________________
૧૧૬]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
અહીં તે ગૃહસ્થને આરંભ પરિગ્રહવાળા જુએ, તેમજ કેટલાક શ્રમણ તથા બ્રાહ્મણને પણ તેવા દેખે, તેથી તે સાધુ વિચારે કે હું ફક્ત અનારી તથા અપરિગ્રહી છું, આ ગૃહસ્થ તથા શ્રમણે વિગેરે સારંભાદિ ગુણયુક્ત હોવાથી તેમની નિશ્રાએ-આશ્રય લઈને બ્રહ્મચર્ય તથા સાધુને આચાર પાળીશું, અને આરંભ તથા પરિગ્રહ ત્યાગેલા રહીશું, તેને સાર આ છે કે ધર્મને આધાર દેહ છે, તેની પ્રતિપાલના માટે આહાર વિગેરે માટે આરંભ પરિગ્રહવાળા ગૃહસ્થની નિશ્રા લઈને દીક્ષા પાળશું,
પ્ર-જે તેમને આશ્રય લઈને વિહાર કરે છે, તે પછી શા માટે તે ગૃહસ્થ શ્રમણ તથા બ્રાહ્મણ વિગેરેને છોડવાનું કહે છે?
આચાર્ય તે શંકાને સમજીને તેને ઉત્તર આપે છે, કે પ્રથમ તે ગૃહસ્થ વિગેરે દેથી દેષિત છે, તથા કેટલાક સાધુએ પ્રથમ ગૃહસ્થભાવમાં આરંભ પરિગ્રહવાળા હતા, અને દીક્ષા લીધા પછી પણ તેવા આરંભ પરિગ્રહવાળા રહ્યા, તેથી આચાર્ય તે બંને પદ ( ) ને નિર્દોષતા બતાવવા કહે છે, કે પછી તે પ્રવજ્યાના સમયે તથા પ્રથમ ગૃહસ્થાવાસમાં પણ જો આરંભ પરિગ્રહ રાખે તે પછી દીક્ષાનું રહસ્ય ક્યાં રહ્યું? (માટે આરંભ પરિગ્રહ ત્યાગવા જોઈએ) અથવા શા માટે ગૃહસ્થને આશ્રય લેવા જોઈએ, તેને ઉત્તર કહે છે, કે દીક્ષા લેતી વખતે ભિક્ષા વિગેરે લેવાનું