Book Title: Shravakna Bar Vratona Vikalpo
Author(s): Yugbhushanvijay
Publisher: Gitarth Ganga
View full book text
________________
લૌકિક ગુરુગત-આરંભ-પરિગ્રહાદિ દોષવાળા અન્ય દર્શનીઓના ગુરુઓને સુગુરુ માનવા તે. લૌકિક ધર્મગત - હિંસાદિથી કલુષિત અન્ય દર્શનીઓના ધર્મને તથા તેમનાં હોળી, બળેવ, શીતળાસાતમ, નાગપંચમી આદિ પર્વોને તેમજ પંદરમી ઓગષ્ટ આદિ રાષ્ટ્રીય દિનોને માનવા તે. લોકોત્તર દેવગત - વીતરાગદેવને પણ પૌદ્ગલિક લાલસાથી સાંસારિક સુખની અપેક્ષાથી માનવા તે. લોકોત્તર ગુરુગત - ત્યાગી ગુરુ મહારાજને પણ પૌદ્ગલિક લાલસાથી સાંસારિક સુખની અપેક્ષાથી માનવા તે. લોકેત્તર ધર્મગત - અહિંસામૂલક શ્રી જિનધર્મને પણ પીદ્ગલિક
લાલસાથી સાંસારિક સુખની અપેક્ષાથી માનવા તે. ૧૨. પ્રરૂપણાગત - શ્રી જિનવચનથી ઊલટા તથા જડવાદ વગેરે જેવા
મિથ્યાવાદનો પુષ્ટિકારક ઉપદેશ - ભાષણ કરવું તે. ૧૩. પ્રવર્તનગત - લોકિક તથા લોકોત્તર મિથ્યાત્વ લાગે તેવી
શાસ્ત્રવચનથી વિરૂદ્ધ કરણી કરવી તે. પરિણામગત - મનમાં જુઠો હઠવાદ રાખીને યથાર્થ સૂત્રાર્થની
શ્રદ્ધા ન કરવી તે. ૧૫. પ્રદેશગત - સત્તાગત દર્શન મોહનીય કર્મની સાત પ્રકૃતિઓ
વેદવી તે.
સમ્યક્ત્વ ગ્રહણ કરનારે મિથ્યાત્વના આ પંદરે પ્રકારો અને અધર્મને ધર્મ માનવો તથા ધર્મને અધર્મ માનવો વગેરે દસ પ્રકારના મિથ્યાત્વો પણ ત્યજી દેવા, ચમત્કારોથી અંજાવું નહિ, ગાડરીયા પ્રવાહમાં તણાવું નહિ, દિગમ્બર અને અન્ય પરિગૃહીત જિનમૂર્તિને વંદન કરવું નહિ. તથા આત્મા છે, તે પરિણામી નિત્ય છે, કર્મનો કર્તા છે, કર્મનો ભોફતા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય રત્નત્રયીરૂપ ધર્મ છે - આ ષસ્થાનોની નિરંતર શ્રદ્ધા રાખવી. પરમાર્થ સંસ્તવ - તત્ત્વપદાર્થની સાચી શ્રદ્ધા - પરિચય કરવો, ઇત્યાદિ સમ્યત્વ આચરણના જે ૧૭ નિયમો શાસ્ત્રમાં બતાવ્યા છે તેનો જીવનમાં શુદ્ધ અમલ થાય તેમ કરવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74