Book Title: Tattvagyan ane Kalyanno Marg
Author(s): Shrimad Rajchandra, 
Publisher: Shah Premchand Mahasukhram

View full book text
Previous | Next

Page 296
________________ (૨૭૯) વિષે તો વિશેષ કરીને કાળ પણ દુર્લભપણુના કારણરૂપ છે. અત્ર કહેવાનો હેતુ એ છે કે ઘણું કરી આ ક્ષેત્રે વર્તમાન કાળમાં પૂર્વે જેણે પરમાર્થમાર્ગ આરાધ્યો છે, તે દેહ ધારણ ન કરે, અને તે સત્ય છે, કેમ કે જો તેવા જીવને સમૂહ દેહધારીપણે આ ક્ષેત્રે વર્તતો હતો, તે તેમને તથા તેમના સમાગમમાં આવનારા એવા ઘણા જીવોને પરમાર્થમાર્ગની પ્રાપ્તિ સુખે કરીને થઈ શકતી હેત; અને તેથી આ કાળને દુષમ” કહેવાનું કારણ રહેત નહીં. આ રીતે પૂર્વારાધક જીવોનું અલ્પપણું એ આદિ છતાં પણ વર્તમાનકાળને વિષે જે કોઈ પણ જીવ પરમાર્થમાર્ગ આરાધવા ઈચ્છે તો અવશ્ય આરાધી શકે, કેમ કે દુઃખે કરીને પણ આ કાળને વિષે પરમાર્થમાર્ગ પ્રાપ્ત થાય, એમ પૂર્વજ્ઞાનીઓનું કથન છે. - સર્વ જીવને વર્તમાનકાળમાં માર્ગ દુ:ખે કરીને જ પ્રાપ્ત થાય, એવો એકાંત અભિપ્રાયવિચારવા યોગ્ય નથી, ઘણું કરીને તેમ બને એવો અભિપ્રાય સમજવા યોગ્ય છે. તેનાં ઘણું કારણે પ્રત્યક્ષ દેખાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306