Book Title: Samyaktva Shatsthan Chauppai Author(s): Dhirajlal Dahyalal Mehta Publisher: Jain Dharm Prasaran Trust View full book textPage 7
________________ આ ચઉLઈમાં છ સ્થાનોનું ખાસ તર્કયુક્ત ખંડનમંડન કરવાપૂર્વક સવિસ્તૃત વર્ણન કરેલું છે - (૧) આત્મા છે, (૨) તે આત્મા નિત્ય છે, (૩) તે આત્મા કર્મોનો કર્તા છે, (૪) તે આત્મા કર્મોનો ભોક્તા છે, (૫) આ આત્મા જ્ઞાનાદિ ગુણોની ઉપાસના દ્વારા મુક્ત બની શકે છે તે માટે મોક્ષ છે, (૬) આવા પ્રકારની મુક્તિની પ્રાપ્તિના ઉપાયો પણ છે આ છઠું સ્થાન છે. આ પ્રમાણે આ છ સ્થાનોનું પૂર્વપક્ષ-ઉત્તરપક્ષ પૂર્વક વર્ણન આ ગાથાઓમાં બહુ જ સારી રીતે ચર્ચવામાં આવ્યું છે તથા પ્રસંગે પ્રસંગે યથાસ્થાને યથોચિત રૂપે અન્ય છ દર્શનોનું ખંડન પણ કરવામાં આવ્યું છે. જેમકે “આત્મા છે” આ પ્રથમ સ્થાનમાં જે જે દર્શનકારો આત્મા નથી એમ માને છે અને પાંચ ભૂતોમાંથી જ ચેતના પ્રગટ થાય છે અને પાંચ ભૂતોમાં જ તે સમાઈ જાય છે, પરભવ-પૂર્વભવ જેવું કશું નથી આમ જે માને છે તેનું ખંડન છે. અર્થાત્ આ સ્થાનમાં ચાર્વાકદર્શનનું ખંડન છે. એવી જ રીતે “આત્મા નિત્ય છે” આવા પ્રકારના બીજા સ્થાનમાં “આત્મા ક્ષણિક જ માત્ર છે” આવું માનનારા બૌદ્ધદર્શનનું ખંડન છે. આ જ પ્રમાણે ત્રીજા આદિ સ્થાનોમાં વેદાન્ત-સાંખ્ય અને મીમાંસક આદિ દર્શનોનું ખંડન છે. કારણ કે આ “જગતુ” આ છ પદોથી ભરેલું છે. તેથી જે દર્શનકાર જે પદ ન માને તે પદના વર્ણનમાં તે દર્શનનું ખંડન ગ્રંથકારશ્રીએ બહુ જ સારી રીતે કરેલ છે તે આ પદો અને તેનું વિવેચન વાંચવાથી જરૂર સમજાશે. પરમ પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજશ્રી આ છએ દર્શનના ખુબ જ અભ્યાસી હતા. તેથી તે તે દર્શનના પૂર્વપક્ષોને પણ તેઓ સારી રીતે જાણતા હતા. તે પૂર્વપક્ષોને પ્રથમ રજુ કરીને અતિશય ધારદાર દલીલોથી તેનું ખંડન કરેલું છે. આટલું બધું અને અત્યન્ત સ્પષ્ટ ખંડન બોલવામાં અને લખવામાં તે કાળે તેઓશ્રીને કદાચ કોઈક કોઈક નાની મોટી આપત્તિઓ અને અવરોધો પણ આવ્યા હશે, પરંતુ તે મહાત્માPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 388