________________
૬૮૬)
[શારદા શિરેમણિ પાસે બેસીને દશ મિનિટ પ્રાર્થના કરજે. હે કરૂણાવંત ભગવાન ! હું અહીં ચોરી કરવા કે લૂંટવા નથી આવ્યો પણ અમે ચાર ચાર દિવસથી ભૂખ્યા છીએ. હવે અમે ભૂખ સહન કરી શક્તા નથી તેથી આ પાપી પેટને ભરવા અને મારા કુટુંબનું પાલનપોષણ કરવા માટે હું આ બારણું તેડવા આવ્યો છું. મારે આખા બારણાની જરૂર નથી. હું અડધું બારણું તેડીને લઈ જઈશ અને તેને વેચીને અમારું પેટ ભરીશ. આ પેટ માટે હું આ પાપ કરવા આવ્યો છું. આપ મને માફ કરજે.
પ્રતિજ્ઞાને ચમત્કારી પ્રભાવ : સુશીલાએ કહ્યું તે પ્રમાણે સુરેશ મંદિરમાં ગયે. ભગવાન પાસે બેસી દશ મિનિટ પ્રાર્થના કરી, પછી કુહાડે લઈને જેવું બારણું તોડવા જાય છે ત્યાં તેને હાથ અટકી ગયે, તેને અવાજ આવ્યો, હવે તું બારણું તેડીશ નહિ. દેવે તારી પ્રતિજ્ઞાની પરીક્ષા કરી છે. તે લાકડા લેવા જે જંગલમાં ગયે ત્યાં બધે લીલા લાકડા ન હતા, સૂકા લાકડા હતા પણ તારી પરીક્ષા કરવા આખુ જંગલ લીલુંછમ બનાવી દીધું. તું ચાર ચાર દિવસ ભૂખ્યો રહ્યો છતાં તે પ્રતિજ્ઞા તેડી નથી તેથી દેવ તારા પર પ્રસન્ન થયા છે. હવે તું જરા પણ ચિંતા ન કરીશ. તારું દુઃખ ગયું. હવે તારે લાકડા કાપવા પણ નહિ જવું પડે. તું અહીંથી ઘેર જા. તારા ઘેર ડામચિયા પર એક તાસ પડે છે તે રોટલાથી ભરેલું છે. તમે બધા પેટ ભરીને ખાજે. રેજ એ રીતે તું તાસ મૂકી રાખજે. રોજ તે રોટલાથી ભરાઈ જશે. હવે મહેનત મજૂરી કરવાની જરૂર નથી. જે પ્રતિજ્ઞા કરે તેની કસોટી તે આવે છે પણ જે કટીમાં દઢ રહે છે, અડગ રહે છે તે પછી સુખ મેળવે છે.
ગરીબીમાં પણ અમીર : સુરેશ ઘેર ગયો. સુશીલા પૂછે છે નાથ! કેમ કાંઈ લાવ્યા નથી? સુશીલા! હું તે ઘણું લાગે છું. ધર્મને પ્રભાવ તે તું જે. જેને ધર્મ પર શ્રદ્ધા હોય તેના દુઃખ દૂર થયા વિના રહેતા નથી. સુરેશ ગયા પછી સુશીલાએ કુદરતી તાસ ડામચિયા પર મૂકેલે. સુરેશ કહે- તું તાસ ખેલ. સુશીલાએ તાસ જે તે આખે તાસ રોટલાથી ભરેલું છે. સુરેશે બધી વાત કરી. બધા પ્રેમથી જમવા બેઠા. રોટલા એકલા ખાય છે છતાં તે રોટલાને સ્વાદ એ છે કે જેટલે ને શાક કે ચટણી ખાતા ન હોય! એકલા રોટલા ભાવે એવા સ્વાદવાળા હતા. સાથે બીજી કઈ ચીજની જરૂર ન પડે. ચાર માણસોને રોટલા જોઈ એ કેટલા? પેટ ભરીને ખાધા તે ય ઘણું વધી પડ્યા. તે એવો વિચાર નથી કરતા કે કાલે મળશે કે નહિ? માટે કાલ માટે રહેવા દઈએ. આટલી ગરીબી હેવા છતાં સંગ્રહ કરવાની ભાવના નથી. જેને પુણ્ય પર વિશ્વાસ નથી તે સંગ્રહ કરે પણ વિશ્વાસ છે કે તે કહે છે કે ભેગું કરવાની શી જરૂર ! મારા ભાગ્યમાં હશે તો મળવાનું છે. જે પુણ્ય પર વિશ્વાસ રાખે છે તે કાલની ચિંતા કરતા નથી. જે જેટલા વધ્યા તે ગરીબ, અપંગ અને દુઃખીઓને આપી દીધા. કૂતરાને પણ ખવડાવ્યા.
હવે તે રેજ તાસ મૂકે ને તાસ રોટલાથી ભરાઈ જાય. બધા પેટ ભરીને જમે