________________
વસ્ત્ર મુખ્ય પક્ષથી તો શીદક પ્રમુખ બહુ ઉંચું અને તે વેતવર્ણજ રાખવું. ઉદાયન રાજાની રાણી પ્રભાવતી પ્રમુખનું પણું વેત વસ્ત્રજ નિશિદિક ગ્રંથમાં કહ્યું છે. દિનકૃત્યાદિક ગ્રંથોમાં પણ કહ્યું છે કે–તેમનિત્તિ ” (એટલે શ્વેતવસ્ત્ર પહેરનાર ઇત્યાદિ) સીદક પ્રમુખ વસ્ત્ર રાખવાની શક્તિ ન હોય તે. (રેશમી વસ્ત્ર ) પ્રમુખ છે. વસ્ત્રજ રાખવું. પૂજા ષોડશકમાં કહ્યું છે કે –“વિતશુમવાર એની ટીકામાં કહ્યું છે કે--વેત અને શુભ વસ્ત્ર પહેરી પૂજા કરવી. અહિં શુભ વસ્ત્ર તે પટ્ટયુમાદિક રાતા, પીળા પ્રમુખ વર્ણનું લેવાય છે. “g iાકર્ષ કરતાં વ ” (એટલે એ સાડી ઉત્તરસંગ કરે) છત્યાદિક સિદ્ધાંતનાં પ્રમાણભૂત વચન છે, તેથી ઉત્તરીય વસ્ત્ર અખંડજ રાખવું બે અથવા તેથી વધારે કકડા સાંધેલા ન રાખવા. “દુકુલ (રે. શમી) વસ્ત્ર પહેરીને ભોજનાદિક કરે તો પણ તે અપવિત્ર થતું નથી.” એ લેકિત પૂજાના વિધ્યમાં પ્રમાણભૂત ન માનવી. પરંતુ બીજા વસ્ત્રની પેઠે દુકુલ વસ્ત્ર પણ ભોજન, મળ, મૂવ તથા અશુચિ વસ્તુને સ્પર્શ વર્જવા પ્રમુખ ઉપાયથી સાચવવું જોઈએ. જેમ વપરાય તેમ ધોવું, ધૂપ - વો ઇત્યાદિ સંસ્કાર કરીને પાછું પવિત્ર કરવું. તથા એ (પૂજા સંબંધી) વસ્ત્ર ડી વાર વાપરવું. પરસેવે, નાકને મળ પ્રમુખ એ વસ્ત્રથી લહેતું નહિ. કારણ કે, તેથી આ પવિત્ર પણું ઉપજે છે. વાપરેલા બીજા વસ્ત્રી એ વસ્ત્ર વેગળું મૂકવું. પાયે પૂજાનું વસ્ત્ર પારકું ન લેવું. વિશેષ કરી બાળક, વૃદ્ધ, સ્ત્રીઓ પ્રમુખનું તે નજ લેવું. '
સંભળાય છે કે—કુમારપાળ રાજાનું ઉત્તરીય વસ્ત્ર બાહડ મંત્રીના ન્હાના ભાઈ ચાહડે વાપર્યું, ત્યારે રાજાએ કહ્યું કે “નવું વસ્ત્ર મને આ પ” ચાહડે કહ્યું કે, “આવું નવું વસ્ત્ર તે સવાલક્ષનું બંબેરાપુરીને વિષે જ થાય છે અને તે ત્યાંથી ત્યાંના રાજાએ વાપરેલુ જ અહિં આવે છે.” * પછી કુમારપાળે નહિ વાપરેલું એક રેશમી) વસ્ત્ર બબેરાના રાજા પાસે માગ્યું, પણ તે તેણે આપ્યું નહિ. ત્યારે કુમારપાળ રાજાએ રૂટ થઈ ચાહડને “ઘણું દ્રવ્ય દાન કરવું” એમ કહીને સાથે સૈન્ય આપી મેકલ્યો. ત્રીજે પ્રમાણે ચાહડે ભંડારી પાસે લક્ષ દ્રવ્ય માગ્યું, ત્યારે તેણે આપ્યું
૧૨૭