Book Title: Sattvik Sah Chintan
Author(s): Gunvant Barvalia
Publisher: Ashok Prakashan Mandir

View full book text
Previous | Next

Page 74
________________ અને સાત્ત્વિક સહચિંતન શિબિર કારક સાત્ત્વિક સહચિંતન આહાર : સમણીજી નિમિત્તે બનાવેલો આહાર ખપે. વિહાર : જરૂરિયાત મુજબ વાહનનો ઉપયોગ કરી શકાય. નિહાર : ટૉઈલેટ, બાથરૂમ, રેસ્ટરૂમ કે શૌચાલયનો ઉપયોગ કરી શકાય. સંદેશવ્યવહારનાં સાધનો ટેલિફોન - ઇન્ટરનેટ, કૉપ્યુટર અને માઈકનો ઉપયોગ કરી શકાય. ૧૯૮૦થી અત્યાર સુધીમાં ૧૮૪ દીક્ષા થઈ, જેમાંથી ૮૦ સાધ્વી થયા એટલે એમણે સમણી થયા પછી પંચમહાવ્રતની પાકી પૂર્ણ દીક્ષા લીધી. ૧૦૨ સમણીઓ અને બે સમણની જવાબદારી “તુલસી અધ્યાત્મ નિગમ" સુંદર રીતે સંભાળી રહેલ છે. સમણના સૂચિતાર્થો - સમણ : સમતાની સાધના શ્રમણ : શ્રમની સાધના ખમણ : શાંતિની સાધના એવા અર્થગાંભીર્યને વરેલા આ સાધકો એક જ ગુના પ્રભાવશાળી નેતૃત્વ હેઠળ ગુરઆજ્ઞાથી સંપૂર્ણ સમર્પણભાવ સાથે ધર્મપ્રચાર અને વ્યવસ્થાનું કાર્ય સફળ રીતે પાર પાડી રહ્યા છે. સાધુ-સાધ્વીજી મહાવ્રત, શ્રાવક-શ્રાવિકા અણુવ્રત અને સમણ-સમણીજી સુવ્રતનું પાલન કરે છે. મધાકાલીન જૈન સાહિત્યમાં “વિદ્યાપુત્રો"નો ઉલ્લેખ છે જે શાસન પ્રભાવનાનું કાર્ય કરતા હતા. તાજેતરમાં સ્થાનકવાસી સંપ્રદાયના શ્રી જયમલ જૈન શ્રાવક સંઘ દ્વારા સમણ-સમણી શ્રેણી શરૂ કરવામાં આવી છે. આજથી લગભગ ૨૦૦થી વધુ વર્ષ પહેલાં એકાવતારી મોટી સાધુવંદનાના સર્જક આચાર્ય શ્રી જયમલજી મહારાજે ભિક્ષુ-ભિક્ષણી દીક્ષાના રૂપમાં આવી પરંપરા શરૂ કરવાની પ્રેરણા કરી હતી. આચાર્યસમ્રાટ જયજન્મત્રિશતાબ્દી વર્ષના ઉપલક્ષમાં જયગચ્છીય શ્રી આચાર્ય પૂ. શુભચંદ્રજી મ.સા. તથા ઉપાધ્યાય પૂ. પાર્ધચંદ્રજી મ.સા.ની સ્વીકૃતિ સાથે પૂ. ડૉ. પદ્મચંદ્રજી મ.સાહેબે અખિલ ભારતીય શ્વેતાંબર સ્થાનકવાસી જયમલ જૈન શ્રાવક સંઘ દ્વારા શ્રીમતી વસંતાજ મહેતા અને સુશ્રી દીપ્તિજી મહેતાને સમણી દીક્ષા પ્રદાન કરી આ પવિત્ર પરંપરાને પ્રવાહિત કરી જે શ્રાવક-શ્રાવિકા વૃંદને સાધુસમાજ ૧૩૯ સાથે જોડતી મજબૂત કડીરૂપ બની રહેશે. જયમલ સંઘ દ્વારા અપાતા આ સમણી દીક્ષાના સ્વરૂપની રૂપરેખા : ૦ આ દીક્ષા સાધનાના પ્રશિક્ષણરૂપ છે. ૦ આગળ વધતા પરિપક્વ બની પૂર્ણરૂપે સાધુ દીક્ષા દ્વારા સંયમ અંગીકાર કરી શકશે. ૦ આ શ્રેણીના આચરણ દ્વારા અહિંસા ધર્મનો પ્રચાર, જિન શાસનની પ્રભાવના અને વૈયાવચ્ચ દ્વારા તીર્થંકર ગોત્રનું ઉપાર્જન કરી શકાય. • પંચ મહાવ્રતમાં પ્રવેશવાનું પ્રાથમિક સોપાન છે. • અઢાર પાપથાનોમાં પ્રથમ પ્રાણાતિપાત નામનાં પાપસ્થાનોનો આંશિક રૂપમાં ત્યાગ અને બાકીના પૂર્ણરૂપ ત્યાગની પ્રતિજ્ઞા. • અહીં પંચમહાવ્રતના પાલનમાં અહિંસાવ્રતમાં જિન શાસનની પ્રભાવના અર્થે માઈક-વાહન, પ્રચાર-પ્રસારનાં સાધનોનો ઉપયોગના આગાર અને પાંચમા પરિગ્રહ વ્રતમાં પણ સંયમ, રક્ષા અને જિનવાણી પ્રચારના હેતુ માટે ઉપયોગની આવશ્યક વસ્તુના આગાર પછી બધાં વ્રતોનું પૂર્ણ પાલન કરવાનું રહેશે અને રાત્રિભોજનનો ત્યાગ રહેશે. વળી ઇન્દ્રિય નિગ્રહ દ્વારા મન-વચન અને કાયાના વિયોગોનું ગોપન કરી સંયમમાં રમણ કરવા વારંવાર કાયોત્સર્ગમાં લીન રહેશે. શ્વેત વસ્ત્ર ધારણ કરશે. મુહપત્તી, યાત્રા અને રજોહરણ રાખશે. યાત્રામાં રાખવા માટે સફેદ કપડાનો ઝોળો કે થેલી રાખશે. વાહન વાપરતી વખતે રજોહરણ અને મુહપત્તી (મુખવસ્ત્રિકા)નું પ્રદર્શન ન થાય તેનું ધ્યાન રાખશે. જયમલ સંઘની દરેક શ્રમણીના નામ સાથે “નિધિ” શબ્દ જોડવાનો રહેશે. જયમલ શ્રી સંઘનાં પ્રત્યેક સમણ-સમણીને “મધ્યેએણં વંદામિ" શબ્દ સહિત વંદનના અધિકારી ગણવામાં આવ્યા છે. આત્માનુશાસન અને વ્યવસ્થા અંતર્ગત પૂ. ડો. પદ્મચંદ્રજી મ.સા.ની સ્પર્ણ આજ્ઞામાં રહેશે. ધર્મપ્રચાર માટે ઓછામાં ઓછા બે સમણ કે બે સમણીને સાથે મોકલવાનાં રહેશે. ઓછામાં ઓછું છ મહિના સાધુ-સાધ્વી સાથે સમણ-સમણીએ આરાધના કર્યા પછી “જય પાર્શ્વ મુમુક્ષ ઈન્ટરનેશનલ' સંસ્થાની પાસેથી દીક્ષા માટે લિખિત ૧૪૦

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80