Book Title: Sattvik Sah Chintan
Author(s): Gunvant Barvalia
Publisher: Ashok Prakashan Mandir

View full book text
Previous | Next

Page 73
________________ ૩૨ * સાત્ત્વિક સહચિંતન ચતુર્વિધ સંઘને જોડતી સુવ્રતી સમુદાય શ્રેણી જૈન સંતોની જીવનચર્યાનો પ્રભાવ જનસમૂહ પર પડે અને તે અહિંસાધર્મ અપનાવે તે જિન શાસનની વિશિષ્ટતા છે, કારણકે જૈન ધર્મ આચારપ્રધાન છે. સાંપ્રત જીવનપ્રવાહમાં આર્થિક, ભૌગોલિક, સામાજિક અને રાષ્ટ્રીય પરિસ્થિતિ બદલાઈ છે. જૈનો દેશ-વિદેશમાં ચોતરફ વસવાટ કરી રહ્યા છે. સાધુજીની સમાચારી અને સંયમજીવનની મર્યાદાને કારણે સંતો બધી જગાએ જવા અસમર્થ હોય છે. જ્યાં જૈનાનાં થોડાંઘણાં કુટુંબોનો વસવાટ હોય, પરંતુ વિહારની વિકટતાને કારણે દૂર કે દુર્ગમ સ્થળોએ જૈન સંત-સતીજીઓ જઈ ન શકે અને આવું લાંબો સમય ચાલે તો જૈન પરિવારોને વારસામાં મળેલ સંસ્કાર નવી પેઢીમાં ન ઊતરે, શ્રાવકાચાર લુપ્ત થઈ જાય અને અન્ય ધર્મગુરુ કે ધર્મસ્થળનું આલંબન મળતાં નવી પેઢી જિનકથિત અહિંસાધર્મથી વંચિત રહી જાય. આવા કારણે સાંપ્રત પરિસ્થિતિમાં જૈન ધર્મપ્રચારક કે પ્રવર્તકની જરૂરિયાત ઊભી થઈ છે. તાજેતરમાં પર્યુષણ પર્વ પર અમેરિકાની યાત્રાએ જવાનું બન્યું, જ્યાં હ્યુસ્ટનમાં તેરાપંથ જૈન સંપ્રદાય પ્રેરિત જૈન વિશ્વભારતી સંસ્થાની મુલાકાતે જવાનું થયું, જ્યાં આચાર્યશ્રી મહાશ્રમણનાં સુશિષ્યા પૂ. સમણી અક્ષપ્રજ્ઞાજી અને પૂ. સમણી વિનયપ્રજ્ઞાજીના પાવન સાન્નિધ્યે “સમણ-સમણી શ્રેણી એક વિશિષ્ટ વ્યવસ્થા'' વિષયે સંગોષ્ઠીમાં સહભાગી થવાનો લાભ મળ્યો. અહીંના જૈન વિશ્વભારતના આ વિશાળ સંકુલનું સંચાલન બન્ને સમણીજીઓ .૧૩૭. * સાત્ત્વિક સહચિંતન સુચારુ રીતે કરી રહેલ છે. આ સંકુલમાં મેડિટેશન માટે પિરામિડ હૉલ, જૈન મંદિર, ગ્રંથાલય, જૈન પાઠશાળા, અતિથિનિવાસ, સંતનિવાસ, ભોજનાલય વગેરે વિવિધ વિભાગો આવેલા છે. અહીં યોજાય છે પરિવસંવાદ, ધ્યાન, પ્રવચનો, ગીત-સંગીતના નાટક વગેરે. જૈન ધર્મ અને ભારતીય સંસ્કૃતિને લગતા કાર્યક્રમોમાં જૈનોના તમામ ફ્રિકાનાં શ્રાવક-શ્રાવિકાઓ તથા અન્ય ભારતીય અને વિદેશી જૈનેતરો પણ ઉલ્લાસભેર લાભ લે છે. તેરાપંથની સમણ-સમણી શ્રેણીની પરંપરા રસપ્રદ છે. સ્વપ્નદષ્ટા આચાર્ય તુલસીએ, ભગવાન મહાવીરે પ્રરૂપેલ ધર્મના પ્રચાર માટે દેશ અને વિદેશમાં ધર્મપ્રવર્તક તરીકે કાર્ય કરી શકે તે માટે સાધુ અને શ્રાવક વચ્ચે જોડતી કડીરૂપ સમણ શ્રેણીની કલ્પના કરી. વિ. સં. ૨૦૩૭, કાતરક સુદ બીજ, તા. ૯-૧૧-૧૯૮૦ના આચાર્ય તુલસીના જન્મદિને છ મુમુક્ષુ બહેનોને દીક્ષા દઈ સમણ શ્રેણીની વિધિવત્ શરૂઆત કરી. શ્રાવકશ્રેષ્ઠી છોગમલજી ચોપડાના પ્રચંડ પુરુષાર્થ અને આચાર્યશ્રીના આશીર્વાદથી સ્થપાયેલ ‘“પારમાર્થિક શિક્ષણ સંસ્થા લાડનુ''માં સમણ શ્રેણીમાં દીક્ષા લેનારને સંયમજીવનની તાલીમ આપવામાં આવે છે. જૈન દર્શન, અન્ય દર્શનો, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, પ્રાકૃત અને આધુનિક શિક્ષણનો પાંચ વર્ષ સુધી અભ્યાસ કરાવવામાં આવે છે. દીક્ષા બે પ્રકારની હોય છે. એક મહાવ્રત દીક્ષા જેમાં સાધુ-સાધ્વીજી સંપૂર્ણ પંમહાવ્રતનું પાલન કરે છે. વીરમણ દીક્ષા-સમણી દીક્ષા એટલે વ્રતદીક્ષામાં સમણ-સમણીજીઓએ નિયમ પ્રમાણે વ્રતો પાળવાનાં હોય છે. અહિંસા સત્ય અચૌર્ય બ્રહ્મચર્ય પરિગ્રહ - - આંશિક છૂટ પૂર્ણ પાલન પૂર્ણ પાલન પૂર્ણ પાલન આંશિક છૂટ સમણ-સમણીજીએ વર્ષમાં બે વાર કેશલંચન કરવાનું હોય છે. રાત્રિભોજન ત્યાગ અને શ્વેત વસ્ત્ર પરિધાન કરવાનાં હોય છે. .૧૩૮

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80