Book Title: Sarvdharn Darshan
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 84
________________ ચિત્તવૃત્તિ નિરોધ” એમ કહેલું છે. વિદ્વાનો યોગ શબ્દનો અર્થ જીવાત્માને પરમાત્મા સાથે જોડવો એમ પણ કરે છે. જૈમિની મુનિએ રચેલ પૂર્વમીમાંસા સૂત્રોમાં ઉપાસના અને જ્ઞાન માત્ર કર્મની સમજણ આપવા માટે જ છે. કર્મને જ વેદોનો મધ્યવર્તી વિચાર ગણી યજ્ઞ અનુષ્ઠાનનું વિધિવત્ વર્ણન કર્યું છે, જયારે ઉત્તરમીમાંસા વેદાન્તી કર્મકાંડનું ખંડન કરી આત્મસાક્ષાત્કાર તથા બ્રહ્મજ્ઞાનને જ વેદોની મધ્યવર્તી વિચારધારા ગણે છે. ગીતામાં શ્રીકૃષ્ણ આત્મા વિશે કહ્યું છે કે : नैनं छिदन्ति शस्त्राणि, नैनं दहति पावकः । न चैनम् क्लेन्दन्त्याप: न शोषयति मारुतः ।। શસ્ત્ર છેદી શકતું નથી, અગ્નિ બાળી શકે નહિ, પાણી ડુબાડી શકે નહિ અને પવન શોષી શકે નહિ. કબીરજી અને ગંગાસતી જેવા અનેક દાર્શનિક સંત-કવિઓએ ગીતો રચ્યાં, તો વેદાન્ત દર્શનનાં સૂત્રો પર શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, નિમ્બાર્ક અને વલ્લભાચાર્ય જેવાએ વિદ્વત્તાપૂર્ણ ભાગ્યો રચ્યાં. આધુનિક યુગમાં સ્વામી વિવેકાનંદ, રામતીર્થ, રમણ મહર્ષિ, મહાયોગી અરવિંદ, ટાગોર, આનંદશંકર ધ્રુવ, પંડિત સુખલાલજી, મુનિશ્રી સંતબાલ, આચાર્ય વિનોબા અને ગાંધીજીના સાહિત્યમાં આપણને દાર્શનિક આત્મચિંતનની ઝલક જણાય છે, તો ઓશો અને કૃષ્ણમૂર્તિએ આગવી દૃષ્ટિથી આત્માની વાત કરી છે. - વેદાન્ત દાર્શનિક સાહિત્યમાં આત્મચિંતનની વિચારણા કરી હવે અવૈદિક દર્શનોમાંના એક ચાર્વાક દર્શનમાં આત્મા વિષેના ખ્યાલનો અભ્યાસ કરીએ : તેમના મતે આત્મા જેવું કોઈ ચૈતન્યરૂપ અને સ્વયંપ્રકાશ તત્ત્વ છે જ નહિ. ચૈતન્ય વિશિષ્ટ એવું જે આપણું આ ભૌતિક સ્થૂળ શરીર એ જ સાચું છે. તે માને છે કે પૃથ્વી, જલ, તેજ અને વાયુનાં જડ તત્ત્વોમાંથી ચૈતન્ય વિશિષ્ટ એવા શરીરનો પ્રાદુર્ભાવ થાય છે. દેહાત્મવાદી ચાર્વાક દર્શનના મત મુજબ ઈશ્વર જેવું કોઈ પારમાર્થિક સત તત્ત્વ અસ્તિત્વ ધરાવતું નથી. ભૌતિકવાદી કે જડવાદી દર્શન હોવાને કારણે અહીં દાર્શનિક આત્મચિંતનનો નકારાત્મક અભિગમ જણાય છે. ભારતીય સંસ્કૃતિની બ્રાહ્મણ અને શ્રમણ એ બે મુખ્ય દાર્શનિક પરંપરા ગણાય. શ્રમણ પરંપરામાં બૌદ્ધદર્શન અને જૈન દર્શન સાહિત્યમાં આત્માનું વિશિષ્ટ ચિંતન કરવામાં આવ્યું છે, બૌદ્ધદર્શનમાં ત્રિપિટક ગ્રંથ અને તેની ભાષ્ય અને ટીકાઓના વિપુલ સાહિત્યમાં વિવિધ રીતે આત્મચિંતન નિરૂપાયેલું છે. બુદ્ધ પરિવર્તનશીલ દેષ્ટ ધર્મો સિવાય કોઈ અષ્ટ સ્થાયી દ્રવ્ય કે આત્મતત્વનો સ્વીકાર કરતા નથી. તેમના મતે આ સંસાર અનિત્ય છે. ક્ષણિક છે. જેને આપણે જીવાત્મા કહીએ છીએ, તેને એક નિરંતર ચાલતી પ્રક્રિયાનો પ્રવાહ ગણે છે. જીવની એકસૂત્રતાને કારણે જલતા દીપક સાથે સરખાવી છે. તેમણે સુખ દુઃખ જેવાં સંવેદનોને આત્માની ગુણરૂપે સ્વીકાર્યા. ચેતનાની ભિન્ન ભિન્ન અવસ્થાનો સ્વીકાર કર્યો. પરંતુ ચૈતન્ય તત્ત્વની નિત્યતાને સ્વીકારી નહીં. રોગ, દ્વેષ કે સુખ દુઃખ જેવાં સંવેદનો જેની સાથે જોડાયેલાં છે, તે ભૌતિક ક્લેવર પોતે જ આત્મા છે અને તૃષ્ણાઓના બુઝાઈ જવાથી નિર્વાણ તરફ લઈ જઈ શકાય છે એવો બુદ્ધનો મત હતો. અનાત્મવાદ કે નરાત્મવાદ એ બુદ્ધિદર્શનનું વિશિષ્ટ આત્મચિંતન છે. જૈનદર્શને કર્મવાદ અને મોક્ષના સંદર્ભે પારદર્શક આત્મચિંતન રજૂ કર્યું છે. તેમના મતે સ્થૂલ પદાર્થનું દર્શન ચર્મચક્ષુઓનો વિષય છે અને આત્મસ્વરૂપનું દર્શન દિવ્ય ચક્ષુઓનો વિષય છે. દર્શનાવરણીય કર્મના ક્ષય કે ક્ષયપક્ષમથી ચર્મચક્ષુ રૂપ દૃષ્ટિ પ્રાપ્ત થાય છે અને પદાર્થદર્શનની દૃષ્ટિ ખૂલે છે, પછી મોહનીય કર્મના ક્ષય-ઉપશમ કે ક્ષયોપશમથી આત્માના શુદ્ધ સ્વરૂપનું દર્શન થાય છે. દાર્શનિક કર્મવિજ્ઞાન દ્વારા, આત્માની શુદ્ધિકરણની પ્રક્રિયાના ક્રમિક વિકાસના તબક્કાને ગુણસ્થાનક (ગુણનાઠા)ના સંદર્ભે સમજાવી છે. ચાર અનુયોગમાંથી દ્રવ્યાનુયોગમાં આત્માની સમજણ આપી છે. છ દ્રવ્ય, નવ તત્ત્વ અને આઠ કર્મની ગહન અને સૂક્ષ્મ ચર્ચા દ્વારા આત્માથી પરમાત્મા સુધી પહોંચવાનું માર્ગદર્શન આપેલ છે. સર્વધર્મ દર્શન ૧૪૩ ૧૪૪ સર્વધર્મ દર્શન

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101