Book Title: Shraddhdinkrutya Author(s): Rajshekharsuri Publisher: Arihant Aradhak Trust View full book textPage 9
________________ ગ્રંથકારનો સંક્ષિપ્ત પરિચય સ્વભાવ : શ્રાદ્ધદિનકૃત્ય ગ્રંથના કર્તા આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરિ શાંત સ્વભાવી, ક્રિયાપ્રવર્તક, સંવેગી, વિદ્વાન, પૂર્વકાળના ગીતાર્થોને યાદ કરાવે તેવા જ્ઞાની, ચારિત્રનિષ્ઠ, શાંત, ઉપદેશક, મોટાગ્રંથકાર અને શાસનપ્રભાવક હતા. આચાર્ય જગચંદ્રસૂરિએ ક્રિયોદ્ધાર કર્યો ત્યારે ‘આચાર્ય દેવેન્દ્રસૂરિ અને પંન્યાસ દેવભદ્ર ગણિ તેમના સહયોગી હતા. સંભવ છે કે આચાર્ય દેવેન્દ્ર સૂરિને સં. ૧૨૮૫માં આચાર્યપદ મળ્યું હોય. તેમના શાંતરસવાળા વાત્સલ્યભર્યા મીઠા ઉપદેશથી જ અંચલગચ્છના ૪૪મા આચાર્ય મહેન્દ્રસિંહસૂરિએ સ. ૧૩૦૭ લગભગમાં થરાદમાં ક્રિયોદ્ધાર કરી શુદ્ધમાર્ગ સ્વીકાર્યો હતો. મેવાડનો રાણો ચૈત્રસિંહ, રાણો તેજસિંહ, રાણી જયતલાદેવી, રાણો સમરસિંહ વગેરે તેમના અનન્ય રાગી હતા. તેમના ઉપદેશથી રાણીજયતલાએ ચિત્તોડના કિલ્લા પર શામળિયા પાર્શ્વનાથ ભગવાનનું જિનાલય બંધાવ્યું. રાણા તેજસિંહે પણ મેવાડમાં અમારિપાલન કરાવ્યું હતું. આચાર્ય દેવેન્દ્રસૂરિવરે ગુરુદેવની સાથે શત્રુંજય, ગિરનાર, આબૂ વગેરે યાત્રાઓ કરી હતી. આચાર્ય દેવેન્દ્રસૂરિ, આચાર્ય વિજયચંદ્ર, ઉપાધ્યાય દેવભદ્ર સં. ૧૩૦૧ના ફાગણ દિ ૧૩ ને શનિવારે પાલનપુર પધાર્યા. ત્યાં વરહુડિયા આસદેવે ૩પાસ સૂત્રવૃત્તિ ગ્રં. ૧૧૨૮ લખાવી. આચાર્ય દેવેન્દ્રસૂરિએ સં. ૧૩૦૨માં વીજાપુર (ઉજ્જૈન)માં વરહડિયા કુટુંબના વરહુડિયા વીરધવલ તથા ભીમદેવને દીક્ષા આપી, તેઓનાં નામ મુનિ વિદ્યાનંદ, તથા મુનિ ધર્મકીર્તિ રાખ્યાં. સં. ૧૭૦૪માં તે બંનેને ગણિપદ આપ્યું. મહુવા- ગ્રંથ ભંડાર :-આચાર્ય દેવેન્દ્રસૂરિ તથા આચાર્ય વિજયચંદ્રસૂરિના ઉપદેશથી મહુવાના સંઘે સં. ૧૩૦૬ માં સરસ્વતી ગ્રંથભંડાર બનાવ્યો. તેઓ ત્યારબાદ સં. ૧૩૦૭માં થરાદ પધાર્યા. ત્યાં તેમને આચાર્ય મહેન્દ્રસૂરિ મળ્યા. ત્યાર બાદ આચાર્ય દેવેન્દ્રસૂરિ માળવા તરફ વિહાર કરી ગયા, અને લગભગ ૧૨ વર્ષે ગુજરાત પધાર્યા. આ બાર વર્ષના ગાળામાં આચાર્ય વિજયચન્દ્રસૂરિ ખંભાતમાં ચૈત્યવાસીઓની પાસસ્થાવાળી ‘વડીપોષાળ’માં રહ્યા. ત્યાં તે ચૈત્યવાસીઓ સાથેનો મીઠો સંબંધ, શ્રાવકો પ્રત્યેનો ગાઢપ્રેમ અને ઋદ્ધિગારવથી શિથિલાચારી–પ્રમાદી બની ગયા હતા. તેમણે ‘આચાર્ય દેવેન્દ્રસૂરિની આજ્ઞા’ છોડી, પોતાનો સ્વતંત્ર ગચ્છ બનાવ્યો. આચાર્ય દેવેન્દ્રસૂરિ પોતાના સંવેગી પરિવાર સાથે ગુજરાતમાં આવ્યા, અને સં. ૧૩૧૯માં ખંભાત પધાર્યા. આચાર્ય વિજયચંદ્રસૂરિએ ગર્વના ઘેનમાં તેમનો વિનય-સત્કારPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 442