________________
૩૬
શ્રાવકધમ વિધાન
એક શ્રેણિ એ પાંચ ભાવા ) અનેક ભવમાં મળીને પામે છે. (એ જઘન્ય પરિણામવાળા જીવ આશ્રયી કહ્યુ) અને (ઉત્કૃષ્ટ પરિણામવાળા જીવની અપેક્ષાએ વિચારીએ તા ) એકજ ભવમાં સર્વે ભાવા પણ પ્રાપ્ત કરે છે (અર્થાત્ શ્રુતસામાવિકાદિ પાંચે ભાવા ઉત્કૃષ્ટાધ્યવસાયી જીવને એકજ ભવમાં પ્રાપ્ત થઈ જાય છે.) ॥૧॥
પ્રશ્ન—જો સમ્યક્ત્વ સહિત જીવ દેશાન નવ પક્ષે - પમ આયુષ્યવાળા દેવલવમાં ઉપજે તે આયુષ્ય પૂર્ણ થતાં ૯ પલ્યેાપમ ક્રસ્થિતિ ઘટી જવાથી ત્યાંથી મનુષ્ય ભવમાં ઉપજી દેશિવરતિ પામે. પરન્તુ નવ પલ્યાપમથી અધિક આયુષ્યવાળા દેવભવમાં ઉપજે તે નવ પલ્યાપમ પૂર્ણ થતાં ક્રમ સ્થિતિ પણ ત્યાં સુધીમાં ૯ પલ્યાપમ જેટલી ઘટી જાય, અને એટલી સ્થિતિ ઘટતાં તે દેવને દેશવિરતિ પ્રાપ્ત થવી જોઇએ, અને દેવને દેશિવરિત તા હોય નહિ, માટે तो सम्मत्तम्मि उ लद्धे पटियपुहुत्तेण सावओ होज्जा[સમ્યક્ત્વ પ્રાપ્ત થયા બાદ એથી નવ પચેપમે શ્રાવક થાય] એમ કહ્યું તે કેવી રીતે ઘટે ?
ઉત્તરઃ—દેવ ભવમાં સમ્યક્ત્વ સહિત ઉપજેલા દેવ સમ્યકત્વ યાગ્ય કમસ્થિતિમાંથી જેટલી ઘટાડતા જાય છે તેટલી [વા તેથી અધિક) નવી કમસ્થિતિ ખાંધતા જાય છે. જેથી પરિણામે સમ્યકત્વ યાગ્ય સ્થિતિ સત્તા ઘણા સાગરોપમ સુધી પણ તેટલી ને તેટલી કાયમ જ રહે છે. જેથી સમ્યક્ત્વ પ્રાયેાગ્યે જે અન્તઃ કા કા સાગરોપમ