Book Title: Shabda Samip
Author(s): Kumarpal Desai
Publisher: Gujarat Sahitya Academy

View full book text
Previous | Next

Page 88
________________ • શબ્દસમીપ • જેવી જવાબદારી તો સાહિત્યકારે અદા કરવાની છે, પણ બીજી વિશિષ્ટ જવાબદારી પણ સાહિત્યકારે બજાવવાની છે જે સાહિત્યકારની કલા સાથે સંબંધિત છે. આમ સાહિત્યકારને માથે બેવડી જવાબદારી છે. આ બંને સંબંધો એકબીજા સાથે ગૂંથાયેલા છે અને તેથી કોઈ સાહિત્યકાર એમ કહે કે મારું કામ તો માત્ર સાહિત્ય-સૌદર્યનાં મૂલ્યોનું જતન કરવાનું જ છે અને પ્રવર્તમાન સમાજ સાથે મારે કોઈ સંબંધ નથી તો એ માન્યતાનો ફૈઝ વિરોધ કરે છે. સાહિત્યકારે વ્યક્તિ તરીકે સમાજના વિકાસ અને પરિવર્તનની ખેવના કરવાની હોય છે અને કોઈ પણ પ્રકારનું ‘પોએટિક લાયસન્સ આમાંથી સાહિત્યકારને બાકાત રાખી શકે નહીં. ફેઝ એ બાબતમાં સ્પષ્ટ હતા કે કવિએ એના એકદંડિયા મહેલમાંથી બહાર આવીને આસપાસની માનવયાતનાનો ખ્યાલ કરવો જોઈએ. જોકે તેઓ માનતા હતા કે કવિતાએ એના સૌંદર્ય અને કલાને જાળવવાનાં હોય છે. પ્રચાર કે એવી બીજી પળોજણથી એણે દૂર રહેવું જોઈએ. આ ઊર્મિકવિની કવિતામાં મંત્રમુગ્ધ કરી દેનારી સંગીતમયતા છે. ફેઝની કવિતામાં ઉર્દૂની પરંપરાગત પ્રણયકવિતામાં ‘રકીબ'ને ખલનાયક તરીકે રજૂ કરવામાં આવતો હતો. એ રકીબ પ્રત્યે ક્રોધ, તિરસ્કાર, ધૃણા જેવા ભાવો કવિ પ્રગટ કરતો, પરંતુ ફૈઝે ‘રકીબ સે' નામના કાવ્યમાં એક નવો જ પ્રગતિશીલ દૃષ્ટિકોણ આપ્યો. જેમાં કવિ રકીબને કહે છે. આ પ્રેમથી આપણે બંને શું શું શીખ્યા અને શું શું પામ્યા ? – આજઝી સીખી, ગરીબોં કી હિમાયત સીખી / યાસો હિરમાન કે, દુખ દર્દ કે માની સીખે // જેર દસ્તો કે મસાયબ કો સમઝના સીખા | સઈ આહોં કે, રુખે જઈ કે માની સીખે ફૈઝ ઉર્દૂની ક્લાસિકલ કવિતાનો બધો જ અસબાબ અપનાવે છે. ક્રૂઝ ઇશ્કને પણ બે અર્થમાં પ્રયોજે છે. એમની કવિતા ‘દો ઇશ્ક'માં પ્રારંભમાં ઇશ્કને વિચારધારા કે સંઘર્ષના પ્રેમ સાથે જોડે છે અને પછી મહબૂબાના ઇશ્ક સાથે જોડે છે. આમ એક પ્રતીક પરંપરાગત અર્થમાં આવે છે, જ્યારે બીજું પ્રતીક નવીન સામાજિક સંદર્ભને રજૂ કરે છે. ફૈઝ એની કવિતામાં આવાં પરંપરાવાદી પ્રતીકોને • અબ ટૂટ ગિરેંગી ઝંજીર્વે • કલામયતાથી સામાજિક કે રાજકીય પ્રતીક તરીકે પ્રયોજ્યાં છે. એની શૈલીમાં કોમળ, મંદ ગતિ છે. એનું શબ્દોનું ચયન સૂઝભર્યું છે. કવિની શ્રદ્ધા સમાજવાદમાં હતી, પરંતુ સર્જન સમયે તો તેઓ પ્રગતિશીલ કવિ લાગવાને બદલે ગાલિબ અને ઇકબાલની ઉચ્ચ કાવ્યપ્રણાલીને નજરમાં રાખીને ગહન તત્ત્વચિંતનમાં ખ્યા હોય તેવા કવિ લાગે છે. ફેઝની કવિતામાં mystic તત્ત્વ પણ જોવા મળે છે. આમ એક બાજુ વ્યક્તિગત આરઝુનો તરફડાટ છે. તો બીજી બાજુ સમાજના બેસહારા લોકોની વેદના છે. એક તરફ માનવીય ભાવોની રંગલીલા છે, તો બીજી તરફ સમાજવાદી વિચારસરણીની પ્રભાવકતા છે. પ્રણયકવિતા અને કાવ્યભાષામાં ફૈઝ ક્લાસિકલ લાગે છે તો એના કાવ્યવિષય પરત્વે આધુનિક જણાય છે. આમ બે તદ્દન વિરોધી ધ્રુવ ફૈઝમાં એકસાથે અને ક્યાંક લગોલગ લાગે છે. આથી જ ફૈઝને lyrisist revolutionary જેવા વિરોધી શબ્દોથી ઓળખવામાં આવ્યા હશે. ફૈઝનો અવાજ એ માનવજાતિનો અવાજ બની રહ્યો. એમની આ વિશ્વજનીનતાને લીધે માત્ર પાકિસ્તાન કે ભારતમાં જ નહીં, બલ્ક રશિયા, અમેરિકા, બ્રિટન અને ફ્રાંસમાં પણ સમાન લોકચાહના પામ્યા. થોડો સમય પાકિસ્તાનમાં સરમુખત્યારોથી કંટાળીને તેઓ બૈરુતમાં રહેવા ગયા હતા. બતનો સંહાર ફૈઝના હૃદયને હચમચાવી ગયો, અને એમણે એ સમયે લખેલું કાવ્ય “ફિલીસ્તીની બચ્ચે કે લિયે લોરી' અત્યંત હૃદયદ્રાવક કાવ્ય છે. એક રીતે જોઈએ તો ફૈઝે ઇકબાલની ઓજસ્વી કલ્પનાને આત્મસાત્ કરી અને એ એવા લય અને રંગમાં રજૂ કરી જેથી જગતની વ્યાપક વેદના એમાં સમાવેશ પામી શકે. ઝમાં ઇશ્ક અને ઇન્સાનિયતનો સુમેળ છે. એની ગઝલો ભાવકને એની સૃષ્ટિમાં લીન કરી દે તેવી રસસંતર્પક છે તો એની નજમ (કાવ્ય) ઉર્દૂની સર્વોત્તમ નજમની હરોળમાં ઊભી રહે તેવી છે. આથી એ ગઝલ લખવા જાય છે ત્યારે એમની નજમની વિશેષતા ગઝલમાં સુંદર કાવ્યરૂપ ધારણ કરે છે. ફેઝે ઉર્દૂ સાહિત્યને ચિંતન અને ભાવાભિવ્યક્તિની નવી ટેકનિક આપી, જે યુગના યથાર્થને પ્રગટ કરવા માટે કારગત નીવડી. ક્રૂઝના કાવ્યસંગ્રહો ‘નકેશે-ફરિયાદી’ (૧૯૪૧), ‘દ-સબા' (૧૯૫૨), ‘ જિન્દાંનામા' (૧૯૫૯), ‘દસ્ત-તહે-સંગ' ૧૬૪ ] [] ૧૩૫ ]

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152