________________
શારદા શિરામણ ]
[ ર
આપણાથી હવે માત્ર એક માઈલ દૂર છે. ખેલેા, આ સમયે પ્રમાદનુ` મહાનુ કાઢીને બેસી રહેા ખરા કે તરત ભાગા ? એક માઈલ દૂર છે તા પણુ ભાગવા લાગ્યા. ત્યાં જરા પણુ પ્રમાદ કરે. ખરા ! ના, હું તમને પૂછું છું કે તમારાથી મૃત્યુ કેટલ' દૂર છે ? અરે દૂર શું! માથે લટકતી તલવારની જેમ ઝઝૂમી રહ્યું છે, છતાં પાપ રૂપી ગુડાએથી ભાગવાનુ મન થાય છે ખરું ? અહી. જો પ્રમાદ કરીશ તેા મારા આત્માનું અહિત થશે એવું લાગ્યું છે ખરું ? પ્રમાદ પ્રત્યે તિરસ્કાર કે ધૃણા પેદા થઈ છે ખરી ? આત્મામાં ચેટ લાગી છે ખરી? અડે। । મને આ ભવમાં કેવી ધન્ય ઘડી ને કેવા ધન્ય ભાગ્ય વિવેકને સુંદર કેવા અવસર મળ્યા છે.
વિવેક જગાડા : આ વિરાટ વિશાળ સ`સાર સાગરમાં ભમતા જીવને પર'પરાથી આચરતા આવ્યા હોય એવા ધ મળે છે પણ એ ધર્માંમાં હેય-ઉપાદેયની બુદ્ધિ હતી નથી. ત્યાં વિવેક જાગ્યા નથી હતા. હેય-ઉપાદેયના વિવેક તેા જૈન દર્શનમાં ઠાંસેઠાંસ ભર્યાં છે. કાળના કાળ વીતે પછી વિવેક જાગે છે એટલે જૈનદર્શન મળે છે ત્યાં આ વિવેક જાગે છે. અતિ દુલ ભ હિતાહિતને ને હેય ઉપાદેયના વિવેક કરવાની અદ્ભૂત તક મળી છે. તમને એની કિ'મત સમજાણી છે ? એની કદર કેટલી કરી છે? હીરાની, સાનાની કિંમત સમજાણી છે, પણ આ મળેલી સુવણુ તકની કિ ંમત સમજાણી નથી. હવે આ વિવેક જગાડવાની ભાવના થઈ છે? આ ભવમાં હું' મારા આત્માના હિતાહિતના વિવેક કરી લઉં. જ્ઞાની કહે છે જો તમારે આત્મામાં વિવેક જગાડવા છે, વિવેક જગાડવાની લગની લાગી છે તેા તેના રસ્તા જ્ઞાનીએ ખતાન્યેા છે. જો આત્મામાં વિવેક જગાડવા છે તેા મનનું સંશેાધન કરો. તેની અવળી ચાલને બદલે.
અવળા હિસાબને સવળા કરી : અનાદિકાળથી મન બગડેલું અવળી ચાલે ચાલે છે. માના કે કોઈ તમારુ' વાંકુ' એલ્યુ, કોઈ એ તમારા અવગુણુ ગાયા, તે તમારા મનમાં શું થશે ? હવે તેને બરાબર સંભળાવી ઈશ. થાય તેવા થઈએ તેા ગામ વચ્ચે રહીએ' આવું જ થાય ને ! આવા જ વિચારો આવે ને ! આ બધા વિચા અવળી ચાલના છે. ઉત્તમ માનવભવમાં પણુ જો આ ક્રોધ, કલેશ, કાંકાસના હિસાબ ગણીશું તેા પછી ક્ષમા, ત્યાગ, સરળતા, સંતાષ વગેરેના સુંદર હિસાબ કયા ભવમાં કરી શકાશે ? આત્માને વિવેક જગાડવા મહાપુરૂષાને તમારી નજર સામે રાખા. આપણા ત્રિલેાકીનાથ શાસનપિતા પ્રભુ મહાવીર પાસે શુ' શક્તિ ઓછી હતી ? જેણે એક અંગૂઠે આખા મેરૂપર્યંત ખળભળાવી મૂકયો એમની તાકાત કમ હાય ? ના....ના.... અનંતી શક્તિ હતી. અનાડીના સામના કરી એને દબાવી દેવાની અન`તી શક્તિ હતી, છતાં પ્રભુએ હાલીમવાલી જેવાનુ ય સહન કયુ છે. પેાતાના કાન ફાડી નાંખે એવા ખીલા ગાવાળિયાને નાંખવા દીધાં. આ કયા હિસાબ પર ? થાય તેવા થઇએ એવા તમારા જેવાના વિચાર પર ? ના....ના.... હોં, પ્રભુએ તેા અનાદિના અવળા હિસાબને સવળા કર્યાં, એ હિસાબ પર પ્રભુએ ખધાનું સહન કર્યું. મારા અંતરશત્રુએ રાગ-દ્વેષ, તૃષ્ણા