Page #1
--------------------------------------------------------------------------
________________
ellહિલાઝ કી હુર્ષિirl]
- ગુણવંત બરવાળિયા
Page #2
--------------------------------------------------------------------------
________________
સાત્ત્વિક સહચિંતન
Satvik Sahchintan by : Gunvant Barvalia June - 2018 (C) Dr. Madhuben G. Barvalia પ્રથમ આવૃત્તિ ઃ જૂન ૨૦૧૮ સાત્ત્વિક સહચિંતન - ગુણવંત બરવાળિયા
- ગુણવંત બરવાળિયા
ISBN
કિમત :
પ્રકાશક
અશોક પ્રકાશન મંદિર આ પહેલા માળે, કસ્તૂરબા ખાદી ભંડારની ઉપર, રતનપોળની સામે, ગાંધી રોડ, છે અમદાવાદ-૩૮૦૦૦૧. ફોનઃ ૦૭૯-૨૨૧૪૦૭૭૦ ° ફૅકસઃ ૨૨૧૪૦૭૭૧
E-mail : hareshshah42@yahoo.co.in
apmbooks42@yahoo.in નવભારત સાહિત્ય મંદિર ૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦ ૦૦૨. ફોન : ૨૨૦૧ ૭૨૧૩, ૨૨૦૮ પપ૯૩ E-mail: nsmmum@yahoo.co.in
USIRIS : નવભારત સાહિત્ય મંદિર ૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦ ૦૦૨. ફોન : ૨૨૦૧ ૭૨૧૩, ૨૨૦૮ ૫૫૯૩ E-mail : nsmmum@yahoo.co.in
નવભારત સાહિત્ય મંદિર
બુકશેલ્ફ જૈન દેરાસર પાસે, ૨૦૨, પેલિકન હાઉસ, ૧૬, સિટી સેન્ટર, સી.જી.રોડ, જ 2. ગાંધી રોડ, અમદાવાદ -૧. | આશ્રમ રોડ, અમદાવાદ-૯.| અમદાવાદ - ૩૮૦૦૦૯
મુદ્રણ વ્યવસ્થા :
Page #3
--------------------------------------------------------------------------
________________
જ
નિવેદન
પરમ ઉપકારી સંતોની અધ્યાત્મસભર સંતવાણી, સ્વાધ્યાય, પ્રવચન, આદિ સાંભળવાનો અવસર પ્રાપ્ત થયો ત્યાર પછી હૃદયમાં ઉઠેલા ભાવોને કલમ દ્વારા ચિંતન-મનનરૂપે રજૂ કરવાનો અવસર મળ્યો. કોઈ મર્મસ્પર્શી પ્રસંગ વાચવામાં આવ્યો અને પછીના વિચારમંથન દ્વારા કંઈક લખવાની પ્રેરણા મળી, આમ આ લખાણોની શૃંખલા રચાણી.
આ બધાં લખાણો મારી સાધના કે વિદ્વત્તાભર્યા જ્ઞાનથી લખેલાં નથી. આ લખાણો સંતસમાગમ અને વિદ્વત્તવર્યોના સંબંધોની નીપજ છે. વિદ્વત્તજનો ને ગુરુભગવંતોનાં પ્રવચનો સાંભળીને અને સ્વાધ્યાય દ્વારા જે કંઈ જાણ્યું તેને મારી રીતે આ લેખો દ્વારા રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે, જેમાં મારાં નિજી સંવેદનોનું આલેખન થયેલું જણાશે.
પ્રસ્તુત ગ્રંથમાં ધર્મ, અધ્યાત્મ, શિક્ષણ, સમાજ, સંસ્કૃતિ વગેરે વિષયક મારા લેખો ગ્રંથસ્થ કર્યા છે, તે છેલ્લાં પંદરેક વર્ષ દરમિયાન લખાયેલા છે.
આ બધાં લખાણો ‘મુંબઈ સમાચાર', ‘જન્મભૂમિ', “કાઠિયાવાડ જૈન’, ‘જૈન પ્રકાશ’, ‘જાગૃતિ સંદેશ’, ‘જૈન સૌરભ', ‘ધર્મધારા', ‘શાસન પ્રગતિ', ‘વડલો વિહાર', 'પ્રબદ્ધ જીવન', ‘દિવ્ય ધ્વનિ' વગેરે વર્તમાનપત્રો અને સામયિકોમાં પ્રગટ થયેલા છે. તેમના તંત્રી અને સંપાદક મહાશયોનો આભાર.
આ લખાણોની પ્રેરણા માટે અનેક ગુરુભગવંતો અને સતીજીઓ મારાં ઉપકારી છે.
ધર્મ અને શ્રુતાનુરાગી સુશ્રી પ્રતિમાબહેન અને પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ જેમના, પ્રસન્ન દામ્પત્યસરિતાના મધુર સંગીતના સાતત્યની અભીપ્સા સાથે વિનમ્રભાવે...
Page #4
--------------------------------------------------------------------------
________________
સાત્ત્વિક સહચિંતન = અનુક્રમણિકા
કમ ઉપર
પાનાં
મારાં ધર્મપત્ની ડૉ. મધુબહેન બરવાળિયા, પુત્રીઓ અમીષા દોશી, નિલેષા ઝાટકિયા, શૈલેષી અજમેરા, પુત્ર ચિંતન અને પુત્રવધૂ અ.સૌ. બંસીએ મારા આ કાર્યમાં હંમેશાં સહયોગ આપ્યો છે.
સાન્તિ સહચિંતન'નું પ્રકાશન કરવા બદલ નવભારત સાહિત્ય મંદિરના શ્રી અશોક ભાઈ શાહ તથા મુરબ્બી શ્રી ધનજીભાઈનો આભાર માનું છું.
- ગુણવંત બરવાળિયા ૬૦૧, સ્મિત એપાર્ટમેન્ટ, ઉપાશ્રય લેન ઘાટકોપર (ઈ), મુંબઈ-૪૦૦ ૦૭૭. એપ્રિલ-૨૦૧૮,
E-mail : gunvant.barvalia@gmail.com
M : 9820215542
૧. વિજ્ય સાથે વિવેનું સાયુજ્ય : કાંચનમણિ યોગ
આવશ્યક સુત્રની ક્ષિાઓ
બાહ્યાવ્યંતર તપ : એક નૈસર્ગિક પધ ૪. દિન શાસનની સાંપ્રત સમસ્યા પર સહચિંતન
વૈશ્વિક મહામંત્રી - લોભ : ઝઝવાના જળ સમાન
કમળ તળાવની ૮. માર્ગમાં મહેલ બનાવતા આપણે મંદિલે જ્યારે પહોંચી
૯. લકમી મહાલક્ષ્મી મારે બને? ૧ર તપ: એક વૈજ્ઞાનિક અભિગમ ૧૧. શ્રીમદ્જીનાં સાહિત્યનાં આધ્યાત્મિક મુક્યો
કર્મના પ્રેર્ટની ક્રામત અનેકાન્તવાદની વ્યાવહારિક ભૂમિકા
ન દર્શનમાં ઉપયોગનું મહત્ત્વ શ્રીમદ્ રાજચંદ્રજી અને જેને સંતો ભગવાનનાં સ્વપ્નો : સ્વ-પર ત્યાગનો સંક્ત ચિત્તવૃત્તિના સંયોગનું પરિણામ આવે છે મંગલમય પ્રાગાનું દિવ્ય સામ્રાજ્ય ચતુર્વિધ સંઘ સ્થાપના દિન : સમક્તિનું આનંદપર્વ સૂક્ષ્મતા આત્મગની ધોતક કુદરતી સંપત્તિનો વિવેકપૂર્ણ ઉપયોગ ધર્મને બંધિયાર ન બનાવીએ નિહાભાવના
અહમના મુની ફાણે એ જ વંદનાની જન્મક્ષામાં - જેને પત્રકારત્વ : એક દષ્ટિપાત ૨૬. જેન દર્શનમાં સેવાભાવ ૨૭. જેન શાસનની સાંપ્રત સમસ્યા પરત્વ સહચિંતન ૨૮. બુમ હિંસના સ્વરૂપ
રક સાધર્મિક ભક્તિ જિન શાસનની ઉત્કૃષ્ટ પ્રભાવના # 33. તપશ્ચર્યા : અવગુગોનું ઔષધ જ ૩૧. મુનિ શ્રી બાલાજીના જીવનમાં સેવાભાવનું દર્શન P. ૩૨. ચતુર્વિધ સંધને જોડતી સુવતી સમુદાય શ્રેણી કે ૩૧. સાધનશુદિના પ્રયોગવીર
|||||||||||||||||
૧૧૪ ૧૧૮
૧૨૬ જ
૧૩૩ ૧૩૭ ક. ૧૪૩ કે
Page #5
--------------------------------------------------------------------------
________________
જ
સાત્ત્વિક સહચિંતન
વિનય સાથે વિવેકનું સાયુજ્ય: કાંચનમણિ યોગ
વિનય વિગ વિદ્યા નહિ, તો કિમ સમકિત પાવે રે સમક્તિ વિગ ચરિત્ર નહિ, ચરિત્ર વિગ નહિ મુક્તિ
રોજ સાત્ત્વિક સહચિંતન શિબિર
નેત્ર કરવો તે આપણો ધર્મ છે.
આપણા જીવનયાપનમાં જડ પુદ્ગલ અને સ્થાવર જીવોનું પણ યોગદાન છે, જેથી જૈન દર્શન તો આગળ વધીને કહે છે કે, ચેતન સાથે જડ તત્ત્વોનો પણ વિનય કરવો જોઈએ.
આપણા જીવનપ્રવાહના વિવિધ તબક્કામાં આપણને માર્ગદર્શન આપનાર, સહાયભૂત થનાર, પડતા બચાવનાર કે પડ્યા તો ઊભા કરનાર ઉપકારી આત્માઓનો વિવેકસહ વિનય કરવો જોઈએ.
| વિનય અને વિવેક એક સિક્કાની બે બાજુ છે. વિવેક વિનાનો વિનય પૂર્ણ બનતો નથી. સદાચારમાં નમ્રતાને વિનય ગણ્યો છે, પરંતુ જૈન દાર્શનિકોએ મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કરતાં વિનય અને નમ્રતાની પાતળી ભેદરેખાને સ્પષ્ટ કરતાં કહ્યું છે કે, નમ્રતા-નમવું તે તો શિષ્ટાચાર વ્યવહાર છે, એ તો બાહ્યાચાર છે,
જ્યારે વિનયમાં આંતરિક ભાવ અભિપ્રેત છે. શિષ્ટાચારમાં દંભ કે અહંકાર હોવાની શક્યતા રહેલી છે. બુદ્ધિ સાથેના અહંકારનો મૃત્યુઘંટ વાગે ત્યારે જ વિનયના જન્મની મધુર ઘંટડીનો રણકાર સાંભળી શકાય છે. માત્ર પોતાની ઇચ્છા પ્રમાણે ચાલવાનો છંદભાવ મટે તો જ વિનયભાવ પ્રગટે. આત્મવિકાસનો અભ્યદય વિનયના અરુણોદય વિના શક્ય નથી.
વિવેકવાન પુરુષો જીવનમાં વિનયભાવ પ્રગટાવવા માટે પોતાને શુન્ય ગણે એટલે સ્વયં લઘુતાભાવની અનુભૂતિ કરે છે. જ્યારે આપણામાં વિનયભાવ આવે ત્યારે ગમા-અણગમા શૂન્ય થવા લાગે છે.
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના સંદર્ભે સારાસારની સમજ એટલે વિવેક. વિવેક હૃદયનો વિષય છે. વિચાર બુદ્ધિની નીપજ છે. વિવેક હૃદયની પ્રસ્તુતિ છે તો વિચાર મસ્તકની ઊપજ છે. વિચાર અધૂરો છે, અપૂર્ણ અને અપંગ છે. વિવેક પૂર્ણતા તરફ જવાનો રાજમાર્ગ છે.
- વિવેક, વિનય અને જયણા સહોદર છે. ધર્મરૂપી વૃક્ષનું મૂળ વિનય છે. વિવેકમાં આત્મજાગૃતિ અભિપ્રેત ઉપયોગ એટલે જયણાધર્મ.
પાણીમાં ડૂબકી લગાવતાં પહેલાં આખા શરીરે હળદર ચોળવાથી પાણીનાં ઝેરીલાં, ડંખ મારવાવાળા જંતુઓથી બચી શકાય છે. સંસારસાગરમાં ડૂબકી મારતાં આપણા જેવા જીવો વિવેકરૂપી હળદરથી પરિપુ કષાયોથી બચી શકે. જીવનના રોજબરોજના પ્રસંગોમાં વિવેકયુક્ત આચરણ વિસંવાદિતા ટાળી સામંજસ્યનું
વિનય વિના વિદ્યાની પ્રાપ્તિ થતી નથી અને વિદ્યા વિના સમક્તિની પ્રાપ્તિ થતી નથી. સમક્તિ વિના ચારિત્ર નથી અને ચારિત્ર વિના મુક્તિની પ્રાપ્તિ નથી. આથી ફલિત થાય છે કે વિનયના માર્ગે જ મુક્તિની યાત્રા થઈ શકે છે. કવિ ઉદયરત્નજીની સજઝાયની આ પંક્તિઓમાં વિનય જ મોક્ષનું મૂળ છે, એ હાર્દ અભિપ્રેત છે.
માતા-પિતા, ગુરજી, પરમાત્મા, જીવનના ઉપકારી આત્માઓ અને વડીલો પ્રતિ વિનયભાવ હૃદયપૂર્વક અભિવ્યક્ત કરવો તે માત્ર કર્તવ્ય નહિ, પરંતુ પરમધર્મ છે.
જેમના થકી આપણે આ દુનિયામાં પ્રવેશ્યા એટલે કે દસ દૃષ્ટાંતો, દુર્લભ માનવભવ આપણને મળવાનું જે નિમિત્ત બન્યાં છે તે માતા-પિતા પ્રત્યે વિનય તે આપણો ધર્મ છે. જેમણે આપણને વ્યાવહારિક દુનિયાનું શિક્ષણ આપ્યું અને જેના થકી આપણી ઊજળી કારકિર્દી બની તે વિદ્યાગુર પ્રત્યે આપણો વિનયભાવ હોવો
જોઈએ.
માત્ર આ જ ભવ નહિ, પરંતુ આપણી ભવપરંપરા સુધારનાર, આપણને જીવનની સાચી દિશા બતાવનાર કલ્યાણમિત્ર ગુરૂભગવંતનો હૃદયપૂર્વક ભાવથી વિનય
Page #6
--------------------------------------------------------------------------
________________
કારક સાત્ત્વિક સહચિંતન સર્જન કરે છે.
વર્ષો પહેલાં વડોદરામાં ગુજરાતી સાહિત્યનો એક કાર્યક્રમ સાહિત્યકાર કિસનસિંહ ચાવડાની અધ્યક્ષતામાં યોજાયો. આ કાર્યક્રમમાં તે સમયના જાણીતા નવલકથાકાર રમણલાલ વસંતલાલ દેસાઈ બોલવા ઊભા થયા. મહાનુભાવોને સંબોધન કરતી વખતે તેમણે કિસનસિંહ ચાવડાને માત્ર ‘કિસન’ એવું સંબોધન કર્યું. તેમના વક્તવ્ય પછી એ બેસી ગયા. કોઈએ ૨. વ. દેસાઈને કહ્યું કે, “હું માનું છું કે કિસનસિંહ ચાવડા ઉંમરમાં તમારાથી નાના હશે એટલે તમે ‘કિસન’ એવું સંબોધન કર્યું, પરંતુ આજની સભાના એ પ્રમુખ છે. ૨. વ. દેસાઈને પોતાની ભૂલ સમજાઈ અને તેમણે જાહેરમાં એકરાર કર્યો કે, ‘આજની સભાના પ્રમુખ શ્રી કિસનસિંહ ચાવડાને આત્મીયતા અને લાગણીના આવેગોને કારણે મેં ‘કિસન' એ રીતે સંબોધન કર્યું જે સર્વથા યોગ્ય નથી.' અહીં આંતરિક વિનય પાળવાનું પ્રાગટય અભિપ્રેત
પ્રમુખસ્થાનેથી પોતાના વક્તવ્યમાં કિસનસિંહ ચાવડાએ કહ્યું કે, “આદરણીય શ્રી ૨. વ. દેસાઈ, આપે ‘કિસનસિંહ'ને બદલે ‘કિસન’ એવું સંબોધન કરી મારામાં રહેલા ‘પશુઓને દૂર કર્યો, ‘પશુતા'ને બદલે ‘પ્રભુતા' ‘કિસન' તરફ લઈ જવા બદલ આભાર. કિસનસિંહના વિવેકસહ વિનયની અભિવ્યક્તિથી સભામાં હળવાશ અને હાસ્યનું મોજું ફરી વળ્યું અને સભામાં પ્રસન્નતા છવાઈ ગઈ.
હિત, મિત ને પ્રિય બોલવું એને વાણીનું તપ કહ્યું છે. અહીં પ્રિય એટલે ‘કર્ણપ્રિય', કાનને ગમે તેવા વચનો બોલવાં તેવો માત્ર સ્થળ અર્થ નથી. પ્રિય એટલે વિનય-વિવેકસહ આત્મહિત, આત્મકલ્યાણનાં વચનો એવો થાય છે.
વિચારયુક્ત બુદ્ધિમાં જીવે તે બુદ્ધ બની શકે, પરંતુ વિવેકથી જીવે તે બદ્ધ બની શકે છે. માટે જીવનનો નિર્ણય વિચારથી નહીં, વિવેકથી કરવો જોઈએ.
સમતાને સિદ્ધપદની પ્રાપ્તિનું પરમસાધન માનવામાં આવ્યું છે. સમતા જીવનમાં આવે કઈ રીતે ? સ્વ પરનો વાસ્તવિક વિવેક ન જન્મે ત્યાં સુધી સાચી સમતાની પ્રાપ્તિ થવી અશક્ય છે. જિનેશ્વરદેવોએ ફરમાવ્યા મુજબનો સ્વ પરનો વિવેક જીવનમાં આવી જાય તો સમતાની પ્રાપ્તિ થઈ જાય છે. માટે વિવેક એ સિદ્ધત્વની યાત્રામાં દીવાદાંડીરૂપ છે.
જ્ઞાની પુરુષો સ્વ પરનો વિવેક થયો છે કે નહીં તેની ખાતરી કરવાનું કહે છે. એવા વિવેક્ત પામેલો આત્મા જેમજેમ વિવેકની માત્રા વધે તેમતેમ આત્મહિતકારી
જોક સાત્ત્વિક સહચિંતન શિબિર પ્રવૃત્તિઓ તરફ ઢળતો જાય છે. પર વસ્તુઓથી પાછો હઠતો જાય છે. આત્મા બહિર્મુખ મટીને અંતર્મુખ બને. સ્વ પરનો આવેલો વિવેક તો જ સફળ ગણાય જો તે આત્માને પરથી પાછો હઠાવી સ્વ સ્વરૂપમાં લીન બનાવે. આ રીતે જોતાં આત્માને સ્વ પરનો વાસ્તવિક વિવેક થયો છે કે નહિ તે સમજી શકાય. વિવેકપ્રાપ્તિની આ પારાશીશી છે.
વ્યાવહારિક જીવનની સફળતામાં વિનય-વિવેક કેન્દ્રસ્થાને છે, તો ધર્મના શાસનનો પ્રાણ વિવેક છે. માટે જ્ઞાનીઓ કહે છે કે ધર્મ વિવેકે નીપજે.
હંસ વિવેકનું પ્રતીક છે. હંસવૃત્તિથી સારાસારનો ક્ષીર-નીર વિવેક પ્રાપ્ત થાય છે.
શ્રાવિકા સાધુજીને કેસરિયા મોદક વહોરાવે છે. સાધુજીને આ મોદક દાઢ માં રહી જાય છે. રાત્રે સાધુ ફરી મોદક વહોરાવવા આવે છે. શ્રાવિકા વિચારે છે કે, આહાર સંજ્ઞાના પ્રબળ જોરે રસ આસક્તિમાં મહારાજ, સાધુજીની સમાચારીનું વિવેકભાન ભૂલ્યા છે.
બે હાથ જોડી વિનયપૂર્વક શ્રાવિકાએ સાધને અત્યારે શું સમય થયો છે, સાધુને ગોચરી વહોરાવવા માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના સંદર્ભે શું નિયમો છે તેની યાદ આપી.
સાધુને પોતાની ભૂલ સમજાણી. વિનયપૂર્વકનાં વિવેકયુક્ત વચનોમાં શિથિલાચારીને ચારિત્ર્યમાં સ્થિર કરવાનું સામર્થ્ય છે.
આમ વિનયભાવ, પ્રસન્નતા અને સુગતિનું કારણ બને છે. વિનયવાન વ્યક્તિના વચનમાં વચનસિદ્ધિ પ્રગટી શકે. આમ વિનય જ આપણા વિકાસનું મૂળ છે અને સફળતાની માસ્ટર કી છે.
વિનયવાન વ્યક્તિ બધામાં સ્વીકૃત બની જાય અને સર્વમાં પ્રિયપાત્ર બની જાય છે. જ્યારે આપણી અનંત પુણ્યરાશિ એકત્ર થઈ હોય ત્યારે માનવભવ મળે અને સરનો યોગ સાંપડે. જૈન આગમ શાસ્ત્રોમાં ઠેરઠેર ગ્રુભગવંત પ્રતિ આપણા વિનયધર્મની વાત આવે છે. આપણે તેનું અવગાહન કરીએ.
ઉપાસક દશાંગ, ઉત્તરાધ્યયન, આવશ્યક સૂત્ર, દશવૈકાલિક સૂત્રકૃતાંગ અને ભગવતી સૂત્ર વગેરેમાં ગુરુ પ્રત્યેના વિનયભાવનું વર્ણન આવે છે.
સર સાન્નિધ્યે જાગૃત રહેવું જોઈએ. સન્નુરની હિતશિક્ષા માટે તત્પર રહેવું જોઈએ.
Page #7
--------------------------------------------------------------------------
________________
સાત્ત્વિક સહચિંતન
સદ્ગુરુની ઇચ્છાની આરાધના કરવી જોઈએ. સમાધાન પામવા સદ્ગુરુની આજ્ઞા લેવી જોઈએ. સદ્ગુરુ સમક્ષ અલ્પભાષી બનવું જોઈએ. સદ્ગુરુનાં વચનનો પ્રતિસાદ આપવો જોઈએ.
સદ્ગુરુ સમક્ષ વંધ્ન કરી ઉપકાર ભાવની અભિવ્યક્તિ કરવી.
સદ્ગુરુનો મન, વચન, કાયાના યોગે વિનય કરવો.
સદ્ગુરુથી નીચે આસને બેસવું.
સદ્ગુરુની સામે નિદ્રા ન કરવી જોઈએ.
સદ્ગુરુની નિકટ (અવગ્રહસ્થાન) સાડા ત્રણ ફૂટના વિસ્તારમાં જવા માટે આજ્ઞા લેવી જોઈએ.
સદ્ગુરુને ભિક્ષા પ્રદાન કરતાં (ગૌચરી વહોરાવતી) સમયે અને વિહારમાં વિનયધર્મનું પાલન કરવું.
ગુરુના ઈંગિત ઈશારાને શિષ્યએ સમજી આચરણ કરવું જોઈએ.
વિશ્વની તમામ દાર્શનિક અને ધાર્મિક પરંપરાએ વિનયને સ્થાન આપ્યું છે. વળી સુચારુ સમાજરચના માટે અને કૌટુંબિક સામંજસ્ય માટે વિનય-વિવેક જરૂરી છે. માટે જ સમાજચિંતકો અને જ્ઞાનીઓ હંમેશાં વિનય-વિવેકના સાયુજ્ય અનુબંધને
જ
આવકારે છે.
૨
* સાત્ત્વિક સહચિંતન
આવશ્યક સૂત્રની ક્રિયાઓ :
આધ્યાત્મિક, સામાજિક, યૌગિક અને વૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્યમાં
કેવળજ્ઞાનની ઉપલબ્ધિ પછી તીર્થંકર ભગવંતો ધર્મપ્રવર્તન માટે, સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકારૂપ ચાર તીર્થ એટલે ચતુર્વિધ ધર્મતીર્થની સ્થાપના કરે છે. આ ચાર તીર્થના સાધકોને સવારે અને સાંજે ઉભયકાળ પ્રતિક્રમણ કરવું આવશ્યક હોવાથી, તીર્થસ્થાપનાના પ્રથમ દિવસથી જ ગણધર ભગવંતો તીર્થંકરોના ઉપદેશ અનુસાર આવશ્યક સૂત્ર સહિત અંગસૂત્રોની રચના કરે છે.
ઋષભદેવ - આદિનાથ અને ભગવાન મહાવીરસ્વામી સિવાય મધ્યના બાવીશ તીર્થંકરોના શાસનમાં સાધુ-સાધ્વીઓ માટે પ્રતિક્રમણ કલ્પ અનિવાર્ય ન હતું, કારણ સાધકો પાપસેવન થતાં તુરંત જ પ્રતિક્રમણ કરી લેતા, પરંતુ ભગવાન મહાવીરે “પંચ મળ્યા સવાડીમાં ધમ્મ’’ પ્રતિક્રમણ સહિત પાંચ મહાવ્રતની પ્રરૂપણા કરી.
અવશ્ય ર્તવ્યમાવશ્યાં - સાધકોને અવશ્ય કરવા યોગ્ય હોય તે આવશ્યક છે.
સંસારી જીવોની આવશ્યક ક્રિયાઓ શરીર સાથે કે ભૌતિક પદાર્થો સાથે સંબંધિત હોય છે, જ્યારે ભૌતિક જગતથી દૂર જઈ આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રવેશ કરવા માટે આંતરમુખ બનેલા સાધકોની આવશ્યક ક્રિયા આત્મા સાથે સંબંધિત હોય છે.
Page #8
--------------------------------------------------------------------------
________________
કે સાત્ત્વિક સહચિંતન જે ક્રિયાથી આત્મગુણોનું પ્રગટીકરણ થાય, કષાયાદિ વૈભાવિક ભાવો દૂર થાય, પાપદોષોની કાલિમા દૂર થઈ આત્મા ઉજજવળ બને તે જ ક્રિયા સાધકો માટે અવશ્ય કર્તવ્યરૂપ છે. સંક્ષેપમાં સમ્યક જ્ઞાન આદિ ગુણોની પૂર્ણતા માટે જે ક્રિયા અથવા સાધના અવશ્ય કરવા યોગ્ય છે તે આવશ્યક છે.
આવશ્યક સૂત્રમાં જ આવશ્યક બતાવવામાં આવ્યા છે :
(૧) સામાયિક-સાવદ્યયોગ વિરતિ (૨) ચતુર્વિશતિસ્તવ-ઉત્કીર્તન (ચોવી સંધો) (૩) વંદના-ગુણવત પ્રતિપતિ (૪) પ્રતિક્રમણ-આલોચના (૫) કાયોત્સર્ગ - વ્રણ ચિકિત્સા અને (૬) પ્રત્યાખ્યાન-ગુણધારણા.
ક્રિયાઓ અને અનુષ્ઠાનો અરિહંતપ્રભુની સાક્ષીએ ગુરુદેવની આજ્ઞા લઈને જ કરવાનાં હોય છે. આજ્ઞાસહ કરેલી સાધના કદી વિફળ જતી નથી.
જૈન ધર્મની શ્રમણ સંસ્કૃતિમાં જૈન જીવનશૈલીમાં આવશ્યક સૂત્રની આ પવિત્ર ક્રિયાઓનું ખૂબ જ મહત્ત્વ છે. આ ક્રિયાઓમાં અદ્ભત રહસ્યો સંગોપાયાં છે. હવે આપણે જ આવશ્યકની વિસ્તૃત વિચારણા કરીએ.
આ ક્રિયાઓના સામાજિક, વૈજ્ઞાનિક અને યૌગિક સંદર્ભે રસપ્રદ છે.
સામાયિક એટલે સમતાની સાધના છે (૧) નામ (૨) સ્થાપના (૩) દ્રવ્ય (૪) કાળ (૫) ક્ષેત્ર અને (૬) ભાવ એમ સામાયિકના છ ભેદ છે. એ છ ભેદોથી સામ્યભાવરૂપ સામાયિક ધારણ કરવામાં આવે છે. શુભ નામ સામાયિકધારી વિચારશે કે, “કોઈએ શુભાશુભ નામનો પ્રયોગ ર્યો છે તેથી મારે શા માટે રાગદ્વેષ કરવા ?' આનાથી શુભ નામ કે અશુભ નામ પ્રતિ રાગદ્વેપ થતો નથી. વળી પોતાની નિંદા કે સ્તુતિ પ્રત્યે રાગદ્વેષ થશે નહીં.
સ્થાપના સામાયિકધારી વિચારશે કે આ સ્થાપિત પદાર્થ હું નથી, હું તો આત્મા છું. તેથી તે પદાર્થથી મને લાભ-હાનિ નથી માટે હું રાગદ્વેષ નહીં કરું.
દ્રવ્ય સામાયિકધારીનું ચિંતન સોનું કે માટીમાં સમભાવ રાખશે.
ક્ષેત્ર સામાયિકધારી જંગલ, ઝૂંપડી કે મહેલ, શહેર કે ગામડાને નિશ્ચયદષ્ટિથી જોશે. તે રાગદ્વેષ કરશે નહીં.
કાળ સામાયિકધારી ઋતુ કે પ્રકૃતિની કદી નિંદા કરતો નથી. તેથી તે પરભાવજનિત વૈભાવિક ભાવોમાં રાગદ્વેષ કરતો નથી. ભાવ સામાયિકધારી કોઈ સાથે વેરભાવ ન રાખે. જીવનમાં મૈત્રીભાવ પ્રગટાવશે.
આ છ પ્રકારની સામાયિકમાં અદ્ભુત અનેકાંત દષ્ટિ અભિપ્રેત છે. આવશ્યક
કાકા સાત્ત્વિક સહચિંતન શિબિર સૂત્રની આ પાવન ક્રિયાથી કુટુંબ-પરિવારમાં સામંજસ્ય જળવાશે.
સામાયિક પરિગ્રહ પ્રત્યેની મૂર્છા ઘટાડશે જેથી સમાજવાદનો આદર્શ ચરિતાર્થ થશે.
સામાયિકની સાધના સમાજમાં જાતિભેદ, અસ્પૃશ્યતા, ગોરા-કાળાના રંગભેદના નિવારણમાં સહાયક બને છે.
વળી આ સાધનાની અવધિ ૪૮ મિનિટ જ કેમ રાખી ? કારણકે ભગવાન મહાવીર પરમવૈજ્ઞાનિક હતા. આજના વૈજ્ઞાનિકોએ શોધ કરી તારણ કાઢયું કે, કોઈ પણ વ્યક્તિની શારીરિક સ્થિરતા અને ધ્યાન ૪૮ મિનિટથી વધુ કેન્દ્રિત થતું નથી. મનનું કૉન્સન્ટેશન ૪૮ મિનિટની અવધિનું જ હોય છે. માટે ભગવાને ૨૫૦૦ વર્ષ પૂર્વે બે ઘડીની સામાયિકનો આદેશ આપ્યો. આવશ્યક સૂત્રની બીજી ક્રિયા ચતુર્વિશતિસ્તવ છે. ચઉવીસન્થો લોગસ્સ સૂત્રની ગાથાઓ
(માટુપ છંદ) લોગસ ઉજજોયગરે, ધમ્મતિથયરે જિસે; અરિહંતે કિન્નઇર્સ, ચઉવીસ પિ કે વલી. (૧)
| (ાય છે) ઉસભમજિયં ચ ઇંદે, સંભવ મભિનંદાણં ચ સુમ ચ; પઉમપતું સુપાસ, જિણ ૨ ચંદપહં દે. (૨) સુવિહિં ચ પુષ્કૃદંત, સીયલ-સિજજંસ-વાસુપુજે ચ; વિમલમાં ચ જિણ, ધમ્મ સંતિં ચ વંદામિ. (૩) કુંથું અર ચ મલ્લિં, મુણિસુવ્યય નમિનિણં ચ;
દામિ રિટ્ટનેમિ, પાસ તહ વદ્ધમાણે ચ. (૪) એવં મએ અમિથુઆ, વિહુય રય-મલા પછીણ જર-મરણા; ચકવીસ પિ જિવરા, થિયરા મે વસીયતુ (૫) કિત્તિય ચંદિય મહિયા, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા; આગ બૉહિલાભ, સમાહિ વ મ ત્તમ દિ ત. (૬)
દે સુ નિમલયરા, આઈએસ અહિયં પયારા; સાગર વર ગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિ સંત. (૭) ગુણીજનોના ગુણગાન કરવાથી ગુણવાન બનાય છે. ગુણીજનોના નામ, ગુણનું
Page #9
--------------------------------------------------------------------------
________________
કે સાત્ત્વિક સહચિંતન ચિંતન, રટણ કરવાથી તેમના આત્મગુણોનું આપણામાં અવતરણ થાય છે. માટે ચતુર્વિશતિસ્તવ એટલે ચોવીશ તીર્થંકરોની ભાવપૂર્વક સ્તુતિ કરવી. તીર્થંકર દેવોની સ્તુતિ કરવાથી સાધકને મહાન આધ્યાત્મિક બળ મળે છે. તીર્થંકરોની સ્તુતિથી સાધક તેના અભાવનો નાશ કરી શકે છે.
આપણે જ્યારે મંદિરમાં ઘંટ વગાડીએ ત્યારે તેના રણકારથી ઉત્પન્ન થતા ઘોષ-પ્રત્યાઘોષ સાંભળીએ છીએ. આપણા મગજમાં પણ એક ઘંટ હોય છે. આપણે જ્યારે મહાપુરુષોનું કીર્તન કરીએ ત્યારે તેમાં મહાઘોષ ઉત્પન્ન થાય છે. મસ્તિષ્કનું આ કેન્દ્ર શ્રદ્ધાથી સક્રિય થાય છે. કીર્તનના શબ્દોથી ભાસિત ઘર્ષિત થતાં આ ઘંટનો રણકાર થાય. અહીં ધ્વનિતરંગો ઉત્પન્ન થાય. આપણું મગજ કીર્તન વેળાએ એક મંદિર સ્વરૂપ પવિત્ર જ હોય. એમાં મંત્રો-સ્તુતિ રટણ, વંદન વગેરેના આવર્તનને કારણે મસ્તિષ્કમાંથી એક આભા નીકળે છે. આ આભા મહાઘોષનું રૂપ ધારણ કરે છે. મહાનાદના રૂપે ફ્લાઈ પોતાનું પ્રભાવ ક્ષેત્ર નક્કી કરે છે. કીર્તનથી આ પ્રભાવ ક્ષેત્રનો વિસ્તાર થાય છે. પરિણામે ઊર્જાનો સંચાર થાય છે. મહાઘોષની આ વૈજ્ઞાનિક પ્રક્રિયા આત્મશુદ્ધિકરણમાં પરિણમે છે.
- લોર્ગીસ સૂત્ર સાડા ત્રણ વલયનું સ્પેક્ટ્રમ છે. સાત ગાથાઓના સાત રંગોમાં કીર્તન અને ભાવનાના બે રંગો ઉમેરાતા નવ રંગો દ્વારા સ્પેક્ટ્રમ બની આપણા જન્મોજન્મનાં કર્મો ખપાવી દે છે. અહીં કીર્તન મગજના બીજા ભાગથી અચેતન મન સુધી પહોંચવું અનિવાર્ય છે. અહીં સમર્પણના ભાવ જ આવશ્યક છે.
તીર્થંકર પરમાત્માની સ્તુતિરૂપ આ કીર્તનમાં કર્મોનું છેદન કરવાની અને કષાયોનું નિવારણ કરવાની પ્રચંડ તાકાત છે. આ પ્રચંડ તાકાતની ચરમ સીમા તો કેવળજ્ઞાનનું અનાવરણ કરવા સુધીની છે.
આવશ્યક સૂત્રનું ત્રીજું આવશ્યક વંદના છે. વંદન આવશ્યકની શુદ્ધિ માટે એ જાણવું જરૂરી છે કે વંદનીયની યોગ્યતા છે કે નહીં ? અવંદનીયને વંદન કરવાથી દોષ લાગે. અસંયમી કે પતિતને વંદન ન કરાય.
દ્રવ્ય અને ભાવ ઉત્તમ પ્રકારના ચારિત્ર્યથી સંપન્ન ત્યાગી, વૈરાગી, આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર અને સદરને જ વંદન કરાય.
વંદનના આવશ્યકની યથાવિધિ ક્રિયાનું યોગ્ય પાલન કરવાથી વિનયની પ્રાપ્તિ થાય છે, અહંકારનો નાશ થાય છે, ગર્વનો નાશ થાય, તે જીવનમાં આત્મગૌરવ ઉજાગર થાય. વંદનના ત્રણ પ્રકાર છે : જઘન્ય, મધ્યમ ને ઉત્કૃષ્ટ. અનુક્રમે
જીવન જીવી સાત્ત્વિક સહચિંતન શિબિર મસ્તક ઝુકાવવું, પંચાંગ નમાવવું અને સાષ્ટાંગ વંદન કરવું.
વંદનના બે ભેદ, દ્રવ્ય અને ભાવવંદન. માત્ર દ્રવ્યવંદન કાયાની કસરત છે. પવિત્ર ભાવનાથી ઉપયોગપૂર્વક કરેલ ભાવવંદન ત્રીજા આવશ્યકના પ્રાણ સમાન છે.
શ્રીકૃષ્ણ વાસુદેવ અને મિત્ર વીરકકૌલિક ભગવાન નેમિનાથના દર્શનાર્થે ગયા. શ્રીકૃષ્ણ મહારાજાએ ભગવાન નેમિનાથને અને અન્ય સાધુવંદને પવિત્ર શ્રદ્ધા અને ઉચ ભાવપૂર્વક વંદન કર્યું. વીરકકૌલિક પણ કૃષ્ણને વંદન કરતા જોઈ કૃષ્ણને પ્રસન્ન કરવા ખાતર વંદન કરતો રહ્યો. શ્રીકૃષ્ણ ભગવાનને પ્રશ્ન કર્યો કે, હે ભગવાન ! વંદન કરવાથી મને અને વીરકકૌલિકને શું લાભ થશે ? ભગવાન કહે, હે શ્રીકૃષ્ણ ! તમે ભાવવંદન કર્યું છે તેથી તમે ક્ષાયિક સમક્તિ પ્રાપ્ત કર્યું. તીર્થકર ગોત્રનો બંધ કર્યા અને કેટલેક અંશે દુર્ગતિનાં બંધનને તોડ્યાં, પરંતુ વીરકકૌલિકે ભાવશૂન્ય વંદન કર્યું છે તેથી તે માત્ર દ્રવ્યવંદન હોવાથી નિષ્ફળ છે. વંદનથી વિનયના ભાવ આવે છે જેથી તે વ્યક્તિ કુટુંબ-પરિવાર અને સમાજમાં વિનયથી વર્તતા લોકપ્રિય બનશે અને પરિવાર અને સમાજમાં પ્રતિષ્ઠિત થશે.
ત્રીજા આવશ્યકની વંદનની ક્રિયામાં શરીરવિજ્ઞાન, યોગવિજ્ઞાન અને મનોવિજ્ઞાનનાં પરિબળો કામ કરે છે. નમવાથી આપણું પેટ દબાશે અને પેટ નીચેની પેન્ક્રીયાસમાંથી રસ ઝરશે જે તામસી તત્ત્વને શાંત કરશે. આ શરીરવિજ્ઞાનની પ્રક્રિયા થઈ. સાષ્ટાંગ પ્રણામની સ્થિતિમાં વંદન કરવું એટલે સમગ્ર ક્રિયાથી સમથળપણે પૃથ્વીના સાન્નિધ્યે આપણે દંડવત્ થઈએ ત્યારે વૈશ્વિક ચેતનાનું આપણી સાથે અન સંધાન થતાં જગતની શક્તિનો સહજ પ્રવેશ થાય છે. બાહ્યકતિ સાથે આંતર પરિવર્તન થતાં પ્રણામ-વંદના માટે આપણે જ્યારે નમીએ છીએ ત્યારે ભીતરસ્થિત અહંકાર પણ નમી જાય છે, ઝૂકી જાય છે. આપણામાંથી આપણી ચોપાસ સતત નીકળતું, સર્જાતું અહની સુરક્ષાનું વર્તુળ ભાંગી પડે છે. આ મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાથી આપણે રચેલ અહમ્ અને મમની દીવાલોમાં તિરાડ પડે છે. શરણાગતિનો આત્યંતર ભાવોના પ્રવેશ માટે સહાયક બને છે. આ વંદનની ક્રિયામાં પવિત્ર ભાવના ભળવાથી આ ક્રિયા ભાવવંદના બને છે. લોકોત્તર વંદનની આ યાત્રા શરણાગતિમાં પરિણમે છે. વંદના આવશ્યક દ્વારા જ સાધક સપુરપ કે પરમાત્માનું શરણું અંગીકાર કરી શકે છે જે ભાવદીક્ષાનું પ્રેરક છે.
આવશ્યક સૂત્રનું ચોથું આવશ્યક પ્રતિક્રમણ છે, મન, વચન અને કાયાથી સ્વયં પાપ કર્યું હોય, અન્ય પાસે કરાવ્યું હોય કે અનુમોદન કર્યું હોય તેની નિવૃત્તિ
Page #10
--------------------------------------------------------------------------
________________
જોગિક કે સાત્ત્વિક સહચિંતન શિબિર યોજાઈ માટે આલોચના કરવી, નિંદા કરવી તેનું નામ પ્રતિક્રમણ.
स्वस्थानाद् पत्यरस्थनं, प्रमोदस्य व शाह गतः।
तत्र व क्रमणं भूयः प्रतिक्रमणमुच्यते ॥ પ્રમાદવશ શુભ યોગમાંથી નીકળી અશુભ યોગમાં ગયેલ આત્મા પુન: શુભ યોગ પ્રાપ્ત કરી લે તેનું નામ પ્રતિક્રમણ છે. પ્રતિક્રમણ એટલે પાપથી પાછા ફરવાની પ્રક્રિયા.
અન્યને બતાવવા, પોપટપાઠ બોલવા, કેવળ યશ આદિ માટે થતું દ્રવ્ય પ્રતિક્રમણ ઉપયોગશૂન્ય અને નિષ્ફળ છે. મુમુક્ષુ સાધકો માટે ભાવ પ્રતિક્રમણ જ ઉપાદેય છે.
- ભૂતકાળમાં લાગેલા દોષોની આલોચના કરવી, વર્તમાનમાં લાગતા દોષોથી સંવર દ્વારા બચવું, પ્રત્યાખ્યાન દ્વારા ભાવિમાં આવતા દોષોને રોકવા પાળ બાંધવી. હેમચંદ્રાચાર્યએ યોગશાસ્ત્રમાં “અશુભ યોગોની નિવૃત્તિ અર્થે પ્રતિક્રમણ છે" તેમ કહેલું છે.
( દેવસિય - દિવસનાં પાપોની આલોચના કરવી. સાંજે પ્રતિક્રમણ - રાત્રિક (રાઈય)-રાત્રિના દોષોની આલોચના કરવા પ્રાત:કાળે - પાક્ષિક - મહિનામાં બે વાર ચૌદશ, પૂનમ, અમાવાસ્ય, ચાતુર્માસિક - ચાર માસ બાદ કાર્તિક ચૌદશ યા પૂર્ણિમા, ફાગણ, ચોમાસી અને અષાઢી ચૌદશ યા પૂર્ણિમા વખતે ચાર માસનાં પાપોની આલોચના માટે પ્રતિક્રમણ.
જૈન ધર્મમાં સાંવત્સરિક ક્ષમાપનાના દિવસના પ્રતિક્રમણનું વિશેષ મહત્ત્વ છે. આવશ્યક સૂત્રની આ ચતુર્થ ક્રિયાનું “ક્ષમાપના પર્વ' વિશ્વને અણમોલ ભેટ છે. આ દિવસે વ્યક્તિ વ્યક્તિ વચ્ચે, કુટુંબ, પરિવાર, સગાં, મિત્રો, સ્વજનો, સહકાર્યકરો, નોકર, માલિક વચ્ચે ગેરસમજણનાં વાદળો દૂર થતાં ક્ષમા આપવા અને માગવા દ્વારા સમજણનો સૂરજ ઉગે છે. કુટુંબમાં સામંજસ્ય સ્થપાય છે. સમાજમાં મૈત્રીભાવનો આદર્શ પુનઃ સ્થાપિત થાય છે. હાર્મનીનું સર્જન થતાં હળવાશ અને પ્રસન્નતાનો અનુભવ થાય છે.
ભગવાન મહાવીરે જીવનની એકરૂપતા પર ભાર આપ્યો છે. જૈન ધર્મનું પ્રતિક્રમણ જીવનની એકરૂપતાનો બોધ આપે છે. જીવન એક સંઘર્ષ છે. દોડધામભરી સંકુલ જીવનશૈલીને કારણે સાવધાની રાખવા છતાં પણ મન, વાણી અને કર્મમાં ભિન્નતા આવી જાય છે. પ્રતિક્રમણ એ ભિન્નતાનું એકતામાં પરિણમન કરાવે છે.
જીવન જીવી સાત્ત્વિક સહચિંતન શિબિર શ્રમણ સંસ્કૃતિની જૈન પરંપરાની પાવન ક્રિયા, પ્રતિક્રમણ મન, વાણી અને કર્મનું સંતુલન રાખવામાં સહાયક બને છે. પશ્ચાત્તાપના પ્રવાહમાં ભૂતકાલીન દોપોને ધોઈ નાખે છે. શુદ્ધ જીવનના નૂતન પ્રકરણ ખોલતા સાથે સાધક રટે છે "છટું જૂના પાપથી નવું ન બાંધુ કાંઈ', પ્રતિક્રમણ પણ એ જ સૂરનો પ્રતિછંદ છે, પ્રતિઘોષ છે. આવું પ્રતિક્રમણ એ સ્વદોષ દર્શન અને આત્મનિરીક્ષણનો પાવન અવસર છે. પ્રતિક્રમણ એ આત્માનું દિવ્ય સ્નાન છે. - પ્રતિક્રમણ એ એવી ઔષધિ છે કે પૂર્વનાં પાપ હશે તો તે દૂર થશે અને જો નહિ હોય તોપણ સંયમની સાધના માટે બળ મળશે અને સ્કૂર્તિ પણ મળશે. રાઈટ આઈડેન્ટિટી થતાં પ્રતિક્રમણની ક્રિયા જીવનમાં સહજ બનશે. વેસ્ટર્ન સાયકોલૉજિસ્ટ પાશ્ચાત્ય મનોવિજ્ઞાનીઓ મનને જ સર્વેસર્વા માને છે. જ્યારે જૈન દાર્શનિકોના મતે મનથી આગળની વસ્તુ આત્મા છે. આત્મદર્શન જૈન સંસ્કૃતિની મૌલિક વિશેષતા છે. માટે જ જૈન ધર્મની દરેક ક્રિયાઓનું અંતિમ લક્ષ આત્મશુદ્ધિ જ હોય છે. આવશ્યક સૂત્રની દરેક ક્રિયાઓ આત્મા પર લાગેલાં કર્મોની નિર્જરા અર્થે હોય છે.
સાંસારિક ક્રિયાકલાપોની જાણકારી ઇન્દ્રિયોના માધ્યમ દ્વારા દ્રવ્યમનને થાય છે. રાગદ્વેષરૂપ કષાયોને ભાવમન ગ્રહણ કરી તેનું વિશ્લેષણ કરે છે અને તે કર્મબંધમાં પરિણમતું હોય છે. દ્રવ્ય અથવા ભાવમન દ્વારા અજાણતાં પાપોનું સેવન થઈ જાય તેવાં સૂક્ષ્મ પાપોના પ્રાયશ્ચિત્ત માટે પણ પ્રતિક્રમણમાં વિસ્તારથી માર્ગદર્શન આપવામાં આવ્યું છે. રાત્રિના સ્વપ્નમાં પણ થયેલા દોષોની પ્રાતઃકાલીન પ્રતિક્રમણમાં આલોચના કરી લેવામાં આવે છે.
આવશ્યક સૂત્રમાં પાંચમું આવશ્યક એ કાયોત્સર્ગ છે. જૈન ધર્મની આ વિશિષ્ટ ક્રિયામાં યોગ અને ધ્યાન અભિપ્રેત છે.
પ્રત્યેક ક્રિયાની શુદ્ધિ (ઈર્યાવહી) ઐર્યાપથિકી (આલોચના સૂત્રો પ્રતિક્રમણ કરવાથી થાય છે. તસ ઉત્તરી સૂત્ર....ના ઉચ્ચારણ પછી જ લોમ્મસના કાયોત્સર્ગનું ધ્યાન કરાય છે. પછી એક લોગ્રસ પ્રગટ બોલાય છે. આટલું બોલ્યા પછી જ ચૈત્યવંદનાદિ અનુષ્ઠાનો કરાય છે એટલે લોસની સાથે ઐયપથિકી સૂત્રને અવિનાભાવી (અતૂટ) સંબંધ સ્પષ્ટ રહેલો છે.
શ્રી હરિભદ્રસૂરિએ તેમના યોગવિશિકા ગ્રંથમાં યોગના પાંચ પ્રકાર દર્શાવ્યા છે : (૧) સ્થાન (૨) વર્ણ (૩) અર્થ (૪) આલંબન (૫) નિરાવલંબન. પહેલા બે કર્મયોગ છે અને પછીના ત્રણ જ્ઞાનયોગ છે.
૧૧
Page #11
--------------------------------------------------------------------------
________________
સાત્ત્વિક સહચિંતન શિબિર આગમિક પરિભાષામાં ‘યોગ' શબ્દનો પ્રયોગ મન, વચન અને કાયાની ક્રિયા માટે કરવામાં આવ્યો છે. આત્માનો વીર્યગુણ મન, વચન, કાયા દ્વારા અભિવ્યક્ત થાય છે. તેથી તે ત્રણને ‘યોગ’ એવી સંજ્ઞા પ્રાપ્ત થાય છે, પરંતુ મોક્ષે લોનના ટુ યોગ એવો મોક્ષસાધક યોગ કેવળ ક્રિયારૂપ નથી, પરંતુ જ્ઞાન અને ક્રિયા ઉભયના સંમિલનરૂપ છે તેથી ‘યોગ' શબ્દ જ્ઞાનક્રિયાના સંયોગરૂપ ‘ધ્યાનમાટે પ્રયુક્ત કરી શકાય.
(૧) કાયોત્સર્ગ મુદ્રા : તે કાયોત્સર્ગ વિશુદ્ધ છે જેમાં વ્યક્તિ બન્ને હાથ લાંબા કરીને સમપાદ ઊભો રહે છે અને બે પગ વચ્ચે ચાર આંગળાંનું અંતર રાખે ને શરીરનો કોઈ પણ ભાગ હલાવ્યા વિના સ્થિર રાખી, સમપાદ એટલે કે બન્ને પગ સીધા અને સમતોલ રાખવા જેથી જ્યારે અંતરમુખ થાય ત્યારે શ્વાસોચ્છવાસના ગમનાગમન પર નાભિચક્ર પર ધ્યાનમગ્ન થઈ શકાય.
. (૨) આસિત મુદ્રા : આમાં સાધકે પદ્માસન, અર્ધપવાસન કે સુખાસનમાં બેસવાનું હોય છે. શરીરને શિથિલ અને નિશ્ચલ રાખવાનું, કરોડરજજુ ટટ્ટાર છતાં સરલ.
(૩) શયિત મુદ્રા: આ મુદ્રામાં સંથારિયા કે શેત્રરંજી પર લાંબા થઈને સૂઈ જવું. માથા નીચે ઓશીકું વગેરે ન રાખવાં. ચત્તા સૂવું. હાથ, પગ છુટ્ટા રાખવા. ચત્તા ન ફાવે તો પડખાભર સૂવું તેને “પાર્થશયન' કહે છે. પછી શિથિલીકરણ કરવું.
લોગ્સસ સૂત્રની પહેલી ગાથા દોષની વિશુદ્ધિ પ્રાયશ્ચિત્તકરણની કલ્પી શકાય. પાંચમી ગાથામાં પણ એ જ ભાવ છે. બીજી અને ત્રીજીમાં વંદનની પ્રક્રિયા છે જે ચારિત્ર વિશુદ્ધિની છે. દર્શન, જ્ઞાન અને ચારિત્ર વિશુદ્ધિ માટેની પ્રક્રિયા લોન્ગસ સુત્રની છઠ્ઠી ગાથામાં લાવી શકાય છે. સાતમી ગાથામાં આલંબન ન હોવાથી, પરમાત્મા સાથેના ઐક્ય ભાવ શલ્યના નિવારણ માટે સહાયક બને છે.
કાયોત્સર્ગ ધ્યાનમાં સાહજિક ક્રિયાઓના આગારો સિવાય સર્વ પ્રકારની કાયિક, વાયિક પ્રવૃત્તિઓ અને ધ્યાન સિવાયની માનસિક સર્વ પ્રવૃત્તિઓ છોડી દેવાથી ધ્યાન વડે સ્થિર થવાય છે. આ પ્રકારે કાયાનું વ્યત્સર્જન કરવાથી એટલું તેનું મમત્વ છૂટે છે. કાયોત્સર્ગ ધ્યાન સમયે ‘લોગ્સસ સૂત્ર પાઠ' કે કોઈ શાસ્ત્રપાઠનું સ્મરણ કે ધ્યાન કરી શકાય છે. શાસ્ત્રોમાં કાયોત્સર્ગને શ્રેષ્ઠ આત્યંતર તપમાં સ્થાન અપાયું છે.
આવશ્યક ક્રિયામાં મદ્રા વિજ્ઞાન : આવશ્યક સૂત્રની પ્રત્યેક ક્રિયામાં વૈજ્ઞાનિક રહો અભિપ્રેત છે. વંદના, નમ્મોત્થણ, કાઉસગ્ગ, ધ્યાન વગેરે મુદ્રાઓમાં
જીવન જીવી સાત્ત્વિક સહચિંતન શિબિર શરીરવિજ્ઞાન, મનોવિજ્ઞાન, યોગવિજ્ઞાન અને સમાજ વિજ્ઞાનનાં કેટલાંક તથ્યો અભિપ્રેત છે.
આપણે આગળ જોયું તેમ વંદના સાધકને શરણાગતિના માર્ગ પર જવા સહાયક બને છે. નમ્મોથુણામાં જે મુદ્રામાં બેસીએ છીએ ત્યારે પગનો અંગૂઠો ગુદા નીચેના ભાગમાં દબાય છે તે મુદ્રા બ્રહ્મચર્યના પાલનમાં સહાયક છે.
મુદ્રા માટે આચાર્ય નમિચંદ્રજી કહે છે કે, મુદ્રાથી અશુભ મન, વચન, કાયાનો નિરોધ થાય છે અને તે શુભ પ્રવૃત્તિમાં રોકાય છે. આવશ્યક ક્રિયાઓમાં જૈન સાહિત્યમાં ત્રણ મુદ્રાઓનો ઉલ્લેખ છે :
(૧) યોગ મુદ્રા: એક હાથની આંગળી બીજા હાથની આંગળીમાં નાખી કમળડોડાના આકારથી હાથ જોડવા. બન્ને હાથના અંગૂઠાને મુખ આગળ નાસિકા પર લગાડી કોણી પેટ પર રાખવી તેને યોગ મુદ્રા કહે છે. આ મુદ્રા ઘૂંટણને ભૂમિ પર ટેકાવી તેને અથવા ગૌ-દોહન આસનથી ઉભડક બેસીને કરવામાં આવે છે (૨) જિન મુદ્રા - જિનેશ્વર દેવોની કાયોત્સર્ગ મુદ્રા - આ મુદ્રા દંડવત્ સીધા ઊભા રહીને કરવામાં આવે છે (૩) મુક્ત શુક્તિ મુદ્રા: કમળડોડાની પેઠે બન્ને હાથ વચ્ચે ખાલી જગા રાખી જોડવા અથવા મસ્તકે લગાડવા. મુક્તાનો અર્થ મોતી, શક્તિનો અર્થ છીપ થાય છે. આ મુક્તાશુક્તિ સમાન મળેલી મુદ્રાને મુક્તાશુક્ત મુદ્રા કહે છે. આ મુદ્રાને પણ ઘૂંટણને ભૂમિ પર ટેકવી ગૌ-દોહન આસનથી ઉક્ટ બેસીને પણ કરાય છે. ચતુર્વિશતિસ્તવ આદિ સ્તુતિપાઠ પ્રાય: યોગમુદ્રાથી કરાય છે.
આવશ્યક સૂત્રની છઠ્ઠી ક્રિયા પ્રત્યાખ્યાન (પચ્ચખાણ) છે. પ્રતિક્રમણ કર્યા પછી ભવિષ્યમાં થનારાં પાપને રોકવા પાપવૃત્તિના ત્યાગ માટે સમજણપૂર્વકના દઢસંકલ્પને પ્રત્યાખ્યાન કહે છે. સાધકો નવકારશી, પોરશી, એકાસણાં, આયંબિલ, ઉપવાસ, અભિગ્રહ આદિના પચ્ચકખાણ કરે છે. પ્રત્યાખ્યાન એ આવતાં પાપને રોકવાની પાળ છે. બેફામ ભોગ-ઉપભોગથી જીવનને સંયમમાં લાવવા માટે પ્રત્યાખ્યાન અત્યંત ઉપયોગી છે. પચ્ચકખાણ એ કર્મની આવક એટલે આમ્રવને રોકનાર ક્રિયા છે. સંવરની પુષ્ટિ કરનાર અને ભવિષ્યમાં બંધાનારાં કર્મબંધનની શક્તિને નષ્ટ કરનાર છે. આયંબિલના પચ્ચખાણ એ સ્વાદવિજયની યાત્રા છે. વિગઈ એ શત્રુનું ઘર છે. વિગઈ (રસયુક્ત આહાર)ત્યાગ એટલે આયંબિલનું પ્રત્યાખ્યાન એ પરમમિત્રના ઘરનું પ્રવેશદ્વાર છે. જૈન ધર્મમાં તપના પ્રત્યાખ્યાન માત્ર કર્મનિર્જરાના હેતુથી જ કરાય, પણ આ ક્રિયાઓ શરીરને નીરોગી રાખવામાં સહાયક છે. ઉપવાસ
Page #12
--------------------------------------------------------------------------
________________
સાત્ત્વિક સહચિંતન
દ્વારા પાચનતંત્રને ખંડસમયની મુક્તિ મળે છે જેથી ઓટોલિસીસની પ્રક્રિયા દ્વારા તે શરીરમાં જમા થયેલાં વિષદ્રવ્યોને બહાર ફેંક્યાનું કાર્ય કરે છે જે શરીરને નીરોગીનિર્મળ રાખે છે. તપસાધનામાં મન શાંત રહે છે અને વિચારોમાં સાત્ત્વિકતા વધે છે. પ્રત્યાખ્યાન દ્વારા તપ પૂર્ણ કરવાનું દૃઢસંકલ્પબળ મળે છે. આવશ્યકથી લૌકિક જીવનની પણ શુદ્ધિ થાય છે તે વિચારીએ.
આવશ્યક ક્રિયા તે લોકોત્તર સાધના છે, પણ વ્યાવહારિક દૃષ્ટિથી પણ આપણા સાધારણ માનવજીવનમાં ડગલે ને પગલે સહાયક બને છે.
સમભાવ અર્થાત્ શુદ્ધ શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રનું સંમિશ્રણ. જીવનશુદ્ધિ માટે સર્વોત્કૃષ્ટ જીવન ગાળેલ મહાપુરુષોનો આદર્શ. ગુણીજનોનું બહુમાન અને વિનય.
કર્તવ્યપાલનની સ્ખલનાનું સંશોધન અને જાગૃતિ. ધ્યાનના અભ્યાસ દ્વારા વિવેકશક્તિનો વિકાસ થાય છે.
કાયોત્સર્ગ ધ્યાન નિર્ણયશક્તિમાં વૃદ્ધિ કરે છે અને વ્યસનમુક્તિમાં સહાયક બને છે.
ત્યાગવૃત્તિ દ્વારા સંતોષ, સહનશીલતાની વૃદ્ધિ કરવી.
બાહ્ય જડ પદાર્થો દ્વારા પ્રસન્નતા ક્ષણિક છે. અંતરની સાધના દ્વારા પ્રસન્નતા ટકી શકે છે. જે સાધના આવશ્યક ક્રિયાઓમાં અભિપ્રેત છે.
કૌટુંબિક નીતિઓનો મુખ્ય ઉદ્દેશ સમસ્ત કુટુંબને સુખી બનાવવું, સમાજને સુખી બનાવવો અને ‘વસુધૈવ કુટુંબકમ'ની ભાવના વિકસાવવી તે છે. આના માટે પરસ્પર પ્રેમ, વિનય, આજ્ઞાપાલન, નિયમશીલતા, ભૂલનો સ્વીકાર, ક્ષમાપના, અપ્રમાદ, પરિગ્રહ પ્રત્યેની મૂર્ચ્યાત્યાગ... આ સર્વ ગુણો આવશ્યક ક્રિયાનાં આધારભૂત ઉપર્યુક્ત તત્ત્વો સિવાય ક્યાંય પ્રાપ્ત થઈ શકતા નથી.
સામાજિક દૃષ્ટિથી આવશ્યક ક્રિયા ઉપાદેયથી સમાજને સુવ્યવસ્થિત રાખવા ત્યાગ, પ્રામાણિકતાના ગુણો આવશ્યક ક્રિયાનાં છ મૂળ તત્ત્વો વિના આવી શકતા નથી. આમ સ્પષ્ટ પ્રતીત થાય છે કે શાસ્ત્રીય અને વ્યાવહારિક એ બન્ને દૃષ્ટિએ વિચારતા આવશ્યક ક્રિયા પરમલાભદાયી છે અને વ્યક્તિ, કુટુંબ, સંઘ, સંસ્થા, સમાજ અને સમિટ માટે કલ્યાણકારક છે.
૧૫
૩
* સાત્ત્વિક સહચિંતન
બાહ્યાવ્યંતર તપ : એક નૈસર્ગિક ઔષધ
શરીર અને મનના અનેક પ્રકારના રોગો સામે ચતુર, કુશળ અને અનુભવી વૈદ્ય જેમ વિવિધ પ્રકારનાં ઔષધો આપે છે તેમ દેવાધિદેવ પરમ તીર્થંકર મહાશ્રમણ ભગવાન મહાવીરે ભવરોગના નિવારણ માટે એકમાત્ર ઉત્તમ કોટિનું તપશ્ચર્યારૂપી ઔષધ આપી આપણા પર પરમ ઉપકાર કર્યો છે.
પ્રબુદ્ધ કરુણાના કરનારા મહાશ્રમણે પોતાના નિજ જીવનને પ્રયોગશાળા બનાવી, આ ઔષધિનો સફળ પ્રયોગ પોતાની જાત પર કર્યો પછી જ તપશ્ચર્યા નામની ઉત્કૃષ્ટ જડીબુટ્ટી આપણને આપી.
પ્રમાદી જીવનચર્યામાંથી અપ્રમત્ત બનવા માટે બાહ્ય તપશ્ચર્યા છે. જીવની પ્રમાદી સ્થિતિમાં શરીર તથા ઇન્દ્રિયો સાધનામાં બાધક થઈ જાય છે. બાહ્ય તપશ્ચર્યા દ્વારા સંયમ આવવાથી ચેતના જાગૃત થશે અને મન તથા શરીર સાધનામાં પ્રવૃત્ત થશે. આત્યંતર તપશ્ચર્યાથી આ માર્ગે આગળ ને આગળ વધી શકાશે, માટે જ ભગવાન મહાવીરે બાહ્ય તપનું અનુસંધાન આત્યંતર તપ સાથે જોડી આંતરિક વિશુદ્ધિના રાજમાર્ગ પર જવા નિતિન કર્યો.
શ્રી આચારાંગ સૂત્રના નવમા ઉપધાન શ્રુત અધ્યયનના ચોથા ઉદ્દેશકમાં ભગવાનની અનશન, ઉણાદરી, રસપરિત્યાગ આદિ તપસ્યાઓની, ગોચરી વેષણા વિધિ, ધ્યાનસાધના અને પ્રભુની અપ્રમત અવસ્થાના વર્ણન પર ચિંતન કરતાં જણાશે કે પ્રભુની તપસાધના આહાર-પાણીના સ્વૈચ્છિક નિયંત્રણપૂર્વકની હતી. તેમની ઉત્કૃષ્ટ તપસાધનામાં
૧૬
Page #13
--------------------------------------------------------------------------
________________
જોગિક કે સાત્ત્વિક સહચિંતન શિબિર યોજાઈ સતત જાગૃતિ, ચેતના અને ધ્યાનમગ્નતા અભિપ્રેત હતી.
ભગવાનના સહજ થઈ જતા બાહ્ય તપ સાથે આવ્યંતર તપના અનુસંધાનનું અદ્ભુત સાયુજ્ય રચાતું. ભગવાને બે માસથી વધારે તો ક્યારેક છ મહિનાના ચૌવિહારા ઉપવાસ ર્યા હતા. ઠંડા, તુચ્છ કે ફેંકી દેવાયોગ્ય બિલકુલ અમનોજ્ઞ આહાર કરી લેતા. આ વાત ભગવાનના આહાર પ્રત્યેના તદ્દન અનાસક્ત ભાવનાં દર્શન કરાવે છે.
શબ્દાદિ ઇન્દ્રિયોના વિષયથી વિરક્ત થઈને મૌન કે અલ્પભાષી બની ઠંડીના સમયે પણ છાયામાં રહી ધર્મધ્યાન અને શુક્લધ્યાન કરતા. ઉનાળાની બળબળતી બપોરે સૂર્ય સામે ઉગ્રતાપમાં સૂર્યાભિમુખ આતાપના લેવા છતાં જીવમાત્ર સામે ચંદન જેવી શીતળતા વરસાવતા પાંચેય ઇન્દ્રિયોને સંયમમાં રાખી કષાય પર વિજય પ્રાપ્ત કર્યો. આપણને પ્રશ્ન થશે કે ભગવાનનું શરીર ધર્મસાધનામાં બાધક ન હતું છતાં ભગવાન કાયાક શું કામ આપતા ?
ભગવાનની આ સહજ જીવનચર્યા હતી. સંયમ અને તપની અંતરધારામાં એ એવા તલ્લીન બની જતા કે બાહ્ય અપેક્ષાની પૂર્તિનો પ્રશ્ન જ ગૌણ બની જતો.
શારીરિક કષ્ટોના દર્દની અનુભૂતિ એવી વ્યક્તિઓને વધુ થાય છે, જેની અધ્યાત્મ ચેતના સુપ્ત હોય. ભગવાનની અધ્યાત્મ ચેતનાનું જાગરણ પૂર્ણતઃ હોવાથી તેમની તપસાધનાની જાગૃતિ સમાધિપ્રેક્ષા અને અપ્રતિજ્ઞા સાથે જોડાયેલી હતી તેથી તેઓ ગમે તેવા કઠિન તપ કરવા સાથે સતત સમાધિભાવમાં જ રહેતા અને તેઓ કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ કે હઠાગ્રહસ્થી પ્રેરિત સંકલ્પથી તદ્દન મુક્તાવસ્થામાં હતા.
અનાર્ય પ્રદેશની ગુફા, કોતરો, ખડેર, વેરાન સ્થળો કે ભયંકર વનમાં તેમનું વિચરણ થતું. સાધના દરમિયાન શરીરના બાહ્ય કે આંતરિક રોગોનો પ્રતિકાર કરવા ભગવાન ઔષધ ઉપચાર કરવાની ઇચ્છા પણ ન કરતા. આ વાત શરીર પ્રત્યેના અનાસક્ત ભાવની પ્રતીતિ કરાવે છે.
બ્રાહ્મણ, શ્રમણ ગામના ભિક્ષકો, ચાંડાલ, બિલાડી, કતરાં, પક્ષીઓ કે પ્રાણીઓની આજીવિકા (આહાર-પાણી)માં વિક્ષેપ ન પડે કે ભંગ ન થાય તેનું ધ્યાન રાખી ભગવાન ભિક્ષા માટે જતા. લુખા, સૂકા, નીરસ પદાર્થોનો આહાર ક્યારેક મળે, ક્યારેક ન મળે તોપણ રાગદ્વેષરહિત સંયમભાવમાં પ્રભુ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી યુક્ત રહ્યા હતા.
જીવનના કોઈ પણ ક્ષેત્રમાં તપ વિના સિદ્ધિ મળતી નથી. જીવનની બાહ્ય પ્રવૃત્તિ જેવી કે કળા, સાહિત્ય, સંગીત, વ્યાપાર કે અર્થોપાર્જનમાં પણ તપશ્ચર્યા હોય તો જ તેમાં સફળતા મળે, પરંતુ આ તો ભૌતિક ક્ષેત્રની વાત થઈ. જૈન દર્શનમાં મહાશ્રમણ મહાવીરની
સરકારક સાત્ત્વિક સહચિંતન
નેત્ર તપશ્ચર્યામાં મુખ્યત્વે આધ્યાત્મિક વિકાસની વાત અભિપ્રેત છે.
| મુનિશ્રીની સંતબાલજી કહે છે કે, ‘બહિર્ભત પરભાવથી થતી ક્રિયાઓમાં ચૈતન્યની જે શક્તિઓ વહેંચાઈ અને વિખરાઈ જાય છે તેને એકત્રિત કરી પ્રખર સંયમ કરવો તેનું નામ તપ".
જુદી જુદી રીતે વહી જતી અનેક નિર્જરણીઓના જળનો સંગ્રહ કરવાથી જેમ સ્થાયી સંચય થાય છે અને તેના યોગ્ય ઉપયોગ પછી વિદ્યુત જેવી પ્રચંડ શક્તિઓનું સર્જન થઈ શકે તેમ ચૈતન્યની સંગ્રહિત શક્તિમાંથી એક અજોડ નવચેતના પ્રગટે છે. આથી કોઈ પણ ધર્મ તપાસતાં પ્રત્યેક ધર્મસંસ્થાપકે તપશક્તિની અનિવાર્ય આવશ્યકતા સ્વીકારી છે. આ શક્તિ ખોટે માર્ગે વેડફાઈ ન જાય અને તેમાં અનિષ્ટ તત્ત્વ ભળી ન જાય તેની સંભાળ કે તકેદારી, જ્ઞાન, વિવેક અને આત્યંતર તપ રાખે છે.
ભગવાન મહાવીરનો કાયોત્સર્ગ એ શરીર પ્રત્યેનું મમત્વ, મૂર્છાભાવ છોડવા પ્રેરક બને છે અને દેહાધ્યાસ છોડવાની પાવન પ્રક્રિયા છે.
સાધનામાં મૌનને અધિક મહત્ત્વ અપાયું છે. મૌનનો વ્યાપક અર્થ તો ઠેઠ મનના સંયમ સુધી પહોંચે છે. સાધક માટે વાણીસંયમ ઉપકારક છે. સાધકની શક્તિનો બહુ મોટો હિસ્સો વાણી દ્વારા જ વેડફાઈ જાય છે. ભગવાન મહાવીરની દીર્ઘ મૌનસાધના પછી જુવાલિકા નદીને કિનારે જે જ્ઞાન પ્રગટ થયું તે શાસ્ત્ર બની ગયું.
ધ્યાન અને આસન ભગવાનની બાહ્યાભ્યતર સાધનાનાં અંગો છે. ઉકડું આસન, પદ્માસન, સુખાસન અને ગો-દોહઆસનનું બાહ્ય તપશ્ચર્યામાં સ્થાન છે.
ભોજન એ સુધા નિવારવા અર્થે ઉપયોગી છે અને જીવન માટે પદાર્થ છે. પદાર્થજીવન નથી. આઠ માસ ભગવાને ભાત, બોરકુટ અને અડદના બાકળા પર જીવનનિર્વાહ કર્યો તે ઘટના એમની શરીરસ્થિતિની સહજતા અને નિર્મોહતાને સ્પષ્ટ કરે છે. ભગવાનના સ્વાદ વિજયનું એ પ્રતીક છે.
ભગવાન મહાવીરની સાધનામાં તેમણે પરિષહો સમતાભાવે સહન કર્યા, ઉપસર્ગો પર વિજય મેળવ્યો, મૈત્રીભાવથી પ્રાણીમાત્રને જીતી લીધાં. ભગવાન મહાવીરના તપે સિદ્ધ કર્યું કે તપશ્ચર્યા નૈસર્ગિક ઔષધ છે. તપ એ શરીર, મન અને આત્મા એ ત્રણેને તંદુરસ્ત કરનાર સફળ જડીબુટ્ટી છે. વૈરાગ્યવૃત્તિ અને અભ્યાસથી તે સહજ બને છે. યોગમાત્રનો સમાવેશ તપશ્ચર્યામાં છે. તપશ્ચર્યાએ જ શ્રમણ મહાવીરને ભગવાન મહાવીર બનાવ્યા. પરિષહોથી પાર ઊતર્યા. ઉપસર્ગો પર વિજય મેળવી આંતરશત્રુને પરાજિત કરી અરિહંત બન્યા. વિશ્વમૈત્રી પ્રગટાવી જીવમાત્રને જીતી લીધા. બાહ્યાભંતર તપથી ભગવાન મહાવીર વિશ્વવંદ્ય ત્રિવિજયી મહાવીર બન્યા. ૧
Page #14
--------------------------------------------------------------------------
________________
જ
સાત્ત્વિક સહચિંતન
જજર
જિન શાસનની સાંપ્રત સમસ્યા પરત્વે સહચિંતન
જિન શાસનના સાંપ્રત પ્રવાહમાં કેટલીક સમસ્યા ઉદ્ભવતી હોય છે અને સમયાનુસાર તેનું સમાધાન પણ થતું હોય છે.
જુદાજુદા ધર્મ અને સંપ્રદાયોમાં દીક્ષાત્યાગ, મંદિરો, મઠ, દેરાસર, ઉપાશ્રય, સંઘ કે ટ્રસ્ટના આધિપત્ય માટે ઝઘડા, મારામારી, કોર્ટ-કચેરી અને નાણાંના દુર્ભયના ચિંતાપ્રેરક સમાચારો મળે છે.
દેશ-વિદેશના ખ્રિસ્તી પાદરીઓ, બૌદ્ધ સાધુઓ, ભારતના હિંદુ અને જૈનોના વિવિધ સંપ્રદાયના સાધુઓ, સ્વામીનારાયણ અને વૈષ્ણવ સંપ્રદાયના સાધુઓ વગેરેના શિથિલાચારના પ્રસંગો જાણવા મળે છે.
દીક્ષા એટલે માનવસન્તપુંજને ગ્રહણ કરવા સ્વીકૃત અભિમત માટે સમર્પિત થયું. તપત્યાગનાં વ્રત-નિયમો પાળવાનો સંકલ્પ ધરવો કે સંન્યાસ ગ્રહણ કરવો એટલે દીક્ષપ્રાપ્તિ. ઉત્તમ પ્રકારનાં આચાર, સાધના અને આરાધનાને લીધે જ જૈન દીક્ષાર્થીનું વિશ્વમાં અજોડ સ્થાન છે. આજના વિષમયુગમાં જૈન સંત-સતીજીએ ભગવાન મહાવીરે દશાવેલ માર્ગે શાતાપૂર્વક વિચરી રહ્યાં છે અને વિશ્વકલ્યાણ અને વિશ્વમાંગલ્યનો સંદેશ આપી રહ્યાં છે. દીક્ષાજીવનમાં સ્વ પર કલ્યાણાનો ઉદ્દેશ અભિપ્રેત છે. આ પવિત્ર પરંપરાનાં મૂળ પરમતત્વના અનુસંધાન સાથે જોડાયેલાં છે. દીક્ષા લેનાર દરેક સાચી ભાવનાથી ત્યાગ-વૈરાગ્યની સમજણથી પ્રેરાઈને સંયમ માર્ગે ચાલે છે માટે જ જૈન સાધુઓના ચલિત થવાના પ્રસંગો નહિવત જ બને છે.
૧૯
સરકારે સાત્વિક સહચિંતન શિક્ષક શિથિલાચારી સંત કે સતીની દેશના કે ઉપદેશનું મૂલ્ય બેંકમાં બંધ કરી દીધેલા ખાતાના ચેક જેટલું પણ નથી. ઘણાનીઓએ સ્વચ્છંદી સાધુને ઝાંઝવાના જળે બદબાદ થતા કાગડા સાથે સરખાવ્યો છે. સ્વછંદાચારીની વાંઝણી ક્રિયાઓ નિષ્ફળતાને વરે છે. જો મુનિત ડચકાં લેતું હોય તો પાવકતત્વની શી વલે થાય ? આવા સંજોગોમાં અમ્માપિયા જેવાં મહાજનો, ઠરેલ બુદ્ધિના ધર્મનિષ્ઠ શ્રાવકોએ ગીતાર્થ ગુભગવંતોના માર્ગદર્શન હેઠળ શિથિલાચારીને ચારિત્ર્યમાં સ્થિર કરવાનો પુરુષાર્થ કરવો પડે.
જિન શાસનમાં જ્યારે શિથિલાચારના પ્રસંગો બને ત્યારે શ્રાવક-શ્રાવિકા, મહાજન, સંસ્થા કે સંઘ અને પત્રકારોની ભૂમિકાના વિશે સહચિંતન કરવું અનિવાર્ય બને છે.
તીર્થંકર પરમાત્માએ તીર્થની સ્થાપના કરી જેમાં સાધુ-સાધ્વી-શ્રાવક અને શ્રાવિકા એ સંઘનાં ચાર અવિભાજ્ય અંગો છે. શ્રાવકધર્મ કે સાધુધર્મ બન્નેનું અંતિમ એય તો મોક્ષ જ છે. સાધુધર્મ ટૂંકો અને કઠિન માર્ગ છે, જ્યારે શ્રાવકધર્મ સરળ અને લાંબો માર્ગ છે. ગણધર ભગવંતોએ સૂત્રસિદ્ધાંતની રચના કરી આચાર્યભગવંતોએ આચારસંહિતા બતાવી. સાધુઓ માટે ‘સમાચારી' અને શ્રાવકોએ પાળવાના નિયમો તે ‘શ્રાવકાચાર'. ‘સમાચારી’ અને ‘શ્રાવકાચાર' તે મારા સંસારમાં મીઠા જળનું મોટું સરોવર છે. હંસવૃત્તિવાળાનું સરોવર તરફ આકર્ષણ હોય, કાગવૃત્તિ ખાબોચિયા તરફ ખેંચાય.
સાધુજીની સમાચારી અંગે નિર્ણય લેવા આપણે અધિકારી નથી. દાર્શનિક સંદર્ભમાં તપાસીએ તો શાસ્ત્રોક્ત આચારસંહિતાના મૂળ સ્વસિદ્ધાંતો ત્રણે કાળમાં એક જ હોય, કારણકે તે સર્વતભગવંતો દ્વારા રચાયેલા હોય તેથી કાળના પ્રવાહમાં તે કદી બદલાય નહિ. છતાં મૂળભૂત સિદ્ધાંતોમાં લેશમાત્ર પરિવર્તન કર્યા વિના ગીતાર્થ આચાર્યો શાસ્ત્રાનુસાર પરિવર્તન અંગે નિર્ણય લઈ શકે..
જૈન ધર્મનો સંયમમાર્ગ અતિકઠિન છે. અનેક પરિપહો સહીને ઉપસર્ગો સામે ઝઝૂમતાં સંત-સતીજીઓ ચારિત્રયાત્રામાં આગળ ધપે છે. પંચમહાવ્રતધારી સાધુસંતો પણ આપણા જેવા માનવ છે. આપણે સૌ છવસ્થ છીએ. ક્યારેક પ્રમાદ કે કર્મોદયને કારણે, માનવસહજ મર્યાદાને કારણે આચારપાલનમાં શિથિલતા આવવા સંભવ છે. આવી શિથિલતા કે સ્વચ્છંદીપણા વિશે જ્યારે સાંભળીએ ત્યારે આંખ આડા કાન ન કરાય, મૌન પણ ન સેવાય અને વગર વિચાર્યું જાહેરમાં હોબાળો પણ ન કરાય. શિષ્યોના શિથિલાચાર કે સ્વચ્છંદાચારના નિયમનની જવાબદારી ઘણું કરીને તો જે તે
૨૦
Page #15
--------------------------------------------------------------------------
________________
સાત્ત્વિક સહચિંતન
ગચ્છ કે સંપ્રદાયના આચાર્ય ગુરુભગવંતો જ નિભાવે છે. જો સંતાનો ભૂલ કરે તો પરિવારના વડીલો તેને એકાંતમાં શિક્ષા આપી ચેતવણી આપી સાન ઠેકાણે લાવે છે તેમ મહાજન કે મહાસંઘો પરિસ્થિતિ પ્રમાણે પગલાં લે છે અને ગુરુભગવંત પ્રાયશ્ચિત્ત પણ આપે છે.
ઈર્ષા, પૂર્વગ્રહ, તેજોદ્વેષ, ગેરસમજ અને વિકૃતિને કારણે ઘણી વાર ખોટા આરોપો ઘડવામાં આવતા હોય છે. શિથિલાચાર કે સ્વચ્છંદાચારના વિવિધ પ્રસંગોમાં સત્યાસત્યનું અન્વેષણ કે સંશોધન બહુ જ મુશ્કેલ કાર્ય છે, જેથી જાણતા કે અજાણતા સાધુની અવહેલના કે નિંદાની પ્રવૃત્તિથી બચવા જાગૃતિ અને વિવેકની ખૂબ જ આવશ્યકતા ગણાય. ભોળા, શ્રદ્ધાળુ અને યુવા વર્ગ ખૂબ જ સંવેદનશીલ હોય છે. આવા સમયે પ્રચારમાધ્યમો દ્વારા વહેતા થયેલા વિકૃત કે અર્ધસત્ય અહેવાલો શ્રદ્ધાળુ વર્ગને ઠેસ પહોંચાડશે અને યુવા વર્ગને ધર્મવિમુખ કરશે. આવી પ્રવૃત્તિ ધર્મ શાસનની હિલના કે કુસેવા જ ગણાય.
શ્રાવક-શ્રાવિકાને ‘‘શ્રાવકાચાર” શું છે તેની પૂરી જાણકારી હોય એટલું જ નહિ, પરંતુ તે “શ્રાવકાચાર’’નું પાલન કરે અને સાધુજીની સમાચારીની જાણકારી રાખે તો કેટલાય દોષોથી બચી શકાય.
દા. ત. એકાંતમાં સાધુજીને સ્ત્રી ન મળી શકે અને એકાંતમાં સાધ્વીજીને પુરુષ ન મળી શકે. સૂર્યાસ્ત પછી સ્ત્રી સાધુજીનાં દર્શન માટે ન જઈ શકે અને પુરુષ સાધ્વીજીનાં દર્શને ન જઈ શકે. ગોચરી-વિહાર આદિના નિયમોની જાણકારી શ્રાવકશ્રાવિકાએ રાખવી જોઈએ. ઉપરાંત જ્યાં સાધુ-સાધ્વીજીઓ બિરાજતાં હોય તેવા ભવન કે ધર્મસ્થાનક કે દેરાસરમાં બરમૂડા, કુર્તી, જિન્સ, સ્લીવલેસ જેવાં ટૂંકાં કે ચુસ્ત વસ્ત્રો પહેરવાં ન જાઈએ. ઉભટ વેષનો ત્યાગ અને વિવેકપૂર્ણ શરીરનાં અંગઉપાંગો ઢાકે તેવું વસ્ત્રપરિધાન શ્રાવકાચારમાં અભિપ્રેત છે.
ભગવાન મહાવીરે ઉત્તરાધ્યયન સૂત્રના ૧૯મા અધ્યયનમાં કહ્યું છે કે, “સંયમનું પાલન રેતીના કોળિયા જેવું નીરસ છે તેમ જ સંયમને માર્ગે ચાલવું એટલે ખાંડાની ધાર પર ચાલવા સમાન છે.” સંયમનો માર્ગ એટલે તપ્ત સહરાના રણમાં ચાલવા કરતાં કઠિન માર્ગ છે, પરંતુ વીતરાગમાર્ગનો શ્રદ્ધાળુ સાધક સહરાના રણ જેવા દુષ્કર સંયમજીવનમાં દ્વીપકલ્પરૂપ આનંદની અનુભૂતિ કરી શકે છે.
શ્રાવક-શ્રાવિકા માટે શ્રાવકાચારનું પાલન અને સંઘો, મહાસંઘો જેવી મહાજન સંસ્થાની જાગૃતિ અને વિવેક, શાસન પર આવતી વિપત્તિને ટાળી શકે. આને માટે
૨૧
સાત્ત્વિક સહચિંતન
આપણે મહાસંઘો અને મહાજન સંસ્થા જેવાં સંગઠનોને ખૂબ જ મજબૂત બનાવવા જોઈએ. આપણાં સાધુ-સાધ્વીજીઓ શ્રમણ સંસ્કૃતિની ધરોહર છે. આપણી પાસે સાધુસંપદા અલ્પ છે. જિન શાસનની આ અમૂલ્ય સંપદાને સાચવવી એ આપણી ફરજ છે.
સંયમપંથમાં સાધુતાની પગદંડી પર વિહરતા સંતોનું જીવન દિવ્ય હોય છે. મતિની નિર્મળતા અને સાધનાના પરિણામરૂપે સંતોના જીવનમાં સહજભાવે લબ્ધિ થતી હોય છે.
જૈન દર્શન ચમત્કારમાં માનતું નથી. સાધુજીની સમાચારી પ્રમાણે સંતસતીજીઓને લબ્ધિપ્રયોગ પ્રદર્શનનો નિષેધ છે. સ્વસુખ કે લોકપ્રિયતા માટે સંતો કદી આવા પ્રયોગો કરતા નથી.
ભૌતિક સુખની ઝંખના કરતી આ દુનિયામાં તન-મનના દુ:ખીઓનો કોઈ પાર નથી. શારીરિક રોગ, માનસિક રોગ, પ્રેમમાં નિષ્ફળતા, ડિપ્રેશન, તાણ, હતાશા, ધંધામાં મુશ્કેલી, સંતાનની આશા, વહેમ, દરિદ્રતા, વળગાડ, ધન અને પદ માટે લાલચ વગેરે કામનાવાળો લોકપ્રવાહ સતત સંત-સતીજીઓ પાસે આવતો હોય છે. તેઓની અપેક્ષા સંત પાસેથી દોરા, ધાગા, તંત્ર, માદળિયાં અને ચિત્ર-વિચિત્ર વિધિઓ દ્વારા પોતાનું કામ પાર પાડવાની હોય છે.
સાંસારિક દુ:ખો દૂર કરવા, ભૌતિક સુખો મેળવવા અને ક્ષુલ્લક કારણોસર ગુરુ પાસે લબ્ધિપ્રયોગ કરવા વિનંતી કરવી તે ‘શ્રાવકાચાર'થી તદ્દન વિપરીત છે.
આજે પણ કેટલાય સંતોના જીવનમાં વચનસિદ્ધિ અને અન્ય લબ્ધિ પ્રગટેલી હોય છે. સંતો પોતાની સાધનાના પરિપાકરૂપે પ્રગટેલી સહજલબ્ધિનો પ્રયોગ વિનાકારણ ન જ કરી શકે. ચતુર્વિધ સંઘની પ્રતિષ્ઠા સાચવવા, શીલની રક્ષા કે કટોકટી સમયે સંઘ અને ધર્મપ્રભાવના ટકાવવા, તપસ્વી, તીર્થ અને ધર્મની રક્ષાના અર્થે છેલ્લા ઉપાય તરીકે અનિવાર્ય સંજોગોમાં માત્ર કરુણાબુદ્ધિથી આ પ્રયોગ કરે છે.
જો શિષ્યનું આમાં જરા પણ ખેંચાણ હોય તો ગીતાર્થ ગુરુભગવંત અને ચેતવે છે. ‘ચમત્કારનો માર્ગ તો સંસાર વધારવાનો અને આત્માને ખોવાનો માર્ગ છે. એમાં તો આપણા અંતરઆત્માનો અવાજ રૂંધાય અને દુનિયા છેતરાય એ વળી પાંચ જાંબુ માટે હીરાના સોદા જેવો ખોટનો ધંધો થયો કહેવાય.’’
ઇતિહાસનાં પૃષ્ઠો તપાસતાં જણાયું છે કે લબ્ધિપ્રયોગને કારણે કેટલાક સંતો પર શિથિલાચારના આરોપ અને આક્ષેપ થયા છે.
૨૨
Page #16
--------------------------------------------------------------------------
________________
કે સાત્ત્વિક સહચિંતન ચતુર્વિધ સંઘ અને જિન શાસનનું હિત જૈન પત્રકારને હૈયે વસેલું હોય. પત્રકારને શ્રાવકાચાર પ્રત્યેની સભાનતા અને સાધુજીની સમાચાર પ્રત્યે પૂર્ણ જાણકારી હોવી જોઈએ. શિથિલાચારીને ચારિત્ર્યમાં સ્થિર કરવાની ભાવના હોવી જોઈએ. ધર્મ શાસનની હિલના થાય તેવા લેખો કે સમાચારો તે ક્યારેય પોતાનાં પત્ર કે પત્રિકામાં પ્રગટ કરે નહિ. ઉતાવળે અને વિવેકબુદ્ધિ વગર સત્યાસત્યનું અન્વેષણ કર્યા વિના ચેનલમાં સમાચારો ટેલિકાસ્ટ ક્રરવા તે ઘોર અપરાધનું કારણ છે. જિન શાસનની ગરિમા જળવાય તે રીતે વર્તમાન સમસ્યાઓ, તિથિ કે તીર્થની ચર્ચાનું સમ્યફ વિશ્લેષણ કરે.
પત્રકાર હંમેશાં પીળા પત્રકારત્વ-Yellow Journalismથી દૂર રહે. લાલચરહિત, સ્થાપિત હિતોના દબાણ હેઠળ આવ્યા વિના તટસ્થબુદ્ધિથી Activist- એક્ટિવિસ્ટ, જર્નાલિસ્ટ, કર્મશીલ પત્રકાર હોય.
( પત્રકાર લોકમત કેળવનાર લોકશિક્ષક છે. જ્યારે અર્ધસત્ય અને વિકૃત અહેવાલો કે સમાચારોથી સમાજ વિષુબ્ધ બને, શાસનમાં કટોકટી સર્જાય, ભોળા શ્રદ્ધાળુ કે યુવા વર્ગની ધર્મ પ્રતિ શ્રદ્ધા ડગમગે ત્યારે જૈન પત્રકાર ધીર-ગંભીર બની ડહોળાયેલા નીરને નિર્મળ કરે. સુનામીનાં પ્રચંડ મોજાને સરોવર જેવું શાંત કરે અને શ્રદ્ધાને પુનઃસ્થાપિત કરવાનો સમ્યક પુરુષાર્થ કરી શ્રમણ સંસ્કૃતિની અસ્મિતાને ઉજાગર કરવાનો પુરુષાર્થ કરે.
જૈન ધાર્મિક શિક્ષણ બોર્ડ, મેજિક ટચ કે લૂક ઍન્ડ લર્ન જેવાં સેન્ટરો દ્વારા બાળકોને નાની વયથી જૈન ધર્મનું શિક્ષણ આપવામાં આવે, યુવાનોને સાત્ત્વિક વિકલ્પ પૂરી પાડી ધર્મ અને સેવાકીય પ્રવૃત્તિમાં એલર્ટ યંગ ગ્રુપ, વીર સૈનિક કે અહેમ યુવા સેવા ગ્રુપ જેવી પ્રવૃત્તિમાં જોડવામાં આવે, ઘરઘર અને જનજન સુધી ભગવાન મહાવીરના ઉપદેશગ્રંથો ‘આગમ' પહોંચાડવામાં આવે અને ગુરઆજ્ઞાથી તેનો સ્વાધ્યાય કરવામાં આવે. ચતુર્વિધ સંઘને જોડતી મજબૂત કડીરૂપ ધર્મપ્રચારક, ધર્મપ્રભાવક, સમણ-સમણી શ્રેણી કે સુવ્રત સમુદાયને જિન શાસનમાં નક્કર સ્થાન આપવાથી આવી સમસ્યાઓ નહિવત્ ઉદ્ભવશે.
અમુક સંપ્રદાયની જેમ ગીતાર્થ ગુરુભગવંતની નિશ્રામાં, પ્રતિવર્ષ દરેક સંપ્રદાય - ફ્રિકા કે ગચ્છ દ્વારા ચતુર્વિધ સંઘનું “મર્યાદા મહોત્સવ અને અનુમોદના સમારોહ”નું આયોજન થવું જોઈએ. આ મહોત્સવમાં વીતેલા વર્ષ દરમિયાન બનેલી ઘટનાઓ અને પ્રસંગો પર કેટલુંક વિહંગાવલોકન, કેટલીક મહત્ત્વની બાબતો પર ચિંતન કે ગંભીર ચર્ચા કરવામાં આવે.
અરજી સાત્ત્વિક સહચિંતન શિબિર
દોષો થયા હોય ત્યાં પ્રાયશ્ચિત્ત આપવામાં આવે અને ઉત્કૃષ્ટ સુંદર કાર્યો થયાં હોય તેની અનુમોદના કરી પારિતોષિક-ઈનામ પણ અપાય. આને કારણે ભૂલો કે દોષોનું પુનરાવર્તન ટળશે અને સક્તોને ઉત્તેજન મળશે. મર્યાદા મહોત્સવ એ આંતરનિરીક્ષણનો અવસર આપે છે.
જિન શાસનમાં ઊભા થયેલ કોઈ પણ વિષયની કટોકટી વખતે શ્રાવક-શ્રાવિકામહાજન અને પત્રકારની ખૂબ જ જવાબદાર અને વિશિષ્ટ ભૂમિકા છે જે તેણે ખૂબ જ નિષ્ઠાથી નિભાવવી જોઈએ.
જૈન ધર્મના દરેક સંપ્રદાય કે ફિરકાએ સંઘશ્રેષ્ઠીઓ અને ગુરુભગવંતોને વિશ્વાસમાં લઈ અને ધર્મના જાણકાર શ્રેષ્ઠીવર્યો અને વિવિધ ક્ષેત્રોનાં પ્રતિભાશાળી ઉત્તમ શ્રાવકો અને શ્રાવિકાઓની નિષ્પક્ષ સ્વાયત્ત સ્વતંત્ર બોડીની રચના કરવી જોઈએ જે સર્વમાન્ય હોય. સત્તા, સંપત્તિ, સિદ્ધાંત કે શિથિલાચાર જેવી બાબતોમાં મતભેદ, ઝઘડો ઉદ્ભવે અને કટોકટી સર્જાય ત્યારે લવાદી કે આબટ્રિશનનું કામ કરી આનો ઉકેલ અને સમાધાન લાવી શકે તો ધર્મક્ષેત્રમાં પોલીસ, કોર્ટ, પ્રચાર માધ્યમો, પત્રકારો વગેરે પરિબળોને નિવારી શકાય. ધર્મના વાતાવરણને દૂષિત થતું અટકાવી શકાય.
દેવ, ગુર, ધર્મમાં શ્રદ્ધા રાખી આપણે સૌ શ્રાવકાચારના સમ્યફ આચરણ દ્વારા જિન શાસનની પવિત્ર જ્યોતને ઝળહળતી રાખીએ.
Page #17
--------------------------------------------------------------------------
________________
જ
સાત્ત્વિક સહચિંતન
વૈશ્વિક મહામંત્ર
|
જૈન ધર્મ ભારતની પ્રાચીન દાર્શનિક પરંપરા છે. મંત્ર એક શક્તિ છે એ વાતનો સાર્વત્રિક સ્વીકાર થયો છે. જૈન ધર્મનો આદિ મહામંત્ર નવકાર સિદ્ધ મંત્ર છે. આ મંત્ર વૈશ્વિક, ગુણપૂજક અને બિનસાંપ્રદાયિક છે.
નમરકાર નમનનું સૂત્ર છે. નમનનો અર્થ છે : સમર્પણ. જેઓ પામી ગયા તેમનાં ચરણોમાં સમર્પિત થઈ જવાની ભાવના છે.
| નવકાર મંત્રના પ્રથમ પદમાં પોતાની અંદરના કષાયોને હણી કર્મની નિર્જરા કરી, માનવજાતને આત્મકલ્યાણનો માર્ગ બતાવી રહ્યા છે તે અરિહંત પ્રભુને વંદન કરવાનો છે. આ પદનો રંગ વેત છે. શ્વેત રંગ નકારાત્મક ભાવોને દૂર કરે છે. અરિ એટલે દુશમન અને હેત એટલે હણવું. અહીં પોતાની અંદરમાં રહેલા કપાયરૂપી દુમનને હટાવવાની વાત અભિપ્રેત છે. માનવીની ભીતર રહેલાં કામ, ક્રોધ, લોભ, માયા જેવા આંતરશત્રુઓને નષ્ટ કરી વ્યક્તિત્વને સાત્વિક બનાવવામાં આ પદનું મહત્ત્વનું પ્રદાન છે.
બીજા પદમાં તમામ કર્મોનો ક્ષય કરીને પોતાના આત્માને મોક્ષપદમાં સ્થિર કરેલ છે એવા સિદ્ધ પરમાત્માને વંદન કરવાનો છે. આ પદનો રંગ લાલ છે. બે આંખોની વચ્ચે આ પદનું સ્થાન છે. લાલ રંગ વ્યક્તિની પ્રાણશક્તિ પર કાબૂ ધરાવે છે. માનવીની સર્જનાત્મકશક્તિ સાથે લાલ રંગને સંબંધ છે. ત્રીજા પદમાં પંચ મહાવ્રતનું ઉત્કૃષ્ટ આચરણ કરી અને અન્યને તેમ કરવાની પ્રેરણા આપનાર આચાર્ય ભગવંતને વંદન કરવાનો છે. આ પદનો રંગ પીળો કલ્પવામાં આવ્યો છે.
૨૫
જોક સાત્ત્વિક સહચિંતન શિબિર
પીળો રંગ જ્ઞાનતંત્રની સ્વસ્થતા માટે ખૂબ જ મહત્ત્વનો છે. મગજ અને જ્ઞાનતંતુઓના રક્ષણ અને પોષણ સાથે પીળા રંગને સીધો સંબંધ છે.
ચોથા પદમાં સૂત્રસિદ્ધાંતના પારગામી જ્ઞાનનો પ્રકાશ પાથરનાર ઉપાધ્યાયજીને નમસ્કાર કરવાનો છે. આ પદનો લીલો રંગ કલ્પવામાં આવ્યો છે. લીલા રંગની વ્યક્તિના જ્ઞાનતંત્ર પર સુઅસર પડે છે. ઉપરાંત આ રંગની સ્વરતંત્ર પર સ્થિત યોગચક્ર પર અસર પડે છે. નવકારના પાંચમા પદમાં સમગ્ર સૃષ્ટિના સાધુત્વને વરેલા તમામ આત્માઓને વંદન કરવાનો છે. આ મંત્રનો ઉદ્દેશ પંચ પરમેષ્ટિને અર્થ આપવાનો છે.
આ પદનો રંગ કાળો અથવા ઘેરો વાદળી કલ્પવામાં આવ્યો છે. આ રંગ એકાગ્રતા માટે અને નકારાત્મક વિચારોના શોષણ માટે મહત્ત્વનો છે.
નવકાર મંત્રનું અક્ષરમય, પદમય અને રૂપમય ધ્યાન કરવાની જૈનાચાર્યોએ પ્રેરણા કરી છે.
નવકાર મંત્રના અડસઠ અક્ષરો છે. પ્રત્યેક અક્ષરને અક્ષરના પદના શાસ્ત્રીય રંગમાં કલ્પવો. દા.ત. “નમો અરિહંતાણં'ના દરેક અક્ષરનું શ્વેત વર્ણમાં ધ્યાન ધરવું તેમ “નમો સિદ્ધાણં'ના પાંચ અક્ષરોનું રક્ત વર્ણમાં ધ્યાન ધરવું.
મંત્રના પ્રત્યેક અક્ષર મંત્રપદનાં અભિન્ન અંગ છે તે શ્રદ્ધા સાથે ધ્યાન કરવાનું છે. પદમય ધ્યાન માટે આપણા હૃદયપટ પર આઠ શ્વેત પાંખડીવાળા કમળની કલ્પના કરવી. ક્રમાનુસાર એક પછી એક નવકાર મંત્રનાં પદોની કમળ પર સ્થાપના કરી ધ્યાન કરવું.
રૂપમય ધ્યાન માટે નવકાર મંત્રનું રૂપમય ધ્યાન ચિત્ત પર લાવવું, અર્થાત્ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ-સાધ્વીજીનું રૂપ હૃદયપટ સમક્ષ લાવી તેનું શ્રદ્ધાપૂર્વક ધ્યાન ધરવું જોઈએ.
સર્વ પાપોનો નાશ કરે તેવો આ મહામંત્ર છે. પાપ કરતાં પહેલાં આપણી આજુબાજુ વિશેષ પ્રકારનું પાપનું આભામંડળ તૈયાર થાય છે. શાસ્ત્રીય પરિભાષામાં આવા આભામંડળને અશુભ લેશ્યા પણ કહે છે. નવકાર મંત્રનાં રટણ અને સતત સ્મરણથી આ આભામંડળના રંગો કૃષ્ણ, નીલ અને કપોતમાંથી શુભ જેમ કે તેજો, પત્ર અને શ્વત વર્ણમાં રૂપાંતરિત થઈ જાય છે જેથી પાપ કરવું અસંભવ બને છે. આભામંડળ વ્યક્તિના ભીતરના તરંગોને દર્શાવે છે. ભવિષ્યમાં જે કાંઈ બનવાનું છે તે એને પોતાના ગહન અચેતનમાં નિર્માણ થઈ રહેલ બાબત પણ પ્રગટ થાય છે.
Page #18
--------------------------------------------------------------------------
________________
જોક સાત્ત્વિક સહચિંતન શિબિર
લોભ : ઝાંઝવાનાં જળ સમાન
કે સાત્ત્વિક સહચિંતન નવકાર મંત્રનું રટણ તેને પરિવર્તિત કરવાની આમૂલ પ્રક્રિયા છે.
આ મંત્ર શબ્દકોષના થોડા શબ્દોનો સમૂહ નથી, પરંતુ હદયકોષનું અમૃત છે, જેનું ભાવપૂર્વક સ્મરણ માત્ર મનને ચંદન જેવી શીતળતા અર્પે છે. નાભિમાંથી આ મંત્રોચ્ચાર કરીએ તો ભીતરમાં અનાદિથી પડેલ કષાયોનો કાળમીંઢ પથ્થર ભાંગીને ભુક્કો થઈ જાય. શારીરિક પીડા અને માનસિક પરિતાપ હરી ચિત્તતંત્રને શાંત કરે છે. આ મંત્રનું ચિંતન માત્ર ચિંતામણિ સમાન નહીં, અચિન્ય ચિંતામણિ સમાન પણ છે.
નવકાર મંત્રનાં જાપ, સ્મરણ કે સતત શ્રુતલેખન એ એવી કલ્યાણની કેડી છે જે આત્મોત્થાનના રાજમાર્ગ સુધી આપણને લઈ જશે.
લોનાવલામાં સ્વામી વિજ્ઞાનાનંદ સ્થાપિત વેદાંત આશ્રમ (New Way) આવેલ છે. આ લખનારે આશ્રમની મુલાકાત લીધી હતી. આશ્રમમાં અદ્યતન યંત્રો છે, જે મંત્રોની શક્તિનું માપ દર્શાવે છે જે ટીવીના પડદા સમાન પટલ પર સદશ્ય જોઈ શકાય છે. વીજાણુ યાંત્રિક સાધનો દ્વારા કેટલાક મંત્રોના મંત્રોચ્ચાર કરી તેનું પ્રત્યક્ષ માપ બતાવવામાં આવતાં નવકાર મંત્રનું સર્વશ્રેષ્ઠપણું સિદ્ધ થયેલું જાણવા મળ્યું. આ આશ્રમમાં જૈન કુળ કે જૈન ધર્મ અંગીકાર કરેલ કોઈ સાધક ન હતા.
માત્ર નવકાર મંત્રના રટણમાં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુસંતોનું સ્મરણ, રટણ અને વંદન અભિપ્રેત છે. શુભ અને શુદ્ધનું ચિંતન જીવનના શુભ પ્રવાહને શુદ્ધતા તરફ ગતિ આપશે.
જૈન કથાનકોમાં નવકાર મંત્રના પ્રભાવની જે વાતો આવે છે તે માત્ર ચમત્કાર કે દંતકથા નથી. તેમની પાછળ વૈજ્ઞાનિક ને મનોવૈજ્ઞાનિક તથ્યો અને સત્યો છે. સતત શુભચિંતન અને વિધેયાત્મક વિચારધારા (Positive thinking) અનિટ અને અશુભનું નિવારણ કરે છે તે આધુનિક મનોવિજ્ઞાને સ્વીકાર્યું છે.
વૈશ્વિક નવકાર મહામંત્ર नभो अरिहंता
नभो सिद्धा નમો આયરિયાણ
નમો ઉવાચા नभो लोगे सव्व साहु
અસંખ્યાતા ભવોથી આ જીવને તૃષ્ણા સાથે ગાઢ સંબંધ બાંધે છે. લોભ પરિગ્રહનું મૂળ છે અને પરિગ્રહ-આસક્તિ કર્મબંધનનું કારણ બને છે અને કારણનું પરિણમન ભવભ્રમણ છે. આમ, લોભ સંસારરૂપી વૃક્ષના મૂળને સીંચે છે અને વૃક્ષ નવપલ્લવિત થયા કરે છે. જીવનમાં સંતોષ દ્વારા જો નિર્લોભતા આવે તો ભવભ્રમાણ ઓછું થઈ જાય. લોભદશા આત્મામાં પ્રબળ બને એટલે આત્મામાં મહાવિનાશકારી પાપોનો પ્રવેશ થાય છે. લોભ વિવિધ વ્યસનો પાસે પહોંચવાનો રાજમાર્ગ છે. લોભ સર્વ અપાયેનું આશ્રયસ્થાન અને સર્વ વિનાશનું વિશ્રામસ્થાન છે. આ વાત આગમયુગની એક કથા દ્વારા સમજીએ.
કેટલાક વેપારીઓ ધન કમાવા માટે વિદેશ જવા રવાના થયા. રસ્તામાં ખાવા-પીવાની સામગ્રી સાથે લીધી. ગાઢ જંગલમાંથી કાફલો પસાર થઈ રહ્યો હતો. તૃષાતુર વેપારીઓ પાણીની શોધમાં વ્યાકુળ થઈ ગયા હતા. તરસને કારણે ગળું સુકાઈ ગયું હતું. હવે પાગલની જેમ પાણીની શોધ શરૂ થઈ. આગળ જતાં રમ્ય વન દેખાયું, જેમાં ચાર શિખરો દેખાયાં, જે નીચેથી અર્ધસર્પાકાર વિસ્તારાયેલાં હતાં. ઉપરથી પાતળાં શિખરો જાણે કેસરી સિંહ ડોક ઊંચી કરીને ઊભાં હોય તેવાં સુંદર દેખાતાં હતાં.
પાણીની અભિલાષામાં વેપારીઓએ આ નાનકડા શિખરને તોડી પાડ્યું. પહેલું શિખર તૂટતાં તેમાંથી સ્વચ્છ, સ્ફટિક જેવા શીતળ જળની ધારા વહેવા
૨૮
Page #19
--------------------------------------------------------------------------
________________
સાત્ત્વિક સહચિંતન શિબિર માંડી. વેપારીઓએ આનંદિત થઈ ધરાઈને પાણી પીધું અને સાથેનાં ખાલી વાસણોમાં ભરી પણ લીધું. ગાડાંના બળદોને પણ પાણી પાયું.
વેપારીઓએ વિચાર્યું કે, આ પ્રથમ શિખર તોડતાં તો પાણી મળ્યું. હવે આ બીજા શિખરમાં શું હશે ? જિજ્ઞાસાવશ બીજું શિખર તોડી પાડ્યું. તેમાંથી દેદીપ્યમાન શુદ્ધ સુવર્ણ મળ્યું. બધા વેપારીઓએ સોનાને ગાડામાં ભરી લીધું. માત્ર બેસવાની જગ્યા બચી હતી. બાકી સમગ્ર બળદગાડામાં સોનું ભરાઈ ગયું હતું. હવે ! વેપારીઓએ વિચાર્યું કે આ ત્રીજા શિખરમાંથી પણ જો ધનસામગ્રી મળી જાય તો પછી પરદેશ કમાવા જવાની જરૂર નથી. અહીંથી આપણે આપણા વતનમાં પાછા ફરીશું. આ વિચારે એમણે ત્રીજું શિખર તોડી પાડ્યું. વેપારીઓના આશ્ચર્ય વચ્ચે તેમાંથી વિમલ, નિર્મલ મણિરત્નરાશિ સાંપડી. વેપારીઓ ખૂબ ખુશ થયા. ભોજનસામગ્રીનાં ખાલી પડેલાં વાસણો બહુમૂલ્યવાન રત્નોથી ભરી લીધાં.
હવે વેપારીઓના મનમાં લોભનો કીડો વધુ સળવળ્યો. તેમણે વિચાર્યું કે, ચોથું શિખર તોડીશું તો મહામૂલ્ય અને સર્વસફળતા પ્રદાન કરવાવાળું મહાપુરુષોને યોગ્ય વજરત્ન-પારસમણિ મળશે, માટે ચાલો આપણે સૌ મળીને આ ચોથા શિખરને પણ તો પાડીએ. આ બધા વેપારીઓમાં આંશિક શ્રાવક, ધર્મનું પાલન કરવાવાળો સંતોષીવૃત્તિનો એક વેપારી પણ હતો. તેણે બધા વેપારીઓને ભેગા કરી કહ્યું,
રાત પડવા આવી છે, હવે આવા ભયંકર જંગલમાં વધુ રોકાઈ ચોથું શિખર તોડવાની જરૂર નથી. વળી આપણી સાત પેઢી ખાય તેટલું ધન આપણને મળી ચૂક્યું છે. આપણી લોભી-વરવી વૃત્તિને બહાર આવવા દેવી યોગ્ય નથી. તૃષગા તો દ્રૌપદીનાં ચીર જેવી છે, તેનો કોઈ અંત નથી. કૃષણે પૂરેલાં દ્રૌપદીનાં ચીર તો એક નારીને ઉપકારક લાજના ઢાંકણ સમાન બની ગયાં ત્યારે વૃષણારૂપી ચીર તો આત્મગુણોનું આવરણ બની જશે. રાત્રિના જંગલમાં જીવ-જંતુઓ બહાર નીકળે છે. રાતના આ શિખર તોડતાં જીવહિંસાનું પાપ થશે. વળી ચોથા શિખર પર તીવ્ર પવનથી ચકમકના પથ્થરો અને વાંસ ઘસાવાથી થતા અગ્નિના તણખલાના લાલ લબકારા અને ઘુવડનો અવાજ જાણે અમંગળની એંધાણી જેવા લાગે છે." આમ ધર્મનિષ્ઠ વેપારીએ દ્રવ્ય અને ભાવનાં લાભહાનિની વાતો વિવિધ યુક્તિ-પ્રયુક્તિ દ્વારા સમજાવી, પણ અન્ય લોભી વેપારીઓ પર એની કોઈ અસર ન થતાં તે શ્રાવક પોતાના ગાડામાં બેસી વતન ભણી
સરકારક સાત્ત્વિક સહચિંતન
નેત્ર માલ-સામગ્રી સાથે વિદાય થયો.
પારસમણિની આશામાં વેપારીઓએ ચોથા શિખરને તોડવાનું કામ શરૂ કર્યું. શિખર તોડતાં કેટલાય નાના જીવોને રાત્રિના કારણે મરણને શરણ કર્યા. આખી રાત શિખર તોડવામાં ગઈ. સવારે શિખર તૂટતાં, કાજળના સમૂહ જેવો કાળો, કુટિલ, જટિલ, વિસ્તૃત આકારવાળો તીવ્ર ગતિથી, જેની લાંબી અને પાતળી જીભ લબકારા મારે છે તેવો વિષધર સાપ દેખાયો. એના શરીરની સાથે શિખર તોડવાનાં ઓજારોનો સ્પર્શ થતાં સાપ ક્રોધાયમાન થયા. અગ્નિ જેવી તેજવર્ણની લાલ આંખો સુર્યની સામે ધરી અને પછી અનિમેષ અને પલક વિષદૃષ્ટિથી વેપારીઓ ભસ્મીભૂત થયા.
તૃષણાથી લોભ વધે છે. “લોભ” શબ્દને ઉલટાવવાથી “ભલો" બને છે. સંતોષી જ ભલો બની શકે છે. આ જીવ સુખ મેળવવા લોભ પાસે જાય છે. “દૂરથી ભલે' સુખ દેખાય, પરંતુ તે માત્ર ભ્રમ છે. એ સુખની કલ્પનાના પડદા પાછળ ન કલ્પી શકાય તેવાં ભયંકર દુઃખો છુપાયેલાં છે. તૃષણા તો ઝાંઝવાના જળ જેવી છે. રાણના ઝાંઝવા જોઈ પાણી સમજી મૃગ દોડે છે પણ પાણી મળતું નથી ને અંતે તૃષ્ણાતુર મૃગ મૃત્યુને ભેટે છે.
સંતોના જીવન ઈશું તો સંતોષની પ્રેરણા મળશે અને “સંતોષી નર સદા સુખી”ને જીવનમાં ઉતારી શકાશે.
૨૯
Page #20
--------------------------------------------------------------------------
________________
જ
સાત્ત્વિક સહચિંતન
રાજકોટ તા. સાત્ત્વિક સહચિંતન
શિબિર
ત્યાર બાદ રાગદ્વેષથી પર, સંસાર પાર કરવાની કામનાવાળો એક સાધક ભિક્ષ ત્યાં આવ્યો. તેણે ઢળી ગયેલા ચાર પુરુષો જોયા. પછી પોતાની સાધનાના બળ પરના દૃઢ વિશ્વાસથી કિનારા પર ઊભાઊભા જ બૂમ પાડી, “હે શ્વેત કમળ ! ડીને અહીં આવ'. તરત જ પેલું શ્વેતકમળ ઊડીને તેની પાસે આવ્યું.
કમળ તળાવડી એ સંસાર છે, તેનું પાણી તે કર્યો છે, કાદવ તે રાગદ્વેષ અને કામભોગ છે. શ્વેત કમળો તે જનસમુદાય છે અને શ્રેષ્ઠ કમળ તે રાજા. વિવિધ પ્રકારના મતવાદીઓ તે ચાર પુરષો છે. પેલો ભિક્ષ તે સુધર્મ છે. ભિક્ષુએ પાડેલી બૂમ તે ધર્મોપદેશ છે. કમળનું ઊડીને આવવું તે પંચમગતિ કે નિર્વાણ છે.
અર્થાત્ ધર્મ સિવાય આ સંસારમાંથી કોઈ મુક્તિ ન અપાવી શકે. બધા વાદીઓ પોતે જ કર્મોનાં બંધનમાં બંધાયેલા હોય છે. બંદીવાનો બીજાને મુક્તિ કઈ રીતે અપાવી શકે ? તે બીજાને નિર્વાણ અપાવતાં પહેલાં પોતે જ સંસારમાં ડૂબી મરે છે, જ્યારે એકમાત્ર ધર્મ જ આપણને તારી શકે છે.
કમળ તળાવડી
આત્મસુધારણાના અમૂલ્ય દસ્તાવેજ સમા જિનાગમ દ્વારા આગમ મનીષીઓએ અધ્યાત્મ અમૃતનું પાન કરાવ્યું છે.
બીજા અંગસૂત્ર સુયગડાંગ, અજ્ઞાનરૂપી અંધકારથી દુઃસાધ્ય એવા મોક્ષમાર્ગને બતાવનાર દીપક સમાન છે. આ સૂત્રકૃતાંગ સિદ્ધગતિરૂપ મંદિરે ચડવાના સોપાન સમાન છે. હિતશિક્ષાની આ મંજૂષામાંથી કમળ તળાવડીના રૂપકને સમજવા જેવું છે.
એક કમળ તળાવડી પાણી તથા કાદવવાળી, કમળોથી ભરેલી, રમણીય, મનોહર તથા દર્શનીય હતી. શ્વેત કમળો કમળની જાતોમાં શ્રેષ્ઠ ગણાય છે. કમળ તળાવડીના બરાબર મધ્ય ભાગમાં સર્વ કમળોમાં શ્રેષ્ઠ એવું મોટું શ્વેત મળ ઊગ્યું હતું. તે યોગ્ય સ્થળે ઊગેલું હોવાને કારણે તેજસ્વી અને રમણીય લાગતું હતું
પૂર્વ દિશામાંથી એક પુરુષ આવ્યો. તે પોતાની બુદ્ધિ પર વિશ્વાસ રાખી કમળ તળાવડીમાં આ શ્વેત કમળ લેવા ઊતર્યો, પરંતુ પુષ્કરિણીના મધ્ય ભાગમાં કળણમાં ફસાઈ ગયો. પછી દક્ષિણ દિશામાંથી બીજો એક પુરુષ આવ્યો. પોતાના અનુભવ પર વિશ્વાસ રાખી કમળપુષ્પ લેવા તળાવડીમાં ઊતરતાં અધવચ્ચે જ ઢળી ગયો. પશ્ચિમ દિશામાંથી આવેલ ત્રીજો અને ઉત્તરમાંથી આવેલ ચોથા પુરુષની પણ એ જ વલે થઈ.
- ૩૧ -
Page #21
--------------------------------------------------------------------------
________________
જ
સાત્ત્વિક સહચિંતન
માર્ગમાં મહેલ બનાવતા આપણે
મંજિલે જ્યારે પહોંચીશું?
શેઠ શ્રીનગરથી મુંબઈ જવા માટે પ્લેનમાં બેઠા. શ્રીનગરથી મુંબઈ કોઈ ડાયરેક્ટ લાઈટ ન હતી. વાયા દિલ્હી થઈ જવું પડે તેમ હતું. દિલ્હી ઊતરી જવાનું. ટિકિટ તો ડાયરેક્ટ મુંબઈની હતી, પરંતુ દિલ્હીમાં પ્લેન બદલવાનું હતું. દિલ્હી આવી ગયું. અહીંધી ચાર કલાક પછી મુંબઈની ફ્લાઈટ મળવાની હતી. દિલ્હી ઊતર્યા પછી એ શેઠે અગાઉથી જાણ કર્યા પ્રમાણે તેને હોટલમાં જમીનના દલાલ, આર્કિટેક્ટ, બિલ્ડિંગના કૉન્ટ્રાક્ટર અને ઇન્ટિરિયર ડેકોરેટર મળવા માટે આવ્યા. શેઠે જમીનના દલાલ (એસ્ટેટ કન્સલ્ટન્ટ)ને કહ્યું કે અહીં નજીકમાં પ્લૉટ ઉપલબ્ધ હોય તો મને બતાવો, મારે ખરીદવા છે. સ્થાપત્ય નિષ્ણાત અર્કિટેક્ટને કહે કે એક સુંદર મહેલનો પ્લાન-નકશો તૈયાર કરી દો, કારણ આ જમીન પર મારે મહેલ બનાવવો છે. બિલ્ડિંગ કૉન્ટ્રાક્ટરને કહે કે નકશા પ્રમાણે તમે મહેલ બનાવી દો અને ઇન્ટિરિયર ડેકોરેટરને કહે કે તમે મહેલ શોભી ઊઠે તેવી ડિઝાઈન કરો, પરંતુ આ મહેલમાં સુશોભન સાથે બધી સગવડ મળે તેનું ધ્યાન રાખશો. - બધાએ શેઠને પૂછયું, “હાલ આપ ક્યાં રહો છો ? અહીં ક્યારે રહેવા પધારશો ?" શેઠે કહ્યું, “આમ તો હું મુંબઈ રહું છું. શ્રીનગરથી મુંબઈ જઈ રહ્યો હતો. અહીં દિલ્હીમાં ચાર કલાકનો હોલ્ટ છે. મને આરામ કરવા સુંદર તમામ સગવડવાળા મહેલની જરૂર છે. તમે સમય બગાડ્યા વિના તમારે કામે લાગી જાવ.'
શેઠ નવા મહેલમાં આરામ કરી અને મુંબઈ જવાના હોય તો તે ક્યારે મુંબઈ પહોંચે ?' શ્રીનગરથી મુંબઈ જતા માર્ગમાં દિલ્હી આવે અને શેઠને માર્ગમાં મહેલ
- ૩૩ -
જો જો સાત્ત્વિક સહચિંતન સિક બનાવવો છે.
બસ, આ શેઠ જેવું જ કંઈક આપણી જીવનયાત્રાનું છે. જીવનથી મૃત્યુ વચ્ચે આપણે અનંતીવાર આ સંસારમાં યાત્રા કરી. આપણી મંજિલ તો સિદ્ધાલય મોક્ષ છે.
ઉત્તરાધ્યયન સૂત્રના નવમા અધ્યયન, નમિ પ્રવ્રજ્યામાં ઇન્દ્ર અને નમિરાજર્ષિ વચ્ચે થયેલો રસપ્રદ સંવાદ આ સંદર્ભે ચિંતનપ્રેરક બની રહેશે.
મિથિલાના મહારાજ નમિરાજ દાહજવરની દારુણ્ય વેદનાથી પીડાતા હતા. તે વખતે મહારાણીઓ અને દાસીઓ ખૂબ ચંદન ઘસી રહી હતી. હાથમાં પહેરેલી ચૂડીઓ પરસ્પર અફળાવાથી જે અવાજ ઉત્પન્ન થતો હતો તે મહારાજના કર્ણ પર અથડાઈને વેદનામાં વધારો કરતો હોવાથી મહારાજાએ મંત્રીશ્વરને કહ્યું, “આ ઘોંઘાટ અસહ્ય છે, તેને બંધ કરો.". ચંદન ઘસનારીઓએ માત્ર હસ્તમાં એકેક ચૂડી સૌભાગ્યરૂપે રાખી બધું દૂર કર્યું કે તુરત અવાજ બંધ થઈ ગયો. નમિશ્વરે પૂછયું, “કેમ કાર્ય પૂરું થયું ? મંત્રી કહે, “ના છે.” “તો અવાજ બંધ કેમ થયો” મહારાજાએ પૂછયું. નમિશ્વરને હકીકત જણાવી તે જ ક્ષણે પૂર્વયોગી નમિશ્વરના ચિત્તમાં ઝબકારો થયો, “જ્યાં બે છે ત્યાં ઘોંઘાટ છે, એક છે ત્યાં શાંતિ છે.' આ નિમિત્તથી પૂર્વજન્મનું સ્મરણ થતાં વૈરાગ્યભાવ જાગૃત થયો. વ્યાધિ શાંત થતાં યોગીએ સર્ષની કાંચળી માફક રાજપાટ ત્યાગી સંયમતપમાર્ગે પ્રયાણ કર્યું. તે અપૂર્વ ત્યાગની કસોટી કરવા ઇન્દ્ર બ્રાહ્મણનો સ્વાંગ સજી કેટલાક પ્રશ્નો પૂછે છે, રાજર્ષિ તેના ઉત્તરો આપે છે.
ઇન્દ્ર કહે, "રાજ્યનું રક્ષણ કરવું તે તારો ક્ષત્રિય ધર્મ છે. પહેલાં ક્ષત્રિયધર્મ સંભાળ પછી ત્યાગીનો ધર્મ સંભાળ." રાજા કહે, “સંવર સંયમરૂપી ભાગોળ, ક્ષમારૂપી સુંદર ગઢ અને પુરુષાર્થરૂપી ધનુષ્યથી જ સાચું રક્ષણ થઈ શકશે.” - ઇન્દ્ર કહે છે, “ક્ષત્રિયને છાજે એવા ઊંચા પ્રકારના બંગલાઓ, મેડીવાળાં ઘરો, કીડાનાં સ્થાન કરાવી અને પછી તમે ત્યાગના પંથે જાવ.”
નમિરાજર્ષિ જવાબ આપે છે : “જે ચાલતા ચાલતા માર્ગમાં ઘર કરે છે તે ખરેખર સંદેહભરેલું છે. જ્યાં જવાને ઇચ્છે છે ત્યાં જ શાશ્વત (નિશ્ચિત) ઘરને બનાવવું જોઈએ.' આ કથનનું હાર્દ બહુ જ ગંભીર છે. શાશ્વત સ્થાન એટલે મુક્તિ, મુમુક્ષુનું ધ્યેય જો માત્ર મુક્તિ જ છે તો તે સ્થાન મેળવ્યા વિના માર્ગમાં એટલે કે આ સંસારમાં બીજા ઘરબારનાં બંધન શા માટે કરે છે મારું સાચું ઘર તો દિગંત છે, જ્યાં દશે દિશાઓનો અંત છે તે જ સિદ્ધાલય છે. હે પ્રભુ, ત્વરાથી ત્યાં પહોંચવાના પુરુષાર્થની મને પ્રેરણા કર !
માર્ગમાં આવતાં અસંખ્ય પ્રપંચો અને પ્રલોભનોમાં અટવાઈ અને અટકાઈ જઈશું તો મંજિલે ક્યારે પહોંચશું ? શાશ્વતને પામવાની સાધનાની વાત નમિરાજર્ષિના આ સંવાદમાં અભિપ્રેત છે.
- ૩૪.
Page #22
--------------------------------------------------------------------------
________________
જ
સાત્ત્વિક સહચિંતન
લક્ષ્મી મહાલક્ષ્મી ક્યારે બને ?
માનવજીવનમાં મા લક્ષ્મીનું સ્થાન અનન્ય છે. જીવનવ્યવહાર માટે લક્ષ્મીની ઉપયોગિતા અને અનિવાર્યતા સ્વીકારાયેલી છે.
માનવીને મા લક્ષ્મીનું વરદાન ક્યારે મળે ? લક્ષ્મી મહાલક્ષ્મી ક્યારે બને ?
મહાત્મા ભર્તુહરીએ કહ્યું છે કે, “લક્ષ્મીનું ઉપાર્જન જો પોતે જ કર્યું હોય તો તે પુત્રી સમાન કહેવાય. જો લક્ષ્મી પિતા દ્વારા ઉપાર્જિત હોય અને વારસામાં મળી હોય તો તે બહેન સમાન ગણાય અને જો લક્ષ્મી અન્ય દ્વારા ઉપાર્જિત હોય તે પરસ્ત્રી સમાન છે.
પુત્રી કે બહેન પ્રતિ અપાર વાત્સલ્ય કે સ્નેહ હોય તો પણ લાંબો સમય પિયરમાં રાખી શકાય નહીં. આથી આ ત્રણમાંથી કોઈ પણ સ્વરૂપે મળેલી લક્ષ્મી સંગ્રહ કરવા યોગ્ય નથી. તેથી ધર્મબુદ્ધિ ધરાવતા આત્માઓ લક્ષ્મીના પરિગ્રહ કરતાં તેના ત્યાગમાં જ સ્વ-પરનું કલ્યાણ સમજે છે.
સંપત્તિની મુખ્યત્વે ત્રણ ગતિ છે - ભાગ, ચોરી અને દાન. ભોગપભોગ, મોજશોખ અને વ્યસનમાં સંપત્તિનો નાશ થાય છે. ચોરી, લૂંટ, છેતરપિંડી અને દરોડા દ્વારા પણ સંપત્તિનો નાશ થાય છે. ન્યાયસંપન્ન લક્ષ્મીનો ઉચિત જીવનવ્યવહાર માટે વિવેકપૂર્ણ ઉપયોગ કર્યા પછી વધે તેનું સુપાત્રે ઉલ્લાસ-ભાવપૂર્વક દાન દેવાથી લક્ષ્મી, મહાલક્ષ્મી
રાજકોટ તા. સાત્ત્વિક સહચિંતન
શિબિર લક્ષ્મીના પ્રથમ પુત્ર ધર્મનું ક્યારે અપમાન થાય ? મનુષ્ય નીતિનો ત્યાગ કરી અનીતિપૂર્ણ આચરણ કરે ત્યારે, ધર્મપુરુષના કહેવાયેલાં વચનોનો અનાદાર કરે ત્યારે, અધર્મને ધર્મ માને, કપટ, હિંસા, અસત્ય અને અનીતિથી ધન એકઠું કરે ત્યારે.
બીજા શબ્દોમાં કહીએ તો પરોપકાર દાન-પુણ્ય કરવું એ જ લક્ષ્મીના જ્યેષ્ઠ પુત્ર ધર્મનું બીજું નામ છે. જે વ્યક્તિ લોભ-લાલચમાં આવી ફક્ત ધનનો સંગ્રહ કરે છે અને દીન, દુઃખી, પીડિતો પ્રતિ અનુકંપા લાવતો નથી અને દાન કરતો નથી ત્યારે મા લક્ષ્મીના અન્ય ત્રણ પુત્રો કોપાયમાન થાય છે.
કવિએ આ શ્લોકમાં રાજા, ચોર અને અગ્નિના રૂપક દ્વારા સમજાવ્યું છે કે, આવી સંપત્તિ રાજા ટેક્ષ દ્વારા (સરકાર કરવેરા દ્વારા) લઈ લે છે, અથવા અગ્નિ દ્વારા સંપત્તિનો નાશ થાય છે, અથવા ચોર ચોરી કરી જાય છે. આમ માતા લક્ષ્મી ધનને શુભ કાર્યમાં વાપરવાનો સક્ત આપે છે.
પાપાનુબંધી પુણ્યની લક્ષ્મી પાપકર્મ કરાવીને જતી રહે. પુણ્યાનુબંધી પુણ્યની લક્ષ્મી પુણ્ય કર્મ કરાવીને વધતી રહે છે. જ્યારે મન, વચન અને કાયાથી ચોરી ન હોય ત્યાં લક્ષ્મીજી મહેર કરે.
‘લક્ષ્મી ચંચળ છેની સાથે જ્ઞાનીઓએ નિષ્કામ કર્મયોગની વાત કરી છે, જેમાં પુરુષાર્થ અભિપ્રેત છે. તેની પાછળ ઉધામા કે દોડધામ કરવાથી નહીં, પરંતુ પુણ્યના ઉદયથી લક્ષ્મીની સહજ પ્રાપ્તિ થાય છે. લક્ષ્મીની પ્રાપ્તિ માટેના પુરુષાર્થ કરતાં તો અશુભ કર્મના યોગે આપણી સંપત્તિ જતી રહે તે સમયે આર્તધ્યાન કે રૌદ્રધ્યાનને બદલે સમભાવ કેળવીએ તે સમ્યફ પુરૂષાર્થ કર્યો કહેવાય.
- પૂર્વના પુણ્યોદયે સંપત્તિ તો મળી, પરંતુ આપણે તે સંપત્તિ ભોગવી ન શકીએ અને બીજાને ભોગવવા પણ ન દઈએ, આવું પૂર્વે બાંધેલાં અંતરાય કર્મને કારણે થાય છે, પરંતુ જ્યારે એ અંતરાય કર્મ તૂટે અને સંપત્તિનો સદુપયોગ કરીએ ત્યારે તે લક્ષ્મી મહાલક્ષ્મી બને છે.
મહારાજા જનક, કુબેરજી, ધન્ના, શાલીભદ્ર, કેવના શેઠ અને આનંદશ્રાવક જેવા મહાપુરુષોને લક્ષ્મી વરી હતી, પરંતુ આ અનાસક્ત આત્માઓએ તો અંતરંગ ત્યાગ દ્વારા આત્મલક્ષ્મીને વરમાળા પહેરાવી દીધી. લક્ષ્મીપૂજન વેળાએ ‘મને ન્યાયસંપન્ન વૈભવની પ્રાપ્તિ થાય'ની પ્રાર્થના આપણને મહાલક્ષ્મી સમીપ દોરી જશે.
લક્ષ્મીનો ભોગ તેની ભવ્યતાનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે લક્ષ્મીનું દાન તેની દિવ્યતાના દર્શન કરાવે છે.
જ્યારે આપણી લક્ષ્મીમાં આપણે દિવ્યતાનાં દર્શન કરીશું ત્યારે ‘મા’ લક્ષ્મી આપણને વૈભવનું વરદાન પ્રદાન કરશે અને સાચા ત્યાગનો એ વૈભવ આપણી ભવ પરંપરા ટુંકાવી આત્મ તેજને ઉજાગર કરશે.
' ૩૬.
બને છે.
लक्ष्मी बायादाश्यत्वारः धर्म रांगाग्नि-तस्कराः ।
ज्येष्ठ पुत्रापमाने ने, त्रय कुटयंति बांधवा ।। લક્ષ્મીના ચાર પુત્ર છે - ધર્મ, રાજા, અગ્નિ અને ચોર. જો લક્ષ્મીના જ્યેષ્ઠ પુત્રનું અપમાન કરો તો બાકીના ત્રણ પુત્રો ક્રોધાયમાન થાય છે.
૩૫ -
Page #23
--------------------------------------------------------------------------
________________
જ
સાત્ત્વિક સહચિંતન
૧
તપ ? એક વૈજ્ઞાનિક અભિગમ
વૈભવિવૃત્તિ તો તે વ્રત
બાહ્ય અને આભ્યાંતર તપનું આપણા જીવનમાં માનસિક અને શારીરિક આરોગ્યની દૃષ્ટિએ પણ ઘણું જ મહત્ત્વ છે. તપને માત્ર આપણે કર્મનિર્જરાના સાધન તરીકે જ સ્વીકારવું જોઈએ. છતાં આપણને તેના વધારાના ફાયદા મળે છે અને કેટલાક માનસિક રોગ દૂર થાય છે. વ્યસનમાંથી મુક્તિ મળે છે. આનાથી વિલપાવર વધે છે. વધુ પડતી ચંચળતા-વીવરિંગ માઈન્ડ હોય તેમાં સ્થિરતા આવે છે. નિર્ણયશક્તિ વધે છે.
ઉપવાસ દરમિયાન ભોજન ન લેવાથી, સમગ્ર પાચનતંત્રને પાચનક્રિયાના કાર્યમાંથી મુક્તિ મળવાથી પાચનતંત્રમાં શુદ્ધિકાર્ય આરંભાય છે અને આખા શરીરમાં કોઈ જગ્યાએ ગાંઠ કે વિષદ્રવ્યોનો જમાવ થયેલો હોય તો ઉપવાસ દરમિયાન તે ઓટોલિસીસની પ્રક્રિયા દ્વારા વિસર્જિત થવા માંડે છે. તેનામાં રહેલા ઉપયોગી ભાગ શરીરનાં મહત્ત્વનાં અંગો હૃદય, મગજ વગેરેને પોષણ આપવાના કામમાં આવે છે. ઝેર શરીરમાંથી બહાર ફેંકાય છે. ગાંઠો અને ઓછી ઉપયોગી પેશીઓનું વિસર્જન થાય છે. શરીર નિર્મળ અને નીરોગી બને છે.
આયુર્વેદના ગ્રંથોમાં ઉપવાસની ઘણી પ્રશસ્તિ કરવામાં આવી છે. ઉપવાસ અને પ્રાણાયામ દ્વારા ઘણા રોગો ઘટાડવાની પદ્ધતિ વિકાસ પામી છે. કુદરતી ઉપચારમાં ગાંધીજીએ ઉપવાસનું ઘણું જ મહત્ત્વ દર્શાવ્યું છે.
- ૩૭ -
રાજકોટમાં સાત્ત્વિક સહચિંતન સિક
વૈભાવિક વૃત્તિને તોડે તે વ્રત... આપણાં વિદ્વાન વ્યાખ્યાતા મહાસતીજી ડૉ. ૫. તરલતાસ્વામીએ આત્મસિદ્ધિ શાસ્ત્રની ૨૮મી ગાથા સમજાવતાં આ વાત ખૂબ જ સુંદર રીતે કરી છે.
લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, ચહ્યું વ્રત અભિમાનઃ
ચહ્યો નહિ પરમાર્થને, લેવા લૌકિક માન... મતાર્થી જીવ વ્રત પ્રત્યાખ્યાન કરતો હોય છે. સામાન્યતઃ એવું જોવા મળે કે કોઈ પણ જીવ પહેલા દ્રવ્ય-ચારિત્રરૂપ વ્રત પ્રત્યાખ્યાનથી જ ધર્મની શરૂઆત કરતો હોય છે. તેને બહુ ખબર ન હોય કે શા માટે વ્રતો કરવાં ? કેટલાકને એમ સમજણ પણ હોય કે તપ કરવાથી કર્મનિર્જરા થાય તેનો માપદંડ શું ? અઠ્ઠમ કરીએ કે માસખમણ !
આટલા તપનું વળતર પણ એવું જ હોવું જોઈએ. અહીં ભૌતિક વળતર હોઈ શકે જ નહીં
- આટલા તપનું વળતર પણ એવું જ હોવું જોઈએ. અહીં ભૌતિક વળતર હોઈ શકે જ નહીં. અહીં કર્મનિર્જરાના વળતરની વાત છે. તપશ્ચર્યા પછી આપણે વિચારીએ છીએ કે આપણાં કેટલાં કર્મોની નિર્જરા થઈ ?
આત્મા સાથે સત્તામાં પડેલાં કર્મો પોતાની સ્થિતિ પૂર્ણ કરી ક્ષય સન્મુખ થાય તે નિર્જરા તપશ્ચર્યા કરવાથી કર્મોની સ્થિતિ જલદી પૂરી થાય છે અને તે આત્મા પરથી ખરી પડે છે.
આ રહસ્યને સમજાવવા માટે જ શ્રીમદ્જીએ ગાથામાં એક માર્મિક શબ્દ મૂક્યો છે - ‘વૃત્તિ'. તેઓ કહે છે - લસું સ્વરૂપ ન વૃત્તિનું, વૃત્તિને ઓળખવાની છે. કર્મ સહિત આત્મામાં બે પ્રકારની વૃત્તિઓ વહી રહી હોય. એક સ્વાભાવિક વૃત્તિ અને બીજી વૈભાવિક વૃત્તિ.
જ્ઞાનાદિ મૌલિક ગુણો તથા ક્ષમા, શ્રદ્ધા, વિવેક આદિ ગુણોનું પરિણામ ધારામાં પ્રગટ થવું તે છે સ્વાભાવિક વૃત્તિ અને ક્રોધાદિ કષાયો રાગ, દ્વેષ, વિકાર આદિ દુર્ગુણોરૂપ આત્માનું પરિણમી જવું તે અને પછી તે રૂપે પ્રગટ થવું તે છે વૈભાવિક વૃત્તિ.
આ બન્ને વૃત્તિઓના સ્વરૂપને જાણી, વૈભાવિક વૃત્તિઓ દૂર કરવા અને સ્વાભાવિક વૃત્તિઓને પ્રગટ કરવા માટે જ આખીય ધર્મઆરાધના છે, તેમાં તપનો સમાવેશ પણ થઈ જાય. વૃત્તિને તોડે તે વ્રત. આપણને હેરાન કરતી
• ૩૮
Page #24
--------------------------------------------------------------------------
________________
જોક સાત્ત્વિક સહચિંતન શિબિર
જ
સાત્ત્વિક સહચિંતન અંદરની વિકારી વૃત્તિને તોડવા માટે જ આપણે તપ કરવાનું છે. જરા રૂપ જોઉં કે અંજાઈ જાઉં, વિકારી શબ્દો સાંભળું, વિકારી દૃશ્યો જોઉં ને વિકારી વૃત્તિઓ ઉછાળા મારવા માંડે - બહુ સતાવે. ઉપવાસ દ્વારા આત્માની નજીક પાસ કરીને મારા અવિકારી સ્વરૂપમાં વાસ કરી વૃત્તિને અંતરથી નિહાળી, તેની સાથે યુદ્ધ કરીને હરાવવી છે. જો તપસ્વીની ચિંતનધારા આ રીતે ચાલે તો વૃત્તિઓ કેટલે અંશે નિર્બળ બની તે પણ અનુભવી શકાય. આમ ક્રોધની સામે ક્ષમા, માયાપ્રપંચ સામે સરળતા, લોભ સામે સંતોષની વૃત્તિમાં, જો તપ-ત્યાગ કર્યા પહેલાંની સ્થિતિ અને પછીની સ્થિતિમાં સુધારો થતો હોય, વિભાવનાં નિમિત્તો આવે છતાં જીવ નિભાવરૂપે પરિણત ન થતો હોય અથવા ઓછો થતો હોય તો સમજી લેવું કે તપથી કર્મોની નિર્જરા થઈ છે. આ જ કર્મનિર્જરાનો માપદંડ છે.
જેણે વૃત્તિનું સ્વરૂપ જાણ્યું, તે સાધક જ વ્રતના મૂલ્યને સમજી શકે. અન્યથા ગ્રહ્યું વ્રત અભિમાન. આપણે વ્રતને ગણાવ્યા કરીએ છીએ કે હું આટલા ઉપવાસ કરું, આટલા આયંબિલ કરું, મારો આટલામું વર્ષીતપ છે અને બીજા સાથે સરખામણી કરીએ તો આપણું અભિમાન પોષાય છે. જેનાથી કષાયો મંદ કરવાના હતા, તેનાથી જ કષાયો વધુ ઉગ્ર બને. આમ લૌકિક માનમાં પડેલો જીવ ગ્રહે નહિ પરમાર્થને. પરમાર્થ એટલે મોક્ષસાધક જેટલાં સાધનો. સદ્ગરનાં મોક્ષ સાધનાનાં વચનો તે પણ પરમાર્થ. તપસ્યા લૌકિક માટે નહિ, ઈહલૌકિક કે પરલૌકિક હેતુ માટે પણ નહિ, પરંતુ માત્ર કર્મનિર્જરા અર્થે છે.
શ્રીમજીનાં સાહિત્યનાં આધ્યાત્મિક મૂલ્યો
શ્રીમદ્ રાજચંદ્રજીના સાહિત્યસર્જનમાં આધ્યાત્મિક મૂલ્યોની વાત કરીએ ત્યારે એમના વ્યક્તિત્વની એક વંદનીય છબી આપણી સામે આવે અને આપણને અનુભૂતિ થાય કે શ્રીમદ્રના સમગ્ર વ્યક્તિત્વમાંથી સતત અધ્યાત્મ પ્રગટ થાય છે. જાણે અધ્યાત્મ અને શ્રીમદ્ એકબીજાના પર્યાય છે, માટે તેમના જીવનકવનના આધ્યાત્મિક મૂલ્યાંકનની વિવેચના ના થઈ શકે, પરંતુ આપણી આકંઠ સરસ્વતીને પાવન કરવા તેમના સર્જનની પરિકમ્મા અભિવંદના જ કરી શકાય.
તેમના સર્જનમાં ઘણું જ વૈવિધ્ય છે જેમાં મુખ્યત્વે, તેમનું એક વિપુલ કાવ્યસર્જન, બીજું મુમુક્ષ પર લખાયેલા પત્રો, ત્રીજે ઉપદેશ નોંધ, હાથ નોંધ વેદાંત અને જૈન દર્શન સંબંધી નોંધો, મોક્ષમાળા સહિત ઉપરાંત અન્ય સર્જનોનો સમાવેશ થાય છે. જ્યારે આપણે શ્રીમદ્જીના સાહિત્યની વાત કરીએ છીએ ત્યારે તેમની સાહિત્ય અંગેની એક નાનકડી નોંધ તપાસીએ.
તેમણે નોંધ્યું છે કે, “કાવ્ય સાહિત્ય કે સંગીત આદિકલા એ આત્મશ્રેયાર્થે ન હોય તો કલ્પિત એટલે કે નિરર્થક, સાર્થક નહીં. જીવનની કલ્પના માત્ર ભક્તિ પ્રયોજનરૂપ ન હોય કે આત્માર્થ ન હોય તો બધું જ કલ્પિત.
શ્રીમજીએ આ એક વાક્યમાં ખૂબ જ ગહન વાત કહી છે. ગાગરમાં સાગર જેવા આ મહત્ત્વના એક વાક્ય પર ચિંતન કરીએ તો, કલા અને સાહિત્યસર્જનની વિચારણાને એક નવી દિશા મળશે.
૩૯ :
૪૦.
Page #25
--------------------------------------------------------------------------
________________
સાત્ત્વિક સહચિંતન
કૃપાળુદેવ શ્રીમદ્જીના કહેવાનું તાત્પર્ય છે કે, કાવ્યસાહિત્ય કે સંગીત વગેરે કલાઓમાં જો આત્મશ્રેયનું ધ્યેય ભળે, તે સર્જનને આત્મકલ્યાણનું કારણ મળે તો તે કલા સાર્થક બને. કલાનું અંતિમ ધ્યેય પરમ સમીપે પહોંચવાના હેતુરૂપ હોય તો જ કલા સાધના બની શકે અને તે સ્વ-પરને કલ્યાણકારી બની શકે.
સંગીત, કલા કે સાહિત્યજગતના સાધકો કદાચ આ વાત સંપૂર્ણ રીતે ન પણ સ્વીકારે પરંતુ અનેકાંત દષ્ટિએ વિચારતા આ તથ્યનો સ્વીકાર થઈ શકે.
સાંપ્રત સમાજજીવનનો પ્રવાહ, માનવમનની કલ્પનાશક્તિ અને વિવિધ કલાઓનાં અનેક પાસાંઓને લક્ષમાં લઈને જ આ વિધાનનો યથાર્થ સ્વીકાર થઈ શકે. કલાકારને સર્જન સ્વાતંત્ર્યનો અધિકાર છે, સ્વચ્છંદતાનો નહિ. સદ્નચરણમાંથી પરાવર્તિત થયેલી કલામાં સાત્ત્વિકતા આવશે, માટે જ ગાંધીજી કહેતા કે શીલ એવું સર્જન.
અહીં એ વાતનું પણ સ્મરણ રાખવું પડશે કે, આ વિધાન શ્રીમદ્દ કહે છે અને શ્રીમદ્ઘની દરેક વાત કે વિચાર આત્મલક્ષી જ હોય. અધ્યાત્મ અભિપ્રેત હોય જ.
કોઈ કલાકાર કે સર્જકને કલાકૃતિના સર્જનનું આપણે કારણ પૂછીએ તો મહદ્અંશે એ જવાબ દેશે કે, હું મારા નિજાનંદ માટે કલાકૃતિનું સર્જન કરું છું, મારા આત્માના આનંદ માટે રચના કરું છું, તો કલાકારની આ નિજાનંદની વાત અને શ્રીમન્જીની આત્મશ્રેયાર્થની વાત તદ્દન સમીપ છે.
કાવ્યસાહિત્ય કે સંગીત વગેરે કલાઓ માત્ર ભક્તિ પ્રયોજનરૂપ ન હોય તો તે માત્ર કલ્પિત અને નિરર્થક બની રહેશે. જે કલા દ્વારા આત્મગુણોનો વિકાસ થાય તે કલા જ સાર્થક. જે સર્જનમાં નિજસ્વરૂપને પામવાની ઝંખના નથી તે કૃતિ ઇન્દ્રિયોના મનોરંજન કરનારી નીવડે છે, જેનું પરિણામ ભોગ-ઉપભોગ અને તૃષ્ણા વધારનારું, રાગ-દ્વેષ અને સંસાર વધારનારું હોય છે. સૂરદાસ, તુલસીદાસ, મીરાં, નરસિંહ, કબીર કે અવધૂત આનંદઘનજીનું સંગીત કે કાવ્યસાહિત્ય, ભક્તિ પ્રયોજનરૂપ કે આત્માર્થે હોવાથી ચિરંજીવ બની અમરત્વને પામ્યું.
જાણે ઉપરઉપરથી છીછરા પાણીમાં છબછબિયાં કરાવતી કલા અને સાહિત્ય કૃતિઓ ક્ષણિક આનંદ આપે અને તેનું આયુષ્ય માત્ર પરપોટા જેટલું હોઈ, કાળના પ્રવાહમાં વિસ્તૃત બની જાય, પરંતુ શ્રીમદ્ભુ જેવા સર્જકની કૃતિઓ સ્વ-પરની કલ્યાણકારી બની ગઈ, કારણકે તેમાં આત્મત્વના ઊંડાણમાં ડૂબકી લગાવ્યા પછીના નિજી ભાવ કે ઉત્કટ સંવેદના વ્યક્ત થયાં છે. શુદ્ધ આચરણમાં પરાવર્તિત થયેલી સર્જકતાએ
૪૧
સાત્ત્વિક સહચિંતન આત્માની અમરતાનું ગાન પ્રગટ કર્યું છે.
સાહિત્યનો ઉદ્દેશ માત્ર ધર્મોપદેશ કે નીતિના પ્રસાર-પ્રચારનો જ નથી, પરંતુ સાહિત્યસર્જનનો મૂળ ઉદ્દેશ તો શુભ તત્ત્વોનાં દર્શનનો જ હોવો જોઈએ. માટે જ સાહિત્યને જીવનનો અમૃતકુંભ કહ્યો છે.
આ અંગેના કાર્યક્રમોની વિચારણા વખતે શ્રીમદ્ભુનાં સાહિત્ય, સંગીત કે કલા આત્માર્થે જ હોય તે વાત દીવાદાંડી સમાન બની રહેશે, કારણકે વિવિધ કલાઓ એ સાહિત્યજીવનનું એક અંગ છે. જીવનને ઘડવામાં, જીવનને સુસંસ્કૃત બનાવવામાં તેનું ઘણું મોટું યોગદાન છે, માટે તે ક્ષેત્રની વિશુદ્ધિ માનવજીવનને ઊંચાઈ પર લઈ જશે. આપણે જોયું કે શ્રીમદ્જીની આ નાનકડી નોંધમાં અધ્યાત્મઅમૃત છલોછલ ભરેલું છે.
શ્રીમના વિપુલ કાવ્યસર્જનમાં સદ્ગુરુ ભક્તિરહસ્ય (વીસ દોહરા), આત્મસિદ્ધિ શાસ્ત્ર, અમૂલ્ય તત્ત્વવિચાર, અપૂર્વ અવસર સહિત અનેક કાવ્યોની રચનામાં આત્મચિંતનનું નિરૂપણ થયું છે.
કાવ્યની એકએક ગાથા પર એકએક ગ્રંથની રચના થાય કે એકએક ગાથા પર એકએક પ્રવચન શ્રેણી યોજી શકાય એવાં અધ્યાત્મ રહસ્યો ભરેલાં પડચાં છે.
શ્રીમદ્ઘના વિચારમંથન પછી જે નવનીત પ્રગટ થયું તેનું આ સર્જન શાસ્ત્ર બની ગયું.
આત્મસિદ્ધિ શાસ્ત્રની ૨૮મી ગાથામા
લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, ગ્રહ્યું વ્રત અભિમાન
ગ્રહે નહિ પરમાર્થને, લેવા લૌકિક માન.
આત્મગુણો પ્રગટ કરવા કર્મોની નિર્જરા કરવાના આ રહસ્યને સમજાવવા માટે શ્રીમદ્ભુએ ગાથાના પૂર્વ પક્ષમાં એક માર્મિક શબ્દ મૂક્યો એ છે ‘“વૃત્તિ’”. “લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, વૃત્તિને ઓળખવાની છે. કર્મ સહિત આત્મામાં બે પ્રકારની વૃત્તિઓ વહી રહી છે. એક સ્વાભાવિક વૃત્તિ અને બીજી વૈભાવિક વૃત્તિ.
જ્ઞાનાદિ મૌલિક ગુણો, ક્ષમા, સત્ય, સરળતા, નિર્લોભતા, સમતા, વિવેકનું પરિણામ ધારામાં પ્રગટ થવું તે સ્વાભાવિક વૃત્તિ અને ક્રોધાદિ રૂપ આત્મામાં પરિણમી જવું અને પછી તે રૂપ પ્રગટ થવું તે વૈભાવિક વૃત્તિ છે.
૧૭ અક્ષરની હાઇકુ કવિતામાં આ વાતને સુંદર રીતે રજૂ કરી છે -
૪૨
Page #26
--------------------------------------------------------------------------
________________
કરી સાત્ત્વિક સહચિંતન મનમાં રામ ને મનમાં રાવણ રામને સચો”.
પ્રત્યેક માનવીના મનમાં રામ નામના શુભ વિચારોની એક વેલ ઊગે છે અને રાવણ જેવા દુષ્ટ વિચારોની પણ એક વેલ ઉગે છે. કવિએ અહીં શુભ ચિંતનને પોષવાની, સદ્વિચારની વેલને ઉછેરવાની વાત કરી છે.
શ્રીમદ્જીએ અહીં વૃત્તિના સ્વરૂપનું આત્મનિરીક્ષણ કરવાની વાત કરી છે. આપણી પોતાની વૃત્તિનું પ્રવૃત્તિ અને આસક્તિ સાથે અનુસંધાન છે તેનું આપણે ઓક્ઝર્વેશન જ નહીં, પરંતુ ઇંસ્ટ્રોસ્પેક્ષન પણ કરવાનું છે.
વળી પ્રવૃત્તિ સાથે વૃત્તિ બદલી અને તેમની સાથેના આસક્તિના અનુબંધને પણ તોડવું પડશે.
આ વાતને સરળ રીતે સમજીએ.
એક સંતે તેના ભક્તજનને કહ્યું, તમને ચા-તમાકુનું વ્યસન છે તે સારું નથી. તેને છોડી દો. થોડા દિવસ પછી પેલો ભક્તજન સંતનાં દર્શને આવ્યો ને કહ્યું - બાપજી, ચા-તમાકુ છોડી દીધાં છે. સંત કહે, સારું ક્ય, પણ દિવસમાં ચા-તમાકુ યાદ આવે ત્યારે શું કરો ? ચા યાદ આવે ત્યારે કૉફી પી લઉં અને તમાકુ યાદ આવે ત્યારે ગુટકા ખાઈ લઉં! પ્રવૃત્તિ બદલી, વૃત્તિ નહીં.
એક મુનિની પ્રેરણાથી શિક્ષસંકુલની સ્થાપના થઈ. મુનિના દસ વર્ષના પ્રચંડ પુરુષાર્થ બાદ સંસ્થા એક આદર્શ સંસ્કારધામ બની. કેટલીક સૈદ્ધાંતિક બાબતોમાં સંચાલકો અને ટ્રસ્ટીઓ સાથે એ મુનિને મતભેદ થયો. મુનિનું આર્તધ્યાન જોઈ તેમના ગુરુએ કહ્યું કે, આ સંસ્થામાં તું આસક્ત થયો છે. તારું આર્તધ્યાન, રૌદ્રધ્યાન તરફ ઝડપથી જઈ રહ્યું છે. આ સંજોગોમાં તું મૃત્યુ પામે તો આ શિક્ષણસંકુલમાં સાપ તરીકે જ જન્મે. મુનિને ઝટકો લાગ્યો. પોતાની વૃત્તિ અને પ્રવૃત્તિ પર નિરીક્ષણ ક્ય. આલોચના કરી. આખી રાતના મનોમંથન બાદ ચિત્તમાંથી પહેલા સંસ્થાને અને તેના સંચાલકોને દૂર કર્યા. વહેલી સવારે સંસ્થાના સ્થાનકમાંથી વિહાર કર્યો. મુનિની જાગૃત ચેતનાના સમ્યફ પરાક્રમે અહીં પ્રવૃત્તિ સાથે વૃત્તિ બદલાઈ ગઈ. સંસ્થામાંથી મુનિનું મહાભિનિષ્ક્રમણ નિજી સંયમજીવનનો મર્યાદા મહોત્સવ હતો. નગરમાં એક સંન્યાસી આવ્યા. સંન્યાસીની જીવનચર્યા જોઈ રાજા એ સંન્યાસી
૪૩
કાકા છોકરા સાત્ત્વિક સહચિંતન કિકારક બનવાનું નક્કી કર્યું. રાજપાટ, વૈભવ છોડી રાજા સંન્યાસી પાસે આવ્યા અને કહ્યું કે મને સન્યસ્ત દીક્ષા આપો.
સંન્યાસીએ રાજાને દીક્ષા આપી. રાજા તો જંગલમાં કુટિર બનાવી રહેવા લાગ્યા. રાજાને દીક્ષા આપનાર ગુરુ અન્યત્ર ચાલી ગયા. સંન્યાસી બનેલા રાજા માત્ર કુટિરને સ્વચ્છ-સુઘડ જ નથી રાખતા, ધીરે ધીરે કુટિરને વિશાળ બનાવે છે. વિવિધ વૃક્ષોનાં રંગીન લાકડાંઓની કલાકૃતિ બનાવી, વાંસની કમાનો બનાવી તે શણગારે છે. વિવિધ રંગીન ફૂલો અને પર્ણોથી કુટિરનું સુશોભન કરે છે. કુટિરના વિશાળ આંગણમાં કેટલાંક પશુ-પંખીને પાળે છે.
એક વર્ષ પછી રાજાને દીક્ષા આપનાર સંન્યાસી ગુરુ તે જંગલના રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા. રાજાએ ગુર સંન્યાસીને પોતાની કુટિરમાં પધારવા આમંત્રણ આપ્યું. રાજાએ કુટિર, આંગણ, પશુ-પંખી અને સુશોભન બતાવી પડ્યું,
ગુરુજી, મારી કુટિર કેવી લાગે છે ?
ગુરુજીએ કહ્યું, કુટિર તો મહેલ જેવી સોહાય છે. ગુરુ દ્વારા કુટિરનાં વખાણ સાંભળી સંન્યસ્ત થયેલા રાજાના મુખ પર અહમ્ અને ખુશીના ભાવ જોઈ ગુર વિચારે છે.
રાજા મહેલમાંથી તો બહાર નીકળી ગયા, પરંતુ રાજામાંથી મહેલ નથી ગયો. ચિત્તમાં મહેલ મોજૂદ છે જ.
ગુરુ કહે -
પહેલા મહેલ અને રાજ્યનો વિસ્તાર અને શણગાર કરતા હતા, હવે કુટિરનો. પહેલા મહેલ, રાણી, કુંવરો, સેવકો પ્રત્યે મોહ તો હતો, હવે કુટિર, ફૂલ, ઝાડ, પાન, પશુ-પંખી પ્રત્યે મોહ, આમાં પરિગ્રહ પ્રત્યેની આસક્તિ કેમ છૂટશે ? પ્રવૃત્તિ જરૂર બદલાઈ, વૃત્તિ નથી બદલાઈ. રાજામાંથી રાજર્ષિ થવું હોય તો પ્રવૃત્તિ સાથે વૃત્તિને બદલવી પડશે. સંન્યાસી બનેલ રાજા પ્રમાદ અને મોહની નિદ્રાથી જાગૃત થયા. પશુપંખી, ફૂલ-ઝાડ અને કુટિરનો ત્યાગ કરી અન્ય સ્થળે ચાલી ગયા. પૂર્વે સંન્યાસી થવા સમગ્ર સામ્રાજ્યનો અને વૈભવનો ત્યાગ કર્યો હતો તે ત્યાગ કરતાં જંગલની આ ફટિરનો ત્યાગ મહાન હતો, કારણ આ ત્યાગમાં ચિત્તવૃત્તિમાંથી આસક્તિનો ત્યાગ અભિપ્રેત હતો. અહીં પ્રવૃત્તિની સાથે વૃત્તિ બદલાઈ હતી. કુટિરમાંથી અન્યત્ર જંગલ તરફ જતી સંન્યાસીની યાત્રા અનાસક્તિના માર્ગે મુક્તિની યાત્રા હતી.
૪૪
Page #27
--------------------------------------------------------------------------
________________
સાત્ત્વિક સહચિંતન ક્લિ
આપણે લાખો રૂપિયા ખર્ચી વિદેશ પ્રવાસમાં જઈએ. ત્યાં પણ ગુજરાતી વાનગી શોધીએ. હોટેલ છોડતી વખતે શેમ્પની બૉટલ કે સાબુ ન છોડીએ.... આ વૃત્તિ. | પ્રવૃત્તિ સાથે વૃત્તિ બદલે અને આસક્તિ સાથેનો અનુબંધ તૂટે તો જ વૃત્તિ સ્વાભાવિક બની શકે ને પારમાર્થિક બની શકે. માટે જ શ્રીમદ્જીએ અધ્યાત્મમાર્ગના સાધકોને વૃત્તિ પર સંશોધન કરવાની શીખ આપી છે.
શ્રીમદ્જીનાં વિવિધ સાહિત્યસ્વરૂપોમાં પત્ર સાહિત્યનું વિશિષ્ટ યોગદાન છે. મોક્ષમાર્ગના સાધકો માટે આ પત્રો અમૂલ્ય નજરાણું છે. આ પત્રોએ અધ્યાત્મ શ્રત સંપદાને સમૃદ્ધ કરી છે.
સંવત ૧૯૪૭થી ૧૯૫૭ સુધીનાં તેર વર્ષના ગાળામાં લગભગ ૯૫૦થી વધારે પત્રો ઉપલબ્ધ થાય છે. ૩૫૦થી વધારે પત્રો, જુઠાભાઈ, ગાંધીજી સહિત કેટલાક મુમુક્ષુઓ અને અલગઅલગ વ્યક્તિઓ પર લખાયેલા છે. ૧૨૫ પત્રો અંબાલાલભાઈ પર લખેલા. ૧૮૦ જેટલા પત્રો લઘુરાજ સ્વામી પર લખાયેલ છે. સૌથી વધુ પત્રો એટલે કે ૨૫૦ જેટલા પત્રો તેમના પરમસખા શ્રી સૌભાગ્યભાઈ પર લખાયેલા છે. ગાંધીજીને હિન્દુ ધર્મમાં થયેલી શંકાનું નિવારણ શ્રીમદ્જીના પત્રો દ્વારા થયું. ગાંધીજીએ નોંધ્યું છે કે, “આધ્યાત્મિક ભીડ” વખતે મને શ્રીમદ્જીનો આશરો હતો. એ પરથી આપણે જાણી શકીએ કે શ્રીમદ્જીના પત્રો કેટલી આધ્યાત્મિક ઊંચાઈએ હશે. ઉપરાંત આ ચાર આધ્યાત્મિક પુરુષો આવા વિષમકાળમાં શ્રીમદ્જીથી આત્મજ્ઞાન પામ્યા તે પરથી આપણે સમજી શકીએ કે શ્રીમજીનું આધ્યાત્મિક સાહિત્ય કેટલું ઉચ્ચ કોટિનું હશે.
- શ્રીમદ્જીએ પત્રોમાં કરેલ સંબોધનો પણ તેમની આધ્યાત્મિક આંતરચેતનાની સાક્ષી પૂરે છે.
શ્રીમદ્જીએ પત્રોમાં કરેલાં સંબોધનો - આત્મહિતાભિલાષી આજ્ઞાંકિત મુમુક્ષુ ભાઈઓ સજિજ્ઞાસુ, માર્ગાનુસારી મતિ મહાભાગ્ય જીવનમુકત બોધસ્વરૂપ, સપુરુષ વગેરે.... આ તમામ પત્રો અધ્યાત્મ ભાવોથી સભર છે. સેંકડો વિષયોનું પત્રોમાં સહજ
૫
જીવન જીવી સાત્ત્વિક સહચિંતન શિબિર રીતે નિરૂપણ થયું છે.
- નિશ્ચય અને વ્યવહારનો અદ્ભુત સમન્વય પણ આ પત્રોમાં જોવા મળે છે. એવા જ એક પત્રના કેટલાક અંશ જોઈએ -
પત્ર ક્રમાંક ૭૭૨. મુમુક્ષ, સાધુ, સંત, ગુરુ, શિષ્ય, પુત્ર, ગૃહસ્થ દરેકને માર્ગદર્શક આ પત્રમાં શ્રીમદ્જી ફરમાવે છે
કેટલાક રોગાદિમાં ઔષધાદિ પ્રાપ્ત થાય છે અને અસર કરે છે. કેટલાકમાં ઔષધિ પ્રાપ્ત થતી નથી, અસર પણ કરતા નથી. અમુક કર્મબંધ કેવા પ્રકારનો છે તે તથારૂપ જ્ઞાનદષ્ટિ વિના જાણવું કઠણ છે. એટલે ઔષધાદિ વ્યવહારની પ્રવૃત્તિ એકાંતે નિષેધી ન શકાય. પોતાના દેહના સંબંધમાં કોઈ પરમ આત્મદૃષ્ટિવાળો પ્રપ તેમ વર્તે તો, એટલે ઔષધાદિ ગ્રહણ ન કરે તો તે યોગ્ય છે, પણ બીજા સામાન્ય જીવો વર્તવા જાય તો એકાંતિક દૃષ્ટિએ હાનિ કરે.'
શ્રીમદ્જીના પત્રના આ ભાવ સમજતા વિચારવાનું કે આપણે તો સંતો, સ્વજન, માતા-પિતા કે આશ્રિતોના રોગ કે પીડા સમયે સંપૂર્ણ વૈયાવચ્ચ કરવાની કારણકે તે સ્વ-પર કલ્યાણકારી છે.
નગરથી ઉપવન તરફ જતાં રાજમાર્ગ પર ચાલી જતી બે સહિયરોએ એક દૃશ્ય જોયું. કૌતુકભરેલા દૃશ્યને નિહાળવા એ બન્ને સખી આગળ ચાલી.
નગરશ્રેષ્ઠી હાથીની અંબાડી પર બેઠેલા હતા. બાજુમાં મહાવત, આગળપાછળ સેવકો ચાલી રહ્યા હતા. રાજમાર્ગથી રસ્તો ફંટાયો, નાનકડો રસ્તો ઉપવન તરફ જતો હતો, ત્યાં શ્રેષ્ઠી હાથી પરથી ઊતર્યા અને ઘોડા પર બેઠા. થોડું આગળ ચાલતા એક પગદંડી આવી. શ્રેષ્ઠી ઘોડા પરથી ઊતર્યા. અનુચરો પાલખી લઈને ઊભા હતા તેમાં શ્રેષ્ઠીને બેસાડી ઉબડ-ખાબડ કેડી પર જરા પણ આંચકો ન આવે તેમ ભોઈઅનુચરો પાલખી ઊંચકીને ચાલવા લાગ્યા. ઉપવન આવતા શ્રેષ્ઠી નીચે ઊતર્યા અને બંગલામાં મખમલી તળાઈ સાથેની ફૂલ જેવી શૈયા પર સૂતા. અનુચરો પગ દબાવવા લાગ્યા એ કૌતુકભર્યું દૃશ્ય જોતાં એક સખી બીજી સખીને પૂછે છે :
હાથી બેઠો, ઘોડે બેઠો બેઠો પાલખીમાંય કિયા દિનકો થકો, સખીરી પડવો દબાવત પાય''. આ શેઠ હાથી-ઘોડા ને પાલખીમાં જ બેઠા છે, ચાલ્યા લગીરે નથી, તો ક્યા
૪૬
Page #28
--------------------------------------------------------------------------
________________
કે સાત્ત્વિક સહચિંતન દિવસનો એવો તે તેને થાક લાગ્યો કે પગ દબાવે છે ? સખી જવાબ આપે છે :
“સાધુ સંત કી સેવા કિની ચાલ્યો આણવણ પાય તા' દિનકો થકો સખીરી પડયો દબાવત પાય. માત-પિતા કી સેવા કિની, દેખો નવ દિનરાત
તા' દિનકો થકો સખીરી પડો દબાવત પાય.” હે સખી, તું સાંભળ ! પૂર્વભવમાં આ શેઠે સાધુ-સંતોની ખૂબ વૈયાવચ્ચ, સેવાશુશ્રુષા કરી હતી. પાદવિહારમાં સાધુ-સંત સાથે ઉઘાડે પગે ચાલ્યો હતો. દિવસ-રાત જોયા વિના માતા-પિતાની સેવા કરી તેનો થાક ઉતારે છે. પૂર્વના એ થાક્ન ઉતારવા તેના દેહને વિશ્રામ આપવા અનુચરો પગ દબાવે છે.
સખીઓના સંવાદનો એવો સંકેત છે કે, પૂર્વે સાધુ-સંત અને માતા-પિતાની વૈિયાવચ્ચ, સેવા-સુશ્રુષા કરનારને તેના પ્રચંડ પુણ્યોદયે કેવી સમૃદ્ધિ મળે છે !
માટે જ શ્રીમજીએ પત્રમાં અનેકાંત દૃષ્ટિનો ઉપયોગ કરી વૈયાવચ્ચ કરવાનું માર્ગદર્શન આપ્યું છે.
પરંતુ આપણાં સ્વજન માતા-પિતા, સંતો કે આશ્રિત રોગ કે પીડાનો ભોગ બને ત્યારે એમ વિચારવાનું નહિ કે હવે આ ઉમરે આવા ભયાનક રોગમાં ઔષધ-ઉપચાર શું કરવા? આપણે તો પ્રમાદ છોડી વૈયાવચ્ચેનો પ્રચંડ પુરુષાર્થ આદરવો ઉચિત છે. આવા સમયે પુરુષાર્થમાં કરુણા અને અનુકંપાભાવ અભિપ્રેત છે. ગૃહસ્થ વ્યવહારમાં વિવેકબુદ્ધિ દાખવી નિરવઘ નિપાપ ઔષધ, ઉપચારની વૃત્તિ રાખવી જોઈએ.
શ્રીમદ્જીના આ પત્રમાં નિશ્ચય અને વ્યવહારનો અદ્ભુત સમન્વય જોવા મળે છે. પત્રાંક ૮૬૦, ૬૮૯, ૨૯૨ સમાધિમરણનું કારણ બને તેવા છે. આજે પણ અંતિમ સમયની આરાધના માટે આ પત્રો દિવ્ય ઉપચાર સમાન છે અને અશાતાના ઉદય સમયે સમતા અને પરમાતા ઉપજાવનાર છે.
આપણે જોયું કે શ્રીમદ્જીનાં કાવ્યસાહિત્ય કે પત્રસાહિત્ય કે ઉપદેશ નોંધો અને દરેક પ્રકારના સર્જનમાં આપણને પરમઆધ્યાત્મિક મૂલ્યોનાં દર્શન થાય છે.
અપૂર્વ અવસરમાં શ્રીમદ્જીએ આત્માના ગુણસ્થાનક કમ દર્શાવ્યા છે. આત્મવિકાસના તબક્કાનું આધ્યાત્મિક નિરૂપણ કર્યું છે. પરમદાર્શનિક પૂ. જયંતમુનિએ
૪૭.
જીવન જીવી સાત્ત્વિક સહચિંતન શિબિર આ કાવ્યને અલૌકિક ઉપલબ્ધિ કહી આને નિગ્રંથતાથી નિર્વાણ સુધીની યાત્રાનું વર્ણન કરતી આકૃતિ સ્વયં ચેતનાનું જાગરણ કહી આંતરશક્તિ જગાડવા માટેની પ્રાર્થના છે એમ કહ્યું છે. આ પદના કર્તા રાજચંદ્ર મટીને જ્ઞાનચંદ્ર બની કેવળ જ્યોતિર્મય ભાવે આપણી સમક્ષ ચમકી રહ્યા છે.
આ કાવ્ય વિશે “સિદ્ધિનાં સોપાન” પુસ્તકમાં મુનિ સંતબાલજીએ લખ્યું છે
અપૂર્વ અવસરની રચનામાં કવિશ્રી એવા સફળ થયા છે કે આગ્રાનો તાજમહેલ જેમ શિલ્પનિયાની અદ્દભુત કળાનો નમૂનો છે તેમ આ ગીતા જેવા સર્વમાન્ય ગ્રંથની હરોળમાં આવે એવો આધ્યાત્મિક જગતના આલીશાન મંદિરનો કળાનમૂનો છે, ગીતાની આસપાસ જેમ આખું આધ્યાત્મિક જગત છે તેમ આની આસપાસ આધ્યાત્મિક જગતમાંથી કાઢી આપેલો કેવળ મલીદો છે. એ પચાવવા માટે અમુક ભૂમિકા જોઈએ, એ પણ જો જેને પચે તેનો બેડો પાર.
આમ, સંતબાલજી અપૂર્વ અવસરને ગીતા જેવો મહાગ્રંથ ગણે છે અને તેને અધ્યાત્મમંથન પછી મેળવેલું નવનીત કહે છે.
આધ્યાત્મિક માર્ગ માટે ગુરુનું મહત્ત્વ છે. શ્રીમદ્જીએ ઠેરઠેર ગુરુનો મહિમા ગાયો છે.
શ્રીમદજીની કેટલીય રચનાઓમાં મહત્ત્વનો મુદ્દો ‘કેસરનું મહત્ત્વ' છે. સરની કૃપા વિના મોક્ષમાર્ગ પ્રાપ્ત ન કરી શકાય. શ્રીમદ્જીએ આત્મસિદ્ધિ શાસ્ત્ર ‘બિના નયન’, ‘લોકસ્વરૂપનું રહસ્ય’, ‘અતિમ સંદશો’, ‘મૂળ મારગ’ આદિ રચનાઓમાં ગુરુનું મહત્ત્વ બતાવ્યું છે. - બિના નયન પાવે નહિ બિના નયન કી બાત,
સેવે સદ્ગુરુ કે ચરણ, સો પાવે સાક્ષાત. આપણી પાસે ચર્મચક્ષુ છે. ગુરુજી દિવ્યદૃષ્ટિ આપી શકે. જ્ઞાનીઓએ સરને સોનાની ખાણના ખાણિયા કે પનિહારી સમાન ગણાવ્યા છે.
જેમ પનિહારી પાણી સિંચવાનો પુરુષાર્થ કરી ફૂવાના જળને આપ્તજનોની તૃષા તૃપ્ત કરવા સમાન બનાવે છે તેવી જ રીતે ગુરુજન શાસ્ત્રારૂપી કૂવામાંથી જ્ઞાનજળને પોતાના પુરુષાર્થથી આકાશી જળ જેવું નિર્મળ બનાવી આપણી જિજ્ઞાસા સંતોષે છે.
વળી પનિહારી કૂવામાંથી પાણી સિંચીને બહાર કાઢતી હોય ત્યારે પનઘટ પાસેથી પસાર થતો કોઈ વટેમાર્ગુ પાણી પીવા આવે તો તે તેને નાત-જાત પૂર્યા વિના પોતાની ગાગરમાંથી પથિકના ખોબામાં જલધારા કરી તેની તૃષા તૃપ્ત કરશે એવી જ
Page #29
--------------------------------------------------------------------------
________________
અરજી સાત્ત્વિક સહચિંતન શિબિર
કઈ ગાંઠ ? તો કે રાગદ્વેષ અને અજ્ઞાનરૂપી ગાંઠ જેની ગળી ગઈ છે તે, તે પુરુષાર્થ બળે આગળ વધતા અંતે કેવળજ્ઞાન પામી સર્વજ્ઞ દશા પ્રગટ કરશે.
પરમકૃપાળુ દેવે કરુણા કરી આપણા આત્માના કલ્યાણ અર્થે આ મંત્રની રચના કરી છે.
કોમળ વ્યંજનો દ્વારા રચાયેલ તેમની અનુપમ કૃતિઓમાં સરળ ગુજરાતી ભાષામાં સહજ નવા-જૂના ગુજરાતી શબ્દોનો પ્રયોગ પાઠકનું મન મોહી લ્ય છે. શારદાપુત્ર તરીકે મા શારદાની અનુપમ સેવા બજાવી છે. ગુજરાતી સાહિત્યમાં આવાં આધ્યાત્મિક પદોનો ઉમેરો કરી ગુજરાતી અધ્યાત્મ સાહિત્ય સંપદાને સમૃદ્ધ કરી સાહિત્યિક ક્ષેત્રમાં તેઓ ઉત્તમ સ્થાને બિરાજ્યા છે. જેમનું સર્જન શાર બની ગયું અને જેમના શબ્દો મંત્ર બની ગયા, એવા યુગપુરુષ શ્રીમદ્ રાજચંદ્રજીને અભિવંદના
કરી વીરમું છું.
જોગિક કે સાત્ત્વિક સહચિંતન શિબિર યોજાઈ રીતે સત્પરષો પાસે આપણે જ્ઞાનની તરસ લઈને પરમ વિનયભાવથી જઈશું તો આપણા પર કરુણા કરનારા તે સંતો આપણી જિજ્ઞાસાને જ્ઞાનદાનથી પરિતોષ કરશે.
ગુર વિના શાસ્ત્રનાં રહસ્યો આપણને સમજાઈ શકે નહીં. માટે જ શ્રીમદ્જીએ ઠેરઠેર સગરનો મહિમા ગાયો છે.
જપ, તપ, વ્રત આદિ શુભ અનુષ્ઠાનો છે, તે આત્માર્થે કર્તવ્યો છે. ગુરુકૃપા અને ગુરઆજ્ઞાથી જ આ સાધના સફળ થાય છે.
વળી ગુરુ જ સાધનાપંથે શુદ્ધ સાધન પ્રતિ અંગુલીનિર્દેશ કરી શકે છે. ગુરુશરણમાં જવાથી અહંકાર અને સ્વછંદ દૂર થઈ શકે છે.
શ્રીમદ્જીએ જે મંત્રો આપ્યા છે તે સાધકો માટે બહુ જ મહત્ત્વના છે. # સહજાન્મસ્વરૂપ પરમગુરુ.
જે શુદ્ધ સહજાત્મ સ્વરૂપને પામ્યા છે તે પરમગુરુ પાંચ છે - અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધ.
સહજ એટલે સ્વાભાવિક, શુદ્ધ, નિર્મળ, સર્વ કર્મ/મેલથી રહિત અને આત્મસ્વરૂપ એટલે આત્માનું મૂળ શુદ્ધ સ્વરૂપ, શુદ્ધ સ્ફટિક સમાન અત્યંત નિર્મળ છે.
આ મંત્રનું ચૌદ પૂર્વના સારસમા મહામંત્ર નવકાર સાથે અભેદપણું છે. જ આતમભાવના ભાવતા જીવ લહે કેવળજ્ઞાન.
હું દેહાદિ સ્વરૂપ છું, સ્ત્રી-પુત્ર મારાં છે એવી ભાવના તે સંસારભાવના. તેથી ચાર ગતિરૂપ સંસારમાં જીવને જન્મ-મરણ કરવાનું વધે છે અને હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ, સ્ત્રી-પુત્ર મારાં નથી. શુદ્ધ ચૈતન્યરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એવી આમભાવના ભાવવાનું પરમકૃપાળુ દેવે આપણને જણાવ્યું છે, કારણકે આત્મભાવનાથી રાગદ્વેષ ક્ષય થાય અને સંસાર ઘટે. આમ આત્મભાવના ભાવતા જીવ અંતે કેવળજ્ઞાનને પામે છે.
આ મંત્રમાં અનુપ્રેક્ષા ચિંતન આભિપ્રેત છે. પરમ ગુરુ નિગ્રંથ સર્વજ્ઞ દેવ.
પરમગુરુ એટલે પંચપરમેષ્ટિ ભગવાન. તે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુભગવંત તેના અરિહંત ભગવાન અને સિદ્ધ ભગવાન તો સર્વજ્ઞ દિશાને પામેલ છે. બાકીના ત્રણ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુજ તેઓ નિગ્રંથ એટલે ગાંઠ વગરના.
૪૯
Page #30
--------------------------------------------------------------------------
________________
જ
સાત્ત્વિક સહચિંતન
|| ૧૨ |
કર્મના કોર્ટની કરામત
જૈન દર્શનનો કર્મવાદ અદ્ભુત અને વિશિષ્ટ છે. કર્મનું ગણિત ચોક્કસ અને પારદર્શક છે.
કર્મસત્તાનું એક સુપર કૉપ્યુટર છે જે જીવાત્માનાં સારાં કે નરસાં કર્મોનો હિસાબ રાખે છે અને આ અદૃશ્ય કોમ્યુટર સ્વયંસંચાલિત છે, જેને જૈન દર્શનનું કર્મવિજ્ઞાન કહે છે, આ કોમ્યુટર કર્મના હિસાબમાં કદી ભૂલ કરતું નથી. - વ્યક્તિને સારાં કે નરસાં કર્મનું ફળ અચૂક મળે જ છે. વ્યક્તિ દુષ્ટ કર્મ કરે તે ક્ષણે જ અચૂક તેની સજા નક્કી થઈ જાય છે. નિર્જરા થઈ શકે તેવું કર્મ હોય તો તેની સજામાં બાહ્યાભ્યાંતર તપના પુરુષાર્થ દ્વારા સજામાં ફેરફાર થઈ શકે છે એ પણ એટલું જ નિશ્ચિત છે અને જો કર્મ નિકાચિત હોય તો નક્કી થયેલી સજા અવશ્ય ભોગવવી જ પડે છે. જૈન દંડનીતિ એ કર્મસિદ્ધાંતનું જ સંતાન છે. જૈન દર્શનની દંડનીતિનો અર્થ છે કર્મ પ્રતિના યુદ્ધમાં વ્યુહરચના.
સત્યુગમાં કર્મયુગના શૈશવકાળની વાત છે. યુગલિક યુગના અસ્તાચળના સમયે યુગલમનુષ્યો સુખરૂપ જીવન પસાર કરતા હતા. માનવજીવનમાં અપરાધભાવનો ઉદય થયો ન હતો. ઇર્ષા, નિંદા, ચોરી, હિંસા, લડાઈ, ઝઘડા ન હતાં.
કાળચક્ર વીતતા કલ્પવૃક્ષની શક્તિ ક્ષીણ થવા લાગી. પરિવર્તન કુદરતનો નિયમ છે. સંક્રાંતિકાળ પછી કુલકર વ્યવસ્થાનો વિકાસ થયો. કુળના રૂપમાં સંગઠિત સમૂહના નેતાને કુલકર કહેતા. આ અવસ્થામાં ત્રણ પ્રકારની દંડનીતિ પ્રચલિત હતી.
૫૧
સાત્ત્વિક સહચિંતન કુલકર વિમલવાહનના સમયમાં ‘હાકાર' નીતિનો પ્રયોગ થતો હતો. એ સમયે માનવ ઉચ્ચ નીતિમતાવાળો અને લજ્જાળ હતો. તે આમ કર્યું ? બસ આટલું કહેવું તે જ ઉચ્ચ પ્રકારનો દંડ હતો. આટલું સાંભળવું પડે તે પરિસ્થિતિ જ માનવ માટે અસહ્ય હતી. માનવી આવા ઋજુ હૃદયનો હતો.
યશસ્વી અને અભિચંદ્ર કુલકરના સમયમાં નાના અપરાધ માટે હાકાર અને મોટા અપરાધ માટે માકાર એટલે આવું ન કરો એટલું કહેવું તે જ દંડ હતો.
પ્રસેનજિત, મરૂદેવ અને નાભિ કુલકરના સમયમાં ધિક્કાર નીતિ ચાલી. નાના અપરાધ માટે હાકાર, મધ્યમ અપરાધ માટે માકાર અને મોટા અપરાધ માટે ધિક્કાર નીતિનો પ્રયોગ થતો હતો. એ સમયનો માનવી સમાજ અને રાજ્યના નિયમોમાં રહેનારો, મર્યાદાપ્રિય અને હજુ હતો. બે શબ્દો દ્વારા તેમણે કરેલા અયોગ્ય કાર્યનું દુ:ખ, પ્રદર્શન કે ધિક્કાર તેને માટે મૃત્યુદંડ સમાન હતું.
જૈનોના પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ જ્યારે રાજ્ય સંભાળતા હતા ત્યારે સમાજજીવન, રાજ્યવ્યવસ્થા અને સુરક્ષા વ્યવસ્થામાં ક્રાંતિકારી પરિવર્તનો કર્યા. એ સમયમાં અપરાધીને ઠપકો આપવો, નજરકેદ કરવો એટલે નક્કી કરેલા ક્ષેત્રની બહાર જવા પર પ્રતિબંધ અને બંધન તથા દંડો ઉગામવા સુધીની દંડનીતિનો વિસ્તાર થયો હતો. આ નીતિ ડૉક્ટર દ્વારા પ્રસ્તાવેલી ઔષધિ જેવી છે. - શ્રી સોમદેવસૂરિજીના મતે - દંડ આપવાનો હેતુ અપરાધીનું વિશુદ્ધકરણ એટલે કે દોષમુક્તિ હોઈને તે પર્યાપ્ત માત્રામાં જેમ ઔષધિ લેવામાં આવે તેમ જ આપવો જોઈએ, તેથી લાગે છે કે પૂર્વે દોષમુક્તિ માટેના અધિકારનું સામર્થ્ય એ માત્ર દંડ માટેનું પ્રયોજન ન હતું. ભગવાન ઋષભદેવે સામ-દામ-દંડ-ભેદ આ ચાર પ્રકારે રાજનીતિની સ્થાપના કરી જે જગતના ચાર માર્ગોનું મિલનસ્થાન કે સંગમસ્થાન હતું.
જૈન દર્શનના કર્મવાદ અને તેના ફળને સચોટ રીતે, જૈન આગમ ગ્રંથો વિપાક સૂત્ર, દુ:ખવિપાક અને સુખવિપાક રજૂ કરે છે. ઉબટદત, સોટીરયદત, અંજુશ્રી, મૃગાપુત્ર, દેવદતા, સુબાહકુમાર, જિનદાસ વગેરે કથાઓનો અભ્યાસ કરવો જોઈએ.
સમાજજીવન સુચારુ રીતે ચાલે અને રાજ્યકારભાર વ્યવસ્થિત ચાલે, ગુનાઓનું સામ્રાજ્ય ન છવાઈ જાય માટે માનવીઓએ કાયદા ઘડ્યા. દરેક વ્યક્તિને ન્યાય મળે અને ગુનેગારોને સજા મળે તેથી ન્યાયાધીશ અને ન્યાયાલય દ્વારા ન્યાયતંત્રની રચના કરી.
કાયદાની કલમ દ્વારા અપરાધીને ગુનેગાર ઠરાવી સજા કરાવી શકાય. આ સજા થવાના અને સમાજમાંથી પ્રતિષ્ઠા જવાના ડરે કેટલીક વ્યક્તિઓ ગુના આચરતી અટકી
પર
Page #31
--------------------------------------------------------------------------
________________
કે સાત્ત્વિક સહચિંતન જાય છે. એવા ઉમદા હેતુથી ન્યાયતંત્રની પ્રતિષ્ઠા કરવામાં આવે છે.
પ્રાચીન ભારતમાં ન્યાયતંત્ર પર લોકોને પૂર્ણ વિશ્વાસ હતો. કાઝી, રાજ્યો કે રાજાઓએ નીમેલા ન્યાયાધીશો ઝડપી અને યોગ્ય ન્યાય પ્રજાને આપતા. કેટલાક ન્યાયપ્રિય રાજાઓએ ગુનેગાર જણાતા પોતાના પુત્ર કે પરિવારજનોને પણ આકરી સજાઓ કરી અને પ્રજાને ન્યાય આપ્યો છે. તેવા અસંખ્ય પ્રસંગો ભારતના ઇતિહાસમાંથી આપણને મળશે.
સાંપ્રત સમાજજીવન સંકુલ અને વિષમ બની ગયું છે. અપરાધ અને આતંકની દુનિયાનો ભેદો વિસ્તાર થયો છે. ગુનાખોરીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે.
કાયદા એટલા બધા વધી ગયા છે કે દરેક પ્રવૃત્તિ અને સમગ્ર જીવનનું જાણે કાયદા દ્વારા નિયમન કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
નીચલી અદાલતથી માંડીને સર્વોચ્ચ અદાલત અને આંતરરાષ્ટ્રીય ન્યાયાલયો સુધી વિશ્વમાં ન્યાયતંત્રનો વિસ્તાર થયો છે. કોર્ટ, વકીલ અને કાયદાની કલમોના જંગલમાં અથડાતા-ફૂટાતા માનવી માટે ન્યાય મેળવવો ખર્ચાળ અને વિલંબિત બની ગયો છે.
જૈન દર્શનના કર્મવિજ્ઞાનના સંદર્ભે દંડનીતિ સમજવી માનવજીવન માટે કલ્યાણકારક છે. દાર્શનિક કર્મવિજ્ઞાનના મતે, જેમ સમાજ અને રાજ્યના સ્તરે કાઝી, મુખી, ન્યાયનું પંચ, લોકઅદાલત કે સરકારનું ન્યાયતંત્ર લોકોને ન્યાય અપાવવા કાર્યરત છે તેમ એક વિશ્વવ્યાપી અદ્ભુત સ્વયંસંચાલિત કર્મની કોર્ટ છે. આપણી તમામ કોર્ટમાં હજી કૉપ્યુટર આવ્યાં નથી, પરંતુ કર્મની કોર્ટ ક્ષતિરહિત સુપર કૉપ્યુટરથી સ્વયંસંચાલિત, વાયરસ કે સદી પરિવર્તનના ભય વિના અનાદિથી ચાલી રહી છે અને અનંત ચાલશે.
સંસારની કોર્ટમાં તો જે ગુનેગાર પ્રત્યક્ષ દેખાતો હોય, ગુનો દેખનાર સાક્ષી મળે, પ્રત્યક્ષ કે સાંયોગિક પુરાવા ઉપલબ્ધ હોય તો જ ગુનેગારોને સજા થઈ શકે છે.
સાંયોગિક પુરાવાને કારણે નિર્દોષને દંડાઈ જવાનો પણ ભય રહે છે. ખોટા સાક્ષી, કપટ કે પડ્યુંત્રના ભોગે નિર્દોષને પણ દોષી ઠેરવી શકાય છે.
એક શ્રીમંત યુવાન ખૂનના કેસમાં સપડાઈ ગયો. એણે ઊંચી ફી આપીને બાહોશ વકીલ રાખ્યો. કેસ ચાલ્યો. સામા પક્ષના ધારાશાસ્ત્રીએ બધી દલીલ કરી. ન્યાયાધીશે પેલા વકીલને કહ્યું કે હવે તમે દલીલ કરો, પણ આશ્ચર્ય ! એણે દલીલ જ ન કરી. છેવટે ન્યાયધીશે ચુકાદો આપ્યો કે, ‘હિંગ હિમ'. પેલા વકીલે મલકાઈને પોતાના અસીલના કાનમાં કહી દીધું કે ચિંતા ન કરીશ. તને બચાવી લઈશ. ફાંસીના માંચડો તૈયાર થયો. યુવાનના ગળામાં દોરડું ભરાવાયું અને સહેજ જ પાટિયું ખસ્યું કે તરત જ દોરડું ખેંચનારને
જીવન જીવી સાત્ત્વિક સહચિંતન શિબિર અટકાવી દઈને વકીલ બોલ્યો : સજામાં માત્ર “હેન્ગ હિમ' આ જ આદેશ છે. મારો અસીલ એ સજા અત્યારે પૂરી કરી ચૂક્યો ગણાય, માટે એને છોડી મૂકો. કાયદા મુજબ એક જ સજાનો અમલ બીજી વાર ન કરી શકાય ! ત્યાર પછી ન્યાયતંત્રના કાયદાઓમાં સુધારો કરવો પડ્યો કે, 'હેન્ગ હિમ ટિલ ડેથ', એટલે કે મૃત્યુ પામે ત્યાં સુધી લટકાવી રાખો. આમ બુદ્ધિના આટાપાટાથી દોષી પણ છૂટી ગયાના દાખલા છે.
કાયદાની આંટીઘૂંટી, લાંચરુશવત કે બુદ્ધિના વ્યભિચારથી ગુનેગારો પણ આબાદ બચી જતા હોય છે.
- એકાંતમાં, ગુપ્ત રીતે ગુનો કરનારને કર્મની કોર્ટ તો સજા આપી દે છે. જાણે કર્મની કોર્ટને કરોડો આંખો ન હોય !
અહીં બાહોશ વકીલ, પૈસાનું જોર કે લાગવગ કામ કરતાં નથી, અહીં શંકાને જેરે છૂટી જવાતું નથી. કર્મના કાનૂનથી ચાલતા ન્યાયતંત્રનો વહીવટ સ્વરછ, સ્પષ્ટ, પારદર્શક અને સમયાનુચિત છે.
કર્મની કોર્ટમાં સજા માટે એક ક્ષણનો પણ વિલંબ નથી. જેવો ગુનો આચર્યો તેવી તે જ ક્ષણે સજા એ કર્મનો કાનૂન છે. કર્મ કરનારનો સાક્ષી તો તેનો પોતાનો આત્મા સદાકાળ તેની સાથે જ છે. અહીં ગુનો પુરવાર કરવા માટે કોઈ સાક્ષી કે પુરાવાની જરૂર નથી. બીજા શબ્દોમાં કહીએ તો કર્મબંધ એ જ સજા છે. માનવી મન, વચન કે કાયા વડે કોઈ પણ ગુનો કરે તો તેને તે પ્રમાણે કર્મબંધ થાય છે. કર્મના કર્તાએ કર્મ ભોગવવું જ પડે છે.
સંસારનાં ન્યાયાલયોમાં અપરાધીને સજા ગુનો થયા પછી ચોક્કસ કાનૂની પ્રક્રિયા બાદ ગુનો સાબિત થાય ત્યારે થાય છે. આરોપી ન્યાયાલયમાં અરજી કરે તો સજા મોકૂફ રહે અને ઉચ્ચ ન્યાયાલય એ સજાને માન્ય રાખે ત્યારે સજાનો અમલ થાય છે.
પરંતુ કર્મની કોર્ટમાં ગુનો સાબિત કરવાનો પ્રશ્ન જ નથી. મનથી હત્યાનો ક્રૂર વિચાર કર્યો કે, 'તને મારી નાખીશ, છોડીશ નહીં એવાં ક્રૂર રીતે ક્રોધપૂર્ણ વચનો કહ્યાં હોય. આત્માની પરિણામ ધારા અને ભાવ પ્રમાણે કર્મના કાનૂનમાં એને ગુનો ગણી લેવામાં આવે છે અને તે પ્રમાણે કર્મબંધ થાય છે. આ કર્મબંધ તે જ સજા છે. હા, સત્તામાં પડેલાં કર્મો ઉદયમાં ન આવે તે કાળને દાર્શનિક પરિભાષામાં અબાધાકાલ કહેવાય છે.
સજા ભોગવવાનો કર્મોદય તત્કાળ પણ હોઈ શકે. આ જન્મમાં હોય કે જન્માન્તરે પણ હોઈ શકે છે. સંસારના ન્યાયતંત્રમાં વીસ વર્ષની સજા પામેલી વ્યક્તિ એક-બે વર્ષમાં જ મૃત્યુ પામે તો બાકીની સજા તેને ભોગવવાની રહેતી નથી. કર્મના કાનૂનમાં આ
૫૪
પડે.
Page #32
--------------------------------------------------------------------------
________________
સાત્ત્વિક સહચિંતન
સજા પછીના ભવે પણ ભોગવવી પડે છે.
સેંકડો માણસની હત્યા કરનાર વ્યક્તિને સંસારની કોર્ટ એક જ મૃત્યુદંડ દઈ શકે તે તેની મર્યાદા છે. જ્યારે કર્મનો કાયદો તે જીવને નારકીની દુઃખકારક યોનિમાં હજારો વાર મૃત્યુની વેદના આપી શકે અને હજારો વર્ષ સુધીનું ત્યાંનું આયુષ્ય આપી શકે છે. સારી વર્તણૂકને કારણે રાજ્યના ન્યાયતંત્ર દ્વારા સજા ઘટી શકે છે કે સજા હળવી બની શકે છે.
કર્મસત્તાના ન્યાયતંત્રની કરામતને એક પ્રસંગ દ્વારા સમજીએ. જિલ્લા કોર્ટના એક ન્યાયાધીશ તે જિલ્લાથી ૨૫-૩૦ કિલોમીટરને અંતરે આવેલા પોતાના મૂળ ગામમાં વૅકેશન ગાળવા આવ્યા. પોતાના વતનના આ નાનકડા ગામમાં રોજ સવારે તે નદીકિનારે ફરવા જાય. નદીતટનાં વૃક્ષોના ઝૂંડ પાછળ શૌચક્રિયાનું કામ પણ પતાવી લે.
એક દિવસ એણે શૌચક્રિયા દરમિયાન જોયું કે એક માણસે ખંજરથી બીજા માણસની હત્યા કરી. હત્યારો ભાગી છૂટયો. જજસાહેબે ખૂનીને આંખોઆંખ બરાબર જોયો હતો.
આ અંગેનો કેસ એમની જ અદાલતમાં આવ્યો. આરોપી હાથમાં ન આવતાં પોલીસે ભળતા માણસને આરોપી તરીકે ઊભો કરી દીધો ! ન્યાયાધીશે તેનો ચહેરો જોઈને જ નક્કી કરી લીધું કે હત્યારો તો આ નથી, પરંતુ પોલીસે પોતાની ઈજ્જત બચાવવા માટે ભળતા માણસને મારી-પીટીને ખૂની તરીકે કબૂલાત કરાવીને પાંજરામાં ઊભો કરી દીધો છે.
વળી, વકીલ પણ એવો બાહોશ નીકળ્યો કે તેણે પોતાનું બધું જ બુદ્ધિકૌશલ વાપરીને તે માણસને ખૂની તરીકે સાબિત કરી દીધો.
જજ તો સ્તબ્ધ થઈ ગયા. આંખો ના પાડે છે કે આ વ્યક્તિ હત્યારો નથી, કાયદો કહે છે કે હત્યારો જ છે. નિર્દોષ પર સજાનું જજમેન્ટ લખતા જજ ત્રાસી ગયા, પરંતુ ન્યાયાધીશને ધર્મમાં શ્રદ્ધા હતી. તે જાણતા હતા કે મનુષ્ય ભૂલ કરે, પરંતુ કર્મસત્તાનું સુપર કૉમ્પ્યુટર કદી ભૂલ ન કરે.
તેઓ પેલા આરોપીને ચેંબરમાં લઈ ગયા. સાચી હકીકત જણાવવાનું કહેતા તે રડી પડયો. પોતાની નિર્દોષતા અને પોલીસના દમનનું વર્ણન કર્યું. જજે પૂછ્યું, આ પૂર્વે તેં કોઈનું ખૂન કરેલ ? આરોપીએ કહ્યું હા, મેં બે ખૂન કરેલાં, પરંતુ હોશિયાર વકીલને કારણે હું નિર્દોષ છૂટી ગયો. આ સાંભળી જજના મનને શાંતિ થઈ. સાથે વિશ્વના અદૃશ્ય અદ્ભુત કર્મના સ્વયંસંચાલિત ન્યાયતંત્ર પરત્વે શ્રદ્ધા દૃઢ બની.
૫૫
* સાત્ત્વિક સહચિંતન
ડૉ. રમેશ લાલને જૈન દર્શનના કર્મવાદ સંદર્ભે દંડનીતિ અંગે કેટલાક ચિંતનસભર મુદ્દાઓ ટાંક્યા છે.
જૈન આગમો બધા ગુનાશાસ્ત્રીઓ અને દંડનીતિકારોને ઉપયોગી પદાર્થો પૂરા પાડે છે.
જૈન શાસ્ત્રો દંડનીતિનો ઉદ્ગમ અને વિકાસ સાત દંડનીતિમાંથી કરે છે.
જૈન પુરાણોમાં દંડનીતિનો વિકાસ સાત દંડનીતિ ઉપરાંત વિવિધ પ્રકારના ગુનાઓ અને કસોટીની સાથે સજાઓથી શોધી શકાય છે.
જૈન શાસ્ત્રોની કથાઓ અને દષ્ટાંતો દ્વારા અનંતા જન્મો સુધી ચાલતી વ્યક્તિગત જવાબદારીઓ અને પ્રતિકૂળ બાબતોને કર્મસિદ્ધાંતની પ્રતિક્રિયાના પરિણામરૂપી દર્શાવી છે.
ગુનેગારોને નાથવા માટે અપાતી સજાના પ્રકાર અને સ્વરૂપ તથા નરકની યાતનાઓનું જેલની યાતનાઓ સાથેની સાદશ્યતાનું વર્ણન, ગુનો તથા સજાની અસરની માહિતી મેળવવા સતત પ્રેરે છે અને કદાચ સજાની નાબૂદી માટે જોરદાર દલીલ તરફ દોરે.
કર્મ, જીવ જેવું કરે તેવું પામે એ ભૂમિકા ઉપરાંત ગુનાના કારણ માટે યથાર્થ સ્પષ્ટીકરણ પૂરું પાડે છે.
ધર્મ, વ્યક્તિને પાંચ મહાવ્રતો કે અણુવ્રતો દ્વારા સંવરને ધારણ કર્યા પછી તેને જાળવવામાં લાગતા અતિચાર અને દોષોની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત્ત એ એક શક્તિશાળી પ્રક્રિયા છે.
આ મુદ્દાઓના પરિપ્રેક્ષ્યમાં જૈન દંડનીતિના યથાર્થ ફાળાનું મૂલ્યાંકન કરતા એ વાત સ્પષ્ટ હોવી જોઈએ કે આ સિદ્ધાંત કેવળ તત્ત્વજ્ઞાન નથી, પરંતુ તે કર્મની ઉત્પત્તિ અને પરિણામની ભયાનકતા સામે યુદ્ધ કરવા માટે વ્યવહારમાં મૂકી શકાય એવો માર્ગ બતાવે છે.
રાજ્ય અને સમાજ દ્વારા ચાલતાં ન્યાયાલયો જરૂરી છે જ, પણ જ્યારે તેમાં ન્યાય ન મળે ત્યારે એ ચિંતન કરવાનું કે સર્વોપરી અદાલતો કર્મના કાનૂનની છે. આ વિચારધારા નિમિત્તને દોષ ન દેતાં કર્મોદયને દોષી ગણશે. તેથી આર્તધ્યાન અને રૌદ્રધ્યાનથી બચી શકશે. સંયોગોથી સ્વભાવ પર દૃષ્ટિ જશે તેથી મનને શાંતિ મળશે.
ભાલનળકાંઠા વિસ્તારમાં એક રાજકીય આગેવાન સમાજસેવકની હત્યા થઈ, તે વખતે સાંપ્રત દંડનીતિ પરત્વે મુનિ શ્રી સંતબાલજીએ વ્યથા વ્યક્ત કરી હતી કે ખૂનીઓને
૫૬
Page #33
--------------------------------------------------------------------------
________________
સાત્ત્વિક સહચિંતન
કોર્ટ પૂરેપૂરી તહોમતદાર ઠરાવે તો શારીરિક સજા સિવાય કોર્ટ બીજું શું કરવાની છે ? એ થાય તોય અમારા જેવાને તો રોવાનું છે, કારણકે શારીરિક સજાથી ગુનેગાર સુધરતો નથી અને હિંસા થાય છે. જો શંકાનો લાભ આપી છોડી મૂકે તો સમાજમાં એ પ્રત્યાઘાત પડવાનો છે કે આવા મોટા માણસનું ધોળેદહાડે ખૂન કરનાર પણ છૂટી જઈ શકે છે. આમાં પ્રથમ કરતાં બીજામાં વધુ ભયંકર હિંસા છે, કારણકે તેમાં ખૂની સ્થૂળ રીતે સજા નથી ભોગવતો, પણ અભિમાની અને સમાજઘાતક દિશામાં આગળ ધપવાનું-વધવાનું એને કારણ મળે છે તેથી મહાન હિંસા બને છે. સમાજમાં ઘણાં અનિષ્ટો એમાંથી પાંગરે છે.
આચાર્ય મહાપ્રજ્ઞજી આ સંદર્ભે હૃદયપરિવર્તન પર ભાર મૂકે છે. અનુશાસન કેવળ દંડશક્તિ દ્વારા વ્યવસ્થાપરિવર્તનની વાત કરે છે. આ દંડશક્તિ દ્વારા કરવામાં આવી રહેલું આ વ્યવસ્થાનું પરિવર્તન અંતે સફળતામાં પરિણમશે નહીં કે સ્થાયી પણ બની શકે નહીં. એક સીમા સુધી દંડશક્તિ અને તેની સાથેસાથે હૃદયપરિવર્તનનું લક્ષણ અને બન્ને સાથેસાથે ચાલે ત્યારે વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન થઈ શક્શે. વ્યવસ્થા બદલવાની સાથે વ્યક્તિનું હૃદય બદલવાની ક્રિયા સંયુક્ત રીતે ચાલે ત્યારે પરિવર્તનની ભાવના સાકાર થઈ શકે.
અધ્યાત્મયોગિની પૂ. લલિતાબાઈ મહાસતીજીએ પ્રાયશ્ચિત્તના ભાવો સમજાવતાં કહ્યું છે કે, ગુરુ કે પરમાત્માની સાક્ષીએ દોષદર્શન, પાપનું પ્રક્ષાલન, ગુના અને કર્મોની કબૂલાત અને તે પાપોનું પુનરાવર્તન ન થાય. તેના નિર્મળ હૃદયથી પ્રત્યાખ્યાન પ્રતિજ્ઞા માનવીને પ્રાયશ્ચિત્તની પુનિતગંગામાં સ્નાન કરાવી પાવન કરે તે જ સાચું પ્રતિક્રમણ છે. જે રાજ્ય દંડ, ભય અને લાલચથી ન થઈ શકતું હોય તે અંતઃકરણના અનુશાસનને અનુસરવાથી સહજ બને છે.
સ્વવિકાસ માટે અનુશાસન જરૂરી છે. ગિરિ પ્રવચનમાં ઇશુએ દસ આજ્ઞાઓ કરી... જો કોઈ એક તમાચો તારા ગાલ પર મારે તો બીજો ગાલ તું ધરજે...! એનો અર્થ એ કે જનસમાજમાં મોટા ભાગે એવા માનવીઓ હતા કે એક તમાચો મારવા જેટલી જ ભૂલ કરી શકે. પેલી વ્યક્તિ સજા માટે ગાલ ધરે, પરંતુ સામેવાળો બીજો તમાચો મારવા જેટલી હિંમત ન કરે. આ હતી એ સમયના માનવીની હૃદયની ઋજુતા.
કોઈ પણ ગુનાહિત કૃત્ય આચરતાં પહેલાં જાગૃતિ રહે કે કર્મબંધ એ જ સજા છે. એક વિશ્વવ્યાપી, સ્વયંસંચાલિત અદ્ભુત કાયદાનું ન્યાયતંત્ર અસ્તિત્વમાં છે તેનું સ્મરણ રહે તો જીવનમાં નિર્મળતા વધે અને કર્મના અટલ કાયદામાં શ્રદ્ધા જાગે તો આપણા હ્રદયમાં કરુણાના ભાવ પ્રગટાવશે અને સહજ બનશે.
. ૫૭
૧૩
* સાત્ત્વિક સહચિંતન
અનેકાન્તવાદની વ્યાવહારિક ભૂમિકા
અનેકાંતવાદ કે સાપેક્ષવાદ એ વસ્તુને યથાર્થરૂપે જણાવનાર છે તેથી તે યથાર્થજ્ઞાન છે. એકાંતવાદ એ નિરપેક્ષવાદ છે. તેથી વસ્તુને અયથાર્થપણે અને વિપરીત રીતે બતાવનાર છે - તેથી તે મિથ્યા છે. અપ્રમાણ છે. સ્યાદ્વાદ શ્રુતરૂપી પ્રમાણ વડે જાણેલી વસ્તુનું જ્ઞાન એ જ અસંદિગ્ધ અને નિર્ભ્રાત છે. ભ્રાંતિ અને સંદેહ એ જ્ઞાનના દોષ છે. દુષિત જ્ઞાન વડે થતી પ્રકૃતિ યથાર્થ ન હોય. યથાર્થ પ્રકૃતિ વિના ઈષ્ટ સિદ્ધિ ન થાય. ઈષ્ટ સિદ્ધિ માટે જેમ યથાર્થ પ્રકૃતિની જરૂર છે તેમ યથાર્થ પ્રકૃતિ માટે અસંદિગ્ધ (શંકા કે કન્ફ્યુઝન વગરનું) ભ્રાંતિ રહિતના જ્ઞાનની જરૂર છે. આવા સાપેક્ષજ્ઞાન વડે હેયનું હાન (જે છોડવા જેવું છે તે છોડી શકાય), ઉપાદેયનું ઉપાદાન (જે ગ્રહણ કરવા યોગ્ય છે તેને જીવનમાં ગ્રહણ કરવાની પૂર્વભૂમિકા-પાત્રતા સર્જાય) અને ઉપેક્ષણીયની સાચી ઉપેક્ષા રોજબરોજના જીવનમાં તેની માધ્યસ્થભાવ દ્વારા ઉપેક્ષા કરી શકાય.
કોઈ પણ કથન નિરપેક્ષપણે સત્ય નથી. સત્ય હંમેશાં આપણાં દૃષ્ટિબિંદુઓને સાપેક્ષ છે. માનવી પોતાની દષ્ટિ છોડી બીજાની દૃષ્ટિથી પણ જોશે તો બીજાની વાત પણ સાચી છે એવું માનવાથી, સ્વીકારવાથી અડધું જગત શાંત થઈ જશે.
અનેકાંતવાદને નામે કેટલીક ગેરસમજણો ફેલાય છે. કેટલાક કહે છે કે સ્યાદ્વાદ એ સંશયવાદ છે, વળી કેટલાક આધુનિકો કહે છે કે સ્યાદ્વાદ એ સમન્વયવાદ છે. વસ્તુતઃ બેમાંથી એક વાત પણ બરાબર નથી.
૫૮
Page #34
--------------------------------------------------------------------------
________________
સાત્ત્વિક સહચિંતન
સ્યાદ્વાદ એ સંશયવાદ નથી, પણ સર્વ સંશયોનો છેદ ઉડાડનાર નિશ્ચિતવાદ છે. જે અપેક્ષાએ જે વાક્ય કહેવાય તે અપેક્ષાએ તે વાક્ય તેમ જ છે એમ સ્યાદવાદ ‘જ’કારપૂર્વક કહે છે. દાખલા તરીકે સ્યાદ્વાદી દ્રવ્ય દૃષ્ટિએ આત્માને નિત્ય ‘જ’ માને છે અને પર્યાય દષ્ટિએ અનિત્ય જ માને છે. દ્રવ્ય દૃષ્ટિએ નિત્ય પણ છે અને અનિત્ય પણ છે, કે પર્યાય દષ્ટિએ અનિત્ય પણ છે અને નિત્ય પણ છે એમ સ્યાદવાદ્ કહેતા નથી. ‘જ’કારપૂર્વક કહેવા છતાં સ્યાત્પદનો પ્રયોગ તે એટલા માટે કરે છે કે આત્મા જેમ દ્રવ્ય દૃષ્ટિએ નિત્ય ધર્મવાળો તેમ પર્યાય દષ્ટિએ અનિત્ય ધર્મવાળો પણ છે. એ વાતનું વિસ્મરણ થાય તો એકાંતવાદ આવી જાય અને એકાંતવાદથી તત્ત્વ પામી શકાય નહીં. આમ અનેકાંતવાદ પર્યાપ્ત નિર્ણય કરનારો નિશ્ચિતવાદ છે.
વ્યવહારમાં ઘણા તેને સમન્વયવાદ તરીકે ઓળખાવે છે, પરંતુ એ બરાબર નથી. વસ્તુમાં રહેલા અનંત ધર્મોમાંથી એકની પણ ઉપેક્ષા (અપલાપ) કર્યા વિના વસ્તુના સર્વ ધર્મનો સમન્વય કરનાર તરીકે ઓળખાવીએ તે ઠીક છે, પરંતુ એકાંતવાદના પાયા પર રચાયેલા સર્વ ધર્મો કે સર્વ ધર્મમાર્ગો મુક્તિ અપાવનારા છે એમ કહેવું તે નિતાન્ત અસત્ય છે. વ્યવહારમાં સ્યાદ્વાદીનો સર્વ ધર્મ સમન્વયવાદ કે સર્વ ધર્મ તુલનાવાદ જુદો જ છે. તે સત્યને સત્યરૂપે અને અસત્યને અસત્યરૂપે ઓળખી અસત્યનો પરિહાર અને સત્યનો સ્વીકાર કરવામાં રહેલો છે.
જૈન દર્શનમાં ‘સ્યાદ્વાદ’ તત્ત્વજ્ઞાનને સમજવા માટે જે પદ્ધતિ તૈયાર કરવામાં આવી છે તેને ‘નય’ નામથી ઓળખવામાં આવે છે. ‘નય’ શબ્દનો અર્થ આપણે અપેક્ષાર્થે થતું વસ્તુનું જ્ઞાન Relative Knowledge એવો કરીશું.
આ નયના મુખ્ય બે વિભાગ છે :
(૧) દ્રવ્યાર્થિક એટલે વસ્તુના સામાન્ય સ્વરૂપને સંભવે તે
(૨) પર્યાયાર્થિક એટલે વસ્તુના વિશેષ સ્વરૂપને સમજાવે તે સાત નય : ૧ : નૈગમ ૨ : સંગ્રહ ૩ : વ્યવહાર ૪ : ઋજુ સૂત્ર ૫ : શબ્દ ૬ : સમભિરૂઢ ૭ : એવંભૂત...
ધર્મના આચરણ માટે જૈન દાર્શનિકોએ એને નિશ્ચય અને વ્યવહારનય એમ બે વિભાગમાં વહેંચ્યા છે. અહીં નિશ્ચયનો અર્થ મૂળભૂત સિદ્ધાંત ધ્યેય અથવા એક અને અબાધિત સત્ય એવો થાય છે. માટે વ્યવહારનયમાં એ સિદ્ધાંતની પૂર્તિ માટે વ્યવહારમાં આચરવામાં ઉપયોગી થાય એવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો
પદ
* સાત્ત્વિક સહચિંતન
છે. મૂળ સિદ્ધાંતનો બાધક વિરોધી કે ઉન્મૂલક હોય એવા વ્યવહારનો આમ પણ એમાં સમાવેશ થતો નથી
પ્રત્યેક વસ્તુ અનેક ધર્માત્મક છે. આ અનેક ધર્માત્મક એટલે પ્રત્યેક વસ્તુને એક નહિ, પણ વિવિધ બાજુઓ હોય છે. આમાંય પાછી ખાસ ખયાલમાં રાખવાની અને સમજી લેવાની વાત એ છે ‘કે' આ અનેક ધર્મોમાં પરસ્પરવિરોધી એવા ગુણધર્મો પણ હોય છે.
ઝેર એક જ હોય છે. પ્રમાણ અને અવસ્થાભેદે તે માણસને મારે પણ છે અને જિવાડે પણ છે. મારતી વખતે એ ઝેર કહેવાય છે અને જિવાડતી વખતે એ ઔષધ અમૃત કહેવાય છે. એક જ વસ્તુનો આ પરસ્પરવિરોધી સ્વભાવ થયો.
મૂળ વસ્તુ એકની એક હોવા છતાં તેના જુદાંજુદાં સ્વરૂપો જુદાં જુદાં નામથી ઓળખાય છે. આ જુદાંજુદાં સ્વરૂપો પાછાં પરસ્પરવિરોધી ગુણધર્મોવાળાં હોય છે. લોખંડ એક વસ્તુ છે. તેમાંથી બનાવવામાં આવતાં ઢાલ, તલવાર, ચાકુ, કાતર અને સોય વગેરેમાં લોખંડ હોવા છતાં તે બધાં જુદાંજુદાં નામે ઓળખાય છે અને વળી પરસ્પરવિરોધી કામ પણ કરે છે. તલવાર કાપે છે જ્યારે ઢાલ અને કાપવા દેતી નથી. કાતર ચીરા પાડી શકે છે જ્યારે સોય એ ચીરાને સાંધીને પાછા એક કરી દે છે.
પિસ્તોલ આપણા હાથમાં હોય છે ત્યારે આપણું રક્ષણ કરે છે. પ્રતિપક્ષીના હાથમાં જાય તો એ જ પિસ્તોલ આપણું મોત નિપજાવે છે. અહીં પિસ્તોલનો ક્ષેત્રભેદ થયો. પેલા ઝેરમાં (પ્રમાણ) ભાવભેદ થયો હતો.
ર
માણસની પણ બચપણ, કિશોરાવસ્થા, યૌવન, આધેડ અવસ્થા, વૃદ્ધાવસ્થા અને અંતિમ અવસ્થા જોઈએ છીએ. દેહ અને નામ એક જ હોવા છતાં કાળભેદે કાળની અપેક્ષાએ-કેટલાં સ્વરૂપો થયાં ? તેમાં પાછાં પરસ્પરવિરોધી. આ વિરોધી પણ માત્ર ષ્ટિ પૂરતાં જ, દેખાવ પૂરતાં જ નહિ. સ્વભાવ પણ પાછો પરસ્પરવિરોધી હોય છે.
સંસ્કૃતમાં વિદ્વાન ‘તો’ જર્મન ભાષા માટે ‘ઢ’ કહી શકાય. આમ એક વ્યક્તિ વિદ્વાન પણ અને 'ઢ' પણ છે.
સફેદ દીવાલવાળા રૂમમાં રાત્રે પીળા રંગની લાઈટ થાય ત્યારે દીવાલ પીળી લાગે. દિવસે જોનારને સફેદ લાગે. એક અપેક્ષાએ બન્ને સાચા છે અને બન્ને ખોટા પણ છે.
ઘરમાલિક આનો ફોડ પાડી શકે.
૬૦
Page #35
--------------------------------------------------------------------------
________________
સાત્ત્વિક સહચિંતન
દ્રવ્યભેદે-દ્રવ્યની અપેક્ષાએ તે એકનો એક જ દેહ સુકોમળ, વજ્ર જેવો મજબૂત, માંદલો, તંદુરસ્ત, સશક્ત, અશક્ત, દાઢી-મૂછ વગરનો, દાઢી-મૂછવાળો, ટટ્ટાર, વાંકો, મખમલ જેવો મુલાયમ અને કરચલીઓવાળો જર્જરિત, પરસ્પરવિરોધી ગુણધર્મોવાળો પણ બને છે.
એ જ દેહ ક્ષેત્રની અપેક્ષાએ અંગ્રેજ, અમેરિકન, યુરોપિયન, આફ્રિકન, બંગાળી અને ગુજરાતી વગેરે જુદાં જુદાં નામે ઓળખાય છે.
ભાવની અપેક્ષાએ જ માણસ સૌમ્ય, રૌદ્ર, શાંત, અશાંત, સ્થિર, અસ્થિર, ધીર, અધીર, છીછરો, ગંભીર, રૂપાળો અને કદરૂપો પણ દેખાય છે.
કાળની અપેક્ષાએ એને જ આપણે બાળક, કિશોર, યુવાન, આધેડ અને વૃદ્ધ કહીએ છીએ. આમ મનુષ્યનો દેહ એકનો એક હોવા છતાં, વસ્તુ તરીકે એક જ હોવા છતાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની ભિન્નભિન્ન અપેક્ષાથી જુદોજુદો દેખાય છે, જુદોજુદો બની જાય છે, આ બધું આપણે સાચું માનીએ જ છીએ. બધા માને છે. આ બધું એ નિઃશંક પુરવાર કરે છે કે કોઈ પણ પદાર્થમાં પરસ્પરવિરોધી એવા ગુણધર્મોનું અસ્તિત્વ હોય જ છે. આ વાતનો સ્વીકાર કરવામાં હવે કશી અસ્પષ્ટતા નહિ રહે, કંઈ મુશ્કેલી નહિ રહે. જૈન દાર્શનિકોએ અનેકાંતવાદનો આશ્રય લઈને આવી ઘણી વાતો સ્પષ્ટતાથી સમજાવી છે.
આધુનિક મનોવિજ્ઞાનશાસ્ત્રીઓ કહે છે કે, દરેક માણસોમાં ‘ડૉક્ટર જેકિલ અને મિસ્ટર હાઈડની જેમ' પરસ્પરવિરોધી, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ જેટલું અંતર ધરાવતી વૃત્તિઓ હોય જ છે. એટલે કોઈ પણ સંસારી માણસને સર્વથા સારો અથવા સર્વથા ખરાબ-બૂરો એમ કહી શકાય જ નહિ.
એક સજ્જને પોતાના નામથી એક સાર્વજનિક દવાખાનું બાંધવા માટે પંદર લાખ રૂપિયા આપ્યા. તેને ત્યાં કામ કરતા એક નોકરને ઑપરેશન કરાવવા માટે જરૂરી પંદર હજાર રૂપિયા આપવાની તેમણે ઘસીને ના પાડી. પરિણામે જરૂરી સારવાર પેલો ગુમાસ્તો મેળવી ના શક્યો અને એનું અવસાન થયું.
આ સજ્જન માટે આપણે શું કહીશું ? દયાળુ ? ઉદાર ? નિર્દય ? અધમ ? જવાબ આપવાની કશી આવશ્યકતા નથી. સહેજે સમજાઈ જાય એવી વાત છે.
આવાં તો અનેક દૃષ્ટાંતો ભિન્નભિન્ન ક્ષેત્રોમાં જોવા મળશે. એ બધા પરથી સહેજે સમજાશે કે ‘એક જ વસ્તુ છે અને નથી' એમ જ્યારે જૈન દાર્શનિકો કહે છે તે અનેકાંત દષ્ટિથી કહે છે અને તે યથાર્થ છે, એમ કહેવામાં તેઓ તદ્દન સાચા છે.
૬૧
* સાત્ત્વિક સહચિંતન
આ વાતનો સ્વીકાર આપણે કરવો જ જોઈએ.
અનેકાંત દૃષ્ટિની આવી વાતો ખૂબ જ સમજવા જેવી છે. જો બરાબર સમજાઈ જાય તો પછી જગત અને જીવનની તમામ સમસ્યાઓનો ઉકેલ બહુ જ સરળતાથી આવી જાય.
અનેકાંત દિષ્ટ રાખીને આ વાતનો વધારે વિચાર કરીશું તો એક જ વસ્તુમાં સત્ત્વ અને અસત્ત્વ, નિત્યત્વ અને અનિત્યત્ય તેમ જ એકત્વ અને અનેકત્વ વગેરે એક જ સમયે રહે છે, એ સમજવામાં કશી મુશ્કેલી નહિ નડે. એ બધું જોવા અને સમજવા માટે અનેકાંતવાદનો આશ્રય લેવો પડશે. એનો આધાર જો ન લઈએ તો તે આપણને કદી પણ નહિ સમજાય.
એક અને અનેક એકસાથે એક સમયે રહે છે તે સમજવામાં તો આજના આ વિજ્ઞાનવાદી અણુ-પરમાણુ-સંશોધનયુગમાં કશી મુશ્કેલી નહિ પડે.
વસ્તુનું નિત્યત્વ અને અનિત્યત્વ સમજવું પણ સહેલું છે. બધું જ પરિવર્તનશીલ છે; આ વાત તો સૌ કોઈ સ્વીકારે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ તથા અવસ્થા (પર્યાય) ભેદે એક જ વસ્તુ અનેક પરિવર્તનો પામે છે. એ પરિવર્તનશીલ છે એટલે એને અનિત્ય કહી શકાય-અનિત્ય છે, છતાં એનું મૂળ દ્રવ્ય, જુદાંજુદાં સ્વરૂપમાં પણ એમાં કાયમ રહે છે, એટલે એને નિત્ય પણ કહી શકાય-નિત્ય છે. એકલું નિત્ય કહેવું એ જેમ ખોટું ઠરે તેમ એકલું અનિત્ય કહેવું એ પણ ખોટું છે.
આ પરિવર્તન પણ સહસા-એકાએક નથી થતું. એ એનો સમય લે જ છે. કપડું એકદમ મેલું થતું નથી, ચોખામાંથી ભાત એકદમ નથી બની જતો, ઘઉંમાંથી સીધી રોટલી નથી બનતી અને બાળક એકદમ વૃદ્ધ નથી બનતું. આ બધાનો એક કાળક્રમ છે. આવાં બધાં પરિવર્તનો છતાં એની મૂળ વસ્તુનો સર્વથા નાશ પણ નથી થતો.
માટીમાંથી ઘડો જ્યારે બનાવ્યો ત્યારે તે ઘડાના સ્વરૂપમાં પણ મૂળ પદાર્થ માટીનું અસ્તિત્વ તો રહ્યું જ. એ ઘડાના જ્યારે ટુકડા થાય છે, ત્યારે એના એ બીજા સ્વરૂપમાં પણ મૂળ દ્રવ્ય માટીનું અસ્તિત્વ હોય છે.
એ જ ન્યાયે તત્ત્વજ્ઞાનની ભૂમિકા પર કોઈ પણ વસ્તુતત્ત્વને સર્વથા સત્ય કે સર્વથા અસત્ય, સર્વથા નિત્ય કે સર્વથા અનિત્ય એમ માનવું એ પણ ભૂલ છે. બધાં જ વસ્તુતત્ત્વો જેવાં છે તેવાં જ રહેવાનાં હોય, એમાં પરસ્પરવિરોધી ગુણધર્મો જો ન હોય અને એ પરિવર્તનશીલ ન હોય તો પછી એનું અસ્તિત્વ કેવળ નિરુપયોગી બની જાય છે. પથ્થર એક કાળે જેવો અને જેવડો છે, તેવો અને તેવડો જ જો સર્વકાળે તે
ન
૬૨
Page #36
--------------------------------------------------------------------------
________________
જ
સાત્ત્વિક સહચિંતન રહેવાનો હોય, તો પછી એનો અર્થ એ થયો કે તેનામાં ક્રિયાશીલતા નથી. હવે એનામાં ક્રિયાશીલતા જો ન હોય, તો પછી એના દ્વારા કંઈ પણ કાર્ય થાય એવી આશા કેમ રાખી શકાય?
એવી જ રીતે, બ્રહ્મને એકને જ માત્ર સત્ય માનવામાં આવે અને એના અસ્તિત્વને તદ્દન સ્થિર તેમ જ અપરિવર્તનશીલ માનવામાં આવે, તો પછી એનામાં ક્રિયાશીલતાનો અભાવ હોઈ એની ઉપયોગિતા શું?
જગતને જે સર્વથા મિથ્યા જ માનવામાં આવે, તો પછી તેને વાસ્તવિક (સત્ય) માનવામાં આવે છે તેવા બ્રહ્મ સાથે એનો સંબંધ જોડી જ કેવી રીતે શકાય. એવી જ રીતે જડ અને ચેતનને એકબીજાથી તદ્દન ભિન્ન જ માનવામાં આવે તો પછી એકની અસર બીજા પર થાય એવી આશા પણ કેમ રાખી શકાય?
જગત જો પરિવર્તનશીલ હોય તો પછી એ જગતમાંથી ઉત્પન્ન થયું હોવાનું વૈદિક તત્ત્વજ્ઞાનીઓ માને છે ને બતાવે છે તે બ્રહ્મ પણ પરિવર્તનશીલ જ હોવું જોઈએ. એમ જો ન હોય તો એક નિત્ય અને અપરિવર્તનશીલ બ્રહ્મમાંથી અનિત્ય અને પરિવર્તનશીલ જગત ઉદ્દભવે જ કેવી રીતે?
એકાંત નિત્યમાંથી અનિત્ય કે એકાંત અનિત્યમાંથી નિત્યનો સ્વતંત્ર ઉદ્ભવ કદી સંભવી શકે જ નહિ. આ વાત જૈન તત્ત્વજ્ઞાનીઓએ ખૂબ જ ભારપૂર્વક અને અસંદિગ્ધપણે કહી છે. એ વાત ખૂબ સમજવા જેવી છે. દૈત, અદ્વૈત અને એના બધા ફાટાઓમાંથી તથા ક્ષણિકવાદ વગેરે બધાં એકાંત તત્ત્વજ્ઞાનોમાંથી આ બધી સમજણ મળતી નથી, કેમકે, એ બધા પાછળ દર્શાવ્યું છે તે મુજબ એક નય (એકાંતજ્ઞાન)ના આધારે અને એકાંતિક નિર્ણયો દ્વારા રચાય છે. એ બધાની સામે સરોવરના સમૂહ સમક્ષ ઘૂઘવાતા મહાસાગર સમો જૈન તત્ત્વજ્ઞાનનો અનેકાંતવાદ ઊભો છે. એની સમજણ એ જ સાચી સમજણ છે. આ વાત સ્વીકારવામાં હવે કશી આપત્તિ રહે છે? નથી રહેતી. હજુ થોડુંક વિશેષ સ્પષ્ટીકરણ કરીએ.
સત્ય અને અસત્યને બદલે આપણે સત્ત્વ અને અસત્ત્વ એવા બે શબ્દો મૂકીએ. આ બંનેમાં પરસ્પરવિરોધી એવા ગુણધર્મો છે, પણ અહીં આપણે પેલી ચાર અપેક્ષાઓને, ચતુષ્ટયને લાવીને મૂકીશું તો જણાશે કે સ્વદ્રવ્ય ક્ષેત્રકાળભાવથી કે સત્ત્વ છે, તે જ સત્ત્વ પરદ્રવ્ય ક્ષેત્રકાળભાવથી અસત્ત્વ છે.
આ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષામાં સ્વ શું અને પર શું? આ વાત નવી આવી, કેમ? કશા સંભ્રમમાં ન રહેવાય એટલા ખાતર એક ટૂંકી સમજણ આપણે
જો જો સાત્ત્વિક સહચિંતન સિક અહીં લઈ લઈએ. જ્યાં ‘પોતે' છે એ ‘વ’ અને જ્યાં ‘પોતે' નથી એ ‘પર'. આ વિષય પર આપણે આવીએ ત્યાં સુધીમાં આનો થોડોક વિચાર જે કરી રાખશો તો તે વખતે એ સમજવાનું બહુ સહેલું થઈ પડશે.
આ રીતે અસત્ત્વ અને સત્ત્વ, અનિત્યત્વ અને નિત્યત્વ, અનેકત્વ અને એકત્વ વગેરે પરસ્પરવિરોધી ગુણધર્મવાળી બાબતોને, તે વસ્તુઓને આપણે જો વિવિધ બાજઓથી જોઈએ તો પછી એ બધું અનેકાંતાત્મક છે એ વાત ખૂબ જ સરળ રીતે અને સહેલાઈથી સમજાશે.
એક જ વસ્તુમાં અનેક પ્રકારના ગુણધર્મો હોય છે એ વાત જૈનેતર તત્ત્વજ્ઞાનીઓએ પણ સ્વીકારેલી છે. જે લોકો અનેકાંતવાદને પૂર્ણપણે સમજ્યા નથી એ લોકો એવો પ્રશ્ન પૂછે છે કે “આ તો અમારામાં પણ છે ! જૈન ફિલસૂફોએ નવું શું કહ્યું?'
અહીં જ જૈન ધર્મની વિશિષ્ટતાનું દર્શન થાય છે. પ્રત્યેક વસ્તુમાં અનેક ગુણધર્મો હોય છે એ દેખાડવા માત્રથી જ જૈન તત્ત્વજ્ઞાનને અનેકાંતવાદ નામ નથી અપાયું. જૈન દર્શને એ વસ્તુ, એ વાત સાબિત કરી બતાવી છે.
તદુપરાંત, એ પ્રત્યેક વસ્તુમાં ‘પરસ્પરવિરોધી’ એવાં તત્ત્વો ‘એકસાથે રહેલાં છે અને વસ્તુ માત્ર ‘અનેક ગુણધર્માત્મક નહિ, પણ ‘પરસ્પરવિરોધી એવી અનેક ગુણધર્માત્મક' છે એમ જૈન તત્ત્વજ્ઞાન કહે છે. આ જે વિરોધી ગુણધર્મો છે તે એકાંત દૃષ્ટિથી દેખાતા નથી. અનેકાંત દૃષ્ટિથી જ એને જોઈ તથા સમજી શકાય છે. જૈન તત્ત્વજ્ઞાનની, અનેકાંતવાદની જે વિશિષ્ટતા છે તે આ છે. આ કંઈ નાનીસૂની વિશિષ્ટતા નથી. તત્ત્વજ્ઞાનના વિષયમાં એ એક મહાન સિદ્ધિ છે. એટલા માટે જ આ અનેકાંતવાદને તત્ત્વશિરોમણિ માનવામાં આવ્યું છે.
અકારણ કરુણાના કરનાર ભગવાન મહાવીરની ચિંતનપ્રધાન તપસ્યાએ તેમને અનેકાંત દૃષ્ટિ સુઝાડી અને એમની સત્પન્ન શોધનો સંકલ્પ સફળ થયો. એમને પોતાને સાંપડેલી એ અનેકાંત દૃષ્ટિની ચાવીથી વ્યક્તિગત તેમ જ સામૂહિક જીવનની વ્યાવહારિક અને પારમાર્થિક સમસ્યાઓનાં તાળાં ઉઘાડી નાખ્યાં અને સમાધાન મેળવ્યું ત્યારે એમણે જીવનમાં ઉપયોગી વિચાર અને આચારનું ઘડતર કરતી વખતે એ અનેકાંત દૃષ્ટિને નીચે પ્રમાણેની મુખ્ય શરતોથી પ્રકાશિત કરી અને પોતાના જીવન દ્વારા એનું અનુસરણ કરવાનો કેટલીક શરતોએ ઉપદેશ આપ્યો.
રાગ અને દ્વેષમાંથી પેદા થતા સંસ્કારોથી વશ ન થવું, અર્થાત્ તેજસ્વી મધ્યસ્થભાવ ધારણ કરવો.
૬૩.
૬૪
Page #37
--------------------------------------------------------------------------
________________
કે સાત્ત્વિક સહચિંતન છે જ્યાં લગી મધ્યસ્થભાવનો પૂર્ણ વિકાસ ન થાય ત્યાં સુધી એ ધ્યેય રાખીને કેવળ સત્યની જિજ્ઞાસા રાખવી.
• ગમે તેવા વિરોધી દેખાતા પક્ષથી ગભરાવું નહિ અને પોતાના પક્ષની જેમ એ પક્ષની પણ આદરપૂર્વક વિચારણા કરવી અને પોતાના પક્ષ તરફ પણ આકરી સમાલોચક દષ્ટિ રાખવી.
• વિરોધી લાગતા હોય તેવા બીજાના અનુભવોમાંથી જેજે અંશો સાચા લાગે તેનો વિવેકબુદ્ધિથી સમન્વય કરવાની ઉદારતા સાથે અભ્યાસ કરવો. સમન્વય કરવામાં મિથ્યાભિમાનનો ત્યાગ કરવો.
જીવનવ્યવહારમાં અનેકાંતના આચરણ માટે ભગવાનની આ શીખમાં સ્વ પર કલ્યાણ અભિપ્રેત છે.
જૈન તત્વજ્ઞાનીઓએ હંમેશાં એવો આગ્રહ રાખ્યો છે કે તીવ્ર બુદ્ધિશક્તિ હોવા છતાંય તટસ્થભાવ જ્યાં સુધી પ્રગટતો નથી ત્યાં સુધી પૂર્ણ સત્યની પ્રાપ્તિ થતી નથી. એ તટસ્થવૃત્તિ કેળવવા માટે અજ્ઞાન દૂર કરી સમ્યક જ્ઞાન મેળવવું પડે. પૂર્વગ્રહો, અભિપ્રાયો અને અહંકારથી મુક્ત થવું પડશે. ઈન્દ્રિયાદિક વૃત્તિઓ સાથેનો સંબંધ ધરાવતા ભૌતિક સ્વાર્થને ત્યાગવો પડશે. વિવેકબુદ્ધિના જાગરણ સાથે વિશ્વ વાત્સલ્ય, કરુણા અને મૈત્રીભાવ કેળવવો પડે. વળી, પરમત સહિષ્ણુતાની પાવન જ્યોત પ્રગટે તો જ અનેકાંતનો અનેરો લાભ મળે.
બીજો પણ સાચો હોઈ શકે, બીજી દાર્શનિક પરંપરા અને અન્ય ધર્મોની વાત સહિષ્ણુતાથી સાંભળવી તેને માની લેવી એવું જરૂરી નથી). તેમ કરવાથી ધર્મઝનૂન નિવારી શકાય, અનેકાંત સમજીને દરેક પાસાંનો વિચાર કરવાથી વ્યાવહારિક જીવનમાં - પતિ-પત્ની, માતા-પિતા, પુત્ર-પુત્રી, ભાઈ-ભાઈ, સાસુ-વહુ, નણંદ-ભોજાઈ જેવા સંબંધોમાં સામંજસ્ય સર્જાશે. શિષ્ય-ગુર, ભક્ત-ગુર, નોકર-માલિક (શેઠ), સંસ્થાના કાર્યકરો, રાજકીય પક્ષો, શિક્ષક વિદ્યાર્થી, નેતા, અમલદાર, પ્રજા વચ્ચે દરેક તબક્કે હાર્મની જળવાઈ રહેશે.
અનેકાંત દ્વારા રાષ્ટ્રની સીમાઓ, જળ, જમીન, આકાશ અને કુદરતી સંપત્તિની વહેંચણી માટેના ઘર્ષણ અટકશે. અનેકાંતનું આચરણ વ્યક્તિને અન્ય ધર્મ પ્રત્યે થતી નફરત રોશે, પણ જ્યાં જ્યાં સારું છે તે મારું છે, મારું છે તે જ સારું છે નહિ, પણ અનેકાંતની સમજણથી હંસદષ્ટિનો વિવેક, પ્રમોદભાવ અને માધ્યસ્થભાવ પ્રગટશે.
લોહીને હિંસા સાથે સંબંધ છે. સામાન્ય રીતે હિંસક પ્રવૃત્તિમાં આપણને લોહી
જોક સાત્ત્વિક સહચિંતન શિબિર દેખાય છે, પરંતુ આ તો સ્થૂળ હિંસાની વાત થઈ. કેટલીક હિંસક પ્રવૃત્તિઓ એવી હોય છે કે જે હિંસા દ્વારા લોહી વહેતું નથી છતાં એ પ્રવૃત્તિ તીવ્ર અને ઘાતક હોય છે.
વિશ્વાસઘાત, કોઈનાં ગુપ્ત રહસ્યોને વિવેકહીન રીતે ઉઘાડાં પાડવાં, ધ્રાસકો પડે તેવું બોલવું કે સમાચાર આપવા, શોષણ અને અન્યાય દ્વારા પરિગ્રહની પ્રવૃત્તિ પણ હિંસા છે. અયોગ્ય માર્ગે કોઈનું બ્રેઈન વૉશ કરવું કે પડ્યુંત્રો રચવાં એ હિંસા છે.
| વિચારોના વિકૃત અર્થઘટન અને અભિવ્યકિત દ્વારા આપણે હિંસક બની અનેકાંતના હત્યારા બનીએ છીએ. આકરી, શુષ્ક, અશક્ય અને કાલ્પનિક વાતો દ્વારા યુવાનોને ધર્મવિમુખ બનાવવાની હિંસાથી બચીએ.
અપરિગ્રહના એકાંતિક આગ્રહથી હું કદાચ કટ્ટર દિગંબર બની શકું. અહિંસાના એકાંતિક આગ્રહથી હું કદાચ કટ્ટર સ્થાનકવાસી બની શકું. જીવદયા અને હિંસાના વૈચારિક અનુબંધથી હું કદાચ કટ્ટર તેરાપંથી બની શકું. જિનપૂજામાં આરંભ-સમારંભની વિવેકહીન અનિવાર્યતા મને કદાચ કદ્દર મૂર્તિપૂજક બનાવી દે. કટ્ટરતામાં ધર્મઝનૂન અભિપ્રેત છે. ધર્મ એ અમૃત છે, પણ ઝનૂન એ વિષ છે. એ વિષથી આપણે બચવાનું છે. વિવેકપૂર્વક વિચારીશું તો અહીં અનેકાંત વિચારધારા આપણને બચાવી શકે. એકાંત ક્રિયાવાદ કે એકાંત જ્ઞાનવાદ મોક્ષ તરફ જવાના માર્ગે નહીં લઈ જઈ શકે. જ્ઞાનની આંખ અને ક્રિયાની પાંખ દ્વારા જ આ આતમ પંખી ઉર્ધ્વગમન કરી શકે.
મારી વિચારધારા, દૃઢ માન્યતા અને આગ્રહને કારણે હું ત્યાગમાર્ગમાં પણ શાંતિ મેળવી શકું નહિ. કામરાગ અને સ્નેહરાગથી છૂટવું હજી સહેલું છે, પણ દૃષ્ટિરાગથી મુક્ત થવું કઠિન છે.
દૃષ્ટિરાગથી પરાધીન એવા મને મારી દયા આવે છે. દયા-ધર્મના જ્ઞાતાઓએ કહ્યું છે કે પહેલાં સ્વદયા પછી પદયા. સ્વદયા એટલે પોતાનાં જ્ઞાન, શાંતિ, આનંદ અને સમત્વના ભાવપ્રાણ હણવા ન દેવા તે. અહીં પળેપળે ભયંકર ભાવમરણથી આત્મરક્ષણની વાત અભિપ્રેત છે. પોતાના ભાવપ્રાણ હણાય તેવી પ્રવૃત્તિ સ્વહિંસા છે. જ્યારે બીજાના ભાવપ્રાણ હણાય તેવી પ્રવૃત્તિ પરહિંસા છે.
સાધનાના માર્ગે આગળ વધતો સાધક વિવેક અને જયણા દ્વારા લોહી વહે તેવી સ્થળ હિંસા તો સહજ નિવારી શકે, પરંતુ અહીં આગળ વધીને સૂક્ષ્મ અહિંસાનું ચિંતન કરવાનું છે. લોહી ન વહે તેવી હિંસાથી બચવાનો પુરુષાર્થ સાધકનો સમ્યક પરષાર્થ છે અને ભગવાન મહાવીરે ચિંધેલી અનેકાંત વિચારધારાનું આચરણ જ તેમાં સહાયક બની શકે. •
૬૫
Page #38
--------------------------------------------------------------------------
________________
# સાત્વિક સહચિંતન
ક
R)
જૈન દર્શનમાં “ઉપયોગ’નું મહત્ત્વ
ઉપયોગ એ જૈન દર્શનનો પારિભાષિક શબ્દ છે. જ્ઞાન એ આત્માનો ગુણ છે. આ આત્માના જ્ઞાનગુણનું પ્રવૃત્તિરૂપમાં પરિણમન થવાને ઉપયોગ કહે છે.
‘ઉપ' એટલે સમીપ અને ‘યોગ' એટલે જ્ઞાનદર્શનનું પ્રવર્તન. આનો સરળ અર્થ એ થાય કે જેના વડે આત્મા જ્ઞાનદર્શનનું પ્રવર્તન કરવાની અભિમુખતાવાળો થાય એવો જે ચેતનાનો વ્યાપાર છે તેને ઉપયોગ કહેવાય છે.
શ્રી ઉમાસ્વાતિ મહારાજે તત્ત્વાર્થ સૂત્રના બીજા અધ્યયનમાં જીવનું લક્ષણ બતાવતાં કહ્યું છે કે, રૂપથી જHUામ્ - ઉપયોગ એ જીવનું લક્ષણ છે.
જ્ઞાન અને દર્શન એ આ ઉપયોગના જ બે પ્રકાર છે. જે ઉપયોગ સાકાર એટલે વિશેષતાવાળો હોય તે જ્ઞાન કહેવાય અને જે ઉપયોગ અનાકાર એટલે સામાન્ય પ્રકારનો હોય તેને દર્શન કહેવાય.
આપણી હજી યોગની પ્રવૃત્તિ છે. યોગની પ્રવૃત્તિ પૂરી થયા પછી એકલો ઉપયોગ કામ કરશે. યોગની પ્રવૃત્તિ બદલવી તે સાધના નથી, ઉપયોગ બદલાય તે સાધના છે.
જ્ઞાન અને દર્શન એ તો જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી કે ક્ષયથી વર્તતી જીવની જ્ઞાન અને દર્શનલબ્ધિ છે, પરંતુ પોતાની એ લબ્ધિને લબ્ધિવંત છવ જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ દ્વારા જ્યારે પ્રકાશિત કરે છે ત્યારે જ તે શેય પદાર્થને જાણી શકે છે. શક્તિ હોવા છતાં ઉપયોગ
# સાત્વિક સહચિંતન
જ વિના પદાર્થને જાણી-દેખી શકાય જ નહિ. આ જ્ઞાન અને દર્શનની લબ્ધિ વડે વર્તતા પ્રયત્નને જ ઉપયોગ કહેવાય છે.
એક સમયે તો એક જીવને એક જ શેય વસ્તુ યા વિષય પ્રત્યેનો ઉપયોગ હોઈ શકે છે. એક સમયે કિયાની વિવિધતા હોઈ શકે, પણ ઉપયોગ તો એકમાં જ વર્તે છે. એકીસાથે બે વસ્તુમાં આપણો ઉપયોગ રહી શકતો નથી.
કોઈ પણ જીવ કોઈ પણ કાળે ઉપયોગ રહિત તો હોઈ શકે જ નહિ. એક યા અન્ય ક્ષેય વિષય પ્રત્યે ઉપયોગ તો દરેક જીવને વર્તતો જ રહે છે. વિષયાંતર થવામાં ઉપયોગનું પરિવર્તન કે પલટો ભલે થતો રહે, પરંતુ એક યા બીજી રીતે ઉપયોગનું અસ્તિત્વ તો પ્રત્યેક સમયે જીવમાં વર્તતું જ રહે છે.
કોઈ “અનુપયોગ દશા” એવા શબ્દનો ઉપયોગ કરે એનો અર્થ એ નથી થતો કે તે સમયે જીવની દશા તદ્દન ઉપયોગ રહિત છે, પરંતુ જે વસ્તુ અથવા વિષય અંગેના ઉપયોગની જ જે સમયે જરૂર હોય તે સમયે તે વસ્તુ અથવા તે વિષયને છોડી અન્ય વસ્તુ અથવા વિષયમાં જીવનો ઉપયોગ ચાલ્યો જાય ત્યારે વિવક્ષિત વસ્તુ અંગેની જીવની અનુપયોગ અર્થાત્ લક્ષરહિત દશા વર્તે છે તેને ઉપયોગશૂન્યતા પણ કહી શકાય.
ઉપયોગ, અશુદ્ધ કેમ થાય છે ? તે અંગે જ્ઞાનીજન સમજાવે છે કે -
ઉપયોગ, એ તો આત્માનું લક્ષણ હોવાથી સ્વ પર વસ્તુનો બોધ થવારૂપ છે, પરંતુ તેમાં ઇષ્ટપણા અને અનિષ્ટપણારૂપ વિભાવ જ પરવસ્તુના સંગથી થયેલ અનાદિ પરંપરાજન્ય અશુદ્ધતા છે.
જીવને રસ, રૂપ, ગંધ આદિ વર્ણનું જ્ઞાન થવાથી કંઈ ઉપયોગની મલિનતા થતી નથી, પરંતુ વર્ણાદિ વિષયમાં ઇપણું અને અનિરુપણું થવાથી ઈસ્ટ વિષયમાં રાગ અને અનિષ્ટ વિષયમાં ૫ તથા રાગદ્વેષ અંગે વર્તતું અજ્ઞાન (મોહ) જ ઉપયોગમાં અશુદ્ધતા ઉત્પન્ન કરે છે. માટે જ ગીતાર્થ ગુરભગવંતો આપણને રાગદ્વેષ (મોહ)ને કારણે થતી આત્મહાનિ અંગે સતત સાવધ કરતા રહે છે.
જૈન દર્શને વિશ્વને છ દ્રવ્યોનું વર્ગીકરણ આપ્યું - જીવ, અજીવ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. છેલ્લા ચાર જડ અરૂપી હોવાથી ઇન્દ્રિયગમ્ય નથી.
વિશ્વ, જીવ-અજીવ એટલે ચેતન-જડથી ભરેલ છે. જડમાં પાંચમું તે પુદ્ગલ છે, જેને વૈજ્ઞાનિકો Matter (મેટર) કહે છે. - જૈન દર્શન કહે છે કે, સમસ્ત સૃષ્ટિ, જીવ અને પાંચ અજીવ પૈકીના પાંચમા અજીવ
૬૮ -
Page #39
--------------------------------------------------------------------------
________________
સાત્ત્વિક સહચિંતન
પદાર્થ પુદ્દગલના વિવિધ અણુ યા અણુસમૂહ સ્વરૂપ વિવિધ વિભાગોથી ભરપૂર છે. દશ્યજગત તો વિવિધ અણુસમૂહ સ્વરૂપ પુદ્દગલનું જ બનેલું છે. તેવી રીતે આધુનિક વિજ્ઞાન પણ જણાવે છે કે, ‘સમસ્ત સૃષ્ટિ વીજળીમય છે’ અને પ્રત્યેક પદાર્થ તે વીજળીના કણ, વીજળીના તરંગોથી ભરેલા છે. માનવશરીર એક Powerhouse-વીજળીઘર છે. વિજ્ઞાન તો માત્ર જડ પદાર્થ સ્વરૂપ Electricity-વીજળી સુધી જ પહોંચ્યું છે. અહીં વીજળી એ એક પૌદગલિક શક્તિરૂપ છે. જ્યારે જૈન દર્શને આત્મિક શક્તિરૂપ વીજળીનું પણ સ્પષ્ટ અને વિશદ્ વર્ણન કર્યું છે.
જૈન દર્શન કહે છે આત્મિક વીજળીને કરન્ટ અદશ્ય શક્તિ વડે સંકલ્પના સ્પંદનથી અખંડ વિચારધારાના વાયરો દ્વારા (તાર દ્વારા) લક્ષપર્યંત લાગુ થાય તેને ઉપયોગ યા લક્ષ કહેવાય. એ રીતે વર્ણવતા ઉપયોગના કારણે, તે સમયે ઇન્દ્રિય પ્રત્યક્ષ વર્તતા પદાર્થ અંગે અગર પૂર્વે અનુભવેલ પ્રત્યક્ષતાની સ્મૃતિરૂપ પદાર્થ અંગે આત્મા પોતે વિવિધ લાગણીઓમાં વર્તી પોતાની બુદ્ધિ અને વિવેક અનુસાર પોતાનાં હિતાહિતનું યા ગ્રહણ યા ત્યાગનું લક્ષ નિર્ણિત કરી રહે ત્યારે તે નિર્ણતાને ભાવના કહે છે.
અહીં ભાવનાં પરિણામ અને પ્રવૃત્તિમાં ઉપયોગનું અનુસંધાન તો હોય જ છે. આત્મિક વિદ્યુત કરન્ટના જોડાણ વિના ભાવનાં પરિણામ અને પ્રવૃત્તિ સંભવે જ નહીં. જડ અને ચેતન પદાર્થની ભિન્નતાનું કારણ એ જ છે. જ્યાં ઉપયોગ હોય ત્યાં જ ચેતન (જીવ) છે, જ્યાં ઉપયોગ નથી ત્યાં ચેતન નથી, જડ છે.
ઉપયોગ એ જૈન પારિભાષિક શબ્દ હોવાથી કેટલાકને તેની સમજ હોતી નથી. લૌકિક ભાષાનાં ધ્યાન, એકગ્રતા, તન્મયતા, લક્ષ રાખવું, ભાન રાખવું, Concentration - ધ્યાન રાખવું. આ શબ્દો ઉપયોગસૂચક જ છે. અમુક કાર્ય કરવા બહાર નીકળનાર વ્યક્તિ તેમાંથી કોઈ કામ વીસરી જાય, ભૂલી જાય કે અધૂરું કરે ત્યારે તેને ભાન વિનાનો કહે છે. અહીં ભાન ભૂલી જવું તે જ ઉપયોગશૂન્યતા કહેવાય છે.
પ્રકંપિત વીર્ય દ્વારા જ આત્મામાં નવાંનવાં કર્મનો બંધ થતો જ રહે છે, પરંતુ તે સમયે કર્મનું શુભાશુભરૂપે ઉત્પન્ન થતું પરિણમન તો તે સમયે વર્તતા જીવના ઉપયોગના જ આધારે છે, કેમ કે, ઉપયોગ વિના વીર્ય સ્ફૂરિત થઈ શકતું નથી, માટે કર્મનું શુભાશુભપણું ઉપયોગના આધારે જ થાય છે. આ ઉપયોગની પ્રવૃત્તિ જ્યારે શુભ કાર્યમાં હોય ત્યારે શુભ ઉપયોગ કહેવાય. અશુભ કે અશુદ્ધ ભાવે પ્રવૃત્તિ હોય ત્યારે અશુભ ઉપયોગ કહેવાય.
સાધના ક્ષેત્રમાં ઉપયોગ વિનાની ક્રિયા એકડા વગરના મીંડા જેવી છે. ઉપયોગ
SC
સાત્ત્વિક સહચિંતન
એ સંચિત શક્તિની વપરાશ છે. જે શક્તિનો વેડફાટ ઈંદ્રિય જગતમાં થઈ રહ્યો છે તે શક્તિને આત્મા તરફ વાળી તે ઉપયોગ છે. શ્રુતજ્ઞાનનું આપણા ઉપયોગમાં રૂપાંતર થાય તો જ તે આપણા માટે ઉપકારી બની શકે છે.
ધર્મધ્યાન પ્રવૃત્તિ શુભ ઉપયોગ, વિષયવાસના ઇન્દ્રિયોના વિષયની પ્રવૃત્તિ અશુભ ઉપયોગ. શુભ ઉપયોગ પ્રવૃત્તિથી દેવ અને મનુષ્યગતિ મળે. અશુભ ઉપયોગથી તિર્યંચ કે નરકગતિનાં કર્મ બંધાય. તીવ્ર ક્રોધ આદિ રૌદ્રધ્યાન તે અશુદ્ધ ઉપયોગ છે. શુભ, અશુભ અને અશુદ્ધ ઉપયોગ ઉપરાંત ચોથો શુદ્ધ ઉપયોગ છે. સહજ સ્વરૂપથી નિર્વિકલ્પ સ્વરૂપમાં પરિણમિત રહેવાની સ્થિતિ તે શુદ્ધ ઉપયોગ છે. શુદ્ધ ઉપયોગની પ્રવૃત્તિમાં કર્મનિર્જરા થઈ શકે અને મોક્ષપ્રાપ્તિનો માર્ગ સહજ બને છે.
મનોયોગના સંદર્ભે ઉપયોગનો વિચાર કરીએ તો મનની વિચારશુદ્ધિ જ આપણા ઉપયોગને શુભમાંથી શુદ્ધ તરફ લઈ જશે.
ઉપયોગની શુદ્ધતાથી આધ્યાત્મિક ક્ષેત્રે આત્મિક ઉત્થાન અને વિશ્વશાંતિ છે, જ્યારે ઉપયોગની અશુદ્ધતાએ આત્મિક પતન, વિશ્વમાં વેર, ઝેર, ઈર્ષા, ઝઘડા અને યુદ્ધો સર્જાય છે. વળી, ઉપયોગની અશુદ્ધતા તે માનસિક વિચારોની મલિનતાને કારણે હોઈ અજ્ઞાનના વિકૃત વિચારોથી માનવીના બાહ્ય શરીરમાં પણ વિવિધ રોગો ઉત્પન્ન થાય છે. માટે આપણે વિચારશુદ્ધિ ટકાવી રાખવા લક્ષ આપવું જરૂરી છે.
સાહ્યોનું વાંચન, આધ્યાત્મિક અનુષ્ઠાનોમાં પ્રવૃત્ત અને સદ્ગુરુનો સત્સંગ આપણી વિચારશુદ્ધિને ટકાવી રાખશે.
શુદ્ધાપયોગાર્થી જીવે સદા જાગૃતિ રાખવી કે વર્તમાન સમયે હું પૌદ્ગલિક પરિણામોનો ગ્રાહક છું કે નિજ પરિણામ આત્મધર્મનો ગ્રાહક છું ? વળી, ચિંતવવું કે ઇન્દ્રિયજન્ય સુખથી હું નિવૃત્તિ ઇચ્છું છું અને મારી ગ્રાહકતા અને રમણતા પરગુણ પર્યાયથી સ્વગુણપર્યાયની બને. હું આત્મિક શક્તિને ચાહું છું. ચેતનશક્તિને ફોરવવા ઇચ્છું છું. આ જાતનું ચિંતન અને જાગૃતિ સેવવાથી આપણા શુભ ઉપયોગની યાત્રા ક્રમેક્રમે શુદ્ધ ઉપયોગની વૃત્તિ તરફ થશે.
વિશ્વમાં ચોતરફ ભોગ-ઉપભોગની સંસ્કૃતિનો વિસ્તાર થઈ રહ્યો છે, જ્યારે જૈન ધર્મની શ્રમણ સંસ્કૃતિએ વિશ્વને ઉપભોગ નહિ, પણ ઉપયોગની સંસ્કૃતિની ભેટ આપી છે. રોજબરોજના વ્યવહારુ જીવનમાં ભોગ-ઉપભોગમાં સંયમ જીવને શુભ ઉપયોગ તરફ લઈ જશે. નિશ્ચયે શુભ ઉપયોગ સાધકને શુદ્ધ ઉપયોગ તરફ લઈ જશે અને આ શુદ્ધ ઉપયોગ જ જીવને શિવ સુધીની યાત્રા કરાવશે.
૭.
Page #40
--------------------------------------------------------------------------
________________
જ
સાત્ત્વિક સહચિંતન
૧૫
શ્રીમદ્ રાજચંદ્રજી અને જેને સંતો
શ્રી યુગપુરુષ શ્રીમદ્જીનો જન્મ કૃષ્ણભક્ત કુટુંબમાં થયો, પરંતુ જૈનોના પ્રતિક્રમણ સૂત્રમાંનો ક્ષમાનો ભાવ તેમના અંત:તલને સ્પર્શી ગયો અને જૈન દર્શન પ્રતિ રુચિ થઈ.
આ રુચિને કારણે જ તેમનાં લખાણોમાં ઠેરઠેર તેમણે મહાવીરધર્મનો મહિમા કર્યો છે, એટલું જ નહિ, તેમણે આત્માનુરાગી વીતરાગ ધર્મને ઉજાગર કરવાનો સમ્યક પુરુષાર્થ કર્યો છે તે એમનાં જીવન-કવનનાં દર્શનમાં પ્રતીત થયા વિના રહેતું નથી.
એ જ કારણે આત્મધર્મમાં માનનારા ઘણા મુમુક્ષો સાધુચિરત ગૃહસ્થો અને મુનિઓ એ કાળમાં શ્રીમદ્જી પ્રત્યે આકર્ષાયા હતા. તેમાં લલ્લુજી મહારાજ, મુનિ શ્રી દેવકરણજી, ન્યાયાધીશ શ્રી ધારશીભાઈ, શ્રી સૌભાગ્યભાઈ, શ્રી જુઠાભાઈ, શ્રી પોપટલાલ, શ્રી અંબાલાલ, શ્રી મનસુખભાઈ, શ્રી કૃષ્ણદાસ, શ્રી ત્રિભોવનભાઈ, શ્રી પ્રાણજીવનદાસ વગેરે.
ત્યાર પછી પણ જૈન સંતો અને સાધુચરિત પુરુષોને શ્રીમદ્જી પ્રતિ સતત આકર્ષણ રહ્યું.
વર્તમાને કેટલાંક જૈન સંત-સતીઓ અને સાધુચરિત ગૃહસ્થો, વિદ્વાનો અને મુમુક્ષો શ્રીમદ્જીને પૂજ્યભાવે જુએ છે, એટલું જ નહીં, તેમને માટે શ્રીમદ્ રાજચંદ્રજીનું પાવન જીવન-કવન સંશોધનનો વિષય બની ગયાં છે. તેમનું આ સંશોધન સ્વ-પર માટે કલ્યાણકારી બની ગયું.
મુનિ શ્રી સંતબાલજીના અંતેવાસી સંતસાથી દુલેરાય માટલિયાએ નોંધ્યું છે કે,
જીવન જીવી સાત્ત્વિક સહચિંતન શિબિર શ્રીમદ્ રાજચંદ્ર, મહાત્મા ગાંધીજી અને પૂ. કવિવર્ય શ્રી નાનચંદ્રજી મહારાજ એ નામથી જોઈએ તો ત્રણ અલગઅલગ વિભૂતિઓ હતી, પરંતુ એ ત્રણેનાં જન્મ અને કાર્ય એક જ મિશન (હેતુ) માટે હતાં. નામથી ભલે ત્રણ ગણાય, પણ અનેકાંતવાદ, સત્ય, અહિંસા અને અપરિગ્રહનું તેમનું મિશન એક હતું.
શ્રીમદ્રજીનું મિશન - “યથા હેતુ જે ચિત્તનો, સત્ય ધર્મનો ઉદ્ધાર રે, થશે અરશ્ય આ દેહથી એમ થયો નિરધાર રે.
સત્યધર્મથી જ સાચું સ્વ પર શ્રેય એકીસાથે સાધી શકાય, સર્વસંગ પરિત્યાગી જૈન નિગ્રંથ મુનિ બનીને પોતાના દેથી સત્યધર્મનો ઉદ્ધાર કરવાના હતા, પરંતુ તે કાળ પહેલાં જ તેમનું અવસાન થયું. આખા જગતના ઉદ્ધાર માટે તેઓ મુનિપણું ઇચ્છતા હતા. એક પ્રસંગે તેમણે મુનિ દેવકરણ સાથેના વાર્તાલાપમાં કહેલ કે મુનિનું જીવન જગહિતાર્થે છે. શ્રીમદ્જી આખાય જગતમાં સત્ય, અહિંસા કે દયા અને અપરિગ્રહના ગુણોને જગતમાં પ્રતિષ્ઠિત કરવા માગતા હતા. એમના અવસાન પછી આ કામ પ્રત્યક્ષ વ્યવહારમાં ગાંધીજીએ ઉપાડી લીધું
શ્રીમજીની કાર્યવાહીને ધર્મની વ્યાસપીઠ પર આગળ ધપાવવાનું પાત્ર કવિવર્ય પૂ. નાનચંદ્રજી મહારાજ બને છે જે ગુજરાત દ્વારા ભારતની ધર્મવ્યાસપીઠ પર અજોડ કાર્ય કરી જાય છે. તેઓ શ્રીમજીની વાડાબંધીવિરોધી હિલચાલના અને માનવતાના સફળ પુરસ્કર્તા બને છે. સંવત ૧૯૫૭ના ફાગણ સુદ ત્રીજના અંજાર ગામે થનાર પોતાની સાધુ દીક્ષા માટે એ દીક્ષાર્થી જતા હતા ત્યારે એમને મોરબીમાં શ્રીમદ્ રાજચંદ્રજીનાં દર્શન થયાં હતાં. ‘સંતશિષ્યની જીવનસરિતા' પુસ્કતના પૃષ્ઠ નંબર ૪૩ પર આ પ્રસંગાલેખનમાં આ રીતે નોંધાયું છે કે, ‘નાગરદાસભાઈ (નાનચંદ્રજી મહારાજ સાહેબ)ના હૃદયમાં શ્રીમદ્ માટે સદ્ભાવભર્યો સુવિચારણાનો ચમકારો જાગી ઊઠ્યો અને પોતાના સર્વસંગ ત્યાગના ભાવિજીવન માટે અમીટ છાપ મૂકી ગયો.”
- મહાત્મા ગાંધીજીની રાજનીતિની કાર્યવાહી અને નાનચંદ્રજીની ધર્મ-નીતિની કાર્યવાહી આ બન્ને પાત્રની કાર્યવાહી પુનઃ પુનઃ વિચારણીય બની રહે છે, કારણકે શ્રીમદ્ રાજચંદ્ર પોતાના દેહે સત્યધર્મનો ઉદ્ધાર જગત જીવો પ્રત્યેના પરમકારુણ્યમય ભાવથી અને સદ્ધર્મની ભક્તિથી ઇચ્છતા હતા.
પૂ. સંતબાલજીના ગુરુદેવ શ્રી નાનચંદ્રજી મહારાજે એમના આગમજ્ઞાન અને સ્વાનુભવથી સ્પષ્ટ જોયું કે ભગવાન મહાવીરની આજ્ઞાનો નિશ્ચય પરમાર્થ કે તાત્ત્વિક
Page #41
--------------------------------------------------------------------------
________________
કે સાત્ત્વિક સહચિંતન કે તત્ત્વદૃષ્ટિથી શ્રીમદ્ રાજંચદ્ર વાસ્તવિક બનાવી રહ્યા છે. તત્ત્વ પ્રમાણે પોતાનું જીવન
જીવી અન્ય સાધુઓ અને મુમુક્ષુઓને પ્રેરણા આપી રહ્યા હતા અને વ્યવહારદષ્ટિથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના અનુસંધાન ગાંધીજી રાજચંદ્ર પાસેથી પ્રેરણા લઈ જીવનનાં સર્વ ક્ષેત્રોમાં સત્ય, અહિંસા, સંયમ અને તેમના સામુદાયિક પ્રયોગો દ્વારા મહાવીરના મંગલધર્મનું આચરી-આચરાવી રહ્યા હતા તેથી એ બે વિભૂતિના મિશનને આગળ ધપાવી જૈન સાધુની મર્યાદામાં રહીં પોતાનું મિશન બનાવ્યું હતું.
લીમડી સંપ્રદાયના આ સ્થાનકવાસી સંતે શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજીના મિશનને આત્મસાત્ કરી લઈ અને પ્રસાર કર્યો. સ્વયંએ વસ્ત્રોમાં ખાદી અપનાવી હતી અને શ્રીમદ્જીના સાહિત્ય અને ગાંધી વિચારધારાનું ઊંડું અધ્યયન કર્યું હતું.
કવિવર્ય નાનચંદ્રજી મહારાજના શિષ્ય મુનિ સંતબાલજીએ મુંબઈના એક ચાતુર્માસમાં ‘અપૂર્વ અવસર' પદ પર સળંગ વ્યાખ્યાનો આપ્યાં. એમણે કહેલું કે, ‘અપૂર્વ અવસર' પદ પર બોલતાં મારા મનમાં એ પદ પ્રત્યે આકર્ષણ રહ્યું છે અને ગાતી વેળાએ જરા આદ્રતા સાથે શાંતરસનું વેદના અનેક વાર થયું છે. એમાં જેમજેમ ઊંડા ઊતરાય તેમતેમ સુષુપ્ત આત્માને ઢંઢોળી કોઈ નવા જગતમાં દોરી જતું હોય એવો ભાસ મને ઘણી વાર થયો છે. એ પદમાં સાધુજીવન અને સાધુતામય જીવન વિશે વિશેષ છે. એથી જ એ કહેતા, ‘અંતઃકરણમાં નિરંતર એમ આવ્યા કરે છે કે પરમાર્થરૂપ થવું અને અનેકને પરમાર્થ સાધ્ય કરવામાં સહાયક થવું એ જ કર્તવ્ય છે. અધિક શું કહેવું ? પરના પરમાર્થ સિવાય દેહ જ ગમતો નથી.'
પાછળથી મુનિ શ્રી સંતબાલજજીએ શ્રીમકૃત ‘અપૂર્વ અવસર' કાવ્યનું રસદર્શન અને વિવેચન કરતું ‘સિદ્ધિના સોપાન' નામક પુસ્તક લખ્યું જેમાં ગુણસ્થાનકના તબક્કાનું સુપેરે રહસ્યોદ્ઘાટન કરી નિરૂપણ કર્યું છે.
૧૯૭૦માં મુનિ શ્રી સંતબાલજીએ વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંઘ અંતર્ગત ચીંચણ. તા. દહાણુમાં મહાવીર નગર આંતરરાષ્ટ્રીય કેન્દ્રની સ્થાપના કરી. આ કેન્દ્રમાં ચાર વિભાગો સૂચિત ક્ય.
(૧) શ્રીમદ્ રાજચંદ્ર વિભાગ (૨) મહાત્મા ગાંધી વિભાગ (૩) મુનિ શ્રી નાનચંદ્રજી વિભાગ (૪) પંડિત જવાહરલાલ નહેરુ વિભાગ શ્રીમદ્ રાજચંદ્ર વિભાગ માટે મુનિશ્રીએ નોંધ્યું છે કે, ‘આ કેન્દ્રમાં એમનું નામ
કાકા સાત્ત્વિક સહચિંતન શિબિર એટલા માટે મુખ્ય રહેશે કે તેઓ વિશ્વવંદ્ય વિભૂતિ ગાંધીજીને પ્રેરણા દેનાર પુરુષો પૈકી ઉત્તમ કોટીના પ્રેરણાપાત્ર પુરુષ હતા. આ વિભાગમાં શ્રીમદ્ભા જૈન ધર્મના વિચારોનું તથા દુનિયાના તમામ ધર્મોનું શિક્ષણ આપવાનું હતું. સર્વધર્મને લગતી ઉપાસનાની પ્રવૃત્તિમાં તથા નિવૃત્ત થયેલા લોકો આધ્યાત્મિક સાધનામાં પોતાનો સમય ગાળવા માગતા હોય તેમને માટે નાત-જાતના, ધર્મ કે દેશના ભેદભાવ વગર આવાસો-રહેવાની વ્યવસ્થા કરવાની હતી.
મુનિશ્રીએ સ્થાપેલા શ્રીમદ્ રાજચંદ્ર વિભાગ અંતર્ગત શ્રીમ સાહિત્યનાં કેટલાંક પ્રકાશનો થયાં છે. વર્ષમાં બે વાર આ કેન્દ્રમાં શ્રીમદ્ રાજચંદ્ર સ્વાધ્યાય શિબિરનું આયોજન થાય છે.
અવારનવાર મુમક્ષ આદરણીય ગોકુળભાઈના સ્વાધ્યાયની શિબિરોનું આયોજન થાય છે. સંતબાલજીના ‘અપૂર્વ અવસર' પરનાં વ્યાખ્યાનોના પુસ્તક ‘સિદ્ધિના સોપાન’ની એક આવૃત્તિનું વિમોચન રાજસોભાગ સત્સંગ મંડળ - સાયલાના અધિષ્ઠાતા પૂજ્ય શ્રી નલિનભાઈના હસ્તે કરવામાં આવેલ.
કેન્દ્રમાં રાષ્ટ્રસંત પૂ. શ્રી નમ્રમુનિ મ.સા.ની નિશ્રામાં સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન સેંટર દ્વારા યોજાયેલ જૈન સાહિત્ય જ્ઞાનસત્રમાં શ્રીમદ્ રાજચંદ્રના પત્ર અને કાવ્ય સાહિત્યમાં વ્યક્ત થતું ‘અધ્યાત્મ' વિષય પરની બેઠક, રાજચંદ્ર મિશન, ધરમપુરના પરમશ્રદ્ધેય પૂ. શ્રી રાકેશભાઈના અધ્યક્ષસ્થાને યોજાયેલ.
રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિજીની નિશ્રામાં - બીજું જ્ઞાનસત્ર પરમશ્રદ્ધેય પપ્પાજી (પૂ. શ્રી પ્રવીણચંદ્ર)ના અધ્યક્ષસ્થાને ઘાટકોપર - એસ.એન.ડી.ટી. કૉલેજમાં ‘શ્રીમજીના સાહિત્ય’ પર યોજાયેલ જેમાં ભારતભરના પચાસ જેટલા વિદ્વાનોએ ભાગ લીધેલ.
મુનિશ્રીએ શ્રીમદ્ રાજચંદ્ર વિશે, સ્વ. અરવિંદભાઈ અને પુષ્પાબહેન મહેતાને લખેલા સમગ્ર પત્રોનો સંચય “સંતબાલજી પત્ર સરિતા’ નામે પ્રગટ થયો છે.
મુનિ શ્રી સંતબાલજીએ નોંધ્યું છે કે, “સામાન્ય જનસમાજમાં એક એવી છાપ છે કે જૈન ધર્મ કર્મ - ત્યાગ તરફ ઝોક આપતો ધર્મ છે, પણ ભાગ્યે શ્રીમદે પોતાના ગાંધીજી જેવા સાથી દ્વારા સમાજગત સાધનોને ઝોક આપ્યો. આ વાત
જ્યારે શ્રીમદ્જીના અનુરાગીજનો માનવા લાગશે ત્યારે શ્રીમજીના નામે જેમ ભક્તિ અને જ્ઞાનધારાઓ વિકસી છે તેમ કર્મધારા પણ વિકસશે જ.
સ્થાનકવાસી-ગોંડલ સંપ્રદાયના સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુના શિષ્ય પરમદાર્શનિક પૂ. જયંતમુનિજી મહારાજ સાહેબે શ્રીમદ્જીના સાહિત્યનું ખૂબ દોહન કર્યું. વર્ષો સુધી
૭૩
Page #42
--------------------------------------------------------------------------
________________
સાત્ત્વિક સહચિંતન
ઝારખંડના પેટરબારમાં આય હૉસ્પિટલ, શાળાઓ, સાધના કેન્દ્ર વગેરેની સ્થાપના કરી શ્રુતની સાધના સાથે જૈન ધર્મમાં સેવા ભાવને ઉજાગર કર્યો.
પરમદાર્શનિક પૂ. પૂજ્ય જયંતમુનિએ લખેલ ‘શ્રી આત્મસિદ્ધિ મહાભાષ્ય’ વિશે ડૉ. આરતીબાઈ મહાસતીજી લખે છે : ‘અધ્યાત્મનિષ્ઠ પ્રજ્ઞાપુરુષ શ્રુતસ્થવિર, સંયમ સ્થવિર, વ્યયસ્થવિર પરમદાર્શનિક ગુરુદેવે દર્શનશાસ્ત્રનો તલસ્પર્શી અભ્યાસ કર્યો છે, પરંતુ તેમનું પરમ અને ચરમ લક્ષ આત્મશુદ્ધિ અને આત્મસિદ્ધિ જ રહ્યું છે. તેઓએ પોતાની તીક્ષ્ણ પ્રજ્ઞાનો પ્રયોગ આવાં અધ્યાત્મસભર શાસ્ત્રોને સમજવામાં કર્યો છે. આત્મસિદ્ધિ શાસ્ત્ર તેમની અનુપ્રેક્ષા માટેનું કેન્દ્રબિંદુ બની રહ્યું છે.
પૂજ્યશ્રીએ પ્રત્યેક ગાથાની પૂર્વભૂમિકારૂપ ઉપોદ્ઘાત, ત્યાર પછી ગાથાના પ્રત્યેક શબ્દનો ભાવાર્થ અને ગૂઢાર્થ, ત્યાર પછી ગાથાનો આધ્યાત્મિક ભાવ અને અંતે ગાથાના સારભૂત ઉપસંહારનું નિરૂપણ કર્યું છે. આ મહાભાષ્યનું વિવેચન અધ્યાત્મયોગીરાજ શ્રીમદ્ભુની ઉચ્ચતમ આત્મસ્થિતિ તથા ભાષ્યકારની અનુપ્રેક્ષાનું દર્શન કરાવે છે.
‘આત્મસિદ્ધિ શાસ્ત્ર’ અધ્યાત્મ સાહિત્યના બહુમૂલ્ય રત્નહારનું સ્થાન ધરાવે છે. જ્યારે કોઈ શ્રેષ્ઠ ઝવેરી તે રત્નની કિંમત આંકે ત્યારે તેનું મૂલ્ય સમાજમાં વિશેષ પ્રગટ થાય છે. ખરેખર ! ભાષ્યકાર આત્મસિદ્ધિરૂપ રત્નહારની કિંમત આંકનાર એક શ્રેષ્ઠ ઝવેરી છે. તેઓશ્રીએ કરેલા વિસ્તૃત વિવેચનથી આ શાસ્ત્રનાં એકએક પદ રત્નની જેમ ઝળકી ઊઠ્યાં છે.
શ્રીમદ્દનાં આત્મલક્ષી ચિંતન અને વિચારમંથન પછી તેઓની આંતરછીપમાં આત્મસિદ્ધિ નામનું મોતી પાક્યું. પૂજ્ય બ્રહ્મચારીજીએ આત્મસિદ્ધિને સુર-સરિતારૂપ ગંગાની ઉપમા આપી છે. પરમદાર્શનિક પૂ. જયંતમુનિજીએ ‘શ્રી આત્મસિદ્ધિ ભાષ્ય’ લખીને આ ગંગા-મંદાકિનીના પાવન પ્રવાહમાં આપણને અભિસ્નાન કરાવવાનો પરમઉપકાર કર્યો છે. એકએક ગાથાનું રસદર્શન આત્મસાત્ કરતાં મુમુક્ષુ સાધકો અને વિદ્વાનોના છત્રીસે કોઠે દીવા ઝળહળશે એવી શ્રદ્ધા છે.
શ્રીમદ્ રાજચંદ્ર વિરચિત ‘અપૂર્વ અવસર’ની વિવૃત્તિનું આલેખન પૂજ્ય શ્રી જયંતમુનિજીએ કર્યું જે લખાણ ‘અલૌકિક ઉપલબ્ધિ’ નામે ગ્રંથસ્થ કરવામાં આવ્યું. એ પ્રસંગે મુનિશ્રી નોંધે છે કે, આપણે જે પરમાર્થપૂર્ણ કાવ્યનું પ્રકાશન કરી રહ્યા છીએ તેનો સામાન્ય અર્થ-ભાવાર્થ તો સમજી શકાય તેવો છે, પરંતુ તેના અપ્રગટ રહેલા ગૂઢાર્થ ભાવો અછવદ્યા, વણકથ્યા રહી જાય છે, જેનું મંથન કે વલોણું કરવાથી તે ભાવો
૭૫
સાત્ત્વિક સહચિંતન
પ્રકાશરૂપે પ્રગટ થઈ આપણને પરમધોધ પૂરો પાડે છે.
આ પદના રચિયતા કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજી, રાજચંદ્રજી મટીને જ્ઞાનચંદ્રજી બની કેવળ જ્યોતિર્મય ભાવે આપણી સમક્ષ ચમકી રહ્યા છે, એટલે પદ અને ‘પદ’ના કર્તા બંને ઘણી વિશેષતાથી ભરપૂર છે.
આ કાવ્યમાં જે પ્રાર્થના છે તે પ્રભુચરણમાં આધીન થઈ કહેલી નથી, પરંતુ સ્વતંત્ર ચેતનાનું જાગરણ કરી સ્વયં આંતરશક્તિ જગાડવા માટેની પ્રાર્થના છે.
પર્વતીય પ્રદેશમાં પર્વત અને જંગલોમાં વહેતી સરિતા, જળધારા શ્રીમદ્ભુના અંતર ક્ષેત્રમાં વહેતી જ્ઞાનધારા કાવ્યરૂપે જનસમાજને એક મહાનદીરૂપે અપાર જળરાશિ ગોચર થાય છે.
પૂજ્ય જયંતમુનિ વાંચણી અને વ્યાખ્યાનમાં કેટલાય વિષયના સંદર્ભમાં શ્રીમદ્ રાજચંદ્રજીનાં તત્ત્વજ્ઞાન અને જીવનનો ઉલ્લેખ કરતા.
સૌરાષ્ટ્ર કેસરી ગુરુપ્રાણ પરિવારનાં અધ્યાત્મયોગિની પૂ. બાપજીનાં શિષ્યરત્ના પૂજ્ય ડૉ. તરુલતાબાઈ મહાસતીજીએ કબીર, આનંદઘનજી, બનારસીદાસ અને શ્રીમદ્ રાજચંદ્રનાં તત્ત્વજ્ઞાન, જીવન અને સાહિત્ય પર સંશોધનાત્મક શોધ પ્રબંધ લખી મુંબઈ યુનિવર્સિટીમાં ૧૯૭૧માં Ph.D. કર્યું.
શ્રીમદ્દના સાહિત્યમાં સતત સ્વાધ્યાય કરવાને કારણે મદ્રાસ (ચેન્નઈ) ચાતુર્માસમાં તેમણે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' પર પ્રવચનો આપ્યાં. શ્રી સંઘે એ વ્યાખ્યાનોનો ગ્રંથ ‘હું આત્મા છું’રૂપે પ્રગટ કર્યો. એ ગ્રંથ ખૂબ જ લોકપ્રિય બન્યો અને તેનું અંગ્રેજીમાં “I am the soul'રૂપે ભાષાંતર પણ પ્રગટ થયું. હિંદીમાં પણ આનો અનુવાદિત ગ્રંથ પ્રગટ થયો. ગુજરાતીમાં શ્રી પ્રાણગુરુ સેંટર દ્વારા તેની સાતમી આવૃત્તિ પ્રકાશિત થઈ. આ ગ્રંથની લોકપ્રિયતા દર્શાવે છે. દેશ-વિદેશનાં કેટલાંય સ્વાધ્યાય વર્તુળોમાં આ ગ્રંથની નિયમિત વાંચણી-સ્વાધ્યાય થતાં હોય છે.
‘હું આત્મા છું’નાં વ્યાખ્યાતા ગુરુણી લલિતાબાઈ મ.સ. (પૂ. બાપજી) આ ગ્રંથ વિશે લખે છે કે, આ વ્યાખ્યાનોમાં અલંકારી ભાષા વાપરી શબ્દોના સાથિયા પૂર્યા વગર જ વિષયની રજૂઆત કરવામાં આવી છે. જો કે, આત્મસિદ્ધિનો વિષય સહજતાથી ભરેલો છે, સાથેસાથે આ વ્યાખ્યાનકારની દરેક પ્રવૃત્તિમાં સહજતા અને સરળતા દેખાય છે. વ્યાખ્યાનકારની ભાવભરેલી ભાષા જિજ્ઞાસુજનોના હૃદયને ભીંજવી આત્માનુભૂતિ સુધી લઈ જશે.’
પરમદાર્શનિક પૂ. જયંતમુનિ મ.સા.એ ‘હું આત્મા છું’ને દેવતાઈ અરીસા જેવો
૭૬
Page #43
--------------------------------------------------------------------------
________________
મહાગ્રંથ કહ્યો. આત્મસિદ્ધિને સુવર્ણ પર કંડારવાનું કામ ઘણા સાધકો, દ્રવ્યાનુયોગીઓ, મનીષી આત્માઓએ કર્યું. અમારાં તરુલતાજીએ પણ આજ સુવર્ણ સ્પર્શ કરી તેમના પર નકશી કરી છે. ‘અધ્યાત્મસાર' કહી શકાય. એમણે નિશ્ચયની વાણીને અહંપે પરિણમવાની વાત કરી, વાણીના સારને પ્રગટ કર્યો છે. આખો ગ્રંથ એક ખાનદાન પુત્રવધૂની જેવી સંસ્કારરૂપ અલંકારયુક્ત કોઈ નૂતન પ્રતિભાવવાળી શારદાની પ્રતિકૃતિ જેવો છે. કાવ્યમય મધુરતાથી પીરસાયેલા તત્ત્વજ્ઞાનથી આ ગ્રંથ અમૃતભંડાર જેવો બની ગયો છે.
‘હું આત્મા છું’નાં દરેક પ્રકરણના અંતે ‘આત્મચિંતન'ની કાવ્યાત્મક શૈલીમાં લખાયેલી કેટલીક પંક્તિઓ મૂકી છે, જે ‘હું આત્મા છું’ના રાજમાર્ગ તરફ જતી
પગદંડી જેવી ભાસે છે.
આત્મધર્મની પરિક્રમા સમી ‘આત્મચિંતન’ની આ સુવર્ણ રેણુની એક નાનકડી પુસ્તિકા પણ પ્રગટ થઈ. સાધકો નિત્યક્રમમાં દરરોજ એકએક ‘આત્મચિંતન' વાંચે છે. અત્યાર સુધીમાં લગભગ વીશ હજાર પુસ્તિકાઓ પ્રગટ થઈ છે જે દેશ-વિદેશના મુમુક્ષુઓ સ્વાધ્યાયમાં ઉપયોગમાં લે છે.
પૂ. ડૉ. તરુલતાજીએ શ્રીમદ્ રાજચંદ્રજીનાં પત્રો, પદો, કાવ્યોના વિવેચનને લગતાં અનેક પ્રવચનો પણ આપ્યાં છે.
રાષ્ટ્રસંત પૂજ્ય શ્રી નમ્રમુનિ મ.સાહેબે મહિનાઓ સુધી ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર’ પર વાંચણી કરેલ. મંદિરમાર્ગી પૂજ્ય શ્રી કેસરસૂરિ મહારાજસાહેબના શિષ્ય પૂજ્ય ભુવનતિલકસૂરિ અને પૂજ્ય ભાનુવિજયજી મ.સાહેબે શ્રીમદ્ના સાહિત્યનું ઊંડું અધ્યયન કરેલું.
પૂજ્ય શ્રી ભાનુવિજયજીની પ્રેરણાથી સાગોડિયા (પાટણ)ના સર્વ મંગલ આશ્રમમાં શ્રીમદ્ઘના ચિત્રપટનું સ્થાપન થયેલ અને ત્યાં સ્વાધ્યાય પણ થાય છે. પૂજ્યશ્રીના આત્મસિદ્ધિનું રસદર્શન કરતા વિવેચનના ગ્રંથો પણ પ્રગટ થયા છે.
પૂજ્ય મુક્તિદર્શનસૂરિએ પણ શ્રીમના સાહિત્યનું ઊંડું અધ્યયન કરેલ. શ્વે. મૂ.પૂ. પૂ. વિચક્ષણાજી મહાસતીજીનાં શિષ્યા પૂ. મણિપ્રભાજી જેમણે ભગવાનની કેવળજ્ઞાન ભૂમિ ઋજુવાલિકામાં ભગવાનની ગોદોહ આસન પ્રતિમાજી પ્રતિષ્ઠિત કરાવી તે મહાવીર મંદિરના પ્રણેતાએ શ્રીમદ્ઘના તત્ત્વજ્ઞાન પર ઘણું જ ઊંડું ચિંતન કરેલ અને વ્યાખ્યાનો પણ ફરમાવે છે.
આમ ઘણાબધા જૈન સંતોએ યુગપુરુષ શ્રીમદ્ રાજચંદ્રજીનાં વિવિધ સાહિત્ય સ્વરૂપોને આત્મસાત્ કરી તત્ત્વજ્ઞાનને સાધકો અને મુમુક્ષો સમક્ષ અભિવ્યક્ત કર્યું છે.
- ૭૭ ·
૧૬
ભગવાનનાં સ્વપ્નો : સ્વ-પર કલ્યાણનો સંકેત
ભગવાન મહાવીરે ગૃહવાસ તજી સંયમના માર્ગે પ્રયાણ કર્યું. સાધનાકાળ દરમિયાન ભગવાન મહાવીરને મનુષ્ય, દેવ અને તિર્યંચકૃત ઉપસર્ગો સહેવા પડ્યા. એમની અજબ તિતિક્ષાને કારણે એ ભયભૈરવને જીતવા શક્તિમાન થયા. મહાવીરે તેને તત્ત્વોપદેશ આપી અહિંસાના દિવ્ય માર્ગે ચડાવ્યો.
પ્રશ્ન થશે કે મૌનસાધક ભગવાને ઉપદેશ કઈ રીતે આપ્યો ? કથાકારે આ ઉપદેશ અપદેવ થયેલા સિદ્ધાર્થ દ્વારા અપાવ્યો છે.
શૂલપાણિ બોધ પામ્યો. અન્ય જીવોના ઘાતથી પોતાના આત્માનો જ ઘાત થાય છે. અંતે એ રહસ્ય તે સમજ્યો અને શાંત થઈ ગયો.
આ ઉપસર્ગ સામે ઝઝૂમતા સહેવા પડેલા માનસિક અને શારીરિક શ્રમ અને ત્રાસને કારણે ભગવાનને મોડી રાતે અલ્પ નિદ્રા આવી.
ઉપસર્ગમાંથી સાંગોપાંગ પાર ઊતરતા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ કરનાર આ ઘટનાથી ભગવાનને નિદ્રામાં હવેથી ભવિષ્યમાં થનારી તેમની પ્રગતિનાં સૂચક દશ સ્વપ્નો આવ્યાં.
બીજ દિવસે સવારે, સાધક અવસ્થામાં રહેલ પ્રભુની શી દશા થઈ હશે તે જાણવા ભય, શંકા-કુશંકાસહ ગામલોકો યક્ષના મંદિરક્ષેત્રમાં આવ્યા. લોકો સાથે આવેલા ઉત્પલ નામના નિમિત્તશાસ્ત્રજ્ઞ ભગવાનને આવેલાં તે સ્વપ્નોનો અર્થ કરી બતાવ્યો.
.૭. •
Page #44
--------------------------------------------------------------------------
________________
જોક સાત્ત્વિક સહચિંતન શિબિર
૧૭
ચિત્તવૃત્તિના સંયોગનું પરિણામ આસ્રવ છે
જોકે સાત્ત્વિક સહચિંતન શિબિર
હે મહામાનવ ! પ્રથમ સ્વપ્નમાં તમે જે તાલપિશાચને હણ્યો તે મહામોહનીય કર્મક્ષયનું સૂચક છે. મોહરૂપ પિશાચ તમારે હાથે નષ્ટપ્રાય થશે.
બીજે સ્વપ્ન તમે શ્વેત રંગનો કોકિલ જોયો. તે દિવ્ય પુરુષ આર્ત અને રૌદ્રધ્યાનથી આપ મુક્ત છો. ધર્મધ્યાનથી પારંગત થયેલા હે પરમ પુરષાર્થી! આપને શુક્લધ્યાન પ્રાપ્ત થનાર છે.
ત્રીજે સ્વપ્ન તમે જે રંગબેરંગી કોકિલ જોયો તે હે પ્રજ્ઞાવંત મહામનીષી ! આપના નિમિત્તે થનારી વિવિધ શાસ્ત્રરચનાઓનું અને અનેકાન્તદર્શનના પ્રતિપાદનનું સૂચન કરે છે.
પાંચમે સ્વપ્ન તમારી સેવામાં ઉપસ્થિત ગોપાલકવર્ગ જોયો, તે ચતુર્વિધ સંઘથી થનારી તમારી સેવાનું સૂચક છે. છઠે સ્વપ્ન તમે પધ-કમળોથી ભરેલું જે સરોવર જોયું તે દેવોનો સમૂહ તમારી સેવા માટે ઉત્સુક થશે તે બીનાનું સૂચક છે. સાતમે સ્વપ્ન તમે જે સમુદ્ર તરી ગયા તે આ ભવસાગરને તમે તરવાના છો તેનો સંકેત કરે છે. આઠમે સ્વપ્ન તમે જે સૂર્ય જોયો તે તમને ઉત્પન્ન થનાર દેદીપ્યમાન કેવળજ્ઞાનનું સુચક છે. નવમે સ્વને પોતાના આંતરાળમાંથી વીંટળાયેલ મનુષ્યલોકને જદો પાડનાર મનુષ્યતર (માનુષોતર) પર્વત તમે જોયો તે તમારાં યશ, આભા અને પ્રતાપથી વ્યાપ્ત થનાર ત્રિલોકનો સંકેત કરે છે. દશમે સ્વપ્ન તમે મેરુ પર્વતના શિખર પર આરુઢ થયેલા જોયા, તે ધર્મસિંહાસન પર બેસીને તમે ઉપદેશ આપવાના છો. ધર્મની ઉચ્ચતમ પ્રસ્થાપના કરવાના છો તેનું સૂચન કરે છે.
- સ્વપ્નશાસ્ત્રીએ દસમાંથી નવ સ્વપ્નાંનાં ફળ જણાવીને કહ્યું કે, ચોથા સ્વપ્નામાં તમે જે બાળાઓ જોઈ તેનું ફળ હું જાણતો નથી.
ભગવાન મહાવીરે કહ્યું કે, હું ગૃહસ્થનો તેમ જ સાધુનો એટલે આગાર અને અણગારધર્મનો પ્રેરક બનીશ તેનું એ સ્વપ્નસૂચક છે.
આ દસ સ્વપ્નોના સંકેત સ્વ-પર બન્નેનું કલ્યાણ ભગવાન મહાવીર દ્વારા થશે તેનાં સૂચક છે. પ્રભુના આત્માની વધતી વિશુદ્ધતાનાં પરિણામો, ઉચ્ચ પરાકાષ્ઠાનાં આત્મિક ફળ આપવા સમર્થ છે. વળી, સધર્મનું પ્રવર્તન કરવા માટે ચરમ તીર્થંકર પ્રભુની નિકારણ કરુણાના ફળસ્વરૂપ સંઘને શું ઉપલબ્ધ થશે તેનો સંકેત કરે છે.
જ્ઞાનીઓની સૂક્ષ્મ દૃષ્ટિ જીવાત્માને તળાવરૂપે અને ઝરણાંને આસવરૂપે નિહાળે છે. જેવી રીતે ચારેબાજુથી વેગથી વહેતાં ઝરણાં તળાવને પૂર્ણરૂપે ભરી દે છે એ જ રીતે જીવાત્મા અનેક પ્રકારના આસવોથી ઊભરાઈ જાય છે. આકુળવ્યાકુળ, અસ્થિર અને મલિન બની જાય છે. થોડોક પુરૂષાર્થ કરીને જલદી જલદીથી કેટલાંક કર્મો દૂર કરીએ છીએ એટલામાં તો આસવરૂપ શત્રુ હુમલો કરીને પ્રતિક્ષણ - પ્રતિપળ કર્મોથી આત્માને ભરી દે છે.
- આ આસવોને રોકવા કેવી રીતે ? મહામનિષી પુરષોએ આસવોનું પૃથક્કરણ કરી અને તેને રોકવાના ઉપાયો બતાવ્યા છે.
ચિત્તવૃત્તિના સંયોગનું પરિણામ આસવ છે. આસવના પ્રવાહનું સાતત્ય આત્માને સતત કર્મોથી ભરતું રહે છે. આ સાતત્યની શૃંખલાને રોકવાનો પુરુષાર્થ કરવાનું ચિંતન આસવ ભાવનમાં કરવાનું છે.
ભાવ આસવ અને દ્રવ્ય આસવ એ આસવના મુખ્ય બે પ્રકાર છે.
શરીર આદિ સંયોગી પદાર્થોમાં એકત્વ-મમત્વ અને શરીર આદિ લક્ષથી આત્મામાં ઉત્પન્ન થતાં રાગદ્વેષરૂપી વિકલ્પ તરંગો ભાવ આસવ છે. આ ભાવ આસવના નિમિત્તથી કાશ્મણ વર્ગણાઓનું કર્મરૂપમાં પરિણમન થવું દ્રવ્ય આસવ છે.
મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ આ પાંચ ભેદ દ્વારા પણ આસવને વિભાજિત કરવામાં આવેલ છે.
Page #45
--------------------------------------------------------------------------
________________
સાત્ત્વિક સહચિંતન
જેવી રીતે જળમાં શેવાળ મેલરૂપે ઉત્પન્ન થાય છે, ચિત્તવૃત્તિઓના સંયોગથી આત્મામાં એ જ રીતે આસવ ઉત્પન્ન થાય છે. આમ અસવ આત્માની નિર્મળતાને અપવિત્ર કરે છે.
આસવ ભાવનાના ચિંતનમાં વિચારોને પ્રવાહિત કરવાના કે, એક તો કર્મોથી બંધાયેલો છું અને નવાં કર્મો બાંધતો જાઉં છું તો હવે મારા પુરુષાર્થ અને સદ્ગુરુની કૃપાથી મિથ્યાત્વનાં વાદળો દૂર થઈ સમ્યગ્ દર્શનનો સૂર્ય મારા આત્મપ્રદેશને પ્રકાશિત કરે. આ ભવવનમાં પાંચ આસવોનાં વાદળો સતત વરસી રહ્યાં છે. માત્ર વિરતિની છત્રી જ તેનાથી આપણું રક્ષણ કરી શકે.
જે પ્રકારે વીર્ય સ્ખલન સાથે ઉગ્ર કામસંસ્કાર નષ્ટ થઈ જાય છે, કોઈથી રોકાઈ શકતું નથી તે જ રીતે કર્યોદય સમાપ્ત થવાને કારણે આસવ નાશ પામે છે. તેને રોકવું સંભવ નથી. આમ આસવ અશરણ છે. જ્યારે સ્વયં ચિત્તશક્તિરૂપ ચૈતન્ય શરણ સહિત છે.
આસવ હેય છે, ઉપાદેય નહિ. માત્ર જ્ઞાન કે જ્ઞેય છે. માત્ર જાણવાયોગ્ય છે. સારા-નરસાની જાણકારીથી વિવેકજ્ઞાન પ્રગટ થાય છે, માટે દરેક ભાવનાનું જ્ઞાન કે સમજણ જરૂરી છે. એ સમજણથી જ આપણે છાંડવાયોગ્ય છાંડી શકીશું.
જેવી રીતે દરિયાના વમળમાં ફસાયેલી નાવ હાલડોલક થયા કરે છે. સ્થિરતા કે ગતિ પ્રાપ્ત કરી શકતી નથી. તેવી જ રીતે આસવને કારણે જીવનું સંસારપરિભ્રમણ લંબાયા કરે છે.
જીવસરોવરમાં પાંચ આસવ દ્વારોથી કર્મનું જળ વહી આવે છે. આસવ ભાવના દ્વારા આસવ દ્વારોને બંધ કરવાની તીવ્ર ઇચ્છા પેદા કરવાની છે અને એ દિશામાં પુરુષાર્થ કરવાનો છે. આસવોનો પરિચય કરી તેને રોકવાના ઉપાયો વિચારવાના છે.
પ્રથમ આસવ મિથ્યાત્વ છે. મિથ્યાત્વનો અર્થ છે મિથ્યાદર્શન, વસ્તુવિષયક યથાર્થ શ્રદ્ધાનો અભાવ અયથાર્થ શ્રદ્ધા.
મિથ્યાત્વનું મખ્ય કામ એ છે કે તે સુદેવ ગુરુ અને સુધર્મ પર જીવને શ્રદ્ધા કરવા દેતો નથી, પરંતુ કુદેવ, ફુગુરુ અને કુધર્મ પર રાગ કરાવે છે. સુદેવ, સદ્ગુરુ અને સુધર્મ પરની શ્રદ્ધા જીવને સમ્યગ્ દર્શન સુધી લઈ જાય.
બીજો આસવ અવિરતિ છે. હિંસા, અસત્ય, ચોરી, મૈથુન અને પરિગ્રહ આ પાંચ પ્રકારનાં અવ્રત આ આસવના ઉદ્ભવસ્થાન છે.
૮૧
* સાત્ત્વિક સહચિંતન
સ્થાવર-જંગમ સંપત્તિમાં આસક્તિ રાખવી એને પરિગ્રહ કહે છે. વ્રતોનું પાલન આસવોને રોકે છે.
ત્રીજો આસવ કપાય છે. ચાર કષાયને બે વિભાગમાં વહેંચીશું. માયા અને લોભને રાગ સાથે સંલગ્ન કરી શકીએ. ક્રોધ અને માનને દ્વેષ સાથે જોડી શકાય.
મિથ્યાત્વ આદિ સહાયકો દ્વારા રાગદ્વેષરૂપ કષાયો આત્મભૂપ પર કબજો જમાવે છે. મમત્વ અને અહંકાર કષાયોના મૂળ છે. માત્ર કષાયોનો ઉપશમ કરવાથી આત્મા અકષાયી નહિ બની શકે. એને તો જડમૂળથી ઉખેડવા પ્રચંડ પુરુષાર્થ કરવો પડશે.
રાગદ્વેષ મમકાર અહંકારના જ પર્યાયો છે. આ રાગદ્વેષની જડો આત્માના અતિ ઊંડાણમાં ફેલાયેલી છે ત્યાં સુધી કષાયોનાં ઝેરી વૃક્ષો હાઁભર્યાં રહેશે. અહં અને મમને ઉચ્છેદવાથી કષાયો મોળા પડશે.
ચોથું આસવ દ્વાર પ્રમાદ છે. જાત્વિક દૃષ્ટિએ જોઈએ તો પ્રમાદ એક પ્રકારનો અસંયમ છે જે એટલા માટે કે અવિરતિ કે કષાયની અંતર્ગત આવી જ જાય છે. રાગદ્વેષને પૂર્ણ સહયોગ આપી આઠ પ્રકારનાં કર્મબંધનનું કારણ બનનાર પ્રમાદ બહારથી મિષ્ટ-મધુર છે. જેની પાસે દેશકથા, રાજકથા, સ્ત્રીકથા અને ભોજનકથાનો ખજાનો છે. ભૌતિક વિષયના આકર્ષણનું ખેંચાણ, ઊંઘ અને ઇન્દ્રિયોને સ્વચ્છંદ વિહાર પ્રમાદનાં લક્ષણ છે. આત્મજાગૃતિ અને સામાયિક આ આશ્રવથી આત્માનું રક્ષણ કરી શકે.
પાંચમો આસવ અશુભ યોગ છે. એના ત્રણ ભેદ છે. પુદ્ગલોના અવલંબનથી પ્રવર્તમાન યોગ એ ‘કાયયોગ’ છે. કર્મવર્ગણાના આલંબનથી મનયોગ થાય છે.
આ ત્રણ પ્રકારના યોગ દ્વારા જ આત્મામાં કર્મોનું આસવણ થાય છે. શુભ યોગ પુણ્યકર્મનો આસવ છે. અશુભ યોગ પાપકર્મનો આસવ છે. અશુભ યોગ ભવભ્રમણ કરાવનાર છે. શુભ કર્મના આસવથી પુણ્યના કારણે સ્વર્ગાદિ સદ્ગતિમાં જન્મ મળે છે. જીવે અસંખ્ય વર્ષો સુધી એ સુખ ભોગવવું પડે છે. એ અપેક્ષાએ શુભ કર્મોનો આસવ મોક્ષમાર્ગમાં બાધક છે. આ વાત સાપેક્ષ દૃષ્ટિથી સમજવાની છે. પુણ્યકર્મનો ઉદય મોક્ષમાર્ગમાં આરાધનામાં સહાયક બને છે. પુણ્યકર્મના કારણે મનુષ્યભવ, ઇન્દ્રિયોની પૂર્ણતા, સદ્ગુરુનો યોગ પ્રાપ્ત થાય છે, જે મોક્ષમાર્ગમાં સહાયક છે અને અંતે આત્માની એક એવી દશા આવશે કે પુણ્ય આસવ પણ સહજપણે છૂટી જશે.
આસવોને રોકવાથી જીવ શાંતસુધારસનું પાન કરી જીવમાંથી શિવ બનવાના રાજમાર્ગ પ્રતિ જઈ શકે છે.
ર
Page #46
--------------------------------------------------------------------------
________________
જ
સાત્ત્વિક સહચિંતન
મંગલમય કરુણાનું દિવ્ય સામ્રાજ્ય
સર્યનાં સૌમ્ય કિરણો રાત્રિનાં અંધારાને દૂર કરી નગરી પર પ્રકાશનું આધિપત્ય જમાવી રહ્યાં છે. પ્રભાતના રમ્ય વાતાવરણમાં જ્યોતિષવિદ્યાના પ્રખર વિદ્વાન છાયાશાસ્ત્રી વિદ્યાપાળ અને તેમના મિત્ર હર્ષદત્ત ચાલી રહ્યા હતા. શાંત વાતાવરણમાં મૌન તોડતાં હર્ષદત્તે કહ્યું, “મિત્ર ! થોડી ક્ષણો પહેલાં આ માર્ગ પરથી કોઈ મહાન વ્યક્તિ પસાર થઈ હોવી જોઈએ."
“મિત્ર, શા કારણે આમ કહે છે ?' વિદ્યાપાળે પ્રશ્ન કર્યો. કોયલનો ટહુકો અને ખળભળ વહેતાં ઝરણાંના સંગીતનું સામંજસ્ય, મલયાનિલને સુગંધિત બનાવતી ફૂલોની પરાગ, સામેની એક તલાવડીમાં સિંહ અને હરણ બન્ને સાથે મળી પાણી પી રહ્યાં છે. એક જ વૃક્ષની છાયામાં સાપ અને નોળિયો વિશ્રામ કરી રહ્યા છે, માર્ગ નિષ્ફટક છે. મિત્ર ! કોઈ દિવ્ય પુરુષના પરમાણુની ઉપસ્થિતિની અનુભૂતિ કરાવે છે. વાતાવરણનું માધુર્ય અને પ્રસન્નતાની પ્રતીતિ કરાવે છે. આત્મસાધનામાં મસ્ત રહેતા ધર્મનિષ્ઠ હર્ષદત્તે વાત પૂરી કરી.
નતમસ્તક ચાલી રહેલ પંડિત છાયાશાસ્ત્રી નીચે રસ્તા પર જોઈ દંગ થઈ ગયા. થંભી ગયા અને બોલ્યા, મિત્ર, તારી વાતમાં તથ્ય લાગે છે. જો આ પગલાં! કોઈ સમ્રાટનાં પગલાં...શતદલ કમળની પાંખડીમાંથી જાણે પરાવર્તિત થયેલ રેખાઓ...! સામુદ્રિક લક્ષણ પ્રમાણે એક ચક્રવર્તી સમ્રાટનાં પગલાં જ હોય, પરંતુ પંડિત વિદ્યાપાળ ક્ષણિક ચમક્યા અને પછી બોલ્યા, ચક્રવર્તી સમ્રાટ... એકલા... અને ખુલ્લે પગે...જો
* ૮૩ ?'
જીગર
સાત્ત્વિક સહચિંતન શિબિર સરકાર સમ્રાટ જતા હોય તો તેમની સાથે પરિવાર, સેવકો કે સેના પણ હોય, પરંતુ આ પગલાં તો એક જ વ્યક્તિનાં છે. મિત્ર ! શું મારી જ્યોતિષવિદ્યા મને દગો દઈ રહી છે ? શું આ ઉમરે મારી બુદ્ધિ નષ્ટ થઈ રહી છે ?
હર્ષદત્ત કહે ના, મિત્ર નિરાશ ન થાય. મને તારી જ્યોતિષવિદ્યામાં શ્રદ્ધા છે... અને બન્ને મિત્રો પેલાં પગલાંનું અનુસરણ કરતા આગળ ચાલ્યા. આ પગલાં રાજગૃહી નગરના ગુણશીલ ચૈત્યઉદ્યાનમાં કાયોત્સર્ગ મુદ્રામાં ધ્યાન કરી રહેલા એક સાધક પાસે સમાપ્ત થયાં.
1 ખિન્ન વદને વિદ્યાપાળ બોલ્યા, હર્ષ ! ક્યાં છે સમ્રાટ ? અહીં તો એક ભિક્ષુક...!
હર્ષવિભોર હર્ષદત્ત બોલ્યા, વિદ્યાપાળ તારી વિદ્યાને ગૌરવ અપાવે એવી આ ઘટનાની વાત સાંભળ, “જેમના મુખારવિંદ પર પ્રથમ ભાવો રમી રહ્યા છે તેવા કલ્યાણમિત્ર ભિક્ષક બીજા કોઈ નહીં, પરંતુ સ્વયં ભગવાન મહાવીર છે.'
“આંતરકર્મો સામે દારુણ યુદ્ધ કરી વિજય મેળવનાર ચક્રવર્તી છે. અષ્ટકર્મના કાલીનાગને સંયમનાં શસ્ત્રોથી એમણે જીતી લીધો છે. નિર્વિકલ્પ ધ્યાનરૂપી પિતાના ખોળામાં તે ઊભા છે. તે અહિંસારૂપી અષ્ટપ્રવચન માતાની નિશ્રામાં છે. બ્રહ્મચર્યરૂપી ભાઈ, અનાસક્તિરૂપી બહેનને એમનું સદૈવ સાન્નિધ્ય છે. શાંતિરૂપી પ્રિયતમા એના જીવનમાં અભિપ્રેત છે. વિવેકરૂપી પુત્ર અને ક્ષમારૂપી પુત્રી તેની સાથે જ હોય છે. અનેકાંત તેનો મંત્રી છે.'
રાજાની સેનાને એક નિશ્ચિત્ત સીમા હોય, પરંતુ પ્રભુના આભામંડળમાંથી નીકળેલાં દિવ્ય કિરણો અગણિત લોકોના કલ્યાણનું કારણ બની જાય. અકારણ કરુણા કરનારા આ યુગપુરુષના ઉચ્ચ પુષ્ય અને તીર્થંકરના અતિશયોની અસરને કારણે તેમની ઉપસ્થિતિથી ચોપાસ વૈર-વિખવાદ મટે-રોગ ન હોય, દુષ્કાળ ન હોય, માલકૌંસ રાગમાં પ્રવાહિત થતી તેમની પાવન વાણી સૃષ્ટિના તમામ જીવો પોતાની ભાષામાં સમજી અને સ્વનું કલ્યાણ સાધી શકે.'
‘એમના શુભ તરંગોની સેના જ ચારેબાજુ સુરક્ષા કરી શકે છે. એમનું ધર્મચક સર્વત્ર આનંદ, શાંતિ અને માધુર્ય ફેલાવતું રહે છે. તેમને સ્પર્શેલું વાયુમંડળ સર્વત્ર પવિત્રતા અને ચંદન જેવી શીતળતા પ્રસરાવે છે. સંસારનાં તમામ સામ્રાજ્ય કરતાં આ સામ્રાજ્ય ઉત્કૃષ્ટ છે. કોઈ પણ વ્યક્તિ સાથે લડાઈ નથી કરી, હિંસા નથી કરી, છતાં હૃદય-સિંહાસન પર રાજ્ય કરનારા આ રાજાનું જ વાસ્તવિક રાજ્ય છે, કારણકે
૮૪
Page #47
--------------------------------------------------------------------------
________________
************* zulus askinlol
sssssssss
આ સામ્રાજ્યમાં, હિંસા નથી, ચોરી નથી, અબ્રહ્મમ્ નથી, જૂઠ નથી અને પરિગ્રહ નથી. અહીં સત્યના સિંહાસન પર અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય અને અપરિગ્રહને રાજતિલક કરાયું છે.'
હર્ષદત્તે જ્યારે વાત પૂરી કરી ત્યારે બન્ને મિત્રોએ ભગવાનનાં શ્રીચરણોમાં ભાવપૂર્વક વંદના કરી અને છાયાશાસ્ત્રી વિદ્યાપાળે કહ્યું, ‘હવે મને સમજાયું કે સામુદ્રિક લક્ષણો માત્ર બાહ્ય ચિહ્નો કે સંકેતો પર આધારિત નથી હોતાં. માનવીની આંતરિક લાક્ષણિકતાઓમાં અગણિત સંભાવના છુપાયેલી પડી હોય છે. આજે હું ભગવાન મહાવીરના આંતરવૈભવના ઘૂઘવતા સાગરનાં પ્રચંડ મોજાંઓ નિહાળી રહ્યો છું.’
મિત્ર! આજે મારી જ્યોતિષવિદ્યા સાચે જ સાર્થક થઈ. આજે મને સાચા સમ્રાટનું દર્શન થયું. પંચમહાવ્રતનું માહાત્મ્ય સમજાયું.
પ્રણામ હો અનેકાંત દટાને, વંદન હો! મંગલમય કરુણાના દિવ્ય સામ્રાજ્યને !
| ૧૯
ચતુર્વિધ સંઘ સ્થાપનાદિન : સમક્તિનું આનંદપર્વ
વિશ્વનાં વિવિધ દર્શનોમાં વીતરાગ દર્શનનો મહિમા અનુપમેય છે. લોકાલોક પ્રકાશક કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી પ્રત્યેક તીર્થંકર ભગવંત, ચારે પ્રકારના દેવોએ રચેલ સમવસરણમાં બેસી, શ્રમણ-શ્રમણી, શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે, જે જિન શાસનની સ્વ-પર કલ્યાણની પરંપરાનું દર્શન કરાવે છે. સાંપ્રત પ્રવાહ કરતાં ભારતવર્ષ અનેક રીતે સમૃદ્ધ હતો. તે સમયનાં લાખો વર્ષનાં લાંબાં આયુષ્ય, શરીરની લાંબી ઊંચાઈ, આરોગ્યની સુંદરતા, પ્રજામાં પુત્ર જેવી શરણાગતિના ભાવ, રાજામાં વાત્સલ્યસભર લાગણીની ભીનાશ હતી. લોકોની ભૌતિક સંપત્તિની જેમ ગુણ-સમૃદ્ધિનો આંતરખજાનો સમૃદ્ધિથી છલોછલ હતો. નાભિદેવ અને મરુદેવી માતાનું સંતાન એટલે એ સમયની ધરતીમાતાનો શ્રેષ્ઠ માનવપુત્ર ઋષભદેવ. એ દેવે માણસમાં માણસાઈ જગાવી.
અગ્નિો ઉપયોગ શીખવ્યો. જ્યારે તેમણે માટીનો ઘડો બનાવ્યો ને વિજ્ઞાનનો જન્મ થયો. શિલ્પસ્થાપત્ય સમજાવ્યું - ઘર બાંધતા શીખવ્યું, ખેતી કરતા શીખવાડી, લગ્નવિધિ યોજી, પશુતામાં પ્રભુતા આણી. સમાજનીતિ, રાજનીતિ રચી. ૭૨ કળા અને ૧૮ લિપિ શીખવી દંડનીતિ સમજાવી. ગણિતજ્ઞાન આપ્યું. અસિ-મસિ અને કૃષિ (શૌર્ય, વ્યાપાર લેખન, કૃષિ-ખેતી)નું શાસન આપ્યું. ત્યાગ-તપસ્યા-સંયમ દ્વારા મોક્ષમાર્ગે જવા ભગવાન આદિનાથ-ઋષભદેવે ધર્મતીર્થનું પ્રવર્તન કર્યું.
શ્રી ઋષભદેવ ભગવાન પછીના ત્રેવીસ તીર્થંકરો પણ શ્રી ઋષભદેવે પ્રરૂપેલ ધર્મઅર્થ-કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થની અહિંસક સંસ્કૃતિને જ વ્યવસ્થિત કરવાનો '' ૮૬
•
Page #48
--------------------------------------------------------------------------
________________
સાત્ત્વિક સહચિંતન
પ્રયત્ન કરે છે. આજે આપણે જેમના શાસનમાં છીએ એવા વર્તમાન અવસર્પિણી કાળના ચરમ તીર્થંકર પ્રભુ મહાવીરે આજથી લગભગ ૨૫૬૮ વર્ષો પૂર્વે વૈશાખ સુદ અગિયારસના શુભ દિને અપાપાપુરી નામના ગામમાં પ્રાણીમાત્રનું કલ્યાણ કરવાના ઉદ્દેશથી શાસનની સ્થાપના કરી. આ તીર્થની સ્થાપના સ્વયં તીર્થંકર પરમાત્મા કરે છે. જન્મદાતા પિતા
એવા તીર્થંકર સ્થાપના પછી નવજાત શ્રી ચતુર્વિધ સંઘને ‘નમો તિત્યસ’ બોલીને નમસ્કાર કરે છે.
પરમાત્મા ઉપાદિષ્ટ માર્ગે ચાલતાં શ્રમણ-શ્રમણી, શ્રાવક-શ્રાવિકાઓનો સમૂહ એટલે શ્રી ચતુર્વિધ સંઘ. ત્રણેય લોકમાં વિશિષ્ટ લોકોત્તર અને શ્રેષ્ઠતમ શ્રી સંઘ સૌને વંદનીય અને ઉપાસનીય બને છે.
શ્રી ચતુર્વિધ સંઘનાં ચાર અંગોએ જિન શાસનની દિવ્ય જ્યોતને ઝળહળતી રાખી છે. તીર્થંકરોએ સંસારના કર્માધીન જીવોને ચતુર્વિધ સંઘના માધ્યમ દ્વારા જ્ઞાન-દર્શન અને ચારિત્રની આરાધનાનો સમ્યક્ માર્ગ બતાવ્યો છે. યુગ પ્રમાણે પરિવર્તન આણી ચતુર્વિધ સંઘની એવી રીતે સ્થાપના કરી છે કે આ શાસન લેખિત બંધારણ વગર પણ અઢી હજારથી વધારે વર્ષથી અખંડ ચાલ્યું આવ્યું છે. પ્રભુ મહાવીરે કલ્યાણ અર્થે સ્થાપેલ આવા શાસનમાં સર્વ જીવો શાંત-પ્રશાંત અને ઉપશાંત હોય, પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં જગતના જીવો ભયંકર અશાંતિના ભોગ બન્યા છે.
પરિગ્રહ પ્રત્યેની આસક્તિને કારણે જમીન-સીમાવિવાદ, કુદરતી સંપત્તિ કે નદીઓનાં નીર માટે ઝઘડા કુટુંબથી શરૂ થઈ કૉસ્મિક વિશ્વ સુધી પહોંચ્યા અને કલહ પ્રસર્યો તથા વિસ્તર્યો અને હિંસા વકરી છે. વૈશાખ સુદ અગિયારસનો શુભ દિન શાસનની સ્થાપનાનો પાવન દિવસ છે. આ દિવસ આપણા સૌ માટે સમક્તિનું આનંદપર્વ છે, કારણકે પ્રબુદ્ધ કરુણાવંત પ્રજ્ઞાપુરુષ પ્રભુ મહાવીરે પ્રાણીમાત્રના કલ્યાણ અર્થે ચતુર્વિધ સંઘની સ્થાપના કરી અહિંસા-અપરિગ્રહને આચાર અને અનેકાંતનો વિચાર આપ્યો... વિશ્વશાંતિ માટે અનેકાંતવાદ ઉત્તમ વિચાર છે. કોઈ પણ વાતને અનેક દૃષ્ટિકોણથી તપાસીએ તો સચ્ચાઈ અને તેમાં રહેલા તથ્યની પ્રતીતિ થાય.
ગુરુ-શિષ્ય, પતિ-પત્ની વચ્ચે, નોકર-માલિક-મજૂર વચ્ચે, બે ધર્મો વચ્ચે, બે રાજ્યો કે બે રાષ્ટ્રો વચ્ચે, શાસકો અને પ્રજા વચ્ચે, બે પક્ષો કે સહકાર્યકરોના વિચારવિનિમય વેળાએ અનેકાંત દષ્ટિકોણ નજર સમક્ષ રાખતા ગેરસમજૂતી દૂર થઈ મૈત્રીભાવ પ્રગટશે. વિસંવાદિતા દૂર થઈ સંવાદ સર્જાશે.
વ્યક્તિ પોતાની દૃષ્ટિ છોડી બીજાની દૃષ્ટિથી જુએ તો અડધું જગત શાંત થઈ જાય એ વાત ભગવાન મહાવીરે અનેકાંત દ્વારા સમજાવી. પશ્ચિમી દેશોના સ્વાર્થી લોકોની
८७
* સાત્ત્વિક સહચિંતન
સારાય જગતના જીવો, કુદરતી સંપત્તિ આદિ સત્તા પર હક્ક જમાવવાની દુષ્ટ ભાવના અને તે ભાવનાને ચરિતાર્થ કરવા વિકાસને નામે ઉત્પન્ન કરાયેલ યંત્રવાદ, કેળવણી અને વિજ્ઞાનનાં સાધનોમાં બુદ્ધિના વ્યભિચાર દ્વારા કરાયેલા વ્યાપક પ્રચારને કારણે જગત દુઃખના દાવાનળમાં ફસાયેલું છે.
તીર્થોને ભ્રષ્ટ કરવાં, શાસ્ત્રભંડારો અને ટ્રસ્ટોની ધાર્મિક મિલકત પર સરકારી કબજો જમાવવાનો કારસો, કેંદ્રીય ખાતર અને સજીવ ખેતીને બદલે હિંસક જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરોને જ પ્રોત્સાહન આપવાની નીતિ પરંપરાગત ખેતી અને ભારતીય જીવનપદ્ધતિને દુષિત કરી રહી છે. નવી કલ્યાણકારી શોધોને દૂરગામી અને વિવેકબુદ્ધિપૂર્ણ દૃષ્ટિકોણથી આવકારી શકાય.
પશુહત્યા, દારૂ, જુગાર, લૉટરી, કીક્લબ, નશીલી દવાઓ, ડાન્સબાર, તમ્બાકુવાળા પાનમસાલા, અભદ્ર વીડિયો ચૅનલોની પ્રવૃત્તિ દ્વારા મેળવેલ કર કે સંપત્તિ પ્રજાનું કલ્યાણ ન કરી શકે. સાધનશુદ્ધિ વિના મેળવેલ સંપત્તિ પતનનું કારણ બને છે. આનું સહચિંતન કરીએ. શાસનસ્થાપનાના આ મંગલદિને વિશ્વકલ્યાણના આ મહાયજ્ઞમાં આપણે આપણા સમ્યક્ પુરુષાર્થના સમિધની આહુતિ અર્પણ કરીએ.
ચાલો, સાથે મળીને આપણે જિન શાસનના મંગલમય સ્થાપનાદિને આરાધનામાં જોડાઈ સંકલ્પ કરીએ :
ચતુર્વિધ સંઘનાં ચારે અંગો, સાધુજી-સાધ્વીજી, શ્રાવક-શ્રાવિકા, સમાચારી અને શ્રાવકાચારના પાલન દ્વારા અનુશાસનમાં રહેવાનો દૃઢસંકલ્પ કરીએ.
- શાસનરૂપી દીપના પ્રતીક તરીક દ્રવ્યદીપકના પ્રાગટચ સાથે અજ્ઞાનનાં અંધારાં ઉલેચવા સ્વાધ્યાય દ્વારા શ્રુતદીપક પ્રગટાવીએ.
શાસનસ્થાપનાના મંગલદિને આયંબિલ તપની આરાધના કરીએ.
સાધુ-સાધ્વીજીઓની વૈયાવચ્ચ કરવાનો સંકલ્પ કરીએ.
‘હું બાર વ્રતધારી શ્રાવક બનું, મને સાધુપણું પ્રાપ્ત થાય અને અંતે મને સમાધિમરણ મળે' તેવા શ્રાવકના ત્રણ મનોરથો વારંવાર ચિંતવીએ.
ૐ શાસન-સંસ્થાના સંચાલનમાં સામેલ થઈ શાસનસેવક બનવાનો સંકલ્પ કરીએ. ‘નમો તિત્થસ’ ૨૦ નવકારવાળી ગણીએ. તીર્થરક્ષા-સંઘરક્ષાનો સંકલ્પ કરીએ.
• જિન શાસનના અનુયાયી બનવા માટે ધર્મસ્થાનોમાં, ધર્માનુષ્ઠાનોમાં તથા અંગત જીવનમાંથી જમાનાના શાસનને હડસેલી દઈ ‘જિન’નું શાસન સ્વીકારવાનો સંકલ્પ કરીએ. વિશ્વકલ્યાણકર જિન શાસનરૂપી પેઢીની સ્થાપનાના ગૌરવવંતા ઇતિહાસને ઉજાગર કરીએ.
८८
Page #49
--------------------------------------------------------------------------
________________
જ
સાત્ત્વિક સહચિંતન
૨૦
સૂક્ષ્મતા આત્મમાર્ગની દ્યોતક
અધ્યાત્મ સાધનામાં આગળ વધવા માટે આપણે પ્રાર્થના કરવાની છે કે, હે પ્રભુ! મારી કાયાની સ્થિરતા અને મનની એકાગ્રતામાં મને સહાય કરજો.
અનુભવીજન કહે છે કે, જ્યાં સુધી શરીર સ્થિર અને મન એકાગ્ર ન થાય ત્યાં સુધી અધ્યાત્મ પરિપક્વતાના માર્ગે પ્રગતિ થઈ શકતી નથી.
એક મિત્ર રસ્તામાં મળી ગયા. એમણે પૂર્ણ“હમણાં ખાસ્સા સમયથી દેખાતા નથી? પેલા તો તમારા પ્રમુખસ્થાને વર્ષમાં બે-ત્રણ પ્રવચનમાળા થતી. હવે તો એ વ્યાખ્યાનમાળામાં પણ તમે દેખાતા નથી.”
"દોસ્ત, પ્રમુખસ્થાન ઘણાં વર્ષ નિભાવ્યું. ગુરુકૃપાએ હવે અંતર્મુખ થવાના ભાવ જાગ્યા છે." એમના આ જવાબે મારામાં ચિંતનની ચિનગારી ચાંપી દીધી.
અનંત સંસારના આ પરિભ્રમણને કારણે આપણે બહિર્મુખી થઈ ગયા છીએ. ઇન્દ્રિયો અને મનમાં નિરંતર ઊઠતી અનેકવિધ વૃત્તિઓ ઉછાળા માર્યા કરે છે. મન અને ઇન્દ્રિયો સતત બાહ્ય વિષયોમાં ભટકે છે. આ ઉછાળા શાંત પડે તો અંતર્મુખી થવાય છે. અંતર્મુખતા ચિત્તની એકાગ્રતા અને શુદ્ધિમાં મદદ કરે છે. અશાંત મન સ્થળ તરફ, ઇન્દ્રિયો, મુગલ-સ્થળમાં સુખ શોધે છે. શાંત અને એકાગ્ર ચિત્તધારા સૂક્ષ્મ તરફ વહ્યા કરે છે. સૂક્ષ્મતા આત્મમાર્ગની યાત્રાનું એકમાત્ર પ્રયોજન છે. ગિરનારની યાત્રામાં એક સ્થળે ઝીણાબાવાની મઢી છે. જાણવા મળ્યું છે
૮૯
કાકા છોકરા સાત્ત્વિક સહચિંતન શિબિર કે એક સાધુબાવા અહીં સાધના કરતા હતા. બીજા એક પ્રદેશથી ગિરનારની યાત્રાએ આવેલ સાધુબાવાના એક સમૂહને જાણવા મળ્યું કે આ સાધુને સિદ્ધિ વિરેલી છે એટલે તેઓ જિજ્ઞાસાથી તે સાધુને મળવા આવ્યા. સાધુસમૂહના મુખીએ પૂછ્યું કે, “આટલાં વર્ષની સાધનાના ફળરૂપે તમને શું સિદ્ધિ પ્રાપ્ત થઈ છે ?”
“કોઈ પણ પ્રકારની સિદ્ધિ મેળવવા હું સાધના કરતો નથી. આ સાધના દ્વારા હું આત્માની નજીક પહોંચવાનો પુરુષાર્થ કરું છું અને તે ચાલુ છે, એટલું કહેતા સાધકબાવાનો દેહ નાનો થઈ ગયો. જોતજોતામાં એનું શરીર એટલું ઝીણું થઈ ગયું કે મુખીબાવાના હાથમાં રહેલી ચલમના એક મુખમાં તે પ્રવેશી ગયા અને બીજા મુખમાંથી બહાર નીકળી ગયા અને ક્ષણોમાં તે હતા તેવા જ કદાવર સ્વરૂપના બની ગયા. સાધુબાવાનું વૃંદ સ્તબ્ધ બની ગયું અને તેમણે આ સાધુબાવાને ઉદ્દેશીને હર્ષાવેશમાં એકઅવાજે ‘ઝીણાબાવાની જે' કહી ગિરિ પર્વતના વાયુમંડળમાં ઝીણાબાવાના જયજયકારનો નાદ ગુંજતો કરી દીધો.
આપણે જાણતા નથી આ દંતકથા કે ઉપનયકથા હોઈ શકે પરંતુ 'ઝીણા’ થવામાં સૂક્ષ્મતાની વાત અભિપ્રેત છે.
બુદ્ધિ સ્થળનો પણ વિચાર કરી શકે. કોઈક વસ્તુની પ્રાપ્તિ માટે બુદ્ધિ વ્યભિચારી પણ બની શકે. અંતર્મુખતા અને ચિત્તની એકાગ્રતા બુદ્ધિનું પ્રજ્ઞામાં પરિણમને કરાવશે. પ્રજ્ઞાની પવિત્રતા સૂક્ષ્મમાં જશે અને તે આત્મમાર્ગની ધોતક બનશે.
હે પ્રભુ! મારી ખીચડી કયારે પાકશે? ગુરુ-શિષ્ય એક ગામથી બીજે ગામ જઈ રહ્યા હતા. સાંજ પડી ગઈ એટલે ગામની સીમમાં મંદિરમાં રાતવાસો કરવા રોકાયા. શિષ્ય મંગાળો માંડ્યો અને ખીચડીનું આંધણ મૂક્યું. મગદાળ-ચોખા (ભાત) નાખ્યાં. શિષ્યને ભૂખ લાગી છે. ખીચડી જલદી થતી નથી. અધીરાઈથી શિષ્ય પૂછે છે, ગુરજી ખીચડી ક્યારે પાકશે ? ગુરુ એક સાખીમાં જવાબ આપે છે -
‘જબ લગી ટીબી ઉષ્ણ, તબ લગી સીઝી નહિ, સીઝી તો તબ ાની યે, નાચત કુદત નાંહિ,
(મકા ખોજી ખોજ લે. - સ. ધોળકિયા) સંત મેકણ બે આંતરવૃત્તિઓને ગ્રામ્ય ભાષામાં ખૂબ સુંદર રીતે સમજાવે
* ૯૦
-
Page #50
--------------------------------------------------------------------------
________________
સાત્ત્વિક સહચિંતન
છે. “જ્યાં સુધી હાંડલીમાં ઊભરો આવે ત્યાં સુધી ખીચડીને સીઝેલી સમજવી નહીં. જ્યારે તેનું નાચવું-કૂદવું બંધ થાય ત્યારે સમજવું કે તે સીઝી ગઈ છે.'' દેખાવમાં સીધી-સાદી લાગતી સાખી એક અદ્ભુત સત્યને ઉજાગર કરી જાય છે.
‘હાંડલી’ એટલે શરીર અથવા મન હાંડલીમાં ઊભરો આવવો એટલે ઇન્દ્રિયો અથવા મનમાં સતત વૃત્તિઓ ઊછળ્યા કરવી, બહિર્મુખી થઈ જવું. જેમ ખીચડી સીઝતી નથી તેમ મન પણ સીઝતું નથી.
અહીંથી પાછા વળવા માટે “પ્રતિક્રમણ’” પ્રાર્થના કરવાની છે.
‘હે પ્રભુ ! હું લોકસંજ્ઞાના પ્રવાહમાં તણાતો જાઉં છું. મને પ્રદર્શન અને પ્રશંસામાં વધુ રસ છે. સન્માન અને નામનાની કામના તરફ મારી વૃત્તિઓ વહી રહી છે. અલ્પજ્ઞાની હું મહાજ્ઞાની હોવાની હામ કરું છું. મારા દાનમાં ત્યાગની ભાવના નથી, અહંકારનું આવરણ છે. પરહિતચિંતા, મૈત્રી અને કરુણાભાવને બદલે મારી સેવામાં પદની લાલસા છે. હે પ્રભુ! હું મારા અજ્ઞાનને ઓળખી જ્ઞાનીને નમસ્કાર કરું. મારા દાનમાં ત્યાગની ભાવના પ્રગટો, મારી સેવામાં કરુણાભાવ અને વૈયાવચ્ચ અભિપ્રેત બનો... હે પ્રભુ! મારી ખીચડી ક્યારે પાકશે ?'
જ્યાં સુધી ભ્રમર મધ પર બેઠો નથી ત્યાં સુધી ભ્રમરનું પરિભ્રમણ અને ગણગણાટ ચાલુ જ છે, પણ જેવો મધ ચૂસવાનું ચાલુ કરે છે તેવો શાંત-મૌન થઈ જાય છે. ગુરુકુપાએ અધ્યાત્મ અમૃતનું મધ મળતાં વ્યક્તિ સીઝેલી બને અને સહજ સમાધિ મળે છે.
૯૧
૨૧
* સાત્ત્વિક સહચિંતન
કુદરતી સંપત્તિનો વિવેકપૂર્ણ ઉપયોગ
ભૌતિક સમૃદ્ધિ મળી છે ખાવા-પીવા, પહેરવા, ઓઢવા અને ફરવા માટે. ભૌતિક સાધનો મળ્યાં છે તેનો બેફામ ઉપયોગ કરવો, અમર્યાદિત ભોગ ભોગવવા તેવા વિવેકહીન ઉપભોગની સંસ્કૃતિ (કે વિકૃતિ) ફૂલીફાલી રહી છે.
કુદરતી સાધનોનો મનફાવે તેમ કહેવાતો ઉપયોગ હકીકતમાં દુરુપયોગ, અનીતિ અને અન્યાય છે જે સમાજ, રાષ્ટ્ર અને વિશ્વમાં વિષમતા સર્જી શકે.
૮૦ ટકા કુદરતી સાધનો (નેચરલ રિસોર્સીસ)ને માત્ર ૨૦ ટકા લોકો ભોગવે છે. ૮૦ ટકા લોકોને ભાગે માત્ર ૨૦ ટકા કુદરતી સાધનો આવે છે.
પ્રકૃતિએ આપેલી તમામ સંપત્તિ એ કોઈ એકલાની માલિકીની નથી. સમગ્ર જીવસૃષ્ટિની સહિયારી માલિકીની છે. કોઈ પણ વ્યક્તિને આ કુદરતી સંપત્તિનો બેફામ દુરુપયોગ કરવાનો અધિકાર નથી. વળી અગ્નિ, વાયુ, પાણી, પૃથ્વી અને વનસ્પતિમાં પણ જીવન છે. અનિયંત્રિત ભોગ-ઉપભોગોથી આ જીવોની વિરાધના કે હિંસા થશે.
આશ્રમના એક અંતેવાસી જાજરૂ (શૌચક્રિયા) જઈ આવી સફાઈ માટે સાથે ખેતરમાંથી વધુ માટી લઈ આવ્યા ત્યારે ગાંધીજીએ એ માટીને ખેતરમાં પાછી મુકાવી. પોતે લીમડાની ચટણી વાપરતા. એક ભાઈ લીમડાની મોટી ડાળખી લઈ આવ્યા તો ગાંધીજીએ ચટણી માટે એ ડાળખી ચાર દિવસ ચલાવી. સ્નાન માટે પાણી પણ ખૂબ જ વિચારીને જરૂર પૂરતું જ વાપરે. એક દિવસ પાણીની આવી કરકસર જોઈ એક ભાઈએ બાપુને કહ્યું, ‘આટલી મોટી ખળખળ વહેતી સરિતા આપની પાસેથી
૯૨
Page #51
--------------------------------------------------------------------------
________________
સાત્ત્વિક સહચિંતન
વહી જાય છે તો પાણી વાપરવામાં આવી કંજૂસાઈ શાને કરો છો ?' બાપુએ કહ્યું, ‘ભાઈ, આ સાબરમતી મારા બાપાની નથી. આ નદીનાં જળ પર મારા દરેક રાષ્ટ્રબંધુઓનો અધિકાર છે. હું પાણીનો દુરુપયોગ કરું અને મારા દેશવાસી તરસ્યા રહી જાય ?’
જીવન ટકાવવા માટે, જરૂરી જીવનનિર્વાહ માટે ભોગ-ઉપભોગ કરીએ તે ઉપયોગની સંસ્કૃતિ છે. આ ક્રિયામાં પ્રમાદ નથી, પણ જાગૃતિ છે, વિવેક છે, જ્યારે અમર્યાદ ભોગોપભોગ ઉપભોક્તાવાદ છે.
જીભના સ્વાદ માટે પાંચેય ઇન્દ્રિયોને પોપવા, શોખને પોષવા, દારૂ, માંસ, તમ્બાકુ, નશીલી દવાઓ, અભક્ષ્ય આહાર અને સૌંદર્ય-પ્રસાધનો પાછળ હિંસા અને કુદરતી સાધનોનો દુરુપયોગ તે સામાજિક અન્યાય અને પાપ છે.
માનવીએ સર્જેલ ભગવાનની મૂર્તિ પર આપણે દૂધ, નૈવેદ્ય અને ફૂલ ચડાવીએ છીએ, પરંતુ દેહમંદિરમાં બિરાજેલ આત્મપ્રભુ પર આપણે માંસ-મદિરા, તમ્બાકુ, નશીલી દવાઓ જેવી વસ્તુઓ ચડાવી એને અપવિત્ર કરીએ છીએ.
માંસાહારથી કુદરતી સંપત્તિનું નિકંદન થાય છે. ૪૫૦ ગ્રામ ઘઉં પેદા કરવા માટે ૨૭૩ લિટર પાણી, ૪૫૦ ગ્રામ ડાંગર પેદા કરવા માટે ૧૧૩૬.૫ લિટર પાણી જોઈએ છે, જ્યારે ૪૫૦ ગ્રામ માંસ પેદા કરવા માટે લગભગ ૯૦૯૨થી ૨૭૨૭૬ લિટર પાણી જોઈએ છે. વિશ્વના પશુપાલન ઉદ્યોગમાં મોટા ભાગનાં પશુઓનો ઉછેર માંસ મેળવવા માટે થાય છે. વિશ્વના પાણીના કુલ જથ્થામાંથી ૮૦% જથ્થો માત્ર પશુપાલનમાં જ વપરાય છે. પશુઓ દ્વારા ઉત્સર્જિત પદાર્થોમાંથી ઉત્પન્ન થતો મિથેન વાયુ સમગ્ર વિશ્વના વાતાવરણની ગરમીમાં વધારો કરે છે અને ઓઝોન વાયુના સ્તરને જાડું કરે છે. PETA સંશોધકોએ બતાવ્યું છે કે એકલા અમેરિકામાં દર વર્ષે ૨૬૦ કરોડ પ્રાણીઓને (૯૦ કરોડ જમીન પરનાં અને ૧૭૦ કરોડ દરિયાઈ પ્રાણીઓને) ફક્ત ખોરાક માટે મારી નાખવામાં આવે છે. મૃત્યુની આ પ્રક્રિયા ગ્લોબલ વૉર્મિંગમાં વૈશ્વિક તાપમાનમાં વધારો કરે છે. જો માત્ર એક જ માણસ શાકાહારી બને તો આખી જિંદગી દરમિયાન ૨૪૦૦ પ્રાણીઓને અભયદાન આપી શકે.
માસનું પૅકિંગ કરનારાં કારખાનાં કચરો અને નકામા પદાર્થો, રસાયણો, ગ્રીસ વગેરે શહેરની ગટરોમાં ઠાલવે છે અને તે પછી આપણી નદીઓમાં આવે છે. આ રીતે નદીઓનું પાણી પ્રદૂષિત બને છે. તલખાનાં અને માંસાહારના ઉત્પાદકો જમીન, પાણી અને હવાને ખૂબ જ પ્રમાણમાં પ્રદૂષિત કરે છે. શાકાહારી માટે વ્યક્તિ દીઠ
૯૩
* સાત્ત્વિક સહચિંતન
૧/૪ એકર જમીન જોઈએ જ્યારે માંસાહારી વ્યક્તિ માટે વ્યક્તિ દીઠ બે એકર જમીન જોઈએ છે.
પ્રકૃતિના ઘટકોને આપણે બનાવી શકતા નથી તો તેને બગાડવાનો આપણને અધિકાર નથી. કુદરતી સંપત્તિનો ન્યાય, નીતિપૂર્ણ અને વિવેકસહ ઉપયોગ એ માનવધર્મ છે. હિંસા, ભય, આતંકવાદને કારણે વિશ્વના દેશોનું સંરક્ષણ બજેટ વધતું જાય છે. રાષ્ટ્ર કહે છે કે અમારા રક્ષણ માટે સાર્વભૌમત્વ જાળવવા અમે હથિયારો ઉત્પન્ન કરીએ છીએ, પરંતુ ભગવાન મહાવીર અને ગાંધીજીની અહિંસાનું આચરણ જ સાર્વભૌમિક વ્રત છે. દારૂ, નશીલી દવાઓ, માંસ અને માંસાહારને લગતી પેદાશો અને હથિયારોના ઉત્પાદનમાં માત્ર ૧૫થી ૨૦ ટકા ઘટાડો થાય તો ભૂખમરાનો ઉકેલ આવી
જાય.
દૂધની બનાવટોના ઉત્પાદનમાં ઘટાડો થાય, વધુ લોકો શાકાહારી અને અન્નહારી બને, મુઠ્ઠીભર લોકો કુદરતી સંપત્તિનું શોષણ બંધ કરે, કુદરતી સાધનોનો ન્યાયી અને વિવેકપૂર્ણ ઉપયોગ આપણને ગ્લોબલ વૉર્મિંગથી બચાવશે અને પર્યાવરણ સંતુલનમાં સહાયરૂપ થશે.
૯૪
Page #52
--------------------------------------------------------------------------
________________
જ
સાત્ત્વિક સહચિંતન
ધર્મને બંધિયાર ન બનાવીએ
એક એવું સ્થળ હોય જ્યાં એક ઝાડ હોય, એક પાંદડું હોય, એક ફળ હોય, તે ઝાડ પર એક ફૂલ હોય, તેની એક ડાળ પર એક પંખી બેઠું હોય તો તેને બગીચો ન કહેવાય, કારણકે તેમાં ઉપવનની સમૃદ્ધિ નથી.
જે ઉદ્યાનમાં હજારો છોડ, વૃક્ષ, વેલીઓ હોય, હજારો ફળ-ફૂલ હોય તે બગીચાની શોભા રંગબેરંગી પતંગિયાં વધારશે. મધુકર ગુંજારવ કરશે. હજારો પક્ષીઓને દૂરદૂરથી ત્યાં આવવાનું આકર્ષણ થશે અને સર્વ પક્ષીઓને ત્યાં જ MIGRATE થવાનું મન થશે.
બગીચામાં વૃક્ષો ભિન્ન હોય, પણ વૃક્ષત્વ એક જ હોય, પક્ષીઓના અલગઅલગ અવાજો હોય, પણ માધુર્ય એક જ હોય, ફૂલોની સુગંધ વિવિધ હોય, પણ સૌંદર્ય એક જ હોય તે જ ઉપવનની સાચી સમૃદ્ધિ છે.
એમ ધર્મો ઘણા હોય, તે ધર્મોના પંથ, સંપ્રદાયો, કિા કે ગચ્છ અનેક હોય, પરંતુ ધર્મત્વ એક જ હોય એવું સ્વીકારીએ તો ભિન્નતામાંય એકત્વ હશે અને તે એક જ ધર્મપરંપરાઓનું રક્ષણ અને સંવર્ધન કરશે.
પંથ, મત, ગચ્છ કે સંપ્રદાય વ્યવસ્થા માટે છે. સંપ્રદાય શરીર છે, ધર્મ આત્મા છે એમ સ્વીકારી પંથ, ફિકા કે સંપ્રદાયમાં રહી ધર્મ કરવો તે માનવજાતનો આદર્શ છે. અલગઅલગ કાળમાં, તે દેશકાળની સાંપ્રત સ્થિતિને લક્ષમાં રાખી,
: ૯૫
કાકા છોકરા સાત્ત્વિક સહચિંતન શિબિર અલગઅલગ ધર્મપ્રર્વતકો, ઋષિમુનિઓ, સંતો, આચાર્યો અને પુરુષોએ શાસ્ત્રો, પ્રાંત કે ભાષાને કારણે, આચાર કે વિચારની ભિન્નતાને કારણે વિવિધ ધર્મપંથોની પ્રેરણા કરી તેથી અનેક પંથ અને સંપ્રદાયો અસ્તિત્વમાં આવ્યા, પરંતુ તે સઘળામાં જે સનાતન અને પૂર્ણત: સત્ય છે તે ધર્મતત્ત્વ જ છે. સત્યને કદી શાસ્ત્રોનું ઓશિયાળું બનાવી શકાય નહીં.
પ્રશ્ન ઉદ્ભવે કે વિવિધ ધર્મોના અનેક પંથ, સંપ્રદાય, ગચ્છ કે પક્ષ કે મત અહંકારનું પ્રતીક કે વિકાસનું ? દેશકાળ પ્રમાણે જે-તે ધર્મ, પંથ કે સંપ્રદાયની પરંપરા વિધિ-વિધાનમાં જે કાંઈ પોતા કરતાં વધુ સારું છે તેનું બીજો સંપ્રદાય વિવેકપૂર્વક અનુસરણ કે સ્વીકાર કરશે તો તેનો વિકાસ જ થવાનો છે.
આશ્રમો, પવિત્ર તીર્થસ્થાનો, મંદિરો કે મંદિરોનો વહીવટ કરતી પેઢીઓ, ધાર્મિક સંસ્થાઓ અને તેના ટ્રસ્ટીઓ, મહંતો, સંતો, આચાર્યો, મઠ અને તેના અધિપતિઓની પરમત સહિષ્ણુતા અને પારમાર્થિક દૃષ્ટિ સંતોનું ઉત્કૃષ્ટ ચારિત્ર્ય અને ટ્રસ્ટીઓના હિસાબની પારદર્શકતા કોઈ પણ વિવાદને ટાળી શકે. અન્ય ધર્મી કે અન્ય પંથી માટે સહોદરભાવ પ્રગટ કરે તો પંથો કે સંપ્રદાયો વિકાસનું પ્રતીક બની શકે. | મુનિ વાત્સલ્યદીપ ધર્મને આકાશી જળ કહે છે. આકાશનું પાણી પૃથ્વીને સ્પર્શ નથી કરતું ત્યાં સુધી તેના સ્વાદ અને ગુણ એકસરખા રહે છે. પૃથ્વી પર પડ્યા પછી તેના ગુણધર્મો બદલાઈ જાય. સમુદ્રમાં પડે તો ખારું, પૃથ્વી પર અમુક સ્થળે પડે તો પચવામાં ભારે અને અમુક સ્થળે પડે તો પચવામાં હલકું.
પૃથ્વીના પાણીમાં ભેદ છે, પણ આકાશના પાણીમાં અભેદતા છે. ધર્મ એ આકાશમાંથી વરસતું પાણી છે, તેમાં ક્યાંય ભેદ નથી. આધ્યાત્મિક આનંદરૂપે ધર્મનું દર્શન એક જ છે, પણ પંથનો સ્પર્શ થયા પછી તેમાં ‘તારા’ ‘મારાની વિકૃતિ ન પ્રવેશે તેની સાવચેતી રાખવી પડે.
ધર્મને સંકુચિત દીવાલોમાં પૂરી દેવાનો નથી કે નથી બંધિયાર બનાવવાનો. જો તેને મુક્ત સરિતારૂપે વહેવા દઈશું તો જળરૂપી ધર્મ નિર્મળ રહેશે. એ દરેક પંથના લોકોની ધર્મતૃષાને તૃપ્ત કરશે એમ ધર્મથી અનેકોનાં કલ્યાણ થશે.
તળાવ, કૂવા, વાવ કે સરોવરનાં પાણીને આપણે આ અમુક કૂવાનું પાણી કે આ અમુક સરોવરનું પાણી એવાં ભિન્નભિન્ન નામ આપી શકીએ. એ તો અલગ અલગ જગ્યાએ મર્યાદિત રીતે માત્ર પાણી સાચવવાની સહજ વ્યવસ્થા છે.
- ૯૬ -
Page #53
--------------------------------------------------------------------------
________________
જોક સાત્ત્વિક સહચિંતન શિબિર
નિર્જરાભાવના
જોગિક કે સાત્ત્વિક સહચિંતન શિબિર યોજાઈ તે તમામ સ્થળોનાં પાણીમાં જળતત્વ એક જ છે. આકાશી જળ સર્વત્ર અને સતત વરસતું હોય છે. એને આપણે શું નામ આપી શકીએ ? એવું જ ધર્મતત્ત્વનું છે. નિર્મળ ઝાકળબિંદુરૂપે એ જળને આપણે ઝીલી લેવાનું છે.
અમરમુનિ વિહાર કરતાંફરતાં એક ગામ પહોંચ્યા. રાતવાસો કરવા સ્થળની શોધમાં હતા. આશ્રમના એક મહંતે તેમને કહ્યું કે, “જૈનોની ધર્મશાળા છે ત્યાં જાવ.' મુનિ ધર્મશાળામાં પહોંચ્યા. રાતવાસો કરવા ધર્મશાળાના વ્યવસ્થાપકે પૂછું, તે કહે, “સ્થાનકવાસી સાધુ માટે અહીં વ્યવસ્થા નથી.’ મુનિ આગળ ચાલ્યા. એકાંત જગ્યામાં એક ઝૂંપડી હતી. ઝૂંપડીનું બારણું બંધ હતું. મુનિએ બહારથી પૂછું: ‘રાતવાસો કરવો છે, જગ્યા મળશે ?' ઝૂંપડીનાં બારણાં ખોલી અંદરથી એક સંતે મુનિને આવકાર્યા. મુનિ કહે છે - સંતે ઝૂંપડીમાં જ નહિ, મનમાં બારણાં ખોલી નાખ્યાં.
ધર્મમાં સાંપ્રદાયિક કટ્ટરતા કે સંકુચિતતા, વિશાળતા અને મૈત્રીભાવનાં બારણાં બંધ કરી દે છે.
સંત કહે - “મહારાજ, બીજું તો કાંઈ નથી, થોડું દૂધ છે તે લેશો ?' | મુનિ કહે, ‘જૈન સાધુ સૂર્યાસ્ત પછી કશું ન લે, પરંતુ તમારા પ્રેમ અને સ્નેહનું અમૃત તો મેં લઈ લીધું છે.”
ધર્મ અને પંથને અલગ કરવા જરૂરી છે. પંથમાં જ્યાં સુધી ધર્મ જીવે છે ત્યાં સુધી તો તેમાં એક નહિ, પણ હજાર પંથો હોય તો પણ તે માનવજાત માટે વરદાનરૂપ છે. પંથ ધર્મરહિત બને ત્યારે તે ખાબોચિયાની જેમ સડે છે. માટે જ જ્ઞાનીઓએ પંથને શરીર અને ધર્મને આત્મા કહ્યો. આત્મા ગયા પછી શરીર સડવા માડે છે. માટે તેને અગ્નિદાહથી વિસર્જિત કરીએ છીએ. મહત્ત્વ સંપ્રદાય કે પંથનું નથી, મહત્ત્વ ધર્મનું છે.
પંથ કે સંપ્રદાય પ્રેરિત વાદ-વિવાદોમાં અટવાશે તો સધર્મનો માર્ગ ચૂકીશું. ‘આત્મતત્ત્વને પામવાની ઝંખના રાખીશું તો ગમે તે સંપ્રદાય પંથ, ગચ્છ કે મતમાં હોઈશું તોપણ આત્મધર્મના રાજમાર્ગ પ્રતિ જઈ શકીશું.
માનવધર્મના સતત સ્મરણ સાથે આત્મલક્ષી સાધના, વિચાર, સર્વધર્મ સમભાવ, આ માટે સર્વધર્મ ઉપાસનામાં વિલીન થશે તો સ્વ-પરના કલ્યાણનું કારણ બનશે.
અખંડાનંદ શુદ્ધ આત્મસ્વભાવના બળે આંશિક શુદ્ધિની વૃદ્ધિ અને અશુદ્ધ (શુભાશુભ ઇચ્છારૂ૫) અવસ્થાની આંશિક હાનિ કરવી તે ભાવનિર્જરા અને તેનું નિમિત્ત પામીને જ કર્મનું ખરી જવું તે દ્રવ્યનિર્જરા છે.
જ્ઞાની, સમ્યક્ દષ્ટિ જ્ઞાની જેટલો આત્મમનન કે આત્માનુભવનો અભ્યાસ કરે છે તેટલો તે રત્નત્રય ભાવથી અધિક કર્મોની નિર્જરા કરે છે. તે પુષ્યના ઉદયમાં અને પાપના ઉદયમાં સમભાવ રાખે છે. આસક્ત થતો નથી. વેદના વિપાકનું નામ નિર્જરા છે. જ્ઞાની ભેદવિજ્ઞાનથી આત્માને સર્વ રાગાદિ પરભાવોથી ભિન્ન અનુભવ કરે છે. અહંકારરહિત, કદાગ્રહરહિત, લોકસંજ્ઞારહિત આત્મામાં પ્રવર્તવું તે નિર્જરા છે. નવ તત્ત્વમાં મોક્ષની પહેલાંનું તત્ત્વ નિર્જરા છે. સર્વ કર્મબંધનનો આંશિક ક્ષય તે નિર્જરા અને સર્વથા ક્ષય તે મોક્ષ. આમ નિર્જરા એ મોક્ષનું પુરોગામી અંગ છે.
નિર્જરાના બે ભેદ છે : અકામ અને સકામ. સકામ નિર્જરા એટલે મોક્ષના હેતુભૂત નિર્જરા અને અકામ એટલે વિપાક નિર્જરા. સવિપાક નિર્જરા એટલે પૂર્વનાં બાંધેલાં કર્મો ઉદયમાં આવી ખરી જેવાં અને અવિપાક નિર્જરા એટલે સ્વભાવ સન્મુખ થઈ કર્મો ફળ આપે તે પહેલાં જ ખેરવી દેવાં. આત્માના અનુભવ તરફ ઢળવાના વિશેષ પુરુષાર્થ બતાવવા માટે અવિપાક નિર્જરા કહી છે.
૯૭.
Page #54
--------------------------------------------------------------------------
________________
કે સાત્ત્વિક સહચિંતન નરકગતિમાં કર્મફળના વિપાકથી ઉત્પન્ન થતી જે અબુદ્ધિપૂર્વક નિર્જરા થાય છે તે અકુશળ અનુબંધા છે અને પરિવહને જીતવાથી જે નિર્જરા થાય છે તે કુશલમૂલા નિર્જરા છે. તે શુભ અનુબંધા અને નિરાનુબંધા હોય છે.
સકામ નિર્જરા ક્ષાયોપશત્મિક ભાવે થાય છે જે કર્મના અબંધનું કારણ છે. જેટલે અંશે સકામ નિર્જરા થાય તેટલે અંશે આત્મા પ્રગટ થાય છે. સ્વભાવના ઉગ્ર પુરુષાર્થપૂર્વક કર્મોનું ખરી જવું. સ્વભાવનો પુરુષાર્થ બતાવવા માટે સકામ નિર્જરા કહી છે.
અકામ નિર્જરા ઔદયિક ભાવે થાય છે. અહીં પણ કર્મનું નિર્જરવું હોય છે, પરંતુ આત્મા પ્રગટ થતો નથી. ક્ષાયોપથમિક ભાવે થઈ નથી. કષાયની મંદતાપૂર્વક નિર્જરા થઈ સ્વભાવનો પુરુષાર્થ નથી એટલે અકામ નિર્જરા કહી છે.
નિર્જરાના બીજા બે ભેદ છે : સ્વકાલ પ્રાપ્ત અને તપથી. સ્વકાલ નિર્જરા ચારેગતિમાં થાય છે, તપથી ફક્ત વૃત્તધારીને જ હોય છે.
બાર પ્રકારના (બાહ્ય તથા આત્યંતર) નિદાનરહિત તપથી કર્મની નિર્જરા વૈરાગ્યભાવના ભાવિત, અહંભાવરહિત જ્ઞાનીને થાય છે. ઉપશમની વૃદ્ધિ થાય તેમ તપ કરવાથી કર્મની ઘણી નિર્જરા થાય છે. મિથ્યા દર્શનમાં વર્તતો પણ થોડા વખતમાં ઉપશમ સમ્યક દર્શન પામવાનો છે એવા સંયતિ જીવ કરતાં અસંયત સમ્યક દૃષ્ટિને અસંખ્યાત ગુણી નિર્જરા થાય છે.
અધ્યાત્મ ગ્રંથોમાં નિર્જરા વિશે શું કહ્યું છે તે જોઈએ : (૧) પહેલાં કરેલાં કર્મોનું ખરી પડવું એ નિર્જરા છે. બે પ્રકારો વિપાકજા અને
અવિપાકજા. (મૂળ સૂત્ર - ૨૪૫). (૨) વનસ્પતિ-ફળની જેમ સમય પ્રમાણે અને પોતાની રીતે સમય પહેલાં પણ
કરેલાં કર્મફળ આપીને ખરી પડે છે. (મૃ. - ૨૪૬). (૩) નિદાનરહિત, અહંકારરહિત જ્ઞાનીના બાર પ્રકારના તપથી અને વૈરાગભાવનાથી
નિર્જરા સંભવે છે. (દ્વાદશ અનુપ્રેક્ષા - ૧૦૨). (૪) જેમજેમ મુનિઓનાં સંયમ અને તપની વૃદ્ધિ થાય છે તેમતેમ નિર્જરાની વૃદ્ધિ
થાય છે. ધર્મધ્યાન અને શુકલધ્યાનથી નિર્જરાની સવિશેષ વૃદ્ધિ થાય છે.
(દ્વા. અ. - ૧૦૫). (૫) જે કષાયરૂપી દુશમનને જીતીને દુર્વચનાને સહન કરે છે, જે સહધર્મી દ્વારા કરાયેલા અનાદરને સહન કરે છે, જે ઉપસર્ગોને સહન કરે છે એને વિપુલ
- ૯૯ -
રાજકોટમાં સાત્ત્વિક સહચિંતન સિક
નિર્જરા પ્રાપ્ત થાય છે. (દ્વા. અ. - ૧૦૯). (૬) જે શરીરને મમત્વ ઉત્પન્ન કરનાર, નશ્વર અને અપવિત્ર માને છે અને સુખ
ઉત્પન્ન કરનાર નિર્મળ અને નિત્ય એવાં દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપી આત્માનું
ચિંતન કરે છે તેને વિપુલ નિર્જરા પ્રાપ્ત થાય છે. (દ્વા. અ. - ૧૧૨). (૭) જે પોતે કરેલાં દુષ્કૃત્યોની નિંદા કરે છે, ગુણવાન પુરુષોનું બહુમાન કરે છે, પોતાનાં
મન અને ઇન્દ્રિયોને જીતનાર હોય છે તે પોતાના સ્વરૂપમાં તત્પર હોય છે અને
તેને વિપુલ પ્રમાણમાં નિર્જરા પ્રાપ્ત થાય છે. (દ્વા. અ. - ૧૧૮). (૮) નિર્જરા ઉત્પન્ન કરનાર આવાં કારણોમાં જે પ્રવૃત્ત છે તેનો જ જન્મ સફળ
છે. તેનાં જ પાપકર્મો નિર્જરાને પ્રાપ્ત થાય છે. તેનાં જ પુણ્યકર્મો વધે છે
અને તેને જ ઉત્કૃષ્ટ સુખ પ્રાપ્ત થાય છે. (દ્વા. અ. - ૧૧૩). (૯) જે વીતરાગ ભાવરૂપ, સમ્ય રૂપ, સુખમાં લીન થઈને વારંવાર આત્માનું સારણ
કરે છે અને ઇન્દ્રિય તથા કષાયોને જીતે છે તેને ઉત્કૃષ્ટ એવી નિર્જરા પ્રાપ્ત
થાય છે. (દ્વા. અ. - ૧૧૪). (૧૦) તેના પછી બધાં જ કર્મોથી અને જન્મ, વૃદ્ધાવસ્થા અને મૃત્યરૂપી બંધનોથી
મુક્ત થઈને જીવ અતુલ સુખને પ્રાપ્ત થાય છે. આ બધાં કારણોથી મનમાં
નિર્જરાભાવનાનું ચિંતન કરવું જોઈએ. (મૂ. - ૭૪૯). શ્રી કુંદકુંદાચાર્ય શ્રી સમયસારમાં નિર્જરા અધિકારમાં જણાવે છે કે :
: દ્રવ્યનિર્જરાનું સ્વરૂપ :
ઇન્દ્રિય દ્વારા ભોગવે, દ્રવ્ય સચેત અચેત; તે પણ સમ્ય દષ્ટિને, થાય નિર્જરા હેત (૧૯૩) : ભાવનિર્જરાનું સ્વરૂપઃ દિવ્ય તણા ઉપભોગમાં, સુખ દુઃખ જે વેદાય; જ્ઞાનીને તે વેદતાં,
અહો ! નિર્જરા થાય. (૧૯૪) સમ્યમ્ દષ્ટિ જીવને કર્મ ભોગવવા છતાં કર્મ વડે બંધાતા નથી તે જ્ઞાનનું સામર્થ્ય છે અથવા વૈરાગ્યનું સામર્થ્ય હોય છે.
* ૧૦૦
Page #55
--------------------------------------------------------------------------
________________
જ્ઞાન સામર્થ્ય :
સાત્ત્વિક સહચિંતન
વૈદ્ય ખાય વિષ તે છતાં, પણ તે મરે ન જેમ; ઉદયકર્મ વેદે છતાં, જ્ઞાની અબંધ એમ. (૧૯૫)
જેમ વૈદ્ય ઔષધ રસાયણની જાણકારીને કારણે વિષ ખાવા છતાં મરતો નથી તેમ જ્ઞાની ભેદજ્ઞાનનરૂપ અમોઘ, અધ્યાત્મવિદ્યાના બળે રાગદ્વેષ બંધના કારણ એવા પુદ્દગલ કર્મના ઉદયને વેદતા છતાં બંધાતાં નથી. આ જ્ઞાનનાં સામર્થ્યને કારણે થાય છે.
વૈરાગ્ય સામર્થ્ય :
અરુચિથી મદિરા પીએ,
તે જન થાય ન મત્ત; ભોગવતાં બંધાય ના જ્ઞાની તેમ વિરકત
(૧૯૬)
જેમ અચિ હોવાથી મદિરા પીવા છતાં તીવ્ર અરતિભાવના સામર્થ્યથી ઉન્મત્ત થતો નથી તેમ જ્ઞાનીને વિષયો પ્રત્યે તીવ્ર વૈરાગ્ય હોવાથી ઉદયાનુસાર વિષયસુખ ભોગવવા છતાં બંધાતા નથી. તીવ્ર વૈરાગ્યભાવના સામર્થ્યયોગને કારણે આમ થાય છે.
નિર્જરાના બીજા બે પ્રકાર દેશનિર્જરા અને સર્વનિર્જરા છે.
દેશનિર્જરા : જ્ઞાનાવરણીયાદિ કર્મોનું સર્વથા સંપૂર્ણપણે નહીં, પરંતુ આંશિક અર્થાત્ દેશિક થોડા પ્રમાણમાં ક્ષય થવું તે દેશનિર્જરા. આત્મગુણો સર્વથા પ્રગટ થતા નથી પણ થોડા પ્રમાણમાં પ્રગટ થાય છે.
સર્વનિર્જરા : જ્ઞાનાવરણીયાદિ કર્મોનો સર્વથા સંપૂર્ણપણે જડમૂળમાંથી ક્ષય થવો, નાશ થવો તે સર્વનિર્જરા. ઘાતી કર્મોની સર્વનિર્જરા તેરમા ગુણસ્થાને થાય અને સર્વકર્મોની સર્વનિર્જરા ચૌદમા ગુણસ્થાને મોક્ષ પામવાથી થાય છે. તત્ત્વાર્થ સૂત્રમાં શ્રી ઉમાસ્વાતિજીએ જણાવ્યું છે કે, “નવર્મક્ષયો મોક્ષઃ” – સંપૂર્ણ કર્મના ક્ષયને મોક્ષ કહ્યો છે.
=
નવ તત્ત્વમાં નિર્જરાને સાતમું તત્ત્વ જણાવ્યું છે. બાર ભાવનામાં નવમી નિર્જરાભાવના છે. તત્ત્વાર્થ સૂત્રમાં નિર્જરા અનુપ્રેક્ષામાં જણાવ્યું છે, “કર્મનાં બંધનોને નષ્ટ કરવાની વૃત્તિને દઢ કરવા માટે વિવિધ વિપાકોનું ચિંતન કરતાં સમાધાનવૃત્તિને સાધવી અને જ્યાં શક્ય હોય ત્યાં તપ અને ત્યાગ દ્વારા કુશળ
૧૦૧
* સાત્ત્વિક સહચિંતન
પરિણામની પ્રાપ્તિ થાય તેવા પ્રકારનાં સંચિત કર્મોને ભોગી લેવા એ જ શ્રેયષ્કર છે એવું ચિંતન નિર્જરભાવના છે.''
આગળ પૂર્વજો કેવળજ્ઞાન પામ્યા તે કઈ રીતે શક્ય થયું ? કર્મોનો ક્ષય કેવી રીતે કર્યો ? આપણા પર જ્ઞાનાવરણાદિ કર્મોનાં આવરણો હટાવી નિરાબાધ અને અમર પદને કેવી રીતે પામ્યા? કયા પુરુષાર્થથી કર્મોની નિર્જરા કરી ? ઇત્યાદિ વિચારણા કરવી એ નિર્જરાભાવના છે.
બાહ્ય અને અંતરતપના સહારે, સમ્યગ્ જ્ઞાનપૂર્વક કર્મોની નિર્જરા કરી પંચમતિને સહુ પામીએ એ જ અભ્યર્થનાસહ.
કર્મનિર્જરાની પ્રક્રિયાની શાસ્ત્રીય વાત થોડી જટિલ છે. હવે આપણે આ વાતને સરળતાથી સમજીએ...
નિર્જરાભાવનાની અનપ્રેક્ષા કરતાંકરતાં કર્મ પ્રક્રિયાને સમજી લેવી જરૂરી છે. અગાઉ આપણે આશ્રય અને સંવર વિશે વાત કરી ગયા. નવાં આવતાં કર્મોના પ્રવાહને અટકાવવા જેમ પુરુષાર્થ જરૂરી છે તેમ અગાઉનાં કાર્યોને ખપાવવા પણ પુરુષાર્થ જરૂરી છે. દરેક સમયે સાત કર્મો બંધાય છે. ભલે ઉદયમાં આઠ કર્મો હોય, પરંતુ ઉદય કરતાં કર્મબંધ વધારે થયો હોવાથી આત્મા પર કર્મોના ઘર બંધાતા જાય છે. આત્મા પર કર્મોનો ભાર ઓછો કરવા તેનો નિકાલ કરવો જરૂરી છે. આ નિકાલની પ્રક્રિયા એ જ નિર્જરાભાવના છે. કર્મનો બંધ આત્મા સાથે થાય છે, તે વખતે તેની સ્થિતિ પણ નક્કી થાય છે. એ સ્થિતિ એટલે ઉદયકાળ. કર્મ વિપાક ફળ ક્યારે ઉદયમાં આવી શકે તેનો નિર્ણય સ્થિતિબંધ કરે છે. એ સમયની પ્રાપ્તિ થાય તે પહેલા કર્મ પડ્યું રહે, કંઈ પણ ફળ ન આપે, તે વચગાળાના સમયને અબાધાકાળ કહેવામાં આવે છે.
આવી રીતે અનેક કર્મો આત્માને ચોંટેલાં હોય છે. તે કર્મોની ઉદયકાળ પહેલાં ઉદીરણા કરવી એટલે નીચે પડેલા હોય તેને સપાટી પર ખેંચી લાવી, ઉદય સન્મુખ (ઉદય સન્મુખ એટલે કોઈ આપણા ઘરમાં પ્રવેશ ન કરે, પણ ઘરનાં દ્વાર સુધી આવી મોઢું બતાવી જાય) કરી એને ખેરવી નાખવા એ નિર્જરા કહેવાય છે. કર્મને નિર્જરવા એટલે તેની શક્તિ મંદ પાડી દેવી અથવા ખેરવી નાખવા. નિર્જરા બે પ્રકારનું કાર્ય કરે છે. કર્મની સોય અને શક્તિને નિર્બળ કરી નાખે છે. એ કર્મની સ્થિતિ ઓછી કરી નાખે અને કર્મનો રસ મંદ કરી નાખે છે. શૂળીની સજા સોયથી
૧૦૨
Page #56
--------------------------------------------------------------------------
________________
કારક સાત્ત્વિક સહચિંતન પતે તે ન્યાયે આકરાં કર્મ હોય તેને નિર્જરા તદ્દન નિર્માલ્ય જેવા કરી નાખે છે. નિર્જરાની પ્રક્રિયાને કારણે કર્મની નિર્બળતાનું પરિણમન અંતમાં આત્માની નિર્મળતાનું સંવર્ધન કરે છે. નિર્જરાભાવથી બાહ્ય અને આત્યંતર તપ દ્વારા કેટલાંક કર્મોને સીધેસીધાં (વિપાકમાં ભોગવ્યા સિવાય) આત્મપ્રદેશ પરથી (પ્રદેશોદયથી) ખેરવી શકાય છે. આમ નિર્જરા દ્વારા સંચિત કર્મોનો ક્ષય થઈ આત્મા હળુકર્મી બને છે.
બાહ્ય તપ છ પ્રકારનાં છે. અનશન, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસપરિત્યાગ, કાયાકલેશ, સંલીનતા અને છ પ્રકારનાં આત્યંતર તપમાં પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, શુભધ્યાન અને કાયોત્સર્ગનો સમાવેશ થાય છે.
કર્મબંધ બે પ્રકારે થાય છે : નિકાચિત કર્મબંધ અને નિદ્ધત અનિકાચિત કર્મબંધ. બાંધેલાં કમ ભોગવવાં પડે છે. આ જન્મમાં યા જન્માંતરમાં કોઈ પણ ઉપાયો દ્વારા નિકાચિત કર્મબંધ તૂટતો નથી, ક્ષય પામતો નથી, પરંતુ ઉગ્ર તપને સહારે નિકાચિત કર્મ પણ પ્રાય: મોળાં પડે છે.
તપ દ્વારા જૂનાં કર્મોનો નાશ થવો અને જ્ઞાનબળ દ્વારા નવા કર્મો ન આવે તે નિર્જરા છે. જેવી રીતે સરોવરમાં આવતું નવું પાણી અટકી જાય, તેવી રીતે સંવર, આત્મપ્રદેશ પર કર્મોના આવતા પ્રવાહને રોકે છે અને જેમ સૂર્યનો તાપ સરોવરના પાણીને શોષે છે, તેવી જ રીતે નિર્જરા જૂનાં કર્મોને શોષી લે છે એટલે નષ્ટ કરે છે.
કર્મરૂપ વ્યાધિનું ઔષધ તપ છે. બીમારી દૂર કરવા માટે જેમ ઔષધિ લેવામાં આવે છે, તેમ કર્મરૂપ વ્યાધિનો ઉપાય તપ છે. આયુર્વેદમાં ઔષધ કઈ ચીજ સાથે લેવું તે ચીજને અનુપાન કહે છે, પરંતુ પૂર્વાચાર્યોએ કર્મરોગના ઉપાય માટે અનુપાન અને ઔષધ બન્નેમાં તપનો સ્વીકાર કરવા જણાવ્યું છે, જેમ કે, ઔષધમાં આત્યંતર તપમાંથી ધ્યાન કે કાયોત્સર્ગ લીધો હોય તો અનુપાન તરીકે ઉપવાસાદિ બાહ્ય તપ લઈ શકાય. વધારામાં બ્રહ્મચર્યપાલન કે અભક્ષ્ય ત્યાગ, એ જિનાજ્ઞા અનુપાન છે.
આ સમજણથી તપ દુ:ખરૂપ નહીં, પણ સુખરૂપ લાગશે અને તપથી આંતરિક આનંદની ધારા અખંડિત રહેશે. તેથી આંતરિક પ્રસન્નતા અને માધુર્યમાં વૃદ્ધિ થશે. અજ્ઞાનીના લાખ વર્ષના તપ કરતાં પણ જ્ઞાનીનું સમજણપૂર્વકનું, ભાવપૂર્વકનું એક શ્વાસોચ્છવાસ જેટલું તપ અર્થપૂર્ણ છે.
- નિર્જરા બે પ્રકારની છે, કામ અને અકામ. ઈરાદાપૂર્વક કર્મનો જેથી ક્ષય થાય તેને સકામ નિર્જરા કહેવામાં આવે છે. બાહ્ય સાથે આવ્યંતર તપથી જે કર્મો
૧૦૩
જોક સાત્ત્વિક સહચિંતન શિબિર ખરી પડે છે તે સકામની કક્ષામાં આવે છે. આપણે ઈરાદાપૂર્વક ત્યાગ કરીએ, સમજીને વસ્તુનો લાભ સુલભ હોય છતાંય મન, વચન અને કાયાના યોગ પર અંકુશ રાખીએ જેથી સકામ નિર્જરા થાય છે. જીવનમાં વ્રત-નિયમ દ્વારા, ત્યાગબુદ્ધિએ ભોગ-ઉપભોગનો ત્યાગ કરીએ ત્યારે સકામ નિર્જરા થાય છે. એથી ઊલટું સમજણ કે ઇચ્છારહિત ત્યાગ કરીએ ત્યારે અકામ નિર્જરા થાય છે. પશુને ખાવાનું ન મળે તો તે ભૂખ-તરસ જાણીબૂજીને સહન કરતાં નથી. તેમને જે કર્મ ક્ષય થાય તે અકામ નિર્જરા કહેવાય છે. અહીં ‘કામ’ શબ્દ માત્ર ક્રિયા પાછળ રહેલા આશય પરત્વે જ છે. સકામ નિર્જરા પુરુષાર્થજન્ય છે. અકામ નિર્જરા તો માત્ર આગંતુક હોઈ સહેજે બની આવે છે. આમ સકામ નિર્જરા માટે આવ્યંતર તપ અનિવાર્ય બની જાય છે.
સમક્તિ જીવ, જ્ઞાની સમજણપૂર્વક નિર્જરા કરે તેને સકામ નિર્જરા કહે છે. મિથ્યાત્વી જીવો અકામ નિર્જરા કરે છે, પરંતુ બંનેની કર્મનિર્જરાના પરિણામને સમજવું રસપ્રદ થઈ પડશે. એક વ્યક્તિને શિક્ષા કરવામાં આવી કે તેને આજે જમવાનું આપવામાં આવશે નહીં. મિથ્યાદિ છવની ન જમવાને કારણે અકામ નિર્જરા તો થશે, પરંતુ સાથેસાથે તે આર્તધ્યાન અને રૌદ્રધ્યાન કરશે. શિક્ષા કરનાર પ્રત્યે દ્વેષભાવ કરશે તેથી તેને કર્મબંધન થશે. જ્યારે સમ્યફ સન્મુખ જીવ સામેવાળી વ્યક્તિ પર દ્વેષ કરશે નહીં. પોતાનાં કર્મને નિમિત્ત ગણી ભૂખ સહન કરી લેશે તેથી તેનાં નવાં કર્મો બંધાશે નહીં.
જ્ઞાનીઓએ કર્મનિર્જરા માટે આવ્યંતર તપમાં ધ્યાનની વિશિષ્ટતા બતાવી છે. ધ્યાન દ્વારા વ્યક્તિ વર્તમાનમાં જીવવાનો પુરષાર્થ કરે છે. શરીરનાં બાહ્ય અને આંતર અંગોની સંવેદના અને સ્પંદનોનું સાક્ષીભાવે નિરીક્ષણ કરે છે. આ પળ જીવન માટે સ્વયં સંવર બની જાય છે. આસવ પ્રવાહ અટકાવવાને કારણે નવાં કર્મ બંધાતાં નથી. સંવેદન સાક્ષીભાવે સમતાપૂર્વક વેદાય, તેથી કર્મનિર્જરા થાય છે. પૂર્વ સંચિત કર્મોની ઉદીરણા કરે તેની નિર્જરા કરવાના સાધન તરીકે ધ્યાનનો ઉપયોગ થાય છે.
તપને માત્ર દેહદમન નહીં, પરંતુ વૃત્તિઓના ઉપશમનના ઉપાય તરીકે સ્વીકારવાનો છે અને લૌકિક મન માટે નહિ, પરંતુ પરલૌકિક કે લોકોત્તરરૂપે જ સ્વીકારી શકાય.
પૂર્વાચાર્યોએ બતાવેલી વૈરાગ્યભાવનાઓમાં મોક્ષભાવના નામની કોઈ ભાવના નથી, પરંતુ આ નિર્જરાભાવનામાં જ સંપૂર્ણ રીતે મોક્ષભાવના અભિપ્રેત છે.
1961
Page #57
--------------------------------------------------------------------------
________________
જ
સાત્ત્વિક સહચિંતન
અહમ્ના મૃત્યુની ક્ષણ એ જ વંદનાની જન્મક્ષણ
શૈશવકાળથી જ કુટુંબ, પરિવાર કે શાળામાંથી વંદન, નમસ્કારના સંસ્કાર મળે છે. નમન-વંદન નમ્રતાસૂચક છે તેથી જ “નમે તે સર્વને ગમે'ની ઉક્તિ આપણા જીવનપ્રવાહ સાથે જોડાયેલી છે. સવારમાં ઊઠીને કે શાળાએ જતી વખતે પ્રભુને, વડીલોને વંદન કરવાની શીખ શાળા અને પાઠશાળામાં પણ વંદનનો પાઠ ભણાવવામાં આવે છે. બાળપણથી આ સુટેવને કારણે મોટા થતાં ઘરની બહાર જતી વખતે પ્રભુવંદનની આ ટેવ જળવાઈ રહે છે.
વંદન એ માત્ર શિષ્ટાચારનું પ્રદર્શન કરવાની કસરત નથી. વંદનની ક્રિયા દ્વારા બાહ્ય અને ભીતર થતી પ્રક્રિયાનો એક વિશિષ્ટ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ છે. વંદન કરતી વખતે નમવાને કારણે પેટની નીચેની ગ્રંથિઓ દબાશે જેને કારણે અહંકાર મોળો પડશે, બાહ્ય કૃતિ બદલાતા આંતરવિકૃતિઓ ટળી તેનું પ્રકૃતિમાં પરિવર્તન થશે જે વિનય ગુણ પ્રગટાવવાનું કારણ બનશે.
સર્વપ્રથમ માતા-પિતા, ગુરુ અને માતૃભૂમિ વંદનાના અધિકારી છે. દસ દૃષ્ટાંતે દુર્લભ એવા મૂલ્યવાન માનવભવના જન્મનું શુભ નિમિત્ત આપણાં માતાપિતા છે. અજ્ઞાનના અંધકારમાંથી જીવનમાં સંસ્કાર અને જ્ઞાનનું અવતરણ કરાવવાનું શ્રેય વિદ્યાગુરનું છે. જે પંચમહાભૂત તત્ત્વોમાંથી આપણા દેહનું સર્જન થયું છે તે તત્ત્વોનું પ્રદાન કરનાર જન્મભૂમિ પણ આપણી ઉપકારક છે. કુટુંબના વડીલ અને જેના આશ્રય હેઠળ આપણે રહેતા હોઈએ તે સર્વે વંદનને પાત્ર છે.
૧૦૫
જીવન જીવી સાત્ત્વિક સહચિંતન શિબિર
લોકસંજ્ઞાના સંદર્ભે રાજા, કુળદેવ-દેવી વગેરેને વંદન કરીએ તે બધાં લૌકિક વંદન છે. લૌકિક વંદન આ ભવમાં લોકપ્રિયતા કે ભૌતિક સુખમાં વધારો કરનાર બને, પરંતુ લોકોત્તર વંદન આત્મગુણોનો વિકાસ કરાવી ભવપરંપરા ટૂંકી કરનાર નીવડે છે.
પંચપરમેષ્ટિને વંદન, સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ છે તેવા સત્પુરુષને વંદન તે લોકોત્તર વંદન છે. જ્ઞાનીઓને સધર્મની પ્રરૂપણા કરનાર સુદેવ એટલે અરિહંત ભગવાન અને સદ્દગુરુને જ વંદનને પાત્ર કહ્યા છે. આધ્યાત્મિક વંદનમાં ભાવનાનું મહત્ત્વ ઉચ્ચતમ ભૂમિકામાં છે. ભાવ વિનાની વંદનની ક્રિયા માત્ર વ્યાયામ છે.
કૃષ્ણ પરમાત્મા અને મહારાજા શ્રેણિકની ભાવપૂર્વકની વંદના ક્રોડો કર્મનિર્જરામાં પરિણમી તે આપણે સૌ જાણીએ છીએ.
અપાત્રને વંદન કર્મબંધનું કારણ બને અને જીવનમાં મિથ્યાત્વનો પ્રવાહ વધી જાય, પરંતુ આગાર ધર્મમાં અપવાદ માર્ગ છે. કર્તવ્ય કે કદાગ્રહે, રાજા, બળવાન, સ્વજન, વડીલ, રક્ષકદેવ કે કુળદેવને વિવેક દાખવી વંદન કરવું પડે. પ્રાણાને કષ્ટ આવે અથવા આજીવિકાની પણ મુશ્કેલી ઊભી થાય તેવા વિકટ સંજોગોના પ્રસંગે અનિચ્છાએ કરેલ વંદન દોષયુક્ત નથી.
રસ્તામાં ગુરુ મળે, બે હાથ જોડી મસ્તક નમાવી “મન્થ એણ વંદામિ” શબ્દ બોલી વંદન કરીએ તે નાની જઘન્ય વંદના છે. તિખુતોના પાઠ વડે પંચાંગ નમાવી કરીએ તે મધ્યમ વંદના, દ્વાદશાવર્તન (બાર આવર્તનવાળું), 'ઈચ્છામિ’ ખમાસણોના પાઠ સાથેનું વંદન ઉત્કૃષ્ટ વંદન છે. નમોલ્યુશંના પાઠ દ્વારા પણ દેવ અને ગુરુને વંદન કરીએ છીએ.
અહંની મૃત્યુક્ષણ એ જ વંદનના જન્મની ક્ષણ છે. અહંકારના વિસર્જનથી ચેતનમાં ધર્મની વિકાસયાત્રાનો આરંભ થાય છે.
નગરની બહાર ઉદ્યાનમાં જ્યારે ગુર પધારતા હતા ત્યારે શ્રેષ્ઠીવર્યો, નગરશેઠ કે રાજા ગુને વંદન કરવા જતા ત્યારે શરીર પરથી મુગટ, સાફો, અસ્ત્ર-શસ્ત્ર અને આભૂષણો ઉતારીને વંદન કરતા જે વિનયસૂચક છે.
ગુણપૂજક જૈન પરંપરા લોકોત્તર ધર્મ છે. અહીં વ્યક્તિ નહીં, વ્યક્તિના ગુણને વંદન કરવાનું કહ્યું છે.
વંદનમાં શરણ અભિપ્રેત છે. શરણાગત વંદનાની વિશિષ્ટ નીપજ છે. સાષ્ટાંગ પ્રણામની સ્થિતિમાં વંદન કરવું એટલે સમગ્ર શરીરની સમર્પિત શરણાગતિની સ્થિતિ.
- ૧૦૬ -
Page #58
--------------------------------------------------------------------------
________________
સાત્ત્વિક સહચિંતન
આ માત્ર બાહ્ય કૃતિની વાત થઈ. જ્યારે સમથળ પૃથ્વીના સાન્નિધ્ય સમાંતરપણે આપણે દંડવત્ થઈએ ત્યારે વૈશ્વિક ચેતનાનું આપણી સાથે અનુસંધાન થતાં જગતની શક્તિનો સહજ પ્રવેશ થાય છે. પ્રણામ માટે આપણે જ્યારે નમીએ છીએ ત્યારે ભીતર સ્થિત અહંકાર પણ નમી જાય છે ઝૂકી જાય છે. આપણી ચોપાસ આપણામાંથી નીકળતું અહંકારની સુરક્ષાનું વર્તુળ ભાંગી પડે છે. આ મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાથી આપણે રચેલ અહં અને મની દીવાલોમાં તિરાડ પડે છે અને તે આત્યંતર શરણાગતિના દિવ્ય ભાવોના પ્રવેશ માટે સહાયક બને છે. આમ લોકોત્તર વંદનની યાત્રા શરણગતમાં પ્રવેશ પામે છે.
-
તમામ દાર્શનિક પરંપરામાં શરણાગતિને ધર્મનો મુલાધાર ગણ્યો છે. વંદનાના ઉત્કૃષ્ટ ભાવો જીવને અનન્ય શરણ સુધી જવા પ્રેરે છે. શરણાગતિના ચરમ શિખરની યાત્રાની પૂર્ણતાએ જીવ અરિહંતનું શરણું અંગીકાર કરે છે.
૧૦૭
૨૫
* સાત્ત્વિક સહચિંતન
જૈન પત્રકારત્વ : એક દષ્ટિપાત
પત્રકારત્વનું બીજ ખૂબ પ્રાચીન છે. પ્રાચીનકાળમાં સમાચાર-સંદેશા મોકલવાનું કામ કબૂતર અને પોપટ જેવાં પંખી દ્વારા કરાતું.
નગારા, ઢોલ, બુંગિયા, ડફલી, ઢંઢેરો પીટાવવો, ઢોલ વગડાવવા, ભેરી વગાડવી, શંખ, ઝાલર વગડાવવા, સંદેશા માટે ખેપિયો મોકલવો, અનુચર અને દૂત દ્વારા ખબર મોકલવી વગેરે પ્રચલિત હતું.
કવિ કાલિદાસે મેઘને અને કવિ કાન્તે ચંદ્રને સંદેશવાહક બતાવ્યા છે. આધુનિક યુગમાં માનવમૂલ્યોની સ્થાપના અને તેના સંસ્કરણમાં સમાચારપત્રોનું સ્થાન સર્વોપરી છે. માણસના જિજ્ઞાસુ સ્વભાવને કારણે અને તેના મનોરંજન, કલાઉદ્યોગવ્યાપાર, આરોગ્ય, ધર્મ, હવામાન, નવી શોધો, દેશ-વિદેશના સમાચારો વગેરે ગતિવિધિઓ જાણવા સમાચારપત્રો, સામાયિકોનું, સમૂહ માધ્યમોનું સ્થાન જીવનમાં મહત્ત્વનું બન્યું છે.
૧૮મી સદીથી વર્તમાનપત્રો અને સામાયિકોની શરૂઆત થઈ. મુદ્રણકલાના વિકાસ સાથે સમાચારપત્રોનો વિકાસ થયો. સન ૧૭૮૦માં હિન્દુસ્તાનના પત્રકારત્વે પ્રથમ ડગ માંડયું. ૨૪ જાન્યુઆરી, ૧૭૮૦ના રોજ શનિવારે કોલકાતાથી જેક્સ ઑગસ્ટ હિક્કી નામના અંગ્રેજે “હીકીઝ બંગાલ ગેઝેટ ઑફ ધી ઑરિજીનલ કોલકાતા” નામે અખબાર કાઢવું. પાછળથી તે “બંગાલ ગેઝેટ’”ના નામથી પ્રસિદ્ધ થયું. આ અખબારથી ભારતમાં પત્રકારત્વનો શુભ આરંભ થયો. બંગાળીમાં ૩૧ મે,
૧૦૮
Page #59
--------------------------------------------------------------------------
________________
જોગિક કે સાત્ત્વિક સહચિંતન શિબિર યોજાઈ ૧૮૧૮ના કોલકાતાથી “સમાચાર દર્પણ”ના નામથી શરૂ થયું તે દેશી ભાષાનું પ્રથમ પત્ર. ૧૮૨૮માં રામમોહન રાયે “સંગબાદ કૌમુદી' અને ૧૮૨૨ની પહેલી જુલાઈએ ફદુનજી મર્ઝબાને શ્રી મુંબઈના સમાચાર' નામનું પત્ર કાઢયું.
સન ૧૮૫૯માં અમદાવાદમાંથી “જૈન દીપક' નામના માસિકનું પ્રકાશન થયું અને આમ જૈન પત્રકારત્વની જ્યોત પ્રગટી. એક રીતે જોઈએ તો જૈન પત્રકારિત્વનો ઇતિહાસ ૧૫૦થી વધુ વર્ષનો ગણી શકાય. ૧લ્પ૯થી ૨૦૧૨ સુધીમાં જેનોના બધા ફિરકા અને જૈન સંસ્થાઓનાં મળીને ૭૦૦ જેટલાં પત્રો પ્રગટ થયાં છે અને તે ઉપરાંત ઇન્ટરનેટ પર માત્ર ઓનલાઈન પરનાં પત્રોની સંખ્યા પણ ઘણી છે.
દુનિયાના કોઈ એક સમાજે આટલી મોટી સંખ્યામાં ધાર્મિક, સામાજિક પત્રો પ્રગટ કર્યા હોય એવી શક્યતા જણાતી નથી. ભારતના વિવિધ પ્રાંતો અને વિદેશમાંથી હિન્દી, ગુજરાતી, મરાઠી, તમિળ, કડ, બંગાલી, સંસ્કૃત અને ઇંગ્લિશ સહિત ૧૦ ભાષાઓમાં આ પત્રો પ્રગટ થાય છે.
પ્રથમ ગુજરાતીમાં ૧૮૫૯માં અમદાવાદથી “જૈન દીપક', ૧૮૮૦માં હિન્દી ભાષામાં પ્રથમ ‘જૈન પત્રિકા', પ્રયાગથી ૧૮૮૪માં પ્રથમ મરાઠી ભાષામાં ‘‘જૈન બોધક' અને ઉર્દૂ ભાષામાં “જીયાલાલ પ્રકાશ' અનુક્રમે શોલાપુર અને ફરૂખનગરથી, ૧૯૦૩માં પ્રથમ તમિળ ભાષામાં “ધર્મશીલન” મદ્રાસ (ચેન્નઈ)થી, પ્રળત કન્નડ ભાષ્માં ૧૯૮૦માં “જિનવિજય" બેલગામથી અને ૧૯૨૩માં બંગાળી ભાષામાં “જિનવાણીપ્રથમ કોલકાતાથી પ્રગટ થયાં.
સંચાલનની દૃષ્ટિએ જૈન પત્રકારત્વને નીચે પ્રમાણેના વિભાગોમાં મૂકી શકાય. • ફિરકા અને સંપ્રદાયનાં પત્રો • વ્યક્તિગત માલિકીનાં પત્રો-પત્રિકાઓ • જ્ઞાતિની સંસ્થા-મંડળો, સમાજનાં પત્રો • પૂ. ગુરુભગવંતો, પૂ. સતીજીઓ પ્રેરિત પત્રો-પત્રિકાઓ
દેશ-વિદેશની જૈન સંસ્થાઓ અને ફેડરેશનનાં મુખપત્રો કચ્છી દશા ઓસવાળ જ્ઞાતિએ સન ૧૮૮૧માં મુંબઈથી પ્રથમ જ્ઞાતિપત્રનો શુભારંભ કર્યો. યોગનિખ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીની પ્રેરણાથી સન ૧૯૦૯માં સાધુજી પ્રેરિત પ્રથમ “બુદ્ધિપ્રભા' માસિકનું અમદાવાદથી મંગલાચરણ થયું. શરૂઆતના તબક્કામાં “જૈન દીપક', “જૈન દિવાકર માસિક”, “જૈન સુધારસ', “જૈન હિતેચ્છું, “જ્ઞાનપ્રકાશ”, “ધર્મોદય”, “તત્ત્વ વિવેચક”, “આનંદ”, “શ્રાવક',
- ૧૦૯
કાકા છોકરા સાત્ત્વિક સહચિંતન શિબિર સનાતન જૈન”, “શ્વેતામ્બર કૉન્ફરન્સ હેરલ્ડ”, “જૈન પતાકા', “સમાલોચન', બુદ્ધિપ્રભા', “જૈન સાપ્તાહિક', 'પ્રબુદ્ધ જૈન', “આત્માનંદ પ્રકાશ', જૈન પ્રકાશ” અને “જૈન” જેવાં ગુજરાતી માસિક પત્રોએ ધર્મની સમજ અને સમાજસુધારણાનું નોંધપાત્ર કામ કર્યું હતું.
આ પત્રોએ લોકકેળવણીનું પણ કામ કર્યું ત્યારે બાળલગ્નો અને વૃદ્ધલગ્નો સામાન્ય હતાં. કન્યા વિક્રય થતો. બાળવિધવા કે યુવાવિધવા પર સમાજનાં કડક નિયંત્રણો હતાં. મૃત્યુ પછીની વિધિ દિવસો સુધી ચાલતી. જમણવારો થતાં. લગ્નપ્રથા પણ જટિલ હતી. ઉપપત્ની રાખવી કે એકથી વધુ પત્ની રાખવી તે મોભો ગણાતો. પરદેશગમન કરનારને આક્રી સજા થતી. સાધુસંસ્થા પર યતિ સંસ્થાનું નિયંત્રણ હતું. સાત ક્ષેત્રોની જાળવણીનું જ્ઞાન ન હતું. આવા કાળમાં આ પત્રોએ ધર્મની સાચી સમજણ આપવાનું અને સામાજિક સુધારાનું ઉત્કૃષ્ટ કાર્ય કર્યું.
પછીના તબક્કાનાં પત્રો, ધાર્મિક સાથે જ્ઞાતિપત્રો ને સામાજિક પત્રોનો ઉદય થયો. તેમણે જ્ઞાતિઉત્કર્ષ અને શાસન સંગઠનની વિચારધારાને આગળ ધપાવવાનો પુરુષાર્થ કર્યો.
જૈન પત્રકારત્વના ત્રીજા તબક્કાનાં પત્રો શાસન સમાચાર, જૈન શિક્ષણ, યુવા અને મહિલા ઉત્કર્ષનાં લખાણોમાં રસ દાખવી રહ્યાં છે તે શ્રાવકાચારની સમજણ આપવા સાથે સાધુજીવનની સમાચારીની પણ સમજણ આપે છે.
જ્ઞાતિપત્રો સગપણ (વેવિશાળ)ના પ્રશ્નો હલ કરવા કન્યા-મુરતિયાની યાદી પણ પ્રગટ કરે છે. સમાજ કે જ્ઞાતિમાં ચાલતી વૈદ્યકીય-તબીબી રાહત અને શિક્ષણ રાહતની વિગતો ઉપરાંત નોકરી-ધંધા-ઘર વગેરેની વિગતો પ્રગટ કરી સમાજઉપયોગી જનહિતનાં કાર્યો કરે છે. ‘દશા શ્રીમાળી’, ‘ઓશવાળ’, ‘પોરવાળ’, ‘ઘોઘારી દર્પણ', 'કાઠિયાવાડી જૈન', 'સમાજ ઉત્કર્ષ (મચ્છુકાંઠા)', કચ્છી પત્રિકા, ઝાલાવાડી પત્રિકા, રાજસ્થાની પત્રિકા ‘મેવાડ સમાજ', પંજાબ જૈન સભા વગેરે અનેક જૈન જ્ઞાતિપત્રો ધાર્મિક ઉપરાંત સમાજ અને જ્ઞાતિનાં કાર્યોની વિગતો પ્રગટ કરે છે.
દશા શ્રીમાળી'' પત્ર સત્ત્વશીલ સાહિત્ય, જનહિત પ્રવૃત્તિ અને ‘લગ્ન સંબંધી’ વિગતો માટે ઘણું જ લોકપ્રિય બન્યું છે.
પહેલા “પ્રબુદ્ધ જૈન” અને હવે “પ્રબુદ્ધ જીવન” ધર્મ, તત્ત્વજ્ઞાન અને સંશોધનાત્મક લેખો પ્રગટ કરતું ઉત્તમ માસિક છે. ‘વિશ્વવાત્સલ્ય”, “પ્રાણપુષ્પ', ‘જૈન ક્રાંતિ', ‘જિન શાસન સદેશ (સુરત)', ‘મુક્તિદૂત', 'પ્રેરણાપત્ર’ કલ્યાણ,
• ૧૧૦
Page #60
--------------------------------------------------------------------------
________________
કારક સાત્ત્વિક સહચિંતન ‘શાસન પ્રગતિ', ‘ગુરુપ્રસાદ', ‘ધર્મપ્રભાવના’ જિનવાણી ગુજરાતીમાં તો જૈન જગત, શાશ્વત ધર્મ, 'જિનવાણી', 'જૈન પ્રકાશ (દિલ્હી)', 'જૈન ગેઝેટ (લખનઉ)', શ્વેતાંબર જૈન “શ્રમણોપાસક', ‘દિગંબર જૈન મહાસમિતિ પત્ર’, ‘શ્રમણ સંઘ દર્પણ', ‘ગજેન્દ્ર સંદેશ', 'સાધુમાર્ગીય પત્રિકા', અમરભારતી' હિન્દી જૈન પત્રો છે. દિગંબર ફિરકાની મુખ્ય પત્રિકાઓ હિંદી ભાષામાં “અત વચન' (ઇન્દોર), ‘અનેકાંત' દિલ્હી', ‘જૈન મિત્ર' (સુરત), ‘જૈન ગજેટ' (દિલ્હી), સન્મતિવાણી, વીતરાગવાણી ‘જિન ભાષિત' (ભોપાળ)થી પ્રગટ થાય છે.
અમદાવાદથી પ્રગટ થતાં તીર્થંકરવાણી હિન્દી, ગુજરાતી અને ઇંગ્લિશ ત્રણ વિભાગોમાં વિવિધ સાહિત્ય અને શોધપત્રો પ્રગટ કરે છે.
યુગદિવાકર પૂ. નમ્રમુનિ મ.સા. એરતિ “લૂક ઍન્ડ લર્ન' સાપ્તાહિક જૈન શાળાનાં બાળકોમાં અત્યંત પ્રિય બન્યું છે. ‘છતો' જેના કૉન્ફડરેશન અને જૈના (અમેરિકા) તેનાં મુખપત્રોનું પ્રકાશન કરે છે.
- તેરાપંથ સંપ્રદાય ‘વિજ્ઞપ્તિ’, ‘પ્રેક્ષાધ્યાન', ‘યવાદષ્ટિ', ‘જૈન ભારતી', ‘તેરાપંથ ટાઈમ્સ’ અને ‘તુલસી પ્રજ્ઞા' હિન્દીમાં પ્રગટ કરે છે. તેરાપંથ સંપ્રદાયનું એક પણ પત્ર ગુજરાતીમાં પ્રગટ થતું નથી.
‘જીવદયા’ અને ‘હિંસા નિવારણ’ જીવદયાની પ્રવૃત્તિનો પ્રચાર કરે છે તો ‘વિનિયોગ પરિવાર’ અને ‘મહાજનમ' સાંપ્રત સમસ્યા પ્રતિ જાગૃતિ અને તેના ઉકલના પ્રયાસ દર્શાવવા ઉપરાંત જીવદયા, જળ-જમીન રક્ષા અને જેન જીવનશૈલીને લગતાં સુંદર લખાણો પ્રગટ કરે છે. ભારત જૈન મહામંડળનું માસિક હિન્દી અને ગુજરાતી વિભાગ સાથે પ્રગટ થાય છે.
જૈનોના તમામ ફિકાની વિશાળ સભ્યસંખ્યા ધરાવતી દેશ-વિદેશમાં પ્રસરેલી સામાજિક સંસ્થા જૈન જાગૃતિ સેંટર્સનું મુખપત્ર “જાગૃતિ સંદેશ' સત્ત્વશીલ સાહિત્ય ઉપરાંત વિવિધ સેંટરનાં કાર્યોના સમાચારો પ્રગટ કરે છે. જૈન સોશિયલ ગૃપનું મુખપત્ર 'મંગલ યાત્રા' તેના સેંટરની પ્રવૃત્તિઓના અહેવાલ પ્રગટ કરે છે.
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ-કોબાથી ‘દિવ્યધ્વનિ’ તો ધરમપુરથી ‘સદ્દગુરુ એક્કો’નું પ્રકાશન થાય છે.
દાદા ભગવાન પ્રેરિત ‘અક્રમ વિજ્ઞાન’ અને ‘આપ્તવાણી' પ્રકાશિત થાય છે.
ઉજવલ પ્રકાશન મુંબઈ સમગ્ર ભારતના તમામ ફિરકાની જૈન ચાતુર્માસ સૂચિનું પ્રકાશન કરે છે.
જીવન જીવી સાત્ત્વિક સહચિંતન શિબિર
આમાંનાં કેટલાંક પ્રકાશનો ઇન્ટરનેટ પર ઓનલાઈન પર પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત આવાં કેટલાંક પત્રો માત્ર પોતાની વેબસાઈટ પર ઓનલાઈન છે. શાસનસેવા, સમાજસેવા, ધર્મ અને અધ્યાત્મના ઉત્કર્ષમાં આ પત્રોનું યોગદાન ઘણું જ નોંધનીય રહ્યું છે.
વિવિધ પ્રાંત અને ભાષાનાં વર્તમાનપત્રોમાં પણ જૈન સમાચારની કૉલમ ચાલે છે. આ કટારલેખકો-પત્રકારો પણ જિન શાસનની સેવામાં નોંધપાત્ર યોગદાન આપી રહેલ છે.
પત્ર-પત્રિકાઓ અને પત્રકારોના સંગઠનની અતિઆવશ્યક્તા છે. ગુરુભગવંતોની નિશ્રામાં અને સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં વર્ષમાં એકાદ વાર પણ જો પત્રકારોનું સંમેલન યોજાય તો આ ક્ષેત્રમાં ઘણું સારું કામ થઈ શકે.
પત્રકાર એટલે બધી ખબર રાખે અને બધાની ખબર લે. સહસ્ત્ર તલવાર કરતાં એક કલમની તાકાત વધારે છે.
એક સમયમાં ઇંગ્લેંડમાં ઉમરાવો હાઉસ ઑફ લૉર્ડઝ, સામાન્ય પ્રજાના પ્રતિનિધિઓ હાઉસ ઑફ કૉમન્સ અને ચર્ચના પાદરીઓ એ ત્રણ જાગીર ગણાતી. કાળક્રમે ધર્મનું વર્ચસ્વ ઘટ્ય અને સંસદ, કારોબારી અને ન્યાયતંત્ર એ ત્રણેય લોકશાહીમાં જાગીર ગણાવા લાગ્યાં. એકવાર બ્રિટિશ પાર્લામેન્ટમાં ચર્ચા દરમિયાન એડમન્ડ બર્ટનું ધ્યાન પ્રેસ ગૅલરીમાં બેઠેલા પત્રકારો તરફ ગયું અને એમણે કહ્યું કે, આપણી પાસે ત્રણ જાગીર તો છે, પણ ત્યાં વૃત્તાંત નિવેદકોની ચોથી જાગીર બેઠેલી છે. એ આ ત્રણેય જાગીરોથી વધુ મહત્ત્વની છે. આ વિધાનમાં પત્રકારત્વની વિશિષ્ટ શક્તિની વાત અભિપ્રેત છે.
| સમાચારપત્રો અને સામાયિકો એવાં હોવાં જોઈએ જે પ્રજાના સંસ્કારઘડતરનું કાર્ય કરે, વિકૃતિનું સંસ્કૃતિમાં, વ્યભિચારનું સદાચારમાં, અન્યાયનું ન્યાયમાં, અશ્લીલતાનું સંસ્કારિતામાં પરિણમન કરે, જે પત્ર સત્યનું પુરસ્કૃત બની તેનો પ્રચારપ્રસાર કરવા સક્ષમ નથી કે નથી તેના પુરુષાર્થ પર નિર્ભર, તે પ્રત્યેક પ્રભાતે પ્રજાનું હીર હણવા માટે મોકલાવેલા વિષપ્યાલા સમાન છે.
જૈન પત્રો અસત્ય અને અન્યાયને સ્થાને સત્ય અને ન્યાય, હિંસાને સ્થાને અહિંસા, પરિગ્રહને સ્થાને દાન અને ત્યાગ, વૈચારિક સંઘર્ષને સ્થાને અનેકાંત દ્વારા સામંજસ્યની પ્રતિષ્ઠાનો સમ્યફ પુરુષાર્થ કરે છે. ઉપભોક્તાવાદથી ઉપયોગની સંસ્કૃતિ તરફ લઈ જઈ જનજનનાં હૈયાંમાં વિવેક અને સંયમના ભાવોને પ્રવાહિત કરવાનું કાર્ય
૧૧૨
૧૧૧ -
Page #61
--------------------------------------------------------------------------
________________
જોક સાત્ત્વિક સહચિંતન શિબિર
જૈન દર્શનમાં સેવાભાવ
જોગિક કે સાત્ત્વિક સહચિંતન શિબિર યોજાઈ જૈન પત્રકાર કરે છે.
કોઈ પણ ઘટનાનું તલસ્પર્શી અવગાહન કરી માર્મિકતાથી સમાજજીવનના હિતમાં જે યોગ્ય લાગે તે પ્રગટ કરે.
અદભુત નિરીક્ષણ અને સ્પંદન સાથે વૃત્તાંતને વિવેકબુદ્ધિ અને તટસ્થતાના કાંઠા વચ્ચે નિર્મળ સરિતા જેમ વહેણ આપવાનું કામ કરે તે આદર્શ પત્રકાર કહેવાય.
કાકાસાહેબ કાલેલકરે કહ્યું છે કે, પત્રકાર એટલે લોકશિક્ષણનો આચાર્ય, બ્રાહ્મણોનો બ્રાહ્મણ અને ચારણોનો ચારણ, દીન-દુર્બળ અને મૂક વર્ગ પર જુલમ અને અન્યાય સામે પત્રકાર સેનાપતિ થઈ ક્ષાત્રધર્મ નિભાવે, રાજકર્તાઓની અયોગ્ય નીતિ સામે લોકમત કેળવી પ્રજાનો પ્રતિનિધિ થઈ લોકોમાં ચેતના જગાવે છે. આમ લોકસેવક, લોકપ્રતિનિધિ, લોકનાયક અને લોકગુરની ચતુર્વિધ પદવીનો ધારક પત્રકાર બની શકે છે.
પત્રકારે કહેલું એક સત્ય ઇતિહાસ બની જાય છે. પત્રકાર સત્યનો સંશોધક હોય છે. શ્વેતાંબર, દિગંબર, ગચ્છ, પંથ કે સંપ્રદાયની વાડાબંધીથી પત્રકાર હંમેશાં દૂર રહે. જૈન પત્રકારત્વનો અર્થ પત્રકારત્વમાં જૈન દૃષ્ટિ. જૈન પત્રકારને હૈયે ચતુર્વિધ સંઘ અને જિન શાસનનું હિત વસેલું હોય. શ્રાવકાચાર પ્રત્યેની સભાનતા, સાધુજીની સમાચારી પ્રત્યે જાગૃતિ અને શિથિલાચારને ચારિત્ર્યમાં સ્થિર કરવાના સમ્યફ પુરુષાર્થની ભાવના હોય.
શાસનની હિલના થાય તેવા લેખો, સમાચારો પોતાનાં પત્ર કે પત્રિકામાં કદી પ્રગટ કરે નહિ. નહિ કે પોતાની ચૅનલમાં ટેલિકાસ્ટ કરે નહિ. જિન શાસનની વર્તમાન સમસ્યાઓ, તીર્થ કે તિથિની ચર્ચાનું વિશ્લેષણ અવશ્ય કરે, પણ ધર્મ અને શાસનની ગરિમા જળવાય તેમ જૈન પત્રકાર હંમેશાં પીળા પત્રકારત્વથી અળગો રહે. લાલચ વગર સ્થાપિત હિતોના દબાણ હેઠળ આવ્યા વિના તટસ્થ વૃત્તિથી એક્ટિવિસ્ટ જર્નાલિસ્ટ કર્મશીલ પત્રકાર હોય. લોકમત કેળવનાર લોકશિક્ષક એવા પત્રકાર જ્યારે અર્ધસત્ય અને વિકૃત સમાચારથી સમાજ વિક્ષુબ્ધ બને, શાસનમાં કટોકટી સર્જાય, ભોળા શ્રદ્ધાળુ કે યુવાવર્ગની ધર્મ પ્રતિ શ્રદ્ધા ડગમગે ત્યારે તે પોતાની કલમ દ્વારા એ ડહોળાયેલા નીરને નિર્મળ કરે, સુનામીને સરોવર જેવું શાંત કરે અને શ્રદ્ધાને પુનઃ સ્થાપિત કરવાનો સમ્યફ પુરુષાર્થ કરી શ્રમણ સંસ્કૃતિની અસ્મિતાને ઉજાગર કરે.
જૈન ધર્મ મોક્ષપ્રધાન ધર્મ છે. શ્રમણ પરંપરા મોક્ષલક્ષી પ્રવૃત્તિની પ્રેરણા કરે છે, માટે જૈન સંસ્કૃતિની આધારશિલા મુખ્યપણે નિવૃત્તિ છે. મોક્ષમાર્ગમાં લેશમાત્ર પણ બાધક હોય એવી પ્રવૃત્તિનો જૈન ધર્મ સર્વથા નિષેધ કરે છે.
જ્ઞાનીઓએ સર્વપ્રથમ તો ‘સ્વ’ આત્માની સેવા કરવાનું કહ્યું છે. કર્મ સહિત આત્મામાં બે પ્રકારની વૃત્તિઓ વહી રહી હોય છે. એક વૈભાવિક વૃત્તિ અને બીજી સ્વાભાવિક વૃત્તિ.
જ્ઞાનાદિ મૌલિક ગુણો ક્ષમા, શ્રદ્ધા, વિવેક આદિ ગુણોનું પરિણામ ધારામાં પ્રગટ થવું તે છે. સ્વાભાવિક વૃત્તિ અને ક્રોધાદિ કષાયો રાગ, દ્વેષ, વિકાર આદિ દુર્ગુણોરૂપ આત્માનું પરિણમી જવું તે અને પછી તે પ્રગટ થયું તે છે વૈભાવિક વૃત્તિ. આ બન્ને વૃત્તિઓનાં સ્વરૂપને જાણી, વૈભાવિક વૃત્તિઓ દૂર કરવા અને સ્વાભાવિક વૃત્તિઓ પ્રગટ કરવા માટે પુરુષાર્થ કરવો તે સાધના આત્માની સેવા છે.
આ ‘સ્વ'ની સેવાની વાત થઈ. હવે પર સેવાનાં બીજાં પાસાં વિશે વિચારણા કરીએ. જૈન ધર્મની કેટલીક વાતો માનવીને જનસેવા પ્રતિ આકર્ષિત કરે તેવી છે. પ્રત્યેક પ્રાણી એકબીજાની સેવા કરે, પોતાની યથાયોગ્ય શક્તિ દ્વારા એકબીજાને કામ આવે. જૈન ધર્મમાં એક અપેક્ષાએ જીવાત્માનું લક્ષણ વ્યક્તિગત નહીં, પરંતુ સામાજિક માનવામાં આવ્યું છે. ‘પરસ્પરોપદી નવાનામ’ તત્ત્વાર્થ સૂત્રની આ ઉક્તિ પેલા વિધાનને ચરિતાર્થ કરે છે.
૧૧૩ -
* ૧૧૪
-
Page #62
--------------------------------------------------------------------------
________________
* સાત્વિક સહચિંતન
ર પ્રત્યેક સાંસારિક પ્રાણી પોતાના મર્યાદિત વ્યક્તિગત રૂપમાં અપૂર્ણ છે. એમની પૂર્ણતા આસપાસના સમાજ અને સંઘમાં અભિપ્રેત છે. આને કારણે જ જૈન સંસ્કૃતિ જેટલી આધ્યાત્મિક સાધના પ્રતિ ઢળેલી છે તેટલી જ ગ્રામનગર તરફ ઢળેલ છે. ઠાણાંગ સૂત્રના દશમા અધ્યયનમાં રાષ્ટ્રચિંતનનું સુપેરે નિરૂપણ થયું છે. જિનાગમ કે જૈન કથાનકોમાં રાષ્ટ્રહિતની વાતો ઠેરઠેર જોવા મળે છે. એક સભ્ય નાગરિક અને રાષ્ટ્રભક્ત જ સાચો જૈન હોઈ શકે.
એકાન્ત નિવૃત્તિપ્રધાન જૈન ધર્મનો એકમાત્ર ઉદ્દેશ પરલોકહિત છે. છતાંય આ લોકોત્તર ધર્મે આલોક અને પરલોક બન્નેને પવિત્ર, ભવ્ય અને દિવ્ય બનાવવાની સદા પ્રેરણા આપી છે.
દશવૈકાલિક સૂત્રમાં ભગવાને કહ્યું, “અસંવિભાગી ન હ તક્સ મખ્યો'. વિવેકહીન સંગ્રહ અને તેનો ભોગ-ઉપભોગ માનવીને દુર્ગતિ તરફ લઈ જશે, પરંતુ પોતાના સંગ્રહમાં બીજ જરૂરિયાતવાળાનો પણ ભાગ છે અને તેને હિસ્સેદાર બનાવવાની સેવાભાવના, તેને બંધમાંથી મુક્તિ પ્રતિ અવશ્ય લઈ જશે.
ભગવાને માત્ર ગૃહસ્થ જ નહિ, સાધુઓને પણ સેવામાર્ગનું પાલન કરવા જણાવ્યું છે. જે કોઈ સાધુ પોતાના બીમાર અથવા સંકટમાં સપડાયેલા સાથીને છોડીને ચાલ્યા જાય અને તપશ્ચર્યા અને શાસ્ત્ર સ્વાધ્યાય કરવા માંડે તો તે અપરાધી છે. તે સંઘમાં રહેવા પાત્ર નથી. તેને પ્રાયશ્ચિત્ત કરવું પડે છે. સેવા જ એક મોટું તપ છે.
તીર્થંકર નામકર્મ ઉપાર્જનના વીસ બોલમાં ૧૬મો બોલ વૈયાવચ્ચનો છે. ઉત્કૃષ્ટ ભાવે સેવા વૈયાવચ્ચ કરવાથી સ્વયં ભગવાન બની શકાય છે. એટલે જ ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવાને કહ્યું છે,
'वैयावच्चेण तिथ्थयर नामगोतं कम्म निबन्ध'. | ‘વૈયાવચ્ચ ગુણધરાણે નમો નમ:' વૈયાવચ્ચનો ગુણ ધારણ કરનાર અને જીવનમાં ચરિતાર્થ કરનાર વંદનને પાત્ર છે.
બાળક, વૃદ્ધ, ગ્લાન, રોગી, તપસ્વીની વૈયાવચ્ચ સેવાને જૈન તપોમાર્ગમાં ત્રીજા આત્યંતર તારૂપે સ્થાન મળ્યું છે.
વિશ્વની તમામ ધર્મપરંપરાએ સહાનુભૂતિની વાત કહી છે. જ્યારે જૈન ધર્મ ત્યાંથી આગળ વધીને સમાનાભૂતિની વાત કરી છે. સહાનુભૂતિમાં દયા અને અનુકંપા અભિપ્રેત છે, જ્યારે સમાનાભૂતિમાં ગૌરવ અભિપ્રેત છે. અન્યને દુ:ખ કે પીડા
• ૧૧૫
જીગર
સાત્ત્વિક સહચિંતન શિબિર સરકાર ઉત્પન્ન થતાં હું દુઃખી, પીડિત વ્યક્તિ પ્રત્યે સહાનુભૂતિ પાઠવું તે એક વાત, પણ અન્યનાં દુઃખ કે પીડા જોઈ માત્ર દુઃખી ન થાઉં, પરંતુ મને એવા જ પ્રકારનું દુ:ખ થયું છે એવી સહાનુભૂતિ કરું, જેવો મારો આત્મા છે એવો જ સામેની પીડિત વ્યક્તિનો આત્મા છે, આ દુ:ખ મને થઈ રહ્યું છે એવી વેદનાની અનુભૂતિ કરું અને પછી તેની સેવા વૈયાવચ્ચ કરું તો નિજી સંવેદના બની જશે.
તીર્થકરો દીક્ષા પહેલાં વર્ષીદાન દ્વારા પરિગ્રહ વિસર્જન કરે છે તેમાં પણ સેવાની ભાવના અભિપ્રેત છે. આ સંદર્ભે ભગવાન મહાવીર અને ગણધર ગૌતમ વચ્ચે થયેલો એક સંવાદ પ્રેરક છે.
| ‘ગૌતમજે દીન-દુ:ખીની સેવા કરે છે તે શ્રેષ્ઠ છે. મારા ધન્યવાદને પાત્ર છે.'
ગૌતમે જિજ્ઞાસા સ્વરે પૂછ્યું,
‘ભન્ત ! દુઃખીઓની સેવાની અપેક્ષાએ તો આપની સેવા વધુ મહત્ત્વની છે. આપ તો પવિત્ર આત્મા છો, ક્યાં આપ અને ક્યાં સંસારનાં આ પામર પ્રાણીઓ જે પોતાનાં કર્મોનાં ફળ ભોગવી રહ્યાં છે. | ‘ગૌતમ ! મારી સેવા મારી આજ્ઞાનું પાલન કરવામાં છે, એનાથી ઉપર કશું નથી. મારી આજ્ઞા તો દીન-દુ:ખીની સેવા અને પ્રાણીમાત્ર પર દયા રાખવી તે છે અને તે જ મુક્તિનો ખરો માર્ગ છે.'
સાચો સેવક તેના આશ્રિતો માટે કલ્પવૃક્ષ સમાન છે. કલ્પવૃક્ષની છાયામાં ઊભેલ વ્યક્તિ તેની મનવાંછિત ઈચ્છાની તૃપ્તિ કરે છે તેમ સાચો સેવક તેની નિશ્રામાં રહેલ આશ્રિતોની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરે છે.
સમ્રાટ ચંદ્રગુપ્ત, શ્રેણિક, કલિંગ સમ્રાટ ખારવેલ, ગુર્જર નરેશ કુમારપાળે સેવાભાવનું પ્રતિબિંબ ઝીલ્યું. જગડુશા, પેથડશા અને ભામાશા જેવાએ દાન દ્વારા સેવાભાવને ચરિતાર્થ કર્યા અને શ્રમણ પરંપરાના અને જૈન સંસ્કૃતિના સેવાભાવને ઉજાગર કર્યા.
જૈનાચાર્ય વિજયવલ્લભસૂરિ અને ઉપાધ્યાય અમરમુનિ જેવા સંતોએ સેવાભાવની વિશિષ્ટતાનાં દર્શન કરાવ્યાં છે. ૩ મૈયાના આરાધક અને વિશ્વવાત્સલ્યના સંદેશવાહક ક્રાંતિકારી જૈન સંત મુનિ શ્રી સંતબાલજીએ નર્મદાકાંઠે
એક વર્ષ મૌન એકાંતવાસ ગાળ્યો એ સમયે એમને ધાર્મિક અને આધ્યાત્મિક સાધના ઉપરાંત લોકકલ્યાણ માટેની સેવાકીય પ્રવૃત્તિમાં કઈ રીતે સક્રિય થવાય તે
- ૧૧૬
Page #63
--------------------------------------------------------------------------
________________
જોક સાત્ત્વિક સહચિંતન શિબિર
સાત્ત્વિક સહચિંતન બાબત અંગેના ક્રાંતિકારી વિચારો ઉદ્ભવ્યા. મુનિશ્રીએ દર્શાવ્યું કે જૈન સંત તરીકે દીક્ષા લીધા પછી તેઓ એક વિશાળ વિશ્વયોજનાનો ભાગ છે. જૈન સાધુઓએ સમાજસુધારણા કે સેવાકીય કામો ન કરવાં જોઈએ એવી કોઈ મનાઈ ફરમાવવામાં આવી નથી. મુનિશ્રીનું આ વિધાન ભગવાન મહાવીરના જીવન સંદર્ભે વિચારવું રસપ્રદ થઈ પડશે. ભગવાન મહાવીરે પોતાના સંઘમાં શુદ્ર જાતિના લોકોમાંથી મેતાર્યમુનિ અને મુનિ હરિકેશીને દીક્ષિત કરી અસ્પૃશ્યતા નિવારણના વિચારને પુષ્ટિ આપી, પશુબલિ પ્રથાને બંધ કરાવી હિંસા રોકી, ચંદનબાળાને હાથે બાફળા વહોરાવી દાસી પ્રથાની નાબૂદી માટે પ્રેરણા આપી.
- ભગવાને મોરાક ગામના તાંત્રિક અચ્છેદકના પાખંડને ખુલ્લું પાડી લોકોને અંધશ્રદ્ધા અને વહેમની બેડીમાથી મુક્ત કર્યો.
કોશામ્બીની રાણી મૃગાવતીના રૂપ પર મોહિત રાજા ચંદ્રપ્રદ્યોત પાગલ બન્યો ત્યારે ચંદ્રપ્રદ્યોતને ધર્મદેશના સંભળાવી મૃગાવતીને મુક્તિ અપાવી. આ યુદ્ધભૂમિનું સ્થળ અશુચિ, રુધિર અને માંસથી ખરડાયેલું હોવા છતાં ભગવાન ઉગ્ર વિહાર કરી પધાર્યા તે વીરપ્રભુની પ્રબુદ્ધ કરુણા, સામાજિક ચેતનાના વિકાસરનું પ્રેરક બળ બની એક સ્ત્રીના શીલનું રક્ષણ કરે છે.
ભગવાન મહાવીરના જીવનપ્રસંગોમાં જનહિત-સેવાભાવ અને લોકકલ્યાણની ભાવના અભિપ્રેત છે. મહાવીર ધર્મના કણકણમાં માનવતાનું અમૃત છલકાઈ રહ્યું છે.
| મુનિ શ્રી સંતબાલજીએ કહ્યું છે, 'સર્વ ક્ષેત્રમાં રહીએ તોપણ આત્મભાન નવ વિસ્મરીએ.'
મુનિશ્રીની આ પંક્તિમાં સેવાભાવ સહિત બધી પ્રવૃત્તિ કરતાં પણ આત્મજાગૃતિમાં રહેવાની શીખ અભિપ્રેત છે.
જિન શાસનની સાંપ્રત સમસ્યા પરત્વે સહચિંતન
જિન શાસનના સાંપ્રત પ્રવાહમાં કેટલીક સમસ્યા ઉદ્ભવતી હોય છે અને સમયાનુસાર તેનું સમાધાન પણ થતું હોય છે.
જુદાજુદા ધર્મ અને સંપ્રદાયોમાં દીક્ષાત્યાગ, મંદિરો, મઠ, દેરાસર, ઉપાશ્રય, સંઘ કે ટ્રસ્ટના આધિપત્ય માટે ઝઘડા, મારામારી, કોર્ટ-કચેરી અને નાણાંના દુર્થયના ચિંતાપ્રેરક સમાચારો મળે છે.
દેશ-વિદેશના ખ્રિસ્તી પાદરીઓ, બૌદ્ધ સાધુઓ, ભારતના હિંદુ અને જૈનોના વિવિધ સંપ્રદાયના સાધુઓ, સ્વામીનારાયણ અને વૈષ્ણવ સંપ્રદાયના સાધુઓ વગેરેના શિથિલાચારના પ્રસંગો જાણવા મળે છે.
દીક્ષા એટલે માનવસન્તપુંજને ગ્રહણ કરવા સ્વીકૃત અભિમત માટે સમર્પિત થવું. તપત્યાગનાં વ્રત-નિયમો પાળવાનો સંકલ્પ ધરવો કે સંન્યાસ ગ્રહણ કરવો એટલે દીક્ષા પ્રાપ્તિ. ઉત્તમ પ્રકારનાં આચાર, સાધના અને આરાધનાને લીધે જ જૈન દીક્ષાર્થીનું વિશ્વમાં અજોડ સ્થાન છે. આજના વિષમયુગમાં જૈન સંત-સતીજીઓ ભગવાન મહાવીરે દર્શાવેલ માર્ગે શાતાપૂર્વક વિચરી રહ્યાં છે અને વિશ્વકલ્યાણ અને વિશ્વમાંગલ્યનો સંદેશ આપી રહ્યાં છે. દીક્ષા જીવનમાં સ્વ પર કલ્યાણાનો ઉદ્દેશ અભિપ્રેત છે. આ પવિત્ર પરંપરાનાં મૂળ પરમતત્ત્વના અનુસંધાન સાથે જોડાયેલાં છે. દીક્ષા લેનાર દરેક સાચી ભાવનાથી ત્યાગ-વૈરાગ્યની સમજણથી પ્રેરાઈને સંયમ માર્ગે ચાલે છે માટે જ જૈન સાધુઓના ચલિત થવાના પ્રસંગો નહિવત્ જ બને છે.
૧૧૮
૧૧૭ :
Page #64
--------------------------------------------------------------------------
________________
કે સાત્ત્વિક સહચિંતન શિથિલાચારી સંત કે સતીની દેશના કે ઉપદેશનું મૂલ્ય બેંકમાં બંધ કરી દીધેલા ખાતાના ચેક જેટલું પણ નથી. જ્ઞાનીઓએ સ્વછંદી સાધુને ઝાંઝવાના જળ બદબાદ થતા કાગડા સાથે સરખાવ્યો છે. સ્વચ્છંદાચારીની વાંઝણી ક્રિયાઓ નિષ્ફળતાને વરે છે. જો મુનિત્વ ડચકાં લેતું હોય તો શ્વાવકતત્ત્વની શી વલે થાય ? આવા સંજોગોમાં અમ્માપિયા જેવાં મહાજનો, ઠરેલ બુદ્ધિના ધર્મનિષ્ઠ શ્રાવકોએ ગીતાર્થ ગુરભગવંતોના માર્ગદર્શન હેઠળ શિથિલાચારીને ચારિત્ર્યમાં સ્થિર કરવાનો પુરુષાર્થ કરવો પડે.
જિન શાસનમાં જ્યારે શિથિલાચારના પ્રસંગો બને ત્યારે શ્રાવક-શ્રાવિકા, મહાજન, સંસ્થા કે સંઘ અને પત્રકારોની ભૂમિકાના વિશે સહચિંતન કરવું અનિવાર્ય બને છે.
તીર્થંકર પરમાત્માએ તીર્થની સ્થાપના કરી જેમાં સાધુ-સાધ્વી-શ્રાવક અને શ્રાવિકા એ સંઘનાં ચાર અવિભાજ્ય અંગો છે. શ્રાવકધર્મ કે સાધુધર્મ બન્નેનું અંતિમ એય તો મોક્ષ જ છે. સાધુધર્મ ટૂંકો અને કઠિન માર્ગ છે, જ્યારે શ્રાવકધર્મ સરળ અને લાંબો માર્ગ છે. ગણધર ભગવંતોએ સૂત્રસિદ્ધાંતની રચના કરી આચાર્યભગવંતોએ આચારસંહિતા બતાવી. સાધુઓ માટે ‘સમાચારી અને શ્રાવકોએ પાળવાના નિયમો તે ‘શ્રાવકાચાર', 'સમાચારી’ અને ‘શ્રાવકાચાર’ તે મારા સંસારમાં મીઠા જળનું મોટું સરોવર છે. હંસવૃત્તિવાળાનું સરોવર તરફ આકર્ષણ હોય, કાગવૃત્તિ ખાબોચિયા તરફ ખેંચાય.
- સાધુજીની સમાચારી અંગે નિર્ણય લેવા આપણે અધિકારી નથી. દાર્શનિક સંદર્ભમાં તપાસીએ તો શાસ્ત્રોક્ત આચારસંહિતાના મૂળ સૂત્રસિદ્ધાંતો ત્રણે કાળમાં એક જ હોય, કારણકે તે સર્વજ્ઞભગવંતો દ્વારા રચાયેલા હોય તેથી કાળના પ્રવાહમાં તે કદી બદલાય નહિ. છતાં મૂળભૂત સિદ્ધાંતોમાં લેશમાત્ર પરિવર્તન કર્યા વિના ગીતાર્થ આચાર્યો શાસ્ત્રાનુસાર પરિવર્તન અંગે નિર્ણય લઈ શકે.
જૈન ધર્મનો સંયમમાર્ગ અતિકઠિન છે. અનેક પરિષદો સહીને ઉપસર્ગો સામે ઝઝૂમતાં સંત-સતીજીઓ ચારિત્રયાત્રામાં આગળ ધપે છે. પંચમહાવ્રતધારી સાધુસંતો પણ આપણા જેવા માનવ છે. આપણે સૌ છવસ્થ છીએ. ક્યારેક પ્રમાદ કે કર્મોદયને કારણે, માનવસહજ મર્યાદાને કારણે આચારપાલનમાં શિથિલતા આવવા સંભવ છે. આવી શિથિલતા કે સ્વચ્છંદીપણા વિશે જ્યારે સાંભળીએ ત્યારે આંખ આડા કાન ન કરાય, મૌન પણ ન સેવાય અને વગર વિચાર્યે જાહેરમાં હોબાળો પણ ન કરાય. શિષ્યોના શિથિલાચાર કે સ્વચ્છંદાચારના નિયમનની જવાબદારી ઘણું કરીને તો જે તે
૧૧૯
જીવન જીવી સાત્ત્વિક સહચિંતન શિબિર ગચ્છ કે સંપ્રદાયના આચાર્ય ગુરભગવંતો જ નિભાવે છે. જો સંતાનો ભૂલ કરે તો પરિવારના વડીલો તેને એકાંતમાં શિક્ષા આપી ચેતવણી આપી સાન ઠેકાણે લાવે છે તેમ મહાજન કે મહાસંઘો પરિસ્થિતિ પ્રમાણે પગલાં લે છે અને ગુરુભગવંત પ્રાયશ્ચિત્ત પણ આપે છે.
ઈર્ષા, પૂર્વગ્રહ, તેજોદ્વેષ, ગેરસમજ અને વિકૃતિને કારણે ઘણી વાર ખોટા આરોપો ઘડવામાં આવતા હોય છે. શિથિલાચાર કે સ્વચ્છંદાચારના વિવિધ પ્રસંગોમાં સત્યાસત્યનું અન્વેષણ કે સંશોધન બહુ જ મુશ્કેલ કાર્ય છે, જેથી જાણતા કે અજાણતા સાધુની અવહેલના કે નિંદાની પ્રવૃત્તિથી બચવા જાગૃતિ અને વિવેકની ખૂબ જ આવશ્યકતા ગણાય. ભોળા, શ્રદ્ધાળુ અને યુવા વર્ગ ખૂબ જ સંવેદનશીલ હોય છે. આવા સમયે પ્રચાર માધ્યમો દ્વારા વહેતા થયેલા વિકૃત કે અર્ધસત્ય અહેવાલો શ્રદ્ધાળુ વર્ગને ઠેસ પહોંચાડશે અને યુવા વર્ગને ધર્મવિમુખ કરશે. આવી પ્રવૃત્તિ ધર્મ શાસનની હિલના કે કુસેવા જ ગણાય.
શ્રાવક-શ્રાવિકાને “શ્રાવકાચાર" શું છે તેની પૂરી જાણકારી હોય એટલું જ નહિ, પરંતુ તે “શ્રાવકાચાર''નું પાલન કરે અને સાધુજીની સમાચારીની જાણકારી રાખે તો કેટલાય દોષોથી બચી શકાય.
દા. ત. એકાંતમાં સાધુજીને સ્ત્રી ન મળી શકે અને એકાંતમાં સાધ્વીજીને પુરુષ ન મળી શકે. સૂર્યાસ્ત પછી સ્ત્રી સાધુજીનાં દર્શન માટે ન જઈ શકે અને પુરુષ સાધ્વીજીનાં દર્શને ન જઈ શકે. ગોચરી-વિહાર આદિના નિયમોની જાણકારી શ્રાવકશ્રાવિકાએ રાખવી જોઈએ. ઉપરાંત જ્યાં સાધુ-સાધ્વીજીઓ બિરાજતાં હોય તેવા ભવન કે ધર્મસ્થાનક કે દેરાસરમાં બરડા, કુર્તી, જિન્સ, સ્લીવલેસ જેવાં ટૂંકાં કે ચુસ્ત વસ્ત્રો પહેરવાં ન જાઈએ. ઉદ્ભટ વેષનો ત્યાગ અને વિવેકપૂર્ણ શરીરનાં અંગઉપાંગો ઢાકે તેવું વસ્ત્રપરિધાન શ્રાવકાચારમાં અભિપ્રેત છે.
ભગવાન મહાવીરે ઉત્તરાધ્યયન સૂત્રના ૧૯ભા અધ્યયનમાં કહ્યું છે કે, “સંયમનું પાલન રેતીના કોળિયા જેવું નીરસ છે તેમ જ સંયમને માર્ગે ચાલવું એટલે ખાંડાની ધાર પર ચાલવા સમાન છે." સંયમનો માર્ગ એટલે તપ્ત સહરાના રણમાં ચાલવા કરતાં કઠિન માર્ગ છે, પરંતુ વીતરાગમાર્ગનો શ્રદ્ધાળુ સાધક સહરાના રણ જેવા દુષ્કર સંયમજીવનમાં દ્વીપકલ્પરૂપ આનંદની અનુભૂતિ કરી શકે છે.
શ્રાવક-શ્રાવિકા માટે શ્રાવકાચારનું પાલન અને સંઘો, મહાસંઘો જેવી મહાજન સંસ્થાની જાગૃતિ અને વિવેક, શાસન પર આવતી વિપત્તિને ટાળી શકે. આને માટે
૧૨૦
Page #65
--------------------------------------------------------------------------
________________
સાત્ત્વિક સહચિંતન આપણે મહાસંઘો અને મહાજન સંસ્થા જેવાં સંગઠનોને ખૂબ જ મજબૂત બનાવવા જોઈએ. આપણાં સાધુ-સાધ્વીજીઓ શ્રમણ સંસ્કૃતિની ધરોહર છે. આપણી પાસે સાધુસંપદા અલ્પ છે. જિન શાસનની આ અમૂલ્ય સંપદાને સાચવવી એ આપણી ફરજ છે.
સંયમપંથમાં સાધુતાની પગદંડી પર વિહરતા સંતોનું જીવન દિવ્ય હોય છે. મતિની નિર્મળતા અને સાધનાના પરિણામરૂપે સંતોના જીવનમાં સહજભાવે લબ્ધિ થતી હોય છે.
જૈન દર્શન ચમત્કારમાં માનતું નથી. સાધુજીની સમાચારી પ્રમાણે સંતસતીજીઓને લબ્ધિપ્રયોગ પ્રદર્શનનો નિષેધ છે. સ્વસુખ કે લોકપ્રિયતા માટે સંતો કદી આવા પ્રયોગો કરતા નથી.
ભૌતિક સુખની ઝંખના કરતી આ દુનિયામાં તન-મનના દુઃખીઓનો કોઈ પાર નથી. શારીરિક રોગ, માનસિક રોગ, પ્રેમમાં નિષ્ફળતા, ડિપ્રેશન, તાણ, હતાશા, ધંધામાં મુકેલી, સંતાનની આશા, વહેમ, દરિદ્રતા, વળગાડ, ધન અને પદ માટે લાલચ વગેરે કામનાવાળો લોકપ્રવાહ સતત સંત-સતીજીઓ પાસે આવતો હોય છે. તેઓની અપેક્ષા સંત પાસેથી દોરા, ધાગા, તંત્ર, માદળિયાં અને ચિત્ર-વિચિત્ર વિધિઓ દ્વારા પોતાનું કામ પાર પાડવાની હોય છે.
સાંસારિક દુઃખો દૂર કરવા, ભૌતિક સુખો મેળવવા અને ક્ષુલ્લક કારણોસર ગુરુ પાસે લબ્ધિપ્રયોગ કરવા વિનંતી કરવી તે “શ્રાવકાચારથી તદ્દન વિપરીત છે.
આજે પણ કેટલાય સંતોના જીવનમાં વચનસિદ્ધિ અને અન્ય લબ્ધિ પ્રગટેલી હોય છે. સંતો પોતાની સાધનાના પરિપાકરૂપે પ્રગટેલી સહજલબ્ધિનો પ્રયોગ વિનાકારણ ન જ કરી શકે. ચતુર્વિધ સંઘની પ્રતિષ્ઠા સાચવવા, શીલની રક્ષા કે કટોકટી સમયે સંઘ અને ધર્મપ્રભાવના ટકાવવા, તપસ્વી, તીર્થ અને ધર્મની રક્ષાના અર્થે છેલ્લા ઉપાય તરીકે અનિવાર્ય સંજોગોમાં માત્ર કરુણાબુદ્ધિથી આ પ્રયોગ કરે છે.
જો શિષ્યનું આમાં જરા પણ ખેંચાણ હોય તો ગીતાર્થ ગ્રુભગવંત એને ચેતવે છે. “ચમત્કારનો માર્ગ તો સંસાર વધારવાનો અને આત્માને ખોવાનો માર્ગ છે. એમાં તો આપણા અંતરઆત્માનો અવાજ સંધાય અને દુનિયા છેતરાય એ વળી પાંચ જાંબુ માટે હીરાના સોદા જેવો ખોટનો ધંધો થયો કહેવાય.”
ઈતિહાસનાં પૃષ્ઠો તપાસતાં જણાયું છે કે લબ્ધિપ્રયોગને કારણે કેટલાક સંતો પર શિથિલાચારના આરોપ અને આક્ષેપ થયા છે.
૧૨૧
અરજી સાત્ત્વિક સહચિંતન શિબિર
ચતુર્વિધ સંઘ અને જિન શાસનનું હિત જૈન પત્રકારને હૈયે વસેલું હોય. પત્રકારને શ્રાવકાચાર પ્રત્યેની સભાનતા અને સાધુજીની સમાચારી પ્રત્યે પૂર્ણ જાણકારી હોવી જોઈએ. શિથિલાચારીને ચારિત્ર્યમાં સ્થિર કરવાની ભાવના હોવી જોઈએ. ધર્મ શાસનની હિલના થાય તેવા લેખો કે સમાચારો તે ક્યારેય પોતાનાં પુત્ર કે પત્રિકામાં પ્રગટ કરે નહિ. ઉતાવળે અને વિવેકબુદ્ધિ વગર સત્યાસત્યનું અન્વેષણ કર્યા વિના ચેનલમાં સમાચારો ટેલિકાસ્ટ કરવા તે ઘોર અપરાધનું કારણ છે. જિન શાસનની ગરિમા જળવાય તે રીતે વર્તમાન સમસ્યાઓ, તિથિ કે તીર્થની ચર્ચાનું સમ્યફ વિશ્લેષણ કરે. ( પત્રકાર હંમેશાં પીળા પત્રકારત્વ-Yellow Journalismથી દૂર રહે. લાલચરહિત, સ્થાપિત હિતોના દબાણ હેઠળ આવ્યા વિના તટસ્થબુદ્ધિથી Activist- એક્ટિવિસ્ટ જર્નાલિસ્ટ, કર્મશીલ પત્રકાર હોય.
પત્રકાર લોકમત કેળવનાર લોકશિક્ષક છે. જ્યારે અર્ધસત્ય અને વિકૃત અહેવાલો કે સમાચારોથી સમાજ વિક્ષબ્ધ બને, શાસનમાં કટોકટી સર્જાય, ભોળા શ્રદ્ધાળુ કે યુવા વર્ગની ધર્મ પ્રતિ શ્રદ્ધા ડગમગે ત્યારે જૈન પત્રકાર ધીર-ગંભીર બની ડહોળાયેલા નીરને નિર્મળ કરે. સુનામીનાં પ્રચંડ મોજાંને સરોવર જેવું શાંત કરે અને શ્રદ્ધાને પુનઃસ્થાપિત કરવાનો સમ્યક્ પુરુષાર્થ કરી શ્રમણ સંસકૃતિની અસ્મિતાને ઉજાગર કરવાનો પુરુષાર્થ કરે.
જૈન ધાર્મિક શિક્ષણ બોર્ડ, મેજિક ટચ કે લૂક ઍન્ડ લર્ન જેવાં સેન્ટરો દ્વારા બાળકોને નાની વયથી જૈન ધર્મનું શિક્ષણ આપવામાં આવે, યુવાનોને સાત્વિક વિકલ્પ પૂરો પાડી ધર્મ અને સેવાકીય પ્રવૃત્તિમાં એલર્ટ યંગ ગ્રુપ, વીર સૈનિક કે અહમ યુવા સેવા ગ્રુપ જેવી પ્રવૃત્તિમાં જોડવામાં આવે, ઘરઘર અને જનજન સુધી ભગવાન મહાવીરના ઉપદેશગ્રંથો “આગમ’ પહોંચાડવામાં આવે અને ગુરઆજ્ઞાથી તેનો સ્વાધ્યાય કરવામાં આવે. ચતુર્વિધ સંઘને જોડતી મજબૂત કડીરૂપ ધર્મપ્રચારક, ધર્મપ્રભાવક, સમણ-સમણી શ્રેણી કે સુવ્રત સમુદાયને જિન શાસનમાં નક્કર સ્થાન આપવાથી આવી સમસ્યાઓ નહિવત્ ઉદભવશે.
અમુક સંપ્રદાયની જેમ ગીતાર્થ ગુરુભગવંતની નિશ્રામાં, પ્રતિવર્ષ દરેક સંપ્રદાય - કિા કે ગચ્છ દ્વારા ચતુર્વિધ સંઘનું “મર્યાદા મહોત્સવ અને અનુમોદના સમારોહ”નું આયોજન થવું જોઈએ. આ મહોત્સવમાં વીતેલા વર્ષ દરમિયાન બનેલી ઘટનાઓ અને પ્રસંગો પર કેટલુંક વિહંગાવલોકન, કેટલીક મહત્ત્વની બાબતો પર ચિંતન કે ગંભીર ચર્ચા કરવામાં આવે.
* ૧૨૨ -
Page #66
--------------------------------------------------------------------------
________________
સાત્ત્વિક સહચિંતન
દોષો થયા હોય ત્યાં પ્રાયશ્ચિત્ત આપવામાં આવે અને ઉત્કૃષ્ટ સુંદર કાર્યો થયાં હોય તેની અનુમોદના કરી પારિતોષિક-ઈનામ પણ અપાય. આને કારણે ભૂલો કે દોષોનું પુનરાવર્તન ટળશે અને સુષુતોને ઉત્તેજન મળશે. મર્યાદા મહોત્સવ એ આંતરનિરીક્ષણનો અવસર આપે છે.
જિન શાસનમાં ઊભા થયેલ કોઈ પણ વિષયની કટોકટી વખતે શ્રાવક-શ્રાવિકામહાજન અને પત્રકારની ખૂબ જ જવાબદાર અને વિશિષ્ટ ભૂમિકા છે જે તેણે ખૂબ જ નિષ્ઠાથી નિભાવવી જોઈએ.
જૈન ધર્મના દરેક સંપ્રદાય કે ફ્રિકાએ સંઘશ્રેષ્ઠીઓ અને ગુરુભગવંતોને વિશ્વાસમાં લઈ અને ધર્મના જાણકાર શ્રેષ્ઠીવર્યો અને વિવિધ ક્ષેત્રોનાં પ્રતિભાશાળી ઉત્તમ શ્રાવકો અને શ્રાવિકાઓની નિષ્પક્ષ સ્વાયત્ત સ્વતંત્ર બોડીની રચના કરવી જોઈએ જે સર્વમાન્ય હોય. સત્તા, સંપત્તિ, સિદ્ધાંત કે શિથિલાચાર જેવી બાબતોમાં મતભેદ, ઝઘડો ઉદ્ભવે અને કટોકટી સર્જાય ત્યારે લવાદી કે આર્બીટ્રેશનનું કામ કરી આનો ઉકેલ અને સમાધાન લાવી શકે તો ધર્મક્ષેત્રમાં પોલીસ, કોર્ટ, પ્રચારમાધ્યમો, પત્રકારો વગેરે પરિબળોને નિવારી શકાય. ધર્મના વાતાવરણને દૂષિત થતું અટકાવી શકાય.
દેવ, ગુરુ, ધર્મમાં શ્રદ્ધા રાખી આપણે સૌ શ્રાવકાચારના સમ્યક્ આચરણ દ્વારા જિન શાસનની પવિત્ર જ્યોતને ઝળહળતી રાખીએ.
૧૨૩
૨૮
* સાત્ત્વિક સહચિંતન
સૂક્ષ્મ હિંસાનાં સ્વરૂપ :
લોહી ન પડે તેવી હિંસાથી બચીએ
લોહીને હિંસા સાથે સંબંધ છે. સામાન્ય રીતે હિંસક પ્રવૃત્તિમાં આપણને લોહી દેખાય છે, પરંતુ આ તો સ્થૂળ હિંસાની વાત થઈ. કેટલીક હિંસક પ્રવૃત્તિઓ એવી હોય છે કે જે હિંસા દ્વારા લોહી વહેતું નથી છતાં એ પ્રવૃત્તિ તીવ્ર અને ઘાતક હોય છે.
વિશ્વાસઘાત, કોઈનાં ગુપ્ત રહસ્યોને વિવેકહીન રીતે ઉઘાડાં પાડવાં, ધ્રાસકો પડે તેવું બોલવું કે સમાચાર આપવા, શોષણ અને અન્યાય દ્વારા પરિગ્રહની પ્રવૃત્તિ પણ હિંસા છે.
વિચારાનાં વિકૃત અર્થઘટન અને અભિવ્યક્તિ દ્વારા આપણે હિંસક બની અનેકાંતના હત્યારા બનીએ છીએ. આકરી, શુષ્ક, અશક્ય અને કાલ્પનિક વાતો દ્વારા યુવાનોને ધર્મવિમુખ બનાવવાની હિંસાથી બચીએ.
અપરિગ્રહના એકાંતિક આગ્રહથી હું કદાચ કટ્ટર દિગંબર બની શકું. અહિંસાના એકાંતિક આગ્રહથી હું કદાચ કટ્ટર સ્થાનકવાસી બની શકું. જીવદયા અને હિંસાના વૈચારિક અનુબંધથી હું કદાચ કટ્ટર તેરાપંથી બની શકું. જિનપૂજામાં આરંભસમારંભની વિવેકહીન અનિવાર્યતા મને કદાચ કટ્ટર મૂર્તિપૂજક બનાવી દે. કટ્ટરતામાં ધર્મઝનૂન અભિપ્રેત છે. ધર્મ એ અમૃત છે, પણ ઝનૂન એ વિષ છે. એ વિષથી આપણે બચવાનું છે. વિવેકપૂર્વક વિચારીશું તો અહીં અનેકાંત વિચારધારા આપણને
૧૨૪
Page #67
--------------------------------------------------------------------------
________________
જોક સાત્ત્વિક સહચિંતન શિબિર
જેમાં સાત્ત્વિક સહચિંતન બચાવી શકે. એકાંત યિાવાદ કે એકાંત જ્ઞાનવાદ મોક્ષ તરફ જવાના માર્ગે નહીં લઈ જઈ શકે. જ્ઞાનની આંખ અને ક્રિયાની પાંખ દ્વારા જ આતમપંખી ઊર્ધ્વગમન કરી શકે.
મારી વિચારધારા, દૃઢ માન્યતા અને આગ્રહને કારણે હું ત્યાગમાર્ગમાં પણ શાંતિ મેળવી શકું નહીં. કામરાગ અને સ્નેહરાગથી છૂટવું હજી સહેલું છે, પણ દૃષ્ટિરાગથી મુક્ત થવું કઠિન છે.
દૃષ્ટિરાગથી પરાધીન એવા મને મારી દયા આવે છે. દયા-ધર્મના જ્ઞાતાઓએ કહ્યું છે કે, પહેલાં સ્વદયા પછી પર દયા. સ્વદયા એટલે પોતાનાં જ્ઞાન, શાંતિ, આનંદ અને સમત્વના ભાવપ્રાણ હમણવા ન દેવા તે. અહીં પળેપળે ભયંકર ભાવમરણથી આત્મરક્ષણની વાત અભિપ્રેત છે. પોતાના ભાવપ્રાણ હણાય તેવી પ્રવૃત્તિ સ્વહિંસા છે, જ્યારે બીજાના ભાવપ્રાણ હણાય તેવી પ્રવૃત્તિ પરહિંસા છે.
સાધનામાર્ગે આગળ વધતો સાધક વિવેક અને જયણા દ્વારા લોહી વહે તેવી સ્થળ હિંસા તો સહજ નિવારી શકે, પરંતુ અહીં આગળ વધીને સૂક્ષ્મ અહિંસાનું ચિંતન કરવાનું છે. લોહી ન વહે તેવી હિંસાથી બચવાનો પુરુષાર્થ સાધકનો સમ્યક પુરુષાર્થ છે અને ભગવાન મહાવીરે ચિંધેલ અનેકાંત વિચારધારાનું આચરણ જ તેમાં સહાયક બની શકે.
સાધર્મિક ભક્તિ જિન શાસનની ઉત્કૃષ્ટ પ્રભાવના
પૂર્વાચાર્યોએ ‘જિન શાસનમાં સાધર્મિક ભક્તિનું ઉત્કૃષ્ટ સ્થાન છે' એ વાત સમયે સમયે કહી છે. વળી શ્રાવકનાં કર્તવ્યોમાં સાધર્મિક ભક્તિને એક અગત્યનું અંગ ગયું છે.
ભગવાન મહાવીરની વાણી, જિન આગમ શ્રી ભગવતી સૂત્રના સોળમા શતકના બીજા ઉદશકમાં સાધર્મિકનું કથન અવગ્રહના સંદર્ભે જોવા મળે છે. સમાન ધર્મનું, એક જ ધર્મનું આચરણ કરનાર સહધર્મિકો, તે સાધર્મિક છે. તેથી એક રીતે જોઈએ તો સાધર્મિક ભક્તિ તે જિન શાસનની પ્રભાવના જ છે. આવા પ્રકારનું કાર્ય કરનાર અને લાભ લેનાર બન્નેની ધર્મમાં શ્રદ્ધા બળવત્તર બને છે.
પૂર્વાચાર્યો આચરણ દ્વારા સાધર્મિક ભક્તિની પ્રેરણા કરતાં તે ઘટનાઓ જૈન ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંક્તિ છે.
- શાકંભરી નગરીમાં ધનાશાહ નામે શ્રાવક રહેતા હતા. નામ ધનાશાહ, પણ ધનનું નામનિશાન ન મળે. તેમની સ્ત્રી રેંટિયો કાંતે, સૂતર કાઢે અને ધનાશાહ તેનું કાપડ વણાવી વેચે. આમ કરી પતિ-પત્ની પોતાનું ગુજરાન ચલાવતાં હતાં. એક વખત ધનાશાહે પોતાના માટે જ સૂતર કંતાવી તેમાંથી ચોફાળ વણાવ્યો, જેથી શિયાળામાં ઓઢવા કામ આવે.
એક દિવસ શાકંભરી નગરીમાં મહારાજા કુમારપાળના ગુરુ પૂ. શ્રી હેમચંદ્રાચાર્ય પધાર્યા. એમને મન તો શ્રીમંત અને રંક સો સમાન હતા. આવા મહાન આચાર્ય પોતાની નગરીમાં પધારતાં ધનાશાહને ખૂબ ભાવ આવ્યો એટલે તેમણે સૂઝતો આહાર વહોરાવ્યો
: ૧૨૬
૧૨૫
Page #68
--------------------------------------------------------------------------
________________
કે સાત્ત્વિક સહચિંતન અને પેલો ચોફાળ પણ વહોરાવી દીધો. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે તેને ગ્રહણ કર્યો.
કેટલાક દિવસ પછી શ્રી હેમચંદ્રાચાર્ય પાટણ પધાર્યા. ત્યાં તેમનું ભવ્ય સ્વાગત થયું. સામૈયાની શોભાયાત્રામાં મહારાજ પોતે પણ સામેલ હતા. શ્રી હેમચંદ્રાચાર્યનો ચોફાળ જોઈ રાજાએ કહ્યું, “ભગવાન, આપ તો મારા ગુરુ ગણાવ, આપ જે આવા જાડા ચોળ જેવાં કપડાં પહેરો તે જોઈ મને શરમ આવે છે.'
શ્રી હેમચંદ્રાચાર્યે માર્મિક જવાબ આપ્યો, ‘હા, બીજી રીતે પણ તમે શરમના અધિકારી તો છો જ.'
રાજાએ આશ્ચર્યસહ પૂછ્યું, ‘ગુરુદેવ ! બીજી રીતે એટલે ?''
શ્રી હેમચંદ્રાચાર્યે કહ્યું, ‘જો ભાઈ, અમને મુનિઓને શું ? અમને અલ્પ, બહુમૂલ્યવાન, જાડાં અને જીર્ણ વસ્ત્રો પણ શોભે, પણ તમે તો રાજા છો, તમારા જ રાજ્યમાં સાધર્મિક ગરીબ અને કંગાળ હાલમાં રહે તે શરમજનક કહેવાય કે નહીં ?' રાજા મર્મ પામી ગયા.
આચરણને કારણે આ ઉપદેશની એવી અસર થઈ કે કુમારપાળે સાધર્મિક ભક્તિ પાછળ દર વર્ષે એક કરોડ સોનામહોર ખર્ચવાનો નિર્ણય કર્યો અને આ રીતે સતત ૧૪ વર્ષમાં ચૌદ કરોડ સોનામહોરોનો સદ્વ્યય કર્યો. ઇતિહાસમાં કુમારપાળે સાધર્મિક વાત્સલ્યમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું.
ભગવતી સૂત્રના બારમા શતકના પહેલા ઉદ્દેશકમાં શંખ પોલીની વાત આવે છે, જે અવારનવાર સમૂહભોજન યોજતો. હાલ ગુરુભગવંતો પર્યુષણનાં કર્તવ્યોમાં શ્રાવકો માટેનું એક કર્તવ્ય સ્વામીવાત્સલ્ય ગણાવે છે, જેમાં સાધર્મિકોની સમૂહભોજન દ્વારા ભક્તિ કરવાની વાત અભિપ્રેત છે.
જૈન કથાનુયોગમાં તામલી તાપસના ચરિત્રમાં સંન્યાસ વખતે તે બહુ જ મોટા પાયા પર સમૂહભોજનનું આયોજન કરે છે. વર્તમાને દીક્ષા મહોત્સવ પ્રસંગે સ્વામીવાત્સલ્યનું જે આયોજન થાય છે તે સાધર્મિક ભક્તિ જ છે.
માનવસર્જિત કે કુદરતી આફતો વખતે કરાતી સાધર્મિક ભક્તિ મૂલ્યવાન છે. કપરા સમયે કહેવાય છે કે જગડુશા શેઠે લાડવા બનાવડાવ્યા. એ લાડવાની અંદર સોનુંરૂપે મૂક્તા. કોઈની સામે હાથ લંબાવી શકતાં ન હતાં અને ભૂખે મરવાનો વારો આવતો હતો એવાં કુટુંબો ઘણાં હતાં. દરરોજ વહેલી પરોઢે જગડુશા ખુદ જાતે જઈ જરૂરિયાતવાળાં, આબરૂદાર એવાં કુટુંબોમાં લાડવાની પ્રભાવના કરતા. આ લાડવા ‘જગડુશાના લપિંડ'ના નામે પ્રસિદ્ધ થયા.
છોકરા સાત્વિક સહચિંતન શિબિર વર્ષો પહેલાં પાટણમાં હજારો જૈન કુટુંબો વસવાટ કરતાં. આજીવિકા કે આરોગ્ય કે કોઈ અગમ્ય કારણસર કોઈ જૈન કુટુંબને પોતાનું વતન છોડી પાટણ વસવાટ કરવા આવવું હોય તો પાટણના પ્રત્યેક સમૃદ્ધ ટુંબ તેને એકએક સોનામહોરની મદદ કરતા. હજાર સોનામહોરથી તે માણસ ઘર અને ધંધા-વ્યવસાયમાં સ્થિર થઈ શકતો. થોડાં વર્ષોમાં સદ્ધર થઈને ફરી તે સમાજને આ મદદની રકમ પરત કરતો. આમ સેંકડો ઢુંબોને સ્થિર વસવાટ કરવામાં સહાય થતી સાધર્મિક ભક્તિનો આ અનન્ય દાખલો છે.
વ્યવહાર સમક્તિના ૬૭ બોલમાં દસ પ્રકારના વિનયમાં એક સાધર્મિક વિનય કહ્યો છે, જે સાધર્મિક ભક્તિનો એક પ્રકાર છે. ઔપપાતિક સૂત્રમાં દસ પ્રકારની વૈયાવચ્ચમાં સાધર્મિકની વૈયાવચ્ચને સ્થાન આપ્યું છે જે સાધર્મિક ભક્તિ જ છે. - બાવીસમા તીર્થંકર નેમિનાથના શાસનમાં કૃષ્ણ પરમાત્માએ જાહેર કરેલ છે, જે પરિવારમાંથી તેનું સંતાન ભગવતી દીક્ષા અંગીકાર કરી સંયમ પંથે જાય તેનાં માતાપિતા અને પરિવારની જરૂરિયાત પ્રમાણે હું ભરણપોષણની વ્યવસ્થા કરીશ. આ પ્રકારની સાધર્મિક ભક્તિ જિન શાસનની ઉત્કૃષ્ટ પ્રભાવના કહેવાય.
જૈન કથાનુયોગમાં તો ઠેરઠર સાધર્મિક ભક્તિનાં જ્વલંત ઉદાહરણ જોવા મળે છે. હવે વર્તમાન પરિસ્થિતિના સંદર્ભ સાધર્મિક ભક્તિનું વિશ્લેષણ જરૂરી છે.
મોટાં શહેર અને મધ્યમ કક્ષાનાં શહેરોમાં સાધર્મિકોને યોગ્ય જગ્યાએ આવાસની વ્યવસ્થા ખૂબ મુશ્કેલ બની છે. સાધર્મિકો માટે ધર્મસ્થાનકો સહિતની કૉલોની-સોસાયટીમાં રાહતના દરે આવાસ મળે તેવી વ્યવસ્થા જરૂરી છે.
જૈનોનું માતબર ડોનેશન કેળવણી ક્ષેત્રે છે. અન્ય ટ્રસ્ટો ચલાવતી કૉલેજોમાં જૈનોનાં સંતાનોના ઍડમિશન માટે કૅપિટેશન ફી પેટે જૈનો કરોડો રૂપિયા પ્રતિવર્ષ ખર્ચે છે, તો જૈનાના ટ્રસ્ટ દ્વારા જ આવી કૉલેજો અને ગુરફળની સ્થાપના જરૂરી છે.
મોટાં શહેરોમાં વયસ્કો માટે ટિફિન અને ભોજનાલયોની વ્યવસ્થા રાહતના અલ્પ દરે કરવી જરૂરી છે. હૉસ્પિટલ, ડાયગ્નોસીસ સેન્ટર, આયુર્વેદ અને કુદરતી ઉપચાર કેન્દ્રો દ્વારા નિર્દોષ ચિકિત્સા અને ઉપચાર વાજબી દરે સાધર્મિકોને અને નિઃશુલ્ક સંત-સતીજીઓને મળે તે જરૂરી છે. સત્ત્વશીલ, સાધર્મિક પ્રતિભાવંતને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ રાસભા, લોકસભા અને વિધાનસભામાં ચૂંટીને મોકલવાથી શાસન અને સાધર્મિકોનો ઉત્કર્ષ થશે.
જૈન સોશિયલ ગ્રુપ અને જૈન જાગૃતિ સેન્ટર્સ ઉચ્ચ અભ્યાસ, તબીબી સહાય અને સ્વરોજગાર માટે કાર્ય કરે છે તે અનુમોદનીય છે, પરંતુ અનેક ટ્રસ્ટો કરી શકે તે
૧૨૮
૧૨૭
Page #69
--------------------------------------------------------------------------
________________
જોક સાત્ત્વિક સહચિંતન શિબિર
તપશ્ચર્યા અવગુણોનું ઔષધ
તપતત્ત્વ વિચાર
કે સાત્ત્વિક સહચિંતન ખૂબ જ જરૂરી છે.
સિનિયર સિટિઝન સાધર્મિકો માટે નિવૃત્તિ નિવાસ કે વાત્સલ્યધામોનું સર્જન કરવું જોઈએ, જેથી તે અમુક સમય ત્યાં રહીને અધ્યાત્મ સાધના અને સંસ્થા કે સમાજને ઉપયોગી કાર્યો તેની ક્ષમતા પ્રમાણે કરી શકે તે પણ સાધર્મિક ભક્તિનો એક પ્રકાર છે.
ઉદ્યોગપતિ કે વેપારીઓએ પોતાની પેઢીમાં જેનોને પ્રાયોરિટીમાં નોકરી આપવા પ્રયત્ન કરવો જરૂરી છે. આપણા વેપારમાં ખરીદ-વેચાણમાં જૈન પાર્ટીન પ્રાયોરિટી આપવી જોઈએ. નાના સાધર્મિક વેપારીને સહાય કરવી. જૈનોમાં આગમયુગથી આ પ્રથા અસ્તિત્વમાં છે. ઉપાસક દશાંગ સૂત્રના પ્રથમ અધ્યયનથી છઠ્ઠી ગાથામાં આનંદ શ્રાવકના ચરિત્રના વિવેચનના રસપ્રદ અંશો.
આનંદ શ્રાવક પોતાની સંપત્તિનો દ્વિગુણા લાભ માટે પ્રયોગ કરતો હતો, અર્થાત્ જરૂરિયાતમંદને દાન આપતો અને વ્યાપારાદિકમાં સહાયક બનતો હતો. આ રીતે તે સાધર્મિકોને સહાયક બનતો હતો. આ રીતે તે શાહુકારી પ્રવૃત્તિ કરતો હતો. આ અધ્યયનની આઠમી ગાથામાં જણાવ્યું છે કે તે વૈભવશાળી, શ્રેષ્ઠી તેમ જ નાનાનાના વેપારીઓને સાથે લઈને વેપાર કરનારો સાર્થવાહ હતો.
જરૂરિયાતવાળા સાધર્મિક પરિવારોને મત અનાજ-મીઠાઈ અને થોડી રકમ તબીબી કે કેળવણી સહાય માટે આપી સંતોષ માની લેવાથી સાધર્મિકોનું દળદર ફીટતું નથી. તેને પગભર કરવાની યોજનાની જરૂર છે.
જૈનોનાં ટ્રસ્થના અબજો રૂપિયા બેંકોમાં થાપણરૂપે પડયા છે જે બંકો કતલખાનાં, માંસનિયંત, હિંસક અને કર્માદાનના ધંધાર્થીઓને લોનરૂપે આપે છે. તેની આવકમાંથી બેંક જૈન ટ્રસ્ટોને ૮ ટકા વ્યાજ આપે તે આવકમાંથી આપણે ધર્મનાં સાત ક્ષેત્રોમાં વાપરીએ છીએ, આપણી સાધનશુદ્ધિ ગઈ-પાપના ભાગીદાર બન્યા.
જો ટ્રસ્ટોના પૈસા તબીબી, શિક્ષણ અને ઘર બનાવવામાં રોકવામાં આવે ને તેનું સાધર્મિકો પાસેથી વાજબી વળતર-વ્યાજ લેવામાં આવે તો તે ટ્રસ્ટની આવક પણ જળવાશે અને સાધનશુદ્ધિ જળવાશે અને સાધર્મિકોનું કલ્યાણ થશે.
દરેક સ્ટેટમાં જૈનોને પોતાની બેંક હોય અને ટ્રસ્ટો આવાં નાણાં તે બેંકો દ્વારા રોકે તો રોકાણને યોગ્ય સાચી દિશા મળી શકે. આ બેંકો દ્વારા સાધર્મિકોને સ્વરોજગાર માટે સરળતાથી લોન પણ આપી શકાય.
ગીતાર્થ ગુરભગવંતોના માર્ગદર્શન હેઠળ આપણે સૌ સાંપ્રત પ્રવાહને ઓળખી સાધર્મિકોના ઉત્કર્ષની યોજના બનાવી, જિન શાસનની શ્રમણ સંસ્કૃતિનું રક્ષણ અને સંવર્ધન કરીએ.
• ૧૨૯ ૧
આચાર્યભગવંતો અને શાસ્ત્રકાર પરામર્શીઓએ જૈન દર્શનમાં તપતત્ત્વની વિચારણા ખૂબ જ ઊંડાણ તેમ જ વિસ્તારપૂર્વક કરી છે.
ઉપાધ્યાય યશોવિજયજીએ કહ્યું છે કે, બાહ્ય અને આત્યંતર તપ એકબીજાનાં પૂરક છે. લોકસંજ્ઞા કે લોકપ્રવાહમાં તણાઈને તપની ઉપેક્ષા કરવી તે સુખશીલતા નહીં, પણ અજ્ઞાન દશા છે. આંતરવિશુદ્ધિ માટે આવ્યંતર તપની જરૂર છે, પરંતુ આત્યંતર તપમાં સુદઢ થવા માટે બાહ્ય તપની જરૂર છે.
તપ એ અશાતના વેદનીય કર્મનો ઉદય નથી. સ્વેચ્છાએ કષ્ટ સહન કરી કર્મનિર્જરા કરવાની સાધના છે. તપશ્ચર્યામાં અંતરંગ આનંદની અખંડિત ધારા વહે છે.
તપ તોફાની દેહરૂપ ઘોડાને કહ્યાગરો બનાવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આહારસંશાનો ત્યાગ વધુ કઠિન છે. માસક્ષમણની ઘોર તપસ્યા કરી શકતા આત્માઓ પારણાને દિવસે આહાર સંજ્ઞાની સંપૂર્ણ શરણાગતિ લેતા પ્રાયઃ જોવા મળે છે. વસ્તુતઃ આહારનો ત્યાગ, આહારની સંજ્ઞાનો ત્યાગ અણાહારીપદની પ્રાપ્તિ માટે જ કરવાનો છે. તપસ્યા પછી આ સંજ્ઞા પાતળી ન પડે તો આપણી તપસ્યા સફળ થઈ ગણાય નહીં.
ધ્યાન (મનનું) અને કાયોત્સર્ગ (મનાદિ ત્રણેય) ઉત્તરોત્તર ચડિયાતાં તપો છે. તેમના દ્વારા સમાધિસ્થ બનાય છે. વિપશ્યના અને પ્રેક્ષાધ્યાન પદ્ધતિનાં શિક્ષણ-પ્રચાર-પ્રસાર વધ્યાં છે. અધિકારી
• ૧૩૦
Page #70
--------------------------------------------------------------------------
________________
જો જો સાત્ત્વિક સહચિંતન સિક ઇન્દ્રિયોનું દમન એ ભલે તપ હોય, પણ એ બાહ્ય તપ છે, આત્યંતર તપ નહિ. આત્યંતર અને આધ્યાત્મિક તપ તો બીજું જ છે અને આત્મશુદ્ધિ સાથે એને અનિવાર્ય સંબંધ છે. ભગવાન મહાવીરે નિગ્રંથ પરંપરામાં પહેલેથી પ્રચલિત શુષ્ક દેહદમનમાં સુધારો કર્યો, ત્યાં બીજી તરફ શ્રમણ પરંપરાઓમાં પ્રચલિત જુદીજુદી જાતનાં દેહદમનોને પણ અપૂર્ણ તપ કે મિથ્યા તપ તરીકે ઓળખાવ્યાં. તેથી એમ કહી શકાય કે તપોમાર્ગમાં દેવાધિદેવ મહાવીરનું વિશિષ્ટ અર્પણ છે અને તે એ કે કેવળ શરીર અને ઇન્દ્રિયોના દમનમાં સમાઈ જતા તપ શબ્દના અર્થને એમણે આધ્યાત્મિક શુદ્ધિના બંધાય ઉપાયો સુધી વિસ્તૃત કર્યો. એટલા માટે જૈન આગમોમાં ઠેરઠેર આત્યંતર અને બાહ્ય, એમ બન્ને પ્રકારનાં તપોનો નિર્દેશ સાથોસાથ મળે છે. બદ્ધ તપની પૂર્વે પરંપરાનો ત્યાગ કરીને ધ્યાન સમાધિની પરંપરા પર જ વધારે ભાર આપ્યો હતો. તેમણે બાહ્ય તપનો પક્ષ લીધો નથી. જ્યારે ભગવાન મહાવીરે બાહ્ય તપમાં આંતરદૃષ્ટિ ઉમેરી એને અંતર્મુખ બનાવ્યું.
સરનાં મોક્ષસાધનાનાં વચનો તે પણ પરમાર્થ. તપસ્યા લૌકિક માટે નહિ, | ઈહલૌકિક કે પરલૌકિક હેતુ માટે પણ નહિ, પરંતુ માત્ર કર્મનિર્જરા અર્થે છે.
જોગિક કે સાત્ત્વિક સહચિંતન શિબિર યોજાઈ યોગ્ય વ્યક્તિના માર્ગદર્શન દ્વારા આ સાધનાપદ્ધતિ ઉપકારક નીવડી શકે છે.
ભાવપૂર્ણ ક્રિયા અને જ્ઞાનનો સમન્વય જૈન ધર્મ આચાર ધર્મ છે. યુગપુરુષ શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું છે કે, જ્ઞાન અને ક્રિયા બન્ને હોય ત્યારે જ મોક્ષપ્રાપ્તિ થાય છે.
અંતરમાં ત્યાગ વિરાગ ન હોય તો જ્ઞાન પ્રાપ્ત થતું નથી. ભોગવિલાસમાં સુખશીલ જીવન ગુજારે અને એમ કહેવું કે આ બધી મુદ્દગલની ક્રિયા છે, આત્માને તેનો કોઈ સ્પર્શ થતો જ નથી, તો તે ખોટી આત્મવંચના છે. ત્યાગ અને વૈરાગ્ય આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ છે. એટલા માટે જ મુનિધર્મ વિકટ છે. ગૃહરથોને પણ અણુવ્રતોથી સંયમ અને તપના માર્ગે જવાનું કહ્યું છે.
ભગવાન મહાવીર તીર્થંકર નામકર્મ બાંધીને જનમ્યા, છતાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ પહેલાં સાડા બાર વર્ષની ઘોર તપસ્યા કરવી પડી. અસહ્ય પરીષહો અને ઘોર ઉપસર્ગો સહન કરવા પડ્યા. ઇન્દ્ર અને દેવો બચાવ કરવા આવ્યા ત્યારે તેમને કહ્યું કે તમારી મદદ-સહાય નહીં સ્વીકારું, કારણકે મારા કર્મો મારે જ ખપાવવાં પડશે.
માત્ર નિશ્ચયની વાતો કરી સવ્યવહારને લોપે અને સાધન (ત્યાગ, વૈરાગ્ય, ત૫) તજી દે તે ઉચિત નથી. નિશ્ચય વાણીના મહાન ગ્રંથ સમયસારનો સંદર્ભ આપી જીવનમાંથી ધાર્મિક ક્રિયા, આધ્યાત્મિક અનુષ્ઠાનો (તપ)નો ભેદ ઉડાડી દેવો તે પરમાગમનું સન્માન નથી. આત્માર્થી આવું કદી ન કરે. તે તો વ્યવહાર અને નિશ્ચયનો સમન્વય જુએ.
તપ વિના વાસના કષાયો પાતળા પડતા નથી, તેથી દેહાધ્યાસ (દહની આસક્તિ) છૂટતો નથી. દેહાધ્યાસ ન છૂટે ત્યાં સુધી આત્મજ્ઞાન થતું નથી. આ આંતરયુદ્ધ નિરંતર ચાલે છે. આત્માના સ્વરૂપની માત્ર વાતો કરવાથી આત્મજ્ઞાન થતું નથી. તેમણે ત્યાગ, વૈરાગ્યની સમક્તિ સાધના પર ભાર મૂક્યો છે.
સાચી સમજણથી જ્ઞાનયુક્ત અને ભાવનાસભર તપ જ કર્મનિર્જરાનું કારણ બની શકે છે. અજ્ઞાનીનાં લાખો વર્ષનાં તપ કરતાં જ્ઞાનીના એક શ્વસોચ્છવાસ જેટલી તક્રિયા વધુ કર્મનિર્જરા કરે છે.
પંડિત સુખલાલજીએ તપની વિશેષતાનું નિરીક્ષણ ઊંડાણથી કર્યું છે. તેમના મતે બુદ્ધની જેમ મહાવીર પણ કેવળ દેહદમનને જીવનનું ધ્યેય ગણતા ન હતા, કારણકે આવાં અનેક તપ કરનારાઓને તાપસ કે મિથ્યા તપ કરનારા કહ્યા છે. ભગવાન મહાવીરે પરંપરાથી ચાલ્યાં આવતાં સ્થળ તપનો સંબંધ આધ્યાત્મિક શુદ્ધિ સાથે અનિવાર્યપણે જોડી દીધો અને કહી દીધું કે બધી જાતના કાયાકલેશ, ઉપવાસ વગેરેથી શરીર અને
૧૩૧
- ૧૩ર :*
Page #71
--------------------------------------------------------------------------
________________
જ
સાત્ત્વિક સહચિંતન
જો જો
સાત્ત્વિક સહચિંતન સિક
૩૧
મુનિ શ્રી સંતબાલજીના જીવનમાં સેવાભાવનું દર્શન
કાનદણ મુનિ શ્રી સંતબાલજીએ જૈન ધર્મના પરિઘમાં રહી સેવાભાવને ઉજાગર કર્યો. તેમણે ચીધલાં જનકલ્યાણ અને ધર્મમાર્ગ આજે પણ અનેક સંસ્થાઓ અને વ્યક્તિ માટે આદર્શ પ્રેરણારૂપ બની રહ્યાં છે.
વિશ્વવાત્સલ્યના આરાધક મુનિ શ્રી સંતબાલજીનો ઈ.સ. ૧૯૩૬નો પૂરા એક વર્ષનો સમય નર્મદા નદીના કાંઠે મૌન એકાંતવાસસહ સાધનાકાળનો હતો. આ સમય દરમિયાન તેમણે બધા ધર્મોનો અભ્યાસ ક્ય.
વિશેષમાં ધાર્મિક અને આધ્યાત્મિક સાધના ઉપરાંત સંતને સામાજિક બાબતો અંગે શું કરવું, લોકકલ્યાણ માટેની પ્રવૃત્તિઓમાં કેવી રીતે સક્રિય થવું વગેરે બાબતોના સંપૂર્ણ ક્રાંતિકારક વિચારો ઉદ્ભવ્યા. આ એકાંતમાં સત્યની અને સ્વની શોધમાં તેમને વિશિષ્ટ આધ્યાત્મિક અનુભવો સાંપડે છે. આ અંગે વધુમાં યશવંત શુકલે નોંધ્યું છે કે, “દિવ્યપ્રકાશની અનુભૂતિને તેઓ વિશિષ્ટ, અલૌકિક ચમત્કારરૂપે ધરાવતા નથી, પણ વિશ્વમાં વ્યાપ્ત સત્યની એક ઝલક તરીકે પ્રમાણે છે.” સંતબાલ નવા અવતારે આવે છે. એક વર્ષની આ મૌન તપશ્ચર્યા જગતના અન્ય વ્યાપક ધર્મોનાં તત્ત્વ સાથે સંધાન કરાવે છે, તો સત્ય એ જ બધા આચારોનું પ્રેરકતત્ત્વ બની રહેવું જોઈએ એ શ્રદ્ધામાં જઈને મન કરે છે. જે ગાંધીનો, ટૉસ્ટોયનો, રામકૃષ્ણ પરમહંસનો, સ્વામી વિવેકાનંદનો ધર્માનુભવ છે તેને મળતો પૂ. સંતબાલજીનો આ ધર્માનુભવ છે.
સંતબાલજીને વ્યાપક ધર્મના આ પરિપ્રેક્ષ્યમાં જ ઓળખવા રહ્યા.'
મૌનના અનુભવ પછી મહારાજશ્રીએ જે બાહ્યાચારો હતા તે છોડી દીધા. કોઈ પણ શાકાહારી મનુષ્યને ઘરેથી ભિક્ષા ગ્રહણ, મનુષ્યમાત્રની તાત્ત્વિક સમાનતા વિશે આગ્રહ, પ્રામાણિક પરિશ્રમ, સ્ત્રીઓ માટે આદર અને સમાજસેવા, સંતબાલજીના એક વર્ષના મૌનના આ ચિંતનફળ જીરવવાને રૂઢ ધર્મસમાજ તૈયાર નહોતો. ગુરુ નાનચંદ્રજી મહારાજનું એને આંતરિક અનુમોદન ખરું, પરંતુ એ વ્યવહારનિપુણ ધર્મપુરપ અદીઠ પરિવર્તનના ઉપાસક હતા એટલે સંતબાલજીના અરૂઢ નિશ્ચયોને જાહેરમાં તાળી આપવાને એ તૈયાર નહોતા. રોષે ભરાયેલા ધર્મસમાજને શાંત પાડવા ગુરુએ શિષ્યને શિષ્યત્વમાંથી જાહેર રીતે રદ કર્યો એ સંતબાલજીના જીવનની દારુણ અવસ્થાનો પ્રસંગ હતો.
ગુરુ નાનચંદ્રજીએ બાહ્ય દૃષ્ટિએ અસ્વીકાર ભલે કર્યો હોય, પણ અંતરથી શિષ્યને એમની અનુમોદના છે અને શિષ્ય તો ગુર કર્યા તે ક્ય જ ! ગુને પાકી પ્રતીતિ થઈ કે શિષ્ય વિશ્વધર્મને માર્ગે છે, પણ એ લોકાચારના માર્ગે નથી, એટલે વ્યવહારદષ્ટિએ સંબંધના છેડા છોડવા પડે છે.
માત્ર આટલેથી અટકી જવું એટલે અર્ધસત્યનું અનુમોદન કરવા જેવું થાય. અર્ધસત્ય વિકૃતિનું પ્રતિનિધિત્વ કરે છે. કોઈ પણ ઘટનાનું એકાંગી અર્થઘટન અસત્ય કરતાંય વધુ ખતરનાક છે, જે મહાન સંતની અશાતના કરે છે.
અહીં ગુરનું પગલું માત્ર વ્યવહારધર્મ નિભાવની પ્રતિક્રિયારૂપ છે. ગુરજી પર દબાણ લાવવામાં આવતા, નાછૂટકે તેમને આ પગલું ભરવું પડે છે. જાહેર નિવેદન અને જાહેર લોકસેવાનાં કાર્યોને લીધે તેઓ સંપ્રદાયથી અલગ થયા, પરંતુ સાધુવેશ ન છોડયો અને પોતાના ગુરુદેવ સાથે ભાવદષ્ટિએ સંબંધ રહ્યો એટલે જ અંતિમ સમય સુધી સંબંધ સાચવ્યો. પોતાના ગુરુની અંતિમ માંદગીમાં સંતબાલજી એમની સેવામાં છેલ્લા છએક માસ જેટલો સમય રહેલા. ગુરુની જન્મશતાબ્દી ઉજવણી પ્રસંગે મુંબઈના ધર્મપ્રેમીઓએ તેમના આ શિષ્યને આગ્રહ કરી ગુરુશતાબ્દી ઉજવણીમાં પધારવા વિનંતી કરેલ.
સંતબાલજી પર ગુરુદેવ શ્રી નાનચંદ્રજી મહારાજની પણ એટલી કૃપાદૃષ્ટિ ઊતરી કે તેઓએ ભાલનળકાંઠા વિસ્તારમાં પોતાની વિહારયાત્રા ગોઠવી હતી. તેમણે સંતબાલજીની પ્રવૃત્તિ નજરે નિહાળી અને અંત સમયે પરમસંતોષ લઈને ગયા હતા.
પોતાનો શિષ્ય જેન પરંપરાને આધુનિક યુગના વિચારના અનુસંધાન દ્વારા આગળ ધપાવશે એવી પ્રતીતિ થઈ તેથી જ ગુરુદેવ કવિવર્ય શ્રી નાનચંદ્રજી મહારાજે કહેલ કે ‘સંતબાલ જૈન સાધુ નહીં, જગતસાધુ છે.' ગુર કોઈ શિષ્ય માટે તે વિશ્વસંત છે, આવા ઉચ્ચારણ કરે તે શિષ્ય માટે ઉત્કૃષ્ટ ઉપલબ્ધિ, પદવી કે સંપદા કરતાં ઓછું ન ગણાય.
૧૩૪
* ૧૩૩
Page #72
--------------------------------------------------------------------------
________________
સાત્ત્વિક સહચિંતન
જૈન સંઘો અને શ્રેષ્ઠીઓને અંતે પ્રતીતિ થઈ કે આ સંતનાં જીવન અને વિચારને સમજવામાં કંઇક ગેરસમજ થઈ રહી છે...અને અંતે ગેરસમજનાં વાદળાં વીખરાઈ ગયાં અને સમજણનો સૂરજ ઊગ્યો.
અંતે ઘાટકોપર હિંગવાલા ઉપાશ્રયમાં પૂ. સંતબાલજીનું ભવ્ય ચાતુર્માસ કરાવ્યું. જૈન શ્રેષ્ઠી ભાણજીબાપાએ ભિલાઈમાં ચાતુર્માસ કરાવ્યું, જ્યાં સર્વધર્મ સમન્વય
અને ઉપાસનાનાં કાર્યો થયાં.
૭ જૈન શ્રેષ્ઠી શ્રી કામાણી અને અન્ય જૈન આગેવાનોએ કોલકાતા પધારવા વિનંતી કરી જ્યાં મુનિશ્રી પ્રેરિત પશુબલી વધુ નિષિદ્ધ સમિતિ દ્વારા ઐતિહાસક કામગીરી થઈ.
• મુનિ શ્રી સંતબાલજીના જીવનકાળ દરિમયાન તેમણે કરેલાં જનહિતનાં કાર્યો પર એક ષ્ટિપાત કરીએ તો તેમની મહાનતાનાં દર્શન થયાં વગર રહે નહીં.
ભાલનળકાંઠા પ્રાયોગિક સંઘ ઉપરાંત વિધવાત્સલ્ય પ્રાયોગિક સંઘ દ્વારા મુંબઈમાં માતૃસમાજ અને ચીંચણના મહાવીર નગર કેન્દ્ર દ્વારા અનેક જનહિતનાં કાર્યોના પ્રેરક
બન્યા.
લોકઘડતર માટે ‘વિશ્વવાત્સલ્ય’ પાક્ષિક ૧૯૪૭થી શરૂ કર્યું. “અભિનવ રામાયણ’”, “અભિનવ મહાભારત'' અને જૈન દષ્ટિએ ‘‘ગીતા દર્શન’’ ગ્રંથનાં સર્જનોએ મુનિશ્રીને લોકહૃદયમાં પ્રતિષ્ઠા આપી. જાણે મુનિશ્રી ઉત્કૃષ્ટ લોકશિક્ષકની ભૂમિકામાં રહ્યા અને પૂ. સંતબાલજીની વિવિધલક્ષી પ્રવૃત્તિમાં આપણા રાષ્ટ્રના જાણીતા સંતો પૂ. રવિશંકર મહારાજ, મુનિ નેમિચંદજી, પૂ. માનવમુનિ, પૂ. જનકવિજયજી અને પૂ. જ્ઞાનચંદ્રજી આદિ સંતોનો સહકાર મળ્યો.
મુનિશ્રી ન્યાયને પુષ્ટિ કરતાં આંદોલનો, શુદ્ધિપ્રયોગો અને સમાજમાં નૈતિક હિંમતને પ્રબળ કરવાના સમ્યક્ પુરુષાર્થના પ્રેરક હતા.
સુધારણાના કાર્યક્રમો અને આંદોલનોના અડાબીડ જંગલ વચ્ચે પણ મુનિશ્રી ‘ઉત્તરાધ્યયન સૂત્ર’, ‘ધર્માનુબંધી વિશ્વદર્શન’ અને ‘આચારાંગ સૂત્ર’ની વિવેચના લખી અધ્યાત્મનું નંદનવન સર્જતા હતા. મુનિ શ્રી સંતબાલજી સ્વ-પર સાધના માટે ખૂબ જ જાગૃત હતા. પ્રત્યેક સાધક સાથે એકાત્માતાનો અનુભવ કરતાં તેઓના નીચેના શબ્દો
પ્રત્યેક સાધકને પોતાના બનાવી દે છે.
“સાધકોનો વિકાસ મારો પ્રમોદ છે, સાધકોનું સૂક્ષ્મ પતન પણ મારું આંસુડું છે.'' મુનિશ્રીએ સાધકોને લખેલા પત્રો : વિશ્વચેતના સાથે અનુસંધાન આ પત્રો વાંચતાં મુનિશ્રીમાં ગુરુપદમાં લોકોત્તર પ્રતિષ્ઠાનું ચિંતન કરનાર આત્મસ્થ સંતનાં દર્શન થાય છે. ૐ મૈયાના આરાધક અને વિશ્વવાત્સલ્યના સંદેશવાહક મુનિ શ્રી સંતબાલજીના
૧૩૫
સાત્ત્વિક સહચિંતન
જીવનમાં નિશ્ચય અને વ્યવહારનો અદ્ભુત સમન્વય જોવા મળે છે.
મુનિશ્રીએ દર્શાવ્યું હતું કે જૈન સંત તરીકે દીક્ષા લીધા પછી તેઓ એક વિશાળ વિશ્વયોજનાઓનો ભાગ છે. જૈન સાધુએ સમાજની સુધારણા માટે કામ ન કરવું જોઈએ એવું નથી. આવાં કામ માટે કોઈ મનાઈ ફરમાવવામાં આવી નથી. મુનિશ્રીનું આ વિધાન ભગવાન મહાવીરના જીવન સંદર્ભે વિચારવું રસપ્રદ થઈ પડશે. ભગવાન મહાવીરે પોતાના સંઘમાં શુદ્ધ જાતિના લોકોમાંથી મેતાર્યમુનિ અને મુનિ હરિકેશીને દીક્ષિત કરી અસ્પૃશ્યતા નિવારણના વિચારને પુષ્ટિ આપી પશુબલી પ્રથાને બંધ કરાવી, હિંસા રોકી, ચંદનબાળાના હાથે બાકુળા વહોરાવી દાસીપ્રથાની નાબૂદી માટે પ્રેરણા કરી.
ભગવાને મોરાક ગામના તાંત્રિક અછંદકનાં પાખંડને ખુલ્લાં પાડીને લોકોને અંધશ્રદ્ધા અને વહેમની બેડીમાંથી મુક્ત કર્યા.
કૌશામ્બીની રાણી મૃગાવતીના રૂપ પર મોહિત રાજા ચંદ્રપ્રદ્યોતને ધર્મદેશના સંભળાવી મૃગાવતીને મુક્તિ અપાવી. આ યુદ્ધભૂમિમાંનું સ્થળ અશુચિ, રૂધિર અને માંસથી ખરડાયેલું હોવા છતાં ભગવાન ઉગ્ર વિહાર કરી પધાર્યા તે મહાવીરની પ્રબુદ્ધ કરુણા, સામાજિક ચેતનાના વિકાસનું પ્રેરકબળ બની એક સ્ત્રીના શીલનું રક્ષણ કરે છે.
ભગવાન મહાવીરના જીવનપ્રસંગોમાં જનહિત અને લોકકલ્યાણની ભાવના અભિપ્રેત છે. મહાવીર ધર્મના કણકણમાં માનવતાનું અમૃત છલકાઈ રહ્યું છે. મુનિ શ્રી સંતબાલજી આવા અમૃતપ્યાલાના પુરસ્કર્તા હતા.
સંત તો સંસારની બળબળતી બપોરમાં ચંદન જેવી શીતળતા આપે છે.
જૈન દર્શનમાં “સ્વ-પર-કલ્યાણ''ની વાત આવે છે. મારા કલ્યાણ સાથે વિશ્વકલ્યાણનો વિચાર આ ખ્યાલમાં અભિપ્રેત છે.
શ્રમણ સંસ્કૃતિના વિશિષ્ટ પૂર્વાચાર્યે પૂ. હેમચંદ્રાચાર્ય, પૂ. વિજયવલ્લભસૂરિ, પૂ. અમરમુનિ અને મુનિ શ્રી સંતબાલજી જેવાઓ આ દિશામાં કાર્ય કરી જૈન ધર્મના સેવાભાવને
ઉજાગર કર્યો છે.
આચાર્ય આનંદઋષિ, સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુ, આચાર્ય તુલસીએ લોકકલ્યાણની પ્રેરણા કરે, સમયના સાંપ્રત પ્રવાહમાં આચાર્ય ચંદ્રશેખર મ.સા.એ વીર સૈનિક તપોવન સંસ્કારધામ, પૂ. હેમરત્ન વિજયજીના શિષ્યોએ એલર્ટ યંગ ગ્રુપ, યુગ દિવાકર પૂ. નમ્રમુનિ મ.સા. ‘અહંમ યુવા ગ્રુપ’ને, પૂ. નયપદ્મસાગરજી ‘છતો’ દ્વારા જનહિતનાં કાર્યો માટે
પ્રેરે છે.
ઘાટકોપર હિંગવાલા ઉપાશ્રયમાં ભારતના પૂર્વ વડા પ્રધાન સ્વ. મોરારજી દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયેલી શ્રદ્ધાંજલિ સભામાં જૈન ચિંતક ચીમનલાલ ચકુભાઈ શાહ સહિત અને સંઘપતિઓ અને શ્રેષ્ઠીવર્યોએ મુનિ શ્રી સંતબાલજીનો ગુણાનુવાદ કરી શ્રદ્ધાંજલિ આપી હતી.
૧૩૬
Page #73
--------------------------------------------------------------------------
________________
૩૨
* સાત્ત્વિક સહચિંતન
ચતુર્વિધ સંઘને જોડતી સુવ્રતી સમુદાય શ્રેણી
જૈન સંતોની જીવનચર્યાનો પ્રભાવ જનસમૂહ પર પડે અને તે અહિંસાધર્મ અપનાવે તે જિન શાસનની વિશિષ્ટતા છે, કારણકે જૈન ધર્મ આચારપ્રધાન છે.
સાંપ્રત જીવનપ્રવાહમાં આર્થિક, ભૌગોલિક, સામાજિક અને રાષ્ટ્રીય પરિસ્થિતિ બદલાઈ છે. જૈનો દેશ-વિદેશમાં ચોતરફ વસવાટ કરી રહ્યા છે. સાધુજીની સમાચારી અને સંયમજીવનની મર્યાદાને કારણે સંતો બધી જગાએ જવા અસમર્થ હોય છે. જ્યાં જૈનાનાં થોડાંઘણાં કુટુંબોનો વસવાટ હોય, પરંતુ વિહારની વિકટતાને કારણે દૂર કે દુર્ગમ સ્થળોએ જૈન સંત-સતીજીઓ જઈ ન શકે અને આવું લાંબો સમય ચાલે તો જૈન પરિવારોને વારસામાં મળેલ સંસ્કાર નવી પેઢીમાં ન ઊતરે, શ્રાવકાચાર લુપ્ત થઈ જાય અને અન્ય ધર્મગુરુ કે ધર્મસ્થળનું આલંબન મળતાં નવી પેઢી જિનકથિત અહિંસાધર્મથી વંચિત રહી જાય. આવા કારણે સાંપ્રત પરિસ્થિતિમાં જૈન ધર્મપ્રચારક કે પ્રવર્તકની જરૂરિયાત ઊભી થઈ છે.
તાજેતરમાં પર્યુષણ પર્વ પર અમેરિકાની યાત્રાએ જવાનું બન્યું, જ્યાં હ્યુસ્ટનમાં તેરાપંથ જૈન સંપ્રદાય પ્રેરિત જૈન વિશ્વભારતી સંસ્થાની મુલાકાતે જવાનું થયું, જ્યાં આચાર્યશ્રી મહાશ્રમણનાં સુશિષ્યા પૂ. સમણી અક્ષપ્રજ્ઞાજી અને પૂ. સમણી વિનયપ્રજ્ઞાજીના પાવન સાન્નિધ્યે “સમણ-સમણી શ્રેણી એક વિશિષ્ટ વ્યવસ્થા'' વિષયે સંગોષ્ઠીમાં સહભાગી થવાનો લાભ મળ્યો.
અહીંના જૈન વિશ્વભારતના આ વિશાળ સંકુલનું સંચાલન બન્ને સમણીજીઓ
.૧૩૭.
* સાત્ત્વિક સહચિંતન
સુચારુ રીતે કરી રહેલ છે. આ સંકુલમાં મેડિટેશન માટે પિરામિડ હૉલ, જૈન મંદિર, ગ્રંથાલય, જૈન પાઠશાળા, અતિથિનિવાસ, સંતનિવાસ, ભોજનાલય વગેરે વિવિધ વિભાગો આવેલા છે. અહીં યોજાય છે પરિવસંવાદ, ધ્યાન, પ્રવચનો, ગીત-સંગીતના નાટક વગેરે. જૈન ધર્મ અને ભારતીય સંસ્કૃતિને લગતા કાર્યક્રમોમાં જૈનોના તમામ ફ્રિકાનાં શ્રાવક-શ્રાવિકાઓ તથા અન્ય ભારતીય અને વિદેશી જૈનેતરો પણ ઉલ્લાસભેર લાભ લે છે.
તેરાપંથની સમણ-સમણી શ્રેણીની પરંપરા રસપ્રદ છે.
સ્વપ્નદષ્ટા આચાર્ય તુલસીએ, ભગવાન મહાવીરે પ્રરૂપેલ ધર્મના પ્રચાર માટે દેશ અને વિદેશમાં ધર્મપ્રવર્તક તરીકે કાર્ય કરી શકે તે માટે સાધુ અને શ્રાવક વચ્ચે જોડતી કડીરૂપ સમણ શ્રેણીની કલ્પના કરી.
વિ. સં. ૨૦૩૭, કાતરક સુદ બીજ, તા. ૯-૧૧-૧૯૮૦ના આચાર્ય તુલસીના જન્મદિને છ મુમુક્ષુ બહેનોને દીક્ષા દઈ સમણ શ્રેણીની વિધિવત્ શરૂઆત કરી.
શ્રાવકશ્રેષ્ઠી છોગમલજી ચોપડાના પ્રચંડ પુરુષાર્થ અને આચાર્યશ્રીના આશીર્વાદથી સ્થપાયેલ ‘“પારમાર્થિક શિક્ષણ સંસ્થા લાડનુ''માં સમણ શ્રેણીમાં દીક્ષા લેનારને સંયમજીવનની તાલીમ આપવામાં આવે છે. જૈન દર્શન, અન્ય દર્શનો, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, પ્રાકૃત અને આધુનિક શિક્ષણનો પાંચ વર્ષ સુધી અભ્યાસ કરાવવામાં આવે છે.
દીક્ષા બે પ્રકારની હોય છે. એક મહાવ્રત દીક્ષા જેમાં સાધુ-સાધ્વીજી સંપૂર્ણ પંમહાવ્રતનું પાલન કરે છે.
વીરમણ દીક્ષા-સમણી દીક્ષા એટલે વ્રતદીક્ષામાં સમણ-સમણીજીઓએ નિયમ પ્રમાણે વ્રતો પાળવાનાં હોય છે. અહિંસા
સત્ય
અચૌર્ય બ્રહ્મચર્ય પરિગ્રહ
-
-
આંશિક છૂટ
પૂર્ણ પાલન પૂર્ણ પાલન
પૂર્ણ પાલન આંશિક છૂટ
સમણ-સમણીજીએ વર્ષમાં બે વાર કેશલંચન કરવાનું હોય છે. રાત્રિભોજન ત્યાગ અને શ્વેત વસ્ત્ર પરિધાન કરવાનાં હોય છે.
.૧૩૮
Page #74
--------------------------------------------------------------------------
________________
અને સાત્ત્વિક સહચિંતન
શિબિર
કારક સાત્ત્વિક સહચિંતન
આહાર : સમણીજી નિમિત્તે બનાવેલો આહાર ખપે. વિહાર : જરૂરિયાત મુજબ વાહનનો ઉપયોગ કરી શકાય. નિહાર : ટૉઈલેટ, બાથરૂમ, રેસ્ટરૂમ કે શૌચાલયનો ઉપયોગ કરી શકાય.
સંદેશવ્યવહારનાં સાધનો ટેલિફોન - ઇન્ટરનેટ, કૉપ્યુટર અને માઈકનો ઉપયોગ કરી શકાય.
૧૯૮૦થી અત્યાર સુધીમાં ૧૮૪ દીક્ષા થઈ, જેમાંથી ૮૦ સાધ્વી થયા એટલે એમણે સમણી થયા પછી પંચમહાવ્રતની પાકી પૂર્ણ દીક્ષા લીધી. ૧૦૨ સમણીઓ અને બે સમણની જવાબદારી “તુલસી અધ્યાત્મ નિગમ" સુંદર રીતે સંભાળી રહેલ છે.
સમણના સૂચિતાર્થો - સમણ : સમતાની સાધના શ્રમણ : શ્રમની સાધના ખમણ : શાંતિની સાધના
એવા અર્થગાંભીર્યને વરેલા આ સાધકો એક જ ગુના પ્રભાવશાળી નેતૃત્વ હેઠળ ગુરઆજ્ઞાથી સંપૂર્ણ સમર્પણભાવ સાથે ધર્મપ્રચાર અને વ્યવસ્થાનું કાર્ય સફળ રીતે પાર પાડી રહ્યા છે.
સાધુ-સાધ્વીજી મહાવ્રત, શ્રાવક-શ્રાવિકા અણુવ્રત અને સમણ-સમણીજી સુવ્રતનું પાલન કરે છે.
મધાકાલીન જૈન સાહિત્યમાં “વિદ્યાપુત્રો"નો ઉલ્લેખ છે જે શાસન પ્રભાવનાનું કાર્ય કરતા હતા.
તાજેતરમાં સ્થાનકવાસી સંપ્રદાયના શ્રી જયમલ જૈન શ્રાવક સંઘ દ્વારા સમણ-સમણી શ્રેણી શરૂ કરવામાં આવી છે. આજથી લગભગ ૨૦૦થી વધુ વર્ષ પહેલાં એકાવતારી મોટી સાધુવંદનાના સર્જક આચાર્ય શ્રી જયમલજી મહારાજે ભિક્ષુ-ભિક્ષણી દીક્ષાના રૂપમાં આવી પરંપરા શરૂ કરવાની પ્રેરણા કરી હતી.
આચાર્યસમ્રાટ જયજન્મત્રિશતાબ્દી વર્ષના ઉપલક્ષમાં જયગચ્છીય શ્રી આચાર્ય પૂ. શુભચંદ્રજી મ.સા. તથા ઉપાધ્યાય પૂ. પાર્ધચંદ્રજી મ.સા.ની સ્વીકૃતિ સાથે પૂ. ડૉ. પદ્મચંદ્રજી મ.સાહેબે અખિલ ભારતીય શ્વેતાંબર સ્થાનકવાસી જયમલ જૈન શ્રાવક સંઘ દ્વારા શ્રીમતી વસંતાજ મહેતા અને સુશ્રી દીપ્તિજી મહેતાને સમણી દીક્ષા પ્રદાન કરી આ પવિત્ર પરંપરાને પ્રવાહિત કરી જે શ્રાવક-શ્રાવિકા વૃંદને સાધુસમાજ
૧૩૯
સાથે જોડતી મજબૂત કડીરૂપ બની રહેશે.
જયમલ સંઘ દ્વારા અપાતા આ સમણી દીક્ષાના સ્વરૂપની રૂપરેખા : ૦ આ દીક્ષા સાધનાના પ્રશિક્ષણરૂપ છે.
૦ આગળ વધતા પરિપક્વ બની પૂર્ણરૂપે સાધુ દીક્ષા દ્વારા સંયમ અંગીકાર કરી શકશે.
૦ આ શ્રેણીના આચરણ દ્વારા અહિંસા ધર્મનો પ્રચાર, જિન શાસનની પ્રભાવના અને વૈયાવચ્ચ દ્વારા તીર્થંકર ગોત્રનું ઉપાર્જન કરી શકાય.
• પંચ મહાવ્રતમાં પ્રવેશવાનું પ્રાથમિક સોપાન છે.
• અઢાર પાપથાનોમાં પ્રથમ પ્રાણાતિપાત નામનાં પાપસ્થાનોનો આંશિક રૂપમાં ત્યાગ અને બાકીના પૂર્ણરૂપ ત્યાગની પ્રતિજ્ઞા.
• અહીં પંચમહાવ્રતના પાલનમાં અહિંસાવ્રતમાં જિન શાસનની પ્રભાવના અર્થે માઈક-વાહન, પ્રચાર-પ્રસારનાં સાધનોનો ઉપયોગના આગાર અને પાંચમા પરિગ્રહ વ્રતમાં પણ સંયમ, રક્ષા અને જિનવાણી પ્રચારના હેતુ માટે ઉપયોગની આવશ્યક વસ્તુના આગાર પછી બધાં વ્રતોનું પૂર્ણ પાલન કરવાનું રહેશે અને રાત્રિભોજનનો ત્યાગ રહેશે.
વળી ઇન્દ્રિય નિગ્રહ દ્વારા મન-વચન અને કાયાના વિયોગોનું ગોપન કરી સંયમમાં રમણ કરવા વારંવાર કાયોત્સર્ગમાં લીન રહેશે.
શ્વેત વસ્ત્ર ધારણ કરશે. મુહપત્તી, યાત્રા અને રજોહરણ રાખશે. યાત્રામાં રાખવા માટે સફેદ કપડાનો ઝોળો કે થેલી રાખશે. વાહન વાપરતી વખતે રજોહરણ અને મુહપત્તી (મુખવસ્ત્રિકા)નું પ્રદર્શન ન થાય તેનું ધ્યાન રાખશે.
જયમલ સંઘની દરેક શ્રમણીના નામ સાથે “નિધિ” શબ્દ જોડવાનો રહેશે.
જયમલ શ્રી સંઘનાં પ્રત્યેક સમણ-સમણીને “મધ્યેએણં વંદામિ" શબ્દ સહિત વંદનના અધિકારી ગણવામાં આવ્યા છે.
આત્માનુશાસન અને વ્યવસ્થા અંતર્ગત પૂ. ડો. પદ્મચંદ્રજી મ.સા.ની સ્પર્ણ આજ્ઞામાં રહેશે.
ધર્મપ્રચાર માટે ઓછામાં ઓછા બે સમણ કે બે સમણીને સાથે મોકલવાનાં રહેશે.
ઓછામાં ઓછું છ મહિના સાધુ-સાધ્વી સાથે સમણ-સમણીએ આરાધના કર્યા પછી “જય પાર્શ્વ મુમુક્ષ ઈન્ટરનેશનલ' સંસ્થાની પાસેથી દીક્ષા માટે લિખિત
૧૪૦
Page #75
--------------------------------------------------------------------------
________________
કે સાત્ત્વિક સહચિંતન સ્વીકૃતિ અરજી કરી મેળવવાની રહેશે.
આચારસંહિતામાં કોઈ પણ પ્રકારનો દોષ લાગશે તો શુદ્ધિકરણ માટે બે વાર પ્રાયશ્ચિત્ત આપવામાં આવશે. ત્રીજી વારના દોષ વખતે પુનઃ વેષપરિવર્તન કરાવી સંસારી કુટુંબીજનોને સોંપી દેવામાં આવશે.
આચારસંહિતાથી વિપરીત કે જૈન ધર્મની હિલના થાય તેવું કૃત્ય કરનાર સામે “જય પાર્શ્વ પવોદય ઇન્ટરનેશનલ' સંસ્થા કડક કાર્યવાહી કરશે. સમણસમણીને નિશ્ચિત સ્થળે મોકલવાની વ્યવસ્થા સંસ્થા કરશે.
પ્રચાર-પ્રસાર વખતે વાહન વાપરવાની અને ટિફિન ગોચરીની છૂટ સ્વીકારાઈ છે.
મુમુક્ષુ ઇન્ટરનેશનલ સંસ્થા દ્વારા આગમના શિક્ષણની વ્યવસ્થા છે. વ્યાવહારિક શિક્ષણ માટે સ્નાતક (ગ્રેજ્યુએટ), અનુસ્નાતક (પોસ્ટ ગ્રેજ્યુએટ - Ph.D.)ના શિક્ષણની વ્યવસ્થા જયમલલાલ, જ્ઞાન મલેચા સ્વધ્યાય ભવન, વેપેરી, ચેન્નઈ મધ્ય કરવામાં આવે છે.
અનુપ્રેક્ષા ધ્યાનપદ્ધતિ દ્વારા ધ્યાનસાધના પર ભાર આપવામાં આવે છે.
જયમલ સ્થા. જૈન સંઘની આ સમણીઓ જ્યાં જ્યાં સંતો ન પહોંચી શકતા હોય તેવા ક્ષેત્રમાં શાસનની પ્રભાવના કરશે. પોતાના ઉત્કૃષ્ટ આચાર દ્વારા આબાલવૃદ્ધોને પ્રભાવિત કરશે અને વીતરાગ ધર્મની પાવન ધરાને ઘરઘરમાં પ્રવાહિત કરશે.
તેરાપંથ જૈન સંપ્રદાય અને સ્થાનકવાસી શ્રી જયમલ જૈન સંઘની સમણ શ્રેણી પરંપરા ચતુર્વિધ સંઘ, સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાને જોડતી મજબૂત કડીરૂપ સાંકળનું કાર્ય સુપેરે કરી છે, ત્યારે જૈનોના અન્ય સંપ્રદાય અને ફિરકાઓએ આવી શ્રેણી શરૂ કરવાની અનિવાર્યતા અંગે ગંભીરતાથી વિચાર-વિમર્શ કરવાનો સમય પાકી ગયો છે.
વર્ષો પહેલાં અખિલ ભારતીય સ્થાનકવાસી જૈન કૉન્ફરન્સના મહાસંમેલનમાં આવા ધર્મપ્રચારકની શ્રેણી શરૂ કરવાનો ઠરાવ કરવામાં આવેલ અને તેનું પ્રાથમિક બંધારણ બનાવવા કવિવર્ય પૂ. નાનચંદ્રજી મહારાજને વિનંતી કરવામાં આવેલ. પૂ. મહારાજસાહેબે એમના મુસદ્દાની રૂપરેખા શ્રેષ્ઠીવર્યને જણાવેલ, પરંતુ પછી કોઈ કામગીરી થઈ હોય તેવી માહિતી મળતી નથી. આ કામ કૉન્ફરન્સ, મહાસંઘ, પરિષદ કે મંડળો જેવી મહાજન સંસ્થાનું છે.
૧૪૧
જો જો સાત્ત્વિક સહચિંતન સિક તેમણે સમર્થ સંતના નેતૃત્વ નીચે આવી શ્રેણી શરૂ કરવાની પહેલ કરવી જોઈએ.
આ શ્રેણી માટે સમણ શબ્દનો પ્રયોગ કદાચ ગૂંચવાડો ઊભો કરનારું કે ભ્રમ ઉત્પન્ન કરનારું બને. પરમદાર્શનિક પૂ. જયંતમુનિ કહે છે કે, સારા વ્રતધારીઓ માટે સુવ્રત શબ્દ શાસ્ત્રમાં વારંવાર આવ્યો છે. જેથી આવાં વ્રતો પાળવાવાળા સમુદાયને “સુવ્રતી સમુદાય” કહી શકાય.
દેરાવાસીમાં અને સ્થાનકવાસીમાં પહેલાં જતિ વર્ગ હતો. દિગંબર સંપ્રદાયમાં આવા યતિજીઓને ભટ્ટારક કહેવાતા. દિગંબર સંપ્રદાયમાં આવી શ્રેણી છે જેને દીક્ષા માટે ક્રમશ: બ્રહ્મચારી, ફૂલક અને એલક થયા પછી જ સાદીક્ષા અપાય છે. જેથી સ્થાનકવાસીમાં આવા ધર્મપ્રચારકોની સુવ્રતી શ્રેણી શરૂ કરવી જોઈએ.
સાંપ્રત જૈન શાસનમાં આવા તાલીમ પામેલા ધર્મપ્રચારકો - શાસન પ્રભાવક - પ્રવર્તકો કે સુવતીઓ છેલ્લી વૈજ્ઞાનિક શોધોથી વાકેફ થઈ આધુનિક સાધનો અને ઉપકરણોના ઉપયોગ દ્વારા યુવાનો અને પાશ્ચાત સંસ્કૃતિ તરફ ઢળી ગયેલી વ્યક્તિઓને ધર્માભિમુખ કરી શકે.
વળી શાસનની કેટલીક બાબતોનું સાધુજી અને સાધ્વીજીઓ સંચાલન કરે છે. અને જે શ્રમણ સમાચારમાં વિક્ષેપરૂપ બને છે તેવા સંજોગોમાં આવાં કાર્યો ધર્મપ્રચારકો કે સુવતી સમુદાય કરે તો સાધુજીવનમાં આવતા દોષો ટળે છે અને સાધુ-સાધ્વી શુદ્ધ સમાચારીનું પાલન કરી શકે છે.
સંપ્રદાયોમાં વિવેકપૂર્વક નિયમોસહ ગીતાર્થ ગ્રૂરજનોના માર્ગદર્શન હેઠળ આવા સુવતી સમુદાયની શ્રેણી શરૂ કરવામાં આવે તો સ્વ પર કલ્યાણકારી બની શકે.
Page #76
--------------------------------------------------------------------------
________________
જ
સાત્ત્વિક સહચિંતન
સાધનશુદ્ધિના પ્રયોગવીર
દરેક વ્યક્તિને જીવનમાં કંઈ મેળવવાની, કશુંક પામવાની કે કોઈક લક્ષે પહોંચવાની તમન્ના હોય છે. એ ઝંખનાની તૃપ્તિ અર્થે તેની ગતિ અને પુરુષાર્થ સતત હોય છે.
આપણું લક્ષ એક હોય, પણ એ લક્ષે પહોંચવાના માર્ગો, રસ્તાઓ એક પણ હોઈ શકે અને અનેક પણ હોઈ શકે. આપણું સાધ્ય એક હોય, પણ એ સાધ્યને સાધવા માટેનાં સાધનો અનેક પણ હોઈ શકે. વિવિધ સાધનોમાંથી એકની પસંદગી કરી આપણે લક્ષ પ્રતિ પ્રયાણ કરીએ. આમ જીવનનાં દરેક ક્ષેત્રમાં અને જીવનના પ્રત્યેક તબક્કામાં સાધ્ય પામવા, લક્ષે પહોંચવા સાધન અનિવાર્ય છે.
- વ્યાવહારિક અને ભૌતિક જીવન, ધાર્મિક અને અધ્યાત્મ જીવનમાં સાધનની અનિવાર્યતા દેખાઈ આવે છે.
યુગપુરુષ શ્રીમદ્જીએ એક પંક્તિમાં કહ્યું છે કે, “સાધન સૌ બંધન થયાં..."
સાધન તો સાધ્ય સિદ્ધ કરવા માટે છે, લક્ષે પહોંચવા માટે છે, તો આ સાધન બંધન કેમ બને ?
સાધનની ખોટી પસંદગી થઈ હોય, સાધનામાં અશુદ્ધિ હોય તો એ જ સાધન બંધન બની જતું હોય છે.
વ્યાવહારિક જગતમાં નિષ્પક્ષ, તટસ્થ, શાણા માણસ અથવા અનુભવી વડીલની સલાહ લઈ વિવેકસહ સાધનની પસંદગી થાય તો તે સાધન દ્વારા સાધ્ય સરળતાથી
૧૪૩
જોક સાત્ત્વિક સહચિંતન શિબિર પામી શકાય છે.
ધાર્મિક અને આધ્યાત્મિક જગતમાં શાસ્ત્ર સમ્મત, ગુરઆજ્ઞાસહ સાધનની પસંદગી કરવામાં આવે તો લક્ષપ્રાપ્તિ સહજ બને.
વ્યવહારિક જીવનમાં આપણને માત્ર બેંક બેલેન્સ વધારવું છે તેવું નથી. સાથેસાથે આપણું લક્ષ પદ અને પ્રતિષ્ઠાની તિજોરી ભરવાનું પણ હોય છે.
પદ અને પ્રતિષ્ઠા સાધ્ય કરવા કાવા, દાવા અને પ્રપંચ જેવાં સાધનોનો ઉપયોગ, રાગદ્વેપ અને પરિણામે કર્મબંધન.
ધર્મ ક્ષેત્રમાં સાધનશુદ્ધિને કેટલું મહત્ત્વ અપાઈ રહ્યું છે તે વિચારવું રહ્યું. ઉપાશ્રય, મંદિર, આશ્રમ કે ધાર્મિક સંસ્થાના ટ્રસ્ટીમંડળ ગમે તે ધનવાન વ્યક્તિનું ધન સંસ્થા માટે દાનરૂપે ગ્રહણ કરી અને જો એ વ્યક્તિના વિચારો કે સ્વભાવ બરાબર ન હોય તો તે ટ્રસ્ટીમંડળને સંસ્થામાં પોતાનું ધાર્યું કરાવવા દબાણ લાવશે. પછી તે કાર્ય ધર્મ શાસનના નિયમ વિરદ્ધ પણ હોઈ શકે. અહીં ટ્રસ્ટીના કામની સ્વતંત્રતા પર બંધન આવી જશે અને ધનનું આ સાધન બંધનરૂપ બની જશે.
વર્ષો પહેલાં મુનિ શ્રી સંતબાલજીનું ચાતુર્માસ કોલકાતા હતું. એ સમયમાં કોલકાતામાં કાલીમાતાને પ્રસન્ન કરવા પશુબલી દ્વારા પૂજા કરવાનો રિવાજ હતો. બંગાળના ઘણા વિસ્તારોના લોકોને કાલીમાતાની પશુબલી દ્વારા પૂજામાં વિશ્વાસ હતો. સંતબાલજીએ એ વિગત જાણી. જીવદયા તો જૈનોની કુળદેવી છે તેથી જૈન સંતનું હૃદય દ્રવી ઉઠ્યું. તેમણે જૈનાના વિવિધ સંઘો અને જીવદયામાં માનનારા અન્ય હિન્દુઓની એક કમિટી બનાવી અને આ અંગે જાગૃતિ લાવી પશુબલીના નિષેધનું આંદોલન કરવા ઠરાવ્યું. આંદોલનની આ પ્રક્રિયા-પ્રચારનો સમગ્ર પ્રાંતનો ખર્ચ એક લાખ થશે એવું નક્કી થયું. એક લાખ રૂપિયા તે સમયમાં ખૂબ જ મોટી રકમ ગણાય.
બીજે દિવસે બે ભાઈઓ મુનિશ્રી પાસે આવ્યા ને કહ્યું કે, એક વેપારી આંદોલન-પ્રચાર વગેરેનો પૂર્ણ ખર્ચ રૂપિયા એક લાખ દાનમાં આપવા તૈયાર છે. આપણે પ્રથમ સભામાં તેનું સન્માન કરવાનું રહેશે. મુનિશ્રીએ જણાવ્યું કે એ વેપારીનો મને પરિચય આપો અને તેને શેનો વેપાર છે તે મને કહો, તો તે ભાઈઓએ જણાવ્યું કે તે મટન-ટેલોનો વેપારી છે અને પાડોશી દેશો દ્વારા માંસની છૂપી નિર્યાત દ્વારા ખૂબ ધન કમાય છે. | મુનિશ્રીએ કહ્યું કે, આવા ધનનું દાન આપણે સ્વીકારી ન શકીએ. અનૈતિક માર્ગે આવેલ ધનનો આપણે આ કાર્યમાં ઉપયોગ કરીએ તો આપણે સફળ તો ન જ
Page #77
--------------------------------------------------------------------------
________________
કાકા સાત્ત્વિક સહચિંતન શિબિર
ત્યાં બંધન શું જાય?
સાધનામાર્ગે સાધનશુદ્ધિનું સાતત્ય રહે તો જ બંધન છૂટે. સાધકે સાધનને લેશમાત્ર દુષિત ન થવા દેવું જોઈએ, તો જ તે સાધનામાં આગળ વધી શકે. મુક્તિ લક્ષે સ્વીકારાયેલ સાધન દુષિત થાય તો સાધન જ બંધનરૂપ બની જાય. આસક્તિ પ્રમાદ કે શિથિલાચાર સાધનને દુષિત કરી શકે.
પાંચસો શિષ્યોના વડા મંગુ આચાર્ય તપશ્ચર્યાને સાધનાનું મુખ્ય સાધન ગમ્યું. આયંબિલ ઉપવાસથી માસક્ષમણ સુધીની તપશ્ચર્યાની શૃંખલા રચાણી. અમને પારણે અઠ્ઠમતપની આરાધના ચાલી, પરંતુ પારણાના દિવસે સ્વાદિષ્ટ આહાર લેવાની શરૂઆત થઈ. વિવિધ વ્યંજનો દ્વારા પારણામાં આહારની આસક્તિ પરાકાષ્ઠાએ પહોંચી. વિહારમાર્ગે પારણામાં વધુ પડતો આહાર લેવાથી અજીર્ણ થતાં આહારની તીવ્ર આસક્તિમાં કાળધર્મ પામ્યા.
અણ આહારપદની પ્રાપ્તિ માટે તપસાધનાને સાધન બનાવી તપસાધનાના આગળ વધતા આ તપસ્વી પર આહારસંજ્ઞાએ અતિક્રમણ કર્યું. સાધન દુષિત બની
ગયું.
કરી સાત્ત્વિક સહચિંતન થઈએ, પણ દોષના ભાગીદાર બનીએ અને મુનિશ્રીએ સાધનશુદ્ધિની માર્મિક વાત સમજાવી, જેથી કોલકાતાના તમામ જૈન સંઘોએ સાથે મળી કાર્ય પાર પાડ્યું..
ધાર્મિક કાર્યો, કાર્યક્રમો કે અનુષ્ઠાનો માટે જો સંતો અયોગ્ય વ્યક્તિનું ધન દાન માર્ગ સ્વીકારશે તો તે અયોગ્ય વ્યક્તિને સંતે સામાજિક પ્રતિષ્ઠા આપવી પડશે અને ધર્મસ્થાનકોમાં અયોગ્ય ધનિકોને પ્રતિષ્ઠા મળશે.
ધર્મસત્તા પર ધનનું આધિપત્ય સ્વીકારી ન જ શકાય.
બાહ્ય વ્રતધારી અનેક શ્રાવક-શ્રાવિકાઓએ પોતાના ન્યાયસંપન્ન વૈભવમાંથી દાનની ગંગા વહાવી લક્ષ્મીને મહાલક્ષ્મી બનાવી છે અને ઇતિહાસનાં સુવર્ણ પૃષ્ઠો પર તેમનાં ધન્ય નામ આલેખાયાં છે.
અહીં કહેવાનો આશય એ નથી કે ધર્મશાસનમાં ધનિકોને દાનવીરોને સન્માન આપવું નહિ. દાનવીરનું સન્માન એ ત્યાગ તથા દાનભાવનાનું સન્માન છે, પણ અહીં સાધનશુદ્ધિને વિસારે પાડવાની નથી.
મહારાષ્ટ્રમાં મનમાડ નજીકના ગામમાં એક ધ્યાનયોગી જૈન સંતનો આશ્રમ છે. ત્યાં દાન દેનારની આવક ન્યાય/નૈતિક સોત દ્વારા જ છે તે જાણી લેવામાં આવે છે. વળી દાન દેનાર વ્યક્તિ સપ્તવ્યસન, રાત્રિભોજન અને કંદમૂળનો ત્યાગી હોય તો જ દાન સ્વીકારવામાં આવે છે. સંતના આ નિયમમાં ન્યાયસંપન્ન, વૈભવ અને સાધનશુદ્ધિની વાત અભિપ્રેત છે.
વ્યાવહારિક જીવનમાં, ધર્મ ક્ષેત્રમાં જેમ સાધનશુદ્ધિની આવશ્યકતા છે તેમ અધ્યાત્મ ક્ષેત્રમાં, સાધનાના ક્ષેત્રમાં સાધનશુદ્ધિ અનિવાર્ય છે.
સાધનાનું અંતિમ લક્ષ મુક્તિ છે. મુક્તિના લક્ષને સાધ્ય કરવા માટે સંસાધન જરૂરી છે.
અસતુ, તત્ત્વો-કર્મથી બંધાયેલા આત્માને સત્ સાધન દ્વારા કરાયેલી સાધના જ છોડાવી શકે. ગુરઆજ્ઞાથી, સ્વવિવેક દ્વારા સાધન શુદ્ધ છે કે નહિ તે જાણી શકાય અને પછી તે માર્ગે જઈ શકાય.
સર ભક્તિ રહસ્યના ૧૭મા દોહરામાં યુગપુરુષ શ્રીમદ્જીએ વાતને માર્મિક રીતે સમજાવી છે :
સૌ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય સત્સાધન સમજ્યો નહિ
- ૧૫ -
પાંચસો શિષ્યો વ્યથિત હૈયે ગુરજીના નશ્વર દેહની અંતિમક્રિયા કરી આગળ વધ્યા. બીજે દિવસે વહેલી પરોઢે વિહારયાત્રા શરૂ કરી. થોડે આગળ જતાં દૂરથી એક વૃક્ષમાં ઝબકારા દેખાવાની સાથે કાંઇક અવાજ આવતો સંભળાયો. શિષ્યો આગળ વધતા વૃક્ષ નજીક આવતા તેમને એક વિશાળકાય જીભ લબકારા લેતી દેખાઈ. શિષ્યવૃંદ આ જોઈ સ્તબ્ધ બની ઊભું રહ્યું. અવાજ આવ્યો, “હે મારા વહાલા શિષ્યો, આ જીભ તમારા ગુરૂની છે, એ હું જ છું. હું સર્વને એટલું જ કહેવા માગું છું કે આહાર સંજ્ઞાની તીવ્ર આસક્તિને કારણે હું આ ભયંકર જીભવાળો વ્યંતર દેવ બન્યો છું. તમે સૌ આહારની આસક્તિથી ચેતજો.” અહીં દુષિત સાધન બંધન બની ગયું.
ભવદેવે સંયમને સાધનાનું સાધન બનાવ્યું હતું જે ગુરઆના વિના અને સમજણ વિનાનું હતું, તેથી સંયમ તજવાની તૈયારીમાં હતા. સાધન દુષિત થવા જઈ રહ્યું હતું. પૂર્વપત્નીએ જાગૃત કરી સંયમમાં સ્થિર કર્યા.
બાહુબલીના અહંકારે ધ્યાનસાધનાના સાધનને દુષિત કર્યું. બહેન બ્રાહ્મી અને સુંદરીએ જાગૃત કરી સાધનશુદ્ધિની પ્રેરણા કરી.
ભૌતિક સુખ કે વેરભાવ કે બદલો લેવાની ઇચ્છાથી સાધનામાર્ગે આગળ વધતા સાધકનું સાધન જ બંધનમાં પરિણમે છે. આ પરથી આપણે સાધનશુદ્ધિની
૧૪૬
Page #78
--------------------------------------------------------------------------
________________
જોગિક કે સાત્ત્વિક સહચિંતન શિબિર યોજાઈ અનિવાર્યતાને સમજી શકીએ છીએ.
'ધ બીજ ઓન ધી રિવર ફ્લાઈ’ ફિલ્મનો હીરો એલેક ગિનેસ આ ફિલ્મથી સિનેજગતમાં પ્રખ્યાત બની ગયો હતો. યુવા વર્ગ તેની પાછળ પાગલ થઈ ગયો હતો. ફિલ્મનિર્માતાને આ ફિલ્મથી કરોડોની આવક થઈ હતી.
આ બધું જોઈ એક દારૂ બનાવતી કંપનીના માલિક્સે આ હીરોનો ઉપયોગ કરવાની ઇચ્છા થઈ આવી, કારણકે એની પાછળ પાગલ બનેલો યુવા વર્ગ પોતાની બ્રાંડનો દારૂ પીતો થઈ જાય તો તો પછી કંપનીમાં પૈસાની ટંકશાળ પડી જાય.
તે બીજે જ દિવસે એલેક પાસે પહોંચી ગયા અને કહ્યું: ‘હું એક ખૂબ જ સરસ વાત લઈને આવ્યો છું, જે તમારા અને મારા, બન્ને માટે ફાયદાકારક છે.'
એલેકે તેને કહેવા માટે પોતાની મૂકસંમતિ આપી.
કંપનીના માલિકે ઉત્સાહમાં આવી જઈને કહ્યું, ‘હું દારૂની એક બ્રાન્ડેડ કંપનીનો માલિક છું અને મારી ઇચ્છા છે કે એના પ્રચાર માટે જાહેરખબર પર તમારો પોઝ જોઈએ છે. હું એ કાર્ય માટે તમને સાત કરોડ ડૉલર સુધીનો ચેક આપવા તૈયાર છું.'
એક નજર એલેક પર નાખી કંપનીના માલિકે આગળ ચલાવ્યું : 'આનાથી તમને તો કરોડો ડૉલરનો ફાયદો ચોખ્ખો છે અને મને ફાયદો થશે તમારી જાહેરખબરથી આ બ્રાન્ડેડ દારૂ પીનારાથી.’
એલેક પોતાની ખુરશી પરથી ઊભો થતાં બોલ્યો : 'માફ કરજો, હું દારૂ પીતો નથી. આ કામ મારાથી થઈ શકશે નહીં.' - એલેકનો હાથ પકડી ઊભા રાખતાં કંપનીના માલિકે કહ્યું: ‘પણ જુઓ, આમાં તમારે દારૂ પીવાની વાત પણ નથી. તમારે તો માત્ર દારૂની બોટલ મોઢે અડાડવાની છે અને શરીરમાં તાજગી આવી ગઈ એવો અભિનય માત્ર કરવાનો છે, જેમાં તમે કુશળ છો અને આવા માત્ર એક મિનિટના કામ માટે કંપની તમને સાત કરોડ ડૉલર આપવા તૈયાર છે. રકમ નાનીસૂની નથી.'
પણ કંપનીના માલિકનો આ દાવ સાવ નિષ્ફળ કરતાં એલેકે કહ્યું: ‘હું મારાં લાખો ચાહક યુવક-યુવતીઓને દારૂના રવાડે ચડાવવા નથી માગતો અને એ રીતે હું તેમનું શારીરિક અને નૈતિક અધઃપતન કરવા નથી માગતો.'
અને બીજી પળે જ એલેક પોતાની કેબિનમાં જતો રહ્યો.
‘પોતાના નિયમને અકબંધ રાખવા માટે સાત કરોડ ડૉલરને પણ લાત મારીને જંગોળી દેનારા આ જગતમાં છે' એમ બોલતો સન્માનભરી નજરે જોતો કંપનીના માલિક
• ૧૪૭
સાત્ત્વિક સહચિંતન કરતા ત્યાંથી રવાના થયો.
આવો જ પ્રસંગ ભારતની ભૂમિ પર જન્મેલા અને જાદુજગતના સમ્રાટ ગણાતા જાદુગર કે. લાલ (કાંતિલાલ) સામે પણ ઉપસ્થિત થયો હતો. | એક ગુટખા કંપનીનો માલિક જાદુગર કે. લાલ પાસે પહોંચ્યો અને કહ્યું: ‘તમારે માત્ર ગુટખાનું પાઉચ હાથમાં રાખીને માત્ર વાહ ગુટખા’ આ પાંચ અક્ષરો જ બોલવાના છે.' અને સામે પચાસ લાખથી પાંચ કરોડ રૂપિયાની ઑફર મૂકી.
જૈન ધર્મને પામેલા અને ધન તથા સન્માનને પચાવી જાણેલા જાદુગર કે. લાલે કહ્યું: ‘હું આ પચાસ-પાંચસો લાખની રૂપરડી માટે મારી સો કરોડની જનતાને મૃત્યુના મુખમાં ધકેલવા નથી ચાહતો.'
અને આટલું કહી બીજું કશું જ સાંભળ્યા સિવાય તેમને અલવિદા આપી દીધી.
‘પૈસા કરતાં પ્રતિષ્ઠા મહાન છે' આ સૂત્રને બોલતો તે વેપારી પણ ત્યાંથી રવાના થયો.
જીવનમાં સુખને ધન અને વૈભવ સાથે ગાઢ સંબંધ સ્થપાઈ ચૂક્યો છે. સુખના દરેક તબક્કાને લક્ષ્મીના સમીકરણના સંદર્ભે મૂલવવાની ભ્રમણામાંથી આપણે બહાર નીકળી શકતા નથી અને વૈભવથી જ દરેક સુખની પ્રાપ્તિ થાય છે એવા માની લીધેલા સત્યને કારણે જીવનને માત્ર ભૌતિક નજરે જોયા કરીએ છીએ. - કોઈ પણ વ્યક્તિ સાથે ભૌતિક વસ્તુની આપ-લેના વ્યાવહારને પ્રેમનો વિકલ્પ માની લીધો છે અને કોઈ પણ સાધનો દ્વારા બાહ્યાભ્યાંતર પરિગ્રહ, એટલે સંપત્તિ, વૈભવ કે સત્તા પ્રાપ્ત કરવી તે જીવનનું ધ્યેય બની ગયું છે.
પદાર્થને બદલે પ્રેમ અને સાધનશુદ્ધિનો વિચાર જ જીવનપ્રવાહની દિશા બદલી શકે કે સાચી દૃષ્ટિ આપી શકે.
સંપત્તિ અને વૈભવ જીવનવ્યવહાર માટે જરૂરી ખરાં, પરંતુ આપણે તેને અગ્રીમ સ્થાન આપી દીધું છે. દરેક ક્ષેત્રમાં સંપત્તિની પ્રધાનતાને કારણે જીવનનાં ખરાં મૂલ્યોની અવગણના થઈ છે.
કુટુંબજીવન કે સમાજ જીવનમાં સંપત્તિના માપદંડનાં ત્રાજવાંએ માનવીના સત્ત્વશીલ ગુણોની અવગણના કરી છે.
સમગ્ર સમાજજીવન દ્વારા માનવીના સત્ત્વશીલ ગુણોને પ્રધાનતા આપવી હોય તો પૂર્વાચાર્યોએ આપેલ ન્યાયસંપન્ન વૈભવના વિચારનું સાધનશુદ્ધિના સંદર્ભે જીવનમાં અવતરણ કરીએ તો સત્ત્વગુણોનો વિકાસ થાય.
* ૧૪૮
Page #79
--------------------------------------------------------------------------
________________
સાત્ત્વિક સહચિંતન શિબિર
જ
સાત્ત્વિક સહચિંતન શ્રીમદ્જીએ ઝવેરાતના ધંધામાં પોતાનો લાખો રૂપિયાનો નફો જતો કરી સામેવાળાની મૂંઝવણ દૂર કરી જિંદગી બચાવી હતી. ધર્મ-નીતિ અને અધ્યાત્મનું અર્થશાસ્ત્ર નિરાળું છે. તેમાં ગમે તે રીતે નફો ગાઠ કરી લેવાની વાત નથી. વ્યક્તિ, પરિસ્થિતિ અને સંજોગોને પણ આર્થિક વ્યવહાર કરતી વખતે લક્ષમાં લેવામાં આવે છે.
સામેવાળાની લાચાર પરિસ્થિતિનો ફાયદો ઉઠાવી શોષણ કરવું, અન્યની શારીરિક પાયમાલી થાય, માનસિક અથવા નૈતિક અધઃપતન થાય, અન્ય જીવોને દુભાવીને કે હણીને હિંસા દ્વારા થતી આવક ન્યાયસંપન્ન વૈભવ નથી. તંદુરસ્ત સમાજ કે રાષ્ટ્રના નિર્માણ માટે આ પાયાની વાત છે.
ટૂંકમાં, ન્યાયસંપન્ન વૈભવ એટલે હિંસા, અન્યાય, શોષણ કે અનૈતિક ધંધા દ્વારા સંપત્તિ કે વૈભવની પ્રાપ્તિ ન કરવી, નીતિમય માર્ગે આજીવિકા કે સંપત્તિ પ્રાપ્ત કરવી.
ન્યાયમાર્ગે આવેલી સંપત્તિ આપણે સુખપૂર્વક ભોગવી શકીશું અને પરિવારમાં સંતોષ અને પ્રસન્નતાનું વાતાવરણ જળવાઈ રહેશે.
હિંદના દાદા, દાદાભાઈ નવરોજી એમના મુંબઈના કેટલાક મિત્રોના આગ્રહથી, તે મિત્રોએ વિલાયતમાં એક પેઢીની સ્થાપના કરી હતી, તેમાં પોતે પણ સામેલ થયા હતા.
પેઢી ખૂબ સારી ચાલતી. વર્ષને અંતે તેના સરવૈયામાં સારો એવો નફો થયો. ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી થવા લાગી. દાદાભાઈને નફાના ભાગ સાથે ધંધાની લેવડ-દેવડના પ્રૉફિટ ઍન્ડ લોસ એકાઉન્ટ અને બેલેન્સશીટ (સરવૈયું)ના કાગળો આપવામાં આવ્યા. તે વાંચ્યા પછી દાદાભાઈએ પોતાનો ભાગ લેવાની ના પાડી. તેનું કારણ દર્શાવતાં કહ્યું કે,
આપણી પેઢીમાં દારૂ અને અફીણનો પણ વેપાર થાય છે એ આ હિસાબના કાગળો વાંચી-જાણી મને દુઃખ થાય છે. લોકોને દારૂ અને અફીણ વેચી કોઈને દારૂડિયા કે અફીણના બંધાણી બનાવવા એ પાપ છે. આવા પાપના માર્ગની કમાણીનો ભાગ મારે જોઈતો નથી અને મારે પાપના ભાગીદાર બનવું નથી’. આમ કહી તે પેઢીમાંથી ભાગીદાર તરીકે છૂટા થઈ ગયા. આના પરથી આપણે જાણી શકીએ કે તે ન્યાયસંપન્ન વૈભવ અને સાધનશુદ્ધિના સાચા આગ્રહી હતા. ન્યાયસંપન્ન વૈભવ અને સાધનશુદ્ધિના આવા પ્રયોગવીરોને અભિનંદના !
ગુણવંત બરવાળિયાનાં પુસ્તકો
સર્જન તથા સંપાદન ખાંભા (અમરેલી)ના વતની ગુણવંતભાઈએ c.A. સુધી અભ્યાસ કર્યા બાદ, હાલ ટેકસ્ટાઈલ ઇન્ડસ્ટ્રીમાં પ્રવૃત્ત છે. જૈન કૉન્ફરન્સના મંત્રી, મુનિશ્રી સંતબાલજી પ્રેરિત વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંઘ, મુંબઈ-ચીંચણી, કલ્પતરુ સાધના કેન્દ્ર-દેવલાલી, પારસધામાં સંઘ ઘાટકોપર, પ્રાણગુર જૈન સેંટર, એમ. બી. બરવાળિયા ફાઉન્ડેશનની સ્પંદન હોલીસ્ટીક ઇન્સ્ટિટયૂટ વગેરેમાં ટ્રસ્ટી છે. ઘણી સંસ્થાઓના મુખપત્રમાં તંત્રી તરીકે સેવા આપેલ છે.
અમેરિકા, સિંગાપોર વગેરેમાં તેમનાં સફળ પ્રવચનો યોજાયાં છે. તેમનાં ધર્મપત્ની મધુબહેને હિન્દી સાહિત્યમાં ડૉકટરેટ કરેલ છે. જૈન વિશ્વકોશ, “ગુજરાત વિશ્વકોશ” તથા જૈન આગમાં મિશન સાથે સંકળાયેલા છે. • હૃદયસંદેશ • પ્રીત-ગુંજન : શ્રીમદ્ રાજચંદ્ર એક દર્શન • અમૃતધારા • સમરસેન વીરસેન કથા • સંકલ્પ સિદ્ધિના સોપાન • Glimpsis of world Religion • Introduction to Jainism • Commentray on non-violence. Kamdhenu (wish cow). Glorry of detachment - ઉપસર્ગ અને પરીષહું પ્રધાન જૈન કથાઓ - વિનય ધર્મ કે ભારતીય સંસ્કૃતિમાં દાનભાવના • ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા • આગમ અવગાહન • જ્ઞાનધારા (ભાગ ૧ થી ૧૫) (જૈન સાહિત્ય જ્ઞાનસત્રમાં વિવિધ વિદ્વાનોના પ્રસ્તુત થયેલા નિબંધો અને શોધપત્રોના સંગ્રહ) - કલાપીદર્શન (ડૉ. ધનવંત શાહ સાથે) વિચારમંથન • દાર્શનિક દેશ • અધ્યાત્મસુધા (ડૉ. મધુબહેન બરવાળિયા સાથે) • જૈન ધર્મ (પરિચય પુસ્તિકા) • અહિંસા મીમાંસા (ડૉ. કનુભાઈ શેઠ સાથે) • ચંદ્રસેન કથા (ડૉ. કનુભાઈ શેઠ સાથે) • અમરતાના આરાધક • જૈન દર્શનમાં કેળવણી વિચાર • જૈન દર્શન અને ગાંધીવિચારધારા - અધ્યાત્મનિષ્ઠ સંતબાલજી • આપની સન્મુખ • મર્મ સ્પર્શ (ડૉ. જયંત મહેતા સાથે) • વીતરાગ વૈભવ : આગમ દર્શન • જૈન કથામાં સોધના સ્પંદનો - જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના - વિશ્વ વાત્સલ્યનો સંક૯પ વાત્સલ્યનું અમીઝરણું (માતૃવાત્સલ્પનાં વિવિધ સ્વરૂપો) • આધ્યાત્મિક કાવ્યોમાં આત્મદર્શન : જીવનસંધ્યાએ અરુણોદય : સર્વધર્મદર્શન (વિશ્વના મુખ્ય ધર્મોનો પરિચય) • આદર્શ કેળવણીને ઉપનિષદ અણગારનાં અજવાળાં (પ્રો. પ્રવીણાબહેન ગાંધી સાથે) • ઉરનિર્ઝારા (કાવ્ય સંગ્રહ) તપાધિરાજ વર્ષીતપ • ઉત્તમ શ્રાવકો : દામ્પત્યવૈભવ ( દાંપત્યજીવનને લગતા લેખોનો સંચય) - ભગવાન મહાવીર અને સંયમજીવન છે. મૃત્યુનું સ્મરણ (મૃત્યુ ચિંતન) • Aagam An Introduction Development & Impact of Jainism in India & abroad. 8 Red • અધ્યાત્મ આભા • શ્રી ઉવસગર સ્તોત્ર : એક અધ્યયન : શ્રુતજ્ઞાનનાં અજવાળાં • જેન થાનકોમાં સબોધના સ્પંદન. • શૈલેશી (આલોચના અને ઉપાસના) • જૈન ધર્મના ચોવીશ તીર્થંકરો • જેન વિશ્વકોશ (ડૉ. કુમારપાળ દેસાઈ સાથે)
E-mail: gunvant.barvalia@gmail.com
022 - 42153545
-૧પ૦
-૧૪૯
Page #80
--------------------------------------------------------------------------
_