Book Title: Sharda Siddhi
Author(s): Shardabai Mahasati
Publisher: Saurashtra Sthanakvasi Jain Sangh

View full book text
Previous | Next

Page 983
________________ ૨ શારદા સદને તે મને કયાં હાર આપે છે? તું બેટું મારા માથે આળ ચઢાવે છે? હરામી, પાપી! તું ચાલ્યું જા અહી થી. એમ કહીને હારની વાત ઉડાડી દીધી. તે સમયે તારી દાસીએ એમાં સાક્ષી પૂરી કે ગઈ કાલે શેઠ હાર લઈને આવ્યા હતા. તમે આવું શા માટે બેલે છે? એમને હાર એમને આપી દેવો જોઈએ. પારકી વસ્તુ પચાવી પાડવાથી મહાન પાપના ભાગી બનાય છે. આ પ્રમાણે દાસીએ કહ્યું એટલે એ દાસીને તમે મારી પીટીને ઘરમાંથી કાઢી મૂકી અને હું પણ રડતે કકળતે મારે ઘેર ચાલ્યા ગયા. ખૂબ ઝરાપો કર્યો; તમારી પાસે હાર માટે ખૂબ કરગર્યો પણ તમે હાર ન આપ્યો તે ન જ આપ્યો. - હાર વિના દિન રાત ઝૂરણું કર, મર ગઈ મુઝ નાર, વેર બંધ કર લિયા નિકાચિત, કુછ નહી ક્રિયા વિચાર, મારી પત્નીએ તે હજુ હાર પહેર્યો પણ ન હતું. તેને હાર પહેરવાની ખૂબ હોંશ હતી, પણ એને હાર ન મળવાથી તે ખૂબ રડવા ગૂરવા ને ફૂટવા લાગી. અંતે એ ગુરાપામાં તે મૃત્યુ પામી અને નિકાચિત ગાઢ વૈર બંધાઈ ગયું. ત્યાર પછી એ નગરમાં કોઈ મુનિરાજ પધાર્યા. એમના શરીરે કોઢને રોગ થયે હતે. એમાંથી લેહી પરના ઢગલા થતા હતા. દુધના ગોટા ઉડતા હતા. મુનિને પીડાને પાર ન હતું. કોઈ વૈદે તેમને કહ્યું કે લક્ષપાક તેલ મળે તે આ રોગ મૂળમાંથી મટે. કેઈએ કહ્યું કે શ્રીપાળ શેઠને ત્યાં લક્ષપાક તેલ છે. આંગણે આવેલા સંતને ન ઓળખ્યા.” – મુનિરાજ તારે ઘેર એની યાચના કરવા આવ્યા. તારે ત્યાં લક્ષપાક તેલ સૂઝતું હતું છતાં તે જાણી જોઈને એને અસૂઝતું કરી નાંખ્યું તેથી મુનિ પાછા ફર્યા. આ રીતે મુનિ ત્રણ દિવસ આવ્યા પણ તે અસૂઝતું કર્યું ને લાભ ન લીધે. છતી વસ્તુઓ લાભ ન લીધે તેથી તે ધનની ઘોર અંતરાય બાંધી, પણ છેલ્લે છેલ્લે તારી મતિ સુધરી અને તે કંઈક દાન આદિ ધર્મારાધના કરી અને અંતિમ સમયે શુદ્ધ ભાવના રહી તેના કારણે તું ભીમસેન રાજા બન્ય. તારી પત્ની હતી તે આ ભવમાં તારી પત્ની સુશીલા રાણી બની. જે દાસીએ સાચી વાતમાં સાક્ષી પૂરી હતી તે દાસીને તે મારી પીટીને કાઢી મૂકી હતી તે આ ભવમાં લક્ષ્મીપતિ શેઠની પત્ની ભદ્રા શેઠાણું બની. બે નેકરો તારી તરફેણમાં હતા એ બંને તારા પુત્રો દેવસેન અને કેતુસેન બન્યા. ગુણચંદ્ર જે પાડશી હવે તે હું હરિસેન તારો ભાઈ બન્યું ને મારી જે પત્ની હતી તે સુરસુંદરી બની. તે મારો હાર પચાવ્યું હતું તે કર્મના કારણે આ ભવમાં મેં તારું રાજ્ય પચાવી પાડયું. તે દાસીને ગમે તેવા શબ્દ કહીને ઘરની બહાર કાઢી હતી તે કર્મના કારણે ભદ્રા શેઠાણીએ તમને ભયંકર દુખે આપ્યા અને સુશીલા ઉપર બેટું આળ ચઢાવીને ઘરમાંથી કાઢી મૂકયા.

Loading...

Page Navigation
1 ... 981 982 983 984 985 986 987 988 989 990 991 992