Book Title: Sardar Shreenu Jivan Karya
Author(s): Mukul Kalarthi
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 63
________________ અમદાવાદથી દિલ્હી ગયા. પરંતુ દિલ્હી ગયા પછી તબિયતે પાછો ઊથલો ખાધો અને સરદાર સાહેબને મુંબઈ લાવવામાં આવ્યા. મુંબઈ આવીને બે દિવસ તો ઘણું સારું લાગ્યું. સૌને થયું કે, મુંબઈની હવા હવે ઠીક સુધારો કરી આપશે. પણ એ તો ઓલવાતા દીવાનો છેલ્લો ચમકારો જ હતો. ૧૪મીએ ગુરુવારે રાતે તબિયત કથળી અને શુક્રવારે સવારે નવ ઉપર સાડત્રીસ મિનિટે તા. ૧૫મી ડિસેમ્બર, ૧૯૫૦ને રોજ આપણા વંદનીય સરદાર સાહેબ સ્વર્ગવાસી થયા ! આ શોકજનક દુ:ખદ સમાચાર બધે વાયુવેગે ફેલાઈ ગયા. મુંબઈના આગેવાનો અને પ્રધાનો મુંબઈના બિરલા હાઉસમાં જઈ પહોંચ્યા. વડા પ્રધાન શ્રી જવાહરલાલ નેહરુ, રાષ્ટ્રપતિ રાજેન્દ્રબાબુ, રાજાજી, શ્રી ગોવિંદવલ્લભ પંત વગેરે આગેવાનો પણ થોડા જ કલાકમાં દિલ્હીથી વિમાનમાં મુંબઈ જઈ પહોંચ્યા. બિરલા હાઉસની અંદર અને બહાર દરેકની આંખ આંસુથી ભીની થઈ ગઈ હતી. જવાહરલાલ અને શ્રી પંત તો નાના બાળકની માફક ધ્રુસકે ધ્રુસકે રોયા. શ્રી રાજેન્દ્રબાબુ, રાજાજી, મંગળદાસ પકવાસા, દાદાસાહેબ માવળંકર, મોરારજીભાઈ વગેરેની પણ એવી જ સ્થિતિ હતી. Jain Education International ૬૨ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66