________________
શારદા સરિતા
પર૧ છે. અહીં પણ શેઠાણું જાગ્યા. હવે મારું આવી બન્યું. શેઠાણીએ બંગડી લઈને મને જતાં જોયે. એટલે હું તેમના ચરણમાં પડી ગયે ને કહ્યું માતા!' મને બચાવ. મારૂં રક્ષણ કર. આટલું બોલતાં બોલતાં મારી જીભ બંધ થઈ ગઈ ને આંખમાં આંસુ ઉભરાઈ ગયા. આ જોઈ શેઠાણના મનમાં થયું કે આ માણસ ગમે તે દુઃખને માર્યો ચેરી કરવા આવ્યા છે પણ એનું હૃદય ચેરનું નથી. જે ચોર હોય તે બારીએથી છલાંગ મારીને કયારનોય ભાગી છૂટ હેય. ચિરની આંખમાં આંસુ ન આવે.
શેઠાણીએ કહ્યું ભાઈ ! તું કોણ છે? ને શા માટે ચોરી કરવા આવ્યો છે? તું ચોરી કરવા આવ્યા છે પણ તારું હૃદય ચોરનું નથી. જે હોય તે ખુશીથી કહે. મને ભાઈ કહીને બોલાવનાર શેઠાણી બહેન જેવી વહાલી લાગી. મેં આંસૂ લડી મારી બધી કહાણી શેઠાણને કહી સંભળાવી અને કહ્યું બહેન! આવ્યો છું ચોરી કરવા તેમાં બે મત નહિ. તિજોરીમાંથી ફકત એક બંગડી લીધી છે. બીજું કંઈ લીધું નથી. બહેન ! હું પકડાઈ જાઉં એ માટે તમારા પગમાં પડું છું. તમે મને બચાવે. આ બાબતમાં આપણે એ વિચારવાનું છે કે ચોરી કરવા નીકળે છે છતાં એનું હૈયું કેવું સરળ ને પવિત્ર છે ! તે જોવા જેવું છે. - વિવેકી આત્મા સંચગવશાત્ પાપાચરણ કરે પણ એના દિલમાં ડખ તો હોય કે મેં આ ન કરવાનું કામ કર્યું છે.
મારી કહાણી સાંભળીને શેઠાણીનું દિલ પીગળી ગયું. અહ! લાખની મૂડી હોવા છતાં મારા પતિ જુગારમાં, વ્યસનમાં કેટલા પૈસા ઉડાવે છે. એ બહારની મઝા લૂંટવામાં પડયા છે ને મારી સંભાળ પણ રાખતા નથી. જયારે આ માણસ આટલો ગરીબ છે છતાં એની પત્ની માટે કેટલું કરી છૂટે છે. પત્ની બિમાર છે તેનું એને કેટલું દુઃખ થાય છે ! પત્નીના દુખે દુઃખી થનાર આ ગરીબ સારો કે ઘરમાં અનેક સુખના સાધને હોવા છતાં બહાર ભટકતે મારે પતિ સારે? આજે શું બની રહ્યું છે !
ગરીબનારી દળણાં દળતી, ધનવાળી હીરે ઝળહળતી, હીરા મોતીવાળી રેતી, એને કંથ વિલાસ માણે છે.
ધનવાન જીવન માણે છે, '' શેઠાણ વિચાર કરે છે હું કયાં આ શ્રીમંત શેઠની પત્ની અને કયાં ગરીબ પત્નીને પતિ! છતાં કે નિર્મળ પ્રેમ છે! અને કયાં મારા પતિનું વિલાસમય જીવન ! હું ભલેને હીરા મોતીના દાગીના પહેરીને ફરતી હોઉં પણ જે પ્રેમ અને આનંદ આ ઝુંપડીમાં છે તે મારી હવેલીમાં નથી. શેઠાણીના દિલમાં ખૂબ દયા હતી. તેમણે મને બાજુના પલંગ ઉપર સૂવાડી દીધો અને ઉપર શેઠની કિંમતી શાલ ઓઢાડી દીધી. પછી એરડાનું બારણું ખેલીને દિયરને કહ્યું કે અહીં કેઈ નથી. દિયર કહે છે મેં દરથી દિવાલ કૂદીને ચેરને અંદર આવતે જ છે. ત્યારે શેઠાણી કહે છે દિયરજી ! તમે તમારા ભાઈને