Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text ________________
७३४
तत्त्वन्यायविभाकरे
કૃષ્ણ-નીલ-કાપોતલેશ્યાઓ “અવિશુદ્ધ વેશ્યાઓ' કહેવાય છે.
૦ તેજોલેશ્યા આદિનું વિશુદ્ધલેશ્યાપણું એકાન્ત વિશુદ્ધની અપેક્ષાએ કહેલ છે, તેથી તેજ-પદ્મશુકલલેશ્યાઓનું ક્ષાયોપથમિકપણું છતાં ક્ષતિ નથી.
આ વેશ્યાઓનાં લક્ષણો, તે તે દ્રવ્યોના સહકારથી પેદા થનારા અધ્યવસાયો જ છે. મૂળમાં તો સંકલેશ (કષાય) અને વિશોધિના પરિણામોના પ્રદર્શન દ્વારા તેના સ્વરૂપો દર્શાવેલા છે.
લક્ષણો =હિંસા આદિ પાંચ આશ્રવોમાં પ્રમત્ત, મનોગુપ્તિ આદિથી રહિત, પૃથ્વીકાય આદિના ઉપમર્દન આદિથી નહીં અટકેલો, તીવ્ર સાવદ્ય વ્યાપારમાં ઓતપ્રોત, ગુણ-દોષોના વિચાર-વિવેક વગરનો, અત્યંત આલોક કે પરલોકના અપાય-દુઃખની શંકા વગરનો, નિર્દય-કૂર, ઇન્દ્રિયોને આધીન એવો જીવ, ભાવરૂપ કૃષ્ણલેશ્યામાં પરિણમે છે. [કૃષ્ણલેશ્યાની જઘન્ય સ્થિતિ અધમુહૂર્ત અને સાતમી નારકીની અપેક્ષાએ ઉત્કૃષ્ટ સ્થિતિ અન્તર્મુહૂર્ત અધિક એવી તેત્રીશ (૩૩) સાગરોપમની છે.]
नीललेश्यां स्वरूपयति -
अल्पप्रयोजनाय तदंशच्छेदनाध्यवसायो नीललेश्या । यथा फलाय शाखाच्छेदाध्यवसायः ।१७।
अल्पेति । कृष्णलेश्यापेक्षयात्र विशुद्धिमुत्तरलेश्यापेक्षया च संक्लेशं सूचयति तदंशच्छेदनाध्यवसाय इति । ईर्ष्यामर्षातपोऽविद्यामायानिर्लज्जताविषयाभिकाङ्क्षाप्रद्वेषयुतः प्रमत्तो रसलोलुपः सुखगवेषकः प्राण्युपमर्दनेनाविरतः साहसिको जीवो नीललेश्यायामेव परिणर्मतीति भावः । तत्रानुरूपं दृष्टान्तमाह यथेति ॥
નીલલેશ્યાનું સ્વરૂપ| ભાવાર્થ - અલ્પ ફળ માટે તે વૃક્ષના અમુક ભાગને છેદવાનો અધ્યવસાય, એ “નીલલેશ્યા' કહેવાય છે. જેમ કે-ફળને ખાતર શાખા-ડાળીનો છેદનો આશય. વિવેચન - અહીં કૃષ્ણલેશ્યાની અપેક્ષાએ વિશુદ્ધિને અને ઉત્તરલેશ્યાની અપેક્ષાએ સંકલેશને સૂચવે છે.
૦ ઈષ્ય-અસહિષ્ણુતા-તપનો અભાવ-અજ્ઞાનતા-માયા-નિર્લજ્જતા-વિષયાકાંક્ષા-પ્રઢષથી યુક્ત, પ્રમત્ત, રસમાં આસક્ત, સુખની ગવેષણાવાળો, પ્રાણીઓના ઉપમર્દન-હિંસાથી નહીં અટકેલો અને દુઃસાહસિક જીવ ભાવરૂપ નીલલેશ્યામાં જ પરિણમે છે. [આ નીલલેશ્યાની જઘન્ય સ્થિતિ અર્ધમુહૂર્ત છે અને ધૂમપ્રભા નારકીના ઉપરના પાથડાની અપેક્ષાએ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગથી અધિક દશ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે.]
१. स्थितिश्चास्या जघन्या मुहूर्तार्धम् उत्कर्षेण पल्योपमासंख्येयभागाधिकानि दशसागरोपमाणि धूम्रप्रभोपरितनप्रस्तरापेक्षयेयम् ॥
Loading... Page Navigation 1 ... 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814