Book Title: Sardar Shreenu Jivan Karya
Author(s): Mukul Kalarthi
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 64
________________ સરદાર સાહેબનાં સુપુત્રી મણિબહેન અને સુપુત્ર ડાહ્યાભાઈ રાતદિવસ સરદાર સાહેબની સેવામાં ખડે પગે હતાં તેમના દુ:ખનો તો પાર નહોતો. કરોડો હ્રદયને રડતાં મૂકીને સૌના શિરછત્ર સમા સરદાર વલ્લભભાઈ પટેલ ચિરશાંતિમાં પોઢી ગયા. દેશને માટે આ ઓચિંતી ખબર હતી. માંદા હતા, પણ આટલી જલદી સરદાર સાહેબ પોતાની જીવનલીલા સંકેલી લેશે એમ નહોતું લાગતું. તેથી આ દુ:ખદ ખબર મળતાં દેશ ડઘાઈ ગયો. ૧૯૪૭થી દેશનું જે નવનિર્માણ થઈ રહ્યું હતું તેનો એક મોટો આધારસ્તંભ તૂટી પડ્યો. સરદાર વલ્લભભાઈ પટેલ જતાં ગુજરાતને પડેલી જબરી ખોટ કોઈથી પૂરી શકાય એમ નથી. ગુજરાત પર જ્યારે જ્યારે કંઈ ને કંઈ આફત આવી પડે છે, ત્યારે ત્યારે સૌ કોઈ સરદાર સાહેબને અચૂક યાદ કર્યા વિના રહેતા નથી. પરંતુ હવે શું થાય ? સરદાર સાહેબના અગ્નિસંસ્કાર વેળાએ આપણા રાષ્ટ્રપતિ રાજેન્દ્રબાબુએ ઉચ્ચારેલા શબ્દો યાદ કરીએ અને પ્રેરણા મેળવીએ : ‘સરદારના દેહને અગ્નિ ભરખી રહ્યો છે. પરંતુ આ ધરતી પરનો કોઈ પણ અગ્નિ તેમની કીર્તિને આંચ લગાડી શકે એમ નથી. ‘સરદાર પટેલનો ભૌતિક દેહ તો ગયો. પણ તેમણે Jain Education, International ૬૩ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66