Book Title: Sharda Siddhi
Author(s): Shardabai Mahasati
Publisher: Saurashtra Sthanakvasi Jain Sangh

View full book text
Previous | Next

Page 965
________________ ૯૧૪ શારદા સિદ્ધિ કેટલા કષ્ટ વેઠયા બાદ એ ચક્રપતિ બન્યો ને છ ખંડ સાધ્યા. થડે સમય સુખ ભગવ્યું પછી પાછળથી એને કેવું કષ્ટ પડયું છે એ સાંભળશે ત્યારે તમને એમ થશે કે આ જીવન આવું છે? જીવને કરેલા શુભાશુભ કર્મો ભેગવવા પડે છે. કર્મ કેઈને છોડતા નથી. આવું સમજીને તમે બધા પણ આવું ઉત્તમ માનવજીવન પામીને પાપ કર્મોને ત્યાગ કરીને પરભવ સુધારવા શુભ કર્મો કરો. ચિત્તમુનિએ બ્રહ્મદત્તને ઘણે ઘણે ઉપદેશ આપ્યો. હવે એ એના હૃદયમાં ઉતારશે કે નહિ અને છેવટે મુનિ શું કહેશે ને શું બનશે તેના ભાવ અવસરે. ચરિત્ર - ભીમસેન રાજા, સુશીલારાણું અને દેવસેન તથા કેતુસેન બંને કુમારો બધા ઘણાં દુઃખ સહન કરી પાપ કર્મને ઉદય પૂરો થતાં ઉજજૈની નગરીની બહાર પધાર્યા છે. હરિસેન આદિ આખા નગરની જનતા તેમનું સ્વાગત કરવા માટે આવી છે. સૌએ ભીમસેન રાજાનું હાર્દિક સ્વાગત કર્યું અને હરિસેને ભીમસેન રાજા, સુશીલારાણી, દેવસેન-કેતુસેન આદિ સર્વે પાસે પિતાની ભૂલની માફી માંગી. પાપને પશ્ચાતાપ કર્યો, ત્યારે સૌએ એક જ વાત કરી કે આમાં તમારો કેઈ દેષ નથી. અમારા પાપકર્મનો દેષ છે. એમ કહીને પ્રેમથી બોલાવ્યા એટલે પાપના ભારથી પીડાતું હરિસેનનું હૈયું શાંત થયું. આ રીતે બધા પ્રેમથી મળ્યા બાદ ખૂબ હર્ષભેર ઠાઠમાઠથી ઉજજૈની નગરીમાં પ્રયાણ કર્યું. એક સુંદર હાથીને શણગારીને લાવ્યા હતા એના ઉપર સેનાની અંબાડી પર ભીમસેન, સુશીલા, હરિસેન, દેવસેન, કેતુસેન આદિ બેઠા. જે હાથી ચાલ્યો કે તરત મંગલ વાજિત્રોના નાદ ગુંજી ઉઠયા. ભીમસેન રાજાને જયજયકાર બોલાવા લાગ્યા. ભીમસેન રાજા છૂટા હાથે દાન દેતાં આગળ વધી રહ્યા છે. વજા પતાકાઓથી આખી ઉજજૈની નગરીની બજારો શણગારેલી હતી. ઉજજૈનીના નગરજનોને હર્ષ સમાતે નથી. ભીમસેન રાજા જ્યાંથી પસાર થયા ત્યાંથી સૌએ તેમને કેઈએ સાચા મોતીથી, કેઈએ કૂલથી ને કેઈ એ ચેખાથી વધાવ્યા. ગળામાં હાર પહેરાવ્યા. પિતાના મહારાજાની પુનીત પધરામણીની ખુશાલીમાં બહેને એ મંગલગીત ગાયા. આ રીતે ભીમસેન રાજાનું સ્વાગત કર્યું ને વાજતે ગાજતે સૌ રાજમહેલમાં આવ્યા. સૌના આનંદને પાર નથી. હરિસેને ભીમસેનને કહ્યું હે મારા વડીલ બંધુ ! હવે આપ આપનું રાજ્ય સંભાળી લે. બીજે દિવસે શુભ મુહુર્ત ભીમસેન રાજા રાજસિંહાસન પર આરૂઢ થયા. એ દિવસે અનેક બંદીજનોને મુક્ત કર્યા. પ્રજાજનેના કર માફ કર્યા અને ગરીબનું દરિદ્ર ટળી જાય તેટલું પુષ્કળ દાન આપ્યું. આખા નગરમાં અને દેશમાં ભીમસેન રાજાની આણ વર્તાવા લાગી. ભીમસેન રાજાની દાસી જે યશોદા હતી તે પણ પોતાના રાજા-રાણી આવવાથી ખૂબ આનંદિત બની ગઈ. એણે ભીમસેન રાજાને બચાવ્યા હતા એટલે હવે તે એનું માન ખૂબ વધી ગયું હતું અને હરિસેનની દાસી વિમલા કે જેણે સુરસુંદરીને ચઢાવીને બૂરા કાર્ય કર્યા

Loading...

Page Navigation
1 ... 963 964 965 966 967 968 969 970 971 972 973 974 975 976 977 978 979 980 981 982 983 984 985 986 987 988 989 990 991 992