Book Title: Shruta Upasak Ramanbhai C Shah
Author(s): Kanti Patel
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 593
________________ શ્વત ઉપાસક ૨મણભાઈ ૫ ૨ ૫ શોક ઠરાવ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પ્રમુખ શ્રી રસિકલાલ લહેરચંદ શાહના પ્રમુખ સ્થાને તા.૮-૧૧-૨૦૦૫ના સાંજે છ વાગે સંઘની ખેતવાડી–મુંબઇની વર્તમાન ઓફિસમાં મળેલી સંઘની કાર્યવાહક સમિતિની મિટીંગ, તેમજ તા. ૧૨–૧૧–૨૦૦૫ના સાંજે સાડા પાંચ વાગે મારવાડી વિદ્યાલય-મુંબઇમાં મળેલી સંઘની વાર્ષિક સામાન્ય સભામાં શ્રી મુંબઈ જેન યુવક સંઘના ભૂતપૂર્વ પ્રમુખ તેમ જ સંઘ આયોજિત પર્યુષણ વ્યાખ્યાનમાળાના પ્રમુખ અને “પ્રબુદ્ધ જીવન'ના તંત્રી ડૉ. રમણલાલ ચી. શાહના તા. ૨૪-૧૦-૨૦૦૫ના થયેલા દેહવિલયથી ઊંડા શોકની લાગણી સર્વ ઉપસ્થિત સભ્યોએ વ્યક્ત કરી નીચે મુજબનો શોક ઠરાવ પસાર કર્યો હતો. ડૉ. રમણલાલ શાહે પોતાના આયુષ્યનાં ૭૯ વર્ષમાંથી ૪૩ વર્ષ આ સંઘને ચરણે ધર્યા હતાં. એઓશ્રી આ સંસ્થાના આત્મા હતા અને સંઘને અનેરી ઊંચાઈએ લઈ જનારા એક રાહબર અને કલ્પનાશીલ ચિંતક હતા. ૧૯પરમાં એઓશ્રી સંઘની સમિતિના સભ્ય બન્યા. ૧૯૩૧ થી આરંભાયેલ પર્યુષણ વ્યાખ્યાનનું ૧૯૭૨ માં એઓશ્રીએ પ્રમુખસ્થાન સતત ૩૩ વર્ષ સુધી શોભાવ્યું. જે વ્યાખ્યાનમાળાના પ્રમુખસ્થાને એઓશ્રી પહેલાં પ્રકાંડ મહાનુભાવ વિદ્વાનો શ્રી કાકા કાલેલકર, પંડિત સુખલાલજી અને પ્રા.ગૌરીપ્રસાદ ઝાલા બિરાજયા હતા.ડૉ. રમણલાલ વ્યાખ્યાનમાળાનું ચિંતનસ્તર માત્ર જાળવી રાખ્યું જ નહોતું, પણ વ્યાખ્યાનમાળામાં વિદ્વાન ચિંતકો, શ્રી ચીમનલાલ ચકુભાઈ, ફાધર વાલેસ, પુરુષોત્તમ માવલંકર, પૂ. મોરારિબાપુ અને અનેક વિષયોના તજજ્ઞો તેમજ જૈન ધર્મના સર્વ સંપ્રદાયના મુનિ ભગવંતો અને પ્રકાંડ પંડિતોને આમંત્રી એઓ સર્વેના મુખેથી જ્ઞાન-ચિંતનની ગંગોત્રી વહાવડાવવામાં નિમિત્ત બન્યા હતા. ઉપરાંત નવા વિદ્વાન વ્યાખ્યાતાઓને પણ પ્રોત્સાહિત કર્યા હતા. વિવિધ વિષયોનું વિષદ ચિંતન અને સર્વ ધર્મ સમભાવના વ્યાખ્યાનમાળાના આ ઉદ્દેશ અને આત્માને એઓશ્રી પૂરેપૂરા સમર્પિત રહ્યાં હતાં. આ વ્યાખ્યાનમાળા માત્ર બૌદ્ધિક વિકાસ અને ઉપદેશ મંચ જ ન બની રહે, પણ એથી વિષેશ આ પૂણ્ય-પર્વના દિવસો દરમિયાન સમાજ ઉપયોગી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 591 592 593 594 595 596 597 598 599 600