________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ રજપૂત સંગઠન: મુસ્લિમ રાજસત્તાને બળવાન બનાવી, રજપૂત રાજાઓનું જેર તેડવા મથતા અમરજીને મહાત કરવાના સર્વે પ્રયત્ન નિષ્ફળ નીવડયા. જસાજી, સરતાનજી, કુંભાજી, ગોડજી, વાઘજી વગેરે રજપૂત રાજાઓ ઉપર અમરજીએ વિજય મેળવ્યું હતું અથવા તેઓ તેના ઉપકાર નીચે આવ્યા હતા. તેથી તેઓના મનમાં ડંખ રહી ગયું હતું, પણ તેઓને એકત્ર કરી નેતા બનનારે કઈ હતું નહીં. સહુ પિતપતાના સ્વાર્થમાં મશગૂલ હતા, છતાં કુંભાજીને અમરજીનું અસ્તિત્વ વિશેષ સમય પસાય તેમ ન હતું. તેણે સૌરાષ્ટ્રમાંથી મુસ્લિમ સત્તાને ઉખેડી નાખવા માટે તાત્કાલિક રાજાઓને પત્ર લખ્યા અને જામનગર, હળવદ, ગંડલ, રિબંદર, કેટડા, જેતપુર વગેરે રાજ્યનાં એકત્ર સૈન્યએ કુતિયાણ ઉપર પહેલે હલ્લે કર્યો અને પછી સંયુક્ત લશ્કર જેતપુર ઉપર ગયું. ત્યાં દીવાન અમરજીએ તેમની સામે પિતાની છાવણી સ્થાપી દીધી અને યુદ્ધ આપવા તૈયારી કરી. પાંચ પીપળાની લડાઈ : ઈ. સ. 1782 : સૌરાષ્ટ્રના ઈતિહાસમાં કદાચ આવી મોટી લડાઈ આ પછી થઈ નથી જૂનાગઢ પાસે બાંટવાના બાબી મુઝફરખાન, ફતેહાબખાન તથા માંગરોળના શેખમીંયા કે જેઓ જૂનાગઢના પ્રબળ શત્રુઓ હતા, તેઓ આવી પહોંચ્યા. હિંદુ રાજાઓનાં હિંદુ સૈન્ય તથા હિંદુ સરદાર નીચે લડતાં મુસ્લિમ સે ઈ. સ. ૧૭૮૨માં સામસામાં થયાં. મેરામણ ખવાસે અમરજી પાસે જશુ રાવળ નામના વકીલને મેકલી વિષ્ટિ કરવા રુદ્રજી છાયા તથા પૂજારામ વસાવડાને બોલાવ્યા. જ્યારે વિષ્ટિકારો મેરુ પાસે આવ્યા ત્યારે તેણે ધમકાવી દીવાનજીની નિંદા કરી; પણ આ બન્ને જણાએ અમરજીની શક્તિનું ભાન તેને કરાવ્યું. મેરુએ તેમને રાત રેયા અને તેઓ સૂતા હતા ત્યાં ભાદર ઊતરી તે આગળ વધ્યા. દીવાનજીને આ ખબર પડી ત્યારે તેણે પીછો પકડે અને પાંચ પીપળા આગળ મેરુને પકડી પાડ. બને પક્ષે વચ્ચે ભયંકર યુદ્ધ થયું. “સમુદ્રના મોજાંઓની જેમ દ્ધાઓ એકબીજા સામે અથડાવા લાગ્યા.” અને દીવાનજીનાં સૈન્ય પાછા હઠવા માંડયાં. પરંતુ તેના દ્ધાઓએ અસાધારણ વિરત્વ બતાવ્યું. પરિણામે શત્રુ સૈન્ય ટકી ન શક્યાં. મેરુ ત્યાંથી નાસી છૂટયે અને તેની છાવણી અમરજીના હાથમાં પડી. મેરુએ ગાયકવાડની સહાય માગેલી. તે આ સમયે આવી પહોંચી, પણ ગાયકવાડ સામે યુદ્ધ ખેલવા અમરજીની મરજી ન હતી. તેથી અમરજી જૂનાગઢ 1. જૂનાગઢ પક્ષે બટવાના મુઝફરખાન તથા ફતેહાબખાન બાબી, અબ્દુલખાન, અબ્દુલ રહીમખાન કારાણી, હયાતખાન બલોચ, હરિસિંહ સોલંકી, સૈયદ કરમઅલી, સૈયદ ગુલમહમદ, મૌલવી અહમદુલ્લાહ ઉમર ખાખર, હિમ્મતલાલ છતરામ અને સંપતરાય દેસાઈ હતા. શેખ મીયાં યુદ્ધ શરૂ થયું પછી પહોંચી ગયેલા.