________________
અતિથિ×વિભાગ વ્રત.
૨૬૧
સુની માફક) સચિત્ત વસ્તુ મૂકે અને તે રીતે સચિત્તના સબટ્ટવાળી વસ્તુ વહેારાવે તે અતિચાર. એ બન્ને અતિચાર દાન ન દેવાની બુદ્ધિએ થાય છે, તેમજ વહેારાવવાના વિધિ ન જાણવાથી પણ થાય છે.
૩ કાલાતિક્રમ અતિચાર-ગેાચરીના વખત ન થયા હોય તે વખતે મુનિને વિનતિ કરવા જાય, તેમજ મુનિ મહારાજ ગાચરી કરી રહ્યા પછી વિનંતિ કરવા જાય તા એ રીતે વિનતિના કાળના અતિક્રમ ( અભાવ) હોવાથી કાલાતિક્રમ અતિચાર છે. આ અતિચાર દાન ન દેવાની બુદ્ધિએ પણ મને છે ને ગાચરીના વખત ન જાણુવાથી પણ બને છે. તેમજ મહારાજના સ્વતઃ પધારવાના વખત જાણીને આઘા પાછો થઈ જાય તે તે પણ કાલાતિક્રમ અતિચાર છે. આ અતિચાર કેવળ દાન ન દેવાની બુદ્ધિએ મને છે.
૪ પરબ્યપદેશ અતિચાર–દાન ન દેવાની બુદ્ધિએ પેાતાની વસ્તુને પારકી કહે જેથી મુનિ લે નહિં. પરપદેશના ઉપલક્ષણથી સ્વવ્ય પદેશ અતિચાર પણ દાન દેવાની બુદ્ધિએ પારકી વસ્તુને પેાતાની કહેવાથી થાય છે. એમાં પરપદેશ અતિચાર અનાભાગાદિથી છે અને સ્વભ્યપદેશ અતિચાર વહેારાવવાના વિધિના અજ્ઞાનપણાથી થાય છે.
૫ માસ અતિચાર–મુનિ ભિક્ષા માટે આવે ત્યારે આક્રોશ કરીને ( આવ્યા હવે ઝોળી પાતરા લઇને ઇત્યાદિ વચનેાથી તિરસ્કાર કરીને) વહેારાવે એ મુનિ આશ્રિત માત્સય અતિચાર, અને બીજો રક સ્થિતિના ગૃહસ્થ સારી