Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
સૂત્ર - ૧૮-૧૨-૬૦, સનમ: શિર :
४९५
(૧૨) ક્ષેત્રધારભાવાર્થ - જન્મ અને સદ્ભાવ(સંભવ)ની અપેક્ષાએ સામાયિક સંયત-છેદોપસ્થાપનીય સંયતસૂક્ષ્મસંપરાય સંયત-યથાખ્યાત સંયતો, કર્મભૂમિરૂપ ક્ષેત્રમાં હોય છે. સંહરણની અપેક્ષાએ તો અકર્મભૂમિરૂપ ક્ષેત્રમાં સંભવે છે. પરિહારવિશુદ્ધિક સંતો કર્મભૂમિરૂપ ક્ષેત્રમાં જ હોય છે. આનું સંહરણ હોતું નથી.
| વિવેચન - “જન્મસભાવૌ ઇતિ=જન્મ એટલે ઉત્પત્તિ, સદ્ભાવ એટલે બીજા ક્ષેત્રમાં કે વિવક્ષિત ક્ષેત્રમાં જન્મેલાનું ત્યાં =વિવક્ષિત ક્ષેત્રમાં કે બીજા ક્ષેત્રમાં ચરણ(ચારિત્ર)પણાએ વિદ્યમાનતા. “કર્મભૂમ્યાં ઈતિઅકર્મભૂમિમાં જન્મની અપેક્ષાએ સા. સંયતો હોતા નથી, કેમ કે-અકર્મભૂમિમાં જન્મેલાઓને ચારિત્રનો અભાવ છે. આ જ કર્મભૂમિમાં સા. સંયત આદિ ચાર સંયતો વિહાર કરે છે. પરકૃતસંહરણની અપેક્ષાએ તો કર્મભૂમિમાં કે અકર્મભૂમિમાં વિહારનો સંભવ છે. (૫) પાંચ ભરત (૫) પાંચ મહાવિદેહ અને (૫) પાંચ ઐરાવતક્ષેત્રો કર્મભૂમિ તરીકે ઓળખાય છે.
પાંચ (૫) હૈમવત, (૫) પાંચ હરિવર્ષ, પાંચ (૫) દેવકુરુ, પાંચ (૫) ઉત્તરકુરુ, પાંચ (૫) રમ્યફ પાંચ (૫) ઐરણ્યવત, એમ ત્રીશ (૩૦) અકર્મભૂમિરૂપ ક્ષેત્રો છે.
સંહરણાપેક્ષયા' ઇતિસંહરણ એટલે એક ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રોમાં દેવ આદિ દ્વારા લઈ જવું, અકર્મભૂમો' ઇતિ=અકર્મભૂમિમાં અને કર્મભૂમિમાં પણ એમ સમજવું. કર્મભૂમી એવ' ઇતિ=પરિહારવિશુદ્ધિક સંયત તો તે કર્મભૂમિમાં જન્મે છે અને વિચરે છે.
“નાસ્ય' ઇતિ=આ પરિહારવિશુદ્ધિ નામક લબ્ધિવાળાને દેવ આદિ ઉપાડી (સંહરણ કરી) બીજે ઠેકાણે લઈ જઈ શકતા નથી, એવો ભાવ સમજવો.
कालद्वारमाह___ कालद्वारे-सामायिक उत्सर्पिण्यामवसर्पिण्यां नोउत्सर्पिण्यवसर्पिण्यामपि काले स्यात् । तत्र यद्युत्सर्पिण्यां स्यात्तदा जन्मतो दुष्षमादुष्षमसुषमासुषमदुष्षमारूपे अरकत्रये, सद्भावतस्तृतीयतुर्ययोः, संहरणतो यत्र क्वापि स्यात् । यद्यवसर्पिण्यां तदा जन्मसद्भावा-भ्यां तृतीयचतुर्थपञ्चमेषु पूर्वक्रमविपरीतेष्वरकेषु, संहरणतस्सर्वेषु स्यात् । यदि नोउत्सर्पिण्यवसर्पिण्यां तदा महाविदेहे दुष्षमसुषमासदृशारके स्यात् । एवं छेदोपस्थापनीयोऽपि, परन्तु जन्मसद्भावापेक्षया नोउत्सर्पिण्यवसर्पिण्यां न स्यात् । ६० । ... कालद्वार इति । उत्सपिण्यवसर्पिणी नोउत्सपिण्यवसर्पिणी चेति त्रिविधः कालः । तत्राद्यौ द्वौ कालौ भरतैरावतक्षेत्रयोः, तृतीयो महाविदेहहैमवतादिषु भवति । जन्मतो दुःषमेति, द्वितीयतृतीयचतुर्थरूप इत्यर्थः । तत्र द्वितीयस्यान्ते जायते तृतीये चरणं प्रतिपद्यते, तृतीय