Book Title: Shruta Upasak Ramanbhai C Shah
Author(s): Kanti Patel
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 592
________________ ૫ ૨૪ શ્વત ઉપાસક રમણભાઈ સંસ્કારો પણ આપ્યા હતા. મને તેઓ ભવભવ પિતા તરીકે પ્રાપ્ત થાય એવી પ્રાર્થના હું ઇશ્વરને કરું છું. મારા પિતા મને અને ભાઈ અમિતાભને એક ગુરુચાવી બતાવી હતી. તે એ કે મને બધું ભાવે, મને બધે ફાવે અને મને બધાની સાથે બને. તેના કારણે જીવનમાં વિખવાદ જ ન રહે. મેં તેમને જીવનમાં ક્યારેય નિરાશ થતાં અથવા ડરતા જોયા નથી. તેને કારણે જ તેઓ આખા પરિવારમાં લોકતાંત્રિક વાતાવરણ ઉભું કરી શક્યા હતા. તેઓ એન.સી.સી.ના કેડેટ તરીકે શસ્ત્રના પારંગત અને ચિંતક-સર્જક તરીકે શાસ્ત્રોના વિશારદ હતા. મારા બાળકો કૈવલ્ય અને ગાર્ગી તેમજ ભાઈ અમિતાભના બાળકો અર્પીત અને અચીરાને તેમણે નાની શાંતિ અને રક્ષામંત્ર શીખવ્યો હતો. આજે મારો ભાઈ બહારગામ જાય ત્યારે બાળકો આ પાઠ સંભળાવે છે.” ડૉ. રમણલાલ શાહના વિદ્યાર્થી ડો. ગુલાબ દેઢિયાએ પોતાની આગવી શૈલીથી પોતાના ગુરુ પ્રત્યેનું સત્ત્વ અને તત્ત્વભર્યું ભાવવાહી અંજલિ કાવ્ય પ્રસ્તુત કર્યું હતું. આ ઉપરાંત અન્ય પૂ. સાધુ-સાધ્વી ભગવંતો, મહાનુભાવો, મુંબઈ વિશ્વવિદ્યાલય ગુજરાતી વિભાગ, ફાર્બસ ગુજરાતી સભા અને મુંબઈ ગુજરાતી પત્રકાર સંઘના શોક સંદેશાઓનું પણ વાંચન કરાયું હતું. આ પ્રસંગે ડૉ. બિપીન દોશીએ જણાવ્યું હતું કે “જૈન એકેડેમી એજ્યુકેશન એન્ડ રીસર્ચ સેન્ટર ઓફ મુંબઈ યુનિવર્સિટી' હવેથી પ્રત્યેક વરસે ડૉ. રમણભાઈ શાહની સ્મૃતિમાં એક વ્યાખ્યાનનું આયોજન કરશે. અંતમાં ડો. રમણભાઈ શાહના બહેન શ્રી ઇન્દિરા બહેને “મોટી શાંતિ'નું પઠન કર્યું હતું. - ડૉ. રમણભાઈ શાહના બહોળા પરિવારજનોને આશ્વાસન આપવા મુંબઇના અનેક મહાનુભાવો અને ડૉ. રમણભાઈ શાહના પ્રશંસકો અને મિત્રો ખૂબ મોટી સંખ્યામાં પધાર્યા હતા. - ડૉ. રમણભાઈ શાહના પુત્ર ડો. અમિતાભ અમેરિકાથી આવતા ડૉ. શાહના પાર્થિવ દેહને અગ્નિદેવને અર્પણ કરતા પહેલાં તા. ૨૫-૧૦-૨૦૦૫ના સવારે નવથી સાડા નવ એઓશ્રીના પાર્થિવ દેહને એઓશ્રીના મુલુંડના નિવાસસ્થાને નીચે દર્શનાર્થે મૂકાયો હતો. ત્યારે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ સાયલાના સાધકો શ્રી વિક્રમભાઈ શાહ અને મિનળબેન શાહ તેમજ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ ધરમપુરના સાધક શ્રી મેઘલ દેસાઇએ પોતાના ભાવવાહી આર્દ્ર સ્વરે ભક્તિગાન વહેતા કર્યા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 590 591 592 593 594 595 596 597 598 599 600