Book Title: Shabda Samip
Author(s): Kumarpal Desai
Publisher: Gujarat Sahitya Academy

View full book text
Previous | Next

Page 73
________________ • “શ્રી સિસ્ટર્સ'ના સર્જકની કલા • લાગે છે. વર્તમાનને કે વાસ્તવને મોપાસાં કે ફ્લૉબેરની માફક બુદ્ધિથી રજૂ ન કરતાં સીધું હૃદયમાંથી આલેખે છે. આ નાટકો કોઈ પ્રાદેશિક જીવનની કથની છે ખરાં, પણ અંતે તો કોઈ પ્રદેશની વિશિષ્ટ કે આગવી નહિ પણ “માનવ'ની વાત કરે છે. ચેખોવની વિશેષને વિશ્વજનીન તત્ત્વોથી ભરી દેવાની ખૂબી જ અનોખી • શબ્દસમીપ • ત્રણે બહેનોની સંસ્કારિતા આ ગામડામાં સુકાય છે. એમનું જ્ઞાન અજાગલસ્તન જેવું નકામું બની જાય છે. ગામડું એ માનવને પ્રાણી બનાવી દેતી અસરોનું પ્રતીક છે. આન્દ્ર તેનું ભયંકર વર્ણન આપે છે. શૈબુતિકિન એનો નમૂનો છે. એ પોતાનું વૈદિક વીસરી જાય છે અને એને પોતાના અસ્તિત્વ વિશે શંકા જાગે છે. સંસ્કારિતાનો ઉપાસક ચેખોવ ગામડાના નિરૂપણથી અને નતાશાના પાત્રથી અસંસ્કારિતા ખુલ્લી પાડે છે. આની સામે મોસ્કો એ ઉખાં, સુઘડતા, સંસ્કારિતા અને સંવેદનશીલતાનું પ્રતીક બની રહે છે. નાટકમાં આવતો આગનો પ્રસંગ ચેખોવની સમર્થ પ્રતીકશક્તિનું જ્વલંત ઉદાહરણ બની રહે છે. આગની ચેતવણીની ઘંટડી ઑલ્ગાના જીવનમાં અને આખા પ્રોઝોરાવ કુટુંબના જીવનમાં લાગનારી આગનું પ્રતીક બની રહે છે. એક આગ દૂર લાગી છે અને બીજી આગ આ બહેનોના ઘરમાં અને હૃદયમાં લાગી છે, જેમાં એમની બધી આશાઓ હોમાઈ જાય છે. આ વેળા નતાશા એનાં બે બાળકોને મૂકી પ્રોટોપોરોવ સાથે સ્લાવ ગાડીમાં ફરવા નીકળે છે. અહીં આન્દ્રના જીવનમાં લાગેલી આગનું સૂચન મળે છે. આગ જેવું જ બીજું પ્રતીક છે સંગીતનું. સંગીત સહેજ વધુ ચાલે તો આ જીવનનું રહસ્ય સમજાય. જીવનનું રહસ્ય સૌંદર્યાનુભવથી પમાય છે, એમ સર્જક સૂચવતો હોય તેમ લાગે છે. એક બાજુ બહેનોની હૃદયવિદારક વેદના અને બીજી બાજુ ઉલ્લાસપૂર્વક જતા લશ્કરના ગૂગલના અવાજો આ બે વિરોધી બાબતો વાતાવરણને ખુબીથી ખડું કરી દે છે. એક એવો પ્રશ્ન ઉઠાવવામાં આવે છે કે કલાકાર ચેખોવ રશિયામાં જ જન્મી શકે, બીજે ક્યાંય નહીં. આનું એક કારણ એને જોવા મળેલો ક્રાંતિ પહેલાંનો આળસુ અને કચડાયેલો સમાજ છે. બીજું એને મળેલી રશિયાના વાસ્તવવાદી લેખકોની પ્રણાલિકા છે. ચેખોવની કૃતિમાં કશું બીજી રીતે અથવા હોય તેનાથી ઘેરો રંગ પૂરીને રજૂ કરવામાં આવતું નથી. બધું તંતોતંત સત્યમયતાથી આલેખાયું છે. કટુતા વિના, કોઈ વાદના ટેકા વિના અને લાગણીવેડામાં સરી ગયા વિના જેવું છે તેવું જીવન આલેખે જાય છે. ઉચ્ચાશયની મોટી મોટી વાતો કરવાનું એને પસંદ નથી. એને પોતાને અસત્ય સામે ધિક્કાર હોવાથી ખોટી શા કે ભવ્ય સ્વપ્નાંઓ સેવતો નથી. વાસ્તવને નેવે મૂકનારા આદર્શો આપતો નથી; એ તો વાસ્તવને આલેખતાં એની જ આલોચના કરી વિદ્રોહની વાત કરતો 1 ૧૩૪ ] ઍરિસ્ટોટલ નાયક ઉદાત્ત હોવાની વાત કરે છે, પણ અહીં નાટકનો નાયક છે કોણ ? આન્દ્ર એ મધ્યવર્તી પાત્ર છે, પણ unheroic છે. એ એટલો પામર અને નિષ્ક્રિય છે કે એને નાયક ગણી શકાય એમ નથી. તો શું ત્રણ બહેનો નાયક છે ? એક તો નાયક નારી હોય નહીં અને વળી એમાં પણ ત્રણ નારી ! ખરેખર તો ચેખોવે તખ્તા પર એકચકી આણ વર્તાવતા પાત્રને ખસેડીને માનવસમૂહની સમગ્ર અસર ઊભી કરી. આ પાત્રોમાં ઇબ્સનની માફક નાટકના પ્રારંભ પહેલાં કે ભૂતકાળમાં કોઈ ટ્રેજિક દોષ હોવાનું પણ બતાવાયું નથી. પાત્રો કશાય દોષ વિના જીવન પરથી કાબૂ ગુમાવે છે. આ પાત્રોનો પરસ્પર સંબંધ સ્પષ્ટ હોવાથી element of surprise જતું રહે છે. નાટેક પાત્રનો કોઈ કાર્યને વિકસાવતું નથી, માત્ર એનો ગહન અભ્યાસ કરીને એમના સંબંધને વધુ ઊંડાણથી આલેખે છે. પરિણામે પાત્રો બહાર નિષ્ક્રિય દેખાય, પણ બધાં સંકુલ આંતરિક સક્રિયતાથી ભરેલાં છે. આ નાટકમાં કોઈ પાત્ર નાયકપદે બિરાજે તેમ નથી. કદાચ વાતાવરણને પ્રધાને માનીએ તો નાટકના નાયકનું પદ વિષાદને આપી શકાય ખરું ! ચેખોવના નાટકનું વસ્તુ કે વિષય જૂજ લીટીમાં કહી શકાય. આથી ‘શ્રી સિસ્ટર્સને કુશળતાથી ભજવનાર “મૉસ્કો આર્ટ થિયેટરના કલાકારોને પ્રારંભમાં આ સંપૂર્ણ નાટક કરતાં નાટકની રૂપરેખા છે” એમ લાગ્યું હતું. અન્ય નાટકમાંથી કોઈ પ્રસંગ કાઢી લઈએ તો એની આખી ઇમારત કડડભૂસ કરતી તુટી પડે. અહીં કોઈ પણ પ્રસંગ કાઢી નાખીએ તો ય કશો તફાવત પડતો નથી. આગનો પ્રસંગ કાઢી નાખીયે તેમ છતાં નાટકની આખી વસ્તુ ઇમારત તૂટી પડતી નથી. આગ એ વાસ્તવિકતાના એક અંશ રૂપે આવેલી છે. જિંદગીના બહાર વેરાયેલા આવા ટુકડા નીચે એક આંતરિક એકતા વહે છે. ભાવકને એની સંકલના માટે સક્રિય કાર્ય કરવાનું રહે છે. બનાવોના ભૂખ્યા અને કાર્યની ધમાલ ચાહનારા 0 ૧૩પ 1

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152