Book Title: Shraddh Vidhi
Author(s): Jain Patra
Publisher: Jain Patra

View full book text
Previous | Next

Page 511
________________ કાંઈ કરી શકે નહી. ત્યારે તેણે પહેલાનું ઘર નવું બંધાતું હતું, તેની ભીંતમાં કોઈ ન જાણે તેવી રીતે જિન મંદિર પડેલે એક ઇટનો કટકા નાંખે. ઘર બંધાઈને તૈયાર થયું ત્યારે દરિદ્રી પાડોશીએ શ્રીમંત પાડોશીને જે વાત બની હતી તે પ્રમાણે કહી દીધી. ત્યારે શ્રીમંત પાડોશીએ કહ્યું કે, એટલામાં શું દોષ છે ? એવી અવજ્ઞા કરવાથી પિત્પાત વગેરે થઈ શ્રીમંત પાડોશીને સર્વ પ્રકારે નાશ થશે. કહ્યું છે કે–જિનમંદિર, કૂવા, વાવ, સ્મશાન. મઠ અને રાજમંદિરને સરસવ જેટલું પણ પથર, ઈટ કે કાછે તજવાં. પાષાણુ મય સ્તંભ, પીઠ, પાટિયાં બારસાખ વગેરે વસ્તુઓ ગૃહસ્થને વિરુદ્ધ કારક છે, પરંતુ તે ધર્મસ્થાનકે શુબ જાણવી. પાષાણય વસ્તુ ઉપર કાઇ અને કારમય વસ્તુ ઉપર પાષાણના સ્તંભ વગેરે વસ્તુઓ ઘરમાં અથવા જિનમંદિરમાં પ્રયત્નથી વર્જવી. હળનું કાઇ, ઘાણી, શકટ વગેરે વસ્તુ તથા રહે. આદી યંત્ર, એ સર્વ કાંટાવાળા વૃક્ષના વડ આદી પાંચ ઉંબરના તથા જેમાંથી દૂધ નીકળતું હોય એવા આકડા વગેરે ઝાડના લાકડાનાં વર્જવાં. વળી ઉપર કહેલી વસ્તુઓ બીજોરી, કેળ, દાડમ, મીઠાં લિબૂ, બે જાતની હળદર, આમલી, બાવળ, બેરડી તથા ધંતુરા એમનાં લાકડાની પણ વર્જવી. જે ઉપર કહેલા વૃક્ષનાં મૂળો પાડોશથી ઘરની ભૂમિમાં પેસે, અથવા એ ઝાડની છાયા ઘર ઉપર આવે, તે તે ઘરધણીના કુળને નાશ થાય છે. ઘર પૂર્વ ભાગમાં ઉંચું હોય તે ધન તું રહે છે, દક્ષિણ ભાગમાં ઉંચું હોય તે ધનની સમૃદ્ધિ થાય છે. પશ્ચિમ ભાગમાં ઉંચું હોય તે વૃદ્ધિ થાય છે, અને ઉત્તર દિશામાં ઉંચું હોય તે શૂન્ય થાય છે. વલયાકારવાળું, ઘણું ખૂણાવાળું, અથવા એક બે કે, ત્રણ ખુણાવાળું, જમણી તથા ડાબી બાજુએ લાંછું એવા ઘરમાં રહેવું નહિ. જે કમાડ પિતાની મેળે બંધ થાય, અથવા ઉઘડે તે સારાં નહિ. ઘરના મૂળ બારણામાં ચિત્રમય કળશાદિકની વધુ શોભા સારી કહેવાય છે. જે ચિત્રમાં ગિનીના નૃત્યને આરંભ, ભારત રામાયણમાં અથવા બીજા રાજાઓનો સંગ્રામ, રૂષિના અથવા દેવનાં ચરિત્ર હેય, તે ચિત્ર ઘરને વિષે સારાં ન જાણવાં. ફળેલાં ઝાડ, ફુલની વેલડીએ, સરસ્વતિ નવનિધાન ૪૭૬

Loading...

Page Navigation
1 ... 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548