Book Title: Shravakna Bar Vratona Vikalpo Author(s): Yugbhushanvijay Publisher: Gitarth Ganga View full book textPage 9
________________ પૂરક નિયમો ૧. રોજ શ્રી જિનપૂજા કરવી, અનુકૂળતાના અભાવે દર્શન અથવા પૂર્વ દિશામાં ચૈત્યવંદન કરવું. (સવારે દર્શન કર્યા વગર દાતણ ના કરવું. બપોરે પૂજા કર્યા વિના ભોજન ન કરવું. અને સાંજે દર્શન કર્યા વિના નિદ્રા ન કરવી.) એક બાંધી નવકારવાળી ગણવી. વાર્ષિક એક તીર્થયાત્રા કરવી. અમુક ફૂલ, બંગલુંછણાં, કેસર-સુખડ, ઘી, ધૂપ, અગરબતી, ધોતીયાં અર્પણ કરવાં વગેરે. સુગુરુ વંદન કરવું. (યોગ ન મળે ત્યાં પ્રતિકૃતિને વાંદવી) શુદ્ધ પ્રરૂપક-પંચમહાવ્રતધારી-કંચન-કામિનીના ત્યાગી મુનિરાજને અભુકીઓ સૂત્રોના પાઠથી વંદન કરવું. (જેની પ્રરૂપણા શાસ્ત્ર વિરૂદ્ધ હોય, ક્રિયાકાંડ છૂટી ગયા હોય, મૂલગુણથી પતિત થયા હોય અને પાપારંભમાં પ્રવૃત્ત હોય, તેને માનવાની કે વંદન કરવાની આજ્ઞા નથી. છતાં કોઇ લોકમાન્ય હોય તેવાને ફેટાવંદન કરવું પડે તેની જયણા) સાધર્મિક મળે તેમને જય જિનેન્દ્ર વચનપૂર્વક પ્રણામ કરવાનો ઉપયોગ રાખવો. (તેમની સેવા ભકિત- કુશલવાર્તા વગેરે વાત્સલ્ય કરવું.) સાત ધર્મક્ષેત્ર, (૧. જિનમંદિર, ૨. જિનમૂર્તિ, ૩. જિનાગમ, ૪. સાધુ, પ. સાધ્વી, ૬. શ્રાવક, ૭. શ્રાવિકા) સાધારણ અને જીવદયામાં અમુક રૂપિયા આપવા. ચારિત્ર લેવાના પરિણામ રાખવા અને કોઇ ચારિત્ર લે તેને રોકવા નહિ. (ધર્મમાં કોઇને અંતરાય કરવો નહિ.). ( જયણા ) અનાભોગ, અજ્ઞાનતા, પરવશતા, વ્યવહારિક દાક્ષિણ્યતા, લોકાચાર, કુટુંબાદિ કારણે અને અનભિમત દેવ-ગુર્વાદિનો બાહ્ય વિવેક કરવો પડે, વિદ્યાદાતાનું ઉચિત સાચવવું પડે અને લૌકિક અનુકંપાદિ કાર્યોમાં ભાગ લેવો પડે, તેની જયણા. ધર્મબુદ્ધિથી કશું ન કરું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74