Book Title: Sarvdharn Darshan
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 80
________________ વર્તમાન સમયમાં વિશ્વમાં જે ઘટનાઓ બની રહી છે તે, આતંકવાદીઓને ધર્મઝનૂનનાં વિષ પિવરાવવામાં આવ્યાં છે તે તેનું પરિણામ છે. એમ ઠસાવવામાં આવે છે કે, “આ ધર્મના રક્ષણનું કાર્ય છે, તે કરવાથી તમારું મૃત્યુ થાય તો પણ તમે ભાગ્યશાળી છો. આ મૃત્યુ તમને જન્નત આપશે, સ્વર્ગ કે મોક્ષનાં સુખો આપશે.’ આત્મવિલોપન, આત્મસમર્પણ, માનવબોમ્બ કે ક્રૂર આત્મઘાતી હુમલાઓ ધર્મઝનૂનની નીપજ છે. ધર્મને એક ચોક્કસ વર્તુળમાં પૂરી દેવા માટે, સંકીર્ણ રેખાઓ દોરવા માટે અને ધર્મઝનૂન માટે ધર્મના વિકૃત અર્થઘટનો પણ જવાબદાર છે, જેમ કે ગીતામાં કહ્યું છે : મૈયાનું સ્વધર્મો વિગુણઃ પરધર્માત્ સ્વનુક્તિાનું સ્વધર્મે નિધનું શ્રેયઃ પરધર્મો ભયાવહ. સારી પેઠે આચરેલ કરતાં ગુણરહિત પણ સ્વધર્મ સારો છે. સ્વધર્મમાં મૃત્યુ પામવું સારું છે પણ પરધર્મમાં જીવવું ભયંકર છે. આ આખા શ્લોકમાં સ્વ એટલે આત્મા અને પર એટલે જડ શરીર. એ રીતે અર્થ ઘટાડવાનો છે. વહેવારમાં લોકો અર્થઘટન કરે કે, પોતે આજીવિકા માટે જે ધંધો કરતા હોય, ભલે તે બહુ દમવાળો લાગતો ન હોય છતાં પણ તેને વફાદાર રહેવું, અન્ય લોકો જે ધંધો કરતા હોય તેના પ્રતિ આકર્ષાઈને સ્વ-આજીવિકા કે ધંધો વગર વિચારે છોડી દેવો તે ભયંકર છે. ગીતાના આ પવિત્ર શ્લોકનું નિશ્ચયે આત્મલક્ષી જે અર્થઘટન થાય, પરંતુ કહેવાયેલા સત્યને મારીમચડીને પોતાના મતબલમાં આ રીતે ફેરવે છે. ‘પોતાનો સંપ્રદાય - સ્વધર્મ સારો, બાકીના ઠીક નહિ.” ધર્મગુરુઓના સાંપ્રદાયિક માનસે કેવળ ધર્મ વચ્ચે જ ભેદભાવની ભીંતો ઊભી કરી છે એવું નથી. એક જ ધર્મના વિવિધ સંપ્રદાયો વચ્ચે પણ ભેદભાવો પેદા કર્યા છે. ધર્મ જ શાંતિનું સાધન છે, તે પવિત્ર સાધનને ધર્મઝનૂન દ્વારા વિકૃત બનાવી તેનો હાથો બનાવી ભાઈ - ભાઈઓ વચ્ચે ગળાં કાપ લડાઈઓ કરાવી છે. માનવજાતને આમાંથી સપુરુષો કે સદ્ગુરુઓ જ બચાવી શકે. ધર્મઝનૂન માટે ધર્માતરણ અને સરકારી કાયદાઓ પણ જવાબદાર છે. ઇતિહાસ બતાવે છે કે ભારતીય સંસ્કૃતિ પર અનેકવાર ધર્માતરનાં આક્રમણ થયાં છે, વળી અન્ય ધર્મીઓ દ્વારા મંદિરોને ભ્રષ્ટ કરવાનું કાર્ય થયું છે. મોહમ્મદ ગઝનીએ સોમનાથના મંદિર પર અનેકવાર હલ્લા કરેલા. ભારતમાં ૧૪૯૮માં પોર્ટુગલનાં વાસ્કો-ડી-ગામાએ પ્રવેશ કર્યો. તે પૂર્વભૂમિકામાં આ પ્રક્રિયાનું મંડાણ થયું. ઈ.સ. ૧૫૪૨માં સેન્ટ ઝેવિયર આવ્યો. તે સમયે સ્થાનિક માછીમારો સાગરી ચાંચિયાઓથી ભયભીત હતા. તેની સલામતીના બદલામાં પચાસ હજાર માછીમારોનું ધર્મપરિવર્તન કરાવ્યું અને કેટલાંક મંદિરો ભ્રષ્ટ કર્યો. એ સમયે થાણા જિલ્લામાં ઈસાઈ બનેલા લોકોને કૃષ્ણ અષ્ટમીના પવિત્ર દિવસે નિર્મળ અને વિમલ સરોવરમાં સ્નાન કરાવી પુનઃ મૂળ વૈદક ધર્મમાં લાવવા શુદ્ધિ કરાવતા હતા. પોર્તુગીસ શાસકોએ મોટી સંખ્યામાં ગૌહત્યા કરી સરોવરનું પાણી લોહીથી લાલ કરી શુદ્ધિ કરાવનાર પુરોહિતની કતલ કરી નાખી. ભયના સામ્રાજય હેઠળ થાણે, વસઈથી ગોવાના સમગ્ર વિશાળ વિસ્તારમાં સાત લાખ લોકોને ઈસાઈ બનાવ્યા. ઇટાલીથી ભારત આવેલ રાવર્ટ ડી’ નોવેલી નામના પાદરીએ રોમથી આવેલ બ્રાહ્મણ સંન્યાસી તરીકે પોતાની જાતને ઓળખાવી. યે શુવેદ'ની રચના કરી. તેને પાંચમો વેદ ગણાવી સ્વરચિત ‘ઈશોપનિષદ'માં ઈશુનાં ગુણગાન ગાયાં. નર્મદાકિનારે આ પાદરી પ્રવચન પછી ભાતનો પ્રસાદ વહેંચતો. તેણે લાખો લોકોને રાઇસ ક્રિશ્ચિયન બનાવેલા. અંગ્રેજોના કાળમાં આવી પ્રવૃત્તિ ચાલી. સ્વાતંત્ર્ય પછી ધમતરની પ્રવૃત્તિની તપાસ કરવા ૧૯૫૪માં મધ્યપ્રદેશ સરકારે નિયોગી પંચની રચના કરી, પંચના ચોંકાવનાર અહેવાલ છતાં કોઈ અકળ કારણસર સર્વધર્મ દર્શન ૧૩૫ ૧૩૬ સર્વધર્મ દર્શન

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101