Page #1
--------------------------------------------------------------------------
________________
શબ્દસમીપ
કુમારપાળ દેસાઈ
ગુજરાત સાહિત્ય અકાદમી
સંધીનગર
Page #2
--------------------------------------------------------------------------
________________
શબ્દસમીપ
.
કુમારપાળ દેસાઈ
Page #3
--------------------------------------------------------------------------
________________
શબ્દસમીપ
કુમારપાળ દેસાઈ
ગુજરાત સાહિત્ય અકાદમી
ગાંધીનગર
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકનું નિવેદન
Shabdasamip By Kumarpal Desai Published by : Gujarat Sahitya Academy Gandhinagar-382017, 2002
(C) કુમારપાળ દેસાઈ
પ્રથમ આવૃત્તિ : ૨૦૦૨
પૃષ્ઠસંખ્યા : ૨૯૮
કિંમત :
ગુજરાત સાહિત્ય અકાદમી સાહિત્યના સર્જન અને પ્રકાશન અંગે આગવી પ્રવૃત્તિ કરે છે. નવોદિત લેખકો તેમજ બાલસાહિત્યની હસ્તપ્રતોને આર્થિક સહાય આપી એમની સર્જનપ્રવૃત્તિને વેગ આપવાનો પ્રયાસ કરે છે, તો બીજી બાજુ નવલિકા, નિબંધ, વિવેચન વગેરે સાહિત્યપ્રકારોની કૃતિઓના પ્રકાશન માટે શિષ્ટમાન્ય ગ્રંથોને સહાય આપે છે. ગુજરાતી સાહિત્યના વિશિષ્ટ કિંતુ અનુપલબ્ધ બનેલા ગ્રંથોનું પુનઃમુદ્રણ કરવાનું અને તે રીતે તે ગ્રંથો નવી પેઢીને સુલભ કરી આપવાનું કામ પણ કરે છે. વળી પ્રશિષ્ટ ગ્રંથોની શ્રેણી દ્વારા ગુજરાતી સાહિત્યના પ્રશિષ્ટ ગ્રંથો અત્યંત સસ્તી કિંમતે પ્રકાશિત કરે છે. ગુજરાતી ભાષામાંથી અન્ય ભારતીય ભાષાઓનો અનુવાદ તથા અંગ્રેજી ભાષામાં ગુજરાતી સાહિત્ય વિશેના ગ્રંથો પ્રકાશિત કરે છે.
ગુજરાતી સાહિત્ય અકાદમી ડૉ. કુમારપાળ દેસાઈના વિવેચનસંગ્રહ ‘શબ્દસમીપ'ને પ્રકાશિત કરતાં આનંદ અનુભવે છે. આ ગ્રંથમાં આચાર્ય હેમચંદ્રાચાર્ય, જ્ઞાનવિમલસૂરિ જેવા મધ્યકાલીન સમયના સાધુઓના સાહિત્યિક પ્રદાનની ચર્ચા છે તો ગુજરાતી સાહિત્યની પ્રથમ પ્રકાશિત આત્મકથા ‘હું પોતે” વિશે તેમજ મણિલાલ નભુભાઈની વિશિષ્ટ આત્મકથા વિશે ચર્ચા કરી છે. એન્ટન ચેખોવ, ડેમોન રનિયન અને ઑસ્ટિન બુકન્યા જેવા સર્જકોની સર્જનકલાની સાથોસાથ ફિરાક ગોરખપુરી અને ફૈઝ અહમદ ફૈઝ જેવા ઉર્દૂ કવિઓના પ્રદાનનું મૂલ્યાંકન કર્યું છે. ચરિત્રનિબંધ, પ્રવાસ-સાહિત્ય, બાળસાહિત્ય અને સાહિત્યિક પત્રકારત્વ વિશેના લેખો લેખકના વ્યાપક દૃષ્ટિકોણનો પરિચય આપે છે. જ્યારે વ્યક્તિત્વ અને વાયમાં ગુજરાતી સાહિત્યની ઘણી વિરલ વ્યક્તિઓનાં વિશિષ્ટ સ્મરણો અને એમની વાડ્મય સેવા તાણાવાણા માફક ગૂંથાયાં છે. સાહિત્યના ભાવકો અને અભ્યાસીઓ માટે આ પુસ્તક આવકાર્ય અને રસપ્રદ બનશે તેવી આશા રાખું છું. તા. ૧-૩-૨CQરે.
કનૈયાલાલ મ. પંડ્યા
મહામાત્ર ગુજરાત સાહિત્ય અકાદમી
ગાંધીનગર
પ્રકાશક : કનૈયાલાલ મ. પંડ્યા મહામાત્ર, ગુજરાત સાહિત્ય અકાદમી, જૂનું વિધાનસભા ગૃહ, ટાઉનહોલ કૅમ્પસ, સેક્ટર ૧૭, ગાંધીનગર-૩૮૨૦૧૭
ISBN:
ટાઇપસેટિંગ અને મુદ્રણસ્થાન :
Page #5
--------------------------------------------------------------------------
________________
૧૧૭ ૧૨૫ ૧૩૭ ૧૪૯ ૧૫૯ ૧૬૭ ૧૭૩ ૧૮૫
અનુક્રમ ૧. હેમચંદ્રાચાર્ય અને તેની પરંપરા ૨. જ્ઞાનવિમલસૂરિનું પ્રદાન ૩. વિશિષ્ટ વ્યક્તિત્વનો આલેખ ૪. ગુજરાતી ગદ્યનું પ્રભાત ૫. અદાલતનો આનંદરસ ક, આફ્રિકન પરિવેશમાં વર્તમાન સંઘર્ષ ૭. બ્રૉડવેની સૃષ્ટિ ૮. ‘શ્રી સિસ્ટર્સ'ના સર્જકની કલા ૯. ‘રાજા' (કિંગ ઓફ ધ ડાર્ક ચેમ્બર) ૧૦. પ્રયોગશીલ સર્જક ફિરાકે ૧૧. અબ તૂટ ગિરંગી ઝંઝીરે ૧૨. અનોખી આત્મકથા ૧૩. ધૂમકેતુનો સ્થિરપ્રકાશ ૧૪. ચરિત્ર-નિબંધ અને પ્રવાસ-સાહિત્ય ૧૫, સાહિત્યિક પત્રકારત્વ વિશે થોડુંક ૧૬. ગુજરાતી બાળ-સાહિત્ય : નવી ક્ષિતિજો ૧૭. બાળવિશ્વકોશ ૧૮. ‘ઉગતી જુવાનીની અપ્રગટ મુદ્રણપ્રત
વ્યક્તિત્વ અને વાડ્મય. ૧૯. ગુજરાતની અસ્મિતાના દ્રષ્ટા : રણજિતરામ વાવાભાઈ ૨૦. પારગામી વિદ્રત્તા : મુનિ પુણ્યવિજયજી ૨૧. ભુલાયેલો ભેખધારી : મોહનલાલ દ. દેસાઈ ૨૨. બહુશ્રુત વિદ્વાન અને સંશોધક : ભોગીલાલ સાંડેસરા ૨૩. લોકસાહિત્યનો આશિક : દુલેરાય કારાણી ૨૪. જ્ઞાનોપાસક અને જીવનસાધક : ૫. સુખલાલજી ૨૫. લીલીછમ ક્ષણો : ગુણવંતરાય આચાર્ય ૨૬. વિરલ વિદ્યાપુરુષ : દલસુખભાઈ માલવણિયા ૨૭. જીવનોપાસનાનું અમૃત : હરિવલ્લભ ભાયાણી ૨૮. સંસ્કૃતિપુરુષની વિદાય : મનુભાઈ પંચોળી – ‘દર્શક’ ૨૯. પરમતત્ત્વની સમીપે : હરીન્દ્ર દવે
પ્રસ્તાવના શબ્દની સમીપ વસવાનો આનંદ ઓર જ હોય છે. સર્જકના શબ્દમાં એની ચેતનાનું વિશ્વ લિપિબદ્ધ બન્યું હોય છે. જ્યારે સર્જકના શબ્દ પાસે જઈએ ત્યારે એની ચેતનાનો સંસ્પર્શ આપણા ચિત્તને વિસ્મયનો અનુભવ કરાવે છે. હેમચંદ્રાચાર્યના શબ્દમાં પ્રગટતી વિચારપ્રૌઢિ કે રવીન્દ્રનાથના ‘રાજા’ નાટકમાં વ્યક્ત શબ્દોમાં ગૂંથાયેલ અવ્યક્ત રહસ્ય ઈશ્વરની વિભૂતાની સાથે કલાની વિશાળ વિભૂતાનો તૃતિકર અનુભવ કરાવે છે. નારાયણ હેમચંદ્રની આત્મકથા ‘હું પોતે' અને મણિલાલ નભુભાઈની આત્મકથા “મણિલાલ નભુભાઈનું જીવનવૃત્તાંત' એ બંનેમાં આત્મકથાકારના ગમા-અણગમાં પ્રગટ થાય છે. બંનેની જીવન-સત્ય આપવાની નિસ્બત છતી થાય છે. કિંતુ નારાયણ હેમચંદ્રની આત્મકથામાં સ્વજીવનની મર્યાદાઓ પૂરેપૂરી આલેખાઈ નથી. જ્યારે મણિલાલ નભુભાઈ પૂર્વગ્રહ અને રાગદ્વેષ સાથે એમના આળા હૃદયને થયેલાં ચકામાં દર્શાવે છે. ડેમોન રનિયન પાસે જતાં ન્યૂયોર્ક શહેરની રંગભૂમિના પર્યાય સમી બ્રૉડવેની સૃષ્ટિ અનુભવાય છે. તો ઑસ્ટિન બુકન્યાના નાટક “ધ બ્રાઇડ'માં આફ્રિકન પરિવેશમાં પરંપરા અને નવી પેઢી વચ્ચેનો સંઘર્ષ પ્રગટ થાય છે. વિચિત્ર, બેહુદી, કંટાળાજનક અને પ્રાકૃત વસ્તુને સાંગોપાંગ અનુભવવાની ચેખોવની સૂક્ષ્મ કળા અને છુપાયેલા ભાવને શોધવા માટે નાટકના શબ્દોની સપાટી ભેદીને નીચે નજર કરવાની હોય છે. ભારતના ફિરાક ગોરખપુરી અને પાકિસ્તાનના ફૈઝ મહંમદ ફૈઝ જેવા ઉર્દૂ કવિઓની કવિતામાં ઇશ્ક અને ઇન્સાનિયતની સાથોસાથ અગણિત માનવહૃદયમાં ધરબાયેલી વેદનાને આ સર્જકોએ વાચા આપી છે. શબ્દની સમીપ રહીને થયેલા આનંદના અનુભવમાં ભાવક સહભાગી બનશે તેવી આશા રાખું છું. આમાંના થોડાક લેખ મારા અગાઉના વિવેચનસંગ્રહમાંથી પણ લીધા છે જ્યારે વ્યક્તિત્વ અને વાલ્મયમાં પં. સુખલાલજી, મુનિ પુણ્યવિજયજી, મોહનલાલ દેસાઈ, ભોગીલાલ સાંડેસરા અને દલસુખભાઈ માલવણિયાના વ્યક્તિત્વના આલેખ સાથે એમની વાડ્મય સેવા દર્શાવી છે. ગુણવંતરાય આચાર્ય, મનુભાઈ પંચોળી – ‘દર્શક', હરિવલ્લભ ભાયાણી અને હરીન્દ્ર દવે વિશેના લેખમાં એમના વ્યક્તિત્વની અનુભવેલી ઉષ્મા શબ્દસ્થ કરી છે. આ વિવેચનસંગ્રહના પ્રકાશન માટે ગુજરાત સાહિત્ય અકાદમીનો અને તેના કાર્યવાહક મંડળનો તેમજ એના મુખપૃષ્ઠ માટે ચિત્રકાર શ્રી રજની વ્યાસનો આભારી છું. ૧ માર્ચ ૨00
- કુમારપાળ દેસાઈ
૧૯૭
#
#
#
#
#
૨૭૫
#
VII
Page #6
--------------------------------------------------------------------------
________________
VIII
૧
હેમચંદ્રાચાર્ય અને તેમની પરંપરા
ગુજરાતી ભાષાનું પ્રભાત કળિકાળસર્વશ હેમચંદ્રાચાર્યથી ઊઘડે છે. ગુજરાતની અસ્મિતાના એ પ્રથમ છડીદાર. ભારતભરના સારસ્વત દિગ્ગજોની પંક્તિમાં સ્થાન ધરાવે તેવો ગુજરાતી વિદ્વત્તાનો અપ્રતિમ માનદંડ હેમચંદ્રાચાર્યથી સ્થપાય છે. કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના વિરાટ પ્રતિભાપૂંજમાંથી પ્રગટતી તેજસરવાણીઓએ સમકાલીન પ્રજાજીવનનાં સર્વ અંગોને પ્રકાશિત કર્યાં છે. સોલંકીયુગની વિદ્વત્તા, રાજસત્તા, લોકવ્યવહાર, જનજીવન, ભાષા, સાહિત્ય, સભ્યતા અને સંસ્કારિતા – આ બધું જ ક્ષેત્રો એમની વિશાળ પ્રતિભાના તેજથી છવાઈ ગયાં હતાં. આથી સવાલ એ જાગે છે કે એમને જ્યોતિર્ધર કહેવા કે યુગપ્રવર્તક ગણવા ? મહાસમર્થ સારસ્વત કહેવા કે જીવનકલાધર કહેવા ? સમન્વયદૃષ્ટિ ધરાવતા મહાન આચાર્ય ગણવા કે પછી ભરપૂર ગુજરાતી પ્રજાની સૂતેલી અસ્મિતાને જગાડનારા લોકનાયક કહેવા ?
ડૉ. પિટર્સને એમના જીવનકાર્ય વિશે આશ્ચર્ય વ્યક્ત કરતાં હેમચંદ્રાચાર્યને જ્ઞાનનો મહાસાગર (Ocean of Knowledge)' કહ્યા હતા. પં. બેચરદાસ દોશી એમના અગાધ પાંડિત્યપૂર્ણ વ્યક્તિત્વને “જીવંત શબ્દકોશ” કહીને
Page #7
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ • અંજલિ આપે છે. તો મુનિ પુણ્યવિજયજી એમની સર્વધર્મસમભાવ અને અનેકાંત દષ્ટિને જોઈને તેમને “સ્યાદ્વાદવિજ્ઞાનમૂર્તિ ” તરીકે ઓળખાવે છે. કનૈયાલાલ મુનશી અને ધૂમકેતુ જેવા ગુજરાતના પ્રથમ પંક્તિના સર્જકોએ પણ એમની સાહિત્યોપાસનાને ભવ્ય અંજલિ અર્પી છે. શ્રી કનૈયાલાલ મુનશી હેમચંદ્રાચાર્યની “ગુજરાતના સાહિત્યસ્વામીઓના શિરોમણિ અને ગુજરાતની અસ્મિતાનો પાયો નાખનાર જ્યોતિર્ધર” તરીકે ઓળખ આપે છે, જ્યારે હેમચંદ્રાચાર્યના ચરિત્રકાર શ્રી ધૂમકેતુ એમને “હરકોઈ જમાનાના મહાપુરુષ” તરીકે આદર આપે છે. કેટલાકે હેમચંદ્રાચાર્યને સિદ્ધહેમ, દિવાકર અને આર્ય સુહસ્તિના અનુગામી તરીકે જોયા છે, તો કોઈએ એમની સાહિત્યસેવાને અનુલક્ષીને બીજા પતંજલિ, પાણિનિ, મમ્મટ, પિંગલાચાર્ય, ભટ્ટિ કે અમરસિંહ કોશકાર તરીકે ઓળખાવવાનો પ્રયત્ન કર્યો છે. જુદા જુદા ક્ષેત્રની એમની સિદ્ધિને માટે એમણે જુદાં જુદાં વિશેષણો પ્રયોજ્યાં છે. છેવટે “કળિકાળસર્વજ્ઞ” કહીને આ એક વિશેષણમાં બધાં વિશેષણોનો સમાવેશ કરવામાં આવ્યો. જોકે દીવાન બહાદુર કૃષ્ણલાલ મો. ઝવેરી તો કહે છે કે કળિકાળસર્વજ્ઞ કરતાં પણ વધુ ઉચ્ચતા દર્શાવતું વિશેષણ વાપરો તોપણ તેમાં સહેજે અતિશયોક્તિ કહેવાશે નહિ.
ગુજરાતના સંસ્કારજીવન પર નજર કરીએ તો સાહિત્ય, સમાજ, રાષ્ટ્ર, સંસ્કાર કે સાધુતાના ક્ષેત્રમાં વ્યાપી જતી એમની તોલે આવે તેવી, બીજી કોઈ વિભૂતિ જોવા મળતી નથી. સાંપ્રદાયિકતાની સંકીર્ણ દીવાલોને ઓળંગીને તેઓ પોતાના સંયમ, સાહિત્ય અને સાધુતાના બળે ગુજરાતના સંસ્કારસ્વામી, પરમ સારસ્વત અને સન્માનનીય રાજગુરુ તરીકે મોખરે રહ્યા. એમણે જીવનધર્મ ઉપરાંત લોકધર્મ, રાજધર્મ અને યુદ્ધધર્મની રાજા અને પ્રજાને યોગ્ય સમજ આપી. નિર્લેપ સાધુતા હોવા છતાં તેઓ વ્યવહારદક્ષ રહ્યા હતા. વસ્તુતઃ તેઓ વ્યવહારદક્ષ વિદ્ધદ્ધર્યા હતા. એમની વિદ્વત્તા માત્ર પોથીપુરાણમાં બદ્ધ નહોતી. તેનાથી એમણે પ્રજા કીય અસ્મિતાનો ઉત્કર્ષ સાધ્યો હતો. કોઈ પદ કે મોભાની પરવા કર્યા વગર ગુર્જર સંસ્કૃતિના પાયામાં શ્રી અને સરસ્વતીની સ્થાપના કરી બતાવવા મથતો અક્ષરપુરુષાર્થ તેમણે જિંદગીભર અવિરત સાધ્યો હતો. ગુર્જર દેશના રાજા અને પ્રજા ઉભયના સંસ્કારનિર્માતા, નિઃસ્પૃહી સાધુ, સમયધર્મી કુશળ રાજનીતિજ્ઞ અને ગહન અધ્યાત્મયોગના ઊર્ધ્વગામી યાત્રિક પણ હતા.
• હેમચંદ્રાચાર્ય અને તેમની પરંપરા • પ્રશ્ન એ થાય કે કયે સમયે એમણે જીવનમાં કયું કાર્ય કર્યું હશે ? સાધુતાના આચારો સાચવીને કઈ રીતે જાહેરજીવનની આટલી બધી પ્રેરક પ્રવૃત્તિ કરી હશે ? અશોકના શિલાલેખમાં કોતરાયેલી અહિંસાની ભાવનાનો છોડ એમણે કઈ રીતે ગુર્જરભૂમિમાં વાવીને ઉગાડ્યો હશે ? આટલાં વિભિન્ન ક્ષેત્રોમાં સાતેક દાયકા જેટલા દીર્ધકાળ સુધી એમના જેવું ભગીરથ અને ચિરંજીવ કાર્ય કરનાર અન્ય કોઈ વિભૂતિ મધ્યકાલીન ગુજરાતના ઇતિહાસમાં મળવી મુશ્કેલ છે. બહુમુખી પ્રતિભાવાળા તેમના આ વિરાટ વ્યક્તિત્વને કારણે ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસના આ સુવર્ણયુગને “હમયુગ” ગણવામાં આવે છે. ગુર્જર સંસ્કૃતિના બે મુખ્ય પાયા અહિંસા અને અનેકાંત-સિદ્ધાંતને હેમચંદ્રાચાર્ય દઢમૂલ કરી આપે છે. અર્વાચીન કાળમાં ગાંધીજીએ તેનો જીવનનાં તમામ ક્ષેત્રોમાં પ્રયોગ કરી બતાવ્યો તે જોતાં હેમચંદ્રાચાર્યના જીવનકાર્યનું સાતત્ય ગાંધીજીમાં દેખાય.
હેમચંદ્રાચાર્યના સાહિત્યમાંનું વિષયવૈવિધ્ય આશ્ચર્યકારક લાગે છે. કાવ્ય, ન્યાય, કોશ, યોગ, છંદ, અલંકાર, ઇતિહાસ, પુરાણ અને વ્યાકરણ – એમ અનેક વિષયો પર એમણે શાસ્ત્રીય પાંડિત્યપૂર્ણ ગ્રંથોની રચના કરી છે. આ ગ્રંથોમાંથી એ પણ ખ્યાલ આવે છે કે તેઓ મંત્ર, તંત્ર, શિલ્પ, વૈદક, યંત્ર,
જ્યોતિષ, યુદ્ધ શાસ્ત્ર, વનસ્પતિવિઘા, સામુદ્રિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, રત્નવિદ્યા વગેરે વિઘાના પણ જ્ઞાતા હતા. એમનું સમગ્ર લેખનકાર્ય જોતાં એમ લાગે છે. કે ગહન ચિંતનશીલતા, અપ્રતિમ સર્જકતા અને મર્મગામી ભાવયિત્રી પ્રતિભા વિના આટલું વિપુલ અને સત્ત્વશીલ સાહિત્ય એક વ્યક્તિના જીવનકાળ દરમિયાન સર્જાવું લગભગ અશક્ય છે. વિદ્યાભ્યાસ, વિચારોની વિશદતા જાળવીને વિષયની સચોટ અને સાંગોપાંગ ચર્ચા થાય તેવી ઓજસ્વી આલેખનરીતિનું આયોજન એમણે કરેલી ગ્રંથરચનામાં સામાન્યતયા જોવા મળે છે.
સંસ્કૃત ઉપરાંત પ્રાકૃત, અપભ્રંશ અને દેશ્ય ભાષાના વાડ્મયમાં પણ એમની લેખિનીએ સહજ વિહાર કરેલો છે. એમનું પ્રાકૃત વ્યાકરણ તો સમગ્ર ભારતીય વાલ્મયમાં એ વિષયના અપૂર્વ અને અનન્ય ગ્રંથ તરીકે આદર પામ્યું. છે. તેમણે એમાં બધા પ્રકારની પ્રાકૃતને લગતું વ્યાકરણ આપ્યું. તેમણે સ્વરચિત કૃતિઓ પર વિસ્તૃત સ્વપજ્ઞ ટીકા લખી છે. લુપ્ત થયેલા સાહિત્યમાંથી અનેક અવતરણો ટાંકીને એમણે લોકસાહિત્યની હૃદયસ્પર્શિતાનો સર્વપ્રથમ સંકેત આપ્યો.
B ૩ ]
Page #8
--------------------------------------------------------------------------
________________
• હેમચંદ્રાચાર્ય અને તેમની પરંપરા • અને એમના વિના ગુજરાતી પ્રજાનાં ખાસ લક્ષણો – સમન્વય, વિવેક, અહિંસા, પ્રેમ, શુદ્ધ સદાચાર અને પ્રામાણિક વ્યવહાર પ્રણાલિકા – કલ્પી શકાતાં નથી. હેમચંદ્રાચાર્ય માનવ તરીકે મહાન હતા; સાધુ તરીકે વધારે મહાન હતા; પણ સંસ્કારદ્રષ્ટા તરીકે તો એ સૌથી વધારે મહાન હતા. એમણે જે સંસ્કાર રેડ્યા, એમણે જે ભાષા આપી, એમણે લોકોને જે રીતે બોલતા કર્યા, એમણે જે સાહિત્ય આપ્યું - એ સઘળું આજના ગુજરાતની નસમાં હજી વહી રહ્યું છે, અને એટલે, એ મહાન ગુજરાતી તરીકે ઇતિહાસમાં પ્રસિદ્ધિ પામવાયોગ્ય પુરુષ
• શબ્દસમીપ • અનુગામીઓને માટે ગહન વિષયને સુગમ રીતે આયોજનબદ્ધ પદ્ધતિએ આલેખવાનો આદર્શ તેમણે પૂરો પાડ્યો એમ કહી શકાય. તેમની આ ખાસિયત વિશદ ભાષા, પ્રાસાદિક શૈલી અને વિષયનો સર્વગ્રાહી પરિચય આપતા મીમાંસાગ્રંથોમાં ખાસ ધ્યાન ખેંચે છે. “સિદ્ધહેમશબ્દાનુશાસન', ‘જ્યાશ્રય' મહાકાવ્ય કે ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત’ જેવા વિશાળકાય ગ્રંથો તો એમના પ્રતિભાતંભ જેવા છે, પણ ‘અયોગવ્યવચ્છેદદ્ધાત્રિશિકા' જેવા બત્રીસ શ્લોકના નાના સ્તુતિકાવ્યમાં પણ એમની પ્રતિભાના સ્તુલ્લિગોનો સ્પર્શ થયા વિના રહેતો નથી. ગુજરાતની લુખીસૂકી ભૂમિ પર હેમચંદ્રાચાર્ય આમ સરસ્વતીનો ધોધ વહેવડાવ્યો અને ભવિષ્યમાં ઊઘડનારી ગુજરાતી ભાષાનાં બીજને તત્કાલીન બોલતી ભાષાના જલસિંચન સાથે જ્ઞાન, વિદ્વત્તા, શાસ્ત્રીયતાનો પુટ ચડાવ્યો એ મોટા સદ્ભાગ્યની વાત છે. મૈત્રક વંશનો રાજા ગુહસેન સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ – એમ ત્રણેય ભાષામાં રચના કરતો હતો તેવા ઉલ્લેખો સાંપડે છે. હેમચંદ્રાચાર્યના આ ત્રણે ભાષામાં રચાયેલા ગ્રંથો તો મળે છે, પણ, એથીયે વિશેષ તેમણે આ ત્રણેય ભાષાના કોશ અને વ્યાકરણ રચીને અનન્ય અભ્યાસસાધન સુલભ કરી આપ્યું. આને પરિણામે જૈનેતર વિદ્વાનોમાં પણ હેમચંદ્રાચાર્યની કૃતિઓ આદર પામી. છંદશાસ્ત્રના ટીકાકાર હલાયુધ જેવા તો હેમચંદ્રાચાર્યની કૃતિઓના સીધેસીધા ગ્રંથસંદર્ભો જ ટાંકે છે.
સિદ્ધરાજનું શૌર્ય અને કુમારપાળની સંસ્કારપ્રિયતા હેમચંદ્રાચાર્યની સાધુતાની જ્યોતથી વધુ પ્રકાશિત બની. હેમચંદ્રાચાર્ય વિના સોલંકીયુગના સુવર્ણકાળના સીમાડા માત્ર પ્રજાની ભૌતિક સિદ્ધિ-સમૃદ્ધિ સુધી જ સીમિત રહેત. જ્ઞાન અને સંસ્કારના સમન્વયરૂપ શીલ વિકસ્યું હોત કે કેમ એ પ્રશ્ન છે. વિદ્યાનું તેજ રાજાઓની આંખમાં આંજીને પ્રજાજીવનનાં સર્વ ક્ષેત્રોને એ તેજથી પ્રકાશિત કરનાર સમર્થ સંસ્કૃતિપુરુષ તે હેમચંદ્રાચાર્ય. સાહિત્ય અને ઇતિહાસ, શાસ્ત્ર અને કળા, વ્યાકરણ અને તર્ક, ધર્મ અને વ્યવહાર, સાધુતા અને સરસતા તથા રાજા અને પ્રજા એમ વિભિન્ન સ્તરે સહજ સમન્વય સાધી બતાવનાર કીમિયાગરા સંસ્કારશિલ્પી એટલે હેમચંદ્રાચાર્ય. આથી જ ‘ધૂમકેતુ' કહે છે –
હેમચંદ્રાચાર્ય વિના ગુજરાતી ભાષાનો જન્મ કલ્પી શક્તો નથી; એમના વિના વર્ષો સુધી ગુજરાતને જાગ્રત રાખનારી સંસ્કારિતા કલ્પી શકાતી નથી;
હેમચંદ્રાચાર્યની વિપુલ અક્ષરપ્રવૃત્તિ સિદ્ધરાજ અને કુમારપાળના રાજ્યાશ્રય થઈ હતી તેમ કહેવું તે કરતાં તે પ્રવૃત્તિ બે રાજવીઓના શ્રેયાર્થે ચાલી હતી એમ કહેવું વિશેષ યોગ્ય છે. તેઓ બંને રાજવીઓના આદરપાત્ર માર્ગદર્શક અને સલાહકાર પણ હતા. સિદ્ધરાજની જ્ઞાનોપાસના અને કુમારપાળની સંસ્કારપ્રિયતાના તેઓ વિધાયક બન્યા હતા. રાજા વિક્રમ અને કવિ કાલિદાસ અથવા તો રાજા ભોજ અને કવિ ધનપાલ સાથે સિદ્ધરાજ -કુમારપાળ અને હેમચંદ્રાચાર્યની જોડીની સરખામણી કરવી યોગ્ય નથી. રાજા સાથેના એમના સંબંધની તુલના તો ઘણે અંશે સ્વામી રામદાસ અને છત્રપતિ શિવાજી સાથે થઈ શકે.
સિદ્ધરાજ અને કુમારપાળની મદદથી હેમચંદ્રાચાર્યને જૂના ગ્રંથોની ઘણી હસ્તપ્રતો સાંપડી. હેમચંદ્રાચાર્યના આ કાર્યમાં રામચંદ્ર, ગુણચંદ્ર અને મહેન્દ્ર જેવા વિદ્વાન શિષ્યોનો સમુદાય એમને સહાયક થયો હતો. વિદ્યોપાસનાનું કેવું ભવ્ય વાતાવરણ એ સમયે રચાયું હશે, એની કલ્પના જ રોમાંચકારી લાગે છે. એમના ગ્રંથોની લહિયાઓ પાસે અસંખ્ય પ્રતિલિપિઓ કરાવવામાં આવી હતી અને એ પ્રતિલિપિઓને ભારતના અનેક ગ્રંથભંડારોમાં સ્થાપિત કરવામાં આવી હતી. આ કારણે જ તેમના જીવનકાળમાં જ લખાયેલી કેટલીક પ્રતિલિપિઓ આજે પણ ઉપલબ્ધ થાય છે. એ પછીનાં નવસો વર્ષના દીર્ધકાળમાં આ ગ્રંથોની પ્રતિલિપિઓ થતી રહી છે. આજે ભાગ્યે જ કોઈ એવો જૈન ગ્રંથભંડાર હશે, જ્યાં હેમચંદ્રાચાર્યના કોઈ ને કોઈ ગ્રંથની પ્રતિલિપિ ન હોય.
હેમચંદ્રાચાર્યના ગ્રંથોનો અભ્યાસ કરતાં પૂર્વે ગ્રંથરચનાનો હેતુ કે ઉદ્દેશ જોવો જરૂરી બનશે. આ નિઃસ્પૃહીં સાધુને કવિયશ મેળવવાની તો કલ્પના જ
0 પ ]
Page #9
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ • ક્યાંથી હોય ? યશ, અર્થ કે નામનાથી તો સાધુતાના શિખર સમા આ ગ્રંથકાર પર હોય. એ જ રીતે ગ્રંથરચના પાછળ વિદ્વત્તા કે પાંડિત્યના પ્રદર્શનનો પણ આશય ન હોય. હેમચંદ્રાચાર્યનો હેતુ તો વિદ્યાસેવીઓને સુગમ અને સુબોધ બને એ રીતે ભિન્ન ભિન્ન વિષયોનું સર્વાગીણ અને સારભૂત આકલન કરવાનો હતો. આમાં જે અવ્યવસ્થિત હતું અને એમણે વ્યવસ્થિત કર્યું. જ્યાં ક્ષતિ હતી ત્યાં એનું નિવારણ કર્યું. લોકકંઠમાં હતું એને લિપિબદ્ધ કર્યું. પુસ્તકોમાં હતું તેનું આકલન કર્યું. વેદસ્થ વિચારોનું દોહન કર્યું. આ રીતે કાવ્યો રચીને કવિ બનવું કે ગ્રંથો લખીને વિદ્યાગર્વ ધારણ કરવો તેવા કોઈ હેતુને બદલે હેમચંદ્રાચાર્ય વિદ્યાપ્રીતિથી પ્રેરાઈને લોકસંગ્રહ અર્થે પોતાની સઘળી શક્તિ કામે લગાડી હતી. તેમણે યથી અવકાશ સ્વતંત્ર વિચારણા કે મૌલિક ચિંતન પણ આપ્યું છે. આ ઉદ્દેશને લક્ષમાં રાખ્યા વગર કળિકાળસર્વશના ગ્રંથોનો અભ્યાસ કરનાર ભૂલથી એવો આક્ષેપ કરી બેસે કે એમણે તો પૂર્વગ્રંથોમાંથી ઉતારા જ કર્યા છે. જોકે છેલ્લા આઠ-નવ સૈકાઓથી એમના ગ્રંથોના અવિરત પઠન-પાઠન પરથી એમના વિદ્યાકીય પુરુષાર્થનું સાફલ્ય પ્રગટ થયું છે. પ્રાચીન ઇતિહાસમાં કે હેમચંદ્રાચાર્યની પૂર્વે આટલા વિભિન્ન વિષયો પર સળંગ શાસ્ત્રીય અને અભ્યાસપૂર્ણ ગ્રંથો આપનાર હેમચંદ્રાચાર્ય જેવી ભાગ્યે જ કોઈ વિરલ પ્રતિભા મળી આવશે. એ જ્ઞાનજ્યોતિએ દૂર કરેલા અજ્ઞાનના અંધકાર વિશે શ્રી સોમપ્રભાચાર્ય કહે છે –
क्लुप्त व्याकरणं नवं विरचितं छंदो नवं दयाश्रयालंकारौ प्रथितौ नवौ प्रकटितं श्रीयोगशास्त्र नवम् । तका संजनितो नवो जिनवरादीनां चरित्रं नवं
बद्धं येन न केन केन विधिना मोहः कृतो दूरतः ।। નવું વ્યાકરણ કહ્યું; નવું છંદશાસ્ત્ર રચ્યું; થાશ્રય મહાકાવ્ય અને અલંકારશાસ્ત્રને વિસ્તાર્યા અને નવાં જ પ્રકટ કર્યા. શ્રીયોગશાસ્ત્રને પણ નવું રચ્યું; નવા તર્કશાસ્ત્રને જન્મ આપ્યો; જિનવરોનાં ચરિત્રોનો નવો ગ્રંથ રચ્યો; કઈ કઈ રીતે શ્રી હેમચંદ્રાચાર્યે અજ્ઞાનને દૂર કર્યું નથી ?'
ગ્રંથભંડારોમાં કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની અનેક કૃતિઓ મળે છે. આ કૃતિઓની વિશ્વસનીયતાના નિર્ધારણમાં કર્તાએ પોતે કેટલીક કૃતિઓને અંતે કરેલ ઉલ્લેખો સહાયક બને છે. વળી એ પછી સોમપ્રભાચાર્ય અને પ્રભાચંદ્ર
2 ક 1
• હેમચંદ્રાચાર્ય અને તેમની પરંપરા • એમની કૃતિઓના ઉલ્લેખો આપ્યા છે. ગુજરાતી સાહિત્યના પરોઢનો ઝાંખો પ્રકાશ ‘સિદ્ધહેમશબ્દાનુશાસને’ સૌપ્રથમ દર્શાવ્યો. હેમચંદ્રાચાર્યની વિપુલ સાહિત્યરચનાની ગંગોત્રીનો પ્રારંભ ગુજરાતની અસ્મિતા અને સંસ્કારિતા જ ગાડનારી એક ઘટનાના પ્રતિભાવમાંથી થયો. જયસિંહ સિદ્ધરાજ માલવપતિ શ્રી યશોવર્માને હરાવી, ધારાનગરીનો ધ્વંસ કરી, તેનો અમૂલ્ય ગ્રંથભંડાર પાટણમાં લાવ્યા. આ ગ્રંથભંડારમાં ભોજરાજવિરચિત ‘સરસ્વતીકંઠાભરણ' નામના વ્યાકરણગ્રંથ પર સિદ્ધરાજની દૃષ્ટિ પડી. વિશેષ તપાસ કરતાં એને જાણવા મળ્યું કે પોતે જે પ્રદેશને પરાજિત કર્યો છે એ પ્રદેશના ભોજનું વ્યાકરણ જ એના રાજ્યમાં ભણાવાતું હતું. ભોજરાજની વિદ્વત્તાની પ્રશંસાએ સિદ્ધરાજને એના માત્ર પ્રદેશવિજયની લઘુતા દેખાડી. આ સમયે ભોજના વ્યાકરણ કરતાં ચડિયાતું વ્યાકરણ રચી શકે તેવા સમર્થ શક્તિશાળી હેમચંદ્રાચાર્ય જ હતા. વિ. સં. ૧૧૯૩માં એમને આ વ્યાકરણ લખવાનું સોંપાયું. સિદ્ધરાજે તે માટે ઠેરઠેરથી હસ્તપ્રતો મંગાવી. છેક કાશમીરથી આઠ વ્યાકરણો મંગાવ્યાં. આ વ્યાકરણોની મદદથી અને સ્વ-પ્રતિભાથી કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય “સિદ્ધહેમશબ્દાનુશાસન' નામના વ્યાકરણની રચના કરી. સિદ્ધરાજની વિનંતીથી આ વ્યાકરણ રચાયું. હોવાથી પ્રથમ એનું નામ જોડીને નામાભિધાન કર્યું. અગાઉના વ્યાકરણગ્રંથોમાં અતિવિસ્તાર, દુર્બોધતા અને ક્રમભંગ – એ ત્રણ દોષો જોવા મળતા હતા. હેમચંદ્રાચાર્ય આ વ્યાકરણની રચનામાં સંપ, સુગમતા અને ક્રમબદ્ધ આયોજન રાખીને એ ત્રણે દોષથી મુક્ત રહ્યા. આ વ્યાકરણગ્રંથની બીજી વિશેષતા એ છે કે એનાં પાંચેય અંગો* હેમચંદ્રાચાર્ય પોતે લખ્યાં છે. બીજા વૈયાકરણોએ વ્યાકરણસુત્ર અને બહુ બહુ તો તેના ઉપરની વૃત્તિની રચના કરી છે. વ્યાકરણના અન્ય અંગોની રચના તો અનુગામીઓ કરે એવી પરિપાટી હતી. હેમચંદ્રાચાર્યે આ પાંચેય અંગોની રચના પોતે કરીને પાણિનિ, ભટ્ટજી દીક્ષિત અને ભટ્ટિ એ ત્રણેય વૈયાકરણોનું કામ એકલે હાથે કર્યું. એમના આ વ્યાકરણગ્રંથે વર્ધમાનસૂરિ અને બુદ્ધિસાગરસૂરિજીના વ્યાકરણગ્રંથોને વિસ્મૃત કરી દીધા. પાણિનિના સંસ્કૃત વ્યાકરણ પછીનું એક બીજું નોંધપાત્ર વ્યાકરણ તે “સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન'
* વ્યાકરણનાં પાંચ અંગો તે : (૧) સૂત્રપાઠ; (૨) ઉણાદિગણસૂત્ર; (૩) લિંગાનુશાસન; (૪) ધાતુપારાયણ; અને (૫) ગણપાઠ.
૩ ]
Page #10
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ • ગણાય છે. પાણિનિનાં સૂત્રોની યોજના કરતાં હેમચંદ્રાચાર્યનાં સૂત્રોની યોજનામાં અભ્યાસકને તે સુગમ થાય તેનો ખ્યાલ રખાયો છે. અભ્યાસ અર્થે ગ્રંથ રચવાનો ઉદ્દેશ હોવાથી જ જ્યાં પૂર્વાચાર્યનાં સૂત્રોથી કામ ચાલ્યું ત્યાં એ જ સૂત્રો એમણે કાયમ રાખ્યાં છે. આથી શાકટાયન અને હેમચંદ્રાચાર્યનાં સુત્રોમાં મોટું સામ્ય જોવા મળે છે. જ્યાં દોષ, ત્રુટિ કે દુર્બોધતા દેખાય ત્યાં મલિક ઉમરણથી સૂત્રોને સુગ્રાહ્ય બનાવવાનો પ્રયાસ કર્યો છે. એક વર્ષમાં આ વ્યાકરણનાં સૂત્રો અને લઘુવૃત્તિ તેમણે રચ્યાં હશે. એની બૃહદ્રવૃત્તિ અને બીજાં અંગોનું નિર્માણ તેમણે પછીથી કર્યું હશે. મૂળસૂત્ર, ધાતુ, ગણપાઠ, ઉણાદિ પ્રત્યય અને લિંગાનુશાસન - એમ પંચાંગી વ્યાકરણની રચના એમણે સવા લાખ શ્લોકોમાં કરી હતી. મેરૂતુંગાચાર્યે પણ નોંધ્યું છે કે હેમચંદ્રાચાર્યે આ વ્યાકરણ સવા લાખ શ્લોકોનું રચ્યું હતું.
આ વ્યાકરણના આઠ અધ્યાય છે. એની કુલ સૂત્રસંખ્યા ૪૬૮૫ છે. પ્રાકૃત વ્યાકરણને લગતાં સૂત્રો બાદ કરીએ તો સંસ્કૃત વ્યાકરણનાં ૩પ૬ સૂત્રો મળે છે. આ વ્યાકરણગ્રંથના આઠમા અધ્યાયમાં મળતી પ્રાકૃત અને અપભ્રંશની ચર્ચા એ આ ગ્રંથની અભ્યાસીઓને આકર્ષતી વિશેષતા છે. જેમ પાણિનિએ ‘અષ્ટાધ્યાયી' નામના સર્વોત્કૃષ્ટ વ્યાકરણમાં વૈદિક વ્યાકરણ પ્રયોજ્યું છે, એ જ રીતે હેમચંદ્રાચાર્ય ‘સિદ્ધહેમ'ના આઠમા અધ્યાયમાં પ્રાકૃત અને અપભ્રંશ – પ્રાચીન ગુજરાતી ભાષાનું વ્યાકરણ યોજ્યું છે. એમનું પ્રાકૃત વ્યાકરણ બધાં પ્રાકૃત વ્યાકરણોમાં વધુ પૂર્ણ અને વ્યવસ્થિત છે. એમના અપભ્રંશ વ્યાકરણે અપભ્રંશ સાહિત્યની રસસમૃદ્ધિનો ખરેખરો પરિચય કરાવ્યો. આ વ્યાકરણ સંક્ષિપ્ત હોવા છતાં એમાં બધાં અંગોનો સમાવેશ થયો છે. આમ સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષાનું ‘સિદ્ધહેમ” જેવું વ્યાકરણ એ પછી અદ્યાપિ લખાયું નથી. અભ્યાસીને અનુકૂળ એવી આની વિષયગોઠવણી અને પરિભાષાને કારણે એફ. કિલહોર્ન (E. Keplhorn) | 'The best grammar of the Indian middle ages! કહે છે. પ્રાચીન ભાષાઓના પ્રત્યેક અભ્યાસીને માટે ‘સિદ્ધહેમ' અનિવાર્ય પ્રવેશદ્વાર ગણાય. આ વ્યાકરણે રાજા સિદ્ધરાજ અને આચાર્ય હેમચંદ્રની અમર કીર્તિ સમગ્ર દેશમાં પ્રસરાવી. આ વ્યાકરણને હાથી પર અંબાડીમાં મૂકીને ધામધૂમથી પાટણમાં એની શોભાયાત્રા કાઢવામાં આવી. એ રીતે ગુજરાતમાં વિદ્યાપ્રતિષ્ઠાનો પ્રારંભ થયો. સિદ્ધરાજે રાજ્યના ત્રણસો લહિયા રોકીને આની અનેક પ્રતિલિપિઓ
• હેમચંદ્રાચાર્ય અને તેમની પરંપરા • તૈયાર કરાવી, એટલું જ નહિ પરંતુ અંગ, બંગ, કોંકણ, કર્ણાટક તેમજ કાશ્મીર સુધી આખા દેશમાં તેમજ નેપાળ, શ્રીલંકા અને ઈરાન જેવા દૂરદૂરના દેશોમાં એની પ્રતિલિપિઓ મોકલાવી, ગુજરાતી વિદ્વત્તાની જ્ઞાનજ્યોત એમ એવી સુંદર રીતે પ્રગટી કે એનો પ્રકાશ પહેલી વાર દેશના સીમાડાઓને વીંધીને દેશપાર ગયો. વાણિજ્યમાં દેશાવર ખેડનાર ગુજરાતે જ્ઞાનપ્રસારમાં પહેલી વાર દેશાવર ખેડ્યો. આ ગ્રંથ પર વિદ્યાધરગણિ દેવાનંદ અને વાયટગચ્છીય અમરચંદ્રસૂરિએ રચનાઓ કરી છે. ‘સિદ્ધહેમ'ની રચના પછી લગભગ ત્રણસો વર્ષ બાદ વિ. સં. ૧૪૯૨માં જિનમંડનગણિએ એમના ‘કુમારપાળ પ્રબંધ માં લખ્યું કે શબ્દસમુદ્રના પારગામી હેમચંદ્રાચાર્યે એકલાએ આવું શબ્દાનુશાસન રચ્યું. તેમની મતિની કઈ રીતે સ્તુતિ કરીએ ૧૧
भ्रातः । संघृणु पाणिनिप्रलपित, कातन्त्रकन्था वृथा, मा कार्षीः कटु शाकटायनवचा, क्षुद्रेण चान्द्रेण किम् ? । किं कण्ठाभरणादिभि बंढरयत्यात्मानम् अन्यैरपि, श्रूयन्ते यदि तावदर्थमधुरा श्रीसिद्धहेमोक्तयः ॥
- પ્રવન્યજીવનામ T: હે ભાઈ ! પાણિનિએ જેનો પ્રલાપ કર્યો છે, તે વ્યાકરણ)ને બંધ કરી દે, કાતત્ર (વ્યાકરણરૂપી) ગોદડી પણ ઓઢવી) નકામી છે. કટુ એવા શાકટાયન(વ્યાકરણ)નાં વચનો પણ ના ઉચ્ચારીશ; વળી શુદ્ર એવા ચાન્દ્ર વ્યાકરણ)નું પણ હવે શું પ્રયોજન છે) ? (ભોજના સરસ્વતી) કંઠાભરણાદિ અન્ય (વ્યાકરણો)થી પણ તારી જાતને ઠઠારવાની શી જરૂર છે; કે જ્યારે અર્થપૂર્ણ (અને) મધુર એવી શ્રી હેમચંદ્રની (વ્યાકરણરૂપી) ઉક્તિઓ સાંભળવા મળી રહી છે.”
‘સિદ્ધહેમશબ્દાનુશાસનના એક સ્વતંત્ર વિભાગ તરીકે ‘હમલિંગાનુશાસન' પ્રાપ્ત થાય છે. આઠ અધ્યાયનાં ૭૬૩ સૂત્રોમાં આની રચના કરી છે. આની પાછળનો તેમનો હેતુ તો અભ્યાસીઓને લિંગવિધાનનું જ્ઞાન પ્રાપ્ત થાય તે છે. આથી બીજા લિંગાનુશાસન કરતાં આ કૃતિ વિસ્તૃત અને નોખી ભાત પાડનારી છે. પઘબંધમાં રચાયેલા આ ગેય ગ્રંથમાં હેમચંદ્રાચાર્યે અમરકોશની શૈલી પ્રમાણે પદ્યમાં સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગ – એમ ત્રણેય લિંગોમાં શબ્દોનું વર્ગીકરણ કર્યું છે.
ロセロ
Page #11
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ • ‘શબ્દાનુશાસન' અને ‘કાવ્યાનુશાસન' પછી કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે ‘છોનુશાસન'ની રચના કરી. પૂર્વાચાર્યોની પદ્ધતિ અનુસાર જિજ્ઞાસુ વિદ્યાર્થીઓને છન્દોવિધાનનું જ્ઞાન મળે તેવો આની પાછળનો ઉદ્દેશ હતો. ‘કાવ્યાનુશાસન' અને ‘છન્દોનુશાસનને લક્ષમાં રાખીને વિખ્યાત સંશોધક વિન્ટરનિઝ “The Life ofHemchandr; c rya” પુસ્તકના આમુખમાં નોંધે છે :
"Hemchandra's learned books, it is true, are not distinguished by any great originality, but they display a truly encyclopaedic erudition and an enormous amount of reading, besides a practical sense which makes them very useful. This applies also to his manuals of poetics and metrics, the Kivynuži sana and the Chhandonuzi sana, each accompanied by the author's own commentary."
સંસ્કૃત ભાષામાં છંદોનાં લક્ષણ આપ્યા પછી એનાં ઉદાહરણ સંસ્કૃત, પ્રાત અથવા અપભ્રંશ ભાષામાં આપ્યાં છે. આ ઉદાહરણોમાંનાં કેટલાંક ઉદાહરણો હેમચંદ્રાચાર્યે યોજેલાં છે. વળી આમાં સિદ્ધરાજ , કુમારપાળ વગેરેની પ્રશસ્તિરૂપ, સ્વોપણ કાવ્યદૃષ્ટાંતો આપ્યાં છે જેમાંથી એ સમયની ઐતિહાસિક વિગતો મળે છે, તેથી આ ગ્રંથનું ઐતિહાસિક દૃષ્ટિએ પણ ઘણું મહત્ત્વ છે.
આ ગ્રંથને સંસ્કૃત-પ્રાકૃત ભાષાનું પિંગળ જ કહેવાય. સંસ્કૃત, પ્રાકૃત કે અપભ્રંશમાં પ્રવર્તમાન બધા જ છોની આમાં સોદાહરણ ચર્ચા કરવામાં આવી છે. અર્વાચીન છન્દશાસ્ત્રનો અભ્યાસ કરનારને સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ છન્દશાસ્ત્રની જાણકારી જરૂરી છે અને તે છન્દોની શાસ્ત્રીય વિવેચના એકમાત્ર ‘છન્દોનુશાસન'માંથી મળી રહે છે. વળી અર્વાચીન છન્દ્રશાસ્ત્રની દૃષ્ટિએ પણ આ ગ્રંથમાં કેટલીક ઉપયોગી ચર્ચા મળે છે. આજના કવિઓ જે પ્રકારનો છન્દોનો સંકર કરી રહ્યા છે તેમજ ગણિતદષ્ટિએ વર્ણગણોના ફેરબદલા કરી અનેક નવા ઇન્દોની યોજના કરે છે, તેની ચર્ચા હેમચંદ્રાચાર્યે કરી છે.૧૪
એક વૈયાકરણ તરીકે કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય વિશિષ્ટ સ્થાન ધરાવે છે. મહાન વૈયાકરણ પાણિનિએ પોતાના વ્યાકરણ ‘અષ્ટાધ્યાયી’ દ્વારા પૂર્વપરંપરામાં
a ૧૦ ]
• હેમચંદ્રાચાર્ય અને તેમની પરંપરા • એક પોતીકી પરંપરાનું નિર્માણ કર્યું હતું. પાણિનિની પૂર્વે શાકટાયન જેવા અનેક વ્યાકરણીઓ થયા હતા, પરંતુ પાણિનિના વ્યાકરણે એક પરંપરા સ્થાપી. એમાં કાત્યાયન કે પતંજલિએ સંશોધન-ઉમેરણ કર્યું, પરંતુ પાણિનિની વૈયાકરણ તરીકેની પ્રતિષ્ઠા તો સદીઓથી અક્ષત રહી. સંસ્કૃત ભાષાના અંતિમ વ્યાકરણશાસ્ત્રી બન્યાં આચાર્ય હેમચંદ્રાચાર્ય. સંસ્કૃત વ્યાકરણપરંપરામાં એમના પ્રદાનને કારણે હેમસંપ્રદાય ઊભો થયો. એમના વ્યાકરણનો ઉત્તરકાલીન જૈન વ્યાકરણો પર વિશેષ પ્રભાવ દૃષ્ટિગોચર થાય છે. શ્વેતામ્બર સંપ્રદાયના કેટલાક આચાર્યોએ હેમચંદ્રાચાર્યના વ્યાકરણને આધારે અનેક ગ્રંથોની રચના કરી છે. આવા આઠથી દસ વ્યાખ્યાકાર મળે છે."
અપભ્રંશ વ્યાકરણ તે કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું ચિરકાલીન મહત્ત્વ ધરાવતું પ્રદાન ગણાશે. ‘શબ્દાનુશાસન'ના આઠમા અધ્યાયના પ્રાકૃત વ્યાકરણમાં હેમચંદ્રાચાર્ય મહારાષ્ટ્રી, શૌરસેની, માગધી, પૈશાચી, ચૂલિકા, પૈશાચી અને અપભ્રંશ એમ છ ભાષાઓની ચર્ચા કરી છે. અપભ્રંશ વિભાગમાં નોંધેલા દુહાઓનું વૈવિધ્ય આકર્ષક છે. અપભ્રંશનાં સૂત્રોની વૃત્તિમાં લગભગ ૧૭૭ દુહાઓ હેમચંદ્રાચાર્યે નોંધ્યા છે, જેમાં ઉપદેશાત્મક, વીરરસપ્રધાન, પૌરાણિક, શૃંગારરસપ્રધાન અને જૈન ધર્મને લગતા દુહાઓ મળે છે. આ દુહાઓમાં કેટલાક લોકોક્તિ રૂપે ઊતરેલા છે..
આ અપભ્રંશ દુહાઓ છેક ગુજરાતી ભાષા સુધી ઊતરી આવ્યા છે. અપભ્રંશ દુહાનું અર્વાચીન ભાષામાં કેવું રૂપાંતર થયું છે તેની તપાસ સંશોધકો માટે રસપ્રદ વિષય બને તેમ છે. આઠમા અધ્યાયમાં હેમચંદ્રાચાર્ય એક અપભ્રંશ દુહો ટાંકે છે –
'थायसु उड्डावंतिअएँ पिउ दिदुउ सहस-त्ति ।
अध्धा वलया महिहि गय अध्धा कुट्ट तड-त्ति ।। १६ ।। લાંબા સમયથી પ્રેયસી વિરહ અનુભવતી હતી, તેનો દેહ પણ ફીણ બની ગયો હતો. આવી વિરહાકુલ સ્ત્રી કાગડાને ઉડાડવા જતી હતી ત્યાં જ એકાએક એના પતિને આવતો જોયો. ચિરવિરહિણી પર એની કેવી અસર થઈ ? અડધાં વલય જમીન પર પડી ગયાં, વિરહને કારણે હાથ દુર્બળ બની
1 ૧૧ ]
Page #12
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ • ગયો હતો માટે. જ્યારે અડધાં તડ થઈને તૂટી ગયાં, પ્રિયતમનાં દર્શનથી આનંદિત થયેલી વિરહિણીનું કાંડું ફૂલી ગયું માટે 15
લોકભાષામાં મળતા દુહાઓમાં આનાં બે રૂપાંતર મળે છે. એનું એક સામાન્ય રૂપાંતર આ છે –
‘કામન કાગ ઉડાવતી, પિયુ આયો ઝબ કાં:
આપી ચૂડી કેર લગી, આધી ગઈ તડકાં.’ આ જ દુહાનું એક બીજું ચમત્કૃતિપૂર્ણ રૂપાંતર મળે છે. એમાં અડધી ચૂડીઓ વિરહને કારણે ક્ષીણદેહ થવાથી જમીન પર પડી ગઈ એવું દર્શાવવાને બદલે કવિએ દર્શાવ્યું છે કે અડધી કાગડાના ગળામાં પરોવાઈ ગઈ. બાકીની અડધી ચૂડીઓ ભાંગીને ભોંય પર પડી.
‘કાગ ઊડાવણ ધણ ખડી, આયો પીવ ભડક્ક;
આપી ચૂડી કાગ-ગલ, આધી ભંય તડ% !' અપભ્રંશ વ્યાકરણમાં મળતા દુહાઓમાં કાવ્યસૌંદર્ય, ભાવવૈવિધ્ય અને ભારોભાર કવિત્વ છે. આ દુહાઓ દ્વારા એ સમયના લોકસાહિત્યની અનુપમ ઝાંખી થાય છે.
અપભ્રંશ ભાષાનું વિસ્તૃત અનુશાસન રચનાર હેમચંદ્રાચાર્ય સૌપ્રથમ છે. તેમણે ભિન્ન ભિન્ન પ્રદેશોમાં પ્રચલિત ઉપભાષા અને વિભાષાઓનું સંવિધાન દર્શાવીને અપભ્રંશ ભાષાનો પરિચય આપ્યો છે. હેમચંદ્રાચાર્યના સમય પછી ઉત્તર ભારતમાં સંસ્કૃત શબ્દાનુશાસનનો કાળ લગભગ સમાપ્ત થઈ ગયો. ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ અને ‘દેશીનામમાલા'ને જોતાં હેમચંદ્રાચાર્યને આપણે અપભ્રંશ ભાષાના પાણિનિ કહી શકીએ.
ગુર્જરભૂમિના જ્ઞાનદીપને પ્રજ્વલિત કરવા માંગતા કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની દૃષ્ટિ વ્યાકરણ પછી કોશ તરફ ગઈ. ભાષાનો અભ્યાસ સુગમ બને અને વ્યાકરણનું જ્ઞાન સક્રિય બને તે માટે એમને કોશની જરૂર લાગી. માત્ર વિદ્યાર્થીઓ કે અભ્યાસીઓ જ નહિ, પરંતુ વિદ્વાનો માટે પણ કોશ જરૂરી જ્ઞાનસાધન છે. આ વિશે હેમચંદ્રાચાર્ય કહે છે :
कोशस्यैव महीपानां कोशस्य विदुषामपि । उपयोगो महान् यस्मात् क्लेशस्तेन विना भवेत् ।।
• હેમચંદ્રાચાર્ય અને તેમની પરંપરા • રાજાઓને (દ્રવ્ય)કોશનો અને વિદ્વાનોને પણ (શબ્દ)કોશનો ઘણો ઉપયોગ હોય છે. તેના વિના તે બંનેને અત્યંત વિટંબણા પડે છે. ૧૩
હેમચંદ્રાચાર્યે “અભિધાનચિતામણિ’, ‘અનેકાર્થસંગ્રહ’ અને ‘નિઘંટુશેષ'એમ સંસ્કૃત ભાષાના ત્રણ કોશ રચ્યા છે. પ્રાકૃત-દેશ્ય ભાષાના જ્ઞાન માટે ‘દેશીનામમાતા’ અને ‘રયણાવલિ'ની રચના કરી છે. “અભિધાનચિંતામણિ ' એ ઇતિહાસ અને ભાષાવિજ્ઞાનની દૃષ્ટિએ અત્યંત મૂલ્યવાન બની રહે તેવો કોશગ્રંથ છે. આમાં હેમચંદ્રાચાર્યે કવિઓ દ્વારા પ્રચલિત અને પ્રયુક્ત શબ્દોનો સુંદર આલેખ આપ્યો છે. વળી સાંસ્કૃતિક દૃષ્ટિએ પણ આ કોશની સામગ્રી અભ્યાસીઓને ઉપયોગી છે. આમાં એવા અનેક શબ્દો મળે છે, જે અન્ય કોશમાં પ્રાપ્ત થતા નથી. ‘અમર કોશ'ને લક્ષમાં રાખીને એક અર્થવાળા સમાન શબ્દો આપવા માટે હેમચંદ્રાચાર્ય ‘અભિધાનચિંતામણિ ની રચના કરી. જોકે *અમરકોશ' કરતાં દોઢ ગણી શબ્દસંખ્યા આમાં સાંપડે છે. વળી પર્યાયવાચી શબ્દો પણ ‘અમરકોશ' કરતાં વધુ મળે છે. ‘અમરકોશમાં સૂર્યના ૩૭ પર્યાય, કિરણના ૧૧ પર્યાય, ચંદ્રના ૨૦ પર્યાય, શિવના ૪૮ પર્યાય, બ્રહ્માના ૨૦ પર્યાય, વિષ્ણુના ૩૬ અને અગ્નિનાં ૩૪ પર્યાયવાચી નામ મળે છે. જ્યારે “અભિધાનચિંતામણિ માં સૂર્યના ૭૨, કિરણના ૩૬, ચંદ્રના ૩૨, શિવના ૭૭, બ્રહ્માના ૪૦, વિષ્ણુના ૭પ અને અગ્નિના પ૧ પર્યાયો ઉપલબ્ધ છે. આ રીતે આ ગ્રંથની રચના દ્વારા હેમચંદ્રાચાર્ય સંસ્કૃત સાહિત્યના શબ્દકોશમાં વિપુલ વૃદ્ધિ કરી છે.
‘અભિધાનચિંતામણિ'ની કુલ ોકસંખ્યા ૧૫૪૧ છે, પરંતુ ટીકા સાથે તેની શ્લોકસંખ્યા કુલ દસ હજારની થાય. આ ગ્રંથના છ કાંડ મળે છે. પ્રથમ કાંડમાં દેવાધિદેવ, બીજા કાંડમાં દેવ, ત્રીજામાં મનુષ્ય, ચોથામાં તિર્યંચો, પાંચમામાં નારકીના જીવો અને છઠ્ઠામાં સર્વસામાન્ય એવા એક-અર્થવાચી શબ્દોનો સંગ્રહ છે. આમાં યૌગિક, મિશ્ર અને રૂઢ શબ્દો સ્પષ્ટ કર્યા છે. કોશના આરંભના શ્લોકમાં પોતાની આ યોજના વિશે હેમચંદ્રાચાર્ય કહે છે –
'प्रणिपत्यार्हता सिद्धसाङ्गशब्दानुशासनः ।
रूढयौगिकमिश्राणां नाम्नां मालां तनोम्यहम् ।।
અહંતોને નમસ્કાર કરીને, પાંચેય અંગ સહિત શબ્દાનુશાસન પ્રતિષ્ઠા પામ્યા પછી, રૂઢ, વ્યુત્પત્તિસિદ્ધ અને મિશ્ર નામોની માલાને હું વિસ્તારું છું.”
1 ૧૩ ]
1 ૧૨ ]
Page #13
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ • શબ્દશાસ્ત્ર માટે ઉપયોગી એવો આ ગ્રંથ અર્વાચીન દેશ્ય ભાષાના અભ્યાસ માટે એટલો જ આવશ્યક છે. વળી એને સંપૂર્ણ બનાવવા માટે હેમચંદ્રાચાર્યે એમાં છેક સુધી ઉમેરા અને સુધારા કર્યા છે. સંસ્કૃત ભાષાના વિદ્વાનોમાં અભિધાનચિંતામણિ'ને આદર પ્રાપ્ત થયો. ઐતિહાસિક દૃષ્ટિએ આમાંથી ઘણી સામગ્રી પ્રાપ્ત થાય તેમ છે. આના ઉદાહરણ રૂપે આમાંથી મળતી ઋતુઓ અને તોલમાપ વિશેની માહિતી ઘણી રસપ્રદ છે. ભારતીય સમાજમાં વર્ણસંકરતાની વિગત પણ આમાંથી મળે છે. જેમ કે પિતા બ્રાહ્મણ અને માતા ક્ષત્રિય હોય તો એના સંતાનની જાતિ ‘મૂર્યાસ' કહેવાય. એ જ રીતે પિતા શુદ્ર અને માતા બ્રાહ્મણી હોય તો સંતાનની જાતિ ‘ઘાંડાત' કહેવાય. આ રીતે સમાજ શાસ્ત્રીય અભ્યાસ માટે પણ આ કોશમાંથી મળતી સામગ્રી ઉપયોગી બની રહે છે. વળી આમાંના કેટલાક શબ્દો આધુનિક ભાષામાં ઊતરી આવેલા હોવાથી પણ આ કોશ મહત્ત્વનો ગણાય. હેમચંદ્રાચાર્ય શબ્દજ્ઞાનનું મહત્ત્વ જાણતા હોવાથી એમણે આવો વિશાળ પર્યાયવાચી કોશ તૈયાર કર્યો. એમણે પોતે આ કોશમાં એક સ્થળે નોંધ્યું છે -
'वक्तृत्वं च कवित्वं च विद्धत्तायाः फलं विदुः ।
शब्दज्ञानादृते तन्न दयमप्युपपद्यते ।
બુધજનો વઝુત્વ અને કવિત્વને વિદ્વત્તાના ફળરૂપે જણાવે છે; પણ એ બે શબ્દજ્ઞાન વિના સિદ્ધ થઈ શકતા નથી.”
‘અભિધાનચિંતામણિ' પછી શબ્દજ્ઞાનની મહત્તા જાણનારા હેમચંદ્રાચાર્ય ‘અનેકાર્થસંગ્રહ 'ની રચના કરી. ‘અભિધાનચિતામણિ'માં એક અર્થના અનેક શબ્દોનો કોશ આપવામાં આવ્યો હતો. જ્યારે ‘અનેકાર્થસંગ્રહમાં એક શબ્દના અનેક અર્થનો ઉલ્લેખ આપવામાં આવ્યો છે. જેમ કે, નો અર્થ બ્રહ્મા, આત્મા, રવિ, મયૂર, અગ્નિ, યમ અને વાયુ થાય છે. આ દૃષ્ટિએ ‘અભિધાનચિંતામણિ' અને ‘અનેકાર્થસંગ્રહ' પરસ્પરના પૂરક ગણાય. સાત કાંડમાં વહેંચાયેલા આ કોશની કુલ શ્લોકસંખ્યા ૧૮૨૯ છે. એના છ કાંડમાં ૧૭૬૯ શ્લોકો મળે છે. એ પછી સાતમો અવ્યય કાંડ મળે છે. આ સાઠ શ્લોકના અવ્યયકાંડને ‘અનેકાર્થશષ' તરીકે ઉમેરવામાં આવ્યો છે. ‘અભિધાનચિંતામણિમાં પણ છેલ્લે ‘શેષ' ઉમેરવામાં આવ્યો હતો તે મુજબ અહીં પણ આવું છેલ્લે ઉમેરણ મળે છે. આ ગ્રંથમાં મળતા
• હેમચંદ્રાચાર્ય અને તેમની પરંપરા • કેટલાય શબ્દો અર્વાચીન ભાષામાં ઊતરી આવ્યા છે. ગુજરાતી ભાષાના અભ્યાસીઓને પણ આ ગ્રંથના શબ્દો ઘણી સામગ્રી પૂરી પાડે તેમ છે. ‘અનેકાર્થસંગ્રહ'માં નિ:નિ, પુના, ટT: મળે છે. આમાંથી ગુજરાતી ભાષામાં નીસરણી, પુલાવ, ટાંગો જેવા શબ્દો ઊતરી આવ્યાનું વિચારી શકાય. આ ગ્રંથ પર ડાયાર્થીર થાવર મુવી નામની ટીકા મળે છે. એના પ્રથમ કાંડની પુષ્યિકા જોતાં એમ લાગે કે આની રચના ખુદ હેમચંદ્રાચાર્યે કરી છે; પરંતુ એના બીજા કાંડની ટીકાને અંતે મળતા કેટલાક પુધ્ધિકાશ્લોકમાં લખ્યું છે :
'श्री हेमसूरिशिष्येण श्रीमन्महेन्द्रसूरिणा ।
भक्तिनिष्ठेन टीकैषा तन्नाम्नैच प्रतिष्ठिता ।। આ શ્લોક પરથી એ સ્પષ્ટ થાય છે કે હેમચંદ્રાચાર્યના શિષ્ય મહેન્દ્રસૂરિએ આ ટીકા લખી છે અને ભક્તિપૂર્વક પોતાના ગુરુના નામ પર ચડાવી દીધી હતી.
હેમચંદ્રાચાર્યની કોશપ્રવૃત્તિનું અંતિમ ફળ છે ‘નિઘંટુશેષ'. “અભિધાનચિંતામણિ', ‘અનેકાર્થસંગ્રહ’ જેવા સંસ્કૃત કોશ અને ‘દેશીનામમાલા” જેવા દેશ્ય ભાષાના કોશની રચના કર્યા પછી હેમચંદ્રાચાર્યે ‘નિઘંટુશેષ'ની રચના કરી. ‘અનેકાર્થસંગ્રહ'ની ટીકામાં મહેન્દ્રસૂરિએ એવો ઉલ્લેખ કર્યો છે કે પોતાના ગુરુ હેમચંદ્રાચાર્ય પાસે વિશાળ ગ્રંથ-સંગ્રહ હતો અને તેમાં ધવંતરિનો ‘નિઘંટુ' ગ્રંથ પણ હતો. ‘નિઘંટુશેષ ના છ કાંડ મળે છે અને આ એક પ્રકારનો વૈદકશાસ્ત્રને માટે ઉપયોગી એવો વનસ્પતિકોશ છે. આ કોશ છ કાંડમાં વહેંચાયેલો છે અને તેની કુલ શ્લોકસંખ્યા ૩૯૬ છે. આ કોશમાં વૃક્ષ, ગુલ્મ, લતા, શાક, તૃણ અને ધાન્ય એમ છ કાંડ છે. ક્રમશઃ કાંડના શ્લોકોની સંખ્યા ઓછી થતી જાય છે. પ્રથમ વૃક્ષા; ની શ્લોકસંખ્યા ૧૮૧, દ્વિતીય ગુન્માજીની શ્લોકસંખ્યા ૧૦૫, તૃતીય નતાદાજીની શ્લોકસંખ્યા ૪૪, ચતુર્થ છઠ્ઠાઇg:ની શ્લોકસંખ્યા ૩૪, પાંચમા તૃrg ની શ્લોકસંખ્યા ૧૭ અને છઠ્ઠા ઈન્ચાજજીની શ્લોકસંખ્યા ૧૫ છે. હેમચંદ્રાચાર્યના બીજા કોશો જેટલો આ શબ્દકોશ જાણીતો બન્યો નથી.
ત્રણ સંસ્કૃત કોશોની રચના દ્વારા હેમચંદ્રાચાર્ય સંસ્કૃત શબ્દશાસ્ત્રને વ્યાપમાં લેવા પ્રયાસ કર્યો છે. કોશરચનાની પાછળ ગુજરાતના સરસ્વતીપૂજ કોને સહાયરૂપ
૧૪ ]
૧૫ ]
Page #14
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ • થવાની તેમની ભાવના તરવરે છે. વળી ધન્વતરિ, વ્યાડિ અને ધનપાલના કોશો કાળક્રમે નષ્ટ થયા, પરંતુ એનું દોહન આજે હેમચંદ્રાચાર્યના કોશ દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. એ દૃષ્ટિએ પણ આ શબ્દકોશનું મહત્ત્વ છે.
સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન'ના આઠમા અધ્યાયમાં મળતા પ્રાકૃત વ્યાકરણને લક્ષમાં રાખીને હેમચંદ્રાચાર્યે ‘દેશીનામમાલા'ની રચના કરી. વ્યાકરણના નિયમાનુસાર શબ્દો સિદ્ધ થતા ન હોય તેમ છતાં ભાષામાં પ્રયોજાતા હોય એવા શબ્દોનો હેમચંદ્રાચાર્યે ‘દેશીનામમાલામાં સંગ્રહ કર્યો. સંસ્કૃત કે પ્રાકૃત સાથે સંબંધ ન ધરાવતા દેશ્ય ભાષાઓના શબ્દસંગ્રહ ઉપરાંત સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં કાલગ્રસ્ત અથવા તો તદ્દન અપરિચિત બની ગયેલા શબ્દો પણ આમાં સંગ્રહ પામ્યા છે. વળી જેના મૂળ વિશે સંશય હોય તેવા કેટલાક શબ્દોનો પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કુલ ૭૮૩ ગાથામાં લગભગ ૩,૯૭૮ શબ્દો આ કોશમાં સંગૃહીત થયા છે.
ગ્રંથની વૃત્તિમાં મળતી કુમારપાળની પ્રશસ્તિની ૧૦પ ઉદાહરણ-ગાથાઓ એવો સંકેત આપે છે કે રાજવી તરીકે કુમારપાળનું વર્ચસ્વ પ્રવર્તતું હતું તે સમયે આ ગ્રંથની રચના થઈ છે. નોંધપાત્ર બાબત એ છે કે આમાં જયસિંહ સિદ્ધરાજ માટે લખેલી ગાથાઓ બહુ ઓછી છે. ચૌલુક્ય તરીકે કુમારપાળને સંબોધન કરીને એની પ્રશસ્તિ કરતાં શ્રી હેમચંદ્રાચાર્ય કહે છે :
“कासिज्जदेसलुंटणकाहाराणिज्जमाणकणयाई कासारं व बुहाणं अकरिमं देसि चालुक्क ।।"
(દે .ના.મા., ૨.૨૮) “કાસિજ્જ (કાકસ્થલ નામે પ્રદેશ) દેશ લૂંટી પખાલવાળાઓ મારફતે આણેલા સુવર્ણને જાણે સામાન્ય સીસાનાં પતરાં હોય તેમ, હે ચૌલુક્ય, તું વિદ્વજ્જનોને આપે છે.”
આ ગ્રંથનાં ‘રયણાવલિ', ‘દેસીસ૬ સંગ્રહો', ‘દેશીનામમાલા' અને ‘દેશીશબ્દસંગ્રહ’ જેવાં નામો મળે છે. આમાં કુલ ૩,૯૭૮ શબ્દો આપવામાં આવ્યા છે, જેમાં ૧૦0 તત્સમ શબ્દો, ૧૮૫૦ ગર્ભિત તદ્દભવ શબ્દો, પ૨૮ સંશયયુક્ત તદ્ભવ શબ્દો અને ૧૫00 દેશી શબ્દો છે.૧૮ ‘દેશીનામમાલા'નું
• હેમચંદ્રાચાર્ય અને તેમની પરંપરા • સંશોધન સૌપ્રથમ ડૉ. બુલરે ક્યું. કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની પાસે અનેક દેશ્ય કોશો હતા અને એ કોશોનો ઉલ્લેખ એની વૃત્તિમાં મળે છે. આમ છતાં અત્યારે તો હેમચંદ્રાચાર્યનો ‘દેશીનામમાતા’ એ એકલો જ સારો કોશ ગણી શકાય. કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ‘દેશીનામમાલા'માં અભિમાનચિહ્ન, ગોપાલ, દેવરાજ , દ્રોણ, ધનપાલ, પાદલિપ્તાચાર્ય, રાહુલ ક અને શીલાંક જેવા કોશકારોનો ઉલ્લેખ કર્યો છે. પ્રાકૃત ભાષામાં વપરાતા દેશ્ય શબ્દોના અર્થનિર્ણય માટે આ ગ્રંથ અત્યંત ઉપયોગી છે. આ કૃતિની રચના દ્વારા હેમચંદ્રાચાર્યે એકલે હાથે એક નવા યુગનો આરંભ કર્યો. આ ‘દેશીનામમાતા’ મારફતે કેટલાક ગુજરાતી શબ્દોની પ્રાચીનતા પણ સિદ્ધ થાય તેમ છે, આથી ગુજરાતી ભાષાના અભ્યાસીને માટે એનું પરિશીલન શબ્દો" અંગે નવી ક્ષિતિજો ઉઘાડનારું બની રહે ,* આ ગ્રંથ તુલનાત્મક ભાષાશાસ્ત્રીઓને માટે પણ મૂલ્યવાન બન્યો છે. શબ્દોનું વ્યાપક સંકલન અને સાહિત્યસદર્ય ધરાવતાં ઉદાહરણોથી ધ્યાન ખેંચતા આ કોશનું એ રીતે ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ભાષાશાસ્ત્રીય મહત્ત્વ છે.
શબ્દશાસ્ત્ર અને કોશની રચના કર્યા બાદ કળિકાળસર્વજ્ઞની દૃષ્ટિ કાવ્યશાસ્ત્ર તરફ વળી, સંસ્કૃત અલંકારગ્રંથોની પરંપરામાં હેમચંદ્રાચાર્યે ‘કાવ્યાનુશાસન'ની રચના કરી. ‘કાવ્યાનુશાસનના મુખ્ય ત્રણ ભાગ છે : એક સૂત્ર, બીજી વ્યાખ્યા અને ત્રીજી વૃત્તિ. આઠ અધ્યાયમાં લખાયેલા આ ગ્રંથમાં કુલ ૨૦૮ સૂત્રો છે. સૂત્રોની વ્યાખ્યા કરનારી ચર્ચા ‘અલંકારચૂડામણિ'ને નામે મળે છે. જ્યારે એ વ્યાખ્યાને વિશેષ સ્પષ્ટ કરવા માટે ‘વિવેક' નામની ઉદાહરણ સહિતની વૃત્તિ મળે છે. આ સૂત્ર, વ્યાખ્યા ને વૃત્તિ – ત્રણેના કર્તા હેમચંદ્રાચાર્ય છે. હેમચંદ્રાચાર્ય ‘faifજનાઝાપુપરિન્તુ'માં દર્શાવ્યું છે તેમ ‘TTra' જેવા ગ્રંથો પોતાને માટે છે, જ્યારે અમુક ગ્રંથો સિદ્ધરાજને માટે છે તેમ આ ગ્રંથ ‘ના’ માટે છે. આમાં સામાન્ય અભ્યાસીઓને કાવ્યશાસ્ત્રનો ખ્યાલ આપવાનો હેતુ રહેલો છે. આથી જ તેમણે જુદી જુદી કક્ષાના અભ્યાસીઓને ઉપયોગી નીવડે તે માટે ‘સૂત્ર',
* જે માંના કેટલાક શબ્દો જોઈએ :
– ઊંડું, ૩૪મનુk - ઊલટું, કાથરના – ઊથલ, Tvg? - ઘાઘરો, જાણો - ખોડો, ઘણો – ખભો, uTorrf - ઓઢણી, કર – ઉધઈ, relf - ગંડેરી, શિafકા - ખીજ , ofો - ખાટકી, 3gી – ઉકરડી, કf - અડદ, જવી – ખડકી, ગો - ગઢ.
2 ૧૬ ]
0 ૧૭ ]
Page #15
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ •
‘ચોપનાટીયા’ તેમજ ‘વિયેવૃકાળિ' નામની વિસ્તૃત ટીકા આપી છે. આ બાબત પણ તેમના હેતુને વધુ સ્પષ્ટ કરે છે.
‘કાવ્યાનુશાસન'માં રાજા કુમારપાળનો ઉલ્લેખ નથી, આથી જયસિંહ સિદ્ધરાજના જીવનકાળમાં જ ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ પછી ‘કાવ્યાનુશાસનની રચના થઈ હશે. આના આઠ અધ્યાયમાં કાવ્યનું પ્રયોજન, કવિની પ્રતિભા, કાવ્યના ગુણદોષ, રસ, ભાવ અને ગુણના પ્રકારો, શબ્દાલંકાર અને અર્થાલંકાર, કાવ્ય અને નાટકના પ્રકારો જેવા વિષયોની છણાવટ પુરોગામી આલંકારિકોનાં અવતરણો સહિત કરી છે. આમાં ‘અલંકારચૂડામણિ'માં ૮૦૭ અને ‘વિવેક'માં ૮૨૫ એમ સમગ્ર ‘કાવ્યાનુશાસન’માં ૧૬૩૨ ઉદાહરણો મળે છે. આમાં ૫૦ કવિઓ અને ૮૧ ગ્રંથોનો નામોલ્લેખ કરવામાં આવ્યો છે. આ દર્શાવે છે કે કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય પાસે વિશાળ ગ્રંથસંચય હતો અને ‘કાવ્યાનુશાસન'ની રચના માટે એમણે અનેક ગ્રંથોનું પરિશીલન કર્યું હતું. આનંદવર્ધન, અભિનવગુપ્ત, રુદ્રટ, રાજશેખર, મમ્મટ, ધનંજય વગેરે આલંકારિકોના ગ્રંથોના સિદ્ધાંતોની સંયોજના કરીને તેમણે ‘કાવ્યાનુશાસન’ની રચના કરી છે. સર્વગ્રાહી શિક્ષાગ્રંથ બનાવવાના હેતુને લક્ષમાં રાખીને એમણે એવી કલ્પના કરી કે પહેલાં વિદ્યાર્થી ‘શબ્દાનુશાસન’ શીખે, કોશનું જ્ઞાન મેળવે અને પછી કાવ્યરચનામાં પ્રવેશ મેળવવા માટે અલંકારગ્રંથોની કેડી પર પગ મૂકે. આને કારણે એમણે પૂર્વાચાર્યો કરતાં અલંકારની વ્યવસ્થા જુદી રીતે કરી છે. તેનો વિગતે વિચાર કરીએ.
કાલક્રમે જોતાં ભરત માત્ર ચાર જ અલંકારોનો વ્યાખ્યા સાથે ઉલ્લેખ કરે છે. તે પછી ‘વિષ્ણુધર્મોત્તર' પુરાણમાં બે શબ્દાલંકાર અને સોળ અર્થાલંકાર મળી કુલ અઢાર અલંકાર નજરે પડે છે. આ પછી ટ્ટિ અને ભામહ આડત્રીસ અલંકારો રજૂ કરે છે, જ્યારે ઠંડી પાંત્રીસ અને ઉદ્ભટ એકતાળીસ અલંકારો બતાવે છે. વામન તેના ‘કાવ્યાલંકાર’ સૂત્રમાં તેત્રીસ અલંકારો આપે છે, જ્યારે ધ્વનિને કાવ્યનો આત્મા ગણતા આનંદવર્ધન અલંકારોને મારાથઃ ગણી તેનું મહત્ત્વ ઘટાડી નાખે છે. ત્યારબાદ રુદ્રટ અઠ્ઠાવન અને મમ્મટ તો સાઠથી પણ વધુ અલંકારો આપે છે. આ પછી ‘તંગરસર્વસ્થ’નો કર્તા રુષ્યક પંચોતેર જેટલા અલંકારો વ્યાખ્યા અને ઉદાહરણ સાથે રજૂ કરે છે. ઈ. સ. ૧૧૦૦માં થઈ ગયેલા રુષ્યક પછી ૬૦-૭૦ વર્ષે થયેલા હેમચંદ્ર પંચોતેર અલંકારમાંથી ઓગણત્રીસ અલંકારો જ આપે છે.
- ૧૮ -
હેમચંદ્રાચાર્ય અને તેમની પરંપરા જ
આમ હેમચંદ્રાચાર્ય અલંકારના વર્ગીકરણમાં વધારે પડતો વિસ્તાર ન કરતાં વિષયને બને તેટલા સંક્ષેપમાં સમાવવા પ્રયત્ન કરે છે. તેઓ પોતે જ કહે છે, “નાવવ एवैता विद्याः संक्षेपविस्तार - विवक्षया नवीनवीभवन्ति तत्तत्कर्तृकाश्वोच्यन्ते ।”
હેમચંદ્રાચાર્યના અલંકારનિરૂપણને જોતાં પ્રથમ તેઓ અનેવાતારથીનભૂતા ઉપમાને નિરૂપે છે. તેઓ તેમાં સાત પ્રકારો બતાવે છે. ત્યારપછી ઉપમા જેટલા સર્વવ્યાપક નહિ, પણ કવિસૃષ્ટિમાંથી નીપજેલ ઉત્પ્રેક્ષાનું નિરૂપણ કરે છે. આ પછી ઉપમા કરતાં અનુભૂતિની વધુ ઉત્કટતા ધરાવતા રૂપક અલંકારની વાત કરે છે. આમાં તેઓ એક-વિષયરૂપક અને અનેકવિષયરૂપક જેવા પ્રકારો ઉદાહરણ સહિત સમજાવી આહાર્યાવયવ અને ઉભયાવયવનો અસ્વીકાર કરે છે, જ્યારે નિદર્શના અલંકારમાં પ્રતિવસ્તૂપમા, દૃષ્ટાંત જેવા અલંકારોને સ્થાન આપવાની સાથે મમ્મટની પદાર્થગા નિદર્શનાને ભૂલી જ જાય છે ! વળી તેને અતિશયોક્તિમાં સ્થાન આપી ભારે ગોટાળો પેદા કરે છે. દીપક અલંકારમાં તેઓ તુલ્યયોગિતા, અન્યોન્ય અને માલાદીપકનો સ્વીકાર કરે છે, પણ કારકદીપકનો અસ્વીકાર કરે છે. જ્યારે પર્યાયોક્તિ અલંકારની હેમચંદ્રે આપેલી વ્યાખ્યા ઘણી જ ક્લિષ્ટ અને અર્થસંદિગ્ધતા જન્માવે તેવી છે, જે ૨સગંગાધરકાર ઘણી જ સરળ અને સુંદર રીતે આપે છે. અતિશયોક્તિમાં તેઓ ઘણા અલંકારોને તેનાં અંગ બનાવી તેનું ઘણું જ સંક્ષેપમાં નિરૂપણ કરે છે. આ માટે તેઓ ‘વિવેક’માં કારણો આપે છે, પણ તે બધાંને આપણે સ્વીકારી શકતા નથી. આપેક્ષ અલંકારમાં બહુ ઉપપ્રકારોમાં ન પડતાં તેઓ સાદી વ્યાખ્યા જ આપે છે, જ્યારે સહોક્તિ જેવા અલંકારને સ્વતંત્ર સ્થાન આપવામાં તેમની સૌંદર્યદૃષ્ટિ દેખાય છે.
પ્રાચીન સમયથી સંસ્કૃત કવિઓને આકર્ષતા સમાસોક્તિ અલંકાર સાથેના શ્લેષના સંબંધની સુંદર અને વાજબી ચર્ચા તેઓ ‘વિવેક'માં કરે છે, ત્યારપછી આવતા વ્યતિરેક અલંકારમાં વિશ્વનાથની જેમ અડતાલીસ કે મમ્મટની જેમ ચોવીસ પ્રકારો હેમચંદ્ર આપતા નથી. આવા પ્રભેદોનો વિસ્તાર કરવો પોતાના હેતુ માટે યોગ્ય ન લાગવાથી તેઓ માત્ર આઠ જ ભેદ આપે છે, જે ઉચિત છે. અર્થાન્તરન્યાસ અલંકારના નિરૂપણમાં તેમની મૌલિકતા તેમજ ઔચિત્યદૃષ્ટિ દેખાઈ આવે છે, જ્યારે રમણીય એવા સસન્દેહ અલંકારની હેમચંદ્રાચાર્યે આપેલી વ્યાખ્યા ‘રસગંગાધર'કાર જગન્નાથે આપી છે તેવી રમણીય તો નથી,
- ૧૯ -
Page #16
--------------------------------------------------------------------------
________________
શબ્દસમીપ • પરંતુ તેમાં સાદાઈ અને નવીનતા તો છે જ. આ પછી અપહનુતિ અલંકારમાં તેઓ વ્યાજોક્તિ અલંકારને સમાવી લે છે, તેને જુદું સ્થાન આપ્યું હોત તો યોગ્ય લેખાત. તેવી જ રીતે પર્યાય અને પરિવૃત્તિ બંનેને પરિવૃત્તિ નામના એક જ અલંકારમાં સમાવી લે છે, તેમાં પણ બહુ ઔચિત્ય દેખાતું નથી. વળી અહીં આ અલંકારને સમાવવાના ઔચિત્યને સિદ્ધ કરવા જરા સરખો પ્રયાસ પણ નથી કરતા. કદાચ તેઓ સંક્ષિપ્તતાના આગ્રહને વશ થઈને જ આમ કરતા હોય, આથી કંઈક ઔચિત્યભંગ થવા છતાં પોતાનું નિરૂપણ સરળ બનાવવાનો તેમનો યત્ન છે. વળી સદર્યદૃષ્ટિએ ધ્યાનપાત્ર એવા સૂક્ષ્મ અલંકારનો તેઓ અનુમાનાલંકારમાં સમાવેશ કરી દે છે. વળી હેમચંદ્રાચાર્ય ઉક્તિવૈચિત્ર મુજબ વિવિધ અલંકારભેદોના પ્રપંચમાં પડવા નથી ચાહતા, અને તેથી જ વિરોધ અલંકારમાં આઠ જેટલા અલંકારો મૂકી તેમણે સંક્ષેપ સાધ્યો છે. વળી છેલ્લા અલંકારોમાં તો ‘વિવેક 'માં પણ તેઓ વિશદ ચર્ચા કરવાને બદલે ઝડપથી પ્રચલિત અલંકારો સમજાવતા જાય છે. અહીં તેઓ માત્ર જૂની પરંપરાને વળગીને અભ્યાસીઓને વધુ ને વધુ અલંકારોનો ખ્યાલ આપતા જણાય છે.
અલંકારવિવેચનમાં હેમચંદ્રાચાર્યનો હેતુ દિમાત્રનો નિર્દેશ કરવાનો જણાય છે. અહીં તેઓ અલંકારના વિવેચનને વર્ગીકરણના ખોટા વિસ્તારમાંથી બચાવ કરવા પ્રયાસ કરતા હોય તેમ દેખાય છે. તે કેવળ સિદ્ધાંત અને આવશ્યક તત્ત્વોની જ ચર્ચા કરે છે. આ માટે જ તેઓ અલંકારના હાર્દભૂત મળતાપણા અને નજીકપણાને ધ્યાનમાં લઈને તે બધાને એક અલંકારના ભાગ તરીકે નિરૂપે છે અને બહુ બહુ તો તેને એક પટાભેદ ગણવા જેટલી વિશેષતા આપે છે. આમ કરવામાં વધુ પડતો સંક્ષેપ થઈ જવાનો, કેટલાક અલંકારોની મહત્ત્વની વિલક્ષણતાને અનુચિત ગણત્વ આપી દેવાનો, એક અલંકાર નીચે આપેલાં ઉદાહરણોમાં ભિન્નતા જણાવવાનો અથવા તો અલંકારની વ્યાખ્યા વધુ પડતી સામાન્ય બની જવાનો દોષ સેવવાનો ભય રહે. આથી તેમનું વર્ગીકરણ સંપૂર્ણપણે સ્વીકાર્ય તો ન જ બની શકે.
અનેક અલંકારોને એક અલંકારમાં સમાવવાની બાબતમાં પોતાની રુચિ અને અમુક પ્રકારની વ્યક્તિગત દૃષ્ટિને હેમચંદ્રાચાર્ય અનુસરે છે, પણ આથી તેઓ પૂર્વાચાર્યોનો અનાદર કરે છે તેવું નથી. તેઓ તો તેમની ‘વિવેચૂડામળિ' નામની વિસ્તૃત ટીકામાં પૂર્વાચાર્યોના ઋણનો વારંવાર સ્વીકાર કરતા જણાય
૨૦ ]
• હેમચંદ્રાચાર્ય અને તેમની પરંપરા • છે. વળી તેઓ આ ટીકામાં પોતાના સંક્ષેપને સમજાવવા પણ પ્રયત્ન કરે છે. આમ અન્ય આલંબરિકોની કોઈ પણ ટીકા કર્યા વિના પોતાની અમુક પ્રકારની રુચિ તેમજ વ્યક્તિગત દૃષ્ટિ પ્રમાણે અલંકારોનું વર્ગીકરણ કરતા હેમચંદ્રાચાર્યની પ્રશંસા કરી શકીએ તેમ છીએ.
આમાં હેમચંદ્રાચાર્યનો હેતુ અલંકારના વર્ગીકરણની પદ્ધતિમાં સૌદર્યદૃષ્ટિએ યા અન્ય પ્રકારે નવી વ્યવસ્થા આણવાનો નથી, તેમ જ તેવો તેમનો દાવો પણ નથી. તેઓ તો પોતાના વિશિષ્ટ સમાજ માટે પૂર્વવિદ્યાઓને વિશદ રીતે રજૂ કરતો ગ્રંથ તૈયાર કરવા માગે છે અને એમાં ક્યારેક ગૌણપણે એમની પ્રતિભાનું દર્શન થાય છે ખરું.
હેમચંદ્રાચાર્યની વિશિષ્ટ કૃતિ છે સંસ્કૃત અને પ્રાપ્ત ‘દયાશ્રય”. સોલંકીયુગની સંસ્કારિતાને શબ્દબદ્ધ કરતી ગુજરાતની પહેલી અને શ્રેષ્ઠ ગણાય તેવી ઐતિહાસિક કાવ્યકૃતિ ‘શબ્દાનુશાસન'નાં સૂત્રોનાં દૃષ્ટાંતો આપવા માટે ચૌલુક્યવંશની કથાને તેમણે વિષયવસ્તુ તરીકે રાખીને ‘હવાશ્રય' કાવ્યની રચના કરી. વ્યાકરણ અને ઇતિહાસ એમાંથી એકસાથે સહજપણે સિદ્ધ થાય છે તેથી ‘વાશ્રય' મહાકાવ્ય તરીકે ઓળખાય છે. મહાકાવ્યમાં મળે એવાં ઋતુવર્ણન, રસવર્ણન અને સુષ્ટિવર્ણન ઉપરાંત નગર, પ્રભાત, યુદ્ધ , યાત્રા, નદી, રાત્રિ, પર્વત કે વિવાહનાં વર્ણનો પણ મળે છે.
‘વાશ્રય’ ‘ભટ્ટિકાવ્ય”નું સ્મરણ કરાવે છે. પાણિનિના વ્યાકરણના નિયમોના ઉદાહરણ રૂપે રામાયણની કથા લઈને ભટ્ટિ કવિએ રચના કરી એ જ રીતે ‘સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન'ના વ્યાકરણના નિયમોનાં ઉદાહરણ આપવા માટે મૂળરાજ સોલંકીથી કુમારપાળના સમય સુધીના ઇતિહાસને કથાવસ્તુ તરીકે લઈને હેમચંદ્રાચાર્યે ‘યાશ્રય'ની રચના કરી. ચૌલુક્ય વંશનું આલેખન થયું હોવાથી એતિહાસિક દૃષ્ટિએ આ કૃતિનું ઘણું મોટું મુલ્ય છે અને તેથી આ કૃતિ ‘ચૌલુક્યવંશોત્કીર્તન' નામ પણ ધરાવે છે. એ યુગની સામાજિક, ધાર્મિક અને રાજકીય પરિસ્થિતિનું માર્મિક પ્રતિબિંબ આ કાવ્યકૃતિમાં ઝિલાયું છે. સંસ્કૃત ‘હુવાશ્રય'ના ૧૪મા સર્ગ સુધીનો ભાગ જયસિંહ સિદ્ધરાજના જીવનકાળ સુધીમાં (અર્થો વિ. સં. ૧૧૯૯માં) પૂર્ણ કર્યો હશે એમ માની શકાય. જ્યારે કુમારપાળના ચરિત્રને આલેખતું પ્રાકૃત ‘દ્વયાશ્રય” એક સ્વતંત્ર પ્રાકૃત મહાકાવ્ય ગણાયું છે.
0 ૨૧
]
Page #17
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ • વ્યાકરણની વિશિષ્ટતા દર્શાવવા માટે રચવામાં આવેલા સંસ્કૃત ‘યાશ્રય ના શ્લોકોમાં સિદ્ધરાજનાં પરાક્રમોનું કાવ્યમય વર્ણન મળે છે, પરંતુ ક્યારેક વ્યાકરણ સાથે ઇતિહાસ કે કવિત્વનો મેળ બેસતો નથી.
સંસ્કૃત ‘દયાશ્રય' કાવ્ય એ ગુજરાતની અસ્મિતાનું તેજસ્વી કાવ્ય છે. મહાકવિ કાલિદાસે “રઘુવંશમાં રઘુકુળની કીર્તિને અક્ષરઅમર કરી દીધી તો સંસ્કૃત અને પ્રાકૃત ‘ચાશ્રય'માં હેમચંદ્રાચાર્યે ચૌલુક્યવંશની કીર્તિને અક્ષરદેહ આપ્યો. ગુજરાતી ભાષા, ગુજરાતી સંસ્કારિતા અને ગુજરાતી અસ્મિતાનો આલાદક ત્રિવેણીસંગમ આ કૃતિએ રચી આપ્યો. ગુજરાતની રમણીઓ, યોદ્ધાઓ, ઉત્સવો, મેદાનનું શૌર્ય અને દરિયાનું સાહસ – એ બધું દર્શાવીને હેમચંદ્રાચાર્ય ‘ધૂમકેતુના શબ્દોમાં કહીએ તો “પ્રજાને મહાન થવાની જાણે હમેશાં દીક્ષા આપી રહ્યા હોય તેમ લાગે છે.”20
કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે પોતાની કલ્પનાથી સર્જેલું એક મહાન ગુજરાત ‘યાશ્રય”માં પ્રગટ થાય છે. ગુજરાતની સમૃદ્ધિ, વીરતા, સંસ્કારિતા અને વિશિષ્ટતાની ગુણગાથા ગાઈને આ સ્વપ્નદ્રષ્ટા આવતીકાલના ગુજરાતની ઝાંખી આપે છે. તેમાં હેમચંદ્રાચાર્યનું ગુજરાતી તરીકેનું ગૌરવ, અન્ય ધર્મો પ્રતિ ઔદાર્ય અને સાહિત્યાચાર્યની ઉચ્ચાશયી ભાવના પદે પદે પ્રગટ થાય છે. એક સાચા ઇતિહાસકારને છાજે તે રીતે પાયા, પુરાવા કે આધાર વિનાની ઘટનાઓને ત્યજીને માત્ર ઐતિહાસિક પ્રસંગોનું આકલન કર્યું છે. એમણે ચૌલુક્યવંશનું યશગાન કર્યું છે, પરંતુ ઐતિહાસિકતાની ભૂમિ ઓળંગીને નહિ અથવા તો અતિશયોક્તિમાં સરી જઈને નહિ. કોઈ પણ પ્રસંગ કલ્પિત રીતે સર્યો નથી કે કોઈ પણ કંઠોપકંઠ જળવાયેલી વાતને યોગ્ય સંશોધન વિના સ્વીકારી નથી. કળિકાળસર્વજ્ઞની સંપ્રદાયાતીત પ્રતિભા ‘ક્યાશ્રય'માં ખીલી ઊઠી છે. આમાં વૈદિક સાહિત્ય, જુદાં જુદાં પુરાણો, પૌરાણિક આખ્યાયિકાઓ અને અન્ય ધર્મશાસ્ત્રોનાં ઉદાહરણો મળે છે. યજ્ઞ અને દેવતાઓનો પણ એમને સારો એવો પરિચય છે. આ બાબતો એમની બહુશ્રુતતા અને વ્યાપક દૃષ્ટિનું ઘાતક ગણાય.
સંસ્કૃત ‘હુવાશ્રયમાં કવિતાની અપેક્ષાએ ઇતિહાસનું પ્રાધાન્ય જોવા મળે છે, તો પ્રાકૃત ‘ચીશ્રય'માં કાવ્યતત્ત્વનું પ્રાધાન્ય જોવા મળે છે. ‘સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન'માં સાત અધ્યાયમાં સંસ્કૃત ‘ચીશ્રય'ની રચના થઈ, તો આઠમા
૨૨
• હેમચંદ્રાચાર્ય અને તેમની પરંપરા • અધ્યાયમાં આપેલા પ્રાકૃત ભાષાના વ્યાકરણના નિયમોનો દૃષ્ટાંતરૂપે ‘પ્રાકૃત દ્વયાશ્રય” મહાકાવ્યની રચના થઈ. રાજા કુમારપાળના જીવનની કેટલીક ઘટનાઓ આલંબન તરીકે લેવામાં આવી હોવાથી આ કૃતિને ‘મારપાન રત' કહેવામાં આવે છે. આઠ સર્ગ ધરાવતી આ કૃતિના પ્રથમ છ સર્ગમાં મહારાષ્ટ્રીય પ્રોકૃતેનાં ઉદાહરણો અને નિયમો દર્શાવ્યાં છે. બાકીના બે સર્ગોમાં શૌરસેની, માગધી, પૈશાચી, ચૂલિકાર્પશાચી અને અપભ્રંશ ભાષાનાં ઉદાહરણ મળે છે. આઠ સર્ગની આશરે ૩૪૭ ગાથામાં અણહિલપુરપાટણ, જિનપ્રતિમા, કુમારપાળના વિજયો, જૈન ધર્મના સિદ્ધાંતોની ગવેષણા તથા શ્રુતદેવીનો કુમારપાળને અપાયેલો ઉપદેશ આલેખવામાં આવ્યાં છે. શ્રુતદેવીનો ઉપદેશ જે રીતે કૃતિમાં વણી લેવાયો છે. તેનાથી કૃતિની કાવ્યમયતા મહોરી ઊઠી છે. તેમાં શાંત, શૃંગાર અને વીરરસનું મનભર આલેખન મળે છે. વીરરસનું પ્રાધાન્ય હોવા છતાં અન્ય રસોનો તેની સાથે સુભગ સમન્વય સધાયો છે. ભાષાનું સ્વાભાવિક માધુર્ય અને વર્ણનોની ચિત્રાત્મક્તા કાવ્યરસિકના હૃદયને સ્પર્શી જાય છે. વળી આમાં કવિએ ઉપમા, ઉક્ષા, દીપક, દૃષ્ટાંત, રૂપક અને અતિશયોક્તિ જેવા અલંકારોની સુંદર યોજના કરી છે. આ બધું જોઈને જ “પ્રાકૃત યીશ્રય'ના ટીકાકાર પૂર્ણકલશગણિ આરંભે જ બોલી ઊઠે છે –
'या प्राकृतव्याकरणं नु शब्दैः साहित्यसर्वस्वमिवार्थभगया । स व्याश्रयः काव्यमनल्पबुद्धि-ज्ञेयः कथं मादृश एव गम्यः ।।'
શબ્દોએ કરીને જે પ્રાકૃત વ્યાકરણ છે; અને અર્થની દૃષ્ટિએ જે સંપૂર્ણ સાહિત્યરૂપ છે - તે બહુ બુદ્ધિવાળાઓથી સમજાય તેવું વાશ્રયકાવ્ય મારા જેવાને ક્યાંથી સમજાય ?”
આ બંને મહાકાવ્યમાં પરંપરાનુસારી સુંદર વર્ણનો અને અલંકારયોજના જોવા મળે છે. પરંતુ બંનેમાં સંસ્કૃત મહાકાવ્યમાં અપેક્ષિત નાયકના સર્વાગી ચરિત્રનિરૂપણની શરત આ કૃતિ સંતોષે છે એમ ભાગ્યે જ કહી શકાય. ગુજરાતની અસ્મિતા, તેજસ્વિતા અને સત્ત્વશીલતા માટે આ કાવ્યનું કથાવસ્તુ ચિરસ્મરણીય રહેશે. આપણે માટે દુર્ભાગ્યની બાબત એ છે કે ‘સંસ્કૃત વંચીશ્રય' મહાકાવ્યનું
સ્વ. મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ કરેલું ભાષાંતર આજે અપ્રાપ્ય છે અને ‘પ્રાકૃત થાશ્રય'નું ગુજરાતી ભાષાંતર હજી સુધી થયું નથી.
૨૩ ]
Page #18
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ • ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર' એટલે ત્રેસઠ શલાકાપુરુષોનાં ચરિત્ર. ભગવાન ઋષભદેવથી માંડીને મહાવીર સ્વામી સુધીના ચોવીસ તીર્થંકર; ભરત, સગર, સનતકુમાર, સુભૂમ, હરિર્ષણ જેવા બાર ચક્રવર્તી; કૃષ્ણ, ત્રિપૃષ્ઠ, સ્વયંભૂ, દત્ત, નારાયણ વગેરે નવ વાસુદેવ; અચલ, વિજય, સુદર્શન, આનંદ, રામ અને નંદન વગેરે નવ બળદેવ: રાવણ, પ્રલાદ, જરાસંધ, બલિ વગેરે નવ પ્રતિ વાસુદેવએમ કુલ ત્રેસઠ શલાકાપુરુષોનાં ચરિત્રો આ કાવ્યગ્રંથમાં આલેખાયાં છે. જે મહાપુરુષોના મોક્ષ વિશે હવે સંદેહ નથી એવા પ્રભાવક પુરુષોને શલાકાપુરુષ તરીકે ઓળખવામાં આવે છે. કુમારપાળ મહારાજાની વિનંતી સ્વીકારીને મહાભારત અને પુરાણોની બરાબરી કરી શકે તેવો ૩૬000થી વધુ શ્લોકોમાં લખાયેલો આ કાવ્યગ્રંથ છે. આ કાવ્યગ્રંથની રચના અનુટુપ છન્દમાં દસ પર્વોમાં કરવામાં આવી છે. પ્રથમ પર્વમાં ઋષભદેવ તીર્થંકર અને ભરત ચક્રવર્તીનું જીવન વર્ણવાયું છે અને છેલ્લા દસમા પર્વમાં મહાવીર સ્વામીનું ચરિત્ર વિગતે નિરૂપાયું છે. વિશાળ સાગર જેવા આ ગ્રંથમાં મહાપુરુષોનાં ચરિત્રો ઉપરાંત બીજી અનેક નાની-મોટી પૌરાણિક આખ્યાયિકાઓ છે. ઇતિહાસ અને તત્ત્વજ્ઞાન, ધાર્મિક અને સામાજિક ઉત્સવો, રીતરિવાજો, દેશસ્થિતિ, લોકોની રીતભાત અને ગુજરાતની પરિસ્થિતિ વગેરેનું તાદૃશ નિરૂપણ થયું છે. શ્રી મોતીચંદ કાપડિયાએ નોંધ્યું છે કે આ ગ્રંથ સાધંત વાંચવામાં આવે તો સંસ્કૃત ભાષાના આખા કોશનો અભ્યાસ થઈ જાય તેવી રચયિતાએ એની ગોઠવણ કરી છે.' ‘ત્રિષષ્ટિ શલાકાપુરુષચરિત્ર' એટલે જૈન કથાનકો, ઇતિહાસ, પૌરાણિક કથાઓ, જેન સંપ્રદાયના સિદ્ધાંતો અને તત્ત્વજ્ઞાનનો સર્વસંગ્રહ, ‘હુયાશ્રય' કરતાં આ ગ્રંથમાં રચયિતાએ વિશેષ વૈવિધ્ય સાધ્યું છે અને આની રચના ઉત્તરાવસ્થામાં થઈ હોવાથી એક પ્રકારની પ્રૌઢતા પણ તેમાં જોવા મળે છે. આની પ્રશસ્તિમાં મહારાજા કુમારપાળે શ્રી હેમચંદ્રસૂરિને નીચે પ્રમાણે વિનંતી કરી :
પૂર્વે મારા પૂર્વજ સિદ્ધરાજની ભક્તિયુક્ત યાચનાથી આપે વૃત્તિથી યુક્ત એવું સાંગ વ્યાકરણ રચેલું છે, તેમજ મારે માટે નિર્મળ યોગશાસ્ત્ર રચેલું છે અને લોકોને માટે ક્રયાશ્રયકાવ્ય, છન્દોનુશાસન, કાવ્યાનુશાસન અને નામસંગ્રહ પ્રમુખ બીજાં શાસ્ત્રો પણ રચેલાં છે. હે સ્વામી, જોકે તમે સ્વયમેવ લોકોના ઉપર | ઉપકાર કરવાને અર્થે સજ્જ થયા છો, તથાપિ મારી પ્રાર્થના છે કે મારા જેવા મનુષ્યોને પ્રતિબોધ થવાને માટે આપ ત્રિષષ્ટિશલાકાપુરુષોનાં ચરિતને પ્રકાશ
• હેમચંદ્રાચાર્ય અને તેમની પરંપરા • આ રીતે ધર્મોપદેશના પ્રયોજનથી ગ્રંથની રચના હેમચંદ્રાચાર્યે કરી છે. ઉત્તરાવસ્થામાં આવો વિરાટ ગ્રંથ રચવો તે કોઈ સામાન્ય બાબત નથી. ધાર્મિક દૃષ્ટિએ આમાંથી જૈન ધર્મ, તત્ત્વજ્ઞાન અને પ્રણાલીનો પરિચય પ્રાપ્ત થાય છે. તો ઐતિહાસિક દૃષ્ટિએ પણ દસમા પર્વના બે વિભાગો અત્યંત ઉપયોગી છે. છન્દ, અલંકાર, કાવ્યશાસ્ત્ર કે શબ્દશાસ્ત્રની દૃષ્ટિએ આ મહાકાવ્ય અભ્યાસીઓને મબલખ સામગ્રી પૂરી પાડે છે. કવિના મુખેથી કાવ્યપંક્તિઓ છન્દોબદ્ધ વાણીમાં કેટલી સરળ અને પ્રવાહી રીત વહેતી હશે તેની પ્રતીતિ આ મહાકાવ્ય કરાવે છે. શ્રી મધુસુદન મોદી નોંધે છે, “હેમચંદ્રાચાર્યનું કલિકાલસર્વજ્ઞનું બિરુદ આ એકલો ગ્રંથ પણ સિદ્ધ કરી શકે એવો એ વિશાળ, ગંભીર, સર્વદર્શી છે.” ૨૩
‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર'ની રચના કર્યા પછી હેમચંદ્રાચાર્યે તેર સર્ગમાં ‘પરિશિષ્ટ પર્વની રચના કરી. આ ગ્રંથમાં એમણે પૂર્વાચાર્યોએ રચેલા ગ્રંથોનો આધાર લઈ આમાંની ઘણી માહિતી એકત્રિત કરી લીધી છે. આમાં ભગવાન મહાવીરના નિર્વાણ પછીના સુધર્મસ્વામી, જંબુસ્વામી, ભદ્રબાહુસ્વામી, વજસ્વામી વગેરે જૈનપરંપરાના સાધુઓનો વૃત્તાંત બીજી અનેક નાનીમોટી કથાઓ સાથે વર્ણવવામાં આવ્યો છે. શ્રેણિક, સંપતિ, ચંદ્રગુપ્ત, અશોક વગેરે રાજાઓનો ઇતિહાસ એમણે તેમાં ગૂંથી લીધો છે. ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર'ના દસ પર્વ પછી એના જ અનુસંધાનમાં એ જ શૈલીએ લખાયેલાં આ ચરિત્રોને ગ્રંથકર્તાએ ‘પરિશિષ્ટપર્વ' તરીકે ઓળખાવ્યાં છે. પ્રો. યાકોબી આ ગ્રંથને ‘સ્થવિરાવલિ' તરીકે ઓળખાવે છે. પરંતુ સામાન્ય રીતે ‘પરિશિષ્ટ પર્વ” તરીકે તે વધુ જાણીતું છે. આમાંનાં કથાનકો હેમચંદ્રાચાર્યે અન્ય ગ્રંથોમાંથી લીધાં છે, પરંતુ એને કાવ્યનું માધુર્ય અને કાવ્યનું સ્વરૂપ હેમચંદ્રાચાર્ય આપ્યું છે. જંબુસ્વામીથી આરંભી વજસેન સુધીના પટ્ટધરોની કથા અને આનુષંગિક ઐતિહાસિક કથાનકો પદ્યરૂપે હેમચંદ્રાચાર્યે આપ્યાં છે, જે તેમનું અસાધારણ પદ્યરચનાકૌશલ દર્શાવે છે. આમાં સમાવિષ્ટ કેટલીક લોકકથાઓ અને અમુક દૃષ્ટાંતો અત્યંત રસદાયક છે. જૈન પટ્ટધરોના ઇતિહાસની દૃષ્ટિએ પણ તેનું મહત્ત્વ છે. અનુછુપ છંદમાં કુલ ૩૪૫૦ શ્લોકો આપ્યા છે. જંબુસ્વામી અને સ્થૂળભદ્રનાં ચરિત્રો ધ્યાનપાત્ર છે. આમાં માત્ર આચાર્યોની નામાવલિ આપવાને બદલે એને સંબંધિત નાની-મોટી કથાઓ પણ મૂકી છે. | ‘પ્રમાણમીમાંસા' એ હેમચંદ્રાચાર્યનો પ્રમાણશાસ્ત્ર વિશેનો પાંચ અધ્યાયનો
0 ૨૫ ]
કરો, કર ૨
૨૪ ]
Page #19
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ • ગ્રંથ છે. આમાં પ્રમાણલક્ષણ, પ્રમાણવિભાગ, પરોક્ષલક્ષણ, પરાથનુમાન, હેત્વાભાસ, વાદલક્ષણો વગેરેની પારિભાષિક ચર્ચા જૈનસૂત્રસિદ્ધાંતો અને જૈન ન્યાયશાસ્ત્રને લક્ષમાં રાખીને કરવામાં આવી છે. આ ગ્રંથ એમના સમયમાં વાદાનુશાસન તરીકે ઓળખાતો હતો. તેના પર પોતે જ ટીકા લખી. જોકે અત્યારે તો બીજા અધ્યાયના પ્રથમ આનિક સુધીનો ભાગ જ પ્રાપ્ય છે. આ કૃતિ અપૂર્ણ હોવાને કારણે શ્રી હેમચંદ્રાચાર્યની છેલ્લી કૃતિ હશે તેવું અનુમાન થઈ શકે ખરું ? લોકહિતની દૃષ્ટિએ રચાયેલા આ ગ્રંથની સંપૂર્ણ પ્રત પ્રાપ્ત થાય તો છયે દર્શનનું હેમચંદ્રાચાર્યના જ્ઞાનનું નવનીત પામી શકાય. સિદ્ધસેન દિવાકર અને હરિભદ્રસૂરિની સત્યશોધક દૃષ્ટિ હેમચંદ્રાચાર્યમાં હતી એની પ્રતીતિ આ ગ્રંથ કરાવે છે. શ્રી મધુસૂદન મોદી ‘વાદાનુશાસન' અને ‘પ્રમાણમીમાંસા' એ બંને કૃતિઓ એક હોવાની સંભાવનાનો સંકેત કરે છે. સૂત્રશૈલીએ રચાયેલા આ ગ્રંથને અક્ષપાદ ગૌતમનાં ન્યાયસૂત્રો પ્રમાણે એને આનિકોમાં વહેંચી દીધો છે. પંડિત સુખલાલજીએ હેમચંદ્રાચાર્યની ‘પ્રમાણમીમાંસા'નું સમર્થ સંપાદન કર્યું છે. હેમચંદ્રાચાર્યની ‘પ્રમાણમીમાંસા'માં પુરોગામી આચાર્યો સાથે જ્યાં સંમતિ હોય ત્યાં એમનાં વચનોમાં ફેરફાર કરવાની એમની લેખનપ્રણાલી નથી. જ્યાં પુરોગામી આચાર્યોનાં વિધાનોમાં સુધારોવધારો કર્યો છે ત્યાં એમની વેધક દૃષ્ટિનો પરિચય મળે છે. સીધી, સરળ અને સચોટ શૈલીમાં લખાયેલો ‘પ્રમાણમીમાંસા નો આ ગ્રંથ જૈન ન્યાયના અભ્યાસીઓને માટે આશીર્વાદરૂપ ગણાય. આમાં અનેકાંતવાદ તથા નયવાદનું શાસ્ત્રીય નિરૂપણ આપણું ધ્યાન ખેંચે છે. પરમસહિષ્ણુતાની દૃષ્ટિ દર્શનજ ગત અને તર્કસાહિત્યને ‘પ્રમાણમીમાંસા માંથી સાંપડે છે. સંપ્રદાયની વૃદ્ધિ અર્થે લખાયેલો આ ગ્રંથ એ રીતે સંપ્રદાયાતીત બની જાય છે.
યુવાન વયમાં અજ્ઞાતવાસને કારણે કુમારપાળને અનેક સાધુઓનો સમાગમ થયો અને તેથી યોગ પર પ્રીતિ જાગી. પચાસ વર્ષની વયે ગાદી પર આવેલા કુમારપાળની યોગશાસ્ત્રની જિજ્ઞાસાને પરિતૃપ્ત કરવા માટે હેમચંદ્રાચાર્ય ‘યોગશાસ્ત્રની રચના કરી હતી. ગ્રંથરચનાનું નિમિત્ત કુમારપાળ હોવા છતાં તેનો હેતુ તો “ભવ્યજનોને બોધ મળે "તેવો રાખવામાં આવ્યો અને તેથી સરળ ભાષામાં રોચક દૃષ્ટાંતો સાથે પોતે તેની વિસ્તૃત ટીકા રચી. શાસ્ત્ર, સદ્ગુરુની વાણી અને આત્માનુભવ – એ ત્રણ ‘યોગશાસ્ત્રની રચનાનાં સાધનો બન્યાં. આચાર્ય અનુભવસિદ્ધ અને શાસ્ત્રનિશ્ચિત માર્ગ જ દર્શાવે એ રીતે
૨૯
• હેમચંદ્રાચાર્ય અને તેમની પરંપરા • હેમચંદ્રાચાર્યે આ શાસ્ત્રની રચના યોગસિદ્ધાંતને વિશ્વસનીય રીતે પ્રતિપાદન કરવાની પ્રતિજ્ઞા સાથે કરી. ગૃહસ્થજીવનને ઉત્કર્ષકારક ક્રમમાંથી પસાર કરી તેને યોગમય જીવનમાં લઈ જવું તે યોગશાસ્ત્રનો હેતુ છે. હેમચંદ્રાચાર્યે તેના માર્ગદર્શનરૂ૫ રોચક ઉપદેશ અનેક પ્રચલિત વાર્તાઓ ગૂંથીને આપ્યો છે. ઉપદેશની વ્યાપકતા અને સર્વગમ્યતાએ આ ગ્રંથને અન્યધર્મીઓમાં પણ પ્રિય બનાવ્યો છે. આ ‘યોગશાસ્ત્ર' બે ભાગમાં વિભક્ત છે. એકથી ચાર પ્રકાશના એના પ્રથમ ભાગમાં ગૃહસ્થને ઉપયોગી એવા ધર્મનો ઉપદેશ કરવામાં આવ્યો છે. બીજા ભાગમાં અર્થાત્ પાંચથી બાર પ્રકાશમાં પ્રાણાયામ આદિ યોગના વિષયોનો નિર્દેશ કરવામાં આવ્યો છે. આ બાર પ્રકાશમાં ૧૦૧૩ શ્લોકો મૂકવામાં આવ્યા છે. હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્ર પર પોતે જ વૃત્તિ લખી છે. અને તેમાં એમણે મહાભારત, મનુસ્મૃતિ, ઉપનિષદો વગેરે ગ્રંથનાં અવતરણો આપ્યાં છે. પોતાના ગુરુ દેવચંદ્રસૂરિના ગ્રંથમાંથી પણ અવતરણો લીધાં છે. જો કે આવો કોઈ ગ્રંથ હાલ ઉપલબ્ધ નથી, આ ‘યોગશાસ્ત્રને અધ્યાત્મૌપનિષદ કહેવામાં આવે છે. આ ‘યોગશાસ્ત્રમાં વિવિધ દૃષ્ટાંતો સહિત યોગના વિષયનું સરળ અને રોચક નિરૂપણ મળે છે. માર્ગાનુસારીના પાંત્રીસ ગુણો, સમ્યક્ત્વનાં લક્ષણો, મહાવ્રતો, અણુવ્રતો, સંસારનું સ્વરૂપ, કષાયો, બાર ભાવના, મૈત્રી વગેરે ચાર ભાવના; દર્શન, જ્ઞાન અને ચારિત્ર્યની એકતા, સ્વપ્નો, પરકાયાપ્રવેશ જેવી સિદ્ધિઓ તથા યમ, નિયમ, પ્રાણાયામ, ધારણા, ધ્યાન આદિ વિષયોની વિશદ ચર્ચા કરવામાં આવી છે. વળી પતંજલિના “અષ્ટાંગયોગ'નો સાધુઓનાં મહાવ્રતો તેમજ ગૃહસ્થોનાં બાર વ્રતોની સાથે સુમેળ સાધ્યો છે. આ કૃતિને અંતે કળિકાળસર્વજ્ઞ પોતાના આત્માને કેવો માર્મિક ઉપદેશ આપે છે !
'तांस्तानापरमेश्वरादपि परान् भावैः प्रसादं नयंस्तैस्तैस्तत्तदुपायमूढ भगवन्नात्मन् किमायास्यसि । हन्तात्मानमपि प्रसादय मनाम्येनासतां संपदा
साम्राज्यं परमेऽपि तेजसि तव प्राज्यं समुज्जृम्भते ।। હે ઉપાયમૂઢ, હે ભગવાનું, હે આત્મનુ, પરમેશ્વરથી જુદા જુદા ભાવો માટે શા માટે શ્રમ કર્યા કરે છે ? જો તું આત્માને થોડો પ્રસન્ન કરે તો આ સંપત્તિઓ શી વિસાતમાં છે ? તારા પરમ તેજની અંદર જ વિશાળ સામ્રાજ્ય વ્યાપી રહેલું છે. અરક
2 ૨૭ ]
Page #20
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ • જૈન તત્ત્વજ્ઞાન અને જૈન આચારને દર્શાવતો “યોગશાસ્ત્ર' ગ્રંથ રાજા કુમારપાળને ખૂબ ગમી ગયો હતો. પોતાના જીવનના અંતકાળ સુધી એમણે એવો નિયમ રાખ્યાનું કહેવાય છે કે સવારે ‘યોગશાસ્ત્ર' ગ્રંથનો પાઠ-સ્વાધ્યાય કર્યા પછી જ દિનચર્યાનો આરંભ કરવો.
પતંજલિના યોગસૂત્ર” અને હેમચંદ્રાચાર્યના ‘યોગશાસ્ત્રમાં વિષય, વિચાર અને આલેખનની ભિન્નતા હોવા છતાં એ બંનેનું સામ્ય તુલનાત્મક અભ્યાસનો વિષય બની રહ્યો છે.
હેમચંદ્રાચાર્ય પાસેથી સ્તોત્ર પ્રકારની કેટલીક રચનાઓ મળે છે. કેટલાંક સ્તોત્ર ભક્તિથી આર્ટ છે તો કેટલાંક તર્કયુક્ત પ્રૌઢિથી લખાયેલાં નારિકેલપાક સમાં સ્તોત્ર છે. હેમચંદ્રાચાર્યની સ્તોત્રરચનામાં લાગણીનો ઉદ્ધક જ નથી, બલ્ક ઉત્કટ લાગણી સાથે જ્ઞાનને છાજતો સંયમ સુમિશ્રિત થયેલો છે. આમાં એમની દઢ શ્રદ્ધા પણ પ્રતીત થાય છે. એમની આ શ્રદ્ધા તત્ત્વજ્ઞાનની ઊંડી સમજ અને અધ્યાત્મ-અનુભવથી રસાયેલી છે અને આથી તેઓ ‘અયોગવ્યવચ્છેદિકાદ્વત્રિશિકા'માં કહે છે :
“હે વીર, કેવળ શ્રદ્ધાથી તારા પ્રત્યે પક્ષપાત નથી કે કેવળ દ્વેષને લીધે પરસંપ્રદાયી પ્રત્યે અરુચિ નથી; યોગ્ય રીતે આત્મત્વની પરીક્ષા કર્યા પછી જ સર્વશક્તિમાન એવા તમારો આશ્રય લીધો છે.”૨૭
આમ ઊંડા મનન અને તર્કની કસોટીએ એમણે જિનદર્શનની પરીક્ષા કરી છે અને પછી જ એનો પ્રભાવ ગાયો છે. ‘અયોગવ્યવચ્છેદિકાાત્રિશિકા” અને ‘અન્યયોગવ્યવચ્છેદદ્ધાત્રિશિકા' નામની બે દ્વાત્રિશિકા લખી છે તે સિદ્ધસેન દિવાકરની એવી કૃતિઓની રચનાની શૈલીએ લખી છે. ૩૨ શ્લોકની આ રચનાઓમાં બંનેમાં ૩૧ શ્લોક ઉપજાતિ છંદમાં અને છેલ્લો શ્લોક શિખરિણી છંદમાં છે. આ બંનેમાં ભગવાન મહાવીરની સ્તુતિ આપવામાં આવી છે. આનું સ્તુતિની દૃષ્ટિએ જેટલું મહત્ત્વ છે તેથી વિશેષ મહત્ત્વ એમાંના કાવ્યત્વ માટે છે. આ બંને બત્રીસીઓ તત્ત્વજ્ઞાનથી ગર્ભિત છે અને તેમાં જુદાં જુદાં દર્શનોની ઝીણવટભરી સમીક્ષા હોવાથી બુદ્ધિવાદીઓને તે વિશેષ ગમે છે. તેનું રચનાકૌશલ અને ભાષાલાલિત્ય પણ ધ્યાન ખેંચે છે. ‘અયોગવ્યવચ્છેદિકાકાત્રિશિકા'માં એમણે જૈનદર્શનની વિગતપૂર્ણ અને વિશેષતાભરી મહત્તા દર્શાવી છે. એમણે કહ્યું છે કે વીતરાગથી ચઢિયાતું કોઈ દર્શન નથી અને અનેકાન્ત વિના બીજો કોઈ શ્રેષ્ઠ
0 ૨૮ ]
• હેમચંદ્રાચાર્ય અને તેમની પરંપરા • ન્યાયમાર્ગ નથી. આ સ્તોત્રમાં અન્ય મતવાદીઓના શાસ્ત્રને સદોષ ઠરાવીને તેજસ્વી વાણીમાં જિનશાસનની મહત્તા દર્શાવી છે. આ સ્તોત્રના અંતે એમની સમદર્શિતા વ્યક્ત કરે છે અને જિનશાસન જ પ્રામાણિક હોઈને તેનું ગૌરવ દર્શાવે છે. આમાં સરળ અને મધુર શબ્દોમાં ભગવાન મહાવીર પ્રત્યેની ભક્તિ અને જિનશાસનની ગુણઆરાધના કરવામાં આવી છે.
‘અન્યયોગવ્યવચ્છેદદાત્રિશિકામાં ભગવાન મહાવીરના અતિશયો વર્ણવીને પછી ન્યાય, વૈશેષિક, મીમાંસા, વેદાન્ત, સાંખ્ય, બૌદ્ધ અને ચાર્વાક એ અન્ય દર્શનોની સમીક્ષા કર્યા પછી જૈનદર્શનના સ્યાદ્વાદની મહત્તા દર્શાવી છે. આ કૃતિ ઉપર ૧૪મી સદીમાં મલ્લિષણે ‘સ્યાદ્વાદમંજરી' નામે ટીકા લખી જે આ સ્તોત્રની દાર્શનિક પ્રૌઢિને સચોટ રીતે બતાવી આપે છે. જૈનસિદ્ધાંતના અભ્યાસીઓ માટે આ ‘સાદ્વાદમંજરી'નું અનન્ય મહત્ત્વ છે.
આ બંને દ્વાત્રિશિકા કરતાં ‘વીતરાગસ્તોત્ર'નો પ્રકાર જુદો છે. ‘વીતરાગસ્તોત્ર'માં ભક્તિભાવથી ઊછળતું હૃદય પ્રગટ થાય છે. વીસ વિભાગમાં વહેંચાયેલા “વીતરાગસ્તોત્રના દરેક વિભાગને ‘પ્રકાશ’ એવું નામ આપવામાં આવ્યું છે અને એના વીસ પ્રકાશમાં કુલ ૧૮૮ શ્લોકો છે. આમાં ક્યાંક ક્યાંક હેમચંદ્રાચાર્યની દાર્શનિક પ્રતિભા પ્રગટે છે, પણ મુખ્યત્વે તો એમાં ભક્તહૃદય જ પ્રગટ થાય છે. આ સ્તોત્રની રચના કુમારપાળ રાજા માટે કરી હતી. ‘વીતરાગસ્તોત્ર' ભક્તિનું એક મધુર કાવ્ય બની ગયું છે. ભક્તિની સાથે જૈનદર્શન પણ તેમાં અનુસ્મૃત છે. એમની સમન્વયાત્મક અને વ્યાપક દૃષ્ટિનો પરિચય પણ થાય છે. આમાં રસ, આનંદ અને આર્જવ છે. એક સ્થળે તેઓ કહે છે :
હે નાથ, સદાય મારાં નેત્રો આપના મુખના દર્શનથી પ્રાપ્ત થતા સુખની લાલસાવાળાં થાય; મારા બે હાથ તમારી ઉપાસના કરનારા, અને મારા કાન સદાય તમારા ગુણને સાંભળનારા થાવ !
કુંઠિત હોય તોય પણ, તારા ગુણને ગ્રહણ કરવા પ્રત્યે જો મારી આ વાણી ઉત્કંઠિત થાય તો તે વાણી ખરેખર શુભ હજો ! બીજા પ્રકારની વાણીનો શો ઉપયોગ છે !
હું આપનો ભૂત્ય છું, દાસ છું; કિંકર છું; ‘સારું’ એમ કહીને હે નાથ, તું મારો સ્વીકાર કર ! આનાથી વધારે હું કહેતો નથી !”
ર૯ ]
Page #21
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ • આ આખુંય સ્તોત્ર અનુટુપ છંદમાં વહે છે અને ભક્તિનો એક મધુર અનુભવ કરાવે છે. આથી જ સ્તોત્ર સાહિત્યમાં આ હૃદયસ્પર્શી સ્તોત્ર ઊંચું સ્થાન ધરાવે છે.
જો મહાદેવ વિરક્તિવાળા હોય, વીતરાગ હોય તો તે અમારે મન જિન જ છે એવા ભાવ સાથે કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું અનુષ્ટ્રપ અને આર્યા છંદમાં લખાયેલું ૪૪ શ્લોકોનું આ સ્તોત્ર અગાઉનાં ત્રણ સ્તોત્ર જેવી પ્રઢિ ધરાવતું નથી. આનો છેલ્લો શ્લોક આર્યા છંદમાં લખાયેલો છે. હરિભદ્રસૂરિએ મહાદેવાષ્ટક લખ્યું હતું એ જ પ્રણાલીને અનુસરીને હેમચંદ્રાચાર્યે આ જ સ્તોત્ર લખ્યું હોય એ સંભવિત છે, મહાદેવનું સ્વરૂપ કેવું હોવું જોઈએ તે વિવિધ લક્ષણો વડે દર્શાવ્યું છે. સિદ્ધરાજ હેમચંદ્રાચાર્ય સોમનાથના મંદિરમાં ગયા હતા ત્યારે આનો છેવટનો શ્લોક સોમનાથની પૂજા વખતે કહ્યો હતો તેમ પ્રબંધકારોનું માનવું છે. આ શ્લોક છે :
'भव बीजाकुरजननां रागाचा क्षयमुपागता यस्य ।
ब्रह्मा वा विष्णुर्वा, हरो जिनो वा नमस्तस्मै ।। જન્મરૂપી બીજના અંકુરને જન્મ આપનારા રાગાદિ જેના ક્ષય પામ્યા છે તે બ્રહ્મા, વિષ્ણુ, શિવ કે જિન તેને નમસ્કાર હજો !!૨૯
આ ઉપરાંત રૂપ શ્લોકોનું ‘સકલાહંતુ સ્તોત્ર' મળે છે, જેમાં મુખ્યત્વે તીર્થકરોની સ્તુતિ છે. આ બધી કૃતિઓ ઉપરાંત ‘અહંન્નામસમુચ્ચય', ‘અહંન્નીતિ’ જેવી કેટલીક સંદિગ્ધ કૃતિઓ હેમચંદ્રાચાર્યને નામે ચડેલી મળે છે તેમજ ‘અનેકાર્થશેષ', ‘પ્રમાણશાસ્ત્ર', ‘શેષસંગ્રહનામમાતા’, ‘સપ્તસંધાન મહાકાવ્ય' જેવી કળિકાળસર્વજ્ઞની રચેલી ગણાતી અનુપલબ્ધ કૃતિઓ કોઈ સંશોધકની રાહ જોઈને બેઠી છે. આ સમયે પં. બેચરદાસજીનાં આ વચનો યાદ આવે છે :
“એમણે રચેલા કેટલાક અપૂર્વ ગ્રંથો તો આજે મળતા પણ નથી એ આજના ગુજરાતીને શરમાવનારું નથી ? જે મહાપુરુષે અનેક ગ્રંથો લખી ગુજરાતની, ગુજરાતના રાજાની અને વિદ્યાની પ્રતિષ્ઠા વધારી તેમના ગ્રંથોને જતનથી જાળવીસાચવી-સંભાળી રાખવા જેટલું પણ સામર્થ્ય આજના આ બેકદર ગુજરાતીએ ખોઈ નાખ્યું છે; એટલું જ નહિ પણે આ જૈનનામધારીઓ – જેઓ તેમના પાકા અનુયાયી હોવાનો ફાંકો રાખે છે તેમને પણ તેની ક્યાં પડી છે ?
1 ૩૦ ]
• હેમચંદ્રાચાર્ય અને તેમની પરંપરા • હા, એટલું ખરું. આચાર્યને નામે બે નગારાં, બે શરણાઈઓ જૈનો જરૂર વગડાવવાના અને કોકવાર મોઢાં પણ મીઠાં કરવાનાં, પણ તેમની અરસંપત્તિ ક્યાં કેમ દટાઈ છે તેનો ભાવ સરખો પણ પૂછશે ખરા ?”
ઈ. સ. ૧૯૩૯ની લ્મી એપ્રિલ અને રવિવારે પાટણમાં યોજાયેલા હેમસારસ્વત સત્રના પ્રમુખસ્થાનેથી વક્તવ્ય આપતાં શ્રી કનૈયાલાલ મુનશીએ કહ્યું હતું કે હવે ભંડારમાં ભરેલું જ્ઞાન દુનિયાભરમાં ફરતું કરવાનું છે.'
કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના જોતાં જણાય છે કે તેઓ સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષાના મહાન સર્જક, સંગ્રાહક અને સંયોજક હતા. એમની રચનાઓમાં એક બાજુ પોતીકી અસ્મિતા, સોલંકીયુગની ગરિમા અને સરસ્વતીપૂજકની યુયુત્સા પ્રગટ થાય છે તો બીજી બાજુ તર્ક, વિચાર, વ્યાકરણ, સાહિત્ય, દર્શન સુધીનો વ્યાપ મળે છે. કવિ, સંપાદક, કોશકાર, વ્યાકરણશાસ્ત્રી, ઇતિહાસકાર અને સમાજ સુધારકથી માંડીને યોગનાં ઊંચાં શિખરો સુધી એમની દૃષ્ટિ ફેલાયેલી છે અને બધે જ એમની પ્રતિભા સમર્થપણે વિહરે છે. એમનો વિપુલ ગ્રંથભંડાર વિશાળ જ્ઞાનકોશ જ લાગે. એમની કૃતિઓ એટલી બધી છે કે કોઈ એક વ્યક્તિ આજીવન નહિ બ કેટલીયે વ્યક્તિઓ એ કસાથે મળીને જીવનભર સંશોધન કરે એટલું રચનાસામર્થ્ય એમાં છે. કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું ગંભીર જ્ઞાન, ઉચ્ચ સાધુતા, સ્વ-પરશાસ્ત્રોમાં પારંગતતા, વ્યવહારકુશળતા અને રાજનૈતિક દાતા દૃષ્ટિગોચર થાય છે. એમણે વિદ્વત્તા સાથેની સાધુતાની ઊંચી કિંમત અંકાવી. હેમચંદ્રાચાર્યના શિષ્ય દેવચંદ્રના શબ્દોમાં કહીએ તો “fથufમોનિયત્રંથમંગિરિ: શ્રી હેમચન્દ્રા ગુરુ: ” છે. વિ. સં. ૧૨૨૯માં કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય કાળધર્મ પામ્યા. એ અંગે ‘કીર્તિકૌમુદી'નો રચયિતા સોમેશ્વર કહે છે, “થ વિતાવે fશ્રતથતિ શ્રીમ રન્ને વિવમ્ | અર્થાત્ હેમસૂરિનો સ્વર્ગવાસ થતાં વિદ્વત્તા આશ્રયવિહોણી બની જાય છે. ૮૪ વર્ષની વયે કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે એમનું અક્ષરજીવન સંકેલી લીધું, પરંતુ એમનું વિપુલ અક્ષરજીવન જોતાં આદરપૂર્ણ આશ્ચર્ય સિવાય બીજો કોઈ ભાવ થતો નથી.
આમ, હેમચંદ્રાચાર્યના સમયમાં વિદ્યા, વિવેકપૂર્ણ જીવનસંસ્કાર અને સાહિત્યની એક એવી આબોહવાનું સર્જન થયું કે જેની ચિરસ્થાયી અસર
0 ૩૧ ]
Page #22
--------------------------------------------------------------------------
________________
* શબ્દસમીપ ગુજરાતની સાહિત્યિક, સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક શૈલીમાં પ્રગટ થઈ. હેમચંદ્રાચાર્યની પરંપરાનો વિચાર કરીએ તો સૌપ્રથમ એમના શિષ્યમંડળનું સ્મરણ થાય. એમના શિષ્ય રામચંદ્રે પોતાના ગુરુ હેમચંદ્રાચાર્યની માફક ઉપલબ્ધ સાહિત્યનો સંચય અને દોહન કરવાની પરંપરા અનુસાર ‘નાટ્યદર્પણ’ લખ્યું. રામચંદ્રે લખેલું આ ‘નાટ્યદર્પણ' નાટ્યશાસ્ત્ર પર આંગળીને વેઢે ગણાય તેટલા સંસ્કૃત ગ્રંથોમાં સ્થાન ધરાવે છે. આમાં એમણે ૪૪ નાટકોનાં અવતરણો ઉદ્ધૃત કર્યાં છે, તે કેટલાંક લુપ્ત નાટકોની ઓળખ માટે મહત્ત્વનાં બની રહ્યાં છે. નાટ્યશાસ્ત્ર, રસશાસ્ત્ર અને અભિનયકલા વિશેનાં રામચંદ્રનાં પ્રણાલિકાભંજક વિધાનો એમની મૌલિક વિચારધારા દર્શાવે છે. એમણે નાટ્ય અને અભિનયનાં વિવિધ અંગોનું વ્યવહારુ દૃષ્ટિએ અવલોકન કર્યું છે. શબ્દશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર અને કાવ્યશાસ્ત્રના ‘ત્રિવિદ્યવેદી' રામચંદ્રની સાહિત્યપ્રવૃત્તિ એમના સમયમાં સાહિત્યસર્જનમાં સૌથી વિશાળ અને વૈવિધ્યપૂર્ણ છે. એ સમયે ગુજરાતમાં લખાયેલાં બાવીસ જેટલાં નાટકોમાંથી અડધાં નાટકો એકલા રામચંદ્રરચિત છે. રામચંદ્રે લખેલા ગ્રંથોમાં ‘નાટ્યદર્પણ’, ‘સત્યહરિશ્ચંદ્ર’, ‘નિર્ભય ભીમવ્યાયોગ', ‘કૌમુદીમિત્રાણન્દ’ અને ‘નલવિલાસ’ પ્રસિદ્ધ છે. ‘સત્યહરિશ્ચંદ્ર’નું ઈ.સ. ૧૯૧૩માં ઇટાલિયન ભાષામાં થયેલું ભાષાંતર મળે છે. રામચંદ્રની એક આગવી વિશેષતા એ છે કે એમણે ધાર્મિક કરતાં વિશેષ સામાજિક વિષયઆધારિત સાહિત્ય સર્જ્ય છે અને પોતાનાં કેટલાંક નાટકોનું વસ્તુ લોકકથામાંથી લીધું છે. એ સમયે રામચંદ્રનાં નાટકો ભજવાતાં હશે અને વિષય લોકગમ્ય ભાષાની સરળતા, રચનાની પ્રવાહિતા અને પ્રસંગયોગ્ય રસનિષ્પત્તિને કારણે લોકપ્રિય થયાં હશે એમ માની શકાય.
•
કવિ રામચંદ્રના ગુરુ ભાઈ અને તેમની સાહિત્યિક પ્રવૃત્તિમાં અનેક પ્રકારે સહાય કરનાર ગુણચંદ્રે ‘નાચદર્પણ’ અને ‘દ્રવ્યાલંકારવૃત્તિ’ જેવા ગંભીર અને વિદ્વત્તાપૂર્ણ ગ્રંથો તૈયાર કરવામાં એમને સાથ આપ્યો હતો અને બંનેએ સાથે કાર્ય કર્યું હતું. હેમચંદ્રાચાર્યના ચાર કોશ પર એમના શિષ્ય મહેન્દ્રસૂરિએ લખેલી ટીકા મળે છે. આ ઉપરાંત શ્રી હેમચંદ્રાચાર્યના શિષ્યોમાં વર્ધમાનગણિએ લખેલી ‘કુમારવિહાર’ પ્રશસ્તિ, દેવચંદ્રે લખેલું ‘ચંદ્રલેખાવિજયપ્રકરણ' નાટક, ઉદયચંદ્રે લખેલા ‘ઉપદેશગ્રંથ’ની વિગતો, યશશ્ચંદ્રની રચનાઓ વિશે પ્રબંધોમાં મળતા .૩૨]
• હેમચંદ્રાચાર્ય અને તેમની પરંપરા • ઉલ્લેખો તથા બાલચંદ્રની ‘સ્નાતસ્યા' જેવી રચનાઓ મળે છે. રાજા કુમારપાળ પછી અસહિષ્ણુ અજયપાળ ગાદીએ આવ્યો તેને પરિણામે હેમચંદ્રાચાર્યની આ શિષ્યમંડળી વિશેષ પ્રદાન કરી શકી નહીં, પરંતુ આ સર્વમાં રામચંદ્ર આગવું સ્થાન ધરાવે છે.
ગ્રંથસર્જન માટે ઠેર ઠેરથી હસ્તપ્રતો મંગાવવાની હેમચંદ્રાચાર્યની ભાવનાને કારણે ગ્રંથભંડારોમાં રહેલી હસ્તપ્રતોનું મહત્ત્વ સમજાયું અને એને પરિણામે ગુજરાતના સાહિત્યવારસાનું વ્યવસ્થિત જતન અને સંવર્ધન થયું. આથી આજે આપણને ૧૨મીથી ૧૯મી સદી સુધીના ગુજરાતી ભાષા-સાહિત્યોનો દસકાવાર ઇતિહાસ મળી શકે છે. જગતનાં ભાષા-સાહિત્યોમાં આવી વિપુલ સાહિત્યસમૃદ્ધિનાં વિરલ દૃષ્ટાંત મળે છે. ભારતીય આર્યકુળની એકમાત્ર સિંહાલી સિવાય કોઈ ભાષાનો આવો તબક્કાવાર ઇતિહાસ સાંપડતો નથી. વળી જૈન ભંડારોમાં જૈનેતર કૃતિઓ સચવાઈ છે. કાવ્ય, કાવ્યશાસ્ત્ર અને અન્ય દર્શનના ગ્રંથો પણ મળે છે. જ્યારે આ ગ્રંથભંડારોમાંથી ‘કાન્હડદે પ્રબંધ' જેવી જૈનેતર કૃતિઓ પણ મળે છે. ગ્રંથભંડારોના મુદ્રિત ગ્રંથસંગ્રહમાં ગીતા, ઉપનિષદ જેવી કૃતિઓ મળે છે. આ બાબતનો ઘણો મોટો લાભ ઊગતી અને વિકસતી ગુજરાતી ભાષાને મળ્યો. આથી આજે આપણને મધ્યકાલીન સમયમાં થયેલા ૧,૬૦૦ જેટલા જૈન અને ૫૦૦ જેટલા જૈનેતર કવિઓની વિગતો પ્રાપ્ય છે. ૩,૦૦૦ જેટલી જૈન કૃતિઓ મળે છે. અજ્ઞાત કર્તૃક જૈન બાલાવબોધો પણ વિપુલ સંખ્યામાં મળે છે.
ગુજરાતી ભાષા અંગે વિચારીએ તો હેમચંદ્રાચાર્ય-રચિત અપભ્રંશ વ્યાકરણથી આરંભીને ગુજરાતી ભાષા સુધીની પરંપરા જોઈ શકાય. આ અપભ્રંશ વ્યાકરણને ગુર્જર અપભ્રંશ સાથે કોઈ પ્રત્યક્ષ સંબંધ નથી. પરંતુ એમાં તત્કાલીન લોકબોલીની છાંટ આવી છે, પરિણામે અપભ્રંશ વ્યાકરણમાંથી મળતાં ભાષાપ્રક્રિયાનાં ચાર વલણો ગુજરાતી ભાષાની પૂર્વભૂમિકા રૂપે જોઈ શકાય. હેમચંદ્રીય અપભ્રંશમાં જોવા મળતું સંયુક્ત વ્યંજનને એકવડો કરવાનું અને કેટલીક વાર પૂર્વનો હ્રસ્વ સ્વર દીર્ઘ કરવાનું વલણ લાક્ષણિક રીતે ગુજરાતી-હિન્દી વગેરે અર્વાચીન ભાષાઓમાં મળે છે. વળી હેમચંદ્રીય અપભ્રંશમાં વપરાયેલું રંતુ એવું વર્તમાન કૃદંત એ અપભ્રંશ અને અર્વાચીન ભાષાની કડીરૂપ લાગે છે. એ જ રીતે હેમચંદ્રીય અપભ્રંશમાં પ્રથમા એકવચનનું રૂપ ‘’કારાન્ત અને ‘ૐ’કારાન્ત ૩૩]
Page #23
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ • - એમ બંને મળે છે. આ વલણ હિન્દી અને ગુજરાતી એમ બે જૂથમાં જોવા મળે છે. આ રીતે ૧૨મી સદીના હેમચંદ્રીય અપભ્રંશના સમયથી ભાષાના વિકાસનાં બીજ વવાઈ ચૂક્યાં હોવાનું જણાય છે. વળી જૈન પરંપરામાં લોકભાષામાં સાહિત્ય રચવાનો ઉપક્રમ હોવાથી અપભ્રંશની થોડી છાંટવાળી લોકબોલીમાં જૈન સાહિત્ય રચાવા લાગ્યું. આને કારણે ગુજરાતી ભાષાની પ્રાચીનતમ કૃતિઓ જૈન લેખકો પાસેથી મળે છે.
ગુજરાતી ભાષાના સાહિત્યનો પ્રારંભ શાલિભદ્રસૂરિએ ઈ. સ. ૧૧૮પમાં લખેલા ‘ભરતેશ્વર-બાહુબલિરાસ'થી થયો એમ કહેવાય છે. ઈ. સ. ૧૧૭0 પૂર્વે વજસેનસૂરિકૃત ‘ભરતેશ્વર-બાહુબલિદોર' લખાયાનું મનાય છે. આ કૃતિ પછી છેક બે સૈકા બાદ ગુજરાતી ભાષામાં ઈ. સ. ૧૩૭૧માં જૈનેતર સર્જ કે લખેલી અસાઇતની ‘હંસાઉલી’ મળે છે. આ રીતે હેમચંદ્રીય અપભ્રંશના પ્રભાવ હેઠળ જૈન સાધુઓની સાહિત્યરચના વહેલી કોળી ઊઠી. વળી હેમચંદ્રાચાર્યે શૌર્ય અને શૃંગારના, પ્રેમ અને પરાક્રમના જે દુહાઓ આપ્યા છે તેમાં ગુજરાતી ભાષાના પરોઢનાં કિરણો જોઈ શકાય છે. આ દુહાઓમાં એ સમયના ગુજરાતના પ્રેમશૌર્યની ઝાંખી મળે છે.
હોલ્લા સામલા ધણ ચંપાવણી
ણાઈ સુવણરેહ, કસવટ્ટ ઇ દિણી.” ઢોલ-નાયક તો શામળો છે, ધણ (પ્રિયા-નાયિકા) ચંપાવર્ણી છે જાણે કે સુવર્ણની રેખા કસોટીના પથ્થર પર લગાવી હોય તેમ.
ચંપાવરણી ગુજરાતણ અને અફાટ દરિયાનાં ઊંચાં મોજાં સાથે ખેલીને, લાખોનાં મોતી લાવી એ નારીને શણગારનારા સાહસિક ગુજરાતીની છબી જોવા મળે છે. એ જ ગુજરાતની વીરતા હેમચંદ્રાચાર્યે નોંધેલા આ દુહામાં મળે છે :
જઇ ભગ્ગા પારકડા, તો સહિ મન્નુ પિએણ;
અહં ભગ્ગા અન્ડહં તણા, તો તે મારિઅ૩ણ. જો પારકા શત્રુઓ ભાગ્યા હશે તો ખરેખર, મારા પિયુથી એ પરાક્રમ થયું
• હેમચંદ્રાચાર્ય અને તેમની પરંપરા • હશે, અને અમારા ભાગ્યા હોય તો તે મારો પિયુ) મૃત્યુ પામેલ હોય તેથી.
હેમચંદ્રાચાર્યે ‘સિદ્ધહેમ' વ્યાકરણ પછી બીજાં પુસ્તકો રચ્યાં, જેને પરિણામે ગુજરાતની સાહિત્યકીર્તિ વધી અને વિશેષ તો એમણે “ધૂમકેતુ'ના શબ્દોમાં કહીએ તો “લોકોને વાણી આપી અને બોલવાની શૈલી આપી.” હેમચંદ્રાચાર્ય રચેલા કોશો એ પછી સંસ્કૃતમાં અને પ્રાકૃતમાં રચાતા રહ્યા. ભૂજ માં જૈન યતિઓની કવિતાની ‘શાળા'એ વ્રજ કોશસાહિત્યમાં નોંધપાત્ર ફાળો આપ્યો. ૧૪મા સૈકામાં કુલમંડનગણિકૃત ‘મુગ્ધાવબોધ ઓક્તિક'થી માંડીને ૧૮મા સૈકા સુધી નાના-મોટા ઔક્તિકો રચાયા છે. એ પછી કોશ વિશે અંગ્રેજી સાહિત્યના અધ્યયનને કારણે વિભાવના બદલાઈ અને કોશસામગ્રી પણ પ્રજાની જરૂરિયાત પ્રમાણે બદલાઈ. ઈ. સ. ૧૮૦૮માં આર. ડેમંડ નામના અંગ્રેજ અમલદારે પોતાની નિવૃત્તિ પૂર્વે પશ્ચિમ ભારત પ્રત્યેના પ્રેમને દાખવવા માટે ‘ગ્લોસરી' શીર્ષક હેઠળ મોટા કદનાં ૯૮ પાનાંમાં ૪૬૩ ગુજરાતી શબ્દોની વિસ્તૃત સમજૂતી આપી હતી. ભાષાષ્ટિએ અને એ સમયની સામાજિક પરિસ્થિતિની ઓળખ માટે આ મૂલ્યવાન શબ્દકોશ ગણાય. એમ તો અર્વાચીન સમયમાં હેમચંદ્રાચાર્યના જીવન અને સાહિત્ય પર સૌપ્રથમ સુંદર સમીક્ષા લખનાર જર્મન વિદ્વાન ડૉ. બુલર છે.
ગુજરાતમાં કોશપ્રવૃત્તિનો પ્રારંભ હેમચંદ્રાચાર્યથી થયો. સંસ્કૃતમાં ‘ત્યાશ્રય” અને પ્રાકૃતમાં ‘કુમારપાલચરિત્ર'માં ચૌલુક્યવંશનો ઇતિહાસ મળે છે અને તેની સાથોસાથ ‘ત્રિશષ્ટિશલાકાપુરુષચરિતના મહાવીર ચરિતમાં રાજા કુમારપાળ સંબંધી નોંધ મળે છે અને એમાંથી એમની અપૂર્વ ઇતિહાસસેવા જોઈ શકાય. એમણે ચૌલુક્યવંશનો ઇતિહાસ રચીને ગુજરાતનું ગૌરવ પ્રગટાવ્યું, જે એક અપૂર્વ પ્રયત્ન કહેવાય. અપભ્રંશ ભાષામાં થયેલું છન્દસ્વરૂપોનું સર્જન, પરંપરાપુનિત કાવ્યરીતિનું પ્રભુત્વ અને જુદાં જુદાં સાહિત્યસ્વરૂપોની પરંપરા પ્રાચીન ગુજરાતી ભાષામાં ચાલુ રહી છે અને તેમાંથી એણે નવો વિકાસ સાધ્યો છે. હેમચંદ્રાચાર્ય પછી ગુજરાતમાં જૈન કવિઓ થયા તે તેમની પાસેથી પ્રેરણા પામે છે. યોગી આનંદઘનજી, ઉપાધ્યાય યશોવિજયજી, જિનહર્ષ, ઉદયરત્ન, પદ્મવિજય, શાનચંદ્ર, સહજ સુંદર, દેવચંદ્ર, લાવણ્યસમય, વીર વિજયજી જેવા કવિઓ મળે છે. ગુજરાતી ભાષાના સોળસો જેટલા મધ્યકાળના જૈન કવિઓમાં ૧,પપ0 જેટલા જૈન
0 ૩૫ ]
૩૪ ]
Page #24
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ • સાધુઓ છે અને આ સાધુઓ એમના અધ્યયનકાળમાં કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના વિપુલ સાહિત્યસર્જન પાસેથી ઘણા પ્રેરણાપીયૂષ પામ્યા હશે. સામાન્ય રીતે પ્રત્યેક સાધુ હેમચંદ્રાચાર્યના અપભ્રંશ વ્યાકરણનું પોતાના દીક્ષાજીવનના પ્રારંભ અધ્યયન કરતા હોય છે.
જૈન ચરિત્રાત્મક કથાનકોના મૂળ સગડ હેમચંદ્રાચાર્યની કૃતિઓમાં જોઈ શકાય છે. ગુજરાતની સંસ્કૃતિ પર સર્વધર્મસમભાવના સંસ્કારો ધર્મના સાંપ્રદાયિક સ્વરૂપથી પર એવા હેમચંદ્રાચાર્ય સોમનાથના મંદિરમાં મહાદેવની સ્તુતિ કરતાં ત્રHIT થિsrg મહેશ્વરી વા નમરતર – આમ કહીને પ્રણામ કરી સ્તુતિ કરતાં હેમચંદ્રાચાર્ય એમના સમયમાં સર્વધર્મસમન્વયનો નવીન આદર્શ આપ્યો. ‘અમારિ ઘોષણા' દ્વારા લોકકલ્યાણ અને અહિંસાની વાત કરી. આજે એના પરિણામસ્વરૂપ ગુજરાતની સંસ્કૃતિમાં અહિંસા, ઉદાર દૃષ્ટિ અને સર્વધર્મસમન્વયની ભાવના વિશેષ રૂપે જોવા મળે છે. શ્રી કનૈયાલાલ મુનશીએ હેમચંદ્રાચાર્યની પ્રતિભાને અંજલિ આપતાં કહ્યું, “ગુજરાતના સાહિત્યનો નવયુગ સ્થાપ્યો. એમણે જે સાહિત્યપ્રણાલીઓ સ્થાપી, જે ઇતિહાસદૃષ્ટિ કેળવી, એકતાનું ભાન સર્જાવી જે ગુજરાતની અસ્મિતાનો પાયો નાખ્યો તેના પર આજે અગાધ આશાના અધિકારી એવા એક અને અવિભાજ્ય ગુજરાતનું મંદિર રચાયું છે.” કેટલાંય વર્ષો સુધી સાધુ અને સર્જકો ‘વિઘાંમોનિદ્રમંથમંવરિ: શ્રીદેમ ચન્દ્રો પુરુ: |’ જેવી પંક્તિ ઉચ્ચારીને પ્રાત:કાળમાં એમનું સ્મરણ કરતા હતા.
• હેમચંદ્રાચાર્ય અને તેમની પરંપરા • ૫. ‘શ્રી હેમચંદ્રાચાર્ય’, લે. ધૂમકેતુ, તૃતીય આવૃત્તિ, પૃ. ૧૫૨. ૯. આચાર્ય હેમચંદ્રસૂરિ : તેમની સર્વગ્રાહી વિદ્વત્તા', લે. દી બ. કૃષ્ણલાલ મો. ઝવેરી,
‘શ્રી હેમ સારસ્વત સત્ર : અહેવાલ અને નિબંધસંગ્રહ', પૃ. ૨૦૩. ૭. શ્રી હેમ સારસ્વત સત્ર : અહેવાલ અને નિબંધસંગ્રહ’, પૃ. ૨૭. ૮. “શ્રી હેમચંદ્રાચાર્ય', લે. ધૂમકેતુ, તૃતીય આવૃત્તિ, પૃ. ૭, ૮. ૯. સોમપ્રભુવિરચિત ‘સ્વપજ્ઞવૃત્તિયુક્ત શતાર્થ કાવ્ય :” (પ્રાચીન સાહિત્યોદ્વાર ગ્રંથાવલિઃ
ગ્રંથ ૨, મુનિશ્રી ચતુરવિજય સંપાદિત: પ્રકાશ સારાભાઈ નવાબ) પૃ. ૧૨૪. 10. "The Life of Handhanrichirya' by Professor Dr. G. Bhler,
Forvad, P. XIV. ૧૧. “શ્રીમદ્ હેમચંદ્રાચાર્યની કૃતિઓ', લે. મોતીચંદ ગિરધરલાલ કાપડિયા, ‘શ્રી હૈમ
સારસ્વત સત્ર : અહેવાલ અને નિબંધસંગ્રહ’, પૃ. ૧૭૯. ૧૨. એજન, પૃ. ૧૮૦. 13. "The Life of Henchenichirya' by Profesor Dr. G. Binler,
Ervard, P. XIV. ૧૪. “પ્રાચીન ગુજરાતી છંદો : એક ઐતિહાસિક સમાલોચના', લે. રામનારાયણ વિ.
પાઠક . ૧૫. ‘આ વાર્થ પ્રેમચંદ્ર', ને. 3. વિ. મ. મુસરનવયર, g. Boo,
‘સિદ્ધહેમગત અપભ્રંશ વ્યાકરણ', સંપા. હરિવલ્લભ ભાયાણી, પૃ. ૨૨. ૧૭. ‘હમસમીક્ષા', લે. મધુસુદન મોદી, પૃ. ૩૭. 4. "The Dezenmemili of Henchandra by R.Pistel, Indrtim
TI, P. 3. 10. "The Denmaml; of Hendanda' by R. Pischel, Glossary, P.
1-.
શ્રી હેમચંદ્રાચાર્ય’, લે. ધૂમકેતુ, તૃતીય આવૃત્તિ, પૃ. ૩૯. ૨૧. ‘હેમચંદ્રાચાર્યની કૃતિઓ', લે. મોતીચંદ ગિ. કાપડિયા, ‘પ્રસ્થાન', વૈશાખ ૧૯૫,
પૃ. ૫૪.
સંદર્ભસૂચિ ૧. ‘હેમચંદ્રાચાર્યનું શિષ્યમંડળ’, લે. ભોગીલાલ જ. સાંડેસરા, ‘શ્રી હેમ સારસ્વત
સત્ર : અહેવાલ અને નિબંધસંગ્રહ', પૃ. ૧૨૨. ૨. ‘હેમચંદ્રાચાર્ય”, લે. પં. બેચરદાસ દોશી, પૃ. ૧૧૦. ૩. ‘શ્રી હેમચંદ્રાચાર્ય’, લે. ધૂમકેતુ, તૃતીય આવૃત્તિ, પૃ. ૧૬૭. ૪. ‘શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય', લે. મોહનલાલ દલીચંદ દેસાઈ, ‘શ્રી હૈમ સારસ્વત સત્ર :
અહેવાલ અને નિબંધસંગ્રહ', પૃ. ૭૪.
૨૦.
1 ૩૬
]
0 ૩૭ ]
Page #25
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ • ૨૨. ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત', પર્વ ૧૦, અંત્ય. પ્રશસ્તિ શ્લોક ૧૮-૧૯, ૨૩. ‘હમસમીક્ષા’, લે. મધુસૂદન મોદી, પૃ. ૨૯૦. ૨૪. એજન, પૃ. ૨૦૧. ૨૫. એજન, પૃ. ૨૫૦. ૨૬. ‘યોગશાસ્ત્ર', પ્રકાશ ૧૨, શ્લોક પ૫. ૨૩. ‘અયોગવ્યવચ્છેદિકાદ્વાáિશિકા', શ્લોક ૨૯. ૨૮. ‘વીતરાગસ્તવ', પ્રકાશ ૧૦, શ્લોક ૬, ૭, ૮. ૨૯. મેરૂતુંગ : પ્રબંધચિંતામણિ', પ્રકાશ ૪, પૃષ્ઠ ૮૫ (સિંધી સીરીઝની આવૃત્તિ). ૩૦. ‘હેમચંદ્રાચાર્ય', લે. પં. બેચરદાસ દોશી, પૃ. ૪૩-૪૪. ૩૧. ‘શ્રી હૈમ સારસ્વત સત્ર : અહેવાલ અને નિબંધસંગ્રહ', પૃ. ૪૬. ૩૨. ‘જૈન ગુર્જર કવિઓ', ભા. ૧, લે. મોહનલાલ દ. દેસાઈ.
જ્ઞાનવિમલસૂરિનું પ્રદાન
૨
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં વિપુલ, વૈવિધ્યમય અને કવિત્વપૂર્ણ સર્જન માટે વિક્રમના ૧૮માં સૈકામાં થયેલા, તપગચ્છની વિમલ શાખાના જૈ ન સાધુ જ્ઞાનવિમલસૂરિનું પ્રદાન નોંધપાત્ર ગણાય. એમણે ગુજરાતી ભાષામાં એટલી બધી કૃતિઓની રચના કરી હતી કે એથી એમ કહેવાતું કે સંસ્કૃતમાં જેમ હેમચંદ્રાચાર્ય તેમ પ્રાકૃતમાં એટલે કે દેશી ભાષાઓમાં જ્ઞાનવિમલસૂરિ છે. વૈવિધ્યની દૃષ્ટિએ જોઈએ તો એમની કૃતિઓ કથાત્મક, તત્ત્વવિચારાત્મક, બોધાત્મક અને સ્તુત્યાત્મક – એમ બધા પ્રકારની છે. આ કૃતિઓમાં એમના પાંડિત્ય ઉપરાંત છંદ, અલંકાર આદિ કવિકૌશલની પ્રૌઢિનો પણ પરિચય થાય છે. એમણે સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી - એમ ત્રણે ભાષાઓમાં ગ્રંથો રચ્યા. ગદ્ય અને પદ્ય બંને સ્વરૂપમાં મહત્ત્વપૂર્ણ રચનાઓ આપી. જ્ઞાનવિમલસૂરિનું સાહિત્ય બહુધા સાંપ્રદાયિક પરિપાટીનું છે. પરંતુ એ મર્યાદા જાળવીને પણ, એમણે અલંકારરચના, પદ્યબંધ, દૃષ્ટાંતબોધ વગેરેની જે શક્તિ બતાવી છે તે પ્રશસ્ય છે.
જ્ઞાનવિમલસૂરિની કૃતિઓમાંથી અને એમના સમકાલીનોની નોંધમાંથી એમના જીવન વિશે સારી એવી
| ૩૯ ]
1 ૩૮ 1
Page #26
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ • માહિતી સાંપડે છે. એમનો જન્મ વિક્રમ સંવત ૧૯૯૪માં મારવાડના ભિન્નમાલ નગરમાં થયો હતો. તેઓ વશા ઓશવાલ જ્ઞાતિના હતા, તેમના પિતાનું નામ વાસવ શેઠ અને માતાનું નામ કનકાવતી હતું. બાળપણમાં એમનું નામ નાથુમલ હતું. માત્ર આઠ વર્ષની વયે વિક્રમ સંવત ૧૭૦૨માં એમણે તપગચ્છની વિમલ શાખામાં પંડિત વિનયવિમલગણિના શિષ્ય પંડિત ધીરવિમલગણિ પાસે દીક્ષા લીધી. દીક્ષા સમયે એમનું નામ ‘નયવિમલ' રાખવામાં આવ્યું. આ પછી એમણે કાવ્ય, તર્ક, ન્યાય, શાસ્ત્રાદિમાં નિપુણતા મેળવી. તેઓએ શ્રી અમૃતવિમલગણિ તથા શ્રી મેરુવિમલગણિ પાસે વિદ્યાભ્યાસ કર્યો. વિક્રમ સંવત ૧૭૨૭ મહા સુદ દશમને દિવસે મારવાડના સાદડી પાસેના ઘાણેરાવ ગામમાં ઉત્સવપૂર્વક આચાર્ય વિજયપ્રભસૂરિએ એમને પંન્યાસપદ આપ્યું. ત્યાર બાદ વિક્રમ સંવત ૧૭૪૮ ફાગણ સુદ પાંચમને ગુરુવારના દિવસે શ્રી નવિમલગણિને આચાર્યપદની પ્રાપ્તિ થઈ અને તેમના વિશાળ જ્ઞાનને લીધે તેમનું નામ જ્ઞાનવિલમસૂરિ રાખવામાં આવ્યું. શ્રી જ્ઞાનવિમલસૂરિએ સુરત, ખંભાત, રાજનગર (અમદાવાદ), પાટણ, રાધનપુર, સાદડી, ઘાણેરાવ, શિરોહી, પાલીતાણા, જૂનાગઢ વગેરે સ્થળોએ વિહાર કર્યો. એમની વિહારભૂમિ મુખ્યત્વે ગુજરાત, રાજસ્થાન અને સૌરાષ્ટ્રનો પ્રદેશ હતી. શત્રુંજય તીર્થની એમણે અનેક વખત યાત્રા કરી હતી. જ્ઞાનવિમલસૂરિની રચનાઓમાં પણ શત્રુંજયતીર્થ પ્રત્યેની એમની દૃઢ આસ્થા સ્થળે સ્થળે પ્રગટ થાય છે. એમણે સંસ્કૃત ભાષામાં “પ્રજ્ઞાશરાવૃત્તિ:', ‘શ્રીપાનવરિત્ર' અને ‘સંસારા નર્ત-સ્તુતિવૃત્તિ' જેવા ગ્રંથોની રચના કરી છે.
જ્ઞાનવિમલસૂરિની સંસ્કૃત ભાષાની નિપુણતાનો ખ્યાલ એમના જીવનપ્રસંગમાંથી પ્રાપ્ત થાય છે. એક વાર તપાગચ્છના આચાર્ય શ્રી વિજયપ્રભસૂરિ શત્રુંજય તીર્થમાં પધાર્યા હતા, ત્યારે તેઓ તીર્થનાયકે આદીશ્વર ભગવાન સમક્ષ ચૈત્યવંદન કરવા ગયા, પરંતુ એ સમયે શ્રી નવિમલગણિ ત્યાં આવ્યા અને તાત્કાલિક નવાં કાવ્ય રચીને સ્તુતિ કરવા લાગ્યા. એમની કવિત્વશક્તિ જોઈને આનંદિત થયેલા આચાર્યશ્રીએ નવિમલગણિને “આવો જ્ઞાનવિમલસૂરિ' કહીને સૂરિપદની યોગ્યતા દર્શાવી આદરપૂર્વક બોલાવ્યા. શ્રી નવિમલગણિએ નમ્રતાથી ‘મસાન' એમ કહ્યું. આ પછી આચાર્યશ્રીએ નવિમલગણિને ચૈત્યવંદન કરવાનું કહ્યું. સામાન્ય રીતે જે સૌથી વધુ પૂજ્ય હોય તે ચૈત્યવંદન કરે તેવી
1 ૪૦ ]
• જ્ઞાનવિમલસૂરિનું પ્રદાન • પ્રણાલિકા હોવાથી અન્ય સાધુજનો ખેદ પામ્યા, પરંતુ એમને સમજાવતાં આચાર્યશ્રીએ કહ્યું, “ભલે મારા પદને કારણે હું પૂજ્ય ગણાઉં, પરંતુ મારામાં નવિમલગણિ જેવું જ્ઞાન અને કવિત્વશક્તિ સતાંશે પણ નથી. તેઓ જ્ઞાનવૃદ્ધ છે તેથી એમને આદર આપું છું.” શ્રી નવિમલગણિએ તત્કાલ નવાં કાવ્યો રચીને ૪૫ કાવ્યો વડે ચૈત્યવંદન કર્યું.
જ્ઞાનવિમલસૂરિનું વિપુલ સાહિત્યસર્જન જોતાં એમનો સમકાલીનો પ્રત્યેનો આદર પણ પ્રગટ થાય છે. એમણે આનંદઘન અને યશોવિજયની કૃતિઓ પર ટબા રચ્યા છે. આનંદઘન ચોવીસીનો ટબો લખવા માટે એમણે સુરતના સૂર્યમંડન પાર્શ્વનાથના દેરાસરમાં છ મહિના સુધી ધ્યાન ધર્યું હતું અને એ પછી આનંદઘનજીનાં ચોવીસ સ્તવનો પર સ્તબક રચ્યો. એ જ રીતે ‘નવપદની પૂજા'માં જ્ઞાનવિમલની પૂજા સાથે યશોવિજય અને દેવચંદ્રની પૂજા પણ સંકલિત રૂપે મળે છે. વિક્રમ સંવત ૧૭૮૨ના આસો વદ ચોથને ગુરુવારે પ્રાતઃકાળે અનશનપૂર્વક તેઓ નેવ્યાસી વર્ષની વયે કાળધર્મ પામ્યા.
જ્ઞાનવિમલની ગુજરાતી રચનાઓમાં સૌથી વિશેષ નોંધપાત્ર એમની ચંદ્રકેવલીનો રાસ', ‘અશોકચંદ્ર રોહિણી રાસ’, ‘જંબુસ્વામિ રાસ', ‘રણસિંહ રાજર્ષિ રાસ’, ‘બારવ્રત-ગ્રહણટીપ-રાસ’ અને ‘સાધુવંદના રાસ' જેવી કથાત્મક કૃતિઓ મળે છે. જ્ઞાનવિમલસૂરિની કાવ્યનિપુણતાનો મનોરથ પરિચય “શ્રી ચંદ્રકવલીનો રાસ માં થાય છે. આ રાસમાં પૂર્વભવના આયંબિલ તપને કારણે કેવલીપદ પામનાર ચંદ્ર કુમારનું પ્રભાવક ચરિત્ર આલેખાયું છે. ચાર ખંડ, ૧૧૧ ઢાળ અને ૭૬૪૯ કડીઓમાં વિસ્તરેલાં આ રાસની રચના જ્ઞાનવિમલે વિક્રમ સંવત ૧૭૭)ના મહા સુદ તેરસના દિવસે રાધનપુરમાં પૂરી કરી. આ રાસના લેખનની શરૂઆત પણ રાધનપુર શહેરમાં કરી હતી. મુખ્યત્વે દુહા-દેશીબદ્ધ આ રાસને ‘આનંદમંદિર રાસ' એવું બીજું નામ પણ જ્ઞાનવિમલે આપ્યું છે. જ્ઞાનવિમલ આ આનંદમંદિરની કલ્પના પણ ઉપમાથી દર્શાવે છે, જેમાં સુવિહિત સાધુ મનન કરતાં નિવાસ કરતા હોય. આનંદમંદિરનો નિવાસ સદ્ગુણોના નિવાસરૂપ છે. એના અનુપમ સ્તંભો જેવા ૧૦૮ વિવિધ રાગની રસાળ ઢાળો છે. જિનેશ્વરનું સ્તુતિ કીર્તન કરતા ગવાક્ષો છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર્યરૂપી ઓરડાઓ છે. શત્રુંજય અને નવકાર તેના ચોગાન છે અને વિવિધ કવિતુ સહિત
૪૧ ]
Page #27
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ • ગાથા વગેરે ઘણા સૂક્તોથી શોભતું એનું આંગણું છે. તેમાં સુદેવ, સુગુરુ અને સુધર્મ જેવા સંસારના દુઃખનું નિવારણ કરનાર ઓછાડ છે. આવી રીતે જ્ઞાનવિમલ આનંદમંદિર સાથે પોતાની કૃતિને સરખાવે છે. જ્ઞાનવિમલમાં આવી સરખામણી ઘણે સ્થળે જોવા મળે છે. જેમકે વિવેકરૂપી વિશાળ નગર, અગ્નિરૂપી એનો પાયો, નવતત્ત્વરૂપી એનો દરબાર, સમ્યફ બોધરૂપી મહેલો, સમવાયરૂપી સેનાની કલ્પના પણ એ આપે છે. જિનમંદિરની ઊંચે ફરકતી ધજાઓ જાણે સ્વર્ગલોકની હાંસી કરતી ન હોય એ રીતે જુદા જુદા અલંકારોથી પોતાની વાત કરે છે. આ રાસના પહેલા ખંડમાં કથાપ્રવાહ વેગથી ચાલે છે, પણ બાકીના ત્રણ ખંડમાં સમસ્યા, સુભાષિતો, દૃષ્ટાંતો, આડકથાઓ અને ધર્મસિદ્ધાંતોની સાથે કથાતંતુ ચાલે છે.
જ્ઞાનવિમલની વિશેષતા એ છે કે એના ચિત્તમાં એટલાં બધાં દૃષ્ટાંતો, સુભાષિતો, અલંકાર, આડકથાઓ અને ધર્મસિદ્ધાંતો ઊભરાયાં કરે છે કે એને આને માટે કોઈ અભ્યાસ કરવો પડતો નથી. એ બધું જ આપોઆપ કથાનકની સાથે ગૂંથાતું આવે છે. તક મળે ત્યાં એ ધર્મનો મહિમા કે કર્મની મહત્તા ગાવાનું ચૂકતા નથી. ક્યાંક સંસ્કૃત સુભાષિતની સાથે તેનો ગુજરાતીમાં અનુવાદ કરે છે. કર્ણપિશાચિની, સામુદ્રિકશાસ્ત્ર, લક્ષણશાસ્ત્ર, વશીકરણ, અષ્ટાંગનિમિત્ત કે
જ્યોતિષની વાત કરે છે, તો આમાં લક્ષણો, સ્વપ્નનો અર્થ, સ્ત્રીઓના પ્રકારો, પુરુષની બોતેર કળા, સ્ત્રીઓની ચોસઠ કળા કે વનમાં થતાં વૃક્ષોની યાદી આપે છે. આ રાસમાં સૂર્યની રાણીની વેદનાનું કે સાસુની વહુને દુ:ખી કરવાની મનોવૃત્તિનું આલેખન આકર્ષક છે. કથારસની સાથોસાથ જ્ઞાનોપદેશ એ આ કૃતિનું મહત્ત્વનું પાસું છે. તાંબૂલ અને અંતરંગ તાંબૂલ, સ્નાન અને અંતરંગ સ્નાન, ભાવખીચડી વગેરેનાં લક્ષણોનું વર્ણન રસપ્રદ બને છે.
જ્ઞાનવિમલસૂરિ આમાં જૈન માન્યતા પ્રમાણે ભૌગોલિક રચનાનું આલેખન કરવા સાથે જૈન ધર્મના સિદ્ધાંતો અને નિયમોનું વિવરણ પણ આપે છે. સંસ્કૃત શ્લોક્સે અને પ્રાપ્ત ગાથાઓનાં ઉદ્ધરણો આપે છે તો સુભાષિત-સમસ્યા-હરિયાલીની મનોમન ગૂંથણી રચે છે. આ કૃતિની એક વિશેષતા એ એનો કાવ્યબંધ છે. વિવિધ પ્રકારની ધ્રુવાઓ પ્રયોજતી સુગેય દેશીઓ, કવિત, જ કડી, ચંદ્રાવળા આદિ કાવ્યબંધો મળે છે અને ઝડઝમકવાળી ચારણી શૈલી જ્ઞાનવિમલની
B ૪૨ ]
• જ્ઞાનવિમલસૂરિનું પ્રદાન • કાવ્યનિપુણતાનો મનોરમ ખ્યાલ આપે છે. માત્ર વિસ્તારને કારણે જ નહીં પણ પ્રચુર કથારસ, તત્ત્વવિચારનિષ્ઠ ધર્મબોધ તથા વ્યુત્પન્ન કવિત્વને કારણે આ કૃતિ જ્ઞાનવિમલસૂરિની સૌથી ધ્યાનાર્હ કૃતિ બને છે.
“ચંદ્રકેવલીનો રાસમાં આયંબિલ તપનો મહિમા છે તો ‘અશોચંદ્ર રોહિણી રાસમાં રોહિણી નક્ષત્રના દિવસે ૨૮ વર્ષ સુધી કરવામાં આવતા રોહિણીતપનો મહિમા ગાયો છે. જ્ઞાનવિમલસૂષ્ટિએ વિક્રમ સંવત ૧૭૭રની માગસર સુદ પાંચમને દિવસે સુરત પાસે સૈયદપરામાં આ રાસ પૂરો કર્યો. આજે સૈયદપરાના નંદીશ્વર દ્વીપના જિનાલયના ચોકમાં જ્ઞાનવિમલનાં પગલાંની દેરી મળે છે. મુખ્યત્વે દુહા-દેશી-બદ્ધ એવા ‘અશોકચંદ રોહિણી રાસ’માં પ્રસંગોપાત્ત કવિત, ગીત, ત્રોટક આદિ પઘબંધોનો ઉપયોગ કર્યો છે. રાજા અશોકચંદ્રની રાણી રોહિણી શોકભાવથી એટલી બધી અજાણ છે કે પુત્રમૃત્યુના દુ:ખે ૨ડતી સ્ત્રીના રૂદનમાં કયો રાગ છે એમ પૂછે છે. આવા પ્રશ્નથી અશોકચંદ્રને આ સ્ત્રીમાં બીજાનું દુઃખ સમજવાની વૃત્તિનો અભાવ અને ગર્વ જણાયા. તેથી તેને પાઠ ભણાવવા તે એના ખોળામાં બેઠેલા પુત્ર લોકપાલને અટારીએથી નીચે નાખે છે. પરંતુ રોહિણીને તો આ ઘટનાથી પણ કશો શોક થતો નથી અને એના પુણ્યપ્રભાવે પુત્ર ક્ષેમકુશળ રહે છે.
રોહિણીના આ વીતશોક-વીતરાગપણાના કારણરૂપે એના પૂર્વભવની કથા કહેવાઈ છે. જેથી એ પોતાના આગલા ભવના દુષ્કર્મને કારણે કુરૂપ અને દુર્ગધી નારી બની હોય છે અને રોહિણીતપના આશ્રયથી એ દુષ્કર્મના પ્રભાવમાંથી છૂટીને આ રોહિણીઅવતાર પામી હોય છે. રોહિણીના બે પૂર્વભવો, અશોકચંદ્ર તેમ જ રોહિણીના સંતાનોના પૂર્વભવો તથા એકાદ આડકથા વડે આ રાસ પ્રસ્તાર પામ્યો હોવા છતાં એમાં કથાતત્ત્વ પાંખું છે, કેમકે એક જ ઘટનાસૂત્રવાળી સાદી કથા છે. ધર્મબોધના ફુટ પ્રયોજનથી રચાયેલી આ કૃતિમાં કવિએ કર્મ, તપ ઇત્યાદિનાં સ્વરૂપ અને પ્રકારોની સાંપ્રદાયિક માહિતી ગૂંથી લીધી છે તેમ જ સુભાષિતો અને સમસ્યાઓનો પણ વિનિયોગ કર્યો છે. કાવ્યમાં કવિની કાવ્યશક્તિનો પણ પરિચય પ્રસંગોપાત્ત આપણને મળ્યા કરે છે. જેમ કે મળવા મુનિના પુણ્યપ્રતાપને પ્રગટ કરતાં વાતાવરણનું ચિત્રણ કવિએ જે વિગતોથી કર્યું છે તે મનોરમ લાગે છે. નગર વગેરેનાં અન્ય કેટલાંક વર્ણનો પણ નોંધપાત્ર છે. આવાં વર્ણનોમાં
2 ૪૩ ]
Page #28
--------------------------------------------------------------------------
________________
* શબ્દસમીપ •
રૂપકાદિ અલંકારોનો કવિએ લીધેલો આશ્રય એમની ક્ષમતાને પ્રગટ કરે છે. રોહિણીના રૂપવર્ણનમાં “ઉર્વશી પિણ નિ નિવ વસી રે” જેવા વ્યતિરેકયમકના સંકરાલંકારની હારમાળા યોજી છે અને પૌરાણિક હકીકતોને રોહિણીના
પ્રભાવના હેતુરૂપે કલ્પી છે. તે કવિની આ પ્રકારની વર્ણનક્ષમતાનું એક વિશિષ્ટ ઉદાહરણ છે. સમગ્ર રાસમાં શિષ્ટ પ્રૌઢ ભાષાછટાનું આકર્ષણ છે તો જુગુપ્સા અને તિરસ્કારના ભાવોને અનુરૂપ ભાષા પણ કવિ એટલી જ અસરકારકતાથી પ્રયોજી બતાવે છે. થોડીક સુંદર ધ્રુવાઓ અને ક્વચિત્ કરેલી ચાર પ્રાસની યોજના પણ કવિની કાવ્યશક્તિની ઘોતક છે.
‘જંબુસ્વામી રાસ'માં જંબૂકુમારની આઠ પટરાણીઓનો સંવાદ આલેખાયો છે. દરેક પટરાણી જંબૂકુમારને પૂછે અને જંબુકુમાર જુદી જુદી દૃષ્ટાંતકથાઓ સાથે એમને જવાબ આપે. પાંત્રીસ ઢાળ અને છસો આઠ કડીઓના દુહાદેશીબદ્ધ આ રાસમાં આવતાં રૂપક, ઉપમાવિલ અને લૌકિક દૃષ્ટાંતોથી કૃતિ કેટલેક અંશે રસાવહ બની છે.
‘રણસિંહ રાજર્ષિ રાસ’ એ ૩૮ ઢાળ ધરાવતો અગિયારસો કડીનો રાસ છે, તો ‘સુસઢ રાસ’માં કવિએ જયણાનું મહત્ત્વ ગાયું છે. ‘બારવ્રતગ્રહણ ટીપ રાસ'માં વ્રતનિયમોની યાદી અને સમજૂતી મળે છે. જ્યારે ‘સાધુવંદના રાસમાં ઋષભદેવના ગણધરોથી માંડીને પ્રાચીન સાધુજનોની નામાવલિ જૈન શાસ્ત્રગ્રંથોને આધારે આપવામાં આવી છે. અને કેટલેક સ્થળે નામોલ્લેખને બદલે ટૂંકું ચરિત્રસંકીર્તન કરવામાં આવ્યું છે. જ્ઞાનવિમલની કથાતત્ત્વવાળી બીજી પણ કેટલીક કૃતિઓ મળે છે. ‘સૂર્યાભ નાટકમાં સૂર્યભદેવે અપ્સરાઓની મદદથી મહાવીર સ્વામી સમક્ષ રજૂ કરેલ ભક્તિભાવપૂર્ણ સંગીત-નૃત્યનો પ્રસંગ ૭૩ કડીમાં વર્ણવાયો છે. જ્ઞાનવિમલના બે ‘તીર્થમાલાયાત્રા-સ્તવન' મળે છે. એકમાં સુરતથી મારવાડ સુધીની તીર્થયાત્રાનું આલેખન છે, તો બીજામાં વિજયસેનસૂરિની પ્રેરણાથી વજિયો અને રાજિયો એ બે શ્રેષ્ઠીઓએ કરેલા પ્રતિષ્ઠા-મહોત્સવનું વર્ણન છે. ‘કલ્પસૂત્ર વ્યાખ્યાન ભાસ'માં પર્યુષણ પર્વ પ્રસંગે વ્યાખ્યાનમાં વાંચવા માટેની ધર્મકથાઓ આપી છે.
જ્ઞાનવિમલે સ્તુતિ, સ્તવન, ચૈત્યવંદન, સજ્ઝાય આદિ પ્રકારની કૃતિઓ વિપુલ સંખ્યામાં રચેલી છે. એમણે સિદ્ધાચલના ૩૬૦૦ જેટલાં સ્તવન રચ્યાનું
. ૪૪.
જ્ઞાનવિમલસૂરિનું પ્રદાન •
કહેવાય છે. કવિએ આબુ, તારંગા, રાણકપુર જેવાં તીર્થોનાં સ્તવનોમાં તીર્થવિષયક ઐતિહાસિક-ભૌગોલિક માહિતી ગ્રંથી છે. એમણે બે ચોવીસી, બે વીસી ઉપરાંત અનેક તીર્થંકર સ્તવનો લખ્યાં છે. ચોવીસીમાંની એક જ્ઞાનભક્તિયુક્ત છે અને ભાષા તથા અલંકારની પ્રૌઢિથી તેમ જ એમાં પ્રયુક્ત સુંદર ગેય દેશીઓથી ધ્યાન ખેંચે છે. જ્યારે બીજી ચોવીસીમાં તીર્થંકરોના પૂર્વભવોની માહિતી આપવામાં આવી છે. વિષયોની સાથે વિષયનિરૂપણનું વૈવિધ્ય પણ તેઓ ધરાવે છે.
આ સ્તવનોમાં ‘શાસ્વતી-જિનપ્રતિમા-સંખ્યામય-સ્તવન’, ‘સત્તરિસયજિનસ્તવન’ અને ‘અધ્યાત્મગર્ભિત-સાધારણ-જિન-સ્તવન' મુખ્ય છે. દેશીઓ તેમ જ તોટક આદિ છંદોવાળું, પાંચ ઢાળ અને ૮૧ કડીનું શાંતિનાથ જિનનું સ્તવન પણ નોંધપાત્ર ગણાય. એમણે હિંદીમાં ૨૯ કડીમાં ‘ચતુર્વિંશતિ જિનછંદ' જેવી તીર્થંકર સ્તવનની કૃતિ રચી છે. જ્ઞાનવિમલના વિપુલ સાહિત્યમાં ‘બાલવબોધ’નો પણ સમાવેશ થાય છે. એમણે અઢાર જેટલા ગદ્ય બાલવબોધો રચ્યા છે.
એંશી વર્ષના સાધુજીવન દરમિયાન, સાધુની અનેક મર્યાદાઓનું પાલન કરીને જ્ઞાનવિમલસૂરિએ આટલું વિપુલ સર્જન કઈ રીતે કર્યું હશે તેવો વિચાર સહજ રીતે જ આવે. માત્ર સંખ્યાની દૃષ્ટિએ જ નહીં, પરંતુ ગુણવત્તાની દૃષ્ટિએ પણ જ્ઞાનવિમલનું પ્રાન મધ્યકાલીન સાહિત્યમાં મહત્ત્વનું ગણાય.
.૪૫.
Page #29
--------------------------------------------------------------------------
________________
વિશિષ્ટ વ્યક્તિત્વનો આલેખ
‘વિચિત્રમૂર્તિ' નારાયણ હેમચંદ્રના આત્મચરિત્ર ‘પોતે (ઈ. સ. ૧૯૦૦)માં ભ્રમણ કથા, અનુભવકથા અને સ્મરણકથા ત્રણેનો સંસ્પર્શ થાય છે. ગુજરાતી ભાષામાં પ્રગટ થયેલું આ પ્રથમ આત્મચરિત્ર. એ પૂર્વે કવિ નર્મદ અને સાક્ષર મણિલાલ નભુભાઈએ આત્મચરિત્રો લખ્યાં હતાં, પરંતુ નર્મદનું ૧૮૬૯માં લખાયેલું આત્મચરિત્ર “મારી હકીકત' પ્રગટ થયું ૧૯૩૩માં અને મણિલાલ નભુભાઈનું ૧૮૮૭માં લખાયેલું આત્મચરિત્ર ‘મણિલાલ નભુભાઈનું આત્મવૃત્તાંત' પ્રગટ થયું ૧૯૭૯માં. નારાયણ હેમચંદ્રના આત્મચરિત્ર ‘હું પોતે પહેલાં દુર્ગારામ મહેતાજીની પ્રગટ થયેલી નોંધ આત્મચરિત્રને બદલે ૧૮૪૩ અને ૧૮૪૪ની માનવધર્મસભાની કાર્યવાહીના હેવાલ સમી લાગે છે. વળી આત્મકથા લખવાનો એમનો કોઈ સભાન પ્રયાસ પણ નહોતો. ‘હું પોતે' પૂર્વે દશ વર્ષ અગાઉ ઈ. ૧૮૯૦માં ‘શીરીન મડમ' નામનું ‘એક જુવાન પારસી સ્ત્રીની જિંદગીનો હેવાલ’ દર્શાવતું પુસ્તક પ્રગટ થયું હતું. “આ રસીલું દાસ્તાન શીરીન મડમની કુમળી કલમથી લખેલું, ટુકડે ટુકડે, *જામે જમશેદમાં પ્રગટ થયું હતું તે નવેસરથી સુધારીને પુસ્તક આકારમાં” બહાર પાડવામાં આવ્યું.
0 ૪૬ ]
• વિશિષ્ટ વ્યક્તિત્વનો આલેખ • આની પાછળ શીરીન મડમનો હેતુ તો લેખિકા કહે છે તેમ “પરણીને સંસારમાં પડનારી બાનુને પોતીકાં નવાં મુકામમાં શી રીતે રસ્તો લેવો પડે છે તેટલું જ માત્ર મારા દાખલા ઉપરથી દરશાવવાની મારી મુલ મકસદ” છે. આમાં શીરીનના લગ્નજીવનની ખાટી-મીઠી વાતો પારસી બોલીમાં આલેખાઈ છે.
હું પોતે'માં નારાયણ હેમચંદ્રના જન્મથી વિલાયતગમનની તૈયારી સુધીનો ૩૪ વર્ષનો ગાળો આલેખાયો છે. ગુજરાતી ભાષામાં નાનાંમોટાં ૨૦૦ જેટલાં પુસ્તકો લખનાર નારાયણ હેમચંદ્રના વિચિત્ર-વિશિષ્ટ વ્યક્તિત્વ અને પ્રવાસશોખને કારણે આસ્વાદ્ય બનતી આ કૃતિમાં ઊંડાણને બદલે વ્યાપ વિશેષ છે. એમાં વ્યક્તિના આંતરઅવલોકનને બદલે વિશ્વવિહારીનું જગતભ્રમણ વિશેષ મળે છે. આત્મચરિત્રના આલેખનમાં એમણે એમની ડાયરીમાં કરેલા ઉતારાનો ઉપયોગ કર્યો છે. આત્મકથામાં વર્તમાન ક્ષણે ઊભા રહીને અતીતમાં ડોકિયું કરતી વખતે ભૂતકાળની ઘટનાઓ નવું પરિમાણ સાધીને પુનર્ઘટન પામે છે, પરિણામે અનુભવનું વિષયવસ્તુ એનું એ રહે છે, પણ એના આલેખનની દૃષ્ટિ અને દર્શન બદલાઈ જાય છે. દોરડા પર સમતોલન સાચવીને ચાલતા નટની માફક આત્માભિવ્યક્તિનો દોર આત્મશ્લાઘામાં સરી ન પડે તે જોવાનું રહે છે. અહીં કાલાનુક્રમે જીવનકથનીનું આલેખન હોવા છતાં આત્મચરિત્રકારના વ્યક્તિત્વથી રસાઈને આવે છે. લેખકનો વર્તમાન “હું” પોતાના ભૂતકાળના ‘હું'ને મૂલવે છે. અતીત જગતની સાથે આજનું તથ્ય પ્રગટે છે.
આત્મચરિત્ર એ માત્ર ઘટનાઓનું કમબદ્ધ વર્ણન આપે તો શુષ્ક ઇતિહાસ બનીને અટકી જાય. ‘હું પોતે' આત્મચરિત્રકારના વ્યક્તિત્વને કારણે આવી શુષ્કતામાંથી ઊગરી ગયું છે અને કૃતિઘાટની ક્ષતિઓ હોવા છતાં રસપ્રદ બની રહી છે. નારાયણ હેમચંદ્રના જાહેર જીવનની આંગળીએ અંગત જીવન ચાલે છે. કૃતિમાં આધિપત્ય તો બાહ્ય જગતનું જોવા મળે છે. આત્મચરિત્રકારનું અંગત જીવન માત્ર થોડા અનુભવોમાં સીમાબદ્ધ રહે છે અને ચરિત્રનાયકના આંતરઘર્ષણ કે મનોમંથન આમાંથી મળતાં નથી. ચિત્તના સપાટી પરના સંદર્ભો જ કેન્દ્રમાં રહે છે. હૃદયમંથનની ક્ષણો લેખક નિશ્ચિત, પૂર્વનિર્ધારિત વલણમાં દૃઢ હોવાને કારણે હૃદયસ્પર્શી બનતી નથી. ‘હું * બુદ્ધિપ્રકાશ, ઈ. ૧૯૧૧, માર્ચ, પૃ. ૬૮
[] ૪૭ ]
Page #30
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ • પોતે'નો પૂર્વાર્ધ લખ્યા પછી ઉત્તરાર્ધ લખવાની નારાયણ હેમચંદ્રની ઇચ્છા એમના પ્લેગમાં થયેલા એકાળ અવસાનને કારણે અધૂરી રહી.
નારાયણ હેમચંદ્રને આત્મચરિત્ર લખવાની પ્રેરણા કરસનદાસ મૂળજીના ‘દેશાટન’ વિશેના નિબંધમાંથી સાંપડી. બુદ્ધિવર્ધક સભામાં વંચાયેલો કરસનદાસ મૂળજીનો આ નિબંધ એમને ખૂબ પસંદ પડ્યો. દેશાટન કરવાથી થતા લાભનું વર્ણન વાંચતાં એમની પ્રવાસેચ્છા પ્રદીપ્ત થઈ. પ્રવાસ કરવો અને તેમાંથી આનંદ પામવો તેવો ભાવ ઉત્પન્ન થયો. આ પ્રવાસશોખે એમનામાં વાચનશોખ જગાડ્યો અને પુસ્તકો વાંચવાની હોંશ જાગી. નિશાળમાં પાઠ્યપુસ્તક સિવાય કશું નહિ વાંચનાર નારાયણ હેમચંદ્રએ વિવિધ વિષયનાં જુદાં જુદાં પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું. નારાયણ હેમચંદ્ર કહે છે કે એમના પિતાનું મિકેનિકનું મગજ એમને વારસામાં મળ્યું. નારાયણ હેમચંદ્ર હુન્નરનું જ્ઞાન ફેલાવવા માટે ગુજરાતી ભાષામાં ‘નૂરેઆલમ' નામના ચોપાનિયામાં ‘અખતરા' એ મથાળા હેઠળ લખવાનું શરૂ કર્યું. કઈ રીતે પિત્તળ અને કાંસુ બનાવવું કે અગરબત્તી અને શરબત બનાવવાં તેનો પ્રયોગ લખતા હતા અને એ સમયે એમણે એમનું ઉપનામ ‘જ ગદારશી આર્ય” રાખ્યું હતું. પ્રારંભમાં નારાયણ હેમચંદ્રએ સ્વયં કારીગરો માટે ચોપાનિયું કાઢવાનો નિર્ણય કર્યો, પરંતુ એને અમલમાં મૂકી શક્યા નહિ, હુન્નરશોખને લીધે પ્રત્યેક કામ જાતે કરવાની વૃત્તિ તો હતી જ, પણ એથી વિશેષ કોઈ યંત્ર બગડ્યું હોય તો તેની રચનાનો અભ્યાસ કરી એને સુધારવા લાગ્યા. હુન્નરબાજ નારાયણ હેમચંદ્ર સવારે સાતથી ચાર વાગ્યા સુધી કારખાનામાં કામ શીખવા જતા. કારખાનામાં ચોપડી લઈને જતા અને સમય મળે વાંચતા. સાંજના સાડા ચાર પછી પૂરી એકાગ્રતાથી વિવિધ વિષયની પુસ્તકસૂષ્ટિમાં લીન થઈ જતા. ઇતિહાસ, પ્રવાસવર્ણન, હુશરઉદ્યોગ અને જ્ઞાન-વિજ્ઞાનનાં પુસ્તકો અને સામયિકો વાંચવા લાગ્યા. મામા પાસેથી ખિસ્સાખર્ચીના મળતા પાંચ રૂપિયામાંથી જૂનાં પુસ્તકોની દુકાનેથી જૂની ચોપડીઓ લઈ આવતા. નારાયણ હેમચંદ્રને જીવનમાં સતત સહાય કરનાર બાબુ નવીનચંદ્ર પણ એમ કહ્યું હતું કે તે પુસ્તક માટે વધારે ખર્ચ કરે છે અને પોતાને માટે ઓછો ખર્ચ કરે છે. *સ્ત્રીબોધ', ‘જ્ઞાનપ્રસારક’, ‘બુદ્ધિવર્ધક', ‘આર્યમિત્ર’, ‘ડાંડિયો’, ‘રાસ્ત ગોફતાર' જેવાં સામયિક વાંચતા. આ રીતે એમની ભાષામાં કહીએ તો ‘ન્યૂઝપેપર, ચોપાનિયાં અને પુસ્તકો વાંચવાનો સપાટો ચાલ્યો.”
g૪૮ ]
• વિશિષ્ટ વ્યક્તિત્વનો આલેખ • જુદા જુદા વિષયનાં ચોપાનિયાં વાંચીને એમાંથી ઉપયોગી લેખોના કટિંગ્સ કાપી રાખતા. એ લેખોની વિષયવાર વહેંચણી કરીને તેને જુદા જુદા બંડલ બાંધીને રાખતા હતા. આ વાચનભૂખે નારાયણ હેમચંદ્રમાં સભાઓમાં જવાની અને ભાષણો સાંભળવાની વૃત્તિ જગાડી. પરિણામે સાહિત્ય, સમાજસુધારણા, ચિત્રકલા, આરોગ્ય, ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ, બાગબાની જેવા ઘણા વિષયો પર ભાષણો સાંભળી ‘જ્ઞાનવૃદ્ધિ' કરવા લાગ્યા. ભાષણો સાંભળવાની આ વૃત્તિએ એમને ધર્મવિચાર તરફ વાળ્યા તેમજ પ્રાર્થનાસમાજ અને બ્રહ્મોસમાજ વિશે વિચારતા થયા. ક્યારેક મનઃસુખરામભાઈ પાસેથી તો ક્યારેક ભાઈશંકરભાઈ પાસેથી લાવીને પુસ્તકો વાંચતા હતા. આમ નારાયણ હેમચંદ્રના ભ્રમણશોખ, વાચનશોખ અને લેખનશોખનું મૂળ ‘દેશાટન’ નિબંધમાં પડ્યું છે. ‘હું પોતે 'માં આલેખેલી એમની ૩૪ વર્ષની જીવનકથા આનો જ વિસ્તાર છે.
સામાન્ય રીતે આત્મચરિત્રકાર, શૈશવની સ્મૃતિઓના અતીતરાગી નિરૂપણનું પ્રલોભન ટાળી શક્યો નથી. કવચિત્ અન્યની પાસેથી પોતાના શૈશવ વિશેની સામગ્રી મેળવીને આલેખવા લલચાય છે, જ્યારે નારાયણ હેમચંદ્ર શૈશવની કોઈ વિશેષ સ્મૃતિ આલેખતાં નથી; જેમકે પોતાનો જન્મ એક સામાન્ય બાળકની માફક જ થયો તે દર્શાવતાં તેઓ લખે છે :
મારો જન્મ જેઠ સુદ પૂનેમ સંવત ૧૯૧ ૧માં જગજીવન કીકા સ્ટ્રીટમાં જ્યાં હાલ મોરલીધરનું દેવળ છે તેની સામેના ઘરમાં એક નાની ઓરડીમાં થયો હતો. મારો જન્મ ખીલેલી પૂનેમની રાતે ૧ વાગે થયો હતો. જ્યારે કેટલુંક જગત સ્તબ્ધ થઈને ઉંઘતું હતું, ત્યારે ઈશ્વરની કૃપાથી મારું આ દુનિયામાં આવવું થયું. મારા જન્મવાની વેળાએ મહાત્માઓની પેઠે કંઈ દુનિયાના અજાયબી ભરેલા બનાવ બન્યા નહોતા, કોઈ જાતનો નવો તારો મારા જન્મની વેળાએ ઉદિત થયો નહોતો કે લોકો જાણે કે એક મહાત્મા અવત્યોં છે. અથવા જગતમાં એવો આર્ય બનાવ બન્યો નહોતો કે જેથી મને આ જગતમાં આવેલો જાણે. મારો જન્મ પુનેમની અજવાળી રાતે નિસ્તબ્ધ જગાએ થયો. પ્રિ. ૩]
1 ૪૯ ]
Page #31
--------------------------------------------------------------------------
________________
* શબ્દસમીપ •
એ જ રીતે પોતાના બાળપણની વાત કરતાં તેઓ નોંધે છે : :
જગમાં જેમ સાધારણ માણસના છોકરાં ઉછરીને મોટાં થાય છે. તેમ હું થયો, મારી બરદાસ રાખનાર દાઈઓ નહોતી, મને વ્હાલ દેખાડનારી પગારદાર આયાઓ નહોતી; મારે માટે દૂધ ખાવાનું તૈયાર કરનાર રસોઈઆ નહોતા પણ હું તો મારી મા તથા દાદીની બરદાસથી મોટો થયો. ગરીબને વળી ક્યાંથી ઉછેરનાર હોય ? તેને વળી આયા દાઈઓ ક્યાંથી મળે ? તેની બરદાસ ઈશ્વરજ કરે છે. હું દહાડે દહાડે મોટો થયો, માબાપને આનંદ આપવા લાગ્યો. [પૃ. ૩]
હું મસાણમાં ગયો નહિ. મેં બાપને આગ મૂકી નહિ, પણ જેણે તેને પાળી પોષીને મોટો કર્યો હતો, જેનાથી જે ઉત્પન્ન થયો હતો, જેને ખવાડવીને પોતે ખાતો હતો, જેને દુઃખ થયાથી આખી રાત ઉજાગરો કરીને તેનું દુઃખ ઓછું કરવા માટે મથતો હતો તે પિતાએ એટલે મારા દાદાએ અગ્નિસંસ્કાર કર્યો. [પૃ. ૧૮)
દયા વિનાના મહેતાજીઓનો એમનો અનુભવ માર્મિક છે. માતાના મૃત્યુવર્ણનમાં એમના હૃદયમાં ઊછળતી માતૃભક્તિ પ્રગટ થઈ છે :
માના નામમાં જે મધુરતા છે, જે દુઃખ હારક શક્તિ છે તેવી શક્તિ બીજામાં છે કે નહિ એ સંદેહ છે. દુઃખમાં માનું નામ યાદ આવે છે. મા આ જગતુની અધિષ્ઠાત્રીની પ્રતિમા છે. જગમાં મા નામની વસ્તુ નહિ હોત, તો જગત રહી શકત કે નહિ તે સંદેહ પડતું છે. સ્ત્રી માત્ર ધર્મને ચહાનારી હોય છે, તે દયાની પુતળી હોય છે, તે કરૂણાની પ્રતિમા હોય છે. તે ગુણમાં મારી મા પણ ભુષિત હતી. મારી મા આજકાળનો સુધરેલો ધર્મ માનતી નહોતી, તે આજકાળના જેવી સુધરેલા ઘરની સ્ત્રીના જેવી ધર્મ સંબંધી તકરાર કરનારી નહોતી, આજકાળના જેવી સુધરેલા ઘરની સ્ત્રીના જેવી ઉપરથી દંભ દેખાડનારી નહોતી. તે તો સરળ સ્વભાવની અંધ વિશ્વાસવાળી હતી. તેના ઉપાસ્ય દેવતા હિંદુઓના તેતરીસ કોટી દેવતા હતા. તે કોઈ વખતે મહાદેવને પુજતી તો ઘડિકમાં રામચંદ્રને તો Q ૫૦ –
• વિશિષ્ટ વ્યક્તિત્વનો આલેખ •
કોઈ વખતે કૃષ્ણ, કોઈ વેળાએ હનુમાનને, તો કોઈ વખત ગણપતિને પૂજતી હતી. તે અર્થ શાસ્ત્રનાં દૃષ્ટાંતો આપીને ગરીબોને દાન આપવામાં સંકુચિત થતી નહોતી. પણ જે માંગતા તેને પોતાની શક્તિ પ્રમાણે આપતી.
તે ખરૂં બોલનારી હતી. અસત્ય બોલવાની તેને રૂચિ નહોતી. તેને દરરોજનો એક રૂપીઓ ટોપી બનાવવામાં મળતો હતો. તે સંતોષી હતી. તે ઉંઘની હતી. પોતે કેટલીક ટોપીની તરાહ કાઢીને બધાને હેરત કરતી. તેમાં શોભાનુભાવકતા હતી. તે શોભા શાથી વધે તેનો તે વિચાર કરતી. સખીઓની જોડે હળીમળીને ચાલતી હતી. વઢવાઢ કરતી નહોતી. આવી પવિત્ર સ્વભાવની મારી મા હતી, તેને લખતાં વાંચતાં આવડતું નહોતું. [પૃ. ૩૨/
શાળામાં ગોંધાઈને જ્ઞાન મેળવવાને બદલે જગતની પાઠશાળામાંથી જ્ઞાન મેળવવાની ઇચ્છાએ નારાયણ હેમચંદ્રને હુન્નરઉદ્યોગમાં રસ લેતા કર્યા. પોતાની નિપુણતાથી હુન્નરઉદ્યોગ દ્વારા એમણે આજીવિકા મેળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ઠરીઠામ થઈને કોઈ કાર્ય કરવું એ નારાયણ હેમચંદ્રની પ્રકૃતિમાં ન હતું, પછી એ જીવન હોય કે લેખન હોય. આથી ધાનેરા ગામમાં જમીનદાર બનીને કે શાહીનો ધંધો કરીને સ્થિર થવાનું એમણે પસંદ કર્યું નહિ. ધાનેરા ગામની પોતાની જમીન અને બળદ વેચી નાખ્યાં હતાં. એ જ રીતે સાહિત્યમાં વિષયના ઊંડાણની કે ભાષાશુદ્ધિની એમણે ઝાઝી પરવા કરી નહિ.
આત્મચરિત્ર એ ‘હું’કેન્દ્રી સાહિત્યસ્વરૂપ છે અને ‘હું પોતે’માં ‘હું’ જ પ્રવર્તે છે. નારાયણ હેમચંદ્રના વ્યક્તિત્વમાં આંખે ઊડીને વળગે તેવી કેટલીક અ-સામાન્યતા હતી. એમની સાદાઈ અને નિખાલસતાની સાથોસાથ એમના પહેરવેશની વિચિત્રતાની પણ ગાંધીજીએ નોંધ લીધી છે.
ઉંઘાડું માથું, ટૂંકા વાળ તેમજ બંગાળી ઢબનો કોટ અને ધોતિયું એ
એમનો બાહ્ય દેખાવ. નારાયણ હેમચંદ્રએ થોડો વખત ભગવાં ધારણ કરેલાં અને તેઓ ‘બ્રહ્મચારીજી'ના નામથી ઓળખાતા હતા, પરંતુ મુંબઈમાં એમણે સફેદ પોશાક ધારણ કર્યો, કારણ કે તેઓ ‘હિન્દુઓના બ્રહ્મચારી' ન હતા.
D૫૧]
Page #32
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ • વળી તેમના ભાઈ વિઠ્ઠલે એમ કહ્યું કે ભગવાં વસ્ત્ર પહેરવાથી કુટુંબને કલંક લાગશે. નારાયણમાં કમાવવાની શક્તિ નથી, માટે ભગવા પહેર્યા છે એમ જ્ઞાતિજનો વિચારશે અને પરિણામે નામોશી થશે. નારાયણ હેમચંદ્ર પણ વિચાર કર્યો કે પહેલાં તેઓ સફેદ વસ્ત્રધારી બ્રહ્મચારી હતા, તેવા જ રહેવું. પોતાની વાત સ્વીકારાતાં એમનો ભાઈ વિઠ્ઠલ આનંદિત થયો હતો અને નારાયણ હેમચંદ્રએ સફેદ ભગવાં પહેરવાનું ચાલુ રાખ્યું.
નારાયણ હેમચંદ્ર વિદેશમાં બેડોળ પાટલૂન, ચોળાઈ ગયેલો બદામી રંગનો કોટ અને માથે ફૂમતાવાળી ઊનની ટોપી પહેરતા હતા. ગાંધીજીએ નોંધ્યું છે તેમ બધાં ફૂલફટાક લોકો વચ્ચે નારાયણ હેમચંદ્ર વિચિત્ર લાગતા હતા અને અમેરિકામાં ધોતિયું અને પહેરણ પહેરી નીકળ્યા હતા ત્યારે અસભ્ય પોશાકના તહોમત હેઠળ તેમને પકડવામાં આવ્યા હતા અને પાછળથી મુક્ત કરવામાં આવ્યા હતા.
વેશ વિચિત્ર અને દેખાવ પણ એવો જ , બાડી આંખો, મોં પર શીળીના ડાઘ, ગોળ ચહેરો, દાઢી પર સતત હાથ ફર્યા કરે, હલનચલનમાં કઢંગાપણું, ચાલતી વખતે એક હાથ સ્થિર અને બીજો વીંઝાતો હોય, બાજુએ ચાલનારને અજાણપણે હાથ મારતા જાય, બોલતી વખતે થંક ઊડે અને સાંભળનારને એમની વાતચીતમાં વલવલાટનો અનુભવ થતો. વ્યક્તિને બદલે એમને એના પિતાનું નામ યાદ રહેતું અને એને પિતાના નામથી સંબોધતા. અંગ્રેજી ભાષા ન આવડે તો પણ ઇંગ્લેન્ડમાં ફેરવામાં સહેજે મૂંઝવણ અનુભવે નહિ. ‘ભાષાને શું વળગે ભૂર' એ ઉક્તિને તેઓ ભ્રમણ અને લેખન બંને પરત્વે સાર્થક કરતા હતા.
પ્રવાસ કરવાની નારાયણ હેમચંદ્રની પદ્ધતિ જુદા પ્રકારની હતી. ઓછામાં ઓછા ખર્ચે પ્રવાસ થાય તેવું આયોજન કરતા. જૂનાગઢના દીવાન, કચ્છના દીવાન જેવી વ્યક્તિઓ પાસેથી એ પ્રવાસની ૨કમ મેળવતા. તેઓ અમુક દેશ કે પ્રદેશનો પ્રવાસ કરવાની ઇચ્છા પ્રગટ કરતા અને મદદ મળી રહેતી. ક્યારેય કોઈ પર આ માટે દબાણ ન કરે, પણ જરૂરી રકમ મળી જ રહેશે તેવી એમને શ્રદ્ધા. પુસ્તકમાંથી અને મિત્રો પાસેથી જે કંઈ મળે તે લેતા. નરસિંહરાવે એમની તા. ૨૮-૯-૧૮૯૨ની રોજનીશીમાં નારાયણ હેમચંદ્રના પત્રનો ઉલ્લેખ કર્યો છે. એમાં નારાયણ હેમચંદ્ર ઓરિએન્ટલ
1 પર 3
• વિશિષ્ટ વ્યક્તિત્વનો આલેખ • કૉંગ્રેસ જોવા ગયા, તે પ્રસંગ નોંધ્યો છે. આ કોંગ્રેસ જોવાની એક પાઉન્ડની ટિકિટ હતી. નારાયણ હેમચંદ્ર પાસે માત્ર ત્રણ પાઉન્ડ હતા. આથી નારાયણ હેમચંદ્ર કોંગ્રેસના મંત્રીને મફત જવા દેવા વિનંતી કરી. મંત્રીએ ના પાડી, પણ કહ્યું કે તે નારાયણ વતી આટલી રકમ આપી દેશે. એની નારાયણે ના પાડી. રસ્તામાં મિસ મેનિંગ મળ્યા, પણ એમણે આ બાબત અંગે આંખ આડા કાન કર્યા. પૅરિસમાં ઓળખાણ થઈ હતી, તે પ્રોફેસર મળ્યા. એમની સાથે સાહજિક રીતે વાત થઈ. પ્રોફેસર નારાયણને પાછા લઈને આવ્યા. અંદર જઈને નારાયણ વિશે વાત કરી. મંત્રીએ બહાર આવીને નારાયણને માનપૂર્વક પ્રવેશ આપ્યો. નારાયણ હેમચંદ્ર અને પ્રોફેસરના નામવાળી ટિકિટ આપી.
નારાયણ હેમચંદ્રએ પત્રમાં લખેલી આ ઘટનાનો ઉલ્લેખ કરી નારાયણે આપ કંઈ મોકલી શકશો, એવી નરસિંહરાવને કરેલી વિનંતી અંગે નોંધ છે.
શા માટે ના મો કલું ? નારાયણ ! હારા જેવા સાધુ પુરુષને મોકલેલા રૂપિયા મોજ શોખ માં ખરચેલા રૂપિયા કરતાં હજારોગણા ઉત્તમ. મોકલું છું; મોકલું છું. પણ આટલું મોડું કેમ લખ્યું? આટલા દહાડા શું થયું હશે ? ઈશ્વરકૃપાથી હેને કોઇ પણ તરફથી મદદ મળી હોય તો સારું. ચિંતા થાય
નારાયણે હેમચંદ્રને રૂ. ૨૪૮-૪-૦ = ૧૫ પાઉન્ડ તારથી મુંબાઈ મ. ઓ. મોકલ્યો. શનિવારની મેલ ચૂકે નહિ માટે. [‘નરસિંહરાવની રોજનીશી', પૃ. ૨૩-૨૪ /
પ્રવાસમાં બીજો કોઈ ખર્ચ નહિ અને બધે ત્રીજા વર્ગમાં મુસાફરી કરતા. એમણે ડેકમાં રહીને અમેરિકાનો પ્રવાસ કર્યો હતો. નારાયણ હેમચંદ્રએ નાનપણથી જ નિશ્ચય કર્યો હતો કે કોઈને ત્યાં ભોજન કરવું નહિ અને કોઈની સાથે પૈસાની લેવડ-દેવડ કરવી નહિ, કારણ કે ‘આને કારણે પ્રીતિ ઘટે છે.'
આત્મકથાકાર એની જીવનકથાનું ક્રમબદ્ધ આલેખન કરે છે, પણ જીવનના પ્રસંગોની પસંદગીમાં એનું વ્યક્તિત્વ અને રસ-રુચિ પ્રગટ થાય છે. નારાયણ હેમચંદ્ર પાસે અલાયદું વ્યક્તિત્વ અને આગવું વિશ્વ છે. આ
3 પ૩ ]
Page #33
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ • આત્મચરિત્રમાં એમનું વ્યક્તિત્વ અને એમનું પ્રવાસવિશ્વ બંને તાણાવાણા પેઠે ગૂંથાયેલાં છે, આથી પ્રવાસની વાત કરતાં એમનું વ્યક્તિત્વ પ્રગટે છે અને એમનું વ્યક્તિત્વ આગવું પ્રવાસવિશ્વ રચે છે.
જીવનનો કયો ઘાટ નારાયણ હેમચંદ્રએ જોયેલો છે ? આત્મચરિત્રકાર એક ઘાટ રચી આપે છે. જીવનના અનુભવો, પ્રવાસમાંથી મળેલું ભાથું, ઈશ્વરશ્રદ્ધા અને વાચનના સંસ્કારોને પરિણામે એમણે પોતાના જીવનને આગવો ઘાટ આપ્યો છે. આ એવું જીવન છે કે જે પોતાની ધૂનને સિદ્ધ કરવા માટે સતત યત્નશીલ છે. એવું જીવન છે કે જે પ્રવર્તમાન સામાજિક, ધાર્મિક, રાજકીય પરિસ્થિતિને પોતાની રીતે મૂલવે છે અને જરૂર લાગે ત્યારે નિર્ભીક બનીને પ્રહાર કરે છે. પોતાના જીવનમાં કટોકટીની ક્ષણે થયેલા બચાવની અને મોટા માણસોની વિદ્વત્તાની વાત પણ કરે છે. નારાયણ હેમચંદ્રના આ અભિપ્રાયો એમના આંતરિક વ્યક્તિત્વના ઘાતક બને છે.
નારાયણ હેમચંદ્રને પુસ્તકનો શોખ, એમાંથી જાગી સભામાં જવાની ટેવ અને તેમાંથી લાગ્યો સમાજ ના અગ્રણીઓને મળવાનો નાદ. ‘હું પોતે'માં તેઓ રવીન્દ્રનાથ ટાગોર, દેવેન્દ્રનાથ ઠાકુર, નરસિંહરાવ દિવેટિયા, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, મનઃસુખરામ વગેરેની મુલાકાતથી પોતાનાં હૃદય-મનમાં પડેલો પડઘો આલેખે છે. વ્યક્તિ ભલે સમર્થ કે ખ્યાતિપ્રાપ્ત હોય, પણ પોતાના ચિત્ત પર અંકાયેલી એની છાપને નિર્ભયતાથી આલેખે છે, નવલરામને પહેલી વાર એમનો વિચિત્ર વેશ જોઈને નારાયણ હેમચંદ્રને નામે કોઈ ઠગવા આવ્યું છે એમ લાગ્યું. નારાયણ હેમચંદ્ર એમનાં લખાણો નવલરામને તપાસવા આપતા. નવલરામ કંજૂસ હતા. નાના ઘરમાં રહેતા. સાંજના મમરા અને સેવ ખાતા તેમજ શેરબજારનો વેપાર કરતા હતા. આવી વિગતોની સાથે નારાયણ હેમચંદ્ર નવલરામના વાચનશોખ, વિદ્વત્તા અને તુલનાશક્તિની પ્રસંશા કરે છે. તે જ રીતે મનઃસુખરામના વર્ણનમાં પોતાને વિદ્વાનમાં ખપાવવાની એમની હોંશની સાથે સાથે એમને પ્રપંચી, રાજકારણી અને દંભી હોવાનું દર્શાવે છે, પણ એમનાં પત્ની ડાહીગૌરીના સરળ, આતિથ્યપ્રિય અને ધાર્મિક સ્વભાવની નારાયણ હેમચંદ્ર મુક્ત કંઠે પ્રશંસા કરે છે. નારાયણ હેમચંદ્રએ આત્મચરિત્રમાં પોતાના પ્રત્યક્ષ સમાગમમાં
૫૪ ]
• વિશિષ્ટ વ્યક્તિત્વનો આલેખ • આવનારી વ્યક્તિઓની ચેત-શ્યામ બાજુ પ્રગટ કરી છે. સ્વામી દયાનંદે એમના લેખનમાં ખલેલ પહોંચાડતી ચકલીને મારી નાખવાનું અને બીજી ચકલીઓ ન આવે તે માટે તેને મારીને લટકાવવાનું કહ્યું હતું તેવા પ્રસંગોએ પોતાને ઊપજેલો “ખેદ' દર્શાવે છે. બાબુ નવીનચંદ્ર, હેમલતા, રામજીદાસ, ચંડીચરણ અને હરિદાસનાં વ્યક્તિચિત્રો એમના આત્મીય સંપર્કને કારણે આકર્ષક બન્યાં છે.
જેના પ્રતાપથી પોતાની ઉન્નતિ થઈ, તેવા બાબુ નવીનચંદ્રના વ્યક્તિત્વ વિશે અત્યંત ભાવપૂર્ણ આલેખન કરતાં તેઓને ‘પોતાના હૃદયના સગુણના ઉપાસક દેવતા' કહે છે. બાબુ નવીનચંદ્ર રાય રતલામ રાજ્યમાં ઉચ્ચ હોદો ધરાવતા વિદ્વાન હતા. હિંદી ભાષામાં સૌપ્રથમવાર વિજ્ઞાનનાં પુસ્તકો લખનાર બાબુ નવીનચંદ્ર રાયે ચાલીસ જેટલાં હિંદી પુસ્તકો લખ્યાં હતાં. કાશ્મીરના રાજાની દરખાસ્તથી એમણે સિવિલ એન્જિનિયરિંગનાં પુસ્તકો તૈયાર કર્યા હતાં. લાહોરની ઓરિએન્ટલ કૉલેજના પ્રિન્સિપાલ, પછી રતલામના નાયબ દીવાન અને ત્યારબાદ રતલામની કાઉન્સિલના ઉપરી થયા હતા. આવા વિદ્વાન, ધર્મજ્ઞ અને પરોપકારી બાબુ નવીનચંદ્રને કારણે જ નારાયણ હેમચંદ્રને પ્રવાસની તક મળી. પોતાની આ ભાવના પ્રગટ કરતાં નારાયણ હેમચંદ્ર લખે છે :
બાબુજી ! તમે મને જગત્માં એવી જ ગાએ લઈ ગયાછો કે તેવા સ્થળમાં મને ઘણાજ આજ કાલના સુધારાવાળા તથા ધર્માત્મા લઈ જવાને સમર્થ થયા નથી. તમારા નિઃસ્વાર્થ ઉઘોગે મને આ દુનિયામાં નિઃસ્વાર્થપણે વર્તાવાને ઉત્તેજિત કર્યો છે. તમારા નિષ્કામ કર્તવ્ય એટલે તમારા કંઈ પણ ફળની આશા નહિ રાખતા કર્તવ્ય કરવામાં મને સદા તત્પર રહેવા કહે છે. તમારૂં નેહ મય જીવન મને ઉત્તેજિત કરે છે, આ જગમાં બહારથી કંઈ ને અંદરથી કંઈ એવા પુષ્કળ દીઠા છે પણ તમને તેવા દીઠા નથી. તમે જે બહારથી હતા તેજ અંદરથી પણ હતા. ક્રોધ સ્વપ્નામાં પણ તમે દીઠો નહોતો, તમારું ખરાબ કરનારા ઘણા હતા, તમારું ધન લુંટી લેનારા પુષ્કળ હતા, તમારું પ્રિય ધન ભોગવનાર પણ પુષ્કળો હતા તે છતાં
a પપ 3
Page #34
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ • તમારામાં વિદ્વેષ નહિ આવતા તથા ક્રોધ નહિ બતાવતાં તેનું સારું કરવાની ઉત્કંઠા નિરંતર જાગતી હતી. આ જગતમાં તમારા જેવી ક્રોધને દબાવવાની શક્તિ મેં કદી જોઈ નથી. તેથીજ હું આપની એક અલૌકિક શક્તિ માનું છું. મેં ઘણા લોકોને મોટા હોદ્ધાપર અભિમાની થતા, વિઘાથી અહંકારી થતા, સુંદર સ્ત્રી મળ્યાથી અભિમાની થતા, તેમજ પૈસા મળ્યાથી અભિમાની થતા જોયાછે પણ તમે એ સર્વ સંપત્તિ મેળવ્યા છતાં તમારામાં જરા પણ અભિમાન નહોતું. મેં કેટલાક ધાર્મિકનો ડોળ ઘાલનાર, ન્યાયનો ફાંકો રાખનાર બીજાને નુકશાન કરવામાં સદા મચ્યા રહેતાં જોયા છે પણ તમે તેવા નહોતા. તમે કોઈનું અહિત ઇચ્છવું નથી. તમારા દૃષ્ટાંત મને આદર્શ જેવા થયા છે. આ જ ગમાં મેં પુષ્કળો ખરાબ આદર્શ જેવા જોયા છે, કેટલાક અન્યાયના આદર્શ, કેટલાંક ક્રોધના આદર્શ, કેટલાક અભિમાનીના આદર્શ, કેટલાક વિદ્વાનનો ખાલી ભભકો બતાવનાર આદર્શ, કેટલાક બહારથી ધાર્મિકનો ડોળ રાખનાર આદર્શ જોયાં છે પણ તમારો આદર્શ સત્ આદર્શ છે. તેથીજ તમને સત્ આદર્શ કહું છું. તમે ઈશ્વર પરાયણ હતા, તમે ઉપાસના હમેશાં કરતા, તમે આળસ એ શું તે જાણતા નહોતા, તમે મને ઘણું શીખવ્યું છે. આ જગતના ઘણાક ધાર્મિક માણસોએ જે મને શીખ્યું. નથી તે તમે શીખ્યું છે. હું કહેવાતા ધાર્મિક માણસના કુડા આચરણ જોઈને માણસ માત્રને સંદેહની આંખથી જોતો હતો પણ જ્યારે તમારૂં સુંદર સ્વરૂપ યાદ આવતું ત્યારે તે સંદેહ દૂર થઈ જતો. નિરંતર તમે મારા ધ્રુવ તારા તરીકે બીરાજતા. પૂ. ૯૬ અને ૯૨ છે.
આ જ રીતે બાબુ નવીનચંદ્રની પત્ની હેમલતાના આતિથ્ય, સ્વભાવ અને સ્નેહનું સ્મરણ કરીને તેને ‘દેવી પ્રતિમા ધરીને હૃદયમાં પૂજા કરું છું.' એમ કહે છે. રામજીદાસ સાથેનો એમનો પ્રવાસ આનંદ અને કલહના આટાપાટા વચ્ચે ચાલ્યા કરે છે. નરસિંહરાવ દિવેટિયાએ ‘કુસુમમાળાની બીજી આવૃત્તિમાં ‘પહેલી આવૃત્તિની અર્પણ-પત્રિકા' એમ છાપ્યું તે બાબત અંગે બંને વચ્ચે વિવાદ અને મનદુ:ખ થયાં. આ પ્રસંગમાં નારાયણ હેમચંદ્રનો ઉતાવળે અભિપ્રાય બાંધવાની મર્યાદા તરી આવે છે.
• વિશિષ્ટ વ્યક્તિત્વનો આલેખ • નારાયણ હેમચંદ્રની તુલનાવૃત્તિ વ્યક્તિ અને સ્થળ વિશે સતત પ્રવર્તે છે. પિતા ને નાનાભાઈ પર વધુ પ્રેમ હતો તે વાત તુલના કરીને બતાવે છે. એમના મીઠાઈ ખાવાના શોખ વિશે કે ક્રોધી સ્વભાવ વિશે નરસિંહરાવ દિવેટિયાએ લખ્યું છે, પરંતુ એ વિશે આ આત્મચરિત્રમાં કશો ઉલ્લેખ નથી. બાહ્ય નિરીક્ષણમાં રચ્યાપચ્યા રહેનારા નારાયણ હેમચંદ્ર ભાગ્યે જ આંતરમંથન અનુભવતા લાગે છે અને આંતરનિરીક્ષણ તો કરતા જ નથી.
ક્યાંક તો એમની ક્ષતિને છાવરતા હોય એમ લાગે છે; જેમ કે બંકિમબાબુનાં પુસ્તકોનું ભાષાંતર કરવાની એમણે પરવાનગી લેવાની જરૂર લાગી નહિ. તેઓ કહે છે કે બંકિમબાબુએ એમની ચોપડીનો ગુજરાતીમાં તરજૂમો કરવા માટે પૈસા માંગ્યા, ત્યારે નારાયણ હેમચંદ્રએ એમ કહ્યું, “ગુજરાતીમાં ઘણાં જ થોડાં પુસ્તકો ખપે છે. હું તો એક શોખને માટે લખું છું તેમાં કંઈ કમાઈ નથી.” (પૃ. ૩૮૧) આમ છતાં બંકિમબાબુએ એમને ના પાડી ત્યારે નારાયણ હેમચંદ્ર બેશરમ બનીને નમસ્કાર કર્યા વિના ચાલ્યા ગયા. વળી પોતાની વાતનો બચાવ કરતાં એ લખે છે કે બીજી ભાષામાં ભાષાંતર કરવાથી ચોપડીનો ‘ઉઠાવ' ઓછો થતો નથી અને તેથી તેઓ ગ્રંથ કર્તાની પરવાનગી માંગતા નથી.
આ આત્મચરિત્રમાં ભૂતકાળની સ્મૃતિ અને આલેખનનું સત્ય બંને મળે છે. નારાયણ હેમચંદ્રની પ્રકૃતિ એવી છે કે જે તેઓ પોતાના વ્યક્તિત્વને રૂપાંતરિત કરીને આલેખવાને બદલે પોતાની જાત જેવી છે તેવી જ ધરી દે છે. નારાયણ હેમચંદ્રના જીવનમાં ઈશ્વર શ્રદ્ધા અને પ્રાર્થનાબળ કેન્દ્રસ્થાને છે. આને કારણે જ તેઓ ‘સાધુચરિત' વિશેષણ પામ્યા હશે. તેઓને ઈશ્વરનો સ્તુતિવાદ કરવામાં આનંદનો અનુભવ થતો અને એમ માનતા કે ઈશ્વરને યાદ કરવાની સૌથી સુંદર જગા તેણે રચેલી મનોહર પ્રકૃતિ છે, આથી કોઈ સુંદર સ્થળ જોતા કે તરત જ એમનું હૃદય ઈશ્વરના સ્તુતિગાનમાં ડૂબી જતું. વળી આવા ઈશ્વરી બળને કારણે જ તેઓ વિષયવાસના સામે સંયમદંઢ રહી શકે છે, તેમ માનતા હતા, તેઓ લખે છે :
મારામાં પણ ફેરફાર થયો, હવે હું પુખ જુવાન થયો છું. મારી પ્રકૃતિ હવે બળવાન થઇ. વિષયવાસના કામ વગર વધે છે, એવું મેં સાંભળ્યું હતું, તે હવે અનુભવ કરવા લાગ્યો. વિષય ભોગવવાની વૃત્તિ ઉત્પન્ન થઈ, પણ તરત ઈશ્વરી બળ આવીને રોકી. મને જ્યારે વિષય વાસના
૩ ૫૭ ]
0 ૫૬ ]
Page #35
--------------------------------------------------------------------------
________________
* શબ્દસમીપ ઉત્પન્ન થતી ત્યારે ત્યારે એકદમ ઈશ્વરની સ્તુતિ કરવાની ઇચ્છા ઉત્પન્ન થતી. હું તરત ઈશ્વરની પાસે બળ માગતો, આથી મને બળ આવતું, હું વિષય વાસનાથી દૂર થતો. [પૃ. ૨૩૪-૨૩૫/
•
રાત્રે ઝૂંપડાના દરવાજે ઊભેલી કુસુમને એમણે ના કહી, તેની પાછળ ઈશ્વરી બળનો અનુભવ કરે છે :
મારી તો ખાતરી છે કે ઈશ્વરની પ્રાર્થના આ જગતમાં બધું કરે છે. કેટલાક નાસ્તિકો તથા સંદેહવાદીઓ પ્રાર્થનાની જરૂર માનતા નથી પણ મારા જીવનમાં હું દરેક વેળાએ પ્રાર્થનાનું બળ અનુભવુંછું. [પૃ. ૨૦૬]
સાધુચરિત નારાયણ હેમચંદ્ર જીવનમાં આવેલા વિકારના પ્રસંગોનું આલેખન કરે છે. તેઓ વેશ્યા સ્ત્રીઓની પ્રલોભનભરી ચેષ્ટાઓ છતાં પોતે કઈ રીતે શ્રીનગરમાં અવિચળ રહ્યા તેની વાત કરે છે.
આ આત્મચરિત્રમાં નારાયણ હેમચંદ્રના વ્યક્તિત્વની કેટલીક નોંધપાત્ર વિશેષતાઓ પ્રગટ થાય છે. પ્રવાસમાં એમને ક્યારેય ડર લાગતો નહિ. લાંબા અંતર સુધી ચાલવાનો, એક્કામાં બેસવાનો અને પહાડ ચઢવાનો એમને ભારે શોખ. ચોર-લૂંટારા કે મૃત્યુનો સહેજે ભય નહિ. ઈશ્વરશ્રદ્ધા ખરી, પરંતુ ધર્મસ્થાનોમાં ચાલતાં ધતિંગો તરફ એટલો જ આક્રોશ. આવી જ રીતે અંગ્રેજોના કે રાજાઓના અન્યાય અંગે સતત વિરોધ પ્રગટ કરે છે. રાજાઓના રાજ્યાભિષેક માટે થતાં ખર્ચની ટીકા કરે છે. જગતની પરિવર્તનશીલતાની વાત વારંવાર કરે છે. ‘દુનિયા નિરંતર પરિવર્તનશીલ છે’ એ વાત એમણે શહેરો, સમાજ અને સ્થળના સંદર્ભમાં કરી છે.
નારાયણ હેમચંદ્રનો વિપુલ સાહિત્યરાશિ જોતાં ખ્યાલ આવશે કે એમણે અનેક વિષયોમાં પોતાની કલમ ચલાવી છે. ફિનૉલોજી, હુન્નરઉદ્યોગ, ધર્મ અને અધ્યાત્મવિદ્યા જેવા વિષય પર લખ્યું છે. મસ્તિષ્કશાસ્ત્ર, પ્રેતવાહનવિદ્યા અને ખેતી જાણતા હતા. એમણે ભાષા કે જોડણીની લેશમાત્ર પરવા કર્યા વિના જ્ઞાનવૃદ્ધિની ધગશથી બધી રચના કરી છે. એમની ભાષાની કઢંગી રચનાઓ અને શબ્દોની વિચિત્રતા અંગે એ સમયના સાહિત્યકારોએ સખત ટીકા કરી હતી. નરસિંહરાવ સાથે એમનો ગાઢ પરિચય હતો અને
]]
વિશિષ્ટ વ્યક્તિત્વનો આલેખ
નરસિંહરાવને કાવ્યો લખવાની પ્રેરણા આપનાર નારાયણ હેમચંદ્ર હતા. તેઓ નરસિંહરાવને વારંવાર કહેતા, “મહાશય, કાંઈ કાવ્યો રચો ને.”* એને પરિણામે નરસિંહરાવે એમના કાવ્યપ્રવાહને ‘ટોકીટોકીને’ પ્રવાહિત કરનાર નારાયણ હેમચંદ્રને ‘સુમમાળા'માં આ રીતે અર્પણ લખ્યું—
ઉઠી જે સ્વચ્છંદા હૃદયગિરિથી
કાવ્ય સરિતા. વહી ચાલી મન્દા કાંઠે, કદિ કુદી તેણે ત્વરિતા; પછી સુકારણ્યે પડિ સહસા સેર વિરમી, કિધા યત્નો કોટિ તર્ષિ લહરી પાછિ ન રમી;
ભમન્તો દેશોમાં અજબ મંદ જાદૂગર તહ ચો આવી સાધુ, દિઠિ સરિત ડૂબી રણ મહિં, ભણી મંત્રો મોથા કા પથરે દંડ પર્યો.— અને જો ! ચાલ્યો ત્માં ઉછાળ બળવેગેથી ઝરો; ફરી ચાલી પેલી કવિતસરિતા સત્વર રો. હજી ના સુકાઇ; વડ્યું વડું હું તો ધન્ય તુજને; તુને સાધુ શો હું ઉપકૃતિ તો આપું બદલો ? સમ લે આ
એ સરિતલહરી અર્થ સઘળો. [પૃ. ૩૫૦) નારાયણ હેમચંદ્રએ નરસિંહરાવ સાથે પોતે કરેલાં ભાષાંતરોની ઘણી ચર્ચા કરી હતી. નારાયણ હેમચંદ્રના ઝડપી સાહિત્યસર્જનના પ્રયાસને તેઓ ‘પુસ્તકોનું કારખાનું’ કહેતા અને તે શબ્દશઃ સાચું હતું, કારણ કે સંખ્યાબંધ પુસ્તકો પ્રગટ કરવાની અત્યંત ઉતાવળ અને એક દિવસમાં એક ‘ફરમા’ જેટલું ભાષાંતર કરવાનો એમનો નિયમ એમના ભાષાદોષોની પુષ્ટિ કરતો હતો. તેઓ જોડણીની પરવા ન કરતા અનુસ્વાર શત્રુ તરીકે જાણીતા હતા. એ સમયે નારાયણ હેમચંદ્રની ગુજરાતી ભાષા નારાયણી ગુજરાતી તરીકે ઓળખાતી. એનો અર્થ એ કે અશુદ્ધ, વ્યાકરણદોષવાળી, સંસ્કૃત-બંગાળી દોષયુક્ત સંસ્કૃતમય ગુજરાતી.
નારાયણ હેમચંદ્રની સાહિત્યિક પ્રવૃત્તિ વિશે અહોભાવથી લખનારા શ્રી
* ‘મનોમુકુર', પૃ. ૨૭૩
૫]
•
Page #36
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ • રમણીક મહેતાને નારાયણ હેમચંદ્ર એમ કહ્યું હતું કે તેઓ દરરોજ છ કલાક લખે છે. કોઈ વાર એથી પણ વધુ વખત સુધી લખ્યા કરે છે. આ બાબત વિશે નરસિંહરાવ મજાક કરતાં કહેતા કે જૂના વિચારોનાં માબાપો છોકરાઓને વહેલા પરણાવવાની ઉતાવળ કરે છે તેવી ઉતાવળ તમે પુસ્તકો છપાવવામાં કરો છો. જો કે આ વાત સાંભળી નારાયણ હેમચંદ્ર ઉત્તર આપવાને બદલે હસતા હસતા પોતાનો દોષ કબૂલ રાખતા. ‘હું પોતેમાં એમણે વ્યાકરણ કે ભાષાશુદ્ધિની કોઈ તમા રાખી નથી; જેમ કે ‘ઠાઠને બદલે ‘ઘાટ' (પૃ. ૨૬૧), ‘પાલીતાણાને બદલે ‘પાલીતાણા’, ‘શોરબકોરને બદલે ‘શોહ બકોર' જેવા શબ્દપ્રયોગ કરે છે. કેટલાક શબ્દો પ્રચલિત કરતાં જુદા અર્થમાં પ્રયોજ્યા છે; જેમકે ‘ચર્ચા 'ના અર્થમાં ‘તકરાર’, ‘લખાણના અર્થમાં ‘લાણું' અને ૨કઝકને માટે ‘હાહો કરતા' શબ્દ પ્રયોજે છે. બીજા કેટલાક નોંધપાત્ર શબ્દપ્રયોગો જોઈએ : ‘આતિથ્યને માટે ‘પરોણાચાકરી', ખોટ આવે તેને માટે ‘બાઈ પડત', ‘સમયને માટે ‘વારો', ‘ભાગીદાર ને માટે ‘ભાગિયણ' જેવા શબ્દો યોજે છે. પોતાને માટે વખતોવખત ‘સેવક' શબ્દ પ્રયોજે છે. ક્યાંક સારી વાક્યલઢણ પણ મળે છે. જેમ કે
‘પોતાના કર્તાના હવાલામાં પ્રાણ સોંપ્યા'- પુ. ૩૧] ‘આ મનુષ્ય દેહે ત્યાં પગ જ મૂક્યો નહીં.' (પૃ. ૪૯] ‘નવીનચંદ્ર રાય મારા સદ્દગુણોનો ઉપાસક દેવતા છે.' (પૃ. ૯૧] ‘કડવું મીઠું કરીને ખાટું. ' (પૃ. ૧૫૮] ‘હાથી પર બેસીને ભાષણની જગાએ અમે જતા. જાણે ભાષણનો રાજા શહેર માંથી પોતાના મહેલમાં જતો હોય એવું જણાતું.' (પૃ. ૨૮૫) ‘હું બાબુ નવીનચંદ્ર રાયને ત્યાં રહેવા લાગ્યો. બાબુની પ્રીતિ મને આલિંગન કરવા લાગી.' (પૃ. ૩૯૨)
કેટલેક સ્થળે સુંદર વર્ણનો જોવા મળે છે. તેઓ જે સ્થળે જાય તેનું વર્ણન આપે છે. જેમકે દિલ્હીના મ્યુઝિયમનાં ચિત્રો વિશેનું મનોહર વર્ણન આલેખે છે :
so
• વિશિષ્ટ વ્યક્તિત્વનો આલેખ • દિલ્લીના મ્યુઝીયમમાં કેટલાક ઉત્તમ ચિત્રો છે, તે ચિત્રોમાંથી એક બેનું વર્ણન આપવું યોગ્ય જણાય છે. આ ચિત્રો જુનાં છે પણ તે બહું ઉત્તમ છે. તે ચિત્રમાં કોઈ દેશની રાજકુમારી જોડે ક્યાંના રાજ કુમારનો વિવાહ સંબંધ નક્કી થયો છે, શહેરમાં પહોળા રાજ માર્ગપરથી મોટા મોટા ખુમચાઓમાં વિવિધ ફળ, મિષ્ઠાન તથા નવા પ્રકારની રાજ ભોગ્ય સામગ્રી લઈને મોટી લશ્કરી પલટણ ગીત વાઘની જોડે તે તરફના મહેલ તરફ લઈ જાય છે. સાથે લાલ, સફેદ, કાળા તથા મેલખોર ચાર શેડા જોડેલા સોનાના રથના ઉપર અસમાની ચંદરવા નીચે નોબતખાનું છે. અને આગલા ભાગમાં, આપણા દેશની વિલાસ કળા જાણે સવભર્ષ સંપૂર્ણ કરેછે એવું જણાય છે. સારંગી તથા સિતાર માં, નૂપુરમાં, વળયમાં, હાથના ચાળામાં, તથા શરીરની લીલાથી મનોહારિણી લાસ્ય લીલા છે. બન્ને બાજુએ હારદાર સિપાઈઓ છે, આસમાની, ગુલાબી, સફેદ, પીળી, લીલા રંગના ડગલા સોનેરી રૂપેરી કોર મૂકીને પહેર્યા છે. અને માથાપર ગાઢ! આશમાની રંગની પાઘડી પહેરેલી છે અને હાથમાં સોનાની છડીઓ લીધેલી છે, અને પાનથી લાલ હોઠ થયાથી સચેતન પદ મર્યાદાનો કંઈક હસ્તો ભાવ જણાય છે. અને આ સુરંજીત દેખાવની પાછળ નાચનારીઓના પગલાં ઉપડતાં તથા હાવભાવ જણાય છે અને તાલે તાલે ફરતી તથા બારીક મલમલના ઉપર જરીની કોરની કરચલીમાં જરા જણાય એવા વિવિધ રંગના તંગ પાયજામાં તથા સ્તનને ઢાંકવાની કાચલીઓ દેખાય છે. તેમાં કનક યૌવન મોહ સંચારિત થઈને જાણે વસંત મદોન્મત્ત કોકીલના ગીત મુખરિત સિરાજ પુરીની એક સુંદર મરીચિકા રચના કરી છે. પરંતુ નિપુણ ચિત્ર કર આટલીવાર સુધી ફક્ત એક મૂંગો દેખાવ ઇન્દ્રજાળની રચના કરીને થાક્યો નહોતો તેના પ્રત્યેક નરનારીજ સમાન સજીવ સહૃદય મનુષ્ય છે. અને આ ઘોડાના રથ ઉપર આવનારી ચાર ચરણ તાડિત નુપુર સિચિત લાંબી મુસાફરી તેઓ મૂંગા તથા બહેરાના જેવા થઈને આવ્યાં નહોતા, પરંતુ ઘણા હલકા પ્રેમની ઠઠા મકરીથી, અપાંગના વિલોલકાના કટાક્ષમાં, મિતહારી મધુર સંભાષણમાં તથા સરસ
2 ક 1
Page #37
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ • ભાષણ પ્રસંગમાં એક મેકના ચિત્ત વિનોદન કરીને પરિશ્રમ એ કી વખતે ભૂલી ગયાં છે. અને ચિત્રમાં પણ તે અતિ સારી રીતે દેખાડ્યું છે, જ્યાં એક સામાંગી પુખ મેળવા વિલાસિની માર્ગના થકાવટથી થાકીને કપાલપરનો પરસેવો લુછવા માટે કદી એકવાર પછવાડે મોં ફેરવ્યું હતું, અને શુભ અવસરે લાલ અને નહિ રોકતા એક ચંચળ ચિત્ત તરૂણા માવત છેટેના હાથીના ઉપરથી વાહવા સૂચક એક સસ્મિત સલામ નિવેદનમાં પોતાની મનોવેદના જણાવી, ચિત્રકરની દૃષ્ટિ તે પણ અતિક્રમ કરી નથી. નોબતખાનામાં સરણાઈનો અવાજ કાઢીને અન્યમના વગાડનાર એક નજરથી સામેના નૃત્ય કળા કૌશળનો ઉપભોગ કરતો હતો તે એકાગ્રષ્ટિ ચિત્ર કર નિઃશબ્દથી પોતાના ચિત્ર પટમાં હરણ કરીને લાવ્યો છે. જે ખંજન નયનાની ઉત્સુક દૃષ્ટિ, કોઈ પરિચિત પ્રિય મુખ જોવાની આશાથી ચારે બાજુએ વારંવાર ફેરવે છે, તેના સુમાંકિત કાળા ભમરો મનોજથી કુંજન વિલાસ અહિં પાછીના મોહસ્પર્શથી પકડાયા છે. અને આ બધામાંજ આપણા મુખે ભાવના નાના પ્રકારના ભાવ જણાવીને ચિત્રકળાનું મનોહારિપણું વધારે વધારેલું છે. પૂ. ૧૨૯થી ૧૩૧]
આ જ રીતે કાશ્મીર, હિમાલય, મામલેશ્વર, ગંગા, પંઢરપુરનાં સુંદર વર્ણનો મળે છે. પહાડ, અસ્તાચળ, ગાડીનો ડબ્બો કે સમુદ્રની લીલાનું વર્ણન પણ આલેખે છે. પ્રકૃતિ અને ઈશ્વરનો એકસાથે અનુભવ કરતા નારાયણ હેમચંદ્ર લખે છે,
સૂર્ય આથમવાનો દેખાવ જોઇને ઈશ્વરની લીલા અનુભવી. સૂર્યનારયણ અસ્ત પામવાની વેળાએ લાલ કંકુ કૌમુદીના આવકાર દેવા માટે આ કાશમાં છાંટયો હોય એવું જણાયું. આકાશના પશ્ચિમનો ભાગ લાલ થયો. ધીરે ધીરે તે મળી ગયો, થોડીકવારે ચંદ્રિકાએ પ્રકાશ આપ્યો. આ કાશમાં તારાઓ ખીલ્યા જાણે આકાશરૂપી હોઢણી સમુદ્રરૂપી સુંદરીએ હોઢી હોય તેથી સમુદ્ર બહુ સુંદર દેખાયો. આ સુંદરતા નિરવે રહી. ચાંદરણી પાણીમાં હસવા લાગી. (૫. 305 |
• વિશિષ્ટ વ્યક્તિત્વનો આલેખ • ક્યાંક વર્ણન, ક્યાંક કોઈ સ્થળ વાચકને આંગળી પકડીને બતાવતા હોય એવી રીતે પણ આલેખે છે :
હવે તો પેલા બંગલાખો જણાય છે. ઓ પેલું ચર્ચ દેખાયું. હવે અંગ્રેજોના બંગલા આવ્યા. જુઓ જુઓ, કેવા પહાડના શિખર ઉપર આડા અવળા બંગલા બાંધેલા છે. ત્યાં જવાને આડા અવળા રસ્તા કેવા કર્યા છે. આ પેલો બંગલોમાં જવાનો રસ્તો, તે કેટલો સીધો છે. જતા કેટલી મુશ્કેલી પડતી હશે. જરા રખાગુ પાછું ચલાય તો ખો માં પડી જવાય, તેથી તેને લાકડૉના કઠેરા બનાવ્યા છે. વાહ ! પહાડ પાસપોસ બહુ સુંદર દેખાય છે. ચાલો, હવે ડાગ બંગાળામાં ઉતરીએ, ડાગ બંગાળામાંથી અહિંનો બહુ સુંદર દૃશ્ય દેખાય છે. ચાલો, હવે બજારમાં જઇએ. બજાર પણ ચઢણમાં છે. આ જુઓ બજારની દુકાનો ' દુકાનદાર કેવા લેનારને સમજાવે છે. કેવા ભલમનસાઇથી વાત કરે છે. (પૃ. ૩૫૮] વેશ્યાને ત્યાં લઈ જનારા શ્રીમંતના પુત્ર વિશે તેઓ લખે છે કે, હું શેઠની સાથે ચાલ્યો. ક્યાં ચાલ્યો ? તે તો હું કાંઈ જાણતો નહોતો. શેઠના પુત્રે રસ્તામાં કહ્યું કે કાલે પેલી નાચનારી આવી હતી તેને ઘેર આવશો ? ત્યાં જઈએ. મેં કહ્યું ઠીક છે, ચાલો, પછી તેણે છૂપી રીતે મેળવેલો રાંડનો પત્તો બતાવ્યો પછી અમે કાંદાવાડીમાં શેઠ વરજીવનદાસ માધવદાસના બંગલાની સામેના ઘરમાં ગયા, ત્યાં બે જણી સાક્ષાત્ પ્રતિમા જોઈ. તેઓએ માને પૂર્વક અમને આવકાર દીધો. પછી શેઠના પુત્ર તોતડે અવાજે પ્રેમનો ઉભરો કાઢ્યો. પછી પાન ખાધાં. તે દિવસે તો જેમ ગયા હતા તેમ પાછા ઘેર આવ્યા. પછી તો આ મનુષ્ય દેહે ત્યાં પગજ મૂક્યો નહિ, કોણ જાણે તે શ્રીમંતના પુત્ર કેટલીવાર ગયા હશે ? બાપ મરી ગયાથી ઘણું ધન હાથમાં આવ્યું, બાપની કીર્તિથી સુંદર સ્ત્રી પરણ્યો. ઘણું ધન છતાં શેઠને ચોરવાની ટેવ પડી. કેટલીક વખત તે શ્રીમંતનો છોકરો કેદખાનામાં પડર્યા ! કંઈ પણ તેના બાપે ભણાવ્યો નહિ. હીરાની વીંટી પહેરાવીને તેનો જન્મારો ખરાબ . હાલ તે લંગડા અવસ્થામાં શરીરના
sa
૬૨ 3
Page #38
--------------------------------------------------------------------------
________________
* શબ્દસમીપ •
હાડકાંના માળા જેવો એક કોટડીમાં પડી રહે છે. ધન્ય છે શેઠાઈને ! પૃ. ૪૯]
‘હું પોતે’માં લેખકે ઉદ્બોધનાત્મક શૈલીનો બહોળો ઉપયોગ ર્યો છે. પોતાના જીવનપ્રસંગોમાં ‘વાંચનાર’ સાથે પ્રત્યક્ષ વાત કરે છે, તો સ્થળવર્ણન કરતી વખતે વાચકને ‘આ જુઓ’ ‘પેલું જુઓ’ એમ કહીને એ સ્થળોનો જીવંત પરિચય આપે છે. આ વર્ણનોમાં ક્યાંક પુનરાવર્તન પણ થાય છે. આત્મચરિત્રમાં ક્યાંક કલ્પનાનો ઝબકાર જોવા મળે છે. રેવાલસર જતા હતા, ત્યારે અંધારી રાત્રે એક બાજુ મોટો પહાડ અને બીજી બાજુ ઊંડી ખીણ હતી. ચિંતાતુર નારાયણ હેમચંદ્ર લખે છે કે એ રાત્રે ચંદ્રે પોતાનું ઔષધિનાથનું નામ સાર્થક કર્યું.’
જૂનાગઢના નવાબને ત્યાં એમણે જે વિલાસ જોયો તેનું પણ આલેખન કર્યું છે. દરેક સ્થળની વિશેષતાઓ એ નોંધે છે; જેમ કે શ્રીનગરમાં રાજ્યની હદમાં ટપાલમાં આવતા કાગળ પર બે પૈસાનું મહેસૂલ આપીએ તો જ કાગળ મળે. એ રીતે ચાના બગીચાના માલિકો મજૂરો ઉપર જુલમ કરતા હોવાથી બાબુ નવીનચંદ્ર રાયનાં કુટુંબીજનો પૈકી એક રાજચંદ્ર ચા પીતા ન હતા. નૅશનલ કૉંગ્રેસના અધિવેશનમાં ભાગ લેતા ગુજરાતીઓ વિશે તેઓ કહે છે :
ગૂજરાતી તો ત્રણમાં કે નહિ તેરમાં ને છપનના મેળામાં. ગુજરાતી તો અહિં બહુજ થોડા દીઠા. તે વળી કેટલાક અમદાવાના ભાઇ સાહેબ. અમદાવાદના ભાઇ સાહેબને તો પગે લાગીએ. એ તો ભાઇ બોલવા નહિ.
એ તો દેખાવના છે. ગુજરાતી વર્ગ તો પડચા બિચાર મનના ગરીબ, તેને તો આ કાયદો સારો કે ફલાણો ખરાબ તેને શી આપદા પડી છે. તે તો પોતાના ધંધા વેપારમાં કુશળ એટલે પૈસા પૈસા. અને ખર્ચવામાં ચમડી જાય પણ દમડી ન જાય એવા એટલે પૈસાનો ઉગારો તો બહુ થવાનો અને જ્યારે ઘરમાં ટાણુટચકુ આવે એટલે ફુલણજી થવાના. જે એકઠું કર્યું હોય તે બે ત્રણ દહાડમાં પાર થવાનું આવા અમદાવાદી હજાો છે. તેમાં વળી
.૬૪.
વિશિષ્ટ વ્યક્તિત્વનો આલેખ
કેટલાંક હાલ તો વકીલો, બારિસ્ટો થઇને આવ્યા છે તે તો જાણે સ્વર્ગમાંથી ઉતર્યા હોય તે એવા બન્યા છે. બિચાર ભાઈસાહેબ એક બે ગણ્યા ગાંઠ્યાં ઇડિયન નેશનલ કોંગ્રેસમાં બિરાજ્યા હતા. તેના મોં પર તેજ નહોતું. તેઓનું ખાવાનું બીજું રસોડું નહોતું. દક્ષિણોની જોડે ખાવાનું હતું. કાઠિયાવાડ તો પડ્યું દેશી રાજ્ય. ત્યાંથી તો કોણ આવે ? એક તો ભાવનગરનો રાજભક્તનો એડિટર ગીરિજાશંકર અને બીજો કાઠિયાવાડનો ગાંધી કે જે જૈનનો ઉપદેશક થઇને અમેરિકા ઇંગ્લેંડમાં ફરે છે તેઓ હતા. બીજા તો ભાઈ બોલો રામ. [પૃ. ૩૮૭
.
નવા નવા પ્રદેશો જોવાની એમની જિજ્ઞાસા આત્મચરિત્રમાં સતત પ્રગટતી રહે છે. એક શહેરને ફરીથી જુએ ત્યારે એના પરિવર્તનની નોંધ કરે. રાજા રામમોહનરાયનું ‘તિબેટની મુસાફરી'નું પુસ્તક વાંચ્યું તેથી નારાયણ હેમચંદ્રને તિબેટ જવાની ઇચ્છા થઈ હતી તેમજ એ પછી ચીન અને જાપાનની મુસાફરીનાં પુસ્તકો વાંચતાં તિબેટ થઈને ચીન-જાપાન જવાનો વિચાર કરતા હતા, જોકે એમની આ ઇચ્છા પૂર્ણ ન થઈ, કારણ કે બાબુ નવીનચંદ્રએ લાહોરમાં એમને એમની જમીન અને ઘરોની રખેવાળીનું કામ સોંપ્યું. બંગાળી, હિન્દી, મરાઠી ને ગુજરાતી પુસ્તકો તેઓ સતત વાંચતા રહેતા. એક અંગ્રેજ ગૃહસ્થ નારાયણ હેમચંદ્રને ફ્રેન્ચ શીખવતા હતા. અંગ્રેજી, ઇટાલિયન, જર્મન, ફ્રેન્ચ અને સ્પેનિશ ભાષા શીખ્યા હતા. જ્ઞાનવૃદ્ધિની એમનામાં અપાર ધગશ હતી.
બાબુ નવીનચંદ્ર રાયની ઘણી મોટી છાયા એમના પર પડી છે. ઘણી વાર તેઓ રાત્રે ખાટલા પર સૂતાં સૂતાં નારાયણ હેમચંદ્રને અંગ્રેજી કૃતિનું ભાષાંતર સંભળાવતા અને નારાયણ હેમચંદ્ર તે ધ્યાનપૂર્વક સાંભળતા.
નારાયણ હેમચંદ્રનાં પુસ્તકોની અર્પણપત્રિકાઓ પણ નોંધપાત્ર છે. ઈ. સ. ૧૮૮૧ની પહેલી મેએ મુંબઈના ઓરિએન્ટલ પ્રેસમાં છપાવીને પ્રગટ કરેલા ‘જાતિભેદ અને ભોજનવિચાર' નામનું પુસ્તક એમણે પોતાના આર્યબંધુઓને અર્પણ કરતાં લખ્યું :
]]
Page #39
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ * મારા આર્ય ભાઈઓ અને બેનો, આર્ય ! ભારત જેની લીલાભૂમિ, ભારતી જેની જનની, સંસ્કૃત જેનો વાક્યાલાપ, મનું જેનો પિતૃ પુરૂ ષ, વેદ વિઘા જેનું ચિત્ત પ્રસૂત, તે જગદ્ગુરૂ આર્ય જાતિને પ્રાતઃ સ્મરણીય આ જાતિભેદ અને ભોજન વિચાર નામક લઘુ ગ્રંથ અનુરાગ ૨સાભિષિક્ત હસ્તથી સમર્પિત કર્યો છે. તેમાં જે વિચારનું ઉદ ધાટન કર્યું છે તેનો પક્ષપાત રહિત વિચાર કરી જાતિભેદ મૂળથી છે કે નહિ અને શૂદ્રના હાથનું ખાવું ઉચિત છે કે નહિ એ નિરધારિત કરીને તે પ્રમાણે ચાલવાનો પ્રયત્ન એક આર્યો કર્યો તો તેનાથી હું સમસ્ત યત્ન, પરિશ્રમ અને વ્યય સફળ થવા માનીશ.
વિનયાવત મુંબઈ તા. ૧ લી મે ૧૮૮૧ નારાયણ હેમચંદ્ર. (૫.૨૪-૨૪૧)
આ આત્મચરિત્રમાં જીવન અને જગત વિશેનું એમનું ચિંતન પણ પ્રગટ થાય છે. કેળવણી, કીર્તિની લાલસા, પ્રવાસનો લાભ, આડંબરયુક્ત ધર્મોત્સવો, પ્રેમ, ધર્મને નામે કમાવવાની વૃત્તિ જેવી બાબતો વિશે તેઓ પોતાના વિચારો આલેખે છે. કેળવણીના બે પ્રકાર વિશે તેઓ નોંધે છે :
કેળવણીના બે પ્રકાર છે. એક ચોપડીઓ વાંચીને જ્ઞાન મેળવવું. તે જ્ઞાન બીજાએ મેળવેલા શtોનનો અનુભવ પોતે વાંચીને મેળવવું એ છે. બીજો પ્રકાર પોતે વસ્તુ જોઈને જ્ઞાન મેળવવું તે છે. વસ્તુ જોઈને અને વસ્તુને બનતી જોઈને, જે જ્ઞાન મેળવવું તે જ્ઞાન મનમાં સારી પેઠે હસે છે તેથી આજ કાલ યુરોપમાં તેવું જ્ઞાન આપવાની પદ્ધતિ પસરી છે. કેળવણીની ખરી રીતિ જે વસ્તુનું વર્ણન કરવામાં આવે તે પ્રત્યક્ષ દેખાડીને તથા બનાવીને આપવાથી તેની અસર વધારે થાય છે, એવું વિદ્વાનોનું કહેવું છે. જો કે પહેલાં હું તેમાંનું કંઈ જાણતો નહોતો પણ મઝા પડવાથી હું તેમ કરતો હતો એટલે સ્કુલમાંથી નાસીને બીજી જાતની કેળવણી મેળવતો હતો. પૃ. ૨૭-૨૮]
• વિશિષ્ટ વ્યક્તિત્વનો આલેખ • જ્યારે પ્રાર્થનાસમાજના ઉત્સવ વિશે તેઓએ લખ્યું, ઉત્સવ આરંભ થયો. મોટી ધામધૂમ થઇ, બહારથી ઘણું થયું પણ અંદર શું થયું હશે તે હું અનુમાન કરી શકતો નથી. બહારથીજ લોકો જુએ છે. અંદર કોણ જુએ છે ? (પૃ. ૨ ૫૦] જ્યારે પ્રેમ વિશેની વિચારધારા પ્રગટ કરતાં તેઓ લખે છે : મનમાં મેં વિચાર કર્યો કે પ્રેમ છૂટતો નથી, જો પ્રેમ કરવામાં આવે, તો તે ભૂલાતો નથી. જો કે હું તેના ઉપર કેવો પ્રેમ રાખતો હતો તે હમણાં યાદ નથી પણ હું તેની જોડે સારી રીતે ચાલતો હોઈશ એવું અનુમાન કરી શકું છું. ગમે તેમ હો. (પૃ. ૧૩]
આ રીતે પ્રકૃતિ અને પ્રવાસની સાથોસાથ એમની વિચારશીલતા પણ આત્મચરિત્રમાં પ્રગટ થાય છે.
આમાં આલેખાયેલાં શહેરોનાં વર્ણનોમાં એનો ઇતિહાસ, એનાં જોવાલાયક સ્થળો, સ્ત્રી-પુરુષોની જીવનશૈલી, ખાનપાન, કલાકારીગરી, વેપાર-ઉદ્યોગ અને ઉત્સવોનું ચિત્ર પણ આપે છે. મારવાડી, બંગાળી, સિંધી, કાશ્મીરી, મદ્રાસી, અમદાવાદી અને વૃંદાવનની સ્ત્રીઓનું વર્ણન આમાં મળે છે. શ્રીનગરની સ્ત્રીઓનું વર્ણન કરતાં તેઓ લખે છે :
જ્યાં નજર ફેંકતો હતો ત્યાં ખૂબસુરત સ્ત્રીઓ આંખને ખેંચતી હતી. પણ કાનના અલંકારો તેમને કદરૂ પા કરી નાખતા હતા. કદાચ મારો આ સંસ્કાર હોય, પણ કાશ્મીરીઓની પાસે તે ખૂબસુરતમાં ગણતા હોય એવું જણાય છે. ખૂબસુરતીનો ખ્યાલ જૂદા જૂદા માણસોમાં જૂદો જુદો હોય છે તે હું કબૂલ કરું છું પણ ખૂબસુરતીના જે બહારનાં લક્ષણો બધા માણસોમાં કેટલોક મેળ છે. તે પ્રમાણે અહિંની સ્ત્રીઓનો ચહેરો કંઇક લંબગોળ, નાક સુંદર, ખાંખ હરણના જેવી ચપળ, શરીરનો બાંધો ઘણો જાડો નહિ તેમ ઘણો પાતળો નહિ. તે જોયાથી મનને હરણ કરે એવી દેખાઈ. જે હોડીમાં અમે રહેતા હતા. તે હોડીવાળાની સ્ત્રી પણ સુંદર હતી. જ્યાં સ્ત્રીઓને જોતો ત્યાં કંઇક નવી ખુબસુરતી જોતો હતો. તેમાં વળી પંડિતની સ્ત્રીઓની વાત
a ૬૭ ]
Page #40
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ • પૂછવીજ નહિ, તેઓને ખૂબસુરતીનો નમૂનો કહેવામાં આવે તો ખોટું નહિ. તેઓની આંખ નાક પણ સુંદર હતાં. બેશક બધી સ્ત્રીઓના વિશે એવું સમજવું નહિ. કેટલીક સ્ત્રીઓ તો નીચલા પ્રદેશમાં તેના જેવી મળવી દુર્લભ છે એવું જણાયું. પૂ. ૩૬૨-૩૬૩]
સોમનાથના ઇતિહાસનું, કાશીની વિશેષતાનું અને ભૂજના રાજમહેલનું વર્ણન ધ્યાનાર્હ છે.
નારાયણ હેમચંદ્ર સ્થળોનો ઇતિહાસ આપે છે પરંતુ વિગતોની પૂરતી ચકાસણી કરવાની દરકાર રાખતા નથી, આથી જ ‘આગ્રાની નવાઈઓ નામના આત્મચરિત્રના છવ્વીસમાં પ્રકરણમાં મોગલ બાદશાહ શાહજહાંને બદલે જહાંગીરે તાજમહાલ બંધાવ્યો એમ લખે છે. એ જ રીતે તાજમહાલ પાછળ લગભગ બે કરોડ રૂપિયા ખર્ચાયા હતા એવું તેમણે લખ્યું છે. હકીકતમાં તેની પાછળ ચાર કરોડ રૂપિયાનું ખર્ચ થયું હતું.
આ આત્મચરિત્રના આલેખન સાથે નારાયણ હેમચંદ્રનું સુધારક તરીકેનું વ્યક્તિત્વ પણ અછતું રહેતું નથી. નાતજાતની પરિસ્થિતિ પર, ડોળઘાલુ સુધારકો પર, મૂર્તિઓ સ્થાપીને કે અન્ય ધાર્મિક ક્રિયાઓ દ્વારા પેટ ભરતા બ્રાહ્મણો પર કે જનોઈ-વિધિના આડંબર પર તેઓ ટીકા કરે છે. રાજાઓની વિલાસિતાની પાછળ થતા ખર્ચાઓ વિશે લખે છે, તો પોતાની પાછળ અનુયાયીઓની પેઢી ઊભી કરનાર સાધુ-સંતો પર કટાક્ષ કરે છે. ધર્મસ્થાનોમાં ચાલતા વ્યભિચારને તેઓ ખુલ્લા પાડે છે. જેમકે પંઢરપુર વિશે તેઓ લખે છે :
પંઢરપુરમાં ચંદ્રભાગા નામની એક નાની નદી વહે છે. તેમાં તરતના જન્મેલા વિધવાના છોકરાંને નાખી દે છે. વિધવા સ્ત્રીઓ વ્યભિચાર કરીને ગર્ભ ધારણ કરે છે તેથી તેનો કલંક દૂર કરવાની પંઢરપુર જગા છે. અહિં ઘણી ગર્ભવતી વિધવા સ્ત્રીઓ ગર્ભનો નાશ કરવા આવે છે. તેથી પંઢરપુરમાં જ્યારે લાલશંકર ઉમિયાશંકર મામલતદાર હતા. ત્યારે તેમણે કંઇ એકઠું કરીને અનાથાશ્રમ અથવા છૂપી રીતે ગર્ભમાંના બૂચ્ચાને જણાવીને તેનું પાલન પોષણ કરવાનું એક મહીન કર્યું છે. ત્યાં કેટલીક વિધવા સ્ત્રીઓ જઇને કોઇ ન જાણે
sa
એવી રીતે જણીને પછી તે છોકરાંને રાખીને પોતાને દેશ જાય છે. આ કામને માટે લાલશંકરભાઇને ધન્યવાદ ઘટે છે. અનાથાશ્રમ જોયું. બાબુ નવીનચંદ્ર રાયે પણ અનાથાશ્રમ કાઢયું હતું, તેમાં મેં ભાગ લીધો હતો તે પહેલાં જણાવી ગયો છું. પૃ. ૩૫૩-૩૫૪)
એ જ રીતે મથુરા-વૃંદાવનના ઠગનારાઓની વાત કરે છે. કચ્છના મહારાવ ખેંગારજીને નારાયણ હેમચંદ્રએ કેટલાંક પુસ્તકો અર્પણ કર્યાં હતાં, છતાં ભૂજમાં રાણીઓની દુર્દશા વિશે નિર્ભયતાથી લખે છે :
મેં ભુજમાં સાંભળ્યું કે રાણીઓની સ્થિતિ બહુ ખરાબ છે. તે કોઇને મોં બતાવતી નથી. કોઈ પુરૂષને જનાનખાનામાં જવા દીધામાં આવતો નથી. ત્યાં બધી ચાકરડીઓ કામ કરે છે. એક બે ખોજા એટલે હીજડા મોટી કિંમતથી વેચાતા લાવીને તથા નોકર રાખીને રાણીને હવાલે કરે છે. તેઓ કોઇ કોઇ વખતે રાણીઓને મારે છે. જ્યારે રાજા રાણી એક ઓરડામાં સૂવે છે, ત્યારે ખોજો બારણામાં ખાટલો નાંખીને ઊધે છે. જ્યારે રાજા રાણી બહાર નીકળે ત્યારે તે ખસે છે. આવું પહેલા જ થતું હતું. હાલમાં કંઇક ઓછું છે. પણ એટલું તો ખરૂં છે કે રાણીઓને મોં જોવાની મનાઇ છે, તેથી હાલના કામદારો પોતાની બાઇડીઓને બીજાને મોં બતાવવાની મનાઇ કરે છે. પણ બૈરાં તો અંદર ખાને શું શું કરે છે તે તેઓ પોતાના મનમાં સારી પેઠે સમજે છે. [૫. ૩૧૧]
નારાયણ હેમચંદ્રનો ખ્યાલ સ્વભાષામાં ગ્રંથરચના કરવાનો હતો. તેઓ નોંધે છે કે બંગાળીઓએ સ્વભાષામાં ગ્રંથો લખ્યા છે અને તે માને છે કે જ્યાં સુધી સ્વભાષામાં પુસ્તકો લખાશે નહીં ત્યાં સુધી સ્થિતિમાં કોઈ સુધારો થવાનો નથી. | ‘પોતે'માં નારાયણ હેમચંદ્ર પોતે લખેલી કૃતિઓનો વારંવાર ઉલ્લેખ કરે છે. એમના સાહિત્યિક સર્જનમાં મુખ્યત્વે ‘પાંચ વાર્તા' (૧૯૦૩), ‘ફૂલદાની અને બીજી વાર્તાઓ' (૧૯૦૩)માં એમણે કથાઓ આપી છે. ‘વૈદ્યકન્યા' (૧૮૯૫), ‘સ્નેહકુટિર' (૧૮૯૬), ‘રૂપનગરની રાજ કુંવરી' | (૧૯૦૪) વગેરે એમની નવલકથાઓ છે. ‘જીવનચરિત્ર વિશે ચર્ચા”
0 ક૯ ]
Page #41
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ગદ્યનું પ્રભાત
• શબ્દસમીપ • (૧૮૯૫), ‘સાહિત્યચર્ચા' (૧૮૯૬), ‘કાલિદાસ અને શેક્સપિયર' (૧૯૦૦) વગેરે એમનાં પ્રારંભિક વિવેચનચર્ચાનાં પુસ્તકો છે. એમણે ‘ડૉક્ટર સામ્યુઅલ જોનસનું જીવનચરિત્ર' (૧૮૩૯), ‘માલતીમાધવ' (૧૮૯૩), ‘પ્રિયદર્શિકા' જેવા અનુવાદો આપ્યા છે. એમણે બંગાળીમાંથી પણ અનેક અનુવાદો આપ્યા છે, જે પૈકી ‘સંન્યાસી' જેવી કથાના તેમણે કરેલા અનુવાદ તે કાળે અનેક સાહિત્યરસિકોનું ધ્યાન ખેંચેલું, મૌલિકતા કે ભાષાશુદ્ધિની કશી ખેવના કર્યા વિના એમણે સાહિત્ય, શિક્ષણ, સંગીત વગેરે વિષયો પર ખૂબ લખ્યું છે. ‘હું પોતે'માં એમણે ૧૨૯મા પ્રકરણમાં પોતે લખેલાં પુસ્તકોની યાદી પણ આપી છે. એમણે ‘સુબોધપત્રિકા’, ‘બુદ્ધિપ્રકાશ', ‘નૂરેઆલમ', ‘ગુજરાત શાળાપત્ર', ‘વિજ્ઞાન વિલાસ’, ‘સૌરાષ્ટ્ર દર્પણ', ‘આર્યજ્ઞાન વર્ધક' જેવાં સામયિકોમાં લખ્યું. નારાયણ હેમચંદ્રના પુસ્તકોની યાદી ‘૮000 પુસ્તકોની યાદીમાં મળે છે, તે ઉપરાંત પણ એમણે ઘણું લખ્યું છે. વળી માત્ર ગુજરાતીમાં જ નહિ, પણ બંગાળી, હિંદી અને અંગ્રેજીમાં પણ લખ્યું છે.
આ આત્મચરિત્રમાં લેખકની સંનિષ્ઠા સતત પ્રગટતી રહે છે. વાચકને પોતાના ગમા-અણગમાં સઘળું કહે છે. ક્યારેક સંબોધન કરીને પણ વાચકને પોતાની સાથે લેતા હોય છે. પોતાના અભિપ્રાયના નિખાલસ કથન દ્વારા લેખ ક અને ભાવક વચ્ચે ક્યાંક આત્મકથાત્મક અનુબંધ સંધાય છે. આમ આત્મચરિત્રકારની સત્યનિષ્ઠા અને સશિષ્ઠતા એકાદ-બે પ્રસંગોને બાદ કરતાં સતત અનુભવાય છે. લેખકના સ્વજીવનની મર્યાદાઓ પૂરેપૂરી આલેખાઈ નથી, છતાં લેખકની વાચકને જીવન-સત્ય આપવાની નિસ્બત પ્રગટતી રહે છે. આ રીતે આ આત્મચરિત્રમાં નારાયણ હેમચંદ્રના વિરલ, વિશિષ્ટ વ્યક્તિત્વનો આલેખ મળે છે.
ફ્રેન્ચ નાટયકાર મોલિયરનું એક પાત્ર તારતૂફ એમ કહે છે કે મને તો ખબર જ નહીં કે આજ સુધી હું જે બોલતો હતો તે ગધ હતું. નર્મદના પુરોગામી ગદ્યલેખકો વિશે આવું જ કહી શકાય. પોતે સાહિત્યિક લક્ષણોવાળું ગઘલેખન કરી રહ્યા છે એવી સભાનતા એમણે સેવી નહોતી. ગુજરાતી ગદ્યનો પ્રારંભ સ્વામિનારાયણનાં “વચનામૃતો થી, દલપતરામના ‘ભૂતનિબંધ ' જેવા નિબંધોથી કે રણછોડભાઈ ગિરધરલાલના પુસ્તકથી થયાનો ઉલ્લેખ કરવામાં આવે છે, પણ ગુજરાતી ગદ્યનો ખરો પ્રારંભ તો નર્મદથી થયો ગણાય,
ગદ્ય એટલે લયબદ્ધ ભાષામાં સાહિત્યિક આકાર પામેલું વક્તવ્ય. આ પ્રકારનું રૂઢ ગધ નર્મદ જ સહુથી પહેલાં આપ્યું છે, એની અગાઉના લેખે કોમાં કોઈને ગદ્યમાં નવપ્રસ્થાન કર્યાનું માન મળે તેમ નથી. નર્મદે જોયું કે અંગ્રેજી અને સંસ્કૃત કવિઓ ગદ્ય પણ સારું લખી શકતા હતા; પણ ‘ગુજરાતી કવિઓ માત્ર મલિન રીતે કવિતા ભાષામાં જ લખી ગયા છે. ગદ્યમાં તો કંઈ જ લખ્યું નથી. એવી માનસિક નોંધ લઈને તેણે સાહિત્યિક સુગંધવાળું ગદ્ય લખવાનો પ્રયત્ન કર્યો. જે રીતે અંગ્રેજોને અનુસરીને મંડળી મળવાથી થતા લાભની હિમાયત કરી;
a ૭૦ ]
1 ૭૧ ]
Page #42
--------------------------------------------------------------------------
________________
* શબ્દસમીપ
એ જ રીતે સ્ટીલ અને ઍડિસનના ‘સ્પેક્ટેટર’ જેવું ગદ્યાત્મક લખાણ કરવાની તેને હોંશ હતી. ‘ડાંડિયો' પ્રગટ કરીને એણે ગદ્ય વાંચવા અણુટેવાયેલી પ્રજાને ગદ્ય વાંચતી કરવાનો ઉપક્રમ રાખ્યો હતો. આ દૃષ્ટિએ નર્મદ એ આપણો પહેલો ગદ્યકાર ગણાય.
સેનાની નર્મદને એના જમાનામાં વીર નર્મદ કે સુધારક નર્મદ તરીકે ઓળખવામાં આવ્યો અને સાહિત્યમાં એ કવિ નર્મદ તરીકે જાણીતો થયો, પરંતુ વીર નર્મદ એ જેટલું તેના વ્યક્તિત્વને અનુરૂપ લાગે છે, તેટલું આજે નર્મદની સાહિત્યપ્રવૃત્તિનો સમગ્ર વિચાર કરતાં કવિ નર્મદ કદાચ બંધબેસતું ન લાગે. એના સમયના લોકોએ નર્મદને કવિ તરીકે ભલે બિરદાવ્યો હોય, શ્રી વિશ્વનાથ ભટ્ટે કહ્યું છે તેમ, નર્મદ પોતે મહાકવિનો ભારે વાઘો પહેરીને સતત ફર્યા કરતો હોય તેમ ભલે બન્યું હોય, પણ એનાં લખાણો પરથી નક્કી કરવું હોય તો કવિ કરતાં ગદ્યકાર નર્મદને ઊંચે આસને મૂકવો પડે. નર્મદના આવેગશીલ, દેશદાઝથી બળબળતા અને ‘યાહોમ કરીને' કશુંક નવું કરી નાખવાનો ઉત્સાહ ધરાવતા વ્યક્તિત્વને માટે ગદ્ય જ સહજસિદ્ધ વાહન બની રહે છે. ગદ્યમાં એ ખીલે છે અને એમાં જ એની શક્તિનો ધોધ વહે છે. વળી છેક સત્તરમાં વર્ષે એણે ગદ્યરચના શરૂ કરી અને મૃત્યુપર્યંત ગદ્યમાં લખ્યું, જ્યારે એના કાવ્યસર્જનનો કાળ તો માંડ અગિયાર વર્ષ જેટલો રહ્યો. કવિતાના ક્ષેત્રે અનુગામી કવિઓ માટે કાવ્યપ્રકાર, શૈલી, છંદ ઇત્યાદિમાં નવા પ્રયોગો કરવા માટે તેણે પોતાની કાચીપાકી રચનાઓથી દ્વાર ખોલી આપ્યાં. ‘જય જય ગરવી ગુજરાત' કે ‘અવસાનસંદેશ’ જેવી થોડી પ્રેમશૌર્યની રચનાઓ આપી. પણ આજેય એનાં ગદ્યલખાણો વાંચતાં એક પ્રતિભાશાળી સર્જકની છાપ પડે છે. એના સમગ્ર જીવનનો આલેખ તો ગદ્યમાંથી મળે છે, પણ એના મનની છબી પણ ગદ્યમાં જ ઝિલાઈ છે. એની કાવ્યકૃતિઓમાં જેટલી શુદ્ધ, સર્જનાત્મક રચનાઓ નીકળે, તેના કરતાં તેનાં ગદ્યલખાણોમાંથી અનેકગણી વધારે કૃતિઓ પહેલી જ નજરે ધ્યાન ખેંચે તેવી મળશે.
બીજી વાત એ કે પશ્ચિમના ગદ્યકારોના પરિશીલનથી ગદ્યતત્ત્વ વિશે તેમ જ ગદ્યપ્રકારો વિશે એના મનમાં સ્પષ્ટ ખ્યાલ બંધાયેલો. તેથી કવિતાના નમૂના ઉપરથી કવિતા રચવામાં એને સફળતા મળી, એથી વધુ સફળતા ગદ્યનો નમૂના પરથી ગદ્ય રચવામાં મળી છે. ‘સંપ’, ‘સુખ’, ‘કામ’, ‘પુનર્વિવાહ’, ‘સ્વદેશાભિમાન’, ‘સુધારાનું વિસર્જન’, ‘બ્રહ્મતૃષા’, ‘આર્યોદ્ધોધન’, ‘ધર્મની અગત્ય’, ‘ગુજરાતી ભાષા’, ‘સુરતની ચડતીપડતી’, ‘યુરોપની ત્રણ મહાન પ્રજાનાં લક્ષણો', ]૭૨]
• ગુજરાતી ગદ્યનું પ્રભાત • ‘મહાભારતનાં પાત્રોની સમાલોચના’, ‘રણમાં પાછાં પગલાં ન કરવા વિશે’ અથવા તો ‘સિકંદર’ કે ‘નેપોલિયન'નું ચરિત્રકીર્તન કે ‘કવિચરિત્ર વિશે'નું વિવેચન જેવાં લખાણો નર્મદના ગદ્યના આવિર્ભાવની વિભિન્ન અને વિશિષ્ટ કોટિઓ બતાવે છે.
ઈ. સ. ૧૮૫૦માં ‘મંડળી મળવાથી થતા લાભ’ એ નર્મદે વાંચેલો નિબંધ તે એનું પહેલું ગદ્યલખાણ. પછી તો એણે ગદ્યમાં નિબંધ, ચરિત્ર, ઇતિહાસ, કોશ, વિવેચન, સંશોધન, પત્ર વગેરે પ્રકારો ખેડ્યા. એ દરેક પ્રકારને વિશિષ્ટ સાહિત્યસ્વરૂપ તરીકે ખેડવાનો એનો પ્રયત્ન હતો. કોઈ પણ ભાષાના સાહિત્યના આરંભકાળે એક જ સર્જક આટલા બધા ગદ્યપ્રકારોમાં નવપ્રસ્થાન કરે એવું ઓછું બને છે. ગુજરાતી સાહિત્યને માટે એ આનંદની બીના ગણાય કે એને આરંભકાળમાં જ આવો સમર્થ પ્રયોગશીલ લેખક મળ્યો. પછી થયેલા વિકાસના પરિપ્રેક્ષ્યમાં આજે ભલે આપણને નર્મદનું ગદ્ય સ્થૂળ, અણઘડ કે ઓછી ગુણવત્તાવાળું લાગે, પણ ઐતિહાસિક દૃષ્ટિએ એનું જેટલું મહત્ત્વ આંકીએ તેટલું ઓછું છે, કેમકે એણે નવો ચીલો પાડીને અનુગામીઓને માટે નવો માર્ગ ચીંધી આપ્યો, જેને પરિણામે આટલો વિકાસ થયો. ગુજરાતી ગદ્યના ગ્રાફને જોતાં એમ કહી શકાય કે પંડિતયુગની પેઢીએ જે વિકાસ કર્યો છે તે નર્મદના ખભા પર બેસીને કર્યો છે. માત્ર નિબંધના સ્વરૂપની જ વાત કરીએ તો નર્મદે વ્યાખ્યાનશૈલી અને ચિંતનશૈલીનો આરંભ કર્યો, અને તેનું જ સાતત્ય પછીની પેઢીએ વિકસાવ્યું છે.
નર્મદ સમાજથી અળગો એકડિયા મહેલમાં બેસી સાહિત્યિક પ્રવૃત્તિ કરનાર લેખક નહોતો. એ પહેલો સમાજસુધારક હતો, અને પછી લેખક હતો, કારણ કે એનું મુખ્ય કાર્ય તો પોતાના જમાનાની પ્રજાને અજ્ઞાન અને જડતામાંથી જાગ્રત કરવાનું હતું અને એ અર્થે જ એણે સમાજસુધારાની પ્રવૃત્તિ ઉપાડી હતી. સુધારક તરીકે સભાઓ યોજીને એ જેમ સુધારાનો પ્રચાર કરતો હતો, તેમ સુધારાના માધ્યમ તરીકે એણે એનાં ગદ્યલખાણોને વાહન બનાવ્યાં હતાં. આવે સમયે નર્મદનું ગદ્ય લોહીથી લખાતું ગદ્ય લાગે છે. ‘સ્વદેશાભિમાન’ નિબંધમાં નર્મદ કહે છે.
“અરે ઓ ભાટ ચારણો ! તમારી કળા ક્યાં ગુમાવી નાખી છે ? રાજાઓને અયોગ્ય રીતે શા વાસ્તે યશના તાડ ઉપર ચડાવી દો છો ? નેકીદારો ! તમે રાજાઓના દુર્વિકારો એ નેકી જાણી પોકારો છો ? નીતિમાન લોકોના પ્રતિનિધિ થઈ, રાજાઓને ચેતવો કે રાજા ! અમે તમારા નેકીદાર કહેવાયા ને તમારી
n૭૩]
Page #43
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ • નેકી તો કંઈ જ નથી, માટે બદી છોડી દો ને અમને તમારી નેકીને જ પોકારવા દો. નહિ તો થોડે દહાડે તમારે કંગાલ થવું પડશે. કવિઓ અને કારભારીઓ, તમારા ગજવાને ન જુઓ; દેશનો ખજાનો જાય છે એમ વિચારો. રાજાઓની સુસ્તી, તેઓની નામઈ, તેઓની અવિદ્વત્તા એ ઉંપર નિંદાયુક્ત કવિતા રચ જેથી, તેઓ દુભાઈને ચાનક રાખીને કુળનામ બોળ્યાં છે તેને તારે. રાજાઓ જ પોતાના દ્રવ્યથી શ્રમ લઈ દીર્ધદષ્ટિ દોડાવશે ત્યારે જ હિંદુનું નામ ઊંચું આવશે. મહેનત કરતા મરવાથી કેમ બીઓ છો ? ઓ રજપૂતો ! ‘રસ્વ મર તુન' કમ્મર બાંધી દેશાટન કરો ને ત્યાંથી નવી યુક્તિઓ લાવીને તમારા રાજ્યને સુધારો.”
આ લખતી વખતે નર્મદના હૃદયમાં કેવો ‘જોસ્સો' ઊછળતો હશે. આટલી જ તેજાબી શૈલીમાં નર્મદે સમાજમાં પ્રવર્તતા દંભ, શોષણ અને છેતરપિંડીને દૂર કરવા પ્રયત્ન કર્યો. આની પાછળ એનું ઉત્સાહથી ઊછળતું જોમ જેટલું કારણભૂત છે એટલી જ એના હૃદયની સચ્ચાઈ પણ છે. મચ્છર કરડે તો કરડવા દેવો અને રોગ આવે તો ઓસડ ન કરવું અથવા તો કર્મમાં લખ્યું હશે તે થશે એનું વિચારનાર નર્મદ નથી. એ તો માને છે કે માણસ થઈને કાર્ય-કાર્ય ન સમજીએ તો ‘ઢોરમાં ને આપણામાં ફેર શો ?’ વિધવાઓની દુર્દશા વિશે, ‘પુનર્વિવાહ' નિબંધમાં પ્રત્યેક શબ્દ નર્મદની વેદનાનું આંસુ ટપકતું દેખાય છે. અહીંયાં એની શૈલી ધારદાર અને પારદર્શી બની જાય છે, પણ એના મૂળમાં તો એના હૃદયને શીર્ણ-વિશીર્ણ કરી મૂકતી વેદનાઓ છે. એ કહે છે –
“શહેરેશહેર, ગામેગામ ને ઘેરઘેર, વિધવાનાં દુઃખથી થતાં પાપથી લોક જાણીતાં છે. અને કોઈ બાળક વિધવાને તેના એકાંતમાં નિસાસા મૂકતી જોવી અથવા દિલગીરીના વિચારમાં ડૂબી ગયેલી જોવી, તેને પ્રસંગે (લગ્ન કાર્યમાં વિશેષ કરીને) હડહડ થતી જોવી, તે બીચારી પર (અરજ્ઞાન અવસ્થામાં) આવી પડેલી ગરીબાઈ અને દાનાઈની તસવીર જોવી, તેને ચારમાં બેઠી છતે પોતાની જ દિલગીરીમાં કણકણો ખાતી જોવી, તેને નિરંતર શોકથી સુકાઈ જતી જોવી, તેને વશ ઉતારતી વખતે ટટળતી તથા આરડતી જોવી. ને આખરે માથું અફાળતી હજામની પાસે શરમાતી જતી જોવી, અને પાછી રૂઢિ વહેમના જુલમને સહન કરતી જોવી એ સઘળું શું માણસજાતની કુમળી છાતીને વીંધી નાખીને એકદમ દયાનો જોભો આણવાને બસ નથી ? પથ્થર, લોઢું અને વજ
• ગુજરાતી ગદ્યનું પ્રભાત • એ જડ છતાં પણ વિધવાઓના સ્પર્શ થકી પાણી પાણી થઈ જાય; નથી થઈ જતાં તેનું કારણ એ કે વિધવાઓ સમજતી અવસ્થામાં કુકર્મ કરે છે એથી તે જડ પદાર્થમાંથી દયા ખસીને તેમનામાં ધિક્કાર પેસે છે. રે પથ્થર પલળે તો કુમળી છાતી કેમ ન પલળે ?”
નર્મદના ગદ્યનું બળ અહીં પ્રતીત થાય છે. એ જેટલા આગ્રહથી શેરબજાર કે રોવાકૂટવાની ઘેલછા પર પ્રહાર કરે છે, એવો જ પ્રહાર કશાય સંકોચ વગર ધનિક વર્ગ કે ડોળઘાલુ અગ્રણીઓ પર કરતાં અચકાતો નથી. સમાજ ના આ બડેખાંઓ ઉપર એ એવો ‘ડાંડિયો ” વગાડે છે કે ભલભલા એનાથી ધ્રુજતા હતો; નિર્ભયતા અને વાણીની તિમતા એ ‘ડાંડિયો'નાં મુખ્ય લક્ષણ ગણાય; આથી જ જેણે અગાઉ ‘ડાંડિયો'ને મદદ કરી હોય પણ એ પછી એના ટીકા કરનારા મતલબિયા મિત્રોને પણ સાવચેત રહેવાનું કહે છે. ગુજરાતી શેઠિયા કે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની ટીકા કરતાં ‘ડાંડિયો' અચકાતો નથી. આમાં નર્મદની નિર્ભીકતા પ્રગટ થાય છે. “મારી હકીકત'માં નર્મદે એક સ્થળે નોંધ્યું છે કે લ્યુથરે એમ કહ્યું હતું કે મોહોલના જેટલાં નળિયાં છે તેટલા મારા દુમન હશે તોપણ મારો મત છોડીશ નહિ. ત્યારે લ્યુથરના આ વાક્યનો ઉલ્લેખ કરીને નર્મદ કહે છે કે એ નળિયા ભાંગ્યાથી નાની નાની કકડીઓ થાય તેટલા દુશમન હશે તોપણ હું દરકાર રાખવાનો નથી. નર્મદના ગદ્યનો જન્મ પોતાના જમાનાના પ્રત્યાઘાતમાંથી થયો છે. આથી જ એ પોતાનાં ગદ્યલખાણોને પ્રસંગના જોસ્સાઓની નિશાની કહે છે. નર્મદ જુસ્સાભેર પોતાના કુશળ વક્તત્વથી, હાથની જુદી જુદી ચેષ્ટાઓથી, ભિન્ન ભિન્ન આરોહ-અવરોહથી શ્રોતાઓને સંબોધતાં કહે છે –
“વહેમી અને દુ:ખ દેતા ભૂત, પિશાચ, પિતૃ વગેરેના વિચારો વિશે સાવધ રહેતા જાઓ, નાતના દોર ઓછા કરો, કવિઓના અલંકારોને ખરા ન માનો. ધીમે ધીમે નઠારી ચાલ કાઢી નાખતા જાઓ ને તેને બદલે તમારાં વિદ્યા, જ્ઞાન, અનુભવ અને બુદ્ધિ જેની સૂચના કરે છે તે વાતો સ્વીકારતા રહો. હિંમત, હિંમત, હિંમત ધરો. જેની પાસે સાધન ન હોય તેને સઘળી વાતની વાર લાગે, પણ તમારી પાસે રસાળ જમીન છે, અમુલ્ય ખાણો છે, જે જોઈએ તે તમારી પાસે જ છે. વિદ્યા અને શ્રમ એ પણ તમારા જ હાથમાં છે. ત્યારે કહો ભાઈ, શા માટે ન મંડી પડીએ ? દેખીતી આંખે, કુમળી ચામડીએ અને નાજુક દિલ, દુઃખના બળાપા કેમ સહન કરીએ ? આવો, આપણે રણમાં ઉદ્યમબુદ્ધિથી તેર વાર ઉછાળીએ. ”
૭૪ ]
Page #44
--------------------------------------------------------------------------
________________
• ગુજરાતી ગદ્યનું પ્રભાત • “બાળક છોકરાઓનો વિવાહ કરી તેઓને બંધનમાં રાખો છો – ૧૫ વર્ષનો થશે કે ગૃહસ્થાશ્રમ લઈ દોડશે. હવે એ છોકરા શું વિદ્યાભ્યાસ કરે ને પૈસા કમાય ? શું સ્ત્રીને સુખી કરી પોતે પામે ? વિઘારહસ્ય તે શું જાણે ? શું શોધ કરે ને શું નામ કરે ? ૨૦ વર્ષની અંદર તે ખોછામાં ઓછાં બે છોકરાંથી વીંટળાયેલી જ હોય !”
• શબ્દસમીપ • તેની ઉદ્ધોધનાત્મક શૈલીમાં એક પ્રકારનું બળ છે. એમાં ટૂંકાં ટૂંકા વાક્યોથી એ બળનો ઉછાળ અનુભવાય છે. ક્યારેક તો ‘વહાલા દેશીઓને ‘ઈર્ષા, પાતક ને મહેણાંરૂપી ચાબૂકના મારથી ઉશ્કેરાઈને કામકાજે મંડી પડો. ને દેશનું નામ હતું તેવું કહેવડાવો’ એવા આશયથી પણ ધારદાર ગધ પ્રયોજે છે. વર્તમાન સમયમાં જોવા મળતા કુસંપ વિશે હોય કે ફાર્બસે લખેલા ‘રાસમાળા'ના પુસ્તકની પ્રશંસા કરવી હોય ત્યારે પણ આવી ઉગ્બોધનની શૈલી યોજે છે. ક્યાંક ‘તમે ” “જ્યાં’ જેવા શબ્દો પર વાક્યારંભે વારંવાર ભાર મૂકીને નર્મદ પોતાની બળકટ વાણીમાં દેશબંધુઓને જાગ્રત થવા ઉબોધે છે –
“ઓ હિંદુઓ ! તમે કોઈ દિવસ મંડળીમાં મળી, એકમત થવાનો વિચાર નથી કીધો. તમે સુધારા-વધારાના કામમાં આગળ નથી પડયા, તમે દેશને, રોજગાર કારખાનાંઓએ પ્રખ્યાત કરવાને સ્વપ્નામાં પણ ધાર્યું નથી. તમે એટકે કેમ અટકી રહ્યા છો ?'જ
કવિતા ન હોય તો સદ્ગુણ, પ્રીતિ, સ્વદેશાભિમાન, મૈત્રી એની શી દશા થાત ? આ સુંદર રમણીય જગતનો દેખાવ કેવો થાત ? આ દુનિયાનાં દુઃખમાં અને મોતના ભયના વખતમાં આપણને દિલાસો ક્યાંથી મળત ? અને મુખ્ય પછી આપણે શી ઉમેદ રાખત ? કવિતાથી સઘળી વસ્તુ પ્રીતિમય થઈ રહે
છે. ”
જ્યાં પ્રજામાં જાતિભેદ, કુળઅભિમાન, ને ધર્મમતાભિમાન એ થકી તડાં બંધાએલા – જ્યાં એક વર્ગ ધર્મને બહાને બીજાને પોતાના તાબામાં રાખે છે ને એ બીજો અજાણ રહી ભોળા ભાવમાં તાબે થઈ રહે છે ને કુળનો જ ઉદ્યમ કરે છે – જ્યાં વર્ગોમાં પરસ્પર ખાવાપીવાનો ને કન્યા આપવા લેવાનો એટકાવ છે - જ્યાં ધર્મસંબંધી મતભેદ ઘણા હોઈને તે જનમાં પરસ્પર વિરોધ કરાવે છે - જ્યાં સો વર્તમાનના જ લાભને જોય છે, પણ ભવિષ્યના જોતા નથી – જ્યાં સૌ સ્વાર્થબુદ્ધિના જ દાસ થઈ રહે છે, પણ પરમાર્થબુદ્ધિને અનુસરીને વર્તતા નથી – જ્યાં જીવતા સુખ ભોગવવા ઉપર થોડી ને મુએ સુખ ભોગવવાના બોધ આપવા લેવાની બહુ કાળજી છે – જ્યાં ગરમ લોહીથી મળતા ઊચા સુખની શુભેચ્છા નથી, પણ ઠંડા લોહીનાં સુખથી સંતોષ છે –
ત્યાં ઐક્યની, દેશદાઝની - સમજ ક્યાંથી જોવામાં આવે ?”
આવી રીતે પહેલા શબ્દ પર ભાર મૂકીને નર્મદા પ્રવર્તમાન સ્થિતિ પ્રત્યે ધ્યાન ખેંચે છે, તો ઘણી વાર સતત પ્રશ્નો પૂછીને પોતાના ભાવને વેધકતાથી પ્રગટ કરતો હોય છે. બાળવિવાહ ” અને “કવિતા” એ બે ભિન્ન વિષય પર પોતાના વિચારો વ્યક્ત કરતાં કહે છે -
નર્મદના ગદ્ય પર ઍડિસન અને સ્ટીલનાં લખાણોનો પ્રભાવ હતો, તેમ ક્વચિત્ સંસ્કૃતની શિષ્ટ છટા પણ પ્રગટતી દેખાય છે, પરંતુ વિશેષતઃ તળપદી ભાષાભંગીઓથી તેણે આપણા ગદ્યની પ્રાથમિક બાંધણી તૈયાર કરી છે. તળપદી ભાષાનો એનો ઉપયોગ સ્વામી આનંદનું સ્મરણ કરાવે છે. પણ સ્વામી આનંદના ગદ્યમાં અનેક બોલીઓના મિશ્રણમાંથી તળપદો ઘાટ બંધાય છે, ત્યારે નર્મદની ભાષામાં સુરતી બોલીનો જ પ્રયોગ જોવા મળે છે. નર્મદ એના પુરોગામી કવિઓનાં કાવ્યોનો અભ્યાસી હતો અને સમકાલીન પ્રજાજીવનના પણ ગાઢ સંપર્કમાં હતો. આથી તેની શૈલી લખાવટમાં અને સીધી ચોટદાર વાક્યરચનાઓમાં એનું શુદ્ધ ગુજરાતી અધ્યાસ ધારણ કરે છે. - આખાબોલો નર્મદ કોઈનીય શેહ રાખ્યા વિના તડ અને ફડ કહી દેવામાં માનનારો છે, ગમે તેવું જોખમ ખેડનાર સાહસિક છે અને સત્યને ખાતર ગમે તેટલું સહન કરવા તૈયાર છે. પત્રકારત્વની આ ઊંચી નીતિમત્તા નર્મદે સૌ પહેલાં ગુજરાતી પત્રકારત્વમાં સ્થાપી એમ કહી શકાય. ‘ડાંડિયો' એવું હલકું નામ રાખીને પણ ઊંચું કામ કરવાની એની નેમ હતી. એ નેમને લક્ષમાં ન રાખીએ તો ઘણાંને ઉછાંછળાપણું, ઉદ્ધતાઈ અને અપરુચિમાં રાચે તેવી વૃત્તિ એના લખાણમાં જોવા મળે. પણ સુરતી મિજાજ ધરાવતા નર્મદને એની પાસે જે શબ્દભંડોળ કે ભાષાનો ખજાનો હતો એનો જ ઉપયોગ કરવાનો હતો. એ જોતાં ‘ડાંડિયો'નાં લખાણો આપણા ગઘનું બલિષ્ઠ કાઠું બાંધવામાં પાયાની મટોડીની
0 ૭૭ ]
99
Page #45
--------------------------------------------------------------------------
________________
* શબ્દસમીપ •
ગરજ સારે છે. એણે સટ્ટાખોરીથી કેવી દુર્દશા થાય છે તે દર્શાવતા ‘ટેકચંદ શાહને ઘેર મ્હોંકાણ’ એવા એક લેખમાં ટેકચંદ શાહની એક ઉક્તિ મૂકી છે તે જોઈએ –
“સાલા આપણા કદમ જ બખતાવર છે ? જાહાં જાય ઊંકો તાહાં સમુદર સૂકો ? આપણે જાહાં જઈએ છીએ તાંહાં સાતઽસાત ! પણ એમાં મારો નહિ પણ કરમનો વાંક. ખંખેરાયા તો જબરા, પણ હવે બહારથી ડોળ રાખવું. લાલાજીના બળદની પેઠે પેટમાં ખાડા પણ ફેંફાં કરતાં ચાલવું. મીઆ પડે પણ ટંગડી ખડી એમ રાખવું, ભીતરની વાત રામજી બુજે. બીજો કાંઈ ઇલાજ છે ? ચોરની મા કોઠીમાં મોહો ઘાલીને રડે ! મને મારી જાતને વાસ્તે થોડી ફિકર છે પણ મારો ડફોળચંદ છોકરો સાડી ત્રણ છે. પથ્થરનો ભમરડો, કાળા અક્ષરને ફૂટી મારે, તેની આગળ શી વલે થશે. પ
આમ એનાં લખાણોમાં ઘરગથ્થુ શબ્દો બહોળા પ્રમાણમાં મળે છે. એની પાસે ગુજરાતી ભાષાના રૂઢ પ્રયોગોનું બહોળું શબ્દભંડોળ હતું. ગદ્યમાં નવપ્રસ્થાન કરવાનું હતું, સામે ગુજરાતી ગદ્યના નમૂનાઓ પણ નહોતા, એટલે એ પોતાના સમયમાં પ્રયોજાતી ભાષાને કામે લગાડે તે સ્વાભાવિક છે. એણે કહેવતો અને રૂઢિપ્રયોગોનો મોકળે હાથે ઉપયોગ કર્યો છે. ક્યારેક હાસ્ય ઉત્પન્ન કરવા એ કહેવતનો સચોટ ઉપયોગ કરે છે. ક્યારેક તેનાથી વક્તવ્ય વધુ વેધક બને છે. ક્યાંક કહેવતનો ઢગ ખડકીને પોતાના વક્તવ્યનો મુદ્દો સમજાવે છે. નર્મદ જેટલી તળપદી ઉક્તિઓ ભાગ્યે જ બીજા કોઈ લેખકે પ્રયોજી હશે. સ્વામિનારાયણનાં વચનામૃતોમાં તળપદું તત્ત્વ છે. પણ તે વાતચીત ઢબનું છે. નર્મદે આ તળપદા તત્ત્વનાં બળ, ઓજસ ને પ્રસાદનો સાહિત્યિક ઘાટ ઘડ્યો તે એની વિશેષતા. અને આવો તળપદી ભાષાનો પ્રયોગ લખાણમાં, વાતચીત અને રોજિંદા વ્યવહારની ભાષાની છાપ ઊભી કરે છે. આથી કદાચ એમ લાગે કે આમાં સાહિત્યિક તત્ત્વ કયું ? રોજિંદી ભાષામાં વપરાતા શબ્દો કેવી રીતે ગોઠવાય છે અને તેમાંથી કેવો આકાર ઊભો થાય છે, એના ઉપરથી જ એ ગદ્ય છે, એમાં સાહિત્યિક તત્ત્વ છે એનો ખ્યાલ આવે. નર્મદે એના વક્તવ્યમાં એક પ્રકારનો લય સિદ્ધ કર્યો છે. જે તેને સાહિત્યિક ઘાટ આપવામાં મદદરૂપ થાય છે. પોતાના કથનની ચોટ સાથે તે રીતે વાક્યોને તે લયબદ્ધ વોટ આપતો આગળ ચાલે છે. આ લય તે નર્મદના ગદ્યનો પ્રાણ છે.
] ૩૮ ]
ગુજરાતી ગદ્યનું પ્રભાત •
નર્મદના ગદ્યનું એક બીજું મહત્ત્વનું લક્ષણ તે એની પ્રવાહિતા છે. વક્તવ્યના ધસમસતા પૂરમાં એ ભાવકને ખેંચી જાય છે. એ સમાજહિતચિંતક હોવાને કારણે એના વક્તવ્યમાં વિચાર હોય છે. પણ એ વિચારમાં જુસ્સો કે લાગણીનો ઉકળાટ એવી રીતે ભરેલો હોય છે કે સાંભળનારને વક્તાના હૃદયદ્રવ્યની ઉત્કટતા સ્પર્ધા વિના રહે નહીં. સટ્ટાના વંટોળ અંગે ‘ડાંડિયો’માં કહે છે –
•
“આજકાલ ધનવંતો પોતાના લોભ, મદ, મથન અને સરસાઈના જોરમાં પોતાના ધનમાન વધારવા સારું પ્રથમ ગરીબને નાખી દેવા ને પછી પોતાને ઝંપલાવવાને અને છેવટે દેશને પાડવાને ખરારીનો ખાડો ખોદે છે. ધન કાઢવાને ખાડો ખોદે છે એમ દેખાય તોપણ આખરે તે ખાડામાંથી ઊની જ્વાળા નીકળવાની કે જેણે કરીને ખાડામાં પડેલા પહેલા ને ન પડેલા પછી, વહેલા મોડા સર્વે દેશીજન બળી મરવાના, અ રે રે ૨ ૨ ! આજકાલ બધા બહાવરા બહાવરા બની રહ્યા છે. ઓ ભાવ વધ્યો, ઓ ઘટ્યો એમ રાતદહાડો કર્યા કરે છે. – ચાર મિત્રો એકઠા મળ્યા તો ત્યાં પણ તે જ વાત. ઘરમાં રાતે કુટુંબ સાથે જમવા બેઠા, તો ત્યાં પણ પોતે પોતાના વિચારમાં જ. હાં હાં !
આજકાલ પણિયત સ્ત્રીપુરુષની કુળદેવી જંપ પારકા સ્ત્રીપુરુષની કુળદેવી થઈ છે. સરસ્વતીએ કુંભકર્ણની નિદ્રા લીધી છે. અખંડ પ્રીતજોત બેવચનીપણું તથા વિશ્વાસઘાત એના ઝેરી વાયુથી ઘેરાઈ ગઈ છે. માયાવી રાક્ષસી લક્ષ્મીનું રાજ્ય જોઈ બચારી ભક્તિ નીતિ ખૂણેખોતરે ભરાઈ રહ્યાં છે — ઈશ્વર તો બુદ્ધાવતાર
જ લઈને બેઠો છે. ઠીક ઠીક !=
નર્મદના ગદ્યમાં વિચાર કરતાં લાગણીની સળંગસૂત્રતાથી પ્રગટ થતી પ્રવાહિતા જોવા મળે છે. આ દૃષ્ટિએ જોઈએ તો વ્યાખ્યાનશૈલીના નિબંધો પૂર્વ નર્મદના વ્યક્તિત્વની વિશિષ્ટ મુદ્રા ધારણ કરે છે. એમાં ઉદ્બોધનનું તત્ત્વ પણ ધ્યાન ખેંચે છે. પોતાના શ્રોતાઓને ઉદ્દેશીને, દેશબંધુઓને ઉદ્દેશીને, પ્રતિપક્ષીઓને ઉદ્દેશીને એ વિવિધ ભાવકક્ષા (Pitch), ટોન અને લહેકા સાથે સંબોધન કરતો દેખાય છે. પ્રેમ, દર્દ, પડકાર, કટાક્ષ કે પ્રહાર એ સંબોધનોના લહેકાદાર ઉચ્ચાર પરથી જ સમજાઈ જાય છે. હિંદુઓને ઉદ્દેશીને કરેલી વાત, સુધારાના કડખેદ તરીકે એણે કરેલાં સંબોધનો અને ‘ડાંડિયો’ તરીકેનાં એનાં ‘સાવધ
થજો'નાં ઉચ્ચારણો આ વાતની સાક્ષી પૂરે છે.
-૭૯
Page #46
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ • વળી તે રૂપકૌલી પ્રયોજે છે. “બ્રહ્મતૃષા' નિબંધમાં તરસ્યા સાબરના રૂપક દ્વારા બ્રહ્મપાનની ઇચ્છા કેવી સરસ રીતે વ્યક્ત કરી છે ! વક્તવ્યને રૂપકમાં મઢીને મૂકવાની એની ટેવ છે, જેના પ્રભાવ નીચે અનુગામી ગદ્યકારો પણ આવેલા જોવા મળશે. દા.ત., પોતાના જમાનાની બોલાતી ભાષા વિશે રૂપકશૈલીમાં કહે છે -
સુરતની ભાષા કહે કંઈક ઠિંગણી, નાજુક ને કુમળી છે. અમદાવાદની કંઈક ઊંચી ને કઠણ છે. કાઠિયાવાડની જાડી છે ને શબ્દ શબ્દ ભાર સાથે છૂટી બોલાય છે.” ‘ધર્મની અગત્ય ' એ નિબંધમાં રૂપકથી વાત કરતાં નર્મદ કહે છે - ‘વિઘારાણી – એ લોકના મન ઉપર રાજ્ય કરવાને અને સુધારો દાખલ કરવાને જાતે શક્તિમાન છે તો – પણ તેને બે પ્રધાનની જરૂર છે. જમણી ખુરસીનો બેસનાર પ્રધાન ધર્મ અને ડાબી ખુરસીએ બેસનાર પ્રધાન રાજ્યસત્તા છે. એ બે પ્રધાન અને ત્રીજી રાણી એકમત થઈ કામ કરે, તો દેશસુધારો વહેલો અને પાકો અને બહોળો થાય, એમાં કંઈ શકે નહિ.”
ક્યારે ક તે રૂ૫કને ખૂબ ચગાવે છે. ‘ડાંડિયો'માં શેરના કાગળના કનકવા બનાવવાનું કહીને નર્મદ લખે છે –
છોકરાઓ રે, તમારે મજા છે - શેરનાં કાગળિયાંના કનકવા બનાવી ચગાવવાનું ઠીક થશે. એ કનકવા ચગશે ત્યારે તેમાં ફીનાનસો અને બેંકો દેખાશે અને પછી એકદમ ગોળ ખવાડી તમારા મોટેરાઓને બતાવજો કે તમારી ફીનાનો અને બે કો આમ જ હવામાં ચડી ચળ કી હશે અને આમ જ પાછી નીચે પડી સૂઈ ગઈ હશે અને પછી ‘આનું કરનાર તો આમ ગયું ને અંડળમંડળ હાથમાં રહ્યું” એમ બોલી હૈયાશો કે હાથમાંની દોરી પણ મૂકી દેવી પડી હશે. છોકરાઓ, હવે તમારો વારો છે. પણ જરા સીધા રહો. દોરી, માંજો, લાહી, કામડી તૈયાર કરવા માંડો. એટલે કનકવાના કાગળો (શેરનાં ખોખાં) પણ રસ્તે કૂદતાં કૂદતાં તમારી પાસે આવશે !”
નર્મદે ઠેર ઠેર આવી રૂપકશૈલી પ્રયોજી છે. ક્યાંક આ રૂપક સ્થળ અથવા તો સાતત્ય વિનાનું બની જાય છે, તેમ છતાં ગુજરાતી ગદ્યમાં આ વિશિષ્ટ નિરૂપણરીતિ નોંધપાત્ર બને છે. ઘણી વાર પ્રાંતિક ભાષાઓ વિશે બન્યું છે તેમ રૂપકો દૂરાષ્ટ લાગે છે.
a ૮૦ ]
• ગુજરાતી ગદ્યનું પ્રભાત • નર્મદ ઉપમા અને દૃષ્ટાંતોનો પણ ખૂબ ઉપયોગ કર્યો છે. સજીવારોપણ વિશે તેણે એક સ્વતંત્ર લેખ લખ્યો છે. સજીવારોપણને અલંકાર ગણતો નર્મદ સંપ વિશે સજીવારોપણથી વાત કરે છે. આવી જ રીતે નર્મદની શૈલી ચિત્રાત્મક વર્ણનો આપવામાં ખીલી ઊઠે છે. સામાજિક કુરિવાજોનું વર્ણન – પછી તે કુસંપ કે વિધવાની દુર્દશાનું હોય, બંકબાઈના વિલાપનું હોય કે રોવા-કૂટવાના કુરિવાજનું હોય – ચિત્રાત્મક રીતે તીખા શબ્દો અને ટાઢા કટાક્ષથી આપે છે. નર્મદના ગદ્યમાં દલપતરામના ગદ્ય જેટલું હાસ્ય નથી, પરંતુ ‘ડાંડિયો માં એણે ક્યાંક શબ્દના પુનરાવર્તનથી કે ક્યાંક ગદ્યમાં પ્રાસ મૂકીને હાસ્ય નિષ્પન્ન કર્યું છે. જેમકે—
“જે સુધારાવાળા ખારા થઈને ભાષણોના ભારા બાંધી મહારાજને ડારા દેતા હતા તે રાંડેલી દારાનાં લગ્ન કરવાના ધારા કહાડવામાં સારા આગેવાન તારા જેવા ગણાતા હતા, તે હવે પરબારા નઠારા થઈ જઈ મહોડેથી કહેવાતા સુધારાને છોડી રાંડરાંડોની પેઠે કાળાં હોડાં કરી ક્યાં ફરે છે.
રસળતી શૈલીમાં અમૂર્ત ભાવને મૂર્ત કરવાની એના ગઘમાં શક્તિ છે. કામને સંબોધીને એણે લખેલો નિબંધ કામના વશીકરણને હૂબહૂ દર્શાવે છે. નર્મદ સીધો જ વિષયની વચ્ચે ઊભો રહી, હાથ ઊંચો કરીને જુસ્સાભેર વક્તવ્યનો આરંભ કરે છે. અનેકવિધ વિષયો પર લખીને એણે વિભિન્ન શૈલીપ્રયોગથી શિષ્ટ ગદ્યલેખનની નવી નવી દિશાઓ ઉઘાડી આપી. નવપ્રસ્થાનની અને નવીનતાની દિશામાં ગતિ કરવામાં જે મુશ્કેલીઓ આવે તેનો સતત સામનો કર્યો. પોતાના સમયમાં ઉપલબ્ધ સાધનોથી ગુજરાતી ભાષાની જોડણી સ્થાપવા પ્રયાસ કર્યો. નર્મદની દૃષ્ટિમર્યાદા માત્ર સાંપ્રતમાં જ સીમિત નહોતી. એના ઘણા નિબંધો એની વ્યાપક અને દૂરગામી દૃષ્ટિનો સંક્ત કરે છે. માત્ર ખળભળાટ કે પ્રહારમાં રાચનારો નહીં, બલ્ક પ્રજામાનસના સમૂળગા પરિવર્તનની એની નેમ હતી. સુખસંપત્તિના વરસાદ માટે સંપની જરૂર છે એમ કહીને એ પ્રશ્ન કરે છે -
તમે વરઘોડો અને નાતવરા કરવામાં હજારો રૂપિયા ખર્ચી નાખો છો તેના કરતાં ગરીબગરબાંઓને કામ લગાડવામાં કેમ નથી નાંખતા ? જેમાં તમને અને તેઓને બન્નેને લાભ થાય. ગરીબ અને તવંગર વચ્ચે પ્રીતિ વધવા દો અને પછી ધનબળ, ઉઘમબળ અને બુદ્ધિબળનો એકઠો સંપ થયો અને તે સુવિચારને મળ્યો એટલે પછી તમને તમારા મનોરથ પાર પડેલા જોવામાં લાંબા દહાડા નહિ લાગે.”
1 ૮૧ ]
Page #47
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ • ‘સ્ત્રીકેળવણી' વિશેના નિબંધમાં નર્મદ કહે છે –
કેળવણી પામેલું સ્ત્રીરત્ન કદી પોતાનું તેજ ખોતું નથી. જેમ જેમ તે વપરાય છે તેમ તેમ તે વધારે પ્રકાશ આપે છે.”
આવી જ રીતે ગ્રંથ કારે ટેકીલા થવું જોઈએ એ વિશેની નર્મદની વાત આજના સંદર્ભમાં કેટલી યથાર્થ છે ! એ કહે છે -
દલગિરીની વાત છે કે આજ કાલ લોકમાં ગ્રંથો વાંચવાની સક્તી તથા રૂચી ન હોવાથી ગ્રંથની છપાઈનો પણ ખરચ નિકળતો નથી. તારે શું કરવું ? જડ શેઠિયાંઓની ખુશામત કરી ગ્રંથ વેચવા ? ના, ના. ખુશામત કરી ગ્રંથ વેચવાના કરતાં ગ્રંથ લખી રાખી ન છપાવવા એ વધારે ડહાપણભરેલું છે. કેટલાએક સ્વારથી ગ્રંથ કારો બાના બતાવે છે કે રૂચી કરાવવાને ખુશામત કરવી જોઈએ. હમે કહિએ છે કે ખુશામત કરી રૂચી કરાવવાના કરતા ટેકમાં ૨હી ઘટતે સાધને રૂચી કરાવવામાં સંથકારને માન છે. *
નર્મદનું ગદ્ય ક્યાંક અણસરખું વહે છે. ક્યાંક શિખામણના બોજવાળું, તો ક્યાંક સુઘડતાનો અભાવ ધરાવતું લાગે છે. તેની સીમિત કલ્પનાશક્તિને કારણે એના ગદ્યમાં લાલિત્યની ખરેખરી ખોટ વરતાય છે, આમ છતાં અગાઉના ગદ્ય કરતાં એના ગદ્યમાં ઘણી વ્યવસ્થિતતા છે. ઉત્સાહી અને ભાવવાહી એવું એનું આ ગદ્ય સ્વયંભૂ પ્રગટેલું છે. આડંબરી સંસ્કૃત વાણીને સ્થાને એણે રૂઢ, રમતિયાળ અને મર્માળી ભાષા પ્રયોજી તેના વિકાસની અપાર શક્યતાઓ દર્શાવી છે.
સમર્થ ગદ્યકાર તરીકે, પત્રકાર તરીકે અને પ્રયોગશીલ અગ્રયાથી (Pioneer) તરીકે, સાહિત્યમાં તે ચિરંજીવ સ્થાન પામેલો છે. એની વ્યાખ્યાનશૈલીના નિબંધોનું સાતત્ય એના સમકાલીનો ઉપરાંત પછીની પેઢીના મણિલાલ નભુભાઈ અને બળવંતરાય ઠાકોર સુધી વિસ્તરેલું છે. ‘ઇન્ડિયન ઓપિનિયન 'માંનાં ગાંધીજીનાં લખાણોમાં પણ નર્મદના ગધ-સંસ્કાર દેખાય છે. એમાં નર્મદ જેવી રુક્ષતા, તળપદી ભાષા અને ઉબોધનશૈલી મળે છે. - નર્મદના વિચારપરિવર્તનની સાથોસાથ એની શૈલી નવો વળાંક ધારણ કરે છે. એને પોતાના સહકાર્યકર્તાઓમાં દંભ, કાયરતા અને છેતરપિંડી દેખાય છે અને સાથોસાથ ‘રાજ રંગ' લખ્યા પછી એની જીવન વિશેની દૃષ્ટિ વિશાળ, ઊંડી અને તત્ત્વને સ્પર્શનારી થાય છે. પશ્ચિમનું આંધળું અનુકરણ કરવાથી થતા
a ૮૨ ]
• ગુજરાતી ગદ્યનું પ્રભાત • ગેરફાયદા એને દેખાય છે. પોતે અત્યાર સુધી જેને સુધારો કહેતો હતો, તે ખરો સુધારો નથી, પણ સંસ્કૃતિના પુનરુદ્ધારમાં સાચો સુધારો રહેલો છે એવું એને પ્રતીત થાય છે. એ અડગ સત્યવીર હતો, તેથી પોતાના નવા વિચારોની નિંદા થશે તેની પરવા કર્યા વગર એને આચારમાં મૂકવા તત્પર થયો. એણે પોતાની નવી નીતિ જાહેર કરી.
સ્વધર્મ'નું સંરક્ષણ ને ન્યાયબુદ્ધિનું બ્રાહ્મણબુદ્ધિનું મહાભ્ય અને માત્રબુદ્ધિનું ઔદાર્ય એ અમારું મત છે.' એમ કહીને તે ‘ૐ સાબુ સદાશિવ' બોલતો નિવૃત્તિધર્મ સ્વીકારે છે અને સંરક્ષ કે પક્ષની સ્થાપના કરે છે. આ માટેનાં એના ધર્મવિચાર "નાં લખાણોમાં નર્મદના ગદ્યની બીજી વિશિષ્ટતા દેખાય છે. શાંત, સ્વસ્થ અને પક્વ બુદ્ધિનો ઠરેલ નર્મદ જોવા મળે છે, આ લખાણોમાં નર્મદમાં શક્ય હોય તેટલા પ્રમાણમાં પક્વતા, પ્રૌઢિ અને શાસ્ત્રજ્ઞાનના સંસ્કાર જોવા મળે છે. આરંભની શૈલીની સ્વાભાવિક તાજગીને બદલે આ નિબંધોની શૈલી ક્યાંક કૃત્રિમ કે આડંબરી બની રહે છે, પરંતુ એના ગદ્યમાં સુગ્રથિતતા, સુઘડતા અને સૂત્રાત્મકતાની છાપ ઊપસી આવે છે.
પોતાના પ્રથમ નિબંધ “મંડળી મળવાથી થતા લાભ ' (ઈ. સ. ૧૮૫૦)માં ‘સભાસદ ગૃહસ્થોને’ ઉદ્દે શીને બોલનારો નર્મદ ‘આયર્બોધન' (ઈ.સ. ૧૮૮૨) નિબંધમાં ‘આર્મબંધુ 'ઓને નહીં, બલ્ક ‘ભો આર્ય !'ને ઉદ્દેશીને કહે છે
“જાણ, અનેક નિયમપાલણમાં જે આ મનુષ્ય – સંસારનાં તેના કરતાં પરલોકનાં તે જ ઉત્તમ છે. જે બુદ્ધિ આ સંસારના જ અર્થકામમાં મગ્ન તે અધમ, પછી ગમે તેવી તે દેખીતી બળવાળી રાક્ષસી હોય; જે બુદ્ધિ આ સંસ્થાને જોઈ ઉદાસી રહી ઈશ્વર ભણી લક્ષ રાખે ને સંસારી અર્થ કામમાં શુભ નિયમે માત્ર કર્તવ્ય કરે તે માધ્યમ, પછી ગમે તેવી નબળી સ્થિતિમાં મનુષ્યને દાખવે તોપણ; અને જે બુદ્ધિ સંસારથી અલગ કરી ઈશ્વરપ્રાપ્તિના નિત્ય ઉદ્યોગમાં રાખે તે ઉત્તમ છે. આ સંસાર અધિ-ઉપાધિએ દુઃખ દેનારો, ભોગને માટે લલચાવી પછી રોગ આણનારો એવો છે. વિદ્યા પણ તે જ ઉત્તમ કે જે ઈશ્વરપ્રાપ્તિ કરાવે...” “જાણ, સિદ્ધાંત કે જે કofસ તથા મતિ તાયT નાચT, જે જે પ્રકારે થવાનું છે તે તે પ્રકારે થશે, બીજે પ્રકારે નહિ. માટે ધીરો પડ ને ધીરજ ન રહે અને ભોગની જ ઇચ્છા છે તો સત્કર્મનું અનુષ્ઠાન કર; ભાગ્ય હશે તો આ
0 ૮૩ 1.
Page #48
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ • જન્મ, ફળ પામીશ, ને નહિ તો બીજે જન્મ, પણ શુભ કર્મનું ફળ શુભ તે પામીશ જ – કર્મ પ્રમાણે ફળ ને કર્મ પ્રમાણે બુદ્ધિ (જન્મ જન્મના સંબંધમાં) એમ છે, તોપણ રૂડી બુદ્ધિએ વિચારી ક્રિયમાણ કર.”
યુવાન નાયકના જુસ્સાને બદલે પ્રૌઢ વિચારકની શાંતિ અનુભવાય છે. ચિંતનાત્મકતા અને પષતા એ આ ગદ્યનાં મુખ્ય લક્ષણો છે, જેનો વિકાસ નર્મદ પછી ઝાઝું જીવ્યો નહીં, તેથી વિશેષ જોવા મળતો નથી, પણ એ જ શૈલી નવો ઉન્મેષ ધારણ કરીને પંડિતયુગમાં સારી પેઠે ખીલે છે. સૌથી વિશેષ તો વીર નર્મદનું તેજસ્વી વ્યક્તિત્વ, એની વિશિષ્ટતાઓ સાથે તેના ગદ્યમાં ઊતર્યું છે. ‘Style is the index of personality' એ ન્યાયે સમર્થ ગદ્યસ્વામીઓને ઓળખવામાં આવે છે. નર્મદ એની ગદ્યશૈલી પરથી તરત ઓળખાઈ જાય છે. ગોવર્ધનરામ, ન્હાનાલાલ, બ. ક. ઠાકોર અને ગાંધીજીનાં લખાણો પર તે દરેકની વિશિષ્ટ વ્યક્તિત્વની મુદ્રા દૃઢ અંકિત થયેલી જોવા મળે છે. આ સમર્થ મહાનુભાવોનો પ્રશસ્ત પુરોગામી નર્મદ હતો એ જ એનું અનન્ય ગદ્યસ્વામિત્વ સિદ્ધ કરવા પૂરતું નથી શું ?
અદાલતનો આનંદરસ
૧.
‘અદાવત વિનાની અદાલત” એ ગુજરાતી સાહિત્યનો વિશિષ્ટ પ્રકારનો ગ્રંથ છે. ચન્દ્રવદન મહેતા નટ, નાટ્યવિ, દિગ્દર્શક, કવિ, વિવેચક અને નાટ્યશાસ્ત્રનું શિક્ષણ આપનારા શિક્ષક હતા. વળી રેડિયોના પ્રસારણ-માધ્યમમાં કાર્યક્રમનિર્માતા, લેખક અને બ્રૉડકાસ્ટર તરીકે એમનો એટલો જ આગવો ફાળો. એમણે આકાશવાણીમાં પંદર વર્ષ સુધી કામગીરી બજાવી અને એ પછી પણ આ માધ્યમ સાથે એક યા બીજી રીતે સંકળાયેલા રહ્યા.
૧૯૨૨માં બ્રિટનમાં બ્રિટિશ બ્રાંડ કાસ્ટિગ કોર્પોરેશન(બી બી.સી.)ની સ્થાપના થઈ. ત્યારબાદ ભારતમાં ઇન્ડિયન બ્રૉડકાસ્ટિંગ કંપની વર્ષો સુધી કાર્યરત રહી અને અંતે તે સંસ્થા ઑલ ઇન્ડિયા રેડિયો (આકાશવાણી) તરીકે ઓળખાઈ. ચન્દ્રવદન મહેતાએ બી.બી.સી.ના વાર્તાલાપ વિભાગના વડા અને અહીંના ચીફ કન્ટ્રોલર લાયોનલ ફિલ્ડન અને ઝુલફ્રિકાર બુખારી જેવા નિષ્ણાતોને હાથે તાલીમ લીધી હતી. એક વાર ચન્દ્રવદન મહેતા, ભાનુશંકર વ્યાસ અને જ્યોતીન્દ્ર દવે ‘રેખા'માં પ્રકાશિત થયેલી ચાલીસેક મિનિટની ગુજરાતી નાટિકા ભજવવાના
સંદર્ભસૂચિ ‘નર્મદનું મંદિર’, ગઘવિભાગ : સં. વિશ્વનાથ ભટ્ટ, પૃ. ૩ ‘વીર નર્મદ’, લે. વિશ્વનાથ ભટ્ટ, પૃ. 10 ‘મારી હકીકત', લે. કવિ નર્મદાશંકર, ૧૯૬૬, પ્રથમ આવૃત્તિનું પુનર્મુદ્રણ, પૃ. ફેર ‘નર્મદનું મંદિર’, ગદ્ય વિભાગ : સં. વિશ્વનાથ ભટ્ટ, પૃ. ૩ ‘ડાંડિયો', ૧૫ જૂન ૧૮૬૫નો અંક, લખનાર ‘મિત્ર” ‘નર્મદનું મંદિર', ગદ્યવિભાગ - ‘આજ કાલ', સં. વિશ્વનાથ ભટ્ટ, પૃ. ૩૬પ-૩૬૬ ‘ડાંડિયો', ઈ. સ. ૧૮૬૬, ૧૫મી માર્ચ, અંક ૧, પૃ. ૭ ‘ડાંડિયો', ૧૮૬૬, ૧લી મે
૩.
૩. ૮.
* ‘અદાવત વિનાની અદાલત’ : લેખક, ચં. ચી. મહેતાના પુસ્તકનું સંપાદકીય સંપાદકની પ્રસ્તાવનામાંથી
a ૮૪ ]
Page #49
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ •
હતા. ભજવવાને દિવસે રેડિયો સ્ટેશનની ઓફિસે પહોંચ્યા. નજીકની રેસ્ટોરાંમાં ચા પીને પાછા આવ્યા અને અડધો કલાક બાકી હતો ત્યારે ખબર પડી કે સ્વ. જયંતિ દલાલના ‘રેખા'ના અંકમાંથી જે નાનકડી નાટિકા પસંદ કરી હતી તે અંક જ નહોતો. ભાનુશંકર વ્યાસે કહ્યું કે એ નાટિકાનો અંક ચન્દ્રવદનભાઈને આપ્યો છે. ચન્દ્રવદન મહેતાએ કહ્યું કે મેં તો ભાનુભાઈને પાછો આપ્યો છે. ઘેર પાછા જવાય એટલો સમય નહોતો. વળી ‘રેખા’નો અંક કોને ત્યાં છે તેની ખબર નહોતી. આ સમયે ચન્દ્રવદનભાઈએ નજીક ઊભેલા સિપાહી પાસેથી કોરો ફૂલસ્કેપ કાગળ મંગાવ્યો અને એ કાગળ હાથમાં રાખીને બોલવાનું નક્કી કર્યું. ત્રણેએ જુદાં જુદાં નામ ધારણ કર્યાં અને વાર્તાલાપ શરૂ કર્યો. એમાં જ્યોતીન્દ્ર દવે સારી કમાણી કરનાર ભગવાનદાસ બન્યા. ભાનુશંકર વ્યાસ શેરબજારમાં ઝંપલાવનાર છગનલાલ અને ચન્દ્રવદન વેપાર અને દલાલી કરનાર મંગળદાસ બન્યા. ક્યારેક જ્યોતીન્દ્ર દવે પોતાનું નામ ભગવાનદાસ ભૂલી જાય, તો ચન્દ્રવદન ટકોર કરતાં કહે,
“બહુ કમાયા એટલે દોસ્તના નામમાં પણ ગોટાળા કરવા લાગ્યા ! કમાણીનો કેફ ચડ્યો લાગે છે.”
ભાનુશંકરભાઈ ભૂલ કરે તો ચન્દ્રવદન કહેતા, “અરે ! પૈસા ગયા તેમાં ભાન પણ ગુમાવવાનું ? રોજ સાથે ફરનાર મિત્રનું નામ પણ ભૂલી જવાનું ?” અને આમ કાર્યક્રમ ચાલ્યો. વચ્ચે એક કાગળની ચબરખી પર નોંધ્યું કે કોઈએ કોઈને નામ દઈને બોલાવવા નહીં. આમ સંબોધનરહિત ચાલીસ મિનિટનો કાર્યક્રમ સાંગોપાંગ પાર પડ્યો. કાર્યક્રમ પૂરો થતાં બુખારીસાહેબે એની હસ્તપ્રત માગી તો સાવ કોરો ફૂલસ્કેપ કાગળ ! એમણે આંખો પહોળી કરી. ભવાં સંકોચ્યાં. કાગળ ચન્દ્રવદનને પાછો સોંપી દેતાં હેતથી ભેટ્યા. આમ ચન્દ્રવદને પોતીકી પ્રતિભાથી રેડિયોના બંધિયાર વાતાવરણમાં પણ નવાં નવાં આયોજન કર્યાં. એના પ્રસ્તુતીકરણમાં એમની આ પ્રત્યુત્પન્નમતિ ધરાવતી પ્રતિભા ખીલી ઊઠી.
એ સમયે બ્રિટનનું બી.બી સી. આદર્શ પ્રસારણ-સંસ્થા ગણાતું. બી.બી.સી.ના સમાચારો અને અન્ય કાર્યક્રમોનું સીધું પ્રસારણ થતું. બી.બી.સી.ના કાર્યક્રમોનાં તૈયાર રેકૉર્ડિંગ વારાફરતી જુદાં જુદાં કેન્દ્રો પરથી રજૂ થતાં. દિલ્હીની એ વખતની એકમાત્ર બ્રૉડકાસ્ટિંગ માટેની સ્ટાફ ટ્રેનિંગ સ્કૂલમાં બી.બી.સી.નો પ્રતિનિધિ મુખ્ય નિર્માતા રહેતો. એ અંગ્રેજી નાટકોનું નિર્માણ કરતો. પરિણામ
]]
અદાલતનો આનંદરસ •
એ આવ્યું કે બી.બી.સી.ના જુદા જુદા કાર્યક્રમોમાંથી પ્રેરણા મેળવીને પ્રાદેશિક કાર્યક્રમો થતા. ચન્દ્રવદન મહેતાનો આ સંસ્થા પ્રત્યેનો આદર એમના ‘રેડિયો ગઠરિયાંમાં પ્રતિબિંબિત થાય છે.
નવા નવા સ્વરૂપે અને નવા નવા ફૉર્મેટ(format)માં કાર્યક્રમો વિચારવા અને એનું નિર્માણ કરવું એની ચન્દ્રવદન મહેતામાં જબરી ફાવટ હતી. એ કાર્યક્રમ ઝડપથી નિર્માણ પામે તે માટે સમયની પાબંદી જેવો જ એના ત્વરિત નિર્માણ માટે આગ્રહ સેવતા. કાર્યક્રમનું માળખું ભલે બી.બી.સી.ના કોઈ કાર્યક્રમ પરથી મેળવ્યું હોય, પરંતુ એમની સર્જકપ્રતિભાનો એવો જીવંત સ્પર્શ મળતો કે એ કાર્યક્રમના મૂળ સ્વરૂપની કલ્પના પણ ન આવે. એની એવી રજૂઆત અને માવજત કરે કે શ્રોતાજનોને એ કાર્યક્રમ સહેજે વિદેશી છાંટવાળો, રૂપાંતરિત કે આધારિત ન લાગે, બલ્કે એની આત્મીયતાથી હૃદયસ્પર્શી લાગે. આને માટે ક્યારેક વહીવટની રીતરસમ પણ થોડી બાજુએ મૂકી દે. ચન્દ્રવદન એકોક્તિમાં પણ એટલા જ ખીલી ઊઠતા.
એ સમયે મુંબઈના શક્તિશાળી ટ્રાન્સમિટર દ્વારા મહારાષ્ટ્ર અને મહાગુજરાત બધે આ કાર્યક્રમો શ્રોતાઓ માણતા હતા. ચન્દ્રવદને રજૂ કરેલા ‘બુદ્ધિવર્ધક મંડળ’ અને ‘ચતુરનો ચોતરો' એ બે કાર્યક્રમો ખૂબ લોકપ્રિય બન્યા હતા. એ પછી બી.બી.સી. પરથી આવતા ‘લિટરરી કૉર્ટ માર્શલ' કાર્યક્રમના આધારે ચન્દ્રવદનને ‘ફોજી અદાલત’ કાર્યક્રમ ઘડવાનો વિચાર આવ્યો.
વીસમી સદીના આરંભમાં રેડિયો માધ્યમની વિશેષતાઓનો પોતાની મૌલિક પ્રતિભાથી બુદ્ધિયુક્ત વિનિયોગ કરીને એમણે એક જુદું જ સ્વરૂપ નિપજાવી આપ્યું. ગુજરાતમાં આ મુકદ્દમા ‘ફોજી અદાલત’ને નામે રેડિયો પરથી સફળતાપૂર્વક પ્રસારિત કર્યા. એ જમાનામાં રેડિયો એ લોકપ્રિય સમૂહમાધ્યમ હતું. એના દ્વારા શ્રોતાઓ પોતાના ગમતા લેખકોનો પરિચય એમના અવાજ દ્વારા પામતા હતા. સંસ્થાઓ અને કૉલેજોમાં આવો કાર્યક્રમ યોજાવા લાગ્યો. અમદાવાદમાં પ્રિ. એસ. આર . ભટ્ટ અને શ્રી ઉમાશંકર જોશી જેવા વક્તાઓનો લાભ આ કાર્યક્રમમાં મળતો હતો.
૧૯૪૧ થી ૧૯૪૫ સુધીના સમયગાળામાં અગિયાર કાર્યક્રમોમાં વીસ જેટલા મહાનુભાવોએ આમાં ભાગ લીધો. આ ‘ફોજી અદાલત'ને નામે ઓળખાતો રેડિયો કાર્યક્રમ ગુજરાતી ભાષાના રેડિયો કાર્યક્રમોમાં તો સીમાચિહ્નરૂપ બની
]]
Page #50
--------------------------------------------------------------------------
________________
* શબ્દસમીપ •
રહ્યો, પરંતુ એથીયે વિશેષ આ કાર્યક્રમે એક નવો જ માહોલ સર્જ્યો. એમાં તત્કાલીન લોકપ્રિય સાહિત્યકારોના સ્વમુખે પોતાની કૃતિઓ વિશે બચાવનામું સાંભળવા મળે, એમની સામે ઉગ્ર અને તાર્કિક દલીલબાજીથી આરોપો મૂકવામાં આવે, વળી દરેક સાહિત્યકારની ખુબીને ખામી તરીકે બતાવીને એના પર આક્ષેપ મૂકવામાં આવે. આક્ષેપ મૂકનારે એ સાહિત્યકારનાં સર્જનોનો ઊંડો અભ્યાસ કરેલો હોય તો જ આ શક્ય બને. ચન્દ્રવદન મહેતાએ આ કાર્યક્રમમાં આ સાહિત્યકારોના ગુણદોષ બરાબર પારખીને એમની વિશિષ્ટતાઓને એમની નબળાઈ તરીકે બહુ ચતુરાઈપૂર્વક ગોઠવી છે. એમાંથી ૨મૂજ ઉત્પન્ન થાય છે; જેમ કે યુગમૂર્તિ સર્જક શ્રી રમણલાલ વસંતલાલ દેસાઈ પોતાની સામેના ચન્દ્રવદન મહેતાએ કરેલા આક્ષેપોનો પ્રત્યુત્તર વાળતાં કહે છે,
પ્રથમ તો હું સૌમ્ય પ્રકૃતિનો છું, એમ કહી વિરોધ પક્ષે પોતાની આખી આરોપ-ઇમારતના પાયા જ પાંગળા બનાવી દીધા છે. સૌમ્ય હોય તે સાહિત્યકાર હોઈ શકે ખરો ? અને તે પણ ગુજરાતમાં ? ફરિયાદી પોતે જ પોતાની તરફ જોશે તો તેમને આ પ્રશ્નનો ઉત્તર જડી આવશે. આમ જો હું પહેલે જ પગથિયે મારી સૌમ્યતાથી સાહિત્યકાર થતો અટકી જાઉં તો આ આખી આરોપાવલિ નિર્મૂળ બની જાય છે. સાથે સાથે એ પણ કહી દઉં કે મારી સૌમ્યતાનો મને બહુ વિશ્વાસ નથી. માટે જ તેને સાચવવા માટે હું મહાપ્રયત્નો કરું છું. હું શરમાળ છું એમ કહેવું એ ભૂલભરેલું છે. અનેક સ્ત્રીઓ મારી પ્રિય છે. જો તે સર્વને હું સાક્ષીમાં બોલાવીશ તો આ કચેરીનું મકાન એકદમ સાંકડું પડશે. અને મારા ધોળા વાળનો ઉલ્લેખ કરવામાં ફરિયાદીએ કવિવર ટાગોર અને પ્રાચીન ઋષિમુનિઓની પ્રતિષ્ઠા ઉપર ઘા કર્યાની વાત જતી કરીએ તો પણ તેમણે જગતના એક મહાનિયમનું અજ્ઞાન જ દર્શાવ્યું છે, એ આક્ષેપનો જવાબ આપણી જૂની કથનીમાં હું આપી દઉં :
પીપળ પાન ખરંત હસતી કુંપળિયાં, મુજ વીતી તુજ વીતશે ધીરી બાપુડિયાં.
એ સમયે લોકમાનસમાં કનૈયાલાલ મુનશીની તનમન અને મંજરીનાં પાત્ર રમતાં હતાં. ચન્દ્રવદને આ બંને પાત્રોને પાત્રરૂપે રજૂ કરીને જીવંતતા અને નાટ્યાત્મકતા આણી છે. મુનશી પર એવો આરોપ મૂક્યો કે સ્વચ્છ અને સફેદ લૂગડાંમાં સજ્જ થઈ આવેલી વ્યક્તિ (મુનશી) ઉપરથી જેટલી મુલાયમ લાગે છે
]]
અદાલતનો આનંદસ -
એટલી અંતરથી નથી. એણે દુખિયારી તનમન અને વિલક્ષણ મંજરી જેવાં પાત્રોનું ખૂન કર્યું છે. અને નવલકથાકારે લોકોની દયાવૃત્તિ સતેજ કરવા માટે આવી રીતે ખૂન કરવાં જોઈએ નહીં એવો આરોપ મૂક્યો. એ આરોપની સાબિતી માટે અદાલતમાં તનમન અને મંજરીને રજૂ કરવામાં આવે છે. મંજરી અને ચન્દ્રવદન મહેતાની આ માર્મિક દલીલો જોઈએ – ચન્દ્રવદન મહેતા : ઠીક, તો તમે તમારી ઓળખાણ આપો.
મંજરી : મારું નામ મંજરી. મારા ઘડનારે મને આવી જ ઘડી છે. તોફાની, ટીખળી,
તેજી, બુદ્ધિશાળી આર્યસંસ્કૃતિમાં રચીપચી. મને વિદ્યાવિલાસિની બનાવી, એથી તો હું મારા વિધાયક ઉપર ખૂબ જ પ્રસન્ન હતી. પણ....પણ.... મારી અંગત વાત કરું ?
ચન્દ્રવદન મહેતા : હા, હા કરો ને, વિનાસંકોચે કહો.
મંજરી : ખરા છો તમે બધા. પારકાની ખાનગી વાતો સાંભળવાનો રસ હજી અહીં ઓછો થયો નથી. ઠીક તો સાંભળો. મારે માટે ધણી શોધ્યો કાક. સાવ બુડથલ અને બુસો.
ચન્દ્રવદન મહેતા : તમે પતિવ્રતા નારી આ
:
મંજરી : હા, હા, તે પતિવ્રતા નારી પતિને બુસો ન કહી શકે ? તમેય ખરા છો, ચોખલિયા. પતિવ્રતા હતી એટલે તો એવા જડસાને રસિક બનાવવા પ્રયત્ન કર્યો. નહીં તો ક્યાંક વેચી આવી હોત.
ચન્દ્રવદન મહેતા : એ ખરું, પણ તમારે કંઈ ફરિયાદ નોંધાવવાની છે ?
મંજરી : તમે ધીરજ રાખો તો હું કહું ને. તો કાક જેવા અણઘડ ધણીને મેં કેળવ્યો,
રસ્તે ચઢાવ્યો, એની સાથે ઘરસંસાર ચલાવ્યો, બે સુંદર સંતાનોની હું માતા થઈ અને જ્યારે મારે જીવનમાં સુખ અને આનંદ માણવાના દિવસો આવ્યા ત્યારે આ મારા નિર્દય સર્જકે મને મારી નાખી. મારા નિસાસા તો એવા છે અને દાઝ તો એના પર એવી ચઢે છે...
ચન્દ્રવદન મહેતા : ખમો ખમો સતી મંજરી. કંઈ શાપબાપ આપી ન બેસતાં. મંજરી : એ જ દુ:ખ છે ને, કે બાપ જેવા બની બેઠા છે એટલે તો શાપ નથી આપતી. ચન્દ્રવદન મહેતા : પણ હવે ન્યાય કરવાને તો આ તમારી પાસે ફરિયાદનામું નોંધાવરાવીએ છીએ. તમારું અણધાર્યું મોત, અણઘડ પતિ સાથે તમારું પાનું, એ ઉપરાંત બીજું કંઈ કહેવાનું છે ?
: ના, મારે બીજું કંઈ કહેવું નથી. મને સંતોષ એટલો જ છે કે એમને હાથે હું એકલી દુઃખી નથી ચીતરાઈ, આ તનમન તો છે જ. સુકન્યા પણ રડે
-
મંજરી :
Page #51
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ • છે. શશીને ઘરડા ઘુવડ સાથે પરણાવી તે વિધવા થઈને બેઠી છે. તે ત્યાં રડે. સુવણના પણ એ જ હાલ. સ્ત્રીઓને તો એમણે રિબાવી જ છે. મારે આથી
વધારે કશું કહેવાનું નથી. ચન્દ્રવદન મહેતા : તમે જઈ શકો છો મંજરીદેવી. નામદાર ! આ સાક્ષીની કેફિયત
સાંભળી હું ગળગળો થઈ ગયો છું. આગળ મારાથી કશું કહી શકાય એમ નથી.
આ જ રીતે યુગમૂર્તિ વાર્તાકાર રમણલાલ વસંતલાલ દેસાઈ સામે આક્ષેપો મૂકવામાં આવે છે. એમની નવલકથાનું શિથિલ વસ્તુવિધાન, બોધાત્મક આલેખન, વિષય તરીકે બધી વાર્તાઓમાં પ્રેમના આલેખનથી આવતું એકસુરીલાપણું જેવા આક્ષેપો મુકાય છે. ‘ભારેલો અગ્નિમાં ઇતિહાસને બાજુએ મૂકવાનો આરોપ મુકાય છે. ગણિકા અંજનીનું પાત્ર પોતાની કેફિયત આપીને આક્ષેપોની ધાર તેજ કરે છે. અદાલતમાં કેસ રજૂ કરતી વખતે એ સર્જકની પ્રકૃતિ, પહેરવેશ અને એમની વિચારધારાનો પણ માર્મિક ઉલ્લેખ મળે છે. શ્રી વિજયરાય વૈધ અંગે શ્રી ૨. વ. દેસાઈની નવલકથાનું પાત્ર કોકિલા કહે છે – કોકિલા : હું કોકિલા હોઈશ, તેથી એ કંઈ ઓછા જ કોકિલ કરે છે ? નહીં
પરણવાનાં મારે તો એની સામે અનેક કારણો છે. સૌથી મોટું તો એ છે કે એમને મનુષ્યોની ભાષામાં વાતચીત કરતાં જ નથી આવડતી. બાણભટ્ટ અને જ્હોન્સન જેવાના સમાસોની ભાષામાં એ વાતો કરે અને તદ્દન ક્લિસ્ટ, ન સમજાય તેવી શૈલીમાં એ કાગળો લખે તો મારે તો જીવતું મોત જ થઈ પડે ને ? અને એવી આડંબરી શૈલીના આ લખનાર મારી નિરાડંબરી ભાષાની
આંતરવ્યથા તો સમજે પણ નહી. ચન્દ્રવદન મહેતા : એ સિવાય કોઈ બીજું કારણ ? કોકિલા : મેં કહ્યું તેમ એવાં તો ઘણાં કારણો છે અથવા તો એમને પરણવા માટે મારી
પાસે એકેય કારણ નથી એમ કહું તોય ચાલે. ટૂંકમાં, એ તામસી પ્રકૃતિના છે અને ક્રોધમાં આવે ત્યારે હાથ કરડવાનાં અને હાથ બાળવાનાં એમનાં સાહસો પણ જાણીતાં તો છે જ. હાય, હાય, હું એને પરણું અને એ ક્રોધે ભરાય તો, તો મને જીવતી જ બાળે અને તે ઉપરાંત મારા સર્જક પિતા શ્રી રમણલાલ દેસાઈ જેવી મુલાયમ અને નરમ વ્યક્તિ વિજયરાય જેવા જમાઈને પસંદ પણ ન કરે. ‘અદાવત વિનાની અદાલતમાં ત્રણ સાહિત્યકારોના બચાવપક્ષના
• અદાલતનો આનંદરસ • ધારાશાસ્ત્રીની કામગીરી જ્યોતીન્દ્ર દવે બજાવે છે અને આમાં હાસ્યકાર જ્યોતીન્દ્ર દવેનું વ્યક્તિત્વ તો ઊપસે છે, પરંતુ એની સાથે એક ઉત્તમ કોટિના તર્કપ્રવીણ ધારાશાસ્ત્રી તરીકેની ભૂમિકા સુંદર રીતે બજાવે છે. ખુદ જ્યોતીન્દ્ર દવે ગુનેગારના પાંજરામાં ઊભા રહે છે ત્યારે એમનું પોતાનું બચાવનામું રજૂ કરે છે. જ્યોતીન્દ્ર દવે પર આરોપ મૂકતાં ચન્દ્રવદન મહેતા નામદાર ન્યાયમૂર્તિઓ અને જ્યુરીના સભ્યોને એમની સાચી ઓળખ આપતાં કહે છે –
નામદાર ! અનેક તરકીબો કરી છટકી જનાર ગુનેગારને આજે પીંજરામાં લાવી શકાય છે. એણે શું શું નથી કર્યું ? આ સળે કડા સમા માનવ, હાસ્યરસનો દાવો કરનાર જ્યોતિર્ધર, જ્યોતીન્દ્ર દવેએ – દવે અવટંક સાથે પ્રાસ મેળવવા એ થયા છે એમ. એ. - મોટો ગુનો આ અદાલતનું અપમાન કરવાનો કર્યો છે.
આજથી એક મહિના પહેલાં અહીં ધ્રુજર થવા એના પર વોરંટ ઠ્ઠી ચૂક્યાં હતાં, છતાં આ અદાલતનું અપમાન કરી, કહેવાય છે તે પ્રમાણે પૂના મેચ જોવા ચાલ્યા ગયા હતા.
નામદાર ન્યાયાધીશને માલમ થાય કે અત્યાર સુધી ઊભા કરેલા આરોપીઓમાંથી આ ગુનેગાર સૌથી વધારે ભયંકર છે. અને હું એના ઉપર તહોમતનામું રજૂ કરું છું ને મને બીક લાગે છે. મહમદ છેલ જેવો જાદુ કરીને એ અહીંથી હાથતાળી આપીને છટકી તો નહીં જાય ? મોર સંધવાણી જેવા બહારવટિયાની જેમ એ અણજાણી નાઠાબારીમાંથી છટકી તો નહીં જાય ? એન્દ્રજાલિકા માયા લગાડી આપણા સર્વને ભૂરકી તો નહીં નાખે ? પણ એથીય વધારે બીક તો મને એની ઈલમી કલમ કરતા એની ઇલમી જબાનની લાગે છે. જે જ બાને ઉર્દૂ અને સંસ્કૃત એમ બે ભાષાના વાવા પહેર્યા છે.
આજે ધ્રુજું છું. મારાં ગાત્રો ઢીલાં થાય છે, શરીરે ઝેબ વળે છે. તહોમતનામું હાથમાં પકડતાં હાથનાડી વકરાય છે. નામદાર મારી તો શું - આ અહીં બેઠેલી વિદ્વાન
જ્યુરીની તો શું, પણ ખુદ ન્યાયાધીશની પણ આ પ્રસંગે, કયે તબકે, એની શેષનાગથી પણ ભયંકર એવી નાગશિરોમણિ જીભ વડે આ આરોપી કેવી રેવડી ઉંડાવશે એ કહેવું કે કલ્પવું દુર્ઘટ છે. કંઈ નહીં તો આપણા ડગલાની સિલાઈ, આપણે પહેરેલું કાપડ, ગજવામાંનું અસ્તર, અસ્તરનું ઉત્પત્તિ-શાસ્તર, આપણા ઘરનો નંબર, ચશ્માનો નંબર, આપણા પાડોશીઓ, આપણા રસ્તાઓ, આપણી ખાસિયતો, આપણો ઘરખટલો, આપણો મોભો, આપણાં વાહનો, આપણી આબોહવા, આપણાં બજાર, આપણા મહેમાનો, આપણા ભાષણકર્તાઓ, આપણા પ્રમુખો, છેવટે આપણે જે કાંઈ છે તે એ સૌની એણે છડેચોક હાસ્યના ઓઠા હેઠળ રહીને ઠેકડી ઉડાવી છે. એક નહિ, બે
0 ૯૧ 0.
૯૦ ]
Page #52
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ • નહિ, ત્રણ નહિ, ચોથા મંગળ જેવા ચાર ચાર રંગતરંગો જમાવી ગુર્જરગિરાને ગલીપચી કરવાના બહાને એણે ગુનાપચ્ચીશી કીધી છે.
આને માટે અલી અને અલો જેવાં પાત્રો રજૂ કરે છે અને ગુર્જર ગિરાને ગલીપચી કરવાના બહાને કરેલી ગુનાપચીસીનો જવાબ આપતાં જ્યોતીન્દ્ર દવે
ગુનાપચ્ચીસી એટલે શું – પચ્ચીસ ગુનાનો સમાહાર ? કેવળ ગુધ્ધાપચ્ચીસી જેવા શબ્દ પરથી જ એ નવો શબ્દ બનાવી કાઢવામાં આવ્યો હોય તો તે હું સમજી શકતો નથી. પરંતુ ગુર્જરગિરાને ગલીપચી કરવાનો મેં કદી વિચાર સેવ્યો નથી. ગલીપચી વિશે મને કડવો અનુભવ થયો છે. હાસ્યરસ વિશેના એક વિદ્વત્તાપ્રચુર નિબંધમાં ‘વાંદરામાં હાસ્યવૃત્તિ હોય છે ને વાંદરાને ગલીપચી કરવાથી તે હસે છે ” એવી મતલબનું વાંચી પ્રયોગ કરવાના ઇરાદાથી મારા એક ઓળખીતા ગૃહસ્થ પાળેલી વાંદરીને મેં ગલીપચી કરી. કાં તો હાસ્યરસના આ વિદ્વાન લેખકને વાંદરાઓનો અભ્યાસ નહીં હોય કે કાં તો ઉક્ત વાંદરીની હાસ્યવૃત્તિ, કેટલાક મનુષ્યોની પેઠે જ, વિક્ત કે મૃત થઈ ગયેલી હશે. પણ મેં કરેલી ગલીપચીથી હસી પડવાને બદલે વાંદરીએ મને જોરથી લપડાક ખેંચી કાઢી ગબડાવી પાડ્યો. તે દિવસથી ગલીપચી ને લપડાક, વાણીને અર્થ પેઠે, મારા માનસમાં એવા સંયુક્ત થયા છે કે એકનો વિચાર, બીજાના ભય વગર, હું કરી શકતો જ નથી અને ગુર્જરગિરાને કદાચ ગલીપચી કરવાનો કોઈ વિચાર કરે તો તે થઈ શકે તેમ પણ નથી. એની આસપાસ શબ્દના એવા વાઘા સજાવવામાં આવ્યા છે કે એને ગલીપચી થાય જ નહીં.
આ કૃતિમાં આવતી સર્જકોની કેફિયતોમાં મુનશીની કેફિયત અને રજૂઆત સાવ જુદી તરી આવે છે. એમાં સર્જકની ખુમારી દેખાય છે. તેઓ માનનીય ન્યાયમૂર્તિને ઉદ્દેશીને કહે છે –
મારા ધારાશાસ્ત્રીએ જે મારે માટે કર્યું છે તેને માટે હું તેનો આભાર માનું છું, પણ એમણે તો તમારી દૃષ્ટિએ મને બિનગુનેગાર ઠરાવવાનો પ્રયત્ન કર્યો. હું હવે મારી દૃષ્ટિએ મારો બચાવ નહીં, મારો અધિકાર રજૂ કરું છું. ઈશ્વરે મને કલ્પના આપી, બીજાને ત્યાં તરવરાટ ન થાય ત્યાં તરવરાટ અનુભવવાની મને શક્તિ આપી અને તે તરવરાટથી ઉત્તેજિત થયેલી મારી કલ્પનાને શબ્દ દ્વારા સર્જન કરવાની હથોટી આપી આમાંથી કોઈ પણ શક્તિ અને સમાજે નથી આપી, પેગંબરોએ નથી આપી, નીતિએ નથી આપી અને વિવેચકોએ પણ નથી આપી.
• અદાલતનો આનંદરસ • આ શક્તિઓને પરિણામે વ્યાસ અને હોમર, નરસિંહ અને મીરાંબાઈ, વાલ્મીકિ, કાલિદાસ અને ભાગવતકાર, તુલસીદાસ અને શેકસપિયર, ગોએથે, હ્યુગો, રોલી ને
મા જેવા સાહિત્યસ્વામી જે પંથના મહાગુઓ છે તેની કંઠી મેં બાંધી. અમારા પંથને દેશભેદ કે રંગભેદ નથી. કાલના ખંડો અમારી એકતા ખંડિત કરતાં નથી.
कालो ह्य यं निरवधिर्विपुला च पृथ्वी એ અમારો સિદ્ધાંત છે. તમારા જમાનાના આદર્શો, તમારાં રાજકીય બળોનાં ધોરણો, તમારા સર્વસત્તાધિકારીઓનાં શાસનો અને તમારા આર્થિક ભેદોની પાશવ સ્થલતા અમને સ્પર્શતી નથી. કોઈ પણ જમાનાના ડાહ્યાઓનું ધોરણ કે શાસન અમને બાંધતું નથી. અમારું ધોરણ અને અમારું ધ્યેય એ તો ખંડ ખંડે ને યુગે યુગે માનવહૃદયની સનાતન તૃષામાંથી પ્રગટે છે. હું તમારા ન્યાયાધીશપણ કે તમારા ધારાનું પ્રભુત્વ સ્વીકારી શકતો નથી. મને માફ કરજો. ને હું સ્વીકારું તો મારા ધર્મના દ્રોહ કરું એમ માનું છું. સનાતન સરસતાની સેવામાં બની તેવી સૃષ્ટિઓ મેં રચી ને ભાંગી, મેં પાત્રો સજ્યાં ને માય, મેં પ્રસંગો ઊભા કર્યા ને તોડી નાખ્યા. જેમ મારી કલ્પનાએ મને આદેશ દીધો તેમ. તમે એને નિયમમાં લાવનાર કોણ ? માફ કરજો. મુરબ્બી, તમારામાં અને નિયમમાં લાવવાની શક્તિ નથી.
તમે બધાએ જગતમાં પશુબળ વધાર્યું. અમારા પંથે એને સૌંદર્યનાં દર્શન કરાવ્યાં. તમે માનવી-માનવીઓમાં ભેદ ઊભા કર્યા. અમે સમાજ ને રસિકતા શીખવી. યુગે યુગે, રાષ્ટ્ર રાષ્ટ્ર-રી સમસ્ત સંસ્કારી જનતાને આનંદ-સમાધિનો અધિકારી બનાવ્યા.
તમને, માનનીય ન્યાયમૂર્તિ ! મારો ન્યાય કરવાનો જરાય અધિકાર નથી. મારે તમારી એ કર્યુગી દૃષ્ટિના પીંજરામાં પુરાવું નથી. હું તો સનાતન સરસતાનો, અપુર્વ સરસતાનો પરમ અને અનંત એવા સંવાદી આનંદનો તરસ્યો છું. ને મારી તરસ છું છિપાવું અને એવા જ કોઈને આનંદ આપી એની તરસ છિપાવી શકું એ જ મારું કર્તવ્ય, એ જ મારો સ્વધર્મ છે અને એમાં જ મરણ પામવું એમાં જ મારો મોક્ષ અને
ત્યાં સુધી મારો ન્યાય તો ભાવિ મનુષ્ય કરશે જો મારા સાહિત્યમાં જીવંત સરસતા ઈશે તો, નહીતર તમે કોણ મને ન્યાય કરનાર ?
સ્વરૂપની દૃષ્ટિએ પણ આ પુસ્તક ગુજરાતી સાહિત્યમાં જુદી જ ભાત પાડે છે. અદાલતની મુકદ્દમો ચલાવવાની પદ્ધતિએ આમાં જુદા જુદા સાહિત્યકારો વચ્ચે ચતુરાઈભર્યા સંવાદોનું આયોજન કર્યું છે. ચન્દ્રવદન મહેતાની ગદ્યશૈલી, એમનું શબ્દપ્રભુત્વ, રસળતી કથનરીતિ, વાચાતુર્ય, રમૂજવૃત્તિ અને સૌથી
0 ૯ર
0 ૯૩ ]
Page #53
--------------------------------------------------------------------------
________________
આફ્રિકન પરિવેશમાં વર્તમાન સંઘર્ષ
• શબ્દસમીપ • વિશેષ તો પ્રસંગનું નાટ્યાત્મક આયોજન કરવાની એમની કુશળતા પ્રગટ થાય છે. ગદ્યમાં એવો વેગ છે અને એમની પાસે એટલી મોટી શબ્દસમૃદ્ધિ છે કે ભાવક સતત એના કથનપ્રવાહમાં તણાતો રહે છે. એમના શબ્દભંડોળને કશુંય અસ્પૃશ્ય નથી. શિષ્ટ વ્યવહારના, સામાન્ય વાતચીતના તત્સમ, તદ્ભવ, દેશ્ય અને ઓછા પ્રયોજાતા તળપદા શબ્દો મળે છે. એમના ગદ્યમાં રહેલા આરોહઅવરોહ, એના તાલ અને એની લયછટાની સૂક્ષ્મ સૂઝ ચન્દ્રવદનની અનનુકરણીય વાક્છટા દર્શાવે છે. spoken word અર્થાત્ બોલાયેલા શબ્દની સ્થળ અને સુમ બધી જ ખૂબીઓની પરખ ચંદ્રવદન મહેતાને હતી. એમના જમાનામાં બીજા કોઈને હોય તેના કરતાં વધારે. આથી જ તેઓ જાતજાતના નુસખા વાપરીને શ્રોતાના મનમાં ધારી ચોટ ઊભી કરે છે. બોલવામાં પ્રયોજાતા ધ્વનિના જુદા જુદા સ્તરોનો ‘વાકુ’ વિશે મહત્ત્વનું પુસ્તક આપનાર ચન્દ્રવદનને ઊંડો અભ્યાસ હતો અને એમણે કરેલો ગ્રીક નાટક ‘મીડિયા'નો અનુવાદ ‘મદીરા” વાચિક અભિનયની તાલીમ માટેની ઉત્કૃષ્ટ નાટ્યકૃતિ છે. પૌરાણિક વિષયથી માંડીને તદ્દન નજીકના વર્તમાનના પ્રસંગોને આકાશવાણી પર એમણે અસરકારક રીતે વહેતા કર્યા હતા. અખંડ ધાર વહેતો એમને વાપ્રવાહ ‘અદાવત વિનાની અદાલતમાં યંગ, કટાક્ષ કે પ્રહારના વાગુબાણની વર્ષા જેવો પણ બની જતો લાગે છે.
ઑલ ઇન્ડિયા રેડિયોના મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત થયેલી આ શ્રેણી ગુજરાતી પ્રસારણના ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ છે. આપણે ત્યાં રેડિયો પર પ્રસારિત થયેલાં નાટકો, રૂપકો, મુલાકાતો, વાર્તાલાપો વગેરે પુસ્તકરૂપે સંગ્રહાયાં છે, પરંતુ આ પ્રકારના કાર્યક્રમનું આવું સંપૂર્ણ લખાણ ગુજરાતી ભાષામાં જ નહીં પરંતુ દેશની અન્ય ભાષાઓમાં જવલ્લે જ પ્રગટ થયું હશે. બી.બી.સી. આવાં લખાણોને વર્ષોથી પ્રકાશિત કરે છે. ગુજરાતી સાહિત્યની અને રેડિયોપ્રસારણના ઇતિહાસની એક વિશિષ્ટ કૃતિ લગભગ છ દાયકા બાદ ગ્રંથસ્થ થઈ
૧૯૬૦ અને ૧૯૭૦ના દાયકાના પ્રારંભકાળે આફ્રિકન લેખનમાં પ્રચલિત એવા આફ્રિકન કથાનકના ભ્રામક સરલીકરણ અને અમુક જ ઢાંચામાં આત્માભિવ્યક્તિ કરતી પાત્રાલેખનની શૈલીના વિરોધ રૂપે સંકલ્પપૂર્વક ઑસ્ટીન લુવાન્ગા બુકન્યાએ આ નાટ્યરચના કરી છે. ૧૯૬૦ અને ૧૯૭૦ના દાયકામાં આફ્રિકન નાટ્યસાહિત્યમાં જે રીતે પાત્રાનુલેખન થતું હતું તેનો તેઓ વિરોધ કરતા હતા. અમુક પ્રણાલી પ્રત્યે વિરોધ પ્રગટ કરવા માટે બુકન્યાએ કલાસ્વરૂપનો આશરો લીધો છે.
આથી જ “ધ બ્રાઇડ' નાટકના પ્રારંભે નાટ્યકાર ઓસ્ટીન બુકન્યાએ દર્શકોને માટે નાટ્યપરિચય આપ્યો છે. સર્જનાત્મક લેખન પૂર્વે કૃતિની ઓળખ આપવાનું એમનું પ્રયોજન એ છે કે કૃતિમાં આલેખાયેલા નવા આદર્શો અને આલેખનની પ્રયોગાત્મક નાટ્યરીતિ દર્શાવવી. સર્જકને એવી ભીતિ હોય છે કે તેમના લેખન- પ્રયોજનની સાચી સમજણ ન આપે તો કદાચ દર્શક કૃતિને અન્યાય કરી બેસે. આ કારણે તેઓ ભાવકોને માર્ગદર્શનરૂપ પરિચય આપે છે. “ધ બ્રાઇડ'નું વિષયવસ્તુ પ્રચલિત કથાનક પરથી સર્જકે લીધું છે.
ex
૫
]
Page #54
--------------------------------------------------------------------------
________________
* શબ્દસમીપ •
આ નાટક ચાર દશ્યો(movements)માં વહેંચાયેલું છે. આમાં પ્રથમ અને બીજું દશ્ય એ વધુ લંબાણભર્યું છે, એને મુકાબલે ત્રીજા અને ચોથા દેશ્યનો નાટ્યવેગ ઝડપી લાગે છે. પ્રથમ શ્યનો આલ્બીનોના રિકાના સભ્યોના મુખ્ય મેદાનના વિસ્તારના આગમનથી પ્રારંભ થાય છે. તાજા જ સુન્નત થયેલ નરનારીઓનું આ જૂથ છે. તેઓ તેમના નેતા, લેકિન્ડો સામે નર્તન કરે છે, જે તેમને અટકાવે છે. અગાઉની રાત્રિએ નૃત્ય કરનારી નામ્બુઆ હજી આવી નથી, આથી આ નૃત્યની ચંદારાણી કોણ બનશે તેની ચર્ચા ચાલે છે. પુરુષો નામ્બુઆ માટે રાહ જોવા ઇચ્છે છે. જ્યારે ઈર્ષાથી પ્રેરાઈને સ્ત્રીઓ નૃત્યની ચંદારાણીના વિકલ્પથી નૃત્ય કરવા આતુર છે. નામ્બુઆ નૃત્યની ચંદારાણી બની શકે નહીં તેનું કારણ એ છે કે તે પરદેશી છે. તેને પોતાની ઉંમરના સાથી સાથે આ ઉત્સવમાં ભાગ મેળવવાની ના પડાઈ છે, કારણ કે તેના દાદા આ મેદાની પ્રદેશથી અજાણ્યા પરદેશી હતા. આખરે કાજીરૂ નામની યુવતી ચંદારાણીનો પાઠ ભજવવા નૃત્યની રાણી માટે પસંદ કરાઈ, ત્યારે નવી ચંદ્રિકાનો સંઘર્ષ ઊકલી ગયો.
નૃત્યનો પ્રારંભ થયો. યુવક-યુવતીઓ પરસ્પરને ઉષ્મા આપવા લાગ્યાં. એવામાં નામ્બુઆ આવે છે. લેકિન્ડો ફરીથી નૃત્ય અટકાવે છે અને નૃત્યની ચંદારાણી તરીકે નામ્બુઆને ગોઠવવા પ્રયત્ન કરે છે. આ કારણે ભાગ લઈ રહેલી કેટલીક સ્ત્રીઓ વિરોધ રૂપે સ્થળ છોડી જાય છે. નામ્બુઆ ચંદારાણી તરીકે આવતાં નૃત્ય શરૂ થાય છે, પરંતુ લાંબું ચાલતું નથી.
ત્રણ બળવાખોર છોકરીઓ કેટલાંક વડીલો સાથે પાછી ફરે છે. તે વખતે લેકિન્ડો અને નામ્વઆ મંચ પર નૃત્ય કરતાં હોય છે. વડીલોના ઘૃણાપૂર્ણ ચહેરાઓ જોઈને નામ્બુઆ બેચેન બની જાય છે, આથી આ નૃત્ય અધવચ બંધ થાય છે. લેકિન્ડો નૃત્યનો પ્રારંભ કરનારા અન્ય સહુને પછીથી બીજી વખત નૃત્ય ગોઠવાશે તેવું વચન આપી રવાના કરે છે. સમાજના યુવકો પર અસરકર્તા હતા તે વિષે કહેવા માટે એકલો રહી જાય છે. લેકિન્ડો અને નામ્બુઆ વચ્ચેની વાતચીત દરમ્યાન લેકિન્ડોના પિતા શુન્ડુ આવે છે અને તે આ બંનેને સાથે જુએ છે.
નામ્બુઆના યુવકો સાથેના સંબંધ અને ખાસ કરીને પોતાના પુત્ર સાથેના સંબંધ વિશે સાંભળેલી વાતોથી શુન્ડુ બેચેન છે. પ્રથમ દૃશ્યના અંતમાં પિતા અને પુત્ર એકબીજા સામે કટુ વચનો બોલે છે અને છેવટે શુન્ડુ ચાલ્યો જાય છે. તેને લેકિન્ડો અને નાન્યુઆ અનુસરે છે.
]]
આફ્રિકન પરિવેશમાં વર્તમાન સંઘર્ષ •
સમગ્ર નાટકમાં ઘટનાઓ દ્વારા વિકસિત થનારા સંઘર્ષોનો સર્જક પ્રથમ દૃશ્યમાં પરિચય આપે છે. સૌપ્રથમ આલ્બીનોની ‘રિકા'(મંડળી)માં સંઘર્ષ છે અને બીજો સંઘર્ષ ચંદારાણી અંગે સ્ત્રીઓમાં છે. જૂની પેઢીના પિતા અને વડીલો આલ્બીનોના જુવાનિયાઓની મંડળીમાં નામ્બુઆને સભ્ય તરીકે માન્ય ગણવી કે કેમ તેની ચર્ચા કરે છે. આમાંથી જૂની અને નવી પેઢીની પ્રેમ અને લગ્નવિષયક વિચારસરણીની ભિન્નતા પ્રગટે છે.
આ દૃશ્યમાં મહત્ત્વની સંઘર્ષભૂમિ બને છે રંગભૂમિની મધ્યમાં આવેલો ટીંબો. એના પર ચંદારાણી અને તેના સાથીઓ નૃત્ય કરે છે. મંચ આજુબાજુની જગ્યા કરતાં ટીંબો ઊંચા સ્થાને છે. નાટકની શરૂઆતમાં નૃત્યને આકાશી નૃત્ય તરીકે વર્ણવાય છે એટલે કે ઉત્કર્ષ સૂચવતું નૃત્ય. સમાજના આ યુવાનો સામાજિક ઉત્કર્ષ માટે લડી રહ્યા છે, તેવું સૂચવાય છે.
બીજું દશ્ય વાંગાના મંદિરમાં ભજવાય છે. આ દશ્ય વાંગામંદિરના પૂજારી લેરેમાની વાતથી શરૂ થાય છે. લેસીજોરેના કુટુંબે વિધાતા દ્વારા સર્જાયેલી અપરંપાર આફત સહન કરી છે તેના માટે પ્રાર્થના કરવાનું પૂજારી લેરેમાને કહેવા આવ્યો છે. લેસીજોરે ફરિયાદ કરે છે કે કીડાઓએ તેમની બાજરીના પાકનો નાશ કર્યો છે. તેના દીકરાને સુન્નત કરવાની છરીથી વ્યથા પહોંચી છે, જેનાથી આખું કુટુંબ શરમ અનુભવે છે. તેમની ગાયો જંગલીઓ દ્વારા ચોરાઈ ગઈ છે અને છેવટે તેઓના પુરુષોની પત્નીઓમાંની એક બીજી વ્યક્તિ સાથે નાસી ગઈ છે.
લેસીજોરેની વિદાય પછી લેરેમા અને મકુમ્બુ તેના વિશે ટૂંકમાં ચર્ચા કરે છે. બંને ખુશ થાય છે કે છેવટે લેસીોરે કમભાગ્યનો શિકાર બન્યો ખરો ! ખાસ કરીને મકુમ્બુ લેસીજારેની પનોતીથી વિશેષ પ્રસન્ન થાય છે.
લેસીોરેની કમનસીબીની ચર્ચા તેમને લેટીની ચર્ચા તરફ દોરી જાય છે. લેટી તેમનો મૃત્યુ પામેલ દીકરો છે. એની ખોપરીને તેઓએ હજી દફનાવ્યા વગર મંદિરમાં રાખી છે, કારણ કે “લેરેમા મૃત્યુ પામતા નથી.” મકુમ્બુ ઇચ્છે છે કે લેરેમા ‘લેટી’ માટે પત્ની શોધી આપે. આ ચર્ચા દરમિયાન શુન્ડુ મંદિરમાં ધસી આવે છે અને લેરેમા મંદિરમાં એક નિર્ણયાત્મક અને તાત્કાલિક સભા બોલાવવાની માંગણી કરે છે. લોકોને બોલાવાય છે અને વડીલો તાત્કાલિક
un
Page #55
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ • આવી પહોંચે છે. સમાજના યુવાનો લેકિન્ટોની આગેવાની હેઠળ થોડા મોડા આવે છે. લેરેમા પોતાની જાતને ‘વાંગામાં ફેરવે છે અને વડીલો પર આરોપ મૂકે છે કે આ વિસ્તારમાં પરદેશીઓને આવવાની તેમણે છૂટ આપીને સામે ચાલીને સર્વનાશ વહોર્યો છે. તેણે સૂચવ્યું કે વાંગા પાસે આ મંદિરમાં બલિદાન અપાવું જોઈએ. વડીલો યુવાનોની વર્તણુક વિશે ચર્ચા કરે છે અને તે નિર્ણય પર પહોંચે છે કે આ માટે જવાબદાર એવા પરદેશીઓની કતલ કરવી જોઈએ.
લેકિન્ટો વડીલોના નિર્ણય સામે પડકાર ફેંકે છે. યુવાનોને નેતાગીરી પૂરી પાડતાં જાહેર કરે છે કે આવી અર્થહીન હિંસાનો તેઓ વિરોધ કરે છે અને તેથી તેઓ પરદેશીઓની કતલ નહીં કરે. જિંદગીની પવિત્રતા અને સલામતી માટે પોતાની દૃઢતા દર્શાવવા તેઓ તેમના ભાલા તોડી નાખે છે. શુન્ડ એટલો બધો ગુસ્સે થઈ જાય છે કે તે ત્યાં ને ત્યાં લડાઈ કરવા તૈયાર થઈ જાય છે. લેરેમા તેને રોકે છે અને ધીમે ધીમે મંડળી અદૃશ્ય થાય છે. લેરેમા નાખ્યુઆના પિતા મેરીઓને દારૂ પીવા નિમંત્રણ આપે છે ત્યાં આ દશ્ય પૂર્ણ થાય છે. બંને નાડુઆની લેટી સાથેનાં લગ્નની શક્યતા ચર્ચે છે અને વાંગાની પૂજારણ બનાવવાનો વિચાર કરે છે. આ દશ્યમાં આ સમાજના જીવનને તપાસવાની નાટ્યકારની દૃષ્ટિ છે.
ત્રીજું દૃશ્ય મેરીઓના આંગણામાં ભજવાય છે. લેકિન્ડો ચોરીછૂપીથી દાખલ થાય છે અને નાડુઆને બાજરી દળતી જુએ છે. તે વસંત માટે આમંત્રણ આપે છે જ્યાં તેણે અને બીજાઓએ એને ‘રિકામાં સ્વીકારવા માટેની તૈયારી અગાઉથી કરી રાખી છે. બંને સાથે નાખ્યુઆની માતા ટાટું મંદિર તરફથી જ્યાં તે બળતણ વીણવા ગઈ હતી ત્યાંથી પાછા ફરે તે પહેલાં, ઘર છોડી જાય છે. મેરીઓ તેની પત્ની આવી તે જ સમયે પાછો ફરે છે. તે પૂજારી લેરેમાએ નાડુઆને પરણાવવા માટે મૂકેલી દરખાસ્તના સમાચાર આપે છે. ટાટું આઘાત પામે છે કે તેનો પતિ પોતાની દીકરીને એક ખોપરી સાથે પરણાવવા ઇચ્છે છે, પરંતુ મેરીઓને એમાં અવરોધરૂપ બનતી નથી.
નાડુઆ આલ્બીનોની મંડળી સાથે જોડાયા પછી પાછી આવતાં ગુસ્સે થયેલી તેની રાહ જોતી માતાને જુએ છે. ટાટુ તરત જ એને ઉપાલંભ આપે છે અને લેરેમાના ખોપરીવાળા પુત્ર સાથેના લગ્નની દરખાસ્ત અંગે તેના પર કટાક્ષ કરે છે. થોડી વારમાં બેસીજોરે અને મેરીઓની નેતાગીરી હેઠળ વડીલોનો એક સમૂહ પ્રવેશે છે અને લગ્નના આવી રહેલા અવસરથી ઉત્તેજના અનુભવતા વડીલો આ દરખાસ્તના અનુસંધાનમાં તેમના ભાગના ‘બીયર'ની માગણી કરે છે.
0 ૯૮ ]
• આફ્રિકન પરિવેશમાં વર્તમાન સંઘર્ષ • પોતાના જૂથના સભ્યોને અંદર લાવવા પ્રયત્ન કરતા લેકિન્ડોને વડીલો તરત જ રસ્તો આપે છે. કેટલાંક સભ્યો પરદેશી નાખ્યુઆનું મંદિરમાં લગ્ન થાય તેનો વિરોધ કરવા તૈયાર થયા હતા, ત્યાં જ લેકિન્ડો તેમને કહે છે કે નાડુઆની દરખાસ્તવાળા લગ્નની વાત તેઓ જાણે છે તે કરતાં એની પાછળ બીજું કંઈક વધારે છે. આમ કહીને તેમને રોકે છે. આથી નાખ્યુઆ આરોપમાંથી મુક્ત બને છે અને મંડળીનાં સભ્યો સંતુષ્ટ થતાં મંદિર તરફ જાય છે, જ્યાં જૂની પેઢી અને જુવાનિયાઓની વચ્ચે અંતિમ ખેલ ખેલાવાનો છે.
બીજા દૃશ્યના અંત અને ત્રીજા દૃશ્યના આરંભ વચ્ચેના સમય દરમિયાન આપણે ધારી લઈએ છીએ કે થોડા દિવસો પસાર થઈ ગયા હશે. આપણે એ પણ માનીએ છીએ કે નાખ્યુઆનો પિતા મેરીઓ મંદિરમાં રહ્યો છે અને નાડુ મંદિરમાં ભલે પરણે તેવી તેની ઇચ્છા છે.
| લેરેમાએ મેરીઓના આંગણામાં ક્યારનોય પોતાનો ભાલો ખોયો છે તે તેનો પુરાવો છે, એટલે કે ઓછામાં ઓછા એક કે બે દિવસ બીજા દેશ્ય પછી પસાર થઈ ગયા છે. તો પછી શા માટે મેરીઓએ લેરેમાની દરખાસ્ત વિશે યોગ્ય સમયે વાત કરી નથી ? આ બનાવમાં આટલી બધી ઉતાવળ શાની ? લગ્ન અને તેય આ પ્રકારનાં લગ્નને સમાજની સાથે શું કોઈ નિસ્બત નથી ? મેરીઓ પોતાની પુત્રીના લગ્ન આ મૃત્યુ પામેલી ખોપરી સાથે કરવા માટે ઉતાવળે શા માટે તૈયાર થાય છે ? ટાટુ અચાનક નિર્ણય બદલી આ લગ્ન માટે શા માટે સંમત થાય છે ?
ગાજ્યા એક એવા વડીલ છે કે જે મંદિરમાં સુચવાયેલા આ લગ્ન સામે પોતાનો અવાજ ઉઠાવે છે, તો બીજા વડીલોનું શું ? તેઓએ અચાનક તેઓમાંની એક નાખ્યુ છે તેવું જણાવવાનું નક્કી શા માટે કર્યું ? આ દૃશ્ય નાટ્યરચના વિશે આવા પ્રશ્નો ઊભા કરે છે.
ચોથું દૃશ્ય વાંગાના મંદિરનું છે. આ દૃશ્યનો પ્રારંભ મુકુમ્બુ લેટીન - ખોપરીને – નવવધૂ નાખ્યુઆના આગમન માટે તૈયાર કરે છે તેનાથી થાય છે. નાડુઆને અંદર લઈ જવાય છે અને નવવધૂના ખંડમાં તેને દોરી જવાય છે. પુષ્કળ ગીતો અને નર્તન સાથે સાથ આપતી સ્ત્રીઓ અને આસપાસ પરિસ્થિતિના સંદર્ભમાં નાડુઆ પીછેહઠ કરે છે, જ્યાં તેઓ ગાવાનું ચાલુ રાખતા હોય છે.
va
Page #56
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ • નાની ફોઈ સીકીટુ નાડુઆ સાથે નવવધૂના ખંડમાં જાય છે અને તેને આશ્વાસન આપે છે. પતિનો પ્રેમ કેવી રીતે જીતી શકાય તેની નાડુઆને શીખ આપે છે અને ભિન્ન ભિન્ન પરિસ્થિતિમાં પતિ સામે કઈ રીતે વર્તાય તેની સલાહ આપે છે.
નાડુઆને સીકીટુએ આપેલી સલાહ પછી તરત જ લેકિન્ટોની દોરવણી હેઠળ કેટલાક સભ્યો મંદિરમાં ધસી આવે છે. લેકિન્ડો પોતાના સાથીઓને નવવધૂના ખંડમાંથી નાખ્યુ અને તેના વરરાજા-ખોપરીને લઈ આવવાનું સૂચવે છે. સમીજી અને મેલાન્વી નાખ્યુઆને મંદિરની બહાર લઈ જાય છે, જ્યારે કીટાવી ખોપરી સાથેનો ઘડો લઈ આવે છે. ખોપરી મંદિરના આંગણામાં લાવી તે લેકિન્ટોને સોંપવામાં આવે છે. મકુમ્બની હૃદયવેધક ચીસ વચ્ચે લેકિન્ડો આ ખોપરીના ચૂરેચૂરા કરી નાખે છે.
| લેરેમાં પરાજિત થતાં આ યુવાનો સાથે સમાધાન કરવાનું પસંદ કરે છે. આશ્ચર્યજનક રીતે એ લેકિન્ડોને વાંગાના મંદિરના વારસ તરીકે સ્થાપવાનું કહે છે અને નાડુઆ અને લેકિન્ડોનાં લગ્નને સંમતિની મહોર મારે છે. નાટકના અંતે લેકિન્ડો યુવાનોના આનંદ વચ્ચે આશ્ચર્ય તથા મૂંઝવણ અનુભવતા વડીલો વચ્ચેથી નાખ્યુઆને દોરી જાય છે.
| ‘ધ બ્રાઇડ'નાં પાત્રો મુખ્ય ત્રણ કક્ષામાં વહેંચાયેલાં છે. ખાસ કરીને લેકિન્ટો દ્વારા દોરવાતા સમાજનો યુવાન વર્ગ, શુન્ડ દ્વારા દોરવાતા વડીલો અને નાટકના અંતે મંદિરનો પાત્રસમૂહ. આ સિવાયનાં પાત્રોમાં મેરીઓ, તેની પત્ની ટાટુ, તેની બહેન સિકિટુ અને તેની દીકરી નાખ્યુઆનો સમાવેશ થાય.
તાજેતરમાં જ સુન્નત કરાયેલા તેવા યુવાનોના જૂથને “રિકા ઑફ આલ્બીનો” તરીકે ઓળખવામાં આવ્યા છે. ‘આલ્બીનો’ શબ્દ ગોરા પરદેશીઓનો સંદર્ભ સુચવે છે, જે લોકો આ મેદાનમાં (વસાહતમાં) વસ્યા છે અને જેમણે પોતાનો ધર્મ સ્થાપ્યો છે. પુરુષો રિકામાં નાડુઆને સ્વીકારવા તૈયાર છે, જ્યારે સ્ત્રીઓ ઇચ્છતી નથી કારણ કે એ પરદેશી છે અને તેની સુન્નત જેવી ધાર્મિક વિધિ કરાઈ નથી. વાસ્તવમાં નાડુઆ પ્રત્યેના વિરોધનું મૂળ કારણ અન્ય સ્ત્રીઓનો એના તરફનો દ્વેષ છે. ટુટાની ઉક્તિથી એ વાત પ્રગટ થાય છે કે સ્ત્રીઓની મંડળીમાં તેની સૌથી વધુ ઈર્ષા થતી હતી. તેનું કંઈ કારણ નથી. શા માટે સુન્નત જેવી વિધિથી બાકાત એવી પરદેશી છોકરી આપણા નૃત્યની રાણી બનવી જોઈએ.
૧૦૦ ]
• આફ્રિકન પરિવેશમાં વર્તમાન સંઘર્ષ • કાજીરૂ : કિકોનો છોડ ગમે ત્યાં વાવો પણ તેને ફૂલ તો લાલ જ આવવાનાં,
પરદેશીના જંગલીપણાનો કોઈ ઇલાજ જ નથી. ક્ય : રાતના વાસી દૂધ જેવી એની આાંખો, તાડનાં નવાં પાંદડાં સરખી
લોચા જેવી આંગળીઓ. ટા અને એને તમે રૂપાળી કહો છો ? એમાં તો દેખાય છે નકરું
પરદેશીપણું. ખરે ખર તો સ્ત્રી દેખાવી જોઈએ સ્ત્રી જેવી કોઈ બુદ્દેઢા
નકશીકારના મહોરા જેવી નહીં. નાટકનો બીજો સંઘર્ષ તે યુવાન અને વડીલોની પેઢી વચ્ચેનો છે. આવા વડીલોનો અગ્રણી શુનુ માને છે કે વડીલોના ડહાપણ સામે પ્રશ્ન કરવો, તે તદ્દન ખોટી રીત છે. એ આરોપ મૂકે છે કે પરદેશીઓ આ યુવાનોના મનમાં વાઝિમુનો વળગાડ લગાડે છે અને તેથી યુવાનો પરંપરાનો વિરોધ કરે છે. આ નાટકમાં લેકિન્ડો સિવાય અન્ય યુવાનોમાં વ્યક્તિગત ઉત્સાહનો અભાવ છે.
મુખ્ય પાત્ર લેકિન્ટો નવા સુશત કરાયેલા યુવકોની મંડળીનો નેતા છે. તે શુનુનો પુત્ર છે. પ્રદેશના વડીલોનો અગ્રણી શુનું નાટકના સંઘર્ષના કેન્દ્રમાં છે. નાડુઆ સાથેના પ્રેમને કારણે શુન્દુ અને લેકિન્ડો વચ્ચે સંઘર્ષ થાય છે. લેકિન્ડો ટોળીના સભ્યોને પરદેશીઓની કતલના હિંસક કૃત્યમાં સામેલ નહીં થવાના નિર્ણય તરફ દોરી જાય છે. નાટકના અન્ય સંઘર્ષોમાં પણ લેકિન્ડો પ્રત્યક્ષ રીતે કે પરોક્ષપણે સામેલ છે.
વાસ્તવમાં લેકિન્ટોનું પાત્ર પરિવર્તન માટેનું એક માધ્યમ છે. એ એના સાથીદારોને વડીલોની ઇચ્છા વિરુદ્ધ રિકામાં નાખ્યુઆને સ્વીકારવા સમજાવે છે, કારણ કે નાડુઆ ટોળીમાં જન્મી હતી અને ઊછરી હતી, તેથી એને પરદેશી માનતો નથી.
લેકિન્ટો દુશ્મનોની કતલ કરવાના પરંપરાગત નિર્ણય સામે પડકાર ફેંકે છે અને જિંદગી પ્રત્યે વિધેયાત્મક વલણ અપનાવવાની વડીલોને હાકલ કરે છે. એ કહે છે, લેકિન્ટો : નાખ્યુઆ અમારી વચ્ચે જન્મી છે, અમારી સાથે ઊછરીને મોટી થઈ
છે. અમે તેને ઓળખીએ છીએ એ જ પૂરતું કહેવાય. તમારી આસપાસ શ્વાસ લેતા જીવતા લોકોને તમે જુઓ એ પહેલાં તમે મૃતાત્માઓ અને દેવોની વાત શેની કરવા માંડો છો ?
૧૦૧ ]
Page #57
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ • લેકિન્ટો ધાર્યું કરાવે છે. નૃત્યમાં ચંદારાણી કોને બનાવવી એ અંગે બધાનો અભિપ્રાય લે છે. નવી ચંદારાણીની નિમણૂક થવી જોઈએ એમ કહે છે ખરો, પણ એની સાથે સાથે નૃત્ય કરનાર પ્રથમ વ્યક્તિ બનવાનો ઇન્કાર કરે છે. નાડુઓ આવી પહોંચતાં એ તરત જ પોતાનો નિર્ણય બદલી નાખે છે અને ટોળીના સભ્યોને અને વિશેષે અન્ય સ્ત્રીઓને નાખ્યુઆને નૃત્યની ચંઘરાણી તરીકે સ્વીકારવાનો આગ્રહ કરે છે. લેકિન્ટો : આલ્બીનોની મંડળીના સાથીઓ, યુવાની પામીને તમારા સૌનો નવજન્મ
થયો, એ સાંજે વુલે(એક વૃક્ષોની ડાળીએ જે દોરા બાંધ્યા હતા તેની આમન્યાના જોરે, હું તમને સૌને નાડુઆનો આ ટોળીમાં સ્વાગત - સ્વીકાર કરવાનો આદેશ આપું છું. હવેથી તે બેશક આપણામાંની જ
એક ગણાશે. રિકાનાયક લેકિન્ડો ટોળીના સભ્યો પાસે પોતાનો અભિપ્રાય સ્વીકારાવે છે. તેમને જાણે કે બાળકો હોય તેમ સમજતો લાગે છે ! બીજી બાજુ તે નાડુઆને કહે છે કે ટોળીના સભ્યોને ટોળાં તરીકે સ્વીકારવા તે જ બરાબર છે, કારણ કે ટોળામાં વિચાર કરવાની શક્તિ હોતી નથી. નાડુઆની હાજરીમાં શુન્ડ સાથેનો તેનો સંઘર્ષ તેની ઉગ્રતા દર્શાવે છે અને વડીલો પ્રત્યે માન ન હોવાની છાપ ઊભી કરે છે. ચાલી આવતી લોકપરંપરા સામે અને પોતાના પિતાની સામે બળવો કરવો તે આગવી વિચારશક્તિ માગી લે તેવું પગલું હતું. એણે ઘણા સમય પૂર્વે આની યોજના ઘડી રાખી હતી, કિંતુ માત્ર યોગ્ય તકની રાહ જોતો હતો. શુન્ : લેકિન્ટો, મારા દીકરા, તને થયું છે શું ? અગાઉ તેં ક્યારેય આવી
રીતે વાત નથી કરી. લેકિન્ટો : અત્યાર સુધી મેં બાળકની જેમ વાત કરી છે. હવે આપણે બે મોટેરાંની
જેમ વાત કરીએ. નાટકના વિષયવસ્તુ પરથી સ્પષ્ટ થાય છે કે લેકિન્ડો ટોળીના સભ્યોનો ઉપયોગ રક્ષણ માટે અને નાડુઆના સ્વીકાર માટે કરે છે. તેના રૂઢિપરિવર્તનના કાર્યમાં આ બાબતો નિમિત્ત બને છે. આથી એક સ્તરે લેકિન્ડો સમાજનાં પ્રગતિશીલ તત્ત્વોને વાચા આપીને સમગ્ર સમાજના કલ્યાણ માટે પરિવર્તનની તરફેણ કરતો લાગે છે, તેમ છતાં આ પરિવર્તન તેને અંગત રીતે લાભદાયી છે.
0 ૧૦૨ ]
• આફ્રિકન પરિવેશમાં વર્તમાન સંઘર્ષ • સુંદર યુવતી નામને મેદાની પ્રદેશના વડીલો પરદેશી ગણે છે, કારણ કે તેના પ્રદા પરદેશી હતા, જે આ પ્રદેશની સ્ત્રી સાથે પરણ્યા હતા. નાન્યુઆ તેની સુંદરતાને કારણે પુરુષોમાં આકર્ષણનું કેન્દ્ર હતી, જ્યારે આ જાતિની અન્ય સ્ત્રીઓ એની સાથે ઉપેક્ષાપૂર્ણ વ્યવહાર કરતી હતી, કારણ કે એ સ્ત્રીઓને નાડુઆની ઈર્ષા થતી હતી. વડીલો દ્વારા નાડુઆની થતી અવહેલનાનું કારણ એ નથી કે તે પરદેશી છે, પરંતુ તેની સુન્નત વિધિ થયેલ નથી. શુન્ડ: અચ્છા ? તો તમને એમ લાગે છે કે વડીલો આ કામમાં નિષ્ફળ
નીવડ્યા કે એમાં ચૂક કરી ? તો પછી, સૌથી હોશિયાર ગણાતા રિકાનાય કે, હું પણ તને એટલું જણાવી દઉં કે એ પરદેશી છોકરીને અમે યૌવનસંસ્કાર એટલા માટે આપ્યા નથી કે તેનો બાપ મેરીઓ આપણી વસ્તીનો નથી. કોણ હતા એના પૂર્વજો અને એમને કયાં દાટેલા છે એની આપણને કશી ખબર નથી. એ છો કરીના માથા સાટે કયા પ્રેતાત્માને બોલાવવા ? તેના
આશીર્વાદ માટે કયા દેવને ઉપાસવા ? મક્કમ નાખ્યુઆને જાતિ સાથે ભળવાની મનાઈ હોવા છતાં તે હિંમતભેર આ પ્રતિબંધને ઠોકર મારે છે. જે ધિક્કારથી વડીલો એના પ્રત્યે વર્તે છે તે જ રીતે તેમની સાથે એ વર્તે છે. તે વડીલોને કદરૂપા અને ‘પ્રાચીન આંખોવાળા’ કહે છે. શુન્ડ તેને ગાય, ઘેટી, ઝરખ અને જંગલની ઝાડીના નિરર્થક પ્રાણી તરીકે ઓળખાવે છે. આપણને આશ્ચર્ય થાય કે નાડુઆ પ્રત્યેનો આટલો ધિક્કાર યોગ્ય છે ખરો ?
બુદ્ધિશાળી નાખ્યુઆની વાત ગળે ઊતરી જાય તેવી હોય છે. આ પ્રદેશના સભ્યો સાથે તેને બે વડીલો નાગવેડે અને ગાથેન્યા નૃત્ય કરતી જુએ છે ત્યારે તે સમવયસ્કોની ટોળીના પોતાના સાથીઓને તેના સંતાપનું સાચું કારણ દર્શાવતી નથી, પરિણામે વડીલો અને યુવાટોળી વચ્ચેનો સંઘર્ષ એટકાવે છે.
નાડુઆની માતા સાથેની વાતચીતમાં એના સ્વભાવનું સાહજિક ચિત્ર ખડું થાય છે, પરંતુ લેકિન્ટો સાથેના તેના સંબંધો પરથી ખ્યાલ આવે છે કે તે સાવ ભોળી નથી. તે કબૂલ પણ કરે છે કે તે અને લેકિન્ટો વસંત દરમિયાન ખાનગીમાં મળતાં હતાં.
Page #58
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ • ચોથા દશ્યમાં તેને ખ્યાલ આવે છે કે લેરેમા સાથે પરણાવવાની બાબતમાં તેની સાથે છેતરપિંડી કરવામાં આવી છે, ત્યારે એ તદ્દન શાંત રહે છે. જોકે આવાં પગલાંથી એને વજાઘાતનો અનુભવ થાય છે ખરો ? છેતરાયેલી નાખ્યુઆ પ્રપંચી લેરેમાને એક વૃદ્ધ ઝરખ અને એક નાશ થાય તેવા વૃદ્ધ ભૂત તરીકે ઓળખાવે છે. આત્મસન્માન થવા માટે એ પોતાની જાતને સજ્જ કરે છે અને આવી પરિસ્થિતિમાં પોતાની જાતને મારી નાખવા માટે પૂરતી હિંમત કેળવે છે. પ્રદેશની પરંપરા જાળવવાની એની ખેવનાની થયેલી વાંચનાને કારણે આઘાત પામે છે. નાડુઆ પાસે દેહસૌંદર્ય સાથે વિચારસૌંદર્ય પણ છે.
લેકિન્ટોના પિતા શુનું એક પ્રણાલિકાગત મુખી છે. તે વડીલોનો પ્રતિનિધિ છે અને એનો પુત્ર લેકિન્ટો યુવાનોનો. પરિણામે બંને વચ્ચે સોહરાબ-રુસ્તમી થાય છે. પરંપરાનું અંધ અનુકરણ કરનાર શુન્દુ સહુ કોઈની પાસે, પોતાના પુત્રની પાસે પણ અંધ આજ્ઞાપાલનની અપેક્ષા રાખે છે, પરંપરાનો વિરોધ એને માટે અસહ્ય છો. તે કહે છે : શુન્હ : આ ટેકરીઓ અને મેદાનો કંઈ મેં બનાવ્યાં નથી. એ જેવાં છે એવાં
જ મેં જોયાં છે. મને તો એટલી ખબર છે કે આપણા લોકો એમના પૂર્વજોનાં રૂઢિરિવાજનું પાલન કરીને મોટા થયા છે અને તારે જો ઉગમણી દિશામાં સૂર્ય આથમે તથા આથમણી દિશામાં સૂર્ય ઊગે એવું બધું ઊંધુંચતું કરવું હોય તો હું મરું ત્યાં સુધી ખમી જા. મારી પાછળ
લોકો મને યાદ કરે એવું મને ગમે. તે એમ માને છે કે આ પ્રદેશની પરંપરા સાચવશે તો તેને સહુ યાદ કરશે. એ બધા પાસે પૂર્ણ આજ્ઞાપાલનની અપેક્ષા રાખે છે અને વ્યક્તિ વડીલ હોય કે યુવાન, પણ એની પાસેથી તે સન્માનની અપેક્ષા રાખે છે. પરિણામે એનો પુત્ર લેકિન્ટો તેની સમકક્ષ હોય તેવી રીતે વાત કરે છે, ત્યારે તેને કારમો આઘાત લાગે છે. આથી એ કહે છે :
બસ, બહુ થયું. તમે બેશરમ બનીને તમારી હલકી વાસનાથી આપણી પરંપરાને લાંછન લગાડવા કરો. હું કાંઈ અહીં આખો દિવસ ઊભો ઊભો, એની સાથે તું જુવાનીના જોશમાં ચૂંક ઉડાડવા કરે તે સાંભળ્યા કરવાનો નથી. અને જંગલોના બધા જ નાગે એમનું તમામ ઝેર તારી આંખોમાં ઠાલવ્યું હશે તો તારા માટે હું પણ મારા ઝેરનો ઉપયોગ
૧૦૪ ]
• આફ્રિકન પરિવેશમાં વર્તમાન સંઘર્ષ • કરીશ. જે ઘેટીને તું હમણાં પંપાળીને રમાડી રહ્યો તો એ તો છે પરદેશી અને અપવિત્રચપુની ધારે તારા શૈશવની ચામડી ઉતરાવ્યાના
દિવસે તે ધારણ કરેલા વસ્ત્રની જેમ તે સ્ત્રી તારે માટે નિષિદ્ધ છે. શુનું જાહેરમાં પોતાના પુત્રનો સામનો કરવા ધસી જાય છે, તે એની અપરિપક્વતા દર્શાવે છે અને એના સંવાદો યુવાનો સાથેનો એનો મેળ અશક્ય બનાવે તેવા છે. તેના સ્થાનને કારણે તેની પાસે એવી અપેક્ષા રહે કે તે તેના પુત્રને એવી સલાહ આપે કે જેથી તેનો પુત્ર તેની વયના સાથીઓમાં એક દૃષ્ટાંતરૂપ બની રહે.
જો કે શુન્દુ પ્રચલિત પરંપરાને માને આપે છે, પરંતુ કેટલીક પળોએ આ બાબતમાં તેની નિષ્ઠા પ્રત્યે આપણને શંકા જાય છે. તે માન વગર મંદિરમાં ધસી જતો નથી અને લેરેમાને પ્રદેશના લોકોને બોલાવવાનું માન વગર કહેતો નથી. ટોળીના સભ્યો પડકાર રૂપે ભાલાને તોડી નાખે છે ત્યારે શુનુ લેકિન્ટો સાથે લડવાનો પ્રયત્ન કરે છે પણ ફરીથી તે લેરેમા દ્વારા અટકાવાય છે. સ્પષ્ટ કહીએ તો અત્યંત ઝડપથી ગુસ્સે થઈ જતા શુન્ડનું કાર્ય કોઠાસૂઝ ધરાવતા વડીલ તરીકે છાજતું નથી.
વાંગા માટેના સંતાપનું કારણ તેને પૂછવામાં આવે છે ત્યારે તે યુવાનો પર પાગલ હોવાનો આરોપ મૂકે છે. એ અણગમો અનુભવે છે પણ પ્રગટ કરતો નથી. શુન્હ એવી પહેલી વ્યક્તિ છે કે જે દેવો પર આરોપ મૂકે છે કે આ પ્રદેશ છોડી તેઓ ચાલ્યા ગયા છે. નુ : વાંગાદેવ આપણાથી નારાજ છે. આપણે મેદાની પ્રદેશમાં આલ્બીનો
જેવા અજાણ્યા ને રંગવિહીન લોકોને આવકાર્યા તે બદલ તેમણે આપણને ઠપકોય આપ્યો. અને તેમના કારણે આપણાં કાળજાં પથ્થરમાં ભંડારાઈ જશે એવી આગાહી પણ કરતા ગયા. બાબીનો નામ ધરાવતી મંડળી તો ખરી
જ પણ સાથોસાથ આપણા સૌના માથે એ શાપ વરસાવતા ગયા છે. અહીં શુન્દુ અવિચારી અને ઉદ્ધત લાગે છે.
વાંગાના મુખ્ય પૂજારી લેરેમા દેવના મંદિરમાં તેની પત્ની મકુમ્બ સાથે રહે છે. વાંગાના પ્રધાન રૂપે લેરેમાએ આ પ્રદેશના લોકોના આધ્યાત્મિક કલ્યાણ
૧૦૫ ]
Page #59
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ :
માટે સંભાળ લેવાની હોય છે, પરંતુ તે અન્યના દુર્ભાગ્યમાં આનંદ અનુભવતો લાગે છે. આવા દુર્ભાગ્યના નિવારણ કાજે લોકો ઢોર અને બીજી કીમતી ચીજવસ્તુઓ મંદિરને બલિ રૂપે સમર્પિત કરે છે.
લેસીજોરેને શ્રીમંત બનાવાની પ્રાર્થના કરે છે જેથી એના મંદિરની પુનઃમુલાકાત ઋણભર્યા સમર્પણભાવ સાથે થાય. લેસીજોરે છેવટે મંદિર ત્યજે છે, ત્યારે શ્રમિત લેરેમા નિસાસો નાખે છે. લેરેમા વાંગાદેવને નામે કાર્ય કરે છે, પણ વાંગાદેવમાં તે ખુદ શ્રદ્ધાનિષ્ઠ નથી. મંદિરના કાર્યમાં સહેજે આનંદ અનુભવતો નથી, કારણ કે માત્ર આજીવિકા અર્થે જ એ સઘળાં ધાર્મિક કાર્યો કરે છે.
જ
વાંગામાં અવિશ્વાસ ધરાવતો લેરેમા સ્પષ્ટ રૂપે તેને પોતાને સંતાનસુખના આશીર્વાદ આપ્યા નહીં, તે માટે દોષિત ઠેરવે છે.
14
લેરેમાં મકુમ્ભુ, તારા દીકરા સામે આપણા દીકરા સામે જો. વાંગાદેવે આપણને પોતાના મંદિરની છત્રછાયા હેઠળ રાખ્યા છે અને તે આપણને આવું દુઃખ કેમ આપે છે
આળસુ, અને પશુ જેવા બેસુમાર મૂર્ખ લોકો ઢગલાબંધ છોકરાંની લંગાર જણે છે ને ઉછેરે છે અને છોકરાં જોઈએ છે કે નહીં એની એમને કશી પડી પણ નથી હોતી. કેટલીક સ્ત્રીઓ તો જણવાનું બંધ કરવાનાં ઓસડિયાં શોધવા વનવગડે ભમી વળે છે. અને આપણે
જુઓ ! આપણને મળી છે આ ખોપરી, એને છોકરું માનીને આપણે
ઉછેરવાની.
મકુમ્બુ : વાંગાદેવ જે એક હાથે આપે છે તે હું બે હાથે જકડી રાખું છું. હું ફરિયાદ કરતી નથી.
1
લેરેમાં હું પણ ક્યાં ફરિયાદ કરું છું ? મકુમ્બુ : તમે તો કરો જ છો વળી. સવારથી સાંજ સુધી મારે તમને કેટલી વાર કહેવું પડે છે કે મૂર્તિ પાછળ આપણો દીકરો છે જ.બારે માસ તમારી લવરી ચાલુ હોય છે ‘મારે દીકરો હોત તો સારું.'
વારસદાર વગરની સંપત્તિને લેરમા નિરર્થક માને છે. બીજી બાજુ લેસીજોરેને પુષ્કળ બાળકોના આશિષ સાંપડે તેવી વાંગાને પ્રાર્થના કરે છે. મંદિરની પરિસ્થિતિ
Q ૧૦૬ D
આફ્રિકન પરિવેશમાં વર્તમાન સંઘર્ષ •
પર લેરેમાનું કશું નિયંત્રણ નથી. તે મકુમ્ભુનો આજ્ઞાંકિત પતિ છે, જે તેને લેટી ખોપરી – માટે વિચિત્ર, હાંસીપાત્ર વિધિ કરાવવાનો હુકમ કરે છે. શુન્ડુ મંદિરમાં ધસી આવે છે અને મેદાનમાં વસતી પ્રજાને મંદિરમાં બોલાવવા હુકમ આપે છે અને કારણ જાણ્યા વિના લેરેમા લોકોને બોલાવે છે. લોકોને બોલાવીને પોતે વાંગામાં પરિવર્તન પામ્યો છે, તેમ કહીને તેમને મૂર્ખ બનાવે છે.
વાંગા તરીકે એ આરોપ મૂકે છે કે વડીલોએ તેમની વચ્ચે પરદેશીઓને રહેવા દઈને આફત વહોરી લીધી છે. યુવાનોના પ્રશ્નને ઉકેલવાને બદલે તે એમની પાસે બલિદાન માગે છે અને પરદેશીઓનો સંહાર કરવા કહે છે.
લેકિન્ડો અને શુન્ડુ વચ્ચેના વિખવાદનું કારણ નામ્બુઆ છે, તે લેરેમા સારી પેઠે જાણે છે. તેથી આ પરિસ્થિતિનો લાભ ઉઠાવવા એ મેરીઓને દારૂ પીવા નિમંત્રણ આપે છે જેથી નામ્વઆનાં લગ્નની અનુમતિ મેળવી શકે. અંતિમ દેશ્ય દરમિયાન એ પ્રતીતિ થાય છે કે એની યોજના સાવ વિફળ ગઈ છે, ત્યારે લુચ્ચાઈથી લેકિન્ડો ને નામ્બુઆ સાથેનાં લગ્ન માટે આશીર્વાદ આપી સમાધાનનો માર્ગ શોધે છે. અંતિમ દશ્યમાં લેરેમાં ઝડપથી પરાજય સ્વીકારે છે, ત્યારે પ્રશ્ન એ થાય કે લેરેમા આટલી ઝડપે શા માટે તાબે થયો ? પોતે નપુંસક હોવાથી નામ્બુઆ પાસેથી સંતાન પ્રાપ્ત કરી શકે તેમ નથી તે કારણે ? કે પછી લેકિન્ડો અને નામ્બુઆનો ઉપયોગ કરીને મુશ્કેલ સંજોગોમાં પોતાની જાતને બચાવવા પ્રયત્ન કરી રહ્યો છે ? નાટ્યલેખક આ વિચાર દર્શકોની કસોટી પર છોડી દે છે.
નાટકની ત્રણ સ્ત્રીઓમાંની એક મકુમ્બુ વડીલ છે અને એ આલ્બીનોની મંડળીનું સભ્યપદ ધરાવતી નથી. બીજી બે સ્ત્રીઓ ટાટુ તે મેરીઓની પત્ની અને સીકીટુ એની બહેન છે. મકુમ્બુ લેરેમાની પત્ની છે, તેથી વાંગાની દેવદાસી છે. નાટકનાં તમામ પાત્રોમાં એ વિશેષ રહસ્યમય છે. લેરેમાને સંતાનસુખની પ્રાપ્તિ માટે પરણી હતી. તેને બાળકની અપેક્ષા હોય છે. લેરેમા નપુંસક હોવાથી તેને બાળક થયું નહીં, જ્યારે એનું અનૌરસ બાળક મૃત્યુ પામ્યું. મકુમ્બુએ એ અનૌરસ મૃત બાળકની ખોપરી સાચવી રાખી હતી અને તે જીવંત હોય તેમ તેની સાથે વર્તતી હતી.
મકુમ્બુ કુથલીખોર હતી અને તેના પતિની જેમ તે પણ અન્ય લોકોના દુર્ભાગ્યથી આનંદિત થાય છે. જ્યારે તેને ખ્યાલ આવે છે કે લેસીજોરે કમનસીબીનો 109
Page #60
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ • ભોગ બન્યો છે અને પરિણામે તેની પાસેથી બળદ અને ગાય વાંગાની ભેટ રૂપે મળશે ત્યારે આનંદ અનુભવે છે. લેરેમા વાંગામાં બદલાય છે, વાંગાના રૂપે બોલે છે,ત્યારે મકુમ્બુ વાંગાની દેવદાસી તરીકે વર્તન કરીને જુદા જુદા પાઠ ભજવવાની કલામાં નિપુણતા દાખવે છે. એનું આ કૌશલ એના પતિને વાંગાનું પાત્ર ભજવવામાં સહાયક બને છે.
પોતાના મૃત પુત્રની ખોપરી સાથેના તેના સંબંધો તેને એક મનોરુગ્ણ નારી તરીકે રજૂ કરે છે જે પોતાની ચિત્તસ્મૈર્ય ગુમાવવાની અણી પર છે, તે ડાકણની જેમ વર્તે છે અને તે માને છે કે લેટી જીવંત છે. લેટીનાં લગ્નની ગંભીરતાથી દરખાસ્ત કરે છે. હકીકત એ છે કે તેણે ખોપરીનાં લગ્નની વિધિ કરવા માટે લેરેમા પર દબાણ કર્યું . આ સમયે શુન્ડુ મંદિરમાં ધસી આવે છે ત્યારે મકુમ્બુ ખોપરી છુપાવવાનું ડહાપણભર્યું કામ કરે છે.
‘ધ બ્રાઇડ’નું વિષયવસ્તુ ત્રણ પ્રવાહમાં વહે છે. આ ત્રણ વિષયવસ્તુ છે મનસ્વીપણે કરાતો સામાજિક ભેદભાવ, બે પેઢી વચ્ચેનું અંતર અને ધર્મનો અયોગ્ય ઉપયોગ. આ વિષયવસ્તુ એક્બીજા સાથે આંતરિક રીતે ગૂંથાયેલું છે. આ બાબતો આ પ્રદેશના લોકોની પરંપરાગત જીવનશૈલીના મૂળમાં દૃઢ રીતે રોપાયેલી છે. વળી આ પ્રજા તેના કલ્યાણ માટે વાંગાદેવ પર આધાર રાખે છે.
‘ધ બ્રાઇડ'માં રજૂ થયેલો એક સંઘર્ષ તે પ્રદેશના વડીલો દ્વારા લદાયેલા પ્રતિબંધની આસપાસ આકાર લે છે. આ પ્રતિબંધ તદ્દન પાયા વિનાની ધાર્મિક ભાવનાના રૂપમાં શુન્તુ અને તેના વડીલોની ટુકડી નામ્બુઆના તેની વયસ્ક યુવાનો સાથેના સુન્નત કરવાના અધિકારના ઇન્કાર રૂપે જોવા મળે છે. વડીલો દાવો કરે છે કે પોતાની નામ્બુઆના મસ્તક પર કોઈ અધિકાર ધરાવે તેવા પ્રેતાત્માને તે ઊભો કરી શકે તેમ નથી, કારણ કે તેઓ તેમના પૂર્વજોને જાણતા નથી તેમજ એમને ક્યાં દફનાવ્યા છે તેની એમને ખબર નથી. નામ્બુઆને માન્યતા આપવાનો ઇન્કાર કરવાના હાંસીપાત્ર કારણ તરીકે આનો ઉપયોગ થાય છે. હકીકતમાં તો નામ્બુઆના દાદા આ પ્રદેશની સ્ત્રીને પરણ્યા હતા. નામ્બુઆની નાની અને તેની મા બન્ને આ પ્રદેશની સ્ત્રીઓ હતી. પરદેશી ગણીને નામ્બુઆને કઈ રીતે અલગ પાડી શકાય ?
લેકિન્ડોની આગેવાની હેઠળ યુવાન પેઢી માને છે કે મેદાની પ્રદેશના સમાજમાં પ્રેમ અને યૌવનના સહજ અનુભવોને માપદંડ તરીકે સ્વીકારવા - ૧૦૮ ]
આફ્રિકન પરિવેશમાં વર્તમાન સંઘર્ષ •
જોઈએ. આ દૃષ્ટિએ નામ્બુઆ વયસ્ક યુવકોની મંડળીમાં સામેલ થવાની પૂરી યોગ્યતા ધરાવે છે. તેને આ યુવાનો સારી રીતે જાણે છે અને આ બધાની સાથે જ એ મોટી થઈ છે. મેરીઓ અને તેની પત્ની ટાઢુ બંને આ પ્રદેશમાં જન્મ્યાં અને ઊછર્યાં હોવાથી મેદાની પ્રદેશની પ્રજા તરીકે માન્યતા ધરાવતાં હતાં.
•
બીજાં બધાં પાત્રો કરતાં મેરી આ પ્રદેશની પ્રજાની સુખાકારી માટે વધુ કાર્યશીલ છે. ટેકરીઓની જંગલી પ્રજાના છેલ્લા આક્રમણ સમયે મેરીઓ આ પ્રદેશના રક્ષણ માટે વ્યવસ્થા કરે છે, પરંતુ આ પ્રજા એમના તરફ ભેદભાવની
તિરાડ કાયમ રાખવા ચાહતી હોવાથી તેઓ મેરીઓના પ્રયત્નોને સામાન્ય ગણીને ઉતારી પાડે છે. નામ્બુઆ આ અપમાનજનક ભેદભાવને પ્રગટ કરતાં કહે છે :
નામ્બુઆ : પરદેશીઓ આવા પ્રેમને પાત્ર નથી. મારા બાપુજી મેરીઓનો દાખલો લો. આ મેદાનની વસ્તી તેમને અપનાવે એ માટે તેમણે શું શું નથી કર્યું ?
પોતાના પિતાની જેમ એ અહીં જ પરણ્યા.
વાવવાનું, લણવાનું કે વીણવાનું - ગામનું ગમે તે નાનુંમોટું કામ હોય
- નગારાનો સાદ પડશે દોડી જવામાં એ મોખરે રહ્યા છે. સૂર્યાસ્તવાળી ટેકરીઓ પાછળથી જંગલી ટોળીઓએ હુમલો કર્યો ત્યારે દરેક રસ્તે ચોકીઓ મારા બાપે જ ઊભી કરી ’તી અને છેવટે એ હુમલાખોરોને ટેકરીઓની પાર તગેડી મૂક્યા'તા.
લેકિન્ડો : હા, પણ વસ્તીએ એમનું બહુમાન પણ કર્યુંતું ને ? જમીન અને
મકાનનો હક તેમને મફતમાં મળ્યો'તો. અને ગાર્ધન્યાએ તો પોતાની એક દીકરી બીજી પત્ની રૂપે આપવાનું પણ કહ્યું 'તું. જોકે તારા બાપુજીએ એની ના પાડીતી.
નામ્બુ ગાથેન્યાની દીકરીને મારા બાપુજી પત્ની તરીકે સ્વીકારી શકે તેમ
નતા. આ દીકરીની મા એટલે કે ગાલેન્યાની પત્ની મારા બાપુજીની માની બહેન થાય; પણ અમે રહ્યા પરદેશી, અમારે એવા કોઈ નિષેધ હોય નહીં...
લેકિન્ડો : એ તો શરમજનક અપમાન કહેવાય. મને એની ખબર નહીં.
નામ્બુઆ પણ ગાથેન્યાએ એ જ કર્યું; અને એમાં કોઈ ઇરાદો ન હતો એવું
Q ૧૦૯ –
Page #61
--------------------------------------------------------------------------
________________
* શબ્દસમીપ •
નથી. મારા બાપુજીના વિજયનો આનંદ ઓસરે તે પહેલાં જ એ બુઢાએ મારા બાપુજીનું અપમાન કર્યું. તેણે કહ્યું કે એક જંગલી જબીજા જંગલીને તગેડી મૂકી શકે. મારા બાપુજીની યુક્તિઓને તેણે ચોરની યુક્તિઓ તરીકે ઓળખાવી, કારણ કે બધા પરદેશીઓ ચોર હોય છે.
મેદાની પ્રદેશના વડીલો ફક્ત કૃતઘ્ની જ નથી, પરંતુ ક્રૂર વર્તાવ કરનારા પણ છે. ગાઘેન્યા પોતાની દીકરી મેરીઓને ભેટ તરીકે ધરે છે, જેણે જંગલીઓ સાથેના છેલ્લા યુદ્ધ દરમિયાન મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. પણ તે સારી રીતે જાણતા હતા કે મેરીઓ આ છોકરીને પરણવાનું સ્વીકારી ન શકે, કારણ કે ગાઘેન્યાની પત્ની નામ્બુઆની દાદીની બહેન હતી. આફ્રિકન પરંપરાગત સમાજમાં આવા નિકટના સંબંધી સાથેના લગ્નનો નિષેધ છે, આથી પોતે પરદેશી હોવા છતાં આ દરખાસ્તનો અસ્વીકાર કરીને પ્રજાની પરંપરા માટેનો આદર પ્રગટ કરે છે.
નામ્બુઆ કહે છે કે જ્યારે મેદાનમાં જાહેર કાર્યક્રમ હોય અને ખાસ કરીને મંદિરમાં હોય ત્યારે મેરીઓ આ કાર્યક્રમમાં હાજરી આપનાર સૌપ્રથમ વ્યક્તિ હોય છે. શુન્ડુ લેરેમાને મંદિરમાં પ્રજાને બોલાવવાનું કહે છે ત્યારે સૌપ્રથમ આવનારાઓમાં મેરીઓ હોય છે. મેરીઓ આટલી આજ્ઞાંકિત અને કબીલાની પરંપરાને આદર આપતો હોવા છતાં શા માટે તેના કુટુંબ પ્રત્યે ભેદભાવ દાખવવામાં આવે છે ? આ ભેદ કપોલકલ્પિત ધારણાઓ પર આધારિત હોય છે. મેરીઓની નિષ્ઠામાં શંકા પ્રેરે તેવી વાતો અને અફવાઓ ચગાવવામાં આવી છે. ઉદાહરણ રૂપે કહીએ તો તેના પર એવો આરોપ મુકાય છે કે તે રાત્રિના અંધકારમાં લોકોના ઘરમાંથી ઘેટાં ચોરી જાય છે, પણ આ માટે કોઈ પુરાવા અપાતા નથી. વળી મેરીઓ સામેનો ભેદભાવ પરિસ્થિતિ પ્રમાણે બદલાતો રહે છે. આવી જ રીતે વાંગાનો પ્રતિનિધિરૂપ લેરેમા યુવાનોને બહેકાવનાર તરીકે આલ્બીનોને ઓળખાવે છે, પણ એ અંગે કોઈ સાબિતી આપતો નથી. બલ્કે એટલું જ તારણ આપે છે કે આલ્બીનોને મારી નાખવા જોઈએ. આમ આલ્બીનોના સંહાર કે મેરીઓ પ્રત્યેના ભેદભાવની બાબતમાં કોઈ તર્ક કે નિયમ નિહિત નથી.
નાટકનો બીજો સંઘર્ષ તે યુવા-વડીલોની પેઢી વચ્ચેનો સંઘર્ષ છે. વડીલોના
- ૧૧૦ ]
આફ્રિકન પરિવેશમાં વર્તમાન સંઘર્ષ •
અગ્રણી શુન્ડુ અને યુવા પેઢીના નેતા લેકિન્ડો વચ્ચેના સંઘર્ષમાં તે પ્રગટ થાય છે. લેકિન્ડો એના સમાજને નકારાત્મક અને નિર્દયી તત્ત્વોમાંથી મુક્ત કરવાની લડતમાં આગેવાની લે છે. આમાં પરદેશીઓ વિરુદ્ધ રખાતા ભેદ અને પ્રતિબંધનો પણ સમાવેશ થાય છે. પડોશી જાતિ સામે વિના કારણે બિનજરૂરી યુદ્ધ વહોરી લેવાની વૃત્તિ કે ઝનૂનનો પણ વિરોધ કરે છે.
કબીલાના સભ્યો નૃત્ય કરે છે તે સ્થળ એક મહત્ત્વનું મિલનસ્થળ હોય છે. આફ્રિકાની પરંપરા મુજબ આ સ્થળે મહત્ત્વના નિર્ણયો લેવાતા હોય છે. તેમ છતાં લેકિન્ડો આ પ્રદેશને નિરર્થક સ્થાન કહે છે, કારણ કે આગળ જતાં લેકિન્ડો વડીલોને છરીઓનો ભારો કહે છે.
શુન્ડુ ૫૨દેશી આલ્બીનોને યુવાનોના મનમાં વાઝિમ (શેતાન) ઘુસાડનાર ગણે છે. યુવાનો દ્વારા થતો વડીલશાહીનો વિરોધ એને આવો આક્ષેપ કરવા પ્રેરે છે. યુવાનોના વર્તનમાં અને ખાસ કરીને લેકિન્ડોના વર્તનમાં એવું કશુંય નથી કે જે શુન્યુને આવા નિર્ણય પર લાવી દે ! જુઓ લેસીજોરે આલ્બીનો પર આરોપ મૂકે છે ઃ
લેસીજોરે :
વડીલો, તમારી અવસ્થામાંથી મને થોડાં વર્ષો ઉછીના લેવા દો. જેથી મારો વારો નથી છતાં મારી વાત કહી લઉં, કારણ કે આ ત્રાસદાયક સત્ય મેં મારી આંખે જોયું છે અને મારા કાને સાંભળ્યું છે. આલ્બીનોની હત્યા કરો.
આલ્બીનોનો વધ કરવો જ જોઈએ. આ મેદાનોમાં આ અજાણ્યા પરદેશીઓને આપણે આવકાર્યા ત્યારે આપણને એમ હતું કે એ લોકો માત્ર આવજા કરે છે. અને પગનો થાક ઉતારવા સુધી જ આપણી જોડે રહીને એમનો પછીનો પંથ કાપવા માંડશે. પણ આ તો જુઓ. આ લોકો તો રહી પડ્યા અને અહીં અડ્ડો જમાવી દીધો. ઋતુઓના પિતા વાંગાદેવે હમણાં જ આપણને ચેતવી દીધા છે કે એ લોકો આ મેદાનોને પથ્થરોમાં ભંડારી દેશે અને એ દેવની સૂર્ય-ચંદ્રની આંખો બધું જ જોઈ શકે છે. એ ક્યારેય આપણને છેતરતા નથી. આલ્બીનોએ જેમાં પડાવ નાખ્યો છે તે ટેકરી પરિયા ગુફાનો પંથક બની ગયો છે. જીવે નામના તરસ પ્રાણીની પવિત્ર ટેકરી પણ
- ૧૧૧ D
Page #62
--------------------------------------------------------------------------
________________
શબ્દસમીપ • તેમણે તોડી પાડી છે અને એ ટુકડામાંથી તેમનાં અપવિત્ર રહેઠાણ બાંધ્યાં છે. વળી આલ્બીનોએ પોતાના દેવ માટે પથ્થરનું મંદિર પણ ઊભું કર્યું છે, અને આપણાં છોકરાં હાથમાં આવી જાય તો તેમને
ત્યાં લઈ જાય છે અને તેમને એવા પાઠ ભણાવે છે કે વાંગમાં કોઈ દેવ નથી, પણ કેવળ ભડકી તથા મૃત્યુથી ભરેલું જુઠ્ઠાણું છે. પિતૃદેવના વાજબી કોપને તેમના લોહી વિના શાંતિ વળવાની નથી.
હવે તો મારો, મારી ને મારો. આલ્બીનો લાંબા સમય સુધી આ પ્રદેશમાં સક્રિય રહ્યા હશે, એમ લાગે છે. આથી તેઓએ આ પ્રદેશમાં કાયમી દેવળ બનાવવાની વ્યવસ્થા કરી છે. નાટકમાં આ પ્રદેશના વડીલોને સ્વાર્થપરાયણ, પછાત માનસ ધરાવતા અને કૃતઘ્ની દર્શાવાયા છે. મેરીઓ તરફના તેમના વર્તનને કતની કહ્યું છે. આ વડીલો મંદિર તરફ ઘેટાંની જેમ દોરવાઈ જાય છે અને ફરીથી ત્યાં તેઓ બંને પક્ષને સાંભળીને વિવેકપૂર્ણ રીતે તેઓના મતભેદોની ચર્ચા કરવામાં નિષ્ફળ નીવડે છે. પ્રણાલિકાગત રીતે આ વિસ્તારના લોકોને માટે આ એક વિચારણાનું અગત્યનું સ્થળ છે. વડીલો યુવાનોની વર્તણૂકની બાબતને શા માટે છેક મંદિર સુધી લઈ જાય છે ? આ દર્શાવે છે કે તેઓ પરસ્પરના સંવાદથી સમસ્યાનું સમાધાન સાધવા સમર્થ નથી અને આ પ્રશ્નોના ઉકેલ માટે વાંગા પર આધાર રાખે છે. આમ આ વિષયમાં વડીલો તેમની વૈચારિક પક્વતા દાખવવામાં નિષ્ફળ નીવડે છે. શુન્ડથી દોરવાઈને તેઓ માને છે કે યુવકો સમાજ અંગે નિર્ણય લેવાની પ્રક્રિયામાં ભાગ ભજવી શકે તેટલા પરિપક્વ નથી, પણ સમય જતાં એ પુરવાર થાય છે કે વડીલો કરતાં યુવાનો વધુ પ્રૌઢ વિચારશક્તિ દાખવે છે.
મંદિરમાં વડીલો ખચકાટ અને મૂંઝવણ અનુભવે છે, જ્યારે યુવાનો આલ્બીનોની કતલ કરવાના હુકમને પડકારે છે. આ સમયે વડીલોને એ ખ્યાલ નથી આવતો કે હવે તેઓએ આ પડકાર સામે કેવા પ્રકારની પ્રતિક્રિયા કરવી જોઈએ. બીજી બાજુ યુવાનો લોહીનો છંટકાવ ન થાય તેમ પોતાના નિર્ણયને દૃઢ રીતે વળગી રહે છે અને પોતાના નિર્ણયની દૃઢતા દર્શાવવા પોતાના ભાલાને તોડી નાખે છે. નાટ્યકાર ઓસ્ટીન લુવાન્ગા બુકન્યાએ પેઢી-પેઢી વચ્ચેનું અંતર દર્શાવવા
૧૧૨ ]
• આફ્રિકન પરિવેશમાં વર્તમાન સંઘર્ષ • પાત્રોને યુવાન અને વડીલો એમ બે જૂથ દ્વારા અલગ પાડ્યાં છે. વૃદ્ધ પાત્રો રૂઢિચુસ્ત, સ્વાર્થી, જિદ્દી અને જિંદગી વિશે અતાર્કિક અભિગમ ધરાવનારાં છે. તેની સામે યુવાનો એકબીજા માટે પ્રગટ રૂપે ઈર્ષા દર્શાવે છે અને આદર્શ અંગે મુક્તપણે વિચાર્યા વિના લેકિન્ડોને અનુસરે છે. તેમનો સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે તેઓ કતલ નહીં કરે, કારણ કે તેમને વાંગાએ જિંદગી માટે સર્યા છે. વાંગાનો મુખ્ય પૂજારી લેરેમા નાખ્યુઆ અને લેકિન્ડોને આશીર્વાદ આપે છે. નાડુઆ એક પરદેશી સ્ત્રી હોવા છતાં “તમે પસંદગીનાં લગ્નને ઊજવો” તેમ કહે છે.
આફ્રિકાની મેદાની પ્રદેશની આ જાતિમાં ધાર્મિક માન્યતાઓ કેન્દ્રસ્થાને હોય છે. એમનું મંદિર એ એમના ઈશ્વર વાંગાનું દૈહિક આવિષ્કરણ ગણાય છે. દુર્ભાગ્ય માથા પર ઝળુંબતાં જ સમૃદ્ધ અમીક લેસીજોરે વાંગાના મંદિરમાં આવે છે. પૂજારી લેરેમાં મારફતે વાંગાની પાસે પોતાનું ધન અને આરોગ્ય પુનઃ પ્રાપ્ત કરવા કોશિશ કરે છે.
શુન્ડ અને તેના પુત્ર લેકિન્ડો વચ્ચે મતભેદ સર્જાય છે, ત્યારે શુન્દુ મંદિરે જઈને વડીલોને બોલાવે છે જેથી આ સમસ્યાનો ઉકેલ આવે. આને સામાજિક સમસ્યા ગણતો હોવાથી શુન્દુ મંદિરમાં જાય છે. આ આફ્રિકન જાતિમાં ધર્મ કેન્દ્રભૂત હોવાથી એમની માન્યતાઓ અને ઈશ્વરની તેમની પાસેની અપેક્ષાઓ મહત્ત્વની બાબત ગણાય છે. વાંગાદેવની ઇચ્છાનું વડીલોની પુરાણી પેઢી ખોટું અર્થઘટન કરે છે અને તેને પરિણામે યુવાનો મંદિર દ્વારા પ્રબોધાતી જીવનરીતિનો વિરોધ કરે છે.
નાડુઆને તેના વયસ્કોની મંડળીમાં માન્યતા આપવાની વડીલોની નામંજૂરીનું કારણ શુન્ડની સમજૂતી પ્રમાણે ધાર્મિક છે. જ્યારે યુવાનોના આક્રોશ અંગે વાંગાનો સંપર્ક સાધવામાં આવે છે, ત્યારે વાંગા આલ્બીનોને મેદાની પ્રદેશમાં દાખલ કરવા માટે વડીલોનો વાંક દર્શાવે છે. એમાંથી વડીલો આલ્બીનોનો સંહાર કરવાનું તારણ કાઢે છે !
પૂજારી લેરેમા અને તેની મનોરુષ્ણ પત્ની મકુમ્બની વર્તણૂક આ જાતિને માટે ધર્મની ટીકા કરવાનું કારણ બને છે. પૂજારી લેરેમા ધર્મને દુકાન બનાવીને એના દ્વારા શક્ય તેટલું દ્રવ્યોપાર્જન કરે છે. લોકોની ધર્મભાવનાનો ખોટો
1 ૧૧૩ ]
Page #63
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ • ગેરલાભ ઉઠાવે છે. લેરેમા વાંગાને નામે પોતાનો સ્વાર્થ સાધે છે, પણ સાથોસાથ પોતાને વાંઝિયો રાખવા માટે વાંગાને મહેણાં મારવાનું ચૂકતો નથી. શુનું અને નાખ્યુઆની માતા ટાટુને વાંગામાં સહેજે શ્રદ્ધા નથી.
રોજિંદી સામાજિક અને ધાર્મિક બાબતોમાં વાંગાની સલાહ લેતી હોવા છતાં આ જાતિને વાંગા માટે વિશેષ આદર નથી. વાંગાની સેવા માટે આ જાતિ કેવી વ્યક્તિની પસંદગી કરે છે, તેના પરથી આની ઝાંખી થશે. પૂજારી લેરેમાં નપુંસક છે અને તેની પત્ની મક્બુ મંદિરમાં અનૌરસ પુત્રને લઈને આવે છે.
વાંગા પ્રત્યેનો અભાવ અન્યત્ર પણ સૂચવાયો છે. જ્યારે ટાટુને ખ્યાલ આવે છે કે નાડુઆ લેકિન્ટો સાથે બહાર જાય છે ત્યારે તેને ભીતિ લાગે છે કે તેની દીકરી હવે કુમારિકા રહી નથી. આથી ટાટુ તત્કાળ નાખ્યુઆનાં લગ્ન મંદિરમાં કરવાનું નક્કી કરે છે, કારણ કે યુવાન છોકરી ખોટા રસ્તે દોરવાય તેમાં વાંગા મદદરૂપ થતા હોય છે.
| બીજી બાજુ નાટકમાં પરદેશીઓના ધર્મ વિશે માત્ર એટલું જ કહેવામાં આવે છે કે તેઓ દેવળ બાંધે છે. એમની ધર્મભાવના વિશે કશું કહેવાયું નથી.
પાત્રની ભાષા દ્વારા તે પાત્રના આંતરિક વલણનો પરિચય આપે છે. ‘ધ બ્રાઇડ'નાં મોટા ભાગનાં પાત્રો આફ્રિ કને જાતિમાં ઊચી ગણાતી પ્રતીકાત્મક ભાષા પ્રયોજે છે. વિભિન્ન પ્રકારની કલ્પનામાં નાટયલેખકનું ભાષાકૌશલ જોવા મળે છે.
યુવાનો અને વૃદ્ધો સમાને ભાષાનો ઉપયોગ કરીને નાટકમાં એક વાતાવરણ રચે છે અને એથી જ લેકિન્ડો અને એના પિતાની ભાષામાં અભિવ્યક્તિની દૃષ્ટિએ કશો ભેદ નથી. બુકન્યાએ યુવાનો અને વડીલો વચ્ચેનો ભાષાભેદ બને તેટલો ગાળી નાખ્યો છે. પરિણામે બધાં પાત્રોની ભાષામાં સામ્ય દૃષ્ટિગોચર થાય છે. ‘આફ્રિકનનેસ’નો આગ્રહ સેવતા નાટ્યસર્જક બુકન્યાએ લેકિન્ટો અને એના પિતાના વિવાદને કાવ્યાત્મક અભિવ્યક્તિમાં આલેખ્યો છે. વાસ્તવમાં આવું કાવ્યાત્મક શૈલીયુદ્ધ હોતું નથી. પરિસ્થિતિ મુજબ લેકિન્ડો એના પિતા કરતાં જુદી બે બોલતો હોત તો આફ્રિકન પરિવેશ વધુ સારી રીતે જળવાયો હોત. નાટ્યલેખકની કાવ્યાત્મક શૈલીને કારણે પિતા-પુત્ર વચ્ચેનો વૈચારિક સંઘર્ષ ઊપસતો નથી. આ સંઘર્ષના આલેખનમાં સૌંદર્યમઢી અભિવ્યક્તિ છે, પણ ભાવની ઓટ નથી.
૧૧૪ ]
• આફ્રિકન પરિવેશમાં વર્તમાન સંઘર્ષ • શુનું ; લેકિન્ટો.
માણસોની જીભ ઘણી વાર જુઠું બોલે છે. મને હતું કે બીજા દિવસોની જેમ મેં આજે પણ જૂઠાણું જ સાંભળ્યું હશે. આના કરતાં તો અહીંથી વહેલાં જતા રહેવું તું ને, જેથી મારે આ બધું જોઈને આંખો બાળવાનો
વારો આવતા નહીં. લેકિન્ડો : તમારી આંખોને હજુ ઘણું જોવાનું બાકી છે અને તમારા કાન માટે
તાજા સમાચાર પણ છે : અહીં ઊભી છે તે મેરીઓની દીકરી નાખ્યુ-આને
આલ્બીનોની મંડળીમાં દીક્ષા આપી છે. શુનું ; દીક્ષા આપી છે એ વાત મારા માટે કંઈ સમાચાર જેવી નથી : આખા
ગામમાં એ વાત ચર્ચાય છે.
લેકિન્ડો, મારે જે જાણવું છે તે એ છે કે એને દીક્ષા આપી છે કોણે ? લેકિન્ડો : અમે આપી છે. શુ : અને આવી સત્તા ધરાવનાર તમે છો કોણ ?તમે પોતે તો હજુ હમણાં
જ શૈશવના કોચલામાંથી બહાર નીકળ્યા છો અને લોકોને મંડળીમાં
પ્રવેશ આપવાની હિંમત કરો છો ? લેકિન્ટો : આ મેદાનની વસ્તીમાં શૈશવની કાંચળી અમે ઉતારી નાખી છે. અને
અમને હવે જોવનાઈના વડ પર ભલે નાની તો નાની પણ શાણપણની ડાળીઓ ફૂટી ચૂકી છે. અમારા વડીલો જે કાંઈ કરવાનું ચૂકી ગયા
તે બધું અમે જ પાર પાડીશું. અહીં સંવાદો ટૂંકા અને માર્મિક હોય તે જરૂરી હતું. પિતા-પુત્ર વચ્ચેના વૈચારિક સંઘર્ષમાં સંવાદોની આવી પટાબાજી બહુ અનુરૂપ લાગતી નથી.
નાડુઆએ આફ્રિકન લોકસાહિત્યનાં અતિ સરળ અને અપ્રત્યક્ષ નિરૂપણોનો વિરોધ કર્યો છે, પણ તેઓ ખુદ એનો ભોગ બન્યા છે. નાટકમાં પ્રયોજાયેલા રૂઢિપ્રયોગો અને અભિવ્યક્તિની તાજગી નોંધપાત્ર છે અને તે નાટકના હેતુને પ્રગટ કરવામાં સહાયક બને છે.
નાટકના શીર્ષકમાં અને મંદિરની ખોપરીમાં નાટકની મૂળભૂત પ્રતીકાત્મક્તા પ્રગટ થાય છે. મેદાની પ્રદેશના લોકોની આધ્યાત્મિકતાને પ્રગટ કરતા મંદિરમાં
3 ૧૫ ]
Page #64
--------------------------------------------------------------------------
________________
* શબ્દસમીપ •
ખોપરીની હાજરી તે મંદિરના અસામર્થ્યને પ્રગટ કરવા માટે પૂરતી છે. જાતિની કલ્યાણવાંછાને પૂર્ણ કરવામાં વાંગા નિષ્ફળ ગયા છે. ખોપરીના થયેલા ટુકડા દ્વારા તેની વિફળતા બતાવે છે. સર્જક મંદિરમાં પુનઃચૈતન્ય લાવવાનું સૂચવે છે. નાટ્યાંતે આ મંદિર જીવન અને ઉલ્લાસ ભણી જશે, તેવો આશાવાદ કન્યા નામ્બુઆના પાત્રમાં મળે છે.
નાટ્યકાર બુકેન્યા આ નાટકમાં સંગીત, નૃત્ય અને ‘ઇમ્પ્રોવાઇઝ્ડ’સંવાદોનો સમુચિત ઉપયોગ કરીને નાટકને માત્ર ઉચ્ચ સંવાદોમાં સીમિત બનતું અટકાવે છે. નાટકનો પ્રારંભ પ્રેક્ષકોનું ધ્યાન આકર્ષવા માટે કવિતાથી થાય છે. ભુકેન્યાએ નાટકની પ્રભાવકતા જાળવીને એમાં ગીત અને નૃત્ય દ્વારા નાટકમાં જીવંતતા આણી છે. નાટકનો પ્રારંભ યુવાનોના ચંદારાણીની પસંદગીના વિવાદથી દર્શાવીને નામ્બુઆના મંડળી સાથેના સંબંધો અને તેને માન્યતા આપવી કે નહીં તે સમસ્યાને ઉઠાવ આપે છે. એક જ સેટ પર એક જ સમયે બે જુદા જુદા સ્થળે થતી ઘટના દર્શાવીને ‘દશ્ય’ બદલવાની સ્થિતિ ઊભી થવા દીધી નથી. આફ્રિકામાં ફિલ્મો, રેડિયો, ટેલિવિઝન અને નાટકોમાં ફ્યુટનો વ્યાપક રૂપે ઉપયોગ થાય છે. એમાંય નાટકમાં પ્રેક્ષકને પ્રણયદશ્યો માટે સંકેત આપવા ફ્યુટનો ઉપયોગ થાય છે. ‘ધ બ્રાઇડ’માં પણ લેકિન્ડો અને નામ્બુઆના પ્રણયસંબંધને દર્શાવવા માટે તેનો ઉપયોગ કર્યો છે. આ પ્રકારના સંગીતને કારણે પ્રેક્ષકો તરત જ બંને પાત્રોના પ્રણયસંબંધને પામી જાય છે.
નાટકના અંતિમ દૃશ્યમાં પણ લગ્નોત્સવને ઉપસાવવા માટે સંગીત પ્રયોજ્યું છે. આવા સમયે ઔપચારિક સંવાદો અર્થહીન બની જાય છે. આ ઉપરાંત નાઘેન્યાના ગીતમાં અને લેન્ડિોના શાંતિગાનમાં કાવ્યનો ઉપયોગ કર્યો છે. નાઘેન્યાના ગીતમાં આલ્બીનોનો સંહાર કરવા શસ્ત્રો ઉઠાવી હત્યા કરવાનું આહ્વાન છે, તો આના પ્રતિભાવમાં યુવાનો અર્થહીન હત્યા નહીં કરે તેવું લેકિન્ડોનું ગાન નાટ્યસ્થિતિને ઉપસાવે છે. આમ આ નાટક આફ્રિકન પરિવેશમાં વર્તમાન સંઘર્ષને આલેખતા નાટક તરીકે વિશિષ્ટ બન્યું છે.
Q ૧૧૬ D
૭
બ્રાંડવેની સૃષ્ટિ*
ન્યૂયૉર્ક શહેરની રંગભૂમિનો પર્યાય એટલે બ્રૉડવે. આમ તો ન્યૂયૉર્ક શહેરની આ સ્ટ્રીટ. બાઉલિંગ ગ્રીનથી શરૂ થતી આ સ્ટ્રીટ લોઅર બ્રૉડવેથી યુનિયન સ્ક્વેર થઈને ટાઇમ્સ સ્ક્વેરમાં પૂરી થાય. ન્યૂયૉર્કના પ્રારંભના દિવસોમાં આ બ્રાંડવે વિસ્તારમાં અને એની આસપાસ નાટ્યગૃહો થયાં. સમય જતાં આ સ્થળ વ્યવસાયી નાટ્યગૃહોનું મુખ્ય મથક બન્યું. વીસમી સદીના પ્રારંભે ટાઇમ્સ સ્ક્વેરનાં નાટ્યગૃહોમાં મુખ્યત્વે ભજવણી થતી પરંતુ ૧૯૩૦માં મંદીનું મોજું આવ્યું તેમજ ફિલ્મ માધ્યમનો પ્રારંભ થયો એટલે થિયેટર બંધાતાં અટ• યાં અને ૪૨મી સ્ટ્રીટનાં બધાં જ સત્તાવાર નાટ્યગૃહો સિનેમાગૃહોમાં પરિવર્તિત થયાં. ૧૯૫૦માં બાકી બચેલાં નાટ્યગૃહો ટી.વી.નાં પ્રસારણ
કેન્દ્રો બની ગયાં.
નાટ્યમંડળીઓ પોતાનાં નાટકો દેશ-દેશાવરમાં ભજવતી ત્યારે એની વ્યવસાયી ઉત્કૃષ્ટતા દર્શાવવા માટે ડાયરે• ટ ફ્રૉમ બ્રૉડવે' એવા શબ્દો પ્રયોજતા હતા. આ બ્રાંડવેએ અનેક લીલી સૂકી જોઈ. અમેરિકન પત્રકાર અને
*એક દિવસની મહારાણી' : ડેમોન રનિયનની ચંદ્રવદન મહેતાએ અનુવાદિત કરેલી વાર્તાઓના સંગ્રહની ભૂમિકા -૧૧૭
Page #65
--------------------------------------------------------------------------
________________
• બ્રાંડવેની સૃષ્ટિ • ભાગે ખરીદનાર પણ નિરારા થાય, કારણ આવી વાત કરનારા ઘણાખરા આ પ્રકારના જ હોય છે : “હા રે જી ! ગઈ કાલના છાપામાં મેં તારો ફોટો જોયો ને, જરા • ભો રહે, – મેં બી પરમ દિવસે...' ત્યાં બીજો ટાપશી પૂરે : ના, ના. ત્રણ દિવસ પહેલાં...' અને પહેલો પાછો કહે : “ના, ચોક્કસ ગઈ કાલે જ.’ આમ સત્ય પરથી સંશય અને સંશય ઉપરથી આખરે સત્યના ખોખામાં લપસે, હકીકતે વાતને પાયો જ ન હોય, ત્યાં સત્યની તે શી ચર્ચા કરવી ?
• શબ્દસમીપ • વાર્તાલેખક ડેમોન રનિયન આપણને એની આ નવલિકાઓ દ્વારા એના સમયની બ્રૉડવેની સૃષ્ટિનો પરિચય કરાવે છે.
બ્રૉડવે એ અમેરિકા કે ન્યૂયોર્કની કોઈ રોનક નથી, પરંતુ એની પોતીકી સુષ્ટિ છે. એની મિની રેસ્ટોરાંમાં કૉફી પીવા માટે ભાતભાતના લોકો આવે. દુકાનદાર, ગઠિયાઓ, ફેરિયાઓ, શેઠિયાઓ – એ બધાથી બ્રાંડવેની આ દુનિયા ભરેલી છે. ડેમોન રનિયન બ્રાંડવેની અંધારી આલમનો પૂરો જાણકાર છે. રનિયનને વાર્તાકાર તરીકે મોપાસાં કે ચેખોવ જેટલી નામના મળી નહિ, પરંતુ એની શૈલીનો એવો પ્રભાવ પડ્યો, કે તેને કારણે એ ‘રનિયનિઝમ' નામનો વાદ સર્જી ગયો.
એક દિવસની મહારાણી' અને અન્ય નવલિકાઓની કથાભૂમિ છે બ્રાંડનો વિસ્તાર, એ બ્રૉડવેના વિસ્તારમાં માનવસ્વભાવનાં જે શ્વેત અને શ્યામરંગી ચિત્રો જોવા મળ્યાં તેને તાદૃશ ચિત્રો સર્જતી શૈલીથી એ વિસ્તાર સાથે અને એ વ્ય િતઓ સાથે સર્જક આપણો ઘરોબો બાંધી આપે છે. બ્રૉડવેમાં બ્રાંડમાઇન્ડેડ માણસો છે અને એ જ રીતે પ્રેમમાં ઘવાયેલા એવા ગમગીન માણસો છે કે એમનાં આંસુ એકઠાં કરીએ તો કેટલાય સાગર છલકાય. ટાઈમ્સ વેર પર જામતા ગઠિયા, માફિયા અને જુગારીઓના અડ્ડાની દુનિયા આમાં પ્રત્યક્ષ થાય છે.
આ પુસ્તકની ‘એક દિવસની મહારાણી’ નવલિકામાં માદામ લા ગિબ્સનું ચિત્ર ફિલ્મ અને રંગભૂમિના કલાકારને આકર્ષે તેવું છે. વિશેષ તો રનિયનની (અને ચંદ્રવદન મહેતાની પણ એટલી જ) તાદૃશ શૈલીમાં આ ચિત્ર આલેખાયું છે :
હવે માદામ આ ગિમ્ય એ તો નામ જ મોટું; બા કી દર્શન કરો તો બધું જ ખોટું. વ્યતિ , ઘરેણાં, શરીર બધું જ તકલાદી. આજ પંદર વર્ષથી આ બાઈને હું બ્રાંડવે પર જોતો આવ્યો છું. એક વાર જુઓ તો ચાળીસકનો અડસટ્ટો કહો ને બીજી વાર જુઓ તો પચાસનો પણ કરી નાખો. કદીક છાપાં વેચે, કદી કે ફૂલો વેચે. પણ એનાં છાપાં કોણ એનો બાપ ખરીદે ? કારણ, મોટે ભાગે એ ગઈ કાલનાં જૂનાં છાપાં જ લઈને ફરે; અને ફૂલ કોઈની ઠાઠડી ઉપરથી એ કઠાં કરેલાં. એટલે અરધાં તો ત્યાં જ મરેલાં – કરમાયેલાં હોય. કોઈ વળી ખરીદવા પૈસા આપે, પણ ફૂલ હંગાથે ન લે. અને છાપામાં તો આગલે દિવસે સાંજે કે રાતે કોઈને પોતાના વિશે કંઈ આવ્યું છે. કે પોતાનો છબો છપાયો છે, એવી બાતમી મળે તો તે વાસી છાપું ખરીદે. મોટે
હવે, ભાઈ, કોઈએ તો મને એમ પણ કહ્યું કે માંદામ અસલ તો અસ્પાનિયામાં ફક્કડ નાચનારી હતી. હાથમાં લાકડાની પતાકડી કડડ કડડ બોલાવતી, બંને હાથનો ઉપરનીચે ઠુમકો કરતી, મિનારત જેવો મોટો અંબોડો બાંધતી, અને ખંભે પારસિલેનાબોરસિલોનાની શાલ પણ વીંટાળતી. પણ ‘એકસરખા દિવસ કોઈના સુખમાં જાતા નથી.’ એમ એનું પણ બન્યું. વાજું વગડવું ત્યાં સુધી સારું ગાડું બગડ્યું ત્યારે ગબડવું ધરાપાટ ! કોઈ કહે છે કે એને • યાંક અકસ્માત થયેલો એટલે પગમાં જરા લંગડાશ આવી ગયેલી, એને પ્રેમમાં તાણો કંઈક વધારે ખેંચાઈ ગયો એટલે તાંતણો તૂટી જવાથી જિંદગીમાં પણ કડવાશ વધી ગઈ. એ કડવાશ નિવારવા માદામ જિનમાં લાઇમ કે લાઇમમાં જિન ભેળવીને પીતી. પછી તો એકલું જિન પીવામાં જ એ મચી રહેતી. એના કોઠાને તો જિન, ૨મ બિસ્કી, બધું જ સરખું હતું.”
બ્રૉડવેની દુનિયાના ‘દોસ્તીમાં ઈડ અને બેનીની પંદર વર્ષની પાકી દોસ્તીની વાત છે. બ્રાંડવેમાં બેની બેની ધ બ્લાઇન્ડ'ના નામે ઓળખાય છે. અંધ બેનીની જગત જોવાની આંખ છે ઈડ. ઈડ જે કંઈ જુએ એનું વર્ણન બેનીને સંભળાવે . ઘોડાદોડની શરત ચાલતી હોય, ફૂટબૉલની મૅચ રમાતી હોય કે “રેડ હૉટ લવ' નાટકની રજૂઆત થતી હોય – આ જુગલજોડી ત્યાં પહોંચી જાય. પછી એને ઈડ જુએ અને વર્ણવે. આ બેનીને પચીસેક વર્ષની મેરી મારબલ સાથે પ્રેમ થાય છે. ઈડ પણ એને ચાહતો હોય છે. ઈડ બેનીને પાણીમાં ડુબાડવાની કોશિશ કરે છે. અને પછી પાણીમાં ડૂબતા બેનીએ ‘ગુડ બાય ઈડ” કહ્યું ત્યારે ઈડ એને બચાવવા કુદ્યો અને પછી બંને મિત્રો પોતાનો હિસાબ ચોખ્ખો કરે છે. બેની આ ઘટના ભૂલી જઈને નવેસરથી વાત કરવાનું કહે છે. ઈડ પૂછે છે,
ખરેખર, બેની ! તું આ ઘટના ભૂલી જવા માગે છે ? તને મારા ઉપર રોષ કે રીસ કશું કહેવા...
૧૧૯ ]
3 ૧૧૮ ]
Page #66
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ • પણ તુરત બેનીએ ઈડનો હાથ શોધી લઈને પકડી લીધો અને એને ચૂપ કરતાં કહ્યું : “જો ઈડ. તું મને એટલો વહાલો છે કે હું તારે ખાતર ફરી મરી જવા તૈયાર છું. મારી કહેવાની મતલબ એટલી જ કે પાણીમાં ગૂંગળાઈને ડૂબી મરવું મને હવે નહિ ગમે, પણ બીજી કોઈ રીત હોય તો તે તારે ખાતર હજી મને માન્ય છે. કહે ઈડ, હું • યારે અને કઈ રીતે વિદાય લઉં ? “બસ, બેની ! હવે હિસાબ ચોખો થઈ જાય છે. સાંભ, જો તું મારે ખાતર મરી જવા તૈયાર હો તો હું મિસ મેરી મારબલને હવે તું જ પરણે એ વાત સ્વીકારવા તૈયાર છું. તું જિંદગીનો ભોગ આપવા તૈયાર તો આટલો મારો ભોગ. અને બેની, અમે રહ્યા જ્યુ. આ મેરીને પરણું તો કદી ક અમારા ઘરમાં તકરાર પણ થાય. એટલે હવે તું જ એને પરણ. તમને બંનેને ભારે લાગણી પણ છે, અને એ તારી દેખસંભાળ પણ સારી રાખશે. મારા તને અંતરના આશીર્વાદ.' અને પછી મિસ મેરી મારબલ મિસિસ બેની બની.''
સંગ્રહની કેટલીક વાર્તાઓની જેમ ‘બ્લડપ્રેશર’ વાર્તા પણ હું દ્વારા કહેવાઈ છે. એમાં રસ્ટી ચાર્લી સાથે નાથાનનો અડ્ડી, બોહેમિયન • લબ અને મિસિસ તુસ્ત્રીના મેથીપાકનો અનુભવ આલેખાયાં છે. વાર્તાનો નાયક આરંભે અને અંતે ડૉ. બ્રેનનને મળે છે. આ હું એક પછી એક અડ્ડામાં જાય છે. જુદા જુદા અનુભવો મેળવતો રહે છે, પણ સાથોસાથ સાહજિક વળાંકો લેતી વાર્તામાં એની બ્લડપ્રેશરની વાત સતત પડઘાયા કરે છે. વાર્તાનો પ્રવાહ અને એની ગૂંથણી બંને વાચકના ચિત્તને હરી લે તેવાં છે. ‘એક પ્રેમકહાણી'માં બ્રાંડવેની દુનિયાના માહોલની વચ્ચે ટોબિયાસ શ્વિની અને ડેબોરાની અદ્દભુત પ્રણયકથા છે. ડેબોરાનો અનાદર. વિનીની શ િતને પડકારે છે. અને એને પરિણામે વિશ્વની મશહૂર ગનમેન બને છે. એક સમયે શ્વિનીનો અનાદર કરનારી ડેબોરા એની આગળ પ્રેમની આજીજી કરે છે. લેખક કહે છે. આવા લૌકિક, ધાંધલિયા. ફિલ્મી ઉશ્કેરાટના લયમાં છેલ્લે જે પરિણામો આવે તે પણ આવ્યાં હશે, બંને પરણી પણ ગયાં હશે.''
આમેય આ કથા એવી રીતે આલેખાઈ છે કે જાણે પ્રણયરંગી ફિલ્મકથાનું એક પછી એક દૃશ્ય પસાર થતું ન હોય !
‘એક પ્રામાણિક પુરુષનો પ્રેમ’ નવલિકામાં લેખકે પગિયો સામનું યાદગાર ચિત્ર આપે છે.
1 ૧૨૦ ]
• બ્રાંડવેની સૃષ્ટિ • "હવે એ ઓળખાય. પહોળા પગિયો સામ, પહૌબા પગિયો – કારણ, પગની બંને પાનીએ ભો રહે ત્યારે એક હોરિઝોન્ટલ જમણી દિશામાં અને બીજી હોરિઝોન્ટલ ડાબી દિશામાં - બંને ૧૫૦ ડિગ્રીમાં નહિ, દેશ દશ છોડી દો, એટલો ૧૫૦ ડિગ્રીનો બુક્સો પડે, ૧૩૦ ડિગ્રીનો કે એવો લગભગ, પણ આપણી કથામાં એના આ ખુણા સાથે આપણને ખપ નહિ પડે. સામ, પ્રામાણિક, પૈસા આપે, અપાવે. લે એમાં તારીખવારનો ફરક નહિ, કોઈ પાસે દશ હજાર ડૉલર પણ લઈ આવે. એની તારીખ પ્રમાણે એ પહોંચાડે, એના ઓળખીતા બધા એની શાખ પ્રમાણે, અને આ આપ-લે, લેનાદેનામાં એની દલાલી એ કસરખી નહિ. • જ્યાંથી હોય, એક તો મુદત ઉપર આધાર, ધીરાણના વ્યાજ ઉપર આધાર, અને વળી જેને ધીરવામાં આવે એની, આબરૂ પર આધાર. લાંબા ગાળાનો આ ધંધો નહિ, પણ એની આડીઅવળી આંટીઘૂંટીમાં મને બહુ રસ નહિ, અને મને બહુ સમજણ પણ નહિ. પણ નાણાબજારમાં શેરબજારમાં, ફુગારખાનામાં, ઘરૂના પીઠામાં, દરા-પંદર મહિનામાસની લેવડદેવડમાં આ ફરતા રામની આબરૂને, અને તડાકામાં એને કોઈ નહિ પહોંચે."
આ પગિયો સામે પોતાની પ્રેમિકા હોરર્નર્સને માટે પોતાની ખોપરી વેચવા પણ તૈયાર થાય છે. હોરનેટ્સને ચાહતો ડૉ• ટર એ ખોપરી ખરીદવા માગે છે અને અંતે હોરનેટ્સને સાચી વાતની જાણ થતાં પ્રામાણિક પુરુષના પ્રેમનો સુખદ અંત આવે છે . ‘ડુંખ' વાર્તાના આરંભે સર્જક જ પોતાની અટપટી વાર્તાની ઓળખ આપતાં કહે છે, “ ખીલી, ચટકીલી, રાજકારણે રસીલી, સામસામા બે દુકાનદારોને કારણે કુદરતી રીતે • પસેલી.• યાંથી આરંભાયેલી અને આખરે અણધારી ઘટનામાં પરિણમેલી અને થોડી ગમ્મત થકીયે ભરેલી એવી, એટલે અટપટી છતાં વાંચવી ગમે એવી આ ઘટના છે.”
કjખ'માં રૂપની જિંદગીમાં આવતી આશા-નિરાશા અને નોકરી ગુમાવવાની ઘટના આલેખાઈ છે. આ નવલિકામાં લેખકે ન્યૂયૉર્કના કોલંબસ સ્કવેરનું સુંદર ચિત્ર આપ્યું છે.
"દુનિયામાં બે મશહૂર ક્ષેત્રો છે : એક લંડનના હાઇડ પાર્ક અને બીજું ન્યૂયૉર્કનો કોલંબસ ફર્વર. એ કાદ ટેબલ, ખુરશી કે બાંકડો ભાડે નહિ તો મફત પણ મળે.
૧૨૧ ]
Page #67
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ • અહીં એ ટુ ઝેડ – અથી સ સુધી કોઈ પણ વિષય પર ભાષાના ગૌરવની ચિંતા રાખ્યા વિના, જાણતા કે નવા ઉપજાવેલા શિષ્ટ કે અશિષ્ટ શૉથી ભરેલાં સીધાં કે અટપટાં વા• યો સાથે ન્યાય-અન્યાય, અંધેર કારભાર, સામાજિક ભેદભાવ, બોગસ મંડળો, ફંડફાળાના ગોટાળા, ધાર્મિક ધતિંગો, લેભાગુ કંપનીઓ અને વેપાર, શેર બજાર, કેળવણી, દેવળોના વહીવટ, રાજકાજ વગેરે બધાંમાં વ્યાપેલી બદીઓ ને ત્રુટીઓ ઉપર, જેનામાં બોલવાની શકિત હોય તે ત્યાં • ભો થઈ ફાવે તેમ બોલેભાંડે. મનના • ભરો ઠાલવે કે ભલભલા સિકંદરોની છાલ ઉતારી શકે. અહીં એને કશી રોકટોક નહિ. આવા દસ-બાર- પંદરેક અડિંગા તો અહીં કાયમ સાંજે ખોડાયા જ હોય, એને સાંભળનારા નવરા માણસોયે મળી રહે. આ રોજિંદા વાકુંવ્યાપારના વિખ્યાત મથક આ ન્યૂયોર્કના કોલંબસ હુવેરમાં આપણા આ કૉલ્બીશાહ અને રૂપર્ટર્ભયા આવી ચડ્યા.
પોલીસને આપણે ભલે ગમે તેટલી ગાળો દઈએ, પણ કોલંબસ ક્વેર અને હાઇડ પાર્ક, આ બે ધર્મક્ષેત્રે ગમે તેટલી ગાળાગાળી કરીએ, ગમે તેવાં વાક્યુદ્ધ ચલાવીએ તોયે અહીં પોલીસ યોગેશ્વર જેમ શાંત. તિક્રોધ બની, જો રાખી હોય તો મુછમાં હસતા, નહિ તો હોઠ મલકાવતા સ્થિતપ્રજ્ઞ ચિત્તે બધી રંગત જુએ. જુએ પણ તેની નોંધ ન લે, અને અહીં આરડતા ઉન્માદ રોગીઓના ઓથાર, વમનપ્રક્રિયા વગેરે માટે, સમાજની આ એક દુરસ્ત વ્યવસ્થા છે. એમ માની તેને શમવા-ઓસરવા દે. આમાં • યાંક હાથાપાય જામી જાય તો વચ્ચે પડે ખરા. પરંતુ આ બે ક્ષેત્રોમાં એવી પરિસ્થિતિ પ્રત્યે અર્ટીના નવરા–ચૌદશિયા પૂરતા સજાગ રહે છે. એટલે પોલીસના અફસરોને તો આ એક મફતનું મનોરંજન અને એક અલાયદા પ્રકારનું શિક્ષણ જ મળે છે."
સમયની પાબંદ મિનિએ પોતાના બે પ્રેમી કૉલ્વિન અને રૂપર્ટને મળવા માટેનું મુહૂર્ત આપ્યું હતું. એ મુહૂર્ત જે બરાબર પાળે એને પરણવું. રૂપર્ટ મોડો પડ્યો અને પગરખાંની દુકાનેથી ડંખ પડે તેવાં પગરખાં આપવાના આરોપ માટે નોકરી ગુમાવનારો અંતે જોડાના ડંખને કારણે વાગ્દત્તાએ આપેલો સમય સાચવી શ યોનહિ.
ભુટ્ટો ભરાડી’ અને ‘અર્થ વેક' વાર્તા બ્રૉડ પરના તોફાની ગઠિયાની વિશિષ્ટતા સમજવા માટે વાંચવા જેવી છે. એમાં પણ ‘અર્થ• વેક'માં ધરતીકંપ
0 ૧૨૨ ]
• બ્રાંડવેની સૃષ્ટિ • થતાં અસાધારણ પરાક્રમ કરીને અર્થ• વેક મોતને ભેટે છે તેની વીરકથા કહેવાઈ છે. “ઘણું જીવો રાજા'માં બાળરાજાના પાત્રનું સુંદર આલેખન છે. રાજાને મારવા આવેલા લોકો બાળરાજાની જિજ્ઞાસા જોઈને એના પર ફિદા થઈ જાય છે અને હત્યા કરવાનું માંડી વાળે છે.
અક્કલનો ઇસ્કોતર આખરે પહોંચે છે ઘેર’ એ વાર્તામાં બ્રાંડવે પરની જાણીતી વ્ય િત ધ બ્રેઇન અર્થાતુ બુદ્ધિધન યા બુધિયાની વાત છે. ગઠિયા હોમર વિંગ, મિત્ર બિગ નિગ, વકીલ વાઇઝ બર્ગર તથા બ્રેઇનની પ્રિયતમાઓની વાત કરી છે.
આ વાર્તા એક અર્થમાં ધ બ્રેઇનનું રેખાચિત્ર કહી શકાય. ‘મીઠાઈના એક ટુકડો' મિન્ડી રેસ્ટોરાંની આસપાસ રચાતી કથા છે અને એક અનોખો લગ્નસમારંભ'માં પરિણિત વાલ્ડો ફરી લગ્ન કરવા કોશિશ કરે છે. ડેવ લગ્નનું આયોજન કરે છે.
ત્યારે વાલ્ડોની પત્ની લીલા પોલા આવી ચડે છે અને એ પછીની ઝડપી ઘટનાઓનું ચિત્ર આલેખતા આ પહેલવાન મલ્લ જેવી સપોલા જાહેર કરે છે :
- લીલા સપોલા. મારું નામ ન સાંભળ્યું હોય તો જાણી લો. ઈસ્ટ કોસ્ટમાં નારીદંગલ એટલે સ્ત્રીઓની કુસ્તી, અને એવી બીજી ઘણી રમતોમાં અનેક ચાંદ જીતનારી. મિ. ડેવ, મારા હાથની આ વાનગી પહેલાં તો તમે જ ચાખી લો.' અને આટલું કહેતાંમાં તો ડેવ ધડડના રસાળ પેટમાં એણે એક અંધ મણિયો ગુબ્બો ફટકારી દીધો. “મારા આ કાયદેસરના વર વાલ્ડોને ઉપાડી લાવી આ મગતરી સાથે પરણાવી દેવાનાં કાવતરાં કરો છો ? તમારા આ પૈતરા માટે પ્રથમ તો હું તમને પોલીસને સોંપી તમારા પર કાયદેસર કામ ચલાવવા માગું છું. સમજ્યા ?” અને પછી ચોપાસ નજર ફેરવતાં કહે, “ માં છે મારો વાલ્ડો ?’ અને વાલ્ડો પર નજર પડતાં, “ઓહો !. વરલાડા તમે અહીં છો ?” કહેતી વાલ્ડો તરફ ધસી ગઈ અને બંને બાવડેથી • ચકી એને જાણે રૂનો કોથળો હોય તેમ એક ઝાટકે પોતાની ખાંધ ઉપર અરધો લટકાવી, જેટલી ઝડપથી આવી હતી તેથી બેવડી ઝડપે મંડપની બહાર નીકળી ગઈ. ત્યાં ખડી કરેલી ગાડીમાં અને ઝીંકી દીધો અને પોતે સ્ટીયરિંગ વ્હીલની પાછળ ગોઠવાઈ જઈને ફરી હાંર્નની રમઝટ બોલાવતી, ગાડીને બંક કરી ઘડીના છઠ્ઠા ભાગમાં સુસવાટાભેર • પડી ગઈ."
આ પછી તો બિલી પેરી જુઠ્ઠા વાલ્ડોને પરણવાને બદલે ડેવની સાથે લગ્ન કરે છે.
0 ૧૨૩ ]
Page #68
--------------------------------------------------------------------------
________________
શ્રી સિસ્ટર્સ'ના સર્જકની કલા
• શબ્દસમીપ • ડેમોન રનિયનની આ કૃતિઓમાં બ્રૉડવેની દુનિયાની એક છબી જોવા મળે છે. એનો માનવસ્વભાવનો તલસ્પર્શી અભ્યાસ અને એ સ્વભાવના પ્રત્યેક મરોડને પ્રગટ કરતી તાદેશ, વર્તમાનકાળમાં ચાલતી લેખનશૈલી વાચક સમક્ષ જિંદગીના જુદાં જુદાં પાસાંઓ ઉપસાવે છે. ચિત્ર ખડું કરવા માટે શબ્દો એની પાસે હાથવગા છે. નવા શબ્દો અને નવા સમાસો યોજવાની એની સૂઝ એની રજૂઆતમાં જોવા મળે છે.
ડેમોન રેનિયન જેવા લેખક ન્યૂયૉર્કના બ્રૉડવેની આસપાસની સૃષ્ટિનું તલસ્પર્શી ચિત્ર એની તળપદી ભાષામાં આલેખે ત્યારે એનું રૂપાંતર એ કેટલો મોટો પડકાર ગણાય ! પરંતુ રનિયન અને ચન્દ્રવદનમાં ઘણું સામ્ય છે. જાણે બંને સમાનશીલ મિત્રો હોય તેવું આ અનુવાદો વાંચતા લાગે છે. આ અનુવાદોમાં જેમ રનિયનને શબ્દકોશ કામ ન લાગ્યો એ જ રીતે ચન્દ્રવદન મહેતાએ પણ નવા શબ્દો-સમાસો પ્રયોજીને બ્રાંડવેની દુનિયાની સાંકેતિક, માર્મિક ભાષા પણ બરાબર ઉપસાવી છે. કથનની ત છટા, બરછટ ભાષા અને મોજીલો તોર અસલ ચન્દ્રવદનની ગઠરિયાંની યાદ આપે છે. ચિત્રો ઉપજાવવામાં, નવા વિચિત્ર પ્રયોગો કરવામાં આ બે શબ્દના બંદાઓ વચ્ચે ઘણું મળતાપણું લાગે. ‘પોટ્ટી’, ‘છીછરવો’, ‘ગજવામ્યાન', “કોઠાં’, ‘અડોળફડોળ' (ડફોળના અર્થમાં, ‘ઠબોકિયાં' (હથિયારના અર્થમાં), ‘દાગીનો' (માણસના અર્થમાં) જેવા શબ્દો પ્રયોજ્યા છે. ‘મે બી’ શબ્દજોડકાનો વિલક્ષણ પ્રયોગ કરે છે. ‘મે બી અફીણ, મે બી હશીશ, મે બી એનીથિંગ' જેવા પ્રયોગો મળે છે. રનિયનની વાર્તાઓનો વા યે વા યનો આ અનુવાદ નથી, પણ મૂળ લેખકના વ• તેને પોતાની ભાષામાં મુ તપણે અત્યંત સ્વાભાવિક છટાથી રજૂ કરે છે. ડેમોન રનિયન અને ચન્દ્રવદન મહેતા – બંનેને વાંચવાની વાચકને મજા આવે એવો દ્વિગુણિત વાર્તારસ – સાહિત્યરસ પીરસતી આ રચનાઓ છે.
નાદુરસ્ત તબિયતે પણ સાખાલીન ટાપુ પર સેવા કાજે જનાર દાક્તર ચેખોવ જેટલી જ માનવ પ્રત્યેની અપાર સહાનુભૂતિ સર્જક ચેખોવમાં પ્રતીત થાય છે. આ કલાકાર માનવહૃદયના તલ સુધી પહોંચી, માનવજીવનને ફોટોગ્રાફીની પેઠે માત્ર હૂબહૂ રજૂ ન કરતાં એને કલાત્મકતાથી આલેખે છે. એનું કારણ એ છે કે ચેખોવના રૂંવેરૂંવે સર્જકતા વસેલી છે. એની પાસે સર્જકમાં અનિવાર્ય એવું હૃદયનું અગાધ કારુણ્ય અને સંસારના તારે તારી સાથે એકરૂપ ચિત્ત છે. સમાજની એકેએક વ્યક્તિ અને વાતાવરણના એકેએક અંશ સાથે સમભાવ ધરાવતા આ સર્જકને કશું અળખામણું કે અજાણ્યું નથી. વિચિત્ર, બેહૂદી, કંટાળાજનક અને પ્રાકૃત વસ્તુને સાંગોપાંગ અનુભવવાની ક્ષમતા અને સહાનુભૂતિ અને વિશ્વનો એક વિરલ કલાકાર બનાવે છે. માનવ તરફના અપાર સમભાવમાં એની સાથે એક શેક્સપિયર યાદ આવે છે.
ચેખોવના સૌથી વધુ કરુણગર્ભ નાટક ‘શ્રી સિસ્ટર્સને આધારે એની નાટ્યકલાની ખૂબીઓ પારખીએ તો જણાશે કે જીવનમાંથી નાટ્યક્ષમ વસ્તુ ખોળવાની કે જીવનની કોઈ વિશિષ્ટ પળને જ નાટ્યરૂપ આપવાની એને જરૂર
| ૧૨૫ 0.
0 ૧૨૪ ]
Page #69
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ • નથી. સંકુલ જીવનનો બધો અસબાબ ધરાવનાર આ નાટકકાર માટે આખું જીવન એ જ નાટક છે. આપણી આસપાસ હાલતા-ચાલતા, ઝઘડતા, ઇચ્છા ને આશાઓ સેવતા, નિષ્ફળતા ને નિઃસારતા અનુભવતા, કંઈક ઝંખતા ને તે મેળવવા ઉધમાત કરતા માનવીઓ અને એમની બેહુદી વર્તણૂક, વિચિત્ર ટેવો, અસંસ્કારિતા, પ્રાકૃતતા અને અસંબદ્ધ વાતોને કશાય ઓપ કે ડોળ વિના યથાતથ તે આલેખે છે. અને એમાંથી મનોહર નાટ્યકૃતિ ઊગી નીકળે છે. યથાર્થતાને કલાનું જીવાતુભૂત તત્વ કે એનો પ્રાણ કહેવામાં આવે છે. ચેખોવ કશીય ડીમડીમ વગાડ્યા વગર એને આલેખે છે. એના જેટલી સૂક્ષ્મતાથી અને સ્પષ્ટતાથી જીવનની કરુણતા અને નશ્વરતાને ભાગ્યે જ કોઈ નાટયકાર સમજી શક્યો હશે. મધ્યમવર્ગના જીવનની હતાશા અને કરુણતાનું એણે હૃદયવિદારક ચિત્ર આપ્યું છે. જીવનની નજીવી બાબતોને મહત્ત્વપૂર્ણ કલામાં પલટાવીને જીવ આપવાની આવડતમાં જ એની વિશેષતા છે. કંટાળાજનક અને શુષ્ક રશિયન જીવનમાં એ અનેક સુંદર રસસ્થાનો જોઈ શકે છે. આનું કારણ એ છે કે આપણા અત્યંત સામાન્ય જીવન પાછળ છુપાયેલી સંકુલતા અને કદર્યતાની પાછળ રહેલી કરુણતાનો ચેખોવે સાહજિકતાથી તાગ મેળવ્યો છે. વસ્તુની પેઠે વસ્તુવિકાસ પરત્વે પણ આ સર્જક કોઈ યોજના પ્રમાણે કે પૂર્વ-આલેખિત નકશા મુજબ ચાલતા જણાતા નથી. ચેખોવની પહેલાં ટૂંકી વાર્તાને નિશ્ચિત આદિ, મધ્ય કે અંત હોવા જોઈએ એમ માનવામાં આવતું. ચેખોવે આને અસ્વીકાર કર્યો ને કહ્યું કે જીવનમાં આવું નિશ્ચિતપણે ક્યાં કંઈ હોય છે ? આથી આવા કોઈ ચોકઠામાં રહ્યા વિના એ સ્વાભાવિક રીતે જ આગળ વધે છે. ‘શ્રી સિસ્ટર્સ 'ના ચારે અંકો કોઈ નિશ્ચિત આદિથી આરંભાતા કે મધ્ય વા અંત પ્રતિ ગતિ કરતા નથી.
એક વાર રેશમી વસ્ત્રોમાં સજ્જ ત્રણ સ્ત્રીઓ રાજ કારણમાં રસ દેખાડવાના ડોળથી ગ્રીક લોકો જીતશે કે તુર્ક લોકો જીતશે, તે વિશે ચેખોવને પ્રશ્નો પૂછવા લાગી. ચેખોવે ધીમે રહીને પૂછ્યું, ‘મને તો ફળનો ખીમો બહુ ગમે. તમને ?” અને પછી તો “મોટી વાતો” કરવાનો નકામો બોજ ઊતરી જતાં ફળફળાદિના ખીમા વિશે અનેક વાતો ચાલી. અંતે ત્રણ સન્નારીઓ સાનંદ વિદાય થઈ ત્યારે ચેખોવે કહ્યું, ‘દરે કે પોતાની બોલીમાં જ વાતચીત કરવી જોઈએ.’ આવી જ રીતે ચેખોવનું દરેક પાત્ર પોતાની લાગણીઓ, ભાવનાઓ, વેદનાઓ અને ઇચ્છાઓને વફાદાર હોય છે. ક્યારેય તે આત્મવંચના કરતું નથી. સત્યની સાથે સમાધાન કરવામાં કોઈ માનતું નથી.
n૧૨૬ ]
• “શ્રી સિસ્ટર્સ’ના સર્જકની કલા • ચેખોવનાં પાત્રો વર્તમાન પરિસ્થિતિને તિરસ્કારે છે, પણ ઇબ્સનનાં પાત્રોની માફક પરિસ્થિતિનો સામનો કરવાની તાકાત ધરાવતાં નથી. માત્ર એ ઉચ્ચતર જીવનની આકાંક્ષાવાળાં શોધક કે સ્વપ્નશીલ પાત્રો તત્કાલીન સંજોગો ને સમાજની લક્ષ્મણરેખામાંથી છૂટવા મથામણ કરતાં નજરે પડે છે. પાત્રના મનમાં એવી કોઈ વિચિત્રતા વસેલી છે કે પોતાની સૌથી નજીકની અને સૌથી પ્રિય વ્યક્તિથી એને જુદું પાડે છે. કદાચ આનું કારણ ચેખોવની એ માન્યતા પણ હોય કે મૂળભૂત રીતે તો દરેક માણસ એકલો જ છે, મોટી સંખ્યામાં મિત્રો ધરાવનાર ચેખોવની એક ફરિયાદ છે કે – “As I shall lie alone in the grave, so, indeed, do I live alone.'
પાત્રમાનસમાં ઊંડો ઊતરતો ચેખોવ પાત્રનું ઘડતર, એની ચોપાસની પરિસ્થિતિ અને ભૂત તથા વર્તમાન સાથેનો સંબંધ એટલો સ્પષ્ટ કરી આપે છે કે આ સ્થિતિમાં આ પાત્ર આમ જ કરે એમ લાગે છે, એમાં આવતી સ્થાનિક વિગતો પાત્રના વિશિષ્ટ દિમાગને છતો કરે છે. એમના રોજિંદા જીવનમાં વ્યક્ત થતા માનવસૌંદર્યને અસરકારક રીતે રજૂ કરી એમની રોજબરોજની મુશ્કેલીમાં આપણને રસ લેતા કરી મૂકે છે. એમની અસંબદ્ધ વાતો પાછળ એક અતૂટ સંવાદ રહેલો હોય છે. આ રીતે વેરવિખેર લાગતાં પાત્રો અને એમના સંવાદો હેતુ અને અસરની બાબતમાં એક મુદ્રા ઊભી કરે છે.
‘શ્રી સિસ્ટર્સ માં ત્રણ બહેનો જીવનની અસારતાથી પીડાય છે. ત્રણેના હૃદયમાં અગ્નિ ભારેલો છે, અને છેલ્લે સુધી પ્રશ્ન એ રહે છે કે આ બહેનોનાં જીવનમાં અમૃતનું અમી પડશે કે નહીં ? એમના પર હૃદય ચીરી નાખે તેવી આપત્તિઓની પરંપરા ગુજરી છે. જીવનમાં કશું શેષ રહ્યું નથી. આશા વિનાની એકતાનતાના ઘેરા ધુમ્મસમાં અટવાતાં ને અથડાતાં એનાં પાત્રો સુંદર અને ઉચ્ચતર જીવનની ઝંખના રાખે છે, પરંતુ એમના ક્ષુલ્લક, નિરર્થક અને અસાર જીવન તથા મનોહર જીવનની આકાંક્ષા વચ્ચેની ખાઈ વણ-પુરાયેલી જ રહે છે. એમનાં મનોહર સ્વપ્નો માનસમાં જન્મતાં સાથે જ મૃત્યુ પામવા સર્જાયેલાં છે. દરેક પાત્ર પોતપોતાની દુનિયામાં રમમાણ છે. એક પાત્ર બીજા પાત્રને સમજવા પણ ચાહતું નથી. પાત્ર ભિન્નભિન્ન હોવા છતાં – વાઘના તંતુઓ ભિન્નભિન્ન હોવા છતાં – બધામાંથી અંતે સૂર તો એક નિઃસારતાનો જ નીકળે છે.
0
૨૭ ]
Page #70
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ • મોટી બહેન ઓલ્ગાના જીવનમાં પ્રેમ પહોંચી શકે તેમ નથી. પ્રેમને માટે વલખાં મારવાં એ એને અનુચિત લાગે છે. વચેટ બહેન માશા નાની ઉંમરે એક શિક્ષકને ચતુર સમજી પરણી, પણ તેનો ભ્રમ ભાંગી પડે છે. કરુણતા તો ત્યાં છે કે એનો પતિ કુલિગિન એના વિશે વારંવાર *I am content, content, content !' કહ્યા કરે છે, ત્યારે માંશા એના પતિ વિશે ‘Bored, bored, bored” કહ્યા કરે છે. માશાનો પ્રેમી વેલ્શિનિન એક વિષાદપૂર્ણ પ્રેમી છે. એ કહે છે : “આપણે સુખી નથી અને સુખી થઈશું પણ નહીં. આપણે તો એની ઝંખના જ કરવાની છે.' આ વિષાદ કદાચ વેશિનિનના અંગત જીવનમાંથી પણ આવ્યો હોય. એ એવી પત્નીને પરણ્યો છે કે જેને માટે ઝેર ખાવું એ જ એકમાત્ર આનંદનો વિષય છે. વેર્શિનિનને દુ:ખ એ છે કે પોતે પોતાનાં બાળકોને તંદુરસ્ત માતા ન આપી શક્યો. ઉમદા વિચારો ધરાવતા આ માનવીના જીવનમાં બધું ઊણું છે. ત્રણસો વર્ષ પછી આવનારી જિંદગીનાં સુખમય સ્વપ્નાં નિહાળતો વેર્શિનિન પોતાની ચોપાસ ટુકડેટુકડા થઈ જતા જીવનને જોતો નથી. સૌથી વધુ વેદનાબોજ સહેતી ઇરિનાને જીવન કીડાએ કોરી ખાધેલા છોડ સમું લાગે છે. એને એનો વ્યવસાય પસંદ નથી અને ચીસ પાડી ઊઠે છે કે એનાથી એની બુદ્ધિ મંદ પડતી જાય છે. ઇરિના બળે બેને તુઝેનબાચને ચાહવા જાય છે, પણ ચાહી શકતી નથી. માત્ર મોસ્કો જવાની આશાએ એની સાથે લગ્ન કરવાની હોય છે અને લગ્નને આગલે દિવસે તુઝેનબાચ માટે ઘાતક નીવડનાર દ્વયુદ્ધ થાય છે. વંદ્વયુદ્ધમાં જતાં પહેલાં ઇરિના પાસે તુઝેનબાચ આવે છે ત્યારે ઇરિના કહે છે : ‘હું મારી જિંદગીમાં ક્યારેય પ્રેમમાં ન હતી. ઓહ ! હવે તો પ્રેમનાં સ્વપ્નાં સેવું છું. ઘણા વખતથી રાત-દિવસ પ્રેમનાં સ્વપ્નમાં રાચું છું. પણ મારો આત્મા, જેની ચાવી ખોવાઈ ગઈ છે એવા બંધ પિયાના જેવો છે !' વિદાયવેળાની આવી ગૂંગળામણભરી પરિસ્થિતિ ચેખોવ જ આલેખી શકે. તુઝેનબાચ ધ્વંદ્વયુદ્ધમાં જતાં પહેલાં ઇરિના પાસે કૉફી પીવાની ઇચ્છા વ્યક્ત કરે છે, પણ એની આવી મામૂલી ઇચ્છા થ સંતોષાતી નથી. ઇરિના કહે છે કે પાનખર જ છે ને શિયાળો આવશે. એ વસંતની તો વાત જ કરતી નથી ! આ પાનખર ગામડામાં નથી, જેનું બધું આગમાં હોમાઈ ગયું છે તેમને ત્યાં નથી, પરંતુ એ તો ઇરિનાના હૃદયમાં છે. મૉસ્કો યુનિવર્સિટીના વિદ્વાન પ્રોફેસર થવાનું સ્વપ્ન સેવતો ત્રણે બહેનોનો
0 ૧૨૮ ]
• “શ્રી સિસ્ટર્સ'ના સર્જકની કલા • ભાઈ આજે જુગારી બની, ઘર ગીરે મુકીને માત્ર ડિસ્ટ્રિક્ટ-કાઉન્સિલના સભ્ય બનવામાં સંતોષ માને છે. ચોથા અંકમાં એની બહેન માશા એને વિશે સાંપડેલી નિરાશા દર્શાવતાં કહે છે, ‘હજારો માનવીઓના અથાગ યત્ન અને ધનને પરિણામે એક ઘંટ બનાવ્યો હોય અને તે એકાએક, કશા ય કારણ વિના પડીને ચૂરેચૂરા થઈ જાય તેવું આ વિશે બન્યું છે.' સાઠ વર્ષનો દાક્તર શૈભુતિકિન નકામા છાપામાંથી નોંધ ટપકાવે છે. આ કામમાં એ એનું થોડુંઘણું વૈદક પણ ભૂલી જાય છે. આ બહેનોની માતાને ચાહનારો શૈભુતિકિન સૌથી નાની બહેન ઇરિના માટે પણ આવી લાગણી ધરાવે છે ! શંભુતિકિનને તો પોતે હાથપગ ચલાવતો હોવા છતાં જીવતો હોય તેમ લાગતું નથી.
રૂઢ અર્થમાં ખલપાત્ર કે કુટિલ પાત્ર ચેખોવના નાટક કે નવલિકામાં મળતાં નથી. પરંતુ સાહજિ ક પાત્રચિત્રણમાં જ કુટિલતાનું નિરૂપણ મળે છે. આ નાટકમાં નતાશા એ પ્રકારનું પાત્ર છે. નોકરો પર ચિડાતી તથા સમારંભના આનંદનો નાશ કરનારી આ નારીમાં પ્રાકૃતતા, સ્વકેન્દ્રિતતા અને અસંસ્કારિતા દેખાય છે. પ્રોઝોરોવ કુટુંબને એક ઓરડામાંથી બીજા ઓરડામાં ધકેલતી નતાશા અંતે આખા કુટુંબને બહાર કાઢી મૂકે છે. બીજા અંકમાં પોતાના બાળક બોબિકને સારો ઓરડો મળે, તે માટે ઇરિનાને ઑલ્ગાના ઓરડામાં ફેરવવાની યોજના કરે છે. લાગણીને નેવે મૂકીને માત્ર સ્વાર્થની દૃષ્ટિએ તોલ કરતી નતાશા ત્રીજા અંકમાં નકામી થઈ ગયેલી ઘરડી નોકરડી અનફીસાને કાઢી મૂકવાની વાત કરે છે. આ જ અંકમાં નાટ્યકાર ચેખોવ એક અનોખું દૃશ્ય આપે છે. નતાશા મીણબત્તી લઈને કશું જ બોલ્યા વગર પસાર થઈ જાય છે. આ સમયે માશા કહે. છે : “એ એવી રીતે જાય છે કે જાણે એણે જ આગ ચાંપી હોય !' આ વાત કેટલી સૂચક છે ! નતાશાએ ગામનાં ઘરોમાં નહીં, પણ આ પ્રોઝોરોવ કુટુંબની નાની મલીને તો લાહ્ય લગાડી જ છે. છેલ્લા અંકમાં ઑલ્ગા અને અનફીસા સરકારી મકાનમાં રહેવા જવાની તૈયારી કરતાં દેખાય છે. ઇરિનાને રાચરચીલાના ઓરડામાં રાખવામાં આવે છે. પોતાની સોફી માટે એ આન્દ્રનો ખંડ બદલવા ચાહે છે. આ સોફી એ કદાચ પ્રોટોપોપોવનું બાળક હોવાથી આખાય પ્રોઝોરોવ કુટુંબને હાંકી કાઢવાનું નતાશાનું કામ પૂરું થાય છે. નાટકના અંતમાં ઘરની બહાર બગીચામાં બન્ને બાબાગાડીમાં બાળકને ફેરવતો હોય છે. નતાશા ઘર
0 ૧૨૯ ]
Page #71
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ • બહારનાં વૃક્ષો અને છોડીને કાપી નાંખવા ચાહે છે. ત્રણ અંકોની કાર્યભૂમિ ઘરમાં રાખીને છેલ્લો ચોથો અંક ઘરની બહાર યોજવામાં ચેખોવની સૂક્ષ્મ કલાસુઝ પ્રગટ થાય છે. અંતે થતો નતાશાનો વિજય એ દુરિતનો વિજય છે એમ સ્વીકારવું પડશે.
આ આખાય નાટકનો ધ્વનિ છે : “It's all the same.' પોતાની આશા સફળ ન થાય, ત્યારે પાત્રો આમ કહીને મને વાળી લે છે. આશાનો જ્વાળામુખી પર વારંવાર પગ મૂકીને ઉઠાવી લેતા લાગે છે. શૈબુતિકિન માને છે કે પોતે પાછો આવે તો ય ઠીક અને ન આવે તો ય ઠીક. શિક્ષક કુલિગિન માને છે કે મૂછ હોય તો ય ઠીક અને ન હોય તો ય ઠીક, મોસ્કો જવાની તીવ્ર ઝંખના ધરાવતી ઑલ્ગા અંતે મૉસ્કો જવાનું પસંદ કરતી નથી. નાટ્યાંતે ‘આપણે જીવવું જોઈએ? એવો આશાનો સૂર ઉચ્ચારાય છે, ત્યારે શૈભુતિકિન “It's all the same થી જવાબ વાળે છે. અહીં પ્રણયની ઝંખના છે, પણ ઇરિના અને તુઝેનબાચ એને શબ્દોમાં પણ મૂકી શકતાં નથી. લગ્ન અને મિલનની લેશમાત્ર આશા વિના વિખૂટાં પડવાનું છે. ભંગાર બની જતી આશાઓ અને વણછીપી લાલસાઓ ભાવકના ચિત્ત પર વિષાદની ઘેરી છાપ પાડે છે.
આમાં ય નાટકનું સૌથી વધુ કરુણ દૃશ્ય તો નાટકનો અંત છે. ત્રણે બહેનોનાં જીવનની એકલતાને ઓછી કરનારા લશ્કરના માણસો ગામડું છોડીને જઈ રહ્યા છે અને ફરી એમનાં જીવનમાં સર્વત્ર રિક્તતા વ્યાપી રહી છે. મૉસ્કોનો સૂર્યપ્રકાશ પામવાની આશા વધુ ને વધુ દૂર ગઈ છે. ગૂગલના અવાજ સાથે લશ્કર પ્રયાણ આદરે છે. તુઝેનબાચના મૃત્યુના હૃદયભેદક સમાચાર મળે છે. સ્વપ્નશીલ વેર્શિનિન કશું કર્મ કરતો નથી. કર્મશીલ તુઝેનબાચ હણાય છે. શૈબુતિકિનને તો પોતે જીવે છે કે કેમ તે જ પ્રશ્ન છે. ઑલ્ગા સંગીતમાં જીવન જીવવાની ઝંખના જુએ છે : સહેજ વધારે સંગીતની છોળ ઊડે તો આપણે કેમ જીવીએ છીએ તે સમજી શકાય ? માથાના જીવનને કંઈક શાંતિ આપનાર વેર્શિનિન વિખૂટો પડી રહ્યો છે અને એને ફરી કુલિગિન સાથે આ કરું જીવન ગાળવાનું છે. એ કહે છે કે આપણે જીવવું જ જોઈએ. જ્યારે ઇરિના કહે છે : ‘આપણે કામ કરવું જોઈએ, માત્ર કામ !' ઇરિના નિશાળમાં શિક્ષિકા તરીકે જવાની વાત કરે છે. પણ એ સાથે એમ થાય છે કે શું એ ય લ્ગાની જેમ
_ ૧૩૦ .
• “શ્રી સિસ્ટર્સ'ના સર્જકની કલા • કંટાળી તો નહીં જાય ને ? આ રીતે સંગીતના વિલયની સાથોસાથ બહેનોની આશાનો વિલય થતો લાગે છે. આ બહેનોને માટે આવી રિક્તતા મૃત્યુ કરતાં ઓછી દુઃખકર નથી.
કલા એ કોઈ ધર્મપુરુષ કે કર્મપુરુષની પેઠે નહીં પણ પોતાની સત્યમયતાથી આશ્વાસન આપે છે. અહીં કોઈ એકાદા ગૌરવશાળી પાત્રના પતનની કરુણતા આલેખી નથી, પણ સમગ્ર માનવજીવનની કરુણ ગાથા આલેખી છે. માત્ર ત્રણ બહેનોની જ ટ્રેજેડી નથી. આન્દ્ર, બેરન તુઝેનબાચ અને વેશિનિનની પણ એ ટ્રેજેડી ગણાય. પ્રણયને કેન્દ્રમાં રાખીને ય જુદી જુદી ટ્રેજેડી સર્જાય છે. તુઝેનબાચ તત્કાલીન પરિસ્થિતિ વિશે જે કહે છે તે આ ટ્રેજેડીને બરાબર લાગુ પડે છે. એ કહે છે :
"To-day there are no torture chambers, no executions, no invasions and yet, how much suffering !
આ નાટકમાં કરુણતા અને વિધિની વક્રતા સાથોસાથ આલેખાય છે. એકમાત્ર તુઝેનબાચ સિવાય કોઈનું મૃત્યુ થતું ન હોવાથી નાટક રૂઢ અર્થમાં ટૂંજે ડી નથી. પણ અહીં આલેખાયેલું એકલવાયું, અસાર અને વિષાદપૂર્ણ જીવન એ મૃત્યુ કરતાં ય કારમું છે. આજનાં અંબ્સર્ડ નાટકોની પેઠે ચેખોવ જીવનને સાવ વાહિયાત હોવાનું માનતો નથી. એ આશાનો ગોકીરો કરતો નથી, પણ જીવનની અસારતા અને મૃગજળ સમી આશાઓ બતાવતાં ય દૂર દૂર ક્ષિતિજમાં આશાનો ઉષ:પ્રકાશ બતાવે છે. અનેક વ્યર્થતા વચ્ચે પણ જીવન તો છે જ.
જીવનને નિઃસાર માનતી ઓલ્ગાને અંતે જીવનના જયનો આછો વિજયનાદ કરતી ભરતીના અવાજો સંભળાય છે. વૈશિનિનને ત્રણસો વર્ષ પછી સુખમય બનનારી દુનિયાનાં સ્વપ્નાં આવે છે, તો બેરન તુઝેનબાચ ગામ બળી જતાં ઇંટવાડામાં જઈને કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરે છે. ઇંટવાડો એ નવસર્જનનું પ્રતીક છે. આ કર્મશીલ માનવી દ્વયુદ્ધમાં જતાં પહેલાં ઇરિનાને કહે છે ‘મને એમ લાગે છે કે હું મરી જઈશ પછી એક યા બીજી રીતે જીવનમાં ભાગ ભજવતો રહીશ.’ બંને કર્મયોગની ભાવના ધરાવે છે અને તે પણ બીજાને માટેના કર્મયોગની, તુઝેનબાચના કર્મયોગનો પવિત્ર ન્યાસ ઇરિનામાં સંક્રાન્ત
nિ ૧૩૧ ]
Page #72
--------------------------------------------------------------------------
________________
* શબ્દસમીપ
થાય છે. ઇરિનાને જીવવાનું પ્રેરક કારણ મળી રહે છે. નાટકને અંતે એ કામ કરવા માગે છે અને તે પણ જરૂરિયાતવાળા માટે. આ અવાજ ખોખરા આશાવાદનો નથી. માનવીને આધાર આપનારી બધી બાબતો તૂટી પડે, તો જીવનનો તંતુ માનવીની ચેતના સાથે અતૂટપણે ગૂંથાયેલો રહે, ત્યારે એ માનવી હારી ખાતો નથી. ચેખોવે જ કહ્યું છે –
‘My holy of holies are the human body, health, intelligence, talent, inspiration, love and the most absolute freedom-freedom from despotism and lies.'
જિંદગીની નિરાશા અને રિબામણનો અનુભવ કરતી આ ત્રણે બહેનો ‘આપણી પછી આવનારા'ના સુખને ઇચ્છે છે. આ સમય દરમિયાન તેઓએ માત્ર કામ જ કરવાનું છે. બીજું કશું ય નહીં ને કામ ! કશી ય આશા વિના કામ ! એમનો આવો પ્રયત્ન એટલે જ જીવન. માત્ર આટલા જ આશાવાદને કારણે આ નાટકને મર્યાદિત અર્થમાં ટ્રૅજી-કૉમેડી કહી શકાય. આવો આશાનો ચમકારો નાટકના વિષાદમય વાતાવરણમાં ક્ષણવાર જ ચમકી જતો લાગે છે. વળી કરુણની અસર વધારે ગાઢ એ માટે બને છે કે અહીં ઝળાંહળાં વ્યક્તિત્વોનો આશાભંગ થતો નથી, પણ સામાન્ય માનવીઓની સામાન્ય ઇચ્છાઓનો નાશ થાય છે.
ચેખોવની ખરી ખૂબી વાતાવરણ ખડું કરવામાં છે. આશા અને નિરાશા, આંસુ અને આનંદ એવી વિવિધ છાયાઓ નાટકમાં વારેવારે આવ્યા કરે છે. પરિણામે અંતે એક વાતાવરણ વાચકના મન પર છવાઈ રહે છે. બાકીનું કામ એની ગંભીર માનવતા અને કાવ્યમયતા પૂરું કરી દે છે. જીવનની વેદના એ સૂચનો અને હકીકતોથી બતાવે છે. જીવનની નાની નાની વસ્તુ અને સામાન્ય ઘટના પરથી નાટક રચતો ચેખોવ નાટકના plot દાટી દેતો લાગે છે. અહીં સ્થૂળ કાર્યનો મહિમા નથી. ભયંકર કૃત્યો અને લાગણીઓની પરાકાષ્ઠા તખ્તાની બહાર કે અંકોની વચ્ચે બની જાય છે. આ નાટકમાં આગ અને તુઝેનબાચનું મૃત્યુ એ બે અકસ્માત આવે છે. પણ શું વાસ્તવ-જીવનમાં આવા અકસ્માત બનતા નથી ? વધુ તો આવા અકસ્માતથી નાટકના કાર્યને ધક્કો મારવામાં આવતો નથી. આગથી આ ત્રણે બહેનોને કશું ભૌતિક નુકસાન થતું નથી. 7૧૩૨]
* ‘શ્રી સિસ્ટર્સ'ના સર્જકની કલા
આગનું વિશેષ તો પ્રતીક લેખે મહત્ત્વ છે; જ્યારે તુઝેનબાચનું મૃત્યુ તખ્તા પર બતાવવામાં આવતું નથી. માત્ર એના સમાચાર જ મળે છે. વળી આવા દ્વંદ્વયુદ્ધના બનાવો એ વખતે બનતા હતા. [મહાન રશિયન કવિ પુશ્કિન આવા જ એક દ્વંદ્વયુદ્ધમાં માર્યો ગયો હતો.] નાટકના અગત્યના બનાવોને છુપાવવાની ચેખોવની કળા અનેરી છે. મેલોડ્રામેટિક ક્રાઇસિસને આ રીતે નિવારીને એ આંતરિક મથામણનું સતત નિરૂપણ કરતો જાય છે. સામાન્ય નાટકકાર તો નતાશાને ખલપાત્ર બનાવીને આન્દ્રેના જીવનની ટ્રેજેડી નિરૂપત ! આમ આ નાટક મેલોડ્રામા બને તેવી પૂરી શક્યતા છે, છતાં ક્યાંય મેલોડ્રામા બનતું નથી. આનું કારણ એ કે ચેખોવ આંતરકાર્યનું ગૌરવ કરે છે. શેક્સપિયર ક્યારેક બોલકણો લાગે છે, જ્યારે ચેખોવ એટલો બોલો નથી. એ શબ્દો, ધ્વનિ, સામાન્ય વિગતો, પ્રતીક, પરિસ્થિતિ અને વાતાવરણની સહાય વડે ઘણું પ્રગટ કરે છે. એ પરિસ્થિતિ પર કોઈ વિવેચન આપતો નથી. પાત્રો વડે પરિસ્થિતિ જાતે જ પોતાના પર વિવેચન કરે એવી રચના કરે છે.
આધુનિક નાટકોના સ્થાપક ઇબ્સનની માફક ચેખોવ એની નાટ્યકૃતિઓમાં પ્રતીકોનો બહોળો ઉપયોગ કરે છે. જે સર્જકને પૂરેપૂરો આત્મવિશ્વાસ હોય અને તે સાથે પોતે મૂકેલી વાતને વાચક સમજી શકશે એવો આત્મવિશ્વાસ હોય તેઓ જ આનો સમર્થ રીતે ઉપયોગ કરી શકે છે. ચેખોવે ‘શ્રી સિસ્ટર્સ’ લખ્યું ત્યારે એ રોગથી પીડાતો ક્રિમિયામાં વસતો હતો. રશિયનોને મૉસ્કોનું અનેરું આકર્ષણ હોય છે. ચેખોવના ‘ધ લેડી વિથ ધ ડાંગમાં મૉસ્કોના આકર્ષણની અને ‘વાન્યા’માં વાન્યાની વતન જવાની નિષ્ફળ ગયેલી આશાની વાત છે. આ નાટકમાં ત્રણ બહેનો કોઈ પણ રીતે મૉસ્કો જવા ચાહે છે. ઇરિના એક સ્થળે કહે છે : ‘અહીંનું ઘર વેચી, બધી બાબતોનો અંત આણી મૉસ્કો જવું છે.' અહીં મૉસ્કોના પ્રતીક દ્વારા એક સંસ્કારી સમાજમાં જવાની ભાવના વ્યક્ત થાય છે. પોતાની બાલ્યાવસ્થાનો
એ પ્રદેશ, અગિયાર વર્ષ પહેલાં છોડેલું એ મૉસ્કો આ બહેનો માટે ગુમાવેલું સ્વર્ગ-Lost Paradise− છે. પરંતુ નાટકને અંતે તો બહેનોની મૉસ્કો પહોંચવાની આશા વધુ ઝાંખી બને છે."
*. ઈ. સ. ૧૯૪૧ની એકવીસમી જૂને ચેખોવનું આ નાટક ‘મૉસ્કો આર્ટ થિયેટરમાં ભજવાયું, બીજે જ દિવસે હિટલરે રશિયા પર આક્રમણ કર્યું. એને પણ ત્રણ બહેનોની પેઠે મૉસ્કો પહોંચવાનું અઘરું જ લાગ્યું !
*
] ૧૩૩]
Page #73
--------------------------------------------------------------------------
________________
• “શ્રી સિસ્ટર્સ'ના સર્જકની કલા • લાગે છે. વર્તમાનને કે વાસ્તવને મોપાસાં કે ફ્લૉબેરની માફક બુદ્ધિથી રજૂ ન કરતાં સીધું હૃદયમાંથી આલેખે છે. આ નાટકો કોઈ પ્રાદેશિક જીવનની કથની છે ખરાં, પણ અંતે તો કોઈ પ્રદેશની વિશિષ્ટ કે આગવી નહિ પણ “માનવ'ની વાત કરે છે. ચેખોવની વિશેષને વિશ્વજનીન તત્ત્વોથી ભરી દેવાની ખૂબી જ અનોખી
• શબ્દસમીપ • ત્રણે બહેનોની સંસ્કારિતા આ ગામડામાં સુકાય છે. એમનું જ્ઞાન અજાગલસ્તન જેવું નકામું બની જાય છે. ગામડું એ માનવને પ્રાણી બનાવી દેતી અસરોનું પ્રતીક છે. આન્દ્ર તેનું ભયંકર વર્ણન આપે છે. શૈબુતિકિન એનો નમૂનો છે. એ પોતાનું વૈદિક વીસરી જાય છે અને એને પોતાના અસ્તિત્વ વિશે શંકા જાગે છે. સંસ્કારિતાનો ઉપાસક ચેખોવ ગામડાના નિરૂપણથી અને નતાશાના પાત્રથી અસંસ્કારિતા ખુલ્લી પાડે છે. આની સામે મોસ્કો એ ઉખાં, સુઘડતા, સંસ્કારિતા અને સંવેદનશીલતાનું પ્રતીક બની રહે છે.
નાટકમાં આવતો આગનો પ્રસંગ ચેખોવની સમર્થ પ્રતીકશક્તિનું જ્વલંત ઉદાહરણ બની રહે છે. આગની ચેતવણીની ઘંટડી ઑલ્ગાના જીવનમાં અને આખા પ્રોઝોરાવ કુટુંબના જીવનમાં લાગનારી આગનું પ્રતીક બની રહે છે. એક આગ દૂર લાગી છે અને બીજી આગ આ બહેનોના ઘરમાં અને હૃદયમાં લાગી છે, જેમાં એમની બધી આશાઓ હોમાઈ જાય છે. આ વેળા નતાશા એનાં બે બાળકોને મૂકી પ્રોટોપોરોવ સાથે સ્લાવ ગાડીમાં ફરવા નીકળે છે. અહીં આન્દ્રના જીવનમાં લાગેલી આગનું સૂચન મળે છે. આગ જેવું જ બીજું પ્રતીક છે સંગીતનું. સંગીત સહેજ વધુ ચાલે તો આ જીવનનું રહસ્ય સમજાય. જીવનનું રહસ્ય સૌંદર્યાનુભવથી પમાય છે, એમ સર્જક સૂચવતો હોય તેમ લાગે છે. એક બાજુ બહેનોની હૃદયવિદારક વેદના અને બીજી બાજુ ઉલ્લાસપૂર્વક જતા લશ્કરના ગૂગલના અવાજો આ બે વિરોધી બાબતો વાતાવરણને ખુબીથી ખડું કરી દે છે.
એક એવો પ્રશ્ન ઉઠાવવામાં આવે છે કે કલાકાર ચેખોવ રશિયામાં જ જન્મી શકે, બીજે ક્યાંય નહીં. આનું એક કારણ એને જોવા મળેલો ક્રાંતિ પહેલાંનો આળસુ અને કચડાયેલો સમાજ છે. બીજું એને મળેલી રશિયાના વાસ્તવવાદી લેખકોની પ્રણાલિકા છે. ચેખોવની કૃતિમાં કશું બીજી રીતે અથવા હોય તેનાથી ઘેરો રંગ પૂરીને રજૂ કરવામાં આવતું નથી. બધું તંતોતંત સત્યમયતાથી આલેખાયું છે. કટુતા વિના, કોઈ વાદના ટેકા વિના અને લાગણીવેડામાં સરી ગયા વિના જેવું છે તેવું જીવન આલેખે જાય છે. ઉચ્ચાશયની મોટી મોટી વાતો કરવાનું એને પસંદ નથી. એને પોતાને અસત્ય સામે ધિક્કાર હોવાથી ખોટી
શા કે ભવ્ય સ્વપ્નાંઓ સેવતો નથી. વાસ્તવને નેવે મૂકનારા આદર્શો આપતો નથી; એ તો વાસ્તવને આલેખતાં એની જ આલોચના કરી વિદ્રોહની વાત કરતો
1 ૧૩૪ ]
ઍરિસ્ટોટલ નાયક ઉદાત્ત હોવાની વાત કરે છે, પણ અહીં નાટકનો નાયક છે કોણ ? આન્દ્ર એ મધ્યવર્તી પાત્ર છે, પણ unheroic છે. એ એટલો પામર અને નિષ્ક્રિય છે કે એને નાયક ગણી શકાય એમ નથી. તો શું ત્રણ બહેનો નાયક છે ? એક તો નાયક નારી હોય નહીં અને વળી એમાં પણ ત્રણ નારી ! ખરેખર તો ચેખોવે તખ્તા પર એકચકી આણ વર્તાવતા પાત્રને ખસેડીને માનવસમૂહની સમગ્ર અસર ઊભી કરી. આ પાત્રોમાં ઇબ્સનની માફક નાટકના પ્રારંભ પહેલાં કે ભૂતકાળમાં કોઈ ટ્રેજિક દોષ હોવાનું પણ બતાવાયું નથી. પાત્રો કશાય દોષ વિના જીવન પરથી કાબૂ ગુમાવે છે. આ પાત્રોનો પરસ્પર સંબંધ સ્પષ્ટ હોવાથી element of surprise જતું રહે છે. નાટેક પાત્રનો કોઈ કાર્યને વિકસાવતું નથી, માત્ર એનો ગહન અભ્યાસ કરીને એમના સંબંધને વધુ ઊંડાણથી આલેખે છે. પરિણામે પાત્રો બહાર નિષ્ક્રિય દેખાય, પણ બધાં સંકુલ આંતરિક સક્રિયતાથી ભરેલાં છે. આ નાટકમાં કોઈ પાત્ર નાયકપદે બિરાજે તેમ નથી. કદાચ વાતાવરણને પ્રધાને માનીએ તો નાટકના નાયકનું પદ વિષાદને આપી શકાય ખરું !
ચેખોવના નાટકનું વસ્તુ કે વિષય જૂજ લીટીમાં કહી શકાય. આથી ‘શ્રી સિસ્ટર્સને કુશળતાથી ભજવનાર “મૉસ્કો આર્ટ થિયેટરના કલાકારોને પ્રારંભમાં
આ સંપૂર્ણ નાટક કરતાં નાટકની રૂપરેખા છે” એમ લાગ્યું હતું. અન્ય નાટકમાંથી કોઈ પ્રસંગ કાઢી લઈએ તો એની આખી ઇમારત કડડભૂસ કરતી તુટી પડે. અહીં કોઈ પણ પ્રસંગ કાઢી નાખીએ તો ય કશો તફાવત પડતો નથી. આગનો પ્રસંગ કાઢી નાખીયે તેમ છતાં નાટકની આખી વસ્તુ ઇમારત તૂટી પડતી નથી. આગ એ વાસ્તવિકતાના એક અંશ રૂપે આવેલી છે. જિંદગીના બહાર વેરાયેલા આવા ટુકડા નીચે એક આંતરિક એકતા વહે છે. ભાવકને એની સંકલના માટે સક્રિય કાર્ય કરવાનું રહે છે. બનાવોના ભૂખ્યા અને કાર્યની ધમાલ ચાહનારા
0 ૧૩પ 1
Page #74
--------------------------------------------------------------------------
________________
રાજા” |કિંગ ઑફ ધ ડાર્ક ચૅમ્બર
• શબ્દસમીપ • પ્રેક્ષકને અહીં નિરાશ થવું જ પડશે. ચેખોવ તખ્તા પર કોઈ જ વસ્તુ “માઉન્ટ' કરીને મૂકતો નથી. એનાં નાટકોને સરળતાથી રજૂ કરનાર અદાકાર અને દિગ્દર્શક ઍનિસ્તાવસ્કી આ વિશે કહે છે : “નાટ્યકૃતિમાં ચેખોવે આંતરિક અને બાહ્ય બંને સત્ય વિશે પૂર્ણ પ્રભુત્વ મેળવેલું છે. આ સુંદર, કલાત્મક, બુદ્ધિગ્રાહ્ય સત્ય આલેખીને તેણે રંગભૂમિના આંતરિક અને બાહ્ય ડોળને તોડી નાખ્યો. એ આપણી સૌથી ગાઢ પ્રકૃતિને ઓળખે છે. એ આપણા હૃદયના સૌથી વધુ ગુપ્ત ખૂણાને સ્પર્શે છે. ચેખોવના નાટકને ભજવવાનો ડોળ કરવા પ્રયત્ન કરે છે તે ભૂલ કરે છે. દરે કે એના નાટકના ભાગરૂપ બની જવું જોઈએ. એમાં એકરૂપ બનવું જોઈએ, રુધિરાભિસરણમાં બને છે તેમ સૂક્ષ્મ કળા અને છુપાયેલા ભાવને અનુસરવું જોઈએ."*
ચેખોવની રંગભૂમિ એ એનું આગવું કલાસર્જન હતું. એના “સી-ગલ’ નાટકમાં સોરિનને જવાબ આપતાં ત્રેપલિફ કહે છે, 'Let us have new forms, or else nothing at all. ઇસ્કિલસ, સોફોક્લીસ, શેક્સપિયર, મોલિયેર, શિલર અને ઇબ્સનની પેઠે કલાકાર ચેખોવ પોતાની વિશિષ્ટ છાપવાળી રંગભૂમિ રચે છે. એણે રશિયાના realistic dramaમાં ગતિશીલતા આણી. રંગભૂમિને નાટકી તત્ત્વથી મુક્ત (detheatralise) કરવા બધું જ કર્યું ! ઉશ્કેરાટભરી નાટ્યાત્મક પરિસ્થિતિથી અળગો રહ્યો. એમાંનું બધું ‘ભવ્ય' દૂર કર્યું. કૃત્રિમતાનો ત્યાગ કર્યો. નાટકને વિલક્ષણ રીતે વ્યંજનાપૂર્ણ બનાવ્યું. એના આંતરિક કાર્યને સમજવા માટે ભાવકે નાટકની સપાટી ભેદીને નીચે નજર કરવાની રહે છે. ચેખોવે થોડાં નાટકો રચ્યાં હોવા છતાં આ કલાસ્વરૂપમાં માનવ-આત્માની અભિવ્યક્તિની નવી શક્યતાઓ પ્રગટાવીને નાટ્યસાહિત્યમાં આગવું સ્થાન મેળવ્યું છે.
કવિવર રવીન્દ્રનાથ ઠાકુરે એમનાં વિચાર, ભાવના, અનુભવ અને એથી ય વિશેષ ફિલસૂફીના નૂતન વિશ્વને નાટકના કલાસ્વરૂપમાં આકારબદ્ધ કરવા પ્રયત્ન કર્યો.. તખ્તાને ગાજતો રાખે તેવા નાટ્યવસ્તુવાળી અથવા પ્રતાપી પાત્રોનાં કરુણ-ભવ્ય ચિત્તઘમસાણને નિરૂપતી પશ્ચિમનાં નાટકોની અસરવાળી બંગાળી રંગભૂમિ પર રવીન્દ્રનાથની પ્રતિભા સાવ નવી જ દિશામાં પ્રયાણ આદરે છે. એમણે પ્રેક્ષકગણને રીઝવવા નાટકોની રચના કરી નહીં, પણ આવાં નાટકોથી રિઝાય એવો સજ્જ પ્રેક્ષકવર્ગ તૈયાર કર્યો. આ નાટક ભજવનારને પણ રવીન્દ્રનાથની ફિલસૂફી તેમજ સંગીત, નૃત્ય અને અન્ય કલાઓમાંથી એમને સાંપડેલી પ્રેરણા પારખવાની અનિવાર્ય જરૂર રહે છે, સરળ વ્યક્તિત્વમાં વહેતા ગહન અર્થને સમજવો પડે છે. વીસ વર્ષની વયે રવીન્દ્રનાથે ‘વાલ્મીકિ-પ્રતિભા'નો ઑપેરા લખ્યો. થોડા મહિના પછી “રુદ્ર ચંડ’ નામનું મોટા ફલકવાળું નાટક રચ્યું અને એ પછી જીવનના અંત લગી નાટ્યલેખન અને ભજવણી તે કરતા રહ્યા. ચાળીસથી પણ વધારે
'Chekhov Plays', Tr. Elastaveta Fen.
0 ૧૩૬ ]
In ૧૩૭ ]
Page #75
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ • નાટકો લખનાર રવીન્દ્રનાથનાં બધાં નાટકો ‘નાટક'ની પ્રચલિત વિભાવનામાં બેસતાં નથી; આમ છતાં આ બધાં વૈવિધ્ય અને ગુણવત્તાની દૃષ્ટિએ રવીન્દ્રનાથ ઠાકુરને એક અગ્રણી નાટ્યકાર ઠેરવે તેવાં છે ખરાં.
કવિવરે પોતાની જીવન-ફિલસૂફી રૂપકાત્મક નાટકના ઘાટમાં ઉતારી છે. આ પ્રકારનાં નાટકો લખનાર કોઈ પુરોગામી, સાહિત્યજગતમાં શોધ્યો જડતો નથી. રવીન્દ્રનાથનાં રૂપકાત્મક નાટકોમાં ‘રાજા ' એ અત્યંત સૂક્ષ્મ અને એટલું જ આકર્ષક નાટક છે. ‘કુશજાતક’ નામના બૌદ્ધ જાતકની કથા-માટીમાંથી રવીન્દ્રનાથે મનોરમ વસ્તુ-મૂર્તિ ઘડી છે; એક સામાન્ય કથાને ગૂઢ, આધ્યાત્મિક ધ્વનિ ધરાવતી, સુગ્રથિત કથામાં પલટી નાખી છે. ‘રાજા'ના કથાવસ્તુ સાથે, 2-2 de l 'The Confessions', Stre-ul 'The Vita Nuova', વિલિયમ બ્લેકના ‘The Marriage of Heaven and Hell' અથવા ફ્રાંસિસ થૉપ્સનના ‘The flound of leaven’ સાથે થોડું સામ્ય છે, પણ ‘રાજા'ના કથાવસ્તુ પર એ કેનો કશો પ્રભાવ નથી. કવિવરનાં આ પ્રકારનાં નાટકોની મેટરલિકનાં static theatreના ખ્યાલને વ્યક્ત કરતાં પ્રતીકાત્મક નાટકોની સાથે સરખામણી કરવામાં આવે છે. ખુદ રવીન્દ્રનાથે પણ આ નાટ્યસર્જકની અસર તળે આ નાટકો રચાયાની વાત કરી છે. ‘રાજા’ અને ‘ડાકઘર' કરતાં રવીન્દ્રનાથનાં બીજાં નાટકો મેટરલિકની વધુ નજીક લાગે છે. પરંતુ મેટરલિંકમાં નાટ્યવસ્તુ એ માત્ર વિચારની ભૂમિકા ઉપર રહે છે; જ્યારે રવીન્દ્રનાથ ઠાકુર નાટ્યવસ્તુને વિચારની સાથોસાથ ક્રિયાની ભૂમિકા પર - dynamic level પર - લાવીને મૂકે છે. મેટરલિકે પ્રયોજેલું રૂપક ઘણી વાર કોઈ સંવેદનશીલ બાળકના તરંગ જેવું લાગે છે તેમજ એણે આલેખેલું રહસ્ય કૃતિમાંથી સ્વયંભૂપણે પ્રગટ થતું નથી, જ્યારે રવીન્દ્રનાથનું નાટક વાસ્તવિક જીવન સાથે ગાઢ અનુસંધાન ધરાવે છે. કવિનો એક પગ ધરતી પર છે અને એથી જ philosophical abstractionને વાસ્તવિક જીવન સાથે તેઓ સાંધી દે છે. ‘રાજા'માં ધરતી અને સ્વર્ગ જોડાય છે. કાલિદાસે ‘શાકુંતલ'માં જુદી રીતે અને વધુ કલાત્મકતાથી ધરતી અને સ્વર્ગનું મિલન સાધ્યું છે.
0 ૧૩૮ ]
• રાજા [કિંગ ઑફ ધ ડાર્ક ચૅમ્બર] • રવીન્દ્રનાથ ઠાકુરનાં નાટકોમાં એમની ‘જીવનદેવતા' વિશેની ફિલસૂફીનું જ પ્રફુલ્લન જોવા મળે છે.* કવિવરની સત્યના આવિષ્કારની પદ્ધતિ અપૂર્વ છે, તેટલી જ સહજ અને મનોહર પણ છે. કવિતાની કમનીયતા અને પ્રકૃતિદર્શનનો અખૂટ અસબાબ એમના આ સર્જનમાં સવિશેષ પ્રતીત થાય છે. આત્મા-પરમાત્મા કે માનવ-ઈશ્વરના ગૂઢ અને અમૂર્ત સંબંધને લગતી ગંભીર પર્યુષણા પ્રેમ, મિલન, યૌવન કે ઇંદ્રિયાનંદ જેવી ઉલ્લાસસભર માનવીય લાગણીઓના સંપુટમાં ગોઠવાઈને આવે છે. અજવાળામાં પોતાના સ્વામીના રૂપને નીરખવાની આતુરતા (‘રાજા') અથવા તો બારીએથી જગતને જોતા બાળક‘ડાકઘર ')ની સાહજિકસામાન્ય વાતમાં કવિ ગૂઢ રહસ્યને છુપાવી દઈ શકે છે, કવિની વિશેષતા એ છે કે આમાંના કોઈ એક પાત્રને પોતાના દર્શનનું વાહન બનાવ્યા વગર નાટકના ઊઘડવા અને ખીલવાની સાથે-દિવસની સાથે સૂર્ય પ્રકાશની જેમ–પાત્રોને સહજપણે પ્રગટ કરતા રહે છે.
‘રાજા' નાટકના મુખ્ય પાત્ર રાજાનું અત્યંત સંકુલ અને રૂપકાત્મક પાત્ર સમજવા માટે રવીન્દ્રનાથની ફિલસૂફી સમજવી જરૂરી બનશે. રવીન્દ્રનાથે બંગાળના મધ્યકાળના વૈષ્ણવ ઊર્મિકવિઓની કવિતાનું આ કંઠ પાન કર્યું હતું. એ મધુર અને સમર્પણની ભાવના ધરાવતાં ગીતોમાં વ્યક્ત થયેલા વૈષ્ણવ મતની સાથે રવીન્દ્રનાથની શિવની કલ્પના ભળે છે. વૈષ્ણવો કૃષ્ણને કહ્યું છે તેમ રવીન્દ્રનાથ વૈરાગી શિવને ગોપાળ માને છે. કાળના ડંખ સમા દિવસોનાં ટોળાંને હાંકનાર આ મહાકાલ કોમળમાં કોમળ છે અને કઠોરમાં કઠોર પણ છે. એ
* ‘મારાં સારાં-નરસાં, અનુકૂલ-પ્રતિકૂલ ઉપકરણથી જીવનને રયે જ નાર એ કવિને જ મેં મારા
કાવ્યમાં ‘જી વનદેવતા' નામ આપ્યું છે. એ માત્ર મારા અહં જીવનના સમસ્ત ખંડોને એ કતા અર્પીને વિશ્વની સાથે એનું સામંજસ્ય સ્થાપી આપે છે એટલું જ નથી; હું જાણું છું કે અનાદિ કાળથી અનેકવિધ વિસ્તૃત અવસ્થામાં થઈને એણે મારી આ વર્તમાન અભિવ્યક્તિ સુધી મને લાવી મૂક્યો છે - એ વિશ્વમાં થઈને વહેતી અસ્તિત્વની ધારાની બૃહત્ સ્મૃતિ એનું અવલંબન લઈને. મારાથી અગોચરે, મારામાં રહી છે. તેથી જ જગતનાં તરુલતા પશુ-પક્ષી સાથે હું એક પ્રકારનું પુરાતન ઐક્ય અનુભવી શકું છું. તેથી જ તો આટલું મોટું રહસ્યમય વિરાટ જગત મને અનાત્મીય કે ભીષણ લાગતું નથી.'
- રવીન્દ્રનાથ ઠાકુર ૧૩૯ ]
Page #76
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ • મહાકાલ કે શાશ્વત તત્ત્વ માત્ર મધુર નથી, કરાલ પણ છે. એમનાં કાવ્યોમાં ઈશ્વર વિશેના આ જ ભાવનું ગુંજન ઠેરઠેર જોવા મળે છે –
‘એક હીતે આર કૃપાળુ આછે
આરે એક હીતે હાર.
ઓ જે ભેગે છે તોરે દ્વાર.” *એના એક હાથમાં તલવાર છે ને બીજા હાથમાં હાર છે. એણે તારું બારણું ભાંગી નાખ્યું છે.'
આથી અંધારા ઓરડાના રાજાના ધ્વજમાં પદ્મફૂલની વચ્ચે વ આલેખાયું છે.
જીવને માટે આ શિવ રાજા અંધારા ઓરડામાં સંતાડેલો છે. એ બધે જ છે, છતાં જે એને પારખી શકતા નથી એના માટે ક્યાંય નથી. આ વિશ્વનો રાજા દષ્ટિગોચર થતો નથી, એમ સાચી શ્રદ્ધા ધરાવનાર માટે એ દૃષ્ટિ-અતીત પણ નથી. જગતના અણુએ અણુમાં એનો અણસાર છે, પણ જે ચર્મચક્ષુથી એને પખવાની ઇચ્છા રાખે છે તેને પાર વિનાની વિભ્રાંતિ અને વિડંબનામાંથી પસાર થવું પડે છે. જે નરી આંખે” જોવાની બાબત ન હતી એને નરી આંખે જોવા જતાં રાણી સુદર્શનાએ અપરંપાર આપત્તિઓ ઊભી કરી. પરમાત્માના અપાર ઐશ્વર્યને ‘હુપદ” રાખીને માનવી પામી શકતો નથી. જ્યારે એ શરત તન્મથી "મવેત્ - શર જેમ લક્ષ્યમાં બિલકુલ લીન થઈ જાય તેમ પરમાત્મામાં લીન બને છે કે આપોઆપ પરમાત્માના અઢળક સૌંદર્યની પ્રતીતિ કરે છે.
રાણી સુદર્શનાને અંધારા ઓરડામાં મળતા રાજાના જે રૂપને જોવાની ઉત્કટ કામના છે તે કોઈ બતાવતું નથી. સહુ કોઈ અદૃશ્ય રહેલા રાજાની વિભૂતિ વિશે અહોભાવ પ્રગટ કરે છે. રાણી સુદર્શના અંધારા ઓરડાની સેવિકા દાસી સુરંગમાને પોતાના રાજાના રૂપ વિશે પૂછે છે, તો સુરંગમાં કહે છે.
“જ્યારે બાપની પાસેથી વછોડીને મને તેમની પાસે લઈ ગયા ત્યારે મને કેવા ભયાનક લાગ્યા હતા ! મારું આખું મન એવું વિમુખ થઈ ગયું કે આડી નજરે પણ તેમના તરફ જોવાનું મન થતું નહીં. ત્યાર પછી અત્યારે એવું થયું છે કે જ્યારે સવારના પહોરમાં તેમને પ્રણામ કરું છું ત્યારે તેમના પગ તળેની ભોંય તરફ જ જોઈ રહું છું, અને મનમાં થાય છે કે મારે આટલું બસ છે, મારી આંખ સાર્થક થઈ ગઈ. જે
રાણી સુદર્શનાએ એની માતાને પૂછ્યું, તો એ કહે કે જોશીઓએ કહ્યું છે કે એ અદ્વિતીય છે, પણ ઘૂમટામાંથી એમને બરાબર જોવા જ પામી નથી. પછી રાજાના રૂપ વિશે શું કહી શકે ?
0 ૧૪૦ ]
• રાજા કિંગ ઑફ ધ ડાર્ક ચૅમ્બર • સામાન્ય નારીની જેમ જ શંકા, રોષ, આનંદ, આવેગ કે ઉલ્લાસ ધરાવતી રાણી સુદર્શનાની જિજ્ઞાસા વધુ ઉત્કટ બને છે. પોતાના રાજાના રૂપ વિશે કેટલીય છાની-છાની મધુર કલ્પનાઓ તેણે ઘડી કાઢી છે. આ કલ્પના ઊર્મિકવિનું હૃદય પ્રગટ કરે છે. સાથે જે મનમાં એક છે, પણ બહાર અસંખ્યરૂપે અનુભવાય છે તેવા રાજાના અસ્પૃશ્ય અને અપાર રૂપનો પણ ખ્યાલ આપે છે. રાણી સુદર્શના રાજાના રૂપ વિશે કહે છે
‘એ કંઈ એક પ્રકારનું રૂપ નથી ! નવવર્ષાના દિવસોમાં જલભર્યા મધથી આકાશને છેવાડે વનની રેખા જ્યારે નિબિડ બની જાય છે, ત્યારે હું બેઠી બેઠી મનમાં વિચાર કરું છું કે મારા રાજાનું રૂપ કદાચ આવું હશે–આવું ઝૂકી આવેલું, આવું ઢાંકી દેનારું, આવું આંખ ઠારનારું, આવું હ્રદય ભરનારું, આંખનું પોપચું આવું જ છાયામય, મુખનું હાસ્ય આવું જ ગંભીરતામાં ડૂબેલું. વળી, શરદઋતુમાં આકાશનો પડદો જ્યારે દૂર ઊડીને ચાલ્યો જાય છે ત્યારે એમ થાય છે કે તમે સ્નાન કરીને તમારે શેફાલિવનને માર્ગે થઈને જઈ રહ્યા છો, તમારા ગળામાં કુંદ ફૂલની માળા છે, તમારી છાતી ઉપર શ્વેત ચંદનની છાપ છે, તમારે માથે બારીક સફેદ વસ્ત્રોનો ફેંટો છે, તમારી આંખની દૃષ્ટિ દિગંત ઉપર જડાયેલી છે ત્યારે મને એમ થાય છે કે તમે મારા પથિક મિત્ર છો.... અને વસંતઋતુ માં જ્યારે આ આખું વન રંગે રંગે રંગાયું છે ત્યારે અત્યારે હું તમને જોઉં છું તો કાને કુંડળ, હાથે અંગદ, શરીરે વાસંતી રંગનું ઉત્તરીય, હાથમાં અશોકની મંજરી, તારે તાને તમારી વીણાના બધા સોનાના તારો ઝણઝણી ઊઠશા છે.'
પણ રાણીને આ વિવિધ અને સુંદર રૂપો કરતાં પોતાના રાજાના રમણીય દેહને નીરખવાનું કુતૂહલ છે. નિરાકાર ઈશ્વર ચર્મચક્ષુથી જોવાય કેવી રીતે ? દાસી સુરંગમાં યોગ્ય જ કહે છે કે તમે જોવાની આતુરતા છોડી દેશો એટલે તરત રાજા દેખાશે. પણ રાણીની જિજ્ઞાસા અદમ્ય હતી. એ તો કુતુહલ શમાવ્યું જ છૂટકો કરે તેમ હતી.
આખરે રાણીને રાજાનું રૂપ જોવા મળે છે. આગ વખતે રૂ૫-ઘેલી રાણી રાજાનું બિહામણું કાળું રૂપ જોઈને કંપી ઊઠે છે. રાજાને તજીને એ પિતૃગૃહે ચાલી જાય છે. સુદર્શનાના પિતા પ્રતિષ્ઠાભ્રષ્ટ પુત્રીને સ્વીકારવા તૈયાર નથી.. પતિકુલનો સંબંધ છોડીને આવેલી સુદર્શનાના હાથ માટે કાંચી, કલિંગ, વિદર્ભ,
1 ૧૪૧ ]
Page #77
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ • કોશલ વગેરે દેશના રાજાઓ આવે છે. આ સમયે રાજા એની ખબર લેવા ય આવતા નથી. સુદર્શના એની દાસી સુરંગમાને એના રાજાની કઠોરતા વિશે કઠોર શબ્દોમાં સંભળાવે છે. વિપત્તિને સમયે પાર્થિવ રાજાઓની માફક એને સદેહે બચાવવા નહીં આવનાર રાજા વિશેની એની શ્રદ્ધા ડગી જાય છે. છેવટે બીજા રાજાઓને હરાવીને ચાલ્યા જનારા આ રાજાને સુદર્શના ‘વીરત્વનો ડોળ કરનાર’ કહે છે.
અશ્રદ્ધાથી ભરેલી રાણીનું માનસ કસોટીમાં તવાઈને પરિવર્તન પામે છે. સુદર્શનાનો આત્મા શાશ્વત સૌંદર્યને ‘નજરે ” નીરખવા માટે નહીં, પણ એને પામવા, માણવા કે એમાં લીન થવા માટે કાંચનશુદ્ધિની પ્રક્રિયામાંથી પસાર થાય છે. યાતના અને પરિતાપને પરિણામે જ શાશ્વત સૌંદર્ય પમાય છે. કાળાશ જોઈને ડરનારી સુદર્શનાને કાળાશના રૂપની ખબર પડે છે. રાજાની વાટ જોતાં જોતાં મૃત્યુને ભેટવા તૈયાર થયેલી સુદર્શના કહે છે–
‘ભલે મૃત્યુ આવતું, આવવા દો – તે તમારા જેવું જ કાળું છે, તમારા જેવું જ સુંદર છે, તમારી પેઠે જ તેને પણ મન હરી લેતાં આવડે છે. તે તમે જ છો, તમે જ છો.'
સુવર્ણના બનાવટી રૂપનો ખ્યાલ આવતાં સુદર્શના એની આંખે બાઝેલી રૂપની કાળપ રાજાના કાળા રૂપમાં ડુબાડીને ધોવા ચાહે છે. એનું ‘હું ” મરી જાય છે. રાણીનો મહિમા એના મનમાંથી સરી જાય છે. એ દાસી પાસે આશીર્વાદ માગે છે અને હવે ઇચ્છે છે -
• રાજા કુકિંગ ઓફ ધ ડાર્ક ચૅમ્બર) • મહિમા અગાઉ કેટલી ય વાર ગાતી હતી તે – છોડાવીને દાસીનો પોશાક પહેરાવી હળવી ફૂલ જેવી બનાવી તે માટે રાજા તરફ કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. હવે તો એ અનુભવે છે - ‘આમિ તોમાર પ્રેમેર પત્ની
એઇ તો આમાર માન.' ‘હું તમારી પ્રેમપાત્ર પત્ની છું, એ જ મારું માન છે.”
ગર્વનું આવરણ દૂર થતાં સુદર્શનાનું આજ લગી ઢાંક્યું રહેલું અનોખું રૂપ પ્રગટ થાય છે. રાજાને એ સાચે રૂપે ઓળખે છે. સુદર્શના કહે છે‘સુદર્શના : મારા પ્રમોદવનમાં, મારા રાણીના ખંડમાં મેં તમને જોવાની ઈચ્છા કરી
હતી એટલે જ તમે મને આવા વિરૂપ લાગ્યા હતા ત્યાં તમારા દાસનો અધમ દાસ પણ તમારા કરતાં આંખને વધારે સુંદર લાગે છે. તમને એ રીતે જોવાની ઇચ્છા હવે લગારે રહી નથી, તમે સુંદર નથી, પ્રભુ, સુંદર નથી; અનુપમ છો. હવે જીવાત્મા અને પરમાત્મા નોખા રહ્યા નથી, માનવ ખાત્મા અને
શાશ્વત પર માત્માનું મિલન ૨ચાયું છે અને તે ય કેવું ભવ્ય મિલન ! રાજા : તારામાં જ મારી ઉપમા રહેલી છે. સુદર્શના : જો હોય તો તે પણ અનુપમ છે. મારામાં તમારો પ્રેમ છે, તે પ્રેમમાં જ
તમારી છાયા પડે છે, તેમાં જ તમે તમારું પોતાનું રૂપ પોતે જોવા પામો
છો. એમાં મારું કશું નથી, એ તમારું જ છે. રાજા : આજે આ અંધારા ઓરડાનાં દ્વાર તદન ખોલી નાખું છું. અહીંની લીલા
પૂરી થઈ. ખાવ, હવે મારી સાથે ખાવ, બહાર ચાલ – પ્રકાશમાં. સુદર્શના : જતા પહેલાં મારા અંધકારના પ્રભુને, મારા નિષ્ફરને, મારા ભયાનકને
પ્રણામ કરી લઉં.’ આ મિલન અંધારા ઓરડામાં જ થાય છે. માનવઆત્મા એના અંતરાત્મામાં જ -અંધારા ઓરડામાં – ઈશ્વરને પેખી શકે છે, પામી શકે છે. અંધારો ઓરડો અને એના પ્રભુનું કાળું સૌંદર્ય માત્ર જીવનરહસ્ય જ ગોપવીને બેઠું નથી. આ
0 ૧૪૩ ]
‘પેલા અંધારા ઓરડામાંની ઇચછા-જોવાની નહીં, નીર ખવાની નહીં, માત્ર ગંભીરમાં પોતાને છોડી દેવાની ઇચ્છા ! સુરંગમા, તું એવો આશીર્વાદ આપ જેથી...'
રાજાની રાહ જોતી સુદર્શના આખી રાત બારી પાસેની ધૂળમાં આળોટતી આળોટતી ૨ડી. મદને ઓગાળી નાખતા વીણાના સૂરને સાંભળી રાણી વિચારે છે કે જે નિષ્ફર હોય એના કઠોર હાથે આવો કાલાવાલાભર્યો સ્વર વાગે ખરો ? રાણી રથમાં બેસીને રાજા પાસે પાછી ફરવા માગતી નથી. જે માર્ગે થઈને રાજાથી દૂર આવી તે માર્ગની બધી ધૂળ પોતે ખુંદી વળશે ત્યારે જ પોતાનું પ્રયાણ સાર્થક ગણાશે, એમ એને લાગે છે. પોતાને રાણીનો પોશાક – જેનો
૧૪૨ ]
Page #78
--------------------------------------------------------------------------
________________
* શબ્દસમીપ • અંધકાર પાસે તો વર-વધૂના મિલનને યોગ્ય ભૂમિકા રચવાનું સામર્થ્ય છે. યાતના અને પરિતાપ અનુભવીને પાર્થિવ મર્યાદાઓને પાર કરી ગયેલો સુદર્શનાનો માનવઆત્મા પ્રભુમિલન – ઈશ્વરસ્વરૂપ પામે છે. આ નિબિડ અંધકારમાં ઈશ્વરની હાજરી ‘નરી આંખે' નિહાળાતી નથી, પણ અનુભવાય છે. વાજાં, ઘોંઘાટ, આડંબર, મહિમા, ધામધૂમ કે ધૂળ ઉડાડતી સવારી વિનાનો આ રાજા હૃદયની ઊંડી ગુહામાં જ પામી શકાય. યમેવવ વૃત્તુતે તેન નમ્ય: – એ કહેનાર ઉપનિષદના ઋષિની જ વાત એક રીતે રવીન્દ્રનાથે કરી નથી ? વળી રવીન્દ્રનાથ ઠાકુર માને છે કે પ્રકાશ અને અંધકાર, ૨મણીય અને ભયાવહ વચ્ચે મૂળગત વિરોધ નથી. આ બધાં ગતિશીલ જીવનમાં પ્રગટતી વિવિધ સૂરાવલિઓ જેવાં છે. આવું વિરોધી દેખાતાં તત્ત્વોમાં એક સનાતન સંવાદ વહી રહ્યો છે. મિલન
થયા પછી ખુદ રાજા – ઈશ્વર – જ, અંધારા ઓરડાની લીલા પૂરી થઈ, એમ કહીને રાણીને પોતાની સાથે બહાર પ્રકાશમાં લઈ જાય છે. દુનિયામાં તો અજવાળું છે, પરંતુ જ્યાં સુધી હૃદયમાં પ્રકાશ થતો નથી ત્યાં સુધી દુનિયાનું અજવાળું દેખાતું નથી. આ ભાવનાના મનોહર પડઘા આપણા કવિ રણછોડના એક ભજનમાં અનુભવાય છે—
જડી કૂંચી ને ઊપડ્યુ તાળુ થયું. ભોમંડળમાં અજવાળુ રે,
દિલમાં દીવો કરો, રે દીવો કરો.'
ઇંદ્રિયગ્રાહ્ય સૌંદર્ય અને આત્મસૌંદર્ય એ સાવ નોખી બાબતો છે. ઇંદ્રિયગ્રાહ્ય સૌંદર્યનું પ્રતીક દંભી સુવર્ણમાં જોવા મળે છે. આ રાજ્યમાં કોઈ રાજા નથી, માટે સુવર્ણ રાજવેશ ધારણ કરે છે. પરંતુ રાજવેશનો અંચળો એને જ ભારે પડી જાય છે. આમાંથી બહાર નીકળવા સુવર્ણ પ્રયત્ન કરે છે, પણ પોતે ખોદેલા ખાડામાંથી બહાર નીકળી શકતો નથી, રૂપે સોહામણા સુવર્ણમાં હરિને મારગ ચાલવાની શૂરવીરતાનો સર્વથા અભાવ છે. સર્વવ્યાપી રાજાનો અનુભવ આ સુવર્ણને થાય છે. ‘પણ’થી ઈશ્વરને ઓળખતો સુવર્ણ કહે છે કે એ ‘પણ’ દેખાતું નથી, પરંતુ એની આગળથી સલામત રીતે ભાગી છૂટવાની જગ્યા જગતમાં ક્યાંય નથી. આખરે બનાવટી, રાજવેશધારી સુવર્ણ – ઇંદ્રિયગ્રાહ્ય સૌંદર્ય – શૂન્યમાં લય પામે છે. કાંચીનો રાજા અદૃશ્ય રાજાના અસ્તિત્વનો ઇન્કાર કરે છે, પણ સુવર્ણ જેવો દંભી નથી. માત્ર અદૃશ્ય દૃશ્ય ન થાય ત્યાં સુધી એને સ્વીકારવા -૧૪૪.
• રાજા [કિંગ ઑફ ધ ડાર્ક ચૅમ્બર] •
એ તૈયાર નથી. એની મહાનતાનો અનુભવ થતાં જ કાંચીનો રાજવી એનું શરણ લે છે. બનાવટી સુવર્ણ નાશ પામે છે, જ્યારે કાંચીનો રાજા ઈશ્વરનો આદર પામે છે.
આ રૂપકાત્મક નાટકમાં વપરાયેલાં રૂપકો એ ધર્મ-રૂપકો છે. દાસ્ય, સખ્ય અને મધુર રસથી થતી ઈશ્વર-સાધનાને અનુક્રમે દાસી સુરંગમા, ઠાકુરદા અને રાણી સુદર્શનાથી પ્રગટ કરી છે. માનવમનમાં પળવાર અશ્રદ્ધા જાગે, છેક ઈશ્વરનો અનાદર અને ઇન્કાર કરવા સુધી પહોંચી જાય, તેવી સ્થિતિ આ ત્રણેએ અનુભવી હતી. મધુર રસની સાધના સૌથી કઠિન હોવાના પ્રતીકરૂપ સુદર્શના સૌથી વધુ કષ્ટ સહન કરે છે. સુરંગમાના દારૂડિયા અને જુગારી બાપને રાજાએ દેશનિકાલની સજા કરી ત્યારે સુરંગમાના મનની એવી ભાવના જાગી હતી કે આ રાજાને કોઈ મારી નાખે તો સારું. એ જ દાસી અહંભાવ ગાળીને અદ્ભુત અને આશ્ચર્યમય એવા રાજાની સેવા કરવાનો અધિકાર મેળવે છે. ઠાકુરદાના એક પછી એક પાંચે દીકરા મરી ગયા અને રાજાને બારણે આખો દિવસ મહેનત કરવા છતાં બે પૈસાનું ય ઇનામ મળતું નથી, તોપણ ઠાકુરદા રાજાને પોતાનો મિત્ર માનીને ગૌરવ અનુભવે છે. કરે સમયે ઈશ્વર જ માનવઆત્માને મદદ કરે છે. રાણી સુદર્શનાના માનવઆત્માને આગમાંથી ઉગારવાનું કામ રાજવેશી સુવર્ણ નહીં, પણ સાચો રાજા જ કરે છે. દાસી સુરંગમા કહે છે કે વિપત્તિ વેળાએ આ સાચો રાજા સદા પાસે જ રહે છે. આગ વેળાએ અન્ય માનવીઓ અને પ્રાણીઓ બાગમાંથી બહાર નીકળી જાય છે, તેની પાછળનું સાચું પ્રેરણાબળ સાચો રાજા જ છે. પિતાને ત્યાં વસેલી સુદર્શનાને એની બારી બહારથી એવું જ સંગીત સંભળાય છે કે જે ભૂતકાળમાં અંધારા ઓરડામાં રાજાની રાહ જોતી વેળા સંભળાતું હતું ! રાજાઓ પણ સજા ભોગવતા પહેલાં આવું જ સંગીત સાંભળે છે ! સર્વત્ર ફેલાયેલી સાચા રાજા–ઈશ્વર—ની વિભૂતિનો આ સાક્ષાત્કાર છે.
સ્થૂળ ક્રિયામાં રાચતાં સામાન્ય નાટકોના કરતાં જુદી જ કોટીનું આ
નાટક છે. એમાં ક્રિયા અંતર્ગત રહસ્યને ઓળંગીને નાટકની જમાવટ કરતી નથી, પણ અંતર્ગત સૂક્ષ્મ વિચાર ક્રિયામાં પલટાઈને નાટકના આકારની આછી પણ રમણીય રેખાઓને ઉપસાવી આપે છે. આથી ક્રિયાનો વેગ વિચાર કે .૧૪૫]
Page #79
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ • રહસ્યથી ભિન્ન વરતાતો નથી; નાટક કવિતાની અમૂર્ત કે ભાવનાત્મક કોટી તજીને ધીમે ધીમે સ્વકીય ઘનતા પ્રાપ્ત કરે છે. આ નાટકના પાત્રો અને પ્રસંગોને આ હકીકતના સંદર્ભમાં મૂલવવાં જોઈએ. રવીન્દ્રનાથનાં બીજાં નાટકો કરતાં ‘ડાકઘર' અને “રાજા 'ની વિશેષતા એ છે કે એમાં સૌંદર્યાત્મક અસરની સાથે કૃતિની નાટ્યાત્મક અસર પણ અધિકારી ભાવક અવશ્ય અનુભવે છે. કવિવર ‘રાજા'માં સૂચનો દ્વારા રહસ્યનો અનુભવ કરાવે છે. રૂપકને પામી ગયેલા ભાવકના ચિત્ત પર ‘અવ્યક્ત'ને ખોળવાનો વ્યક્તનો રમણીય પુરુષાર્થ ઊંડી છાપ પાડી જાય છે. એક સાથે બે ક્રિયા – એક સપાટી પરની અને બીજી અંતર્ગત – ભાવકચિત્તમાં ચાલે છે. તખ્તા ઉપર રાજાનું રૂપ પામવા માટેનો રાણીનો તલસાટ દેખાય છે ત્યારે આપણાં નેત્ર આ લીલા નીરખે છે અને ચિત્ત માનવઆત્માની ઈશ્વરનું રૂપ પામવાની ઝંખના અનુભવે છે. સુદર્શનાના મનમાં ચાલતા ભાવસંઘર્ષને પરિણામે નાટકમાં એક પ્રકારનું action અનુભવાય છે. સુદર્શન અને સુરંગમાના સંવાદમાં અથવા રાજાને વિરૂપ ધારીને એનો રાણી ત્યાગ કરે છે તે વેળાના રાજા અને રાણીના સંવાદમાં નાટ્યાત્મકતા છે. નાટકનો પ્રારંભ રહસ્યપૂર્ણ અને ચોટદાર છે. કેટલીક ઘટનાઓ આપણી આતુરતા અને જિજ્ઞાસાને ઉત્તેજે તેવી છે. Literature that walks and talksના નાટક વિશેના પ્રચલિત ખ્યાલના બીબામાં ન આવતા ‘રાજા'માં નોંધપાત્ર તખ્તાલાયકી છે. બંગાળી રંગમંચ ઉપર આ નાટક સફળતાથી ભજવાયું છે. વિદેશમાં સારો આદર પામેલ આ નાટકની ફ્રાન્સ અને જર્મનીમાં ભજવણી થઈ છે. ખૂબીની વાત એ છે કે નાટકનો નાયક તખ્તા ઉપર આવતો જ નથી. માત્ર તેનો અવાજ જ સંભળાય છે. આમ છતાં આખા ય નાટકમાં સતત ભાવક એનું સ્વરૂપ પામે છે. જગતનાયકની પેઠે અને એના જેવા જ આ નાટકના નાયકને છુપાવી રાખવામાં – અંધારા ઓરડામાં - નાટ્યકારની સફળતા છુપાયેલી છે.
આ નાટકના સંવાદો શબ્દાળુ છે એમ કહેવાયું છે. એક ઊર્મિકવિએ આમાં છૂટે હાથે કલ્પનાઓ વેરી છે. વળી અત્યંત માર્મિક અને હાથમાંથી છટકી જાય તેવી ૨હસ્ય-સભર અને વ્યાપક સંવેદનાને – જેને મેટરલિંક intuitions" કહે છે – ફિલસૂફ સઘન ગઘમાં રજૂ કરી શકે, કવિ ટૂંકી, સારગર્ભ પંક્તિઓના સંપુટમાં મૂકી આપે, પણ નાટકકાર માટે પ્રત્યક્ષ ક્રિયારૂપે દર્શન કરાવવાનું
189
• રાજા કિંગ ઑફ ધ ડાર્ક ચૅમ્બર) • હોવાથી આવી સંવેદનાને સાકાર કરવી અઘરી બને છે. એને વિવિધ ક્રિયામાં રજૂ કરવા માટે નવાં રૂપકો અને કલ્પનાઓનો આશ્રય લેવો પડે છે. આથી
ક્યાંક શબ્દાળુતા લાગે, પણ શબ્દોનો ઘટાટોપ ક્યાંય નથી, કૃત્રિમતા પણ ક્યાંય નથી. સતત એક આફ્લાદજનક આસ્વાદ એમાંથી મળે છે. એડવર્ડ થોમ્સને ઠાકુરદાના પાત્ર વિશે સખત ટીકા કરી છે. તેઓએ રવીન્દ્રનાથની ફિલસૂફીને લક્ષમાં રાખી હોત તો કદાચ આવી ટીકા કરી ન હોત. નાટકમાં ઠાકુર દા એ સખ્યભક્તિનું જીવંત ઉદાહરણ છે. નાટકમાં બે પ્રકારે વસ્તુપ્રવાહ વહે છે. એકમાં રાણી સુદર્શનાનું મંથન આલેખાયું છે અને તેને એની ઘસી ઈશ્વરી સંકેત સમજાવે છે. એવી જ રીતે બીજી એક કથા નગરજનો અને રાજાઓની અદૃશ્ય રાજાની શોધની કથા છે. ઠાકુરદા એ જનસમાજ તેમજ પાર્થિવ રાજાઓને સાચા રાજા ઈશ્વરના સામર્થ્યનો ખ્યાલ આપે છે. કેટલાક વિવેચકોને નાટકમાં ગીતો ભારરૂપ લાગ્યાં છે. નાટકમાં ગીતો છેક જ નકામાં છે એમ તો ન જ માની શકાય. ગ્રીક નાટકો અને શેક્સપિયરનાં નાટકોમાં ગીતો મળે છે. આથી તે કેટલા પ્રમાણમાં અને કયા સંદર્ભમાં રજૂ થાય છે તે ચકાસવું જોઈએ. નાટકમાં જે ગૂઢ રહસ્યને વાચા આપવી છે, જે ઝંખના અને આરત વ્યક્ત કરવી છે તે માટે ગીતો ઉપયોગી છે, એ ગીતો આપણને એક અનોખા વાતાવરણમાં લઈ જાય છે. ગીતોમાં નિરૂપિત પ્રકૃતિનાં અંગો આધ્યાત્મિક રહસ્યનું સૂચન કરે છે.
કવિવર રવીન્દ્રનાથ ઠાકુરે પોતાનું દર્શન વ્યક્ત કરવા માટે કોઈ પ્રચલિત નાટ્યસ્વરૂપનું ચોકઠું સ્વીકારવાનું પસંદ કર્યું નથી. પોતાનાં પ્રેરણા, દર્શન અને પ્રતિભાને વફાદાર રહીને માનવ અને ઈશ્વરના ગૂઢ અને અમૂર્ત-abstractસંબંધને ‘નાટ્યક્ષમ’ બનાવવા તેમણે હામ ભીડી છે. ‘રાજા' નાટકમાં અંતર્ગત રહસ્ય જેમ ઈશ્વરની વિભુતાનો અણસાર આપે છે તેમ સાહિત્ય-કલાની વિશાળ વિભુતાનો પણ તૃપ્તિકર અનુભવ કરાવે છે. એ કારણે તેને રવીન્દ્રનાથની પ્રતિભાનું અપ્રતિમ સંતાન ગણવું જોઈએ. જગતસાહિત્યમાં આ પ્રકારનાં જે થોડાંક નાટ્યસર્જનો થયાં છે તેમાં તેને માનભર્યું સ્થાન મળ્યું છે.
0 ૧૪૭ ]
Page #80
--------------------------------------------------------------------------
________________
* શબ્દસમીપ •
પાદટીપ
૧. ‘ગીતવિતાન’, પૃ. ૪૮૨
૨. ‘રવીન્દ્રનાથનાં નાટકો’ ખં. ૧, પૃ. ૭૧. પ્રસ્તુત લેખમાં શ્રી નગીનદાસ પારેખે કરેલા ‘રાજા’ નાટકના ગુજરાતી અનુવાદનો ઉપયોગ કર્યો છે.
૩. એડવર્ડ થોમ્સન અહીં પ્રજાસત્તાકનો અણસાર જુએ છે અને સમકાલીન રાજકીય પ્રવાહોથી અલિપ્ત રહેનારા રવીન્દ્રનાથની પ્રતિભાનું ક્રાંતદર્શન જુએ છે, પણ આવા આલેખન પાછળ રવીન્દ્રનાથનો રાજકીય કરતાં આધ્યાત્મિક રહસ્યપૂર્ણ હેતુ વધારે લાગે છે.
૪. ‘માનવ સત્ય’ નામના નિબંધમાં રવીન્દ્રનાથ લખે છે : “જીવનદેવતાથી જીવનને અલગ કરીને જોઈએ એટલે દુઃખ, જીવનદેવતા સાથે જીવનને એક કરીને જોઈએ એટલે મુક્તિ.'
૫. આવા છટકી જાય તેવા રહસ્યવાળા પ્રતીકાત્મક નાટક વિશેના મેટરલિંકના ઉદ્ગારો
જુઓ : “Those intuitions, grasps of guess which pull the more into
the less, making the finite comprehend infinity."
૬. “As it is Thakurdada’— with much assistance, able though
superflours spoils everything... Grandfather is just a nuisance"“Rabindranath Tagore.” by Edward Thompson, p. 219
-૧૪૮]
૧૦
પ્રયોગશીલ સર્જક ફિરાક
એક અંધારી રાત બાળક રઘુપતિની જિંદગીમાં
નવી રોશની ફેલાવી ગઈ. દસ વર્ષના રઘુપતિનો દેહ તાવથી તરફડતો હતો. મેલેરિયાની ઠંડીથી શરીર થરથર કાંપતું હતું, ત્યારે રઘુપતિની માતા આખી રાત પોતાના બાળકને ગોદમાં લઈને બેઠી. એને કેમ શાતા રહે, એની રાતભર કોશિશ કરતી રહી.
દસ વર્ષનો બીમાર બાળક માતાની આ શુશ્રુષાને જોતો હતો. એની બુદ્ધિમાં એકાએક એક વિચાર ઝબકી ઊઠ્યો કે કશીય આનાકાની કે અવરોધ વિના આટલી હિફાજત કરવાની તાકાત માતામાં ક્યાંથી આવતી હશે ? આવા અનંત વાત્સલ્ય પાછળ કઈ શક્તિનું બળ રહેલું હશે ? આ શક્તિનો વિચાર એ જ રઘુપતિની સાહિત્યખોજનો પ્રધાન વિચાર બની ગયો.
આ બાળક રઘુપતિ સહાય આધુનિક ઉર્દૂ સાહિત્યના ઉત્કૃષ્ટ શાયર ‘ફિરાક' ગોરખપુરી તરીકે પ્રસિદ્ધ થયા, પરંતુ એમનું કલાબીજ તો બાળપણમાં પેલા સાવ સામાન્ય પ્રસંગમાં પડેલું છે. એમણે કવિ તરીકે એવો પ્રયત્ન કર્યો કે એમની કાવ્યધારામાંથી માતા જેવી હૂંફ અને ધબકતી આસાએશ પ્રગટે. આખીય મહેફિલ ઝૂમી ઝૂમીને વાહ વાહ પોકારી ઊઠે એવી ઉપરછલ્લી જનમનરંજની -૧૪૯
Page #81
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ • ‘ફિરાકમાં નહીં મળે, બલકે એની પાસેથી તો સદાય તસલ્લી જ મળતી રહે છે. ‘ફિરાક’ કહે છે :
કરતે નહીં કુછ તો કામ કરના ક્યા આયે જીતે જી જો સે ગુજરના ક્યા જાયે રો રો કે મત માંગનેવાલોં કો
જીના નહીં આ સકા તો મરના ક્યા આવે. | ફિરાકનો જન્મ ધર્મપરાયણ હિન્દુ કુટુંબમાં થયો હતો. એમના ઘરમાં ‘સૂરસાગર ’ અને ‘રામાયણનો નિયમિત પાઠ થતો હતો. ખુદ ફિરાક કહે છે કે આ અભ્યાસને કારણે જ ઉર્દૂ કવિતામાં જે ભાવસૃષ્ટિ અજાણી રહી હતી એને તેઓ પ્રગટ કરી શક્યા, ‘ફિરાક'ના પિતા મુન્શી ગોરખપ્રસાદ ‘ઇબરતના ઉપનામથી શાયરી કરતા. આથી ‘ફિરાકને ગળથુથીમાં શાયરી મળી હતી, એમ રૂઢિગત રીતે કહેવામાં આવે. આ વિશે ‘ફિરાક' કહે છે કે, તેઓ પોતે પિતાની પાસેથી કાવ્ય સાંભળતા હતા, પરંતુ બાળપણથી જ શાયરીના સંસ્કાર મળ્યા હતા એવા બયાનાત સાથે સંમત નથી. તેમના પિતા મુન્શી ગોરખપ્રસાદ અવસાન પામ્યા ત્યારે ત્રીસ હજારનું દેવું હતું, પરંતુ એ બધું દેવું ‘ફિરાકે’ ભરપાઈ કર્યું, એટલું જ નહીં પણ બંને ભાઈઓને ભણાવીને સારી રીતે તૈયાર કર્યા. તકદીરની સાથે ‘ફિરાક 'ને ખૂબ ઝઝૂમવું પડ્યું છે અને એથી જ શાયર એની એક ગઝલમાં આવી ખુમારી પ્રગટ કરતાં કહે છે :
નસીબે ખુફતા કે " શાને * ઝિંઝોડ સકતા હું, તિલસ્મ* ગફલતેજ કોર્નન” તોડ સકતા હું, ન પૂછ હૈ મેરી મજબૂરિયોં મેં ક્યા કસબલ ? મુસીબતોં કી કલાઈ મરોડ સકતા હું. ઉબલ પડે અભી આબેહયાત કે ચમે 19
શરારો'' સંગકો'ઐસા નિચોડ સકતા હું, એમના સંઘર્ષમય જીવનની પરાકાષ્ઠા તો ત્યારે આવી કે માત્ર છ-સાત મહિનાના અલ્પકાળમાં જ એમનું દાંપત્યજીવન નંદવાઈ ગયું. જીવનનો આ અભાવ એમની કવિતાના પ્રારંભકાળમાં જોવા મળે છે, પરંતુ ‘ફિરાક’ એમાંથી તરત બહાર આવ્યા અને ફરી સૌંદર્યખોજની રાહ પર ચાલવા લાગ્યા. ૧. સૂતેલા નસીબને, ૨, ખભો, ૩. ઢંઢોળવું, ૪. જાદુઈ, ૫. પ્રમાદ, ૬. બંને લોક – આ લોક અને પરલોક, ૭. શક્તિ, ૮. ફૂટી નીકળશે, ૯, અમૃતજળનાં, ૧૦. ઝરણાંઓ, ૧૧. ચિનગારી, ૧૨. પથ્થરને
0 ૧૫૦ ]
• પ્રયોગશીલ સર્જક ફિરાક • અલ્હાબાદની મ્યોર સેન્ટ્રલ કૉલેજમાં બી.એ. થયા પછી અંગ્રેજ સરકારે એમને ડેપ્યુટી કલેક્ટરનો હોદો આપ્યો, પરંતુ એનો અસ્વીકાર કરીને ‘ફિરાક’ રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા. એમણે કારાવાસ પણ સ્વીકાર્યો, પરંતુ કારાવાસ એમને માટે કાવ્યશાળામાં પલટાઈ ગયો. અહીં સમર્થ સાહિત્યસ્વામીઓ સાથે પરિચય થયો જ, પરંતુ મૌલાના મોહમ્મદ અલી, મૌલાના ‘હસરત’ મોહાની અને મૌલાના અબ્દુલ-કલામ ‘આઝાદ' સાથે રહેવાની તક મળી અને આથી જ વિખરાયેલી જિંદગી ગુમરાહ થવાને બદલે એક સુંદર ઘાટ પામી. ‘ફિરાક’ એક શે'રમાં કહે છે :
અહલે-જિન્દા કી યે મજલિસ હૈ સુબૂત ઇસકા ‘ફિરાક '
કે ખબર કર ભી યે શીરાજા'* પરેશાં** ન હુઆ. ઈ. સ. ૧૯૨૭માં કારાવાસમાંથી મુક્ત થયા બાદ તેઓએ ઉર્દૂ સાહિત્યના અધ્યાપક તરીકે કામગીરી બજાવી. આની સાથોસાથ એમ. એ. થયા અને અલ્હાબાદ યુનિવર્સિટીમાં ઈ. સ. ૧૯૩૦માં અંગ્રેજીના અધ્યાપક તરીકે જોડાયા, જ્યાં તેઓએ નિવૃત્તિપર્યંત કામ કર્યું.
‘ફિરાક' ગોરખપુરીને અલહાબાદમાં પ્રો. નાસરી સાથે સંબંધ થયો અને એનાથી એમની સાહિત્યિક ગતિવિધિ વેગીલી બની, ફિરાકને બાળપણમાં ભારતીય સંતવાણીના સંસ્કારો મળ્યા. એ પછી એમણે ગાલિબ, મીર, મોમીન અને મુસહફી જેવા સર્જકોના સર્જનનો ગાઢ સહવાસ સેવ્યો, ગાલિબ પાસેથી જીવનનું નીતર્યું દર્શન પામ્યા. વેદનાના લાવારસનો ધગધગતો અનુભવ મીરની પાસેથી મળ્યો, જ્યારે ઊર્મિનો ઊછળતો આવેગ મુસહફી પાસેથી પામ્યા. પાશ્ચાત્ય સાહિત્યનો ઊંડો અભ્યાસ કર્યો. આમ ‘ફિરાક’ના સર્જ કચિત્તમાં સમૃદ્ધ સાહિત્યધારાઓનો ત્રિવેણીસંગમ રચાયો. આટલી વિશાળ સાહિત્ય-ઉપાસનાને કારણે જ ‘ફિરાક'નું સર્જ કચિત્ત ઉર્દૂ સાહિત્યકારોમાં નોખું તરી આવે છે.
‘ફિરાક'ના આગમન પહેલાં ઉર્દૂ કવિતા પ્રણયના લાગણીવેડાથી નીતરતી હતી અને જીવનની નક્કર વાસ્તવિકતાથી ઘણી વેગળી હતી. આંસુથી ખરડાયેલા પોચટ પ્રણયના ચીલે ચાલતી ઉર્દૂ કવિતા એકસુરીલી અને બંધિયાર બની ગઈ હતી. માત્ર શરાબ અને શબાબના સાંકડા વિષયવર્તુળમાં ઘૂમતી હતી. આવે સમયે ઉર્દૂ કવિતામાં નવીન વિચાર, નોખી વિભાવના અને નવા નવા પ્રયોગોથી ૧૩. જેલનિવાસી, ૧૪. સિલાઈ (પુસ્તકની), ૧૫. વિખરાઈ
a ૧૫૧
Page #82
--------------------------------------------------------------------------
________________
* શબ્દસમીપ •
ચીલો ચાતરવાનું કામ ફિરાક ગોરખપુરીએ કર્યું. શાયરીને તેઓ વ્યક્તિગત જીવનની ડાયરી માનતા નથી. ભાવની એકાદી અવસ્થાનું તીવ્રતાથી ગાન કરવાથી શાયરીનું કામ સરતું નથી. ‘ફિરાક’ના મતે તો શાયરીમાં આપણે શું છીએ તે નહીં પણ આપણે શું થવા માગીએ છીએ તે પ્રગટ થવું જોઈએ. માત્ર હુન અને ઇશ્કમાં જીવનની પર્યાપ્તિ નથી. વ્યક્તિગત ભાવનાઓનું મનોહર વર્ણન કરવા માત્રથી કવિતા બનતી નથી. એ ભાવનાઓ વ્યક્તિગત હોવાની સાથોસાથ સમષ્ટિ સાથે અનુસંધાન સાધતી હોવી જોઈએ. આથી જ ‘ફિરાક’ની કવિતા સ્વકીય દર્દની વેદનાભરી અભિવ્યક્તિને બદલે સમષ્ટિના સૌંદર્યની ખોજનો અવિરત પ્રયાસ બની રહી. જિંદગીને સર્વાંગી રીતે જોતો આ કવિ કહે છે :
એ જિન્દગી-એ-ગમ તેરી વહેશત દેખી તેરી નરંગી એ-તબીયત દેખી; ખુલતે નહીં તેરે ભેદ, મને તુઝ મેં હંસ ને કી રોતે-રોતે આદત દેખી.
ઝિંદાદિલ શાયર જિંદગીની વેદનાને જુએ છે. જીવનમાં ડગલે ને પગલે એનો અનુભવ થયો છે. ક્યારેક તેઓ ચીસ પાડીને કહે છે :
ખાંતે હું અગર જાન તો ખો લેને કે જો અંસમેં હો જાયે વો હી લેને દે;
ઇક ા પડી હ સભ્ય ભી કર લંગ ઇસ વક્ત તો જ ભર કે રો લેને દે.
કવિ માને છે કે હસ્તીની આ રાત પસાર કરવાની જ છે. જિંદગી એ મહેફિલ નથી, પણ ઉજ્જડ કે વેરાન છે. માત્ર વેદનાની અભિવ્યક્તિ પર જ ‘ફિરાક’ અટકતા નથી. જીવનનાં સુખ-દુઃખનાં ઝાંઝવાંની પેલે પાર આવેલા આત્મવિશ્વાસને ઓળખીને કહે છે :
કૈદ ક્યા, રિહાઈ ક્યા, હૈ હીમેં હર આલમ ચલ પડે તો સહરા હૈ, રૂક ગયે તો જિન્દાં હૈ.
‘ફિરાક’ ગોરખપુરીએ આરંભમાં ઉર્દૂ કવિતા વાંચી, તો એનાથી તૃપ્તિ ઓછી મળી, અસંતોષ વધુ થયો. જૂજ માનવીઓના મુશાયરામાં વાહ વાહ માટે જબાનની સસ્તી તોડ-મરોડ કે હલકી ઇશ્કિયા શાયરી સામે નફરત પેદા થઈ.
૧૬. ગભરામણ, ૧૭. વિચિત્ર
Q ૧૫૨]
પ્રયોગશીલ સર્જક ફિરાક
અતિશય શૃંગાર આલેખતો ‘દાગ’ ‘ફિરાક’ને ગમ્યો નહીં, એક કાળે ‘ફાની’ બદાયૂની દર્દ અને દુઃખનો સહુથી મોટો શાયર કહેવાતો, પણ એમાં રોવું અને તડપવું વિશેષ હતું. માત્ર ઇશ્ક અને હુશ્નની નાજુક બયાની કરતી ઉર્દૂ કવિતાને જોઈને એક વાર તો ‘ફિરાક' બોલી ઊઠ્યા કે ઉર્દૂ કવિતામાં શરાબ છે, શરબત છે, પણ અમૃત નથી. એને અ-મૃત તત્ત્વ તરફ વાળવાનો 'ફિરાકે' પ્રયાસ કર્યો.
ઉર્દૂ શાયરીની પ્રેયસી હતી બેવફા વેશ્યા. ‘ફિરાકે' એને કોઠા પરથી નીચે ઉતારી. એના આશિકને રાત-દિવસની વેદના, વિરહ, તલસાટ અને આંસુમાંથી બહાર કાઢ્યો. ‘ફિરાક’ના સૌંદર્ય-આલેખનમાં સંસ્કૃત અને હિંદી સાહિત્યનો પ્રભાવ હતો. ‘ફિરાક’નો આશિક ફરિયાદ કરે છે, પણ પોતાનું ગૌરવ જાળવીને. અગાઉનો કવિ પ્રેયસી માટે તડપતો હતો, પણ એની સાથે કશું તાદાત્મ્ય સાધ્યું નહોતું. એની પ્રિયતમા પોતાના પ્રિયતમ પ્રત્યે બેરુખી(ઉપેક્ષા)નો ભાવ દાખવતી હતી. આશિક માશૂકાની એક નજર માટે તડપતો હતો, પણ એણે પોતાની પ્રિયતમાને નજીકથી નિહાળી નહોતી, હૃદયથી જાણી નહોતી, બુદ્ધિથી નાણી નહોતી. ‘ફિરાક’ પ્રિયતમા સાથેના તાદાત્મ્યનું મનભર ગાન કરે છે, એ એને નિહાળતો જ નથી, બલ્કે સ્પર્શે છે. આથી એમ કહેવાય છે કે ‘ફિરાકે’ આધુનિક ઉર્દૂ ગઝલને નવી માશૂકા આપી. એની માશૂકાનું આલેખન કૃત્રિમ નહીં, પણ કલાત્મક છે. નિષ્ઠાણ નહીં, બલ્કે જીવંત છે. ‘ફિરાક’ પ્રણયને જિંદગીની નક્કર વાસ્તવિકતા અને વૈશ્વિક સંદર્ભમાં રજૂ કરે છે. આમાં કોઈ શિકવા કે શિકાયત નથી : સંયોગ વિયોગ કી કહાની ન ઉઠા પાની મેં ભિગતે કેવલ કો દેખા;
બીતી કોંગી સુહાગ રાતેં કિતની લેકિન હું આજ તક કવારા નાતા.
ફિરાક તુ હી મુસાફિર હૈ તું હી મંઝિલ ભી કિધર ચલા હૈ મોહબ્બત કી ચોટ ખાયે હુએ.
‘ફિરાક’ના કહેવા પ્રમાણે પ્રણયની શાયરી રચવા માટે ભાવુકતા, હૃદયની
કોમળતા કે આશિક અથવા શાયર થવું જ પૂરતું નથી, બલ્કે પ્રણયની ઉત્તમ
શાયરી માટે સ્વયંભૂ પ્રેરણા, વ્યાપક જીવનદર્શન અને સંસ્કૃતિથી ઘડાયેલાં દિલ અને દિમાગ હોવાં જોઈએ.
Q ૧૫૩]
Page #83
--------------------------------------------------------------------------
________________
• પ્રયોગશીલ સર્જક ફિરાક • પોતાની વિભાવના કાવ્યસર્જન મારફતે સતત પ્રગટ કરતા રહ્યા. ‘ફિરાકના કહેવા પ્રમાણે એમણે આલેખેલો પ્રણય એ પ્લેટોનિક કે ભૌતિક પ્રણય નથી, એમાં શારીરિક તત્ત્વ પણ છે. ક્યાંક ‘ફિરાક' પ્રણયનું વ્યંજનારહિત સીધે સીધું આલેખન કરે છે. તેઓ કહે છે :
યહ ભીગી મસ રૂ પકી જ ગમગાહ ટે યહ મહે કી હું ઈ ર સ મસી ૨૧ મુક રાહ ૮, તુઝે ભરત ૨૨ વકત નાજુ કે બદન પરે વાં હું કુ છ જામ નમક7 * સર સર & ટે **; થસે Miાબ ૨ પ પણ હું એ કે અાશિક સે ઉના ૬ લે કે સાદા જોડે કી વહે મલજ ગાહ ટ .
• શબ્દસમીપ • આ જીવંત પ્રેયસીના નખ, કેશ, સ્વભાવ અને પ્રેમનું ‘ફિરાક’ સજીવ ચિત્રણ કરે છે. તેઓ કહે છે :
રસ મેં ડૂબા હું આ લહેરાતા બદન ક્યા કહના | કરવટે લેતી હું ઈ સુબહેચમન* ક્યા કહના // મદભરી આંખોં કી અલસાઈ નજર પિછલી રાત | નિંદ મેં ડૂબી હું ઈ ચન્દ્રકિરન ક્યા કહના // દિલ કે આઈને મેં ઈસ તરહ ઉતરતી હૈ નિગાહ } જૈસે પાની મેં લચક જાયે કિરન ક્યા કહના // તેરી આવાજ સવેરા તેરી બાતે તડ કા'= |
આંખેં ખૂલ જાતી હૈ એજાજેસ ખુન ક્યા કહના // ‘ફિરાક'ના પ્રારંભિક કાવ્યસર્જન પર કેટલાક કવિઓનો પ્રભાવ જોવા મળે છે. ‘આસી' ગાજીપૂરીની રુબાઈઓથી પ્રભાવિત થઈને રુબાઈધ્યાત લખવા લાગ્યા. ત્યારબાદ ‘જોશ’ મલિહાબાદી અને મોમિનના સર્જનનો રંગ એમની કૃતિઓમાં જોવા મળતો, પરંતુ એ પછી એમની કાવ્યપ્રતિભાએ આગવું જ રૂપ ધારણ કર્યું અને એથી ‘ફિરાક’ આજે પણ ઉ સાહિત્યમાં એમના આગવા સર્જી કમાનસથી અનોખું સ્થાન ધરાવે છે.
ફરમાયશી લખાણ લખવાના તેઓ વિરોધી છે. હૃદયમાં જાગેલો ઊર્મિધબકાર શબ્દદેહ ધારણ કર્યા વિના રહી શકે નહીં ત્યારે જ તેઓ લેખિની ચલાવે છે. એમણે એક પત્રમાં નિયોજને લખ્યું કે, જેમ રુદન કરવાથી કોઈ ફાયદો નથી, તેમ છતાં આંખમાં આંસુ ઊમટી આવે છે, તેવી જ રીતે મજબૂરી અને માયુસી(નિરાશા)ને કારણે ગઝલ રચાઈ જાય છે.
| ‘ફિરાક” ગોરખપુરીએ એમની ગઝલ, રુબાઈઓ અને નજમોમાં નવાનવા શબ્દો આપ્યા, અનોખી ઉપમાઓ આપી અને મુગ્ધ કરે તેવી કલ્પનાની રંગલીલા આલેખી. આથી જ એમની કવિતા પર મોહમિલ(અર્થહીન દુર્બોધતા)નો આરોપ મૂકવામાં આવ્યો. ઉર્દૂ સાહિત્યમાં પ્રણય વિશે શિષ્ટ અને સંકેતની ભાષામાં વાત થતી. સંસ્કૃત સાહિત્યનું આકંઠ પાન કરનાર ‘ફિરાક'નું શૃંગાર-નિરૂપણ ઉર્દૂ સાહિત્યમાં તદ્દન જુદું પડે છે. કેટલાકે આમાં કલામયતા જોઈ, તો કોઈને વાસ્તવ-આલેખનનો હિંમતભર્યો પ્રયાસ દેખાયો. ‘ફિરાકની આવી કવિતા પર અશ્લીલતાનો આરોપ મૂકવામાં આવ્યો. આમ છતાં ‘ફિરાક’ પ્રણય વિશેની ૧૮. બાગની સવાર, ૧૯. બપોર, ૨૦. ચમત્કારની વાત
0 ૧૫૪ ]
યહે વસ્તકા હું કરિશ્મા કિ હુન જાગ ઉઠા, તેરે બદનકી કોઈ અબ ખુ દ આગ હી દે ખે; જરા વિસાલ કે = બાદ આઈના તો દેખો એ દોસ્ત
તેરે જ માલક? દોશીજ ગી* નિખર આઈ. ‘ફિરાક કલા ખાતર કલામાં માનનારા કવિ છે. જેનું અંતરંગ અને બહિરંગ સુંદર હોય તે કવિતા, એમ માને છે. વળી આ ભાવુક પ્રકૃતિનો કવિ ક્યારેક પ્રણયના આવેગથી ધસમસતી ગઝલ કહે છે, તો ક્વચિત્ ચોપાસના જીવનથી પ્રભાવિત થઈને એકાએક ઇન્કલાબી નજમ કહેવા માંડે છે. વળી એવામાં પ્રિયતમા યાદ આવી જાય તો પ્રેમની સરવાણી ફૂટી નીકળે છે.
‘ફિરાક ગોરખપુરીએ અગણિત કવિતાઓ, ગઝલ, રુબાઈ અને મુક્તકો (કતઆત) લખ્યાં છે. તેઓ ઉચ્ચ કોટિના સમીક્ષક પણ છે, છતાં વિશેષ તો ગઝલમાં અને તેમાં પણ ગઝલના શેરમાં એમનું પ્રદાન અમીટ છે. તેમના શેરની સંખ્યા સેંકડો સુધી પહોંચે છે અને તેની સાહિત્યિક ગુણવત્તા ઘણી ઊંચી છે. આવા કેટલાક શે'ર જોઈએ :
શામ ભી થી ધૂઓ – ધૂઓ, હુંફન ભી થા ઉદાસ - ઉદાસ; દિલ કી કઈ કહાનિયાં યાદ સી આકર રહ ગઈ !
૨૧. રસભરી, ૨૨. આલિંગન, ૨૩. નરમ વસ્ત્રો, ૨૪. સુસવાટો, ૨૫. ઊંધ્યા પછી, ૨૬. પડખાં, ૨૭. ધવાયેલાં, ૨૮ મિલન, ૨૯. મિલન પછી, ૩૦. સૌંદર્યનું, ૩૧. કૌમાર્ય
0 1પપ ]
Page #84
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ • મેં દેર તક તુઝે ખુદ હી ન રોકતા લેકિન, તું જિસ અદા સે ઉઠા હૈ ઉસી અદા કા રોના હૈ !
કે
લે
કૌન આસમાનોં
રહા નીંદ
હૈ આતી
અંગડાઈ હૈ !
કો
સકા
હમસે તુમને
ક્યા તો
હો ખેર
મુહબ્બત બેવફાઈ
મેં કી
? !
મુઝે ખબર નહીં હૈ એ હમદમો, સુના યે હૈ, કિ દેર-દેર તક અબ મેં ઉદાસ રહતા !
બનાકર હમકો મિટ જાતે હૈ ગમ ભી શાદમાની ૩૨ ભી, હયાતે-ચંદ-રોજા કે હૈ હકીકત* ભી કહાની ભી !
• પ્રયોગશીલ સર્જક ફિરાક • ‘ફિરાકના પ્રણય-આલેખનની માફક એના પ્રકૃતિ-આલેખનમાં આગવી વિશેષતા જોવા મળે છે. વેગીલી કલ્પના દ્વારા એ કુદરતનો ધબકાર ઝીલે છે. ભારતીય વાતાવરણના પરિવેશમાં એમનું પ્રકૃતિ-આલેખન જોવા મળે છે, આથી એમની ઉપમા અને કલ્પના ઉર્દૂ સાહિત્યમાં આગવી સૃષ્ટિ સર્જી જાય છે. પુરુષ અને પ્રકૃતિ એમના સર્જનમાં વેગળાં રહેતાં નથી. બલ્ક પુરુષ એના લોહીમાં પ્રકૃતિનો ધબકાર અનુભવે છે. એમની પ્રણયવિભાવના, આસપાસની પ્રકૃતિ સાથેનો ગાઢ સંબંધ, સંસ્કૃત તેમ જ હિંદી સાહિત્યનો સહવાસ તથા સૂક્ષ્મ અવલોકનશક્તિ અને વેધક સૌંદર્યદૃષ્ટિને કારણે એમનું કાવ્યસર્જન આગવી ભાત પાડે છે. એમાં ભાવક ભારતીય તત્ત્વના સ્પંદને સતત અનુભવતો રહે છે.
વિશ્વનું અખિલાઈથી દર્શન કરતા ‘ફિરાક’ ઇષ્ટની સાથે અનિષ્ટને પણ જોઈ શકે છે. માનવી એ તેજ-અંધારનું પૂતળું છે. એનામાં ઈશ્વર અને શેતાન બંને વસેલા છે. ‘ફિરાક’ જેટલી ઉત્કટતાથી કાવ્યમાં આનંદનું ગાન કરે છે એટલી જ ઉત્કટતાથી વિષાદનું આલેખન કરે છે, પરંતુ એમનો વિષાદ કોઈ વ્યક્તિગત વેદનાનો સૂર બનવાને બદલે સમષ્ટિગત ભાવ સાથે અનુસંધાન સાધે છે. આથી એમનાં કાવ્યો માત્ર આત્મલક્ષી નહીં બનતાં, પરલક્ષી પણ બન્યાં છે. અને એમનું પ્રણયાલેખન વ્યક્તિગત વેદનાની વાતને બદલે સમષ્ટિ સાથે દોર સાંધે છે.
‘ફિરાક’ ગોરખપુરીને આધુનિક ઉર્દૂ સાહિત્યના સૌથી સમર્થ ‘ગઝલગો “શાયર’ માનવામાં આવે છે. મનોભાવનું વેધક આલેખન, વેગીલી કલ્પના, ભારતીય ભાષાઓની છાંટ ધરાવતી અલંકારસમૃદ્ધિ, હિન્દી અને ઉર્દૂ રૂપોનો સમન્વય તેમ જ પ્રેમ અને સૌંદર્યની મનોવૈજ્ઞાનિક સૂક્ષ્મતા ‘ફિરાક” જેવી ઉર્દૂ સાહિત્યમાં અન્યત્ર ક્વચિત્ જ મળે છે. સર્જકની ભાવુકતા સાથે ચિંતનનો સુમેળ સાધીને તેઓ માત્ર પ્રભાવિક બળ જ બની રહ્યા નથી, પરંતુ પોતાની સાહિત્યિક વિભાવનાને કલાકૃતિમાં સફળ રીતે સાકાર કરી શક્યા છે.
પ્રયોગશીલ ફિરાક ગોરખપુરીએ જે નવું કલાજગત આપ્યું તેમાં કેટલાકને સાહિત્યિક બળવાની ગંધ પણ આવી. ‘અસર' લખનવી જેવા પરંપરાગત શાયરી સાથે સંબંધ ધરાવનારા શાયરોને તો ‘ફિરાકની શાયરી અપરિચિત અને અસંબદ્ધ લાગે છે. એમણે ‘ફિરાક'ના શે'રને ‘કાણા, લુલા અને લંગડા
મુનાસબત ભી હૈ કુછ ગમ સે મુઝ કો એ દોસ્ત બહુત દિનોં સે તુઝે મહેરબૉ નહીં પાયા !
ન કોઈ વાદા, ન કોઈ યક, ન કોઈ ઉમીદ,
મગર હમેં તો તેરા ઇન્તિજાર કરના થા ! ‘ફિરાકે' ગઝલના હાર્દને જાળવીને પ્રયોગો કર્યા વિખ્યાત શાયર ‘જિગર' મુરાદાબાદીએ એક વાર એમ કહ્યું કે, આ કવિના એકેએક કાવ્યમાં એની શૈલી બદલાઈ જાય છે, ત્યારે ‘ફિરાકે' ઉત્તર આપ્યો કે મહાન કવિઓ વૈવિધ્ય ધરાવતા હોય છે. એમની કવિતા પર ખરબચડી અભિવ્યક્તિ અને ભાષાવૈચિત્ર્યનો આરોપ મુકાયો છે, પરંતુ ‘ફિરાકના કહેવા પ્રમાણે એમનો ભાવ એટલો સૂક્ષ્મ અને છટકણો હોય છે કે તે કોઈ દઢ સીમામાં કે પરંપરાગત ચીલે પ્રગટ થઈ શકતો નથી, તેઓ ભાવકને કૃતિની આકૃતિની પળોજણમાં પડવાને બદલે તેના અંત:તત્ત્વને ચકાસવાનું કહે છે.
૩૨. હર્ષ, ૩૩. ચાર દિવસનું જીવન, ૩૪. વાસ્તવિકતા
૧૫૬ ].
૩૫. કહેનારો
0 ૧૫૭ ]
Page #85
--------------------------------------------------------------------------
________________
અબ ટૂટ ગિરેંગી ખંજીર્વે
• શબ્દસમીપ • શે’ર' સિદ્ધ કરવાના પ્રયત્નો કર્યા તો કોઈએ છંદને નહીં ગાંઠતા આ કવિ પર, શિથિલ છંદરચના, ભાષાનું કઢંગાપણું અને શિખાઉ જેવી શૈલીનો આક્ષેપ કર્યો.
એક બાજુ ‘ફિરાક'ની આવી ટીકા થતી હતી, તો બીજી બાજુ એની સાહિત્યિક પ્રતિભાનો આદર કરનારો વર્ગ પણ ઊભો થયો. ખુદ ‘ફિરાક' આમાં ઝુકાવીને આવા વિવાદોમાં સક્રિય રીતે ભાગ લેવા માંડ્યા. તેઓ એવી દૃઢ માન્યતા ધરાવે છે કે કલાકારે એની સાહિત્યિક રૂચિની ઓળખ માટે એની સર્જનાત્મકતાને અનુકુળ વાતાવરણ સર્જવાને માટે આવા વિવાદોમાં જાતે જ ઝુકાવવું જોઈએ. પાકિસ્તાનમાં ઇસ્લામી અને રુહાની (આધ્યાત્મિક) સાહિત્યનો જોરશોરથી નારો પોકારવામાં આવ્યો, ત્યારે એમણે પોતાનો અભિપ્રાય સ્પષ્ટ રીતે પ્રગટ કર્યો. ‘ફિરાક’ની ગણના સામ્યવાદમાં વિશ્વાસ ધરાવનારા પ્રગતિશીલ સાહિત્યકારોમાં થતી હતી, પરંતુ જ્યારે એમણે જોયું કે પ્રગતિશીલ સાહિત્યકાર સંકુચિતતાનો શિકાર બને છે અને સમૃદ્ધ પ્રાચીન વારસાની ઉપેક્ષા કરે છે ત્યારે તેમણે ચેતવણી આપતાં કહ્યું કે, વિશ્વના સૌથી પ્રાચીન પુસ્તક ઋગ્વદથી માંડીને ટેનિસન, સ્વિનબર્ન, ટૉલ્સ્ટૉય, ટાગોર, ગાલિબ અને ઇકબાલના સાહિત્યમાં જે કલાત્મક ચમત્કાર છે, એનાથી પ્રગતિશીલ સાહિત્યકાર વિમુખ રહેશે તો તે માત્ર પ્રગતિશીલતાના ઉદ્દેશને આધારે મહાન સાહિત્યનું સર્જન કરી શકશે નહીં. પ્રાચીન સાહિત્યના આત્માને એમણે આત્મસાત્ કરવો જોઈએ. માત્ર પ્રાચીન સાહિત્યના અધ્યયનથી આ પ્રાપ્ત થશે નહીં, બલકે આ માટે એના આત્મા સુધી પહોંચવું પડશે. તેમણે કહ્યું કે જો પ્રાચીન સાહિત્યના હાર્દન પામી શકીશું નહીં તો આપણું સાહિત્ય પ્રગતિશીલ હોવા છતાં કપાયેલા પતંગ જેવું દિશાશૂન્ય બની રહેશે.
- ઉર્દૂ સાહિત્ય પર ‘ફિરાક'નો એટલો પ્રભાવ પડ્યો કે કેટલાક એના સર્જનકાળને ‘ફિરાક યુગ' તરીકે ઓળખાવે છે. ઉર્દૂ ગઝલમાં તેઓ નવું જ રૂપ લઈ આવ્યા. ઉર્દૂ સાહિત્યમાં ‘ફિરાક’ના પ્રદાનને એના જ એક શે'રથી જોઈએ તો -
હજાર બાર જમાના ઈધર સે ગુજરા હૈ નઈ-નઈ સી હૈ કુછ તેરી રહગુજર ફિર ભી !
પાકિસ્તાનના ફૈઝ અહમદ ફૈઝ અને ભારતના ફિરાક ગોરખપુરી એ ઓગણીસમી સદીના બે મહાન ઉર્દુ કવિ થઈ ગયા. ૧૯૭૧માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલતું હતું. ફિરાક ગોરખપુરી પોતાના મિત્રો સાથે બેસીને રેડિયો પરથી યુદ્ધના છેલ્લા અહેવાલો સાંભળતા હતા. એમણે સાંભળ્યું કે ભારતીય સેના આગળ વધી રહી છે. ત્યારે ફિરાકનું દેશપ્રેમી દિલ એકાએક પોકારી ઊઠવું,
“બસ, આ જ ખરો મોકો છે. ભારતે પાકિસ્તાનનાં શહેરો પર બૉમ્બમાર શરૂ કરી દેવો જોઈએ.” ફિરાકના એક મિત્રે જરા વેદનાથી કહ્યું, “ફિરાકસાહેબ, બોમ્બમારો થાય, પણ એક બૉમ્બ ફૈઝ પર પડે તો ? બૉમ્બનું સરનામું હોતું નથી અને એ કોઈને અપવાદ ગણતો નથી.”
આ સાંભળતાં જ ફિરાક ગોરખપુરી બેચેન બની ગયા. પોતાની જાતને નિષ્ફર બનીને ઠપકો આપવા લાગ્યા, “અરે, આ હું શું બોલ્યો ? મારે આવું બોલવું જોઈતું નહોતું. યુદ્ધ વિનાશ વેરે છે. સંસ્કૃતિનો નાશ કરે છે.” અને પછી ફિરાક લાંબા સમય સુધી પરેશાન રહ્યા. એમને એમના દોસ્ત ફૈઝ અહમદ ફૈઝની યાદ સતાવવા લાગી. ફૈઝ અહમદ ફૈઝની વિદાયે ઉર્દૂ કવિતાને ઘણી
૧૫૯ ]
B ૧૫૮ ]
Page #86
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ • ગમગીન બનાવી દીધી. ફેઝ ઉર્દૂ સાહિત્યની મહાન હસ્તી હતા. ચાર-ચાર દાયકા સુધી ઉર્દૂની પ્રગતિશીલ કવિતાના એ અગ્રણી રહ્યા. ઇકબાલ ઉર્દૂ શાયરીને વીસમી સદીના વર્તમાન ફલક પર લાવ્યા તો ફૈઝે તેને એક કદમ આગળ ધપાવી. ઇકબાલ, હસરત અને બીજા ઉર્દૂ કવિઓએ રાજ કીય વિષય માટે ઉર્દૂની વિશિષ્ટ કલ્પનાસૃષ્ટિનો ઉપયોગ કર્યો, પરંતુ ફેઝે તેનો સમાજવાદી અને રાષ્ટ્રવાદી વિષયોમાં વિનિયોગ કરીને ઉર્દૂ સાહિત્યને વર્તમાન જગતની વેદના, ઝંખના અને અજંપા સાથે સાંકળી દીધું. જિંદગીના આખરી શ્વાસ સુધી તેઓ સમાજવાદના ચાહક રહ્યા. અને ગરીબો, શોષિતો તથા કચડાયેલા માનવીઓનો અવાજ બની રહ્યા.
ફઝે જીવનભર જુલ્મ અને અન્યાયનો સામનો કર્યો. ક્યારે ક સિદ્ધાંતની બાબતમાં કોઈ સમાધાન ન કર્યું. અન્યાયના પ્રતિકાર માટે એમણે માત્ર કલમ જ ચલાવી નથી, પરંતુ ૧૯૩૦થી ૧૯૪૦ સુધી ટ્રેડ યુનિયનમાં કામગીરી પણ બજાવી. પાકિસ્તાનની સરકારે એમને રાવળપિંડી પયંત્ર કેસમાં ભેળવીને કવિનો અવાજ દમનથી ખરીદવાનો પ્રયાસ કર્યો .૧૯૫૧ની એપ્રિલથી ૧૯૫૫ સુધી એમને સુકર, કરાંચી અને લાહોરની જેલમાં કારાવાસમાં રાખવામાં આવ્યા. સામે ફાંસીનો ફંદો લટકતો હતો ત્યારે ફઝે જેલની એકલતા, પોતાની સામે કરાયેલા આરોપોની પોકળતા અને રાજ કીય હેતુ માટે ઊભા કરાયેલા બનાવટી પયંત્ર વિશે કાવ્યો લખ્યાં, અહીં એમને કુરાન સિવાય કોઈ કિતાબ આપવામાં આવતી નહોતી. અખબાર, સામયિક કે કોઈ પુસ્તકો તો શું, પરંતુ લખવાની કલમ પણ આપવામાં આવતી નહોતી. પોતે કશું લખી શક્તા નહીં અને બહારથી કોઈનો પત્ર કે સંદેશો એમની પાસે આવી શકતો નહીં. આ સ્થિતિની વેદના પ્રગટ કરતાં કવિએ લખ્યું છે –
મતા એ લૌહ ઓ કલમ" છિન ગઈ
તો ક્યા ગમ હૈ, કિ ખૂને દિલ મેં ડુબો લી & કંગલિયાઁ મૈને ! બાં પે મુક્ષર લગી હૈ તો ક્યા;
કિ ૨ ખ દી હૈં હરેક હલકએ ઝંજીર મેં જુબાં મૈન !
• અબ ટૂટ ગિરેંગી ઝંજીરૅ • ફ્રઝ પર દેશદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો. રોજ સ્પેશ્યલ ટ્રિબ્યુનલ સામે હાજર થવું પડે. અત્યંત ખરાબ ભોજન મળે, આમ છતાં આ ક્રાંતિકારી કવિનો આત્મા દમન, એકલતા કે પ્રલોભન આગળ નમ્યો નહીં. એણે જેલમાં બેઠા બેઠા એકલતા વિશે કાવ્યો લખ્યાં. ઉર્દૂ સાહિત્યમાં તન્હાઈનું આલેખન તો ઠેર ઠેર મળે છે, પરંતુ ફેઝની કવિતામાં તન્હાઈ કોઈ જુદું જ રૂપ ધારણ કરે છે. એકલતા અકળાવનારી હોય ત્યારે ફેઝને એ એકલતા પ્રેયસીના મુલાયમ સ્પર્શની યાદ આપે છે અને આકાશમાં ચાંદની વક્રતા જોઈને પ્રેયસી ન હોવા છતાં એના ગળામાં હાથ વીંટાળી દેવાનું કવિને મન થાય છે.
‘ત હાઈ મેં ક્યા ક્યા ન તુઝે યાદ કિયા હૈ
ક્યા ક્યા ને દિલે જાર ને ટૂંડી થઈ પનાહેં ! આંખોં સે લગાયા હૈ કભી દસ્ત સબા કો
ડાલી હૈ કભી ગર્દને મહતાબ મેં* બાહેં !' ફેઝની એકલતામાં સૌંદર્ય છે, તો એના સૌંદર્યદર્શનમાં માનવ-અભીપ્સા છે. એમની કવિતામાં પ્રણયની લાલી અને ક્રાંતિનો લાલ રંગ એક બની જાય છે. કવિ બંને મનોભાવને સાહજિકતાથી અને આગવી છટાથી નિરૂપે છે. એમની ક્રાંતિની આગ પ્રણયના લાવામાં રૂપાંતર પામી છે. એક બાજુ ઊર્મિકવિની વેદના અને વ્યથા છે, તો બીજી બાજુ ક્રાંતિકારીનો પોકાર અને પડકાર છે. પ્રણયનું એમનું આલેખન ઘણું નજાકતભર્યું છે. એમની ઉત્તમ કક્ષાની રોમૅન્ટિક કવિતાને મહેંદી હસનનો સુરીલો અવાજ મળતાં બધે જ ફેલાઈ ગઈ. તેઓ ઉર્દૂની ક્લાસિકલ imageryના ચાહક હતા. એમની કવિતામાં એમણે ઉર્દૂ કવિતાની પરંપરા અને ભાષાસૃષ્ટિને આત્મસાત્ કરી છે. ગાલિબ અને ઇકબાલની ભાષાનો સમૃદ્ધ વારસો ફૈઝે સાચવ્યો છે. ફેઝની ભાષા એ હિંદુસ્તાની નથી, બલ્ક ઉર્દૂના અરબી-ફારસી સાથેના અનુસંધાનને પ્રગટ કરતી ભાષા છે. કવિની પ્રણયની અભિવ્યક્તિ ઉર્દૂ સાહિત્યની પરંપરાની યાદ આપે તેવી છે. તેઓ કહે છે –
‘સારી દુનિયા સે દૂર હો જાયે જો જ રા તેરે પાસ હો બઠે ; ન ગઈ તેરી બેરૂ ખી ન ગઈ
હમ તેરી આરઝૂ ભી ખો બૈઠે.’ ૩. ઠંડી હવાના હાથનું ૪. ચંદ્રમાની ડોકમાં
n૧૩૧ ]
૧. કલમ અને તખ્તી (કાગળરૂપી નિધિ) ૨, જે જીરની પ્રત્યેક કડીમાં
૧૬૦ ]
Page #87
--------------------------------------------------------------------------
________________
શબ્દસમીપ • આવી જ રીતે પ્રેમિકાની યાદનો એમનો એક શે'ર કેવો લાક્ષણિક છે !
રાત ચૂં દિલ મેં તિરી ખોઈ હુઈ યાદ આઈ જૈસે વીરાને મેં ચુપકે સે બહાર આ જાયે; જૈસે સહેરા મેં હલે સે ચલે બાદે-નસીમ
જૈસે બીમાર કો બે વજહ કરાર આ જાયે. પ્રિયતમાની યાદ કઈ રીતે આવે છે તેને દર્શાવવા માટે ફ્રઝની કલ્પના કેવી મર્મવેધક છે ! ફૈઝની કાવ્યભાષાની વિશેષતા જ એ છે કે એના કાવ્યમાં ભાવ અને ભાષા બંને સરળતાથી ગતિ કરતાં હોય છે. ફેઝમાં ક્યાંય ક્લિષ્ટતા કે દુર્બોધતા જોવા નહીં મળે. આનું કારણ એ કે ફૈઝને પ્રજાજીવન સાથે સીધો સંબંધ હતો. જનતાની જબાનના તેઓ પૂરા જાણકાર હતા.
ફૈઝ કાશ્મીર ગયા. એનું સૌંદર્ય જોયું, પણ એમને કુદરતના સૌંદર્ય કરતાં માનવસૌંદર્ય વધુ આકર્ષક લાગ્યું. ફૈજ માનતા હતા કે અફાટ સાગર કે વેરાન રણ કે પ્રકૃતિનાં અન્ય તત્ત્વોમાં સંદર્ય છે, પરંતુ એવું જ સદર્ય, શહેરનાં ગલીમહોલ્લામાં પણ છે. માત્ર એને જોવા માટે વિશિષ્ટ દૃષ્ટિ જોઈએ.
આથી પ્રણયકવિતામાં રોમેન્ટિક ઉદ્રક દાખવનાર કવિ પ્રણયમાં જ પુરુષાર્થની સમાપ્તિ માનતા નથી. પ્રણય કરતાં પણ બીજાં કર્તવ્યો ઊંચે સ્થાને મૂકે છે. આથી જ ફૈઝ કહે છે, “મુઝસે પહલી સી મુહોબ્બત મિરી મહબૂબ ન માંગ' અને આ કાવ્યમાં કવિ કહે છે કે એમણે તો પ્રેયસીમાં જ બધું જોયું હતું. જીવનનો પ્રકાશ એનામાં જોયો. જગતના આનંદનું સ્થાયિત્વ તેનામાં નીરખ્યું. એની આંખોમાં જ આખું વિશ્વ લાધ્યું. તું મળી જાય તો બધું જ મળી જાય એમ માન્યું હતું, પણ પછી ખ્યાલ આવે છે કે, ‘ર ભી દુ:ખ હે જમાને મેં મુહબ્બત કે સિવા’. આ કાવ્યમાં ફૈઝે “પહેલી સી' શબ્દ પર ભાર મૂક્યો છે. કવિની નજર પ્રણયની અંગત લાગણીઓ પરથી જગતની વેદના પર ઠરે છે. ફેઝે એક મિત્ર સમક્ષ પોતાનો મનોભાવ વ્યક્ત કરતાં કહ્યું હતું કે એમણે રૂ૫, જવાની, હોઠ અને આંખો પર પ્રેમ કર્યો પરંતુ એ પછી એમની નજર સમાજની સાચી વાસ્તવિકતા તરફ વળી, જુલ્મ, અત્યાચાર અને ગરીબી જોઈ. મૃત્યુથી પણ બદતર જીવન જીવનારા હજારો માનવીઓ જોયા અને એ સમયે એમને એવો
0 ૧૬૨ ]
• અબ ટૂટ રેિંગી ગંજીર્ • અનુભવ થયો કે માત્ર હુશન સાથે જ પ્રેમ કરવાનો નથી, પરંતુ આ દલિત અને પતીતને ચાહવાના છે અને એમનાં ગીત ગાવાનાં છે. ફેઝે એમની શાયરીમાં એશિયાઈ માનવીના સૌંદર્યનું આલેખન કર્યું. ફૈઝ એક એવો માનવી હતો કે જેના હૃદય પર સિતારાની માફક હજારો જખ્ય ચમકી રહ્યા હતા. રાવળપિંડીની જેલમાં એમણે લખ્યું –
‘લંબી છે ગમકી શામ, મગર શામ હી તો હૈ” ફૈઝની ખોજ મુક્ત માનવની હતી. એમણે માનવીના શોષણ અને વેદનાનો ઉપાય સમાજવાદી વિચારસરણીમાં જોયો, પરંતુ પરંપરાની ભૂમિમાં આ સર્જકનાં મૂળિયાં એટલાં ઊંડાં ગયાં હતાં કે કોઈ રાજકીય પવન એમને હલાવી કે લલચાવી શક્યો નહીં. ફંઝની કવિતાએ ઉર્દૂ સાહિત્યમાં મોટું પરિવર્તન આણ્યું. ફઝ એક બાજુ ઊર્મિકવિ તરીકે ઘણું ઊંચું સ્થાન મેળવે છે તો બીજી બાજુ એમણે માનવીય મૂલ્યોની પ્રતિષ્ઠા કરી. માનવી પર થતા દરેક પ્રકારના જુલ્મ, શોષણ, અન્યાય, અત્યાચાર, જોહુકમી અને સરમુખત્યારી સામે ફઝે જીવનભર સંઘર્ષ ખેડ્યો, માશુકાના ઇકમાં સર્વસ્વ સમર્પણ કરનાર આશિકની માફક સમાજવાદની માશુકાની તેઓએ શબ્દરૂપે એકનિષ્ઠ ઉપાસના કરી. ક્યારે કે વેદનાથી, ક્યારેક છટાથી, તો ક્વચિત્ કઠોર વાણીમાં ફેઝ કહે છે –
બામ એ સર વત કે ખુશનશીનાં સે અઝ મતે ચમે નમ કી બાત કરો ! જાન જાયેંગે જાનનેવાલે
‘ફૈઝ ' ફરહાદ આ જમ કી બાત કરો ! ઐશ્વર્યની ઉત્તુંગ અટ્ટાલિકાઓમાં પ્રસન્ન આવાસ કરવાવાળાઓની આગળ આંસુભરી આંખોના ગૌરવની ગરિમાનો પ્રસંગ ૨ચો. સમજ દાર સમજી જશે ફેઝ, જરા ફરહાદ જેવા મજૂર અને જમશેદ જેવા બાદશાહની ચર્ચા કરો અર્થાતુ ફરહાદનો પ્રેમ આજે પણ અમર છે જ્યારે જમશેદની બાદશાહતનું નામનિશાન મળતું નથી.]
ફૈઝ સાહિત્યકારને સમાજની સાથે બે રીતે જોડાયેલો માનતા હતા. એક વ્યક્તિ તરીકે અને બીજો સાહિત્યકાર તરીકે. સમાજના કોઈ પણ નાગરિક
0 ૧૩૩ ]
Page #88
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ • જેવી જવાબદારી તો સાહિત્યકારે અદા કરવાની છે, પણ બીજી વિશિષ્ટ જવાબદારી પણ સાહિત્યકારે બજાવવાની છે જે સાહિત્યકારની કલા સાથે સંબંધિત છે. આમ સાહિત્યકારને માથે બેવડી જવાબદારી છે. આ બંને સંબંધો એકબીજા સાથે ગૂંથાયેલા છે અને તેથી કોઈ સાહિત્યકાર એમ કહે કે મારું કામ તો માત્ર સાહિત્ય-સૌદર્યનાં મૂલ્યોનું જતન કરવાનું જ છે અને પ્રવર્તમાન સમાજ સાથે મારે કોઈ સંબંધ નથી તો એ માન્યતાનો ફૈઝ વિરોધ કરે છે. સાહિત્યકારે વ્યક્તિ તરીકે સમાજના વિકાસ અને પરિવર્તનની ખેવના કરવાની હોય છે અને કોઈ પણ પ્રકારનું ‘પોએટિક લાયસન્સ આમાંથી સાહિત્યકારને બાકાત રાખી શકે નહીં. ફેઝ એ બાબતમાં સ્પષ્ટ હતા કે કવિએ એના એકદંડિયા મહેલમાંથી બહાર આવીને આસપાસની માનવયાતનાનો ખ્યાલ કરવો જોઈએ. જોકે તેઓ માનતા હતા કે કવિતાએ એના સૌંદર્ય અને કલાને જાળવવાનાં હોય છે. પ્રચાર કે એવી બીજી પળોજણથી એણે દૂર રહેવું જોઈએ.
આ ઊર્મિકવિની કવિતામાં મંત્રમુગ્ધ કરી દેનારી સંગીતમયતા છે. ફેઝની કવિતામાં ઉર્દૂની પરંપરાગત પ્રણયકવિતામાં ‘રકીબ'ને ખલનાયક તરીકે રજૂ કરવામાં આવતો હતો. એ રકીબ પ્રત્યે ક્રોધ, તિરસ્કાર, ધૃણા જેવા ભાવો કવિ પ્રગટ કરતો, પરંતુ ફૈઝે ‘રકીબ સે' નામના કાવ્યમાં એક નવો જ પ્રગતિશીલ દૃષ્ટિકોણ આપ્યો. જેમાં કવિ રકીબને કહે છે. આ પ્રેમથી આપણે બંને શું શું શીખ્યા અને શું શું પામ્યા ? –
આજઝી સીખી, ગરીબોં કી હિમાયત સીખી / યાસો હિરમાન કે, દુખ દર્દ કે માની સીખે // જેર દસ્તો કે મસાયબ કો સમઝના સીખા |
સઈ આહોં કે, રુખે જઈ કે માની સીખે ફૈઝ ઉર્દૂની ક્લાસિકલ કવિતાનો બધો જ અસબાબ અપનાવે છે. ક્રૂઝ ઇશ્કને પણ બે અર્થમાં પ્રયોજે છે. એમની કવિતા ‘દો ઇશ્ક'માં પ્રારંભમાં ઇશ્કને વિચારધારા કે સંઘર્ષના પ્રેમ સાથે જોડે છે અને પછી મહબૂબાના ઇશ્ક સાથે જોડે છે. આમ એક પ્રતીક પરંપરાગત અર્થમાં આવે છે, જ્યારે બીજું પ્રતીક નવીન સામાજિક સંદર્ભને રજૂ કરે છે. ફૈઝ એની કવિતામાં આવાં પરંપરાવાદી પ્રતીકોને
• અબ ટૂટ ગિરેંગી ઝંજીર્વે • કલામયતાથી સામાજિક કે રાજકીય પ્રતીક તરીકે પ્રયોજ્યાં છે. એની શૈલીમાં કોમળ, મંદ ગતિ છે. એનું શબ્દોનું ચયન સૂઝભર્યું છે. કવિની શ્રદ્ધા સમાજવાદમાં હતી, પરંતુ સર્જન સમયે તો તેઓ પ્રગતિશીલ કવિ લાગવાને બદલે ગાલિબ અને ઇકબાલની ઉચ્ચ કાવ્યપ્રણાલીને નજરમાં રાખીને ગહન તત્ત્વચિંતનમાં
ખ્યા હોય તેવા કવિ લાગે છે. ફેઝની કવિતામાં mystic તત્ત્વ પણ જોવા મળે છે. આમ એક બાજુ વ્યક્તિગત આરઝુનો તરફડાટ છે. તો બીજી બાજુ સમાજના બેસહારા લોકોની વેદના છે. એક તરફ માનવીય ભાવોની રંગલીલા છે, તો બીજી તરફ સમાજવાદી વિચારસરણીની પ્રભાવકતા છે. પ્રણયકવિતા અને કાવ્યભાષામાં ફૈઝ ક્લાસિકલ લાગે છે તો એના કાવ્યવિષય પરત્વે આધુનિક જણાય છે. આમ બે તદ્દન વિરોધી ધ્રુવ ફૈઝમાં એકસાથે અને ક્યાંક લગોલગ લાગે છે. આથી જ ફૈઝને lyrisist revolutionary જેવા વિરોધી શબ્દોથી ઓળખવામાં આવ્યા હશે. ફૈઝનો અવાજ એ માનવજાતિનો અવાજ બની રહ્યો. એમની આ વિશ્વજનીનતાને લીધે માત્ર પાકિસ્તાન કે ભારતમાં જ નહીં, બલ્ક રશિયા, અમેરિકા, બ્રિટન અને ફ્રાંસમાં પણ સમાન લોકચાહના પામ્યા. થોડો સમય પાકિસ્તાનમાં સરમુખત્યારોથી કંટાળીને તેઓ બૈરુતમાં રહેવા ગયા હતા. બતનો સંહાર ફૈઝના હૃદયને હચમચાવી ગયો, અને એમણે એ સમયે લખેલું કાવ્ય “ફિલીસ્તીની બચ્ચે કે લિયે લોરી' અત્યંત હૃદયદ્રાવક કાવ્ય છે. એક રીતે જોઈએ તો ફૈઝે ઇકબાલની ઓજસ્વી કલ્પનાને આત્મસાત્ કરી અને એ એવા લય અને રંગમાં રજૂ કરી જેથી જગતની વ્યાપક વેદના એમાં સમાવેશ પામી શકે.
ઝમાં ઇશ્ક અને ઇન્સાનિયતનો સુમેળ છે. એની ગઝલો ભાવકને એની સૃષ્ટિમાં લીન કરી દે તેવી રસસંતર્પક છે તો એની નજમ (કાવ્ય) ઉર્દૂની સર્વોત્તમ નજમની હરોળમાં ઊભી રહે તેવી છે. આથી એ ગઝલ લખવા જાય છે ત્યારે એમની નજમની વિશેષતા ગઝલમાં સુંદર કાવ્યરૂપ ધારણ કરે છે. ફેઝે ઉર્દૂ સાહિત્યને ચિંતન અને ભાવાભિવ્યક્તિની નવી ટેકનિક આપી, જે યુગના યથાર્થને પ્રગટ કરવા માટે કારગત નીવડી. ક્રૂઝના કાવ્યસંગ્રહો ‘નકેશે-ફરિયાદી’ (૧૯૪૧), ‘દ-સબા' (૧૯૫૨), ‘
જિન્દાંનામા' (૧૯૫૯), ‘દસ્ત-તહે-સંગ'
૧૬૪ ]
[] ૧૩૫ ]
Page #89
--------------------------------------------------------------------------
________________
* શબ્દસમીપ •
(૧૯૬૪), ‘સરે-વાદિય-સીના’ (૧૯૭૧), ‘શામે-શહેરે-યારાં’(૧૯૭૮), ‘સારે સુખુન હમારે' (૧૯૮૨) અને ‘નતા હૈ વફા’(૧૯૮૪) મળે છે. ફૈઝ વિચારોત્તેજક નિબંધકાર પણ હતા. એમણે સાહિત્ય, સંસ્કૃતિ અને રાજકારણના આંતરસંબંધો વિશે માર્મિક વિશ્લેષણ કર્યું છે તેમ જ યુદ્ધ અને શાંતિની સમસ્યાઓ પર ગંભીર પર્યેષણાઓ કરી છે. ‘મીઝાન’ (૧૯૬૩) એ એમનો લેખસંગ્રહ છે, તો ‘સલીબેં મેરે દરીચે મેં’ (૧૯૭૧) એ એમની પત્ની એલિસ ફૈઝને લખેલા પત્રોનો સંગ્રહ છે. ‘પાકિસ્તાન ટાઇમ્સ’ અને ‘ઇમરોઝ’ દ્વારા ગંભીર પત્રકારત્વ અને ઉચ્ચ કક્ષાનું સંપાદનકાર્ય કર્યું. વિશ્વબંધુત્વની ભાવનાને દૃઢ કરવા અને શાંતિપ્રયાસોને વેગવાન બનાવવા માટે એમણે અનેક દેશોની યાત્રા કરી.
અગણિત માનવોના હૃદયમાં ધરબાયેલી વેદનાને વાચા આપતા આ કવિ ક્રાંતિનું એલાન કરે છે. જ્યાં સુધી પૃથ્વી પર અન્યાય અને આતંક પ્રવર્તે છે ત્યાં સુધી ફૈઝનો અક્ષરદેહ મરજીવાઓને ક્રાંતિ અને વિદ્રોહની પ્રેરણા પૂરી પાડશે.
૧૬]
૧૨
અનોખી આત્મકથા*
મણિલાલ નભુભાઈ દ્વિવેદીના આત્મવૃત્તાન્તનું પ્રકાશન ૧૯૭૯ના વર્ષની એક મહત્ત્વની સાહિત્યિક ઘટના છે. આઠ દાયકાથી દબાઈ રહેલો એક અગ્રણી સાહિત્યકારે લખેલો દસ્તાવેજ સૌપ્રથમ પૂર્ણ સ્વરૂપમાં પ્રકાશમાં આવે છે. તેની અંદર મૂકેલી હકીકત વિશે ભુતકાળમાં ખૂબ ઊહાપોહ થયો, તેમાંથી સામગ્રી વિશે ઉગ્ર ચર્ચા ચાલેલી તે કેટલે અંશે વાજબી હતી, ને તેના લેખકને અભિપ્રેત હતું તેમ, આજની પેઢી તેની ફરિયાદો સાંભળીને શો ચુકાદો આપે છે તે જાણવાનું પ્રાપ્ત થશે. ગુજરાતી આત્મચરિત્રસાહિત્યની એ એક આગવી કૃતિ તો બની રહેશે, પરંતુ તેમાં એથી ય કંઈક વિશેષ સામગ્રી પડેલી છે.
મણિલાલ નભુભાઈનો હેતુ તો કાગળિયાં પર અંતરનો આક્રોશ અને અકળામણ ઉતારવાનો હતો. પોતાના જીવનમાં બની તે હકીકતો લખવી જોઈએ તેમ માનીને, એમણે આ આત્મચરિત્ર લખ્યું છે. પરંતુ એ લખતી વખતે
* મશિલાલ નભુભાઈ દ્વિવેદીનું આત્મવૃત્તાંત', સંપાદક : ડૉ. ધીરુભાઈ ઠાકરે; પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર, મુંબઈ અને અમદાવાદ: ૧૯૭૯; કિંમત રૂ. ૨૧: પૃષ્ઠસંખ્યા ૨૪૫૧૧૬: પાર્ક પૂંઠું.
- ૧૧૭ ]
Page #90
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ • તેઓ તટસ્થતા જાળવી શકતા નથી. પોતાના પૂર્વગ્રહો અને રાગદ્વેષોને એટલા ને એટલા જ સજીવ રાખીને અનુભવનું કથન કરે છે. પત્ની કે પ્રતિપક્ષી વિશે તો ઠીક, પરંતુ પિતા અને માતા વિશે પણ એમના આળા હૃદયને થયેલાં ચકામાં બતાવે છે.
માનવીના મનમાં ક્ષણિક ભભૂકી ઊઠતા રાગદ્વેષ યા તો કામક્રોધનું અહીં આલેખન થયેલું છે. વૃત્તિના તામસી ઝંઝાવાતો જેવા મનમાં જાગે છે, એવા જ એને આલેખે છે. એક વાર જે દલાભાઈને તેઓ પરોપકારી કહે છે, તે જ દલાભાઈ સંજોગવશાત્ એમનું કામ નથી કરતા તો તરત જ એને વિશે હલકો અભિપ્રાય આપી દે છે. પોતાનો જૂનો અભિપ્રાય કે લાંબા ગાઢ સંબંધ સાવ ભૂલી જાય છે.
પ્રેમ અને તિરસ્કાર એ એક સિક્કાની બે બાજુ છે. એ હકીકત મણિલાલ અને ત્રિભુવનદાસ ગજ્જર વચ્ચેની મૈત્રીગાંઠમાં જોવા મળે છે. બન્નેના વિચારો ઘણા જુદા હતા. શ્રી ત્રિભુવનદાસ ગજ્જર બુદ્ધિપૂત વિચારોને માનનારા હતા,
જ્યારે મણિલાલને ધર્મ અને પુરાણમાં શ્રદ્ધા હતી. બંનેની મૈત્રી પણ એટલી જ વિલક્ષણ રહી. મણિલાલનો તિરસ્કાર કરતા હોવા છતાં શ્રી ત્રિભુવનદાસ ગજ્જર આગ્રહ રાખતા કે મણિલાલ મુંબઈ આવે ત્યારે એમને ત્યાં જ ઊતરે ! પરંતુ એ પછી બંને વચ્ચે ચડભડ થતી અને એકબીજાનો તિરસ્કાર કરતા. એક વાર તો મણિલાલ ગુસ્સામાં પોતાનો સામાન લઈને ચાલવા માંડે છે. મણિલાલને રહેવાનો શ્રી ત્રિભુવનદાસ ગજ્જર આગ્રહ કરે ખરા, પણ એમની થાળી જુદી રાખે. આમ પ્રેમ અને તિરસ્કારની સાવ વિરોધી રંગછાયા ધરાવતો આ મૈત્રીસંબંધ વિલક્ષણ હતો.
મણિલાલ નભુભાઈએ આ આત્મકથામાં પોતાના ગુપ્ત આચાર અથવા તો સ્ત્રીઓ સાથેના અનાચારભર્યા સંબંધોનું નિખાલસભાવે સત્યકથન કર્યું છે, પણ ઘણી સ્થૂળ રીતે. ખાણમાંથી સીધેસીધું સોનું કાઢયું હોય અને એના પર માટીના અનેક થર જામેલા હોય તેવું આ સત્યકથન લાગે છે, જ્યારે ગાંધીજીની આત્મકથામાં એ અનુભવોનું બયાન તપાવેલું સોનું હોય એમ લાગે છે. મણિલાલ અને ગાંધીજી બંનેએ નિખાલસભાવે આત્મકથન કર્યું છે, પરંતુ ગાંધીજી એનું આલેખન અનુતાપપૂર્વક કરે છે; એવું મણિલાલમાં ભાગ્યે જ જોવા મળે છે.
0 ૧૬૮ ]
• અનોખી આત્મકથા • મણિલાલના સાહિત્યસર્જન સાથે એમના જીવનમાં દેખાતી કુરૂપતાનો મેળ બેસાડવાની એક ચાવી ‘સુદર્શન ગદ્યાવલિ'માં મળે છે. તેઓ કહે છે કે આપણી આચાર છે, તે આપણા મર્યત્વનો અંશ છે, જ્યારે આપણા વિચારે છે, તે ઐશ્વર્યનો અંશ છે. વિચાર અને આચાર બંને ઉચ્ચ હોય તે ઉત્તમ વસ્તુ; પરંતુ માનવીના આચાર ભુલાઈ જાય છે, એના વિચાર જ પાછળ રહી જાય છે. આથી માનવીનું સાચું મૂલ્યાંકન એના આચાર પરથી નહીં પણ વિચાર પરથી થવું જોઈએ.
સંપાદકે સૂચવ્યું છે તેમ મણિલાલ નભુભાઈએ અન્ય સંદર્ભમાં રજૂ કરેલો આ વિચાર એમના જીવનના મૂલ્યાંકનના સંદર્ભમાં વિચારવા જેવો ગણાય. ગાંધીજી જીવતા હતા ત્યારે એમના આચાર પર પણ સહુની નજર રહેતી. ગાંધીજીના ગયા પછી એ આચાર અદૃશ્ય થયા છે; માત્ર એમના વિચારો જ એમની પાસે રહ્યા છે. આચાર એ શરીરની ક્રિયામાંથી ઊભો થતો આકાર છે. વિચાર તો માનવીય ચેતનાનો અંશ હોવાથી અ-ક્ષર છે. મણિલાલમાં આચાર દૂષિત અને વિચાર તર્કશુદ્ધ અને વિશુદ્ધ, એવો દેખાઈ આવે તેવો વિરોધ હોવાથી એમના જીવન પર વધુ પડતો ભાર મુકવામાં આવે છે. પ્રત્યેક વ્યક્તિના જીવનમાં આચાર અને વિચારનું થોડું દૈત તો હોય છે જ. દરેક વ્યક્તિના આચાર એના વિચારની કોટિ સુધી પહોંચી શકતા નથી. કેટલાકમાં એ વિસંવાદ ઘેરો દેખાતો નથી, જ્યારે મણિલાલના દાખલામાં આપણને તે વધુ પડતો ઘેરો દેખાય છે.
વળી માનવી ચારેબાજુ વિષમતાથી ઘેરાયો હોય ત્યારે એ વિષમતાથી એનામાં કેવી માનસિક અને શારીરિક નબળાઈ આવે એનો તો જે અનુભવ કરે એને જ ખ્યાલ આવે. પત્ની, મિત્રો, સોબત અને શેરીનું વાતાવરણ – એ બધાંમાંથી મળેલા કુસંસ્કારો તે કઈ રીતે ભૂલી શકે ? ‘સ્મરણયાત્રા'માં બાલ્યકાળને આલેખતાં કાકાસાહેબે કહ્યું છે કે એ ઉમરે તો સ્મરણો શિલાલેખ જેવા બની જાય છે, મણિલાલના ઉછેરે એમની સંસ્કારસંપત્તિ પર ઘેરી અસર પાડી છે.
આ આત્મવૃત્તાંતમાં મણિલાલનું છેલ્લાં ત્રણ વર્ષનું આત્મવૃત્તાંત મળતું નથી. મણિલાલ પાછળનાં વર્ષોમાં યોગની સાધના કરતા હતા. આપણા કવિચિત્રકાર ફૂલચંદ શાહે પણ એની નોંધ લીધી છે. છેલ્લાં ત્રણ વર્ષનું એ આત્મવૃત્તાંત
0 ૧૬૯ ]
Page #91
--------------------------------------------------------------------------
________________
* શબ્દસમીપ મળ્યું હોય તો મણિલાલનું ખરું સ્વરૂપ અથવા તો એમનામાં આવેલું પરિવર્તન કદાચ જોવા મળત.
•
આચાર અને વિચારનું દ્વૈત એ કદાચ એમના જમાનાનું પણ લક્ષણ હોઈ શકે. વિક્ટોરિયન યુગમાં બાહ્ય અને આંતરજીવન પરસ્પરથી સાવ ભિન્ન હોય તેવું બનતું; કારણ કે એ યુગમાં દંભ અને ઢાંકપિછોડાથી પોતાના સાચા વ્યક્તિત્વને છુપાવવાનો મોટા માણસો પ્રયત્ન કરતા હતા. મણિલાલની એટલી વિશેષતા ખરી કે એમણે પોતાના બધા દોષોને કાગળ પર મૂકીને આચાર્ય આનંદશંકર ધ્રુવે કહ્યું છે તેમ અઘમર્ષણ કરી દીધું છે. માત્ર એમનું ઐશ્વર્ય એટલે કે વિચારસંપત્તિ અને સાહિત્યસંપત્તિ જ આપણી પાસે રહે છે.
આમ આત્મવૃત્તાંતની એક ખૂબી એ ગણી શકાય કે આમાં ક્યાંક પોતાના મહત્તાનાં ગુણગાન, બડાશ કે આત્મપ્રશંસા જોવા મળતાં નથી. શ્રી મુનશી અને એવા બીજા ઘણા આપણા આત્મચરિત્રકારો આમાંથી બચી શક્યા નથી. તેનાથી મણિલાલ મુક્ત રહી શક્યા છે. નર્મદ ‘મારી હકીકત'માં જે ન કરી શક્યો, તે મણિલાલે કરી બતાવ્યું છે.
ઘણી વાર આત્મચરિત્રકાર અમુક નકશાને સામે રાખીને પોતાનું આત્મચરિત્ર લખતો હોય છે. પોતાના વર્તમાનના સંદર્ભમાં ભૂતકાળને મૂલવવાનો પ્રયાસ કરે છે. ભૂતકાળનું સાતત્ય વર્તમાનમાં બતાવવા કોશિશ કરે છે. મહાન વ્યક્તિ પોતે મહાન બની તેના કારણરૂપે બાળપણથી જ મહાનતાનાં બીજ એનામાં રહેલાં હતાં એમ બતાવે એવું પણ બને છે. જ્યારે અહીં વર્તમાન ભૂતકાળ કરતાં તદ્દન વિપરીત હોવા છતાં, જેવો છે તેવો પોતાનો ભૂતકાળ આપ્યો છે.
માણસની કલ્પના જ્યાં ન પહોંચે, ત્યાં સત્ય પહોંચે છે, એનો ઉત્તમ દાખલો મણિલાલનું આ આત્મવૃત્તાંત છે. આવી વ્યક્તિ તદ્દન નિમ્નકક્ષાની સ્ત્રી
સાથે વ્યભિચાર કરે તેની કલ્પના પણ થઈ શકતી નથી. જેની કલ્પના પણ ન કરીએ, તેવા વળાંકો મણિલાલના જીવનમાં જોવા મળે છે.
આ આત્મકથામાં મણિલાલનું નિખાલસ કથન મળે છે. બીજાને વિશે નિખાલસ થવું સરળ છે, કિંતુ પોતાના વિશે નિખાલસ થવું અઘરું કામ છે. પણ આથી માત્ર આને ઐતિહાસિક મૂલ્ય ધરાવતું આત્મવૃત્તાંત કહીને અટકીશું નહીં. - ૧૭૦]
અનોખી આત્મકથા -
આમાં એક પ્રકારનો આંતરસંઘર્ષ જોવા મળે છે. એ આંતરસંઘર્ષ આત્મસંશોધનમાં પરિણમતો નથી એ સાચું, પરંતુ એ આંતરસંઘર્ષ પોતાને જે કક્ષાએ થયો હોય તે કક્ષાએ રહીને, જેવો થયો હોય તેવો આલેખ્યો છે. આ આંતરસંઘર્ષનું આલેખન કરીને મણિલાલ ગૂંગળામણનો છુટકારો અનુભવે છે. આ આત્મવૃત્તાંતમાં આત્મદર્શનનો કોઈ હેતુ છે જ નહિ. માત્ર પછી આવનારા જમાના આગળ પોતાની ફરિયાદ રજૂ કરવાનો ઉદ્દેશ છે.
.
અહીં પોતાની પ્રતિષ્ઠાને ભોગે નિખાલસ કથનનો પ્રયોગ થયો છે. ગાંધીજીની આત્મકથામાં સમકાલીન વ્યક્તિઓનાં રેખાચિત્રો મળે છે, તેમાં ગાંધીજીએ ઘણી તકેદારી રાખી છે. ઘણી વાર તેઓ નામ આપ્યા વગર લખે છે. કોઈ પણ વ્યક્તિના ચારિત્ર્યને ડાઘ લાગે નહિ તેની સાવધાની રાખે છે. મણિલાલ ગાંધીજી જેટલી અહિંસાની પરવા કરતા નથી. માત્ર સત્ય પર જ એમની નજર અને નેમ ઠરેલી છે. આ સત્ય હંમેશાં સુંદર હોય તેવો એમનો આગ્રહ નથી. સત્યનું એક લક્ષણ એમાં રહેલું અગ્નિતત્ત્વ છે. જે એને સ્પર્શે તે દાઝે એવું આમાં અનેક સ્થાને જોવા મળે છે.
મણિલાલની ભાષાશૈલી પણ ધ્યાન ખેંચે છે. આ આત્મવૃત્તાંત એ ખાનગી
વિશ્રંભકથા છે. એટલે એમાં ભાષાની શિષ્ટતાને ઓપ ન હોય એ સ્વાભાવિક છે. મણિલાલ પાસે જે ભાષાપ્રભુત્વ હતું તે જોતાં તો એમ કહી શકાય કે આ આત્મવૃત્તાંત તે વધુ સારી ભાષામાં લખી શક્યા હોત, પરંતુ ખાનગી વાતચીતમાં ભાષાનું જે પ્રાકૃત સ્વરૂપ પ્રગટ થાય છે, એ સ્વરૂપ એમણે યથાવત્ રાખ્યું છે.
વેદાંતની ચર્ચા કરનાર અને તર્કશુદ્ધ વિચારો રજૂ કરનાર મણિલાલ પોતાના આચરણનો બચાવ કરવા ‘અભેદમાં શરીરસંબંધ પાપકર્તા નથી' એવો ઉપદેશ આપે છે, તેમાં એમનું વિકૃત માનસ જોવા મળે છે. વિવેકાનંદ જેવા જેને માન આપે, વિદેશમાં વ્યાખ્યાનોમાં જેમને નિમંત્રણ મળે, મેક્સમૂલર જેવાનો જે પ્રતિવાદ કરે એવી વ્યક્તિ એક બાજુ બૌદ્ધિક સ્તર પર ઊંડુ ચિંતન કરે અને બીજી બાજુ એના શરીરની ભૂખ એવી કે જે એને પ્રાકૃતતાની ઊંડી ગર્તામાં ઉતારી દે છે ! સમાજશાસ્ત્રી, માનસશાસ્ત્રી અને સેક્સોલૉજિસ્ટ માટે મણિલાલનું આત્મવૃત્તાંત સંશોધનની મોટી સામગ્રી પૂરી પાડે છે. પરંતુ એથીય વધુ તો આ આત્મવૃત્તાંત એ આપણા નવલકથાકારો અને નાટ્યકારો માટે પડકારરૂપ છે. Q ૧૭૧]
Page #92
--------------------------------------------------------------------------
________________
‘ધૂમકેતુ’નો સ્થિર પ્રકાશ
• શબ્દસમીપ • ગુજરાતમાં ટ્રેજેડીનું વસ્તુ નથી એમ કહેવાય છે, પણ આનાથી વધુ ટ્રેજેડીની સામગ્રી ભાગ્યે જ બીજું કોઈ સ્થળેથી મળી શકે !
મણિલાલ પર દિવાળીબાઈએ લખેલા પ્રેમપત્રો ઉપરની વાતના સમર્થનમાં જોવા જેવો છે. એક સ્ત્રી સાથે પ્રેમસંબંધ બાંધ્યો. તેની બેવફાઈનો અનુભવ થતાં કોઈ સ્ત્રી સાથે એવો સંબંધ નહીં બાંધવાનો નિર્ણય કરે છે એ જ વખતે દિવાળીબાઈના પ્રેમપત્રો આવે છે. મણિલાલ તેનાથી વિમુખ રહેવાનો પ્રયત્ન કરે છે તેમ તે સ્ત્રીનો પ્રેમ તેમના પર વધુ ને વધુ ઢળતો જાય છે ! છેવટે તેને પ્રેમની ફિલસૂફી સમજાવે છે અને તેનો અંગીકાર કરે તે પહેલાં તો તે સ્ત્રી પિયુવિરહમાં મૃત્યુ પામે છે ! જેને પોતાનું માન્યું તે પોતાનું થયું નહીં અને જેનાથી દૂર રહેવા ગયા તે નિઃસ્વાર્થ પ્રેમ દાખવીને સ્વાર્પણ કરી ગયું ! તેને પોતે ઓળખી શક્યા નહીં એનો ઊંડો ઘા મણિલાલના હૃદયમાં લાગ્યો. આના જેવી બીજી ટ્રેજેડી કઈ હોઈ શકે ?
વળી આ પ્રેમપત્રોની ભાષામાં રસિકતા, કોમળતા ને સચોટતા છે તે સાહિત્યિક દૃષ્ટિએ નોંધપાત્ર છે. ગુજરાતી સાહિત્યમાં પ્રેમપત્રો, નવલકથાનાં પાત્રોએ લખેલા હોય તેને બાદ કરીએ તો, વાસ્તવિક સ્વરૂપમાં ભાગ્યે જ જોવા મળશે. ( કલાપી પરના હજુ પ્રગટ થયેલો નથી.) આ સંજોગોમાં દિવાળીબાઈના પત્રોનું આપણા સાહિત્યમાં આગવું સ્થાન ગણાવું જોઈએ. આ ગ્રંથનો એ એક કીમતી અંશ છે.
છેવટે મૂકેલાં ટિપ્પણો અભ્યાસીઓને ઉપયોગી સુચનો, ટીકાઓ ને સંદર્ભો પૂરાં પાડે છે.
સંપાદકે આની પહેલાં મણિલાલની ગદ્યપદ્ય કૃતિઓનાં અનેક સંપાદનો ઉપલબ્ધ કરી આપ્યાં છે. આ કૃતિનું સંપાદન તે સૌના શિરમોર જેવું છે.
ઈ. સ. ૧૯૨૬માં ‘તણખા મંડળ-૧' પ્રગટ થતાં ગુજરાતી નવલિકા વિચાર, વિષય, લાગણી અને સહઅનુભૂતિના નવા ફલક પર પ્રયાણ આદરે છે. અગાઉની ભદ્ર અને સુખી સમાજ આસપાસ વીંટળાયેલી, દાગી-તકિયે બેસીને વિચારતા પ્રશ્નોને ચર્ચતી કે વાગોળતી તેમ જ સમાજસુધારાના સમર્થનાથે કે ક્યારેક પ્રચારાર્થે પ્રયોજાતી નવલિકાની ત્રિજ્યા ધૂમકેતુના આ વાર્તાસંગ્રહથી વિસ્તરે છે. ઐતિહાસિક દૃષ્ટિએ જોઈએ તો ગુજરાતી નવલિકામાં મલયાનિલ'ની ‘ગોવાલણી” જેવી એક-બે વાર્તાઓ મળતી હતી અને જ્યારે કનૈયાલાલ મુનશી, ધનસુખલાલ મહેતા કાચી-પાકી ટૂંકી વાર્તાઓનો ફાલ આપતા હતા ત્યારે ધૂમક્તએ એમની નવલિકામાં ધ્વનિતત્ત્વની માવજત, પ્રમાણભાને, પાત્રનાં વર્તનો વચ્ચેની સુસંગતતા વિશે સૌ પ્રથમ સભાનતા દાખવી. રોમેન્ટિક શૈલી ધરાવતા આ ભાવનાશાળી સર્જક પાત્રો અને પરિસ્થિતિની એક નવી જ મુગ્ધતાભરી રંગીન સૃષ્ટિનો પરિચય કરાવ્યો. સર્જકની સંવેદનાની વિશાળ વ્યાપ્તિને કારણે જ નાનીશી કડી સમો આ સાહિત્યકાર એક મોટા માર્ગનું રૂપ ધારણ કરે છે.
લેખકના ગહન અને વ્યાપક સમભાવને કારણે જ નિમ્ન કે સામાન્ય ગણાતા માનવીની ઝળહળતી ચિત્તસમૃદ્ધિ આલેખાઈ છે. સાવ નીચલા થરના માનવીઓની વ્યથા,
D ૧૭૩ ]
૧૭૨
Page #93
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ • વેદના, મૂંઝવણ, આઘાત, માનસિક સંઘર્ષ અને એમના થતા શોષણને અભિવ્યક્ત કરે છે. લેખકની નજર માત્ર સભ્યતાના સીમાડાની બહારના ગણાતા એવા ઉપેક્ષિત સમાજ પૂરતી જ મર્યાદિત રહી નથી, પરંતુ શ્રીમંતોના કે રાજવીઓના જીવનને પણ આવરી લે છે. તાજની આસપાસના રંગીન, રમણીય અને મુલાયમ વાતાવરણની સાથે સાથે ત્રણ દરવાજાની આસપાસ હરતીફરતી કંગાલિયત પણ અહીં રજૂ થઈ છે. એમની નજર પોસ્ટ ઓફિસ, શાક મારકીટ અને રેલવે કૉલિંગની ઝૂંપડીથી વૈશાલીનગરીની આમ્રપાલીના વૈભવી આવાસ સુધી પહોંચે છે. નંદાગિરિ, વારાણસી અને પૃથ્વી પર સ્વર્ગ સમાં પ્રકાશતા સતલજ કિનારાના પ્રદેશથી માંડીને છેક વેશ્યાગૃહ વાર્તાપ્રવાહના વહનની ભૂમિ બને છે.
ધૂમકેતુના આગમનથી ગુજરાતી નવલિકામાં સ્થળ અને કાળનું માતબર વૈવિધ્ય આવે છે. એમનાં સ્થળવર્ણનો નવલિકાનું એક અભિન્ન અંગ બની જાય છે. ‘કલ્પનાની મૂર્તિઓ’ કે ‘પૃથ્વી અને સ્વર્ગમાંથી વર્ણનો ગાળી નાખીએ તો નવલિકાનું નીરસ હાડપિંજર જ મળે. કાળના વૈવિધ્યને જોઈએ તો પૃથ્વી અને સ્વર્ગમાં જગતની બાલ્યાવસ્થાનો રમણીય કાળ, ‘આત્માનાં આંસુ માં વૈશાલીના લોકતંત્રનો સમય, ‘કેસરી વાઘા’ કે ‘તારણહાર માં મધ્યકાળની રજપૂતી વીરતા, અને ‘ ગોવિદનું ખેતર માં ગામડાંઓની શહેર ભણી દોટનો સમય આલેખાયો છે.
ધૂમકેતુની વાર્તાસૃષ્ટિમાં આલેખાયેલો સમાજ પણ વૈવિધ્યસભર છે. એમની વાસ્તવ દૃષ્ટિ અને રોમેન્ટિક વ્યક્તિત્વમાંથી જાગેલી ભાવનાઓ તથા કલ્પનાના બળે તેઓ વૈવિધ્યસભર પાત્રો આપે છે. એમની ‘ગોવિંદનું ખેતર’ એ પાછળથી ઘૂઘવતા પૂર સમા બનેલા ગ્રામજીવનવિષયક કવનોની પ્રારંભકૃતિ ગણાય. સર્જકનું ભાવુક હૃદય ‘કલ્પનાની મૂર્તિઓ’, ‘સોનેરી પંખી’ કે ‘પૃથ્વી અને સ્વર્ગ 'ના વિષયો શોધી લાવે છે તો એમની વાસ્તવ દૃષ્ટિ ભીખું, ગોવિદ, ભૈયાદાદા, અલી કોચમેન, વાઘજી મોચી, જુમો ભિસ્તી જેવાં પાત્રો સર્જે છે. આ નવલિકાઓમાં ઉદાર, વ્યાપક અને માનવતાથી ધબકતી પ્રણયભાવનાઓ આલેખે છે. એમની નવલિકાઓ કલાપ્રીતિ, કુદરતપ્રીતિ, ભૂમિપ્રીતિ, પ્રાણીપ્રીતિ અને માનવપ્રીતિના જુદા જુદા વિવર્તાની સાત્ત્વિક પ્રભા પ્રગટાવે છે. ત્યાગ, બલિદાન, સમર્પણ, વફાદારી અને પ્રાયશ્ચિત્ત જેવી ભાવનાઓનું અસાધારણ ઊમિમયતાથી એવું તો સ્વાગત કરે છે કે આ નવલિકાઓમાં કોઈ પુરોગામી વાર્તાકારમાં ન અનુભવાયો હોય એવો કરુણરસ અનુભવાય છે. આમ ઐતિહાસિક દૃષ્ટિએ જોઈએ તો ધૂમકેતુનું આગમન નવલિકાક્ષેત્રે કેટલીય નવી દિશા અને શક્યતાઓને ઉઘાડી આપે છે અને એમની નવલિકાઓમાં આગવો ચીલો પાડવાનું સામર્થ્ય પણ છે.
0 ૧૭૪ ]
• ‘ધૂમકેતુ'નો સ્થિર પ્રકાશ • ધૂમકેતુ પહેલાં શ્રી કનૈયાલાલ મુનશી જેવા સમર્થ સર્જકે “મારી કમલા ને બીજી વાતો' જેવો નવલિકાસંગ્રહ આપ્યો હતો, પણ મુનશી જેવા સરળ કથનરીતિ ધરાવનાર વાર્તાકાર પાસે પણ ટૂંકીવાર્તા કળાનું રૂપ પામતી નથી. મુનશીએ ‘શામળશાનો વિવાહ' જેવી વાર્તાઓ દ્વારા કટાક્ષ, વક્રોક્તિ અને વ્યંગનો આશરો લઈને સામાજિક સુધારણાનો સંદેશ આપ્યો. મુનશીનું ધ્યાન માત્ર કથન પર છે, જ્યારે ધૂમકેતુની નજર સંયોજન પર છે. મુનશી શામળશાના વરઘોડાનું કે જુનવાણી નીતિ-રીતિમાં માનતા ગોમતીદાદાનું ઠઠ્ઠાચિત્ર આપે છે, પણ ધૂમક્ત એથી વધુ સુમ વાર્તાબ ધરાવે છે. પોસ્ટ ઓફિસની વાત કરે તો અલીડોસાના પાત્રને કેન્દ્રમાં રાખીને એની ચેતના ઊપસી આવે તે રીતે ઘટનાનું નિરૂપણ કરે છે.
આપણે ત્યાં સતત એવું સામ્ય બતાવાયું છે કે ગાંધીયુગનો વિશાળ સમભાવ જેમ ૨. વ. દેસાઈએ નવલકથામાં ઝીલ્યો, એ જ રીતે, ટૂંકીવાર્તામાં ધૂમકેતુએ ઝીલી બતાવ્યો છે. પરંતુ ૨. વ. દેસાઈ અને ધૂમકેતુનો ગ્રામજીવન તરફનો અભિગમ સાવ નોખો છે. ૨. વ. દેસાઈએ “ગ્રામલક્ષ્મી માં ગામડાની આર્થિક સ્થિતિ, ખેતી, ઇજનેરીથી પાણી લઈ જવું જેવી આર્થિક ઉદ્ધારની વાત કરી છે. મહાત્મા ગાંધીજીની ગ્રામોદ્ધારની ભાવનાની વધુ નજીક ૨. વ. દેસાઈ છે. જ્યારે ધૂમતુ ગ્રામજીવન તરફ જુદો અભિગમ ધરાવે છે. એક પ્રકારનું રોમેન્ટિક લેખકને છાજે તેવું મુગ્ધતાસભર ‘ઇમોશનલ એટંચમેન્ટ' ધરાવે છે. આથી જ લેખકને મુંબઈનાં સંતરાં અને મોસંબી રોગિષ્ઠ લાગે છે અને ગામડામાં મળતાં છાશ અને દૂધ ઇન્દ્રને પણ દુર્લભ લાગે છે. હકીકતમાં ઉદ્યોગીકરણને પરિણામે શહેરનું આકર્ષણ વધ્યું અને શહેરની જુદ્ધ જ પ્રકારની સમસ્યાઓએ શહેરવિરોધી લાગણી જન્માવી. આથી ધૂમકેતુએ એમની નવલિકાઓમાં ગામડાં સારાં, ખેતી સારી અને ગામડાના લોકો પણ એટલા જ સારા. જ્યારે શહેર નઠારાં, નોકરી ખરાબ અને શહેરીઓ સ્વાર્થી એવા અમુક સમાજમાં પ્રચલિત ખ્યાલનું પક્ષપાત સાથે આલેખન કર્યું છે. મહાત્મા ગાંધીજી ગામડામાં જે છે તે બધું જ સારું છે તેમ માનતા નહોતા. પરંતુ સામાજિક અને આર્થિક પરિવર્તન કરીને ગ્રામોદ્ધાર કરવા માગતા હતા. ધૂમકેતુએ ગામડાની માત્ર ‘હ્યુમન સાઇડ' જ જોઈ છે, ‘સોશિયલ સાઈડ' નહીં. ગામડામાં કુરૂઢિ હોય, અંધશ્રદ્ધા હોય કે સ્ત્રીઓને ત્રાસ થતો હોય એવું નિરૂપણ ધૂમકેતુની નવલિકાઓમાં જવલ્લે જ જોવા મળે છે. એ જોવાનું એમનું પ્રયોજન પણ નથી.
એ જ રીતે નિરંજન ભગતનાં ‘પ્રવાલદ્વીપ' કાવ્યોમાં જે નગરસંસ્કૃતિનું આલેખન છે એનો આરંભ ઘણાને ધૂમકેતુમાં જણાય છે. ધૂમકેતુ એવા પહેલા
૧૫ |
Page #94
--------------------------------------------------------------------------
________________
* શબ્દસમીપ •
સર્જક છે, જેમણે નગરસંસ્કૃતિની યાંત્રિકતા અને એના માનવતાવિહોણા વર્તનની વાત કરી. ૨. વ. દેસાઈએ ગ્રામજીવન અને નગરજીવનની આવી તુલના કરી નથી, જ્યારે ધૂમકેતુ ક્યાંક ઘેરા રંગથી પણ નગરસંસ્કૃતિની વિષમતા દર્શાવે છે. હરિશ્ચંદ્ર ભટ્ટ કે પ્રહ્લાદ પારેખનાં કાવ્યોમાં ક્વચિત્ અને નિરંજન ભગતના ‘પ્રવાલદ્વીપ’નાં કાવ્યોમાં વિશેષ આવી પરિસ્થિતિનું માર્મિક આલેખન છે, પણ ધૂમકેતુનું નગર અને નિરંજન ભગતનું નગર જુદું છે. નિરંજન ભગત તો નગર કરતાં વિશેષે મહાનગરની સંસ્કૃતિનું આલેખન કરે છે, જ્યારે ધૂમકેતુનો ગામડાં પ્રત્યેનો પક્ષપાત નગરસંસ્કૃતિ તરફના પૂર્વગ્રહમાં પરિણમે છે.
ધૂમકેતુને આપણે ભાવનાશાળી સર્જક કહીને એમની પ્રિય ભાવનાનો મહિમા ઘણો ગાયો છે. ઘણી વાર કૅલેન્ડર એનું એ રહે અને તારીખ બદલાતી જાય એમ ધૂમકેતુમાં ભાવ, વિચાર, લાગણી અને કયિતવ્ય એક જ હોય છે. માત્ર નામ, પ્રસંગ કે પાત્ર બદલાતાં હોય છે. જેમ કે સ્થળપ્રેમને આલેખતી ‘ભૈયાદાદા’ અને ‘જન્મભૂમિનો ત્યાગ' કે કલાપ્રેમ કે માનવપ્રેમનું દ્વંદ્વ નિરૂપતી ‘કલ્પનાની મૂર્તિઓ’ અને ‘મશહૂર ગવૈયો’ અથવા તો અતૃપ્ત વાસનાને વિષય કરતી ‘અખંડ જ્યોત’ અને ‘કેસરી વાઘા' - આ વાર્તાઓના વાઘા જુદા છે, પણ આત્મા એક જ છે. આથી ધૂમકેતુની વાર્તાઓમાં નજરે પડતું વૈવિધ્ય ઉપરછલ્લું છે, અંદરનું નથી.
ધૂમકેતુનાં પાત્રો પોતાની કોઈ ને કોઈ ધૂનમાં રચ્યાંપચ્યાં હોય છે. એ ધૂન, એ ટેક કે એ આદર્શનો ભંગ સેવવાને બદલે આ પાત્રો પ્રાણત્યાગ કરવો બહેતર માને છે. ભૈયાદાદા, ઇન્દ્રમણિ કે વિધુશેખર પોતાની ભાવના કે આદર્શને ત્યજવાને બદલે જીવનનો અંત આણી દે છે. આમ છતાં અહીં પણ લેખકના દર્શનની એકાગ્રતા પ્રગટ થાય છે. કલા, ભૂમિ કે પ્રાણીને માટે ભોગ આપનારાં પાત્રો ધૂમકેતુમાં મળશે, પરંતુ બૌદ્ધિક મૂલ્યને ખાતર ભોગ આપનારા માનવીની સમર્પણગાથા ધૂમકેતુમાં જડશે નહીં. પ્રેમ, ત્યાગ, પશ્ચાત્તાપ, સમર્પણ જેવા ભાવોને પ્રગટ કરતાં જીવનનાં રાગાવેગપૂર્ણ ચિત્રો અહીં મળે છે. પણ વિષયો અમુક કુંડાળામાં જ રહ્યા હોવાથી જીવનની બીજી ઘણી બાજુઓ વણસ્પર્શાયેલી રહે છે.
જીવન પ્રત્યે ભાવનાપ્રેરિત અભિગમ હોવાથી વાસ્તવિક વિષય હોય તોપણ એનું આલેખન ધૂમકેતુની કલમે ભાવનાલક્ષી બની જાય છે. એમનો વિશેષ રસ વ્યક્તિનું જીવન આલેખવામાં છે. આથી જ એમનાં પાત્રોમાં જીવન - ૧૭૬]
‘ધૂમકેતુ’નો સ્થિર પ્રકાશ •
તરફના આદર્શવાદી દૃષ્ટિકોણની સાથે લાગણીનો આવેગ અને ભાવનાઓનો ધસમસાટ છે. પરંતુ પાત્ર કોઈ આદર્શ માટે મંથન અનુભવતું નથી. એ જ રીતે આદર્શ સિદ્ધ કરવા જીવન સામે ઝઝૂમવા કે બાખડવાને બદલે એ સમર્પણનો માર્ગ વધુ પસંદ કરે છે. આ પાત્રો ખરેખર તો આદર્શને સ્વીકૃત ગણીને જ એના તરફ ગતિ કરે છે. જીવનની બેડોળતા કે કદરૂપાપણું ધૂમકેતુએ જોયું હશે પરંતુ એમની જીવનદૃષ્ટિને અનુરૂપ હોય તેટલું જ લે છે. પરિણામે ધૂમકેતુમાં અમુક પ્રકારનું આઘાતજનક વસ્તુ, ઘટના, પાત્ર કે અંત મળતાં નથી.
ધૂમકેતુની ભાવનાશીલતા ઘણી કૃતિઓમાં તાટસ્થ્યને હાનિ પહોંચાડે છે. લાગણીની પરાકાષ્ઠા આલેખવા જતાં ક્યારેક એમાં ઘેલછા આલેખાઈ જાય છે. નેન્સી હેઈલે ધ રિયાલિટીઝ ઑફ ફિક્શન'માં નોંધ્યું છે કે સર્જકના આંતરિક તરંગવ્યાપાર કે કલ્પનાવ્યાપારનું ઘણું મહત્ત્વ છે. આ કલ્પનાવ્યાપારને તેઓ વાર્તાના વિષયવસ્તુઓ માટેનું ગર્ભસ્થાન લેખે છે. પરંતુ કેવળ કલ્પનાવ્યાપારથી વાર્તાનું ઘડતર થવું જોઈએ એમ એ સૂચવવા માગતા નથી. એમની દૃષ્ટિએ તો વાર્તાના વિષયવસ્તુ બાહ્ય વાસ્તવિકતા અને આંતરિક તરંગસૃષ્ટિના આત્મલગ્નના પરિણામરૂપ હોય છે. એ બંનેનું યોગ્ય પ્રમાણમાં સંયોજન કરવાની વાત નેન્સી હેઈલ કરે છે. આવા સંયોજનના અભાવે ધૂમકેતુની કેટલીક વાર્તાઓની ભાવનાપ્રધાન લાગણીમયતા સુરુચિવાળા ભાવકને કઠે છે. અલી કોચમેન, સાવિત્રી, પ્યારેમોહન, વાઘજી મોચી, વિધુશેખર, ઇન્દ્રમણિ કે જુમો ભિસ્તી આનાં ઉદાહરણ છે. ‘પોસ્ટ ઑફિસ'માં પત્ર ન આવવાનું કારણ કેટલું ધૂંધળું છે ! ધૂમકેતુની કેટલીક વાર્તાઓનું પ્રયોજન બરાબર સ્પષ્ટ થતું નથી. ‘જન્મભૂમિનો ત્યાગ’ નવલિકાનું શીર્ષક, આરંભ અને અંત જોતાં એમ લાગે કે લેખક ભૂમિપ્રેમની કથા કહેવા ચાહે છે, પરંતુ વાર્તાની વચ્ચે આવતી બીજી ઘટનાઓ આર્થિક અને સામાજિક બાબતો તરફ લક્ષ દોરે છે. આનાથી વાતાવરણના કરુણને વધુ ઉઠાવ મળે છે. પણ આમાંની કોઈ બાબત ભૂમિપ્રેમ બતાવવા ઉપકારક બનતી નથી. એકસાથે બે વાર્તા ચાલતી હોય તેવું લાગવાથી નલિકા પાછળનો હેતુ તરવરતો રહેવાને બદલે બીજી વાત નીચે દબાઈ જાય છે.
ધૂમકેતુનાં કેટલાંક પાત્રો એટલાં બધાં બળવાન છે કે આપણા માનસપટ પર ચિરંજીવ છાપ મૂકી જાય છે. ભૈયાદાદા, આનંદમોહન, જુમો ભિસ્તી, સુમેરુ અને ભીખુ જેવાં પાત્રો એમના સ્વભાવની લાક્ષણિક છટાને કારણે બળવાન બન્યાં છે. ક્યારેક પાત્રનું પ્રતીકાત્મક વર્તન એના સ્વભાવવિશેષને ખૂબીથી પ્રગટ કરે છે. ‘ભૈયાદાદા'માં નેતરની સોટીથી કાંકરી ઉડાડતો અધિકારી અથવા Q ૧૭૭ ]
Page #95
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ • પોતાના ભાંડુઓને ખાતર જૂઠું બોલતો ભીખુ આનાં દૃષ્ટાંતો છે. ‘હૃદયપલટોમાં ‘આલુકા શાક’ની વાત અત્યંત હૃદયસ્પર્શી બની છે. ક્યારેક નાયક સિવાયનાં પાત્રો વાતાવરણ જમાવવામાં સક્રિય મદદરૂપ બન્યાં છે. ‘ભૈયાદાદામાં પની અને બિલાડીનાં બચ્ચાં વાતાવરણના માર્દવમાં વધારો કરે છે. તો ‘જુમો ભિસ્તીમાં અબોલ વેણુ પાડો અને ‘અખંડ જ્યોત "માં શાસ્ત્રી ગંગાપ્રસાદ પોતાના આગવા વ્યક્તિત્વની લકીર મૂકી જાય છે.
ધૂમકેતુનાં પાત્રોમાં ભાગ્યે જ કોઈ પાત્રના સ્વભાવની વિધવિધ છટાઓ અને લાક્ષણિકતાઓ આલેખાઈ છે. ‘ધ શૉર્ટ સ્ટોરી'માં શૉ ઑ’ ફ્લૉ (Sean 0' Faolain) સર્જકના વ્યક્તિત્વને વાર્તાસર્જનના કેન્દ્રમાં મૂકે છે. માણસ લખે છે તે વિષયને નહિ, પણ પોતાને એવું વિધાન પણ શૉ ઑ’ ફ્લૉ કરે છે. શૉ ઑ' ફ્લૉ જાદુગર સાથે વાર્તાકારને સરખાવીને પોતાનો મુદ્દો સ્પષ્ટ કરતાં કહે છે કે જાદુગરનો જાદુ એ હોય છે કે એ લોકોને અદૃષ્ટ થતાં દેખાડે છે. વાર્તાકારનો જાદુ એ હોય છે કે એ લોકોને દુષ્ટ કરે છે, એટલે કે પોતે લોકોની વાર્તા કહે છે એમ એ દેખાડે પણ હકીકતમાં પોતાના વ્યક્તિત્વનું એ સંગોપન કરતો હોય છે. ધૂમકેતુની વાર્તામાં આવું વ્યક્તિત્વનું નિગરણ જોવા મળતું નથી, બ૯ નવલિકાના કલેવરને હાનિ પહોંચાડે તેવી રીતે એમની માન્યતાઓ, આગ્રહો અને અર્ધસત્ય આવ્યાં છે. લેખકને જૂનવટ માટેનો આદર વધુ તો નવાં વહેણોના તિરસ્કાર દ્વારા પ્રગટ થાય છે. ‘ગોવિંદનું ખેતર માં ભાગીરથીના મુખે લેખકનું મનોગત ફુટ રીતે વ્યક્ત થાય છે. ભાગીરથી કહે છે,
“બેટા ! ઓ પ્રકૃતિનું સૌંદર્ય, ખેતરની સ્વાધીનતા, લીલી વાડી ને જિંદગીની તાજગી ખોઈ, યંત્રોના મોહ માં શહેરમાં આપઘાત કરવાનો પાઠ કોણ આપી રહ્યું છે ? શું ગામડાં ભિખારી થશે, ને શહેરો ગુલામ થશે એ આ સંસ્કૃતિનું
ધ્યેય છે ?" | ‘જુમો ભિસ્તી માં પણ લેખકે શહેરી જુવાનને ઝપટમાં લઈને શહેરી સંસ્કૃતિની ટીકા કરવાની એક તક ચૂકતા નથી. ઘણી વાર તો ધૂમકેતુની ઉપમાઓ પણ એમના આગ્રહને પ્રગટ કરી દેતી હોય છે. ‘ભૈયાદાદાને અંતે આવતો યંત્રસંસ્કૃતિ તરફનો એમનો રોષ તો વાર્તાના ઘાટને રોળી નાખે છે.
એક એવી માન્યતા સામાન્યપણે પ્રવર્તે છે કે ધૂમકેતુનું જીવનદર્શન પોકળ છે, ખોટું છે. કોઈ પણ સર્જકના જીવનદર્શનને કે એના idealismને ખોટું કહી ન શકાય. પ્રત્યેક idealism નોખું નોખું હોય અને એની સામે કોઈ વાંધો ન
૭૮ ]
• ‘ધૂમકેતુ’નો ચિર પ્રકાશ • લઈ શકે. ખરેખર તો ધૂમકેતુ જીવનદર્શન કે idealismની તારવણી માટે સાચા પ્રમેયો રચવામાં ‘ગોવિંદનું ખેતર' કે “પૃથ્વી અને સ્વર્ગ' જેવી નવલિકાઓમાં નિષ્ફળ ગયા છે, એમ કહેવું જોઈએ. સર્જકનું idealism કે જીવનદર્શન અને dictate કરે ત્યારે કલાકૃતિને હાનિ થાય છે. આથી ભાવકે તો idealism વાર્તા દ્વારા કલાત્મક રીતે ફુલિત થાય છે કે નહીં, તે જ જોવાનું રહ્યું. સંગીતમાં આત્માને જગાડવાની તાકાત જોતી, કર્ણાટકની મૂર્તિમાન સરસ્વતી જેવી તારા ઇંદ્રમણિના સંગીત પર ઓવારી જઈને એની જીવનસાથી બને છે અને પછી મુનીમની વાતોને માની લે તથા સારંગીને પોતાની શૉક્ય માનવા લાગે, એવું પાછલે પગે ચાલતું પરિવર્તન શક્ય છે ખરું ? આમ્રપાલીનો સ્ત્રીત્વનો ખ્યાલ , એની શરતો, એનો દેશપ્રેમ, બિંબિસાર સાથેનો સંબંધ અને પુત્રત્યાગ સહેજે મેળ ધરાવતાં નથી.
ધૂમકેતુને ભાવના, પ્રસંગ કે લાગણીમાં જેટલો રસ છે એટલો એ દ્વારા પ્રગટ થતા જીવનનાં બલાબલોમાં નથી. આથી એમનાં પાત્રો type બની ગયાં છે. પાત્રમાનસનાં સ્તરો ઉખેડવાને બદલે કે એના વ્યક્તિત્વમાં અવગાહન કરાવવાને બદલે ભાવકના હાથમાં માત્ર પ્રસંગ રહી જાય છે. ‘તારણહાર ' અને ‘કેસરી વાઘા” જેવી વાર્તાઓમાં તેમ જ દોલતના પાત્રને અનુષંગે પ્રસંગ વધુ ઊપસ્યા છે અને પાત્ર ઝાંખાં પડી ગયાં છે. કેટલાંક પાત્રોનું માનસપરિવર્તન કમિક રીતે નહીં, પણ નિકટના સ્નેહીના વિયોગ કે મૃત્યુથી થાય છે. પુત્રીવિયોગથી અલી અને માતાપિતાના મૃત્યુથી આનંદમોહનમાં પરિવર્તન આવે છે. આવી હૈયાપલટાની કથામાં ગર્વિષ્ઠ દુલારી અને વેશ્યા બનેલી કુંતીના પરિવર્તનની કથા નોખી ભાત પાડે છે. માતૃપ્રેમની આચીસે જાગ્રત બનેલી તીની વાત્સલ્યધારા તમામ અવરોધને વટાવીને ચોધાર વહે છે.
વાર્તાના ઘાટનો વિચાર કરીએ તો ‘જુમો ભિસ્તી’, ‘ભીખુ’, ‘રતનો ઢોલી' અને અંતને બાદ કરતાં ‘ભૈયાદાદા' સુશ્લિષ્ટ રચના ગણી શકાય. ટેનિકની વિશેષતાની દૃષ્ટિએ ‘અરીસો' નવલિકા વિલક્ષણ ગણાય, જેમાં નાખો કથાપ્રવાહ
અરીસા પર જ વહે છે. ‘તારણહાર’, ‘મદભર નૈના', ‘આત્માનાં આંસુ', ‘કેસરી વાઘા’ અને ‘સોનેરી પંખી' જેવી નવલિકાઓમાંથી થોડું ગાળી નાખ્યું હોત તો એના કલાઘાટની સુરેખતા ઓર વધી ગઈ હોત. ‘ભૈયાધદામાં ભૈયાની પરોક્ષ ઉપસ્થિતિથી થતો વાર્તાપ્રારંભ નોંધપાત્ર ગણાય.
ધૂમકેતુના પુરોગામીઓ અને સમકાલીનો નવલિકામાં પ્રત્યેક વિગત એટલી
૧૭૯ ]
Page #96
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ • મૂર્ત બનાવીને મૂકતા કે વાચકને કશું વિચારવાનું રહેતું જ નહીં. સર્જક ભાવકની આંગળી ઝાલીને એને વાર્તા પ્રદેશમાં દોરતો. આથી સહૃદયની શક્તિને પડકાર કે આહ્વાન થતું નહીં, પણ ધૂમકેતુની નવલિકા વિશેની વિભાવના આ વિષયમાં સારી એવી સુઝ ધરાવનારી છે. તેઓ કહે છે : “નવલકથા જે કહેવાનું હોય તે કહી નાખે છે. ટૂંકીવાર્તા કલ્પના અને લાગણીઓ જુગાવીને જે કહેવાનું હોય તેનો માત્ર ધ્વનિ જ - તણખો જ – મૂકે છે.” પરંતુ ધૂમકેતુનું સર્જન એમની આ વિભાવનાને ક્યાંક ચાતરી જાય છે. લલિતમોહન અને સુકેશી જેવાં પાત્રોની સૂત્રાત્મક ઉક્તિમાંથી નવલિકાનું રહસ્યોદ્ઘાટન થઈ જાય છે. ‘અખંડ જ્યોત’ કે ‘ગોવિંદનું ખેતર’ જેવી વાર્તાઓ તો રહસ્યની ખીંટી પર ટાંગેલા ડગલા જેવી બની ગઈ છે. ટૂંકીવાર્તાએ તો ધ્વનિ જ – તણખો જ – મૂકવાનો, એવી સમજ ધરાવનારા સર્જક ધૂમકેતુ વાચકને સહેજે આયાસ કે શ્રમ ન કરવો પડે એટલી હદે કેથયિતવ્યને પ્રગટ કેમ કરતા હશે ? શું ભાવક વિશેની એમની શ્રદ્ધા ઓછી હશે ? આમાં ભાવકની શક્તિના અપમાનની સાથેસાથે સર્જકને ખુદ પોતાનામાં ઓછો વિશ્વાસ લાગે છે. એ ગમે તે હોય, પણ ભાવકનો ‘અવ્યક્ત મધુર’ ખોળવાનો આનંદ તો હરી જ લે છે !
‘તણખા મંડળ ૪'ની પ્રસ્તાવનામાં ધૂમકેતુ લખે છે કે કેટલીક વખત નવલિકાનું સૌદર્યદર્શન એક જ વાક્યમાં થતું હોય છે. ધૂમકેતુની વાર્તાઓમાંથી આ ‘એક જ વાક્ય” લેખક પોતે બોલીને વાર્તાના હાર્દને અનાવૃત્ત કરી દે છે. ક્યારેક વાર્તાના અંતે લાંબા ગદ્યખંડ પણ આવી રીતે જ લટકાવેલા હોય છે. આ સમયે જયંતિ દલાલની એક વાત યાદ આવે છે. તેઓએ કહ્યું હતું કે ધૂમકેતુએ કુમાર કાર્યાલયમાં ‘તણખા મંડળ ૧” છપાવવા આપ્યું ત્યારે તેમાંથી દરેક વાર્તાને અંતે એમાંથી નીકળતો સાર લખ્યો હતો. શ્રી બચુભાઈ રાવતે એનું સંપાદન કરતી વેળાએ આવો સાર કાઢી નાખ્યો હતો.
ધૂમકેતુના ગદ્ય અંગે નવેસરથી વિચાર કરવાની જરૂર છે. ધૂમકેતુના ગદ્યમાં લય, ચોટ, ઉત્કટતા અને ચિત્રાત્મક્તા છે અને છતાંય દુર્બોધતા નથી. સળંગ વહેતા ઝરણા જેવું એમનું ગદ્ય છે. એમાં તર્ક કરતાં ઊર્મિનું બળ વિશેષ પ્રગટ થાય છે. કશીય વાગ્મિતાનો આશ્રય લીધા વિના ધૂમકેતુનું ગદ્ય સૂત્રાત્મક અને કાવ્યમય બની શકે છે. કવિવર રવીન્દ્રનાથ ટાગોર, ખલિલ જિબ્રાન અને ઉમર ખય્યામના રંગદર્શી અધ્યાત્મનો એમાં અણસાર જોવા મળે છે. ગુજરાતી ગદ્યને સર્જનાત્મક છટા અને અપૂર્વ લયવાહિતાથી ધૂમકેતુએ પ્રયોજ્યું છે. એમની વર્ણનકલા પણ એટલી જ મોહક છે. આનંદપુરના એક ખૂણાનું, નંદગિરિનું,
0 ૧૮૦ ]
• ‘ધૂમકેતુ'નો સ્થિર પ્રકાશ • ભૈયાદાદાની ઓરડીનું કે દરવેશની ઝુંપડીનું તેમ જ, ‘પોસ્ટ ઑફિસમાં આવતું પાછલી રાતનું અને ‘ભીખુ માં પ્રારંભનું વર્ણન વાર્તાને ઉઠાવ આપે છે. અમુક મનોદશા કે પરિસ્થિતિ આલેખતાં આ વર્ણનો ભાવોને સાકાર કરવાની સાથે ચિત્રાત્મકતા લાવે છે. પ્રાકૃતિક જીવનની સમૃદ્ધિને છલકાવતાં ‘પૃથ્વી અને
સ્વર્ગ નાં વર્ણનો મુલાયમ વાતાવરણ સર્જે છે. ‘ગોવિંદનું ખેતર’ જેવી નવલિકાઓમાં વર્ણન ખુદ ‘રોમેન્ટિક' બને છે, તો વળી ધૂમકેતુની નવલિકાઓમાં વર્ણન idealized થઈ જાય છે. વાંચ્યું રાખવાનું મન થાય એવાં કેટલાંય વર્ણનો ‘તણખા મંડળ ૧'માંથી મળી આવે.
ધૂમકેતુની વર્ણનકલાની આજ સુધી ઘણી પ્રશંસા થઈ છે. પણ એ સંદર્ભમાં વિચારાયું નથી કે આ વર્ણનો વાર્તાનો ખરે ખર ઉપકારક છે કે નહિ ? આ સંદર્ભમાં એમ કહેવું જોઈએ કે કેટલેક સ્થળે વર્ણનોની નાનીમોટી વિગતો સાથે બનીને કથયિતવ્ય તરફ દોરી જતી નથી. આ વર્ણનો બધે અર્થપૂર્ણ - ટૂંકીવાર્તાની અપેક્ષાએ – બનતાં નથી. ટૂંકીવાર્તામાં તો એને ઉપકારક ન હોય એ બધું જ એનું મારક બને છે.
કેટલેક સ્થળે તો ધૂમકેતુને જે વસ્તુ રજૂ કરવી છે, તે માટે વર્ણનનો આશરો લીધા વિના ચાલે તેમ નથી. નવલિકાનો ભાવપરિવેશ જ આની માગણી કરે છે. ‘કલ્પનાની મૂર્તિઓ’ કે ‘સોનેરી પંખી માંથી વર્ણનો કાઢી નાખીએ તો કશું બચે ખરું ?
ધૂમકેતુની નવલિકાઓમાં ઠેર ઠેર સચોટ અને હૃદયસ્પર્શી ચિંતનકણો મળે છે. લેખકની રોમૅન્ટિક તાસીરમાંથી આવાં ચિંતન કણો કે સૂત્રો ઊપસી આવે છે. ‘રજ કણ'માં પોતાના જીવનની વાત કહેતા હોય એ રીતે ધૂમતુ લખે છે :
ચાંદની જેવી કીર્તિ આવે કે અંધારા જેવો અયશ આવે, મિત્રો નિદે કે મૂર્ખ વખાણે, કંઈ ફિકર નથી; જ્યાં સુધી કલાનાની રાણી હશે; છે ત્યાં સુધી મારું પ્યાલું છલોછલ ભરેલું છે.”
ધૂમકેતુનાં આવાં ચિંતનકણો પર રવીન્દ્રનાથ ટાગોર, ખલિલ જિબ્રાન અને ઉમર ખય્યામનો ઘણો પ્રભાવ છે. ખલિલ જિબ્રાને એના વિખ્યાત સર્જન ધ પ્રોફેટ’ વિશે પોતાની માનસિક દશાનું પૃથક્કરણ કરતાં લખ્યું,
'While I was writing the Prophet, the Prophet was writing me.'
ખલિલ જિબ્રાનનું આ વાક્ય ધૂમકેતુનું પ્રિય વાક્ય હતું અને એ જ એમની રોમેન્ટિક પ્રકૃતિ વિશે ઘણું બધું કહી જાય છે.
૧૮૧ ]
Page #97
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ • ઐતિહાસિક દૃષ્ટિએ ધૂમકેતુએ નવલિકાનું કલાસ્વરૂપ ઘડી આપ્યું. એમણે ગુજરાતી નવલિકામાં ઘણી ક્ષિતિજો ઉઘાડી આપી. એના ભાવનાશીલ આદર્શપ્રેમી પાત્રો આવતી કાલની વધુ વાસ્તવલક્ષી અને ઉપયોગિતાલક્ષી દુનિયાની પરિસ્થિતિમાં વધુ આકર્ષણ કરે તો નવાઈ પામવા જેવું નથી. ગુજરાતી નવલિકાને એના ઉગમકાળે જ આવા સર્જક મળ્યા તે એનું મહાભાગ્ય કહેવાય. વળી ચિંતન અને સર્જનની અભિવ્યક્તિમાં ધૂમકેતુનું ગદ્ય એક નવો જ ઉન્મેષ પ્રગટ કરે છે. એમની વાર્તાઓમાં એવું કંઈક છે કે જેમાં આપણને રસ પડે અને જે આપણને ખેંચી રાખે. ટૂંકીવાર્તાના વસ્તુમાંથી માનવતત્ત્વ પકડીને તેને શબ્દબદ્ધ કરવાની કળા ધૂમકેતુએ બતાવી છે. જેને વાંચીને આસ્વાદવાનું મન થાય તેવી ટૂંકીવાર્તા આપી છે. ધૂમકેતુની નવલિકાઓની ઘટનામાં વિશેષ બળ નથી. એમની વધુ કુશળતા તો ઘટનામાંથી વિસ્તરતાં માનવતત્ત્વોને પકડીને તેનું નિરૂપણ કરવામાં આવે છે. ધૂમકેતુ પોતે પોતાના સર્જનની વિવેચકની અદાથી પુનઃતપાસણી કરતા હતા તેવી નોંધ ધૂમક્તના પુત્ર દક્ષિણકુમાર જોશીએ ‘ધૂમકેતુની સર્જનપ્રક્રિયાની ભીતરની ઝલક’ આપતાં કરી છે. ધૂમકેતુ પોતે સર્જનને ફરી ફરી ચકાસવું જોઈએ અને તેના પર રંધો ફેરવતા રહેવું જોઈએ એમ માનતા હતા.
ધૂમકેતુનું નવલિકાસર્જન જોતાં પ્રશ્ન એ થાય છે કે ઈ. સ. ૧૯૨૬માં ‘તણખા મંડળ ૧' પ્રગટ થયું. એ પછી એમના અવસાન પર્યત એટલે કે ૧૯૯૫ સુધી એમનું નવલિકાલેખન ચાલુ રહ્યું. ચોવીસ વાર્તાસંગ્રહ, ૪૯૨ વાર્તાઓ અને આશરે ત્રેપનસો પાનાંમાં આ સામગ્રી સચવાયેલી છે. ‘તણખા મંડળ ૧’ પછી ધૂમકેતુ પાસેથી ‘રતનો ઢોલી' જેવી કેટલીક નોંધપાત્ર વાર્તાઓ મળી, ધૂમકેતુએ નવલિકામાં એક નવો આરંભ કરી આપ્યો છતાં છેક સુધી આરંભમાં જે રીતની નવલિકા લખી તે જ રીતે લખવાનું ચાલુ રાખ્યું.
એક સવાલ એવો થાય કે ‘તણખા મંડળ ૧' પછી ધૂમકેતુની ટૂંકીવાર્તાઓનો વિકાસ કેમ ન થયો ? બીજી બાજુ ‘દ્વિરેફ' સતત પ્રયોગો કરતા રહીને આવો વિકાસ સાધે છે. આજે મધુ રાય પણ આ જ રીતે નવા નવા પ્રયોગો સતત કરતા રહે છે. એ પ્રયોગ સફળ થાય કે નિષ્ફળ જાય એ વાત જુદી છે. ધૂમકેતુએ ‘તણખા મંડળ ૧' પ્રગટ કર્યું એ પછી ૩૯ વર્ષ સુધી નવલિકાલેખન સતત ચાલુ રાખ્યું. આમ છતાં ‘દ્વિરેફ'ની માફક વિષય કે ટેનિકના નવા પડકારને ઝીલવાનો પ્રયાસ એમણે કર્યો નથી. ‘દ્વિરેફ'માં Psychological theme મળે છે. એ સમયે આ પ્રકારના વિષયવસ્તુ પર નવલિકાની રચના કરવાનું ‘દ્વિરેફ'ને જ સૂઝે. નવલિકાના ‘થીમ'નો જે પડકાર ‘દ્વિરેફ' કે જયંતિ દલાલ ઝીલે છે તે
૧૮૨ ]
• ‘ધૂમકેતુ'નો ચિર પ્રકાશ • ધૂમકેતુમાં દેખાતો નથી. ‘તણખા મંડળ ૧” પછીની વાર્તાઓમાં ક્યાંક સેટિંગ્સ બદલે છે, પણ ચેતનાના નવા નવા પ્રદેશો ખૂંદી વળવાનું સાહસ ધૂમકેતુ કરતા નથી. આનું એક કારણ એ પણ હોઈ શકે કે પોતે રચેલી એક Idealised સૃષ્ટિમાં રહેનાર સર્જકને માટે આ કામ મુશ્કેલ હતું. વળી એમના પ્રત્યક્ષ પરિચયને કારણે બીજું કારણ પણ કહી શકું અને તે છે અતિલેખન. રોજ એક ફર્મા જેટલું લખાણ લખાવું જ જોઈએ એવો નિયમ તેઓ રાખતા હતા.
ધૂમકેતુમાં ઊર્મિતત્ત્વ અને દ્વિરેફમાં બુદ્ધિનું તત્ત્વ પ્રધાન છે એ વાત સાચી. પણ એકલી બુદ્ધિની રમત વાર્તાને ટુચકો બનાવી દે છે. એને અત્યંત સ્થળ એવું પરિમાણ આપે છે. ટૂંકીવાર્તામાં તો બુદ્ધિ અને ઊર્મિ બંને જોઈએ. બુદ્ધિનો ઊર્મિના અંકુશ તરીકે ઉપયોગ થતો હોય ત્યાં ઉત્તમ પરિણામ આવે. ધૂમકેતુ અને દ્વિરેફની ઉત્તમ વાર્તાઓમાં આવું સંયોજન જોવા મળે છે. 'મુકુંદરાય' કે “ખેમી' જેવી વાર્તાઓમાં ઊર્મિતત્ત્વ ન હોય તો તેની અસર થશે ખરી ? કાકાસાહેબે એક સ્થળે નોંધ્યું છે કે “ખેમી” અને “મુકુંદરાય'ની નીચે રા. વિ. પાઠકની સહી ન હોય તો એ વાર્તા ધુમકેતુની જ લાગે. પણ જ્યાં કેવળ બુદ્ધિની જ રમત હોય ત્યાં એ નવલિકા બનતી નથી. જેમકે ‘દ્વિરેફ'ની ‘એક પ્રશ્ન' એ વાર્તા બનતી નથી. એની સામે ધૂમકેતુની ‘જુમો ભિસ્તી' જેવી નાની વાર્તા જોઈ શકાય. મનુષ્યચિત્ત અને મનુષ્યહૃદય આ બંનેમાં ચૈતન્ય છે. એ ચેતનાને વાર્તામાં ગોઠવતાં ઊર્મિ અને બુદ્ધિનું સંયોજન થવું જોઈએ.
નવલિકામાં ‘દ્વિરેફ' જુદી જુદી ટેનિક અજમાવે છે. જુદા જુદા પ્રયોગો કરે છે, જે એ પછીના જયંતિ દલાલ જેવા લેખકો માટે પ્રેરણારૂપ બન્યા. જ્યારે ધૂમકેતુની નવલિકાઓના ચીલે ચાલીને ભવાનીશંકર વ્યાસે ‘પદધ્વનિ” વાર્તાસંગ્રહ આપ્યો. કિશનસિંહ ચાવડામાં ધૂમકેતુની લાગણીમયતાનો પડઘો સંભળાય છે, પરંતુ એ માર્ગે પછીની ગુજરાતી નવલિકા ચાલી નથી. જ્યારે દ્વિરેફનો ફાળો વિશેષ છે.
એવું પણ હોય કે ધૂમકેતુનું અનુસરણ કરવું પછીના લેખકોને માટે મુશ્કેલ બન્યું હોય, આ પ્રકારની નવલિકામાં ઊર્મિનું સ્તર ન જળવાય તો તે ઊમિમાંઘમાં જ સરી પડે. ધૂમકેતુની જેમ આપણા ઊર્મિકવિ ન્હાનાલાલનું પણ અનુસરણ ઓછું થયું છે. તર્કથી નવલિકાની રચના કરવી સરળ છે, પણ ઊર્મિતત્ત્વને અવલંબીને વાર્તાની રચના કરવી અઘરી છે. આ અંગે ગુલાબદાસ બ્રોકરનો પ્રતિભાવ જોવા જેવો છે. પોતાના વાર્તાસર્જનના આરંભના સમય વિશે લખતાં તેઓ કહે છે કે –
૧૮૩ ]
Page #98
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ • ત્યારે પણ મનમાં એક ભાવ તો સ્પષ્ટ છે - વાર્તા લખીશ તો ધૂમકેતુ જેવી તો નથી જ લખવી.”
આવો ભાવ સેવવામાં ધૂમકેતુની શક્તિની અવહેલના નથી. એનું બહુમાન છે. મનમાં ખાતરી જ છે કે ઉપરથી નીચે પછડાઉ તોયે તેમની ભાષા, તેમનું કાવ્ય, તેમનું કૌવત મારા લખાણમાં આવે નહીં. તો પછી શા માટે અશક્યને શક્ય બનાવવાની મહેનત કરવી ? આપણને આવડે અને આપણને ફાવે એવો આપણો જ માર્ગ આપણે ન શોધી લેવો ?"
બીજો એક પ્રશ્ન એ છે કે ધૂમકેતુની બધી વાર્તાઓ એકસાથે વાંચી શકાય ખરી ? એમના પહેલા નવલિકાસંગ્રહ ‘તણખા મંડળ ૧થી માંડીને એમના છેલ્લા નવલિકાસંગ્રહ ‘છેલ્લો ઝબકારો' સુધીની કુલ ૪૯૨ વાર્તાઓ તો એકસાથે ન વાંચી શકાય. તણખા મંડળના ચાર ભાગ વાંચતાં એમાં એકરંગી પુનરાવર્તન અને એકવિધતા લાગે છે, જ્યારે ‘દ્વિરેફ'માં સતત તાજ ગીનો અનુભવ થાય છે.
આમ ધૂમકેતુની નવલિકાઓમાં સર્ચ કચિત્તને થયેલો સૌંદર્યાભિમુખતા અને વાસ્તવિકતાનો સ્પર્શ અનુભવાય છે. જીવંત પાત્રચિત્રણ અને સર્જનાત્મક છટાવાળી ગદ્યશૈલી આકર્ષક બને છે. સર્જનવ્યાપારના સાચા ફળ જેવી આ નવલિકાઓ તીવ્ર ઊર્મિક્ષોભને કારણે સર્જાયેલી છે અને તેથી જ અમુક મર્યાદા છતાં ધૂમકેતુની નવલિકાઓ સાહિત્યના પટ પર સ્થિર તેજે પ્રકાશ્યા કરશે એમાં શંકા નથી.
ચરિત્રનિબંધ અને પ્રવાસનિબંધ
G
અંગત નિબંધ કે સર્જનાત્મક નિબંધની જિકર કરવામાં આવે છે ત્યારે એમાંથી ઊપસતી સર્જકની વ્યક્તિત્વની મુદ્રા પર ભાર મૂકવામાં આવે છે. એમાં સર્જ કની કલ્પનાશીલતા અને એની સર્જકતાનો વૈભવ જોવા મળે છે, પરંતુ આનો અર્થ એવો નથી કે પ્રવાસ અને ચરિત્રનિબંધમાં સર્જકતા કે અંગતતત્ત્વ આવતું નથી. હકીકતમાં તો સાહિત્યસ્વરૂપ તરીકે સર્જકતાના સ્પર્શ વગર આત્મર્તપદી કલાપ્રકાર નિબંધ સર્જાય જ નહીં, પછી ભલે તેનો વિષય ગમે તે હોય. મહત્ત્વની વાત તો લેખકના સ્વરૂપનું પ્રાગટ્ય છે.
લલિત અને લલિતેતર એમ બે વિભાગ પાડીને જોઈએ તો લલિતેતર નિબંધ ચિંતનાત્મક (Reflective) અને માહિતી પ્રધાન (Informative) હોય છે. આથી પ્રવાસ કે ચરિત્રનિબંધ કેવળ માહિતી કે ચિંતન માટે લખાયો હોય તો તે લલિત નિબંધની ત્રિજ્યામાં આવી શકે નહીં. પ્રવાસ અને ચરિત્રવિષયક નિબંધોના લલિત સ્વરૂપને જોઈએ તો જણાશે કે આ નિબંધોમાં સર્જકતા હોય છે, પરંતુ તે સર્જકતાનું પ્રગટીકરણ સર્જનાત્મક નિબંધ કરતાં નોખી રીતે થાય છે. અંગત કે સર્જનાત્મક (Creative) નિબંધમાં કેવળ સર્જકના યચ્છા વિહારરૂપે
૧૮૫ ]
૮૪ ]
Page #99
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ • એનું વ્યક્તિત્વ વિલસતું હોય છે. વિષયના કશાય બંધન વિના નિબંધપણે એ વહે છે, જ્યારે પ્રવાસ અને ચરિત્રનિબંધમાં વિષય કેન્દ્રમાં હોવાથી એ અમુક વિષયની ખીંટીની આસપાસ જ સર્જકને વસવું પડે છે. એની ખરી ખૂબી તો પોતે
અનુભવેલા, અવલોકેલા કે માણેલા સ્થળ કે દૃશ્યનું વર્ણન કરવામાં, એના નિરૂપણમાં હોય છે. નિબંધકાર તરીકેની એની વિશેષતા અનેક રીતે પ્રવર્તે છે. અને અવલોકનોમાં અસાધારણ તત્ત્વ હોય છે. એના ચિંતનમાં, અભિપ્રાયમાં, વિચાર કે પ્રતિભાવમાં એનું કવિત્વ, નાવીન્ય અને અસામાન્યતા ડોકાયા વિના રહેતાં નથી. કાકાસાહેબ કાલેલકરના નિબંધો આનું મોટું દૃષ્ટાંત છે. એ જ રીતે શ્રી ભોળાભાઈ પટેલના પ્રવાસનિબંધોમાં પણ એમના રુચિર અને સંસ્કારી પ્રતિભાવો દષ્ટિગોચર થાય છે.
પ્રવાસ અને ચરિત્રનિબંધમાં વિષય કેન્દ્રમાં હોવાને લીધે નિબંધનો બંધ વધારે સુદઢ બને છે. અંગત નિબંધ અમૂર્ત કે ડૉ. હોનસન કહે છે તેમ Loose sally of mind કહેવાય. જ્યારે પ્રવાસનિબંધમાં એના વસ્તુને કારણે નિબંધના આકારને-સ્વરૂપને દૃઢ બંધ પ્રાપ્ત થાય છે. આને કારણે એવું પણ બને છે કે નિબંધકારને સ્થળ હકીકતો અને વિગતોમાં જવું પડે છે. ક્યાંથી પ્રવાસનો પ્રારંભ કર્યો, કઈ રીતે પ્રવાસ કર્યો, ક્યાં ક્યાં ગયા – આ બધી વિગતો એને આપવી પડે છે. શુદ્ધ વ્યક્તિત્વનિષ્ઠ સર્જનાત્મક નિબંધ(personal essay)નું સ્વરૂપ વાયવ્ય છે. પ્રવાસ અને ચરિત્રનિબંધના સ્વરૂપનું હાડ જ વાસ્તવિક હકીકતોથી બંધાયેલું છે. આ પ્રકારના નિબંધોમાં સ્થૂળ વિગતોને કારણે ઘણી વાર રસવિક્ષેપ લાગે પણ ખરો.
બધા જ સાહિત્યસ્વરૂપની જેમ નિબંધનું લક્ષ્ય પણ આનંદ છે, રસબોધ છે અને પ્રવાસનિબંધનો લેખક જરૂર પૂરતી માહિતી કે વિગતો આપીને એમાંથી પોતાને પ્રાપ્ત થયેલો આનંદ આલેખે છે. ક્યાંક એ રોમાંચનો અનુભવ તો ક્યાંક એ સંઘર્ષનો અનુભવ પણ આલેખતો હોય છે. આમાં પોતે પ્રવાસ કર્યો, પોતે કેવો ભાગ્યશાળી છે અને વાચક વંચિત રહ્યો તેવો ભાવ નહિ પરંતુ વાચક પણ સહપ્રવાસી છે અને નિબંધકાર એની સાથે જનાન્તિકે વાતો કરતો હોય છે અને નિબંધ રસાવહ બને છે. વાચકની creativityને, એની ભ્રમણવૃત્તિને, એની wonder lustને કે એનામાં રહેલા રખડુને જાગ્રત કરે છે અને તે લેખક સાથે સહપ્રવાસી બની જાય છે. આમ ભ્રમણનિબંધ વાચકમાં સર્જનાત્મક પ્રતિભાવ જગાડે છે. ‘દેવોની ઘાટી'માં શ્રી ભોળાભાઈ પટેલે કરેલું પહાડી સૂર્યોદયના અનુપમ દૃશ્યનું વર્ણન કેવો રોમાંચ જગાડે છે !
0 ૧૮૬ ]
• ચરિત્રનિબંધ અને પ્રવાસનિબંધ • કેવી અદ્ભુત ક્ષણ ! પૂર્વા પર્વતની ધારે સૂરજની કોર દેખાઈ અને લાંબા પ્રકાશના સ્તભ રચાયા. એ પ્રકાશસ્તમ્ભ મારી આંખે અડકતા હોવાનો અહેસાસ થયો. મેં મારા ભણી જોયું. કુમળો તડકો લક્ષિત થયો, પછી પહાડ ભણી જોયું. આખો સૂરજ શિખર પર ઊભો. તડકો સર્વત્ર વિસ્તરી ગયો. આ જ સમય હતો અહીં આવવા માટેનો - એમ આ સૂરજના આવિર્ભાવની ક્ષણોના સાક્ષી બનવાનું મળતાં થયું. હું ગાયત્રી મંત્ર બોલું છું. ૩ૐ ભૂર્ભુવઃ સ્વ.
આમ પ્રવાસનિબંધનો લેખક કથક (narrator) હોવો જોઈએ અને એ ભાવકને નવલકથા જેવો, બલ્ક એથીયે વિશેષ આનંદ પ્રવાસનિબંધ દ્વારા નિપજાવી શકે. આમાં સર્જકનું વ્યક્તિત્વ એના કથનમાં પ્રગટ થાય છે. અને એ વ્યક્તિત્વના આસ્વાદમાંથી આનંદ પ્રાપ્ત થાય છે. શ્રી ચન્દ્રવદન મહેતાની ‘ગઠરિયાંમાં છૂટક નિબંધ જેવા અનુભવોમાંથી એમના વ્યક્તિત્વનો સંસ્પર્શ થાય છે. રંગભૂમિ, પર્વતારોહણ, ભૂગોળ, ઇતિહાસ - એ બધું એમની અનુભવસમૃદ્ધિમાંથી પ્રગટ થાય છે. જુદી જુદી વ્યક્તિ સાથેનો એમનો સંપર્ક અને એમની સાથે પોતાનું હૃદય ધબકતું હોય તેવી રીતનું એમનું વર્ણન અથવા તો એમની સાથેનો વિનોદ - એ બધું જ શ્રી ચન્દ્રવદન મહેતાના વ્યક્તિત્વની નિજી મુદ્રા લઈને ઊપસી આવે છે. ‘સુંદરમ'ની સૌંદર્યસભર નિબંધરચના ‘દક્ષિણાયનને તેઓ “મારા જીવનનો જ એક ટુકડો ” અને “અનાયાસે લખાઈ ગયેલી એક નાનકડી સંવેદન કથા” કહે છે તો ઉમાશંકરની “ઈશાન ભારત અને આંદામાનમાં ટહુક્યો મોર ”નું પણ સ્મરણ થાય.
ઘણી વાર વિષય એક જ હોય છતાં દરેક પ્રવાસલેખક એને જુદી જુદી રીતે આલેખતો હોય છે. લેખકના નિજી વ્યક્તિત્વની ભિન્નતાને કારણે એ જે ઝીલે છે તે સંવેદનતંત્ર પણ ભિન્ન પ્રકારનું છે. પ્રત્યેક સર્જકનું સંવેદનવિશ્વ ભિન્ન હોય છે. કાકાસાહેબ કાલેલકર અને સ્વામી આનંદ બંનેએ ઈ. સ. ૧૯૧૨ના મે મહિનામાં હિમાલયનો પ્રવાસ કર્યો. સવાઈ ગુજરાતી એવા કાકાસાહેબની માતૃભાષા મરાઠી હતી. તેમણે ગુજરાતીમાં પુસ્તક લખ્યું અને તેમના સહ-પ્રવાસી એવા સ્વામી આનંદ – કે જેમની માતૃભાષા ગુજરાતી હતી તેમણે - મરાઠીમાં ‘હિમાલયનાં તીર્થસ્થાનો’ નામની લેખમાળા લખી. બંનેએ સહ-પ્રવાસ કર્યો હોવા છતાં કાકાસાહેબ અને સ્વામી આનંદનો અભિગમ જુદો છે. ‘હિમાલયનો પ્રવાસમાં ‘બાદનું ગામ’ પ્રકરણમાં બાદના વ્યક્તિત્વનો માત્ર ઉલ્લેખ મળે છે. જ્યારે સ્વામી આનંદે ‘હિમાલયનાં તીર્થસ્થાનોમાં બાદરના મનોભાવોને,
1 ૧૮૩
Page #100
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ • એની વાતચીતને અને એના વ્યક્તિત્વને ખીલવ્યાં છે. એમની પાસે પાત્રને આત્મસાત્ કરવાની અને બોલતી ભાવનાને ઝીલવાની જે કળા હતી તે બાદના વર્ણનમાં દેખાય છે. આમ કાકાસાહેબ અને સ્વામી આનંદે એકસાથે પ્રવાસ કર્યો હતો, એક જ વ્યક્તિને મળ્યા હતા, પણ એમનું આલેખન તદ્દન ભિન્ન છે. ‘રખડવાનો આનંદ', ‘જીવનનો આનંદ', ‘જીવનલીલા' જેવાં પ્રવાસવર્ણનોમાં લેખકે પ્રકૃતિના આનંદને જીવંત રૂપે નિરૂપ્યો છે. એમની શિશુસહજ મુગ્ધતા, અભિજાત વિનોદ, પ્રાકૃતિક સૌંદર્યનો અસબાબ, પાસાદાર ગદ્ય અને મધુરપ્રસન્ન શૈલી એમના પ્રવાસમાં ભાવકને સહજ રીતે સામેલ કરી દે છે.
પ્રવાસ એ માણસની સમગ્ર ચેતના પર અસર પાડનાર અનુભવ છે. એટલે કે હૃદય, બુદ્ધિ અને આત્મા – એ ત્રણેનો પ્રતિભાવ અમુક અમુક ક્ષણોએ પ્રવાસલેખક અનુભવે છે અને તેને પોતાની આગવી ઢબે વર્ણવતો હોય છે. કોઈ બૌદ્ધિક માત્ર બુદ્ધિથી પૃથક્કરણ કરીને અટકી જાય. કલ્પનાવિહારી હોય તો આકાશમાં ઊડે. ચિંતનશીલ માનવી કોઈ ઊંડા ચિંતનમાં સરી પડે, પણ સાહિત્યકાર આ ત્રણે વસ્તુઓનું આગવું સંમિશ્રણ કરીને પોતાના પ્રવાસનું વર્ણન કરે છે અને તેથી જ તેનો અનુભવ વાચકને સમગ્રતયા સ્પર્શે છે. સામાન્ય રીતે લલિતેતર પ્રવાસસાહિત્યમાં પ્રવાસલેખન કરનાર પ્રવાસનું જે પાસે પોતાની રુચિને સ્પર્શતું હોય તે જ પાસાને સ્પર્શીને ઇતિશ્રી માને છે. કોઈ વેપારી પ્રવાસે ગયો હોય તો વેપારીની દૃષ્ટિએ નિરીક્ષણ કરશે. કોઈ વૈજ્ઞાનિક ગયો હોય તો વિજ્ઞાનની દષ્ટિએ એ જ ગત જોશે. સંવેદનશીલ સાહિત્યકાર જ્યારે પ્રવાસ કરતો હોય તો તેનાં બાહ્ય ઉપકરણોની સાથે એનું અંતઃકરણ પણ વિવિધ પ્રતિભાવો ઝીલે છે અને તેથી સ્થૂળ અને સૂક્ષ્મ બંને પ્રકારનો ચિતાર સાંપડે છે. આને માટે એણે વસ્તુના હાર્દ સુધી પહોંચવું પડે છે.
સાચો પ્રવાસી એક વિશ્વજનીન (universal) માનવસંવેદનાને સ્પર્શી જાય છે અને એ રીતે પ્રવાસનિબંધમાં કુશળ સર્જકની કૃતિમાં જે બળ હોય, તેવું બળ લાવવાની શક્યતા રહેલી છે. માટે પ્રવાસનિબંધના લેખકને માટે ચિત્રાત્મક્તા અને વર્ણન કરવાની કલા એ મૂળભૂત જરૂરિયાત છે. એ ઉપરાંત ભાષાપ્રભુત્વ, કલ્પકતા, સંવેદનશીલતા, અવલોકનશક્તિ, પૃથક્કરણશક્તિ અને સૌથી વિશેષ તો સમગ્રના સંદર્ભમાં નિજી અનુભવને મૂકવાની કુશળતા હોવી જોઈએ. પ્રવાસનિબંધમાં રમણલાલ ચી. શાહ, ગુણવંત શાહ અને પ્રીતિ સેનગુપ્તાનું પ્રદાન આગવું ગણાય.
0 ૧૮૮ ]
• ચરિત્રનિબંધ અને પ્રવાસનિબંધ • એવો પણ ભ્રમ પ્રવર્તે છે કે અંગત નિબંધ એટલે ઉત્તમ અને પ્રવાસ કે ચરિત્રનિબંધ એનાથી ઊતરતી કોટિનો ગણાય. ખરી રીતે તો આ કલા એ પ્રત્યાયન(કમ્યુનિકેશન)ની કલા છે. પ્રત્યાયન સફળ રીતે થયું કે ના થયું, સચોટ થયું કે ન થયું અથવા તો એમાંથી કંઈ ‘શ્રીલ’, ‘રોમાંચ' ઊભો થયો કે ન થયો - આ બાબત જ નિબંધની સફળતામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. અંગત નિબંધનો લેખક ક્વચિત્ આનંદ આપવાની બાબતમાં એના લેખક અને થોડા મર્યાદિત વાચ કો પૂરતો સીમિત રહે છે. ઘણી વાર તો અંગત નિબંધમાં તે એવી અમૂર્ત અને દુર્વાહ્ય વિભાવનાઓમાં રાચતો હોય છે કે સામાન્ય વાચકને માટે એને પામવો મુશ્કેલ બને છે. વિજયરાય વૈદ્યના નિબંધસંગ્રહ ‘નાજુ કે સવારીના નિબંધો એ અંગત નિબંધો છે. ચાર્લ્સ લૅમ્બના નિબંધોને અનુસરવાનો વિજયરાયે પ્રયાસ કર્યો, પરંતુ એમની અત્યંત ક્લિષ્ટ શૈલીને કારણે એ નિબંધમાં વિનોદ પણ કૃત્રિમ બની ગયો. વળી આ નિબંધોનો શ્લેષ જે સમજે એ જ વાચક એને માણી શકે. ‘નાજુક સવારી'માં ‘અજ્ઞાનું પરમ સુખમ્’ નિબંધિતામાં તેઓ લખે છે :
“જ્ઞાનાસુર આવી ઘણી ઘણી રીતે આપણા જીવનમાંની કવિતાને ખાઈ જતો હોવા છતાં, આપણી શાન્તિને અને મજાઓને હરી જતો હોવા છતાં, કવિતા શાંતિ અને શુદ્ધ મજાના ઉપાસક એવા કવિઓ શું જોઈને જ્ઞાન-તારીફ કરવા મંડતા હશે તેની સમજ પડતી નથી. જ્ઞાન એવી રીતે કવિતાનું હાડવેરી હોવા છતાં વઝવર્થ જેવો જન્મસિદ્ધ કવિ પણ, જાણે કૂરમાં ક્રૂર કટાક્ષ કરતો હોય તેમ સિદ્ધાંત સ્થાપે છે કે “પોએટ્રી ઇઝ ધ ફાઇનર સ્પિરિટ ઑફ ઑલ નૉલેજ.” અને એવા અવળા સિદ્ધાંત વિના જાણે ગુજરાત ગરીબ રહી જવાનું હોય તેમ, કવિવચનો ટાંકવા પાછળ ગાંડાતૂર બનેલ ગોવર્ધનરામ પણ ઉચ્ચરી ગયા છે : ‘જ્ઞાને એ કવિતાનો આત્મા છે.' એમના મનથી કદાચ આત્માને ને આત્મહત્યારા એ બે શબ્દો પર્યાયરૂપ હશે, એવી માન્યતા કદાચ એમની અગમ્ય લક્યાલક્ષ્ય ફિલસૂફીનું જ એક અંગ હશે. એમના સરખા અભદદર્શીને એ બંને વસ્તુઓ જે ઉપરનાં દૃષ્ટાંતો ને અનુભવકથનો પ્રમાણે તો નિસર્ગભિજ્ઞાસ્પદ છે તે - એકરૂપ દેખાઈ હશે. એવું દેખનાર ‘લક્ષ્યદ્રષ્ટાઆપણે બધા પામર દ્રષ્ટાઓની દૃષ્ટિથી અને અનુભવથી વિરુદ્ધ પડીને, જ્ઞાનને કવિતાનો આત્મા કહેવા નીકળે એ સ્વાભાવિક પણ લાગે છે.”
આમાં વઝવર્થની કાવ્યવિભાવનાને જાણનાર અથવા તો ગોવર્ધનરામના લક્ષ્યાલયરહસ્યવિવરણમ્ એ ‘સરસ્વતીચંદ્ર'ના પ્રકરણને વાંચનાર જ આને
0 ૧૮૯ ]
Page #101
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ • સમજી શકે. આમ અંગત નિબંધનું લેબલ લાગ્યું એટલે એ પ્રવાસ નિબંધ કરતાં ચડિયાતો એવું માનવાની જરૂર નથી. - ગુજરાતી સાહિત્યનો આઠમો અને નવમો દાયકો નિબંધના દાયકા તરીકે ઓળખાય એટલા બધા લેખકો પ્રગટ્યા છે. એમાં પણ વિશેષ અંગત નિબંધોનો યુગ છે તેમ કહેવાય છે. કેટલાય લેખકો પોતપોતાની રીતે અંગત નિબંધો લખે છે, પરંતુ આ અંગત નિબંધોમાં સર્વસામાન્ય (universal) અનુભવનો સાક્ષાત્કાર કરતા હોય તેવા વ્યાપક ઉખાવાળા નિબંધો કેટલા ? પત્રકારત્વને કારણે આવા નિબંધોનું વિશેષ ખેડાણ થાય છે, પરંતુ એમાંથી સાહિત્યિક આનંદ આપનારા નિબંધો ઘણા ઓછા છે. ચાર્લ્સ લૅમ્બ કે ઉમાશંકર જોશીના અંગત નિબંધો વાંચીએ તો નાની વાતમાંથી પણ સમૃદ્ધ અને વ્યાપક અનુભવ મળે છે તેવા નિબંધો આજે કેટલા મળે છે ?
પ્રવાસનિબંધમાં ચન્દ્રવદન મહેતા જેવું ગદ્ય હજી સુધી બીજું મળ્યું નથી. કેટલી બધી જુદી છટાઓ એમના ગદ્યમાં એકસાથે જોવા મળે છે ! એમાં વાતચીતની રીત છે, તો નાટકીય છટા છે. ક્યાંક ચિત્રાત્મક તો ક્યાંક કાવ્યાત્મક અભિવ્યક્તિ છે. વ્યક્તિની અભિવ્યક્તિની મુદ્રાઓ ચન્દ્રવદનના ગદ્યમાં જેટલું વૈવિધ્ય સાધે છે એટલું ભાગ્યે જ અન્ય કોઈ નિબંધકારના ગદ્યમાં હશે. કાકાસાહેબ કાલેલકર અને ચન્દ્રવદન મહેતાએ પ્રવાસનિબંધને સર્જનાત્મક નિબંધ તરીકે સ્થાપિત કર્યો. સાહિત્યસ્વરૂપ તરીકે પ્રવાસનિબંધ માર્જીનમાં હતું – હાંસિયામાં હતું – તેને શિષ્ટ સાહિત્યની કોટિએ પહોંચાડીને પ્રતિષ્ઠા આપી.
ચરિત્રાત્મક નિબંધનો પાયો પણ જીવંત વ્યક્તિને લગતી હકીકતોનો હોય છે, પણ એ વ્યક્તિના જીવનની સ્થૂળ હકીકતો કે માત્ર વ્યક્તિપરિચય એ ચરિત્રનિબંધ બનતો નથી. વ્યક્તિના ચરિત્ર નિબંધકારના માનસ પર પડેલી છાપને શબ્દદેહ મળે ત્યારે એ ચરિત્રનિબંધ બને છે. આમાં ચરિત્રનાયકનું આંતર સ્વરૂપ અને બાહ્ય સ્વરૂપ બંનેનું આલેખન હોય. કેટલાંક ચરિત્રમાં માત્ર બાહ્ય કે કેવળ આંતર સ્વરૂપ પ્રતિની ગતિ જોવા મળે છે. ક્વચિત્ આંતર સ્વરૂપમાંથી બાહ્ય સ્વરૂપની પણ વાત કરે છે. રઘુવીર ચૌધરીનું ‘સહરાની ભવ્યતા’ આ દૃષ્ટિએ વિચારવું જોઈએ. એમાં અત્યંત માર્મિક રીતે વિવિધ સાહિત્યકારોના વ્યક્તિત્વનું ચિત્રણ કરવા પ્રયાસ કર્યો છે અને એમાં એમણે વ્યક્તિના ગુણદોષ ઝીલ્યા છે. વિનોદ ભટ્ટનું ‘વિનોદની નજરે’ પણ સાહિત્યકારોની
0 ૧૯૦ ]
• ચરિત્રનિબંધ અને પ્રવાસનિબંધ • લાક્ષણિક બાજુ પ્રગટ કરે છે. પુષ્ટિમાર્ગ સંપ્રદાયના સ્થાપક ‘વલ્લભાચાર્ય નામના નિબંધમાં સ્વામી આનંદ એમના ચરિત્રને તટસ્થ અને સમતોલ રીતે મૂલવતાં નોંધે છે –
વલ્લભાચાર્યના શિક્ષણનો અનર્થ કરી સંપ્રદાયમાં અનાચારના સડા દાખલ કરનાર અને અસંખ્ય શ્રદ્ધાપરાયણ અનુયાયીઓનાં જીવન ભ્રષ્ટ અને વેરવિખેર કરી નાખનાર ગુરુગોસાંઈઓની નિષ્ફર વસમી -relentless ટીકા કરવી પડે; બલ્ક દેશદુનિયાના ધર્મ કે સંપ્રદાય સંસ્થાપકો, પેગંબરો, આચાર્યો તેમજ મહાપુરુષોની હરોળમાં મૂકીને વભાચાર્યમાં કાર્યને મૂલવવા જતાં એમનામાં દૂરનો ભવિષ્ય સુધી જોઈ શકવાની શક્તિ - ક્રાંતદર્શન (vision) નહોતી એમ કહેવાનું અનિવાર્ય થઈ પડે.
જીવનચરિત્રમાં સત્ય વગરનું લખાણ એ ધૂળ પરના લીંપણ જેવું છે. ધંધાદારી રીતે લખતા ચરિત્રનિબંધો, મિત્રભાવે લખાતા ચરિત્રનિબંધ, ફરમાશુ ચરિત્રનિબંધો, પીળા પત્રકારત્વની રીતે સનસનાટી ફેલાવવા લખાતા કે વેર વાળવા લખાતા ચરિત્રનિબંધોથી આ ચરિત્રનિબંધ અલગ છે. એમાં દેશ નથી, નરી પ્રશંસા કે નરી ટીકા નથી. આપવડાઈ નથી. સ્પષ્ટદર્શન હોય છે. વિવેકધર્મી ચરિત્રકારનો આદર્શ દાખલો સ્વામી આનંદનાં લખાણોમાં મળે છે.
ચરિત્રના નિબંધમાં લેખકની સત્યનિષ્ઠા એ પાયાનો ગુણ ગણાવો જોઈએ. કોઈનો સ્તુતિવચનોથી અલંકૃત પરિચયલેખ એ ચરિત્રનિબંધ નથી, બલકે એક ચેતના બીજી ચેતનાના સંસર્ગમાં આવતા એનો જે ઉર્દક થાય તેમાંથી ચરિત્રનિબંધ નીપજે છે. અહીં ઉમાશંકર જોશીનું ‘હૃદયમાં પડેલી છબીઓનું (ખંડ ૧-૨), સ્મરણ થાય છે. ‘હૃદયમાં પડેલી છબીઓ અને એનું આલેખન એ જ ચરિત્રનિબંધ. જીવનચરિત્રકાર, ચરિત્રનાયકનું તટસ્થ, તથ્યમૂલક આલેખન કરતો હોય છે. નિબંધમાં વ્યક્તિત્વનો એક અંશ હોય છે. લેખકને સ્પર્શેલો અંશ હોય, તારણ્ય ન હોય અને રાગાત્મકતા પણ પ્રગટ થાય. જ્યારે જીવનચરિત્રમાં લેખક ક્યાંય દેખાતો નથી. એક સમયે ‘વસંતમાં આનંદશંકર ધ્રુવ ‘હૃદયનો હક' એ શીર્ષકથી વિદેહ થતા સાક્ષરો કે મહાનુભાવોના વ્યક્તિત્વનાં ઊજળાં પાસાંને ઉઠાવ આપીને આર્દ્ર કલમથી ચરિત્ર-નોંધ લખતા હતા. જ્યારે ‘હૃદયમાં પડેલી છબીઓ માં માર્મિક રીતે વ્યક્તિના ગુણનું દર્શન કરાવવાની સાથોસાથ વિશાળ ફલક પર એમની સેવાઓનો ઉલ્લેખ કરીને અંજલિ આપવાનો ઉપક્રમ રાખ્યો છે. આ
0 ૧૯૧ ]
Page #102
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ • નિબંધની ખાસિયત છે મધુરતા. એમની સ્મૃતિ એટલી સજીવ હતી કે ઝાકિરહુસેન, લાલબહાદુર શાસ્ત્રી અથવા તો નાનાભાઈ ભટ્ટ ગમે તેની વાત હોય પણ તેમાં મર્મ હોય. નાની નાની વાતને પણ તાત્ત્વિક તથ્ય હોય એ રીતે રજૂ કરે. આમ વ્યક્તિના લક્ષણદેહ પર દૃષ્ટિ એકાગ્ર થઈને યથાર્થ રીતે અને ઔચિત્યપુર:સર વ્યક્તિનાં આકર્ષક લક્ષણો એમના શબ્દચિત્રમાં ખીલે છે.
અમાસના તારા'માં કિશનસિંહ ચાવડા માર્મિક અને રસપ્રદ શૈલીમાં જીવનના કોઈક મર્મને ઉઠાવ આપે તેવી ઘટનાઓ અને ચરિત્ર આપે છે. ‘જિસીના ઉપનામથી આકર્ષક રેખાચિત્રો લખવાની શરૂઆત કરનાર શ્રી કિશનસિંહ ચાવડા એમના ચરિત્રાત્મક નિબંધોમાં આત્મસાત્ કરેલી સૃષ્ટિને કાવ્યમય ગદ્યમાં અવતાર છે. ઉસ્તાદ ફૈયાઝખાનું આ જીવંત શબ્દચિત્ર અવિસ્મરણીય છે. એક સૂરમાંથી બીજા સૂરમાં તેઓ કઈ રીતે જાય છે એ વિશે કિશનસિંહ લખે છે,
એટલે પછી જ્યારે આપણે દરબારીને સોંપ્યો ત્યારે તો સૂરાવલિ મલકી રહી. ઘમારના આલાપથી જે વાતાવરણ બંધાઈ ગયું હતું તેમાં ધ્યાનની એકાગ્રતા ઉમેરાઈ. જાણે કોઈ મોટો જોગંદર શિવની આરાધના કરી રહ્યો છે. એના અંતરપ%ની બધી પાંખડીઓ ઊઘડીને દેવને આવાહન કરી રહી છે. આ આવાહનમાં ધીરે ધીરે આરતનો આતશ ઉમેરાતો ગયો. સંગીતની સરહદોનો સુબો તંબૂરો સાવધાન હતો. સારંગી આજ્ઞાંકિત દાસીની જેમ પાછળ સૂરાવલિ લઈને ચાલતી હતી. જરાય આંચકો ને લાગે એમ દરબારીની પાલખી ઉપાડીને તબલાંનો તાલ ચાલતો હતો. ધીરે ધીરે સૂરનો ધોધ શમ્યો.”
ચરિત્રાત્મક નિબંધમાં પ્રસિદ્ધ વ્યક્તિઓના જ ચરિત્રનું આલેખન થાય તેવો કોઈ નિયમ નથી. તદ્દન અજ્ઞાત કે સામાન્ય કક્ષાની વ્યક્તિનાં ચિત્રો પણ નિબંધકાર આલેખી શકે છે. સ્વામી આનંદે ‘અજાણ્યાં ઊંચાણો' (ભાગ-૧-૨)માં સ્વાતંત્ર્યસંગ્રામ અને ગાંધીપ્રવૃત્તિએ અજાણ્યા માણસો પાસે કેવાં ભગીરથ કાર્યો કરાવ્યાં તેનાં ચરિત્રો આપ્યાં છે. ચીના બાગના ઘરડા ઘોડા ‘મોરૂ ”નું ચરિત્ર કે મુંબઈના પ્રખ્યાત દૂધ વેચનારા ‘દાદો ગવળી 'નું ચરિત્ર આનાં ઉદાહરણે ગણાય. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટના ‘નામરૂપમાં આ પ્રકારનાં ચરિત્રો મળે છે અને ક્યાંક ક્યાંક તો એની narrative style ટૂંકી વાર્તાનું સ્મરણ કરાવે છે. કલાકારની એક પ્રાથમિક આવશ્યક્તા છે તાધભ્ય અને તટસ્થતા. ચરિત્રાત્મક
૧૯૨ ]
• ચરિત્રનિબંધ અને પ્રવાસનિબંધ • નિબંધના લેખકે સમભાવપૂર્વક વ્યક્તિના જીવનનું દર્શન અને મૂલ્યાંકન કરવું જોઈએ અને તેની આછી રેખાઓ (ચરિત્રનિબંધ એ વિસ્તૃત ચરિત્ર નથી) ઉપસાવવી જોઈએ.
- સ્વામી આનંદે ‘જસ્ટિસ ચંદાવરકર' નામનો એક ચરિત્રનિબંધ લખ્યો છે એ અપ્રગટ કૃતિમાં તેઓ હાઇકોર્ટ જડજના હોદ્દે પહોંચેલા જસ્ટિસ ચંદાવરકરને એમનાં પત્ની હૂંડી લક્ષ્મીકાકીએ શાક લેવા મોકલ્યા હતા તેનો રસપ્રદ કિસ્સો આલેખતાં સ્વામી આનંદ લખે છે :
એક વાર સવારના પહોરમાં સર સાહેબ ફરવા જવાની તૈયારી કરે. કાકી કહે,
‘ફરવા જાઓ છો તો વળતાં શાક લેતા આવજો.' ‘મને ન આવડે.”
‘એમાં ? આવડા મોટા જજ બાલિસ્ટર થયા ને એટલું ના આવડે ?, એમાં ક્યાં વેદ ભણવાના હતા ?”
ગયા. ફરીને વળતાં શાકવાળી બાઈઓ ટોપલા માંડી બેઠી હતી ત્યાં ગયા. પાંચ રૂપિયાની નોટ શાકવાળીના હાથમાં મૂકી કહે,
‘વાજબી ભાવ લઈને શાક તોળી આપ. દેવાચી શપથ આહે તુલા.”
શાકવાળીએ નોટ ગુણિયાના પડ હેઠળ દબાવીને શાક તોળી રૂમાલમાં બાંધી આપ્યું. બાકીના પૈસા કશા ન આપ્યો. ઘેર આવીને રૂમાલ છોડીને ભોંય પર શાકની ઢગલી કરી. કાકી કહે,
‘શાક કેટલાનું લાવ્યા ?”
‘પાંચ રૂપિયાની નોટ શાકવાળીને દીધી અને દેવાચી શપથ ધાતલી હોતી તિલા કી વાજબી અસતીલ તેવટે ચ પૈશે ધે મહષ્ણુન. એ પ્રમાણે એણે આપ્યું ને હું લઈ આવ્યો.'
‘પણ બાકીના પૈસા ?”
‘શેના પૈસા ? મેં કહ્યું નહિ કે ‘મિ તીલા દેવાચી શપથ ધાતલી હોતી હર્ન ?”
૧૯૩ ]
Page #103
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ • કાકી ધૂંઆપૂંઆ. ‘મોટા પંડિત છો જોયા હોય તો. કયા ઓથરીમે તમને મોટી હાઈ કૉરટના જજ બનાવ્યા.'
આછી રેખાઓમાંથી ચરિત્રવિષયક વ્યક્તિનું સમગ્ર વ્યક્તિત્વ આપણે જોઈ શકીએ છીએ.
સમભાવ એ ચરિત્રાત્મક નિબંધમાં વિશેષ ધ્યાન ખેંચે તેવો હોવો જોઈએ. મનસુખલાલ ઝવેરીનાં શબ્દચિત્રોમાં નિબંધકારનો પૂર્વગ્રહ દેખાઈ આવે છે. ‘સ્મરણમુકુર'માં નરસિંહરાવનાં લખાણોમાં એમનો અહમ્ એટલો બધો ઊછળે છે કે મોટા માણસો કરતાં પણ પોતે મોટા છે તેવો એમનો ભાવ પ્રગટ થાય છે. રણછોડભાઈને રણછોડ રહેંટિયો, મહિપતરામને વિલાયતી વાંદરું, નંદશંકરને પાડીશંકર અને દુર્ગારામને સૂકો ખાખરો કહે છે. ‘સ્વ. નારાયણચંદ્ર, સ્વ. નલિનકાન્ત તથા સ્વ. સૌ. ઊર્મિલા' તેમજ ગુરુ અંબાલાલ સાકરલાલ અને રામકૃષ્ણ ભાંડારકરનાં ચરિત્રો આર્ટ અને સંવેદનશીલ કલમે કરનાર નરસિંહરાવ ક્યાંક સ્વીકાર-ત્યાગનું ઔચિત્ય દાખવતા નથી. કેટલેક ઠેકાણે તો આ અહમ્ સુરુચિનો ભંગ કરે એટલી હદે પહોંચી જાય છે. પોતે ગોવર્ધનરામની ભાષાની ભૂલો કેવી રીતે સુધારી તેમજ ગોવર્ધનરામને જોડણી અંગે કરેલા પ્રશ્નોનો ‘ઉત્તર ગોવર્ધનરામભાઈએ થીંગડામારુ જ આપેલો' તેમ કહે છે. એથી યે વધુ એમનો અહમ્ ત્યાં સુધી જાય છે કે ‘ન્યાયતુલા સાચવનારા ગોવર્ધનભાઈ પણ તુલાની દાંડી અયોગ્ય રીતે નમાવતા હતા ખરા.’ આમાં લેખકના ગમા-અણગમા પ્રગટ થાય છે અને એમાંથી અંતે તો નરસિંહરાવનું વ્યક્તિત્વ પ્રગટ થાય છે. (‘સ્મરણમુકુર' પાના નં. ૨૪૭).
બીજી બાજુ ન્હાનાલાલ ‘આપણાં સાક્ષરરત્નો' ભાગ ૧-૨ અને ‘ચિત્રદર્શનોમાં ચરિત્રોને ચાર ચાસણીએ ચડાવીને લખે છે. એમનાં આ ચરિત્રો જયંતીના પ્રસંગે આપેલાં વ્યાખ્યાનો હોવાથી એમની શૈલી વ્યાખ્યાનની છે. કવિની ઇતિહાસદૃષ્ટિ પણ નોંધપાત્ર ખરી. એમનું ગદ્ય ઉત્કૃષ્ટ કાવ્યતત્ત્વથી ભારોભાર ભરેલું અને સુત્રાત્મક છે. જેમ કે ‘લલિત એટલે લગરીક, ‘પઢિયારજી એટલે સ્વર્ગના ઇજારદાર'. જોકે દલપતરામ અંગેના લખાણમાં કવિ ન્હાનાલાલ પ્રમાણભાન ચૂકી ગયા છે અને તેઓ દલપતરામને ત્રણ પત્ની હોવાથી તેમની રાજા દશરથે સાથે સરખામણી કરે છે. | સર્જનાત્મક કે અંગત નિબંધમાં નિબંધકારનો ‘હું” આલાદક અને આનંદદાયક હોય છે, કારણ કે એમાંથી ‘હું'નો ડંખ અને વિષ કાઢી નાખ્યું હોય છે. એનો
] ૧૯૪ ]
• ચરિત્રનિબંધ અને પ્રવાસનિબંધ • હું” પોતાને ભોગે પણ પ્રવર્તતો હોય છે, જ્યારે ચરિત્રમાં વિદ્રવતા કે સંસ્કારનું અભિમાન પણ રસવિક્ષેપ ઊભો કરે છે. ચરિત્રનિબંધમાં મહાદેવ દેસાઈનું ‘બે ખુદાઈ ખિદમતગારોમાં એમની ચિત્રાત્મક શૈલી અને સાત્ત્વિક અભિગમનો પરિચય મળે છે. વ્યક્તિનું આંતરવિશ્વ કે આંતરસ્વરૂપ છે એને બતાવવાનો એમણે પ્રયાસ કર્યો છે. મહાદેવભાઈ દેસાઈએ લખેલું ‘બે ખુદાઈ ખિદમતગાર માં ડૉ. ખાનસાહેબ અને અબ્દુલ ગફારખાનનાં ચરિત્રો એમ બે ચરિત્રો આલેખ્યાં છે. એમણે બતાવેલી બહાદુરી, વફાદારી, સત્યનિષ્ઠા અને સત્યાગ્રહમાં વીરતા – એ બધાં એમના વ્યક્તિત્વનાં પાસાંઓને મહાદેવભાઈએ ઘટનાઓ મૂકીને પ્રાસાદિક ભાષામાં ઉપસાવ્યાં છે. ચરિત્રનાયકને પૂરો ન્યાય કરવો અને અતિશયોક્તિમાં ઊતરવું નહિ એ જેમ આ બે ચરિત્રાત્મક નિબંધોનો ગુણ છે એ જ રીતે લેખકની થોડા શબ્દોમાં વ્યક્તિત્વ ઉપસાવવાની શક્તિ પણ દેખાઈ આવે છે.
લીલાવતી મુનશીનાં ‘રેખાચિત્રોમાં વ્યક્તિના વ્યક્તિત્વને સચોટ ગદ્યશૈલીમાં ઉઠાવ આપવાનો પ્રયત્ન કર્યો છે. એમાં નિરૂપણે પર ભાર વધારે છે. આમાં લેખિકાએ એ વ્યક્તિઓની પોતાના ચિત્ત પર કેવી છાપ પડી તે ઉપસાવીને આત્મલક્ષી ઢબે આલેખન કર્યું છે. તેઓ રેખાચિત્રોમાં કનૈયાલાલ મુનશીના વ્યક્તિત્વને આ રીતે આલેખે છે –
બુદ્ધિના શિખર પરથી એ બિરાજતા જગત પર નજર કરે છે. કોઈએ એમનાં પાત્રોમાં અક્કડતા બહુ છે એમ કહ્યું છે. એમને વિશે પણ એમ કહી શકાય.
વિજ્ઞાનશાસ્ત્રી માફક જનતા સાથે એ ભળે છે તે પૃથક્કરણ કરવા માટે. સ્વભાવનાં બધાં તત્ત્વો એ જુએ છે; દયાહીન રીતે એનું વર્ગીકરણ કરે છે, અને હું એ કરી શકું છું એમ એ સમજી શકે છે.
આવા મનુષ્યની બુદ્ધિને જગત નર્મ, પણ ચાહી ન શકે, આત્મસન્માન વધારે. બીજી તરફ તિરસ્કારપૂર્વક જોવાની વૃત્તિ પણ કેક ખરી. રીતભાત સભ્ય અને સારી. છટા પણ છે....
પણ કદાચ એ દેખીતી બુદ્ધિની કઠણ સપાટી નીચે હૃદયના કૃપમાં ઊર્મિઓનાં મીઠાં વારિ ઊભરાતાં હશે. કોઈએ એ જલ પીધાં હશે, પણ એ જરા દુર્લભ તો ખરાં જ.
હૃદયની તો વાપરે જ કિંમત વધે છે.”
0 ૧૫ ]
Page #104
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ
ચરિત્રાત્મક નિબંધ અને રેખાચિત્ર વચ્ચે બહુ ભેદરેખા રહી નથી. ક્યાંક વિવેચનાત્મક નિબંધો પણ ચરિત્રાત્મક નિબંધમાં ગણાઈ જાય છે. જેમ કે ચરિત્રાત્મક નિબંધની પહેલ કરનાર નર્મદના ‘કવિચરિત્ર'માં એનો હેતુ કવિઓનો પરિચય આપવાનો અને એથીયે વિશેષ કવિઓનું મૂલ્યાંકન કરવાનો છે. દયારામના નિબંધમાં એ નવી માહિતી લઈ આવે છે, પરંતુ દયારામનું વ્યક્તિત્વ ઉપસાવવાનો એનો ઉપક્રમ નથી.
•
ચરિત્રનિબંધ અને રેખાચિત્ર વચ્ચે પાયાનો ભેદ એ છે કે ચરિત્રનિબંધમાં એક થીમ હોય છે. જેમ કે દયારામનો મોજીલો સ્વભાવ કે રસિકતા દર્શાવવા માટે એના જીવનનો અમુક ખંડ ઉપસાવીને મૂકવામાં આવે. જોકે આજે રેખાચિત્ર અને ચરિત્રનિબંધ બંને સ્વરૂપો એકબીજાથી જુદાં રહ્યાં નથી. આપણે ત્યાં નરસિંહરાવ દિવેટિયા, કિશનસિંહ ચાવડા કે ‘ચંદનના વૃક્ષ'માં પ્રવીણ દરજીએ પોતાના પરિચયમાં આવેલી વિવિધ વ્યક્તિનાં એમની સ્મૃતિમાં ઊપસેલાં ચિત્રો દોર્યાં છે. ખરી રીતે રેખાચિત્રો એ પણ સ્મૃતિચિત્રો જ છે. એમાં કોઈ મૉડેલને સામે બેસાડીને લેખક લખતો નથી.
ચરિત્રનિબંધની સફળતાની ખરી કસોટી ગદ્યની રસાર્દ્રતા અને સચોટતા છે. દરેક નિબંધકારનું ગદ્ય અલગ હોય છે. જેટલા નિબંધકાર એટલી ગદ્યની જુદી જુદી ભાત પડે.
ચરિત્રાત્મક નિબંધઓમાં ઉમાશંકર જોશી, કિશનસિંહ ચાવડા, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ કે રઘુવીર ચૌધરીએ મહત્ત્વનું પ્રદાન કર્યું છે. આ પ્રસંગે લિટન ટ્રૅચી
યાદ આવે છે. એના ચરિત્રાત્મક નિબંધો વ્યક્તિના વ્યક્તિત્વને સમગ્રપણે ઉઠાવ આપે છે. એક સમયે સવાલ હતો કે ચરિત્રને કલા કહેવી કે ઇતિહાસ ત્યારે ચરિત્રનું કલા તરફનું પાસું વધુ નમતું કરી આપ્યું, Eminent Victoriansથી લિટન સ્ટ્રેચીએ. આપણે ત્યાં ચરિત્રનિબંધનો લેખક માત્ર ચરિત્રનાયકના અમુક પ્રોફાઇલ - પાસાં જ લે છે. એનાં એક કે બે અંશ અથવા તો અમુક લક્ષણો પર જ દૃષ્ટિપાત કરે છે. આમ પ્રવાસનિબંધ હોય કે ચરિત્રનિબંધ – આખરે તો એમાં લખનારનું વ્યક્તિત્વ જેટલું પ્રગટ થાય તેટલી એની સર્જનાત્મકતાનો ઉન્મેષ જોવા મળે છે.
૧૯૬)
(૧૯૯૭)
૧૫
સાહિત્યિક પત્રકારત્વ વિશે થોડુંક
સાહિત્યિક પત્રકારત્વની આપણે ચર્ચા કરીએ છીએ, એની વર્તમાન સ્થિતિ વિશે દુઃખ અનુભવીએ છીએ, પણ ખરેખર જે ‘વસંત’, ‘કૌમુદી’, ‘પ્રસ્થાન’ વગેરેની જે વાત કરીએ છીએ તેમાં રહેલી ‘સાહિત્યિક’ સામગ્રીની પણ આપણે ખેવના કરી છે ખરી ?
જેમ ઇતિહાસ જિવાતા જીવનની સામગ્રી આપે છે તે જ રીતે સાહિત્યિક પત્રકારત્વ સાહિત્યના વિકાસની સામગ્રી પૂરી પાડે છે. આ અર્થમાં સાહિત્યિક પત્રકારત્વ ખાતરનું કામ કરે છે. કેટલાક સર્જકો અને વિવેચકો
ભેગા થઈને ખબર ન પડે તેમ સાહિત્યનો એક પટ વણતા હોય છે. આ પટ કેવી રીતે વણાયો તેનો ખ્યાલ તો પંદર-વીસ વર્ષ બાદ ‘કૌમુદી’, ‘વસંત’ કે ‘સમાલોચક'ની ફાઈલ જોઈએ ત્યારે આવે. સાહિત્યના અનેક કોયડાનો ઉકેલ સાહિત્યિક પત્રકારત્વમાંથી મળે એવું બને છે. રામનારાયણ પાઠકના ‘પ્રસ્થાન'માં આવા સાહિત્યિક પ્રશ્નોની ચર્ચા ચાલતી, જે પછીની પેઢીને એ પ્રશ્નોના ઉકેલની દિશામાં માર્ગદર્શન આપે તેવી છે.
સાહિત્યની દૃષ્ટિએ કેટલાક ઐતિહાસિક બનાવોનું નિમિત્ત પણ સાહિત્યિક પત્રકારત્વ બને છે. ‘ભદ્રંભદ્ર’ની ઉત્પત્તિનું સાધન ‘જ્ઞાનસુધા’ બન્યું. ‘કવિતા અને સાહિત્ય' કે જેમાં રમણભાઈની કવિતા-સિદ્ધાંત મળે છે તે પણ - ૧૯૭]
Page #105
--------------------------------------------------------------------------
________________
શબ્દસમીપ • ‘જ્ઞાનસુધા'માં લેખમાળારૂપે પ્રકાશિત થયેલ. જો ‘પ્રસ્થાન ન હોત તો રામનારાયણ પાઠક પાસેથી ટૂંકી વાર્તા અને હળવા લેખો મળ્યા હોત કે કેમ એ સવાલ છે.
આ સાહિત્યિક પત્રકારત્વમાંથી સાહિત્યમાં ચાલતા આંતરપ્રવાહનો પણ ખ્યાલ મળે છે. આનું એક ઉદાહરણ જોઈએ. મણિલાલ નભુભાઈના ‘સિદ્ધાંતસોર 'નું પ્રકરણવાર અવલોકન 'જ્ઞાનસુધા'માં કવિ કાન્ત કરતા હતા. આમાં મણિલાલ નભુભાઈની વિચારસરણીની સખત ટીકા હતી. વળી આ વિવાદ ‘કાન્તના કાન્તા પરના પત્રરૂપે ચાલતો હતો. મણિલાલ નભુભાઈના ‘સિદ્ધાંતસાર'ની ટીકા કરતા આવા આઠ પત્રો છપાયા. એમાં મણિલાલને સનાતની, જડ દૃષ્ટિવાળા વેદાંતી તરીકે બતાવવામાં આવ્યા. એવામાં વડોદરામાં પહેલી જ વાર કવિ કાન્ત અને મણિલાલ મળે છે અને મણિલાલની વિચારસરણીથી કાન્ત પ્રભાવિત થાય છે. અગાઉના આઠ પત્રો કાન્ત કાન્તાને લખ્યા હતા, પણ “જ્ઞાનસુધા'માં નવમો પત્ર કાન્તાનો કાન્ત પરના પત્રરૂપે પ્રગટ થાય છે. આ પત્રમાં એમણે મણિલાલ નભુભાઈની પ્રશંસા કરતાં કહ્યું કે મણિલાલે આપણા લોકોને પશ્ચિમમાંથી પૂર્વ તરફ જોતા કર્યા. આ બાબત પત્રના તંત્રી અને ચુસ્ત સમાજસુધારક રમણલાલને અકળાવનારી બની. ખાનગી પત્રવ્યવહારમાં રમણભાઈ કાન્તનો વાંક કાઢે છે ત્યારે કાન્ત કહે છે :
‘બૂરો દેખન મેં ચલો બૂરો ન મીલિયો કોઈ,
જો દેખું દિલ ખોજકે તો માંસે બુરો ન કોય.’ આવા અનેક આંતરપ્રવાહોનો ખ્યાલ અભ્યાસીઓને સાહિત્યિક પત્રકારત્વ આપે છે.
સાહિત્યિક પત્રકારત્વમાં જે વિવાદો જોવા મળે છે તે સામગ્રીની આજ સુધી ઉપેક્ષા થઈ છે. ૧૮૬૩-૬૪માં “બુદ્ધિપ્રકાશ'માં પ્રેમાનંદ ચઢે કે શામળ એ વિશે દલપતરામ અને મહિપતરામનો વિવાદ ચાલે છે. નર્મદ અને દલપતનો જાણીતો વિવાદ ‘ગુજરાતી’ અને ‘બુદ્ધિપ્રકાશ'માં ચાલ્યો હતો. સતત આઠ વર્ષ સુધી સાહિત્ય, સમાજસુધારો અને ધર્મચર્ચા વિશેનો મણિલાલ નભુભાઈ અને રમણભાઈ નીલકંઠ વચ્ચેનો વિવાદ એક બાજુ ‘પ્રિયંવદા' અને ‘સુદર્શન’ અને બીજી બાજુ “જ્ઞાનસુધા'માં મળે છે. પ્રેમાનંદનાં નાટકોનાં કર્તુત્વ વિશેનો વિવાદ ‘ગુજરાતી અને ‘સમાલોચક'માં ચાલે છે. ‘કૌમુદી'માં મણિલાલના આત્મવૃત્તાંત વિશેનો વિવાદ આનંદશંકર ધ્રુવ અને અંબાલાલ પુરાણી વચ્ચે થાય છે. ‘સમાલોચકમાં ગોવર્ધનરામ અને નરસિંહરાવ વચ્ચે ભાષાવિષયક વિવાદ મળે છે તો રમણભાઈ અને આનંદશંકર વચ્ચે ધર્મસિદ્ધાંતોનો વિવાદ ‘જ્ઞાનસુધા'માં
0 ૧૯૮ ]
• સાહિત્યિક પત્રકારત્વ વિશે થોડુંક • મળે છે. કલાને ખાતર કલા અંગેનો મુનશી અને મહાત્મા ગાંધી વચ્ચેનો વિવાદ ‘ગુજરાતી’, ‘કૌમુદી’ અને ‘નવજીવનમાં મળે છે. ન્હાનાલાલના કાવ્ય “સુરતાની વાડીના મીઠા મોરલાના અર્થઘટન વિશે ‘પ્રસ્થાનમાં રા. વિ. પાઠક અને બળવંતરાય વચ્ચેનો વિવાદ મળે છે. એ જ રીતે બળવંતરાયની અગેય અર્થપ્રધાન કવિતાની વિભાવના સામે કવિ ખબરદારનો વિરોધ એક વિવાદ સર્જે છે જે પ્રસ્થાન’ અને ‘માધુરી 'માં મળે છે. કલાપી અને સંચિતને લગતા વિવાદ આપણા બે આધુનિક વિવેચકો જયન્ત કોઠારી અને રમેશ શુક્લ વચ્ચે ચાલ્યો છે. છેક આજ સુધી “સાહિત્યિક પત્રકારત્વમાં આવા વિવાદો ચાલતા રહ્યા છે. આ વિવાદો માત્ર અંગત પૂર્વગ્રહથી ઘેરાયેલા નહોતા. એમાંથી સાહિત્યતત્ત્વ સાંપડે તેવી ચર્ચા અનુસ્યુત હોય છે. ભવિષ્યને માટે માર્ગદર્શન પૂરું પાડે છે, આવા વિવાદો વર્તમાનપત્રમાં ચાલી શકતા નથી અને ચાલે તો તેનું સાહિત્યિક પોત જળવાય નહીં. સાહિત્યિક પત્રકારત્વ જ એને પ્રાણવાયુ પૂરો પાડી શકે.”
આવા સાહિત્યિક પત્રકારત્વથી કેટલીક વાર અભિવ્યક્તિનાં નવાં સ્વરૂપો (દા. ત. પાત્રરૂપ અવલોકન પ્રયોજવાનો) અને વિવિધરંગી ગદ્ય છટા ખીલવવાનો અવકાશ મળે છે. ઘણી વાર સાહિત્યના વિકાસની સાથોસાથ તે નવી તાજગીભરી સર્જકપ્રતિભાના નાટ્યાત્મક પ્રવેશની ભૂમિકા પણ રચી આપે છે. કવિ ન્હાનાલાલની પ્રથમ રચના “જ્ઞાનસુધામાં પ્રગટ થઈ. ‘જ્ઞાનસુધા' એ સુધારક રમણભાઈનું પત્ર. એમાં ચુસ્ત, ધર્મિષ્ઠ દલપતભાઈના દીકરાને ક્યાંથી સ્થાન મળે ? આથી હાનાલાલે પોતાના નામને બદલે ‘પ્રેમભક્તિ' ઉપનામથી કાવ્ય લખ્યું અને સરનામું ન લખ્યું. રમણભાઈને કાવ્ય ગમ્યું પણ પાકું નામ-સરનામું મેળવવા માટે રમણભાઈએ “જ્ઞાનસુધા'ના પૂંઠા પર લખ્યું કે ‘પ્રેમભક્તિનું કાવ્ય મળ્યું છે, પણ કવિ પોતાનું નામ નહીં મોકલે ત્યાં સુધી અમે તે છાપીશું નહીં.
ન્હાનાલાલે નામ ન જ મોકલ્યું. અંતે રમણભાઈએ કાવ્ય પ્રગટ કર્યું. દલપતરામની છેલ્લી અવસ્થા હતી ત્યારે ટપાલમાં આ ‘જ્ઞાનસુધા' આવ્યું અને પ્રો. નરભેરામ દવેએ તો વાંચી સંભળાવ્યું. આ સાંભળીને કવિ દલપતરામે કહ્યું હતું કે પ્રાસ મેળવતાં આવડતું નથી અને કાવ્ય લખે છે. હાનાલાલના ‘વસંતોત્સવ’ કાવ્યનું પ્રથમ પ્રાગટ્ય પણ “જ્ઞાનસુધા'માં થયું. વસંતોત્સવમાં મૂળ પાઠ, પછી પુસ્તકરૂપે પ્રગટ થયેલી એ રચના સાથે સરખાવવાની તક અભ્યાસીને મળે છે. સાહિત્યિક પત્રકારત્વમાં કાચા સોના જેવી આવી ઘણી સામગ્રી ઉપલબ્ધ હોય છે.
એમાં એક જ લેખક જુદા જુદા તખલ્લુસથી લખતા હોય તેવું જોવા મળે છે. જેમ કે “ભ્રમર', ‘શારદ્વત', ‘પથિક', ‘જ્ઞાનબાળા', અને 'x' એ કોનું
0 ૧૯૯ ]
Page #106
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ • તખલ્લુસ છે તે જાણો છો ? નરસિંહરાવ દિવેટિયાનું. ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ'એ પ્રારંભનાં સર્જનોમાં કયું નામ રાખ્યું હતું ? એ નામ હતું ‘દિલીપ”. પુરાણાનંદ’, ‘અક્કલાનંદ', ‘વાશાસ્ત્રી’, ‘મકરંદ’ અને ‘કૌતુક' એવાં નામ રમણભાઈ નીલકંઠનાં તખલ્લુસ છે. જેમ રમણભાઈએ હળવા લેખો લખ્યા એ રીતે બહુ ઓછાને ખ્યાલ હશે કે વિદ્યાગૌરી નીલકંઠ પણ હળવા લેખો લખ્યા હતા. વળી એક કે બે નહીં, પરંતુ છ તખલ્લુસો રાખીને. વિદ્યાગૌરી નીલકંઠનાં તખલ્લુસો હતાં : એક અમદાવાદ, સુરતી, ઓશિંગણ, કોકિલા ઉર્ફ કોયલ ઉર્ફ પરભૂતિકા, જગતની સામાન્ય કોટિમાં આવનાર, દેશનું હિત જાણનાર તથા નચિત જેવાં એમનાં તખલ્લુસો મળે છે. ‘ધૂમકેતુ’ શરૂઆતમાં ‘એક ગુજરાતી 'ના નામે લખતા હતા. ક્યારેક સાહિત્યિક વિવાદમાં પોતાની જાત ઓળખાય નહીં તે માટે પણ આવાં તખલ્લુસોનો ઉપયોગ કરાતો હતો. જો એની સ્પષ્ટતા ન થાય તો એ કાયમને માટે સંદિગ્ધ રહી જાય. જેમ કે હરિ હર્ષદ ધ્રુવના પુત્ર નરસિંહ ધ્રુવે જુદાં જુદાં પાંચ તખલ્લુસોથી માર્મિક અને ચોટદાર હળવા લેખો તેમજ ચર્ચાપત્રો લખ્યાં હતાં. આ લખાણ એમણે નરહરિ ધ્રુવ, અનિલ, નિશમણિ, અભિનવ અને અરવિંદનાં તખલ્લુસથી લખ્યાં હતાં. રમણભાઈ નીલકંઠે એમની મૃત્યુનોંધ ન લખી હોત તો આ તખલ્લુસોનું રહસ્ય અંધારામાં જ રહ્યું હોત.
અત્યારે સાહિત્યિક પત્રકારત્વની સ્થિતિ સહેજે ઉત્સાહપ્રેરક નથી. સાહિત્યિક સામયિકો બંધ થતાં જાય છે અને જે છે તેનું કદ કૃશ થતું જાય છે. અને એ રીતે આપણી અગાઉની સાહિત્યિક સમૃદ્ધિની યોગ્ય જાળવણીની બાબતમાં પણ સ્થિતિ એટલી જ નિરાશા પ્રેરનારી છે. ગોવર્ધનરામ ત્રિપાઠી , નાનાલાલ અને રમણભાઈ નીલકંઠ જેવાના ઘણા લેખો અસંકલિત સ્વરૂપમાં ગ્રંથસ્થ થયા વિનાના મળે છે. રમણભાઈ નીલકંઠના ‘કવિતા અને સાહિત્યના ચાર ભાગ પ્રગટ થયા છે અને હજી પાંચમો ભાગ પ્રગટ થાય તેટલાં એમનાં લખાણો મળે છે. સાહિત્યિક લેખો ઉપરાંત બીજી ઘણી સામગ્રી આપણા સાહિત્યિક પત્રકારત્વમાં પડેલી છે. ગોવર્ધનરામનું ચરિત્ર આલેખનાર શ્રી કાંતિલાલ છગનલાલ પંડ્યા કેમેસ્ટ્રીના અધ્યાપક હતા. એમણે ‘સમાલોચકમાં પોતાના વિદેશપ્રવાસની રસપ્રદ લેખમાળા લખેલી છે. આજે તો આ જૂની સામગ્રી ઓછી થતી જાય છે. ગ્રંથાલયોમાં એની જતનભરી જાળવણી પણ થતી નથી. સાહિત્યિક પત્રકારત્વનો સળંગ ઇતિહાસ પણ નથી. આનંદની વાત છે કે શ્રી કૃષ્ણવીર દીક્ષિત આનો સળંગ ઇતિહાસ લખી રહ્યા છે. આવે સમયે આમાં આવેલી મહત્ત્વની સામગ્રીને ગ્રંથસ્થ કરીને કાયમને માટે ઉપયોગમાં લેવાય તેમ કરવું જોઈએ. અભ્યાસીઓને સંશોધન અને
a ૨૦૦ 0.
• સાહિત્યિક પત્રકારત્વ વિશે થોડુંક • તારણો માટે સામગ્રી સુલભ થવી જોઈએ. માત્ર સૂચિ નહીં પણ સ્વાધ્યાય સાથે અને એમાંથી તારવેલી મહત્ત્વની લેખસામગ્રી સહિત આ સામગ્રી પ્રગટ થાય તો જ આપણે આપણા વારસાનું જતન કર્યું કહેવાશે. સાહિત્યિક પત્ર-સંપાદનની સમસ્યાઓ :
દરેક સાહિત્યિક પત્રનો ઉદ્દેશ જુદો જુદો હોય છે. જેમ કે ‘ગ્રંથનો' હેતુ પુસ્તકોનું અવલોકન આપવાનો હતો. ‘પરબ'નો આશય શુદ્ધ, સાહિત્યિક સામગ્રી આપવાનો ગણાય. ‘કુમાર’ એ કિશોરો માટે પ્રગટ થાય. આમ આ સાહિત્યિક પત્રોને ચોક્કસ ઉદ્દેશ હોય છે. જોકે એ બધાની પાછળ સાહિત્ય તો હોય જ , પરંતુ એના સંપાદકની સૌથી મોટી સમસ્યા એ પત્રના ઉદ્દેશ પ્રમાણેનું લખાણ મેળવવાની છે. ‘સંસ્કૃતિ'નો ઉદ્દેશ વ્યાપક હતો પરંતુ ઘણી વાર એની તંત્રીની નોંધ બાદ કરતાં સાહિત્ય સિવાયની અન્ય સામગ્રી બહુ ઓછી મળતી હતી.
આ સંપાદનમાં સંપાદકની રુચિ કેટલી સંસ્કારાયેલી છે એ પણ જોવા મળે. શ્રી ઉમાશંકર જોશી વારંવાર કહેતા કે વસંતમાં શ્રી આનંદશંકરભાઈ ધ્રુવની નીતિ એવી હતી કે લબ્ધપ્રતિષ્ઠ લેખકની કૃતિને બહુ ચકાસવી નહીં કારણ કે એમાં કૃતિ નબળી સાબિત થાય તો લેખકની પ્રતિષ્ઠા ઓછી થાય. જોકે આ વાત સાથે સંમત થવાય તેવું નથી કારણ કે લબ્ધપ્રતિષ્ઠ લેખકની નબળી કૃતિથી માત્ર લેખકની જ પ્રતિષ્ઠા ઓછી નથી પરંતુ સામયિકમાં એને સ્થાન આપનાર સંપાદકની પ્રતિષ્ઠા પણ ઓછી થાય છે.
એ જ રીતે કેટલાક સંપાદકોનું માનવું છે કે નવા લેખકો પાસેથી તો ઉત્તમ કૃતિ જ મેળવવી જોઈએ, કારણ કે એને પ્રતિષ્ઠા બાંધવા માટે સખત મહેનત કરવાની હોય છે.
હકીકતમાં આ બંને બાબત આત્યંતિક છે. સંપાદકે પોતાના બરની કૃતિ પસંદ કરવી જોઈએ. એમાં પોતાના વિચારો, પૂર્વગ્રહ કે પ્રિય એવાં લખાણો મૂકવાં તે સાહિત્યિક પત્રકારત્વની કમજોરી છે. આવા પત્રકારત્વથી એવું પણ બને કે અમુક પત્ર અમુક જૂથનું બની રહે - જૂથવાદ ઊભો થાય. જેમ કે ‘પ્રસ્થાન' રામનારાયણ વિશ્વનાથ પાઠકના જૂથનું હતું અને કોલકનું ‘માધુરી’ કવિ ખબરદારના જૂથનું ગણાતું હતું. આમ ‘પ્રસ્થાન'માં એક વાત કવિશ્રી સુંદરમ્ લખે કે તરત જ કોલકે એનો જવાબ લખતા હતા. આમાં ક્યારે કે વ્યક્તિગત બદબોઈ આવી જતી. અવલોકનોમાં પણ એવા જ પૂર્વગ્રહો જોવા
[] ૨૦૧ ]
Page #107
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ • મળે છે. લેખની ચકાસણી સંપાદક બહુશ્રુત હોય અને જાગ્રત હોય તો જ થઈ શકે. ક્યારેક સંપાદક માત્ર આવેલા લેખને સીધેસીધો કમ્પોઝમાં મૂકી દે છે. એમાં ક્યાંય એનું સંપાદન દેખાશે નહીં.
- વર્તમાનપત્રના સંપાદનમાં અને સાહિત્યિક પત્રસંપાદનમાં એક ભેદ છે. આજનું છાપું આવતીકાલે ભુલાઈ જાય છે. એને મુકાબલે સાહિત્યિક પત્રમાં આવતા લેખો સ્થાયી મૂલ્ય ધરાવતા હોય છે. નરસિંહરાવ, વિજયરાય વૈદ્ય, ગોવર્ધનરામ, રમણભાઈ નીલકંઠ જેવાનાં સામયિકોમાં પ્રગટ થયેલા લેખો ફરી ફરી વાંચવાનું મન થાય છે. એમાંથી ઉત્તમ કોટિની સર્જનકૃતિ ભાવકોને મળી રહે છે. આથી સાહિત્યિક પત્રના સંપાદનમાં વધુ ચીવટ અને ચોકસાઈ પણ અપેક્ષિત હોય છે. શ્રી ઉમાશંકર જોશી સંસ્કૃતિનું છેલ્લામાં છેલ્લું પ્રૂફ મશીનપૂફ જોવાનો આગ્રહ સેવતા હતા એની પાછળ એમનો મુખ્ય આશય તો સાહિત્યિક પત્રમાં એક પણ ભૂલ આવવી જોઈએ નહીં તે હતો.
સાહિત્યિક પત્રની સામગ્રીની પસંદગીમાં સંપાદક દેખાવો જોઈએ. સંસ્કૃતિમાં શ્રી ઉમાશંકર જોશી દેખાયા વિના રહે નહીં. સંસ્કૃતિની રોચક સાદાઈ અને સુઘડતા જોતાં જ એનો અનુભવ થાય. એ જ રીતે ‘કુમાર 'માં ચીવટ, રુચિની સુઘડતા અને છપાઈની સુઘડતા જોવા મળે. એના સંપાદનમાં ક્યાંય લઘરાપણું દેખાય નહીં.
આજના સંપાદનની એક સમસ્યા એ છે કે આ સંપાદકોમાંથી બહુ ઓછાને નવી કલમનો ઉપયોગ કરતા આવડે છે. હાજી મહંમદ જેવા સંપાદક લેખકની સુષુપ્ત શક્તિને ઓળખી શક્યા હતા. આથી મુનશી જેવાને ઓરડીમાં પૂરીને લખવાની ફરજ પાડતા હતા. આ જ સાહિત્યિક પત્રોએ ધૂમકેતુ, ઝવેરચંદ મેઘાણી, ગુણવંતરાય આચાર્ય જેવા સર્જકો આપ્યા. સાહિત્યિક પત્રોમાં નવી કૃતિઓ પ્રગટ થવા દીધી. સાહિત્યિક પત્રોનું સંપાદન એવું હોય કે સાહિત્યનો ઉત્કર્ષ એમાંથી દેખાતો હોય.
સાહિત્યિક પત્રનો સંપાદક સાહિત્ય પ્રત્યે ઉત્તરદાયિત્વ ધરાવે છે. જેમ પત્રકાર સમાજ ના પ્રશ્નોને પકડીને ઘટનાઓને આલેખે છે એ જ રીતે સાહિત્યની ગતિવિધિ જાણવાની અને તેનો ઉકેલ લાવવાની શક્તિ સંપાદકમાં હોવી જોઈએ. આવા સાહિત્યિક પત્રો દ્વારા સાહિત્યના કૂટ પ્રશ્નોની ચર્ચા થવી જોઈએ. આ ચર્ચા સંપાદક પોતે કરે અથવા તો એ વિષયના તજ્જ્ઞોને મેળવીને એમના અભિપ્રાયો દ્વારા કરાવે.
સાહિત્યિક પત્રસંપાદનમાં ભાષાશુદ્ધિ, વ્યવસ્થિત રજૂઆત, સાહિત્યિક શિસ્ત, રુચિ, વૈવિધ્ય, તટસ્થતા એ બધું તો હોય જ, પરંતુ આ બધું શેને માટે
૨૦૨ ]
• સાહિત્યિક પત્રકારત્વ વિશે થોડુંક • છે તે એની નજર સામે સતત રહેવું જોઈએ. કેટલાં લવાજમ ભરાયાં તે મહત્ત્વનું નથી બલ્ક સાહિત્યને ઉપકારક એવી કેટલી સામગ્રી રજૂ થઈ તે મહત્ત્વનું છે.
સાહિત્યિક પત્રના સંપાદનમાં ખુવાર થવાની તૈયારી હોવી જોઈએ. વીસમી સદીના હાજી મહંમદ કે “નવચેતન'ના ચાંપશીભાઈ આવે સમયે યાદ આવે. વિજયરાય વૈદ્યને દર ચાર મહિને “માનસી” માટે ટહેલ નાખવાનો વારો આવતો. પરંતુ આ બધા પોતાને ગમે એવું સાહિત્યનું સામયિક કાઢીને ખુવાર થનારા હતા. વળી એ સમયનો સંપાદક એ કાગળ પણ ખરીદવા જતો, પ્રિન્ટરને ત્યાં પણ જતો. એની જીવનદૃષ્ટિ જુદી હતી. જરૂરિયાત ઓછી હતી. એનામાં ખુમારી હતી. એમાં નફાની કોઈ આશા રાખતા નહીં. ચાંપશીભાઈ જો સામયિકમાંથી વધારે પૈસા મળે તો વાચકોને એકાદ ભેટ પુસ્તક આપી દેતા. એ સંપાદકો કૃતિને તપાસીને અને એનું મૂલ્યાંકન કર્યા બાદ રજૂ કરતા હતા. આ બધું જ સ્વાંત: સુખાય ચાલતું હતું. એ સામયિકોના ઉદ્દેશો પણ સ્પષ્ટ હતા. જેમકે “કુમાર” અને ‘નવચેતન' - બંને કિશોરો કે યુવાનને માટે સામગ્રી આપવાનો પ્રયાસ કરતા પણ એનો અભિગમ ને આલેખનરીતિ જુદાં હતાં. કુમારમાં સાહિત્યિક કૃતિ પ્રગટ થતી પરંતુ એ વ્યાપક અર્થમાં ચરિત્ર, ચિત્ર, શિલ્પ, વિશેના લેખો પણ આપતું. આમ પ્રજાની સંસ્કારિતા પર એની નજર હતી. જ્યારે નવચેતન આનાથી જુદું પડતું. કોઈ યુવાન કાવ્ય કે ટૂંકી વાર્તા લખે, પણ જ્યાં સુધી એ પ્રગટ ન થાય ત્યાં સુધી એને રેકગ્નિશન કઈ રીતે મળે ? જો સામયિક જાણીતા લેખકોની જ કૃતિઓ પ્રગટ કરે તો નવોદિતોનું શું ? આ અર્થમાં નવચેતને માળીનું કામ કર્યું. નવા લેખકોને પ્રેક્ટિસ કરવાની તક આપી. આની સામે સામયિકે પત્રના વેચાણમાં મુશ્કેલી પડે કારણ કે નબળી કૃતિ આવે અથવા તો અજાણ્યા લેખકની કૃતિ આવે એનું વેચાણ ઓછું થાય તે સ્વાભાવિક છે. આજે આવું માળીનું કામ કરતું કોઈ સાહિત્યિક પત્ર દેખાતું નથી.
આજના સાહિત્યિક પત્રોને એક બીજા પડકારનો સામનો પણ કરવો પડે છે. એક સમયે ગુજરાતમાં પુસ્તકની ઘણી પ્રતિષ્ઠા હતી. પુસ્તકો ઓછાં પ્રગટ થતાં અને સાહિત્યિક પત્રમાં સાહિત્યનાં જુદાં જુદાં સ્વરૂપો આવતાં. આજે વાર્તાઓ માટે દૈનિકો છે તેવું એ સમયે નહોતું. ૨. વ. દેસાઈની નવલકથા સયાજી વિજયમાં પ્રગટ થતી હોય. ગોકુલદાસ રાયચુરા અને મંત્તમયૂરની કૃતિઓ ઊર્મિમાં પ્રગટ થતી હોય. હવે માત્ર સાહિત્યિક પત્રો જ કાવ્યો કે કૃતિઓ છાપે તેવું રહ્યું નથી. બીજી બાજુ વાર્તાનાં સામયિકો એટલાં બધાં નીકળ્યાં કે સવાલ એ ઊભો થાય કે એને માટે સત્ત્વશીલ વાર્તાઓ ક્યાંથી મેળવવી ?
૨૦૩n
Page #108
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી બાળસાહિત્ય : નવી ક્ષિતિજો
• શબ્દસમીપ • આજના પત્રકારત્વમાં એ કે શબ્દ પ્રયોજાય છે - “જર્નાલિસ્ટિક એન્ટરટેઇનમેન્ટ’ - આ જર્નાલિસ્ટિક એન્ટરટેઇનમેન્ટમાં નાટનું અવલોકન આવે, વાર્તા આવે, નવલકથા આવે - આ બધું સાહિત્યની થોડીઘણી છાપ ધરાવતું હોય પણ એમાં મનોરંજન મુખ્ય બની જાય છે. વળી આ દૈનિકો અઠવાડિકો ને માસિકો કાઢે છે. રંગતરંગ જેવાં ડાઇજેસ્ટ પણ કાઢે છે.
સાહિત્યિક પત્રના સંપાદકને એક બીજો પણ પડકાર ઊભો થયો છે. એક સમયે સાહિત્યિક પત્ર સાથે અમુક લેખક જોડાયેલો રહેતો. કરસનદાસ માણેકની કૃતિ વાંચવી હોય તો ઊર્મિ જોવું પડે. ઉમાશંકરના વિચારો જાણવા હોય તો સંસ્કૃતિ વાંચવું પડે. આજે શ્રી ભોળાભાઈ પટેલનું પ્રવાસવર્ણન વાંચવા પરબની જરૂર ન રહે, સંદેશમાં એ મળી જાય. બકુલ ત્રિપાઠી, હરીન્દ્ર દવે અને લગભગ મોટાભાગના લેખકો વિશે આમ કહી શકાય. એક સમયે સામયિક પાસે જે વિશિષ્ટ લેખકવર્ગ હતો તેવું આર્જ નથી. દૈનિકો સાથેની સ્પર્ધામાં એની હરીફાઈ કરે એટલા લેખકો પણ સાહિત્યિક પત્રો પાસે નથી. બીજી રીતે કહીએ તો લેખકવર્ગ વહેંચાઈ ગયો છે. આથી એવું બન્યું છે કે જે લેખ સંશોધનાત્મક હોય, દૈનિક નહીં પણ વાર્ષિક અંકમાં ય સ્થાન પામે નહીં એવા લેખો સાહિત્યિક પત્રોમાં આવે છે.
આજે સાહિત્યિક પત્રની આબોહવા જોવા મળતી નથી એનાં અનેક કારણો ગણી શકાય. દૈનિકોની હરીફાઈ, ઉત્તમ સાહિત્યનું સર્જન કરવાની ક્ષમતા અને વૃત્તિમાં આવતી ઓટ, સંપાદક પાસે વિદ્વત્તા ઉપરાંત થોડા ત્યાગભાવની જરૂ૨, શુદ્ધ સાહિત્યના ઓછા થતા વાંચકો – વળી સંપાદકમાં પોતાનામાં કસ હોવો જોઈએ. કૃતિને મઠારવી પડે. એનું મૂલ્યાંકન કરવું પડે. માત્ર આવેલી કૃતિને એમને એમ મૂકી દેવાનો કોઈ અર્થ નથી.
આ સ્થિતિ બદલાવાની નથી. સંપાદનનો તરીકો બદલવો પડશે. એકલા સાહિત્યિક પત્રોની જ આ હાલત થઈ નથી, સંસ્કારજીવનને લગતા બધા જ પત્રોની આ સ્થિતિ થઈ છે. સ્ત્રી-વિષયક માસિકો કેટલાં ચાલે છે ? વ્યાપારપ્રધાન સમાજ , દૈવતવાળા લખાણની ઓછપ અને મનોરંજનપ્રિય વાચક – એ ત્રણ સૌથી મોટા પડકારોનો આજના સાહિત્યિક પત્રના સંપાદકે સામનો કરવાનો
ગુજરાતી બાળસાહિત્યે એકવીસમી સદીમાં કઈ નવી ક્ષિતિજો ઉઘાડવાની છે ? અત્યાર સુધી વણખેડાયેલા કયાં નવાં ક્ષેત્રો પર એણે પ્રયાણ આદરવાનું છે ? આજે વીસમી સદીની વિદાયવેળાએ ગુજરાતી બાળસાહિત્ય સામે અનેકવિધ પડકાર છે. ટેકનૉલોજીમાં થતાં નવાં શોધસંશોધન સાથે પ્રચંડ કાળપ્રવાહમાં આપણે ઇચ્છાઅનિચ્છાએ પણ વહી રહ્યા છીએ, તેવે સમયે આ પ્રવાહમાં તરવા માટે અને તરીને ઇષ્ટ મુકામે પહોંચવા માટેની પુરુષાર્થવૃત્તિ જાગે તે માટે બાળસાહિત્યનું સર્જન અનિવાર્ય છે. ચોતરફ વધતી જતી હિંસા અને માનવજાતિ માટે તોળાતા પ્રદૂષણના સંકટ વચ્ચે એક વિધાયક પરિબળ તરીકે આવતી સદીના બાળસાહિત્યનો વિચાર કરવો જોઈએ. આજે આપણી પાસે જે જ્ઞાન-વિજ્ઞાન, કલ્પના, શબ્દકળા, - જે કંઈ ઉત્તમ છે તે આપીને આવતી સદીના બાળકને આનંદથી તરબતર કરી શકીશું ? બાળસાહિત્ય લખવા માટે લેખકે બાળકાયાપ્રવેશ કરવો પડે છે અને આ કાર્ય સમર્થ લેખકને પણ પડકારરૂપ બનતું હોય છે. આથી જ ટૉલ્સ્ટૉયે કહ્યું કે મોટી નવલકથા લખવી સહેલી, પણ પરીકથા કે હાલરડું લખવું અઘરું. આપણી ભાષા કેટલી નસીબદાર કે એને ગિજુભાઈ જેવા મોટા ગજાના
૨૦૫ ]
છે.
a ૨૦૪ ]
Page #109
--------------------------------------------------------------------------
________________
શબ્દસમીપ
સર્જક મળ્યા . એ સર્જકે બાળકોની ભાષા, એમના જગત અને એમની અનુભૂતિમાં પ્રવેશીને આપણા સહુમાં વસતા ‘બાળિશશુ’ને તાલ સાથે ડોલાવ્યો અને ગાન સાથે નચાવ્યો.
ગિજુભાઈની સાહિત્યિક પ્રવૃત્તિના કેન્દ્રમાં બાળક હતું. દુર્ભાગ્યે આજે સર્જાતા બાળસાહિત્યના કેન્દ્રમાં મહદ્ અંશે બજાર છે. પરિણામે બાળકોની ચેતના સંકોરવાનો બાળસાહિત્યકારનો પ્રયાસ અને પ્રવૃત્તિ ક્ષીણ થયાં અને ફરમાઇશથી લખાતું થોકબંધ બાળસાહિત્ય પ્રગટ થવા લાગ્યું. સરકાર અમુક વર્ષની ઉજવણી કરે એટલે એને લગતું બાળસાહિત્ય પ્રગટ કરવામાં આવે. એક સમયે ગુજરાતમાં આવી રીતે થોબંધ ક્રાંતિવીરોનું સાહિત્ય પ્રગટ થયું હતું. સર્જક પ્રેરણાને વશ વર્તીને લખે, મૌલિક સંવેદનને પ્રગટ કરવા મથે અને શિશુની સૃષ્ટિમાં તરબોળ બને, તેવું ઓછું થતાં તાજગીભરી રચનાઓ ક્વચિત્ જ સાંપડે છે.
બાળસાહિત્યના સર્જનનો વિચાર કરીએ ત્યારે બાળકનાં વય અને સ્તર બંનેનો વિચાર કરવો જોઈએ. આદિવાસી બાળક અને શહેરી બાળકનું માનસવિશ્વ ઘણું ભિન્ન હોય છે. વળી બાળસાહિત્યમાં સર્જન, વિષય અને સચિત્રતા – એ ત્રણ બાબતો પર લેખકે વિશેષ લક્ષ કેન્દ્રિત કરવું જોઈએ.
ગિજુભાઈ મળ્યા એ પછી બાળસાહિત્યની પ્રવૃત્તિ વિકસી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી બાળસાહિત્ય અને તેને પૂરક એવી પ્રવૃત્તિઓના વિકાસનો ઊંચો આલેખ આપી શકાય તેમ નથી.
બાળશબ્દકોશ, બાળવિશ્વકોશ, બાળગ્રંથાલય, બાળસામયિક ઉપરાંત બાળસાહિત્યની સૂચિ, બાળસાહિત્યનું વિવેચન, બાળરંગભૂમિ જેવી ઘણી બાબતોમાં ગુજરાતે હજી પા પા પગલી પણ ભરી છે. બાળશબ્દકોશ વિશે ઘણું કામ બાકી છે અને બૃહદ્ બાળશબ્દકોશ ૨૧મી સદીમાં મળે એવી અપેક્ષા રાખી શકાય.
ગુજરાતીમાં બાળકો માટે વિસ્તૃત એવો બાળવિશ્વકોશ ઉપલબ્ધ થયો નથી. વિશ્વના પ્રારંભકાળથી જોઈએ તો માતા-પિતા અને કુટુંબ બાળકની ચિંતા સેવતાં રહ્યાં છે. ઘણી બાબતમાં આપણે રાહ જોઈ શકીએ, પણ બાળક રાહ નહીં જુએ. એ જાણવા માગે છે કે હૃદય શા માટે ધબકે છે ? સૂર્ય પૃથ્વીથી કેટલો દૂર છે ? અવકાશયાન આકાશમાં કઈ રીતે ઊડે છે અને સબમરીન પાણીમાં કઈ Q ૨૦૬ ]
ગુજરાતી બાળસાહિત્ય : નવી ક્ષિતિજો • રીતે ચાલે છે ? બીજી બધી બાબતને માટે આવતી કાલ હોઈ શકે, કિંતુ આજનું જ બીજું નામ બાળક છે. બાળકોના વિશ્વકોશની લખાવટ જુદા પ્રકારની હોય છે; જેમ કે, ચંદ્ર વિશેનું ‘ગુજરાતી વિશ્વકોશ’નું અધિકરણ જોઈએ તો એનો પ્રારંભ આ રીતે થાય છે :
“પૃથ્વીનો કુદરતી ઉપગ્રહ. વાયુરૂપ દ્રવ્યના સ્વતંત્ર ઘનીભવનથી ચંદ્રની ઉત્પત્તિ થઈ હોય તેવો એક મત છે અને પછીથી પૃથ્વી વડે પ્રગ્રહણ પામ્યો હોય. પૃથ્વી સાથે જ દ્રવ્યનું ઘનીભવન થયું હોય અને પછી વિભાજનને કારણે ચંદ્ર પૃથ્વીમાંથી છૂટો પડ્યો હોય તેવો બીજો મત છે. ઘણા લાંબા સમયથી ચંદ્ર ઉપર થતી ભૂસ્તરીય પ્રક્રિયાઓ અટકી ગઈ હોવાથી તેની સપાટી પ્રાચીન તત્ત્વો, પદાર્થો અને ઘટનાઓનો ભંડાર ગણી શકાય."
જ્યારે ચંદ્ર વિશેનું બાળવિશ્વકોશનું અધિકરણ આ પ્રમાણે હશે : “અવકાશમાં આપણો સૌથી વધુ નજીકનો પડોશી ચંદ્ર છે, પણ એ ચંદ્ર પર પૃથ્વીની માફક સતત ઉષ્ણતામાન જળવાય એવું કોઈ વાતાવરણ નથી. ચંદ્ર પર પાણી નથી અને તેથી પશુઓ કે છોડ ત્યાં હોતાં નથી.” વગેરે....
એક સમયે ગુજરાત પાસે પોતીકો વિશ્વકોશ નહોતો. આજે ગુજરાતી વિશ્વકોશની પ્રવૃત્તિ એ ઊણપ પૂરી રહી છે, પરંતુ ગુજરાત પાસે બાળવિશ્વકોશ તો નથી જ. ૧૯૪૨માં ગણેશ ભિડેએ મરાઠી બાળકોશ બહાર પાડ્યો. ૧૯૮૪માં અસમિયા ભાષામાં ‘શિશુજ્ઞાનકોશ’ પ્રગટ થયો. એ પછી ૧૯૭૫થી ૧૯૭૮ વચ્ચે બંગાળી ભાષામાં ‘છોટેઠેર વિશ્વકોશ' પ્રકાશિત થયો. ૧૯૭૬માં મલયાળમ ભાષામાં ‘બાળવિજ્ઞાનકોશ' પ્રગટ થયો. ઊંડિયામાં વિશ્વકોશના ભેખધારી વિનોદ કાનૂનગોએ ‘શિશુ જ્ઞાનમંડળ' નામનો બાળવિશ્વકોશ ૧૯૮૮માં આપ્યો. તેલુગુ ભાષામાં પણ બી. સુબ્બારૉયે ઈ. સ. ૧૯૯૦માં ‘બાળવિજ્ઞાનસર્વસ્વ’ પ્રગટ કર્યો. ગુજરાતી ભાષામાં આવો બાળવિશ્વકોશ આવતી કાલની સૌથી મોટી જરૂરિયાત હશે. હવે તો કમ્પ્યૂટર આવતાં આ બાળવિશ્વકોશ કમ્પ્યૂટર પર
જોઈ-વાંચી શકાશે. એક જ ઉદાહરણ જોઈએ તો ૨૦૦ વર્ષથી કાર્યરત એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકાના Encarta '99માં સી.ડી. રૉમમાં ૬૫,૦૦૦ વિષયો, ૧૦,૦૦૦ ચિત્રો અને કોઠાઓ, ચાર લાખ સંદર્ભો તથા ૪૪ કરોડ શબ્દોનો ડેટાબેઝ સમાવવામાં આવ્યો છે. આ જ રીતે જુદા જુદા વિષયોને
- ૨૦૭ ]
Page #110
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ • અનુલક્ષીને પણ બાળકો માટે વિશ્વકોશ તૈયાર થાય છે અને તે સી.ડી. રૉમ પર ઉપલબ્ધ થાય છે. પુસ્તકાકારે રહેલા વિશ્વકોશમાં ચિત્રોની મર્યાદા આવે છે અને ધ્વનિની કોઈ સગવડ હોતી નથી. જ્યારે સી.ડી. રૉમમાં ચિત્રો ઉપરાંત એ વ્યક્તિનો અવાજ, સંગીત, ઍનિમેશન પણ આપી શકાય છે. ગુજરાતીમાં બાળસાહિત્યનો સી .ડી. રૉમ તૈયાર થાય એ તો દૂરની વાત રહી, પણ એને માટે સામગ્રીરૂપ એવો પ્રથમ તો બાળકોનો વિશ્વકોશ જોઈએ. બાળકના ચિત્ત પર ગ્રંથ રૂપે પ્રગટ થયેલો વિશ્વ કોશ વધુ પ્રભાવક બનશે.
આવતી સદીના બાળગ્રંથાલયની વાત કરીએ ત્યારે એમાં આવનારા પરિવર્તનનો વિચાર કરવો જોઈએ. અમેરિકાના ન્યૂ જર્સી શહેરમાં એક નવ વર્ષના બાળકે કહ્યું કે આ કેવી અદ્દભુત બાબત ગણાય ! મારા હોમ પેજ પર એક પ્રશ્ન પૂછું અને દેશ- દેશના કેટલાય લોકો તમને એના જવાબ આપે.
એ સાચું છે કે કયૂટરે આજના બાળકની સૃષ્ટિ પર ઘણો મોટો પ્રભાવ પાડ્યો છે. હકીકતમાં ઔદ્યોગિક ક્રાંતિ પછી ઇલેક્ટ્રોનિક ક્રાંતિની વાત કરવામાં આવે છે, પણ આપણાં ગ્રંથાલયોમાં તો બેવડી ક્રાંતિ આવી રહી છે. એક છે intellectual revolution અને બીજી છે technological revolution, આમાં તમે માત્ર ટેકનૉલોજીનો જ ઉપયોગ નહીં કરો, પરંતુ બૌદ્ધિક બાબતો અંગે પણ તમને વિચારવાનો ખોરાક મળશે. એવી જ રીતે શબ્દો અને ‘ઇમેજ' કમ્યુટરના સ્ક્રીન પર ઝડપથી પસાર થશે અને તમે ઇચ્છો તે પ્રમાણે એને ગોઠવી શકશો અથવા તો જુદાં પાડી શકશો. આ રીતે ગ્રંથાલયોના મૂળભૂત સ્વરૂપમાં જ પરિવર્તન આવશે . library શબ્દ લૅટિન શબ્દ liber પરથી આવ્યો જેનો અર્થ થાય છે પુસ્તકો; પણ આજે ગ્રંથાલયો માત્ર ગ્રંથોથી પૂરક જ્ઞાન જ આપતાં નથી. પહેલાં લાઇબ્રેરી ‘સપ્લિમેન્ટ' (supplement) હતી, હવે એને * કૉમ્પ્લિમેન્ટ’ (complement) બનાવવામાં આવી છે. આ રીતે લાઇબ્રેરીમાં પુસ્તક વાંચવાનું નહીં આવે, પણ તમારે surf કરવાનું આવશે. વળી હવે ગ્રંથાલયનું કાર્ય વિસ્તૃત બનીને તે માહિતી, શિક્ષણ અને મનોરંજન આપવાનું કામ પણ કરે છે. લાઇબ્રેરીમાં ‘રેક’ પર મૂકેલાં પુસ્તકો હવે અદૃશ્ય થતાં જાય છે. વિદેશની કેટલીક લાઇબ્રેરીમાં માત્ર કમ્યુટર અને સામે બેસવાની ખુરસી એટલું જ હોય છે. આ ગ્રંથાલયની વિસ્તરતી ક્ષિતિજોમાં અનેક બાબતોનો સમાવેશ થાય છે. દૈનિક, સામયિક, ડિસ્ક, કૅસેટ, ટેપરે કૉર્ડિંગ, ફિલ્મ, વિડિયો,
a ૨૦૮ ]
• ગુજરાતી બાળસાહિત્ય : નવી ક્ષિતિજો • ફોટોગ્રાફ, માઇક્રોરિપ્રોડક્શન, કમ્યુટરાઇઝડ ડેટાબેઝ, નકશાઓ, બ્રેઇલલિપિ અને પુસ્તકો આમાં સમાવેશ પામે છે. આ રીતે કૃષિવિદ્યાનો અભ્યાસ કરતો વિદ્યાર્થી પાક કઈ રીતે વધુ લઈ શકાય તેની જાણકારી ફિલ્મ કે વિડિયોથી મેળવશે. એ જ રીતે ખ્યાતનામ સંગીતકારોનાં પુસ્તકો સાથે એ સંગીતકારોના સંગીતની કૅસેટ સાંભળી શકાશે. અખબાર અને સામયિક દ્વારા એ અદ્યતન વિગત મેળવશે, પણ એથીયે વધુ કમ્યુટરાઇઝડ ન્યૂઝ સર્વિસ, વિડિયો ટેસ્ટ કે વેબસાઇટનો ઉપયોગ કરશે. એક એવી કલ્પના કરવામાં આવે છે કે લેખક પોતે ગ્રંથાલયમાં જઈને વાર્તા કહેશે. સંગીત સાથે એ વાર્તા રજૂ કરશે અને એ દ્વારા એ બાળકોને વાર્તાકારની વાર્તાનું પુસ્તક વાંચવાની પ્રેરણા આપશે. વિદેશનાં કેટલાંક બાળગ્રંથાલયોમાં પ્રાથમિક શાળાના અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે જુદાં બાળગ્રંથાલયો હોય છે. માતા-પિતા પણ બાળકને એનાં મનપસંદ રમકડાં, ગમતાં કપડાંની સાથોસાથ એને પ્રિય પુસ્તકો આપતાં હોય છે. ફ્રાંસ, જર્મની, ગ્રેટ બ્રિટન અને ઑન્ડિનેવિયન દેશોમાં પ્રત્યેક નિશાળમાં બાળગ્રંથાલય હોય છે અને આજે બાળગ્રંથાલયોનું મંડળ સામયિક પ્રગટ કરે છે.
આ તબક્કે બાળકો માટે બેંગ્લોરમાં તૈયાર થઈ રહેલા કમ્યુટેરિયમ વિશે વિચારવું જોઈએ. પ્લેનેટેરિયમની માફ ક આ કમ્યુટેરિયમ બાળકને પ્રયોગ અને અનુભવ કરવાની તક આપશે. અહીં બાળક કયૂટર દ્વારા સબમરીનનો કે આકાશી ઉશ્યનનો અનુભવ મેળવી શકશે. વેબસાઇટ દ્વારા બાળક અને એ ઉદ્યોગ વચ્ચે જોડાણ કરવામાં આવશે અને બાળક આ કમ્યુટર માત્ર એની આંખો, દાઢી કે કોણી હલાવીને ચલાવી શકશે. અઢાર મહિનાની વય ધરાવતું બાળક પણ એનું મોડિફાઇડ કી-બૉર્ડ વાપરી શકશે. આમાં સાઇબર શૉપ અને
ઑડિટ રિયમ હશે. ડિજિટલ આર્ટ પ્રોગ્રામ હશે. અને આ રીતે કમ્યુટર દ્વારા બાળકને અદ્ભુત વિશ્વની યાત્રા કરાવવામાં આવશે. બેંગ્લોરમાં થતા કમ્યુટેરિયમમાં બાળકો માટેનું ગ્રંથાલય, ઇન્ટરનેટ તેમજ વિડિયો કૉન્ફરન્સ કરવાની સુવિધા પણ ગોઠવી છે. સામાન્ય રીતે વિદેશમાં વિજ્ઞાનનાં મ્યુઝિયમોમાં આ પ્રકારના કયૂટરનો ઉપયોગ થાય છે.
સી.ડી. રૉમમાં ખાસ બાળકો માટેનાં સૉફ્ટવેર તૈયાર થઈ રહ્યાં છે, જેમાં ચિત્રો, શબ્દો , સંગીતમય કથાનક અને કયૂટરના પડદા પર મલ્ટિમીડિયા માસ્ટરપીસ રજૂ થઈ રહ્યાં છે. બાળકે પક્ષીઓની ઓળખ કઈ રીતે મેળવવી કે
a ૨૦૯ ]
Page #111
--------------------------------------------------------------------------
________________
* શબ્દસમીપ •
આકાશના તારાઓનો અભ્યાસ કઈ રીતે કરવો એવી બાબત સી.ડી. રૉમ સમજાવશે. વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક શાસ્ત્રોને પણ ગીતો, રમતો, પ્રવૃત્તિઓ, rhymes અને કથાઓ દ્વારા દર્શાવશે. ગણિત જેવો વિષય પણ જુદાં જુદાં ઍનિમેશનથી શીખવવામાં આવે છે. ગણિત શીખવતા એક કલાકના સી.ડી. રૉમમાં બાળકને જાણે એવો અનુભવ થયો કે એને અઘરું ગણિત ભણવું પડતું નથી, બલકે રમત રમવી પડે છે. હકીકતમાં શીઘ્ર જવાબ આપનાર બાળકે એક કલાકમાં ૭૦ થી ૧૦૦ જેટલા ગણિતના દાખલાઓ ઉકેલ્યા હતા. વર્ગમાં થતા અભ્યાસમાં પૂરક સામગ્રી રૂપે આ સી.ડી. રૉમ આવી રહ્યાં છે, જેમાં સૂર્યશક્તિથી માંડીને માનવશરીર સુધી અને પ્રાણીજગતથી માંડીને જગતના સમુદ્રોના પરિચય આપવામાં આવ્યા છે. આ રીતે સી. ડી. રૉમ બાળકોને શિક્ષણ, મૂલ્યો અને મનોરંજન એ ત્રણેય એકસાથે આપશે. બાળકોને આકર્ષક અભિવ્યક્તિ, નેત્રદીપક રંગો વગેરેથી આ સૉફ્ટવેર આકર્ષતું રહેશે.
આ બધી થઈ આવતી સદીમાં આવનારી વસ્તુઓની વાતો, પરંતુ ગુજરાતમાં સમ ખાવા માટે પણ બાળગ્રંથાલય નથી. ક્યાંક મોટા પુસ્તકાલયના વિભાગ રૂપે તે પ્રવૃત્ત છે. પરંતુ બાળકો માટે જેમ ‘ફન વર્લ્ડ' થાય છે તે રીતે અદ્યતન સુવિધાઓથી સુસજ્જ બાળપુસ્તકાલય કરવાનું કોઈ વિચારશે ખરા ? આ બાળપુસ્તકાલયમાં જુદી જુદી કલાઓનો સંગમ હોય અને એ અદ્યતન ઉપકરણો દ્વારા બાળકને આજના વિશ્વ સાથે જોડી આપતું હોય.
એ હકીકત છે કે બાળક હાથમાં પુસ્તક રાખે તો વધુ આસાનીથી એનું ચિત્ત એમાં એકાગ્ર કરી શકે છે. એને વિશે વિચારવાની અને વાગોળવાની એને ક્ષણો મળે છે. તેમજ તે જાણવા અને સમજવા માટે જેટલો સમય જોઈએ તેટલો મેળવી શકે છે. જ્યારે કમ્પ્યૂટરના સ્ક્રીન પર વાંચતા બાળકને જુદા જ અનુભવમાંથી પસાર થવું પડે છે. વળી એ સ્ક્રીન પર આવતી વિષયસામગ્રીને ઊંડાણથી વાંચવા માટે પણ એણે ઘણી મહેનત કરવી પડે છે. એક શબ્દ, પંક્તિ કે પૃષ્ઠ પર એકાગ્રતા સાધવી એ માટે મુશ્કેલ બને છે કે એ તરત જ બીજા પાના પર દોડી જવાની ઉતાવળ કરતો હોય છે. આથી આ માધ્યમ એટલું પ્રવાહી, તરલ અને volatile છે કે જે વિચાર કરવા અંગેના પ્રયત્નને ઝાઝું પ્રોત્સાહિત કરતું નથી. Humanities એ મૂળભૂત રીતે માનવીય સાહસ સાથે સંકળાયેલી બાબત છે અને ગ્રંથાલયોમાં પુસ્તક રૂપે એની નોંધ થયેલી હોય છે. એ પુસ્તકમાંથી જ ] ૨૧૦]
· ગુજરાતી બાળસાહિત્ય : નવી ક્ષિતિજો •
આપણે સત્યની ખોજ કરીએ છીએ, જ્ઞાનની શોધ આદરીએ છીએ અને wisdom પામવાનો પ્રયાસ કરીએ છીએ. સવાલ એ છે કે આ બાબત ૨૧મી સદીના નવીન ક્રાંતિપ્રવાહમાં કેટલી જળવાશે ?
ગુજરાતી બાળસામયિકોની સ્થિતિ અત્યંત દુ:ખદ છે. ૧૮૬૨માં ખ્રિસ્તી મિશનરીઓએ નાનાં બાળકો માટે ‘સત્યોદય’ નામનું બાળસામયિક ધર્મપ્રસારના હેતુથી ગુજરાતીમાં પ્રગટ કર્યું. ગુજરાતને સાચા અર્થમાં બાળસામયિક આપવાનું શ્રેય પારસીઓને જાય છે. ઈ. સ. ૧૮૭૭ના સપ્ટેમ્બરમાં ‘મુંબઈ સમાચાર'ના છાપખાનામાં છપાયેલું પારસી બોલીની છાંટવાળું ‘બાળોદય’ નામનું બાર પાનાંનું માસિક મળ્યું. એ પછીની બાળસામયિકોની યાત્રામાં ભરતી આવી, પણ છેલ્લા દોઢેક દાયકાથી એમાં ઓટ વર્તાય છે. આર્થિક મુશ્કેલીઓ સામે ઝઝૂમનાર બાળસામયિકોને પણ અંતે નિષ્ફળતા મળી. બાળકોની બદલાયેલી રુચિ પ્રમાણે સામયિકનું કલેવર, વિષયવસ્તુ અને ભાષા બદલાતાં હોવાં જોઈએ. તે સાથે ગુજરાતી બાળસાયિકો તાલસે કદમ મિલાવી શક્યાં નહીં. મોટું મૂડીરોકાણ, કાગળ, છાપકામના વધેલા ભાવો તથા વેચાણતંત્રના અભાવને કારણે ૨૧મી સદીમાં ઊજળી આશા આપે એવું ગુજરાતી સામયિક આજે દેખાતું નથી. ૨૧મી સદીનાં બાળસામયિકોને ઘણા પડકારો ઝીલવાના છે. એ પડકારો ઝીલીને કોઈ બાળસામયિકનું પ્રાગટ્ય થાય.
૨૧મી સદીમાં બાળકો માટેનો શબ્દકોશ, વિશ્વકોશ, ગ્રંથાલય અને રંગભૂમિ અંગે સંનિષ્ઠ પ્રયાસ થાય. બાળસાહિત્યની સૂચિનું કામ હાથ પર લેવાય અને બાળસાહિત્યનું વિવેચન થતું રહે તેવી અપેક્ષા અસ્થાને નથી.
(૨૧મી સદીનું બાળસાહિત્ય : પરિસંવાદનું અધ્યક્ષીય વક્તવ્ય)
૨૧૧]
Page #112
--------------------------------------------------------------------------
________________
બાળવિશ્વકોશ
| ‘દિવાસ્વપ્ન' પુસ્તકમાં બાળશિક્ષણના આર્ષદ્રષ્ટા ગિજુભાઈએ શિક્ષક તરીકેનો સ્વાનુભવનો અર્ક આપીને તેનો ઉચ્ચ આદર્શ સમજાવ્યો છે. ગુજરાતી બાળસાહિત્યમાં મહત્ત્વનું પ્રદાન કરનાર ગિજુભાઈએ બીજું કશું લખ્યું ન હોત અને એ કલું ‘દિવાસ્વપ્ન' લખ્યું હોત તો પણ શિક્ષણ અને સાહિત્યના ક્ષેત્રમાં તેમની કીર્તિ આ પુસ્તકથી ચિરસ્થાયી રહી હોતે, શિક્ષણના આર્ષદ્રષ્ટા ગિજુભાઈનું ભાવવિશ્વ આમાં ભાવિ દર્શનરૂપે પ્રગટ્યું છે. બાળશિક્ષણનાં તેઓ બે અંતિમ લક્ષ્યબિંદુ દર્શાવે છે. પ્રથમ તેઓ બાળવિશ્વવિદ્યાલય(Children's University)ની જિ કર કરે છે. વર્તમાન સમયના યુનિવર્સિટીના ખ્યાલથી એમનો ખ્યાલ તદ્દન ભિન્ન છે. આજે તો યુનિવર્સિટી પદવી પ્રદાન કરે છે, જ્યારે ગિજુભાઈનું બાળ-વિશ્વવિદ્યાલય એટલે બાળકોના તમામ પ્રશનોનો જેમાં ઉકેલ મળે તેમજ બાળકો સર્વાગી વિકાસ સાધી શકે તેવું કેન્દ્ર, આ બાળ-વિશ્વવિદ્યાલય એ શિક્ષણનું સીધું કેન્દ્ર બને. ગિજુભાઈએ બીજો ક્રાંતિકારી વિચાર આપ્યો બાળ-વિશ્વ કોશનો. એ સમયે સમગ્ર દેશમાં બાળશિક્ષણના ક્ષેત્રે આવા ક્રાંતિકારી વિચારો રજૂ કરનાર ગિજુભાઈ પ્રથમ જ હશે. બાળકને વાંચવાની જિજ્ઞાસા
0 ૨૧૨ ]
• બાળવિશ્વકોશ • જગાડે અને તૃપ્ત કરે તથા એને કશુંક જાતે કરવાનો ઉત્સાહ જગાડે તેવા બાળવિશ્વકોશની એમણે કલ્પના કરી હતી.
ગિજુભાઈની જન્મશતાબ્દિની આપણે ઉજવણી કરી ચૂક્યા છીએ, પરંતુ એમની બાળવિશ્વકોશની કલ્પના કોઈ સાકાર કરી શક્યું નથી. શું સમાજઘડતરના પાયાનાં અંગ સમાં બાળકો માટે આવા મહત્ત્વના જ્ઞાનસાધનનો અભાવ દુ:ખદાયક લાગતો નથી ? પ્રજાની પ્રગતિ, સમૃદ્ધિ અને સંસ્કૃતિનું માપ તેની જ્ઞાનસજ્જતા અને જ્ઞાનસાધનોની વિપુલતા પરથી નીકળે છે. જ્ઞાન-વિજ્ઞાનની તમામ શાખાઓની માહિતી કોઈ એક જ સાધનમાં એકત્રિત સ્વરૂપે માત્ર વિશ્વકોશમાં પ્રાપ્ત થાય. છે. વિશ્વકોશ એટલે વિશ્વવિદ્યાનો કોશ. વિદેશમાં વિશ્વકોશ(એન્સાઇક્લોપીડિયા)ની સાથોસાથ બાળવિશ્વકોશની પ્રવૃત્તિ પણ ચાલતી રહી છે. ફ્રાંસમાં જ્હોન વાગુસેલે ઈ. સ. ૧૯૯૫માં બાળવિશ્વકોશની પ્રથમ રચના કરી.
૧૮૩૫માં લોસ વેએ ‘સ્મૉલ ચિલ્ડ્રન્સ એન્સાઇક્લોપીડિયા’ પ્રકાશિત કર્યો, પરંતુ બાળવિશ્વકોશના જગતમાં સીમાસ્તંભરૂપ તો ઈ. સ. ૧૯૧૦માં પ્રગટ થયેલો આર્થર મીનો ‘ચિલ્ડ્રન એન્સાઇક્લોપીડિયા' છે. એ પછી બે વર્ષ બાદ સેંકડો ચિત્રો સાથે ‘The Book of Knowledge' પ્રકાશિત થઈ. ૧૯૩૪માં બ્રિટાનિકાનો ‘બ્રિટાનિકા જુનિયર એન્સાઇક્લોપીડિયા’ તૈયાર કરવામાં આવ્યો. ૧૯૬૩માં ‘એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા'એ બાર વર્ષથી નાની વયનાં બાળકો માટે વળી બીજો જ ‘બ્રિટાનિકા જુનિયર એન્સાઇક્લોપીડિયા’ તૈયાર કર્યો.
અમેરિકામાં ૧૮૯૪માં ફ્રેન્ક ક્રોમ્પટને ટુડન્ટ્સ એન્સાઇક્લોપીડિયા તૈયાર કર્યો અને એણે ઘેર ઘેર જઈને એનું વેચાણ કર્યું. એ પછી ક્રોમ્પટને ચિત્રમય વિશ્વકોશ આપ્યો અને એનું આ કાર્ય બાળવિશ્વકોશની દુનિયામાં એક ક્રાંતિકારી કદમ બની રહ્યું. જેમણે હમણાં જ વાંચવાની શરૂઆત કરી છે એવાં બાળકો માટે “એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકાએ નવા પ્રકારનો વિશ્વકોશ રજૂ કર્યો. ક્રોમ્પટનનો ‘યંગ ચિલ્ડ્રન્સ એન્સાઇક્લોપીડિયા’ થોડી વિગત અને અનેક ચિત્રો સાથે બાર ભાગમાં પ્રસિદ્ધ થયો.
છેલ્લા ત્રણ દાયકામાં અંગ્રેજી ત્રણથી આઠ વર્ષનાં અને આઠથી તેર વર્ષની ઉંમરનાં બાળકોને માટે ઘણા બાળવિશ્વકોશ પ્રગટ થઈ રહ્યા છે. એની રજૂઆતની
૨૧૩ ]
Page #113
--------------------------------------------------------------------------
________________
* શબ્દસમીપ •
શૈલી એટલી બધી રસપ્રદ રાખવામાં આવે છે કે એ બાળકોને સતત આકર્ષતી રહે છે. ‘ઓધામ’ અને ‘હેમલિન’ જેવી સંસ્થાઓએ પ્રગટ કરેલા બાળવિશ્વકોશમાં વિષયવસ્તુની સામગ્રી પ્રશ્નોત્તરીના રૂપમાં આલેખવામાં આવી છે. આમાં પ્રશ્ન એવી રીતે રજૂ કરવામાં આવે કે જેથી બાળકોની જ્ઞાન મેળવવાની જિજ્ઞાસા જાગ્રત થાય અને પછી ઉત્તરથી યોગ્ય રીતે સંતોષ પામે. જેમકે – (૧) ખુરશીનો શોધક કોણ છે ? (૨) આપણે શા માટે જન્મદિવસ ઊજવીએ છીએ ? (૩) સૂર્ય કેટલો ગરમ છે ? (૪) પૃથ્વીના પેટાળમાં શું છે ?
આ રીતે આઠથી તેર વર્ષનાં બાળકોને કલા અને વિજ્ઞાનના વિષયોને
આવરી લેતી પ્રશ્નોત્તરી દ્વારા જ્ઞાનસંચય આપવાનો પ્રયત્ન થયો.
આવી જ રીતે ‘Tell me why, More tell me Why’ અને ‘Still more tell me why' જેવી શ્રેણી દ્વારા બાળકો સમક્ષ વિશ્વની માહિતીનો ભંડાર રજૂ કરવામાં આવ્યો છે. ત્રણથી આઠ વર્ષનાં બાળકો માટે ૧૯૬૫માં ન્યૂયૉર્કના ગોલ્ડન પ્રેસે પ્રગટ કરેલો ‘My First Golden Encyclopaedea' ૧૫૦૦ ચિત્રો અને ૩૫૦ પાનાંનો એક મહત્ત્વનો બાળવિશ્વકોશ છે.
ભારતની અન્ય ભાષાઓમાં બાળવિશ્વકોશ માટે સબળ પ્રયાસ થયા છે. ઈ. સ. ૧૯૪૨માં વ્યવહારિક જ્ઞાનકોશ મંડળ દ્વારા ગણેશ ભીંડેએ મરાઠીમાં બાળકોશ લખ્યો. મલયાળમ ભાષામાં ઈ. સ. ૧૯૫૮માં પયમયલ્લીલ પિલ્લાએ બાળવિશ્વકોશની રચના કરી. ઈ. સ. ૧૯૬૩માં તેલુગુ અને ઈ. સ. ૧૯૬૪માં તિમિળ ભાષામાં અનુક્રમે પી. એન. દેવદાસ અને વી. તિલ્લાનાયકમે આ કાર્ય કર્યું. ઈ. સ. ૧૯૬૫માં બની બાસુએ બંગાળીમાં આવો પ્રયાસ કર્યો. ભારતની અન્ય ભાષાઓમાં આ પ્રવૃત્તિનો પ્રારંભ થયાને ત્રણ કે ચાર દાયકા થયા છે. મરાઠી, મલયાળમ અને બંગાળી ભાષામાં તો બાળકો માટે વિજ્ઞાનકોશ અને ચરિત્રકોશ પણ તૈયાર થયા છે ત્યારે આપણે આમાં પહેલી નાની પગલી પણ પાડી નથી.
સામાન્ય (General) એન્સાઇક્લોપીડિયામાં સાચી અને પ્રમાણભૂત વિગતો જોઈએ, પરંતુ બાળવિશ્વકોશમાં માત્ર અહીંથી જ અટકી જવાનું નથી. એમાં તો બાળકો સમજી શકે તેવી ભાષામાં આ લેખો લખાયેલા હોવા જોઈએ. પરિણામે
] ૨૧૪]
બાળવિશ્વકોશ
આજે વિદેશમાં આના સંપાદકો પહેલા સ્કૂલમાં એના લેખો મોકલે છે, શિક્ષકો પાસેથી સૂચનો મંગાવે છે અને પછી એમાં જરૂરી સુધારા-વધારા કરી એને પ્રકાશિત કરે છે. સાથોસાથ એમના શૈક્ષણિક સલાહકારો પણ લેખો ચકાસે છે અને પછી એ સામગ્રી પ્રકાશનાર્થે મોકલાય છે.
બાળવિશ્વકોશનું બીજું મહત્ત્વનું પાસું એ એની ઊડીને આંખે વળગે તેવી સચિત્રતા છે. શબ્દોની માફક ચિત્રો પણ બોલતાં હોવા જોઈએ. તેમજ તસવીરો, નકશા, ચિત્રો, કોઠાઓ વગેરેથી એની સચિત્રતા વિશેષ સમૃદ્ધ બનવી જોઈએ. કેમેસ્ટ્રીમાં આવતા ‘વૉલ્યુમ' શબ્દને જનરલ એન્સાઇક્લોપીડિયા સીધેસીધો સમજાવશે, પરંતુ બાળકોને એની સમજ આપવી હોય તો તે ક્રિયા દ્વારા આપવી જોઈએ. એક નાનો ફુગ્ગો બતાવો અને પછી હવા ભરેલો બીજો ફુગ્ગો બતાવીને હવા ભરી માટે કદ વધ્યું તે સમજાવવું જોઈએ. બાળવિશ્વકોશનો સંપાદક બાળમાનસનો અને બાળશિક્ષણનો જ્ઞાતા હોવો જોઈએ. બાળવિશ્વકોશમાં જિજ્ઞાસાપ્રેરક અને ક્રિયાપ્રેરક રજૂઆત દ્વારા બાળકોને જ્ઞાતમાંથી અજ્ઞાત (Knownમાંથી Unknown) તરફ લઈ જવા જોઈએ. એ આટલું જાણે છે, બાળકને આટલી જાણકારી આપી છે અને તેમાંથી એને વધુ જાણવાની ઇચ્છા થાય તેવો આનો ક્રમ રહેવો જોઈએ.
બાળવિશ્વકોશના સંપાદકને સૌથી મોટો પડકાર ભાષાનો હોય છે. બાળકોની કક્ષાને અનુરૂપ એવી સરળ અને રસપ્રદ રજૂઆત તે આની મુખ્ય બાબત છે. ક્યારેક બાળકોને વાર્તા કહીને (અને તે પણ હકીકતને સહેજે વિકૃત કર્યા વિના) આ પ્રકારનું લખાણ આપવામાં આવે છે. વાર્તા એ બાળકની સાહજિક જિજ્ઞાસાને સંતોષે છે તે સાચું, પરંતુ એ જિજ્ઞાસાની પરિતૃપ્તિ થતાં ત્યાં જ એનું પૂર્ણવિરામ આવે છે. બાળવિશ્વકોશનો હેતુ તો વિજ્ઞાન, કલા અને બીજી શાખાઓનો પરિચય આપવાનો તો છે જ. પરંતુ એથી ય વિશેષ બાળકોમાં વધુ જાણવાની જિજ્ઞાસા ઉત્તેજવાનો છે અને આથી જ આજે ઘણા બાળવિશ્વકોશ પ્રશ્ન અને ઉત્તરના રૂપમાં સાંપડે છે.
ગુજરાતના આજના બાળકની રુચિને તૃપ્ત કરે એવો બાળવિશ્વકોશ આપણી પાયાની જરૂરિયાત છે. આજે બાળકના જીવનમાં ટેલિવિઝન, ટેપરેકૉર્ડર, રેડિયો, ટેલિસ્કોપ કે ઍન્ટિબાયૉટિક દવાઓ એના જીવનના ભાગરૂપ બની ગઈ છે.
D૨૧૫]
Page #114
--------------------------------------------------------------------------
________________
‘ઉગતી જુવાનીની અપ્રગટ મુદ્રણપ્રત
• શબ્દસમીપ • પોતાના પિતા, ભાઈ અને બહેન જે કંઈ કરે છે તેવું અથવા તેનાથી વધુ આગળ જવું તે આધુનિક બાળકના સ્વભાવનો એક અંશ છે. જો તે આ ન કરી શકે તો એને એક પ્રકારની હતાશાનો અનુભવ થાય છે. અતિસંકુલ વિશ્વમાં આજનો બાળક આત્મવિશ્વાસથી ઊભો રહેવા માગે છે અને તેને માટે બાળવિશ્વકોશ જાણવાનું અને શીખવાનું મહત્ત્વનું સાધન બની રહે છે.
ગુજરાતી ભાષામાં બાળસાહિત્યનું માતબર સર્જન થયું છે, પરંતુ બાળવિશ્વકોશની દિશામાં હજી કોઈ પ્રયત્ન થયો નથી. કાવ્યો, વાર્તા, નાટક, વિજ્ઞાન કે રમતગમત વિશે ત્રણ વર્ષથી આઠ વર્ષના બાળક માટે અને આઠ વર્ષથી તેર વર્ષના બાળક માટે સચિત્ર પુસ્તકો મળ્યાં છે, પરંતુ આવા જ્ઞાનવિજ્ઞાનનું એકે સચિત્ર પુસ્તક આપણને સાંપડ્યું નથી. કિશોરો માટે શ્રી રજની વ્યાસનો વિશ્વજ્ઞાનકોશ મળે છે. ગુજરાત શાળા પાઠ્યપુસ્તક મંડળ પણ કિશોર માટે આવો પ્રયાસ કરી રહ્યું છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા ડૉ. ધીરુભાઈ ઠાકરના માર્ગદર્શન અને સંપાદનથી ગુજરાતી વિશ્વકોશની વીસ ગ્રંથોની શ્રેણીની મહાયોજના ચાલે છે જે હવે કદાચ, પચીસ ગ્રંથો સુધી પહોંચે તેવી પરિસ્થિતિ થઈ છે. તે અન્વયે પંદર ગ્રંથો પ્રકાશિત થઈ ચૂક્યો છે. આ સંસ્થાએ ભારતના બાળવિશ્વકોશના નિષ્ણાતોને નિમંત્રણ આપીને ‘ચિલ્ડ્રન એન્સાઇક્લોપીડિયા વિશે પરિસંવાદ પણ યોજ્યો હતો. આવી પ્રવૃત્તિ ચાલતી હોવા છતાં બાળવિશ્વકોશ
ક્યાંય દેખાતો નથી. ગિજુભાઈનું એ સ્વપ્ન આજે ય ગુજરાતી પ્રજા, ભાષા અને સંસ્કૃતિને માટે પડકારરૂપ છે.
પ્રો. બળવંતરાય ઠાકોર એમની નવીન ક્રાંતિકારક કવિતાને લીધે કવિ તરીકે હજી પૂરી પ્રતિષ્ઠા પામ્યા ન હતા, એ અરસામાં ઈ. સ. ૧૯૩૨માં એમણે ‘ઉગતી જુવાની’ નામના વાસ્તવના ઝોકવાળા મૌલિક નાટકનું સર્જન કર્યું. આ પછી પ્રો. ઠાકોરે ‘લગ્નમાં બ્રહ્મચર્ય અથવા સંયોગે વિયોગ’ અને ‘સોવિયેટ નવજુવાની' (રશિયન પ્રહસનનો ગુજરાતી અનુવાદ) જેવાં નાટકો લખ્યાં, પણ આ સર્જનોમાં નાટકકાર તરીકે એમની પ્રતિભા ખીલી શકી નથી.
‘ઉગતી જુવાની 'ની પ્રથમ આવૃત્તિ ઈ. સ. ૧૯૨૩માં પ્રગટ થઈ. એ વખતે આ નાટકની એક હજાર પ્રત છાપવામાં આવી હતી. થોડાં વર્ષો બાદ આ નાટક અપ્રાપ્ય બની ગયું. આથી ઈ. સ. ૧૯૪૯માં પ્રો. ઠાકોરે બીજા મુદ્રણ માટે નાટકની ‘ડમી’ સુધારાવધારા સાથે તૈયાર કરી. નાટકનાં આગળનાં પાનાં જુદા કાગળમાં ફરી તૈયાર કર્યા. પ્રો. ઠાકોરની એ લાક્ષણિકતા હતી કે તેઓ અર્પણ , પ્રસ્તાવના, ટિપ્પણ અને મથાળાં - એ બધું ઝીણવટથી, ચીવટથી અને વિશિષ્ટ રીતે મૂકતા એ સાથે પ્રત્યેક આવૃત્તિમાં સતત ફેરફાર કરતા રહેતા. લેખકની મઠારતા રહેવાની ટેવ ‘ઊગતી જુવાનીના બીજા મુદ્રણ માટે તૈયાર કરેલી પ્રતમાં પણ દેખાય છે.
0 ૨૧૭ ]
૨૧૬ ]
Page #115
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ • બીજા મુદ્રણ સમયની લેખકની પ્રતનાં આગળનાં પાનાં (પૃ. ૧થી ૫૬ અને પૃ. ૯૧-૬૨) મળતાં નથી. જ્યારે પૃ. ૫૭થી ૬૦ અને પૃ. ૬૩થી આખી કૃતિ, લેખકના સ્વહસ્તાક્ષર કરેલા સુધારાવાળી મળે છે. ‘ડમી'ના પ્રારંભે પ્રો. ઠાકોરે પોતાના પુસ્તકની જોડણી અંગેની સૂચના લાલ પેન્સિલથી લખેલી છે. પુસ્તકનું પ્રથમ પૃષ્ઠ, અર્પણપત્રિકા અને બીજી આવૃત્તિ વખતનું નિવેદન જુદા કાગળોમાં મળે છે. પ્રથમ આવૃત્તિ પછી છવ્વીસ વર્ષ બાદ ઈ. સ. ૧૯૪૯ના એપ્રિલમાં પ્રો. ઠાકોરે દ્વિતીય મુદ્રણની પ્રત તૈયાર કરીપણ એમના અવસાનસમય સુધીમાં (તા. ૨-૧-૫૨) એ પ્રગટ થઈ નથી.
લેખકે તૈયાર કરેલા નાટકના પ્રથમ પૃષ્ઠની વિશેષતા જોઈએ તો અગાઉ નાટકના શીર્ષક હેઠળ ‘સાંસારિક નાટક, ભજવાય એવું” એમ લખ્યું હતું. બીજા મુદ્રણ વખતે માત્ર “સાંસારિક નાટક' એ શબ્દો રાખીને ‘ભજવાય એવું” એ કાઢી નાખે છે. છતાં બીજા મુદ્રણ સમયના નિવેદનમાં પ્રો. ઠાકોરે લંબાણથી નાટકની તખ્તાલાયકી વિશે લખ્યું છે. લેખકે પોતે જ પ્રથમ આવૃત્તિના પ્રથમ પ્રવેશમાં ‘નાટક ભજવવાની જરૂરિયાતોને આદિથી અંત સુધી પૂરેપૂરી લક્ષમાં રાખીને જ દરેક પ્રવેશ રચવામાં આવ્યો છે” એમ કહ્યું છે. જોકે એ સ્વીકારવું પડશે કે આખરે તો આ નાટક પાક્યનાટક જ બન્યું છે.
પ્રથમ આવૃત્તિમાં કર્તા તરીકે ‘બળવંતરાય કલ્યાણરાય ઠાકોર બી.એ., આઈ.ઈ.એસ.' લખ્યું છે, જ્યારે છવ્વીસ વર્ષના ગાળા બાદ તેઓ બી.એ.ની ઉપાધિ કાઢી નાખીને ‘આઈ.ઈ.એસ. (નિવૃત્ત) દીવાન બહાદુર’ લખે છે. પ્રથમ આવૃત્તિમાં એમના નામ પર કર્તા જ લખ્યું છે, બીજી આવૃત્તિ વખતે ‘કર્તા અને પ્રકાશક’ બને છે. પ્રો. ઠાકોરે ધિ. બી. સેહની પ્રકાશન બિરાદરી લિમિટેડ નામની પ્રકાશનસંસ્થા પોતાની અને બીજી વીણેલી ચોપડીઓનું શિષ્ટ પ્રકાશન થાય તે માટે સ્થાપી હતી. પણ આ સંસ્થા ઈ. સ. ૧૯૫૧માં સ્થપાઈ અને તે વિશેનો કોઈ ઉલ્લેખ પણ મુદ્રણપ્રતમાં મળતો નથી. આમ છતાં મુખપૃષ્ઠને પાછલે પાને કરેલી નોંધ ‘કર્તા અને પ્રકાશકે આ ચોપડી ૩૪, ચોપાટી રોડ, મુંબઈ ૭, એ પોતાના નિવાસસ્થાને પ્રકટ કરી. ઈ. ૧૯૪૯, સં. ૨૦૦૫ પરથી ખ્યાલ આવે છે કે આ પુસ્તકનું પ્રકાશન એમણે પોતે જ કરવા ધાર્યું હતું.
લેખકે નવી આવૃત્તિ માટે તૈયાર કરેલું અર્પણપત્ર જોઈએ. શ્રી મણિશંકર રત્નજી ભટ્ટ 'કાન્તને પ્રથમ આવૃત્તિ વખતે કરેલા અર્પણપત્રમાં નજીવા ફેરફાર કરીને, પંક્તિઓ ગોઠવીને મૂકે છે. બીજી આવૃત્તિનું અર્પણપત્ર આ પ્રમાણે છે :
૨૧૮ રૂ.
• ‘ઉગતી જુવાની'ની અપ્રગટ મુદ્રણપ્રત •
અર્પણપત્ર રા. રા. મણિશંકર રત્નજી ભટ્ટ, ભાવનગર
– ગદ્યપદ્યમપ્રિય ‘કાન્ત’
આત્મીયમ,’ ‘સખે, ' ‘ઉર ' એ બધાં સંબોધન ત્યજિ, સરલ મનભર ‘ભાઈ’ શબ્દ આ કૃતિ સાથે હને જોહું છું. ' ભાઈ, મરે છે તે દિવસ યવનતણા
જ્યાં આપણે કાલાંદધિમાં ઉંડી ડુ બ કી દઈને ઇતિહાસના એથન્સસ્પોટમાં જ જાણે વિહરતા, એ નાટ કો એ કાવ્યભાષણમૂર્તિસંવાદો વિશે એ જગન્મોહક અમર ખંડેરો થકી વિસ્મિત થતા, - એ ઓપતી જનતા ફરી જોવા ફરીથી વિરચવા એ નોંજુ વાનીનીખુમારી ભર્યા મથતા હતા કે અહા, એ શો રસભીનો કાળ ! અરે એ સહશિક્ષણ શાં રસાળ
પછી તો ભાઈ, ઝિંદગી આવી આપણી જુદાઈ જેને ભાવી; તું અસલ ગુજરાતે રહ્યો,
હું ગરવિ ગુજરાતે વહ્યો. એ આપણા સહ વાસ સમયે હું 11 માંહિ જ કંઈ ઉંગમ થયલો, જે જરા વિકસ્યોય છે આ તે તણું કે આજે ખિલેલુંજ કુસુમ તુંને મોકલું છું, – જાણું છું કે રૂ પરે ગસુ ગંધમૃદુતા માંહિ એ એવૂ' જ છે, પણ, ભાઈ હારો પ્રેમ પણ જાણું છું, તું તો એહને મહારૂં જ જોશે : તું નિરખશે એહને પ્રેમી દંગે: - સામાન્યને પણ દિવ્ય કિરણે રસી લે છે૨૦ તે દેગે !
પ્રથમ આવૃત્તિમાં આ પ્રમાણે શબ્દો છે : ૧. હું ૨. નવર્ષાવનતણા ૩. ખાઈને ૪. કાવ્યભાષણમૂર્તિસંવાદે અને પ. જુવાનીની ૬. મત્ત બાલિશતા ભર્યા મથતા હતા ૭. ૨ ૮, તું ૯. હું ૧૦. ગરવી. ૧૧. હું ૧૨. થયેલો ૧૩. તણું ૧૪. ખિલેલું ૧૫. તુંને મોકલું છું ૧૬. શું ૧૭. એવું ૧૮. જાણું છું તું ૧૯. તું ૨૦. દિવ્ય દેખે.
0 ૨૧૯ ]
Page #116
--------------------------------------------------------------------------
________________
* શબ્દસમીપ
અર્પણકાવ્યને અંતે પ્રો. ઠાકોરની વિશિષ્ટ સહી છે. નાટકની પ્રથમ આવૃત્તિમાં કર્તાનું કોઈ નિવેદન મળતું નથી, જ્યારે બીજી આવૃત્તિમાં ‘આ બીજા મુદ્રણ વખતે નિવેદન' મળે છે, જે આ પ્રમાણે છે
“પ્રવેશ ૮માને ઉત્તરાર્ધ કંચનરાયે પિતા આગળ કરી દીધેલી કબૂલાતનું, એના પ્રાયશ્ચિત્ત (‘રિપેન્ટન્સ')રૂપ નિરૂપણ તખ્તાલાયકીની દૃષ્ટિએ અતિ લાંબું હતું તે ટુંકાવ્યું છે, જો કે આ નવે રૂપે ય તે કેટલાક વાચકને લાંબું પડે તો નવાઈ નહીં. સ્થળે સ્થળે બોલી કોમી, પ્રાંતિક આદિનો પ્રયોગ મૂળે આછો હળવો રાખેલો હતો, તે આ મુદ્રણ વખતે વધારે આછો હળવો કર્યો છે. બીજા ફેરફાર કોઈક જ, માત્ર શાબ્દિક, અને નજેવા છે.
“પુસ્તકરૂપે પ્રગટ થતાં સાહિત્યમાં ‘બોલીઓ’નો પ્રયોગ ઈ. ૧૯૨૩ લગી તો લગભગ નજેનો થતો હતો. તે આજ લગીમાં ઘણો વધી ગયો છે. લેખકોને વાસ્તવિકતા, શ્રદ્ધેયતા અને નવતરતાનું વાતાવરણ જમાવવામાં આ યુક્તિ સહેલી પડે એ દેખીતું છે, અને તેમણે એનો પ્રયોગ વધારી દીધો છે. આ બાબતમાં હારું મત પ્રથમથી જ આવું છે કે બોલી કે પારસી પ્રયોજવી ઉચિત હોય ત્યાં પણ તેને ગૌણ અને આછીપાતળી જ રાખવી જોઈએ; આ તો પારસીની બોલી છે, અમુક નાત કે કોમની ચલણી બોલી છે, અમુક પ્રદેશની ડાયલેક્ટ’ છે, ‘જિપ્સી’ કે ‘ઠગો’ જેવી અમુક ટોળકીની ગુપ્ત અને સાંકેતિક ‘પારસી’ છે, તે સ્પષ્ટ થઈ જવા પૂરતી જ એ બોલી પારસીની છાંટ લેખકે પ્રયોજવી. જે બોલી પારસી પ્રયોજવી તે પૂરેપૂરી વફાદારીથી પ્રયોજવી જોઈએ, એ કસોટી અહીં લાગુ પાડવાની નથી; હોય જ નહીં, કેમકે જેમ કર્તા એ વફાદારીની જમાવટ સોવસા કરવાને મથે, તેમ તેનું લખાણ સામાન્ય સાહિત્યભોગીઓ જે સ૨લ પણ સંસ્કારીની સાથે રૂઢ થયેલ ‘શિષ્ટ ગુજરાતી'ની અપેક્ષા રાખે તેનાથી એ એનું લખાણ વધારે ને વધારે આઘું નીકળી જાય છે અને શ્રી મેઘાણીની શૈલીનું એક બિંદુ ઊછીનું લઈને કહું, તો એવા બોલીપ્રચુર લખાણની દુર્બોધતા અને અરુચિકરતા ‘અરે રાટ' (?) વધી પડે છે. આશા રાખું છું કે આપણા ઉછરતા અને આશાસ્પદ સર્જકો આ દૃષ્ટિબિંદુ ધ્યાનમાં લેશે અને હાલ પ્રગટ થતી નવલિકાઓ નવલો આદિમાં પ્રાંતિક અને કોમી વિચિત્રતાઓનું પ્રમાણ વધતું જ જાય છે, તે પાછું તેને સમુચિત ગૌણતાથી જ સંતોષ માનશે.
૨૨૦૩
• ‘ઉગતી જુવાની’ની અપ્રગટ મુદ્રણપ્રત
“એટલે, સામાજિક ક્રાંતિને સમભાવે નિરૂપવા મથતી નાટિકા પ્રથમ પ્રકટ થતાં શ્રી ખાનબહાદૂર સંજાણા જેવા સમર્થ ભાષાપંડિતે એની ટીકા કરતાં લખેલું જે એમાં આવતી (ઉ.ત.) રુસ્તમ અને મોઝાંબી નામે પાત્રની બોલીમાં પારસીઓની બોલીની શુદ્ધિ જળવાયેલી નથી, તે એમની ટીકા જાતે જ એમની દિશાભૂલ હતી. પારસીઓની બોલીને વફાદારી રાખવાની, એ બોલીનો યાંત્રિક ‘રેકર્ડ' ઉપજાવવાની લેખકની નેમ જ ન્હોતી.
“બીજા એક નવજુવાન વિવેચક ચોપડી વાંચતાં જ આનંદાશ્ચર્ય બોલી ઉઠેલા કે લેખક વિલાયત જઈ આવેલ હોય એમ તો જાણ્યું નથી, તો પણ યુરોપ–અમેરિકાની રંગભૂમિ પર છેક આ ઘડી લગીના પ્રવેશ પામેલ નૂતનતાઓ(‘ન્યુઅન્સીસ')થી પણ સારી રીતે પરિચિત દેખાય છે, અને તેમને સફળતાથી પોતાના રસિક સર્જનમાં ઉતારી શકેલ છે. એ ઉત્સાહી બંધુનું આવું પ્રમાણપત્ર મને કુદરતી રીતે મીઠું લાગેલું, કેમકે તેઓ આવી બાબત ઉપર સુપ્રમાણ ગણાય એવું મત ઉંચરવાના અધિકારી હતા. પોતે તાજા જ વિલાયતથી પાછા સ્વદેશ આવી ગયેલ, પણ એમણે વિલાયતમાં ત્રણ વર્ષ ગાળેલ તે અરસામાં પોતે જે અભ્યાસના મુખ્ય આશયથી ત્યાં ગયેલ તે સારી રીતે સિદ્ધ કરવા ઉપરાંત ત્યાંની નાટકી આલમ સાથે પણ ઘણો સારો પરિચય કેળવેલો હતો; એટલે સુધી કે અહીં પાછા ફરવાને બદલે તેઓ વિલાયતનિવાસી બન્યા હોત તો તેઓ ત્યાં ઇંગ્રેજીભાષાના એક સારા નાટકકાર લેખે પણ આગળ આવી જવાની શક્તિઓ ધરાવતા હતા, એમ એમના વિશે સૌ સ્નેહીસંબંધીઓને સારી આશા બંધાવા પામેલી હતી.
“અને એ પણ ‘ઉગતી જુવાની' પ્રકટ થયું તે પહેલાંથી જ હું સારી રીતે જાણતો હતો કે લગભગ દરેક પ્રવેશ ભિન્નભિન્ન અને વળી ખર્ચાળ ‘સીનસીનરી'માં ‘મૂડી ડૂબાડવા’ની જાણે કે ફરજ પાડે એવી નાટ્યરચનાને કોઈ પણ ધંધાદારી નટચમું રંગભૂમિ પર આણવાનું સાહસ ખેડી શકે નહીં. છતાં મેં એ પ્રકટ કર્યું કેમકે સામાજિક ક્રાંતિને સમભાવી નાટકોને ‘પાઠ્ય નાટકો’ લેખે પણ સાહિત્યમાં સ્થાયિતા મળે છે, તે ય હું જાણું : અને મ્તને એટલાથી પણ સંતોષ હતો. ‘અફલાતૂની સંવાદ’ની સાહિત્યજાતિમાં તખ્તાલાયકી મુદ્દલ ના હોય તે જાણતાં છતાં પણ એવો એક સંવાદ – તેનાં લાંબા ભાષણો સાથે – મેં આમાં ગૂંથ્યો તે
.૨૧.
Page #117
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ • જ બતાવી આપે છે કે આ નાટક ભજવાશે - ભજવવાને કોઈ પણ પસંદ કરશે - એમ હું પોતે હોતો આશા રાખતો. અને તે પણ સામાજિક ક્રાંતિ સાથે સમભાવનું આકર્ષણ એટલું મોટું છે, ખાસ કરીને વિચારશીલ કિશોરકિશોરી યુવકયુવતી વર્ગને, કે આમાંના બે-ત્રણ નેહાના પ્રવેશો અમદાવાદ અને મુંબઈની કૉલેજો અને હાઈસ્કૂલોનાં નાટ્ય કલાશોખી કિશોરકિશોરીઓ યુવક યુવતીઓએ— ચોપડી પ્રકટ થયા પછીના પહેલાં વર્ષોમાં મ્હારી રજા મેળવીને – પોતાના સ્નેહસંમેલનાદિ રમતગમત-વિનોદનોના સમારંભોમાં ભજવેલા હતા. એ ઉત્સાહી, હને નામે તેમ દીઠે અજ્ઞાત રહેલ – ભાઈબહેનોને આ બીજા મુદ્રણ પ્રસંગે સંભારવા અને તેમનો આમ જાહેર ઉપકાર માનવો એ હારી ફરજ છે.
* “આ નાટિકાને તખ્તા ઉપર આણવાની શી શી મુશ્કેલી છે તે ઉપર જણાવાયું. તે પછી પણ છેવટ ઉમેરવાનું રહે જ કે જે નટોની ટોળી સીનસીનરી તો શ્રોતાપ્રેક્ષકોની કલ્પનાને સોંપી દેવાય અને અફલાતૂની સંવાદનાં ભાષણો તત્ત્વ સમાલીને ટુંકાવાય એમાં શી મોટી મુશીબત છે એમ આને તખ્તા ઉપર આણવાનું સાહસ કરે જ, તો એ સાહસિક નટોની કાબેલિયત પ્રમાણે આમાંના દરેક દેશ્યમાં તખ્તાલાયકીનાં જુદાં જુદાં સ્વરૂપ પ્રકટશે જ એવી પણ હારી શ્રદ્ધા છે.
મુંબાઈ, ઈ. ૧૯૪૯, સં. ૨૦૦૫" પુસ્તકના ‘ડમી'ના પ્રથમ પાના પર પ્રો. બળવંતરાય ઠાકોરે “હારી જોડણી માટે મુખ્ય સૂચના' એ મથાળું કરીને પાંચ મુખ્ય સૂચનાઓ લખી છે I હકાર (૧) મોટી મોટી મોટુંમાં નહીં. (૨) અમને, અમારું, અમે, અમારાથી, અમારામાં – એ
બહુવચનોમાં નહીં (૩) પણ હમને, હમારું, હમે, હમારામાં, હમારાથી,
વહેમ, વહેવું, કહેવું, હેવું, આવું, એમ બીજે બધે ખરો; જો કે ના હોય તો પણ ભૂલ ન ગણવી. કેમ કે હકારનો
વાપર વિકલ્પ optional એવો મ્હારો નિયમ છે. * હવેનો ભાગ પુસ્તક છપાવવા મોકલાવતા અગાઉ કર્તાએ પેન્સિલથી લખેલો છે.
૨૨૨ ]
• ‘ઉગતી જુવાની’ની અપ્રગટ મુદ્રણપ્રત •
વિશે ‘વિષે’ નહીં. | II મહારે જોઈએ છે -Iwant, થવું જોઈએ ought to be વગેરેમાં
ઈએ પરંતુ જોવું ધાતુ(to see)નાં રૂપોમાં જોઈયે. દાખલો-દાળ
શાકમાં મીઠું જોઈએ, હવે આ છબી જોઈયે. બધાં ક્રિયાપદ રૂપોમાં કરિયે જઈયે અપનાવિયે એમ ઈયેથી જ જોડણી કરવી. ઉપર જોઈએ અપવાદ જ છે. કેમ કે એ ધાતુનાં તમામ રૂપો થતાં નથી.
TV સંસ્કૃત શબ્દોની જોડણી સંસ્કૃત પ્રમાણે જ . V પણ સંસ્કૃત નહીં, પ્રાકૃત અને દેશ્ય શબ્દોની જોડણીમાં ઇ, ઈ,
ઉ, ઊ, વિકલ્પ જ્યાં જે ઠીક લાગે છે અને કવિતામાં તો છંદોબંધ
જે સ્થાને જે ગુરુલઘુ માગે તે પ્રમાણે . નાટકના સત્તાવનમાં પાનાથી (પૃ. ૬૧, ૬૨ સિવાય) બાકીનું આખું નાટક તેમજ ટિપ્પણની સંપૂર્ણ ‘ડમી’ મળે છે. આમાં પ્રો. ઠાકોરે સુધારાવધારા કર્યા છે, જેમાંના ઉલ્લેખનીય સુધારાઓ નીચે પ્રમાણે છે : પૃ. ૭૪ પરની ગઝલમાં પ્રથમ આવૃત્તિમાં એક કેડી આ પ્રમાણે છે
‘જિગરને ક્યાં, હે પ્રભો,
છેડા પણ સહેવા પ્રભો. ' ગઝલની ભાષાને જોઈને નીચે પ્રમાણે ઉચિત સુધારો કરતા લાગે છે–
‘જિગર તે ક્યાં, હે ખુદા !
છે 31 જી વનની મુ દા. ' ચોથા પ્રવેશને અંતે લાવણીમાં ગવાતી કવિતા સાથે પાંચ યુગલ નાચે છે. ‘તાબ્લો' રચે છે. અહીં પ્રવેશને અંતે લેખક ઉમેરે છે :
વન્સમોર 'નો હુકમ માનવો જ પડે એટલા જોરશોરથી થાય તો ઉપલી જ કડીને બદલે તે પછીની બીજી કડી પ્રયોજી શકાય માટે નાટકને અંતે પરિશિષ્ટ લેખે છાપી છે.” * આ કવિતા “અસલનેરનાં નૂર ' એ શીર્ષક હેઠળ ‘ભણકાર (૧૯૫૧)માં ગુછ-૨,
કાવ્ય-૨, પૃ. ૩૨) થોડા ફેરફાર સાથે મળે છે. અહીં નાટકમાં આવતી અને તે સાથે ટિપ્પણમાં મળતી વધારાની કડીઓ ભેગી કરીને કવિતા આપવામાં આવી છે.
Page #118
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ • નવાઈની બાબત એ છે કે આ નાટકની આગવી વિશેષતા તરફ પ્રસ્તાવનામાં અંગુલિનિર્દેશ કરતાં સૂત્રધાર કહે છે –
(નિરાશાનો ડૉળ કરતો) પ્રેક્ષકોની સહાનુભૂતિ યે માફકસર જ ન કોઈ અમુક પાત્ર જોઈને વિવલ, ન ‘વન્સ મોર (once more)'ની ગર્જનાઓ,
આમ ‘વન્સ મોરની ગર્જનાઓ' કરાવવાનો નાટકકારે હેતુ રાખ્યો જ નથી, છતાં કવિતા અંગે ‘વન્સ મોરને ન છૂટકે માન આપવું પડે તો ઉપરની કડીને બદલે બીજી કઈ કડી પ્રયોજવી, તે પરિશિષ્ટમાં આપવાની વાત કરી છે. આવું પરિશિષ્ટ નાટકનો ભાગ છપાયા પછી લખવાનો ઇરાદો હતો, પણ તે બર આવ્યો લાગતો નથી. આમ છતાં ચોથા પ્રવેશને અંતે આવતી કવિતાની એક વધુ કડી પ્રથમ આવૃત્તિના ટિપ્પણમાં આપી છે. પણ અહીં તો નાચને વધુ સમય આપી શકાય તેમ હોય તો તે માટે બીજી કડી આપી છે, નહીં તો ‘વન્સ મોર 'ના હુકમને માન આપવા માટે. બીજી આવૃત્તિમાં આ જ કડીઓ મૂકવાનો લેખકે વિચાર રાખ્યો હોય, તે શક્યતા નકારી શકાય તેમ નથી.
બીજા મુદ્રણ સમયના નિવેદનમાં કંચનરાયની એના પિતા આગળની કબૂલાત અને પ્રાયશ્ચિત્તનું નિરૂપણ ટૂંકાવ્યાનું લેખક કહે છે. પૃ. ૧૧૫ પરના આ પ્રાયશ્ચિત્તના આલેખનમાં કેટલેક સ્થળે શબ્દો બદલ્યા છે અથવા કાઢી નાખ્યા છે. જ્યારે નીચેનાં વાક્યો જ કાઢી નાખ્યાં છે
‘મહારી જાતને રોકી જ શકતો નથી..... હું છેક પામર છું.... અને પતંગિયું બત્તીમાં પડે તેમ યાહોમ કરીને તૂટી પડું છું. પરિણામ જે આવવાનું હોય તે આવો .... હારી બુદ્ધિ આટલી પરિણામાન્ય કેમ ? ... જે કહેશો તે કરીશ, પણ મહને પરિણામદષ્ટિ અને તે મુજબ વૃત્તિને ઉગતી જ રોકી, દાબી, મસળી નાખવાની શક્તિ આપો.'
પૃ. ૧૩૭ને અંતે આવતી રમણભાઈની ઉક્તિમાં ઉમેરે છે : ‘જે અનુભવે અનુભવે વધતી જ જાય છે.'
પૃ. ૧૬૮ પર બહેરામની ઉક્તિમાં “..... શીરીન કંચનની પાછળ વિલાયત જઈને ઉદ્યોગ હુન્નરોમાંથી બેત્રણનો ‘કેમિસ્ટ' બનીશ.” એમ આવે છે, ત્યાં લેખક ઉમેરે છે : “અને જો ખોદા મેહરબાન, તો સસ્સા બી હેલવાન !”
1 ૨૨૪ ]
• ‘ઉગતી જુવાની'ની અપ્રગટ મુદ્રણપ્રત • પૃ. ૧૬૯ પર પ્રથમ આવૃત્તિમાં મણિભાઈની ઉક્તિ ઓ પ્રમાણે છે
' ના, જી. દારૂ ઉપર ખરો વિજય જેમ તે પીવાની દરેક અનુકૂલતા હોય છતાં ન પિયે, અગર કોઈ વાર તેવી સજ્જનોની સોબતમાં લિઝૂઝત ખાતર જરા પિયે પણ, તેમાં છે, કેવલ નિષેધમાં નથી; તેમ ખરું બ્રહ્મચર્ય એમના મનથી ગૃહસ્થાશ્રમના સહધર્મચારમાં છે...” આમાં નીચે મુજબ સુધારો કરે છે–
સ્ત્રી યા પુરુષના એકલ જીવનને રમણ અધૂરું અધું જીવન જ માને છે; સંપૂર્ણ અને કુદરતી રીતે ખીલતું માનવજીવન એ એકપત્નીવ્રત ગૃહસ્થાશ્રમના સહધર્મચારમાં જ જુવે છે..'
નાટકને અંતે નીચેની ત્રણ પંક્તિ પ્રો. ઠાકોર ઉમેરે છે. આ પંક્તિ લવજી બોલે છે
“ધમ ધમ ધમ ધોધવા પર ધોધવા રેલછેલ કરી મુકસે ! વાહ રે વાહ
ખોદા ! હારી મહેરથી જ લીલાલહેર !' નાટકના છેલ્લા પ્રવેશનો – પ્રવેશ ૧૨મો – અહીં પડદો પડે છે. ઉપર્યુક્ત ત્રણ પંક્તિના ઉમેરા નીચે લેખકે ૧૬-૪-૪૯ એ તારીખ નાખેલી છે. આ દિવસ નાટકના સંમાર્જનના કાર્યની પૂર્ણાહુતિ સૂચવે છે.
‘ડમીના ટિપ્પણની આગળ લેખકની નોંધ મળે છે
‘ટિપ્પણ આખું નવેસર લખવું છે તે હમે ફેર્મા છપાઈ જાય તેમ તેમ મોકલશો એટલે લખાશે . ટિપ્પણ જ બાકી રહે, એમ આખી ચોપડી છપાઈ જતાં આ નકલે પાછી મોકલશો, એટલે આ જૂનું ટિપ્પણે જોઈ જોઈને નવું લખાશે. બીજી નકલ મ્હારી ને નથી. અમદાવાદ ૧૬-૪-૪૯.’ | નાટકની દૃષ્ટિએ જોઈએ તો ‘ઉગતી જુવાનીમાં પ્રો. બળવંતરાય ઠાકોર કોઈ અતિકાય માનવીના ઉત્થાન-પતનના સંઘર્ષણને આલેખવાને બદલે સહુને અતિ વહાલું, નિજનું જ લાગે એવું નાટક રચવાનો ઉદ્દેશ ધરાવે છે; પણ નાટક કઠોર-નઠોર વાસ્તવના વર્તુળમાં જ ફેરફુદરડી ફરીને અટકી જાય છે. જીવનની
0 ૨૨૫ ]
Page #119
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ • સાદાઈ અને વાસ્તવિકતાની પડછે છુપાયેલા સનાતન માનવ-ભાવોને સ્પર્શતું નથી, લગ્નપ્રથા, મઘનિષેધ અને ઉચ્ચ કેળવણીના સહુ કોઈને સ્પર્શતા પ્રશ્નોને વિષય બનાવ્યા છે, પણ એનું નાટ્યરૂપાંતર બરાબર થયું નથી. જીવનની વિસંવાદિતા પાત્રના મંથનમાંથી, વેદના-ચીસમાંથી કે પ્રસંગમાંથી પ્રગટ થવાને બદલે મોટે ભાગે પાત્રોની ‘વાતોથી રજૂ થાય છે. Drama is intense actionની દૃષ્ટિએ excitementના અભાવવાળું આ નાટક મોળું પણ લાગે. નાટકની સપાટી પર લેખકનો વિચાર જ તર્યા કરે છે. આમ છતાં પ્રો. ઠાકોરની પ્રયોગશીલ પ્રતિભા અછતી રહેતી નથી. તેઓ સંસ્કૃત નાટ્યપ્રણાલીથી જુદા ફંટાય છે. વાસ્તવ-આલેખન, સમગ્ર નાટક પર ઝળુંબતું ઉલ્લાસનું વાતાવરણ, નવીન અર્પણપત્રિકા, નાની બહેનનું દૃશ્ય, પાત્રોના સંબંધની નોંધ તેમજ પાત્રોચિત ભાષા પ્રયોજવાનો નાટકકારનો પ્રયત્ન અવશ્ય પ્રશંસનીય છે અને તે રીતે નાટક નોંધપાત્ર ઠરે છે.
વ્યક્તિત્વ અને વાડ્મય
૨૨૭ ]
2 ૨૨૭ ]
Page #120
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી અસ્મિતાનો દ્રષ્ટા
રણજિતરામ વાવાભાઈની પ્રતિભા એકાંગી નહીં બલ્ક બહુઆયામી હતી. સાહિત્ય, સંસ્કૃતિ, ઇતિહાસ, કેળવણી, સમાજવિદ્યા અને કંઠસ્થ સાહિત્ય સુધી એમની અભ્યાસવૃત્તિ Earnestnessથી – ખરાપણાથી – નર્મદ માટે રણજિતરામે વાપરેલો શબ્દ. ફરી વળી હતી અને એમણે એ વિષયોનું ઊંડું અવગાહન કર્યું હતું. રણજિતરામમાં દૃષ્ટિગોચર થતી વિશાળતાનું એક કારણ એ છે કે તેઓ એ સમયના વિખ્યાત વિજ્ઞાની ત્રિભુવનદાસ ગજ્જર અને પ્રભાશંકર પટ્ટણી જેવા મહાનુભાવોના સેક્રેટરી તરીકે કાર્યરત હતા. ત્રિભુવનદાસ ગજ્જરની વિદ્વત્તા, ભવ્ય કલ્પનાઓને મૂર્ત સ્વરૂપ આપવાનો અસાધારણ ખંત રણજિતરામને પ્રેરક બન્યો. એથીયે વિશેષ ત્રિભુવનદાસ ગજ્જરની ઉદારતા અને ત્યાગવૃત્તિ સ્પર્શી ગઈ. તેઓ એમના સેક્રેટરી હતા તેમ છતાં ગીરગામ જવા-આવવાની મુશ્કેલીને કારણે ત્રિભુવનદાસે વાલકેશ્વરમાં પોતાની સાથે રાખ્યા. રણજિતરામના વ્યક્તિત્વમાં એક આકર્ષણ હતું. અનેકને પોતાની પ્રતિભાથી આકર્ષનારા શ્રી કનૈયાલાલ મુનશી રણજિતરામની મિત્રોનો વિશ્વાસ આકર્ષવાની અને મિત્ર સાથેના વ્યવહારને માનસિક સહજીવનની ભૂમિકા પર લઈ જવાની કુશળતા નોંધે છે. તેઓ નોંધે છે કે
0 ૨૩૦ ]
૨૨૯ ]
Page #121
--------------------------------------------------------------------------
________________
* શબ્દસમીપ
‘સ્વભાવ અને દૃષ્ટિબિંદુની ભિન્નતાથી કદી એક આરે પાણી પી શક્તા નહીં તે એમની મૈત્રીથી રાચતા .’ મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’, ગોવર્ધનરામ, ન્હાનાલાલ અને એ સમયના અન્ય સહુ સાક્ષરોનો પ્રેમ રણજિતરામે સંપાદિત કર્યો હતો. ત્રિભુવનદાસ ગજ્જ૨ની પ્રકૃતિ લાક્ષણિક હતી. રાતના બે વાગ્યે કોઈ વિચાર આવે એટલે રણજિતરામને ઉઠાડીને એની નોંધ કરાવે. રણજિતરામ જીવનભર ત્રિભુવનદાસ ગજ્જરનો ઋણસ્વીકાર કરતા રહ્યા.
રણજિતરામના જીવનઘડતરમાં એમના પિતા વાવાભાઈનો મહત્ત્વનો ફાળો છે. વાવાભાઈનો સ્વભાવ ઘણો કડક હતો. તેઓ ઘરમાં બહુ ઓછું બોલે. મોટે ભાગે વાંચવામાં જ તલ્લીન હોય. એમાં પણ રણજિતરામ સૌથી મોટા પુત્ર હોવાથી મર્યાદા નડતી હતી. પિતાની સરકારી રેવન્યુ ખાતાની નોકરીને કારણે ભરુચ અને સુરત જિલ્લાનાં ગામડાંઓમાં બાળપણ ગાળવાનું બન્યું. અંગ્રેજી છઠ્ઠા ધોરણમાં હતા ત્યારે રણજિતરામ કુસંગતથી બીડી-સિગાર પીવા લાગ્યા. કાયસ્થ જ્ઞાતિમાં બીડી પીવામાં ધાર્મિક બાધ આડે આવતો નહોતો, પરંતુ રણજિતરામનું કુટુંબ વૈષ્ણવ ધર્મ પાળતું હોવાથી બીડી પિવાતી નહીં. એક દિવસ રણજિતરામના કોટના ખિસ્સામાંથી સિગાર હાથ લાગતાં વાવાભાઈએ સખત શિક્ષા કરી. એ સમયથી એમણે સિગાર-બીડી જ નહીં, બલ્કે કુસંગત પણ છોડી દીધી.
રણિજતરામનું શરીર એકવડા બાંધાનું, નાજુક અને નિર્બળ હતું અને એથી જ એમના મિત્રો મજાકમાં એમ કહેતા પણ ખરા કે રણજિતરામ સાહિત્યથી જીવે છે. રણજિતરામના અક્ષર મોતીના દાણા જેવા હતા. સાહિત્યકારો સાથેના પત્રવ્યવહારમાં એમના અક્ષરો તરત જ સ્પર્શી જતા.
ગુજરાતના સાક્ષરો સાથેના એમના સંપર્કે એમના સાહિત્યપ્રેમને પાંગરવાની મોકળાશ આપી. રણજિતરામને મન સાહિત્ય તે એવી નિકષશિલા છે કે જે પ્રજાનું વિચારજીવન ઉત્કૃષ્ટ છે કે નિકૃષ્ટ તે દર્શાવે છે. તેમને મતે પ્રજાના ઉડ્ડયન, વાંછના, ઉચ્ચગ્રાહો આદિ સાહિત્યમાં આવિર્ભાવ પામે છે અને સાહિત્યથી એ બધાંને ઉત્તેજન અને ઉન્નતિ સાંપડે છે. સાહિત્ય વિશેની એમની આ ભાવનાએ જ એમને સાક્ષરોની પરિષદ માટે પ્રેરણા આપી. એમણે જોયું કે એ સમયે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી માત્ર ગ્રંથપ્રસિદ્ધિનું જ કાર્ય કરતી હતી. વળી
Q ૨૩૧]
• ગુજરાતી અસ્મિતાનો દ્રષ્ટા •
એમાં કોઈ પણ વ્યક્તિ સભાસદ થઈ શકે તેમ હોવાથી માત્ર ગુજરાતના સાક્ષરો જ તેમાં હોય તેવું નહોતું. યુવાન રણજિતરામની નજર તો ફ્રેંચ એકૅડેમી, બંગીય સાહિત્ય પરિષદ, નાગરી પ્રચારિણી સભા જેવાં મંડળો પર હતી. આવું મંડળ ગુજરાતમાં થાય તેને માટે એમણે ગુજરાત સાહિત્ય સભાની સ્થાપના કરી.
રણજિતરામ માનતા હતા કે પ્રજાના સમગ્ર જીવનને ભાવનાથી રંગનાર સાહિત્ય છે. આ માટે વિદ્વાનો, સાક્ષરો અને પંડિતો ભેગા થાય તો જ કાર્ય સિદ્ધ થાય. આથી ગુજરાત સાહિત્ય સભા દ્વારા અમદાવાદમાં રણજિતરામે પહેલી સાહિત્ય પરિષદ ભરવાનું બીડું ઝડપ્યું. આવી સાક્ષરોની સાહિત્ય પરિષદ પાછળ ભાવનાશાળી રણજિતરામનો આશય શો હતો ? “એના દ્વારા ગુજરાતી ભાષામાં પાંડિત્ય અને રસિકતા ખીલે, નવીન શોધખોળ માટે ઉત્કંઠા તીવ્ર થાય અને વિદ્યામાં સમાયેલા સર્વ વિષયોનું સાહિત્ય આપણી ભાષામાં રચાય.” ગુજરાતની રાષ્ટ્રીય અસ્મિતાના આ સ્વપ્નસેવી લેખો, સંસ્થાઓ અને સર્જકોના સાથથી તેને સાકાર કરવાનો પુરુષાર્થ કરતા હતા. આનો અર્થ એ કે સાહિત્યમાં રણજિતરામે ઇતિહાસ, ધર્મ, તત્ત્વજ્ઞાન – એ બધાંને આવરી લીધા હતા. આની પાછળ બે આશય મુખ્યત્વે હતા : પૂર્વજોની જ્ઞાનસમૃદ્ધિનો ઉપયોગ કરવો અને પાશ્ચાત્ય ઉદ્યાનનાં કુસુમો લાવી એમને ખીલવવાં. પોતાનો આશય મહત્ત્વાકાંક્ષી છે એમ સમજતા હતા, પણ સાથોસાથ મૂંઝાઈને પગ વાળીને બેસનારા નહોતા. એમના મનમાં હતું કે જો આજે સ્ફુલિંગ પ્રગટશે તો ભવિષ્યમાં વિશ્વને અજવાળતો સૂર્યનારાયણ જન્મશે. તેઓ કહેતા કે હિમાલયના ઉત્તુંગ શિખર પર ચડવાની અભિલાષા હશે તો ઘોડાસરના ટેકરા ચડાશે.
પ્રથમ સાહિત્ય પરિષદના આયોજન માટે રણજિતરામ વાવાભાઈ જ્યારે આનંદશંકર ધ્રુવને મળવા ગયા ત્યારે એમને પ્રશ્ન પૂછ્યો, “પરિષદમાં શેની ચર્ચા કરશો ? જોડણીની ?” અને હકીક્તમાં એ પરિષદમાં નરસિંહરાવ દિવેટિયાએ જોડણી વિશે વિસ્તૃત નિબંધ વાંચ્યો. પ્રો. આનંદશંકર ધ્રુવે પણ આ વિષય પર નિબંધ વાંચ્યો. સ્વ. કેશવલાલ ધ્રુવે વાચ્યાપાર પર નિબંધ વાંચ્યો, જેમાં ગુજરાતી વ્યાકરણની વિગતે વાત કર્યા બાદ જોડણીના પ્રશ્નની છણાવટ કરી હતી અને પ્રથમ સાહિત્ય પરિષદના પ્રમુખ શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠીએ પોતાના ઉપસંહારમાં જોડણી વિશે મંતવ્ય પ્રગટ કર્યું. જોડણી અને લિપિ વિશે આજે પણ ચર્ચા ચાલે છે, એનો પ્રારંભ પહેલી ગુજરાતી સાહિત્ય પરિષદમાંથી થયો
ગણાય.
૨૩૨]
Page #122
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ • આ સાહિત્ય પરિષદમાં રણજિતરામે કંઠસ્થ સાહિત્યના સંગ્રહની વાત કરી. એમણે કહ્યું કે પ્રાચીન કાવ્યના સંગ્રહ જેટલો જ મહત્ત્વનો આ વિષય છે. લોકગીતનો ઉષઃકાળ એ સાહિત્યનો ઉષ:કાળ છે એમ કહીને એમણે એનું વર્ગીકરણ આપ્યું હતું. આમાં ખોજાઓના ભજનમાંથી ઉદાહરણો ટાંકીને એમણે દર્શાવ્યું હતું કે તલવાર કરતાં ઉપદેશથી ઘણા હિંદુઓને મૌલવીઓએ મુસલમાન બનાવ્યા હતા. આ મૌલવીઓ પરધર્મની ટીકા કરવાને બદલે બંને ધર્મના સિદ્ધાંતોની સમાનતા દર્શાવતા હતા અને એ રીતે ભજનો દ્વારા હિંદુ અને મુસલમાન વચ્ચે સંપર્ક અને સંસર્ગ થતો રહ્યો. રણજિતરામે દર્શાવ્યું કે ભાટ, ચારણે, વહીવંચા અને ગઢવી વગેરેના દુહા, રાસાના સંશોધનની દિશામાં ઘણું કરવાનું છે. લોકગીતમાં સ્નેહ, સ્વયંવર, સાસુ, નણંદ, જેઠાણી વગેરેનાં લોકગીતોની એમણે નોંધ કરી છે. આ લોકગીતોની પંક્તિઓના ગોવર્ધનરામ કે ન્હાનાલાલે કરેલા ઉપયોગની જિ કર પણ કરી છે. સાહિત્યની વાત કરતાં રણજિતરામ ઘણી વાર સંગીતની વાત કરે છે. પછી ભલે તે લોકગીતના સંગીતની વાત હોય કે સાહિત્ય પરિષદની ચર્ચાના વિષયોની વાત હોય. ‘ઈશુનું વર્ષ ૧૯૦૮'માં તેઓ નોંધે છે, “આપણે સાહિત્યને પોષવા, ઉછેરવા મશગૂલ છીએ પરંતુ સંગીત આદિ સાહિત્યના સહોદરો પ્રત્યે લક્ષ નથી.”
રણજિતરામ વાવાભાઈએ કરેલી સાહિત્ય પરિષદની પ્રવૃત્તિએ સાહિત્ય અને ઇતિહાસનાં અનેક અંગો તરફ સહુનું ધ્યાન ખેંચ્યું. અમદાવાદ, મુંબઈ, રાજ કોટ, વડોદરા અને સુરત જેવાં નગરોમાં આ પ્રવૃત્તિ વિકસી. રણજિતરામની ઇચ્છા તો નડિયાદ, ગોધરા, નવસારી, ભરુચ, વિરમગામ, વઢવાણ અને ગોંડલ જેવાં નાનાં શહેરોમાં આ પ્રવૃત્તિનો વિકાસ કરવાનો હતો. પ્રથમ સાહિત્ય પરિષદ ભરવાના કાર્યમાં રણજિતરામને સફળતા મળી. રણજિતરામને વસવસો હતો કે એમના સમયમાં ગુજરાતી ભાષાનું જેટલું સેવન થતું હતું કે ગુજરાતની પ્રજાની પ્રગતિ માટે બહુ ઓછું થતું હતું. તેઓ સાહિત્યપ્રસારને પ્રજાની પ્રગતિ સાથે જોડવા ઇચ્છતા હતા.
રણજિતરામ વાવાભાઈ મહેતાના કેળવણીવિષયક વિચારો નોંધપાત્ર છે. એમણે કેળવણી વિશે ટૂંકા ટિપ્પણ લખ્યા છે જેમાં પ્રાથમિક શાળામાં અપાતું અંગ્રેજીનું શિક્ષણ અને સંસ્કૃત પાઠશાળાઓની કેળવણી વિશે વાત કરી છે. રણજિતરામ નોંધે છે –
૨૩૩ ]
• ગુજરાતી અસ્મિતાનો દ્રષ્ટા • જગતના ઇતિહાસમાં કોઈ દિવસ ન બનેલો બનાવ આપણા દેશમાં બને છે. આપણે આપણું શિક્ષણ જન્મભાષા દ્વારા નહીં પણ પરભાષા દ્વારા લઈએ છીએ. આ પરભાષા આપણી ભાષા સાથે બિલકુલ સગપણવાળી નથી.” આ રીતે છેક ૧૯૧૬ના ઓક્ટોબર મહિનામાં એમના લેખમાં તેઓ જન્મભાષાની દુર્દશાની વાત કરે છે.
એ સમયે ‘સમાલોચક'ના એક લેખમાં એમ લખ્યું હતું કે ‘કરણઘેલો'ની લોકપ્રિયતામાં હજુ સુધી કોઈએ ભાગ પડાવ્યો નથી.” આની પાછળનો ઉદ્દેશ ‘કરણઘેલાની અતિપ્રશસ્તિ અને વિશેષ “સરસ્વતીચંદ્ર'ની અવગણનાનો હતો. એ સમયે ‘કરણઘેલો' વિશે એમ કહેવાતું કે ગુજરાતી ભાષા બોલનારી પ્રજામાં ‘કરણઘેલો'એ દિગંત ડંકો વગાડી તેમને આધુનિક ઐતિહાસિક નવલકથાનું કીર્તિવંત પદ આપ્યું છે. રણજિતરામ આ વિધાન અંગે લખે છે કે “આ ખોટું છે. ‘સરસ્વતીચંદ્ર'ની કીર્તિ આગળ ‘કરણઘેલો'ની કીર્તિ ઝાંખી છે.” એ પછી પોતાની વાતને વિશેષ સ્પષ્ટ કરતાં રણજિતરામ કહે છે, “કરણઘેલાની કીર્તિ વર્ણન પરત્વે છે. વસ્તુગૂંફન છે પણ બહુ ઊંચા પ્રકારનું નથી, પાત્રાલેખન તો બહુ નિકૃષ્ટ પ્રતિનું છે.”
રણજિતરામ કાઠિયાવાડના સાહિત્ય વિશે પણ નોંધે છે કે પ્રજાઓમાં ચેતન જ ગાડનાર સામગ્રીઓમાં ઇતિહાસનું ઊજળું સ્થાન છે. કાઠિયાવાડનો ઇતિહાસ જેવોતેવો નથી. તેઓ કહે છે કે એની દંતકથાઓ, વાર્તાઓ, દોહા, સોરઠા, ભજનો વગેરે ભૂતકાળનું રસિક ચિત્ર ઊભું કરતી સામગ્રીનો સંગ્રહ થવો જોઈએ. પરંતુ એની સાથોસાથ આ સાહિત્ય અંગે ભવિષ્યનું દર્શન કરનારા રણજિતરામ કહે છે,
પા. ૧૨૨ (૧). આવી જ રીતે દોલતરામ કૃપારામ પંડ્યાના ‘અમરસત્ર' નાટકમાં નિર્માણશક્તિની કેવી ઊણપ છે તે રણજિતરામ દર્શાવે છે. આ નાટકને તેઓ નિર્માલ્ય કહે છે અને નોંધે છે કે સંસ્કૃત નિયમાનુસાર નાટક લખવા બેઠા પરંતુ નિર્માણશક્તિની ઊણપ હોવાથી એમનું નિબંધન નિકૃષ્ટ પંક્તિમાં આવી ગયું છે. રણજિતરામના દીર્ઘદર્શનનો અનુભવ તો ઇતિહાસ કે વિજ્ઞાનશાસ્ત્રના કોઈ વિષય પર નવલકથા લખાવી જોઈએ એવી જિકરમાં જોવા મળે છે.
1 ૨૩૪ ]
Page #123
--------------------------------------------------------------------------
________________
* શબ્દસમીપ •
રણજિતરામનાં અવલોકનોમાં સ્પષ્ટતા અને પારદર્શિતા છે. એમની ઘડાયેલી સાહિત્યિક રુચિ કૃતિના સારા-નરસા પાસાનો વિવેક કરી આપે છે.
એમણે આલેખેલાં વ્યક્તિચિત્રોમાં સાક્ષરો સાથેના એમના ગાઢ સંપર્કનું પ્રતિબિંબ જોવા મળે છે. નર્મદ, નંદશંકર, ડાહ્યાભાઈ ધોળશાજી, ગોવર્ધનરામ જેવાનાં વ્યક્તિચિત્રોમાં એમની વિશેષતા પ્રગટ કરી છે. દોષદર્શનમાં રણજિતરામને રસ નથી.
મુંબઈ કરતાં ભાવનગરમાં એમનું શારીરિક સ્વાસ્થ્ય સુધર્યું. સાવ પાતળું શરીર મજબૂત બન્યું. માઈલોના માઈલો સુધી તેઓ સહેજ પણ થાક્યા વિના ફરી શકતા હતા. અહીં કવિ ત્રિભોવન પ્રેમશંકર અને હરગોવિંદ પ્રેમશંકર સાથેનો સંબંધ થયો. ઇતિહાસ અને જૂની વાર્તાઓના શોખીન દેવશંકર ભટ્ટ સાથે દોસ્તી થઈ. માનશંકર મહેતા જેવા લેખક અને અભ્યાસીની ઓળખ થઈ. રણજિતરામની વિશેષતા એ હતી કે પોતાના સંપર્કમાં આવેલી વ્યક્તિ જે વિષયમાં નિષ્ણાત હોય તે વિષયમાં એ લખે તેવી એને પ્રેરણા આપતા. સહુથી વિશેષ તો ભાવનગરની સમૃદ્ધ બાર્ટન લાયબ્રેરીનો સંગ્રહ હાથ લાધ્યો. વળી પ્રભાશંકર પટ્ટણીએ એટલી મોકળાશ આપેલી કે રણજિતરામ એમને પસંદ પડે તે નવીન પુસ્તક કે સામયિક મંગાવી શકતા. પરિણામે ચિત્રકલા, સાહિત્ય અને અન્ય વિષયોનાં પુસ્તકો એમને મળ્યાં. એ સમયે કહેવાતું કે, “હાલ સાક્ષરોમાં રણજિતરામ જેવો વર્તમાન સાહિત્યનો સર્વદેશી વાચક કે અભ્યાસક કોઈ નથી.” ભાવનગરમાં પ્રો. નૃસિંહપ્રસાદ કાલિદાસનો મેળાપ થતાં કેળવણીવિષયક વિચારોની ચર્ચા થઈ. અહીં સ્થપાયેલા દક્ષિણામૂર્તિ વિદ્યાભવનમાં રણજિતરામે ઇતિહાસ શીખવવાનું સ્વીકાર્યું હતું. રણજિતરામનો આ અનુભવ દક્ષિણામૂર્તિ વિદ્યાભવનના એમના કેળવણીવિષયક લેખોમાં પ્રગટ થાય છે. એ સામાન્ય બૉર્ડિંગમાંથી વિકાસ સાધીને મોટી સંસ્થા બને એવું રણજિતરામનું સ્વપ્ન હતું. એમના જીવનકાળમાં એ સિદ્ધ ન થયું પરંતુ એ પછી આ સંસ્થાએ સારો એવો વિકાસ સાધ્યો. ભાવનગર છોડીને પટ્ટણીસાહેબ ૧૯૧૨ના ડિસેમ્બરમાં મુંબઈ ગયા એની સાથે રણજિતરામે પણ ભાવનગર છોડ્યું. આમ છતાં રણિજતરામ ભાવનગરનાં સુખદ સ્મરણો વાગોળતા રહ્યા હતા. રણજિતરામનું ઘર સાહિત્યકારો અને શિક્ષણવિદોનું વિશ્રામસ્થળ હતું. રાત્રે ચાંદનીમાં સરોવરના કિનારા પર કે વિશાળ બાગમાં મિત્રો સાથે બેસીને રણજિતરામ સાહિત્યપ્રવૃત્તિની, સમાજસુધારણાની અને શિક્ષણપદ્ધતિ કે દેશી રાજ્યોની સ્થિતિ વિશે વાતો કરતા હોય. જોકે એ ચર્ચામાં મુખ્ય વક્તા તો રણિજતરામ જ હોય. કવિ D૨૩૫ન
• ગુજરાતી અસ્મિતાનો દ્રષ્ટા •
નાનાલાલ ભાવનગર આવે ત્યારે આખો દિવસ રણજિતરામ સાથે જ ગાળે. નાનાલાલના ‘વસંતોત્સવ' પર પહેલું વિવેચન લખનાર રણિજતરામ હતા. નાનાલાલ પણ પોતાની કૃતિ રણિજતરામને જોવા-સુધારવા મોકલી આપતા. બંને વચ્ચે એટલો ગાઢ સંબંધ હતો. નાનાલાલનો સ્વભાવ તડ ને ફડ કહી દેનારો હતો. રણજિતરામ ધીમેથી, હસીને, વિરોધી વિચાર મૂકતા. રણજિતરામ પહેલાં ધીરજથી સાંભળે. કહેનારને પણ સંભળાવવું ગમે ! પછી પોતાની વાત કરતા. ક્યારેક ભાવનગરમાં કવિની હાજરીમાં એમની કવિતાઓ પર ચર્ચા થતી ત્યારે કોઈ એમની ક્ષતિ બતાવે તો કવિ નાનાલાલ હસતા હસતા કહેતા, ‘ત્યારે એમ માનો.’ સર્જક પર વરસી પડવાને બદલે એના વિકાસમાં સહયોગી થતા.
પ્રભાશંકર પટ્ટણીએ ભાવનગર છોડ્યું અને મુંબઈના ગવર્નરની કારોબારી કાઉન્સિલમાં નિમાયા ત્યારે વિદાયની આગલી રાતે પટ્ટણીસાહેબે રણજિતરામને સાથે આવવા કહ્યું. રણજિતરામે બીજે દિવસે એમની સાથે ભાવનગર છોડ્યું અને મુંબઈ આવ્યા. મન લલચાય તેવી, મહત્ત્વાકાંક્ષા જગાડે તેવી નોકરી, પણ રણજિતરામનો સંકલ્પ કે સંસ્કારી ને સીધું કામ હોય, સાહિત્યનો શોખ કેળવી શકાય તેવી નોકરી જ સ્વીકારવી.
કૉલેજમાં હતા ત્યારે ધ સોશ્યલ ઍન્ડ લિટરરી સભા’ ચલાવતા. ‘સંસાર સુધારા સમાજ'ની અમદાવાદમાં સ્થાપના કરી. ગૂર્જર સાક્ષર જયન્તીની યોજના બનાવી. સાહિત્ય પરિષદના કાર્ય માટે રણજિતરામે એના મંત્રી તરીકે અથાગ પ્રયત્ન કર્યો. રણજિતરામનું આ સ્વપ્ન હતું અને એની સિદ્ધિ માટે એમણે તનતોડ મહેનત કરી. એ સંસ્થાના આત્મા જેવા બની જતા.
રણજિતરામની ઇચ્છા તો વાર્તા અને નવલકથા લખવાની હતી. ‘સાહેબરામ' નામની નવલકથા એમણે પૂનામાં લખવાની શરૂ કરી પરંતુ તે અધૂરી રહી. આ ‘સાહેબરામ’ કથાવસ્તુ બદલવાનું શ્રી ચંદ્રશેખર પંડ્યાએ કહ્યું, પરંતુ સહજ રીતે લખાઈ ગયેલી આ કથામાં કશું ફેરવવું નથી તેવી રણજિતરામની ઇચ્છા હતી. આમાં એમના જીવનમાં મળેલી વ્યક્તિઓનું પ્રતિબિંબ દેખાય છે. જેમકે ‘સાહેબરામમાં આવતા ભૈરવનાથ શેઠનું પાત્ર ગજ્જરસાહેબ પરથી અને સહિયરોમાં પ્રો. નરનારાયણનું પાત્ર નૃસિંહપ્રસાદ ભટ્ટ પરથી એમણે આલેખ્યું છે. નવલક્થાનું ગ્રંથન નબળું લાગે. ક્યાંક સુધારકનો અભિનિવેશ પ્રગટ થાય છે. પરિણામે વાસ્તવનું નિરૂપણ પાંખું રહ્યું છે. ગુજરાતનો ઇતિહાસ લખવાનું સ્વપ્ન સેવ્યું હતું, પણ પરિપૂર્ણ ન થયું. નિબંધ સર્જક તરીકે જીવન અને કળાની ભાવના પ્રગટ થતી, પણ સર્જકતા પાંખી લાગે. શુદ્ધ અને સંસ્કારી શૈલી, પણ એમાં .૨૩૬)
Page #124
--------------------------------------------------------------------------
________________
પારગામી વિદ્વત્તા
• શબ્દસમીપ • પ્રભાવ કે છટા નહીં. સૌથી નોંધપાત્ર પ્રદાન ગણીએ તો ટૂંકી વાર્તા કહી શકાય. એ કલાવિધાનમાં ચડિયાતી લાગે છે. મુનશીને એમની નવલિકા ‘હીરા' પસંદ પડી હતી. વધુ જીવ્યા હોત તો વિશેષ કૃતિઓ મળી હોત. એમની પાસે વિશાળ શબ્દભંડોળ હતો. કચ્છ, કાઠિયાવાડી, ગુજરાતી, ફારસી, સંસ્કૃત અને અંગ્રેજી ભાષામાંથી શબ્દોની પસંદગી કરતા. વળી સંસ્કૃત શબ્દોનો અતિભાર જોવા ન મળે. | મુંબઈમાં કનૈયાલાલ મુનશી, ઇન્દુલાલ યાજ્ઞિક વગેરેનો પરિચય થયો. પ્રથમ પાંચ સાહિત્ય પરિષદમાં રણજિતરામ સંકળાયેલા રહ્યા. આમાં એમને ઘણી વાર ટીકાઓના ભોગ પણ બનવું પડયું. ત્રીજી પરિષદના પ્રમુખ તરીકે નરસિંહરાવ દિવેટિયાની પસંદગી થવી જોઈએ એવા એમના વિધાનથી વિરોધનો વંટોળ જાગ્યો હતો. સુરતની પાંચમી પરિષદ સુધી રણજિતરામે ઘણું કામ કર્યું. સુરતની પરિષદ સફળ થાય એ માટે એમણે એક મહિનાની રજા લીધી હતી. આવા રણજિતરામ સ્વપ્નદ્રષ્ટા હતા, સ્વપ્નસૃષ્ટા હતા. શરીરે નિર્બળ પણ સ્વભાવે સાહસિક હતા. આવું એક સાહસ જ રણજિતરામના અવસાનનું કારણ બન્યું. જુહુના દરિયાકિનારે તરવાનું શીખવા ગયેલા રણજિતરામ ૧૯૧૭ની પમી જૂન, સોમવારે ૩૫ વર્ષની વયે દરિયામાં તણાઈ જવાથી અવસાન પામ્યાં.
રણજિતરામ વાવાભાઈને અંજલિ આપતાં શ્રી કનૈયાલાલ મુનશીએ લખ્યું: “રણજિતરામ માણસ નહોતા - એક ભાવના હતા. ગુજરાતની રાષ્ટ્રીય અસ્મિતા(Self Consciousness)ના એ અવતાર હતા. તેને જ માટે તે જીવતા, તેને જ માટે તેણે ત્યાગવૃત્તિ ધારી, તેને જ માટે તે નવા નવા માણસોના સંસર્ગમાં આવવા ઝંખતા, તેને જ માટે ગમે તે વેઠી એ બધાને એ ભાવનાએ પ્રેરવા મથતા. તેના હૃદયમાં એક જ વિચાર હતો; બંગાળની માફક આપણું સાહિત્ય ક્યારે સમૃદ્ધિવાન થાય – આપણી કળા ક્યારે વ્યક્તિત્વ પામે – આપણો ઇતિહાસ ક્યારે સજીવન થાય - આપણી રાષ્ટ્રીય અને સામાજિક અનુકુળતા
ક્યારે સંધાય – આપણી સંસ્કૃતિ ક્યારે વિજય પામે અને આ બધાંને પરિણામે નવીન ગુજરાત ક્યારે અવતરે. એમની નજર આગળ નવીન ગુજરાત સ્વનું નહોતું. જીવંત વ્યક્તિ હતી. એ બધાને પ્રેરતા તો એક લક્ષ તરફે – ગુજરાતનાં ગૌરવ, એકતાનતા, અસ્મિતા, વિવિધતાથી ભરપૂર ગામેગામના લેખકોનાં, એ - આ ભાવનાના અવતાર - કેન્દ્રસ્થાને હતા. આ ભાવના પ્રસરાવી એ જ એનો જીવનમંત્ર હતો.”
આગમ પ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજ એક આત્મસાધક સંત હતા. પોતાના આત્મભાવની ક્યારેક ઉપેક્ષા ન થઈ જાય કે સંસારની વૃદ્ધિ કરે એવી આત્મવિરોધી પ્રવૃત્તિમાં જરાય ન અટવાઈ જવાય એની તેઓએ સતત જાગૃતિ રાખી અને અપ્રમત્તપણે પોતાની સાધનાને આગળ વધારતા રહ્યા. આમ છતાં એમનું જીવનકાર્ય તો વિવિધ રીતે જ્ઞાનનો ઉદ્ધાર કરવાનું જ રહ્યું.
તેમણે જીવનના અંત સુધી એવી જ નિષ્ઠા, એવી જ ફૂર્તિ અને એવી જ તત્પરતાથી જ્ઞાનોપાસના કરી. જાણે એમ લાગે કે આ કાર્ય કરતાં ન તો તેઓ વયની મર્યાદાને કે ન તો શક્તિ-અશક્તિને પિછાનતા.
થોડીક પ્રાચીન હસ્તપ્રતો એમની આગળ મૂકી દઈએ અથવા તો એકાદ હસ્તલિખિત ભંડારની વચ્ચે તેઓને બેસાડી દઈએ, તો તેઓ આહાર, આરામ અને ઊંઘને વીસરીને એમાં ખૂબ તન્મય બની જતા.
પોતાના ગુરુ મુનિશ્રી ચતુરવિજયજીના પગલે પગલે મહારાજ શ્રીએ પણ એક સમર્થ સંશોધક તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. એમનાં સંપાદનોની સગપરિપૂર્ણતા જોઈને પરદેશના વૈજ્ઞાનિક સંશોધન વિદ્વાનો પણ ડોલી ઊઠ્યા. તેઓશ્રીને હાથે અઘરા અને કઠિન ગ્રંથો અણીશુદ્ધ બનીને નવજીવન પામ્યા.
0 ૨૩૮ ]
૨૩૭
Page #125
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ • ગ્રંથસંપાદનના કાર્યમાં તેઓને વરેલી અસાધારણ સિદ્ધિનાં કારણો અનેક છે. તેઓ શાસ્ત્રના વિષયથી અને ગ્રંથમાં આવતા ઇતર સાહિત્યના સંદર્ભોથી સુપરિચિત રહેતા અને જે બાબત તેઓની સમજમાં આવતી ન હોય તે બાબત વિશે અથાગ પ્રયત્ન કરીને ખુલાસો મેળવીને જ આગળ વધતા. અક્ષરોના વિવિધ મરોડો છતાં જુદા જુદા સૈકાની લિપિને ઉકેલવામાં તેઓ સિદ્ધહસ્ત હતા અને એથી ય વિશેષ તો શાસ્ત્રોના સંશોધનની બાબતમાં એમની ધીરજ અને ખંત સાચા અર્થમાં અપાર હતાં. સત્યની એકાદ હીરાકણી માટે પણ તેઓ દિવસરાત મથામણ કર્યા કરતા અને આટલું બધું કરવા છતાં તેના ભારથી મુક્ત બનીને સદા પ્રસન્ન રહેતા. આવા આદર્શ સંશોધનગ્રંથોના અનેક નામ લેખાવી શકાય; પણ એની યાદી આપવાનું આ સ્થાન નથી. તેઓએ આગમસંશોધનનું જે મહાન કાર્ય આરંભ્ય હતું તે તો એમના જ્ઞાનમય વ્યક્તિત્વના સારરૂપ અને પંદરસો વર્ષ પહેલાં મહાન આગમપ્રભાકર શ્રી દેવર્ધિગણિક્ષમાશ્રમણે કરેલું આગમ સંકલન જેવું શકવર્તી અને સુદીર્ઘ કાલ સુધી ઉપકારક કાર્ય હતું. પ્રાચીન જીર્ણશીર્ણ હસ્તપ્રતો તો જાણે પુણ્યવિજયજી મહારાજના હાથમાં આવતાં જ પોતાની આપવીતી કહેવા લાગતી !
• પારગામી વિદ્વત્તા • તેમાંયે જેસલમેરના ભંડારોની સાચવણી માટે સોળ સોળ મહિના સુધી તેઓએ જે તપ કર્યું છે એનો ઇતિહાસ તો જેવો પ્રેરક છે એવો જ રોમાંચક છે. વિ. સં. ૨૦૬ના કારતક વદ સાતમે શ્રી પુણ્યવિજયજી મહારાજે જેસલમેર માટે વિહાર કર્યો. આ વખતે શ્રી કસ્તુરભાઈ લાલભાઈ મહારાજ શ્રીને સાબરમતીમાં મળ્યા હતા. તે પછી મહારાજ શ્રી જેસલમેરમાં કામ કરતા હતા ત્યારે તેઓ જેસલમેર જઈને ચારેક દિવસ ત્યાં રોકાયા હતા અને શ્રી પુણ્યવિજયજી મહારાજ દ્વારા થઈ રહેલ કામને પ્રત્યય જોયું ઉપરાંત ક્યારેક તેઓને પાટણ જવાનું થતાં ત્યાંના શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરનું એમણે નિરીક્ષણ કર્યું. આ બધાંને લીધે એમના મનમાં જ્ઞાનભંડારોના રક્ષણ અને ભારતીય સંસ્કૃતિ તથા જૈનસંસ્કૃતિના અધ્યયન માટે કંઈક નક્કર કામ કરવાની ભાવનાનાં બીજ રોપાયાં. એનું પરિણામ અંતે અમદાવાદમાં લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરની સ્થાપનામાં આવ્યું. મુનિ પુણ્યવિજયજીએ પોતાના હસ્તલિખિત અને મુદ્રિત હજારો ગ્રંથોનો અમૂલ્ય ખજાનો એ સંસ્થાને ભેટ આપી દીધો.
જેસલમેરના વિહાર માટે શ્રી પુણ્યવિજયજી મહારાજ અમદાવાદ થઈને પાટણ જઈ રહ્યા હતા. એક દિવસ વહેલી સવારે રણુંજ થી તેઓએ રેલના પાટે પાટે વિહાર શરૂ કર્યો. પૂરા પ્રકાશના અભાવે એમણે ગરનાળાને નું જોયું અને ગરનાળાથી ૧૫-૧૭ ફીટ નીચે પડી ગયા, પણ જે શક્તિએ બચપણમાં આગથી અને મોટી ઉંમરે સંગ્રહણીના વ્યાધિમાંથી તેઓને બચાવી લીધા હતા તેણે જ આ વખતે પણ એમને આબાદ બચાવી લીધા, આટલે ઊંચેથી પડવા છતાં એમને ખાસ કંઈ વાગ્યું નહીં, અને તે પછી તેઓએ તેરેક માઈલનો વિહાર કર્યો !
જેસલમેરના ભંડારોના ઉદ્ધાર દરમ્યાન રાષ્ટ્રપતિ બાબુ રાજેન્દ્રપ્રસાદનું ધ્યાન આવી અમૂલ સાહિત્યસમૃદ્ધિ તરફ અને ખાસ કરીને અહિંસાના પ્રવર્તક વીરની ધર્મવાણી જે ભાષામાં સચવાઈ છે તે, પ્રાકૃત ભાષાના ગ્રંથો પ્રગટ કરવા તરફ ગયું. એને લીધે છેવટે પ્રોક્ત ટેસ્ટ સોસાયટીની સ્થાપના કરવાનું શક્ય બન્યું.
આ પ્રાચીન ગ્રંથો અને એના ભંડારોની જાળવણી કેવી રીતે કરવી એ બાબતમાં પુણ્યવિજયજી મહારાજ નિષ્ણાત હોવાથી એમના હાથે જે જે ભંડારોનો ઉદ્ધાર થાય તે ચિરકાળ માટે સુરક્ષિત બની જતા. આવા ભંડારોનો વિદ્વાનો સહેલાઈથી ઉપયોગ કરી શકે એવી ગોઠવણ પણ જ્યાં શક્ય હોય ત્યાં કરવાનું તેઓ ચૂકતા નહીં. એ એમના જ્ઞાનભંડારોના ઉદ્ધારની બીજી વિશિષ્ટતા હતી.
0 ૨૪૦ ]
પ્રાચીન ગ્રંથોના એકસરખા માપનાં ભેળસેળ થઈ ગયેલાં પાનાંઓમાંથી તેમ જ તાડપત્રીય ગ્રંથોના ટુકડાઓમાંથી આખા કે અધૂરા ગ્રંથોને તૈયાર કરી આપવાની તેઓની સૂઝ અને નિપુણતા આશ્ચર્યચકિત કરે એવી હતી. ચોંટીને રોટલો થઈ ગયેલી કંઈક પ્રતો એમના હાથે નવજીવન પામી.
મુનિ પુણ્યવિજયજી તથા એમના ગુરુ શ્રી ચતુરવિજયજી મહારાજ અને પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજે મળીને લીંબડી, પાટણ, ખંભાત, વડોદરા, ભાવનગર, પાલિતાણા, અમદાવાદ, જેસલમેર, બીકાનેર, જોધપુર ઉપરાંત ગુજરાત-સૌરાષ્ટ્ર અને રાજસ્થાનના સંખ્યાબંધ ગ્રંથભંડારોને તપાસી એમને સુવ્યવસ્થિત કરી, કેટલાકની યાદીઓ તૈયાર કરી આપી અને કેટલાકની સવિસ્તર સૂચિઓને મુદ્રિત કરી આપી; વળી ક્યાંક રેપરો, બંધનો, દાબડા કે પેટીઓ અને કબાટ સુધ્ધાંની વ્યવસ્થા કરાવી. કેટલાય પ્રાચીન ગ્રંથભંડારોને નામશેષ થતા બચાવી લીધા. આ માટે તેમણે જે જહેમત ઉઠાવી છે, અને જે કષ્ટસાધ્ય વિહારો કર્યા છે તે બીના શ્રુતરક્ષાના ઇતિહાસમાં સોનેરી અક્ષરે અંકિત થઈ રહે એવી છે.
૨૩૯ ]
Page #126
--------------------------------------------------------------------------
________________
ભુલાયેલો ભેખધારી
• શબ્દસમીપ • પાટણમાં શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર નામે ગ્રંથભંડારની સ્થાપના થઈ જેનું ઉદ્ઘાટન વિ. સં. ૧૯૯૫માં શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીના હસ્તે થયું. વિદ્વાનો અને અભ્યાસીઓ માટે પાટણમાં એક વિદ્યાની પરબ શરૂ થઈ.
પ્રાચીન પ્રતો અને ગ્રંથભંડારોના સંરક્ષણની કલાની વિશિષ્ટ જાણકારીની સાથોસાથે પ્રતોને અને ગ્રંથસ્થ તેમજ અન્ય ચિત્રસામગ્રી કે પ્રાચીન કળામય વસ્તુઓને પારખવાની મહારાજ શ્રીની શક્તિ પણ અભુત હતી. ઉપરાંત કઈ પ્રતનું કઈ દૃષ્ટિએ શું મૂલ્યાંકન કરી શકાય એની પણ તેઓ સ્પષ્ટ સમજ ધરાવતા હતા.
આ બધા ઉપરાંત પુણ્યવિજયજી મહારાજની સૌથી ચડિયાતી અને વિરલ કહી શકાય તેવી વિશિષ્ટતા હતી વિદ્વાનો અને સંશોધકોને જરૂરી બધી સહાય આપવાની તત્પરતા. જ્ઞાનોદ્ધારમાં અને જ્ઞાનપ્રસારમાં તેઓને એવો જીવંત રસ હતો કે એ કામ તેઓ પોતે કરે કે બીજા કરે એ એમને મન સરખું હતું. અને બીજાને એની જ્ઞાનોપાસનામાં બધી સગવડ મળી રહે એની તેઓ પૂરી ચિતા રાખતા. પોતે ગમે તેવા ગંભીર કામમાં એકાગ્ર થયા હોય પણ કોઈ જિજ્ઞાસુ આવે તો તેઓ લેશ પણ કૃપણતા કર્યા વગર પૂરેપૂરો સમય આપતા અને એમને કોઈ બાબતમાં જરાક પ્રશ્ન પૂછીએ તો એમની શતમુખે પાંગરેલી વિદ્યાપ્રતિભાનાં તરત જ દર્શન થતાં અને એમનું બહુશ્રુતપણું કે શાસ્ત્રપારગામીપણું જોઈને આશ્ચર્યમુગ્ધ થઈ જવાતું.
મહારાજ શ્રી અનેક વિષયોના પારગામી વિદ્વાન હોવા છતાં તેઓ ક્યારેક પોતાની પંડિતાઈ કે વાચાતુરીથી આંજી નાખવાનો પ્રયત્ન કરતા નહીં. અંતરમાંથી વહેતી એમની સહજ સરળ વાણી જાણે સામી વ્યક્તિને વશ કરી લેતી. ધર્મ અને શાસ્ત્ર બંનેના શિખરે બિરાજેલા એક પાવનકારી વ્યક્તિત્વે વિદાય લીધી વિ. સં. ૨૦૧૭ના જેઠ વદિ કને તા. ૧૪-૬-૭૧ના દિવસે. જ્ઞાનસાધના અને તપોબળના આવા વિરલ સુમેળે વિદાય લીધી.
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના અભ્યાસીને શ્રી મોહનલાલ દેસાઈના ‘જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ’ અને ‘જૈન ગુર્જર કવિઓ 'નો આધાર લીધા વિના ભાગ્યે જ ચાલે, પણ પ્રાચીન ગુજરાતી સાહિત્ય માટે ભેખ ધારણ કરનારા આ વિદ્વાન ઘણા લાંબા સમય સુધી અભ્યાસીઓથી અજાણ રહ્યા. જેમને આધારે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાં પ્રકરણો રચાય છે તેનું નામેય આપણા સાહિત્યના ઇતિહાસમાં જડતું નથી. ગુજરાતના સંશોધક અને મધ્યકાલીન સાહિત્યના અભ્યાસી શ્રી જયંત કોઠારીએ ‘જૈન ગુર્જર કવિઓ'ના ગ્રંથો ઉપલબ્ધ કરાવીને ગુજરાતી સાહિત્યને ભુલાયેલા એ ભેખધારીની યાદ આપી છે.
શ્રી મોહનલાલ દેસાઈ ભણેલા તો હતા વકીલાતનું. બી.એ., એલએલ.બી. થયેલા ને વ્યવસાય પણ વકીલાતનો. મુંબઈ હાઈકૉર્ટમાં ઍડવોકેટ હતા. એમને આ સાહિત્ય અને ઇતિહાસની સેવાનો નાદ ક્યાંથી લાગ્યો એ કોયડો છે. પચ્ચીસી વટાવી ન વટાવી ત્યાં પ્રાચીન સાહિત્યની સામગ્રી એકઠી કરવાની ધૂન એમને વળગી પડે છે, જે જીવનના અંત સુધી એમનો કેડો મૂકતી નથી. એ ધૂન એમને ચિત્તભ્રમની અવસ્થા સુધી પણ ખેંચી જાય છે.
n ૨૪૧ ]
૨૪૨
Page #127
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ • આજથી ૭૫ વર્ષ પહેલાંના સમયની કલ્પના કરો. ગુજરાત-રાજસ્થાનમાં અનેક નાનાં-મોટાં ગામોમાં વિખરાયેલા જ્ઞાનભંડાર, એમાં સચવાયેલી પ્રાચીન ગુજરાતી સાહિત્યની અસંખ્ય હસ્તપ્રતો. એની પૂજા થાય પણ એને ઉઘાડીને જુએ કોણ ? એની અશાતના ન થાય માટે એને જાપતામાં રાખવાની કન્યાની જેમ કોઈની નજરે પણ નહીં ચડવા દેવાની, મોહનભાઈ આ બધાં ગામોમાં કેવી રીતે ફરી વળ્યા હશે. કેવો વિશ્વાસ જગાવીને જ્ઞાનમંદિરોનાં તાળાં ઉઘડાવ્યાં હશે, કેવી ધૂણી ધખાવીને બેઠા હશે ને અસંખ્ય પોથીઓમાંથી પોતાના ગ્રંથોમાં ઉતારેલી પ્રચુર માહિતી નોંધી હશે અને એ જમાનાની કેટલી અગવડો-સગવડો વેઠી હશે એની આપણે કલ્પના જ કરવાની રહે છે.
સુતારનું મન બાવળિયે. પોથી જોઈ નથી અને મોહનભાઈ કાગળ-કલમ લઈને બેસી ગયા નથી. સાહિત્ય પરિષદના સંમેલનમાં હસ્તપ્રતોનું પ્રદર્શન થાય તોયે મોહનભાઈ એમાંથી ગુજરાતી કૃતિઓની માહિતી ઉતારી લે. આગ્રા ગયા હોય તો ત્યાંના હસ્તપ્રત ભંડાર શોધે, કલકત્તા ગયા હોય તો ત્યાંના કેટલાંગ ઉથલાવે અને રાજસ્થાનના કોઈ ગામમાં ગયા હોય તો પેટીપટારા ઉઘડાવે. અનેક મુનિમહારાજો , શ્રાવકો, શ્રેષ્ઠિઓને અભ્યાસીઓનો પણ સંપર્ક કરે. એમની નિષ્ઠાને સાહિત્યપ્રીતિ એવી કે સૌ એમને પ્રેમપૂર્વક પોતાની પાસેની સામગ્રી આપે.
અને આ રીતે મોહનભાઈએ અનેક સદીઓના આપણા સાહિત્યની અંધારી ગુફામાં મશાલ પ્રગટાવવાનું કાર્ય કર્યું. સેંકડો કવિરત્નોને, એમની અસંખ્ય કાવ્યકૃતિઓને એમણે પ્રકાશમાં આણ્યાં.
- ૧૯૨૬માં ‘જૈન ગૂર્જર કવિઓ'નો પ્રથમ ભાગ બહાર પાડ્યો ત્યારે મોહનભાઈનું દીર્ઘકાળથી સેવેલું સ્વપ્ન સાકાર થયું અને ગુજરાતી સાહિત્યના ઇતિહાસને એક નવું પરિમાણ મળ્યું.
મુનિ જિનવિજયજીએ લખ્યું : “જે વખતે અમને કલમેય ઝાલતાં નહોતી આવડતી તે વખતના એ જૈન ઇતિહાસ અને જૈન સાહિત્યના વિચારઘેલા અને અનન્ય આશક બનેલા છે. કોઈ ૨૦-૨૨ વર્ષથી જે એક પોતાના પ્રિય વિચારરૂપ સુપુત્રની એ પ્રતિપાલના કરતા આવ્યા છે તેના લગ્નોત્સવ સમાન સૌભાગ્યભરેલા સુપ્રસંગ જેવો, આ ગ્રંથને પ્રકાશમાં મૂકવાનો તેમના માટે સુઅવસર ગણાય....
1 ૨૪૩ ]
• ભુલાયેલો ભેખધારી • ક્યાં વકીલાતનો વહેતો ધંધો અને ક્યાં આ અખંડ સાહિત્યસેવા !... કેવળ સાહિત્યપ્રવૃત્તિ એ જ જેમના જીવનનિર્વાહનો ખાસ ઉપાય અને એ જ જાતનું જીવન જીવવા માટે જેઓ સરજાયા હોય તેવા પુરુષો પણ, જે કાર્ય મોહનભાઈએ કરી બતાવ્યું છે તે કરી બતાવવા ભાગ્યે જ ભાગ્યશાળી નીવડે છે. મોહનભાઈ જો ન જન્મ્યા હોત તો કદાચ જૈન કવિઓની ઝાંખી કરવા જગતને ૨૧મી સદીની વાટ જોવી પડત.”
પણ આ તો મોહનભાઈના સાહિત્યયજ્ઞનું પ્રથમ પગરણ હતું. ૧૯૪૪ સુધી આ સાહિત્યયજ્ઞ અવિરત ચાલુ રહે છે અને ‘જૈન ગૂર્જર કવિઓ'ના ૪000 ઉપરાંત પાનાંના કુલ ત્રણ ભાગો (અને ચાર ગ્રંથો) પ્રગટ થાય છે.
‘જૈન ગુર્જર કવિઓ' છે તો એક સૂચિગ્રંથ, પણ મહાભારત મહામૂલો સૂચિગ્રંથ, એમાં બારમીથી વીસમી સદી સુધીના ૧000 જેટલા જૈન કવિઓને એમની રપ00 જેટલી લાંબી કૃતિઓ(લઘુ કૃતિઓ જુદી)ની માહિતી સમાવિષ્ટ છે. આ માહિતી આપણને આપણા સાહિત્યવારસાનો રોમાંચક પરિચય કરાવે છે. એ સાહિત્યવારસામાં કવિઓનું પાંડિત્ય છે, ધર્મપ્રીતિ છે, રસજ્ઞતા છે. છંદકૌશલ છે ને ભાષાપ્રભુત્વ છે; વાર્તાનો અદ્ભુત ખજાનો છે. પૌરાણિક ચરિત્રો છે, ઇતિહાસ છે, સમાજદર્શન છે, તત્ત્વજ્ઞાન છે ને ધર્મબોધ છે.
- મોહનભાઈએ અનેક પુરક સામગ્રીથી પોતાની આ ગ્રંથશ્રેણીને વધારે સમૃદ્ધ કરી છે. એમાં એમણે જૈન કથાનાએ કોશ, દેશીઓની સૂચિ, ગુરુ પટ્ટાવલીઓને ગુજરાતીની પૂર્વપરંપરાનો ઇતિહાસ એવું ઘણુંબધું જોડવું છે. જૈન સાહિત્ય અને ઇતિહાસનો જાણે એક જ્ઞાનકોશ.
ખરેખર તો મોહનભાઈ પોતે જ એક હરતા-ફરતા, જીવતા-જાગતા જ્ઞાનકોશ. સમા હતા. એમના મગજમાં એટલી બધી માહિતી ઊભરાયા કરતી કે એ ટૂંકું તો કદી લખી શકતા જ નહીં. ‘જૈન ગુર્જર કવિઓ'ના પહેલા ભાગમાં એમણે પ્રસ્તાવના રૂપે ગુજરાતીની પૂર્વપરંપરાનો ઇતિહાસ જોડ્યો અને એ થઈ ગયો ૨૩૦૦ ઉપરાંત પાનાનો ! બીજા ભાગમાં એમણે પ્રસ્તાવના રૂપે જૈન સાહિત્યનો ઇતિહાસ છેક આગમકાળથી આપવાનું ધાર્યું અને લેખ એટલો વિસ્તરતો ગયો કે અંતે એનો સ્વતંત્ર ગ્રંથ જ થયો. ‘જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ' નામ છે ‘સંક્ષિપ્ત', પણ ૧૦00 ઉપરાંત પાનાંનો એ ગ્રંથ છે અને પાને પાને માહિતીથી ભરચક છે.
1 ૨૪૪ ]
Page #128
--------------------------------------------------------------------------
________________
* શબ્દસમીપ •
મોહનભાઈએ કૉર્ટનાં વેકેશનો આ સાહિત્યસંશોધન પાછળ ખર્ચ્યા. તે ઉપરાંત રાત્રે મોડે સુધી એમની આ કામગીરી ચાલતી. એમાં વકીલાતનો ભોગ પણ લેવાયો હશે. પરંતુ મુંબઈની ખોલીમાં એકલે હાથે આવા આકર ગ્રંથોના નિર્માણનું કાર્ય કેવી રીતે થયું હશે તે કૌતુકનો વિષય છે. આવાં કામ કરતા વિદ્વાનોની ફોજ ધરાવતી યુનિવર્સિટી જેવી સંસ્થાઓ પણ હાંફી જતી હોય છે. અસાધારણ સ્મૃતિશક્તિ વિના, મગજ કોમ્પ્યૂટર જેવું બનાવ્યા વગર આવાં કામ એકલે હાથે ન બને. અને મોહનભાઈએ પોતાના મગજને આવું બનાવ્યું હતું એની સાક્ષી એમનો એકેએક લેખ પૂરે છે. દેવચંદ્રજી વિશે એ લખવા બેસે ત્યારે એને અનુષંગે જે-જે વ્યક્તિઓને કૃતિનો નિર્દેશ કરવાનો આવે એના વિશેષે પૂરતી માહિતી ઠાલવ્યા વિના એમને ચેન પડે નહીં.
મોહનભાઈએ સાહિત્યસેવાનો સાચો - પૂરો અંદાજ મેળવવો ઘણો અઘરો છે. એમણે પાંચ વર્ષ જૈનયુગ’ નામનું માસિક ચલાવ્યું છે. એ પાંચ વર્ષમાં એમનો ફાળો ૮૦૦-૯૦૦ પાનાંનો છે !
મોહનભાઈનાં લખાણોનો ઉપયોગ કરીને ઘણા લોકો વિદ્વાન તરીકે પ્રસિદ્ધિ પામી ગયા પણ મોહનભાઈ પોતે અંધકારના આવરણમાં ઢંકાતા ગયા. જૈનને નિમિત્તે એમણે કરી સાહિત્યસેવા, પણ એ જાણે સંપ્રદાયસેવામાં ખપી.
મોહનભાઈને સાહિત્યસેવાનો નાદ લાગ્યો એના કરતાંયે વિશેષ ચમત્કારિક વસ્તુ તો એમણે પ્રાપ્ત કરેલી સજ્જતા છે. જૂની ગુજરાતી ઉપરાંત સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશમાં પણ એમનો પ્રવેશ છે. આ જ્ઞાન એમણે ક્યાંથી લીધું ? કોઈ પાઠશાળામાં કે કોઈ મુનિમહારાજ પાસેથી એમણે શિક્ષણ લીધાનું જાણવામાં આવતું નથી. ઉપરાંત એમનાં સર્વ લખાણોમાં – ‘જૈન ગૂર્જર કવિઓ' જેવા ગ્રંથમાં ખાસ અપૂર્વ શાસ્ત્રીય શિસ્ત અને વૈજ્ઞાનિક રજૂઆત દેખાય છે. એમની વિસ્તૃત શબ્દસૂચિઓ જુઓ, પૅરેગ્રાફો ને કવિઓ-કૃતિઓને ક્રમાંકો આપવાની એમની રીત જુઓ, છેક સુધી શુદ્ધિવૃદ્ધિ કરતા જવાની એમની ચીવટ જુઓ, સર્વ આધારો ને દસ્તાવેજી માહિતી નોંધી લેવાની એમની દીર્ઘદ્રષ્ટિ જુઓ— ગુજરાતી સાહિત્યના ક્ષેત્રે તો આ ઘટના તો ઘણી વિરલ જણાશે. આની તાલીમ એમણે ક્યાંથી લીધી ? પોતાને મદદ કરનાર અનેક વ્યક્તિઓના નામોલ્લેખ કરનાર મોહનભાઈ આ વિશે કશું કહેતા નથી તેથી સમજાય છે કે એ આપઘડ્યા
Q ૨૪૫ D
ભુલાયેલો ભેખધારી
-
વિદ્વાન હતા. સેલ્ફમેઇડ મેન હતા એણે આજુબાજુ જોયું હશે, યુરોપીય વિદ્વાનોનાં કાર્યોનો પરિચય કર્યો હશે પણ તૈયાર થયા છે જાતે.
•
મોહનભાઈ માત્ર સાહિત્ય ને ઇતિહાસના ધૂળધોયા નહોતા. એમણે ધર્મ, તત્ત્વજ્ઞાન અને જીવનનીતિના લેખો પણ લખ્યા છે. એમાં એમની દૃષ્ટિ વિશાળ છે, નવા યુગની છે ને રાષ્ટ્રભાવનાથી રંગાયેલી છે. એ પોતે પ્રકૃતિએ ધાર્મિક, સરલ, સેવાભાવી ને નિઃસ્પૃહી હતા. સાહિત્યસેવાનો એમનો સર્વ શ્રમ પ્રીતિપરિશ્રમ હતો. રાજકોટમાં મામા પ્રાણજીવન મોરારજી શાહ પાસે એ ઊછર્યા ને એમની પાસેથી સાદાઈના, ધાર્મિકતાના, દેશસેવાના પાઠ એ ભણ્યા. નાનામાં નાના માણસમાં એ રસ લેતા અને એની સાથે રસ્તામાં બે-અઢી-ત્રણ કલાક ઊભા રહીને પણ એના જીવનની ઝીણામાં ઝીણી માહિતી મેળવતા. પોતે ઘસાઈને ઉપયોગી થવા પ્રયત્ન કરતા. કોઈને મદદની જરૂર હોય ત્યારે એવો સંકલ્પ કરતા કે આજે સાંજે ૪ થી ૮ કે ૫ થી ૭ દરમિયાન ધંધાની જે રોકડ આવક
થશે તે હું આ માટે આપી દઈશ.
મોહનભાઈનો ૧૮૮૫માં વાંકાનેર તાલુકાના લુણસર ગામે જન્મ. અવસાન ૧૯૪૫માં રાજકોટમાં. એમનું રાજકોટમાં સન્માન ગોઠવાયું હતું. એમને થેલી અર્પણ થવાની હતી. મુંબઈથી જૈન સમાજના અગ્રણીઓ એ માટે આવવાના હતા, પણ એના બેચાર દિવસ પહેલાં જ એ અવસાન પામ્યા. મામા કહે – આપણાથી પૈસા ન રખાય અને ૫૦-૬૦ હજારની શૈલી કશુંક ઉમેરીને પરત કરી. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ આ સંશોધકની કામગીરીની નોંધ વિના અધૂરો ગણાય.
૨૪૬)
Page #129
--------------------------------------------------------------------------
________________
બહુશ્રુત વિદ્વાન અને સંશોધક
અજ્ઞાત હસ્તપ્રતો અને કઠિન ગ્રંથો પર નવીન પ્રકાશ પાડનાર સંશોધકનું જીવન ક્વચિત્ અજાણ્યું રહેતું હોય છે. ધૂળધોયાની નિષ્ઠા, ચોકસાઈભર્યો અભ્યાસ અને સરસ્વતીની એકનિષ્ઠ ઉપાસના ધરાવતું સંશોધકનું જીવન ખરેખર સરસ હોય છે. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને મધ્યકાલીન ગુજરાતના ભાષા અને સાહિત્ય, તેમ જ ઇતિહાસ અને સંસ્કૃતિના વ્યુત્પન્ન વિદ્વાન શ્રી ભોગીલાલ સાંડેસરાના સંશોધનકાર્ય જેટલું જ એમનું જીવન સમૃદ્ધ હતું.
એમનો જન્મ ઈ. સ. ૧૯૧૭માં પાટણમાં એક પરમ વૈષ્ણવ અને ધાર્મિક કુટુંબમાં થયો, એમના પિતાશ્રી જયચંદભાઈ ઈશ્વરદાસ સાંડેસરા અમદાવાદમાં વેપાર ખેડતા હતા. એ સમયે અમદાવાદ શહેર સૂતર, રેશમ અને કસબ એમ ત્રણ તાર પર જીવતું કહેવાતું. શ્રી જયચંદભાઈ અમદાવાદમાં રેશમનો વેપાર કરતા હતા. એમનાં પત્ની મહાલક્ષ્મીબહેન ઘરની પૂરી સંભાળ રાખતાં હતાં, આથી શ્રી ભોગીલાલભાઈના અભ્યાસનો પ્રારંભ અમદાવાદમાં થયો. બાળપોથીથી બીજી ગુજરાતી સુધીનો અભ્યાસ એમણે અમદાવાદમાં કર્યો. હજી માત્ર આઠ વર્ષની ઉંમર હતી ત્યારે ભોગીલાલ
1 ૨૪૭ ]
• બહુશ્રત વિદ્વાન અને સંશોધક : ભાઈએ જીવનની શીળી છત્રછાયા ગુમાવી. એમના પિતાનું અવસાન થયું. ઘરનો વહીવટ અને વ્યવસ્થા એમનાં ફોઈબા કાશીબહેને સંભાળ્યાં. તેમને તથા નાના ભાઈ ઉપેન્દ્રભાઈને પિતાની ખોટ સાલવા દીધી નહિ. કુટુંબ વતન પાટણમાં રહેવા આવ્યું. એમનો અભ્યાસ અવિરતપણે ચાલુ રહ્યો. પાટણમાં પહેલાં સરકારી નિશાળમાં ભણ્યા. પછી પાટણ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો.
શ્રી ભોગીલાલભાઈના જીવનમાં નિશાળના અભ્યાસ સમયે એક મોટી ઘટના બની. ઈ. સ. ૧૯૩૧માં પાટણમાં મુનિ જિનવિજયજી આવ્યા. તેઓ સિંધી ગ્રંથમાળાની સામગ્રી એકત્રિત કરવા માટે પાટણ આવ્યા હતા અને જૈન બૉર્ડિંગમાં ઊતર્યા હતા. આ સમયે નવમા ધોરણમાં ભણતા શ્રી ભોગીલાલભાઈ મુનિ જિનવિજયજીને મળ્યા અને પોતાને આવડે એવા સવાલો કર્યા. મેળાપને અંતે મુનિ જિનવિજયજીએ કહ્યું કે તમે કાલે આવજો. હું પુણ્યવિજયજી પાસે તમને લઈ જઈશ, બીજે દિવસે મુનિજી એમને પુણ્યવિજયજી પાસે લઈ ગયા અને કહ્યું કે તમને એક વિદ્યાર્થીની સોંપણી કરવા આવ્યો છું.
પૂજ્ય પુણ્યવિજયજી અને મુનિ જિનવિજયજીની ગુજરાતની સાહિત્યિક સમૃદ્ધિ જાણવાની તમન્ના શ્રી ભોગીલાલભાઈને સ્પર્શી ગઈ. અને મુનિશ્રી પુણ્યવિજયજીના માર્ગદર્શન હેઠળ પાટણના પ્રાચીન ગ્રંથભંડારોના અવલોકન અને ઉપયોગની પૂરી અનુકુળતા પ્રાપ્ત થઈ. એનો યોગ્ય ઉછેર કરે તેવા પ્રાચીન ગુજરાતી સાહિત્યના અભ્યાસી અને સંશોધક શ્રી રામલાલ ચુનીલાલ મોદીનો મેળાપ થયો. એ સમયે શ્રી રામલાલભાઈ પાટણ હાઈસ્કૂલમાં શિક્ષક હતા. શ્રી રામલાલભાઈ સર કારી તંત્રમાં એક મેટ્રિક્યુલેટ શિક્ષક તરીકેની નાની નોકરી કરતા હતા. આ નોકરી અંગે સંશોધનનાં સાધનો કે જરૂરી પુસ્તકો મળે નહિ એવાં નાનાં ગામોમાં વર્ષો સુધી રહેવું પડ્યું. આર્થિક મુશ્કેલીઓ પણ એટલી જ . પરંતુ આ બધી આફતોની સામે કોઈ પૂર્વવાસનાથી પ્રેરાઈને કાર્ય કરતા હોય તેમ એમણે ગુજરાતના ઇતિહાસ-પુરાતત્ત્વ અને ભાષાસાહિત્યમાં ઉત્તમ સંશોધન કર્યું. શ્રી રામલાલભાઈની વૈજ્ઞાનિક દૃષ્ટિ, મૌલિક સામગ્રીના અન્વેષણની સૂઝ, વસ્તુઓ અને વિચારોના આંતરસંબંધો સમજવાની અને સમજાવવાની કલ્પનાશક્તિ તેમ જ અનેક વિદ્યાઓમાં વિહરતી એમની શાસ્ત્રવ્યુત્પત્તિ શ્રી ભોગીલાલભાઈને સ્પર્શી ગયાં. પાટણ હાઈસ્કૂલના હેડમાસ્તર શ્રી કલ્યાણરાય નથુભાઈ જોશી પાસેથી પ્રેરણા મળી. કિશોર ભોગીલાલભાઈને સંશોધનમાં રસ પડવા માંડ્યો.
1 ૨૪૮ ]
Page #130
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ • આ સમયે એમનો અભ્યાસ તો આગળ ચાલુ જ હતો. મેટ્રિકમાં આવ્યા. બધા વિષયમાં પારંગત, પણ એક ગણિતનો વિષય સહેજે ન ફાવે, વાંચન અને સંશોધન એટલું બધું ચાલતું કે ગણિત પર સતત ધ્યાન આપી શકાતું નહિ. ઈ. સ. ૧૯૩૩માં મુંબઈ યુનિવર્સિટીની મેટ્રિકની પરીક્ષામાં બેઠા, પણ ગણિતમાં નાપાસ થયા, ફરી વાર ઈ. સ. ૧૯૩૪માં મેટ્રિકની પરીક્ષામાં બેઠા, પણ પરિણામ એ જ આવ્યું. શ્રી ભોગીલાલભાઈએ માન્યું કે હવે કૉલેજના દરવાજા પોતાને માટે બંધ થઈ ચૂક્યા છે. ૧૯૩૪માં અમદાવાદ આવ્યા. એમના મિત્ર શ્રી યશવંત શુક્લ મેટ્રિકની પરીક્ષામાં બેસવા માટે ઘણો આગ્રહ કર્યો. ન્યૂ હાઈસ્કૂલમાંથી તેઓ મેટ્રિકની પરીક્ષા આપવા બેઠા. એ વર્ષે એવો સુખદ અકસ્માત બન્યો કે પરીક્ષકે એક દાખલો ખોટો પૂળ્યો હતો. સુરત અને અન્ય શહેરોમાંથી આ અંગે પરીક્ષા પછી વિરોધ જાગ્યો. પરિણામે મેટ્રિકની પરીક્ષામાં બેઠેલા તમામ વિદ્યાર્થીઓને છ ગુણ વધારી આપવાનું નક્કી કરવામાં આવ્યું. શ્રી ભોગીલાલભાઈને ઉત્તીર્ણ થવા માટે ગણિતમાં માત્ર ચાર જ ગુણ ખૂટતા હતા. પરિણામે તેઓ મેટ્રિકમાં ઉત્તીર્ણ થયા.
સંશોધનનો નાદ તો ક્યારનો ય લાગી ચૂક્યો હતો. મેટ્રિકમાં અભ્યાસ કરતા હતા ત્યારે ઈ. સ. ૧૯૩૪માં મુંબઈની ફાર્બસ સભાએ ‘રૂપસુંદરકથા' નામનું એમનું સંપાદિત પુસ્તક પ્રગટ કર્યું. માધવ કવિએ સં. ૧૭૦૬માં આ વૃત્તબદ્ધ ગુજરાતી કાવ્ય રચેલું છે. જૂના ગુજરાતી સાહિત્યમાં વૃત્તબદ્ધ રચનાઓ થતી નહોતી એવી શ્રી નરસિંહરાવ દિવેટિયાની માન્યતા એના પ્રકાશનથી નિર્મળ ઠરી. નવાઈની વાત એ છે કે શ્રી ભોગીલાલભાઈએ મેટ્રિકમાં જે પુસ્તક સંપાદિત કર્યું હતું તે એમને ૧૯૪૩માં એમ.એ.માં હતા ત્યારે અભ્યાસમાં એ પુસ્તક ભણવાનું આવ્યું. મેટ્રિક પછી બે વર્ષ – ૧૯૭૫થી ૧૯૩૭ – ‘ગુજરાત સમાચાર ” અને “પ્રજાબંધુ'ના તંત્રી ખાતામાં કામ કર્યું. એ સમયે તેઓ ‘ગુજરાત સમાચાર 'ના અગ્રલેખો લખતા અને પીઢ પત્રકાર અને લેખક શ્રી ચુનીલાલ વર્ધમાન શાહના ગાઢ સંપર્કમાં આવ્યા.
એક સુખદ અકસ્માતથી મેટ્રિકમાં પાસ થયા, તો એ જ રીતે કૉલેજ પ્રવેશ વખતે પણ એક વિલક્ષણ યોગાનુયોગ થયો. એ સમયે કૉલેજના પ્રથમ વર્ષમાં ભૌતિકશાસ્ત્ર અને ગણિત એ બંને ફરજિયાત વિષયો હતા. પણ શ્રી ભોગીલાલભાઈ
0 ૨૪૯ ]
• બહુશ્રુત વિદ્વાન અને સંશોધક : જ્યારે ૧૯૩૭માં ગુજરાત કૉલેજમાં દાખલ થયા, એ વર્ષે જ વિષયોની જુદી વહેંચણી મુંબઈ યુનિવર્સિટીએ કરી હતી. પરિણામે ગણિતને બદલે એમણે બસો ગુણનો વિશ્વ-ઇતિહાસનો વિષય લીધો. કૉલેજના પહેલા વર્ષની કૉલેજ-પરીક્ષાનું પરિણામ આવ્યું ત્યારે એકમાત્ર ભોગીલાલભાઈને જ પ્રથમ વર્ગ મળ્યો. ગણિત જેવા વિષય કરતાં પણ એમણે વિશ્વ-ઇતિહાસના વિષયમાં વધુ ગુણ મેળવ્યા હતા ! કોલેજના અભ્યાસકાળ દરમ્યાન તેમને ગુજરાતના ખ્યાતનામ વિવેચક શ્રી અનંતરાય રાવળ પાસેથી શિષ્ટ ગ્રંથો શીખવા મળ્યા.
ઈ. સ. ૧૯૪૧માં ગુજરાતી (મુખ્ય) અને સંસ્કૃત (ઐચ્છિક) વિષયો સાથે શ્રી ભોગીલાલભાઈએ બી.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પસાર કરી. તેઓ ગુજરાત કૉલેજમાં દક્ષિણા ફેલો નિમાયા. ૧૯૪૩માં એ જ વિષયો સાથે એમ.એ.ની પરીક્ષામાં પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયા. ગુજરાતીના વિષયમાં મુંબઈ યુનિવર્સિટીમાં પ્રથમ આવવા માટે દી, બ. કેશવલાલ ધ્રુવ સુવર્ણચંદ્રક મેળવ્યો. તેઓ ઉત્તીર્ણ થયા પછી પંદર દિવસમાં જ ગુજરાત વિદ્યાસભાના અનુસ્નાતક વર્ગોમાં પ્રાધ્યાપક તરીકે તેમની નિમણૂક થઈ. આ સમયે યુવાન ભોગીલાલભાઈને માથે અનુસ્નાતક શિક્ષણની ઘણી મોટી જવાબદારી આવી હતી.
ઈ. સ. ૧૯૪૩ થી ઈ. સ. ૧૯૫૧ સુધી ગુજરાત વિદ્યાસભામાં શ્રી ભોગીલાલભાઈએ અધ્યયન અને અધ્યાપનનું કાર્ય કર્યું. આ સમય એ એમના વ્યક્તિત્વ-ઘડતરમાં ઘણો મહત્ત્વનો સમય ગણાય. સંશોધકોની હૂંફ સાંપડી. કામ કરવાની સુંદર તક મળી. શ્રી રસિકલાલ પરીખ જેવા વિદ્વાન પાસેથી વિદ્યા અને સ્નેહ બંને સાંપડ્યાં. એમણે ‘મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ તથા સંસ્કૃત સાહિત્યમાં તેનો ફાળો' એ વિષય ઉપર અંગ્રેજીમાં શોધપ્રબંધ લખી પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી. મૂળ અંગ્રેજી ગ્રંથ સિંઘી જૈન ગ્રંથમાળામાં અને એનો ગુજરાતી અનુવાદ ગુજરાત વિદ્યાસભા તરફથી પ્રગટ થયો છે. એના હિન્દી અને તેલુગુ અનુવાદો પણ થયા છે. આ સમયે ‘જૈન આગમ સાહિત્યમાં ગુજરાત” નામનું પુસ્તક તૈયાર કર્યું.
ઈ. સ. ૧૯૪૮માં શ્રી ભોગીલાલભાઈની સંશોધનપ્રવૃત્તિના નવા સીમાચિહ્ન સમો પંચતંત્ર' ગ્રંથ પ્રગટ થયો. મૂલ ‘પંચતંત્ર' વિદ્યમાન નથી અને એથી ‘પંચતંત્ર'ની વિવિધ પાઠપરંપરા (Versions) મળે છે. આજે જેને ‘પંચતંત્ર'
0 રપ૦
Page #131
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ • તરીકે સામાન્ય રીતે ઓળખવામાં આવે છે તે મૂળ ‘પંચતંત્ર'ની પશ્ચિમ ભારતીય પાઠપરંપરા છે. આથી શ્રી ભોગીલાલભાઈએ પંચતંત્ર કથાગ્રંથનો શાસ્ત્રીય અનુવાદ અને આવશ્યક હોય ત્યાં પાઠાંતર આદિની ચર્ચા તો કરી જ, પરંતુ એથી ય વિશેષ આ વિષયોનો સમગ્ર દૃષ્ટિએ અવલોકવા માટે પશ્ચિમ ભારતીય ‘પંચતંત્ર' ઉપરાંત ‘પંચતંત્ર'ની બીજી પ્રાચીન પાઠપરંપરાઓનો તુલનાત્મક અભ્યાસ અને એના ભેદ-પ્રભેદોની નોંધ કરવાનું ભગીરથ કાર્ય કર્યું. આ પુસ્તકના ‘પુરોવચન'માં વિવેચક શ્રી રામનારાયણ વિ. પાઠક આ સંશોધનગ્રંથની વિશેષતા દર્શાવતાં લખે છે :
“ કહેવાની ભાગ્યે જ જરૂર હોય કે પ્રો. ભોગીલાલ સાંડેસરાને હાથે આ પુસ્તકને પૂર્ણ ન્યાય મળ્યો છે. ભાષાંતર સાધારણ ભણેલ પણ વાંચીને સમજી શકે
એવું થયું છે, અને વિદ્વાનો પણ આદર કરે એવી વિદ્વત્તા એના સંપાદનમાં, ટિપ્પણોમાં અને એના ઉપોદ્ધાતમાં આવતી ચર્ચામાં રહેલી છે. તેમણે ઉપલબ્ધ એટલાં બધાં પંચતંત્રોની વાર્તાઓ આમાં સંગ્રહી છે. પાઠ નક્કી કરવામાં એક પ્રાચીન સંશોધકની કુશળતા દર્શાવી છે, પંચતંત્રની પરંપરાનો ઇતિહાસ એક પુરાતત્ત્વવિદની રીતે આલેખ્યો છે અને એક વિવેચકની દૃષ્ટિએ પંચતંત્રનું સાહિત્યિક મહત્ત્વ દર્શાવ્યું છે. હિંદમાં સંસ્કૃતમાંથી વ્યુત્પન્ન થતી ભાષાઓમાં, આટલી શાસ્ત્રીય અને વિશાલ દૃષ્ટિથી પંચતંત્રનું આ પહેલું જ સંપાદન થાય છે.”
યુવાન ભોગીલાલભાઈ આગમનું ભાષાંતર કરે, પ્રબંધોનું સંશોધન કરે. બરાબર આ જ સમયે મહાત્મા ગાંધીજીની પ્રવૃત્તિઓથી દેશ નવચેતન અનુભવતો હતો. અનેક યુવાનો એમની અહિંસક લડતમાં ઝંપલાવતા હતા. હસ્તપ્રતો, શાસ્ત્રો અને ઇતિહાસગ્રંથોની અન્વેષણા કરતા ભોગીલાલભાઈમાં આસપાસની પરિસ્થિતિનો પ્રતિભાવ અનુભવતા હતા. ક્યારેક મન થઈ આવે કે આ બધું છોડીને ગાંધીજીની લડતમાં જોડાઈ જાઉં. એક વાર ગુજરાત વિદ્યાસભામાં શ્રી રવિશંકર મહારાજ આવ્યા. યુવાન ભોગીલાલભાઈએ પોતાના હૃદયની વ્યથા પ્રગટ કરતાં કહ્યું, “મને ભારે મુંઝવણ થાય છે. આજે દેશને ઘણો યુવાનોની જરૂર છે, ત્યારે હું આ પુસ્તકોના ગંજ વચ્ચે બેઠો છું. મારાથી કશું રચનાત્મક કામ થતું નથી. શું હું મારી આ પ્રવૃત્તિ છોડીને દેશસેવાના કામમાં લાગી જાઉં ? મારે તમારું માર્ગદર્શન જોઈએ છે.”
૨૫૧ ]
• બહુશ્રુત વિદ્વાન અને સંશોધક : પૂજ્ય રવિશંકર મહારાજે લાક્ષણિક રીતે જવાબ આપ્યો : “તમારે માટે આ જ દેશસેવા છે.”
ઈ. સ. ૧૯૪૯માં વડોદરામાં મ. સ. વિશ્વવિદ્યાલયની સ્થાપના થઈ. ૧૯૫૧માં ત્યાં શ્રી ભોગીલાલભાઈની ગુજરાતીના પ્રાધ્યાપક (પ્રોફેસર) તરીકે નિમણુક થઈ. ગુજરાતની યુનિવર્સિટીઓમાં પહેલી જ વાર પ્રાધ્યાપકની નિમણુક કરવામાં આવી અને તે પણ ગુજરાતી વિષયમાં. ૩૪ વર્ષના શ્રી ભોગીલાલભાઈને માથે મોટી કામગીરી આવી પડી. પોતે આટલા ઊંચા સ્થાનની જવાબદારીથી વાકેફ હતા અને એથી થોડો સંકોચ અનુભવતા હતા. પરંતુ આ સમયે શ્રી રવિશંકર મહારાજની સલાહ લેતાં એમણે કહ્યું, “તમારે જરાય સંકોચ રાખવાની જરૂર નથી. ઈશ્વર દરેક માણસ પર એટલો જ બોજો મૂકે છે, જેટલો એ ઉપાડી શકે છે.”
એમણે સાક્ષર શ્રી રામનારાયણ પાઠકને આ કપરી કામગીરી અંગે સૂચનો પૂછડ્યાં, ત્યારે પાઠક સાહેબે જવાબ વાળ્યો,
'I have no advice to give you. I am sure that you will rise to the occasion.'
મુનિશ્રી પુણ્યવિજયજી, મુનિશ્રી જિનવિજયજી તથા શ્રી રસિકલાલ છો. પરીખ જેવા પ્રકાંડ વિદ્વાનો પાસે દીક્ષા પામેલા આ તેજસ્વી સારસ્વતની વિશેષતા એ હતી કે જેવું તેમનું વિદ્યાપ હતું તેવી જ એમની શીલની આરાધના પણ ઉત્કટ હતી.
ગુજરાતી, સંસ્કૃત, પ્રાકૃત આદિ ભાષાઓ, ઇતિહાસ સંસ્કૃત અને જૈનદર્શન આદિ અનેક પ્રદેશોમાં એમની વિદ્વત્તા ઘૂમી વળી એટલું જ નહીં, અનેક ગ્રંથોરૂપે એને વાચા મળી. ‘ઇતિહાસની કેડી’, ‘સંશોધનની કેડી', ‘ઇતિહાસ અને સાહિત્ય તથા “અન્વેષણા” જેવા એમના અનેક ગ્રંથો છે. તેમણે કુડીબંધ સંસ્કૃત, પ્રાપ્ત અને ગુજરાતી પ્રાચીન કૃતિઓનું સંશોધન અને શાસ્ત્રીય સંપાદન કર્યું છે. પ્રાચીન ગુર્જર ગ્રંથમાલા’ અને ‘પ્રો. બ. ક. ઠાકોર પ્રકાશનમાળામાં તથા વિખ્યાત ગાયકવાડ ઓરિયેન્ટલ સિરિઝમાં બહુસંખ્ય ગ્રંથો એમના સમર્થ માર્ગદર્શન હેઠળ પ્રગટ થયા.
1 ૨પર
Page #132
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ • ‘જર્નલ ઑફ ધી ઓરિયેન્ટલ ઇન્સ્ટિટ્યૂટ” તથા “સ્વાધ્યાય 'ના સંપાદક તરીકે સંશોધનપ્રવૃત્તિના વિકાસમાં તેમણે મૂલ્યવાન પ્રદાન કર્યું છે. ન્યૂયૉર્કના રોકફેલર ફાઉન્ડેશનના સ્પેશિયલ ફેલો તરીકે ૧૯૫૬-૫૭માં તેમણે પશ્ચિમ અને પૂર્વના દેશોની વિઘાયાત્રા કરી છે તથા એના અનુભવો ‘પ્રદક્ષિણા' પુસ્તકરૂપે પ્રગટ કર્યો.
ઈ. સ. ૧૯૫૨માં મુંબઈ યુનિવર્સિટીમાં તેમણે ‘શબ્દ અને અર્થ’ એ વિષે સુપ્રસિદ્ધ ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાનાં પાંચ વ્યાખ્યાનો આપ્યાં. ગુજરાતીમાં શબ્દાર્થશાસ્ત્ર (semantics) વિષે એ પ્રાય: પહેલો જ ગ્રંથ છે. ૧૯૫૩માં તેમને ઉત્તમ સંશોધન અને સંપાદનકાર્ય માટે ગુજરાત સાહિત્ય સભાએ રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કર્યો. ૧૯૫૫માં નડિયાદ ખાતે ગુજરાતી સાહિત્ય પરિષદના ઓગણીસમા અધિવેશનમાં ઇતિહાસ-પુરાતત્વ વિભાગના પ્રમુખ તરીકે શ્રી ભોગીલાલભાઈની પસંદગી થઈ.
૧૯૫૯માં ભુવનેશ્વર (ઓરિસા) ખાતે મળેલ અખિલ ભારત પ્રાચ્ય વિદ્યા પરિષદના વીસમા અધિવેશનના પ્રાકૃત ભાષાઓ અને જૈન ધર્મ વિભાગના પ્રમુખ તરીકે તેમની વરણી થઈ હતી અને Progress of Prakrit and Jain Studies એ શીર્ષક નીચેનું એમનું અધ્યક્ષીય વ્યાખ્યાન બનારસ યુનિ.ના જૈન સંસ્કૃતિ સંશોધન મંડળ તરફથી પ્રસિદ્ધ થયું છે. ૧૯૬૧માં સણોસરા ખાતે ગુજરાતીના અધ્યાપકસંઘના પ્રમુખપદેથી તેમણે ‘ગુજરાતી કોશ’ વિષે વ્યાખ્યાન આપ્યું હતું. એમાં ગુજરાતીમાં કોશરચના-પ્રવૃત્તિનું અવલોકન કરીને, ઐતિહાસિક સિદ્ધાંત અનુસાર રચાવા જોઈતા કોશની રૂપરેખા આપી હતી.
ઈ. સ. ૧૯૬૨માં મહામાત્ય વસ્તુપાલના સાહિત્યમંડળ વિષેના ગ્રંથ માટે સુરતની નર્મદ સાહિત્યસભાએ તેમને નર્મદ સુવર્ણચંદ્રક અર્પણ કર્યો. ૧૯૬૨થી ૧૯૬૪ સુધી બે વર્ષ તેઓ ગુજરાત ઇતિહાસ પરિષદના પ્રમુખ હતા. ૧૯૬૯માં વલ્લભવિદ્યાનગર ખાતે ગુજરાત સંશોધક પરિષદના પાંચમા અધિવેશનમાં ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગના પ્રમુખ તરીકે તેમની વરણી થઈ હતી. ૧૯૭૭માં તેમણે ભો. જે. વિદ્યાભવન, અમદાવાદના નિમંત્રણથી ભારતીય સંસ્કૃતિ વ્યાખ્યાનમાળામાં પ્રબંધાદિમાં ઐતિહાસિક અને સામાજિક વસ્તુ' એ વિષે વ્યાખ્યાનો આપ્યાં, પુસ્તકો અને સંપાદનો ઉપરાંત તેમના પાંચસો કરતા વધુ લેખો ગુજરાતી અને અંગ્રેજીમાં પ્રગટ થયા.
1 ૨૫૩ ]
• બહુશ્રુત વિદ્વાન અને સંશોધક : શ્રી ભોગીલાલભાઈના સ્નેહીમંડળનો આલેખ એમના ગ્રંથોની અર્પણપત્રિકામાંથી મળે છે. એમણે પોતાનું ‘ઇતિહાસની કેડી’ એ પુસ્તક એમના ફોઈબાને અર્પણ કર્યું છે, જેમણે એમને બાળપણમાં સંસ્કારદીક્ષા આપી. વળી ‘પંચતંત્ર' વિશેની સંશોધનકૃતિ પૂજ્ય મુનિશ્રી પુણ્યવિજયજીને, ‘સંશોધનની કેડી’ શ્રી રસિકલાલ છો. પરીખને, ‘ઇતિહાસ અને સાહિત્ય' શ્રી અનંતરાય રાવળને, ‘અન્વેષણા' શ્રી યશવંત શુક્લ અને શ્રી ચંપકલાલ શુક્લ એ મિત્રદ્ધયીને ‘Laxicographical Studies in Jain Sanskrit' મુનિશ્રી જિનવિજયજીને તથા ‘અનુસ્મૃતિ’ પોતાના પરમગુરુ પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજીને અર્પણ કરેલ છે. મુનિ જિનવિજયજી : જીવન અને કાર્ય’ એ પુસ્તકનું સમર્પણ ‘વિશ્વાત્મકતા” પામેલા એ પ્રકાંડ સંશોધને સંસ્કૃત શ્લોકોમાં થયું છે.
- ઈ. સ. ૧૯૫૧થી ૧૯૭૫ સુધી શ્રી ભોગીલાલભાઈએ મ. સ. વિશ્વવિદ્યાલયના ગુજરાતી વિભાગના પ્રોફેસર અને અધ્યક્ષ તરીકે એકધારી ૨૫ વર્ષ સુધી કામગીરી બજાવી. એ પછી ઈ. સ. ૧૯૫૮થી ૧૯૭૫ સુધી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલી વડોદરાની વિખ્યાત સંશોધન-સંસ્થા પ્રાપ્ય વિદ્યામંદિરના નિયામક તરીકે ૧૭ વર્ષ સુધી કામગીરી બજાવી. એ સમય દરમ્યાન ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે પણ તેઓ ચાલુ રહ્યા. સને ૧૯૫૧થી. ૧૯૭૫ સતત પચીસ વર્ષ તેમણે વડોદરા યુનિ.ની સેનેટના સભ્ય તરીકે તથા છ વર્ષ સુધી સિન્ડિકેટના સભ્ય તરીકે કામ કર્યું હતું. ૧૯૭પની પાંચમી એપ્રિલના રોજ તેઓ નિવૃત્ત થયા. એમના મિત્રો, વિદ્યાર્થીઓ અને પ્રશંસકોએ નિવૃત્તિ સમયે વડોદરા યુનિવર્સિટીનાં પ્રથમ વાઇસ ચાન્સેલર શ્રીમતી હંસાબહેન મહેતાના પ્રમુખપદે એમને એકવીસ હજાર રૂપિયાની થેલી અર્પણ કરી છે, જેમાંથી પ્રેમાનંદ સાહિત્ય સભા અને વડોદરા યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે “ડૉ. બી. જે . સાંડેસરા વ્યાખ્યાનમાળા'ની આયોજના થઈ છે તથા એ અન્વયે આ પહેલાં શ્રી અનંતરાય રાવળ અને શ્રી મનસુખલાલ ઝવેરીએ વ્યાખ્યાનો આપ્યાં છે. નિવૃત્તિ પછી પણ એમનાં સંશોધનકાર્યની પ્રવૃત્તિ એટલી જ વેગીલી રહી હતી. આ સમયે તેઓ હસતા હસતા કહે છે કે પહેલાં સરસ્વતીનો પગારદાર પૂજારી હતો, હવે માનદ્ પૂજારી બન્યો છું. ‘સ્વધર્મ' બજાવ્યાનો સંતોષ સાથે ૧૯૯૫ની અઢારમી જાન્યુઆરીએ આ બહુશ્રુત વિદ્વાન અને સંશોધકે વિદાય લીધી.
Page #133
--------------------------------------------------------------------------
________________
લોકસાહિત્યનો આશક
એક બાજુ ઘૂઘવતો મહાસાગર, તો બીજી બાજુ કચ્છનું વેરાન ધગધગતું રણ.
અરબી સમુદ્રનાં ઊછળતાં મોજાં અને લાંબા અફાટ રણ વચ્ચે ઊભેલો આ પ્રદેશ. એકાંતમાં, એકલા-અટૂલા પણ ગૌરવથી યોગસાધના કરતા યોગી સમો ખડો છે ! આવળ, બાવળ અને બોડીની ઝાડીમાંથી સુસવાટા મારતો આ છડાનો પવન ! ખમીરભરી ધરતીનો એ ખ્યાલ આપે, તો ખડતલ માનવીના જોશો-ખરોશને સતત જાગતા રાખે !
આ કચ્છી માડુનો પહેરવેશ જુ દો. એના જેવો પાઘડીનો પેચ ક્યાંય દીઠો ન મળે, એની ભાષા જુદી, તો એક જમાનાના એના પાંચિયા, કોરી, ઢબુ, ઢીંગલા અને ત્રાંબિયા જેવા સિક્કા ય અનોખા.
આ સૂકી અને ખડતલ ધરા પર તપ, ત્યાગ અને આત્મસમર્પણની અનેક કથાઓ ધરબાયેલી પડી હતી. મહેનતકશ માનવીની દિલાવરીની ઘણી-ઘણી ગાથાઓ સલોકાઓની જીભને ટેરવે રમતી હતી. એના દુહા, કિસ્સા, લોકગીતો, કહેવતો, પિરોલી (ઉખાણાં) અને જોડકણાં લોકજીવનને લીલુંછમ બનાવે જતાં હતાં.
આ ખજાનાની શોધમાં એક જુવાન ક્યારેક ઊંટ પર, તો ક્યારેક ઘોડા પર બેસીને ઠેર-ઠેર ધૂમતો, કદી
રપપ ]
• લોકસાહિત્યનો આશકે • ગાડામાં બેસીને ગામે-ગામ ખૂંદતો, તો કદી પગપાળા ચાલીને વેરાન ખંડેરોમાં ફરતો.
એના દિલમાં એક દરદ ઊપડ્યું હતું. એ એને પલાંઠી વાળીને બેસવા દે તેવું ન હતું. દરદ હતું લોકસાહિત્યનું. એ માનવી એની પાછળ દીવાનો બન્યો હતો. ખોવાયેલી કથાઓની ગોત કરવા એ સતત ભટકે જ જતો. જ્યાં જાય ત્યાં પાળિયાની તપાસ કરે. એના પરના ઝાંખા લેખ ઉકેલે, આસપાસનાં ઘરડેરાં પાસેથી એની કથાઓ મેળવે, પાળિયાના પથ્થરને એ બોલતો કરી દેતો !
વણલખ્યા લોકસાહિત્યનો આ આશક ગામ ને ગોંદરા, ખેતર ને પાદરા ઘૂમતો ચાલ્યો જાય,
એક 'દિ એ કચ્છના રણને કિનારે આવીને ઊભો. ગેડીથી બેલા જવાને રસ્તે આવેલા વ્રજવાણી ગામે આવ્યો. અહીં સરોવરની બાજુમાં એક વિશાળ મેદાનમાં કેટલાય ઊંચા ઊંચા પાળિયાઓ. એમાંય વચ્ચેનો પાળિયો તો સહુથી ઊંચો !
લોકસાહિત્યના આશકની આંખો ઘૂમવા લાગી. પથ્થરના મૂંગા બોલ ઉકેલવા મથવા લાગ્યો. ઊંટવાળાને પાસે બેસાડીને પ્રેમથી પૂછ્યું, એણે કહ્યું કે આ સ્થળ ઢોલીથરના નામે ઓળખાય છે.
આશક તો અચરજ માં ડૂબી ગયો. પાળિયાની લાંબી હાર વચ્ચેનો પાળિયો એની આતુરતામાં અનેકગણો વધારો કરી ગયો.
એ પાળિયો કોઈ શુરવીરનો નહોતો, એ પાળિયો પતિ પાછળ સતી થનારી નારીનો નહોતો, દીકરા પાછળ દેહ પાડનારી જનનીનો નહોતો, એ વચ્ચેના પાળિયા પર ઢોલનું નિશાન હતું ! ક્યાંય આવો ઢોલીનો પાળિયો દીઠો હતો ! એ પાળિયા પર સંવત ૧૫૧૧ના વૈશાખ સુદ ચોથની મિતિ લખી હતી. ઢોલીના પાળિયાની આસપાસ કેટલાય પાળિયા હતા. લોકસાહિત્યના શોધકે ભૂતકાળની ભુલાયેલી કથાનાં પડ એક પછી એક ઉકેલવા માંડ્યાં. એક અનેરી અને અજાયબ ઘટના અને હાથ લાગી, કથા આવી મળી.
એક વેળા વ્રજવાણી ગામની આહીરાણીઓ ઢોલીના ઢોલ પર ઘેલી બની. અક્ષયતૃતીયાને દિવસે ઉત્સવના આનંદમાં ઢોલીના ઢોલ પાછળ રાસ લેતી આહીરાણીઓ દુનિયાદારીનું ભાન ભૂલી ગઈ. હાથીદાંતના જાડા ચૂડલાવાળા એમના હાથની તાળીઓ ઢોલના અવાજ સાથે રમઝટ મચાવતી દૂર દૂર સુધી સંભળાતી, પગે પહેરેલા કાંબી-કડલાંનો મીઠો રણકાર વાતાવરણમાં નવો જ ઝણઝણાટ ભરી દેતો. જાડાં પણ સુઘડ વસ્ત્રોમાં ભરેલી તારાટપકીઓ વાતાવરણ ભરી દેતી હતી. સાંજ પડી. આહીરો ઘેર પહોંચી ગયા. પણ રાસ ૨મનારી...
_૨૫૬ ]
Page #134
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ • રાસરમણીઓની દુનિયા જુદી હતી. સૂરજ આથમી ગયો. વૈશાખી તૃતીયાની વંકડી ચંદ્રરેખા આકાશને ઓવારે ચમકીને ચાલતી પણ થઈ. આહીરો આહીરાણીઓને બોલાવવા ગયા. પણ ઢોલીના ઢોલ પર ડોલી રહેલી આહીરાણીઓ કોઈને દાદ આપે તેમ ન હતી. સવાર પડવાને બહુ વાર ન હતી. આહીરોની ધીરજ ખૂટી. ગાયો-ભેંસોને દોહી લેવાનો વખત થયો. ઢોર બરાડે, વાછરડાં રડે, માતાને સાદ કરીને રડતા-રડતા ઊંઘી ગયેલા છોકરા ફરી રડવા લાગ્યા. આહીરોની ધીરજ ખૂટી. ઘરના ત્રાસે ગુસ્સાનું સ્વરૂપ લીધું. સહુએ ઢોલીને રહેંસી નાખી કટકા કરવાનો નિર્ણય કર્યો. રાસમાં રમમાણ ઢોલી પર આહીર યુવાનોએ ઘા કર્યો. માથું ઉડાવી દીધું, છતાં થોડી વાર ઢોલીના હાથ પરની દાંડી ઢોલ પર પડતી રહી.
ઢોલી પડ્યો ! આકાશમાંથી જાણે વીજળી પડી ! આહીરાણીઓના જીવનનો આનંદ ઢોલીના ઢોલ વગર શુન્ય થઈ ગયો. જીવનભરના પવિત્ર મિત્ર ઢોલી પાછળ સાત વીસું એટલે કે એકસો ચાલીસ આહીર સુંદરીઓએ અગ્નિરનાન કર્યું.
- લોકસાહિત્યના ભેખધારી શ્રી દુલેરાય કારાણીએ શોધેલી આ કથા લોકસાહિત્યની એક લાજવાબ કથા છે. કલા પાછળના આત્મસમર્પણની આવી કથા બીજે ક્યાંય જોવા મળતી નથી. આજે પણ એ પાળિયાઓ કોઈ ભસ્મીભૂત બનેલા સ્નેહસદનની યાદ આપે છે.
શ્રી દુલેરાય કારાણીએ કચ્છની વિસરાયેલી ધરતીની કથાઓને કલમદેહ આપ્યો. રણવાસી, પહાડવાસી, સાગરવાસી, સાહસશુરી પ્રજાના જીવનની પહેચાન એના દિલમાં ઊતરીને આલેખી, શ્રી ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રના લોકસાહિત્યને વિસ્મૃતિના અંધકારમાંથી બહાર કાઢીને લોકભોગ્ય બનાવ્યું. એવી જ રીતે શ્રી દુલેરાય કારાણીએ એકલા-અટૂલા કચ્છના લોકસાહિત્યને રજૂ કર્યું. શ્રી મેઘાણી જેવો સભાખંડને રસતરબોળ કરી દેતો અવાજ એમની પાસે છે. કવિતા, દષ્ટાંતો અને કથાઓ એમની જીભે રમતાં જ રહે છે. એમણે કોઈ બનાવટી પ્રાણવાયુ ફૂંકીને નહીં, પરંતુ અસલ વતનપ્રેમની ચેતના ફંકીને કચ્છી બોલી, કચ્છી પ્રજા અને કચ્છી જીવનને પ્રાણવંત કરી દીધાં. લોકસાહિત્ય એકઠું કરતાં કરતાં દુહા, છંદ, કાવ્યો, કથાઓ અને કચ્છી ભાષામાં નાટકો પણ લખ્યાં. ભૂતકાળના ગૌરવના ગાયક વર્તમાનની પુકારને ભૂલી શક્યા નથી. ગાંધીજી અને દયાનંદ સરસ્વતી પર કલમ ચલાવી છે તો હરિજનોના ઉદ્ધારને આલેખતી ‘હરિજન બત્રીસી ” પણ કચ્છી ભાષામાં લખી છે. મુલાયમ દિલના આ સાહિત્યપ્રેમીએ પોતાની જીવનયાત્રાનો આરંભ મુંદ્રાની
૨૫૭ ]
• લોકસાહિત્યનો આશક • સરકારી શાળામાં મદદનીશ શિક્ષક તરીકે કર્યો. નાગપુરમાં એમના ભાઈએ ત્રણ દુકાનો કરી અને તેઓ દુલેરાયને શિક્ષકનો ધંધો છોડાવી વેપારી બનાવવા નાગપુર ખેંચી લાગ્યા. પરંતુ કવિતા અને વ્યાપારનો મેળ ક્યાંથી બેસે ? છ મહિનામાં નાગપુરની ઇતવારી બજારની દુકાનને સલામ કરી વળી પાછા દુલેરાય કારાણી પોતાની શિક્ષકની જગાએ આવી ગયા. થોડા સમય બાદ નાગપુરની વેપારી પેઢી આફતમાં આવી. એનું દસેક હજાર રૂપિયાનું કરજ ભરવાનું દુલેરાય કારાણીને માથે આવ્યું.
કવિજીવને આ કરજ પરેશાન કરવા લાગ્યું. ઘરેણાં અને દાગીના વેચી નાખ્યાં. મન વ્યથિત બની ગયું. એ માનસિક વ્યથામાંથી એકાએક કવિતા જન્મી ! પરિણામે કચ્છી સાહિત્યનો ખજાનો એમને હાથ લાગ્યો.
સંવત ૧૯૯૬ના ભયંકર દુષ્કાળે કચ્છ-સૌરાષ્ટ્ર ને ગુજરાત પર જીવલેણ ઘેરો ઘાલ્યો હતો. મોતના મુખમાં ખડકાતા કચ્છના પશુધનનાં ભીષણ દૃશ્ય જોઈને આ કવિહૃદય સાદ પાડી ઊઠયું –
હાડકાં કેરાં પીંજરાં એ તો ઊઠી ઊભાં નવ થાય, ગીધડાં ભૂખ્યાં ગાય ગરીબડી, જીવતાં ફાડી ખાય; આંખો એની કાગડા કાઢે, પરાણે સ્વર્ગે પહોંચાડે,
છ સુડે છેતરી માય, દોહે લા દિન દેખાડચા, માંડવી તાલુકાના ગુંદિયાળી ગામમાં રહેતા દુલેરાય કારાણીને મરતી ગાયોને બચાવવાની અશક્તિએ વિવળ કરી દીધા. એમનાં પત્ની રોજ પાંચ માઈલ દૂર આવેલા માંડવી જાય અને માથા પર ગાયો માટે ખાણ-ભેંસાની ભારી લાવે. કવિજીએ તો દૂધ, દહીં, ઘી અને માખણ નહીં ખાવાનો નિર્ણય કર્યો હતો. ઘરની ગાયોને જિવાડી તો ખરી, પણ એના ઘરની મૂડી હતી તે સાફ થઈ ગઈ. પરંતુ આવા દોહ્યલા દિવસો દરમ્યાન કારાણીએ ‘ગાંધીબાવની' અને ‘દયાનંદ બાવનીની રચના કરી !
કશાય ટેકા વગર કે કોઈના ય પીઠબળ વગર એકલા હાથે અટૂલા કચ્છના ઇતિહાસને ખોજવાનું, લોકસાહિત્યને શોધવાનું અને કચ્છી ભાષા તથા કચ્છી કવિતાને ચેતનવંત કરવાનું દોહ્યલું કામ દુલેરાય કારાણીએ કર્યું.
૧૯૮૯ની ૨૬મી ફેબ્રુઆરીએ ‘કચ્છના મેઘાણી' તરીકે સુખ્યાત દુલેરાય કારાણી અવસાન પામ્યા.
0 રપ૮ ]
Page #135
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનોપાસક અને જીવનસાધક
પ્રજ્ઞાચક્ષુ પંડિત વર્ય શ્રી સુખલાલજી સંઘવીનું જીવન અને કાર્ય એટલે અંધપણાની લાચારી સામે પુરુષાર્થના, મુસીબતોની સામે આત્મવિશ્વાસના અને વિરોધના ઝંઝાવાતની સામે દૃઢ મનોબળના પ્રશાંત વિજયની અમર શૌર્યકથા.
એ મૂક વિજયનાં એમનાં અહિંસક અસ્ત્ર-શસ્ત્રો હતાં, સ્ફટિક સમું નિષ્કલંક શીલ; મર્મગ્રાહી, સર્વગ્રાહી અને સારગ્રાહી પ્રજ્ઞા; સત્યને જીવી જાણવાની સમર્પણભાવનો; કપરામાં કપરા સંજોગોમાં પણ દીનતાના ભોગ નહીં બનવાની અણનમ વૃત્તિ અને ગમે તેવી મોટી જવાબદારી કે આપત્તિ આવી પડે ત્યારે ય પલાયનપીછેહઠ કરવાને બદલે, એને વધાવી લેવાની આંતરિક અસીમ તાકાત.
પણ આવો વિજય મેળવવાની પાછળ અને આવાં અમોઘ અને અનોખાં અસ્ત્ર-શસ્ત્રોની સિદ્ધિ મેળવવા માટે એમણે જીવનભર સતત જાગૃતિપૂર્વક, કેવું કપરું, જ્ઞાનતા અને ચરિત્રતપ કર્યું હતું ! રણશૂરા યોદ્ધાની જેમ તેઓ, આ માટે , આજીવન ઝઝૂમતા જ રહ્યા હતા, અને પોતાની ૯૮ વર્ષ જેટલી સુવિસ્તૃત જિંદગીને કૃતાર્થતાનું અમૃતપાન કરાવીને મહાયાત્રાએ સંચરી ગયા !
0 રપ૯ ]
• જ્ઞાનોપાસક અને જીવનસાધક • એ મહાપુરુષની થોડીક જીવનકથા જાણીએ.
સૌરાષ્ટ્રના ઝાલાવાડ જિલ્લાનું નાનું સરખું લીમલી ગામ તેઓનું વતન. પિતાનું નામ સંઘજીભાઈ. જૈન કુટુંબમાં તા. ૮-૧૨-૧૮૮૦ના રોજ એમનો જન્મ.
કુમાર અવસ્થા પૂરી થઈ અને યૌવનનું પરોઢ ખીલવા લાગ્યું. સુખલાલે પોતાના ગામની નિશાળમાં સાત ધોરણનો અભ્યાસ પૂરો કર્યો અને ૧૪-૧૫ વર્ષની ઉંમરે વાણિયાનો દીકરો દુકાને બેસીને વેપાર-વણજમાં પોતાની અક્કલ અને હોશિયારીનો ઉપયોગ કરવા લાગ્યો. એના હાથમાં એવી યશરેખા અંકિત થયેલી હતી કે, એ જે કામ હાથ ધરે એમાં એના પાસા પોબાર થતા ! એમનું સગપણે પણ આ અરસામાં થઈ ગયું હતું. અને હવે તો લગ્નની વાતો પણ થવા લાગી હતી. ત્યારે ૧પ-૧૬ વર્ષની ઉંમર લગ્ન માટે પરિપક્વ વય લેખાતી.
પણ કુદરતનો સંકેત કંઈક જુદો જ હતો. આવો ખમીરદાર તેજસ્વી અને ચેતનવંત યુવાન એકાદ કુટુંબ, ગામ કે જિલ્લાનું ધન બની રહે એ જાણે કુદરતને મંજૂર ન હતું. સોળ વર્ષની ઉમરે સુખલાલને બળિયાનો ભયંકર ઉપદ્રવ થઈ આવ્યો. એ ઉપદ્રવ એમના માટે જીવલેણ તો ન બન્યો, પણ એણે એમની આંખોના પ્રકાશનો સદાને માટે ભોગ લઈ લીધો ! કુટુંબની બધી આશાઓ અસ્ત થઈ ગઈ અને એ સમયે તો સુખલાલને પણ પોતાનું જીવન હતાશ, લાચાર અને અંધકારઘેર્યું બની ગયેલું લાગ્યું.
આવી અસાધારણ આપત્તિ વખતે અંતર સાથે એકરૂપ બનેલ હીર સુખલાલની સહાયે આવ્યું અને થોડાક મહિનાઓમાં જ આ મહાન આઘાતની એમને કળા વળી ગઈ. અને એક મંગળ ચોઘડિયે સુખલાલે પોતાનું જીવન સર્વ કલ્યાણકારી માતા સરસ્વતીની ઉપાસના માટે સમર્પિત કરવાનો દઢ સંકલ્પ કર્યો. આ શુભ સંકલ્પનો જ એ પ્રતાપ હતો કે સુખલાલજી લીમલી, ઝાલાવાડ, સૌરાષ્ટ્ર, ગુજરાતના મટીને ભારતની એક વિરલ વિદ્યાવિભૂતિ તરીકેનું ગૌરવ પામ્યા, અને ભારતીય વિદ્યા અને ભારતીય દર્શનોની વિવિધ શાખાઓના નિપુણ અને અધિકૃત પંડિત તરીકે એમની ખ્યાતિ વિદેશમાં પણ વિસ્તરી.
આંખોનું તેજ ખોયા પછી સુખલાલે પોતાના ગામમાં આવતાં સાધુ-સંતો અને મહાસતીઓ પાસેથી ખૂબ ખંત, ઉત્સાહ અને રસપૂર્વક ધર્મશાસ્ત્રોની જાણકારી
] ૨૬૦ ]
Page #136
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ • મેળવવા માંડી, એમની સ્મરણશક્તિ એટલી તેજ હતી કે જે કંઈ જાણવા મળતું તે જાણે સદાને માટે હૃદયમાં સંઘરાઈ જતું !
છએક વર્ષ સારી રીતે પસાર થયાં એની સાથે સાથે એમની તત્ત્વજિજ્ઞાસા વધુ ને વધુ તીવ્ર થતી ગઈ. એને સંતોષવા તેઓ થોડોક વખત મહેસાણામાં રહ્યા અને, પછી તો, ભારતના વિખ્યાત ધામ છેક કાશી સુધી જઈ પહોંચ્યા. અને એટલાથી સંતોષ ન થયો તો પહોંચી ગયા હિમાચલ પ્રદેશના દરભંગા વગેરે સ્થાનોમાં. આંખોના પ્રકાશના અવરોધની અને આર્થિક અગવડનીય અવગણના કરીને આવા લાંબા લાંબા પ્રવાસો ખેડવાનું સાહસ કરનાર પંડિતજીની જ્ઞાનપિપાસા કેટલી ઉત્કટ હશે એનો જાતે આ બોલતો પુરાવો જ છે ! આમાંથી પંડિત સુખલાલજી જેવી વિભૂતિની ભારતને પ્રાપ્તિ થઈ હતી એમ કહેવું જોઈએ.
પછી તો પંડિતજીએ ગુજરાત વિદ્યાપીઠ, શાંતિનિકેતન, બનારસ હિંદુ યુનિવર્સિટી, ભારતીય વિદ્યાભવન, ગુજરાત વિદ્યાસભા જેવી નામાંક્તિ સંસ્થાઓમાં રહીને અધ્યાપન-સંશોધનનું કામ કર્યું. અનેક પ્રાચીન કઠિન ગ્રંથોનું સંપાદનસંશોધન તથા ભાષાંતર કર્યું, કેટલાંક સ્વતંત્ર પુસ્તકો લખ્યાં તથા અનેક વિદ્વાનો પણ તૈયાર કર્યા.
આ તો પંડિતજીની અતિવિરલ વિદ્યાસિદ્ધિની થોડીક વાત થઈ પણ એમના વિરાટ અને વિશેષ કલ્યાણકર વ્યક્તિત્વનાં યથાર્થ દર્શન તો એમની વ્યાપક અને આત્મલક્ષી જીવનસાધનામાં થાય છે.
એમના નિકટના પરિચયમાં આવનારને ક્યારેક એવો મધુર સવાલ થઈ આવવો સ્વાભાવિક હતો કે તેઓની જ્ઞાનોપાસના વધે કે જીવનસાધના ?
પંડિતજીની પ્રજ્ઞા એટલી વ્યાપક અને સર્વસ્પર્શી હતી કે તેઓ ધર્મ, સમાજ અને રાષ્ટ્રના જીવન સાથે તેમજ શિક્ષણ, સાહિત્ય કે સંસ્કૃતિનાં ક્ષેત્ર સાથે સંકળાયેલ બધી બાબતોનું મહત્ત્વ પિછાની શકતા હતા, મૂલ્યાંકન કરી શકતા હતા અને પ્રગતિરોધક તત્ત્વોને પારખી જઈને એની સામે જાગ્રત રહેવાનું સમાજને નિર્ભયપણે કહેતા રહેતા હતા. આમ કરવા જતાં ક્યારેક જનસમૂહની ઇતરાજી કે કનડગત વેઠવાનો વખત આવતો તો પણ તેઓ જરાય વિચલિત થયા વગર, પોતાનાં સિદ્ધાંત અને કાર્યને મક્કમતાપૂર્વક વળગી રહેતા હતા.
• જ્ઞાનોપાસકે અને જીવનસાધક • આ દૃષ્ટિએ તેઓ મહાત્મા ગાંધીજીના જીવન અને કાર્યથી ખુબ પ્રભાવિત થયા હતા. એટલું જ નહીં, એના લીધે પંડિતજીની દીન-દુઃખી જનતાના કલ્યાણની ભાવના તથા રાષ્ટ્રીયતા દૃઢ બની હતી અને રચનાત્મક કાર્ય અને વિચારનું મહત્ત્વ તેઓ વિશેષ રૂપે સમજી શક્યા હતા. સાથે સાથે ગાંધીજી પણ પંડિતજીની સત્યપરાયણ અને સેવાપરાયણ વિદ્વત્તાનું મહત્ત્વ સમજી શક્યા હતા. અને તેથી જ તેઓએ ગુજરાત વિદ્યાપીઠમાં પંડિતજીની દર્શનોના અધ્યાપક તરીકે નિમણુક કરી હતી. પંડિતજીની આવી ઉચ્ચ કોટીની અને આદર્શ જીવનસાધનાને સમજવાનો નમ્ર પ્રયાસ કરીએ.
એમ લાગે છે કે અંધપણાના અવરોધની સામે ઝઝૂમીને જીવન વિકાસના નવા નવા સીમાડા સર કરવાનું બળ જે વિદ્યાપ્રીતિએ પંડિતજીને પૂરું પાડ્યું હતું, એ વિદ્યાસાધના કરતાં કરતાં તેઓને સત્યનો મહિમાં વધુ ને વધુ સમજાતો ગયો હશે અને ક્યારેક ક્યારેક સત્યને પામ્યાની અપૂર્વ આનંદ-અનુભૂતિ પણ તેઓને થઈ હશે.
પરિણામે સત્યની શોધની ઝંખના, સત્યનો ગમે તે ભોગે સ્વીકાર કરવાની તત્પરતા અને સત્યને જીવી જાણવાની તાલાવેલી એમનામાં ઉત્તરોત્તર વધુ ને વધુ સક્રિય થતી ગઈ. આને લીધે તેઓ કેવળ ધર્મશાસ્ત્રોના નિષ્ણાત પંડિત બનવા ઉપરાંત ધર્મમય આચરણથી પોતાનાં જીવન અને વ્યવહારને નિર્મળ, નિખાલસ અને પ્રમાણિક બનાવવાનો પુરુષાર્થ કરનાર સાચા પંડિત તરીકેનું ગૌરવ પામ્યો હતો. આ રીતે તેઓનું જીવન સત્ય અને ધર્મની જીવંત ભાવનાથી વિશેષ ઉન્નત અને પુનિત બન્યું હતું.
પણ સત્યની આવી આરાધના કરવી એ કંઈ સહેલી વાત નથી. એ કામ તો તલવારની ધાર ઉપર ચાલવા જેવું કપરું છે. એ માટે કેટલીય જૂની નકામી રૂઢે માન્યતાઓ અને પ્રવૃત્તિઓને તજી દેવાની અને લોકોપકારક અને પ્રગતિપ્રેરક નવી વિચારસરણી અને કાર્યવાહીને આવકારવાની સાધકે તૈયારી રાખવી જોઈએ. અને આ કામ ત્યારે જ થઈ શકે જ્યારે સાધકના હૃદયમાં સમતા, સહનશીલતા અને સમન્વયષ્ટિનું ગજવેલ ભરેલું હોય, પંડિતજીનું જીવન કહે છે કે તેઓ આ બધી કસોટીએ સત્યના સાચા ઉપાસક પુરવાર થયા હતા. અને અસત્ય, અધર્મ, અનાચાર, અત્યાચાર કે અનીતિની સામે એમણે ક્યારેય નમતું તોળ્યું ન હતું કે
0 ૨૧૨ ]
Page #137
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ • અનિષ્ટ વિચાર કે કાર્ય સાથે ક્યારેય સમાધાન કર્યું ન હતું. આ રીતે તેઓએ એક સાચા આત્મસાધક ધર્માત્મા જેવું સતત જાગ્રત અને અપ્રમત્ત જીવન જીવી બતાવ્યું હતું, અને સ્યાદ્વાદ કે અનેકાંતવાદનું રચનાત્મક રૂપ કેવું હોઈ શકે એનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. - પંડિતની આવી જીવનસ્પર્શી ધર્મપરાયણતા, એમના વિશ્વ સાથેના વ્યવહારમાં, અહિંસા, કરુણા અને વાત્સલ્ય – એ ત્રણે રૂપે જોવા મળતી હતી.
માનવ માત્રની સમાનતા, ન કોઈ ઊંચ કે ન કોઈ નીચ, સ્ત્રી-પુરુષોની સમાનતા, અંધપણા જેવી પરાધીન સ્થિતિમાં પણ બીજાની ઓછામાં ઓછી સહાય લેવી પડે અને બીજાને ઓછામાં ઓછી તકલીફ આપવી પડે એ રીતે ખુમારીભર્યું જીવન જીવવાની કળા વગેરે દ્વારા તેઓએ અહિંસાની ભાવનાને જીવી બતાવી હતી.
પંડિતજીની કરુણાની વાત કરીએ તો દીન-દુઃખિયારી બહેનોને સુખી અને પગભર બનાવવા માટે, અસહાય વિદ્યાર્થીઓના શિક્ષણ અને રક્ષણ માટે તેમજ અન્ય સંકટગ્રસ્ત વ્યક્તિઓના સંકટનિવારણ માટે તેઓ પોતાની મર્યાદિત આવકમાંથી પણ અવારનવાર, સાવ ગુપ્તપણે સહાય આપતા રહેતા હતા. તેમજ આવી બહેનો તથા વિદ્યાર્થીઓ સારી રીતે આગળ વધે એ માટે હમેશાં સલાહ અને માર્ગદર્શન આપ્યા કરતા હતા. આવી સહાય આપવા જતાં પોતાની ઓછામાં ઓછી જરૂરિયાત ઉપર પણ કાપ મૂકતાં તેઓ સંકોચ અનુભવતા નહીં. કરકસર એ તો પંડિતજીનો સહજ ગુણ હતો, અને જરૂર લાગે ત્યારે પોતાના માટે ખર્ચ કરવામાં તેઓ લોભ પણ કરતા, પણ પોતાના પરિચારકો અને સાથીઓની સંભાળ રાખવા માટે પૂરી ઉદારતા દાખવતા. વળી જાણ્યેઅજાણે પોતાથી કોઈનું દિલ દુભાઈ ન જાય એની સતત સાવચેતી રાખતા અને જ્યારે પણ આવી ભૂલ થઈ ગયાનો એમને ખ્યાલ આવતો ત્યારે માફી માગવામાં નાનપ ન માનતા.
વાત્સલ્યનો તો પંડિતજી જાણે વિશાળ વડલો જ હતા. નાનું-મોટું જે કોઈ એમની પાસે જતું અને તેઓ હેત-પ્રીતથી આવકારતા અને એવી મમતો દર્શાવતા કે જેથી સામી વ્યક્તિના અંતરનાં કમાડ આપોઆપ ઊઘડી જતાં અને આશ્વાસનનું અમૂલ્ય ભાતું જાણે એને મળી જતું.
3 ૨૩૩ ]
• જ્ઞાનોપાસકે અને જીવનસાધક • જીવન સાથે એકરૂપ બનેલાં અહિંસા, કરુણા અને વાત્સલ્યને લીધે પંડિતજી કેટલી બધી વ્યક્તિઓના હૃદયમાં શિરછત્ર, વડીલ કે પિતા જેવું આદરભક્તિભર્યું સ્થાન મેળવી શક્યા હતા.
અન્યાય, અધર્મ કે અત્યાચાર સામેનો એમનો પુણ્યપ્રકોપ જાણીતો હતો, છતાં એ પ્રકોપ રાગ-દ્વેષ કે ક્રોધ-ક્લેશનો પોષક ન બને એની તેઓ સતત સાવચેતી રાખતા. વળી નિંદા અને ખુશામત જેવા દુર્ગુણોથી સત્યનું વ્રત ખંડિત થયા વગર નથી રહેતું, એ તેઓ બરાબર સમજતા હતા અને એથી સદા અળગા જ રહેતા હતા.
મન, વચન અને કાયાની વૃત્તિઓ અને પ્રવૃત્તિઓમાં એકરૂપતા અને મુલાયમતા સાધીને પંડિતજીએ પોતાની વિદ્વત્તા અને ધર્મશીલતાને વિશેષ ચરિતાર્થ કરી હતી અને જીવનમાં બુદ્ધિ અને હૃદયનો અર્થાત્ તર્ક અને સદ્ભાવનાનો સમાન વિકાસ સાધી જાણ્યો હતો.
સંસારને અસાર ગણીને એની નિરર્થક વગોવણી કરવાનું એમને બિલકુલ પસંદ ન હતું. અનાસક્તિ કે નિર્મોહવૃત્તિ કેળવી જાણીએ તો સંસારમાંથી સાર જરૂર પામી શકીએ, કારણ કે જીવનને અમૃતમય બનાવવાનો પુરુષાર્થ સંસારમાં રહીને જ થઈ શકે છે.
વળી આવા મોટા જ્ઞાનોપાસક અને જીવનસાધક પુરુષ જે વ્યવહારદક્ષતા અને કાર્યસૂઝ ધરાવતા હતા તે ખરેખર, અતિવિરલ, આશ્ચર્યકારક અને એમના પ્રત્યેના આદરભાવમાં વધારો કરે એવી હતી. આંખોના અંધકાર ઉપર જ્ઞાનની
જ્યોતિથી વિજય મેળવીને અંતરને પ્રકાશમય અને આત્મમંથન દ્વારા જીવનને અમૃતમય બનાવવાનો પરમ પુરુષાર્થ કરીને પોતાના જીવતરને કૃતાર્થ કર્યું હતું.
1 ૨૬૪ ]
Page #138
--------------------------------------------------------------------------
________________
૨૫
લીલીછમ કાળો
વર્ષો વીત્યા છતાં કિશોરવયે માણેલી એ ડાયરાની ક્ષણો ચિત્તમાં આજે ય એટલી જ જીવંત અને લીલીછમ છે. અમદાવાદના પાનકોર નાકા પાસે ‘શારદા મુદ્રણાલય'માં આ ડાયરો યોજાતો. એમાં ‘ધૂમકેતુ’નો વિનોદ સાંભળવા મળે, ગુણવંતરાય આચાર્ય વિપુલ અનુભવનિધિમાંથી જાતજાતની રોમાંચપૂર્ણ કથાઓ મલાવીને કહેતા હોય. ‘જયભિખ્ખુ’ ગ્વાલિયર પાસેના શિવપુરીનાં જંગલોમાં વિતાવેલા પૂર્વજીવનની ઘટના વર્ણવતા હોય. ચિત્રકાર કનુ દેસાઈ ચલચિત્ર જગતની કોઈ પ્રેરક, રસભરી વાત કરતા હોય. ડૉ. ધીરુભાઈ ઠાકર સાહિત્યની કોઈ ઘટના કે વાત વર્ણવતા હોય. મનુભાઈ જોધાણી અને ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયના ગોવિંદભાઈ અને શંભુભાઈની સૌમ્ય, વિદ્યાપ્રિય ઉપસ્થિતિ હોય. ડાયરાનું સંચાલન ‘જયભિખ્ખુ' કરે. આ ડાયરામાં આવવાનો સહુ કોઈને અધિકાર ચંદ્રવિલાસનો નાસ્તો આવે અને સાથે ચા-ઉકાળો ‘મિક્સ’ બધાને પીવા મળે.
આ ડાયરામાં બે બાબત સાવ નોખી તરી આવે. અહીં સહુ પોતપોતાની વાત કરે, પણ અન્યની કશી ટીકા-ટિપ્પણ નહીં. સાહિત્ય વિશે મોકળે મને વાત થાય, D ૨૬૫ D
• લીલીછમ ક્ષણો
પણ સર્જકો પ્રત્યેના રાગદ્વેષને કોઈ સ્થાન નહીં. બીજી બાબત એ કે સહજભાવે એકબીજાને મદદ કરે કે હૂંફ આપે, પણ એકત્રિત થઈને કોઈ સાહિત્યિક જૂથ ઊભું કરવાનો આશય નહીં. નિર્વ્યાજ સ્નેહથી મન ભરીને મળવું અને ભિન્ન ભિન્ન વાતો એ જ મુખ્ય ઉદ્દેશ.
ડાયરામાં બેઠેલા ગુણવંતરાય આચાર્યની છબી જોવા જેવી. ચાનો બીજો કે ત્રીજો કપ પીતા હોય, કહે કે તમારે ચા કપમાં જોઈએ, મારે તપેલામાં જોઈએ. બીડીનો સટ લગાવતા હોય અને એમના વિપુલ અનુભવ-ભંડારમાંથી એક-એક કથા નીકળતી હોય. એ ઇતિહાસકથા હોય, રજવાડાનું કોઈ દૃષ્ટાંત હોય કે દરિયામાં દોટ મૂકનારની સાહસગાથા હોય. એમનો પડછંદ દેહ જુદો તરી આવે અને જુસ્સાદાર અવાજ ડાયરા પર છવાઈ જતો. લાંબી લાંબી આંગળીઓ પર વીંટી ચમકતી હોય. વાત જમાવે ત્યારે ચૂટકી બજાવતા જાય. આવા ગુણવંતરાય આચાર્યે કેટલાય જીવનસંઘર્ષો ઝીલ્યા, પરંતુ આ અલગારી સર્જકોને
જીવનસંઘર્ષોનો કશો થાક કે આર્થિક ચિંતાનો કશો બોજ જણાતો નહીં. સાહિત્યરસિકો પાસેથી સાંપડતી અપાર ચાહનાના ગળાડૂબ આનંદસુખમાં મગ્ન રહેતા અને લેખનના ધોધની મસ્તીમાં વ્યવહાર-જીવનનાં દુઃખો કદી અવરોધરૂપ બનતા નહીં. હકીકતમાં એ મર્દની જેમ જીવતા અને જીવનની એ મર્દાનગીમાં ભળતો ઉત્સાહ અનેરા રંગે એમનાં સર્જનોમાં ધબકાર લેતો.
ગરીબી અને દરિદ્રતા વચ્ચે મોટો ભેદ છે. આ સર્જકો સહેજે દરિદ્ર નહોતા. માન, સન્માનનો કોઈ અભરખો એમને સ્પર્શતો નહીં. નિજાનંદમાં મસ્ત રહેવું એ જ જીવન. દરિયામાં સાહસ કરનારને જેમ સાગર-સાહસો દુઃખમય લાગતા નથી, તેમ મસ્ત અને અલગારી સર્જક ગુણવંતરાય આચાર્યને જોતાં કે સાંભળતાં કોઈ દુઃખી કે ચિંતાગ્રસ્ત વ્યક્તિનો નહીં, બલ્કે કોઈ જિંદાદિલ સર્જકનો સતત અનુભવ થતો.
આવા નિજાનંદમાં મસ્ત ગુણવંતરાય આચાર્યનો જન્મ સોરઠ પ્રાંતના જેતલસર(કૅમ્પ)માં ઈ. સ. ૧૯૦૦ના સપ્ટેમ્બર માસની નવમી તારીખે થયો હતો. તેમના માતાનું નામ જમનાબાઈ હતું. તેઓ વડનગરા નાગર હતા. તેમના પિતા પોપટભાઈ આચાર્યે ઘણી ગરીબ સ્થિતિમાંથી સ્વાશ્રયે અભ્યાસ કરીને રસોઇયાની નોકરી કરતાં-કરતાં વકીલાતની પરીક્ષા પસાર કરી હતી.
-૨૧૬]
Page #139
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ • તેઓ મોરબી રાજ્યમાં ન્યાયાધીશ તરીકે નિમાયેલ અને ત્યારપછી માંગરોળ, જૂનાગઢ, પોરબંદર, જામનગર વગેરે સ્થળોએ પોલીસ-ઉપરી તરીકે નોકરી કરી.
આવા સમયમાં અને ખાસ કરીને બહારવટિયાઓ સાથેના ધીંગાણાના સમયમાં એમના પિતાને વારંવાર ગોચર-અગોચર સ્થળોએ રાતવાસો કરવા પડતા, ત્યારે રાત્રી સમયે મીરો, વાઘેરો, બારોટો આવીને એમની પાસે આવીને વાર્તાઓ કહેતા.
ગુણવંતરાય આવા હંગામામાં પિતા સાથે બાળપણથી જ ફરતા. ઐતિહાસિક વાર્તાઓ અને દરિયાઈ કથાઓ સાથે એમને આ રીતે પ્રથમ પરિચય અને પ્રેમ થયો. પિતાના અવસાન પછી પિતાની ઉત્તરક્રિયાના સંબંધે મતભેદ થતાં સત્તર વર્ષની વયે ઘર છોડીને નીકળી ગયા. મુંબઈમાં ફૂટપાથો પર ઘૂમી-ઘૂમીને પણ અભ્યાસ ચાલુ રાખ્યો, પરંતુ કમાવાની જવાબદારીને કારણે ઇન્ટરમાંથી અભ્યાસ અધૂરો છોડવો પડ્યો. મુંબઈના અખબારી જગતે આ યુવાનમાં તેજસ્વિતા જોઈ. નોકરી તો પૂફરીડરની મળી, પરંતુ ધીરે ધીરે કલમ ચલાવવા માંડી.
રાણપુરથી પ્રગટ થતા ‘સૌરાષ્ટ્ર' પત્રના તંત્રી શ્રી અમૃતલાલ શેઠે રજવાડાં સામે જેહાદ આદરી હતી. ગુણવંતરાય આચાર્ય ‘સૌરાષ્ટ્ર'ના લેખકમંડળમાં જોડાયા અને દીર્ઘ સમયપર્યત ત્યાં કામ કર્યું. આ ‘સૌરાષ્ટ્ર' પત્રે ઘણી તડકીછાંયડી જોઈ. ગુણવંતરાય આચાર્ય એના સાક્ષી બન્યા. “રોશની’ અને ‘ફૂલછાબ' જેવાં પત્રોમાં સંચાલનકાર્ય પણ કર્યું.
ઉર્દૂ અને હિંદી ભાષાના નિષ્ણાત એવા કંડલાનિવાસી શ્રી મણિશંકર શામજી ત્રિવેદીએ ગુણવંતરાય આચાર્યને લેખનપ્રવૃત્તિ તરફ દોર્યા. એ પછી ‘બહુરૂપી ના તંત્રી ચંદુલાલ જેઠાલાલ વ્યાસનો મેળાપ થયો. રાણપુરમાં શેઠના ડહેલામાંથી ‘બહુરૂપી' સાપ્તાહિક પ્રગટ થતું. એ સમયે એની અર્ધા લાખ નકલ વેચાતી હતી. એમાં ગુણવંતરાય આચાર્યની રહસ્યકથાએ વાચકો પર અનેરું કામણ કર્યું હતું. એ રહસ્યકથામાં બાહોશ ડિટેક્ટિવ વકીલ ચિત્રગુપ્ત એની ‘સફેદ પરી’ મોટર લઈને મરિનડ્રાઇવ પરથી પસાર થતો – એવું આલેખન આવતું. આ રહસ્યકથાને એટલી બધી લોકચાહના મળેલી કે કોઈને કોઈ વાચકો મરિનડ્રાઇવ પર જઈને એના રસ્તા પરથી ‘સફેદ પરી’ નીકળે એની રાહ જોતા, ચંદુલાલ વ્યાસને વિપુલ સર્જન કરે એવા લેખકની જરૂર હતી અને નસીબજોગે
• લીલીછમ ક્ષણો : ગુણવંતરાય આચાર્ય મળી ગયા. આ ચંદુલાલ વ્યાસે લોકપ્રકાશન લિમિટેડના પત્ર ‘પ્રજાબંધુ'ના તંત્રી શ્રી ચુનીલાલ વર્ધમાન શાહ સાથે ગુણવંતરાય આચાર્યનો મેળાપ કરી આપ્યો. એ સમયે ‘પ્રજાબંધુ'ના વાચકોને ભેટપુસ્તક આપવામાં આવતું હતું. ચુનીલાલ વર્ધમાન શાહે આ નવોદિત લેખકને ભેટપુસ્તક લખવા કહ્યું. ગુણવંતરાય આચાર્યે ‘પ્રજાબંધુ' તરફથી “પીરમનો પાદશાહ” નામનું પહેલું ભેટપુસ્તક લખ્યું. એ જ “પ્રજાબંધુ'ના ભેટપુસ્તક તરીકે એમણે લખેલી ‘દરિયાલાલ' નવલકથાએ ગુણવંતરાય આચાર્યને ઉત્તમ નવલકથાકારની ખ્યાતિ સાથે રણજિતરામ સુવર્ણચંદ્રક અપાવ્યો. ગુણવંતરાય આચાર્યની કલમ સડસડાટ વણથંભી ચાલતી. એક વાર એક રાતમાં આખું પુસ્તક લખી નાખેલું. ૧૯૩૭ના વર્ષમાં એક રાતે દસ વાગે કલમ લઈને બેઠા અને ‘કોરી કિતાબ' નામની ૨૫૬ પાનાંની સામાજિક નવલકથા લખી નાખી. તે ખુબ ઝડપથી લખી શકતા. ત્રણ ત્રણ કમ્પોઝિટર ઊભા ઊભા બીબાં ગોઠવતા હોય અને બાજુના ટેબલ પર ગુણવંતરાય લખીલખીને પાનાં આપતા હોય. ક્યારેક તો કમ્પોઝિટર અને લેખકની હરીફાઈ જોવા મળતી. આ લેખકે કમ્પોઝિટરને હરીફાઈમાં પાછા પાડી દેતા. એમના ત્વરિત લેખન અંગે એક રસપ્રદ કિસ્સો યાદ આવે છે. રાજકોટથી એક ભાઈએ સાપ્તાહિક પ્રકાશિત કરવાનું નક્કી કર્યું. આ અંગે ગુણવંતરાય આચાર્યને મળવા આવ્યા અને એમના સાથ-સહયોગની માગણી કરી. ગુણવંતરાયે કહ્યું કે તમને જરૂ૨ પ્રોત્સાહન આપીશ. તંત્રીએ કહ્યું કે જો આપની નવલકથા મળે તો મારા સાપ્તાહિકને પ્રારંભે જ ઘણી લોકચાહના સાંપડે. ગુણવંતરાય આ વાતનો સ્વીકાર કર્યો. થોડા દિવસ બાદ એ તંત્રી ગુણવંતરાયને મળવા મુંબઈ આવ્યા અને કહ્યું કે સાપ્તાહિકની બધી જ સામગ્રી તૈયાર થઈ ગઈ છે. માત્ર આપની નવલકથાના પ્રકરણની રાહ જોવાય છે. ગુણવંતરાય આચાર્યને આપેલું વચન યાદ આવ્યું. એમણે તંત્રીશ્રીને કહ્યું, ‘તમે જરા ચા-નાસ્તો કરો, એટલી વારમાં હું આવું છું.' થોડી વારમાં ગુણવંતરાય પાછા આવ્યા અને હાથમાં નવલકથાનું પહેલું પ્રકરણ હતું. વચ્ચેના સમયગાળામાં એમણે એ લખી નાંખ્યું ! કહ્યું કે “આ તું લઈ જા. બીજું મેટર પછી મોકલીશ.”
એ સમયે ‘ગુજરાત સમાચારમાં ધારાવાહી નવલકથામાં બે લેખકો વિશેષ ચાહના પામ્યો હતો : ગુણવંતરાય આચાર્ય અને શિવકુમાર જોશી, એક લેખકની નવલકથા પૂર્ણ થાય, એટલે તરત જ બીજા લેખકની ધારાવાહી નવલકથાનો પ્રારંભ થતો.
Page #140
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ • ગુણવંતરાય આચાર્યે રાણપુરમાં હુસેનઅલી વોરા નામના પ્રકાશકને ‘સોરઠી સમશેર” નામની નવલકથા લખીને આપી. આ એમની પહેલી નવલકથા હતી. એ સમયે એમને મુખ્યત્વે ઇતિહાસ પર વિશેષ રુચિ હતી હતી. દરિયાઈ શ્રેણી અને વિજયનગર શ્રેણી એમની પ્રખ્યાત નવલકથાઓ. આ ઉપરાંત સામાજિક નવલકથાઓ, રહસ્યકથાઓ, નવલિકાસંગ્રહો, ચરિત્રો, બાળસાહિત્ય અને નાટકો પણ તેમણે લખ્યાં છે. ‘દરિયાઈ સાહસ શ્રેણી’ અને ‘અલ્લાબેલી’ નાટક એ ગુણવંતરાયનું ગુજરાતી સાહિત્યને ચિરંતન અર્પણ. વેગવંત અને પ્રાણવાન નવલકથાઓના આ લેખક પ્રવાહી અને બલિષ્ઠ ગદ્યશૈલીને કારણે સાહિત્યરસિકોના હૃદયમાં સદાને માટે સ્થાન પામ્યા છે.
પોતાના દિલમાં દરિયાદિલી રાખીને તેઓ જિંદાદિલીભર્યું જીવન જીવ્યા. વાણી કે વર્તનમાં ક્યાંય દ્વેષ જોવા ન મળે. ઉત્સાહનો ફુવારો અને અનેક દેશીય બહુશ્રુતતા ધરાવનારા અખૂટ ઝરા જેવા હતા. ગુણવંતરાય આચાર્ય સાથે એક વાર કૅમેરા વિશે વાત નીકળી. કૅમેરા કઈ કઈ જાતના, એના કયા ભાગ બનાવવા મુશ્કેલ - જેવી બાબત પર એમણે અર્ધો કલાક સુધી વિગતો આપી. એમની વિગત રજૂ કરવાની શૈલી એવી કે શ્રોતા સહેજે ખસે નહીં. કોઈ પણ સમકાલીન બનાવ માટેનું યોગ્ય દૃષ્ટાંત એમની પાસે હાજરાહજૂર રહેતું. વળી કથનશૈલી એવી તાજગીભરી કે શ્રોતા સમય અને સ્થળ ભૂલી જતા. સાહિત્ય અને પત્રકારત્વના ક્ષેત્રે એમણે નિષ્કામ પુરુષાર્થ કર્યો. વિવેચકો કે ચર્ચાકારોની પરવા કર્યા વિના પોતાને પ્રિય લાગે તેવું સાહિત્ય તે સર્જતા રહ્યા હતા. સભા અને મંડળોથી ગુણવંતરાય આચાર્ય દૂર રહેતા. માન-સન્માનની બહુ ચાહના નહીં. ૧૯૪૭ની બીજી માર્ચે અમદાવાદમાં એમને રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો ત્યારે તેમણે આત્મપ્રશંસા કે લેખનની કેફિયત રજૂ કરવાને બદલે શૂરવીરના ખમીરની અને સ્વાતંત્રની વાતો કરી હતી.
જીવનની વિપદા સામે એમણે કદી ફરિયાદ કરી નથી અને પોતાના સાહિત્યની સમીક્ષા થાય તે માટે કદી કોઈને કશું સૂચન કર્યું નથી.
ગુજરાતી સાહિત્યના સમર્થ સર્જક ‘ધૂમકેતુનું અવસાન થતાં એમની ગુપ્તયુગની નવલનગ્રંથાવલિમાં ‘ધ્રુવદેવી' નવલકથા અપૂર્ણ રહી. ગુણવંતરાય પોતાના મિત્રની એ નવલકથાનું અધૂરું પુસ્તક પૂર્ણ કરવાની વાત કરી. ૧૯૯પની
In ૨૬૯ ]
• લીલીછમ ક્ષણો • ચોથી ડિસેમ્બરથી ‘ધ્રુવદેવી'નાં બાકીનાં પ્રકરણો મળતાં રહેશે એવો ગુણવંતરાય વાયદો આપ્યો. પણ એ વાયદો જ રહ્યો ! તેમને ઓચિંતું આગમનું તેડું આવ્યું. છેલ્લે છેલ્લે એક બ્રાહ્મણની અદાથી પત્ની નીલાબહેન સાથે બદ્રિકેદારની યાત્રા કરીને આવ્યા હતા, એના હિમખંડોની વાત એમણે કરી હતી.
તેમણે લખેલાં કેટલાંક નાટકો ભજવાયાં અને એનું ફિલ્મરૂપાંતર પણ થયું. એમની એક નવલકથા પરથી તૈયાર થયેલી ફિલ્મ ખૂબ પ્રસિદ્ધિ પામી, પણ એ ફિલ્મ-નિર્માતાએ આ કથાનકનો ઉપયોગ કરવા માટે ગુણવંતરાય આચાર્યની મંજૂરી સુધ્ધાં માગી ન હતી. ફિલ્મક્ષેત્રમાં પણ લેખક તરીકે એમણે સારી એવી નામના મેળવી હતી.
ગુણવંતરાયે ૧૯૬૫ની ૨૪મી નવેમ્બર બુધવારે સવારે ‘ગુજરાત સમાચાર'ના રવિવારના અંક માટે ‘ધરાગુર્જરી” કૉલમ લખ્યું. એમાં વાચાળ શ્રોતાઓ અંગેની વર્તમાન પરિસ્થિતિ પર ટીકા કરતાં લખ્યું,
ભાષણખોરોનો યુગ પૂરો થયો છે. હવે તો વ્યવહારદક્ષતાનો યુગ બેસવો જોઈએ...... પંખીઓની દુનિયામાં વાચાળમાં વાચાળ પ્રાણી પોપટ છે ને કમજોરમાં કમજોર ઊડી શકનારું પ્રાણી પણ એ જ છે.”
એ દિવસે સાંજે સાતેક વાગ્યે ગુણવંતરાય આચાર્યે એમની નવલકથા ‘સરમત સંઘાર'નું છેલ્લું પ્રકરણ પૂર્ણ કર્યું. નવલકથા પૂર્ણ થતાં એમણે એમનાં પત્ની નીલાબહેનને કહ્યું,
નીલુ, આ પુસ્તક તને અર્પણ કરવાની ઇચ્છા હતી, પણ અત્યાર સુધીમાં તને ઘણાં પુસ્તકો અર્પણ કર્યા છે અને આ પુસ્તક માભોમની રક્ષા કરી રહેલા નરવીર જવાનોને અર્પણ કરવાનું છે !” આમ પત્નીની સંમતિથી છેલ્લું પુસ્તક ભારતીય જવાનોને અર્પણ કર્યું.
જેમના સાહિત્યના શબ્દેશબ્દમાં ખમીરનાં દર્શન થતાં હોય, તે વિદાયવેળાએ ખમીરનું જ સ્મરણ કરે ને !
1 ૨૭૦
Page #141
--------------------------------------------------------------------------
________________
વિરલ વિદ્યાપુરુષ
પં. દલસુખભાઈ માલવણિયાને જીવનના પ્રારંભકાળે અપાર સંકટો વેઠવા પડ્યા. એક સમયે સાત વર્ષ સુધી અનાથાશ્રમમાં રહેવું પડ્યું. પરંતુ આ આકરી વિદ્યાસાધનાએ વિદ્યાર્થી દલસુખભાઈને વિદ્વાન બનાવ્યા.
આ અભ્યાસકાળ દરમિયાન જ, ૧૯૩૨માં બાવીસ વર્ષની ઉંમરે દલસુખભાઈનાં લગ્ન ધ્રાંગધ્રાનાં શ્રીમતી મથુરાબહેન (મથુરાગૌરી) સાથે થઈ ચૂક્યાં હતાં. એટલે હવે પોતાની મનમોજ ખાતર વધુ અભ્યાસમાં સમય વિતાવતો એ ફરજની ઉપેક્ષા કરવા જેવું કે મનોવિલાસમાં રાચવા જેવું હતું.
હવે તો કમાણી એ જ મુખ્ય ધ્યેય બનાવવાની જરૂર હતી એટલે ટ્રેનિંગ કૉલેજના નિયમ પ્રમાણે, માસિક રૂ. ૪)ના પગારથી સ્થાનકવાસી જૈન કૉન્ફરન્સના મુખપત્ર “જૈન-પ્રકાશ''ની ઑફિસમાં મુંબઈમાં શ્રી દલસુખભાઈ નોકરીમાં જોડાઈ ગયા.
એમનું લગ્નજીવન સાદું અને સુખી હતું. મથુરાબહેન પણ દલસુખભાઈની જેમ શાંત સ્વભાવના, સાદાં, એકાંતપ્રિય અને ઓછાબોલાં હતાં. કમનસીબે એમને ડાયાબીટિસનો વ્યાધિ લાગુ પડ્યો અને ઈ. સ. ૧૯૬૫ના
• વિરલ વિદ્યાપુરુષ • જાન્યુઆરીની ૨૪મી તારીખે મુંબઈમાં એમનું અકાળ અવસાન થયું ! શ્રી દલસુખભાઈના સુખી જીવન ઉપર આ એક પ્રકારનો વજઘાત હતો ! ગરવી, શાંત અને સ્વસ્થ પ્રકૃતિના શ્રી દલસુખભાઈ આ અસાધારણ આપત્તિને શાંતિ, સ્વસ્થતા અને સમભાવપૂર્વક બરદાસ્ત કરી. એનો છૂપો જખમ એમના અંતર ઉપર કેવો ઘેરો પડ્યો હતો, તે એમની એક પ્રસંગે વહેલી મિતાક્ષરી દર્દભરી વાણીમાં જોવા મળે છે.
મથુરાબહેનના અવસાન પછી એકાદ વર્ષે દલસુખભાઈનું ‘‘આગમ યુગકા જૈનદર્શન'' નામે પુસ્તક આગ્રાના સન્મતિ જ્ઞાનપીઠ તરફથી પ્રગટ થયું હતું. એ પુસ્તક મથુરાબહેનને અર્પણ કરતાં એમણે કોઈ કરુણ રસના કવિની જેમ લખ્યું છેઃ ‘‘પ્રિય પત્ની મથુરા ગૌરીકી, જિન્હોંને લિયા કુછ નહીં, દિયા હી દિયા હૈ.'
‘જૈનપ્રકાશ''ના ચાલીસ રૂપિયા ઉપરાંત બે ટ્યૂશનો કરીને બીજા ચાલીસ રૂપિયા તેઓ રળી લેતા. સોંઘવારીના એ સમયમાં આટલી કમાણી સારી ગણાતી. પણ અહીં મોટે ભાગે એમને કારકુનીનું કામ કરવું પડતું, અને વિદ્યાપ્રવૃત્તિ કરવાનો ખાસ કોઈ અવસર ન મળતો. શિક્ષક તરીકેનું કામ કરવાથી કે ““જૈનપ્રકાશ' માટે એકાદ લેખ લખવાથી એમના વિદ્યારંગી ચિત્તને સંતોષ વળે એમ ન હતું, એટલે એમનું મન વિદ્યાવૃદ્ધિ તરફ દોરી જાય એવી કોઈ મનગમતી પ્રવૃત્તિઓ માટે ઝંખ્યા કરતું હતું.
| દિલની અદમ્ય અને નિર્મળ ઝંખનાને ક્યારેક તો સફળતાનો ઉપાય મળી આવે છે. દલસુખભાઈને આ માટે વધારે રાહ જોવી ના પડી. મુંબઈમાં, ઈ. સ. ૧૯૩૪ના ડિસેમ્બરમાં, એમનો પૂજ્ય પંડિત શ્રીસુખલાલજીનો વિશેષ પરિચય થયો. પંડિતજીએ એમનું હીર પારખી લીધું. પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી એ વખતે બનારસ હિંદુ યુનિવર્સિટીની જૈન ચેરના અધ્યાપક હતા. એમણે દલસુખભાઈને પોતાના વાચક તરીકે બનારસ આવવા કહ્યું. પગાર માસિક પાંત્રીસ રૂપિયા.
ઘર અને કુટુંબ માટે પૈસાની કંઈ ઓછી જરૂર ન હતી, અને બનારસ જવામાં તો મહિનાના એંસી રૂપિયાની કમાણી છોડીને માત્ર પાંત્રીસ રૂપિયાથી જ ચલાવવાનું હતું. પણ દલસુખભાઈનું ધ્યાન આર્થિક ભીંસમાં પણ ધન કરતાં જ્ઞાન તરફ વિશેષ ખેંચાયેલું રહેતું. તેથી એમણે પંડિત સુખલાલજીનો માગણી સ્વીકારી લીધી અને ૧૯૩૫ના ફેબ્રુઆરીમાં બનારસ ગયા.
આ નિર્ણય સુભગ દિશાપલટા જેવો ભારે મહત્ત્વનો નિર્ણય હતો, અને એમાં, ધરતીમાં છુપાયેલા બીજની જેમ, વિકાસગામી ભવિતવ્યતાનો યોગ છૂપાયો હતો.
૨૭૧ ]
1 ૨૭૨ ]
Page #142
--------------------------------------------------------------------------
________________
•
* શબ્દસમીપ છતાં, આર્થિક દૃષ્ટિએ તો, દલસુખભાઈને માટે એ એક સાહસ જ હતું.
પંડિત સુખલાલજીની માનવીને અને ખાસ કરીને વિદ્યાસાધકને પારખવાની કસોટી બહુ આકરી હતીઃ પૂર્વગ્રહ, કદાગ્રહ, સાંપ્રદાયિક કટ્ટરતા, પાંથિક અંધશ્રદ્ધા કે બુદ્ધિની સંકુચિતતાથી જેનું મન ઘેરાયેલું હોય, એ તો એમની પાસે ટકી જ ન શકે. એમની પાસે રહેનારે તો કેવળ નિર્ભેળ સત્યના શોધક અને ખપી થઈને, કટુ કે અણગમતા સત્યનો સ્વીકાર કરવા અને પોતાના મનમાં પવિત્રરૂપે વસી ગયેલી માન્યતા પણ, જો એ નિરાધાર હોય તો, એનો ત્યાગ કરવા તૈયાર રહેવું જોઈએ.
શાસ્ત્રોના અભ્યાસ પાછળ પણ જુનવાણીપણાના સમર્થનની નહીં, પણ સત્યની શોધની જ દૃષ્ટિ હોવી જોઈએ. પંડિત દલસુખભાઈ પંડિત સુખલાલજીની એ કસોટીમાં સોએ સો ટકા પાર ઊતર્યા. પછી તો યોગ્ય ગુરુને યોગ્ય શિષ્ય મળે એના જેવો બીજો કોઈ લાભ નથી હોતો. તરત જ પંડિતજીની અમીદ્રષ્ટિ દલસુખભાઈ ઉપર વરસવા લાગી. તેઓ પંડિતજીના શિષ્ય ઉપરાંત મિત્ર અને સાથી પણ બની ગયા. પિતાપુત્રની જેમ બન્ને સ્નેહતંતુએ બંધાઈને એકરસ બની ગયા !
પંડિત સુખલાલજી ભારતીય તત્ત્વજ્ઞાનની ચાવીરૂપ કેટલાક ગ્રંથો દલસુખભાઈને ભણાવ્યા. શરૂઆતમાં તો ઘરઆંગણે પંડિતજીના વાચક તરીકે કામ કરવાની સાથે સાથે તેઓ અધ્યયન પણ કરતા રહ્યા. તેમ જ પંડિતના વર્ગોનો લાભ પણ લેતા રહ્યા. પણ પછી તો, દલસુખભાઈની યોગ્યતા જોઈને, પંડિતજી એમને પોતાની વર્ગો લેવાની કામગીરી સોંપતા ગયા તેમ જ પોતાના ગ્રંથ-સંશોધનના કામમાં પણ એમનો ઉપયોગ કરવા લાગ્યા.
પંડિત સુખલાલજી પોતાની જાત પૂરતા તો ભારે કરકસરથી કામ લેવા ટેવાયા હતા, પણ પોતાના સાથીને કોઈ જાતની મુશ્કેલી ન પડે એ માટે તેઓ પૂરેપૂરા ઉદાર હતા. દલસુખભાઈની અર્થચિંતા એ એમની પોતાની ચિંતા બની ગઈ.
બનારસ ગયા પછી થોડા જ વખતે, એ જ વર્ષની ઉનાળાની રજાઓમાં ‘પ્રમાણમીમાંસા’ના સંશોધન માટે પંડિતજીને પૂજ્ય પ્રવર્તક શ્રી કાંતિવિજયજી તથા પૂજ્ય આગમપ્રભાકર મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી પાસે પાટણ જવાનું થયું. દલસુખભાઈ એમની સાથે જ હતા. સમતા અને જ્ઞાનના સાગર સમા આ મુનિમહારાજો સાથે શ્રી દલસુખભાઈને નવો પરિચય થયો, જે કાયમને માટે મોટો લાભકારક બની રહ્યો.
જૈન ચેરના અધ્યાપક તરીકે પંડિત સુખલાલજીને યુનિવર્સિટી તરફથી માસિક Q ૨૭૩]
•
* વિરલ વિદ્યાપુરુષ * દોઢસો રૂપિયાનો પગાર મળતો. બીજા પ્રોફેસરોની સરખામણીમાં તો આ વેતન ઘણું ઓછું હતું જ. સાથે સાથે, પંડિતજીને કાયમને માટે એક વાચક રાખવાનું ખર્ચ પણ કરવું પડતું હતું, એટલે, જરૂરિયાતની દૃષ્ટિએ પણ, દોઢસો રૂપિયા જેટલી રકમ ઓછી પડે એવી હતી તેથી કૉન્ફરન્સના શાણા સંચાલકોએ, દર મહિને, બીજા દોઢસો રૂપિયા ખાનગી રીતે પંડિતજીને આપવાનું નક્કી કર્યું.
પંડિતજીએ થોડાક મહિના તો આ રકમ લીધી. પણ પછી, તેઓ ઓછામાં ઓછી જરૂરિયાતથી નિર્વાહ કરવાને ટેવાયેલ હોવાથી, એમને લાગ્યું કે એ રકમ વગર પણ કામ ઠીક રીતે ચાલી શકે એમ છે, એટલે એમણે એ રકમ લેવી બંધ કરી. પંડિતજીની આવી નિર્લોભવૃત્તિથી દલસુખભાઈ ખૂબ પ્રભાવિત થયા – જાણે જીવનનો એક બહુમૂલો પાઠ મળ્યો.
બનારસમાં પંડિત દલસુખભાઈએ પંડિતજીની ગ્રંથસંશોધનમાં અસાધારણ સહાય કરી, તેમજ સ્વતંત્ર ગ્રંથસંપાદન પણ કર્યું. ઉચ્ચ કોટીના વિદ્વાનોનો પણ એમને સંસર્ગ થયો.
આ રીતે વિદ્યાવૃદ્ધિમાં આગળ વધતાં વધતાં, સને ૧૯૪૪માં, પંડિતજી નિવૃત્ત થયા ત્યારે, એમને સ્થાને દલસુખભાઈ જૈન ચેરના પ્રોફેસર બન્યા. તે વખતના ઉપકુલપતિ ડૉ. રાધાકૃષ્ણને દલસુખભાઈ જેવા યુવાન વિદ્વાનને સહર્ષ વધાવી લીધા. અધ્યાપક તરીકે તેઓ વિદ્યાર્થીઓ અને સંશોધક તરીકે વિદ્વાનોમાં ખૂબ પ્રીતિપાત્ર
બન્યા હતા.
જાપાનના પ્રોફેસર અને બર્માના બૌદ્ધ ભિક્ષુઓ પણ એમની વિદ્વત્તાનો લાભ લેવા આવતા, એટલું જ નહીં, એમના સૌજન્યસભર તલસ્પર્શી પાંડિત્યે વયોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ અને અધિકારવૃદ્ધોને પણ એક પ્રકારનું કામણ કર્યું હતું. એ સૌ એમની પાસે વિના સંકોચે આવતા અને સંતોષ પામીને જતા. વિદ્યાવૃદ્ધિ માટે, દલસુખભાઈને તો નાના બાળક પાસે જવામાં પણ સંકોચ ન હતો. અને હવે તો માતા સરસ્વતીના આ લાડકવાયા ઉપર લક્ષ્મીદેવી પણ કૃપા વરસાવવા લાગ્યાં હતાં. અને છતાં દલસુખભાઈનું જીવન તો એવું જ કરકસરભર્યું, સરળ અને સાદું હતું – રત્નાકર સાગર ક્યારેય ન છલકાય!
શ્રી દલસુખભાઈ બનારસમાં હતા તે દરમ્યાન, પૂજ્ય પુણ્યવિજયજી મહારાજની ભલામણ અને રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રબાબુના પ્રયાસથી ઈ. સ. ૧૯૫૨માં, પ્રાકૃત ટેક્સ્ટ સોસાયટીની દિલ્હીમાં સ્થાપના થઈ હતી. બીજી બાજુ આગમપ્રભાકર . ૨૭૪.
Page #143
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ • પૂજ્ય પુણ્યવિજયજી મહારાજની પ્રેરણા અને શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈની ઉદાર સખાવતથી, ઈ. સ. ૧૯૫૭માં અમદાવાદમાં લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરની સ્થાપના થઈ. શેઠ શ્રી કસ્તુરભાઈ પ્રાકૃત ટેક્ષ સોસાયટીના સ્થાપના સમયથી જ એની કાર્યવાહક સમિતિમાં હતા. સમય જતાં શ્રી દલસુખભાઈ પ્રાપ્ત ટેસ્ટ સોસાયટીના માનદ મંત્રી બન્યા. તે પછી સોસાયટીના કામ અંગે એમની અને શેઠશ્રી કસ્તુરભાઈ વચ્ચે જે પત્રવ્યવહાર થયો એને લીધે શ્રી કસ્તુરભાઈ શેઠના મન ઉપર, શ્રી દલસુખભાઈની વિદ્વત્તા, નિષ્ઠા અને કાર્યદક્ષતા સંબંધમાં, કંઈક એવી છાપ પડી કે એમણે શ્રી દલસુખભાઈને એમની આ નવી સંસ્થાનું ડિરેક્ટર પદ સંભાળવા સૂચવ્યું.
દલસુખભાઈએ એ સૂચનનો સ્વીકાર કર્યો અને ઈ. સ. ૧૯૫૯ના ડિસેમ્બરમાં લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના ડિરેક્ટર બનીને તેઓ અમદાવાદ આવ્યા. ઈ. સ. ૧૯૭૬ સુધી, છેલ્લાં સત્તર વર્ષ દરમ્યાન સતત કામ કરીને દલસુખભાઈએ વિદ્યામંદિરની પ્રતિષ્ઠા ખૂબ વધારી અને વિદ્વાનોની પુષ્કળ સહાનુભૂતિ પણ મેળવી, એટલું જ નહીં, એની નામનાનો પરદેશ સુધી વિસ્તાર કર્યો, તેથી આ વિદ્યાતીર્થનો લાભ લેવા પરદેશના વિદ્વાનો પણ અવારનવાર આવવા લાગ્યા. આમ થવામાં જેમ સંસ્થામાં એકત્રિત થયેલ સામગ્રીનો તેમ શ્રી દલસુખભાઈની નિર્ભેળ અને સૌજન્યપૂર્ણ વિદ્વત્તાનો પણ મહત્ત્વનો ફાળો છે. ઉપરાંત, આવી મોટી સંસ્થાનો સફળ વહીવટ કરવાની એમની કુશળતાનો પરિચય પણ સૌને મળી રહ્યો.
એક દિવસ કૅનેડાની ટોરોન્ટો યુનિવર્સિટી તરફથી શ્રી દલસુખભાઈને અણધાર્યો પત્ર મળ્યો. તા. ૯-૪-૧૯૬૭નો એ પત્ર ટોરોન્ટો યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગના પ્રોફેસર અને ડિપાર્ટમેન્ટ ઑફ ઈસ્ટ એશિયન સ્ટેડિઝ (પૂર્વ એશિયાને લગતી વિદ્યાઓના વિભાગ)ના અધ્યક્ષ પ્રોફેસર એ. કે. વાડર લખ્યો હતો. એમાં એમણે લખ્યું હતું કે, | ‘અમારે ત્યાં ચાલતા આ વિભાગમાં ભારતીય તત્ત્વજ્ઞાનના અધ્યાપનને માટે તમે ટોરોન્ટો આવો એવી કોઈ શક્યતા છે કે કેમ તે જાણવા માટે હું આ પત્ર લખું છું. તમને અનુકૂળ હોય એ પ્રમાણે, કાયમને માટે કે મુલાકાતી અધ્યાપક (વિઝિટિંગ પ્રોફેસર) તરીકે એક વર્ષ માટે, અમે તમારી નિમણૂક કરી શકીએ એમ છીએ. એવું પણ થઈ શકે કે, શરૂઆતમાં એક વર્ષ માટે મુલાકાતી અધ્યાપક તરીકે અને તે બાદ, કેનેડામાં રહેવું તમને પસંદ પડે તો, કાયમને માટે તમારી નિમણૂક કરવામાં આવે.
• વિરલ વિધાપુરુષ • આ માટે પગાર તરીકે તમને વાર્ષિક તેર હજાર ડૉલર આપવામાં આવશે. (પછીથી પંદર હજાર ડૉલર આપવામાં આવ્યા હતા.) ઉપરાંત તમારું અહીં આવવા-જવાનું પ્રવાસખર્ચ પણ આપવામાં આવશે.' - આ રીતે ટોરોન્ટો યુનિવર્સિટીમાં જોડાવાનું સીધેસીધું આમંત્રણ આપ્યા બાદ, એ માટે શ્રી દલસુખભાઈની પસંદગી કરવાનું કારણ દર્શાવતાં પ્રોફેસર વાડરે લખ્યું હતું કે -
‘ભારતનાં વિશ્વતત્ત્વનું વિશ્લેષણ કરતાં દર્શનોની અન્ય શાખાઓ તેમજ બૌદ્ધ દર્શનના પ્રમાણવાદ સંબંધી ખુલાસો અને સમજૂતી આપી શકે એવા સાવ ગણ્યાગાંઠ્યા વિદ્વાનોમાંના એક તરીકે હું તમારાં કામોને ઘણા વખતથી પિછાનું છું, તેથી જ મારું ધ્યાન તમારા તરફ ગયું છે.''
શ્રી દલસુખભાઈની જૈન આગમો અને ભારતીય દર્શનોની વ્યાપક તથા મર્મસ્પર્શી વિદ્વત્તા તેમજ નિર્ભેળ વિદ્યાનિષ્ઠાનું મૂલ્યાંકન આપણા દેશના તેમજ વિદેશના પણ કેટલાક પ્રાચ્યવિદ્યા અને તત્ત્વજ્ઞાનના વિદ્વાનોએ, ઘણાં વર્ષ પૂર્વે, ઠીક ઠીક પ્રમાણમાં કરીને એમનું એ રીતે બહુમાન પણ કર્યું જ છે. આમ છતાં જ્યારે એમની વિદ્વત્તાને આ રીતે પરદેશમાંથી બિરદાવવામાં આવી અને એમની વિદ્વત્તાનો લાભ લેવાની ઝંખના વ્યક્ત કરવામાં આવી ત્યારે શ્રી દલસુખભાઈને તેમજ એમના પરિચિત સૌ કોઈને આશ્ચર્ય સાથે વિશેષ આનંદ થાય એ સ્વાભાવિક હતું. શ્રી દલસુખભાઈની સત્યશોધક, સારગ્રાહી અને સર્વસ્પર્શી વિદ્વત્તા તથા અખંડ અને ધ્યેયનિષ્ઠ સરસ્વતી ઉપાસનાના શિખર ઉપર આ પ્રસંગે જાણે સુવર્ણ કળશ ચડાવ્યો હોય એમ લાગતું હતું. બાકી તો, એ હેમ જ હતું અને હેમ છે એની આ પ્રસંગથી આપણને એની વિશેષ પ્રતીતિ થવા પામી હતી. એટલું જ !
પોતાની કામગીરીને સફળતાપૂર્વક પૂરી કરીને, ભારત પાછા આવ્યા પછી પણ, કૅનેડા સરકાર તરફથી એમને કાયમને માટે અમુક ડૉલરનું માસિક પેન્શન મળતું હતું તેમજ તેમની વિદ્વત્તાનો લાભ લેવા પ્રોફેસર વાર્પર ક્યારેક એમની પાસે આવીને પણ રહેતા હતા.
નામનાની એમને જરાય ઝંખના નહોતી, પૈસો એમને લોભાવી શક્તો નહીં અને પ્રખર પાંડિત્યને એમણે એવું પચાવી જાણ્યું કે એમને પંડિત તરીકે સંબોધતાં પણ સંકોચ થાય. એમના નમ, નિખાલસ અને નિર્મળ મનના કારણે પાંડિત્યનું આધિપત્ય ક્યારેય જોવા મળતું નહીં, તેથી જ તેઓ સદા સ્વસ્થ અને પ્રસન્ન રહી શકતા હતા.
0 ૨૩પ ]
1 ૨૭૬ ]
Page #144
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ •
અવિવેક કરવો નહીં અને કોઈનો ડર રાખવો નહીં એ એમની વિદ્યોપાસનાની
વિશેષતા હતી. પૂજ્ય પંડિત સુખલાલજી અને એમની વચ્ચે કાયા અને છાયા જેવો એકરૂપ સંબંધ હતો, છતાં કોઈ શાસ્ત્રીય કે બીજી બાબતમાં પોતાનું મંતવ્ય જુદું હોય તો તે તેઓ વિના સંકોચે રજૂ કરતા સત્યને વફાદાર રહેવાની પંડિતજીની ટેવ દલસુખભાઈએ અપનાવી જાણી હતી.
શ્રી દલસુખભાઈનું નિર્વ્યાજ જીવન જોઈને ક્યારેક મીઠી મૂંઝવણભર્યો એવો રમૂજી સવાલ પણ થતો કે, એમનું પાંડિત્ય વધે કે એમનું સૌજન્ય વધે? એમની ઓછાબોલી છતાં મૂળ સુધી પહોંચનારી અગાધ વિદ્વત્તા આપણને એમના પાંડિત્યની પ્રશંસા કરવા પ્રેરે છે, તો એમની સહજ સરળતા, નિરભિમાનવૃત્તિ, સમતા, અનાસક્તિ, સહૃદયતા, તન-મન-ધનના ભોગે પણ કોઈનું કામ કરી છૂટવાની પરગજુવૃત્તિ, વિવેકશીલતા, અનાગ્રહ દૃષ્ટિ, વેર-વિરોધ કે રાગ-દ્વેષની કઠોર લાગણીનો અભાવ વગેરે ગુણો એમના રોમ રોમમાં ધબકતા સૌજન્યની શાખ પૂરતા
હતા.
એમનું પાંડિત્ય એમના સૌજન્યથી અને એમનું સૌજન્ય એમના પાંડિત્યથી શોભતું અને એ બન્નેના વિરલ સુમેળથી શોભતું હતું એમનું જીવન. એમના અવસાનને પરિણામે ગુજરાતના વિદ્યાજગતમાં વણપુરાય એવી ખોટ પડી છે.
૨૭૩]
૨૭
જીવનોપાસનાનું અમૃત
સમગ્ર દેશમાં ગુજરાત વિશેષ સમૃદ્ધ છે, એના હસ્તપ્રતોમાં સચવાયેલા વિપુલ જ્ઞાનરાશિથી. સમસ્ત દેશમાં ગુજરાત સૌથી બેંક છે, એણે કરેલી એ વિપુલ સાહિત્યસમૃદ્ધિની ઉપેક્ષાથી. આપણા હસ્તપ્રતભંડારોમાં પડેલી હજારો હસ્તપ્રતો અભ્યાસી સંશોધકની રાહ જોઈને બેઠી છે. આવી હસ્તપ્રતો જ્ઞાનભંડારની દીવાલોમાંથી બહાર આવે અને ગુજરાતનો જ્ઞાનપ્રકાશ ગ્રંથરૂપે પ્રગટ થાય તે માટે આજીવન ચિંતા સેવનાર શ્રી હરિવલ્લભ ભાયાણીની વિદાયથી ગુજરાતમાં કોઈ રીતે ન પુરાય તેવો શૂન્યાવકાશ સર્જાયો છે. વિદ્યાજગતમાં તેઓ ‘ભાયાણીસાહેબ’ને નામે વિશેષ જાણીતા, પણ એ માત્ર જ્ઞાનોપાસનાના જ માર્ગદર્શક તરીકે નહીં, એકનિષ્ઠ સંશોધક કે નીવડેલા સર્જકને જીવનોપાસનાનું અમૃત આપનારા
હતા.
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના અભ્યાસ અને સંશોધન માટે એમણે અવિરત પુરુષાર્થ કર્યો. આ સાહિત્ય સંશોધિત થઈને પ્રકાશિત પામે તેને માટે સતત પ્રયાસ કરતા. નવા નવા યુવાનોને સંશોધન-કાર્યમાં પ્રેરવા બરાબર જોતરતા. અને વખતોવખત પ્રોત્સાહન આપવું તે એમનું
B ૨૭૮ ]
Page #145
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ
કામ. ક્યારેક વિદ્યાર્થી પ્રમાદવશ કામ ન કરતો હોય તો મીઠી ટકોર કરીને વિદ્યાર્થીને ફરી આગળ વધારતા. ગુજરાતના અનેક સંશોધકોને ભાયાણીસાહેબનું માર્ગદર્શન મળ્યું છે. એમના અવસાનથી ગુજરાતની સાહિત્ય-સંશોધન પ્રવૃત્તિને કળ ન વળે તેવો આંચકો લાગ્યો છે.
ગુજરાતના આ વિદ્યા-તપસ્વીએ અનેકવિધ વિદ્યાશાખાઓમાં સમૃદ્ધ પ્રદાન કર્યું છે. ભાષાવિજ્ઞાનનું ક્ષેત્ર હોય કે પ્રાકૃત-અપભ્રંશ સાહિત્ય હોય, વિવેચન હોય કે સંપાદન હોય, પણ જે વિષયમાં ભાયાણીસાહેબની પ્રતિભાનો સ્પર્શ થતો, ત્યાં ઊંડાણ અને ઉત્કૃષ્ટતા એકસાથે સંવાદ સાધતાં. મૂળ તેઓ સંસ્કૃતના વિદ્યાર્થી. સંસ્કૃતમાં અને અર્ધમાગધી વિષય સાથે એમ.એ. થયા હતા, પણ એમની વિદ્યાઓનો વ્યાપ સતત વધતો ગયો. પ્રાકૃત અને અપભ્રંશ ભાષાઓના તજ્જ્ઞ બન્યા. નવમી શતાબ્દિના કવિ સ્વયંભૂદેવ-રચિત અપભ્રંશ ભાષાના રામાયણવિષયક મહાકાવ્ય ‘પઉમચરિય' પર મહાનિબંધ લખીને ડૉક્ટરેટની પદવી મેળવી. એ પછી આ ક્ષેત્રનાં એમનાં સંપાદનો આંતરરાષ્ટ્રિય ખ્યાતિ તો પામ્યાં, કિંતુ તેથીય વિશેષ નવી દિશાદૃષ્ટિ આપવામાં સહાયક બન્યાં. ‘અપભ્રંશ વ્યાકરણ’, ‘વ્યુત્પત્તિ વિચાર' અને ‘થોડોક વ્યાકરણવિચાર' જેવા ગ્રંથોમાં ભાષાવિજ્ઞાની તરીકેની એમની પ્રતિભાનાં દર્શન થાય છે.
‘કમળના તંતુ’ કે ‘તરંગવતી' જેવી મધ્યકાલીન ગુજરાતી કૃતિઓનાં સંપાદનમાં એમનો સંશોધક તરીકેનો નવોન્મેષ પ્રગટ થાય છે. ગુજરાતી વિવેચનના ક્ષેત્રને અનેક પુસ્તકોથી એમણે સમૃદ્ધ કર્યું. પ્રાચીન સાહિત્યથી માંડીને આધુનિક સાહિત્યની છેલ્લામાં છેલ્લી ગતિવિધિ સાથે એમનો પરિચય હોય. એમની પ્રજ્ઞાનો આવો અખંડ વિસ્તાર જોઈએ ત્યારે આશ્ચર્ય થાય. પાશ્ચાત્ય વિવેચનના અદ્યતન પ્રવાહોનો ઊંડો અભ્યાસ ધરાવતા અને છેલ્લામાં છેલ્લા ઉપલબ્ધ ગ્રંથો કે લેખો વિશે લખતા રહેતા. અપભ્રંશના દુહાથી માંડીને પોસ્ટમોર્ડનિઝમ અને સ્ટ્રક્ચરાલિઝમ વિશે લેખો લખતા હોય. કઠિન વ્યાકરણગ્રંથોથી માંડીને શૃંગારરસિક મુક્તકોનો અનુવાદ પણ ભાયાણીસાહેબ પાસેથી મળ્યો છે. બૌદ્ધ જાતક કથાઓના અનુવાદનો ગ્રંથ ‘કમળના તંતુ' મળે છે. ભાયાણીસાહેબ જર્મન, મરાઠી, બંગાળી, તમિળ ભાષાઓ જાણતા હતા. પ્રારંભમાં તેઓ અંગ્રેજીમાં લખતા હતા. લોકસાહિત્યમાં પણ એમને ઊંડો રસ. ‘લોક્સાહિત્ય : સંપાદન અને સંશોધન'
-૨૭૯
• જીવનોપાસનાનું અમૃત •
નામના શાસ્ત્રીય પુસ્તકે લોકસાહિત્યના અભ્યાસીઓને નવી દિશા આપી છે. સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ મુક્તકોના અમર સાહિત્ય વારસાને એમણે ‘ગાથામાધુરી’, ‘મુક્તકમાધુરી' જેવાં પુસ્તકોમાં સંગ્રહિત કર્યો છે.
૧૯૪૦માં ‘પ્રસ્થાન’માં એમનો પ્રથમ લેખ છપાયો ત્યારથી માંડી આ વર્ષના નવેમ્બર મહિના સુધી એમની વિદ્યાયાત્રા ચાલુ રહી. ગુજરાતીમાં લખીને માતૃભાષાને ન્યાલ કરી. ભાયાણીસાહેબ પાસે જેટલી ઊંડી સાહિત્યચર્ચા થઈ શકે એટલી જ સાહિજકતાથી તેમના જન્મસ્થળ મહુવાની, અપભ્રંશ ભાષાના દુહાની કે એ પછી પ્રાકૃત-સંસ્કૃત મુક્તકોની ચર્ચા થઈ શકે.
આવા ભાયાણીસાહેબને રણજિતરામ સુવર્ણચંદ્રક, દિલ્હીનો સાહિત્ય અકાદમીનો એવૉર્ડ, પ્રેમાનંદ સાહિત્યસભાનો ચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમીનો એવૉર્ડ વગેરે અનેક એવૉર્ડથી નવાજવામાં આવ્યા હતા. જોકે હકીકતમાં તો ભાયાણીસાહેબને મળેલા એવૉર્ડથી વાસ્તવમાં એવૉર્ડને સન્માન હાંસલ થયું છે !
પ્રકાંડ પાંડિત્ય હોવા છતાં પંડિતાઈનો લેશમાત્ર ભાર નહીં. કોઈપણ
વિષય કે ગ્રંથ પરત્વે ગહન વિચાર કરનારા એમના ચહેરા પર સદાય ગુલાબી હાસ્ય ફરકતું હોય ! આ સરસ્વતીપુત્રનો વિદ્યાપ્રેમ એટલો કે કોઈ વિદ્યાર્થી માર્ગદર્શન માટે આવે તો પોતાને ગમે તેવું જરૂરી કામ બાજુએ મૂકીને એને ભણાવવા લાગી જાય. નાનકડી જિજ્ઞાસા લઈને જનાર નવાસવા વિદ્યાર્થીને એ પ્રેમથી આવકાર આપતા, પાસે બેસાડતા. એમનાં પત્ની ચંદ્રકલાબહેન એમનું આતિથ્ય કરતા અને પુસ્તકોની દુનિયા વચ્ચે બેઠેલા ભાયાણીસાહેબ એના મુદ્દાને પકડીને સાંગોપાંગ ચર્ચા કરતા.
રાત-દિવસ એમને સતત એક જ ચિંતા ઘેરાયેલી રહેતી કે આપણા ભાષા-વારસાનું શું થશે ? આ હસ્તપ્રતોનાં જ્ઞાનનું શું થશે ? પ્રાચીનની ઉપેક્ષા અને સંશોધનના ખંતનો અભાવ એમને કોરી રહેતો હતો. એમની આ વેદના જ્યારે પ્રગટ થતી, ત્યારે ભાયાણીસાહેબના અવાજમાં જુદો રણકો સંભળાતો. એમની નિખાલસ વેદના હૃદયને તત્કાળ સ્પર્શી જતી.
પ્રાકૃત-અપભ્રંશ સાહિત્યના વિજ્ઞાન અને પ્રકાંડ પંડિત ભાયાણીસાહેબની વિદાય પછી આજે ભાષા-સાહિત્ય અને સંશોધનના ક્ષેત્રને આવરી લે તેવી
.૨૮૦૩
Page #146
--------------------------------------------------------------------------
________________
શબ્દસમીપ • પ્રતિભા દેખાતી નથી. વિદ્યાક્ષેત્રે રાંક ગુજરાત એમની વિદાયથી રંક બની ગયું. અભ્યાસીઓ અને વિદ્વાનો સાથે ચર્ચા ચાલતી હોય ત્યારે ભાયાણીસાહેબ એકાએક ઊભા થઈને એ વિષયમાં પ્રગટ થયેલું કોઈ વિશિષ્ટ કે અદ્યતન પુસ્તક લઈ આવે. એનાં પૃષ્ઠો ખોલીને એમાંથી સમજાવે. વળી એ સંશોધકને ઉપયોગી હોય તો જરૂરી લાગતી ઝેરોક્ષ પણ તેમણે કરાવી રાખી હોય. આવો હતો એમનો વિદ્યાપ્રેમ.
લંડન કે પેરિસની યુનિવર્સિટીમાં તમે ભારતીય ભાષાના અભ્યાસીને મળવા જાવ તો તેઓ ગુજરાતમાં વસતી બે વ્યક્તિની પૃચ્છા કરે. એક તે શ્રી દલસુખભાઈ માલવણિયા અને બીજા શ્રી હરિવલ્લભ ભાયાણી.
લંડનમાં તમે વિદ્વાન પ્રા. રાઇટને મળતા હો અથવા પૅરિસમાં ડૉ. માદામ કાયા કે ડૉ. નલિની બલબીરને મળતા હો તો એ બધા પોતાના હૃદયમાં સ્થાપેલા ગુરુ સમ ભાયાણીસાહેબનું સ્મરણ કરે. એમનું પ્રદાન આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામ્યું હતું. લંડનની યુનિવર્સિટીની ‘સ્કૂલ ઑફ ઓરિએન્ટલ એન્ડ આફ્રિકન સ્ટડિઝ' તરફથી તેમને માનાઈ એવા ફેલોપદથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ભાયાણીસાહેબ પાસે એવું હૃદયવિજયી હાસ્ય હતું. એમનું ખડખડાટ હાસ્ય વાતાવરણમાં ગુંજતું રહેતું. ક્યારેક એટલું બધું હસે કે એમનો ચહેરો લાલઘૂમ બની જતો, પણ આ હાસ્યરસાયણથી ભાયાણીસાહેબ સહુના પ્રિય બનતા. એ હાસ્યને કારણે કોઈ સમર્થ વિદ્વાનને મળી રહ્યાનો સામી વ્યક્તિનો ભય કે ડર જતો.
આ મહાન ભાષાવિદને સતત એવી ઇચ્છા રહેતી કે ગુજરાતમાં પ્રાકૃતઅપભ્રંશ ભાષાની અકાદમી સ્થપાય. ગુજરાતી ભાષા જેમાંથી ઊતરી આવી તેવી આ બે ભાષાઓની ઘણી સાહિત્યિક સમૃદ્ધિ ઉપેક્ષિત રહી છે. એમાંય અપભ્રંશ ભાષાનો અભ્યાસ ગુજરાતમાં અવશ્ય થવો જ જોઈએ. આને માટે એમણે પ્રયાસ પણ કર્યા હતા. પરંતુ અવિદ્યાના અરણ્યમાં વિદ્યાની આવી સૂકમ પણ મહત્ત્વની વાત ક્યાંથી સંભળાય ? વિદ્યાર્થી જુએ એટલે ભાયાણીસાહેબને વહાલ ફૂટે. તેઓ એના અભ્યાસની
0 ૨૮૧ ]
• જીવનોપાસનાનું અમૃત • ચિંતા કરે. વિદ્યાભ્યાસ વધારવામાં આર્થિક મુંઝવણ હોય તો એને માટે આર્થિક વ્યવસ્થા પણ કરી આપે. પરિણામે આ વિદ્યાપુરુષે વિદ્યાના કેટલાય દીવડાઓમાં તેલ સીંચ્યું છે. એમની આ વિદ્યોપાસનાને કારણે તેઓનો વિદ્વાન જૈન આચાર્યો સાથે ગાઢ સંપર્ક રહેતો. જૈન આચાર્યો પણ આવા જ્ઞાની પુરુષ સાથે જ્ઞાનચર્ચા કરતા. કેટલાક જૈન આચાર્યો સાથે તો એમને હૃદયનો સંબંધ. આચાર્યશ્રી વિજયપ્રદ્યુમ્નસૂરીશ્વરજી અને આ. શ્રી વિજયશીલચંદ્રસૂરીશ્વરજી સાથે તેઓની વિદ્યાકીય પ્રવૃત્તિઓ ચાલતી જ હોય. ‘અનુસંધાન' નામનું સંશોધનલેખો ધરાવતું એક ઉત્કૃષ્ટ ત્રમાસિક આ. શ્રી શીલચંદ્રસૂરીશ્વરજી સાથે રહીને સંપાદિત કરતા હતા અને ગુજરાતમાં શાસ્ત્રીય સંશોધનોને પ્રકાશમાં લાવતા હતા.
કોઈનો પત્ર આવે તો એને તરત પોસ્ટકાર્ડથી પ્રત્યુત્તર પાઠવે. વળી એક પોસ્ટકાર્ડમાં વાત અધૂરી રહે તો એ અનુસંધાનમાં બીજું પોસ્ટકાર્ડ અને જરૂર હોય તો ત્રીજું પોસ્ટકાર્ડ પણ લખે. ‘એમનું ઘર એટલે અભ્યાસીઓનું તીર્થ.” ‘એક જ ક્ષણે એ ગુરુ અને ગુણામ્ ગુરુ હોઈ શકે છે.’ એમનામાં વિદ્વત્તાની ભારોભાર સૌજન્ય હતું. જીવનના અંત સુધી એ કાર્યરત રહ્યા. છેલ્લે મુંબઈની નાણાવટી હૉસ્પિટલના બિછાનેથી પણ લખતા હતા !
‘વાગ્યાપાર’, ‘શોધ અને સ્વાધ્યાય’, ‘શબ્દકથા', ‘અનુશીલનો’, ‘કાવ્યમાં શબ્દ', ‘વ્યુત્પત્તિવિચાર’, ‘રચના અને સંરચના' જેવા વિદ્વત્તાસભર ગ્રંથોના સંશોધક તરીકે સ્મરણીય રહેશે. એમની છ દાયકાની વિદ્યાયાત્રાનો વિરામ એ વિઘાપ્રવૃત્તિઓના ભાવિ સામે પ્રશ્નાર્થરૂપ બની જશે તો ?
તે ૨૮૨ 2
Page #147
--------------------------------------------------------------------------
________________
સંસ્કૃતિપુરુષની વિદાય
ગુજરાતના ચિંતક, સર્જક, કેળવણીકાર, સ્વાતંત્ર્યના લડવૈયા, લોકસેવક, સંસ્થાસર્જક અને રાજ કીય ક્ષેત્રે પદાર્પણ કરનાર મનુભાઈ પંચોળી ‘દર્શક’નું ૨૯ ઓગસ્ટ ૨૦૦૧ના રોજ અવસાન થયું. સિત્યાસી વર્ષનો ‘દર્શક’નો જીવનકાળ, પણ પ્રતિભા એવી કે જે ક્ષેત્રમાં જાય ત્યાં એમની મૌલિકતાથી આગવી ભાત પાડે અને ઉત્કૃષ્ટ શક્તિથી એ ક્ષેત્રને ન્યાલ કરી દે.
દર્શકનો જન્મ ૧૫ ઑક્ટોબર ૧૯૧૪ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના પંચાસિયા ગામમાં થયો. પિતા પ્રાથમિક શાળાના શિક્ષક હતા. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ તિથવા, લુણસર અને વાંકાનેરમાં લીધેલું. પછી ગાંધી પ્રેરિત રાષ્ટ્રીય આંદોલનમાં જોડાવા માટે નવમાં ધોરણથી અભ્યાસ છોડી દીધો હતો. વીરમગામ સૈનિક છાવણીમાં સત્યાગ્રહી તરીકેની તાલીમ દરમિયાન નાનાભાઈ ભટ્ટના સંપર્કમાં આવ્યા. એ સંપર્કે એમના જીવનમાં મોટી ક્રાન્તિ કરી. ૧૯૩૬માં દક્ષિણામૂર્તિમાં ગૃહપતિ થયા. તે સાથે ગ્રામોત્થાનની કપરી કામગીરી જાનના જોખમે હાથ ધરી અને નોંધપાત્ર સફળતા મેળવી. ૧૯૩૮માં આંબલામાં ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળામાં ગૃહપતિ-શિક્ષક તરીકે જોડાયા અને ૧૯૫૩થી સણોસરામાં લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં
[] ૨૮૩ ]
• સંસ્કૃતિપુરુષની વિદાય • નાનાભાઈ ભટ્ટની પડખે રહી લોકશિક્ષણનું - નવી પેઢીના સર્વાગીણ ઘડતરનું પાયાનું કાર્ય કરતા રહ્યા. થોડો વખત તેઓ શિક્ષણપ્રધાન પણ થયા હતા. તેમને તેમના સંગીન સાહિત્યકાર્ય માટે ૧૯૬૪નો રણજિતરામ સુવર્ણચંદ્રક, ‘સૉક્રેટીસ” નવલકથા માટે દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર (૧૯૭૫) તથા ગુજરાતી સાહિત્ય પરિષદને પ્રમુખ (૧૯૮૨) તરીકે અને ગુજરાતી સાહિત્ય અકાદમીને અધ્યક્ષ (૧૯૯૨-૧૯૯૭) તરીકે એમની સેવાઓ સાંપડેલી.
સાહિત્યસર્જન દર્શક માટે ચિત્તને નિર્મળ, ઉદ્યત અને ઉજ્વળ કરનારી ઉપાસના સમાન હતું. 'દર્શક'ના સર્જનકાર્યનો પ્રારંભ નાટકથી થયો, પરંતુ નવલકથા એ એમનો પ્રથમ પ્રેમ. એમની ‘બંદીઘર' નવલકથામાં સ્વાતંત્રની લડત માટે બંદીઘરમાં રહીને પારાવાર યાતનાઓ સહન કરતા કેદીઓનું ચિત્રણ મળ્યું. ‘બંદીઘર થી શરૂ થયેલી એમની નવલકથાયાત્રાનો એક મુકામ છે. ‘દીપનિર્વાણ'. ‘દીપનિર્વાણ'માં ગણરાજ્યોની પ્રજાસત્તાકની ખેવના દર્શાવી છે. એ પછી ‘દર્શક’ પાસેથી ગુજરાતને મળી ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ નવલકથી. એનો પ્રથમ ભાગ ભારતની ઉત્તમ નવલકથાઓની હરોળમાં ઊભો રહે તેવો છે. એના બીજા ભાગમાં લેખકની ઘણી નોંધો પ્રવેશી ગઈ, પણ ત્રીજો ભાગ પ્રથમ ભાગની જોડાજોડ રહે એટલો ઉત્કૃષ્ટ બની રહ્યો. આ નવલકથાનું ગોપાળબાપાનું પાત્ર જીવંત બની જાય છે. આમાં મળતું પાત્રોમાં આંતર વિશ્વનું પ્રગટીકરણ ભાવકને આકર્ષે છે.
‘દર્શક’ ગાંધીયુગમાં થયા, પરંતુ ‘ઝેર તો પીધાં છે જાણી જાણી'ના સત્યકામ અને રોહિણી જેવાં પાત્રો ગોવર્ધનરામના સરસ્વતીચંદ્ર અને કુમુદસુંદરીના પાત્રની વધુ નિકટ લાગે છે. “સરસ્વતીચંદ્ર' અને ‘ઝેર તો પીધાં છે જાણી જાણી'માં સમકાલીન સમાજના મહાપ્રશ્નોને ઉકેલવાનો પ્રયત્ન થયો છે. બંને સર્જક ભૂતકાળના વારસાની સાથે વર્તમાનમાં ઊભા રહીને ભવિષ્ય પર મીટ માંડે છે. ગોવર્ધનરામ અને ‘દર્શક’ બંને ચિંતન અને કલ્પનાનો સમન્વય ધરાવે છે. બંનેને સમાજના શીલ સાથે ભાવિ સંસ્કૃતિ માટે નિસ્બત છે.
૧૯મી સદીની સમાપ્તિ ‘સરસ્વતીચંદ્ર' નવલકથાથી થઈ, તો વીસમી સદીની સમાપ્તિમાં ‘દર્શક'નું ‘કુરુક્ષેત્ર' મળ્યું. ‘દર્શક' ભૂતકાળને વર્તમાન સાથે જોડીને નવીન તત્ત્વદૃષ્ટિનો અનુભવ કરાવ્યો. ‘ઝેર તો પીધાં છે જાણી જાણી'નો કથાપટ ગામડાંથી માંડીને દેશ-વિદેશ સુધી વિસ્તર્યો. એ પછી ‘સૉક્રેટીસ' નવલકથા
0 ૨૮૪ ]
Page #148
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ • દ્વારા ‘દર્શકે ” ગ્રીક પરિવેશમાં ભારતીય સહિષ્ણુતાનો પરિચય આપ્યો છે. વિશેષ તો સોક્રેટીસ દ્વારા લોકશાહીના સંદર્ભમાં સાંસ્કૃતિક મૂલ્યો ઉપસાવવાનો પ્રયાસ કર્યો. ‘કુરુક્ષેત્રમાં શ્રીકૃષ્ણના વ્યક્તિત્વનું એક નવું જ દર્શન આપ્યું અને કુરુક્ષેત્રના યુદ્ધની કથા સાથે પ્રણયના તાણાવાણા એવા ગૂંથ્યા છે કે એમાં ‘દર્શક’ની સર્જનાત્મક ચિંતનશક્તિ પ્રગટ થઈ છે. ‘કુરુક્ષેત્ર' માટે મળેલા ‘સરસ્વતી સન્માન'ને સ્વીકારતી વખતે ગુજરાતી કૃતિને મળેલા સન્માન બદલ આનંદ પ્રગટ કર્યો હતો. દર્શક ઇતિહાસના તથ્યને સાચવીને તેનું વર્તમાનને પ્રેરક નીવડે તેવું અર્થઘટન કરે છે, પછી તે ‘સૉક્રેટીસ’ હોય કે ‘કુરુક્ષેત્ર’ કે ‘ઝેર તો પીધાં છે જાણી જાણી' હોય. ઐતિહાસિક ઘટનાની પાછળ રહેલી સંસ્કૃતિ અને ફિલૉસોફીને ઉપસાવતા જવાની દર્શકની રીતિ મુનશીથી ભિન્ન છે. પ્રભાવક પાત્રાલેખન, પ્રકૃતિનાં રમણીય દૃશ્યો અને તેમની સાથે મળી જતાં માનવસંવેદનો નિરૂપતી અસરકારક વર્ણનશૈલી તથા ભૂતકાળને વર્તમાન સાથે જોડી દેતી વ્યાપક તત્ત્વષ્ટિ દર્શકની ઐતિહાસિક નવલકથાઓની વિશિષ્ટતા છે.
ગાંધીયુગના આ નવલ કથાકારનાં સત્યકામ અને રોહિણી રમણલાલ દેસાઈનાં નાયક-નાયિકા કરતાં સરસ્વતીચંદ્ર અને કુમુદની વધુ નજીક છે. નવલકથાકાર. દર્શક સૉક્રેટીસને બોલતો રાખીને પોતાના જમાનાને ગાંધીનો અવાજ સંભળાવવાનો પ્રયત્ન કરતા જણાય છે. ભૂતકાલીન ઘટનાઓને વર્તમાનમાં પ્રત્યક્ષ કરતાં તેઓ તેમાંથી સાચી લોકશાહી અને માનવતાનાં મૂલ્યોને ઉદાત્ત પાત્રચિત્રણ ને ઉત્કૃષ્ટ કથારસ દ્વારા ફલિત કરી બતાવે છે.
‘દર્શક’ અમેરિકાના પ્રવાસ દરમ્યાન સતત સર્જન કરતા રહેતા. એમના સ્નેહીઓ-ચાહકોનો આગ્રહ રહેતો કે ‘દર્શક’ એમને ત્યાં આવે અને નિરાંતે લેખન કાર્ય કરે. એક વાર ન્યૂજર્સીમાં રહેતા ગુજરાતી સાહિત્યના ઊંડા અભ્યાસી શ્રી મધુસૂદન કાપડિયાને ત્યાં રહ્યા હતા. ભોજનનો સમય થયો. દર્શકને બોલાવ્યા, પણ આવ્યા નહીં. બીજી વાર બોલાવ્યા. ન આવ્યા. ત્રીજી વાર બોલાવ્યા અને ‘દર્શક’ આવ્યા, ત્યારે એમની આંખમાંથી આંસુની ધારા વહેતી હતી. આ જોઈ બધા ડઘાઈ ગયા. એકાએક થયું શું ?
‘દર્શક’ કારણ દર્શાવતા કહ્યું, “અભિમન્યુનું મૃત્યુ થયું”. આમ પોતાના સર્જનમાં ‘દર્શક’ કેટલા એકરૂપ થઈ જતા, એનો આ દખલો છે. ‘દર્શક’ ઉપનામ અંગે તેઓ કહેતા કે સકળ સૃષ્ટિમાં જે કંઈ બને છે, એનું માત્ર હું દર્શન
૨૮૫ ]
• સંસ્કૃતિપુરુષની વિદાય • કરું છું અને સાક્ષીભાવ તરીકે ‘દર્શક' ઉપનામ રાખવાની પ્રેરણા મળી છે. પરંતુ સાક્ષીભાવ ધરાવતા મનુભાઈ દર્શક નહીં, પણ સર્જક તરીકે ગાઢ તાદાત્મભાવ ધરાવતા હતા. સર્જન પૂર્વે એ વિષયનાં પ્રાપ્ય પુસ્તકો વાંચતા. પ્રવાસ કરતા. એ માટે જુદી જુદી વ્યક્તિઓને મળતા પણ ખરા.
‘દર્શકે' લેખનનો પ્રારંભ તો નાટ્યરચનાથી કર્યો. રામાયણ અને મહાભારતના આ મર્મદ્રષ્ટાએ પોતાની રીતે આ કૃતિઓને જોઈ, એમણે એકાંકીઓ લખ્યાં. ‘પરિત્રાણ'માં મહાભારતનું કથાવસ્તુ અને ‘અંતિમ અધ્યાય'માં હિટલરના આત્મહત્યા પૂર્વેના દિવસોનું દર્શક નિરૂપણ કર્યું.
સર્જ ક ‘દર્શક’ના આંતરવ્યક્તિત્વની છબી એમના ‘સભિ: સંગ:' અને ચેતીવિસ્તારની યાત્રા'માં મનોરમ ઝીલાઈ છે. ‘સર્ભિ: સંગ:'માં આલેખાયેલી એમની જીવનયાત્રા એ આ મહાપુરુષના જીવનસંઘર્ષની અનુપમ કથા છે, ‘દર્શક’ના સાહિત્યસર્જનમાં ઇતિહાસ, વિવેચન, ચરિત્ર અને ધર્મતત્ત્વદર્શનને આલેખતાં પુસ્તકો મળે છે. ગુજરાતના સમર્થ સાક્ષર રઘુવીર ચૌધરી કહે છે તેમ એમના ચિંતનાત્મક ગદ્યમાં પણ સૌંદર્યમંડિત રસવૃત્તિ પ્રગટ થાય છે. ગાંધીજીનો વિચારબોધ અને રવીન્દ્રનાથ ટાગોરનો સૌંદર્યબોધ ‘દર્શક’માં સમન્વય સાધે છે. કાળી પ્રજાના હક્ક માટે અવિરત જંગ ખેલનાર અબ્રાહમ લિંકનના જીવનનું ‘દર્શક’ને આકર્ષણ હતું. ગુજરાતી સાહિત્ય પરિષદના સામયિક ‘પરબ ’માં ‘મુક્તિ મંગલા” નામે એનાં પાંચેક પ્રકરણો પણ પ્રગટ થયાં. પણ એ નવલકથા અધૂરી રહી.
‘દર્શક’ કહેતા કે તેઓએ જીવનનું સિત્તેર ટકા કામ ગ્રામપુનરુત્થાનનું કર્યું છે. ત્રીસ ટકા જ સર્જન કાર્ય કર્યું છે. સર્જક ‘દર્શક’ એમની સર્જનાત્મકતાથી નવી ભાત પાડતા તો મનુભાઈ પંચળી તરીકે એ જ વ્યક્તિ ગામડાઓમાં લોકેળવણીની ધૂણી ધખાવીને બેઠી હતી. ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમોનો જીવન અને તેની આમૂલ કેળવણી સાથે ઔચિત્યપૂર્ણ અનુબંધ રચીને બુનિયાદી શિક્ષણનો પ્રયોગ કર્યા કરતા હતા. ‘દક્ષિણામૂર્તિમાં નાનાભાઈ ભટ્ટ સાથે ગૃહપતિ તરીકે કામ કરીને આનો પ્રારંભ કર્યો. એ પછી આંબલા, સણોસરા અને મણારમાં રહીને સંનિષ્ઠ અને બહુશ્રુત શિક્ષક મનુભાઈએ શિક્ષણનો મહાન પ્રયોગ ક્ય. એ પ્રયોગને પરિણામે ગ્રામ કેળવણીને અજવાળતા કેટલાય તેજસ્વી શિષ્યોનું એમણે ઘડતર કર્યું.
1 ૨૮૭ ]
Page #149
--------------------------------------------------------------------------
________________
• શબ્દસમીપ • મનુભાઈ પંચોળી એક એવા સર્જક હતા કે જેમણે ગાંધીજીના રચનાત્મક કાર્યને ક્રિયામાં રૂપાંતરિત કરી આપ્યું. ગાંધીવિચારમાં એમની દૃઢતા એવી હતી કે સમાજ કે રાજ કારણના કોઈ પણ અનિષ્ટ સામે અવિરત જંગ ચલાવતા. કટોકટી સમયે તામ્રપત્ર પાછું વાળ્યું હતું. એટલું જ નહીં પણ વિનોબા ભાવેને વિચારસ્વાતંત્રના આગ્રહી ‘દર્શક’ નિ:સંકોચ લખ્યું :
માની લઈએ કે આપને જે. પી. આંદોલન વિશે મતભેદ હોય, માની લઈએ કે આપ ઇંદિરાજીનાં પગલાંને ટેકો આપવાના અભિપ્રાયના હો, તોપણ વિચારશાસનને વિસ્તૃત કરવા મથતા મહાન મનીષી તરીકે, અહિંસાની મર્યાદામાં રહીને, લોકસંગ્રહ અર્થે જો અહિંસક રીતે વિચાર, પ્રચાર કે સંગઠિત આંદોલન ચલાવવાં હોય તેમને પણ તેવો અધિકાર છે અને તેમાં આડે આવનારાં આજનાં કટોકટી, કાનૂન કે નિયમનો અનુચિત છે તેવું આપ કેમ કહેતા નથી ?'
પોતાની વાત દૃઢતાથી કહેતા ‘દર્શક’ સાહિત્ય અને કલાની માફક સમાજ અને રાજ કારણ એમના વિચારો સહુ આદરપૂર્વક સાંભળતા. એમનો સત્યનો રણકો સહુ કોઈને સ્પર્શી જતો. ગાંધીજીની પ્રેરણાથી એમણે આંબલામાં નિશાળ શરૂ કરી ત્યારે એમની સામે અનેક પ્રશ્નો હતા. ગામડાં ભાંગી શહેરો બંધાય તેવી કેળવણી અધૂરી છે, એ વિચારથી વિદ્યાર્થી ગામડાંમાં રહેવા, ગામડાંને સુધારવા અને ગામડાંની વકીલાત કરવા પ્રેરાય તેવી કેળવણી આપવી જોઈએ તેમ ‘દર્શક’ માનતા હતા. ગામડાંને માટે વિદ્યાર્થીઓમાં પ્રેમ અને ગૌરવ જાગે અને ગામડાંને ધોવાતા અટકાવવા માટે જરૂરી યુયુત્સવૃત્તિ કેળવાય તે આવશ્યક હતું. એ સમયની પરિસ્થિતિ અંગે ‘દર્શક' લખે છે :
કોઈ વાર ભણનાર બાળકોના વાલીઓ મને પૂછતા, “મારા છોકરાને નોકરી મળશે ?'
હું કહેતો, ‘મળે પણ ખરી, ન પણ મળે; પણ અમે નોકરી માટે ભણાવતા નથી.’
‘તો પછી એ શું કામ ભણે ! ખેતી તો અમારે ઘેર રહીને ય જોતાં જોતાં શીખી જાય.'
‘ના બાપા, નવી ખેતીની તમને ખબર નથી. એ નવી ખેતી શીખશે.”
• સંસ્કૃતિપુરુષની વિદાય • ‘નવી કે જૂની ભાઈ, અમારે તો છોકરો ધંધે ચડે એવું જોઈએ.’ ‘તે થઈ જશે, તમારે માથે એ નહિ પડે. પોતાનો રસ્તો કરી લેશે.”
‘પણ તમે બીજું શું શીખવો છો ? ખેતી તો ઠીક મારા ભાઈ, અહીં ઢેફાં ભાંગ્યાં કે ઘેર, બધું ય સરખું છે.’
‘જો બાપા, અમે શું શીખવીએ છીએ તે કહું ?” પછી તેવાની સામે આંખ નોંધી હું કહેતો, ‘શીંગડા માંડતાં શીખવીએ છીએ.”
અને પછી પેલા બકરાના બચ્ચાની વાત કહેતો કે એ બચું બ્રહ્મા પાસે જઈને પોતાને કૂતરાં, નાર, માતાજી બધાં ખાઈ જાય છે, તેમાંથી બચવું કેમ તે અંગે કાકલૂદી કરવા લાગ્યું – તે વાત કહેતો અને બ્રહ્માએ આપેલા જવાબથી તેના કાન ભરાઈ જાય તેમ કહેતો.
| ‘બાપા,” બ્રહ્માએ તેને કહ્યું, ‘હું તો તારો દાદો ને ? એ છતાંય તારું આ કુણું કૂણું રાંકડું મોટું જોઈને મને ય તને એક બટકું ભરી લેવાનું મન થાય છે. જરા શીંગડાં માંડતાં શીખ્ય, તને મેં શીંગડાં શા સારુ આપ્યાં છે ? બાપા, અમે શીંગડાં માંડતાં શીખવવાના છીએ.”
‘દર્શક' કરમશી મકવાણા, દુલેરાય માટલિયા, સવશીભાઈ મકવાણા, મગનલાલ જોશી જેવા કેટલાય તેજસ્વી શિક્ષકો તૈયાર કર્યા, જેમણે દર્શકની નયી તાલીમની જ્યોત ગામેગામ જ ગાડી, નયી તાલીમ એ ‘દર્શક'નો આત્મા હતી.
આજે દર્શક દેહરૂપે નથી, ત્યારે ભ્રષ્ટ રાજ કારણ અને નષ્ટ શિક્ષણ વચ્ચે નયી તાલીમનો પ્રકાશ રૂંધવાના થતા પ્રયાસ અટકાવાય તો ય ઘણું. નગુણું ગુજરાત એના સંસ્કૃતિપુરુષને માટે આટલું કરી શકશે ખરું ?
૨૮૭ ]
0 ૨૮૮ ]
Page #150
--------------------------------------------------------------------------
________________
પરમતત્ત્વની સમીપે
‘નિદ્રાનો સાચો કીમિયો શોધી રહ્યો છું હું, આ શું કે રોજ સુઈને હરરોજ જાગવું ?”
હરીન્દ્રભાઈની પોતાના પ્રિય વિષય મૃત્યુ પરની આ સૌથી વધુ પ્રિય પંક્તિઓ ‘હરરોજ જાગવાની' પળોજણમાંથી એમણે મેળવેલી મુક્તિ સમયે સ્મરણપટ પર તરવરે છે. જીવન અને ધર્મનું સાચું રહસ્ય કે પરમતત્ત્વની ગહનતા મૃત્યુની ઓળખથી હસ્તગત થાય છે અને એ મૃત્યુની ખોજ તે હરીન્દ્રભાઈની સતત શોધનો વિષય બની રહ્યો. તેઓ વારંવાર ઇચ્છતા અને કહેતા પણ ખરા કે મારા હાથમાં નથી એવા મૃત્યુનો અનુભવ કરવા માટે હું તલસું છું. અંતિમ બે મહિનાના વ્યાધિગ્રસ્ત કાળમાં વખતોવખત આ અનુભવની સાવ સમીપ આવીને ઊભેલા આ સર્જક હાથથી કલમ પકડીને લખી શકે તેમ નહોતા, પરંતુ જીવલેણે માંદગીના બિછાનામાંથી સરી પડેલા મૃત્યુના મર્માળા અનુભવને સાંભળીને સ્નેહીજનોએ એમની સૂચનાને કારણે શબ્દબદ્ધ કરવા કોશિશ કરી.
મૃત્યુ પ્રત્યે આગવો અનુરાગ ધરાવતા હરીન્દ્રભાઈએ સંસ્કૃતિમાં ‘સર્જકની કેફિયત' વિશે અંતિમ શબ્દો લખ્યા
• પરમતત્ત્વની સમીપે • “આ ક્ષણે પણ મને પ્રફુલ્લિત, પ્રસન્ન જિંદગી અને પ્રસન્ન મૃત્યુની વચ્ચેથી પસંદગી કરવાની આવે તો હું પ્રસન્ન મૃત્યુ પસંદ કરું.”
કવિના આ શબ્દો એમની આંતરપ્રતીતિમાંથી નીકળ્યા હતા. કારણ કે આંતરડાંના કૅન્સરના ઑપરેશન પછી પણ મૃત્યુની તમામ શક્યતા જોઈ હરીન્દ્રભાઈ ભારે સ્વસ્થતાથી પોતાના રોગની ચિકિત્સાની અને ભાવિ ભયની વાત કરતા હતા, કેન્સરનું નામ પડતાં માનવી મૂંઝાઈ જાય ત્યારે તેઓ ઑપરેશન પછી આ કેન્સર ફેલાય તો શું થઈ શકે તેનો નિરાંતે ‘ખ્યાલ’ આપતા હતા ! એમના ચહેરા પરથી જીવનભર જે એકધારી પ્રસન્નતા પ્રગટ થતી હતી, એ જ પ્રસન્નતા મૃત્યુની લગોલગ બેઠા હતા ત્યારે પણ એટલા જ માધુર્ય સાથે પમાતી હતી. ક્યારેક કહેતા કે, “રાત્રે આંખ મીંચું અને સવારે જાગું નહીં એવી મધુર કલ્પના મને થાય છે.”
કવિની કલ્પના ભલે સાકાર થઈ, પરંતુ ગુજરાતે એક મુઠ્ઠી ઊંચેરો માનવી, સત્યનિષ્ઠ સાહિત્યકાર અને નિર્ભીક પત્રકાર ગુમાવ્યો છે. સાચદિલ માનવતાનો દુષ્કાળ, અનુભવવિમુખ અને માધ્યમોથી ક્ષીણ થતું સાહિત્ય તેમજ પ્રશંસા અને પ્રચારથી ઘેરાયેલું પત્રકારત્વ – આ બધાં વચ્ચે સૌમ્ય વીરતાથી ઝઝૂમતો દીવો ઓલવાયો છે !
હરીન્દ્રભાઈ અવારનવાર દેશના અગ્રણી રાજપુરુષોને મળતા, દેશના વરિષ્ઠ પત્રકારોની પંગતમાં બેસતા, સાહિત્યની સભામાં સર્જકતાનાં સ્પંદનો અને અવાજમાધુર્યથી ડોલાયમાન કરતા, એ જ હરીન્દ્રભાઈ પોતાના સામાન્યમાં સામાન્ય દોસ્તને મળવાનું પણ ચૂકતા નહીં. અમદાવાદ આવે ત્યારે ગમે ત્યાંથી સમય કાઢીને એ પોતાના મિત્રને મળવા જાય, કુટુંબીજનો સાથે સ્નેહથી વાતચીત કરે. પ્રમાણમાં સામાન્ય સ્થિતિ ધરાવતા મિત્રનું ભાડાનું ઘર ખાલી કરાવવા માટે કેટલાકે બળનો આશરો લીધેલો તો હરીન્દ્રભાઈ તેને માટે ઘા ખાવા પણ તૈયાર રહ્યા. બહુ ઓછા સર્જકોમાં જે ઝિંદાદિલી જોવા મળે છે તે ઝિંદાદિલી હરીન્દ્રભાઈમાં હતી.
‘મારી કવિતાથી માંડીને કૃષ્ણ : આજના સંદર્ભમાં’ કે ‘ભગવાન મહાવીર” પર ભાષણ આપવાનું હોય તો તે માટે ખૂબ પૂર્વતૈયારી કરે. કેટલાંય પુસ્તકો વાંચે. જુદી જુદી નોંધ તૈયાર કરે અને પછી પૂરી તૈયારી સાથે અને છતાં
0 ૨૮૯ ]
0 ર૯૦ ]
Page #151
--------------------------------------------------------------------------
________________
* શબ્દસમીપ ભારોભાર નમ્રતા સાથે વક્તવ્ય આપે. ક્યારેક તો એક વક્તવ્ય માટે આખો દિવસ જુદો ફાળવી રાખે. જે શહેરમાં પ્રવચન આપવાનું હોય તે શહેરમાં અગાઉથી રાત્રે પહોંચી જાય. સર્કિટ હાઉસમાં રહે અને કોઈને કશી જાણ કર્યા વિના અભ્યાસ કરે.
•
મુંબઈમાં આવી રીતે સ્વામિનારાયણ મંદિરના અતિથિગૃહમાં ૧૫-૨૦ દિવસ સ્થાયી અતિથિ બની જાય ! ઑફિસમાં પણ કોઈને કશી જાણ ન હોય ! અને એ રીતે સર્જનક્રમ જાળવી રાખે.
પત્રકારત્વમાં પણ એટલી જ સચ્ચાઈ. કટોકટી સમયે તેમણે ઇન્દિરાજીની નીતિરીતિનો વિરોધ કર્યો. એ પછી જનતા પક્ષના શાસન સમયે કેટલાક પત્રકારોએ એ વિરોધનું વળતર મેળવ્યું, ત્યારે હરીન્દ્રભાઈએ માત્ર સંનિષ્ઠ પત્રકારનો ધર્મ બજાવ્યાનો જ આત્મસંતોષ વ્યક્ત કર્યો. એમના પત્રકારત્વના દીર્ઘ જીવનનો સૌથી સુખદ અનુભવ તેઓ ૧૯૭૭માં માનવ-અધિકારના પ્રશ્ને લડાયેલી ચૂંટણીમાં જનતા પક્ષને મળેલા વિજયને માનતા હતા. તેઓ કહેતા કે, “જનતા પક્ષનો વિજય ભલે ક્ષણજીવી નીવડ્યો હોય, પણ પ્રજાની સરમુખત્યારશાહી સામેનો અવાજ સ્પષ્ટ રીતે સાંભળવા મળ્યો."
પત્રકારત્વના કારણે વૈચારિક વ્યાપ વિસ્યાનો તેઓ સ્વીકાર કરતા. માત્ર ક્યારેક વહીવટી કામોમાં પત્રકારત્વનું લખાણ લખવાનો સમય પૂરતો મળતો નથી એવો વસવસો રહ્યા કરતો. ‘ગાંધીની કાવડ’ અને ‘યુગે યુગે’ જેવી કૃતિઓ પોતે પત્રકારત્વમાં ન હોત તો લખાત નહીં તેમ માનતા હતા.
કૃષ્ણ વિશેની કવિતા હોય, કે ‘માધવ ક્યાંય નથી' એવી કૃષ્ણ વિશેની લિરિકલ નોવેલ હોય કે પછી ‘કૃષ્ણ અને માનવસંબંધો' જેવો ગ્રંથ હોય, એ બધામાં મળતા કૃષ્ણ સાથે હરીન્દ્રભાઈ જીવનભર પ્રત્યક્ષ વાત અને વ્યવહાર કરતા રહ્યા. કૃષ્ણ સંગે એવા જીવંત અને સાહિજકતાથી ભાવસ્પંદનો અનુભવતા કે ક્યારેક તેઓ કહેતા કે જેમ હું તમારી સાથે વાત કરું છું, એમ કૃષ્ણ સાથે વાત કરું છું ! પરિણામે કૃષ્ણ વિશે પોતે કવિતા લખી છે એમ માનતા નહીં, પરંતુ કૃષ્ણ સ્વયં એમની કવિતામાં પ્રવેશ્યા છે તેમ કહેતા, આથી જ એમણે એક ગીત લખ્યું છે કે,
૨૧]
પરમતત્ત્વની સમીપે
“મને મારગે મળ્યા'તા શ્યામ કોણ માનશે ?
મને મીટમાં મળ્યાતા શ્યામ કોણ માનશે ?”
છેલ્લાં વર્ષોમાં સર્જક હરીન્દ્રભાઈની એક ઇચ્છા હતી કે મોટા ગજાની કૃતિની રચના કરવી. એમણે મોટા ગજાની કવિતા લખવાનો ખ્યાલ રાખ્યો હતો એમના મનમાં, પરંતુ સવાલ જાગતો કે આઠ-દસ હજાર પંક્તિ સુધી ચાલે એવો કવિતાનો ઊંડો શ્વાસ હું લઈ શકું ખરો ?
એ પછી ક્યારેક વિચારતા કે પહેલી પસંદરૂપ કવિતા ન લખાય તો નવલકથા લખું. પરંતુ પત્રકારત્વની જવાબદારી, લાગણીશીલ પરગજુ સ્વભાવ અને તબિયતની પ્રતિકૂળતાએ એ મહાનવલ કે મહાકવિતા સર્જવાની મોકળાશ આપી નહીં.
એમને બાળપણનું બહુ ઝાંખું સ્મરણ હતું. પિતાના મૃત્યુના આઘાતની ક્ષણો સિવાય બહુ ઓછી ક્ષણો મનમાં હતી. પિતાની સાહિત્યિક અભિરુચિ અને એમની પાસેથી વારસામાં મળેલા નાનકડા ગ્રંથાલયની કેટલીક અમૂલ્ય કૃતિઓ એમને માટે પ્રેરણારૂપ બની રહી. સાત-આઠ વર્ષની વયથી કશુંક સર્જનનું વિસ્મય રહ્યા કરતું હતું. છંદો અને લય સહજ રીતે જ મનમાં ઉદય પામતા હતા. અને તેથી કવિતા શું છે એ સમજતા પૂર્વે એમને છંદોમાં લખતાં આવડી ગયું હતું !
સ્કૂલ અને કૉલેજના અભ્યાસકાળ દરમ્યાન ગુરુજનોના કારણે એમની સાહિત્યિક રુચિ ખીલતી રહી. એમણે કવિતામાં બધા પ્રકારના છંદો પર હથોટી બતાવી. સંસ્કૃત છંદોમાં સુંદર કાવ્યો લખ્યાં અને અછાંદસ કવિતા રચી. કલ્પનાવાદ કે બીજા વાદોનાં વાવાઝોડાં આવ્યાં; છતાં હરીન્દ્ર દવેની કવિતા પોતીકી ચાલે ગતિ કરતી રહી. ચોમેર આધુનિકતાની વાત ગાઈ-બજાવીને થતી, ત્યારે તે આધુનિકતાનો અર્થ એ કરતા કે જે સર્જક કે કવિ ક્યારેય જુનવાણી થતો નથી – તે આધુનિક છે. હું આજે લખું માટે તે અતિ આધુનિક – એવી વયમાંડણી પરની આધુનિકતા એમને મંજૂર નહોતી. કાલિદાસ કે શેક્સપિયર જેવા સર્જકોને તેઓ આજે પણ યુગથી આગળ માનતા હતા. ટી. એસ. એલિયટે ભલે ૧૯મી સદીના પહેલા ચરણમાં કામ કર્યું, છતાં ય આજે તે વધુ આધુનિક છે.
નવલકથાસર્જનમાં ‘માધવ ક્યાંય નથી' જેવી નવલકથામાં ‘મિથ’નો જુદી D૨૯૨૩
Page #152
--------------------------------------------------------------------------
________________ * શબ્દસમીપ * રીતે ઉપયોગ કર્યો છે. ‘સંગ-અસંગ'માં સાધુ સમાજની સાધનાપદ્ધતિની વાત કરી છે, તો ‘અનાગતમાં ઓલવાતાં ગામડાંની વાત કરી છે. ‘માધવ ક્યાંય નથી’ અને ‘સંગ-અસંગ'ને નવલકથા તરીકે ખ્યાતિ મળી. પરંતુ હરીન્દ્રભાઈને તો એમની ‘પળનાં પ્રતિબિંબ ' અને ‘અનાગત' એ કૃતિઓ સવિશેષ પસંદ હતી. આજના ટીવી અને વિડિયોના પ્રસારણના સમયે પણ લખાતા સાહિત્યની જરૂર હંમેશાં માણસને રહેવાની એવું માનનારા આ સર્જનું પ્રિય પુસ્તક હતું ‘મહાભારત” અને પ્રિય સર્જકો હતા નિત્યો, હીટમેન, રિલ્ક અને ટી. એસ. એલિયટ. વારંવાર કવિવર રવીન્દ્રનાથ ટાગોરની પંક્તિઓનું રટણ કરનારા હરીન્દ્ર દવેને એમ પૂછવાનું મન થાય છે કે તેઓએ રવીન્દ્રનાથના દીર્ઘજીવનનું રહસ્ય નાની વયે એમણે સર્જેલાં મૃત્યુનાં કાવ્યોમાં દીઠું હતું ? હરીન્દ્રભાઈ, અમે ય તમારામાં એ દીર્ઘજીવન શોધતાં હતાં ! અને તમે પરમતત્ત્વની હસ્તી કે હયાતીની તમારી પ્રતીતિના માર્ગે ગતિ કરી ગયા ! 293 ]