________________ 156 સૌરાષ્ટ્રને ઇતિહાસ લાભ ઉઠાવી ઘુમલીના જેઠવા રાજાએ પિરંબદર--બળેજ, માધુપુર તથા વર્તમાન કુતિયાણા સુધીને પ્રદેશ જીતી લીધું. રાહ મહીપાલે તેના ઉપર જાતે ચડાઈ કરી અને ઈ. સ. ૧૨૦૦માં રાણાના યુવરાજ વિકમાજિત (વીકિયાજી) તથા રાહ વચ્ચે સાકુકાના પાદરમાં લડાઈ થઈ. તેમાં રાણુના સૈન્યને સખ્ત પરાજય મળે અને રાહે તે પ્રદેશ પિતાના રાજ્યમાં જોડી દીધે. રાહ તથા જેઠવાના સંબંધે સારા હતા. પણ ભાણ જેઠવાએ ઈ. સ. ૧૧૭૯માં ગાદીએ આવી રાહની સરહદે દબાવવા માંડી અને તેના પુત્ર મેહ જેઠવાએ તેના પિતાનું ૧૧૯૦માં મૃત્યુ થતાં ગાદીએ આવી આક્રમણકારી નીતિ જારી રાખી. તેથી સેરઠ અને ઘુમલી વચ્ચે વૈમનસ્ય વધ્યું. ચુડામણિએ તેઓ પાસેથી માંગરોળ પ્રદેશ જીતી લીધા પછી પણ મેહના પુત્ર નાગે ઈસ. ૧૨૦૦માં સાક્કાની હાર ખાઈ પિતાની તત્વાર મ્યાન કરી. આ રાતના સમયમાં જેનેએ ગિરનાર ઉપર ભીમદેવની સહાયથી અને સમ્મતિથી ઘણાં મંદિરો બાંધ્યાં. પ્રભાસપાટણમાં પણ કીર્તિસૂરિની પ્રેરણાથી મૂલવસંતિક નામનું મંદિર બંધાવ્યું તથા કઢને રોગ મટે તેવા ચમત્કારક ગુણવાળા પાણીને કુંડ બંધાવ્યું. 1. જેઠવા રાજા ભાણ કે જેણે 1800 કન્યાએ એક સાથે પરણાવી હતી તે વાતએનું એક પ્રિય પાત્ર છે. “ભડની કલણને ભાણ જેઠવે બોલાવી’ વગેરે તેના નામની કહેવત કહેવાય છે. તે ઇ. સ. ૧૧૯૦માં ગુજરી ગયે. તેને પુત્ર મેહ જેઠવો ઇ. સ. 1193 સુધી માત્ર ચાર વર્ષ રાજ્ય કરી ગુજરી ગયે. ચારણી ગાથાઓ પ્રમાણે તેનું રાજ્ય ઘણું લાંબું ચાલ્યું. તે પણ લેકસાહિત્યનું એક સુંદર પાત્ર છે. બડ ભાગી ગઢ ઘુમલી, તારું થાણું નક્કી થિર, વિક્રમ જેડ વીર, ભાણાઉત ભડ જેઠો. સુ વિક્રમ સિંહાસને, વડે વાતુંએ વીર, પણ નીરખ્યા નયને ધીર, ભાણુઉત ભડ જેઠો. એ મેહ જેઠવો પરદુઃખભંજન વિક્રમના અવતાર સમે હતા. ઊજળી અને મેહ. જેઠવાની વાર્તા પણ જાણીતી છે. 2. સાકુકા હાલ ઉજજડ છે. તે સ્થળ નજીક કુંતી ચારણિયાણીને નેસ હતો. સાલુકાના લોકેએ રાહને દગો દીધે; તેથી તેણે તે ગામ ઉજજડ કર્યું અને કુંતી તેને વફાદાર હતી, તેથી નેસને સ્થળે ગામ વસાવી તેનું કુતિયાણું નામ પાડયું. આ કુતિયાણાનું નામ કુંઠિનપુર હતું એમ પણ કહેવાય છે. અહીંથી શ્રીકૃષ્ણ મિણીનું હરણ કર્યું હતું તેમ મનાય છે. 3. ગાળા તથા ગિરનારના તેમજ પાટણના ઇ. સ. ૧૨૦૦ના લેખ. (હી. ઈ. ઓ. ગુજરાત: ભાગ 3. શ્રી. આચાર્ય)