–
પ્રશ્ન–ભગવંત ! વેદ કેટલા પ્રકારના કહ્યા છે ? ઉત્તર–ગૌતમ, ! ત્રણ પ્રકારનાં-સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ - ૩૭ 'देवे दुवेए इथिवेए पुरिसवेएय' મૂળસૂત્રાર્થ–દેવો બે વેદવાળા જ હોય છે. સ્ત્રીવેદવાળા અને પુરુષવેદવાણા ૩૮ .
તત્વાર્થદીપિકા–-અગાઉ વેદના ત્રણ ભેદ કહ્યાં હવેના ત્રણ સૂત્રોમાં એ બતાવીશું કે દેવ, નારક, તિર્યંચ, મનુષ્ય, ગર્ભ જ, મૂર્ણિમ અને ઔપપાતિક જીવમાં કેના કેટલા વેદ હોય છે? સર્વપ્રથમ દેના વેદનું પ્રતિપાદન કરીએ છીએ–
ભવનપતિ, વનવ્યન્તર, જોતિષ્ક અને વૈમાનિક આ ચાર પ્રકારોના દેવામાં બે જ વેદ હોય છે–સ્ત્રીવેદ અને પુરુષવેદ. તાત્પર્ય એ છે કે ચારે નિકાના દેવ નપુંસકવેદી હોતા નથી, માત્ર સ્ત્રીવેદી અને પુરુષવેદી જ હોય છે. ભવનપતિ, વાનવ્યન્તર, જતિષ્ક તથા સૌધર્મ અને ઈશાન વિમાનના વૈમાનિકોમાં બંને વેદવાળાની ઉત્પત્તિ થાય છે. જેવી રીતે અસુરકુમાર, અને અસુરકુમારીઓ, નાગકુમાર અને નાગકુમારીઓ વગેરે પ્રકારથી અસુરકુમારથી લઈને ઈશાન દેવલેક સુધી કઈ-કઈ પુરુષવેદી દેવ હોય છે અને સ્ત્રીવેદવાળી દેવીઓ હોય છે. તેમનામાં શુભગતિ નામકર્મના ઉદયથી નિરતિશય સુખવિશેષ રૂપ પુરુષ અને સ્ત્રીવેદને અનુભવ થાય છે. સનત્કુમાર દેવકથી પાંચ અનુત્તર વિમા સુધી માત્ર પુરુષવેદવાળા જ દેવ ઉત્પન્ન થાય છે, ન સ્ત્રીવેદી અને ન નપુંસકવેદી.
દેવેમાં નપુંસકવેદ કેમ નથી હોતો ? આ પ્રશ્નને જવાબ એ છે કે ચારે પ્રકારનાં દેવામાં શુભગતિ આદિ નામ ગેત્ર વેદ્ય અને આયુષ્કથી સાપેક્ષ મેહના ઉદયથી અભિલષિતમાં પ્રીતિ ઉત્પન્ન કરનાર, માયા આર્જવથી યુકત, છાણની અગ્નિ સમાન એક સ્ત્રીવેદનીય અને બીજે પુરુષવેદનીય હેય, જે પહેલા નિકાચિત રૂપમાં બંધાયેલ છે હવે ઉદયમાં આવ્યા છે. આ બંનેથી ભિન્ન નપુંસક વેદનયને કદાપી ઉદય થતો નથી કેમકે તેઓએ પૂર્વભવમાં નપુંસક વેદમેહનીય કર્મને બંધ કર્યો નથી. સનત્ કુમાર વગેરે દેવલોકનાં દેએ પૂર્વભવમાં સ્ત્રીવેદમેહનીય કર્મને પણ બંધ નહીં કરેલ હોવાથી ત્યાં સ્ત્રીવેદ પણ હતું નથી. ૩૮
તત્વાર્થનિર્યુક્તિ—ભવનપતિ, વનવ્યંતર, તિષ્ક અને વૈમાનિક આ ચારે નિકાયોના દેવ બે વેદવાળા હોય છે. સ્ત્રીવેદવાળા અને પુરુષવેદવાળા. આ રીતે ચારે નિકાના દેવ નપુંસકવેદી હતા નથી માત્ર સ્ત્રીવેદી અને પુરુષવેદી જ હોય છે અર્થાત કે પુરુષવેદી અને કઈ સ્ત્રીવેદી હોય છે. - ભવનપતિ, વ્યન્તર તિષ્ક, સૌધર્મ ઈશાન દેવલોકમાં ઉપપાતની અપેક્ષાથી બંને વેદ હોય છે. તેમનાથી આગળ પુરુષવેદ જ હોય છે. દેવમાં નપુંસકવેદ કેમ નહીં ? આ શંકાનું સમાધાન એ છે કે ચારે પ્રકારના દેવામાં શુભગતિ વગેરે નામ ગેત્ર વેદ્ય આયુષ્કની અપેક્ષા રાખનાર મેહકર્મના ઉદયથી અભિલલિત પ્રીતિજનક, માયા આર્જવથી ઉપચિત છાણુની અગ્નિ
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧