Book Title: Tattvartha Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 320
________________ ૩૦૬ તત્વાર્થસૂત્રને આ તમામ ભરત–હૈમવત, હરિ, મહાવિદેહ, રમ્યક, હૈરણ્યવત અને અરવત વર્ષોથી, વ્યવહારનયની અપેક્ષાથી, સૂર્યના કારણે થનારા દિશાઓના નિયમ અનુસાર, મેરુપર્વત ઉત્તરમાં છે, નિશ્ચયનયથી આ પ્રમાણે નથી. અન્યત્ર પણ કહેવામાં આવ્યું છે–મેરુપર્વત બધાં વર્ષોની ઉત્તરમાં છે? – આ કથનથી એવું સાબિત થયું કે વ્યવહારનયથી, સૂર્યની ગતિના કારણે ઉત્પન્ન દિશાઓના નિયમ અનુસાર મેરુપર્વત બધાની ઉત્તરમાં છે અને લવણસમુદ્ર બધાંની દક્ષિણમાં છે. વ્યવહારનયની અપેક્ષા જે ક્ષેત્રમાં જે તરફ સૂર્યોદય થાય છે તે દિશા પૂર્વ દિશા કહેવાય છે અને જે દિશામાં સૂર્યાસ્ત થાય છે તે દિશા પશ્ચિમ દિશા કહેવાય છે. કર્કથી લઈને ધનુષુરાશિ સુધી જે દિશામાં રહીને કમથી સૂર્ય ચાલે છે તે દક્ષિણ દિશા કહેવાય છે. અને મકરરાશિથી લઈને મિથુન રાશિ સુધી જે દિશામાં રહીને સૂર્ય કમથી ચાલે છે તે ઉત્તરદિશા કહેવાય છે. આવી જ રીતે ચારે દિશાઓની મધ્યની દિશાઓ અર્થાત વિદિશાઓ–ઉર્ધ્વદિશા અને અધોદિશા પણ સૂર્યના સંગથી થાય છે. આ રીતે સર્વત્ર સૂર્યની અપેક્ષાથી જ દિશાઓને વ્યવહાર થાય છે. આશય કહેવાનું એ છે કે બધાની દિશા વ્યવહારિક છે પરતુ નિશ્ચયથી એવું કહી શકાય નહીં. સૂર્યોદયની અપેક્ષાથી આપણુ માટે જે પૂર્વ દિશા છે તે જ દિશા પૂર્વવિદેહના નિવાસીઓ માટે પશ્ચિમ દિશા છે કારણ કે તેમની અપેક્ષાથી ત્યાં સૂર્ય અસ્ત થાય છે. આ કારણથી આ વ્યવહાર માત્ર છે, નિશ્ચય નહીં. નિશ્ચયનયની અપેક્ષાથી મધ્યલોકમાં સ્થિત મેરુપર્વતના સમતલ ભૂમિભાગમાં રહેલ, આઠ આકાશપ્રદેશથી નિર્મિત ચતુષ્કોણ જે રૂચક છે, તે દિશાઓના નિયમના કારણ છે. તેને જ કેન્દ્ર ગણીને દિશાઓની વ્યવસ્થા કરવી જોઈએ. તે રુચક જ પૂર્વ દિશાઓ અને આગ્નેય આદિ વિદિશાઓનું પ્રભવ-ઉદ્ગમ સ્થાન છે. દિશાઓ બે પ્રદેશથી પ્રારંભ થાય છે અને બે પ્રદેશની વૃદ્ધિથી વધતી થકી વિશાળ શકટેદ્ધિના આકાર હોય છે. તેની આદિ છે પણ અન્ત નથી. વિશિષ્ટ આકારમાં તેમનું અવસ્થાન છે અને અનન્ત (અલેકની અપેક્ષા) આકાશ પ્રદેશથી તેમનું સ્વરૂપ થાય છે આ દિશાઓ ચાર છે. વિદિશાઓ મુક્તાવલી જેવી હોય છે. એકએક આકાશપ્રદેશની રચનાથી તેમનું સ્વરૂપ નિષ્પન્ન થાય છે. તેમની આદિ તે છે પરંતુ છેડો નથી. વિદિશાઓ ચાર છે અને તે અનન્તપ્રદેશથી નિર્મિત છે. ઉર્ધ્વદિશા પણ તે જ ચાર પ્રદેશથી ઉત્પન્ન થાય છે. તેમની આદિ ઉપર સ્થિત ચાર પ્રદેશથી થાય છે. તેને અનુત્તરા-વિમલા દિશા પણ કહે છે. અદિશાનું નામ તમ છે તે નીચેના ચાર આકાશપ્રદેશથી ઉત્પન્ન થઈ છે. આ દસે દિશાઓ અનાદિકાલીન છે અને એમના નામ પણ અનાદિકાળથી પ્રસિદ્ધ છે એ પ્રમાણે નિશ્ચયનયના આભિપ્રાયના આધારે સમજવું જોઈએ. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧

Loading...

Page Navigation
1 ... 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344