Book Title: Tattvagyan ane Kalyanno Marg
Author(s): Shrimad Rajchandra, 
Publisher: Shah Premchand Mahasukhram

View full book text
Previous | Next

Page 303
________________ (૨૮૬) વિભાવથી, વિભાવનાં કાર્યોથી અને વિભાવનાં પરિગુમથી ઉદાસ ન થયો, વિભાવને ત્યાગી ન થયો, વિભાવનાં કાર્યોને અને વિભાવનાં ફળનો ત્યાગી ન થયો, તે વાંચવું, તે વિચારવું અને તે સમજવું અજ્ઞાન છે. વિચારવૃત્તિ સાથે ત્યાગવૃત્તિ ઉત્પન્ન કરવી તે જ વિચાર સફળ છે, એમ કહેવાને જ્ઞાનીને પરમાર્થ છે... [ ૧૮ ] ૧૨૯ [ વર્ષ ૩ મું ] ખેદ નહીં કરતાં શુરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મક્ષપાટણ સુલભ જ છે. વિષય કષાયાદિ વિશેષ વિકાર કરી જાય તે વખતે વિચારવાનને પિતાનું નિવીર્યપણું જોઈને ઘણે જ ખેદ થાય છે, અને આત્માને વારંવાર નિંદે છે, ફરી ફરીને તિરસ્કારની વૃત્તિથી જોઈ, ફરી મહંત પુરૂષનાં ચરિત્ર અને વાકયનું અવલંબન ગ્રહણ કરી, આત્માને શોર્ય ઉપજાવી, તે વિષયાદિ સામે અતિ હઠ કરીને તેને હઠાવે છે ત્યાં સુધી નીચે મને બેસતા નથી, તેમ એકલો ખેદકરીને અટકી રહેતા નથી. એ જ વૃત્તિનું અવલંબન આત્માર્થી એ લીધું છે, અને તેથી જ અંતે જય પામ્યા છે. આ વાત સર્વ મુમુક્ષુઓએ મુખે કરી હૃદયમાં સ્થિર કરવા યોગ્ય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 301 302 303 304 305 306