Book Title: Sarvdharn Darshan
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 56
________________ વિશ્વ વાત્સલ્ય - આત્મચિંતન (રાગ : સવૈયા એકત્રીસા) ધર્મ અમારો એક માત્ર એ “સર્વ ધર્મ સેવા’ કરવી, ધ્યેય અમારું છે વત્સલતા વિશ્વમહીં એને ભરવી; ‘સકળ જગતની બની જનેતા વત્સલતા સહુમાં રેવું એ જ ભાવનાના અનુયાયી બનવાનું સહુને તેડું. ...૧ જરથોસ્તી ધર્મ નાતજાતના ભેદ અમોને લેશ નથી કંઈ આભડતા, દેશ-વેશના શિષ્ટાચાર વિકાસ માટે નહિ નડતા; નિર્ભય બનીને જાનમાલની પરવા કદીએ નવ કરીએ, અમ માલિકીની વસ્તુનો મૂઢ સ્વાર્થ પણ પરિહરીએ. ...૨ બ્રહ્મચર્યની જયોત જગાવી સત્ય પ્રભુને મંદિરીએ, જગસેવાને આંચ ન આવે એ વ્યવસાયો આચરીએ; સગુણ સ્તુતિ કરીએ સહુની નિંદાથી ન્યારાં રહીએ, વ્યસનો તજીએ સદ્ગુણ સજીએ ટાપટીપ ખોટી તજીએ....૩ ખાવું, પીવું, હરવું, ફરવું, સૂવું, જાગવું અને વદવું, સર્વક્રિયાઓ કરતાં પહેલાં પાપ વિકારોથી ડરવું, છતાં થાય ગફલત જે કંઈ તે ક્ષમા માગી હળવા થઈએ, સર્વ ક્ષેત્રમાં રહીએ તોપણ આત્મભાન નહિ વિસ્મરીએ....૪ – મુનિશ્રી સંતબાલજી જરથુસ્તી ધર્મ (પારસીઓનો ધર્મ) ભારતવાસીઓની ધાર્મિક ઉદારતા અને સહિષ્ણુતા અજોડ છે. વિશ્વના જરથુસ્તી, ખ્રિસ્તી તથા ઇસ્લામ આદિ ધર્મોને આ ભૂમિમાં સ્થાન મળ્યું છે. આ ધર્મને પોતપોતાના ધર્મનો પ્રચાર અને પ્રસાર કરવાની તક પણ આ દેશમાં મળી છે. ઈરાનના પર્સ પ્રાંતમાંથી, ધર્મને બચાવવા માટે, સ્થળાંતર કરીને ભારતમાં ઊતરી આવેલી પ્રજા, પારસીઓને નામે હિંદમાં વસી છે. એક જુદો ધર્મ પાળતી પ્રજા , હિંદુ પ્રજા સાથે સરસ રીતે ભળી ગઈ છે અને કશાથે સંઘર્ષ વિના ભારતની અન્ય પ્રજીઓ સાથે રહે છે. આ પારસી પ્રજાનો ધર્મ તે જરથુસ્તી ધર્મ. જરથુષ્ટ્રના સમયમાં પ્રચલિત ધર્મને “મઝદયસ્તી’ (ઈશ્વરનું જ્ઞાન ધરાવનાર ધર્મ) કહેવામાં આવતો. હતો. આ ધર્મમાં જરથુષ્ટ્ર કરેલા સુધારા પછી તે ‘જરથુસ્તી ધર્મ” તરીકે ઓળખાય છે. મૂળમાં આ ધર્મ એકેશ્વરવાદી હતો છતાં પ્રજા ઘણીવાર અનેકેશ્વરવાદ તરફ ઢળી જતી હતી. તે વખતે મેલી વિદ્યાનું પણ સામ્રાજય હતું. લોકો જાદુ, વહેમમાં માનતા - ચોરી, લૂંટફાટ, જુલમ વગેરે સામાન્ય ઘટના હતી. આ પરથી સ્પષ્ટ થાય છે કે અધર્મના સામ્રાજ્યનો નાશ કરવા માટે જરથુષ્ટ્ર સર્વધર્મ દર્શન સર્વધર્મ દર્શન

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101