Book Title: Shruta Upasak Ramanbhai C Shah
Author(s): Kanti Patel
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 563
________________ શુત ઉપાસક રમણભાઈ ૫૦૩ યોજના અનુસાર સાથે પુસ્તકાલય પણ ખૂલ્લું મૂકવામાં આવ્યું હતું. બુદ્ધિસાગરસૂરી અધ્યાત્મ અને યોગના ઉપાસક હતા. એટલું જ નહિ પણ જૈન સમાજની ઉન્નતિ માટે કેળવણીની યથાર્થ જરૂરીઆત પર ભાર મૂકતા. જૈન બાળકોને કહેતા કે સમાજને માટે તમારે વીર બનવાનું છે. બાળપણનો આ મારો પ્રત્યક્ષ અનુભવ છે. પાલીતાણાની યશોવિજયજી જૈન ગુરૂકુળની સ્થાપના અને વિકાસને માટે તેમણે ઘણું માર્ગદર્શન અને આશિષ આપ્યાં હતાં. શ્રી રમણભાઈએ તો કેળવણીને ક્ષેત્રે મહાન ફાળો આપેલ છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાંથી હું તો ઘણો વહેલો ૧૯૩૭માં સ્નાતક ગ્રેજ્યુએટ થયો પણ ત્યારપછી તેમના સંપર્કમાં આવવાનું થયું. તેઓ વિદ્યાલયમાં હતા ત્યારે ઘણી પ્રવૃત્તિમાં ભાગ લેતા અને સંસ્થામાંથી નીકળ્યા પછી પોતાની માતૃ સંસ્થાને સારા એવા સમયનો ઉપયોગ કરી કાર્યવાહીમાં રસ લેતા. વિદ્યાલય તરફથી યોજવામાં આવતા જૈન સાહિત્યકારોના સમારોહના યોજક અને સુકાની હતા અને ઘણાંને માર્ગદર્શન આપી અનેરી નામના મેળવી હતી. શ્રી રમણભાઈના અવસાનથી અધ્યાત્મ અને સાહિત્યના તેમજ કેળવણીના ક્ષેત્રમાં અનેરી પ્રતિભા દાખવનાર એક વિદ્વાન અને સાક્ષર સાહિત્યકારે વિદાય લીધી છે. પ્રભુ તેમના આત્માને ચિર શાંતિ આપે. * * * तहेव फरुसा भासा गुरुभूओवधाइणी । सच्चा वि सा न वत्तव्वा जओ पावस्स आगमो ।। (સાનિ. 7-11) One should not utter harsh language which may lead to killing, even if it is true, since it is sinful. सत्य भाषा भी यदि कठोर और प्राणियों का बड़ा घात करने वाली हो तो न बोली जाए, क्यों कि इस से पाप-कर्म का बंध होता है । સત્ય ભાષા પણ જો કઠોર હોય અને પ્રાણીઓનો મોટો ઘાત કરનારી હોય તો તે બોલવી નહિ, કારણ કે એથી પાપકર્મ બંધાય છે. | D રમણલાલ ચી. શાહ (“જિન-વચન'માંથી) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600