________________
સમ્યક્તનાં પ્રથમ સ્થાનનું વર્ણન
૩૫ ભાગને વળગવાનું કામ આ બાળક કેમ કરે? તેથી માનવું જોઈએ કે તે બાળકે પૂર્વભવમાં આ આહારનો અનુભવ કર્યો છે, તે અનુભવના સ્મરણથી જ આ પ્રવૃત્તિ કરે છે. આ પ્રમાણે “પૂર્વભવ છે” આમ સિદ્ધ થાય છે.
પ્રશ્ન - જ્યાં જ્યાં પૂર્વભવમાં સંજ્ઞી પંચેન્દ્રિયનો ભવ કર્યો હોય અને સ્તનપાનાદિ આહારનું કાર્ય કર્યું હોય, ત્યાં ત્યાં તો પૂર્વભવના સંસ્કારોનું સ્મરણ થવાથી સ્તનપાન પ્રવૃત્તિ ઘટી શકે છે. પરંતુ સર્વે પણ જીવો અનાદિકાળથી તો નિગોદના ભવમાં જ હતા. ત્યાં કેટલાય ભવો કર્યા પછી જ સંજ્ઞી પંચેન્દ્રિયના ભવમાં આવ્યા છે, તો તે નિગોદના ભવમાં અનંતા ભવો કરીને સૌથી પ્રથમ સંશી પંચેન્દ્રિયનો ભવ જ્યારે કરે ત્યારે તેના પૂર્વભવો નિગોદના હોવાથી પૂર્વભવના સ્તનપાનના સંસ્કારો ન હોવાથી તેને આહાર સંબંધી સ્તનપાનની પ્રવૃત્તિ કેમ ઘટી શકે?
ઉત્તર - સંજ્ઞી પંચેન્દ્રિયના પ્રથમ ભવની અંદર જે સ્તનપાનની પ્રવૃત્તિ થાય છે, તેના પૂર્વભવોમાં (એકેન્દ્રિયાવસ્થા હોવાથી) સ્તનપાન પ્રવૃત્તિ ભલે નથી, પણ આહાર ગ્રહણ પ્રવૃત્તિ અવશ્ય છે જ. તે આહાર ગ્રહણની પ્રવૃત્તિના સંસ્કારોનું જ નિરંતર સ્મરણ રહેવાથી જ સંજ્ઞી પંચેન્દ્રિયના ભવમાં પણ આહાર ગ્રહણ કરવાની ઇચ્છા પ્રજ્વલિત થાય છે અને તેના સ્થાનને તે જીવ શોધી કાઢે છે. | સર્વથા ન જોયેલું સ્થાન કોણ શોધી શકે ? અર્થાત્ આ જીવે પૂર્વભવોમાં સતત આહાર ગ્રહણ કરેલ છે. તેનાથી આહારના સંસ્કારો પડેલા છે અને તે આહારનું સ્થાન પણ પૂર્વભવોથી જોયેલું જ છે. તેના કારણે જન્મ થતાં જ આ જીવ તે સ્થાનને પૂર્વસંસ્કારોના સ્મરણથી શોધી કાઢે છે. માટે અવશ્ય પૂર્વભવ છે જ, આમ માનવું જોઈએ. ll૧૪ll