Book Title: Shraddhdinkrutya Author(s): Rajshekharsuri Publisher: Arihant Aradhak Trust View full book textPage 6
________________ 3 વપન કર્યું હશે. આ રીતે અપૂર્વ દર્શનશુદ્ધિ ગુણને પ્રાપ્ત કર્યો. તદુપરાંત પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંતોની ખૂબ જ સુંદર ભક્તિ કરવા દ્વારા ચારિત્ર મોહનીય કર્મને કાપવાનો ભગીરથ પ્રયાસ આદરી રહેલા શ્રી કલ્પનેશભાઈ રત્નત્રયીનું ભાજન બજવા પ્રયત્નશીલ છે. પ્રસ્તુત ગ્રંથ કેટલો ઉપયોગી છે તેની પ્રતીતિ તો ગ્રંથ છપાતાં પૂર્વે જ થઈ ગઈ. વર્ધમાન * તપોનિધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજય લલિત શેખર સૂરીશ્વરજી મહારાજા આદિ ઠાણા - 3 (૧૩ કાંદિવલી (ઈસ્ટ) દામોદરવાડીમાં તથા શ્રી શંખેશ્વર જિનાલય – ઉપાશ્રયે એક માસકલ્પ કર્યો તે દરમિયાન ત્યાંના શ્રીસંઘે પ્રવચન માટે વિનંતી કરતાં એક મહિના સુધી શ્રોતાવર્ગને સુંદર બોધ મળે તે માટે વ્યાખ્યાન માટે પ્રસ્તુત ગ્રંથના પ્રફો પડ્યા હતા તેના આધારે પૂ. મુનિરાજશ્રી હર્ષશેખર વિ. મહારાજે પોતાની આગવી રસપ્રદ શૈલીથી પ્રવચનો શરૂ કર્યા. એક એક વિષયની સુંદર વિવેચના કરતાં કરતાં ગ્રંથનું માધુર્ય અકબંધ જળવાઈ રહે, શ્રોતાઓ જરાય નિરસતા ન અનુભવે તેની પૂર્ણ કાળજી પૂર્વક ભાવાનુવાદકાર પૂજ્યશ્રીની સખત મહેનત હોવાથી દિનપ્રતિદિનતે ગ્રંથ પરનું વિવેચન શ્રોતાઓ સમક્ષ જેમ જેમ પ્રસ્તુત થતું રહ્યું તેમ તેમ શ્રોતાજનોનો રસ પણ વધતો ગયો. શેષકાળ હોવા છતાં પ્રવચન શ્રવણની રુચિવાળા શ્રોતાઓ સારી સંખ્યામાં ઉપસ્થિત રહેતા હતા. પ્રવચનના ની છેલ્લા દિવસે લગભગ આ ગ્રંથના અગિયાર દ્વારનું વિવેચન પૂર્ણ થતાં ગ્રંથકાર, ભાવાનુવાદકાર તથા : આ ગ્રંથ પ્રકાશક વિશે શ્રોતાઓને જાણકારી આપતાં આ ગ્રંથ બહાર પડે ત્યારે મેળવવા માટે ઉત્સુકતા જ જણાઈ. આ ઉપરથી નિ:શંક કહી શકાય કે ભવિષ્યમાં કોઈપણ મંદક્ષયોપશમવાળાપૂ. સાધુ ભગવંતો પણ આ ગ્રંથના માધ્યમે શ્રોતાજનોને સારો બોધ કરાવી શકશે. પૂજ્ય સાધુ ભગવંતો તો પૂજ્યપાશ્રીની ભાવાનુવાદ શૈલીથી સુપરિચિત છે જ, પરંતુ આ ગ્રંથના માધ્યમે પૂજ્યપાદશી શ્રાવક-શ્રાવિકા સંઘમાં પણ અતિ ઉપકારી પૂરવાર થશે એ નિ:શંક છે. સિદ્ધહસ્ત ભાવાનુવાદકાર પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રી રાજશેખર સૂરીશ્વરજી મહારાજાએ નાદુરસ્ત સ્વાથ્ય વચ્ચે પણ સદાય પ્રશમરસનિમગ્ન રહી ખાસકરીને પૂજનીય સાધુસાધ્વીજી ભગવંતોને અતિ ઉપયોગી ગ્રંથરત્નોના ભાવાનુવાદનો પ્રારંભેલો યજ્ઞ અવિરત ચાલ્યા કરે અને એ પ્રકાશિત કરી ચતુર્વિધ શ્રીસંઘનાકરકમલોમાં અપર્ણ કરવાનું સૌભાગ્ય “અરિહંત આરાધક ટ્રસ્ટને પ્રાપ્ત થતું રહે એ જ એક સદા શુભાભિલાષા. આ અંતે આ ગ્રંથના સંપૂર્ણ આર્થિક સહકાર દાતાશ્રીમતી નયનબાળા બાબુભાઈ જરીવાળાના સુકૃતની ભૂરિભૂરિ અનુમોદના. લિ..... શ્રીઅરિહંતઆરાધક ટ્રસ્ટનું ટ્રસ્ટીગણPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 442