________________ મુગલ સામ્રાજ્ય પN ચાલ્યા આવ્યા. મેરુ તથા તેના મિત્રની હિમ્મત જુનાગઢ ઉપર આવવાની ન થઈ તેથી તે દેવડા ગયા. દેવડાને કિલ્લે પાડી નાખે તથા કિલ્લેબંધીના માણસોને કાઢી મૂક્યા. ગાયકવાડની ફેજ પાછી ફરી, પણ દીવાનજી ફરી તેના ઉપર ચડી આવ્યા. મેરુએ સમય વિચારી માફી માગી અને સરતાનજી ઉપર ચડાઈ લઈ જતાં અમરજી સાથે મળી તેણે રાણાના કેટલેક મુલક ઉજજડ કર્યો. દીવાનજીએ ખીરસરાને કિલો લઈ મેરુને રજા આપી. સરતાનજીને ભારે દંડ કર્યો તથા દેવડાને કિલ્લે સમરાવી દેવા આજ્ઞા આપી, પિતે ધંધૂકા તથા ખંભાતની જમાબંધી ઉઘરાવવા તે તરફ ગયા. અમરજીનું ખૂન : ઈ. સ. 1784 : સૌરાષ્ટ્રનાં બળવાન રાજ્યોને પરાજિત કરનાર વીર અમરજીની પ્રતિષ્ઠા ઘણી વધી ગઈ અને કુંભાજી પાસે અન્ય માર્ગ રહ્યો નહિ, ત્યારે તેણે નવાબ હામીદખાન ગંડલમાં મહેમાન થયા ત્યારે તેના કાનમાં અમરજી માટે અપાર ઝેર રેડયું, અને તેને ઘાત નહિ કરવામાં આવે તે તેની સ્વતંત્રતા ભયમાં આવી પડશે, તેવી સલાહ આપી, એટલું જ નહિ પણ જે નવાબ અમરજીને ઘાત કરે તે ત્રણ લાખ કેરી તે વધામણી આપશે તેમ કહેતાં દ્રવ્યભી અને અવિચારી નવાબ તે જે ડાળે બેઠા હતા તે ડાળ કાપવા તૈયાર થયા. તેણે તેના હજુરિયાઓને વિશ્વાસમાં લીધા અને ઈ. સ. ૧૭૮૪ના માર્ચની ૬ઠ્ઠી તારીખે પિતાના રાજમહેલમાં જ અમરજીનું દગાથી ખૂન કર્યું.' આવું નિધ કાર્ય કરી નવાબે તરત જ તેના આખા કુટુંબને કેદ કર્યું અને ઘર ઉપર કડી ચડાવી દીધી. ખન પછી : દીવાનજીના કુટુંબીઓને છોડાવવા માટે નિમકહલાલ માણસે પ્રયત્ન કર્યો, પણ વ્યર્થ ગયે. અમરજીના પુત્ર રૂગનાથજી, રણછોડજી તથા દલપતરામ તેમજ તેના નોકરેને પણ કારવાસમાં પૂરી દીધા. 1. નવાબે મનેહરદાસ ત્રિકમદાસ વૈશ્નવ, મહેતાખાન, જુમ્બાખાન ગુજરાતી, જીવણખાન અફગાનને મોટાં મોટાં ઇનામ તથા હોદ્દાઓની લાલચ આપી કાવતરામાં સામેલ કર્યાં. હેળાના તહેવારે ચાલતા હતા. મહૂમ નવાબનાં બેગમ સરદારબતેના નામે દીવાનજીને સંદેશે મેક કે “ગાઝી–ઉલદીનખાનની બહેન કમાલબતેનાં લગ્ન નવાબ સાથે થવાનાં છે. તેનાં દાગીના-કપડાં જેવા ચાલે.' દીવાનજી રાજમહેલમાં દાખલ થયા કે તરત જ છુપાઈ રહેલા મારાઓએ તલવાર ચલાવી તેમને ઘાત કર્યો. 2. આરતના પ્રસંગે દીવાનના કુટુંબને સહાય કરનાર આરબ જમાદાર શેખ મહમદ ઝુબેદી, મસુદ, સાલેહ અબ્દુલા, જમાદાર હાદી, સિંધી જમાદાર સરકદ્દીન અને મલાર મુખ્ય હતા. તેઓની વિનંતી નવાબે ગણકારી નહિ.