________________
શારદા દર્શન
૩૪
એક વખત ભરત ચક્રવર્તિએ દેશના સાંભળ્યા પછી ભગવાનને વંદન નમસ્કાર કરીને પૂછ્યું હે પ્રભુ! આપના સસરણમાં આપના જેવી પદવીને લાયક કોઈ જીવ છે? ભગવાને કહ્યું હે ભરત! મારા સસરણની બહાર તારો પુત્ર મરીચિ હાલ જે ત્રિદંડીને વેશમાં છે તે આ વીસીમાં વીસમા તીર્થંકર થશે, ત્રિપૃષ્ઠ વાસુદેવ થશે ને પ્રિય મિત્ર નામને ચક્રવર્તિ પણ થશે. ભગવાનના મુખેથી આ વાત સાંભળીને ભરત મહારાજા મરીચિ પાસે ગયા ને કહ્યું છે મરીચિ ! હું તારા ત્રિદંડી વેશને નમતે નથી. તુ ત્રિપૃષ્ઠ વાસુદેવ અને પ્રિય મિત્ર નામે ચક્રવર્તિ થવાનું છે તેને સત્કાર કરતે નથી પણ મેં અત્યારે ભગવાનના મુખેથી સાંભળ્યું છે કે તમે આ ચોવીસીમાં વીસમા તીર્થકર થવાના છે તેથી હું તમને વંદન કરું છું. આથી મરીચિ હર્ષમાં આવીને નાચવાને કૂદવા લાગ્યા કે અહો ! અમારું કુળ કેટલું ઉજજવળ કહેવાય! દુનિયામાં જે જે મટી પદવીઓ કહેવાય તે બધી અમારા ઘરમાં આવી ગઈ. મારા દાદા સૌથી પ્રથમ તીર્થકર, મારા પિતા સૌથી પ્રથમ ચક્રવતિ થયા અને હું પ્રથમ વાસુદેવ થઈશ તેમજ ચક્રવર્તિ અને તીર્થકર પણ થઈશ. આ તેમને મદ આવી ગયા ને ત્યાં તેમણે નીચ ગોત્ર કર્મ બાંધ્યું.
જીવ મદમાં આવી જાય છે ત્યારે તેને ભાન રહેતું નથી, પણ કર્મ ઉદયમાં આવે ત્યારે ભગવતાં કેવી દશા થાય છે! મરીચિ ત્રિદંડીને વેશ લઈ ભગવાનની સાથે વિચરતા હતાં અને તેમની પાસે જે જે માણસે આવતા તેમને પ્રતિબંધ પમાડીને ભગવાનની પાસે મોકલતા હતા. એક વખત મરીચિકુમાર બિમાર પડયા પણ તે અવતી હોવાથી ભગવાનના શિષ્ય સેવા કરી શકે નહિ, એટલે તેના મનમાં એવા ભાવ આવી ગયા કે મેં ઘણાને પ્રતિબોધ પમાડીને ભગવાનની પાસે મોકલ્યા પણ મારો કોઈ ભાવ પૂછતું નથી. એમાં કપિલ રાજા આવ્યું ને તેને પ્રતિબંધ પમાડ. તેણે કહ્યું કે મારે દીક્ષા લેવી છે. એટલે મરીચિએ કહ્યું કે જે તમારે દીક્ષા લેવી હોય તે ભગવાન પાસે જાઓ ત્યારે કપિલે કહ્યું કે શું તમારી પાસે ધર્મ નથી? અત્યાર સુધી તો તેને સાચી શ્રદ્ધા હતી એટલે કહી દેતા કે ના, સાચો ધર્મ ભગવાન પાસે છે. હું શિથિલાચારી છું પણ હવે તેને ભાવ બદલાતા માયાનું સેવન કર્યું ને મિશ્ર ભાષા બોલ્યા કે જે અહીં ધર્મ છે તે ત્યાં છે. આટલી ઉત્સરાની પ્રરૂપણા કરવાથી તેણે ઘણે સંસાર વધારી દીધે.
મહાવીર ભગવાનના ર૭ ભવમાં સાત ભવ ત્રિદંડીના ને સાત ભવ દેવના પછી સોળમા ભવે જૈન ધર્મની દીક્ષા લીધી. ત્યાં નિયાણું કર્યું કે મારા તપ સંયમનું ફળ હોય તે ઘણા બળને સ્વામી બનું. ત્યાંથી સંયમના પ્રભાવે દેવલેકમાં જઈ અટારમાં ભવે ત્રિપૃષ્ટ વાસુદેવ થયા. ત્યાંથી મરીને સાતમી નરકે ગયા, વીસમા ભવે સિંહ થયા,