Book Title: Samyaktva Shatsthan Chauppai
Author(s): Dhirajlal Dahyalal Mehta
Publisher: Jain Dharm Prasaran Trust
Catalog link: https://jainqq.org/explore/032118/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાચાર્ય-ન્યાયવિશારદ-મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત સમ્યક્ત્વ ષસ્થાન ચઉuઈ | (સ્વોપજ્ઞ બાલાવબોધ તથા ગુજરાતી વિવેચન સાથે) • વિવેચનકાર : ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા-સુરત Page #2 -------------------------------------------------------------------------- ________________ આગમોદ્ધારક પૂ. આચાર્યશ્રી સાગરાનંદસૂરીશ્વરજી મ.સા. છાણી = દીક્ષાની ખાણી'' આ કહેવતને અનુસારે (વડોદરા પાસેના) આ છાણી ગામમાં શેઠશ્રી શાન્તિલાલ છોટાલાલને ત્યાં ધર્મનિષ્ઠ એવાં તથા છ કર્મગ્રંથ સુધીનું સારુ ધામિક જ્ઞાન ધરાવનારા એવા સુશ્રાવિકા શ્રી મંગુબેનની રત્નકુક્ષીએ વિક્રમ સંવત ૨૦૦૦ના વૈશાખ સુદ બીજના, દિવસે પુત્રરત્નનો જન્મ થયો. આ બાળકનું નામ રાખ્યું અરૂણકુમાર. માતા-પિતાના ધાર્મિક સંસ્કારો ઘણા જ હોવાથી બાળકને પણ એ જ સંસ્કારોની સાથે ઉચ્છેરણ કરતાં કરતાં વિક્રમ સંવત ર૦૧૧ના અષાઢ સુદ ૧૧, ગુરુવાર, તા. ૩૦/૬/૧૯૫૫ના રોજ જેના ધર્મનો સારો અભ્યાસ કરાવવાના આશયથી મહેસાણામાં ચાલતી શ્રીમદ્ યશોવિજયજી જેના સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ અર્થે પ્રવેશ કરાવ્યો. ત્યાં પાઠશાળામાં આ અરૂણકુમારે છ કર્મગ્રંથ સાર્થ તથા સંસ્કૃત બે બુક, પ્રાકૃતબુક વિગેરેનો પ્રાથમિક સારો અભ્યાસ કર્યો. સાથે સાથે સંગીત તથા પ્રભુભક્તિનાં કાવ્યોના અભ્યાસ સાથે આગળ વધતાં પંડિતજી શ્રી પુખરાજજી સાહેબ તથા અધ્યાપક શ્રી વાડીભાઈ સાહેબ તથા પંડિતજી શ્રી ધીરૂભાઈ સાહેબ પાસે જુદા જુદા વિષયોનો સારો અભ્યાસ કરવા સાથે આગળ વધ્યા. વિ.સં. ૨૦૧૦માં શ્રી શીખરજી મહાતીર્થની મહાપ્રતિષ્ઠાના પ્રસંગે મહેસાણા પાઠશાળાના વિધાર્થીઓની સાથે બહુ જ ભક્તિભાવપૂર્વક તીર્થયાત્રા કરીને પાછા આવીને વિ. સં. ૨૦૧૭ના વૈશાખ સુદ ૧૪ના દિવસે આબુજી તીર્થમાં પૂજ્ય પંન્યાસજી શ્રી ભદ્રંકરવિજયજી મ. સાહેબ તથા પૂ. ગણિવર્યશ્રી ધર્મસાગરજી મ.સા. તથા પૂ. મુનિશ્રી અભયસાગરજી મ.શ્રીની નિશ્રામાં વિમલવસહીના પવિત્ર અને ભવ્ય એવા જિનાલયના રંગમંડપમાં જ દીક્ષાનો સ્વીકાર કર્યો અને પૂજ્ય ગુરુદેવ શ્રી અભયસાગરજી મ. સાહેબનું શિષ્યત્વ સ્વીકાર કર્યું. આ પ્રમાણે શ્રી અરૂણકુમાર પૂજ્ય શ્રી અભયસાગરજી મહારાજ સાહેબના શિષ્ય તરીકે અશોકસાગરજીના નામે ઉદ્ઘોષિત થયા. પૂજ્ય ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મ.સા. પૂજ્ય પંન્યાસ ગુરુદેવ શ્રી અભયસાગરજી મ. સા. Page #3 -------------------------------------------------------------------------- ________________ દીક્ષા સ્વીકાર્યા બાદ ગુરુદેવશ્રીની આજ્ઞાને જ પોતે પોતાના પ્રાણસમાન બલ્કે તેનાથી પણ અધિક બનાવીને પૂજ્ય ગુરુદેવની પાસે સિદ્ધહેમ લઘુવૃત્તિ વ્યાકરણ, તર્કસંગ્રહ આદિ કેટલાક ન્યાયના ગ્રન્થો તથા પૂજ્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ.સા.ના રચાયેલા અને પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ.સાહેબના રચાયેલા ગ્રન્થોનું તલસ્પર્શી ઊંડું અધ્યયન કર્યું. અનેક શાસ્ત્રોનું સારુ દોહન કર્યું તથા પોતાના જ નાના બંન્ને ભાઈઓને છાણી ગામમાં જ પ્રતિબોધ કરી દીક્ષા આપી મુનિશ્રી જિનચંદ્રસાગરજી અને મુનિશ્રી હેમચંદ્રસાગરજી આવાં પવિત્ર નામ રાખી પોતાના શિષ્ય બનાવ્યા. સંયમમાર્ગની પવિત્ર સાધના કરતાં કરતાં જ્ઞાનગુણમાં અને સેવાના ગુણમાં આગળ વધતા પૂજ્ય ગુરુદેવશ્રી અભયસાગરજી મહારાજ સાહેબે ઊંઝા ગામમાં વિક્રમ સંવત ૨૦૩૬ના વૈશાખ સુદ ૧૦ના દિવસે ગણિપદવીથી અને વિક્રમ સંવત ૨૦૪૫ના વૈશાખ સુદ ૬ ના દિવસે પાલીતાણામાં પંન્યાસ પદવીથી વિભૂષિત થયા. પૂજ્ય અશોકસાગરજી મહારાજશ્રી પોતે સાવધાનતાપૂર્વક નિરતિચારપણે રત્નત્રયીની સાધના કરતા કરતા અને જૈન શાસનની પ્રભાવના કરતા કરતા વિક્રમ સંવત ૨૦૫૨માં પાલીતાણા પધાર્યા ત્યાં તેઓશ્રીની બરાબર યોગ્યતા જોઈને ગુરુ ભગવંતે તેઓશ્રીને પૂ. ગચ્છાધિપતિ આ. ભ. શ્રી સૂર્યોદયસાગરસૂરીશ્વરજી મ. સાહેબે મહા સુદ છઠ્ઠનાં આચાર્ય પદથી વિભૂષિત કર્યા. તથા પૂજ્ય ગુરુદેવશ્રી અભયસાગરજી મ.શ્રીની સૂચના મુજબ તેઓશ્રીની આજ્ઞા અને આશીર્વાદથી સફળતાપૂર્વક સંયમમાર્ગની સાધના કરતા કરતા તેની સાથે સાથે પાલીતાણા જંબૂદ્વીપમાં પૃથ્વી, ચંદ્ર, સૂર્ય અંગેની શાસ્ત્રીય બાબતોની સત્ય અને યશાર્થ વાતો વિશ્વભરમાં પ્રસિદ્ધ કરવાનું કામ સારું એવું સંપન્ન કર્યું. તથા પૂજ્ય ગુરુદેવશ્રી અભયસાગરજી મ.સાહેબના સ્વપ્નને અનુસારે જંબુદ્વીપમાં ૧૦૮ ફૂટના દાદાશ્રી આદિનાથ પરમાત્માની પ્રતિમાજીનું નિર્માણ કાર્ય ચાલુ કર્યું. જે હાલ ચાલી રહ્યું છે. જેની પ્રતિષ્ઠા પોષ વદ ૧૩ વિક્રમ સંવત ૨૦૭૧ તા ૧૮/૧/૨૦૧૫ રવિવારે મેરુતેરસના દિવસે કરવાની જાહેરાત થઈ. જે થોડાક સમયમાં જ પ્રતિષ્ઠા થવાની છે. પૂજ્ય આચાર્ય શ્રી અશોકસાગરસૂરીશ્વરજી મ.સાહેબ ૭૦થી પણ અધિક શિષ્ય-પ્રશિષ્યોના પરિવાર સાથે હાલ વર્તમાન કાલે સુંદર એવી જૈનશાસનની પ્રભાવના કરી રહ્યા છે અને આશા રાખીએ કે તેઓશ્રીના વરહસ્તે ઘણા જ મંદિરોની પ્રતિષ્ઠા થવાપૂર્વક શાસનપ્રભાવના ઘણી થાય. આ સમ્યક્તાવ ષસ્થાનક ચઉપ્પઈ પુસ્તક તૈયાર થયું તેમાં તેઓશ્રીની ભાવના થવાથી ચતુર્વિધ શ્રી સંઘના ઉપયોગ માટે આ કાર્યમાં જોડાયા. શાસનદેવ તેઓને સંઘના ઉપયોગી અનેક કાર્યો કરવાનું બળ આપે એવી ભાવના સાથે અમે તેઓના આ કાર્યની ઘણી ઘણી અનુમોદના કરીએ છીએ. એજ લિ. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ ન્યાયાચાર્ય-ન્યાયવિશારદ-મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત પથાન થઉuઈll (સ્વોપજ્ઞ બાલાવબોધ તથા ગુજરાતી વિવેચન સાથે) • વિવેચનકાર • ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા-સુરત વ્યવહારક : શ્રી આદીનાથ જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ-નવસારી પ કાનજી વાડી, શાંતાદેવી રોડ, નવસારી. . (જ્ઞાનદ્રવ્યમાંથી) OuumIIIIIIIIII છે પ્રકાશક ૦ જૈન ધર્મ પ્રસારણ ટ્રસ્ટ-સુરત. એ-૬૦૨, પાર્શ્વદર્શન કોમ્લેક્ષ, નવયુગ કોલેજ સામે, રાંદેર રોડ, સુરત-૩૯૫૦૦૯, ગુજરાત, (INDIA) IIIliliitilllllo:: 6: આ :: ::::: 9 પ્રકાશ જાડા Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : જેન ધર્મ પ્રસારણ ટ્રસ્ટ એ-૬૦૨, પાર્શ્વદર્શન કોપ્લેક્ષ, નવયુગ કોલેજ સામે, રાંદેર રોડ, સુરત-૩૯૫૦૦૯. ગુજરાત, (INDIA) ફોન : ૦૨૬૧-૨૭૬૩૦૭૦, મો : ૯૮૯૮૩૩૦૮૩૫ ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા || સેવંતીલાલ વી. જેના એ-૬૦૨, પાર્થદર્શન કોમ્લેક્ષ, | ડી-પર, સર્વોદયનગર, ગ્રાઉન્ડ ફ્લોર, નવયુગ કોલેજ સામે, || પાંજરાપોળ, ૧લી લેન, સી.પી. ટેન્ક રાંદેર રોડ, સુરત-૩૯૫૦૦૯, (INDIA)|| રોડ, મુંબઈ-૪ Ph. (0261) 2763070 Ph. : (022) 2240 4717 Mob.: 9898330835 2241 2445 7 પ્રાપ્તિ સ્થાન શ્રી યશોવિજયજી જેના સરસ્વતી પુસ્તક ભંડાર સંસ્કૃત પાઠશાળા હાથીખાના, રતનપોળ, અમદાવાદ, સ્ટેશન રોડ, રંગ મહોલના નાકે, ફોન : (૦૭૯) ૨૫૩૫૬૬૯૨ મહેસાણા. (ઉ. ગુજરાત) Ph. (02792) 222927 જેન પ્રકાશન મંદિર ખત્રીની ખડકી, દોશીવાડાની પોળ, અમદાવાદ-૩૮૦૦૦૧ Ph. (079) 25956806 વીર સંવત ૨૫૪૦ વિક્રમ સંવત ૨૦૭૦ પ્રકાશન વર્ષ ઈસ્વીસન્ ૨૦૧૪ પ્રથમ આવૃત્તિ કિંમત : રૂ. ૧૮૦-૦૦ કંપોઝ-પ્રિન્ટીંગ-બાઈન્ડીંગ : ભરત ગ્રાફિક્સ ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રિલીફ રોડ, અમદાવાદ-૧. ફોન : ૦૭૯-૨૨૧૩૪૧૭૬, મો. ૯૯૨૫૦૨૦૧૦૬ E-mail : bharatgraphics1@gmail.com Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના આ આત્મા અનાદિકાળથી અનેક દોષોથી ભરેલો છે. મિથ્યાર્દષ્ટિ હોવાના કારણે ગુણો પણ દોષોનું જ કામ કરનાર બને છે. સમ્યક્ત્વની પ્રાપ્તિથી ગુણોની શરૂઆત થાય છે. સમ્યક્ત્વગુણ આવ્યો હોય તો જ જ્ઞાન-દર્શન-ચારિત્ર-વિનય-વૈયાવચ્ચ-તપ ઈત્યાદિ ગુણો કર્મોની નિર્જરા કરાવનાર બને છે. જેથી આ આત્માની શોભા વધે છે અને જો સમ્યક્ત્વ ગુણ ન પ્રગટ્યો હોય તો આ જ ગુણો કર્મોની નિર્જરા કરાવતા નથી, પરંતુ અહંકાર અને મમકાર વધવાથી આ આત્માનું અહિત (અકલ્યાણ) કરનાર બને છે. આ કારણે જ સર્વગુણોમાં મૂલભૂત પ્રથમગુણ સમ્યક્ત્વગુણ છે. સમ્યક્ત્વ એકડાતુલ્ય છે અને બાકીના ગુણો મીંડાતુલ્ય છે. એકડો હોય તો મીંડાની પણ ઘણી કિંમત છે, તેના વિના મીંડાની કશી જ કિંમત નથી. આ આત્મામાં આ સમ્યક્ત્વગુણ પ્રગટ્યો છે. તેની નિશાનીરૂપે ૬૦ બોલો જૈનદર્શનમાં આવે છે. તે ૬૭ બોલોને સમજાવતી “શ્રી સમ્યક્ત્વના ૬૭ બોલની સજ્ઝાય” પરમ પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજશ્રીએ જ બનાવી છે જે સજ્ઝાય જુદા જુદા રાગયુક્ત ૧૨ ઢાળવાળી બનાવી છે. આ ૬૭ બોલમાં છેલ્લા જે ૬૨ થી ૬૭ માં છ બોલ આવે છે તે સમ્યક્ત્વનાં ૬ સ્થાન કહેવાય છે તે છ બોલને જ વધારે વધારે વિસ્તારથી સમજાવવા માટે ચઉપ્પઈના રાગમાં તે જ પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજશ્રીએ આ ચઉપ્પઈ બનાવી છે. તેથી જ આ શાસ્ત્રનું નામ “શ્રી સમ્યક્ત્વ ષસ્થાન ચઉપ્પઈ” રાખવામાં આવ્યું છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ આ ચઉLઈમાં છ સ્થાનોનું ખાસ તર્કયુક્ત ખંડનમંડન કરવાપૂર્વક સવિસ્તૃત વર્ણન કરેલું છે - (૧) આત્મા છે, (૨) તે આત્મા નિત્ય છે, (૩) તે આત્મા કર્મોનો કર્તા છે, (૪) તે આત્મા કર્મોનો ભોક્તા છે, (૫) આ આત્મા જ્ઞાનાદિ ગુણોની ઉપાસના દ્વારા મુક્ત બની શકે છે તે માટે મોક્ષ છે, (૬) આવા પ્રકારની મુક્તિની પ્રાપ્તિના ઉપાયો પણ છે આ છઠું સ્થાન છે. આ પ્રમાણે આ છ સ્થાનોનું પૂર્વપક્ષ-ઉત્તરપક્ષ પૂર્વક વર્ણન આ ગાથાઓમાં બહુ જ સારી રીતે ચર્ચવામાં આવ્યું છે તથા પ્રસંગે પ્રસંગે યથાસ્થાને યથોચિત રૂપે અન્ય છ દર્શનોનું ખંડન પણ કરવામાં આવ્યું છે. જેમકે “આત્મા છે” આ પ્રથમ સ્થાનમાં જે જે દર્શનકારો આત્મા નથી એમ માને છે અને પાંચ ભૂતોમાંથી જ ચેતના પ્રગટ થાય છે અને પાંચ ભૂતોમાં જ તે સમાઈ જાય છે, પરભવ-પૂર્વભવ જેવું કશું નથી આમ જે માને છે તેનું ખંડન છે. અર્થાત્ આ સ્થાનમાં ચાર્વાકદર્શનનું ખંડન છે. એવી જ રીતે “આત્મા નિત્ય છે” આવા પ્રકારના બીજા સ્થાનમાં “આત્મા ક્ષણિક જ માત્ર છે” આવું માનનારા બૌદ્ધદર્શનનું ખંડન છે. આ જ પ્રમાણે ત્રીજા આદિ સ્થાનોમાં વેદાન્ત-સાંખ્ય અને મીમાંસક આદિ દર્શનોનું ખંડન છે. કારણ કે આ “જગતુ” આ છ પદોથી ભરેલું છે. તેથી જે દર્શનકાર જે પદ ન માને તે પદના વર્ણનમાં તે દર્શનનું ખંડન ગ્રંથકારશ્રીએ બહુ જ સારી રીતે કરેલ છે તે આ પદો અને તેનું વિવેચન વાંચવાથી જરૂર સમજાશે. પરમ પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજશ્રી આ છએ દર્શનના ખુબ જ અભ્યાસી હતા. તેથી તે તે દર્શનના પૂર્વપક્ષોને પણ તેઓ સારી રીતે જાણતા હતા. તે પૂર્વપક્ષોને પ્રથમ રજુ કરીને અતિશય ધારદાર દલીલોથી તેનું ખંડન કરેલું છે. આટલું બધું અને અત્યન્ત સ્પષ્ટ ખંડન બોલવામાં અને લખવામાં તે કાળે તેઓશ્રીને કદાચ કોઈક કોઈક નાની મોટી આપત્તિઓ અને અવરોધો પણ આવ્યા હશે, પરંતુ તે મહાત્મા Page #8 -------------------------------------------------------------------------- ________________ ૫ સિંહની જેમ અતિશય નીડર થઈને સ્પષ્ટ બોલનારા અને સ્પષ્ટ લખનારા બન્યા હતા. તે વાત અત્યન્ત સાચી અને સ્પષ્ટ છે તથા શ્રીસંઘના પુણ્યે આ કામ કર્યું છે કે આવી મહાન વિભૂતિ આ શાસનમાં આવા કપરા કાલે પણ થઈ. તે જૈનસંઘનો પુણ્યોદય સમજવો. જો કે ભૂતકાળમાં પૂજ્ય હરિભદ્રસૂરીશ્વરજી મ. તથા કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી મ.સાહેબ તથા પૂજ્ય મલયગિરિજી મ.સાહેબ આદિ અનેક મહાત્મા પુરુષોએ અન્ય દર્શનોની ખોટી ખોટી માન્યતાઓનું ખંડન કરીને જૈનદર્શનના અનેકાન્તવાદની વિજયપતાકા ફરકાવેલી મળે છે. પરંતુ તે સઘળુંય સાહિત્ય સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં ઉપલબ્ધ છે જ્યારે પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજશ્રીની રચનાવાળું સાહિત્ય લગભગ ગુજરાતી ભાષામાં ઘણું ખરું જોવા મળે છે જે આજે બધા જ સંપ્રદાયોમાં પઠનપાઠનને યોગ્ય બન્યું છે. આ એક મોટી વિશેષતા છે. આ ષડ્થાન ચઉપ્પઈ પણ ગુજરાતી ભાષામાં જ કાવ્યરૂપે બનાવાઈ છે અને છએ દર્શનોની એકાન્ત માન્યતાઓનું ધારદાર દલીલો દ્વારા ખંડન કરવામાં આવ્યું છે. માટે આ ગ્રંથ વારંવાર સતત પઠન-પાઠનને યોગ્ય છે. વિદ્યાર્થીઓને નિરંતર વાંચવા માટે અમારો અતિશય આગ્રહ છે. પરમ પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ સાહેબે સમ્યક્ત્વના ૬૭ બોલની સજ્ઝાય, આઠ દૃષ્ટિની સજ્ઝાય, સવાસોદોઢસો અને સાડા ત્રણસો ગાથાનાં સ્તવનો ઈત્યાદિ સાહિત્ય ગુજરાતીમાં જ બનાવીને આપણા ઉપર (ગુજરાતીઓ ઉપર) ઘણો જ ઉપકાર કર્યો છે. જો દિવાદાંડીતુલ્ય આ મહાત્મા ન થયા હોત અથવા તેમણે જો આ સાહિત્ય ન રચ્યું હોત તો આપણા સમાજમાં આટલું વિશાળ જ્ઞાન વૃદ્ધિ પામત નહીં. માટે તેઓનો ઘણો જ આપણા ઉપર ઉપકાર છે. તેથી આ મહાત્મા પુરુષને કોટિ કોટિ વારંવાર વંદના. અમે અમારી શક્તિ પ્રમાણે આ ચઉપ્પઈના અર્થો લખ્યા છે અને લખીને પ્રકાશિત કર્યા છે. અમારું આ લખાણ શાસ્ત્રાનુસારી થાય એવો Page #9 -------------------------------------------------------------------------- ________________ દ ઘણો જ ખ્યાલ રાખ્યો છે. છતાં છદ્મસ્થતાના કારણે, બીનઉપયોગ દશાના કારણે અને વિશેષ આલંબનોના અભાવે કદાચ ક્યાંય કોઈ પણ જાતની ભૂલ થઈ ગઈ હોય-સ્ખલના થઈ હોય તો ચતુર્વિધસંઘ સમક્ષ ત્રિવિધે ત્રિવિધે ક્ષમાયાચના માગું છું અને આવી ભૂલો મને સત્ત્વરે જણાવવા કૃપા કરશો કે જેથી નવી નવી આવૃત્તિમાં તેનો સુધારો કરી શકાય. આવી વિનંતિ કરું છું. શ્રી ચતુર્વિધસંઘમાં આવા ગ્રન્થો વધારે ને વધારે ભણાતા રહે અને વધારેને વધારે ઉપયોગમાં આવે એવી આશા સાથે આ પ્રસ્તાવના પૂર્ણ કરું છું. એ-૬૦૨, પાર્શ્વદર્શન કોમ્પલેક્ષ, નવયુગ કોલેજ સામે, રાંદેર રોડ, સુરત-૩૯૫૦૦૯. ફોન : ૦૨૬૧-૨૭૬૩૦૭૦ લી. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા શ્રીમદ્ શૂન્યસ્ય વાવા, થનમુળમળે: । सम्भृता दीप्यमाना । सूक्ष्मार्थैरुत्प्रगाढा, विविधनययुता । सर्वनिक्षेपदृप्ता ।। अध्यात्मानन्दपूता, मुनिजनविधृता | નૈમમ્મીરમાવા || સૈષા વિદ્વદ્ભનોજ્ઞા, નવિનશિશો: । चौपइख्या कृतीयम् ।। Page #10 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધિ-ભદ્ર-વિલાસ-કારસૂરિભ્યો નમઃ આવકાર ___F - આ. મુનિચન્દ્રસૂરિ સ્વોપજ્ઞ બાલાવબોધ સહિત મહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવર રચિત “સમ્યક્ત્વ ષસ્થાન ચઉપ્પઈ”નું પં. શ્રી ધીરુભાઈ દ્વારા સરળ ગુજરાતી ભાષામાં વિવેચન સાથે પ્રકાશન થઈ રહ્યું છે તે આનંદનો વિષય છે. ધર્મસંગ્રહ'ના આ.ભ. ભદ્રંકરસૂરિ મ.ના ગુજરાતી અનુવાદની પ્રસ્તાવનામાં પં. ભદ્રંકરવિજયજી ગણિવરે લખેલ કે આજનો યુગ અનુવાદનો યુગ છે. એ જ લયમાં કહેવું હોય તો આજનો યુગ વિવેચનનો યુગ છે એમ પણ કહી શકાય. આજે નાના-મોટા અનેક ગ્રંથોના વિવેચનો અનેક વિદ્વાનો દ્વારા રચાતા રહે છે. પ્રગટ થતા રહે છે. ખરેખર, અભ્યાસ કરવા માટે આજનો યુગ ‘સુવર્ણયુગ’ છે. પ્રસ્તુત ગ્રન્થની પ્રશસ્તિ જોતાં આ ગ્રન્થનું નામ નયપ્રસ્થાન ષસ્થાનક' એવું ગ્રંથકારશ્રીને અભિપ્રેત હોય એવું જણાય છે. અત્યારે એના પ્રચલિત નામોમાં સમકિતનાં છ સ્થાનની ચોપાઈ’ ‘સમ્યક્ત્વ ચોપાઈ’ ‘ષસ્થાનક સ્વાધ્યાય' જેવા નામો પણ ગણાવી શકાય. Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ કડી + ૩ પદ્યોની બનેલી આ રચનાનું પ્રકાશન વિ.સં. ૧૯૯૨ માં ગૂર્જર સાહિત્યસંગ્રહ વિભાગ-૧ માં થયેલું. આ ગ્રંથમાં મુખ્યતયા પરમતની સમીક્ષા કરવામાં આવી છે. એમાં મુખ્યત્વે નાસ્તિકમત, બૌદ્ધમત, અકર્તૃત્વમત, અનિર્વાણવાદ, નિયતિવાદ વગેરે વિષયોની સમીક્ષા કરાઈ છે. ગ્રન્થકારે પોતે જ સ્વોપજ્ઞ બાલાવબોધ રચ્યો છે. એ બંને ઉપર ૫. ધીરુભાઈનું સરસ વિવેચન છે. પંડિતજીએ અત્યાર સુધીમાં ઘણા વિવેચનો આપ્યા છે. હજુ પણ આપે એવી આશા રાખીએ. જૈફ વયે પણ અપ્રમત્તપણે અધ્યાપન લેખન કરતાં પંડિતજીને લાખ લાખ ધન્યવાદ ! શ્રી સરસ્વતી સ્તુતિ માત હે ભગવતિ આવ મુજ મનમહીં, જ્યોતિ જિમ ઝગમગે તમસ જાયે ટળી, કુમતિ મતિ વારિણી કવિ મનોહારિણી, જય સદા શારદા, સારમતિદાયિની. ૧ શ્વેતપદ્માસના શ્વેતવસ્ત્રાવૃતા, કુન્દ શશી હિમ સમા ગૌરદેહા, સ્ફટિકમાળા વિણા કર વિષે સોહતા, કમળ પુસ્તકધરા સર્વજના મોહતા. ૨ અબુધ પણ કૈંક તુજ મહેરને પામીને, પામતા પાર શ્રુત સિધુનો તે, અમ પર-આજ તિમ દેવી કરુણા કરો, જિમ લહીયે મતિ વૈભવ સારો. ૩ હંસ તુજ સંગના રંગથી ભારતિ, જિમ થયો ક્ષીર નીરનો વિવેકી તિમ લહી સાર નિસારના ભેદને, આત્મહિત સાધું કર મુજ પર મહેરને. ૪ દેવિ તુજ ચરણમાં શિર નમાવી કરી, એટલું યાચીએ વિનય ભાવે કરી, યાદ કરીએ તને ભક્તિથી જે સમે, જીભ પર વાસ કરજે સદા તે સમે. ૫ Page #12 -------------------------------------------------------------------------- ________________ અમારા અન્ય પ્રકાશનો ૧. શ્રી જૈન ધર્મના મૌલિક સિદ્ધાન્ત ઃ- નવકારથી સામાઇયવયજુત્તો સુધીનાં સૂત્રો ઉપર વિવેચન. નવતત્ત્વ, ચૌદ ગુણસ્થાનકો, કર્મના ૧૫૮ ભેદો, સાત નયો, સપ્તભંગી અને કાલાદિ પાંચ સમવાયી કારણો ઉપ૨ સરળ ગુજરાતી વિવેચન. ૨. શ્રી જૈન તત્ત્વ પ્રકાશ :- દેવસી-રાઇઅ પ્રતિક્રમણનાં સૂત્રો ઉપર સરળ ગુજરાતી વિવેચન. ૩. જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માલા ઃ- પ્રૌઢ બહેનો અને ભાઈઓને ઉપયોગી ચારસો પ્રશ્ન-ઉત્તરોનો સુંદર સંગ્રહ. ૪. જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોષ :- જૈન શાસ્ત્રોમાં વારંવાર વપરાતા પારિભાષિક ધાર્મિક શબ્દોના અર્થો, ધાર્મિક શબ્દકોશ. ૫. યોગવિંશિકા :- ઉપાધ્યાયજી કૃત ટીકાના અનુવાદ સાથે. ગુજરાતી સરળ વિવેચન. ૬. યોગશતક :- સ્વોપજ્ઞટીકા તથા ટીકાના અનુવાદ સાથે. ગુજરાતી સરળ વિવેચન. ૭. યોગદૃષ્ટિ સમુચ્ચય :- પૂ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી કૃત સ્વોપશ ટીકા સાથે ટીકાનું અતિશય સરળ ગુજરાતી વિવેચન. ૮. પ્રથમકર્મગ્રન્થ (કર્મવિપાક) :- સરળ ગુજરાતી વિવેચન. ૯. દ્વિતીય કર્મગ્રન્થ (કર્મસ્તવ) :- સરળ ગુજરાતી વિવેચન. Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ૧૦, તૃતીય કર્મગ્રન્થ (બંધસ્વામિત્વ) :- સરળ ગુજરાતી વિવેચન. ૧૧.ચતુર્થ કર્મગ્રન્થ (પડશીતિ) :- સરળ ગુજરાતી વિવેચન. ૧૨.પંચમકર્મગ્રન્થ (શતક) :- પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મ.સા. કૃત સો ગાથાના શતક નામના પાંચમા કર્મગ્રન્થનું ગાથા-ગાથાર્થ-શબ્દાર્થ-સંસ્કૃત છાયા સાથે ગુજરાતી સરળ વિવેચન. ૧૩.છઠ્ઠો કર્મગ્રન્થ (સપ્તતિકા) :- છઠ્ઠા કર્મગ્રન્થનું ગાથા-ગાથાર્થશબ્દાર્થ-સંસ્કૃત છાયા સાથે ગુજરાતી સરળ વિવેચન. ૧૪.તત્ત્વાર્થાધિગમસૂત્ર :- સૂત્રોનું સરળ, રોચક સંક્ષિપ્ત વિવેચન. ૧૫.સમ્યક્ત્વના સડસઠ બોલની સજ્ઝાય :- ઘણી જ રોચક કથાઓ સાથે તથા સમ્યક્ત્વ સપ્તતિકાની ગાથાઓ સાથે સડસઠ ગુણોનું વર્ણન. ૧૬.આઠ દૃષ્ટિની સજ્ઝાય :- પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ. સા. કૃત આઠ દિષ્ટની સજ્ઝાયના સરળ ગુજરાતી અર્થો. ૧૭. સવાસો ગાથાનું સ્તવન :- પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મ.સા. કૃત, શ્રી સીમંધરસ્વામી પરમાત્માને વિનંતિ કરવારૂપે નિશ્ચયનય અને વ્યવહારનય ગર્ભિત સવાસો ગાથાનું સ્તવન ગુજરાતી અર્થ વિવેચન સાથે. ૧૮.નવસ્મરણ :- મૂળ ગાથાઓ, ગુજરાતીમાં ગાથાઓના સરળ અર્થ, ઇંગ્લીશમાં મૂળ ગાથાઓ અને ઇંગ્લીશમાં તે ગાથાઓના અર્થ. Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧ ૧ ૧૯.પૂજા સંગ્રહ સાથે - પંચકલ્યાણક, અંતરાયકર્મ નિવારણ, પિસ્તાલીસ આગમની પૂજા આદિ પૂજાઓ સુંદર ભાવવાહી અર્થ સાથે. ૨૦.સ્નાત્ર પૂજા સાર્થ:- પૂ. વીરવિજયજી કૃત સ્નાત્રપૂજા અર્થ સાથે. ૨૧.શ્રી સમ્યકત્વ મૂલ બારવ્રત - વિવેચન સહ. ૨૨. શ્રી વાસુપૂજા સાથે - પૂ. આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી કૃત વાસ્તુપૂજાનું સુંદર-સરળ તથા જૈન વિધિ સહ ગુજરાતી ભાષાંતર. ૨૩. રત્નાકરાવતારિકા(ભાગ-૧) :- પ્રમાણનયતત્ત્વાલોક ઉપરની પૂ. રત્નાપ્રભાચાર્ય રચિત ટીકા તથા તે ટીકાનો સરળ ગુજરાતી અર્થ. (પરિચ્છેદ ૧-૨) ૨૪.રત્નાકરાવતારિકા (ભાગ-૨) :- પૂ. વાદિદેવસૂરિજી રચિત પ્રમાણ તત્ત્વાલોક ઉપરની પૂ. રત્નપ્રભાચાર્ય રચિત ટીકા તથા તે ટીકાનો સરળ ગુજરાતીમાં અર્થ. (પરિચ્છેદ ૩-૪-૫). ૨૫.રત્નાકરાવતારિકા (ભાગ-૩) :- પરિચ્છેદ ૬-૭-૮. પૂ. રત્નપ્રભાચાર્ય મ.સા. રચિત ટીકા તથા તેનું સરળ ગુજરાતી વિવેચન. ૨૬. દ્રવ્ય-ગુણ-પચયનો રાસ :- પૂ. . શ્રી યશોવિજયજી મ. કૃત ગુજરાતી ટબા સાથે તથા ટબાની તમામપંકિતઓના વિવેચન યુક્ત અર્થ સાથે. ૨૭. અઢાર પાપસ્થાનકની સઝાય :- અર્થ વિવેચન સાથે. ૨૮.સમ્મતિ પ્રકરણ - પૂજ્ય આ. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી કૃત સમ્મતિ પ્રકરણનું પાઠ્ય પુસ્તકરૂપે ગુજરાતી વિવેચન. Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨ ૨૯.ગણધરવાદ :- પરમારાધ્ય સિદ્ધાન્તપાક્ષિક પૂજ્યપાદ આચાર્ય શ્રી જિનભદ્રગણિ-ક્ષમાશ્રમણજી વિરચિત શ્રી વિશેષાવશ્યકભાષ્ય આધારિત શ્રી માલધારી હેમચંદ્રાચાર્યજી વિરચિત ટીકાના અનુવાદ રૂપે “ગણધરવાદ”. ૩૦.જ્ઞાનસાર અષ્ટક તથા જ્ઞાનમંજરી :- દ્રવ્યાનુયોગના પ્રખરાભ્યાસી શ્રી દેવચંદ્રજી મ. કૃત જ્ઞાનમંજરી ટીકા તથા ટીકાના વિવેચન સાથે સરળ ગુજરાતી જ્ઞાનસારાષ્ટકનું વિવેચન. ૩૧.અમૃતવેલની સઝાય :- અર્થ સભર સુંદર ગુજરાતી વિવેચન. ૩૨.યોગસાર - પાંચ પ્રસ્તાવ ઉપર અર્થ સભર સુંદર-ભાવવાહી ગુજરાતી વિસ્તૃત વિવેચન છે. ભાવિમાં લખવાની ભાવના ૩૩.જૈનદર્શનનો સંક્ષિપ્ત પરિચયઃ૩૪.પૂજ્ય શ્રી દેવચંદ્રજી મ. કૃત ચોવીશીના સરળ ગુજરાતી અર્થો. ૩૫.કર્મપ્રકૃતિ :- પૂજ્યપાદ્ શ્રી શીવશર્મસૂરિજીકૃત કમ્મપયડી તથા તેનું ગુજરાતી ભાષામાં સરળ વિવેચન. Page #16 -------------------------------------------------------------------------- ________________ - છે ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી છે ગુરુજીની સ્તુતિ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી, જિનવર શાસનના શણગાર, ધર્ય ક્ષમા ને ગંભીરતાદિ, અનેક ગુણગણના ભંડાર, જ્ઞાનયોગને સિદ્ધ કરીને, ખુબ બઢાવી શાસન શાન, વંદન કરીએ ત્રિવિધ તમને, દેજો અમને સાચું જ્ઞાન. ૧ ધન્ય કનોડા ધન્ય સોભાગદે ધન્ય નારાયણ ધર્મશ્રા, ધન્ય સુહગુરુ શ્રી નયવિજયજી ધન્ય ધન એ ધનજીશૂરા, ધન્ય સિંહસૂરિજી જેણે હિતશિક્ષાના દીધાં દાન, વંદન કરીએ ત્રિવિધ તમને, દેજો અમને સાચું જ્ઞાન. ૨ ભર ચોમાસે મૂશળધારે, વરસે પાણી દિવસ ને રાત, ભક્તામરની શ્રવણ પ્રતિજ્ઞા, કારણ ત્રણ ઉપવાસી માત, સાત વરસના આપે ત્યારે, સંભળાવ્યું એ સ્તોત્ર મહાન, વંદન કરીએ ત્રિવિધ તમને, દેજો અમને સાચું જ્ઞાન. ૩ કાશીતલ વહેતી ગંગાના, કાંઠે નિશ્ચલ ધ્યાન ધરી, ભગવતી દેવી સરસ્વતીને, રીઝવીને વરદાન વરી, ગુરુવર ચરણપસાથે સ્ટેજે, લાધ્યું આતમ અનુભવજ્ઞાન, વંદન કરીએ ત્રિવિધ તમને, દેજો અમને સાચું જ્ઞાન. ૪ સત્તર તેતાલીશ ડભોઈ તીર્થે, ચરમ ચોમાસુ આપ રહ્યા, વરસ પંચાવન નિર્મળ સંયમ, પાળી યશથી અમર થયા, વહેલા વહેલા શિવપુર જાવા, કર્યું આપે શુભપ્રસ્થાન, વંદન કરીએ ત્રિવિધ તમને, દેજો અમને સાચું જ્ઞાન. ૫ પ્રભુની આણા ગૌણ બનીને, જ્ઞાનનો મારગ બિરલ બન્યો, શાસન મારું હું શાસનનો, એવો અંતરનાદ ધપ્યો, એવા ટાણે આપના ગ્રંથો, ટાળે સંઘનું તિમિર તમામ, વંદન કરીએ ત્રિવિધ તમને, દેજો અમને સાચું જ્ઞાન. ૬ Page #17 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા વિષય “આત્મા છે” આ પ્રથમ સ્થાનનું ખંડન-મંડન. (૨) “આત્મા નિત્ય છે” આ બીજા સ્થાનનું ખંડન-મંડન. (૩) “આત્મા કર્મોનો કર્તા છે” આ ત્રીજા સ્થાનની ચર્ચા (૪) “આત્મા કર્મોનો ભોક્તા છે” આ ચોથા સ્થાનની ચર્ચા (૫) “મોક્ષ છે” આ પાંચમા સ્થાનની ચર્ચા (૬) “મોક્ષના ઉપાયો પણ છે” આ છઠ્ઠા સ્થાનની ચર્ચા (૭) ઉપસંહાર Pa પાના નંબર ૧ થી ૪૨ ૪૩ થી ૯૧ ૯૨ થી ૧૯૬ ૯૨ થી ૧૯૬ ૧૯૭ થી ૨૪૯ ૨૫૦ થી ૩૨૦ ૩૨૧ થી ૩૦૦ Page #18 -------------------------------------------------------------------------- ________________ ॐ नमो श्री वीतरागाय श्री सरस्वत्यै नमः ॥ सकलपण्डितशिरोमणि महोपाध्यायश्री १९ श्रीजसविजयगणिगुरुभ्यो नमः ॥ ન્યાયાચાર્ય-ન્યાયવિશારદ-પરમ પૂજ્ય ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ સાહેબ વિરચિત સ્વોપજ્ઞ બાલાવબોધ સહિત સમ્યક્ત્વ પ્રસ્થાન થપ્પઈ (સરળ અને સંક્ષિપ્ત ગુજરાતી વિવેચન સાથે) બાલાવબોધનું મંગલાચરણ : ऐन्द्रश्रेणिनतं नत्वा, वीरं तत्त्वार्थदेशिनम् । सम्यक्त्वस्थानषट्कस्य भाषेयं टिप्यते मया ॥१॥ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજશ્રી કહે છે કે “ઇન્દ્રોની પંક્તિથી નમસ્કાર કરાયેલા અને તત્ત્વભૂત અર્થોની દેશના કરનારા એવા વીરભગવન્તને (મહાવીરસ્વામી પરમાત્માને) નમસ્કાર કરીને ‘સમ્યક્ત્વગુણનાં ૬ સ્થાનોનું વર્ણન કરનારી' આ ભાષા = ૬ સ્થાનનું વર્ણન કરનારું આ વિવેચન મારા વડે કરાય છે.’’ આ પ્રમાણે પરમાત્મા શ્રી મહાવીરપ્રભુને વંદના કરીને સમ્યક્ત્વના ષડ્થાનનું સંક્ષેપમાં મારા વડે (ઉ. યશોવિજયજી વડે) ગુજરાતી ભાષામાં વિવેચન કહેવાય છે. ॥૧॥ સમ્યક્ત્વના ૬૭ બોલની સજ્ઝાયમાં સમ્યક્ત્વના ૬૭ બોલ અર્થાત્ ૬૭ લિંગ (સમ્યક્ત્વના ધર્મો-ચિહ્નો) દર્શાવવામાં આવ્યાં છે તે Page #19 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ ૬૭ બોલમાં છેલ્લા ૬ સ્થાનરૂપે જે બોલ સમજાવ્યાં છે. તે જ આ ૬ સ્થાનો છે તેને જ અહીં વિસ્તારથી સમજાવવામાં આવે છે. આ છએ સ્થાનો સાપેક્ષપણે જગતમાં છે અને જેમ છે તેમ જો સ્વીકારાય તો આ સમ્યક્ત્વનાં સ્થાન બને છે, પરંતુ એકાન્તે સ્વીકારાય અથવા આ છ સ્થાનો નથી એમ એકાન્તે સ્વીકારાય (નિષેધ કરાય) તો મિથ્યાત્વનાં સ્થાન બને છે. જગતમાં રહેલા અનેક મત-મતાન્તરો આ છ સ્થાનોને એકાન્તરૂપે સ્વીકાર કરવાથી અથવા એકાન્તરૂપે નિષેધ કરવાથી જ બનેલા છે. જો તે સ્વરૂપને સાપેક્ષપણે સમજવામાં આવે તો તે દૃષ્ટિને સમ્યગ્-સાચી દષ્ટિ કહેવાય છે. (૪) આત્મા કર્મોનો ભોક્તા છે (૫) મોક્ષ છે અને (૬) મોક્ષના ઉપાયો પણ છે આ છ સ્થાનો છે. આ છએ પ્રકારના વિચારોને એકાન્તે છે જ” રૂપે અથવા એકાન્તે “નથી જ” રૂપે વિચારાય તો તે મિથ્યાત્વ બને છે. કારણ કે જગતમાં તે પદાર્થ તેવા નથી. પરંતુ સાપેક્ષપણે જો સ્વીકારાય તો તે જ યથાર્થવાદરૂપ બનવાથી સમ્યક્ત્વ સ્વરૂપ બને છે. કારણ કે જગતમાં તે તત્ત્વો વાસ્તવિકપણે સાપેક્ષપણે જેવાં જ્ઞાનીઓએ કહ્યાં છે તે તત્ત્વો તેવાં છે. (૧) આત્મા છે (૨) આત્મા નિત્ય છે (૩) આત્મા કર્મોનો કર્તા છે જૈનદર્શન વિના જે કોઈ દર્શનશાસ્ત્રો છે. તે તમામ દર્શનશાસ્ત્રો ઉપરોક્ત માન્યતાઓને એકાન્તે સ્વીકારનાર અથવા એકાન્તે નિષેધ કરનાર હોવાથી મિથ્યાત્વી છે જે યથાસ્થાને સમજાવાશે. પૂજ્યપાદ આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી મહારાજશ્રીએ સન્મતિતર્ક નામના ગ્રંથમાં ત્રીજા કાણ્ડમાં ગાથા ૫૪-૫૫ માં કહ્યું છે કે - સ્થિ, ૫ બિષ્નો, ૫ પારૂ, જ્યં ણ વેવરૂ, સ્થિ ળવાળું । णत्थि ण मोक्खोवाओ, छ मिच्छत्तस्स ठाणाई ॥३-५४॥ Page #20 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વનાં છ સ્થાનોનાં નામો अत्थि, अविणासधम्मो, करेइ वेएइ अत्थि णिव्वाणं । अत्थि य मोक्खोवाओ, छ म्मिच्छत्तस्स ठाणाई ॥३-५५ ॥ (૧) જીવદ્રવ્ય નથી તથા (૨) જીવ છે પણ નિત્ય નથી, (૩) કંઈ કરતો નથી, (૪) કરેલાને વેદતો નથી, (૫) મુક્તિ નથી અને (૬) મુક્તિના ઉપાયો નથી. આમ એકાન્તે કહેવું તે છ મિથ્યાત્વનાં સ્થાનો છે. તથા (૧) જીવ છે જ, (૨) અવિનાશી ધર્મવાળો (નિત્ય) છે, (૩) કર્મોનો કર્તા જ છે, (૪) કર્મોનો ભોક્તા જ છે, (૫) નિર્વાણ છે જ અને (૬) નિર્વાણના ઉપાયો પણ છે જ. આમ પણ એકાન્તે માનવું તે પણ મિથ્યાત્વનાં સ્થાનો છે. (કાણ્ડ ૩, ગાથા ૫૪૫૫) જીવ સ્વસ્વરૂપે છે, પણ પરસ્વરૂપે નથી, જીવ દ્રવ્યરૂપે નિત્ય છે પણ પર્યાયરૂપે અનિત્ય પણ છે, મિથ્યાત્વાદિ કર્મબંધના હેતુઓ વાળો હોય ત્યારે કર્મનો કર્તા છે, પણ અન્યથા હોય અર્થાત્ શુદ્ધ બુદ્ધ હોય, મિથ્યાત્વાદિ હેતુઓ વિનાનો હોય ત્યારે કર્મનો અકર્તા પણ છે. કરેલાં કર્મોને વેદે પણ છે અને નિર્જરા-સંક્રમ આદિ કરવા દ્વારા કર્મોનો ઉપભોગ કર્યા વિના કર્મોનો નાશ પણ કરે છે માટે અભોક્તા પણ છે. ભવ્ય પરિણામવાળો હોય તો મોક્ષ છે પણ અભવ્ય પરિણામવાળો હોય તો તે જીવનો મોક્ષ નથી, સમ્યગ્નાન-સમ્યગ્દર્શન સમ્યક્ચારિત્ર આદિ મોક્ષના ઉપાયો પણ છે. પરંતુ હિંસા-હોમહવન આદિ મોક્ષના ઉપાયો નથી, આમ સર્વત્ર સાપેક્ષપણે જ વસ્તુ સ્વરૂપ છે. જૈનદર્શન વિના સઘળાં પણ દર્શનો કોઈને કોઈ બાબતમાં એકાન્ત માન્યતાવાળાં હોવાથી મિથ્યાવાદ છે. ફક્ત જૈનદર્શન જ જગતનું સ્વરૂપ જેવું છે તેવું સાપેક્ષતાપૂર્વક માનતું હોવાથી અને કહેતું હોવાથી સમ્યક્ છે. “સમ્યક્ત્વ ષસ્થાન ચઉપ્પઈ” નામના આ ગ્રંથમાં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજશ્રીએ આ છ સ્થાનો જ સારી રીતે સમજાવ્યાં છે. ઉપાધ્યાયજી મહારાજશ્રી પછી થયેલા (વિક્રમ સંવત ૧૯૨૪ માં જન્મેલા અને ૧૯૫૭ માં Page #21 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત ષસ્થાન ચઉપઈ સ્વર્ગવાસી થયેલા) શ્રીમદ્ રાજચંદ્રજી દ્વારા બનાવાયેલી ૧૪૨ ગાથાની આત્મસિદ્ધિ શાસ્ત્રમાં પણ આ જ છ સ્થાનો ગુજરાતી ભાષામાં કાવ્યરૂપે સમજાવવામાં આવ્યાં છે. પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ સાહેબ દ્વારા બનાવાયેલા ગ્રન્થોનો આધાર લઈને પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજશ્રી આ ગ્રન્થોના ઊંડા અભ્યાસી બનેલા હોવાથી “લઘુ હરિભદ્રસૂરિજી” આવા નામે જૈનશાસનમાં પ્રસિદ્ધિ પામ્યા હતા. તેઓશ્રી દ્વારા ચોપાઈના રાગમાં આ જ છ સ્થાનોનું ઘણું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. ગાથા૧૨૪ છે. તેઓશ્રીએ પોતે જ આ ચોપાઈના અર્થને સમજાવવા માટે સરળ ગુજરાતી ભાષામાં તેનો બાલાવબોધ પણ લખ્યો છે જે અહીં લેવામાં આવશે. તે બાલાવબોધને દબો પણ કહેવાય છે. હવે આપણે ચોખ્ખાઈ ચાલુ કરીએ. શ્રી વીતરાગ પ્રણમી કરી, સમરી સરસતી માત ! કહીષ્ણુ ભવિ-હિત કારણિ, સમકિતના અવદાલ III ગાથાર્થ :- શ્રી વીતરાગ પરમાત્માને ભાવથી નમસ્કાર કરીને અને સરસ્વતી માતાનું સ્મરણ કરીને ભવ્યજીવોના હિતને કરનારું સમ્યકત્વનું ચરિત્ર (વર્ણન) અમે કરીશું. /all બાલાવબોધ :- “ગર્વત” હિત વરિત્ર આશા ભાવાર્થ - પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજશ્રી આ ગ્રંથ બનાવીને તેમાં છ સ્થાન સમજાવવા સ્વરૂપે સમ્યકત્વનું ચરિત્ર અર્થાત્ સમ્યકત્વનું સવિશેષ વર્ણન સમજાવે છે. ગ્રન્થના પ્રારંભમાં વિદનોના વિનાશ માટે પરમાત્મા શ્રી વીતરાગપ્રભુને નમસ્કાર કરવા રૂપે અડધી ગાથામાં મંગળાચરણ છે અને પાછલી અડધી ગાથામાં વિષયનિર્દેશ છે. સંબંધ અધ્યાહરથી સમજી લેવો અને પ્રયોજન “ભવિહિતકારણિ” પદમાં ગર્ભિત રીતે કહેલું છે. આમ મંગલાચરણ આદિ અનુબંધચતુષ્ટય જાણવું. Page #22 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વનાં છ સ્થાનોનાં નામો અહીં કહેવાતી આ સઘળી વાર્તા ભવ્ય જીવોના કલ્યાણને કરનારી છે. કારણ કે આ છ સ્થાન સમજવાં-સમજાવવાં અને સ્વીકારવાં તથા અન્ય પાસે સ્વીકાર કરાવવો. એ સઘળું ય સમ્યક્ત્વનું સ્વરૂપ છે. સમ્યક્ત્વના મૂલપાયા સ્વરૂપ છે. સમ્યક્ત્વના આધારભૂત છે. ૧ હવે સમ્યક્ત્વ એ શું છે ? કે જેનાં આ છ સ્થાનો સમજાવાય છે. તે વિષય સમજાવતાં ગ્રંથકારશ્રી કહે છે કે - દર્શનમોહવિનાશથી, જે નિરમલ ગુણઠાણ 1 તે સમકિત તસ જાણિઈ, સંખેપઈ ષટ્ઠાણ ॥૨॥ ગાથાર્થ :- દર્શનમોહનીય કર્મના વિનાશથી આ આત્મામાં જે નિર્મળ ગુણસ્થાનક પ્રગટ થાય છે તે સમ્યક્ત્વ ગુણ જાણવો. તેના સંક્ષેપથી હવે કહેવાતાં છ સ્થાનો છે તેમ જાણવું. ॥૨॥ બાલાવબોધ :- दर्शनमोहनीयकर्मनो जे विनाश-क्षय १, उपशम २, क्षयोपशम ३ रूप, तेहथी जे " निर्मल = मलरहित गुणनु थानक उपजई, ते निश्चय समकित जाणिई, उक्तं च "से य सम्मत्ते पसत्थसम्मत्तमोहणिज्जकम्माणुवेअणो वसमखयसमुत्थे सुहे आयपरिणामे पण्णत्ते" ( આ. આવાયપુત્તે-પદ્મવાળાવક્ષયે ) ते समकितनां संखेपइ कहिस्सइ ते षट् थानक जाणवां । સ્વસમયશ્રદ્ધાન પ્રજાર તે “થાન” ર્ફેિ રા 44 ભાવાર્થ :- મોહનીય કર્મના મુખ્યત્વે બે ભેદ છે. દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય. ત્યાં દર્શનમોહનીય કર્મમાં પણ પ્રધાનતાએ મિથ્યાત્વમોહનીય કર્મ સમજવું. કારણ કે તે જ કર્મ સમ્યક્ત્વને રોકનાર છે. સમ્યક્ત્વનો પ્રતિબંધ કરનાર છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ મિથ્યાત્વ મોહનીય નામના આ કર્મના ક્ષયથી ક્ષાયિક-૧, ઉપશમથી ઔપમિક, અને ક્ષયોપશમથી ક્ષાયોપશમિક એમ ત્રણ પ્રકારનો સમ્યક્ત્વગુણ આ જીવમાં પ્રગટ થાય છે. આ સમ્યક્ત્વગુણ નિર્મળ (મલરહિત-શુદ્ધ) હોય છે. આવા પ્રકારના આ સમ્યક્ત્વગુણને નિશ્ચયસમ્યક્ત્વ કહેવાય છે, તે ચતુર્થાદિ ગુણસ્થાનકવર્તી જીવોને હોય છે. આ પ્રમાણે અનુપચરિત વ્યવહારનયને સમ્મત જાણવું. ન જે આત્માઓને સમ્યક્ત્વગુણ પારમાર્થિકપણે પ્રગટ થયો ન હોય, પરંતુ દેવ-ગુરુ આદિની સાર્થીએ સમ્યક્ત્વવ્રત ગુરુજીએ ઉચ્ચરાવ્યું હોય અને જીવે પોતાના ભાવપૂર્વક આવું વ્રત ઉચ્ચર્યું હોય તો તે ઉપચરિત વ્યવહારનયથી સમ્યક્ત્વ કહેવાય છે. કારણ કે વ્યવહારથી સમ્યક્ત્વ ઉચ્ચરવાની ક્રિયા કરી છે. પરંતુ વિશિષ્ટ જ્ઞાનપરિણામ ન હોવાથી સાચા દેવ-ગુરુની યથાર્થ ઓળખાણ જ હજુ થઈ નથી. પણ તે તરફનો પરિણામ છે. માટે ઉપચારે સમ્યક્ત્વ છે. આમ વ્યવહારનય કહે છે તેથી ઉપચરિત વ્યવહારનયે આ સમ્યક્ત્વ કહેવાય છે. ચોથા આદિ ગુણસ્થાનકે સમ્યક્ત્વ પ્રગટ્યું છે માટે અનુપચરિત વ્યવહારનયથી સમ્યક્ત્વ કહેવાય છે અને રત્નત્રયીની અભિન્નતા રૂપ અતિચાર વિનાનું પારમાર્થિક અને વળી નિશ્ચયનયને માન્ય એવું સમ્યક્ત્વ અપ્રમત્ત દશામાં આ જીવને પ્રગટ થાય છે. આ રીતે અનુપચિરત વ્યવહારનયથી અને નિશ્ચયનયથી તો સમ્યક્ત્વ હોય છે અને “સમ્યક્ત્વ છે” આમ કહેવાય પણ છે પરંતુ ઉપરિત વ્યવહારનયથી તો જ્યાં સમ્યક્ત્વ કહેવાય છે ત્યાં સમ્યક્ત્વ પ્રગટ થયેલ હોય એવો નિયમ નથી. કારણ કે ત્યાં મિથ્યાત્વમોહનીયનો ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ થયેલ નથી, માત્ર સમ્યક્ત્વવ્રત ઉચ્ચરવાની ક્રિયા કરી છે. પરંતુ આવી ક્રિયા, સમ્યક્ત્વી જીવોનો પરિચય, તે બાજુ ઢળેલી દૃષ્ટિ, આ સર્વે ઉપાયો જીવમાં સમ્યક્ત્વપ્રાપ્તિનું કારણ બનશે, કાળાન્તરે આ જીવ સમ્યક્ત્વ Page #24 -------------------------------------------------------------------------- ________________ સમ્યત્વનાં છ સ્થાનોનાં નામો પ્રાપ્ત કરશે. એવી આશા છે એ તરફનો વળાંક છે. માટે આ ઉપચારથી સમ્યકત્વ કહેવાય છે. આ રીતે ઉપચરિત વ્યવહારનયથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને સમ્યકત્વવ્રતની ઉચ્ચારણાત્મક ક્રિયા કરનારને સમ્યકત્વી કહેવાય છે. ચોથા ગુણસ્થાનકવર્તી જીવને વાસ્તવિકપણે સમ્યકત્વ થયેલ હોવાથી અનુપચરિત વ્યવહારનયથી સમ્યકત્વ કહેવાય છે અને રત્નત્રયીના અભેદસ્વરૂપ ત્રણે ગુણોની અને ગુણી એવા આત્માની એકતારૂપ સમ્યકત્વ અપ્રમત્તાદિ વિશિષ્ટ ગુણસ્થાનકોમાં પ્રાપ્ત થાય છે તે નિશ્ચયનયથી સમ્યકત્વ કહેવાય છે. આ સમ્યકત્વ એ આત્માના નિર્મળ પરિણામસ્વરૂપ છે. દેવગુરુ-ધર્મ પ્રત્યે અતિશય પ્રેમપૂર્વકની શ્રદ્ધાવાળો આત્મપરિણામ છે. આવા પ્રકારનો આત્મપરિણામ મોહનીયકર્મના (તેમાં પણ મિથ્યાત્વમોહનીય કર્મના) ક્ષયજન્ય, ઉપશામજન્ય અને ક્ષયોપશમજન્ય પ્રગટ થાય છે જે આત્મ પરિણામ નિર્મળ હોય છે, મોહાત્મક મેલ વિનાનો હોય છે. આવા પ્રકારના વાસ્તવિક ગુણોની આત્મામાં પ્રગટતા થવી એ જ નિશ્ચયનયની અપેક્ષાએ સમ્યકત્વ છે. પૂજ્યપાદ શ્રી ભદ્રબાહુસ્વામિજીના બનાવેલા આવશ્યક સૂત્રમાં અને તેમાં પણ પચ્ચખાણાવશ્યકમાં કહ્યું છે કે “પ્રશસ્ત એવી છે સમ્યકત્વમોહનીય છે. તેના અનુવેદનથી (ક્ષયોપશમથી) ઉપશમથી અને ક્ષયથી ઉત્પન્ન થયેલો શુભ એવો જે આત્મપરિણામ છે તે જ સમ્યકત્વ કહેવાય છે.” ગ્રન્થકાર શ્રી ઉપાધ્યાયજી મહારાજશ્રી આ સમ્યકત્વગુણના ૬૭ બોલમાં આવતાં “૬ સ્થાનો” અહીં સમજાવશે. અહીં સ્થાનક શબ્દનો અર્થ સ્વસમાયશ્રદ્ધાનપ્રકાર કરવો. એટલે કે સ્વસમર્થ જૈનદર્શન-પોતાનો સિદ્ધાન્ત, તેની શ્રદ્ધાનપર વિશેષ પ્રકારે શ્રદ્ધા, અર્થાત્ જિનેશ્વર Page #25 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત જસ્થાન ચઉપઈ પરમાત્માના જણાવેલા વીતરાગધર્મ ઉપર વિશેષ વિશેષ શ્રદ્ધાવાળો જે આત્મપરિણામ તે સ્થાનક સમજવું. જ્યાં ઉભા રહેવાય=સ્થિર થવાય તે સ્થાનક કહેવાય છે. આ રીતે દર્શનમોહનીયકર્મના ક્ષયથી અથવા ક્ષયોપશમથી અથવા ઉપશમથી વીતરાગ પરમાત્મા પ્રત્યે અને તેઓએ જણાવેલાં તત્ત્વો પ્રત્યે વિશિષ્ટ વિશિષ્ટ શ્રદ્ધાયુક્ત જે આત્મપરિણામ થાય છે તેને જ સમ્યકત્વ કહેવાય છે. સમ્યકત્વ એ એક પ્રકારનો આત્માનો ગુણ છે તે મિથ્યાત્વમોહથી અવરાયેલો છે અને મિથ્યાત્વમોહના ક્ષયથી ઉપશમથી અને ક્ષયોપશમથી આ સમ્યક્ત ગુણ પ્રગટ થાય છે તેથી સમ્યકત્વના ત્રણ પ્રકાર છે. કાળાન્તરે આ જીવ અવશ્ય ઉર્ધ્વરોહણ કરે કલ્યાણ પામે એવા પ્રકારનાં ઉભા રહેવાનાં જે ઠેકાણાં તેને સ્થાન કહેવાય છે. સમ્યકત્વ પ્રગટ થાય ત્યારે આવા પ્રકારનાં ૬ સ્થાનો (૬ ગુણો) આ જીવમાં પ્રગટ થાય છે તેથી તે છ ગુણોને જ છ સ્થાનો કહેવાય છે, જે હવે સમજાવાય છે. તેરા અવતરણ - હવે તે ૬ સ્થાન જણાવાય છે. અસ્થિ જિઓ ૧ તહ સિચ્ચો ૨, કત્તા ૩ ભુરા ૪ સપુણણ-પાવાણું ! અત્યિ ઘુવં નિવ્વાણ, તસ્સોવાઓ ચ છ ઠ્ઠાણા ફા ગાથાર્થ - જીવ છે ૧, તે જીવ નિત્ય છે , તે જીવ પોતાના પુણ્ય-પાપનો કર્યા છે ૩, તે જ જીવ પોતાના પુણ્ય-પાપનો ભોક્તા છે ૪, નિર્વાણ (અર્થાત-મોક્ષ) અવશ્ય છે જ છે, તથા તેનો (એટલે કે મોક્ષનો) ઉપાય પણ અવશ્ય છે ૬, સમ્યક્ત્વગુણનાં આ છ સ્થાનો જાણવાં. /all Page #26 -------------------------------------------------------------------------- ________________ સમ્યત્ત્વનાં છ સ્થાનોનાં નામો બાલાવબોધ - જીવ છવું ? તે નવ નિત્ય છટ્ટ ૨ તે ગીર स्वपुण्य-पापनो कर्ता छई ३ । ते जीव आप-आपणा पुण्य-पापनो મોવતા છડું ૪ “ત્વિ”-છરું, “યુવF”-નિશ્ચયડું, “નિર્વા” મોક્ષ ५ । ते मोक्षनो उपाय पणि निश्चयई छई-तेहमां संदेह नथी ६ । ए छ थानक समकितनां जाणवां ॥३॥ ભાવાર્થ :- સમ્યકત્વ ગુણના આધારભૂત ૬ સ્થાનક છે જેનું વર્ણન આ શાસ્ત્રમાં કરવામાં આવ્યું છે તે છ સ્થાનો આ પ્રમાણે છે. (૧) ચેતના લક્ષણવાળો જીવ નામનો એક પદાર્થ છે. તે સ્વતંત્ર દ્રવ્ય (૨) તે જીવ દ્રવ્યસ્વરૂપે અનાદિ-અનંત છે અર્થાત્ નિત્ય છે. (૩) તે જીવ મિથ્યાત્વાદિ બંધહેતુયુક્ત હોવાથી કર્મોનો કર્તા છે. (૪) આ જીવ પોતાના કરેલા કર્મોનો ભોક્તા પણ છે. (૫) કર્મ એ પરદ્રવ્ય હોવાથી જીવ તેનાથી મુક્ત થઈ શકે છે. (૬) કર્મોમાંથી જીવની મુક્તિ થવાના ઉપાયો પણ છે જ. ઉપરોક્ત છ પ્રકારની દઢીભૂત માન્યતાઓ એ સમ્યકત્વગુણને આત્મામાં સ્થિર કરવાના ઉપાયરૂપ છે. તેથી તે છ માન્યતાને “સ્થાનક” કહેવાય છે. જગતમાં ચાલતી વ્યવસ્થાને મનમાની કલ્પનાઓ દ્વારા કહેનારા ઋષિમુનિઓ ઘણા થયા છે. તેમના વિચારોને-સિદ્ધાન્તોને શાસ્ત્રોને દર્શન કહેવાય છે. આ સંસારમાં “પુ મુજે મતિમિના” ના ન્યાયથી આવા પ્રકારનાં અનેક દર્શનો થયાં છે તે સર્વેનો સંક્ષેપથી છ દર્શનમાં સમાવેશ થાય છે. (૧) ચાર્વાક, (૨) બૌદ્ધ, (૩) નૈયાયિક અને વૈશેષિક, (૪) વેદાન્ત-મિમાંસક, (૫) સાંખ્ય, (૬) જૈન. પ્રથમના પાંચ દર્શનકારો છઘસ્થ હોવાથી સર્વજ્ઞ પણ નથી અને સર્વજ્ઞને અનુસરનારા પણ નથી. પરંતુ સ્વતંત્ર પ્રતિકલ્પનાએ જગતનું સ્વરૂપ સમજાવનારા છે. માટે મિથ્યાષ્ટિ છે. જ્યારે જૈનદર્શનકાર તીર્થંકરપ્રભુ સર્વજ્ઞ પણ છે અને Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૦ સમ્યક્ત જસ્થાન ચઉપઈ વીતરાગ પણ છે. તથા તેમના અનુયાયી આચાર્યો પોતે છઘસ્થ છે, સર્વજ્ઞ નથી, પરંતુ સર્વજ્ઞને જ અનુસરનારા છે. અલ્પમાત્રાએ પણ સર્વશનું ઉલ્લંઘન કરનારા હોતા નથી. તેથી યથાર્થ વચનવાળા છે. તેઓનું જાણવું અને બોલવું બને પણ યુક્તિયુક્ત જ હોય છે અને યથાર્થ જ હોય છે. કદાપિ મિથ્થા વચન બોલતા નથી. સર્વજ્ઞને તથા તેમની સર્વજ્ઞતાને પુરેપુરું અનુસરવાપણું હોવાથી ક્યારેય અલ્પ પણ મિથ્યાવચનનું ઉચ્ચારણ હોતું નથી. તે છ સ્થાનો આ પ્રમાણે છે : (૧) “જીવ છે” આ પ્રથમ સ્થાન છે. તેનો અર્થ એ છે કે જીવ નામનો એક સ્વતંત્ર અને સચેતન પદાર્થ છે. જે શરીરમાં છે અર્થાત્ શરીરની અંદર વર્તનારો છે. પરંતુ શરીરથી ભિન્ન દ્રવ્ય છે. પાછલા ભવથી મૃત્યુ પામીને ગર્ભાશય આદિ સ્થાનોમાં ઉત્પન્ન થાય છે. શરીરથી વૃદ્ધિ પામે છે અને આયુષ્ય પૂર્ણ થતાં આ ભવ પૂર્ણ કરી ભવાન્તરમાં જાય છે. આ પ્રથમ સ્થાન છે. (૨) “તે જીવ કથંચિત્ નિત્ય છે” આ બીજું સ્થાન છે. કોઈપણ જીવ નવો બનતો નથી. નવો બનાવાતો નથી. અનાદિથી છે જ અને સદાકાળ રહેશે જ માટે નિત્ય છે. ફક્ત પર્યાયદૃષ્ટિએ પરિવર્તનશીલ છે. માટે કથંચિત્ અનિત્ય પણ છે અને દ્રવ્યદૃષ્ટિએ સદા હોવાથી કથંચિતુ નિત્ય પણ છે. આ બીજું સ્થાન છે. (૩) “તે જીવ પોતાના પુણ્ય-પાપનો કર્યા છે” પ્રતિસમયે આ જીવ સારાભાવોથી પુણ્યકર્મ અને ખરાબ ભાવોથી પાપકર્મો પોતે જ બાંધે છે. અન્ય કોઈ તેમાં કર્તા નથી. પણ પોતે જ પોતાના મન-વચનકાયાના યોગ પ્રમાણે અને કષાયો પ્રમાણે શુભાશુભ કર્મોનો કર્તા છે. આ ત્રીજું સ્થાન છે. (૪) “પોતાનાં કરેલાં પુચ-પાપ કર્મોના ફળનો ભોક્તા Page #28 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વનાં છ સ્થાનોનાં નામો ૧૧ પણ આ જીવ પોતે જ છે” અર્થાત્ પોતે જ શુભાશુભ કર્મ બાંધે છે અને કાળે કાળે તે કર્મ ઉદયમાં આવતાં તેના ફળરૂપે સુખ અને દુઃખને પોતે જ ભોગવે છે. આપણને સુખદુ:ખ આપવામાં અન્ય કોઈ કર્તા નથી, માત્ર અન્ય કોઈ નિમિત્ત બને છે તે પણ પોતાના બાંધેલા કર્મથી પ્રેરાઈને નિમિત્તમાત્ર બને છે. આ ચોથું સ્થાન છે. (૫) “પોતે જ બાંધેલા આ કર્મોમાંથી આ જીવ જો પ્રયત્ન કરે તો સર્વથા મુક્ત થઈ શકે છે. અર્થાત્ સંપૂર્ણપણે કર્મોનો ક્ષય કરીને મોક્ષ પામી શકે છે.” આ પાંચમું સ્થાન છે. અનાદિના બંધનમાંથી છુટકારો સંભવી શકે છે. (૬) “કર્મોના બંધનમાંથી સર્વથા છુટકારાના ઉપાયો પણ છે અર્થાત્ મોક્ષના ઉપાયો પણ છે.” આ છઠ્ઠું સ્થાન છે. માટે મારે આવા પ્રકારના મોક્ષના ઉપાયોમાં પ્રવર્તવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો હું પ્રયત્ન કરીશ તો તેનાથી મને ફળપ્રાપ્તિ અવશ્ય શક્ય છે, અશક્ય નથી. આવા પ્રકારના મૂલભૂત છ તત્ત્વો સમજવાની અને સ્વીકારવાની જે અતિશય રૂચિ-દૃઢ સંકલ્પ તેને સમ્યક્ત્વ કહેવાય છે. આ છ સ્થાનો સમ્યક્ત્વના કારણરૂપ-ઉપાયરૂપ છે. તેના જ દૃઢ નિર્ણયવાળો જે આત્મપરિણામ તે જ સમ્યક્ત્વ છે. IIા અવતરણ ઃ- સમ્યક્ત્વનાં જેમ છ સ્થાનો છે તેમ તેનાથી વિપરીત માન્યતાવાળાં મિથ્યાત્વનાં પણ છ સ્થાનો છે તે જણાવતાં ગ્રંથકારશ્રી કહે છે કે - સમકિતથાનકથી વિપરીત, મિથ્યાવાદી અતિ અવિનીત । તેહના ભાવ સર્વે આ, જિહાં જોઈ જઈ તિહાં ઉંડા ફૂઆ ||૪|| Page #29 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ ગાથાર્થ ઃ- સમ્યક્ત્વના છ સ્થાનોથી જે વિપરીત વચનો તે મિથ્યાત્વનાં છ સ્થાનો જાણવાં, (તે મિથ્યાત્વના સ્થાનોમાં વર્તતો) મિથ્યાર્દષ્ટિ જીવ અતિશય અવિનીત હોય છે તે જીવના સર્વે ભાવો (સર્વે વચનો અને સર્વે વ્યવહારો) ભિન્ન ભિન્ન હોય છે. જ્યાં જ્યાં જઈને જોઈએ ત્યાં ત્યાં ઉંડા કુવા જ દેખાય છે. ૪ ૧૨ બાલાવબોધ- ૫ ષટ્ થાનથી ને વિપરીત વોલ, તે મિથ્યાત્વનાં छ थानक । उक्तं च सम्मतौ - બત્યિ ૨, ૫ બિષ્નો ૨, ૫ જુારૂ રૂ, તં ળ વેયજ્ઞ, ૪ સ્થિ નિવ્વાળા णत्थि य मोक्खोवाओ ६, छ मिच्छत्तस्त ठाणाई ॥ सम्मतितर्क काण्ड ३ गाथा ५४ ॥ ए थानके वर्ततो मिथ्यात्ववादी होइ । ते गाढ मिथ्यात्व - परिणामई घणुं अविनीत होइ, ते मिथ्यात्वीनां वचन मांहोमांहिं कोई ना मिलइ, आप आप हठइं, जोइइ तो ते सर्व उंडा कूवा सरखा જ્ઞ || ભાવાર્થ - ત્રીજી ગાથામાં સમ્યક્ત્વનાં જે ૬ સ્થાનક સમજાવ્યાં, તેનાથી વિપરીત બોલરૂપ જે ૬ સ્થાનક છે, તે મિથ્યાત્વનાં છ સ્થાનક જાણવા. પરમપૂજ્ય શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજી મહારાજે સન્મતિતર્ક નામના ગ્રંથમાં ત્રીજા કાણ્ડની ગાથા ૫૪માં કહ્યું છે કે (૧) આત્મા નથી (૨) આત્મા નિત્ય નથી (૩) જીવ (કર્માદિનો) કર્તા નથી (૪) જીવ કર્માદિનો ભોક્તા નથી (૫) મોક્ષ નથી અને (૬) મોક્ષના ઉપાય નથી આ પ્રમાણે કહેલાં છ સ્થાનક મિથ્યાત્વનાં છે. જે સમ્યગ્દષ્ટિના બોલથી વિપરીત બોલ સ્વરૂપ છે. ઉપર કહેલી છ માન્યતામાં વર્તતા જીવો મિથ્યાર્દષ્ટિ કહેવાય છે. ઉપરોક્ત છ સ્થાનકોમાં વર્તતો જીવ Page #30 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વનાં છ સ્થાનોનાં નામો ૧૩ મિથ્યાત્વી તો છે જ, પરંતુ આવા પ્રકારના ગાઢ મિથ્યાત્વના કારણે તે જીવ અતિશય અવિનીત છે અર્થાત તત્ત્વજ્ઞાનીઓ પ્રત્યે અને સર્વજ્ઞ મહાત્માઓ પ્રત્યે અવિનીત ભાવવાળો આ જીવ છે. કારણ કે પોતપોતાના વિચારોનો અતિશય હઠવાદ-આગ્રહ હોય છે. જે ઉંડા કૂવા તુલ્ય છે. આવા વિચારો આ જીવને ડૂબાડનારા છે. જીવનું અકલ્યાણ કરનાર છે. (૧) શરીરથી જીવ ભિન્નપણે ક્યાંય દેખાતો નથી. શરીરમાંથી નીકળતો કે પ્રવેશ પામતો પણ દેખાતો નથી માટે જીવ જેવું કોઈ દ્રવ્ય નથી. આ પ્રથમ મિથ્યાત્વનું સ્થાન. (૨) કોઈ કોઈ વાદી એમ માને છે કે શરીરથી જુદો જીવ છે. પરંતુ તે જીવ જન્મથી મરણ પર્યંત જ રહે છે. અનાદિ-અનંત એવો નિત્ય નથી. જન્મે ત્યારે ચેતનામય જીવ શરૂ થાય છે અને મૃત્યુકાળે જીવ સમાપ્ત થાય છે, એટલે અનિત્ય છે. પરંતુ નિત્ય નથી. આ મિથ્યાત્વનું બીજું સ્થાન. (૩) આત્મા છે અને નિત્ય છે. આમ કેટલાક માને છે, પણ તે કંઈ કરતો નથી. સારા-નરસા કામો પ્રકૃતિ જ કરે છે, આત્મા કરતો નથી. આ આત્મા તો અકર્તા અને અભોક્તા છે. તેથી પુણ્ય-પાપનો આ જીવ કર્તા નથી. (૪) તથા આ જીવ પુણ્ય-પાપના ફળનો ભોક્તા પણ નથી. (૫) તથા કોઈ કોઈ દર્શનકાર એમ માને છે કે આ જીવ સારા કાર્યો કરીને પુણ્ય બાંધીને સંસારસુખ ભોગવનાર બને છે અને ખરાબ કાર્યો એટલે કે પાપનાં કાર્યો કરીને દુઃખ ભોગવનાર બને છે. એટલે આ ચક્કરમાંથી તે બહાર નીકળી શકતો નથી માટે મોક્ષ નથી. (૬) અને કોઈ એમ માને છે કે મોક્ષ તો છે, પરંતુ તેના ઉપાયો ઘણા જ દુષ્કર છે. ઉપાયો અપનાવી શકાય તેવા નથી માટે મોક્ષ પામી શકાતો નથી. આમ મોક્ષના ઉપાયોનો અપલાપ કરે છે. આ ઉપરોક્ત યથાર્થ છ સ્થાનને ન માનનાર મિથ્યાત્વી તો છે, પરંતુ કોઈક ગાઢમિથ્યાત્વી હોય છે અને કોઇક મંદમિથ્યાત્વી હોય છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ જે જ્ઞાનીના સમજાવવાથી સમજે તેવા છે, માર્ગે આવે તેવા છે, તે મંદમિથ્યાત્વી જીવો કહેવાય છે. પરંતુ જે અવિનીત છે, જેઓ જ્ઞાની મળે તો પણ પોતાના અજ્ઞાનભર્યા આગ્રહોને ન છોડવાવાળા છે તથા કદાગ્રહી છે અને તીવ્ર મિથ્યાત્વી છે, તેઓ તો અતિશય અવિનીત છે. તેમના બોલ કોઈ પણ રીતે સંગતિને પામતા નથી. મિથ્યાત્વનાં આ છ સ્થાનો ઉંડા કૂવા તુલ્ય છે. જેમ ઉંડો કૂવો જોવા માત્રથી પણ ભય ઉપજે છે, તેમ મંદમિથ્યાત્વીને આવા વિચારોથી ભય ઉપજે છે અને જ્ઞાનીનું શરણ સ્વીકારીને તેમની પાસેથી તત્ત્વમાર્ગ સમજીને મિથ્યાત્વ ત્યજીને નિર્ભય થાય છે. જ્યારે ગાઢમિથ્યાત્વી જીવ આવા પ્રકારના કૂવાને દેખીને ભય પામતો નથી પણ તેમાં ઉતરે છે, અને કોઈ પણ પ્રકારના તર્કથી તે માન્યતાઓ રૂપી કૂવામાંથી બહાર નીકળી શકતો નથી અને અંતે વિનાશને જ પામે છે. તેથી આવી ઉલટી માન્યતાઓ એ એક પ્રકારનો ઉંડો કૂવો જ છે. આમ જાણવું. ઉંડા કૂવાનું જ કામ કરે 9.11811 (૧) મિથ્યાત્વનું પ્રથમ સ્થાન “જીવ નથી” તેનું વર્ણન અવતરણ - “નાસ્તિ” અર્થાત્ જીવ નથી. આવા પ્રકારનું મિથ્યા માન્યતાવાળું પ્રથમ સ્થાન ગ્રંથકારશ્રી પૂર્વપક્ષ રૂપે સમજાવે છે - પહેલો નાસ્તિક ભાષઈ શૂન્ય, જીવ શરીર થકી નહિ ભિન્ન । મધ અંગથી મદિરા જેમ, પંચ ભૂતથી ચેતન તેમ પા ગાથાર્થ જે સાચા તત્ત્વજ્ઞાનથી શૂન્ય છે. એવો પ્રથમ (ચાર્વાકદર્શનકાર) કહે છે કે-“શરીરથી ભિન્ન જીવ નથી.” જેમ મદિરાના અંગોમાંથી મદ્ય ઉત્પન્ન થાય છે તેમ પાંચ ભૂતોમાંથી જ ચેતના ઉત્પન્ન થાય છે. - Page #32 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્તનાં પ્રથમ સ્થાનનું વર્ણન ૧૫ બાલાવબોધ - પત્નો નાસ્તિ-સ્થાનવાવી નાસ્તિક વાવ "शून्य" कहतां तत्त्वज्ञानई सूनो, कुयुक्तिनो कहनार "भाखड़" कहतां बोलइ छाई, जे जीव शरीर थकी भिन्न कहतां जूदो नथी, अनइं चेतना जे होइ छइ ते पंचभूतना संयोगथी ज, जिम मद्यनां अंग जे गुड-द्राक्षा-इक्षुरस-धातकी पुष्प प्रमुख, तेहथी मदिरा उपजइ छड् | ભાવાર્થ - “જીવ જેવું સ્વતંત્ર કોઈ તત્ત્વ નથી” આવું માનનાર પ્રથમ નાસ્તિ સ્થાનવાદી યથાર્થ તત્ત્વજ્ઞાનથી શૂન્ય અને કુયુક્તિઓથી વાતને રજૂ કરનારો એવો ચાર્વાક દર્શનાનુયાયી કોઈક વાદી (પોતાની વાતને રજૂ કરતાં) કહે છે કે – “શરીરથી ભિન્ન એવો જીવ નથી” જેમ મદિરા (દારૂ)ના અંગભૂત ગોળ-દ્રાક્ષ-શેરડીનો રસ અને ધાવડીનાં ફૂલ વિગેરે પદાર્થોના પરસ્પર મીલનથી મદ્યશક્તિ ઉત્પન્ન થાય છે, તેમ પૃથ્વી, જલ વિગેરે પાંચ ભૂતોના પરસ્પર સંયોગવિશેષથી (મીલન વિશેષથી) ચેતના શક્તિ ઉત્પન્ન થાય છે. પરંતુ પાંચ ભૂતોથી ભિન્ન ચેતન્ય ગુણવાળુ “આત્મતત્ત્વ” જેવું કોઈ દ્રવ્ય નથી. બૃહસ્પતિ ઋષિનું બનાવેલું ચાર્વાકદર્શન છે. તેઓ આમ કહે છે કે “મદિરાના અવયવોથી જેમ મદ્યશક્તિ પ્રગટ થાય છે, તેમ પાંચ ભૂતોના પરસ્પર મીલનથી ચેતના શક્તિ પ્રગટ થાય છે.” તેને જ આત્મા કહેવાય છે, બાકી જૈનો કહે છે તેવું પાંચ ભૂતોથી ભિન્ન એવું સ્વતંત્ર આત્મદ્રવ્ય છે જ નહીં. //પા અવતરણ - શરીર એ જ આત્મા છે, પણ શરીરથી ભિન્ન આત્મા નથી. આ જ વાતને ચાર્વાક દર્શનકાર અનેક દૃષ્ટાંતો આપીને મિથ્યાદેષ્ટિના આ પ્રથમ સ્થાનને (આત્મા નથી આ વાતને સમજાવે છે. (પૂર્વપક્ષ રૂપે આ વાત રજૂ કરે છે.) Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧ ૬ સમ્યક્ત ષસ્થાન ચઉપઈ માખણથી ધૃત, તિલથી તેલ, અગનિ અરણિથી, તરુથી વેલ | જિમ પડિયાર થકી તરવારિ, અલગો તો દાખ્યો ઇહિ વારિ IIકા ગાથાર્થ - જો જીવ શરીરથી ભિન્ન દ્રવ્ય હોય તો જેમ (૧) માખણમાંથી ઘી, (૨) તલમાંથી તેલ, (૩) અરણિના કાસ્ટમાંથી અગ્નિ, (૪) વૃક્ષમાંથી વેલ અને (૫) સ્થાનમાંથી તલવાર ભિન્ન કરીને બતાવાય છે, તેની જેમ જીવ પણ શરીરથી ભિન્ન કરીને બતાવવો જોઈએ. પણ જુદો બતાવી શકાતો નથી માટે જીવ જુદું દ્રવ્ય નથી. / બાલાવબોધ - નો ગીવ શરીરથી પિન્ન છે તો મારાથી जिम घी १, तिलथी तल २, अरणिथी अग्नि ३, वृक्षथी वेलि ४ तथा पडियारथी तरुआरि ५, अलगो करी देखाडिइ, तिम शरीरथी भिन्न करी देखाड्यो जोइ । शरीरथी भिन्न करी कोइ देखाडतो नथी - તે મદિરું નવ શરીરથી મિન્ન નથી દા - ભાવાર્થ - નાસ્તિકવાદી ચાર્વાકદર્શનકાર કહે છે કે “જો જીવ નામનું દ્રવ્ય શરીરથી ભિન્ન હોય તો જેમ (૧) માખણમાંથી ઘી અલગ કરીને બતાવાય છે, (૨)તલના દાણામાં રહેલું તેલ ભિન્ન કરીને બતાવાય છે, (૩) અરણિના કાષ્ટમાં રહેલો અગ્નિ તેને ઘસીને ઉત્પન્ન થયેલો જણાવાય છે, (૪) વૃક્ષમાંથી જ ઉત્પન્ન થયેલી વેલડી વૃક્ષથી અલગ પણે દેખાડાય છે, (પ) અને મ્યાનમાં રહેલી તલવાર મ્યાનથી અલગ કરી દેખાડાય છે, તેમ જો આત્મદ્રવ્ય આ જગતમાં હોત તો શરીરમાંથી બહાર નીકળ્યો છતો ક્યાંક પણ દેખાવો જોઈએ.” અથવા દેખાડવો જોઈએ હજારો માણસો પ્રતિવર્ષે મૃત્યુ પામે છે, પરંતુ કોઈનો પણ આત્મા Page #34 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વનાં પ્રથમ સ્થાનનું વર્ણન ૧૭ શરીરમાંથી નીકળી શરીરમાંથી બહાર જતો તથા આવતો દેખાતો નથી. તે કારણે શરીરથી ભિન્ન એવો જીવ નામનો કોઈ પદાર્થ નથી. ।।૬।। અવતરણ જો જીવ નથી તો શરીરમાં ચેતનાગુણ કેવી રીતે ઉત્પન્ન થાય છે ? તે વાત ચાર્વાકના મત પ્રમાણે પૂર્વપક્ષરૂપે ચાર્વાક સમજાવે છે ઃ - જિમ જલથી પંપોટા થાય, ઉફણતાં તેહમાંહિ સમાય । થૂભાદિક જિમ ક્ષિતિપરિણામ, તિમ ચેતન તનુગુણવિશ્રામ llll '' ગાથાર્થ જેમ પાણીમાંથી પરપોટા થાય છે અને ઉત્પન્ન થઈને તે પાણીમાં જ સમાઈ જાય છે તથા સ્તંભ વિગેરે જેમ પૃથ્વીનો જ પરિણામ છે. તેમ “ચેતના” એ શરીરના જ ગુણનો વિશ્રામ છે. Ilell બાલાવબોધ जिम पाणीथी पंपोटा थाइ छई, अनइ ते पंपोटा ऊफणीनई वली ते पाणीमांहि ज समाई छइ, तथा थूभप्रमुख जिम “क्षिति" कहतां पृथ्वी, तेहनो परिणाम छड़ पृथ्वीमांहिथी उपजीनइ पृथ्वीमांहि ज लीन थाइ छई, तिम चेतना, "तनु कहतां शरीर, तेहना गुणनो विश्राम छई- शरीरथी ऊपजीनई शरीरमांहि ज लय पाम छई, ए उत्पत्तिपक्ष १, बीजो अभिव्यक्तिपक्ष छइ, मत कायाकार - परिणामइं" चेतनानी अभिव्यक्ति होई छइ २ ॥७॥ ભાવાર્થ - કારણમાંથી થતાં કાર્યોને માનવામાં બે પક્ષ છે. (૧) ઉત્પત્તિ પક્ષ અને (૨) અભિવ્યક્તિ પક્ષ. B - (૧) કેટલાક ઉત્પત્તિ પક્ષવાળા છે. તેઓ એમ માને છે કે કારણમાં કાર્ય નથી અને સામગ્રી મળતાં તે કાર્ય ઉત્પન્ન થાય છે અને લોકોને દેખાય છે. જેમ માટીમાં પૂર્વકાલે-માટીકાલે ઘટ ન હતો. પરંતુ દંડાદિ સામગ્રી Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ મળતાં ઘટ ઉત્પન્ન થાય છે. આ માન્યતાનુસાર પાંચ મહાભૂતોના સમુદાય રૂપ શરીર બનવાથી તેમાં ચેતના પહેલાં હતી નહીં પણ ઉત્પન્ન થાય છે અને મૃત્યુકાલ આવતાં તે ચેતના તે શરીરમાં જ નાશ પામી જાય છે, પણ ચૈતન્ય સ્વભાવવાળો આત્મા જેવો કોઈ સ્વતંત્ર પદાર્થ નથી. જેમ પાણીમાંથી પરપોટા ઉત્પન્ન થાય છે અને તે પરપોટા ફૂટી જતાં પાણીમાં જ સમાઈ જાય છે, તેમ અહીં સમજવું. આ કારણે શરીરથી જુદું એવું કોઈ ચેતન નામનું આત્મદ્રવ્ય નથી. આ ઉત્પત્તિ પક્ષ સમજવો. (૨) બીજો અભિવ્યક્તિ પક્ષ એવો છે કે જેમ માટીના બનાવેલા વાસણમાં પાણી નાંખવાથી ગંધ પ્રગટે છે, તેમ શરીરમાં આત્મા પ્રગટે છે. ત્યાં વાસ્તવિકપણે તે વાસણમાં ગંધ પ્રથમથી હતી જ, પરંતુ પાણી તેને અભિવ્યક્ત-પ્રગટ કરે છે અથવા અંધકારમાં ન દેખાતો ઘટ પ્રથમથી છે જ, ફક્ત પ્રકાશ તેને અભિવ્યક્ત-પ્રગટ કરે છે. તેમ પાંચ ભૂતોમાં ચેતના છે, પરંતુ તે ચેતના દેખાતી નથી, પણ જ્યારે તે પાંચે ભૂતો કાયાકારે પરિણામ પામે છે, ત્યારે તે ચેતના દેખાય છે. આમ ચેતના અભિવ્યક્ત થાય છે. આ અભિવ્યક્તિ પક્ષ છે. આમ ઉત્પત્તિ પક્ષે પાંચ ભૂતો સાથે મળવાથી ચેતના જે પ્રથમ ન હતી તે ઉત્પન્ન થાય છે અને અભિવ્યક્તિ પક્ષે ભૂતોમાં તિરોભાવે ચેતના હતી, તે ચેતના કાયાકારે ભૂતો પરિણામ પામે ત્યારે આવિર્ભૂત થાય છે. આ રીતે બંને પક્ષે ભૂતોમાં જ ચેતના છે, પણ ચેતના ગુણવાળો સ્વતંત્ર આત્મા હોય અને તે ભૂતોથી ભિન્ન હોય, આમ બનતું નથી. ભૂતોથી ભિન્ન સ્વતંત્ર ચેતનામય આત્મદ્રવ્ય નથી. આમ ચાર્વાક દર્શનકાર કહે છે. 11911 અવતરણ શરીરમાંથી ચેતના પ્રગટે છે અને મૃત્યુ આવતાં ચેતના બુઝાઈ જાય છે. તેથી પૂર્વભવ-પરભવ આદિ કંઈ નથી. આમ જણાવતાં ચાર્વાકદર્શન કહે છે કે - Page #36 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્તનાં પ્રથમ સ્થાનનું વર્ણન ૧૯ નહિ પરલોક ન પુણ્ય ન પાપ, પામ્યું તે સુખ વિલસો આપી વૃકપદની પરિ ભય દાખવઈ, કપટી તપ-જપની મતિ ઠવાઈ lika ગાથાર્થ - પરલોક નથી, પુણ્ય અને પાપ પણ નથી, તમને જે પ્રાપ્ત થયું છે તે સુખ મજાથી ભોગવો. કપટી માણસો વરૂનાં પગલાં પોતાની હથેળીથી કરીને લોકોમાં ભય પમાડે છે અને લોકોને તપ, જપ કરવાના સ્વરૂપવાળો ધર્મ સમજાવે છે. મેટ બાલાવબોધ - (૧) રાનડું મતÉ પરત્નો નથી, પુષ્ય नथी, पाप नथी । ते इम कहइ छई - जे पाम्युं सुख छइ ते पोतई विलसो, वर्तमान सुख मुकी नइ अनागत सुखनी वांछा करवी ते खोटी, सुख भोगमा जे नरकादिकनो भय देखाडइ छइ, ते माता जिम बालकनइ “हाउ" देखाडइ छइ, तिम लोकनइ भोलवीनइ कपटी पोतइ भोगथी चूका, बीजानइ चूकावइ छइ, अनइ तप-जप कराव्यानी बुद्धि करइ छइं ॥८॥ ભાવાર્થ - આ ચાર્વાકદર્શનકારના મત પ્રમાણે પરભવ નથી, પુણ્યકર્મ નથી, પાપકર્મ પણ નથી. કારણ કે આયુષ્ય પૂર્ણ થાય છે, ત્યારે મૃત્યુ થતાં શરીર બળીને રાખ થાય છે, ચેતના શરીરજન્ય હોવાથી ચેતના પણ નાશ પામે છે. માટે આત્મા જેવું સ્વતંત્ર કોઈ દ્રવ્ય નથી. જો ચેતનદ્રવ્ય જ ન હોય તો પરભવમાં જવાનું અને ત્યાં સુખ પામવાનું રહેતું જ નથી. તેથી આ ચાર્વાકદર્શનકાર કહે છે કે વર્તમાનભવમાં જે સુખ મળ્યું છે, તે બરાબર રીતે ભોગવો, સુખપૂર્વક વિલાસ કરો, આનંદચમન માત્ર કરો. વર્તમાન ભવનાં સુખને ત્યજીને અનાગત (આવતા ભવના) સુખની વાંછા કરવી તે ખોટું છે. એટલું જ નહીં, પણ મૂર્ખાઈ છે. વાસ્તવિક રીતે પુણ્ય-પાપ વિગેરે તત્ત્વો કાંઈ છે જ નહીં, કોઈ મૂર્ખ મનુષ્ય જ સ્વમતિ પ્રમાણે પુણ્ય-પાપની કલ્પના માત્ર Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૦ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ કરેલી છે. જેમ કોઈ મનુષ્ય પોતે જાતે જ રાત્રિના સમયે વરૂનાં પગલાં રેતીમાં ચિતરે અને લોકોને કહે કે આજે રાત્રે આ ગામમાં વરુ (જંગલી પ્રાણી) આવ્યું હોય તેમ લાગે છે. લોકો તેને સાચું માની લે છે અને ભયભીત થઈને ઘરમાં ભરાઈ જાય છે. તેમ જો પાપ કરશો તો પરભવમાં નરક-નિગોદના ભવ આ જીવ પામશે અને ઘણો દુ:ખી થશે. આવા ભયો કોઈ મૂર્ખ મનુષ્ય જ કહે છે, તે સાંભળીને લોકો ભયભીત થયા છતા તપ-જપના કાર્યમાં (ધર્મના કાર્યમાં) જોડાઈ જાય છે. પરંતુ વાસ્તવિક તેમ નથી. કારણ કે વરુનાં પગલાં ભય બતાવનારાએ પોતે જ કર્યાં હતાં, લોકોએ તેને સાચું માની લીધું હતું. તેમ અહીં પણ સમજવું. માટે આ પુણ્ય-પાપની તો કલ્પના માત્ર જ છે. વાસ્તવિક પુણ્ય-પાપ જેવું કોઈ તત્ત્વ જ નથી. તથા વળી કોઈ બાળક ઘણું રડે ખોટી જિદ કરે ત્યારે તેની માતા તેને હાઉ=ખોટો ભય બતાવે છે. તેથી બાળક ભયભીત થઈને શાંત થઈ જાય છે. તેમ આ જીવને નરક-નિગોદનાં દુઃખોનો ભય જ જણાવાય છે. પરમાર્થે નરક-નિગોદ કે દેવલોક જેવો કોઈ પરભવ જ નથી, ઋષિ મુનિઓ પોતે સંસારમાં સુખ ભોગથી વંચિત રહ્યા છે અને સંસારી લોકોને આવો ભય જણાવી સુખભોગથી વંચિત રાખે છે અને તપ-જપ આદિ ધર્મક્રિયા કરાયાનો પોતે આનંદ માણે છે અને લોકો પાસે આવો આનંદ મનાવે છે. વાસ્તવિકપણે આ સઘળું ય મિથ્યા છે. વૃકપદની કથા આ પ્રમાણે છે કોઈ એક નાસ્તિક પુરુષ હતો. તેની પત્ની ઘણી જ આસ્તિક હતી. તેથી તે પત્ની જીવ, પૂર્વભવ, પરભવ, * પુણ્ય-પાપ, નરક-નિગોદ આદિ તત્ત્વો ઉપર ઘણા જ વિશ્વાસવાળી હતી. તે નાસ્તિક પુરુષ પોતાની બુદ્ધિથી અને પોતાના માનેલા શાસ્ત્રોથી પોતાની પત્નીને કાયમ સમજાવતો હતો કે સ્વર્ગ-નરક કે મોક્ષ જેવું કશું જ નથી. પરંતુ તેની પત્ની આ વાત સ્વીકારતી ન હતી અને કહેતી હતી કે પ્રત્યક્ષ ન ―――― Page #38 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્તનાં પ્રથમ સ્થાનનું વર્ણન ૨ ૧ વિના અનુમાન અને આગમ પ્રમાણ છે અને તેનાથી પૂર્વભવ પરભવ નરક-નિગોદ બધું જ છે. આમ સિદ્ધ થાય છે. તે સ્ત્રી પોતાના પતિની વાત માનતી નથી. તેથી તે સ્ત્રીને યુક્તિપૂર્વક સમજાવવા માટે તેનો પતિ તે સ્ત્રીને સાથે લઈને રાત્રિના સમયે નગર બહાર ગયો અને પોતાની પત્નીને કહ્યું કે નગરના લોકો અને તેમાં પણ જે બહુશ્રુત પુરુષો ગણાય છે, તે કેવા છે તે તું જો ! તે પતિએ પોતાની પત્ની જુએ તેવી રીતે નગરના દરવાજાથી નગરના ચૌટા સુધીના રાજમાર્ગમાં રેતીની અંદર વરુનાં પગલાં પોતાના હાથથી ચિતર્યા-દોર્યા. જ્યારે પ્રભાત થયું અને લોકોની અવર-જવર ચાલુ થઈ, ત્યારે આ પગલાં જોઈને લોકો કહેવા લાગ્યા કે આજે રાત્રે આ નગરમાં વરુ આવ્યું છે. જુઓ, આ તેનાં પગલાં રેતીમાં પડેલાં દેખાય છે. આ સાંભળી ઘણા લોકો ભેગા થઈ ગયા, ગામમાં વસતા બહુશ્રુત (પંડિત) પુરુષો પણ આ વાત સાંભળીને જોવા માટે ત્યાં આવી પહોંચ્યા અને તેઓ આ પગલાં જોઈને લોકોને ઉત્તેજિત કરવા લાગ્યા કે આજે રાત્રે અવશ્ય આ નગરમાં વરૂ આવેલું છે. પંડિતોના મુખથી આ વાર્તા સાંભળી લોકો ભયભીત થઈ ગયા અને પોતપોતાના ઘરોમાં ભરાઈ ગયા. કોઈ બહાર આવતું જતું નથી. પેલો નાસ્તિક પતિ ગામવાસી લોકોનું આ નાટક જોઈને પોતાની પત્નીને કહે છે કે હે પ્રિયે ! દેખો, સામાન્ય માણસો તો ઠીક, પરંતુ બહુશ્રુત તરીકે ગણાતા પંડિત પુરુષો પણ પરમાર્થથી અબહુશ્રુત જેવા છે. તેઓ પોતે જ સાચો પરમાર્થ જાણતા નથી. આ પગલાંથી વરૂ આવ્યો છે, એમ માની લઈને પોતે પણ વરૂ આવ્યાનું જ લોકોને સમજાવે છે. હકીકત તે પોતે જોયું છે કે વરૂ આવ્યો પણ નથી, આ પગલાં તેનાં નથી, તારા દેખતાં દેખતાં મેં જ ચીતરેલાં છે. આ સંસારી લોકો આવા અજ્ઞાની છે. ગતાનુગતિક છે. લોકપરંપરાને માની લેનારા છે. જેમ આ લોકો “વૃકપદને Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૨ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ સાચાં માની લઈ છેતરાય છે, તેમ ધર્મગુરુઓ નરક-નિગોદ અને તેનાં દુઃખો બતાવીને લોકોને ભય પમાડે છે.” પરંતુ પરમાર્થથી નરક-નિગોદ જેવું કશું નથી, પરભવ જ નથી, પાપ-પુણ્ય જેવું કશું જ નથી, માટે તમે કંઈક સમજો અને મારી સાથે ઇચ્છા મુજબ ભોગવિલાસ ભોગવો. આ પ્રમાણે તે પતિએ પોતાની પત્નીને કહ્યું અને પત્નીએ પોતે જ સાક્ષાત્ વરૂનાં પગલાંની વાર્તા નજરે નિહાળી હોવાથી પતિની સઘળી વાર્તા માની લીધી. ત્યારબાદ તે પતિએ પોતાની પત્નીને કહ્યું કે પાંચે ઇન્દ્રિયોનાં સુખો ભોગવો, મોજમજા કરો, નરક-નિગોદ કે પરભવ જેવું કંઈ જ તત્ત્વ નથી. આ શરીર પૃથ્વી આદિ પાંચ ભૂતોથી જ બનેલું છે અને તેમાંથી જ ચેતના પ્રગટ થયેલી છે. પૂર્વભવ-પરભવ કે આત્મા જેવા કોઈ તત્ત્વો જ નથી, પુણ્ય-પાપ જેવું કશું જ નથી. માટે ઇચ્છા મુજબ ભોગો ભોગવતાં ભય રાખવાની જરૂર જ નથી. મારી સાથે ભોગો ભોગવીને તમારા યૌવનને સફળ કરો. આ પ્રમાણે વરૂનાં પગલાંની વાર્તા જાણવી. ॥૮॥ “મિથ્યાત્વના પ્રથમ સ્થાનની સામે સમ્યક્ત્વના પ્રથમ સ્થાનનું વર્ણન” “જીવ છે” અવતરણ-ચાર્વાકદર્શને બતાવેલા પૂર્વપક્ષની સામે હવે ઉત્તરપક્ષએહવા પાપી ભાખઈ આળ, બાંધઈ કર્મતણા બહુ જાળ I આતમસત્તા તેહનિં હવઈ, યુગતિ કરી સદ્ગુરુ દાખવઈ IIII ગાથાર્થ પાપી એવો ચાર્વાક આવા પ્રકારનાં આળ (ખોટાં ખોટાં વચનો) બોલે છે અને કર્મોનાં ઘણાં ઘણાં જાળાં બાંધે છે. તેહને (તે - Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨ ૩ સમ્યક્તનાં પ્રથમ સ્થાનનું વર્ણન ચાવકને) સદ્ગુરુ યુક્તિ-પ્રયુક્તિઓ દ્વારા આત્મા નામનું સ્વતંત્ર તત્ત્વ છે. આમ આત્મસત્તા દેખાડે છે. આ પ્રથમ સ્થાન છે. It બાલાવબોધ - વાર્તા પવી નૂડી યુ િવોર્ડ છે, દુર तेहनई युक्तिं करी आत्मसत्ता देखाडइ छइ ॥९॥ ભાવાર્થ - બૃહસ્પતિ ઋષિ અને તેમના નાસ્તિક મતને અનુસરનારા પુરુષો આવા પ્રકારની ખોટી માન્યતા માનતા હોવાથી પોતે તો માર્ગભ્રષ્ટ થાય છે. પણ બીજાને પણ તેવો જ ઉપદેશ આપતા હોવાથી બીજાને પણ સત્ય માર્ગથી ભ્રષ્ટ કરે છે માટે પાપી છે. ઉન્માર્ગી છે, ઉસૂત્રભાષી છે અને ખોટો પ્રચાર કરીને જૂઠી જૂઠી યુક્તિ-પ્રયુક્તિઓ આપીને લોકોને છેતરે છે અને કર્મોનાં જાળાં બાંધે છે. ભારેકર્મી થાય છે. આવા ઉન્માર્ગી ચાર્વાકને સદ્ગુરુ સુંદર યુક્તિઓ જણાવીને તેના દ્વારા “આત્મસત્તા” આત્માના અસ્તિત્વની વાત દેખાડે છે, સિદ્ધ કરે છે. આમાં અવતરણ - આત્માની સત્તા અનુમાન પ્રમાણથી બતાવતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે - જ્ઞાનાદિક ગુણ અનુભવસિદ્ધ, તેહનો આશ્રય જીવ પ્રસિદ્ધ પંચભૂત ગુણ તેહનઈ કહો, ઇન્દ્રિયગ્રાહ્ય ન કિમ સદુહો II૧૦ના ગાથાર્થ - જ્ઞાન-દર્શન-ચરિત્ર આદિ ગુણો અનુભવસિદ્ધ છે. તે ગુણોનો આધાર જીવ છે. જ્ઞાનાદિક ગુણોને પાંચ ભૂતના ગુણ જો કહેશો તો તે ગુણો ઈન્દ્રિયગ્રાહ્ય છે, આમ કેમ માનતા નથી ? II૧all બાલાવબોધ -જ્ઞાન-દર્શન-વ-વીર્થપ્રમુa [ ને અનુભવ सिद्ध मानस प्रत्यक्ष प्रसिद्ध छइं, ते गुणनो जे आधार ते जीवद्रव्य अनुमानप्रमाणइं आवइं, अनुमानप्रमाण न मानइं, ते परना मननो संदेह किम जाणइं ? तिवारइं परनइं उपदेश किम दिई ? अनइं जो Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૪ સમ્યક્ત ષસ્થાન ચઉપઈ तेहनइं ज्ञानादिकगुणनइं पंचभूतनो संयोगज गुण कहो तो इन्द्रियग्राह्य किम न मानो ? भूतगुण जे कांठिन्य-शीतत्वादिक ते इन्द्रियग्राह्य छई, चेतना इन्द्रियग्राह्य नथी, ते माटई ते आत्मानो गुण जाणवो III | ભાવાર્થ - આસ્તિકવાદી એવો જૈન નાસ્તિકવાદી એવા ચાર્વાકને કહે છે કે જ્ઞાન-દર્શન-સુખ અને વીર્ય ઈત્યાદિક ગુણો પ્રત્યેક વ્યક્તિને અનુભવસિદ્ધ છે અર્થાત્ પ્રત્યક્ષ પ્રમાણથી માન્ય છે તેથી તે ગુણોનો દરેક જીવોને સાક્ષાત્ અનુભવ થાય છે. હવે જો આવા પ્રકારના ગુણો હોય તો તેવા ગુણોના આધારભૂત ગુણી અવશ્ય હોવો જ જોઈએ. આમ અનુમાન પ્રમાણથી આત્મા સિદ્ધ થાય છે. ૧૦ll બાલાવબોધ - માત્મદ્રવ્ય, તિ, જ્ઞાનાવિUIનામધારત્વનું, परमात्मवत् । વિવેચન :- અહીં કદાચ નાસ્તિકવાદી પોતાના પક્ષનો બચાવ કરતાં એમ કહે કે “અમે ચાર્વાકદર્શનકારો પ્રત્યક્ષને જ પ્રમાણ માનીએ છીએ, અનુમાનને પ્રમાણ માનતા નથી.” તેથી તમે જેનો આત્માની સિદ્ધિ અનુમાન પ્રમાણથી જે કરો છો, તે અમને માન્ય નથી. તેની સામે આસ્તિકવાદી જેન કહે છે કે – જો તમે અનુમાનને પ્રમાણ માનતા નથી તો સામેના વાદીના મનમાં વર્તતા “સંદેહને તમે કેવી રીતે જાણ્યો? મનમાં વર્તતું સંદેહાત્મક જ્ઞાન કે નિર્ણયાત્મક જ્ઞાન એ અનુમાન વિના જાણી શકાય તેમ નથી. સંદેહવાળી વ્યક્તિના હાવભાવ-પ્રવૃત્તિ-આકૃતિ પ્રશ્ન માટેનું શબ્દોચ્ચારણ વિગેરે જોઈને જાણીને તેના દ્વારા કલ્પના કરીને જ જાણી શકાય છે. પરંતુ તે સંદેહાત્મક જ્ઞાન કંઈ ઈન્દ્રિય પ્રત્યક્ષ નથી. પણ અનુમાનગ્રાહ્ય જ છે. તેથી અનુમાન પ્રમાણ તમારે પણ સ્વીકારવું જ પડે છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્તનાં પ્રથમ સ્થાનનું વર્ણન ૨૫ જો સામેની વ્યક્તિના સંદેહને ન જાણો તો “પરભવ નથી પૂર્વભવ નથી, આત્મા નથી વિષયસુખ જ ભોગવો. દેવ-નરકાદિ અવસ્થા નથી” આવો ધર્મોપદેશ લોકોને તમે કેમ આપો છો? એટલે કે ચાર્વાક પણ લોકોને પોતાનો માર્ગ સમજાવવા ઉપદેશ તો આપે જ છે. એટલે જો અનુમાન પ્રમાણ નહીં માનો તો પરના હૃદયના સંદેહને નહીં જાણી શકો અને જો સંદેહને ન જાણો તો તેને આવા પ્રકારનો ઉપદેશ તમે કેમ આપો છો? અને તમે પણ ઉપદેશ તો આપો જ છો. માટે તમે ગર્ભિત રીતે અનુમાનપ્રમાણ સ્વીકાર્યું જ છે. તેથી તમારે અનુમાનપ્રમાણ સ્પષ્ટપણે સ્વીકારવું જ જોઈએ. હવે કદાચ ચાર્વાકદર્શનનુયાયી આમ કહે કે “ધારો કે અમે અનુમાનપ્રમાણ માની લઈએ અને તેનાથી જ્ઞાન-દર્શન આદિ ગુણોના આધારભૂત કોઈક દ્રવ્ય છે.” આમ પણ માની લઈએ, પણ તે જ્ઞાનાદિ ગુણોના આધારભૂત ગુણી એવું શરીર જ છે. શરીરથી ભિન્ન આત્મા જેવું સ્વતંત્ર કોઈ દ્રવ્ય નથી. આમ માનવામાં શું દોષ? પાંચ ભૂતોના પરસ્પર મિલનથી બનેલા શરીરના જ જ્ઞાનાદિ ગુણો છે. પણ શરીરથી અતિરિક્ત આત્મદ્રવ્ય જેવું કોઈ દ્રવ્ય જ નથી તો તેના જ્ઞાનાદિ ગુણો કેમ હોય ? આમ અમે માનીશું. શરીરમાં જ જ્ઞાનાદિ ગુણો ઉત્પન્ન થતા દેખાય છે. માટે પાંચ ભૂતના સંયોગથી બનેલા શરીરના જ આ ગુણો છે. પરંતુ સ્વતંત્ર આત્મદ્રવ્ય છે અને તેના આ જ્ઞાનાદિ ગુણો છે, આ વાત બરાબર નથી. આવા પ્રકારની ચાર્વાકની વાત બરાબર નથી. કારણ કે જો ચેતના એ ભૂતોનો ધર્મ હોય તો તે ચક્ષુરાદિ ઇન્દ્રિયોથી પણ ગ્રાહ્ય હોવો જોઈએ. જેમ કઠીનપણું-શીતળપણું આદિ સ્પર્શ-રસ-ગંધ અને વર્ણ ભૂતોના ધર્મ છે. તેથી તે ઇન્દ્રિયગ્રાહ્ય છે, તેમ ચેતનતા એ પણ જો ભૂતધર્મ હોય તો તે ચેતનતા ઇન્દ્રિયગ્રાહ્ય પણ હોવી જોઈએ. તે ચેતન્ય ધર્મ ચક્ષુરાદિ ઇન્દ્રિયથી ગ્રાહ્ય થવો જોઈએ. પણ ઇન્દ્રિયોથી ગ્રાહ્ય થતો નથી. માટે Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૬ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ ભૂતધર્મ નથી પણ આત્મધર્મ છે. તે ચેતનતા ભૂતદ્રવ્યોનો ધર્મ નથી, પણ આત્માનો ગુણ છે. માટે આત્મદ્રવ્ય ભૂતોથી સ્વતંત્ર દ્રવ્ય છે. ભૂતોની વચ્ચે છે, પણ ભૂતોથી ભિન્ન પદાર્થ છે. જીવ એ એક સ્વતંત્ર દ્રવ્ય છે. ।।૧૦। અવતરણ જ્ઞાનાદિ ગુણો શરીરના નથી પણ જીવદ્રવ્યના જ છે, આ વાત ઉપર બીજી યુક્તિ આપે છે તનુ છેદઈ નવિ તે છેદાઈ, તસ વૃદ્ધિÛ નવિ વધતાં થાય (ઇ) I ઉપાદાન જ્ઞાનાદિક તણો, તેહથી જીવ અલાધો ગણો. ૧૧ B - ગાથાર્થ - શરીરના છેદનથી તે ચેતના ગુણ છેદાતો નથી અને શરીરની વૃદ્ધિએ તે ચેતનાગુણ વૃદ્ધિ પામતો નથી, માટે જ્ઞાનાદિ ગુણોના ઉપાદાન કારણરૂપ જીવ દ્રવ્ય એ શરીરથી ભિન્ન દ્રવ્ય છે, પણ શરીર નથી. આ પ્રમાણે જીવ દ્રવ્ય શરીરથી ભિન્ન દ્રવ્ય માનો. (ભિન્ન છે, આમ સમજો.) I/૧૧/ બાલાવબોધ - શરીરછેવડું તે ચેતનાનુળ છેવાતો નથી, તથા તે शरीरनी वृद्धि वधता थातो नथी, ते माटइं ज्ञानादिक गुणनो उपादान आत्मा शरीरथी अलाधो मानो । उपादाननी हानि - वृद्धि ज उपादेयनी हानि - वृद्धि थाइ, जिम माटीनी हानि - वृद्धिए घटनी हानि - वृद्धि, तिम इहां जाणवुं । यद्यपि प्रदेशहानि - वृद्धि आत्मानई नथी, तथापि पर्यायहानि - वृद्धि छइं, तेणइं हीन - वृद्ध ज्ञानप्रति केन्द्रिय- पञ्चेन्द्रियाद्यात्मपणइ उपादानता मानी जोइइं, नही तो लोकव्यवहार न मिलइ ॥ ११ ॥ ભાવાર્થ - શરીર છેદાય એટલે ચેતના ગુણ છેદાતો નથી, જેમ કોઈ મનુષ્યનો હાથ અથવા પગ કપાઈ જાય (અથવા રોગ આદિના કારણે કપાવવો પડે) તો તે શરીરનો છેદ થવા છતાં ચેતનાની હાનિ થતી નથી. Page #44 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્તનાં પ્રથમ સ્થાનનું વર્ણન તથા કોઈ વ્યક્તિનું શરીર પૂર્વકાલમાં હોય તેનાથી ઉત્તરકાલમાં ધારો કે સ્થૂલ થઈ ગયું. એટલે કે શરીરની વૃદ્ધિ થઈ, ત્યારે શરીર વૃદ્ધિ પામતાં ચેતના વૃદ્ધિ પામી જાય, એમ પણ બનતું નથી. આમ શરીરની હાનિએ ચેતનાની હાનિ અને શરીરની વૃદ્ધિએ ચેતનાની વૃદ્ધિ થતી ન હોવાથી ચેતના એ શરીરધર્મ નથી પણ શરીરથી ભિન્ન તેવા આત્માનો ધર્મ છે માટે આત્મધર્મ છે. ચેતનાનું ઉપાદાનકારણ શરીર નથી પણ આત્મા છે. પ્રશ્ન - જો ચેતના એ આત્મધર્મ હોય અને શરીરધર્મ ન હોય તો આત્મા તો નિયતપણે લોકાકાશ જેટલા અસંખ્યાતપ્રદેશનો જ છે. તેમાં પ્રદેશોની હાનિ-વૃદ્ધિ થતી નથી તો પછી ચેતના ધર્મની હાનિ-વૃદ્ધિ કેમ થાય? સર્વે પણ જીવો લોકાકાશ પ્રદેશ પ્રમાણ આત્મપ્રદેશોવાળા જ છે એમ શાસ્ત્રોમાં કહ્યું છે. અને ચેતના સર્વેમાં હીનાધિક છે માટે ચેતના એ આત્મધર્મ નથી એમ સમજાય છે. ઉત્તર - સર્વે પણ જીવો લોકાકાશ પ્રદેશ પ્રમાણ આત્મપ્રદેશવાળા છે, તેમ સર્વે પણ જીવો કેવળજ્ઞાનાત્મક અનંતજ્ઞાન ગુણવાળા જ છે. સમાન જ્ઞાનવાળા જ છે. પણ તે સત્તાથી જાણવું, માત્ર તેના ઉપર જ્ઞાનાવરણીય કર્મનું જે આવરણ છે, તેથી તે આવરણની હાનિ-વૃદ્ધિના કારણે જ્ઞાનગુણના આવિર્ભાવ અને તિરોભાવમાં હાનિ-વૃદ્ધિ અવશ્ય થાય છે. પણ સત્તાગત જ્ઞાનગુણની હાનિ-વૃદ્ધિ થતી નથી. ઉપાદાન કારણની હાનિ-વૃદ્ધિ થાય તો ઉપાદેય કાર્યની અવશ્ય હાનિ-વૃદ્ધિ થાય. જેમ કે માટી એ ઘટનું ઉપાદાનકારણ છે. માટીની હાનિ-વૃદ્ધિ પ્રમાણે ઘટની હાનિ-વૃદ્ધિ થાય જ છે. થોડી માટી હોય તો નાનો ઘટ બને અને વધુ માટી હોય તો મોટો ઘટ બને. તેમ જીવદ્રવ્યમાં એકેન્દ્રિય-વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિયનો ભવ હોય ત્યારે જ્ઞાનગુણના આવિર્ભાવ-તિરોભાવની અવશ્ય હાનિ-વૃદ્ધિ થાય જ છે પણ Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૮ સમ્યક્ત ષસ્થાન ચઉપઈ આત્મપ્રદેશોની હાનિ-વૃદ્ધિ થતી નથી. નિયત સંખ્યા જ છે, તેમ સર્વે પણ આત્મામાં સત્તાગત જ્ઞાનગુણ સમાન જ છે. હાનિ-વૃદ્ધિ હોતી નથી. આ રીતે ભવ સંબંધી પર્યાયોના કારણે આચ્છાદાનભૂત કર્મોના ઉદય અને ક્ષયોપશમના કારણે જ્ઞાનગુણના ઉઘાડમાં અવશ્ય હાનિ-વૃદ્ધિ થાય જ છે. સત્તાગત જ્ઞાન ગુણ સમાન હોય છે. જો આ પ્રમાણે નહીં માનો તો લોકવ્યવહાર સંગત થશે નહીં. એકેન્દ્રિય આદિ ભવો કર્મજન્ય છે. તેમ જ્ઞાનગુણનો આવિર્ભાવતિરોભાવ પણ કર્મજન્ય છે. તેની હાનિ-વૃદ્ધિ થાય છે. મૂલ આત્માના પ્રદેશો નિયત છે. તેમાં હાનિ-વૃદ્ધિ થતી નથી, તેમ સત્તાગત જ્ઞાનગુણમાં ક્યારેય હાનિ-વૃદ્ધિ થતી નથી. જેમ સિદ્ધ પરમાત્માના આત્મામાં જ્ઞાનગુણની હાનિ-વૃદ્ધિ થતી નથી. જ્ઞાનગુણની હાનિ-વૃદ્ધિ કર્મમય આવરણના ઉદય અને ક્ષયોપશમના કારણે છે. પારમાર્થિકપણે સત્તાગત રીતે હાનિ-વદ્ધિ નથી. આ રીતે આવિર્ભાવપણે જ્ઞાનગુણની હાનિ-વૃદ્ધિ થવા રૂપ ઉપાદેયમાં (કાર્યમાં) એકેન્દ્રિય-વિકલેન્દ્રિય-પંચેન્દ્રિય સ્વરૂપે આત્માની ઉપાદાનકારણતા માનવી જોઈએ. જો આમ નહીં માનો તો લોકવ્યવહાર સંગત થશે નહીં. (૧૧). અવતરણ - જ્ઞાનાદિક ગુણોનું ઉપાદાન કારણ શરીર નથી, પણ આત્મદ્રવ્ય છે. આ વાત વધુ સ્પષ્ટ કરે છે. પ્રજ્ઞાદિક-વિતી સરખી નહીં, યુગલજાત નરનઈ પણિ સહી તો કિમ તે કાયા પરિણામ?, જુઓ તેહમાં આતમરામ વિશા ગાથાર્થ - એકસાથે જન્મેલા બે બાળકોમાં પણ પ્રજ્ઞાદિકની સ્થિતિ સરખી હોતી નથી, તો તે ચેતના કાયાનો પરિણામ છે. આમ કેમ કહેવાય ? એક જ માતા-પિતાથી એકીસાથે ઉત્પન્ન થયેલા બે બાળકોમાં Page #46 -------------------------------------------------------------------------- ________________ ૨૯ સમ્યક્ત્વનાં પ્રથમ સ્થાનનું વર્ણન ચેતના હીનાધિક હોવાથી ચેતના ગુણવાળું આત્મદ્રવ્ય શરીરથી ભિન્ન દ્રવ્ય 9.119211 બાલાવબોધ - પ્રજ્ઞાવિની સ્થિતિ વીર્યોત્પન્ન યુવાન મનુષ્યની पणि सरिखी नथी, कोइक अंतर- तेहमां पणि छइ । तो ते चेतना कायानो परिणाम किम कहिं । एक माता-पिताइं निपाया छइ । तेहमां आत्माराम जूदो छइ, तेणई करी ज प्रज्ञादिकनो भेद संभवइ ૫×૨૫ ભાવાર્થ - એક જ વીર્યથી ઉત્પન્ન થયેલા યુગલ મનુષ્યની અર્થાત્ જોડકે જન્મેલા બે બાળકોની પ્રજ્ઞાદિ=પ્રજ્ઞા-ચતુરાઈ-આયુષ્ય સંસ્કાર વિગેરે ગુણોની સ્થિતિ સમાન હોતી નથી, તે બંને બાળકોમાં કંઈક કંઈક અંતર છે. બુદ્ધિ આદિ ગુણો બંનેમાં હીનાધિક છે, તેથી તે ચેતનાને કાયાનો પરિણામ કેમ કહેવાય ? એક જ રૂધિર અને એક જ વીર્યના અંશથી આ કાયા બનેલી છે. બન્ને બાળકો એક જ માતા-પિતાથી જન્મેલા છે છતાં બુદ્ધિ આદિ ગુણોમાં હીનાધિકતા છે માટે બુદ્ધિ આદિ ગુણો કાયાના નથી, પણ આત્માના છે. બન્ને બાળકોનો આત્મા ભિન્ન ભિન્ન દ્રવ્ય છે, તેથી બુદ્ધિ આદિ ગુણો હીનાધિક છે. માટે શરીર તે આત્મા નથી, આત્મા એ શરીરથી ભિન્ન દ્રવ્ય છે. ।૧૨। અવતરણ જે પૂર્વઈં કહિઉં છઈ “શરીરથી ભિન્ન હોઈ તો આત્મા અલાધો કરી દેખાડો' તેહનો ઉત્તર કહિઈં છઈં - ―――――― રૂપી પણિ નવિ દીસઈ વાત, લક્ષણથી લહીએ અવદાત તો કિમ દીસઈ જીવ અરૂપ, તે તો કેવલ જ્ઞાનસરૂપ ॥૧૩॥ ગાથાર્થ રૂપી એવો પણ પવન દેખાતો નથી, તો પણ (અવદાત=) સ્વચ્છ પ્રમાણથી—નિર્દોષ પ્રમાણથી લક્ષણો દ્વારા જાણી Page #47 -------------------------------------------------------------------------- ________________ 30 સમ્યક્ત ષસ્થાન ચઉપઈ શકાય છે, તો પછી અરૂપી જીવ કેમ દેખાય? તે તો કેવળ જ્ઞાનસ્વરૂપ ४ छ. ॥१७॥ GICIACोध - "वात कहतां - वायरो, ते रूपी छइं, पुद्गल माटइं, तो पण दीसतो नथी । पणि ।" अवदात "कहतां प्रकट लक्षण जे कंप-वृत्ति-शाब्दादिक लिंगई लहिइं छई । लतादिकनो कंप, अर्कतूलादिकनई आकाशइं धृति, झंझादिकनो शब्द जेहनइं अभिघातई तथा संयोगई होइं छई, ते वायुद्रव्य, इम अनुमान प्रमाणइं जाणिइं छइं । तो अरूपी जीव किम दीसइं ? ते जीव केवल ज्ञानस्वरूप छइं, ज्ञान मनइं प्रत्यक्ष छई, ते लिंगई तेहनो आश्रय जे आत्मा, तेहनुं अनुमान कीजे । यद्यपि ज्ञानगुण प्रत्यक्ष, माटि आत्मा पणि तदंशई प्रत्यक्ष छई ।" "गुणपच्चक्खत्तणओ गुणी वि जीवो घडोव्व पच्चक्खो । (विशेषावश्यक गाथा १५५८) इत्यादि विशेषावश्यकवचनात् । वायूपनीत सुरभिद्रव्य पणि गंधांशइ प्रत्यक्ष ज छइं, तथापि वादि विप्रतिपत्तिं अनुमान कीजई ।" उक्तं च "शतशः प्रत्यक्षपरिकल्पितमप्यर्थमनुमिमीषन्त्यनुमानरसिकाः" अथवा ज्ञानाश्रयप्रत्यक्ष ज छई, तेहनइं इतरभिन्नतानुं अनुमान कीजई छइं । ॥१३॥ भावार्थ - "वात" भेटले वायरो अर्थात् वायु मेटले पवन, તે પવન વાઉકાય છે માટે સશરીરી છે. તેથી દરિક શરીરવાળા છે. એકેન્દ્રિય જીવ છે. શરીરી હોવાથી પુદ્ગલ દ્રવ્ય સાથે વ્યાપ્ત છે, તો પણ ચક્ષુથી દૃષ્ટિગોચર થાય તેવું દ્રવ્ય નથી. એટલે કે અદેશ્ય દ્રવ્ય છે. હવે જો વાયુદ્રવ્ય એ પુદ્ગલદ્રવ્ય હોવા છતાં તથા વર્ણ-ગંધ-રસ અને સ્પર્શવાળું દ્રવ્ય હોવા છતાં એટલે કે રૂપી હોવા છતાં પણ જો Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૧ સમ્યક્તનાં પ્રથમ સ્થાનનું વર્ણન ચક્ષુથી અગોચર છે અર્થાત્ અદશ્ય છે, તો પછી જે જીવ દ્રવ્ય છે, તે તો અરૂપી જ દ્રવ્ય છે અને વર્ણાદિ ગુણોથી રહિત જ દ્રવ્ય છે. તે જીવ દ્રવ્ય ચક્ષુથી ન દેખાય તેમાં શું આશ્ચર્ય ? જેમ ચક્ષુથી ન દેખાવા છતાં રૂપી એવો વાયુ જો જગતમાં છે, તેમ ચક્ષુથી ન દેખાતો એવો અરૂપી જીવ પણ જગતમાં છે જ, આમ માનવું જોઈએ. “વાયુ” ચક્ષુથી દેખાતો નથી, તો પણ પ્રગટ લક્ષણોથી “વાયુદ્રવ્ય” છે, આમ સમજી શકાય છે. (૧) કંપન (૨) ધૃતિ અને (૩) શબ્દાદિક એવાં પ્રત્યક્ષ લક્ષણોથી “વાયુ” દુનિયામાં છે. આમ સમજી શકાય છે. વેલડી વિગેરે વૃક્ષોની શાખા હાલ-ચાલે છે, તેથી તેનો પ્રેરક વાયુ છે તથા અર્ક-તુલાદિને (રૂના ગુચ્છાદિને) આકાશમાં અદ્ધર ધારણ કરી રાખવા રૂપ ધૃતિધર્મ જણાતો હોવાથી તેનો કર્તા વાયુ છે. આમ જણાય છે તથા ઝંઝાવાતાદિક રૂપે પ્રચંડ શબ્દ (અવાજ) કરવા રૂપ શબ્દાદિક લિંગોથી વાયુ છે. આમ સમજી શકાય છે. જો અદેશ્ય એવું વાયુ દ્રવ્ય ન હોત તો લતા વિગેરેનું હાલવુંચાલવું, અર્ક-તુલાદિકનું આકાશમાં અદ્ધર ટકી રહેવા રૂપ ધૃતિ અને ઝંઝાવાતાદિ રૂપે પ્રચંડ શબ્દ, વંટોળાયા આદિનો પ્રચંડ શબ્દ આ લિંગો હોત નહીં, પણ આ લિંગો સર્વ માણસોને જણાય છે. માટે તેનો પ્રેરક કર્તા વાયુ ભલે દેખાતો નથી, તો પણ અદશ્ય એવો વાયુ અવશ્ય છે. આ અનુમાનથી વાયુદ્રવ્યની સિદ્ધિ થાય છે. તો અરૂપી એવો આત્મા હોય એમાં શું નવાઈ ? પ્રશ્ન :- વાયુદ્રવ્ય ન દેખાતું હોવા છતાં પણ તેને જણાવનાર કંપનધૃતિ અને શબ્દ ઇત્યાદિ લિંગો દેખાય છે. માટે વાયુદ્રવ્ય છે. આ તો સમજાય તેમ છે, પરંતુ “આત્મદ્રવ્ય” તો અરૂપી છે, તો પછી “આત્મદ્રવ્ય હશે જ' તેની ખાતરી શું? તે વાતમાં પ્રમાણ કોઈ બેસતું નથી ? Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩ ૨ સમ્યક્ત જસ્થાન ચઉપઈ ઉત્તર :- “આત્મા” નામનું દ્રવ્ય પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ થાય છે. જેમ ચક્ષુ આદિ પાંચે ઈન્દ્રિયોથી અનુક્રમે રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દનું પ્રત્યક્ષ જ્ઞાન થાય છે અને તે રૂપ, રસાદિ ગુણો અને તેનાથી કથંચિત્ અભિન્ન એવું પુદ્ગલ દ્રવ્ય પ્રત્યક્ષ પ્રમાણથી જણાય છે. તેવી જ રીતે પ્રત્યક્ષ પ્રમાણથી જ્ઞાનગુણ અનુભવાય છે માટે જ્ઞાનગુણથી અભિન્ન એવું આત્મદ્રવ્ય પણ પ્રત્યક્ષ પ્રમાણથી જણાય જ છે માટે આત્મા પણ મન અને ઇન્દ્રિય વડે જ્ઞાન દ્વારા કથંચિ પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ થાય છે અને જ્યાં પ્રત્યક્ષ પ્રમાણ હોય ત્યાં અનુમાનાદિ ઇતર પ્રમાણોની જરૂર હોતી નથી. છતાં આત્મતત્ત્વની સિદ્ધિ માટે અનુમાનાદિ પ્રમાણો પણ મળી શકે છે. અમે અનુમાનાદિ પ્રમાણ પણ આપીએ છીએ. પ્રશ્ન :- લતા આદિ પદાર્થોના કંપની દ્વારા, અર્ક-તુલાદિકનું આકાશમાં ધારી રાખવા રૂપ ધૃતિ દ્વારા અને ઝંઝાવાતાદિ શબ્દ દ્વારા, વાયુ નામનું દ્રવ્ય અનુમાન પ્રમાણ દ્વારા સિદ્ધ થાય છે તથા શરીર સાથેના સંયોગાદિ દ્વારા શીતળતા-ઉષ્ણતા જણાવવા વડે પણ વાયુદ્રવ્ય છે. આમ હજુ સમજી શકાય છે. પરંતુ અરૂપી એવું આત્મદ્રવ્ય તો કોઈ પણ પ્રમાણથી સિદ્ધ કરી શકાતું નથી માટે “જીવદ્રવ્ય” છે. આમ કેમ કહી શકાય? જીવદ્રવ્યનું અસ્તિત્વ કેમ માની શકાય? જીવદ્રવ્યને સમજાવે તેવું કોઈ અનુમાન બુદ્ધિમાં બેસતું નથી ? ઉત્તર :- “જ્ઞાન” માનસ પ્રત્યક્ષ છે. તેથી “આત્મા” પણ માનસ પ્રત્યક્ષથી સિદ્ધ થાય છે. આત્મા જ્ઞાનસ્વરૂપ-ચેતનામય છે અને જ્ઞાન એ માનસપ્રત્યક્ષ છે, તેથી જ્ઞાનથી અભિન્ન ભાવે રહેલો આત્મા પણ માનસપ્રત્યક્ષ છે. આમ સિદ્ધ થાય છે. જ્યાં ગુણો પ્રત્યક્ષ ગ્રાહ્ય હોય ત્યાં તે તે ગુણોથી અભિન્ન એવું દ્રવ્ય પણ પ્રત્યક્ષગ્રાહ્ય જ કહેવાય છે. જેમ ઘટનો રૂપગુણ પ્રત્યક્ષ છે, તો તે રૂ૫ ગુણવાળો ઘટ પણ પ્રત્યક્ષ જ કહેવાય છે. તેની જેમ જ્ઞાનગુણ માનસપ્રત્યક્ષ છે. માટે જ્ઞાનગુણવાળો Page #50 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વનાં પ્રથમ સ્થાનનું વર્ણન ૩૩ આત્મા પણ માનસપ્રત્યક્ષ કહેવાય છે. જેમ ગંધગુણ ઘ્રાણેન્દ્રિય ગ્રાહ્ય હોય છે. માટે ગંધ ગુણવાળો સુગંધી વાયુ પણ ઘ્રાણેન્દ્રિય ગ્રાહ્ય કહેવાય જ છે. તેમ જ્ઞાનગુણ માનસ પ્રત્યક્ષ હોવાથી જ્ઞાનગુણવાળુ આત્મદ્રવ્ય પણ માનસપ્રત્યક્ષ જ છે અને જે વસ્તુ પ્રત્યક્ષ સિદ્ધ હોય તેને સિદ્ધ કરવા અનુમાન કરવાની જરૂર રહેતી નથી. છતાં વાદીઓની સાથેના વાદવિવાદને દૂર કરવા માટે “આત્મદ્રવ્ય’”ની સિદ્ધિ અનુમાનપ્રમાણ દ્વારા પણ કરાય છે. શાસ્ત્રોમાં જ કહ્યું છે કે કોઈપણ વસ્તુ અનુભવથી સેંકડો વાર પ્રત્યક્ષ પ્રમાણથી જણાઈ હોય તો પણ અનુમાનરસિક જીવો તે જ વસ્તુને અનુમાનપ્રમાણથી પણ સિદ્ધ કરે જ છે. તેમ “આત્મા” નામનું દ્રવ્ય જ્ઞાનના આશ્રયરૂપે (જ્ઞાનના આધારરૂપે) સિદ્ધ (અર્થાત્ જ્ઞાનના આધારરૂપે) પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ હોવા છતાં પણ અનુમાન રસિક જીવો વડે આ જ આત્મદ્રવ્યની સિદ્ધિ “અનુમાનપ્રમાણ વડે’ પણ અવશ્ય કરાય છે. તે અનુમાન પ્રમાણ આ પ્રમાણે છે - બાળકને સ્તનપાન પ્રવૃત્તિ, પૂરવભવ વાસના નિમિત્ત 1 એ જાણે પરલોક પ્રમાણ, કુણ જાણઈ અણદીઠું ઠામ II૧૪॥ ગાથાર્થ નવા જન્મેલા બાળકને જે સ્તનપાનની પ્રવૃત્તિ છે, તે પૂર્વભવની વાસનાના કારણે છે. તેથી તે બાળચેષ્ટા પરલોકની (પૂર્વભવની) સિદ્ધિનું પ્રમાણ છે, નહીં દીઠેલું સ્થાન કોણ જાણે છે ? ।।૧૪।। ટબો - વાળનનું સ્તનપાનપ્રવૃત્તિ છફ, તે દૃષ્ટસાધનતા હેતુ છ, તે સ્મરળ અનુભવથી થારૂ, તે ( અનુમવ) મવરૂં નથી, परभवनो ज आवइ, तज्जनितवासनाइं ए भवई स्मरण थाई, ए परभव प्रमाण जाणो ॥ - Page #51 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ अणदीठं स्थानक कुण जाणई ? इम मरणत्रासइं पणि पूर्वभवनो मरणानुभव अणुभविई, अणदीठाथी त्रास किम होइ ? जातमात्रइं तो मरण दीठं नथी. मरणत्रास तो पावइ छइ, जाणि ते परलोक छई. इ ૩૪ તે વિવેચન નાના બાળકને સ્તનપાનની જે પ્રવૃત્તિ થાય છે, ઇષ્ટ સાધનતાના સ્મરણ હેતુક છે. ક્ષુધા લાગી છે, તેને દૂર કરવા માટે જીવ તેનું સાધન શોધે છે. પૂર્વભવના આહારના સંસ્કારના સ્મરણથી તે સ્તનપાન તરફ પ્રેરાય છે. સ્તનપાનનો અનુભવ કરવા જવાનું જે મન થાય છે, તેમાં પૂર્વભવમાં લીધેલા આહારના સંસ્કારોનું સ્મરણ કરાય છે. કારણ કે આ ભવમાં તો આહાર લેવાનું હજુ કાંઈ જ કામ કર્યું નથી. આહાર માટેની આ પ્રવૃત્તિ એ પ્રથમ પ્રવૃત્તિ જ છે. તેથી આ ભવમાં કરાતી આહાર પ્રવૃત્તિમાં કારણ ગતભાવના આહારનું સ્મરણ છે અને તે આહાર સ્મરણમાં પૂર્વભવમાં કરેલા આહારના સંસ્કારો કારણ છે. - આ રીતે વર્તમાન અનુભવનું કારણ સ્મરણ અને સ્મરણનું કારણ પૂર્વભવના સંસ્કારોનો અનુભવ છે. તેનાથી પૂર્વભવ છે. આમ સિદ્ધ થાય છે. આ રીતે અનુમાન દ્વારા પૂર્વભવની સિદ્ધિ થાય છે. જો પૂર્વભવ-૫૨ભવ ન હોય તો જન્મમાત્ર પામેલ બાળકનો જીવ પૂર્વભવમાં ન હતો કારણ કે આ ભવ પ્રથમ ભવ જ માન્યો છે અને આ જ ભવ તેનો પ્રથમ ભવ છે. એવો જ અર્થ થાય અને જો ખરેખર આમ જ હોય તો જન્મમાત્ર પામેલા તે બાળકને ભૂખ મટાડવાનું સાધન સ્તનપાન જ છે અને તે સ્તન ભાગ ક્યાં છે ? તેનું જ્ઞાન તે બાળકને કેમ થાય ? આ જ ભવ તેનો પ્રથમ ભવ હોવાથી અહીં (સ્તનભાગમાં) વળગવાથી મારી ક્ષુધા મટશે ? એવું જ્ઞાન તે બાળકને કેવી રીતે થાય ? તથા સ્તનપાનની પ્રક્રિયા પણ કેમ આવડે ? ક્યારેય પણ ન જોયેલા સ્તન Page #52 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્તનાં પ્રથમ સ્થાનનું વર્ણન ૩૫ ભાગને વળગવાનું કામ આ બાળક કેમ કરે? તેથી માનવું જોઈએ કે તે બાળકે પૂર્વભવમાં આ આહારનો અનુભવ કર્યો છે, તે અનુભવના સ્મરણથી જ આ પ્રવૃત્તિ કરે છે. આ પ્રમાણે “પૂર્વભવ છે” આમ સિદ્ધ થાય છે. પ્રશ્ન - જ્યાં જ્યાં પૂર્વભવમાં સંજ્ઞી પંચેન્દ્રિયનો ભવ કર્યો હોય અને સ્તનપાનાદિ આહારનું કાર્ય કર્યું હોય, ત્યાં ત્યાં તો પૂર્વભવના સંસ્કારોનું સ્મરણ થવાથી સ્તનપાન પ્રવૃત્તિ ઘટી શકે છે. પરંતુ સર્વે પણ જીવો અનાદિકાળથી તો નિગોદના ભવમાં જ હતા. ત્યાં કેટલાય ભવો કર્યા પછી જ સંજ્ઞી પંચેન્દ્રિયના ભવમાં આવ્યા છે, તો તે નિગોદના ભવમાં અનંતા ભવો કરીને સૌથી પ્રથમ સંશી પંચેન્દ્રિયનો ભવ જ્યારે કરે ત્યારે તેના પૂર્વભવો નિગોદના હોવાથી પૂર્વભવના સ્તનપાનના સંસ્કારો ન હોવાથી તેને આહાર સંબંધી સ્તનપાનની પ્રવૃત્તિ કેમ ઘટી શકે? ઉત્તર - સંજ્ઞી પંચેન્દ્રિયના પ્રથમ ભવની અંદર જે સ્તનપાનની પ્રવૃત્તિ થાય છે, તેના પૂર્વભવોમાં (એકેન્દ્રિયાવસ્થા હોવાથી) સ્તનપાન પ્રવૃત્તિ ભલે નથી, પણ આહાર ગ્રહણ પ્રવૃત્તિ અવશ્ય છે જ. તે આહાર ગ્રહણની પ્રવૃત્તિના સંસ્કારોનું જ નિરંતર સ્મરણ રહેવાથી જ સંજ્ઞી પંચેન્દ્રિયના ભવમાં પણ આહાર ગ્રહણ કરવાની ઇચ્છા પ્રજ્વલિત થાય છે અને તેના સ્થાનને તે જીવ શોધી કાઢે છે. | સર્વથા ન જોયેલું સ્થાન કોણ શોધી શકે ? અર્થાત્ આ જીવે પૂર્વભવોમાં સતત આહાર ગ્રહણ કરેલ છે. તેનાથી આહારના સંસ્કારો પડેલા છે અને તે આહારનું સ્થાન પણ પૂર્વભવોથી જોયેલું જ છે. તેના કારણે જન્મ થતાં જ આ જીવ તે સ્થાનને પૂર્વસંસ્કારોના સ્મરણથી શોધી કાઢે છે. માટે અવશ્ય પૂર્વભવ છે જ, આમ માનવું જોઈએ. ll૧૪ll Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૬ સમ્યક્ત જસ્થાન ચઉપઈ અવતરણ - પુણ્ય-પાપની સિદ્ધિ માટેની ચોપાઈ કહે છે - એક સુખિયા એક દુઃખિયા હોઈ, પુણ્ય-પાપ-વિલસિત તે જોઈ કરમ ચેતનાનો એ ભાવ, | ઉપલાદિક પરિ એ ન સ્વભાવ l/૧૫ ગાથાર્થ - આ સંસારમાં કોઈ એક જીવ સુખી છે અને બીજો કોઈ જીવ દુઃખી પણ છે. આમ જે દેખાય છે, તે સઘળું ય પુણ્ય પાપકર્મનો વિલાસ છે. આ પ્રમાણે સુખદુઃખનો જે અનુભવ થાય છે, તે પૂર્વબદ્ધ કર્મ ચેતનાનો પ્રભાવ છે. પરંતુ પાષાણ (પત્થર) આદિની જેમ વસ્તુનો સ્વભાવ માત્ર નથી. /૧ull | રબો - સરિરડું ન વાદ્યર છું # સુવિયા, નવું વા दुखिया जे होइ छइ, ते पुण्य-पापनो विलास जोयो ॥ उक्तं च - जो तुल्लसाहणाणं फले विसेसो, न सो विणा हेउं । कज्जत्तणओ, गोयम ! घडोव्व हेअ से कम्मं ॥ (વિશેષાવસ્થામાખ્ય મથા ૨૬૨૩) कोइ कहस्यइं-एक पाषाण पूजाइं छइं, एक रझलइ छइ, तिम ए स्वभावइं हुस्यइं । तेहनई कहिइं-उपलादिकनइ पूजा-निंदाथी सुखदुःखवेदन नथी । जीवनइं ते (वेदन) छइं, तो ए भोगचेतना करमचेतनानो करिओ भाव छइं । दृष्टान्त व्यतिरेकस्वभावई निराकरिइं तो दंडादिकनई घटादिक प्रतिं पण कारणता किम करिइं ? ॥१५॥ વિવેચન :- ઘણી વખત એક જ ઘરમાં એક જ માતાપિતાથી જન્મેલા બે બાળકોમાં બાહ્યકારણો (જન્મ આપનાર માતપિતા, ઘર, ગામ, કુલ ઈત્યાદિ) સરખાં હોવા છતાં પણ એક બાળક મોટું થતાં Page #54 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્તનાં પ્રથમ સ્થાનનું વર્ણન ૩૭ સુખી થાય છે. બીજું બાળક દુઃખી થાય છે એક બાળક શરીરે રોગી થાય છે. બીજું નિરોગી થાય છે. એક ધનવાન થાય છે બીજું બાળક મોટું થતાં ધનાદિથી હીન હોવાના કારણે દુઃખી થાય છે. આમ કેમ બને છે? તેનું કારણ વિચારીશું તો સમજાશે કે બાહ્ય કારણો સમાન હોવા છતાં પણ આન્તરિક કારણ (કે જેનું નામ કર્મ છે તે) સમાન નથી. બન્ને બાળકોનાં કર્મ ભિન્ન ભિન્ન છે. માટીના જ બનાવેલા ઘડાઓમાં એક ઘટ કુંભસ્થાપના આદિ ઉત્તમ કાર્યોમાં વપરાય છે અને બીજો ઘટ મદિરા-વિષ્ટા આદિને ભરવામાં વપરાય છે. તેથી આવા પ્રકારની વિષમ સ્થિતિ પ્રાપ્ત થવામાં કોઈક કારણ અવશ્ય છે. આમાં જે કારણ છે તે પુણ્ય-પાપકર્મ જ કારણ છે. બન્ને ઘટમાં ઘટાકારતા (રૂપકાય) સમાન છે. પરંતુ પુણ્ય-પાપના ઉદયસ્વરૂપ કારણનો ભેદ અવશ્ય છે જ. તેથી જ આ ભેદ છે. શ્રી વિશેષાવશ્યકભાષ્ય નામના મહાગ્રન્થની ગાથા (૧૯૧૩)માં કહ્યું છે કે - “તુલ્યસાધનવાળા પણ બે પદાર્થોમાં જે વિશેષતા (ભેદ) જોવા મળે છે તે વિશેષતા કારણ વિના સંભવતી નથી. કારણ કે જે આ વિશેષતા (ભેદ) છે તે એક પ્રકારનું કાર્ય છે તે તે કાર્યની પાછળ કારણભેદ હોય તો જ આમ બને. વિશેષતા એ પણ એક કાર્ય છે તેથી તે ઘટની જેમ વિષમકારણતાવાળી વિશેષતા છે. તેમ આ સંસારમાં એક જ માત-પિતા આદિ કારણોથી જન્મેલા બે બાળકોમાં જે સુખીદુઃખી આદિ ભેદ જણાય છે. તે સઘળી પણ વિશેષતાઓમાં પુણ્ય-પાપ નામનું કર્મ એ કારણ છે અને તે પુણ્ય-પાપ એ કર્મ છે. (વિશેષાવશ્યકભાષ્ય ગાથા ૧૬૧૩). પ્રશ્ન :- અહીં કદાચ કોઈ આવો પ્રશ્ન કરે કે કોઈ કોઈ પત્થર પરમાત્માની મૂર્તિરૂપે બનીને લોકોમાં પૂજાય છે અને કોઈ કોઈ પત્થર Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૮ સમ્યક્ત ષસ્થાન ચઉપઈ લોકોના પગ નીચે પગથીયાં રૂપે ચગદાય છે અથવા કોઈ કોઈ પત્થર ખેતરોમાં અને રસ્તામાં રજળે છે તો તે પત્થર (અજીવદ્રવ્ય હોવાથી) પુણ્ય-પાપકર્મવાળું નથી. છતાં સ્વાભાવિકપણે જ પૂજા અને નિન્દા પામે છે. તેમ જીવમાં પણ કર્મ જેવું કોઈ તત્ત્વ નથી. સ્વાભાવિકપણે જ સુખી દુઃખી થાય છે પરંતુ પુણ્ય-પાપ જેવું કોઈ તત્ત્વ નથી. આમ માનીએ તો શું દોષ આવે? આવો કોઈ પ્રશ્ન કદાચ કરે તો? ઉત્તર :- આ પ્રશ્ન બરાબર નથી. પાષાણ અજીવ છે અચેતન છે માટે પાષાણમાં (નિર્જીવ હોય ત્યારે) સ્વભાવ કારણ છે. જો કે તેમાં પણ પ્રથમ ઉત્પન્ન થયેલા પૃથ્વીકાય જીવનો પુણ્ય-પાપનો ઉદય અવશ્ય કારણ છે જ. તો પણ નિર્જીવ અવસ્થામાં ધારો કે સ્વભાવમાત્ર કારણ છે. અને જીવમાં કર્મચેતનાથી કરાયેલો ભોગચેતનાવાળો પરિણામ કારણ છે. આ પ્રમાણે એકમાં સ્વભાવ અને બીજામાં ભોગચેતનાનો પરિણામ કારણ છે. એમ કારણભેદથી જ આ કાર્યભેદ થાય છે. નિરર્થક કે નિષ્કારણ આવો ભેદ બનતો નથી. તેથી તેમાં જેમ ભેદ છે તેમ આ સંસારમાં પણ સુખદુઃખની પ્રાપ્તિમાં પણ નિષ્કારણતા નથી. પરંતુ કારણભેદ અવશ્ય છે જ. તેથી તેમાં જે કારણભેદ છે તે જ પુણ્યપાપના ઉદય રૂપ કારણભેદ અવશ્ય છે. આ પ્રમાણે પુણ્ય-પાપ નામના બે કર્મોની સિદ્ધિ થાય છે. I૧પા અવતરણ - પુણ્ય અને પાપ એમ બે પ્રકારનાં કર્મોની સિદ્ધિ માટે બીજી પણ યુક્તિ જણાવતાં ગ્રીકારશ્રી કહે છે કે – નિષ્ફલ નહીં મહાજનચત્ન, કોડી કાજિ કુણ વેચઇ રત્ના કષ્ટ સહિ તે પરમાર્થી (ધરમારથી), માનો મુનિજન પરમારથી IIના Page #56 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્તનાં પ્રથમ સ્થાનનું વર્ણન ૩૯ ગાથાર્થ - મહાજનનો પ્રયત્ન ક્યારેય પણ નિષ્ફળ હોતો નથી, માત્ર એક કોડી માટે રત્નને કોણ વેચે ? તેથી કષ્ટ સહન કરનારા પરમાર્થી (મથી) એવા મુનિજન જ સાચા પરમાર્થી છે. ૧૬ રબો - મહાગનને પુષ્પાર્થ તપદિ વર છે, તે નિષ્પન્ન नथी । निष्फल कार्यई बुद्धिवंत प्रवर्तइ नहीं । जो इम कहस्यो - लोकरंजनइं अर्थई ते प्रवर्तई छई, तो कोडीनई काजि रत्न कुंण वेचइं? लोकरंजन ते कोडी छई, तेहनइं अर्थई महाप्रयाससाध्य क्रिया ते रत्न वेचq छई, फोकई दुःख भोगवq तो कोइ वांछइ नहीं । अनइं सर्व भूलइ पणि नहीं । ते माटि महाजनप्रवृत्तिपुण्य-पाप तथा आत्मा ए सर्व मानवू । उक्तञ्च - विफला विश्ववृत्तिों, न दुःखैकफलापि च । दृष्टलाभफला नाऽपि, विप्रलम्भोऽपि नेदृशः ॥१॥ | (ચાયવાસુમતિ ત. ૨ નો ૮) ગદ્દા વિવેચન :- જે જે મહાજન (મહાત્મા) પુરુષો છે, બુદ્ધિશાળી પુરુષો છે, વિચારક પુરુષો છે, હિતાહિતના જ્ઞાનવાળા પુરુષો છે. દીર્ઘકાળનું ચિંતન-મનન કરીને કામકાજ કરનારા છે. તેવા મહાજન પુરુષો જે તપક્રિયા કરે છે, સંયમાદિ પાળીને જે આત્મસાધના કરે છે, પોતાના જીવનને યજ્ઞ-નિયમાદિના પાલન-પોષણવાળું બનાવે છે તે કંઈ સર્વથા નિષ્ફળ આ કાર્ય કરતા નથી. જો નિષ્ફળ હોય તો બુદ્ધિશાળી જીવો આવા પ્રકારના નિષ્ફળ કાર્યમાં ક્યારેય પણ પ્રવૃત્તિ કરે નહીં. કંઈકને કંઈક પ્રયોજનથી (ફળની અપેક્ષાએ જ) પ્રવૃત્તિ કરે છે અને આવા પ્રકારના પ્રભાવશાળી મહાજન ગણાતા મનુષ્યોની પ્રવૃત્તિનું જે પ્રયોજન છે તે આ જ છે કે પુણ્યકર્મ કેમ બંધાય અને પાપકર્મ કેમ ન બંધાય. આ માટે જ તેઓની પ્રવૃત્તિ હોય છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ ४० સમ્યક્ત ષસ્થાન ચઉપઈ હવે કદાચ અહીં કોઈ એવું કહે કે “પંડિત પુરુષો તપ-જપસંયમ અને સાધના આદિ જે જે ધર્મનાં કાર્યો કરે છે તે માત્ર લોકરંજનના કાજે જ (લોકો કેમ ખુશી રહે તે માટે જ) કરે છે. પણ પુણ્ય-પાપ જેવાં કર્મોના ગ્રહણ-અગ્રહણ માટે કરતા નથી. ફક્ત લોકરંજન માટે જ તે ધર્માચરણ કરે છે. આવો જો કોઈ બચાવ કરે તો તે બચાવ બરાબર નથી. કારણ કે એક નાની કોડી લેવા માટે બહુમૂલ્યવાળું કિંમતી રત્ન કોણ વેચે ? અર્થાતુ કોઈ ન વેચે. લોકરંજન કરવું કે કરાવવું તે બે ઘડી પુરતું જ સુખ છે. પરિણામે સુખની માત્રા ક્ષણિક છે તેથી ૧ કોડીમાન છે અને જીવન ચાલે ત્યાં સુધી સંયમ પાળવું, તપ કરવું, કઠોર ઉપસર્ગપરિષદો સહન કરવા તે ધર્માચરણ રત્નસમાન છે. જેમ ૧ નાની કોડી માટે કોઈ રત્ન વેચે નહીં. તેમ ક્ષણમાત્રના લોકરંજનના સુખ માટે જીવનપર્યન્તની ધર્મસાધના કોઈ કરે નહીં, સારાંશ કે ક્ષણિક લોકરંજનના સુખ માટે કિંમતી રત્નતુલ્ય સંયમસાધના કોઈ બુદ્ધિશાળી માણસ વેચે નહીં (સંયમ સાધનાનું કામ કરે નહીં). [૧] અવતરણ :- ઉપરોક્ત ચર્ચાથી જે ફલિતાર્થ નિકળે છે તે સમજાવે આતમસત્તા ઇમ સદ્દહો, નાસ્તિકવાદે મન મત કરો ! નિત્ય આત્મા, હવઇ વરણનું, ખંડી બોદ્ધતણું મત નવું II (નાસ્તિકવાદી ગત ) I૧oll ગાથાર્થ - આ પ્રમાણે આત્માની સત્તા (એટલે કે આત્મા છે જ, આમ) સ્વીકારો, પણ નાસ્તિકવાદમાં મનને વાળશો (જોડશો) નહી, (અહીં “આત્મા છે” આ પ્રથમ સ્થાન સમાપ્ત થાય છે.) હવે “આત્મા Page #58 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વનાં પ્રથમ સ્થાનનું વર્ણન ૪૧ નિત્ય છે’’ આ બીજું સ્થાન સમજાવું છું. બૌદ્ધદર્શનનો જે નવો મત છે કે આત્મા ક્ષણિકમાત્ર છે આમ માને છે. તેનું ખંડન કરીને હવે હું “આત્મા નિત્ય છે’” આ બીજું સ્થાન સમજાવું છું. ૫૧૭ની ટબો ઃहे लोक ! इम-ए प्रकारई आत्मानी सत्ता सद्दहो, पणि नास्तिकवाद पोताना मननई दहस्यो मा । चार्वाकमत निरास થયો । हवइं “नित्य आत्मा" एहवुं बीजुं स्थानक वर्णवुं छु, ऋजुसूत्रनयमांहिथी नीकल्या, माटइं नवं जे बौद्धनुं मत, ते खंडी રીનડું ।।૭।। વિવેચન :- હે લોકો ! અમે ઉપર સમજાવ્યું તેમ “આત્મા નામનું તત્ત્વ છે” આમ આત્માની સત્તા સ્વીકારો. પરંતુ ચાર્વાકદર્શન માને છે તેમ “આત્મા નથી” આવા પ્રકારના નાસ્તિકવાદમાં તમારા મનને નાખીને મનને ભ્રાન્ત કરશો નહીં. તમારા મનને દુઃખી કરશો નહીં. સારાંશ કે નાસ્તિકવાદીઓ (ચાર્વાકદર્શનવાળા) આ પ્રમાણે માને છે કે “આત્મા નથી” તેઓનું કહેવું છે કે - यावद् जीवेत्सुखं जीवेद् ऋणं कृत्वा घृतं पिबेत् । भस्मीभूतस्य देहस्य पुनरागमनं कुतः ॥ १ ॥ જ્યાં સુધી જીવન હોય, ત્યાં સુધી બહુ જ સુખપૂર્વક જીવવું (અર્થાત્ થોડું પણ દુઃખ ન વેઠવું) ધન ન હોય તો દેવું કરીને પણ ઘી પીવું એટલે કે દેવું કરીને પણ સુખી જીવન જીવવું. કારણ કે આ શરીર જ્યારે ભસ્મીભૂત થાય છે ત્યારબાદ ફરીથી આ સંસારમાં આવવાનું જ ક્યાં છે ? મૃત્યુ પામ્યા એટલે આપણો સંસાર સમાપ્ત થાય છે. મૃત્યુ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૨ સમ્યક્ત ષસ્થાન ચઉપઈ પછી ભવ જ નથી તો પછી દેવું થાય તેની ચિંતા શા માટે કરવી? આ પ્રમાણે ચાર્વાકદર્શન માને છે. તેના મત પ્રમાણે ઈન્દ્રિયોથી જે દેખાય છે તે જ સુખદુઃખ છે. આગળ-પાછળ કોઈ ભવ જ નથી. આત્મા જેવું કોઈ સ્વતંત્ર દ્રવ્ય જ નથી કે જે ભવાન્તરમાં જાય. આત્મા જેવું સ્વતંત્ર કોઈ દ્રવ્ય નથી કે ભવાન્તરગામી હોય. માટે જેટલું સુખ ભોગવી શકાય તેટલું સુખ ભોગવી લેવું. દુઃખ જરા પણ ભોગવવું નહીં પૂર્વભવ કે પરભવ છે જ નહીં તો તેની ચિંતા શા માટે કરવી? “આ ભવ મીઠા તો પરભવ કોણે દીઠા” આવો જ જાય છે તેથી દેહ ભસ્મીભૂત થયા પછી આવવાનું જ ક્યાં છે? માટે પરભવની ચિંતા શા માટે કરવી ? “આત્મા નથી” ખાઓ, પીઓ અને મજા કરો. ચોરી કરીને પણ ધન મેળવો અને લહેર કરો. આમ ચાર્વાકદર્શન માને છે. તે ચાર્વાકમતનું આ ગાથા સુધીમાં ખંડન કર્યું કે “આત્મા નથી એમ નહીં પણ “આત્મા છે” આ આત્મા ભવોભવમાં આવ-જા કરે છે. જન્મ-મરણ પામે છે. પૂર્વભવના સુસંસ્કારોથી ઉત્તરભવમાં ઘણું કરીને તેને અનુરૂપ ભવ પ્રાપ્ત કરે છે. માટે જ સ્તનપાનની પ્રવૃત્તિ જન્મ થતાં જ ઘટે છે, તેથી ભવાન્તર છે. આત્મા નામનું સ્વતંત્ર દ્રવ્ય છે. આ વાત સિદ્ધ કરી. અહીં પ્રથમ સ્થાન સમાપ્ત થાય છે. 09 “નાસ્તિકમતનું ખંડન-મંડન સમાપ્ત” માત્મા છે' આ પ્રથમ સ્થાન સમાપ્ત I૧૭ની Page #60 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વનાં બીજા સ્થાનનું વર્ણન ૪૩ અવતરણ :- હવે “આત્મા નિત્ય છે” આ બીજું સ્થાન સમજાવવાનું છે. ત્યાં “આત્મા ક્ષણિકમાત્ર જ છે” આ પ્રમાણે બૌદ્ધ જે માને છે તેનું ખંડન તેમાં આવે છે. તેથી આ બીજા સ્થાનની શરૂઆત કરતાં પહેલાં પૂર્વપક્ષરૂપે બૌદ્ધ જે માને છે તે ક્ષણિકવાદ સમજાવે છે ત્યારબાદ તેના ખંડનરૂપે “આત્મા નિત્ય છે” આમ બીજું સ્થાન સમજાવાશે. “આત્મા નિત્ય છે” હવે બીજા સ્થાનની ચર્ચા તેહ કહઇ ક્ષણસંતતિરૂપ, જ્ઞાન આતમા અતિહિ અનૂપ1 નિત્ય હોઇ તો બાધઇ નેહ, બંધન કર્મતણો નહીં છેહ ॥૧૮॥ ગાથાર્થ :- તે બૌદ્ધ કહે છે કે ક્ષણની પરંપરા સ્વરૂપ જે જ્ઞાન છે તે જ આત્મા છે અને અમારી આ વાત જ અતિશય અનુપમ છે. (અર્થાત્ તર્કયુક્ત અને બુદ્ધિમાનોને મગજમાં બેસે તેવી છે.) જો આત્મા નિત્ય હોય તો કાયમ રહેવાનો હોવાથી તેના ઉપર સ્નેહ-પ્રેમ-રતિ થાય અને તે સ્નેહ જ બાધા કરે છે અને કર્મોના બંધનો અંત ક્યારેય આવતો નથી માટે આત્મા નિત્ય છે આ વાત બરાબર નથી. ૧૮ '' ટબો :- તે વૌદ્ધ રૂમ હંફ છઠ્ઠું "अतिहिं अनूप - मनोहर क्षणसंततिरूप जे ज्ञान, तेह ज आत्मा छइं" तथा च तन्मतम्"प्रवृत्तिविज्ञानोपादानमालयविज्ञानमात्मा" प्रवृत्तिविज्ञान - जे नीलाद्याकार ते उपादेय, तेहनो "अहमाकार" उपादान ते आलयविज्ञानरूप आत्मा, रूपभेदइं उपादानउपादेयभाव छई, पणि परमार्थ ज्ञानक्षण छई, एक नित्य आत्मा कोइ छई नहीं. एक नित्य आत्मा मानई छई, तेहनई मोक्ष वेगलो छइं, जे Page #61 -------------------------------------------------------------------------- ________________ ४४ સમ્યક્ત જસ્થાન ચઉપઈ माटई नित्य आत्मा मानिइं तिवारइं आत्मा उपरि स्नेह होइं, स्नेहइं-सुखनो राग अनइं दुःखनो द्वेष थाई, तेहथी तेहना साधननो राग-द्वेष थाइं । इम करतां रागद्वेषवासना धारा निरंतर बंधिइं, तिवारइं कर्मबंधनो अंत न होइ, ते माटई क्षणिक ज आत्मा मानवो ૨૮. વિવેચન :- તે ક્ષણિકવાદી બૌદ્ધનું કથન આ પ્રમાણે છે - “અતિશચ અનુપમ એવી જે ક્ષણસંતતિ છે તે ક્ષણસંતતિ સ્વરૂપ જે જ્ઞાન છે તે જ્ઞાન જ આત્મા છે.” અર્થાત્ ક્ષણે ક્ષણે હાનિ-વૃદ્ધિ પામતી અને પ્રતિસમયે બદલાતી એવી ક્ષણપરંપરાસ્વરૂપે જે જ્ઞાનધારા ચાલે છે તે જ આત્મા છે. તેના વિના ધ્રુવ અને સદા સ્થિરભાવી આત્મા જેવું કોઈ દ્રવ્ય નથી. તે બૌદ્ધનો મત આ પ્રમાણે છે - પ્રવૃત્તિવિજ્ઞાનના ઉપાદાન કારણભૂત જે આલયવિજ્ઞાન છે તે જ આત્મા છે” અર્થાત્ પ્રવૃત્તિવિજ્ઞાન એ કાર્યભૂત છે અને તેના ઉપાદાન કારણભૂત જે આલયવિજ્ઞાન છે એ જ આત્મા છે. સારાંશ કે આલયવિજ્ઞાન એ આત્મા છે અને તેમાંથી શુભાશુભ કાર્યમાં પ્રવૃત્તિ કરવા સ્વરૂપ જે પ્રવૃત્તિવિજ્ઞાન ઉત્પન્ન થાય છે તે પ્રવૃત્તિવિજ્ઞાન એ આલયવિજ્ઞાનનું કાર્ય છે. આલયવિજ્ઞાન એ ક્ષણિક છે અને એ જ આત્મા છે. પણ ધ્રુવ નિત્ય એવું આત્મદ્રવ્ય જેવું કોઈ તત્ત્વ નથી. આ નીલ છે, આ પીત છે, આ શ્વેત છે ઈત્યાદિ નીલ-પીતાદિના વિષયવાળું જે જ્ઞાન થાય છે તે ઉપાદેય છે. અને તેના કારણભૂત “આલયવિજ્ઞાન” નામનું જે ઉપાદાનકારણ છે તે જ્ઞાન જ આત્મા છે. આમ જ્ઞાનગુણ એ જ આત્મા છે. પરંતુ આત્મા નામનું ધ્રુવ-નિત્ય દ્રવ્ય કોઈ નથી. આમ બૌદ્ધદર્શનનું કથન છે. તેઓનું કહેવું છે કે - જો બરાબર પરમાર્થથી જોઈશું તો ક્ષણે ક્ષણે જે બદલાતી વિજ્ઞાનધારા થાય છે તે વિજ્ઞાનધારારૂપ જ્ઞાનક્ષણ જ આત્મા છે પરંતુ સ્વતંત્ર “આત્મા” Page #62 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્તનાં બીજા સ્થાનનું વર્ણન ૪૫ જેવું કોઈ દ્રવ્ય નથી. આમ બૌદ્ધદર્શનનું કથન છે સાંખ્યદર્શન-ન્યાયદર્શન. આદિ બીજાં કેટલાંક દર્શનો આત્માને નિત્યદ્રવ્ય માને છે. જૈન દર્શન આત્મા નિત્યાનિત્ય છે. આમ કહે છે. દ્રવ્ય અપેક્ષાએ નિત્ય અને પર્યાય અપેક્ષાએ અનિત્ય છે. એકાન્ત નિત્ય કે એકાન્ત અનિત્ય નથી જ. આત્માને નિત્ય માનનારા દર્શનોને બૌદ્ધદર્શન ઠપકો આપતાં કહે છે કે જો તમે આત્માને ધ્રુવ-નિત્ય દ્રવ્ય માનો છો તો તે આત્મા જેવો હશે તેવો સદાકાળ રહેશે જ. તેથી મોક્ષ તો ઘણો વેગળો-દૂર થઈ જશે. એટલે કે આત્માને નિત્ય માનવાથી જે આત્મા સંસારી છે તે સંસારી જ રહેશે. મુક્તિ પામશે નહીં કારણ કે મુક્તિ પામે તો અનિત્ય થઈ ગયો કહેવાય. તેથી મુક્તિ ઘટશે નહીં. અવસ્થા બદલાય એટલે અનિત્ય થયો કહેવાય. તેથી સંસારી અવસ્થામાંથી મુક્ત અવસ્થા થાય નહીં. - તથા વળી “આત્મા ધ્રુવ છે, નિત્ય છે” આમ માનવાથી આત્મા કાયમ રહેનારું દ્રવ્ય થયું અને જે ધ્રુવદ્રવ્ય હોય તેના ઉપર સ્નેહભાવ (રાગભાવ) અવશ્ય થાય જ. આ રીતે આત્મા સદા રાગ-દ્વેષી જ રહેશે જેથી ક્યારેય પણ મુક્તિ થશે નહીં. તથા વળી આત્મા રાગભાવવાળો હોવાથી સુખ ઉપર પ્રતિભાવ અને દુઃખ ઉપર અપ્રીતિભાવ થાય જ. જેને સુખનો રાગ હોય તેને સુખનાં સાધનોનો પણ રાગ થાય અને જેને દુઃખનો દ્વેષ હોય તેને દુઃખનાં સાધનોનો પણ દ્વેષ થાય જ. જેથી આ આત્મા ક્યારેય પણ રાગ-દ્વેષથી મુક્ત બનશે નહીં. આ રીતે આત્માને નિત્ય માનનાર વાદી રાગ-દ્વેષમાં જ ફસાઈ જાય છે. ક્યારેય તેમાંથી છુટકારો ન થાય અર્થાત્ તેમના મતે ક્યારેય આ જીવનો મોક્ષ ઘટશે જ નહીં. સુખનો રાગ અને દુઃખનો દ્વેષ થવાથી સુખનાં સાધનોનો પણ રાગ થશે અને દુઃખનાં સાધનોનો દ્વેષ પણ થશે. આ રીતે રાગ-દ્વેષની વાસના (સંસ્કાર) કાયમ ચાલુ જ રહેશે. આમ રાગ-દ્વેષ હોવાના કારણે Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૬ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ ક્યારેય પણ કર્મબંધનો અંત આવશે નહીં તે માટે આત્માને ક્ષણિક છે આમ જ માનવું ઉચિત છે. તેથી આત્મા ક્ષણિક જ છે અને જ્ઞાનક્ષણ એ જ આત્મા છે. આમ જ માનવું હિતાવહ અને યુક્તિયુક્ત છે. આ પ્રમાણે બૌદ્ધનું કહેવું છે. જે જે વસ્તુઓ ક્ષણિક છે અર્થાત્ ક્ષણમાત્ર રહેનારી છે તેના ઉપર રાગ થતો નથી. કદાચ અલ્પમાત્રાએ રાગ હોય તો પણ તે ધીરે ધીરે નાશ જ પામતો જાય છે. જેમકે યાત્રાર્થે કોઈ તીર્થમાં ગયા હોઈએ અને ધર્મશાળાની સારી રૂમમાં ઉતર્યા હોઈએ તો પણ બે-ચાર દિવસ જ રહેવાનું છે, કાયમી રહેવાનું નથી. આવો ખ્યાલ હોવાથી તે રૂમમાં મમતા-રાગ થતો નથી. આ વાત અનુભવસિદ્ધ છે તેની જેમ ક્યારેક ક્ષણિકસુખ મળ્યું હોય તો તે સુખ ક્ષણવાર પછી ચાલ્યું જ જવાનું છે અથવા ભોગવનારો જીવ ચાલ્યો જવાનો છે. એટલે તેના ઉપર રાગ થતો નથી. આ પ્રમાણે રાગાદિ ન થવાથી પ્રવૃત્તિવિજ્ઞાન ધીરે ધીરે નાશ પામવાથી આ આલયવિજ્ઞાન જ કેવળ રહે છે જે મુક્તિ અપાવનાર બને છે. આમ બૌદ્ધદર્શનનું કહેવું છે. તેથી આત્મા ક્ષણિકમાત્ર જ છે આમ માનવું ઉચિત છે. પણ જૈનદર્શન વગેરે કહે છે તેમ આત્મા નિત્ય છે. આ વાત બરાબર નથી આ પ્રમાણે બૌદ્ધદર્શન કહે છે. ૫૧૮) અવતરણ :- કેવળ એક આત્મા જ ક્ષણિક છે આમ નથી. પરંતુ સર્વે પણ વસ્તુઓ ક્ષણસ્થાયી માત્ર જ છે. ક્ષણમાત્ર રહીને વિનાશ જ પામનાર છે. અધિકકાળ રહેનારી કોઈપણ ચીજ નથી. આ પ્રમાણે બૌદ્ધ પોતાની વાતને વધારે મજબૂત કરતાં કહે છે કે - સર્વભાવ ક્ષણનાસી સર્ગ આદિ-અંતનો એક નિસર્ગ । ક્ષણિકવાસના દિઈ વૈરાગ સુગત જ્ઞાન ભાખઈં વડભાગ ||૧૯૪॥ Page #64 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્તનાં બીજા સ્થાનનું વર્ણન ગાથાર્થ - સર્વે પણ પદાર્થોની સર્જનતા (ઉત્પત્તિ) ક્ષણવિનાશી માત્ર જ હોય છે. આદિમાં અને અન્યમાં એક જ સરખો સમાન નિસર્ગસ્વભાવ હોય છે. ક્ષણિકપણાની વાસના વૈરાગ્ય આપે છે. આ પ્રમાણે વડભાગી (મહાભાગ્યશાળી) એવા બૌદ્ધ ભગવાનનું જ્ઞાન કહે છે. ૧૯ टो :- तथा सर्व ज भाव कहितां पदार्थ क्षणनाशी छई, तो आत्मानुं स्युं कहQ ? तिहां ए प्रमाण-"जे आदि अनई अंतइं एक निसर्ग कहतां स्वभाव मानिइं तो क्षणनाशीपणुं ज आवई । अंति नाशस्वभाव मानिइं तो आदिक्षणइं पणि तेह ज स्वभाव मानवो. तिवारइं द्वितीय क्षणइं नाश थयो. । अंति नाशस्वभाव न मानिइं तो कहिई नाश न थाई । तावत्कालस्थायिता स्वभावनी अनुवृत्ति, कल्पान्तस्थायिता होइ । क्षणिक आत्मज्ञाननी वासना ते वैराग्य आपइ, आत्मा ज क्षणिक जाण्यो, तिवारइं गयई-आवइं-भाग्यइं फुटिइं शोक नावई । अनित्यताकृतमतिर्लानमाल्यो न शोचति । नित्यताकृतबुद्धिस्तु भग्नभाण्डोऽपि शोचति ॥ (भावदेवसूरिरचित पार्श्वचरिते सर्ग २, ७११) इति वचनात् । इम भाग्यवंत सुगत कहतां बुद्ध, ते ज्ञान भाखइ छइ ॥१९॥ વિવેચન - બૌદ્ધ ભગવાન સર્વે પણ પદાર્થોને ક્ષણવિનાશી કહે છે. હવે જો સર્વે પણ પદાર્થો ક્ષણવિનાશી જ હોય તો આત્માની વાત કરવી જ શું? એટલે કે જો સર્વે પણ પદાર્થો ક્ષણવિનાશી જ છે તો આત્મા પણ તેમાં જ સમાયેલો છે. અર્થાત્ આત્મા પણ અવશ્ય ક્ષણવિનાશી જ છે. આ વિષયમાં પ્રમાણ જણાવતાં બૌદ્ધ કહે છે કે – કોઈ પણ પદાર્થનો આદિમાં અને અન્યમાં એક જ સ્વભાવ માનવો જોઈએ. એટલે કે અન્યમાં જો ક્ષણિક હોય તો તે પદાર્થ આદિમાં Page #65 -------------------------------------------------------------------------- ________________ ४८ સમ્યક્ત જસ્થાન ચઉપઈ પણ ક્ષણિક જ હોવો જોઈએ. અને જો અજ્યમાં નિત્ય હોય તો આદિમાં પણ નિત્ય હોવો જોઈએ. વસ્તુસ્થિતિ આમ હોવાથી જે પદાર્થ અન્ય ક્ષણે નાશ પામનાર છે તે પદાર્થ આદ્યક્ષણે પણ નાશ જ પામવાના સ્વભાવવાળો જ હોય છે. તેથી પ્રત્યેક સમયોમાં પણ તે નાશ પામવાના સ્વભાવવાળો જ છે. એવો જ અર્થ થાય અર્થાત્ ક્ષણિકમાત્ર જ છે. હવે જો આવા પ્રકારનો નાશસ્વભાવ ન માનીએ તો તે પદાર્થ નિત્યસ્વભાવવાળો થવાથી ક્યારેય નાશ ન પામવો જોઈએ, પરંતુ નાશ તો પામે જ છે માટે નાશ પામવાના સ્વભાવવાળો છે. તેથી પ્રતિસમયે જ નાશ પામે છે તેથી નિયમા ક્ષણિક જ છે. પ્રશ્ન :- ધારો કે વસ્તુને ક્ષણવિનાશી ન માનીએ અને તાત્કાલસ્થાયી માનીએ એટલે કે એક-બે-પાંચ વર્ષ રહેવાવાળી વસ્તુ છે આમ જો માનીએ અને એક-બે વર્ષ પછી નાશ પામનાર છે આમ જો માનીએ તો શું દોષ આવે? જગતના પદાર્થો આવા દેખાય છે. આજે બનાવેલ ઘટ એક-બે વર્ષ રહીને ફૂટે છે. આજે જન્મેલો માણસ ૨૫-૫૦-૮૦ કે ૧૦૦ વર્ષ જીવીને મૃત્યુ પામતો દેખાય છે. માટે સર્વે પણ વસ્તુઓ માત્ર ક્ષણવિનાશી નથી, પરંતુ તાત્કાલસ્થાયી છે. અમુક કાલ રહેવાવાળી છે, ત્યારબાદ નાશ પામવાવાળી છે. આમ માનીએ તો શું દોષ આવે? જગતના પદાર્થો સર્વે જીવોને આવા જ દેખાય છે. તો શા માટે ક્ષણિક ક્ષણવિનાશી માનવા? ઉત્તર :- જો સર્વે પણ વસ્તુઓને તાવત્કાલસ્થાયી છે આમ માનીએ તો નવો બનેલો ઘટ ધારો કે બે વર્ષ રહેવાના સ્વભાવવાળો છે. હવે જ્યારે ધીરે ધીરે બે વર્ષ પસાર થઈ જશે ત્યારે પણ બે વર્ષના અન્ય સમયે પણ તે ઘટમાં આ સ્વભાવ હોવાથી ત્યાંથી બે વર્ષના અન્ય સમયથી) પણ બીજાં બે વર્ષ રહેશે જ, એમ ચાર વર્ષો વ્યતીત થયા બાદ ચોથા વર્ષના અત્યસમયે પણ તાત્કાલસ્થાયી સ્વભાવ તેમાં Page #66 -------------------------------------------------------------------------- ________________ ૪૯ સમ્યક્ત્વનાં બીજા સ્થાનનું વર્ણન હોવાથી ત્યાંથી પણ ફરી બે વર્ષ રહેશે. આમ બે બે વર્ષ રહેવાનો સ્વભાવ માનવાથી વસ્તુ ધ્રુવ જ માનવી પડે. એટલે સર્વે પણ વસ્તુઓ કલ્પાન્ત સુધી રહેનારી જ થાય છે. આમ માનવું પડે. જેથી સર્વે પણ વસ્તુઓને નિત્ય જ છે આમ જ માનવાની આપત્તિ આવે અને નાશ પામતી તો દેખાય જ છે. માટે બે વર્ષના અંતે નાશ દેખાય છે. તેથી આ નાશસ્વભાવ પ્રથમસમયથી જ હોવો જોઈએ, તેથી પ્રત્યેક ક્ષણે આ સ્વભાવ હોવાથી પ્રત્યેક ક્ષણે વસ્તુ નાશ પામે જ છે. આમ માનવું જોઈએ. નાશ પામવાનો સ્વભાવ હોવાથી તે વસ્તુ પ્રતિક્ષણે નાશ પામે જ છે. માટે ક્ષણિક જ છે. આ વાત જ નિર્વિવાદ સત્ય છે. તથા જો વસ્તુને નિત્ય માનીએ તો સદાકાળ વસ્તુ રહેનારી થશે અને આત્મા જેમ ધ્રુવ સિદ્ધ થશે તેમ આત્મા વડે ભોગ્ય વસ્તુઓ પણ તાવત્કાલસ્થાયિ હોવાથી નિત્ય થશે. ભોક્તા એવો જીવ અને ભોગ્ય એવી ગૃહાદિ વસ્તુઓ નિત્ય માનવાથી દિન-પ્રતિદિન રાગ જ વધશે. ક્યારેય પણ વૈરાગ્ય થશે જ નહીં. માટે આ પ્રમાણે ધ્રુવપણાની બુદ્ધિ મોક્ષની બાધક થાય છે. તેથી આત્મા આદિ સર્વે પણ વસ્તુઓ ક્ષણિકમાત્ર જ છે આમ જ માનવું ઉચિત છે. એક ક્ષણમાત્ર જ વસ્તુ રહેનારી છે. આમ માનવાથી ક્યાંય રાગ થાય નહિ અને આ જીવનું અવશ્ય કલ્યાણ થાય. આ પ્રમાણે આત્મા આદિ સર્વે પણ વસ્તુઓ ક્ષણિકમાત્ર છે આવું જ્ઞાન થવાથી ક્યાંય રાગ થશે નહીં અને રાગ ન થવાથી ક્યાંય દ્વેષ પણ ન થાય. આમ રાગ-દ્વેષનો અભાવ થવાથી આ આત્મા કલ્યાણ પામે, શુદ્ધસ્થિતિ પામે. ક્ષણિક આત્મજ્ઞાનની વાસના થવાથી આ સંસાર ઉપર અને સંસારી ભાવો ઉપર મોહ તુટી જશે અને વૈરાગ્યની વૃદ્ધિ થશે તેથી ક્ષણિક વસ્તુ છે. આમ માનવું જ હિતકારી છે. સર્વે પણ વસ્તુઓને ભોગવનારો આત્મા જ જો ક્ષણિક છે આવું જ્યારે આ જીવે જાણ્યું ત્યારે આ જીવને કોઈપણ વસ્તુ ઉપર મોહ રહેશે નહીં. જો સર્વે પણ વસ્તુઓ ક્ષણિક જ છે. આમ જ્યારે આ જીવે જાણ્યું Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૦ સમ્યક્ત જસ્થાન ચઉપઈ છે. ત્યારે તેને કોના ઉપર રાગ અને દ્વેષ થાય? અર્થાતું ક્યાંય રાગદ્વેષ ન થાય. આમ સર્વે પણ વસ્તુઓને ક્ષણિક જાણવાથી કોઈ વસ્તુ ચાલી જાય, ખોવાઈ જાય, ભાંગી-તુટી-ફૂટી જાય અથવા કોઈપણ વસ્તુ આવી જાય તો પણ આ જીવને તે વસ્તુઓ પ્રત્યે પ્રીતિ કે અપ્રીતિ (રાગ કે દ્વેષ) થશે જ નહીં. વસ્તુની પ્રાપ્તિ કે અપ્રાપ્તિમાં હર્ષ અને શોક થશે નહીં. સર્વે પણ વસ્તુઓ ક્ષણભંગુર જ છે. આમ જીવ જાણે છે જેથી રાગ-દ્વેષ ન થવાથી આ જીવ આત્મકલ્યાણ પ્રાપ્ત કરી શકે છે. માટે સર્વે પણ વસ્તુઓ ક્ષણિક જ માત્ર છે આમ જ માનવું ઉચિત છે. પૂજ્યપાદ ભાવેદેવસૂરીશ્વરજી મહારાજશ્રીએ બનાવેલા પાર્શ્વનાથ પ્રભુના ચરિત્રમાં શ્લોક ૭૧૭ માં કહ્યું છે કે - “અનિત્યતા વડે સંસ્કાર પામેલી છે મતિ જેની એવો બૌદ્ધ પોતાની માળા કરમાય તો પણ શોક કરતો નથી. કારણ કે અનિત્યતાની બુદ્ધિ છે એટલે સર્વે પણ વસ્તુઓ જવાની જ છે. આવું ધ્યાન હોવાથી શોક કરવાનો રહેતો જ નથી. પરંતુ જો નિત્યતાની બુદ્ધિના સંસ્કાર હોય તો માટીનું નાનું વાસણ ભાંગી-તુટી-ફુટી જાય તો પણ અવશ્ય શોક થાય. જ્ઞાની મહાત્માઓનાં આવા પ્રકારનાં વચનો છે કે “સર્વે પણ વસ્તુઓ ક્ષણિક છે, ક્ષણમાત્ર જ રહેનારી વસ્તુઓ છે. પછી અવશ્ય નાશવંત જ છે.” આમ સ્વીકારવું માનવું જોઈએ. આ પ્રમાણે મહાભાગ્યશાળી એવા સુગત એટલે બૌદ્ધ ભગવાન કહે છે. તે બૌદ્ધભગવાનનું જ્ઞાન કહે છે કે “સર્વે પણ પદાર્થો ક્ષણિકમાત્ર છે સર્વ ક્ષનિવેમ્” આ પ્રમાણે બૌદ્ધદર્શનનો સિદ્ધાન્ત છે. ./૧લા અવતરણ - સર્વે પણ વસ્તુઓ “ક્ષણિક માત્ર જ છે” આમ માનવાથી જ મોહદશાનો નાશ થાય છે અને તેનાથી પરંપરાએ આ જીવને મોક્ષની પ્રાપ્તિ થાય છે. કારણ કે ક્ષણિકપણાના સંસ્કારથી મોહ તો નાશ Page #68 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્તનાં બીજા સ્થાનનું વર્ણન ૫૧ થાય જ છે. જો નિત્યપણાના સંસ્કાર કરવામાં આવે તો મોહની વૃદ્ધિ થાય. તેથી ક્યારેય મોક્ષ થાય નહીં. માટે “સર્વે પણ વસ્તુઓ ક્ષણિક જ છે” આવી ક્ષણિકપણાની વાસના જ મોહનો નાશ કરાવનાર છે. આ વાસના જ મોહનો નાશ કરાવવા દ્વારા મુક્તિનું કારણ બને છે. આ વાતને વધારે-વધારે મજબૂત કરતાં બૌદ્ધ કહે છે કે - રાગાદિક વાસના અપાર, વાસિતચિત્ત કહિઓ સંસારી ચિત્તધારા રાગાદિક હીન, મોક્ષ કહઈ જ્ઞાની પરવીન Il૨ના ગાથાર્થ :- રાગ-દ્વેષ અને મોહ-ઈત્યાદિ વાસનાઓથી વાસિત ચિત્તને જ સંસાર કહેવાય છે અને રાગાદિકથી (રાગ-દ્વેષ-મહાદિથી) રહિત ચિત્તધારાને જ મોક્ષ કહેવાય છે. આવું પ્રવીણ (ચતુર અર્થાત નિપુણ એવા) જ્ઞાની પુરુષ (બૌદ્ધ) કહે છે. /૨oll રબો : ચિત્તમેવ દિ સંસાર, રવિ વર્તેશવાસિતમ્ | तदेव तैर्विनिर्मुक्तं, भवान्त इति कथ्यते ॥ (અધ્યાત્મિસાર પ્રવંધ ૬, fધવાર ૨૮, સ્નોવા ૮૩) निरुपप्लवा चित्तसन्ततिरपवर्गः इति मोक्षलक्षणम् ॥२०॥ વિવેચન :- આ શ્લોકમાં સંસાર અને મોક્ષની બૌદ્ધમતને અનુસાર વ્યાખ્યા કરવામાં આવી છે. (૧) રાગ-દ્વેષ અને મોહાદિ ક્લેશોથી વાસિત એવું જે ચિત્ત તે જ સંસાર છે અને (૨) રાગ-દ્વેષ અને મોહાદિ ક્લેશોથી વિશેષપણે મુક્ત બનેલું છે ચિત્ત તેને જ ભવાન્ત અર્થાત્ મોક્ષ કહેવાય છે. કારણ કે ઉપદ્રવવાળી જે ચિત્તસંતતિ છે તે જ સંસાર છે અને ઉપદ્રવરહિત જે ચિત્તસંતતિ છે તે જ મોક્ષ છે. આમ બૌદ્ધદર્શનના જ્ઞાનીઓ કહે છે. Page #69 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ ધર્મકીર્તિ નામના બૌદ્ધાચાર્ય કહે છે કે “રાગ-દ્વેષ-મોહ-વિકાર અને વાસના આદિ કલુષિત ભાવોથી વાસિત બનેલું જે ચિત્ત તે જ સંસાર છે અને રાગાદિ ભાવોથી રહિત એવું જે ચિત્ત તે જ મોક્ષ છે અર્થાત્ ભવાન્ત છે એટલે કે મોક્ષ છે. (ભવનો અંત અર્થાત્ મોક્ષ) છે. ૫૨ સારાંશ કે નિરુપદ્રવા (રાગ-દ્વેષ અને મોહાદિ ઉપદ્રવ ભૂત ભાવો)થી રહિત ચિત્તસંતતિ તે જ મોક્ષ છે અને રાગાદિ ઉપદ્રવોવાળી જે ચિત્તસંતતિ તે જ સંસાર છે. આ પ્રમાણે ધર્મકીર્તિ નામના બૌદ્ધાચાર્ય કહે છે. ૫૨૦ા અવતરણ :- ગાથા ૧૮-૧૯-૨૦ માં બૌદ્ધદર્શનનો પૂર્વ પક્ષ કહ્યો. અર્થાત્ બૌદ્ધદર્શન જે માને છે તે કહ્યું. હવે પછીની ગાથાઓમાં આ જ બૌદ્ધદર્શનના પક્ષનું ખંડન કરતાં ગ્રન્થકારશ્રી જણાવે છે કે - એહ બૌદ્ધનું મત વિપરીત, બંધ-મોક્ષ ન ઘટઈ ક્ષણચિત્ત I માનો અનુગત જો વાસના, દ્રવ્ય નિત્ય જ તેહ શુભમના ||૨૧|| ગાથાર્થ :- બૌદ્ધદર્શનનો આ મત ઘણો જ વિપરીત છે. ક્ષણચિત્ત એટલે ક્ષણિકજ્ઞાનપરંપરા એ જ આત્મા છે આમ જો માનીએ તો. કર્મબંધ અને કર્મોથી મુક્તિ ઘટે જ નહીં અને જો તેમાં કોઈ અનુગત (અન્વયરૂપઅનુયાયી સ્વરૂપ) સ્થિર દ્રવ્ય છે. આમ માનશો તો તે જ નિત્યદ્રવ્ય આત્મા સિદ્ધ થશે. આવી તત્ત્વની આ બાબત મનને સહેજ ઉત્તમ ભાવવાળું કરીને સમો અર્થાત્ મનને સારી રીતે સમજાવીને નિચદ્રવ્ય એવો આત્મા છે આમ સ્વીકાર કરો. ૨૧/ ટબો :- દૂ વૌદ્ધનું મત વિપરીત હિતાં મિથ્યા જ્ઞાનસ્વરૂપ છઠ્ઠું, ને મારૂં ‘ક્ષચિત્ત’” હિતાં ક્ષણિજ જ્ઞાનસ્વરૂપ “આત્મા” Page #70 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્તનાં બીજા સ્થાનનું વર્ણન ૫૩ मानिइं, तो बंध-मोक्ष न घटइं, “जे बंधक्षण, ते मोक्षक्षण नहीं, जे मोक्षक्षण ते बंधक्षण नहीं," अने जो इम कहस्यो “वासना एक छहीं तो मन शुभ करी विचारो "पूर्वापरज्ञानक्षणअनुगत जे एकवासना कहो छो, तेह ज स्वभावनियत "आत्मद्रव्य" छई, अनइं जो कहस्यो कि “वासनाबुद्धि" मात्र कल्पित छई, परमारथई नथी, तो परापरर्यायनो एक आधार ते कूण ? ज्ञानक्षणनई नानाकारयोगित्वनो विरोध नथी, तो द्रव्यनइं नानाक्षणयोगित्वनो स्यो विरोध ? पर्याय छतां अनुभवीइं छइं, तिम द्रव्य पणि छतुं अनुभविइं छई । निर्विकल्पबुद्धि तो विकल्पबुद्धिप्रमाण छइं, “यत्रैव जनयेदेनां, तत्रैवास्याः प्रमाणता" (सिद्धिविनिश्चयटीकायाम्) इति वचनात् । अनइं निर्विकल्प बुद्धयुत्तरविकल्पबुद्धि तो द्रव्यपर्याय २ भासइ छइ, माटई ज्ञानादिपर्याय सत्य छइ, तो तदाधार आत्मद्रव्य पहलां सत्य करी मानवें ॥२१॥ વિવેચન :- ગાથા નંબર ૧૮-૧૯-૨૦માં જે કંઈ કહેવામાં આવ્યું છે તે સઘળું ય મિથ્થારૂપ છે. કારણ કે ક્ષણિકજ્ઞાન રૂપ આત્મા જો માનીએ તો બંધ-મોક્ષ ઘટતાં જ નથી. ક્ષણિકજ્ઞાનરૂપ આત્મા માનવાથી બંધ-મોક્ષ કેમ ઘટતાં નથી ? તે સ્પષ્ટપણે સમજાવે છે કે - “ક્ષણિકજ્ઞાનરૂપ આત્મા છે' આમ માનવાથી જે બંધક્ષણ છે તે જ મોક્ષક્ષણ થશે અને જે મોક્ષક્ષણ છે તે જ બંધક્ષણ થશે. પરંતુ આ અર્થ બરાબર નથી. કારણ કે જે ક્ષણે બંધ થાય તે જ ક્ષણે તેની મુક્તિ म थाय ? આત્માને કર્મનું બંધન છે તેના જ કારણે આ સંસાર છે જે ક્ષણે Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૪ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ કર્મની સાથે બંધ પામે તે જ ક્ષણે તે આત્મા કર્મના બંધનમાંથી મુક્ત કેમ થાય ? જે આત્મા કર્મોથી બંધાયો છે તે જ આત્મા કંઈક પણ આત્માસાધના કરે અને કર્મો તોડવાનો ઉપાય અપનાવે તો જ કર્મોથી તે મુક્ત બની શકે. પરંતુ જે બંધક્ષણ છે તે સમયે તો કર્મ બંધાતાં જ હોવાથી મુક્તતા ઘટી શકે નહીં અને ઉત્તરક્ષણે મોક્ષ લઈએ તો તે સમયે બંધક્ષણ ન ઘટે. કારણ કે બંધક્ષણ તો વીતી ગયેલ છે. તથા વળી જે ઉત્તરક્ષણમાં મોક્ષ થાય છે ત્યાં સાધના જ નથી તેથી મોક્ષક્ષણ સાધના વિનાનો હોવાથી મોક્ષ ઘટશે નહીં. માટે બંધક્ષણ અને ઉત્તરક્ષણ વચ્ચે સાધના કરનારું કોઈ એક સ્થાયી ધ્રુવદ્રવ્ય હોવું જોઈએ. પરંતુ બૌદ્ધના મતે આવું સ્થાયી કોઈ દ્રવ્ય ન હોવાથી આ બંધમોક્ષની વ્યવસ્થા ઘટશે નહીં. બૌદ્ધ અહીં કદાચ બૌદ્ધ પોતાના તરફથી આવી દલીલ કરે કે બંધક્ષણ અને મોક્ષક્ષણ ભિન્ન-ભિન્ન છે પરંતુ ધ્રુવ એવું આત્મદ્રવ્ય નથી જ. પણ “વાસના” નામનું એવું એકતત્ત્વ છે કે જે પૂર્વાપર સમયનો સંબંધ કરી આપે છે તે આ પ્રમાણે - - બંધક્ષણ પોતાની વાસના બીજા ક્ષણને આપે છે અને તે ઉત્તરક્ષણ પોતાની વાસના તેના પછીના ઉત્તરક્ષણને આપે છે. આમ ધારાવાહી ચાલવાથી બંધક્ષણથી મુક્તક્ષણ સુધીનો આત્મા આ રીતે વાસના દ્વારા સિદ્ધ થશે. ઉપર કહ્યા પ્રમાણે કદાચ બૌદ્ધ પોતાનો પક્ષ આ રીતે રજુ કરે (સિદ્ધ કરે) તો તે બૌદ્ધને અમે પુછીએ છીએ કે પ્રતિક્ષણમાં થતી આ વાસના જો એક છે આમ કહેશો તો ધ્રુવ એવું આત્મદ્રવ્ય જ શબ્દાત્તરથી સિદ્ધ થશે. કારણ કે તમારા મતે તો સર્વે પણ વસ્તુઓ ક્ષણિક જ છે અને તમે વાસનાને ધ્રુવ માની એટલે નિત્ય એવો આત્મા સ્વીકારેલો જ થયો. તમે તમારા મતથી વિરુદ્ધ માન્યતાવાળા થયા. (સ્વમતવિઘાત થયો) Page #72 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્તનાં બીજા સ્થાનનું વર્ણન ૫૫ હવે જો એમ કહેશો કે “વાસના” પણ ક્ષણિક જ છે તો પૂર્વ એક ક્ષણમાં રહેલી વાસના તે પૂર્વેક્ષણમાં જ રહેશે. ઉત્તરબાજુમાં જશે જ નહીં તેથી સર્વે પણ ક્ષણો જેમ ક્ષણિક છે. તેમ વાસના પણ ક્ષણિક જ થઈ. આમ માનવાથી જ્ઞાનક્ષણોથી અતિરિક્ત વાસના જેવું કોઈ તત્ત્વ સિદ્ધ થશે નહીં. તેથી આ વાસનાવાળી બુદ્ધિ પણ કલ્પિત માત્ર થશે. પરમાર્થથી પ્રથમ ક્ષણ બીજા ક્ષણને, બીજો ક્ષણ ત્રીજા ક્ષણને વાસિત કરે છે. આવી વાસના જેવું કોઈ તત્ત્વ સિદ્ધ થશે નહીં. આ રીતે વિચારણા કરતાં બૌદ્ધમતમાં વાસના પણ સિદ્ધ થતી નથી અને તેથી વાસના દ્વારા આત્મા પણ સિદ્ધ થતો નથી અને ધ્રુવ આત્મતત્ત્વ માન્યા વિના મોક્ષ કોનો થાય? તેથી બૌદ્ધદર્શનની તમામ વાત મિથ્યા જ સિદ્ધ થાય છે. તથા વળી પ્રતિક્ષણે નવા નવા જે પર્યાયો (પરિવર્તનો) થાય છે. જે નજરે પ્રત્યક્ષ દેખાય છે તે પર્યાયોના આધારભૂત કોઈ નિત્ય દ્રવ્ય માન્યા વિના પર્યાયો થાય જ નહીં. (ધ્રુવદ્રવ્ય સ્વીકાર્યા વિના તેના પર્યાયો ઘટે નહીં.) હવે જો તમે એમ કહો કે પ્રથમસમયે પ્રગટ થયેલું જ્ઞાનક્ષણ જ પ્રતિસમયે ભિન્ન ભિન્ન પર્યાયવાળું બને છે. તો છેવટે જ્ઞાનક્ષણ ધ્રુવતત્ત્વ થયું અને તેના પર્યાયો જ ક્ષણિક થયા. આમ માનવામાં જો કંઈ વિરોધ તમને દેખાતો નથી તો પછી કોઈ પણ મૂલદ્રવ્ય ધ્રુવ છે અને તેના પર્યાયો પ્રતિક્ષણે પલટાય છે. આમ માનવામાં તમને શું તકલીફ છે ? ખરેખર સાચી હકીકત જ આમ છે કે મૂલભૂત દ્રવ્ય ધ્રુવ છે અને તે પ્રતિક્ષણે નવા નવા પર્યાયવાળું બને છે. અને ખરેખર જગતનું સ્વરૂપ પણ આમ જ છે અને આમ જ માનવું જોઈએ. દ્રવ્યથી નિત્ય અને પર્યાયથી અનિત્ય. Page #73 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ જેમ પ્રતિક્ષણે પ્રગટ થતા પર્યાયો અનુભવાય છે દેખાય છે અને સત્ય તરીકે તમે સ્વીકારો છો. તેમ તે પર્યાયોના આધારભૂત મૂલદ્રવ્ય પણ સ્વીકારવું જ જોઈએ અને સંસારમાં સર્વે પણ જીવોને આવો જ અનુભવ થાય છે. માટે સત્ય હકિકતને છુપાવવી જોઈએ નહીં. ૫૬ અહીં બૌદ્ધ આવો પ્રશ્ન કદાચ કરે કે પ્રતિસમયાત્મક અનેક ક્ષણોમાં એક દ્રવ્યનો જે અનુભવ થાય છે તે સવિકલ્પજ્ઞાનમાં થાય છે જેમકે બાલ્યાવસ્થા-યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા રૂપ ભિન્ન ભિન્ન પર્યાયોમાં “આ તે જ દેવદત્ત છે. આ તે જ દેવદત્ત છે.” આવા પ્રકારનો જે અનુભવ થાય છે તે જ સવિકલ્પકજ્ઞાન છે. આમ બાલ્યાદિ વિકલ્પવાળી અવસ્થાઓમાં આ જ્ઞાન જ્યારે થાય છે ત્યારે તે સવિકલ્પકજ્ઞાન થાય છે. પરંતુ આ સવિકલ્પજ્ઞાન પ્રમાણ નથી. કારણ કે વિકલ્પો કૃત્રિમ છે, નાશવંત છે, મોહજન્ય છે અને મોહજનક છે. તેથી પરમાર્થે નિર્વિકલ્પકજ્ઞાન જ પ્રમાણભૂત છે. આ કારણે પ્રતિક્ષણે જણાતા ભિન્ન ભિન્ન વિકલ્પવાળા ભાવો કાલ્પનિક છે. મોહજનક છે. તેથી તેમાં થતી એકત્વની બુદ્ધિ પણ કાલ્પનિક જ છે. એટલે કે મિથ્યા છે. માટે નિર્વિકલ્પક જ્ઞાન જ પ્રમાણભૂત છે સવિકલ્પક જ્ઞાન અપ્રમાણ છે. પ્રતિક્ષણે થતા પર્યાયો જ સાચા છે. તેમાં એકત્વબુદ્ધિ કરાવનારું દ્રવ્યનું જ્ઞાન મિથ્યા છે. આમ બૌદ્ધનું કહેવું છે. સિદ્ધિ વિનિશ્ચય નામના ગ્રન્થની ટીકામાં કહ્યું છે કે “જે નિર્વિકલ્પજ્ઞાન સવિકલ્પકજ્ઞાનને ઉત્પન્ન કરે છે તે જ નિર્વિકલ્પજ્ઞાનની પ્રમાણતા જાણવી. પરંતુ જે નિર્વિકલ્પ જ્ઞાન નિર્વિકલ્પરૂપ જ રહે, સવિકલ્પક જ્ઞાનને ઉત્પન્ન ન કરે તે નિર્વિકલ્પકજ્ઞાન પ્રમાણરૂપ બનતું નથી. Page #74 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વનાં બીજા સ્થાનનું વર્ણન ૫૭ ઈન્દ્રિયની સાથે જ્યારે વિષય સંપર્કમાં આવ્યો. ત્યારે તે વિષયનું “આ કંઈક છે” આવા પ્રકારનું જે અસ્પષ્ટ જ્ઞાન થાય છે તે અસ્પષ્ટ જ્ઞાન જ નિર્વિકલ્પક છે અને તેવું નિર્વિકલ્પક જ્ઞાન જ પ્રમાણભૂત છે. કારણ કે તેમાં વિષયનો સ્પષ્ટ બોધ ન હોવાથી રાગ-દ્વેષાદિ વિકારો થતા નથી. પરંતુ તે નિર્વિકલ્પક જ્ઞાન થયા પછી જ્યારે સવિકલ્પકજ્ઞાન થાય છે અને આ ઘટ છે આ પટ છે” અથવા “આ સર્પ છે આ શત્રુ છે' ઈત્યાદિ વિકલ્પોવાળું જ્ઞાન જ્યારે પ્રગટ થાય છે ત્યારે ઘટ-પટ જોઈને રાગ અને સર્પ-શત્રુ જોઈને દ્વેષ થાય છે તેથી સવિકલ્પકજ્ઞાન રાગ-દ્વેષ કરાવનાર છે માટે અપ્રમાણ છે. નિર્વિકલ્પકજ્ઞાનમાં તે તે સમયનો વર્તમાન પર્યાય જે દેખાય છે. ભૂત-ભાવિના પર્યાયો દેખાતા નથી. તથા તે તે પર્યાયોમાં અન્વયરૂપે કોઈ દ્રવ્ય હોય. આમ પણ દેખાતું નથી તેથી રાગ-દ્વેષાદિ ભાવો થતા નથી. માટે નિર્વિકલ્પકજ્ઞાન જ પ્રમાણભૂત છે. સવિકલ્પકજ્ઞાન રાગાદિ કરાવનાર છે માટે તે પ્રમાણ નથી. આમ બૌદ્ધદર્શનનું કહેવું છે. બૌદ્ધદર્શને કહેલી આ સઘળી વાત સત્ય નથી. અર્થાત્ ખોટી છે. કારણ કે જે નિર્વિકલ્પકજ્ઞાન થયા પછી સવિકલ્પકજ્ઞાન થાય તે જ નિર્વિકલ્પકજ્ઞાન પ્રમાણ છે. આમ બૌદ્ધની માન્યતા છે. સર્વે પણ નિર્વિકલ્પકજ્ઞાનને બૌદ્ધો પ્રમાણ માનતા નથી તેનો અર્થ જ એ થયો કે પાછળ થનારા સવિકલ્પક જ્ઞાનથી જ આ નિર્વિકલ્પકજ્ઞાનમાં પ્રમાણતા આવે છે. સવિકલ્પકજ્ઞાન હેય-ઉપાદેયના વિષયોમાં ત્યાગ અને ગ્રહણની બુદ્ધિ કરાવે છે જ્ઞાન ક્યારેય રાગ-દ્વેષાદિ કરાવતું નથી. જ્ઞાન એ તો આત્મગુણ છે જો જ્ઞાન રાગ-દ્વેષાદિ કરાવતું હોય તો સર્વજ્ઞપરમાત્માને સૌથી વધારે રાગ-દ્વેષાદિ થાય અને તેથી તે વીતરાગ રહે જ નહીં, પણ આમ બનતું નથી. માટે રાગ-દ્વેષ થવા એ તો વિકારીભાવજન્ય પર્યાય છે પણ જ્ઞાનજન્યપર્યાય નથી. ઉલટું સવિકલ્પકજ્ઞાન જ હિતાહિતમાં Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૮ સમ્યક્ત જસ્થાન ચઉપઈ પ્રવર્તક-નિવર્તક છે. માટે સવિકલ્પકજ્ઞાન જ વિશેષાવસ્થાવાળું હોવાથી તેને જ પ્રમાણ માનવું જોઈએ. સવિકલ્પકશાનને જો પ્રમાણ માનો તો તેમાં દ્રવ્ય અને પર્યાય એમ બન્ને ભાવો આવે જ. કારણ કે આ વિષયનો જે વિકલ્પ થયો તે પર્યાય છે તે વિષયના થયેલા વિકલ્પના આધારભૂત જે પદાર્થ છે તે દ્રવ્ય છે. દ્રવ્ય વિના પર્યાય ન હોય અને પર્યાય વિના દ્રવ્ય ન હોય. માટે આત્મામાં પ્રગટ થતા જ્ઞાનપર્યાયને જો સ્વીકારો છો તો તે ક્ષણ-ક્ષણના પ્રગટ થતા જ્ઞાનપર્યાયના આધારભૂત દ્રવ્યને પણ પ્રમાણ માનવું જોઈએ. કારણ કે દ્રવ્ય વિના પર્યાયો સંભવતા જ નથી. તેથી પર્યાયોની જેમ તેના આધારભૂત દ્રવ્યને પણ પ્રમાણભૂત પદાર્થ તરીકે સ્વીકારવો જોઈએ. આ રીતે જો ક્ષણ-ક્ષણના પર્યાયો સત્ય છે તો પછી તે પર્યાયોના આધારભૂત દ્રવ્યને પણ પ્રમાણભૂત સત્ય તરીકે માનવું જોઈએ. આ દ્રવ્ય તે પર્યાયોની સાથે સંકળાયેલું છે તેથી કથંચિત્ નિત્ય છે આમ માનવું જોઈએ. પૂર્વેક્ષણોમાં રાગ-દ્વેષાદિ ભાવ કરવાથી જે જીવ કર્મોથી બંધાય છે તે જ જીવ પાછલા ક્ષણોમાં રાગ-દ્વેષના વિરોધીભાવો (વૈરાગ્યસમતા) આદિને સેવવાથી મુક્તિભાવને પામે છે આમ જીવ એ ધ્રુવદ્રવ્ય માનવું અને તેના જ બંધમોક્ષ પર્યાયો થાય છે. આમ માનવું તે જ ઉચિત છે. નિર્દોષ છે. અને યુક્તિસિદ્ધ અર્થ છે. ર૧ સરખા ક્ષણનો જે આરંભ, તેહ વાસના મોટો દંભ | બંધ-મોક્ષ સરખા નહીં, શક્તિ એક નવી જોઈ કહી રશા ગાથાર્થ :- “સમાન ક્ષણનો જે આરંભ થાય છે. તેને જ વાસના કહેવાય છે” આવું જે બૌદ્ધનું કહેવું છે તે મોટો દંભ છે. (અર્થાત આવું કથન કરવું તે મોટી માયા-કપટ-જૂઠ છે, કારણ કે બંધ અને મોક્ષ ક્યારેય સરખા નથી તથા બંધક્ષણની અને મોક્ષક્ષણની શક્તિને પણ આ Page #76 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્તનાં બીજા સ્થાનનું વર્ણન ૫૯ એક જ શક્તિ છે આમ કહેવું જોઈએ નહી. બંધક્ષણ અને મોક્ષક્ષણને એક કહો તે મોટી ભૂલ છે. /ર ૨ cो :- सदृशक्षणनो जे आरंभ, तेह ज वासना, इम कहवं ते मोटु कपट छइ, जे माटइं बंध-मोक्षनां क्षणो सरखां नथी. तो "जे बंधाई, ते ज मुकाई" इम न कहिउं जाई । तिवारइं मोक्षनइं अर्थि कुण प्रवर्तई ? वली कहस्यो “जे बंधजननशक्तिवंत क्षण जुआ छई, मोक्षजननशक्तिवंत क्षण जुआ छइं, बद्ध छइ ते एकत्वाध्यवसितमोक्षजनक क्षणसंपादनार्थ अविद्याइं ज प्रवर्तई छई । मोक्षप्रवर्तकअविद्याविवर्तसंसारमूलाविद्या नाशक छइं." हरति कण्टक एव हि कण्टकम् (अध्यात्मप्रबंध 3 अघिडा२ ११, २९१५) इति न्यायात् । तो देवदत्त यज्ञदत्तना मोक्षक्षणजननार्थ किम न प्रवर्तइं । बंधमोक्षक्षणजनक एक शक्ति तो तइं न कही जाइं इम तो आत्मद्रव्य सिद्ध थाइ । कुर्वदूपत्वजाति मानतां सांकर्य थाइं । कारणनई कार्यव्याप्यता छई ते माटई एकदा उभयक्षण थया जोइइं । एक एक क्षणनइं भिन्न शक्तिमांहिं घाततां निर्धार न थाइं, ते मार्टि ए सर्व शक्तिकल्पना झुठी जाणवी ॥२२॥ વિવેચન :- બૌદ્ધદર્શનકારો “ક્ષણજ્ઞાનસ્વરૂપ આત્મા છે” આમ માને છે. પરંતુ તેનાથી અતિરિક્ત અને ક્ષણક્ષણના જ્ઞાનના આધારભૂત સમવાધિદ્રવ્યરૂપે અતિરિક્ત નિત્ય આત્મદ્રવ્ય માનતા નથી. આમ આત્માને ક્ષણિક માનતા હોવા છતાં બંધવાળી અવસ્થાથી છુટીને મુક્ત થવા માટેનો ઉપદેશ સતત આપતા જ હોય છે અને તે બૌદ્ધ પોતાની વાતને વધારે સંગત કરવા માટે કહે છે કે - Page #77 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ "सदृशक्षणनो जे आरंभ, तेह ज वासना" इम कहवुं ते मोटुं પટ છઠ્ઠું = બૌદ્ધ કહે છે કે કોઈ પણ જ્ઞાનની પૂર્વક્ષણ પોતાની સદેશ ઉત્તરક્ષણને ઉત્પન્ન કરે છે અને તે ઉત્તરક્ષણવર્તી જ્ઞાન તેના પછીના ઉત્તરક્ષણવર્તી જ્ઞાનને ઉત્પન્ન કરે છે. આમ ધારાવાહી ચાલે છે તેથી જ “હું તે જ છું કે જે પૂર્વક્ષણમાં હતો” આવા પ્રકારની આ જીવને વાસના પ્રાપ્ત થાય છે. તેથી “હું કર્મોથી અને જન્મજરામરણાદિ દુઃખોથી બંધાયેલો છું. જો હું પ્રયત્ન કરીશ તો આવા પ્રકારની પરંપરામાંથી મુક્તિ પામી શકીશ. આમ સમજીને તેવા પ્રકારની વાસનાના બળે આ જીવ મુક્ત થવાનો પ્રયત્ન કરે છે અને કાળાન્તરે બદ્ધ આત્મક્ષણમાંથી મુક્તાત્મક્ષણ પ્રગટ થાય છે પરંતુ ધ્રુવ એવું આત્મદ્રવ્ય જૈનો માને છે તેવું કોઈ ધ્રુવદ્રવ્ય નથી. આમ બૌદ્ધનું કહેવું છે. ૬૦ તે બૌદ્ધની માન્યતાનું ખંડન કરીને તેને જ સમજાવતાં ગ્રંથકારશ્રી કહે છે કે - આ મોટું કપટ છે. અર્થાત્ માયામૃષાવાદ છે. મોટું જુઠાણું છે. કારણ કે “ને મારૂં બંધ-મોક્ષનાં ક્ષળો સરદ્ધાં નથી, તો ને बंधाई तेज मुकाई इम न कहिउ जाई तिवारई मोक्षनई अर्थि कुण પ્રવર્તરૂં ? કારણ કે બંધ અને મોક્ષની ક્ષણો સરખાં નથી. જે બંધાય છે તે જ મુકાય છે. આવો અર્થ તેમાંથી કહેવાતો નથી. બંધ અને મોક્ષની સમાનાધિકરણતા થતી નથી. પણ વ્યધિકરણતા થાય. તેથી મોક્ષ માટે કોણ પ્રયત્ન કરશે ? અર્થાત્ કોઈ જ નહીં કરે. પૂર્વ પૂર્વ ક્ષણો જે છે તે બંધવાળાં છે અને તે ક્ષણો પોતાના સર્દશક્ષણને જ ઉત્પન્ન કરે છે પરંતુ વિજાતીય એવા મુક્તિક્ષણને ઉત્પન્ન કરતા નથી. તેથી જે બંધાય છે તે જ મુકાય છે આમ કહેવાશે નહીં. બંધ અને મોક્ષ આ બન્નેનું સમાનાધિકરણ ન હોવાથી જે બંધાયો તે જ મુક્ત થયો આમ કહેવાશે નહીં, બંધાશે કોઈ અન્ય, અને મુક્તિ પામશે કોઈ અન્ય, જેથી અવ્યવસ્થા થશે તથા જે બંધાયો છે તે પોતાની મુક્તિ માટે Page #78 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વનાં બીજા સ્થાનનું વર્ણન ૬૧ પ્રયત્ન કરી શકશે નહીં. કારણ કે બંધાય છે પૂર્વક્ષણવર્તી અન્ય પદાર્થ અને મુક્તિ પામે છે ઉત્તર ક્ષણવર્તી અન્ય પદાર્થ. આમ થવાથી મુક્તિ માટે કોણ પ્રયત્ન કરશે ? અર્થાત્ કોઈ જ નહીં કરે, જેથી આ વાત ન્યાયયુક્ત નથી. જૈનોએ બૌદ્ધને જે આ દોષ આપ્યો કે બંધ અન્યમાં અને મુક્તિ અન્યમાં થશે જેથી અવ્યવસ્થા થશે. આ દોષનો બચાવ કરતાં બૌદ્ધ દર્શનકારો કહે છે કે બંધજનનશક્તિવાળી ક્ષણ જુદી છે. મોક્ષજનન શક્તિવાળી ક્ષણ પણ જુદી છે. બંધક્ષણ અને મુક્તિક્ષણની વચ્ચે અંતર છે પરંતુ બૌદ્ધની આ વાત બરાબર નથી, કારણ કે આમ માનવાથી તો “જે બંધાયો છે તે મુકાયો છે” આમ કહેવાશે જ નહીં. એટલે કે બંધનું અધિકરણ અને મોક્ષનું અધિકરણ ભિન્ન ભિન્ન જ થશે. તો કોઈ ડાહ્યો માણસ મોક્ષને માટે પ્રયત્ન કરશે જ નહીં. પોતાના બંધન છુટે નહીં અને બીજાનાં જ બંધન છુટે આવો પ્રયત્ન કોણ કરે ? અર્થાત્ કોઈ ન કરે. “હું કર્મોથી બંધાયો છું માટે હું મુક્ત થવા પ્રયત્ન કરું” આવી વાત જે સત્ય છે તે બૌદ્ધના મતમાં ઘટતી નથી. માટે બૌદ્ધની આ વાત યોગ્ય નથી. અહીં બૌદ્ધની સામે કદાચ કોઈ આવો પ્રશ્ન કરે કે અવિદ્યાથી (અજ્ઞાનતાથી) સંસારની પ્રવૃત્તિ થાય, પરંતુ તે જ અવિદ્યાથી (અજ્ઞાનતાથી) મુક્તિની પ્રવૃત્તિ કેમ થાય ? તેનો ઉત્તર આપતાં બૌદ્ધ પોતે આમ કહે છે. वली कहस्यो મોક્ષપ્રવર્તક જે ધ્રુવત્વની અવિદ્યા છે તે સંસારપ્રવર્તક અવિદ્યાનો નાશક છે. જેમ પગમાં કાંટો વાગ્યો હોય, તો તે કાંટાને બીજા કાંટાથી જ (સોયથી જ) કઢાય છે. તેમ મોક્ષપ્રવર્તક ધ્રુવત્વની અવિદ્યા જ સંસારપ્રવર્તક અવિદ્યાનો નાશ કરે છે જેમ કાંટાને કાઢવા કાંટો (સોય) જ જોઈએ. તેમ અવિદ્યાને દૂર કરવા બીજી અવિદ્યા = Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬ ૨ સમ્યક્ત જસ્થાન ચઉપઈ જ કામ આવે છે. તેથી સંસારમૂલક અવિદ્યાને દૂર કરવા માટે મુક્તિમૂલક અવિદ્યા જ કામ આવે છે. આ પ્રમાણે બૌદ્ધમત પ્રમાણે સતત જ્ઞાનક્ષણો જ વર્તે છે અને તે પ્રતિસમયે ભિન્ન ભિન્ન છે તે સર્વે જ્ઞાનક્ષણોમાં અનુગત એવું એક આત્મદ્રવ્ય જેવું કોઈ ધ્રુવદ્રવ્ય નથી. માત્ર ધારાવાહી જ્ઞાનક્ષણો જ છે તેથી સર્વસમયોમાં “એક આત્મદ્રવ્ય છે” એવી જૈનદર્શનની વાત ભ્રમમાત્ર છે. આમ બૌદ્ધદર્શન કહે છે સ્થિર એવું જીવદ્રવ્ય નથી, પણ ક્ષણ ક્ષણવર્તી જ્ઞાનક્ષણો જ માત્ર છે. ભાવાર્થ એવો છે કે “સર્વે પણ વસ્તુઓ ક્ષણિક છે” આમ શાસ્ત્રોથી તો જાણ્યું જ છે પરંતુ તેનો સાક્ષાત્ અનુભવ થતો નથી. કારણ કે રાગના કારણે સર્વે પણ વસ્તુઓ ધ્રુવ જ દેખાય છે. તે માટે ક્ષણિકત્વનો અનુભવ કરવા માટે તે ક્ષણિકત્વને આત્મસાત્ કરવા સારું આ જીવ ધ્યાનમાં બેસીને તેને જાણવા માટે વિશાળ પ્રયત્ન કરે તો તેનાથી જ મુક્તિ તરફ પ્રવૃત્તિ કરાવનાર આ ક્ષણિકત્વની બુદ્ધિ થાય છે. આ મોક્ષવિષયક ક્ષણિકકાળની બુદ્ધિ જ સંસારવિષયક ક્ષણિકત્વની બુદ્ધિનો નાશ કરે છે અને મુક્તિવિષયક ક્ષણિકપણાની બુદ્ધિને સ્થિર કરે હું ક્ષણિક છું” “હું ક્ષણિક છું” આવા પ્રકારની ક્ષણિકપણાની બુદ્ધિ જ આ જીવને મોક્ષ અપાવનાર બને છે એટલા માટે આવી બુદ્ધિને સ્થિર કરવા માટે તેનું સતત ધ્યાન કરવું જરૂરી છે. આમ કરતાં કરતાં જ્યારે આવી મુક્તિના ક્ષણિકપણાની બુદ્ધિ સ્થિર થાય છે ત્યારે તેના વડે જ સાંસારિક ક્ષણિકપણાની બુદ્ધિ નાશ પામે છે અને મુક્તિની ક્ષણિકપણાની બુદ્ધિ તો ઉપરછલ્લી જ હોવાથી સાંસારિક ક્ષણિકપણાની બુદ્ધિનો નાશ થયા પછી આપોઆપ તે બુદ્ધિ તો સ્વયં જ નાશ જ પામી જાય છે. પગમાંનો કાંટો નીકળી ગયા પછી પગમાં નાખેલી સોય તો તુરત નીકળી જ જાય છે તેમ અહીં સમજવું. Page #80 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્તનાં બીજા સ્થાનનું વર્ણન સંસાર સંબંધી અવિદ્યા આ આત્માને અનાદિની વળગેલી હતી તેને કાઢવી ખાસ જરૂરી હતી. એટલા માટે જ તેના ઉપાય રૂપે જ મુક્તિની ક્ષણિકપણાની બુદ્ધિનો સહારો લેવામાં આવ્યો હતો, સાંસારિક ક્ષણિકતાની બુદ્ધિનો નાશ થયે છતે આ મુક્તિની ક્ષણિકપણાની બુદ્ધિ તો આપોઆપ જ નાશ પામી જ જાય છે તેને નાશ કરવા તેવો વિશિષ્ટ પ્રયત્ન કરવો પડતો નથી. બૌદ્ધશાસ્ત્રના અભ્યાસી જીવો આ તો જાણે જ છે કે “સર્વે પણ વસ્તુઓ ક્ષણિકમાત્ર જ છે” તો પછી મુક્તિ માટે પ્રયત્ન શા માટે કરવો? આવો પ્રશ્ન કદાચ કોઈને થાય. તો તેનો ઉત્તર બૌદ્ધદર્શન આ પ્રમાણે આપે છે કે મુક્તિ તરફ પ્રવૃત્તિ કરાવનાર અવિદ્યાનો વિવર્ત (અવિદ્યાનો વિસ્તાર) જ સંસારના વિષયવાળી મૂળભૂત અવિદ્યાનો નાશ કરે છે. કાંટાને કાંટો જ દૂર કરી શકે છે તેમ અહીં મુક્તિ તરફની અવિદ્યા જ સંસારિક અવિદ્યાનો વિનાશ કરે છે. આમ બૌદ્ધદર્શન કહે છે. પરંતુ વાસ્તવિક આમ નથી. કારણ કે જો આમ જ હોય તો દેવદત્ત યજ્ઞદત્તના મોક્ષક્ષણના જનન માટે પ્રયત્ન કેમ ન કરે ! પરંતુ બીજા માટે કોઈ પ્રયત્ન કરતું નથી. તેમ બીજા ક્ષણનો આત્મા ભિન્ન પદાર્થ છે. તેથી તે પ્રયત્ન કેમ કરે? માટે બૌદ્ધદર્શનનું આ કહેવું વ્યાજબી નથી. હવે બૌદ્ધ જો એમ કહે કે બંધજનનશક્તિ અને મોક્ષજનનશક્તિ આ બને શક્તિ એક જ શક્તિરૂપ છે આમ જો કોઈ બૌદ્ધ કહે તો તેનું આમ કહેવું ઉચિત નથી. કારણ કે આમ કહેવાથી શક્તિ બેક્ષણસ્થાયી થવાથી ધ્રુવ એવું આત્મદ્રવ્ય જ સિદ્ધ થઈ જાય છે જે વાત બૌદ્ધોને માન્ય નથી. માટે આવો બચાવ પણ બૌદ્ધ માટે ઉચિત નથી. હવે આમાંથી બચવા માટે કદાચ બૌદ્ધ આવી દલીલ કરે કે અહીં ર્વપત્ર નામનું કારણ માની લેવું જોઈએ. સારાંશ કે જેમ નિશ્ચયનય ક્રિયાકાલ અને નિખાકાલ એકસમયમાં સાથે જ માને છે. તેમ જે ક્ષણમાં Page #81 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત જસ્થાન ચઉપઈ ક્રિયા થાય છે. તે જ ક્ષણમાં કાર્ય થઈ જાય છે. આમ માનવું જોઈએ. જેમકે અગ્નિથી કાગળ બાળવાનું કામ કરવામાં આવે છે ત્યારે જે સમયમાં કાગળને જેટલી આગ લાગે તે ક્ષણમાં તેટલો કાગળ બળે જ છે. આમ ક્રિયાકાલ અને નિષ્ઠાકાલ સાથે જ હોય છે. આમ નિશ્ચયનય કહે છે. જો આમ બન્ને સાથે માનવામાં ન આવે અને પૂર્વેક્ષણમાં ક્રિયાકાલ અને ઉત્તરક્ષણમાં નિષ્ઠાકાલ, આમ જો ભિન્ન ભિન્ન સમયમાં કારણ-કાર્ય માનવામાં આવે તો જ્યારે પ્રથમ ક્ષણમાં અગ્નિના દાહરૂપ કારણ છે ત્યારે કાગળ બાળવવાનું કામ ન થવું જોઈએ અને જ્યારે ઉત્તરક્ષણમાં કાગળ બાળવાનું કામ થાય છે ત્યારે દાહસ્વરૂપ કારણ ન હોવું જોઈએ. પરંતુ આમ બનતું નથી. માટે સુર્વરૂપ નામનું કારણ કાર્યની સાથે જ હોય છે. તેથી એક જ ક્ષણમાં કારણ અને કાર્યને સાથે માનવાં જોઈએ અને જો તેમ કારણ અને કાર્ય એક સમયમાં સાથે માનવા જઈએ તો સાંકર્ય નામનો દોષ આવે છે. એક જ સમયમાં કારણશક્તિ અને કાર્યશક્તિ માનતાં કારણશક્તિ કાર્યશક્તિસ્વરૂપ બની જાય અથવા કાર્યશક્તિ કારણશક્તિસ્વરૂપ બની જાય છે. આવા પ્રકારનો ન્યાયની નીતિરીતિ મુજબ સાંર્યદોષ આવશે. RUIનવું વર્ણવ્યાપ્યતા છઠ્ઠ. યુવી નાખવી – બૌદ્ધનું કહેવું છે કે જે કારણ છે તે કાર્યમાં વ્યાપીને રહે છે. અર્થાત્ કારણ જ કાર્યસ્વરૂપે રૂપાન્તરિત થાય છે. પરંતુ તેઓનો આ બચાવ પણ બરાબર નથી. કારણ કે જો આમ જ હોય તો કારણશક્તિ અને કાર્યશક્તિ એમ ઉભયશક્તિ એકક્ષણમાં જ થવી જોઈએ. પરંતુ આમ તો થતું નથી તેથી પૂર્વેક્ષણવર્તી કારણ અને ઉત્તરક્ષણવર્તી કાર્ય આમ જ માનવું પડે છે આમ કારણરૂપશક્તિ અને કાર્યરૂપશક્તિ ભિન્ન ભિન્ન સમયવર્તી માનતાં કઈ શક્તિએ કોને ઉત્પન્ન કરી તેનો નિર્ણય થઈ શકતો નથી. કારણ કે તમારા મતે કારણશક્તિ અને કાર્યશક્તિ આ બને અત્યન્ત ભિન્ન છે માટે. Page #82 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વનાં બીજા સ્થાનનું વર્ણન ૬૫ દેવદત્તની પ્રથમસમયની જ્ઞાનક્ષણે દેવદત્તની જ દ્વિતીય સમયની જ્ઞાનક્ષણને ઉત્પન્ન કરી આવો નિર્ણય કરી શકાતો નથી. કારણ કે દેવદત્તની પ્રથમસમયની જ્ઞાનક્ષણ તો પ્રથમસમયે જ નાશ પામી ગઈ, હવે દ્વિતીય સમયમાં દેવદત્તની દ્વિતીયસમયવર્તી જ્ઞાનક્ષણ લો કે યજ્ઞદતસંબંધી દ્વિતીયસમયવર્તી જ્ઞાનક્ષણ લો. બન્ને સરખાં જ છે. પ્રથમના જ્ઞાનક્ષણ સાથે કોઈને સંબંધ નથી. તો પછી દેવદત્તની પ્રથમ સમયવર્તી જ્ઞાનક્ષણ સંપૂર્ણપણે નાશ થતી હોવાથી દ્વિતીય સમયમાં દેવદત્તની જ્ઞાનક્ષણને ઉત્પન્ન કરે કે યજ્ઞદત્તની જ્ઞાનક્ષણને ઉત્પન્ન કરે. બેઉ સમાન જ છે દ્વિતીય સમયવર્તી દેવદત્તની અને યજ્ઞદત્તની જ્ઞાનક્ષણો પ્રથમસમયવર્તી દેવદત્તની જ્ઞાનક્ષણથી સર્વથા ભિન્ન છે. તેથી કઈ જ્ઞાનક્ષણને કઈ જ્ઞાનક્ષણે ઉત્પન્ન કરી ? તેનું સાંકર્ય થશે. તેથી આવા પ્રકારની એકાન્તભેદની કે એકાન્ત અભેદની કલ્પના કરવી નિરર્થક છે. સારાંશ કે બંધક્ષણ અને મોક્ષક્ષણ સરખા-સમાન નથી. એક ક્ષણ બંધાવારૂપ છે અને બીજો ક્ષણ મોક્ષરૂપ છે. તેથી આ બન્ને સરખા નથી. બન્ને ક્ષણશક્તિ ભિન્ન ભિન્ન હોવાથી પ્રથમની શક્તિનો સર્વથા ઘાત થઈ જાય પછી જ બીજી શક્તિ ઉત્પન્ન થાય. આમ જો હોય તો આ બીજી શક્તિ પ્રથમ શક્તિમાંથી જ થઈ છે આવો નિર્ધાર (નિશ્ચય) ન કરી શકાય. તે માટે આવા પ્રકારની બૌદ્ધદર્શનની શક્તિભેદની કલ્પના પણ સર્વથા જુઠી જાણવી. તથા વળી કાર્ય અને કારણ એકસમયમાં જો સાથે હોય તો તે શક્તિ કાં તો કારણરૂપ હોય અથવા કાં તો કાર્યરૂપ હોય પરંતુ ઉભયરૂપતા કેમ ઘટે ? હવે જો પૂર્વસમયમાં કારણ અને ઉત્તરસમયમાં કાર્ય હોય આમ જો માનવામાં આવે તો પૂર્વસમય પૂર્ણ થતાં જ કારણ ચાલ્યું જ ગયું છે. હવે ઉત્તરસમયમાં આવતું કાર્ય કોનામાંથી થયું ? કેવી રીતે થયું ? ઈત્યાદિ નિયમન કેમ ઘટશે. પૂર્વસમયવર્તી સ્મૃત્પિડ તો બૌદ્ધના Page #83 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત જસ્થાન ચઉપઈ મત પ્રમાણે ક્ષણિક હોવાથી સર્વથા નાશ જ પામી ગયો છે. ઉત્તરસમયમાં તે મૃત્યિંડનો એક પણ કણ છે જ નહીં તો ઘટ બને શેમાંથી ? તેમ પૂર્વેક્ષણવર્તી જ્ઞાનક્ષણ સર્વથા નાશ જ પામી ગઈ. તો ઉત્તરક્ષણવર્તી જ્ઞાનક્ષણ જન્મે કોનામાંથી ? અને કઈ જ્ઞાનક્ષણ જન્મે ! તેનું નિયમન કેમ રહે? આવા પ્રકારના ઘણા દોષો આવે છે માટે જ સર્વે પણ વસ્તુઓ ક્ષણિક છે. આવા પ્રકારના ક્ષણિક વિચારવાળો બૌદ્ધમત યુક્તિયુક્ત નથી. રરો અવતરણ - બંધક્ષણ અને મોક્ષક્ષણ સમાન નથી. એકક્ષણ બંધાવા સ્વરૂપ અને બીજીક્ષણ મુકાવા સ્વરૂપ છે. બન્ને સમાન ન હોવાથી અહીં (સંસ્કાર થવારૂપ) વાસના પણ ઘટતી નથી. પરંતુ બંધાવા રૂપ પર્યાય અને છુટવારૂપ પર્યાય આમ બને પર્યાયોના આધારભૂત આત્મદ્રવ્ય એક જ છે આમ સિદ્ધ થાય છે અને આ વાત પોતાના મતનો કદાગ્રહ ત્યજીને બૌદ્ધ સ્વીકારી લેવી જોઈએ. તથા બૌદ્ધ એમ માને છે કે કોઈ એકક્ષણ તેના પછીના ઉત્તરક્ષણનું ઉપાદાનકારણ છે અને તે જ પ્રથમનું એકક્ષણ અન્ય કાર્યો પ્રત્યે નિમિત્તકારણ છે. આ રીતે પ્રથમક્ષણ ઉપાદાનકારણ પણ છે અને નિમિત્તકારણ પણ છે. છતાં ક્ષણ તેનો તે જ છે, ક્ષણમાં ભેદ નથી. તેની જેમ પૂર્વપર્યાય અને ઉત્તરપર્યાય વચ્ચે પર્યાયભેદ હોવા છતાં પણ દ્રવ્યની અપેક્ષાએ એકતા છે, ભેદ નથી. કારણ કે તે દ્રવ્ય અખંડ-એકરૂપ અને ધ્રુવ છે. આમ બૌદ્ધદર્શને માનવું જોઈએ. આ વાત બૌદ્ધને સ્વીકારવાની ભલામણ કરતાં ગ્રન્થકારશ્રી કહે છે કે - ઉપાદાન-અનુપાદાનતા, જો નવિ ભિન્ન કરઈ ક્ષણ છતા! પૂરવ-અપરપાંચઈ ભેદ, તો નવિ દ્રવ્ય લહઈ ત્યજિ ખેદ ૨૩ll Page #84 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્તનાં બીજા સ્થાનનું વર્ણન ૬ ૭ ગાથાર્થ :- જો એક જ ક્ષણ હોવાથી ઉપાદાનકારણતા અને અનુપાદાનકારણતા (નિમિત્તકારણતા) આવો ભેદ તે ક્ષણ કરતી નથી. તો પૂર્વપર્યાય અને ઉત્તરપયાય ભિન્ન ભિન્ન હોવા છતાં તે બન્નેમાં દ્રવ્યભેદ થતો નથી. આમ આ સાચી વાતને ખેદ છોડીને (કદાગ્રહ ત્યજીને) સ્વીકારી લેવી જોઈએ. //ર ૩ ટબો :- વીનું “lહું પતિ અને રિતિક્ષUT જીરૂ तिहां उपादान-निमित्तपणई जो क्षणनो भेद नथी, तो पूर्व-अपरपर्यायनइं भेदइ द्रव्यभेद न पामइ, मताग्रहनो खेद छोडीनइं द्रव्य एक મારો પારણા વિવેચન :- વળી દંડ નામનું જે ઘટનું નિમિત્તકારણ છે તિહાં પોતાના બીજા સમયમાં આવનારા દંડના સ્વરૂપનું પ્રથમ સમયવર્તી દંડસ્વરૂપ ઉપાદાન કારણ પણ છે અને તે જ દંડ ઘટાત્મક કાર્ય પ્રત્યે નિમિત્તકારણ (અનુપાદાનકારણો પણ છે. અર્થાત્ વિવક્ષિત એવો દંડ પોતાનું જ ઉત્તરસમયમાં જે દંડાત્મક સ્વરૂપ થવાનું છે તેમાં ઉપાદાનકારણ પણ છે અને પોતાની સહાયથી ઉત્પન્ન થનારાં જે ઘટાદિક ઈતર કાર્યો છે તે પ્રત્યે નિમિત્તકારણ (અનુપાદાનકારણો પણ છે. આમ બન્ને પ્રકારની કારણતા એક સાથે એક જ દંડમાં હોય છે. સારાંશ કે એક જ સમયવર્તી દંડ બીજા સમયે આવનારા દંડના સ્વરૂપમાં ઉપાદાનકારણ અને પ્રથમસમયકાળે બનનારા ઘટાત્મકાર્ય પ્રત્યે અનુપાદાનકારણ (નિમિત્તકારણ) અવશ્ય થાય છે. તેવી જ રીતે કોઈપણ દ્રવ્યનો પૂર્વેક્ષણવર્તી પર્યાય ઉત્તરસમયવર્તી પર્યાયથી કથંચિત્ ભિન્ન હોવા છતાં પણ તે બન્નેમાં દ્રવ્યનો ભેદ નથી. અર્થાત્ પર્યાય પલટાવા છતાં દ્રવ્ય તેનું તે જ રહે છે. દ્રવ્યનો ભેદ થતો નથી. દ્રવ્યપણે કથંચિ અભેદ પણ અવશ્ય છે જ. Page #85 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ આ પ્રમાણે પોતાના એકાન્તભેદવાદના આગ્રહને ત્યજીને પૂર્વાપરપર્યાયોમાં દ્રવ્યની એકતા (અભિન્નતા) સ્વીકારી લેવી જોઈએ. સારાંશ કે સમયે સમયે પર્યાયસ્વરૂપે દ્રવ્ય જરૂર બદલાય છે. પરંતુ દ્રવ્યસ્વરૂપે દ્રવ્ય બદલાતું નથી. આમ દ્રવ્યનો અભેદ પણ સ્વીકારી લેવો જોઈએ. સારાંશ કે પ્રતિસિમયે પર્યાયો પલટાવા છતાં પણ દ્રવ્યરૂપે કથંચિદ્ અભેદ પણ અવશ્ય છે જ. ॥૨૩॥ ૬૮ જો ક્ષણનાશતણો તુઝ ધંધ, તો હિંસાથી કુણ નિબંધ। વિસશક્ષણનો જેહ નિમિત્ત, હિંસક તો તુઝ મનિ અપવિત્ત ॥૨૪॥ ગાથાર્થ :- જો સર્વે પણ વસ્તુઓ પોતાના સ્વભાવથી જ ક્ષણમાત્રવર્તી છે (અર્થાત્ ક્ષણિક છે). આમ સર્વે પણ વસ્તુઓના ક્ષણમાત્રવર્તીપણાની જ તમારી માન્યતા છે. તો પછી હિંસા કરવાથી બંધ કોને થશે ? જો એમ કહેશો કે વિસર્દશક્ષણ ઉત્પન્ન કરવામાં જે નિમિત્ત કારણ છે તે જ હિંસક કહેવાશે. તો હે બૌદ્ધ ! તમારા મનને પણ હિંસક અર્થાત્ બંધનું કારણ માનવું પડશે. આમ અપવિત્રતા જ પ્રગટ થશે. ૫૨૪॥ ', ટો :- વળી ક્ષાનાશી વસ્તુ માનવું છઠ્ઠું, તિહાં રોષ વહવું छई, जो क्षणनाशनो धंध तुझनई लागो छई, तो हिंसाथी बंध कुणनई थाई ? क्षणक्षणई जीव नाश पामई छई तो हिंसा कुणनी कहथी होई ? तिवारइं "हिंसाथी पाप" बुद्धइ कहिउ, ते किम मिलइ ? हिंसा विण अहिंसा किहां ? तेह विना सत्यादि व्रत किहां ? जे मार्टि सत्यादिक अहिंसानी वाडरूप कहिया छइ, आम सर्व लोप थाई. Page #86 -------------------------------------------------------------------------- ________________ સમ્યત્ત્વનાં બીજા સ્થાનનું વર્ણન વિવેચન - બૌદ્ધદર્શન સર્વે પણ વસ્તુઓ ક્ષણિક છે - ક્ષણે ક્ષણે વિનાશ પામનારી જ છે. આમ માને છે. “સર્વ ક્ષક્સ” આવા પ્રકારનો તેઓનો સિદ્ધાન્ત છે તેને સમજાવતાં ગ્રન્થકારશ્રી કહે છે કે હે બૌદ્ધ ! સર્વે પણ વસ્તુઓ ક્ષણિકમાત્ર જ છે. ક્ષણે ક્ષણે વિનાશ પામનારી જ છે. અર્થાત્ માત્ર ક્ષણિક જ છે. આ પ્રમાણે તમે માનો છો. તો આત્મા પણ ક્ષણિક જ છે. આવો જ અર્થ થયો. કોઈ પણ આત્મા એક ક્ષણ માત્ર રહીને બીજા ક્ષણે ક્ષણિક હોવાથી નાશ પામી જ જાય છે. જો ખરેખર આમ જ હોય તો કોઈપણ જીવની હિંસા કરવાથી કર્મનો બંધ કોને થશે? કોઈને પણ બંધ થવો ઘટશે નહીં. સારાંશ કે આ જીવ ક્ષણે ક્ષણે સ્વયં જો વિનાશ જ પામે છે તો હિંસા કરવાથી હિંસક જીવ હિંસ્યજીવનો ઘાતક બનશે નહીં. કારણ કે તે હિંસ્યવસ્તુ ક્ષણિક જ હતી. આપોઆપ વિનાશ જ પામનારી હતી અને તે હિંસ્યવસ્તુ પોતાના સ્વભાવથી જ નાશ પામનાર હતી. તેને કોઈએ હણી જ નથી. તેથી હિંસકને હિંસા કર્યાનો દોષ કેમ લાગશે? વસ્તુમાં રહેલા ક્ષણિકપણાના સ્વભાવના કારણે જ સર્વે પણ જીવો પ્રતિસમયે મરવાના જ હતા અને મર્યા જ કરે છે. કોઈએ તેને માર્યા નથી. આવો જ અર્થ થશે અને જો આમ જ હોય તો આ જીવે તે ગાયની હિંસા કરી આમ કેમ બોલાશે? કોઈને પણ હિંસાનો દોષ કેમ લાગશે? જે જીવો ક્ષણિક સ્વભાવવાળા હોવાથી ક્ષણે ક્ષણે સ્વયં મરવાના જ હોય છે તેને મારનાર આ પુરુષ છે આમ કેમ બોલાય? મારનારને પણ હિંસાનો દોષવાળો કેમ કહેવાશે? મારનારને હિંસાના દોષથી દોષિત કેમ મનાશે? અર્થાતુ ગમે તેટલી હિંસા કરે તો પણ હિંસકને હિંસક કહેવાશે નહીં અને હિંસકને હિંસાનો દોષ લાગશે નહીં. કારણ કે હિંસ્ય વસ્તુ પોતે જ ક્ષણિક હોવાથી નાશ પામવાની જ હતી. હિંસકે કંઈ કર્યું જ નથી. Page #87 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ મરનાર જીવ પોતાના ક્ષણિકપણાથી જ મૃત્યુ પામતો હોય તો મારનારને હિંસાનો દોષ કેમ લાગે ? હવે જો હિંસા કરનારને હિંસાનો દોષ જ ન લાગતો હોય અને મરનાર પ્રાણી પોતાના ક્ષણિકપણાથી જ મૃત્યુ પામતો હોય તો હિંસકને દોષિત મનાશે જ નહીં અને હિંસામાં પાપ કહેવાશે જ નહીં આ પ્રમાણે માનવાથી જગતમાં ઘણી અવ્યવસ્થા જ થઈ જશે. તમને પોતાને કોઈ મારવા આવે તો પણ તમારે બચાવ કરવાનો રહેશે જ નહીં. ૭૦ “આ પારધીએ આ હરણને માર્યું” આમ કેમ કહેવાશે ? હરણ ક્ષણિક હોવાથી જ સ્વયં મરવાનું જ હતું. પારધીએ કશું જ કર્યું નથી. આમ અર્થ થશે. સર્વે પણ જીવો ક્ષણમાત્ર રહેવાના સ્વભાવ વાળા જ હોવાથી ક્ષણે ક્ષણે સ્વયં જ મરે છે. કોઈ કોઈને મારતું નથી. આવો જ અર્થ થશે. કોઈ કોઈની હિંસા કરતું જ નથી. આમ જ અર્થ થશે. હવે જો હિંસા ન થતી હોય તો અહિંસા પાળવાની કે સમજાવવાની રહેતી જ નથી. તથા જો આ જીવ વડે હિંસા-અહિંસા ન થતી હોય તો અહિંસાનાં પોષક સત્ય=અચૌર્ય બ્રહ્મચર્ય અને અપરિગ્રહ ઈત્યાદિ વ્રતો પણ કેમ રહેશે ? શાસ્ત્રકારોએ આવાં વ્રતો કેમ બતાવ્યાં ? આ પ્રશ્ન જ રહેશે. જો સર્વે પણ જીવો ક્ષણિક જ માત્ર હોય તો બધા જ જીવો ક્ષણે ક્ષણે મૃત્યુ જ પામવાના થયા. તો સત્યાદિ ચારે વ્રતો અહિંસાની વાડરૂપ છે, અહિંસાનાં પાલક-પોષક છે. આમ જે શાસ્ત્રોમાં કહ્યું છે તે ક્યાં રહ્યું ? શાસ્ત્રોની સર્વે પણ વાત લોપાઈ જાય અને જગતના વ્યવહારનો પણ વિરોધ જ આવે. માટે “સર્વે પણ જીવો ક્ષણવિનાશી છે” આવા પ્રકારની બૌદ્ધદર્શનની વાત સાચી નથી. સર્વથા ખોટી છે. जो इम कहस्यो मृग मारिओ तिवारइं " मृगनो सदृशक्षणारंभ टल्यो. विसदृशक्षणारंभ थयो. तेहनुं निमित्तकारण आहेडीप्रमुख हिंसक कहिइं” तो ते बुद्धनई कहि-ताहरु मन पणि हिंसाथी '' Page #88 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્તનાં બીજા સ્થાનનું વર્ણન अपवित्र थयु, जे माटई व्याधक्षणनी परि ताहरी पणि अनंतरक्षण मृगविसदृशक्षणनो हेतु थयो - "तदुदितः स हि यो यदन्तर" इति न्यायात् । क्षणना अन्वयव्यतिरेक तो सरखा छई, तज्जाति अन्वयव्यतिरेकनुं ग्राहकप्रमाण नथी ॥२४॥ વિવેચન : - હવે કદાચ બૌદ્ધ આવો બચાવ કરે કે “મેં મૃગને માર્યો” અર્થાત્ “મેં હરણને હણ્ય” ત્યાં મૃગ તો ક્ષણિક હોવાથી મરવાનું જ હતું, મારા મારવાથી હણાયું જ નથી. પરંતુ ક્ષણિક વસ્તુઓમાં પ્રતિક્ષણે પૂર્વના ક્ષણને સદેશ જ ક્ષણ (પદાર્થ) ઉત્પન્ન થાય આવો વસ્તુનો સ્વભાવ હોય છે. સદેશ-સદેશ વસ્તુઓને ઉત્પન્ન કરવી એવી જ ક્ષણો ઉત્પન્ન થવી, આવો જ વસ્તુસ્વભાવ હતો. એટલે મૃગમાં પણ પ્રતિક્ષણે સદેશસદેશ નવો નવો મગ ઉત્પન્ન થવો, જોનારાને તો આ તે જ મૃગ છે આમ લાગે પણ બીજો મૃગ છે આવો ભાસ પણ ન થાય. આવો વસ્તુસ્વભાવ હતો. તેને બદલે શિકારીએ જ્યારે બાણ માર્યું અને હરણ કરાયું ત્યારથી વિસશિક્ષણનો પ્રારંભ થયો અને આવા પ્રકારના વિસશિક્ષણનો પ્રારંભ કરવામાં આવેડી શિકારી નિમિત્તકારણ બન્યો. તેથી જ તેને હિંસક કહેવાશે. સારાંશ કે સર્વે પણ વસ્તુઓ ક્ષણિકમાત્ર હોવાથી ક્ષણે ક્ષણે નાશ તો પામે જ છે પણ નાશ પામ્યા પછી સદેશક્ષણધારા=સદેશ સંદેશ વસ્તુ ઉત્પન્ન થતી હતી. તેને બદલે પારધી આદિ વડે બાણ આદિ શસ્ત્ર દ્વારા જીવની હિંસા કરવાથી મૃગાદિને બદલે તેને સ્થાને ગજ-અશ્વબળદ આદિ રૂપે બીજો ભવ (વિસદેશ ક્ષણપરંપરા) ચાલુ થઈ. તેમાં પારધી નિમિત્ત કારણ બન્યો. માટે તે પારધીને હિંસક કહેવાય છે. આ કારણે જ શાસ્ત્રમાં કહ્યું છે કે – જેની પછી સદેશને બદલે વિદેશક્ષણ (વિજાતીય ક્ષણ) ચાલુ થાય. વિસશિક્ષણનો આરંભ થાય. તેને જ હિંસા કહેવાય છે અને તેવા પ્રકારના વિસદશક્ષણ ઉત્પન્ન કરવામાં જે નિમિત્ત કારણ બને છે તેને હિંસક કહેવાય છે “આવો ન્યાય છે” આમ બૌદ્ધ દર્શન કહે છે. Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૨ સમ્યક્ત ષસ્થાન ચઉપઈ બૌદ્ધદર્શનની આ માન્યતામાં કંઈક સૂમ વિચાર કરીએ તો “મૃગમાં પ્રતિસમયે જેમ સદેશક્ષણ થતી હતી તેમ જે સમયમાં વિદેશક્ષણ ઉત્પન્ન થઈ, તે સમયમાં પણ તેમાં પોતાનું ર્વષત્વ = તેવા પ્રકારના પર્યાયને પ્રગટ કરવાપણું છે. એ જ તેમાં કારણ છે. પારધીએ કંઈ વિદેશક્ષણ ઉત્પન્ન કરી નથી. તેથી તેમના મત પ્રમાણે તે પારધી ત્યાં દોષિત ગણાશે નહીં. જ્યારે પદાર્થમાં સદેશક્ષણને બદલે વિદેશક્ષણ થવાની જ છે. ત્યારે ત્યાં પારધી ઉભો હોય કે બૌદ્ધ ભગવાન ઉભા હોય તો તે મૃગના હિંસક કહેવાશે નહીં. સારાંશ કે તે ક્ષણિકપદાર્થનો એવો સ્વભાવ જ છે કે સદેશક્ષણના આરંભને બદલે વિદેશક્ષણનો હવે આરંભ કરે છે. તેમાં વસ્તુમાં રહેલું વર્તરૂપત્વિ નિમિત્તકારણ બન્યું. પણ પારધી કે ભગવાન કોઈ તે વિસદેશક્ષણનો કર્તા નથી. તેથી કોઈને હિંસક ગણાશે નહીં. જ્યારે વિદેશક્ષણ ઉત્પન્ન થાય છે ત્યારે ત્યાં પારધી અને બૌદ્ધ ભગવાન એમ બને ત્યાં હાજર છે. હવે જો પારધીને હિંસક કહીએ તો બૌદ્ધ ભગવાનને પણ હિંસક કહેવા જોઈએ. અને જો બૌદ્ધ ભગવાન અહિંસક છે તો પારધી પણ અહિંસક મનાવો જોઈએ. આમ અન્વય અને વ્યતિરેક એમ બન્ને વ્યાપ્તિ દ્વારા પારધીની જેમ બૌદ્ધભગવાનમાં પણ શિકારીપણું જ સિદ્ધ થશે અથવા બૌદ્ધભગવાનની જેમ પારધીમાં પણ અહિંસકતા જ સિદ્ધ થશે. માટે બૌદ્ધની જેમ પારધી પણ અહિંસક જ ગણાશે. શિકારીમાં હિંસકભાવ છે અને તેનાથી જ તે મૃગની હિંસા કરે છે. બૌદ્ધમાં હિંસકભાવ નથી. તેથી તે હિંસક કહેવાતા નથી. આટલી વાત ઉચિત છે. બરાબર છે. પરંતુ મૃગમાં સદેશ અને વિશદેશક્ષણ ઉત્પન્ન થાય છે અને આમ દ્રવ્યની ક્ષણપરંપરા ચાલે છે. આ બધી વાત બૌદ્ધ જે કરે છે તે બરાબર નથી. રજા Page #90 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્તનાં બીજા સ્થાનનું વર્ણન ૭૩ સમલ ચિત્તક્ષણ હિંસા યદા, કાયયોગ કારય નહિ તદા. અનુમંતા નઈં હતા એક, તુઝ વિણ કુણ ભાખઈ સવિવેક રપી ગાથાર્થ :- જો સમલ ચિત્તક્ષણને જ હિંસા કહેશો અને કાયયોગથી હિંસાનું કાર્ય થાય છે તેમ નહીં માનો તો હિંસાનું અનુમોદન કરનાર અને હિંસા કરનાર આ બન્ને સમાન હિંસક ગણાશે. આવું અસંગત વાક્ય તમારા વિના બીજા કોણ કહે ! અથાત્ તમે જ આવી અસંગત વાત માનો. બીજો સવિવેકી કોઈ આત્મા ન માને. જીર પો રબો - મિત્ત રિક્ષાને “મણે ગાંધિજ્યાં વૈશवादी छु", ते माटिं मृगमारणाध्यवसायवंत व्याधचित्त समल छइ, ते क्षणइं हिंसा कहुं छु, तो एक काययोगई हणइ, अनइं एक तेहनइ प्रशंसइ । ए बेमां फेर न थवो जोइइ । तेह तो तुम्ह विना बीजो कोइ न मानइं ॥ अनुमंता अनइं हन्ता ए बे जुजूआ ज छइं मनथी बन्ध, अनइं मनथी ज मोक्ष कहतां योगभेदई प्रायश्चित्तभेद कहिओ छइं, ते न घटइं । निमित्त भेद विना मनस्कारभेद होई, तो सर्व व्यवस्था लोप થાડું પરખા વિવેચન :- અહીં બૌદ્ધ પોતાના પક્ષનો બચાવ કરતાં આવા પ્રકારની દલીલ કરે છે કે ગાંવિત્યંત - મનના વિચારો કર્યા વિના, માત્ર કાયાથી જ કરાયેલું કર્મ વૈરૂન્યવાહી = નિષ્ફળ જ છે. આવું કર્મ કંઈ ફળ આપતું નથી. અર્થાત્ હિંસાના માનસિક વિચારપૂર્વક જો કોઈ હિંસાનું કાર્ય કરાયું હોય તો જ હિંસાનું ફળ પ્રાપ્ત થાય છે. જેમકે કૃપામાર = હરણને મારી નાખવાના અધ્યવસાય = વિચારધારાવાળા વ્યાત્તિ = શિકારી આત્માનું જે ચિત્ત છે તે સમન હોરું = સમલ છે અર્થાત્ ઘણું મલીન છે. ઘાતકી પરિણામ સ્વરૂપ મેલથી ભરેલું છે. તે Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૪ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ क्षणनई हिंसा તેથી તે આત્માને તે ક્ષણે અવશ્ય હિંસાનો દોષ લાગે જ છે એમ હું કહું છું. આ પ્રમાણે જો સમલચિત્તપૂર્વક (મલીન ચિત્તક્ષણપૂર્વક) જે હિંસા કરે છે તેને જ હિંસા લાગે છે. આમ હે બૌદ્ધ ! જો તમે કહેશો તો काययोगइ हाइ, अनई तेहनई प्रशंसई ए बेमां फेर न थवो जोइइ = એક જીવ મૃગને મારવાના પરિણામપૂર્વક કાયાથી જીવનો ઘાત કરે છે અને બીજો એક જીવ મૃગને હણતો નથી પરંતુ કોઈ મૃગને હણે, તે જોઈને ખુબ રાજી થાય છે અને હણનારાની અતિશય પ્રશંસા કરે છે. તે બન્ને જીવોને (કાયાથી મૃગની હત્યા કરનારને અને વચનમાત્રથી હિંસાની પ્રશંસા કરનારને આમ બન્ને જીવોને) કર્મનો બંધ સમાન થવો જોઈએ. પરંતુ બંધમાં તફાવત પડવો જોઈએ નહીં. કારણ કે હિંસા કરનારનું અને વચનમાત્રથી હિંસાનું અનુમોદન કરનારનું એમ બન્નેનું ચિત્ત જો સમલપણે સમાન જ છે અર્થાત્ મલીન જ છે. તેથી જો એકલું સમલ ચિત્તક્ષણને જ કર્મબંધનું કારણ માનશો તો આ બન્નેને સરખો કર્મબંધ થવો જોઈએ. પરંતુ આમ થતું નથી. માટે કેવળ એકલું સમલચિત્તક્ષણ જ કર્મબંધનું કારણ નથી. શાસ્ત્રકારભગવંતો કાયાથી હિંસા કરનારાને વધારે બંધ અને વચનથી પ્રશંસા માત્ર કરનારને તેના કરતાં કંઈક ઓછો બંધ થાય એમ ફરમાવે છે. તે તમારા (બૌદ્ધના) કહેવા પ્રમાણે તો જુઠ્ઠું ઠરશે. કારણ કે બન્નેનું મન તો મલીન છે જ. જો એકલું સમલચિત્તક્ષણ જ કારણ માનીએ તો બન્નેને પાપ સમાન લાગવું જોઈએ. પરંતુ એક કાયાથી જ મન વિના અજાણતાં મૃગ હણાઈ જાય તો ઓછું પાપ અને વચનથી હિંસાની પ્રશંસા કરે તો વધુ પાપ, તથા વચનથી પ્રશંસા કરવાપૂર્વક જાણીબુઝીને કાયાથી મૃગની હત્યા કરે તો તેનાથી Page #92 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્તનાં બીજા સ્થાનનું વર્ણન ૭૫ પણ વધુ પાપ લાગે. આવું શાસ્ત્રકારભર્ગાવતો કહે છે અને વ્યવહારથી આમ બેસે પણ છે. માટે માત્ર કાયાથી જ પાપ કરનારા કરતાં વચન અને કાયાથી પાપ કરનારાને જે સરખો બંધ બૌદ્ધ કહે છે તે સાચું નથી. આવા પ્રકારની અઘટિત વાત બોદ્ધ જ માને. બીજા કોણ માને? અર્થાત્ અસમાન પાપ કરનારને સમાન કર્મબંધ થાય આવી અસંગત વાત બૌદ્ધ વિના બીજા કોણ માને ? કોઈ ન માને. બૌદ્ધની દૃષ્ટિ આ બાબતમાં સાચી નથી. //રપા ખલપિંડીનઈ માણસ જાણી, પચઈ તેહનઈ ગુણની હાણિા નરસિં ખલ જાણઈ, નવિ દોષ કહિયો બુદ્ધનિ તેહથી ગરબા ગાથાર્થ - ખોળના પિંડને આ માણસની જાતિ છે આમ સમજીને જે પકાવે છે તેને ગુણોની હાનિ થાય છે. પરંતુ મનુષ્યને ખોળ સમજી પકાવે તો કંઈ દોષ લાગે નહીં તેવા આહારથી બૌદ્ધને પારણું કરાવી શકાય. આમ બૌદ્ધ જ માને. (અર્થાત્ બીજા કોઈ ન માને). //ર ૬ll | રબો :- મન:પરિણામ પણ નારાયોજાડું ન પ્રHIT છડું | तुम्हे इम कहो छो जे खलपिंडीनइ माणस जाणीनइं कोइ पचइ, तेहनई घणी हाणि होई, जे माटइं मनुष्य हणवानो भाव थयो. नरनइं खलपिंडी जाण्यइ थकइ जो कोइ पचइ तो दोष नथी, जे माटिं तिहां मनुष्य हणवानो अध्यवसाय नथी. ते पिंड परिणामशुद्ध थयो, तेणइ करी बुद्धनइं पारणुं करावीइं । पोषइ तो सुझइ. उक्तं ૨ - पुरिसं च विभ्रूण कुमारगं वा, सूलम्मि केइ पयइ जायतेएं । पिन्नागपिंड सइगारुहित्ता, बुद्धाणं तं कप्पइ पारणए ॥२६॥ (સૂયગડાંગસૂત્ર ૨, અ-૬-૨૮) Page #93 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત ષસ્થાન ચઉપઈ વિવેચન - ૨૫મી ગાથાના ટબામાં કહ્યું હતું કે બૌદ્ધ આમ કહે છે કે - “અમે અસંચિત્યકૃતકર્મવેફલ્યવાદી છીએ. તે માટે મૃગમારણાધ્યવસાયવાળું વ્યાધચિત્ત (શિકારી મનુષ્યનું ચિત્ત) સમલ છઈ. (મેલું છે, ગંદુ છે, હિંસાત્મક છે) તે ક્ષણનઈં હિંસા કહું છું (તેવા ચિત્તક્ષણને હું હિંસા કહું છું). એટલે કે બૌદ્ધ દર્શનાનુયાયી અમે બૌદ્ધો આમ માનીએ છીએ કે, મનના વિચાર વિના કોઈ કર્મ કરીએ તો તે નિષ્ફળ છે. તેથી હરણને મારવાના અધ્યવસાયવાળા શિકારીનું ચિત્ત સમલ છે. (મેલુ છે, હિંસાના પરિણામવાળું છે.) તે માટે તેવા ભાવને હું હિંસા કહું છું. હવે ખરેખર બૌદ્ધ જો આમ જ કહે છે અને તે જેમ કહે છે તેમ માનસિક હણવાના પરિણામ હોય તો જ હિંસા લાગે આવા પ્રકારના મનના પરિણામને જ વધારે પ્રમાણ માની લઈએ તો આવા પ્રકારના મનના પરિણામ વિના કરાયેલી હિંસા એ હિંસા કહેવાશે નહીં. તે હિંસા નિષ્ફળ જ થશે.) અને જો આવું કહીએ તો લોકો વધારે વધારે હિંસા કરશે અને કહેશે કે મારું મન હિંસા કરવાનું નથી. હું તો મન વિના જ હિંસા કરું છું. હિંસાના માર્ગથી વિરામ પામશે નહીં માટે મનના પરિણામ હોય તો જ હિંસા લાગે. મનના પરિણામ ન હોય તો હિંસા ન લાગે આ માર્ગ બરાબર નથી. પરંતુ મનના પરિણામપૂર્વક જો હિંસા કરવામાં આવે તો વધારે દોષ લાગે અને મનના પરિણામ વિના અજાણતાં હિંસા થઈ જાય તો ઓછો દોષ લાગે એમ બને, પણ હિંસા થઈ હોય ત્યાં દોષ તો લાગે જ. આમ માનવું હિતાવહ છે. જો હોંશે હોંશે હિંસા કરીએ અને મારું મન હિંસામાં નથી. આમ બચાવ કરીએ તો તે ઉન્માર્ગ છે. સાચો માર્ગ નથી. માટે મન વિના કરાયેલી હિંસા દોષ વિનાની છે. આવું બૌદ્ધનું કથન સત્ય નથી. Page #94 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્તનાં બીજા સ્થાનનું વર્ણન તથા વળી “મનુષ્યનું જ માંસ હોય, અથવા મનુષ્યને મારીને તેનું જ ભોજન કરાય ત્યારે “આ ખોળમાત્ર છે” આવી બુદ્ધિ રાખીને જો તે માંસભક્ષણ કરે તો કોઈપણ દોષ લાગે નહીં. આમ બૌદ્ધધર્મ કહે છે. કારણ કે ભલે મનુષ્યને મારી નાખેલ છે તેના જ માંસનું ભક્ષણ કરે છે. પરંતુ તેની બુદ્ધિ મનુષ્યને મારવાની કે મનુષ્યના માંસભક્ષણની નથી પરંતુ “આ તો ખોળમાત્ર છે” તે હું ખાઉં છું. આમ ખોળને ખાવાની બુદ્ધિ હોવાથી અને માંસની બુદ્ધિ ન હોવાથી કોઈ દોષ લાગે નહીં. મન ચોખ્યું છે તેથી મનુષ્યને હણવાનો પરિણામ નથી. માટે મનના પરિણામ વિના મનુષ્યને મારીએ અને તેનું માંસભક્ષણ કરીએ તો કોઈ દોષ લાગે નહીં. આ પ્રમાણે બૌદ્ધ જે કહે છે તે બૌદ્ધનું કથન સાચું નથી સર્વથા મિથ્યા છે. સંસારમાં કોઈપણ માણસ આ વાત ન સ્વીકારે કે મનના પરિણામ વિના કરાયેલી હિંસા કે કરાયેલું માંસભક્ષણ આ નિર્દોષ છે કેવળ એક બૌદ્ધ જ આમ માને પણ જગતમાં કોઈ પણ મનુષ્ય આ વાત ન માને. “તુફા વિUT #ો મારફ" અર્થાત્ બૌદ્ધ જ આ પ્રમાણે માને તેના વિના બીજા કોઈ ન ભાખે. પંચેન્દ્રિય મનુષ્યની હિંસા કરીએ અને હિંસાજન્ય માંસભક્ષણ પણ કરીએ અને કહીએ કે મારું મન હિંસામાં ન હતું તે ખોટો બચાવ છે. આમ કરવાથી જગતના બધા વ્યવહારો લોપાય. મનના પરિણામ વિના માણસને મારીને તેના માંસથી બૌદ્ધને પારણું કરાવીએ” આ વાત સર્વથા ખોટી છે. મારવાના પરિણામ વિના પણ મારવામાં આવે તો હિંસાના દોષો લાગે જ છે. આપણે હિંસા ન કરીએ પણ બીજો હિંસા કરે અને તેનાથી બનાવેલો આહાર આપણે લઈએ તો પણ તેટલા તેટલા પ્રમાણમાં તે હિંસકને હિંસાનું ઉત્તેજન મળતું હોવાથી હિંસાનો દોષ લાગે જ છે. માટે બૌદ્ધ ભલે આમ માને પણ બીજા કોઈ સુજ્ઞપુરુષો આ વાત ન સ્વીકારે. Page #95 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ ભગવાનની આજ્ઞાયોગ વિનાના મનના પરિણામ પણ પ્રમાણ ગણાય નહીં. સૂયગડાંગ સૂત્રમાં કહ્યું છે કે “કોઈ પુરુષ ઉપર અથવા નાના બાળક ઉપર’” આ ખોળનો પિંડમાત્ર જ છે” આવી બુદ્ધિ રાખીને, એટલે કે ખોળનો પરિણામ રાખીને શૂળીથી હિંસા કરવામાં આવે અને તેના માંસને કાઢીને અગ્નિથી પકવવામાં આવે તો તેવું માંસ બુદ્ધને કહ્યું. (બુદ્ધને ખવાય) બુદ્ધને પારણામાં માંસની બુદ્ધિ વિનાનું માંસ કલ્પે. આવું જે બૌદ્ધદર્શન માને છે તે સર્વથા ખોટું છે. આવા પ્રકારની માન્યતા તે બૌદ્ધ વિના બીજા કોઈ ડાહ્યા માણસો ન માને. બુદ્ધિ વિના પણ કરાયેલી હિંસા બીજાના પ્રાણની ઘાતક હોવાથી અવશ્ય દોષ લાગે જ છે. ૭૮ બૌદ્ધ જેમ કહે છે તેમ માનવાથી હિંસાનું ઉત્તેજન જ થાય. પરિણામ પણ કઠોર જ થતા જાય. માટે બૌદ્ધની આ વાત ઉચિત નથી પણ ઘણી ખોટી છે. ।।૨૬।। “સંઘભગતિ અજમાંસિ કરો, દોષ નહીં તિહાં ઈમ ઉચ્ચરો એ મોટો છઈ તુમ અજ્ઞાન, જોજો બીજું અંગ પ્રધાન ॥૨૭॥ ગાથાર્થ :- બકરાના માંસનો ઉપયોગ કરીને સંઘની ભક્તિ કરો. આમ કરવામાં કોઈ દોષ નથી. આવું તમે જે મુખે બોલો છો તે તમારું મોટું અજ્ઞાન (અણસમજ, ભૂલભરેલું જ્ઞાન) છે. સૂયગડાંગ નામનું બીજું અંગ જોઈ લેજો. મારા ટબો :- તથા વોડાનરૂં માંસરૂં સંઘવિસ્તરો છો. अनइं ‘“તિહાં રોષ નહીં”” રૂમ મુવિ નવ્વરો છો. ૫ મોટું તુમ્હારું અજ્ઞાન છું. सूयगडांग सूत्र विचारी जोयो. યત: - थूलं उरब्भं इह मारिआणं उद्धिट्ठभत्तं च पप्पइत्ता । तं लोणतेल्लेण उवक्खडित्ता सपिप्पलीयं पकरिंति मांसं ॥ तं भूज्जमाणा पिसियं पभूयं ण ओवलिप्पागु वयं रणं । इच्चेनवाहंसु अणज्जधम्मा अणायरिआ पावरसेसु गिद्धा ॥ Page #96 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વનાં બીજા સ્થાનનું વર્ણન ૭૯ I (સૂયગડાંગસૂત્ર ૨, અધ્યાય ૬, ગાથા ૩૭-૩૮) જ્ઞત્યાવિ । મ तो मातानई स्त्री करी सेवतां पणि दोष न लागो जोइइ । मंत्रतंत्रवादी तो अगम्यागमन पणि दोष नथी कहतां ए सर्व ज्ञान व्यवहारलोपक મિથ્યાત્વ છેડ઼. રા વિવેચન :- ગ્રંથકારશ્રી બૌદ્ધને સમજાવતાં કહે છે કે બોકડાના માંસથી સંઘની ભક્તિ કરો અને આવા પ્રકારના માંસભક્ષણમાં બીલકુલ દોષ નથી'' આવું તમે જે મુખે બોલો છો તે તમારું મોટું અજ્ઞાન છે. બોકડાને આપણે ક્યાં માર્યો છે, મારનારા હિંસકે માર્યો છે. આપણે તો બજારમાંથી પૈસા આપીને તેનું માંસ લાવ્યા છીએ. તેથી શાકભાજીની જેમ તે માંસને ખાવામાં આપણને કંઈ દોષ લાગતો નથી. બોકડાને મારવાના હિંસક પરિણામ આપણા નથી. માટે આપણને તેવા માંસભક્ષણમાં કોઈ દોષ લાગતો નથી. આવું જે બૌદ્ધ કહે છે તે તેવા જીવનું કેવલ અજ્ઞાન જ છે. ઉલટીબુદ્ધિ જ માત્ર છે તેમનું આ કથન સત્ય નથી સત્યથી સર્વથા વેગળું છે, મૃષાવાદરૂપ છે. શ્રી સૂયગડાંગસૂત્ર નામના આગમસૂત્રમાં કહ્યું છે કે “સ્થૂલ એવા બોકડાને મારીને ભિક્ષુ સંઘની ભક્તિ કરવાનું જે કહે છે અને બોકડા વગેરે પશુ-પક્ષીને મારીને તે માંસને મીઠુ વગેરે પદાર્થો નાખીને તેલથી વઘારે છે અને મરી મસાલા નાખવા દ્વારા સ્વાદિષ્ટ કરે છે તે સંસ્કારિત કરાયેલા માંસને અનાર્યની જેમ પ્રચુરમાત્રામાં જે મનુષ્યો ખાય છે અને પાપથી જરા પણ અમે લેપાતા નથી આમ જે માને છે તે તેમનું મોટું અજ્ઞાન સૂચવે છે. તેઓની તે અજ્ઞાનદશા જ છે.” કારણ કે જો મનની માન્યતા હોય ત્યાં જ દોષ લાગતો હોય. તો પોતાની માતાને પણ એક ભોગ્ય એવી આ સ્ત્રી જ છે. આમ ગણીને માતાને ભોગવતાં પણ દોષ લાગવો જોઈએ નહીં. તેથી આવું ઉલટ Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૦ સમ્યક્ત ષડૂસ્થાન ચઉપઈ સૂલટ માનનારા અને મરજી મુજબ અર્થઘટન કરનારા જીવો અનાર્ય સંસ્કારવાળા (અનાર્ય ધર્મવાળા) જ સમજવા. આચારપાલન માટે અયોગ્ય અને પાપ બંધાવનારા કાર્યોમાં જ આસક્ત એવા આ જીવો પાપાચરણવાળા જ જાણવા. અર્થાત્ તેઓની આ યુક્તિ બરાબર નથી. જો આમ મનમાત્ર જ્યાં હોય ત્યાં જ પાપ લાગે. પણ જે પાપ કરવામાં મન ન હોય અને પાપ કરીએ ત્યાં મન ન હોવાથી પાપ ન જ લાગતું હોય તો શુદ્ધ વ્યવહારનો લોપ થઈ જાય. પોતાની માતાને જ પોતાની પત્ની છે આવી બુદ્ધિ રાખીને ભોગવનારાને દોષ ન લાગવો જોઈએ. માટે બૌદ્ધની આ વાત ઉચિત નથી. //રા હણિઇ જે પરપચાય, અસેસ દુખ ઉપાવું નઇ સંક્લેશા એહ ત્રિવિધ હિંસા જિનકથી, પરશાસનિ ન ઘટઇ મૂલથી ૨૮ll ગાથાર્થ - (૧) જે સઘળા પરપર્યાયનો નાશ કરવો. (૨) પર જીવને દુઃખ આપવું (૩) પરને મારવાના મનમાં અધ્યવસાયો કરવા. આમ ત્રણ પ્રકારની હિંસા જિનેશ્વરભગવંતોએ જે કહી છે. તે પરશાસનમાં (બૌદ્ધ દર્શનમાં) જરા પણ ઘટતી નથી. /ર૮ | રબો - નિન-શ્રીવીતરાવ તેવું વાદી હિંસા રૂ પ્રારડું छइं. एक मृगादिपर्याय ध्वंस करीइं, बीजुं तेहनई दुःख उपजाणवू. त्रीजुं मनमांहिं संक्लेश-मारवानो भाव तेहनुं धरQ । ए त्रिविध हिंसा एकान्त अनित्य आत्मा मानई छई ते परशासनीनई मूलथी न घटइ। मृग मरीनइं मृग ज थयो. तिहां विसदृशक्षणनो ( प्रादुर्भाव) कीहां छई ? संतानैक्यनी अपेक्षाइं व्यक्तिवैसदृश्य कहतां तो द्रव्यैक्य જ માવડું, રૂત્યાદ્રિ વિચારવું રટા Page #98 -------------------------------------------------------------------------- ________________ ૮૧ સમ્યક્તનાં બીજા સ્થાનનું વર્ણન વિવેચન :- શ્રી વીતરાગ તીર્થકર ભગવંતોએ જૈન આગમ સૂત્રોમાં ત્રણ પ્રકારની હિંસા જણાવી છે. (૧) સ્વરૂપહિંસા, (૨) હેતુહિંસા અને (૩) અનુબંધહિંસા. ત્યાં હરણ આદિ જીવોમાં રહેલો જે મૃગાદિપર્યાય, તેનો ધ્વસ કરવો. અર્થાત્ તે હરણને મારી નાખવું તે સ્વરૂપહિંસા (૧). તથા તે હરણને (મૃગને) દુઃખ આપવું, પીડવું, પીડા ઉપજાવવી તે હેતુહિંસા (૨). અને મનમાત્રમાં તે હરણને મારવાના પરિણામ કરવા તે અનુબંધહિંસા. (૩) પરશાસનમાં (બૌદ્ધાદિ દર્શનમાં) એટલે કે જે દર્શનકારો આત્માને એકાન્ત અનિત્ય જ (ક્ષણિક જ) માને છે તથા એકાન્ત નિત્ય જ માને છે તેવા દર્શનોમાં આ હિંસા ઘટી શકતી નથી. કારણ કે જો આત્મા અનિત્ય જ છે, ક્ષણિક જ છે તો ક્ષણે ક્ષણે મરવાનો જ છે. તમારા હણવાથી તે મરતો નથી. પણ ક્ષણિક હોવાથી જ તે મૃત્યુ પામે જ છે. તેથી આપણે હિંસા કરીએ તેથી હિંસા થતી જ નથી. તથા જો આત્મા નિત્ય જ છે તો તે મરવાનો જ નથી. તો તમે તેને હણો તો પણ તમને હિંસાનો દોષ લાગશે નહીં. કારણ કે તે આત્મા નિત્ય છે. તમારા હણવાથી તે જીવ હણાતો નથી. આ રીતે એકાન્ત અનિત્ય કે એકાન્તનિત્ય માનવામાં હિંસા ઘટશે જ નહીં (માટે નિત્યાનિત્ય માનવું જોઈએ). તેથી નિત્યાનિત્ય માનવું એ જ માર્ગ ઉચિત છે. વીતરાગ પરમાત્માનું વચન જ સર્વ શ્રેષ્ઠ અને નિર્દોષ વચન છે. જીવ જો એકાન્ત નિત્ય હોય તો તેની હિંસા થતી જ નથી. સુખીમાંથી દુઃખી કરવો આ વાત પણ શક્ય નથી. તથા જીવ જો એકાન્ત ક્ષણિક (અનિત્ય) જ હોય તો પણ ક્ષણે ક્ષણે સ્વયં નાશ પામનાર હોવાથી તેના નાશના કારણની જરૂર જ નથી. તેનો કોઈ નાશ કરી શકતું જ Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮૨ સમ્યક્ત જસ્થાન ચઉપઈ નથી. ક્ષણિક હોવાથી સ્વયં જ નાશ પામે છે. માટે એકાન્તનિત્ય કે એકાન્ત અનિત્યમાં હિંસક વ્યાધ (શિકારીએ) હિંસા કરી છે. આ વાત ઘટતી નથી. જો મૃગ મરીને ક્ષણે ક્ષણે નવો મૃગ જ થાય છે તો મૃગક્ષણથી વિલક્ષણ ક્ષણ ઉત્પત્તિ થઈ કેમ કહેવાશે? જો બૌદ્ધો આમ કહે કે જ્યાં સુધી મૃગ જીવે છે ત્યાં સુધી ક્ષણે ક્ષણે મૃગ મરે પણ છે અને તેના સમાન નવો મૃગ ઉત્પન્ન પણ થાય જ છે. તેથી તમને તે મૃગ જીવે છે એમ લાગે છે. પરંતુ હકીકતમાં તો સમયે સમયે જુનો મૃગ મરે જ છે અને નવો મૃગ આવે જ છે. જેને મૃગક્ષણસંતતિ કહેવાય છે. તથા જ્યારે બાણ આદિ દ્વારા વ્યાધ વડે મૃગ હણાય છે ત્યારે તે જ ક્ષણથી વિસશિક્ષણની ઉત્પત્તિ થાય છે એટલે કે મૃગક્ષણથી વિલક્ષણ ગાય આદિની ક્ષણસંતતિ શરૂ થાય છે. આમ વસ્તુસ્વરૂપ છે આમ બૌદ્ધનું કહેવું છે. જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી મૃગક્ષણસંતતિ અને મરે છે ત્યારે મૃગક્ષણથી વિલક્ષણ ક્ષણ સંતતિ શરૂ થાય છે આમ બે પ્રકારની એકતાના આધારે મૃગવ્યક્તિ અને મૃગવિલક્ષણ વ્યકિત થાય છે. આમ બૌદ્ધદર્શનકારો કહે છે. પરંતુ આમ કહેવામાં જે ક્ષણોમાં મૃગવ્યક્તિ છે એમ માનો છે. તે ક્ષણોમાં મૃગની ધ્રુવતા અવશ્ય આવી જ જાય છે. એટલે સંતાનૈયતા અર્થાત્ દ્રવ્યની ઐક્યતા એટલે કે દ્રવ્યની ધ્રુવતા પણ સિદ્ધ થઈ જ જાય છે. માટે બૌદ્ધની એકાન્તક્ષણિકની માન્યતા રહેતી જ નથી. તેથી બૌદ્ધની આ વાત યથાર્થ બરાબર નથી. પણ પર્યાયથી અનિત્ય અને દ્રવ્યથી નિત્ય આમ જૈનદર્શનની જે વાત છે તે જ સત્ય અને ત્રણે કાળે અબાધિત છે. ૨૮ અવતરણ - વસ્તુનું એકલું ક્ષણિકસ્વરૂપ માનવાથી “નવ સાંધે ત્યાં તેર તુટે છે” તેવો ઘાટ થાય છે. તે સમજાવે છે - Page #100 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્તનાં બીજા સ્થાનનું વર્ણન ૮૩ નિશ્ચયથી સાધઈ ક્ષણભંગ, તો ન રહઇ વ્યવહારઇ રંગા નવ સાંધઇ નઇં ગુટછે તેર, એસી બૌદ્ધતણી નવ મેર રિલા ગાથાર્થ - નિશ્ચયનયનો આશ્રય કરીને સર્વે પણ વસ્તુઓ ક્ષણિક જ માત્ર છે. આમ બૌદ્ધ સાધે છે. પણ તેમ કરતાં વ્યવહારનયથી બંધમોક્ષાદિનો જે વ્યવહાર છે તે સર્વથા ઘટે નહી તે બંધ-મોક્ષાદિ માનવામાં રંગ (ઉત્સાહ) રહે નહીં. માટે આમ માનવામાં “નવ સાંધે ત્યાં તેર તૂટે છે” આવા પ્રકારની લોકોક્તિ લાગે છે તેમ માનવાથી બૌદ્ધની યથાર્થ મર્યાદા રહેતી નથી. //ર૯ રબો - નિશ્ચય ગુસૂત્રનય, તે નવું ક્ષTબંને સારું छइं, ते व्यवहारे जे बंधमोक्षप्रत्यभिज्ञानप्रमुख तेणइं रंग न रहै. इम बौद्धनी मर्यादामांहि "नवसांधई नई तेर त्रुटइं" ए उखाणो आवई छइं. निश्चय-व्यवहार उभय सत्य ते स्याद्वादी ज साधी सकइं ॥२९॥ વિવેચન :- સાત નયોમાં જે ચોથો ઋજુસૂત્રનાય છે. તે વર્તમાન કાળને જ માત્ર પ્રધાન કરે છે. તેથી તે નયની અપેક્ષાએ વસ્તુ ક્ષણિક છે આમ સિદ્ધ થાય છે અને તે પર્યાયમાત્રને આશ્રયી વસ્તુ ક્ષણિક છે પણ ખરી. પરંતુ સાથે સાથે તેમાં વ્યવહારનય જો જોડવામાં આવે તો ધ્રુવતા પણ અવશ્ય હોય જ છે અને ધ્રુવતા માનો તો જ “જે બંધાયો તે કાળાન્તરે છુટ્યો” અર્થાત્ મુક્તિ પામ્યો. આમ બંધ અને મોક્ષનો એકાધિકરણપણે આ વ્યવહાર ઘટી શકે તથા મેં પહેલાં જે દેવદત્તને જોયો હતો તે જ આ દેવદત્ત છે. આવી પ્રત્યભિજ્ઞા પણ સારી રીતે ઘટી શકે છે. આ રીતે પર્યાય અપેક્ષાએ ઋજુસૂત્રનયની દૃષ્ટિએ સર્વે પણ વસ્તુઓ ક્ષણિત પણ જરૂર છે. પરંતુ સાથે સાથે વ્યવહારનયને આશ્રયી દ્રવ્યદૃષ્ટિએ સર્વે પણ વસ્તુઓ ધ્રુવ પણ અવશ્ય છે જ. આમ બને Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮૪ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ નયની અપેક્ષાએ બન્ને સ્વરૂપ સ્વીકારવાં જોઈએ. બન્ને નયોવાળું સ્વરૂપ હોવા છતાં એક નયનું જ સ્વરૂપ સ્વીકારવું અને બીજા નયની વાત ન સ્વીકારવી તે બૌદ્ધની વાત બરાબર નથી. તેથી બન્ને નયોથી ભરેલું જગતનું સ્વરૂપ છે. તેમાંથી માત્ર કોઈપણ એક નય માનતાં અને બીજો નય ન માનતાં “નવ સાંધતા તેર તુટે છે” આવી લોકોક્તિ લાગુ પડે છે. જ્યાં જ્યાં ખોટી વાત હોય છે ત્યાં ત્યાં યુક્તિ-પ્રયુક્તિ આપીને ભલે પોતાની બુદ્ધિ પ્રમાણે વસ્તુ સિદ્ધ કરવામાં આવે તો પણ બીજી બાજુ દોષ આવે જ છે. માટે નવ ભાગ સાંધવા જતાં તેર ભાગ તુટે છે આવી લોકોક્તિ (ઉખાણો અર્થાત્ કહેવત) લાગુ પડે છે તેથી બૌદ્ધની આ વાત પણ સત્યતા વિનાની જ છે. હલાહલ જુઠ્ઠાણું જ છે. ૨૯લા અવતરણ :- વસ્તુને કથંચિત્ નિત્ય અને કથંચિત્ અનિત્ય માનવાથી રાગાદિ થતા નથી. પરંતુ યથાર્થજ્ઞાન થાય છે અને ખરેખર પદાર્થ પણ તેવો જ છે. આમ યથાર્થ જ્ઞાન થવાથી રાગાદિ થતા નથી. તે સમજાવે છે. નિત્યપણાથી નહીં ધ્રુવરાગ, સમભાવિ તેહનો નહીં લાગ નિત્યપણઈ ફળહેતુસંબંધ, નહીં તો ચાલઈ અંધોઅંધ ૩૦ll ગાથાર્થ :- આત્માને નિત્ય માનવાથી અવશ્ય રાગ થાય જ એવો નિયમ નથી. સમભાવ દશા આવવાથી તે રાગને પ્રવેશવાનો જરા પણ લાગ ફાવતો નથી. (અર્થાત્ રાગ થતો નથી). નિત્યપણું માનવાથી “ફળહેતુ ભાવનો એટલે કાર્ય કારણ ભાવનો સંબંધ ઘટી શકે છે. (જે આત્મા કર્મોથી બંધાયો છે તે જ આત્મા કાલાન્તરે કર્મોથી મુક્ત થાય છે.) આમ બંધ અને મોક્ષ યથાર્થપણે ઘટી શકે છે. જો આમ ન માનીએ તો ધર્મપ્રવૃત્તિ સર્વપ્રકારે અંધપરંપરારૂપે જ થઈ જાય છે. (૩૦) Page #102 -------------------------------------------------------------------------- ________________ ૮૫ સમ્યક્તનાં બીજા સ્થાનનું વર્ણન રબો :- માત્માનવું નિત્ય નિકું, તે મદહું ધ્રુવ-નિશ્ચય રી नथी । राग-द्वेष ते मनःसंकल्परूप छइं, आत्मज्ञानी निर्विकल्प स्वभाव समताभावमांहि आवइं, तिवारइं रागवासनानो लाग नथी. साम्यसंस्कार ते रागसंस्कारविरोधी छइं, आत्मानइं नित्यपणु मानिइं तो फल-मोक्ष अनइं हेतु-आत्मज्ञान-चारित्रप्रमुख तेहनो एकद्रव्यसंबंध संभवई, नहीं तो बंधमोक्षक्षणना संबंध विना सर्वत्र प्रवृत्ति अंधपराइं थाइं ॥३०॥ વિવેચન :- “આત્મા નિત્ય છે” આટલું માત્ર માનીએ તેનાથી નિશ્ચયથી રાગ થાય જ એવો નિયમ નથી. કારણ કે રાગ અને દ્વેષ મનના સંકલ્પસ્વરૂપ છે. જ્યારે આત્મજ્ઞાની મહાત્મા નિર્વિકલ્પસ્વભાવ સ્વરૂપ “સમતાભાવ” ધરાવે છે. તેથી જ્યાં જ્યાં નિર્વિકલ્પ સ્વભાવરૂપ સમતાભાવ વર્તે છે ત્યાં ત્યાં રાગભાવ સંભવતો નથી. કારણ કે સમતાભાવ એ રાગભાવનું વિરોધી તત્ત્વ છે. જ્યાં જ્યાં સમતાભાવ વર્તે છે ત્યાં ત્યાં રાગભાવ ન જ વર્તે. અને જ્યાં જ્યાં રાગભાવ વર્તે છે. ત્યાં ત્યાં સમતાભાવ ન જ વર્તે. એટલે આત્માને નિત્ય માનીએ તો રાગભાવ ન્યૂન થાય. એટલે કે જેટલા જેટલા અંશે સમતાભાવમાં આવીએ તેટલા તેટલા અંશે રાગભાવ નાશ પામે. જો આત્માને નિત્ય માનીએ તો જ જે આત્મા કર્મોથી બંધાયો છે તે જ આત્મા કાળાન્તરે મુક્તિપદ પામે છે. આ વાતની યથાર્થસંગતિ થાય. તેથી આત્માની મુક્તિ થવી એ ફળ અને તે મુક્તિના હેતુરૂપે (ઉપાયસ્વરૂપે) “આત્મતત્ત્વની ઓળખાણ તે આત્મજ્ઞાન અને યથાર્થ આત્મતત્ત્વની રૂચિ તે સમ્યગ્દર્શન અને આત્મભાવમાં રમવું તે રૂપ સમ્યક ચારિત્ર વગેરે મોક્ષના હેતુ છે. આ રીતે ફળનો અને હેતુનો એક જ દ્રવ્ય સાથે સંબંધ ઘટી શકે છે. જે આત્મા આત્મજ્ઞાનમાં આત્મતત્ત્વની યથાર્થ શ્રદ્ધામાં તથા આત્મતત્ત્વની યથાર્થ સ્વભાવદશાની રમણતા રૂપ ચારિત્રમાં એકાકાર થાય છે. તે જ આત્મા મુક્તિપદ પામે છે. આમ Page #103 -------------------------------------------------------------------------- ________________ ८६ સમ્યક્ત ષસ્થાન ચઉપઈ કાર્ય-કારણનો સંબંધ પણ દ્રવ્યને કથંચિત્ નિત્ય માનીએ તો જ આ વાત યથાર્થ રીતે ઘટી શકે છે. જો આત્માને નિત્ય ન માનીએ તો બંધ-મોક્ષ ક્ષણોનો સંબંધ જોડી શકાતો નથી. કારણ કે જે આત્મા કર્મોથી બંધાયો છે તે આત્મા તે જ ક્ષણે જો વિનાશ જ પામી જતો હોય તો મુક્ત થવાનું કોને રહ્યું? માટે કથંચિત્ નિત્ય માનીએ તો જ બંધ-મોક્ષ એમ બને અવસ્થા એક જ જીવમાં કાલભેદે યથાર્થપણે સંભવી શકે છે. જો આ વાતને બરાબર ના સમજીએ તો એક આંધળાની પાછળ બીજો આંધળો માણસ તેને અનુસાર ચાલે. તેમ અજ્ઞાની જીવ તર્ક વિનાની એકાન્ત ક્ષણિક માન્યતામાં જ રમ્યા કરે. પણ વાસ્તવિક પરિસ્થિતિને આ જીવ ક્યારેય સમજે નહીં. અને તેથી સાચું તત્ત્વ ક્યારેય પામે નહીં ૩ ll ચણતણી પરિ થાઈ વિશુદ્ધ, નિત્ય આત્મા કેવલ બુદ્ધી રાગ વિના નવિ પ્રથમ પ્રવૃત્તિ, તો કિમ ઉત્તર હુઈ નિવૃત્તિ ૩ના ગાથાર્થ - જો આત્મા કથંચિક્ નિત્ય હોય તો જ જે આત્મા પ્રથમ અશુદ્ધ હતો તે જ આત્મા કેવલજ્ઞાન પામતાં શુદ્ધ-બુદ્ધ બને છે જેમ રત્ન પ્રથમ માટી સાથે હોવાથી મલીન છે તે જ રત્ન માટી દૂર થતાં શુદ્ધ બને છે. તેમ આત્મા કથંચિ નિત્ય છે એમ માનીએ તો જ તેને શુદ્ધ કરવાનો પ્રથમ રાગ થાય. રાગ વિના શુદ્ધ કરવાની પ્રવૃત્તિ થાય નહીં. અને જો દુઃખોના ક્ષય માટે પ્રવૃત્તિ જ ન કરે તો નિવૃત્તિ ક્યાંથી થાય? Il૩ર/ ટબો :- “નિત્ય માત્મા મનડું, તિવારવું = પ્રથમ અશુદ્ધ हुतो, ते केवलज्ञानइं विशुद्ध थइ शुद्ध थाई, जिम रल पहिला अशुद्ध होइ, ते उपायथी पछई शुद्ध होइ । Page #104 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્તનાં બીજા સ્થાનનું વર્ણન ૮૭ आत्मा नित्य छई, ते उपरि राग होई, तो ज धर्मार्थीनइं दुःखक्षयनइं अर्थि पहिला प्रवृत्ति होइ, ते न होई तो निवृत्ति पछइ વિદ્યાંથી હો ? રૂા વિવેચન :- “આત્માને કથંચિત્ નિત્ય માનીએ તો જ પ્રથમ જે અશુદ્ધ હતો તે જ આત્મા કેવલજ્ઞાન પામે ત્યારે શુદ્ધ-બુદ્ધ થયો છે. આમ સમજાય. જેમ કોઈ કિંમતી રત્ન માટી સાથે હતું ત્યારે પ્રથમ કાલે તે અશુદ્ધ હતું. પરંતુ માટી આદિ પદાર્થો દૂર કરતાં તે જ રત્ન કાલાન્તરે ઉપાયો કરવાથી શુદ્ધ થાય છે આમ સમજી શકાય છે. “આત્મા કથંચિત્, પણ નિત્ય હોય” તો જ તેને મેળવવા, તેને શુદ્ધ-બુદ્ધ કરવા રાગ થાય અને તે જીવ ધર્માર્થી બનીને ધર્મ આચરવા દ્વારા કર્મોરૂપી મેલ દૂર કરવાનો પ્રયત્ન કરે. આત્માની નિર્મળ-શુદ્ધ દશા પ્રાપ્ત કરવાના રાગપૂર્વક પ્રવૃત્તિ કરતો છતો કાળાન્તરે રાગદશા ત્યજીને પૂર્ણપણે શુદ્ધ-બુદ્ધ અને કેવલજ્ઞાની બને છે. જો આત્મા કથંચિત્ નિત્ય ન હોય તો દુઃખોમાંથી નિવૃત્તિ મેળવવાની રહેતી જ નથી. કારણ કે જો એકક્ષણ માત્ર જ રહેવાનું હોય તો સુખી હોય કે દુઃખી હોય પણ બીજાક્ષણે નાશ જ પામવાનું છે. આવો જીવ દુઃખક્ષય માટે પ્રવૃત્તિ કેમ કરે ? માટે આત્મા કથંચિત નિત્ય છે. આમ માનવું જોઈએ અર્થાત્ પર્યાયથી પલટાય છે. માટે ક્ષણિક પણ છે અને દ્રવ્યથી સદા રહે છે. માટે નિત્ય પણ છે. આ જ વાત સંપૂર્ણ સત્ય છે. આ આત્મા દ્રવ્યથી નિત્ય છે. અને પર્યાવયી અનિત્ય પણ છે એકલો ક્ષણિક કે એકલો નિત્ય નથી. અર્થાત્ નિત્યાનિત્ય એમ ઉભયરૂપ છે. ૩૧ અવતરણ - આત્માને કથંચિત નિત્ય માનીએ તો જ સંપૂર્ણ શુદ્ધ દશાની પ્રાપ્તિરૂપ મોક્ષ ઘટી શકે છે. તે સમજાવે છે - છાંડીજે ભવબીજ અનંત, જ્ઞાન અનંત લહીજઇ તંત ! પણિ નવિ આછો અધિકો ભાવ, નિત્ય આતમા મુક્તસ્વભાવ રૂચા Page #105 -------------------------------------------------------------------------- ________________ ૮૮ સમ્યક્ત જસ્થાન ચઉપઈ ગાથાર્થ :- આત્માને કથંચિત્ નિત્ય માનીએ તો જ અનાદિનાં જે અનંતાં ભવબીજ છે તેને છોડીને આ જ આત્મા પોતાના અનંત જ્ઞાનાદિ ગુણોને પામે છે આ વાત સારી રીતે ઘટી શકે છે અને તેથી આજ સત્ય માનવું એ જ પરમાર્થ છે. આત્માનું મૂલ સ્વરૂપ એકપણ અંશે હીન કે અધિક થતું નથી. સર્વથા કર્મોથી મુક્ત થઈને આ આત્મા જ મુક્ત સ્વભાવ વાળો થયો છતો નિત્ય રહે છે. ૩ર. બો :- “નિત્ય નિકું તો આવિર્ભાવ-તિરોમાવપડું સર્વ पर्याय मिलई, ते कहइ छड् - भवनां बीज रागद्वेषादि अनंत छांडिइं छइं, तत परमार्थज्ञानपर्याय अनंत लहीइं छई, पणि आत्मानो भाव एकई अंशइं ओछो-अधिको नथी । अनंतधर्मात्मकस्वरूपनो आविर्भाव मात्र ज नित्यसत्य मुक्तात्मा छड् । उक्तं च श्रीसिद्धसेनाचार्यैः - भवबीजमनन्तमुज्झितं, विमलज्ञानमनन्तमर्जितम् । न च हीनकलोऽसि नाधिकः, समतां चाप्यनिवृत्त्य वर्तसे ॥३२॥ (બત્રીશી ૪-૨૯) વિવેચન :- “આત્માને કથંચિત્ નિત્ય માનીએ તો જ તેના સર્વે પણ આવિર્ભાવ અને તિરોભાવ રૂપે અવસ્થાભેદો સારી રીતે સંભવી શકે છે. તે આ પ્રમાણે - આત્મામાં સંસારના બીજભૂત જે અનંત રાગ-દ્વેષાદિ ભાવો સંભવે છે. તેનો ત્યાગ કરીને આ જ આત્મા અવશ્ય પરમાર્થજ્ઞાનવાળી એટલે કે અનંતજ્ઞાનવાળી શુદ્ધ અવસ્થા પામે છે. આમ રાગાદિ વાળી અવસ્થામાંથી વીતરાગ બનીને કેવલજ્ઞાનવાળી અવસ્થા આ જ જીવ પામે છે. આમ આત્માની અશુદ્ધ અવસ્થામાંથી શુદ્ધ અવસ્થા થાય છે. પરંતુ આત્માનો સ્વભાવ એકેય અંશે ઓછો કે અધિકો થતો નથી. આવા પ્રકારના અનંત ધર્માત્મક એવા આત્મસ્વરૂપનો જે તિરોભાવ હતો. તેનો Page #106 -------------------------------------------------------------------------- ________________ ૮૯ સમ્યત્ત્વનાં બીજા સ્થાનનું વર્ણન જ આવિર્ભાવ થાય છે એને જ નિત્ય મુક્તાત્મા કહેવાય છે. જેમ કોઈ કપડું કાદવથી મલીન થયું હોય તેને પાણીથી ધોતાં તે જ કપડું ચોખ્ખું થાય છે તેની જેમ જે આત્મા કર્મમલથી મલીન થયો છે તે જ આત્મા રત્નત્રયીની સાધના કરવા દ્વારા નિર્મળ-શુદ્ધ-બુદ્ધ બને છે, અવસ્થા માત્ર બદલાય છે પણ દ્રવ્ય તેનું તે જ રહે છે. પરમ પૂજ્ય આચાર્ય શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજીએ બત્રીશીકામાં કહ્યું છે કે “સંસારના અનંત ભવ બીજનો ત્યાગ થયો છે અને અનંત શુદ્ધ જ્ઞાન પ્રાપ્ત થયું છે. તેથી હે વીતરાગ પ્રભુ ! તારી કલા ઓછી-વધતી થતી નથી. અને સમતાભાવથી તું દૂર જતો નથી.” અર્થાત્ શુદ્ધ એવા અનંતસ્વરૂપમાં વર્તનારો તું બને છે. ૩રા અવતરણ - જેમ વાદળ દૂર થતાં ઢંકાયેલો સૂર્ય પ્રગટ થાય છે તેમ કર્મોનાં આવરણો દૂર થતાં આ જ આત્મા જે આવૃત્ત અનંતગુણવાળો હતો તે જ આવિર્ભત અનંતગુણવાળો બને છે. આ વાત સમજાવે છે. ધનવિગમઇ સૂરય ચંદ, દોષ ટલઇ મુનિ હોઇ અમંદ | મુગતિદશા શિરદર્શન ઘટે, જિમ તે મેલ્ટી કુણ ભવઇ અટઇ li૩૩ાા ગાથાર્થ - જેમ વાદળઘટા દૂર ગયે છતે સૂર્ય-ચંદ્ર અમંદ (જેવા તેજસ્વી છે તેવા પરિપૂર્ણ પ્રકાશવાળા) થઈને પ્રકાશે છે તેમ મુનિ મહાત્મા પણ દોષ ટળે ત્યારે શુદ્ધ-બુદ્ધ-મુક્ત સ્વભાવવાળા થઈને કેવલીરૂપે પ્રકાશે છે. આમ કથંચિક્ સ્થિર માનનારા દર્શનના મતે મુક્તિ દા સારી રીતે ઘટે છે. તે મેલીને આવી સત્યવાને ત્યજીને) અનિત્યવાદી બૌદ્ધનો મત સ્વીકારીને ભવભ્રમણમાં કોણ ભટકે ? / all 17 ત્યારે તે ફકર કરે એ Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૦ સમ્યક્ત જસ્થાન ચઉપઈ રબો - રૂહ-વૃષ્ટા વદ છઠ્ઠ-ધન વા. મેષ, તેનડું વિરામડુંनाशइं जिम सूर्य-चन्द्र-अमंद क. शुद्ध थाइ, तेम दोष-रागद्वेषादिक टलइ, मुनि शुद्ध-बुद्ध स्वभाव थाइ । इणी पर स्थिरवादीनइं दर्शनइं मुक्तिदशा घटई, ते मेल्ही अनित्यवादी बौद्धनुं मत आदरीनइं कुण संसारमांहि भमई ? बुद्धिमंत कोइ न भमइ ॥३३॥ વિવેચન :- જેમ સૂર્ય અને ચંદ્ર અમાપ તેજવાળા છે અને કાયમ તેવાને તેવા જ તેજવાળા રહે છે તેનું તેજ ક્યારેય પણ ઓછું કે વધતું થતું નથી. પણ મેઘાદિ (વાદળ વગેરે) આવે ત્યારે તે સૂર્ય-ચંદ્રનું તેજ ઢંકાય છે એટલે કે તિરોભૂત થાય છે, પણ નષ્ટ થતું નથી. તે જ મેઘાદિ (વાદળ આદિ) આવરણ દૂર થતાં જેવા તેજવાળા સૂર્ય-ચંદ્ર પ્રથમ હતા તેવા જ અમંદ તેજવાળા પણે પ્રકાશે છે. તેવી જ રીતે રાગ-દ્વેષાદિ જે દોષો છે કે જે ગુણોના આવારક દોષો છે તે દોષો ટળે છતે મુનિ મહારાજ પણ શુદ્ધ-બુદ્ધ અને મુક્ત સ્વભાવવાળા બને છે. આમ સ્થિરવાદી-નિત્યવાદીના દર્શનમાં મુક્તિદશા બરાબર સંભવે છે. યથાર્થ રીતે મુક્તિદશા સંગત થાય છે. આવા યથાર્થવાદી દર્શનને છોડીને કેવળ એકલા અનિત્યવાદને જ માનનારા બૌદ્ધ દર્શનને સ્વીકારીને અનંત સંસારમાં કોણ ભટકે? કારણ કે જો વસ્તુ ક્ષણિક જ હોય તો જે સંસારી જીવ હતો તે જીવ તો તેવી જ અવસ્થામાં જ મરણ પામ્યો અર્થાત્ સર્વથા નાશ પામ્યો. હવે તે મોક્ષે કેવી રીતે જાય? માટે બૌદ્ધની વાત સર્વથા ખોટી છે અને અસંગત છે. આવા પ્રકારની અસંગત વાત સ્વીકારીને પોતાના આત્માને અનંત સંસારમાં કોણ ભટકાવે ? કોઈ બુદ્ધિશાળી તો આવી ખોટી માન્યતામાં ન જ ફસાય. માટે દરેક દર્શનકારે આ તત્ત્વનો વિચાર કરવા જેવો છે. સંસારમાં પણ આપણે જેને ૫૦૦-૧૦૦૦ આદિ રૂપિયા ધીર્યા હોય તે રૂપિયા તેની પાસેથી પાછા લેવાનો સમય પાકે ત્યાં સુધી તો Page #108 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્તનાં બીજા સ્થાનનું વર્ણન ૯૧ ક્ષણિકવાદ પ્રમાણે આપનાર અને લેનાર આત્માઓમાં કેટલાય આત્મા તો બદલાઈ જ ગયા. જ્યારે પૈસા પાછા આપવાની મુદત પાકે ત્યારે અસલી લેનાર દેનાર આત્મા તો છે જ નહીં. ક્ષણિકવાદી બૌદ્ધના મત પ્રમાણે તો કેટલાય આત્માઓ બદલાઈ ગયા. તો હવે નવા જ આવેલા આત્માઓને લેવડ-દેવડ કરવી પડશે. આમ ન લેનાર અને ન દેનારને લેવા-દેવાનું માથે આવી પડે છે માટે આ માન્યતા બરાબર નથી. કોઈ સ્ત્રી-પુરુષે લગ્ન કર્યા. ત્યારબાદ ક્ષણે ક્ષણે બૌદ્ધ મત પ્રમાણે તે સ્ત્રી-પુરુષ બદલાતાં જ રહે છે. ક્ષણિક હોવાથી નવાં નવાં જ સ્ત્રીપુરુષ આવે છે જેનો જેની સાથે લગ્નવિધિ થયો. તે તો રહેતાં જ નથી. અન્ય જ સ્ત્રી-પુરુષ આવે છે ત્યાં સદાચાર કેમ રહેશે? બધા જ દુરાચારી અને વ્યભિચારી થઈ જશે. આવી આવી ઘણી આપત્તિઓ ક્ષણિકવાદમાં આવે છે માટે કેવળ અનિત્યવાદ બરાબર નથી. ૩૩ ©BE © બૌદ્ધદર્શનના ક્ષણિકવાદનું ખંડન કર્યું. “આત્મા કથંચિ નિત્ય છે” આ બીજું સ્થાન સમાપ્ત થયું. Page #109 -------------------------------------------------------------------------- ________________ . II “આત્મા કર્મોનો કર્તા છે” તથા આત્મા કર્મોનો ભોક્તા છે. છે. આ ooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo હવે ત્રીજા અને ચોથા સ્થાનની ચર્ચા એક વેદાન્તી, બીજો સાંખ્ય, કહઈ કરતા ભોગવતા નહિ મુખ્ય T પ્રથમ કહઈ દેવમાત્ર પ્રમાણ, તાસ ઉપાધિ ભેદભંડાણ ૩૪ll ગાથાર્થ - એક વેદાન્તદર્શન અને બીજું સાંખ્યદર્શન આમ આ બને દર્શનો આત્મા કર્તા નથી અને મુખ્ય ભોક્તા નથી. આમ કહે છે તેમાં પ્રથમ જે વેદાન્તદર્શન છે તે એમ કહે છે કે જ્ઞાન જ માત્ર પ્રમાણ છે. તે જ્ઞાન સર્વત્ર એકરૂપ છે. પરંતુ તેમાં જે ભેદાદિનો ભાસ થાય છે. તેમાં આત્માને વળગેલી (અવિદ્યારૂપ) ઉપાધિના કારણે ભેદનો પ્રપંચ ભાસે છે. આત્મામાં વાસ્તવિક ભેદ નથી. ૩૪ | રબો :- વ વેદાન્તી, વીનો સી ઇ વે વાવી દ, ને आत्मा कर्ता तथा मुख्य भोक्ता नथी । तेह मांही प्रथम वादी वेदांती कहइ - जे दृगमात्र-ज्ञानमात्र प्रमाण छइ, सर्ववादी ज्ञान मानइं ज. लाघवथी ते एक छइ. अनादि-अनंत छइ ! भेदादि प्रतिभास चित्तोपाधिविषयक छइ । ते ज्ञाननी उपाधिई विश्वभेदतुं मंडाण छइ, आत्मात्मीयाध्यासरूप सर्व प्रपंच छइ. ॥३४॥ વિવેચન :- એક વેદાન્તદર્શનકાર અને બીજા સાંખ્યદર્શનકાર આ બે મતવાળા વાદીઓ એમ કહે છે કે “આ આત્મા કર્તા અને મુખ્ય Page #110 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્તનાં ત્રીજા સ્થાનનું વર્ણન ભોક્તા નથી.” જે કંઈ આ શરીરથી કાર્ય થાય છે તેનો કર્તા આત્મા નથી. તથા તેનો મુખ્યપણે ભોક્તા પણ આત્મા નથી. તે બન્ને વાદીઓમાં પ્રથમવાદી જે વેદાંતદર્શનકાર છે તે એમ કહે છે કે દેશમાત્ર એટલે જ્ઞાન જ માત્ર છે. અને તે જ એક પ્રમાણરૂપ છે. કારણ કે બધા જ વાદીઓ “જ્ઞાન છે અને તે જ્ઞાન જ પ્રવૃત્તિ-નિવૃત્તિ કરાવનારું છે” આમ માને છે. જ્ઞાન જ સુખસાધનોમાં પ્રવૃત્તિ કરાવે છે અને દુઃખસાધનોથી નિવૃત્તિ કરાવે છે. માટે જ્ઞાન એ એક જ પ્રમાણ છે તથા વળી જ્ઞાન એ જાણવા સ્વરૂપ જ્ઞેય સ્વરૂપે સર્વત્ર એક જ છે એમ માનીએ તો લાઘવ જ થાય છે. માટે જ્ઞાન એકરૂપ છે તથા વળી આ જ્ઞાન અનાદિ-અનંતરૂપ છે. આ જ્ઞાનમાં ભેદાદિનો જે ભાસ થાય છે તે આત્માને વળગેલી (અવિદ્યાસ્વરૂપ) ઉપાધિના કારણે છે. આ ઉપાધિના કારણે જ “હું અને મારાપણાના અહંકારનું મંડાણ (પ્રારંભ) થાય છે. આ અવિદ્યાના કારણે આત્મા અને આત્મીય (હું અને આ મારું-આ મારું, એવા પ્રકારના મારા)પણાનો અધ્યવસાય ચાલુ થાય છે તથા તેના જ કારણે દેહાધ્યાસ (દહ એ જ હું છું, આ દેહ મારો જ છે આવા પ્રકારની) દેહની મમતા ચાલુ થાય છે જે સઘળી આ મમતા પ્રપંચરૂપ=માયારૂપ છે. વાસ્તવિકપણે દેહ એ આત્મા નથી પણ તેવો ભાસ આ જીવમાં ચાલુ થાય છે. એટલે આ અવિદ્યાના કારણે “હું અને મારું” આવી મમતા ચાલુ થાય છે. પરમાર્થે જ્ઞાન એ જ એક તત્ત્વ છે. બાકી બધી અવિદ્યા છે. ૩૪ અવતરણ :- “હું અને મારું” આવો મોહજનક પરિણામ થવામાં માયા કારણ છે તે ઉદાહરણ સાથે સમજાવે છે - માયાદિક મિશ્રિત ઉપચાર, જ્ઞાન-અજ્ઞાનગ્રંથિ સંસાર ! દેશ્યપણઈ મિથ્યા પરપંચ, સઘલો જિમ સુહણાનો સંચ રૂપા ગાથાર્થ - માયા આદિથી મિશ્રિત કરાયેલો ઉપચાર એ જ જ્ઞાનઅજ્ઞાનની ગાંઠરૂપ છે અને તે જ સંસાર છે. જે દ્રશ્યપણે દેખાય છે. તે Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૪ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ સઘળો પ્રપંચ મિથ્યારૂપ છે. જેમ સ્વપ્નમાં મોદકાદિનું દર્શન અને ભોજન દેખાય છે, તે મિથ્યા છે તેમ અહીં સમજવું. ૩૫મી ટબો :- માયા હતાં અજ્ઞાન, ‘અહં માં ન નાનામિ'' ત્યાિ प्रसिद्ध सर्व प्रपंच मूलकारण अनादिभाव, ते प्रमुखई मिश्रित जे उपचार ते ज्ञान-अज्ञाननी गांठरूप संसार छई. अज्ञानाध्यस्तनई विषई शरीराध्यास, शरीराध्यस्तनई विषई इन्द्रियाध्यास इत्यादि उपचारग्रन्थि जाणवी. सर्व प्रपंच मिथ्या छइ । दृश्यपणा माटइं जिम सुहणानो સંન્ન=સ્વપ્નમો∞ાર્જિ રૂપ" વિવેચન :- માયા” એટલે કે અજ્ઞાનદશા આત્મા પોતાના આત્માને ન જાણે એટલે કે “હું મારા આત્માને જાણતો નથી' આવા પ્રકારની જે અજ્ઞાનદશા છે તે અજ્ઞાનદશા જ સર્વ પ્રપંચનું મૂલ કારણ છે અને આ અજ્ઞાનદશા રૂપ માયા આ જીવને અનાદિકાળથી વળગેલી છે. આ અજ્ઞાનદશા રૂપ માયા વગેરેથી મિશ્રિત (એટલે કે માયાપૂર્વક) ઉપચાર થાય છે “આ મારું છે, આ મારું છે, હું વિદ્વાન છું, હું ધનવાન છું” ઈત્યાદિ જે ઉપચાર કરાય છે તે જ્ઞાન અને અજ્ઞાન એમ ઉભયદશા મિશ્ર થવાથી આવા પ્રકારની આ જીવમાં એક ગાંઠ બંધાય છે તેને જ સંસાર કહેવાય છે. આ જ્ઞાન-અજ્ઞાનની મિશ્ર બનેલી ગાંઠના કારણે આ જીવને શરીરાધ્યવસાય (આ શરીર એ જ હું છું, અને હું એ જ શરીર છે) આવા પ્રકારનો શરીરાધ્યવસાય (શરીર સાથેની મમતા) શરૂ થાય છે. શરીરાધ્યવસાય થવાના કારણે ઈન્દ્રિયાધ્યવસાય (ચક્ષુ આદિ જે જે ઈન્દ્રિયો છે તે હું છું, આ ઈન્દ્રિયો એ મારું સ્વરૂપ છે.) આવા પ્રકારનો ઈન્દ્રિયાધ્યવસાય શરૂ થાય છે. આ રીતે જે મારાપણાનો ભ્રમ થાય છે તે બધો ઉપચાર છે. એટલે કે Page #112 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વનાં ત્રીજા સ્થાનનું વર્ણન ૯૫ ઉપચારરૂપ ગાંઠ છે એટલે કે જે પોતાનું ન હોય તેને પોતાનું માનવાનો જે ભ્રમ થવો તે અજ્ઞાનદશા રૂપ ગાંઠ છે. સંસારમાં આ સર્વ મનુષ્યો-પશુઓ-પક્ષીઓ, ઘર-દુકાન આદિ જે કંઈ દેખાય છે તે સર્વે પ્રપંચરૂપ=મિથ્યાભાસ છે. અર્થાત્ તે કોઈ વસ્તુઓ છે જ નહીં પણ ભ્રમમાત્ર રૂપે દેખાય છે. જેમકે સ્વપ્નમાં લાડુ દેખાય છે. લાડુના ભરેલા થાળ દેખાય છે. અને લાડુ ખાધા આમ પણ દેખાય છે. પરંતુ તે સઘળું ય જેમ મિથ્યા ભાસ માત્ર છે. તેમ આ સંસારમાં દેખાતા સર્વે પણ પદાર્થો મિથ્યારૂપ છે. અર્થાત્ જે કંઈ દૃશ્યમાન (દેખાય) છે તે સઘળું સ્વપ્નમોદકની જેમ મિથ્યારૂપ છે. II૩૫મા અવતરણ :- વેદાન્તદર્શનકાર બ્રહ્મ એ સત્ય છે અને જગત્ એ મિથ્યા છે. તે વાત એક ઉદાહરણ આપીને સમજાવે છે (આ વેદાન્ત દર્શનકાર જે માને છે તે પૂર્વપક્ષરૂપે રજુ કરાય છે) જિમ કટકાદિ વિકારી હેમ, સત્ય બ્રહ્મ જગજાલે તેમ I જે પરિણામી તેહ અસંત, અપરિણામી સંત કહી વેદંત II૩૬ના ગાથાર્થ :- જેમ કટક-કેયુરાદિ (કડુ અને કંદોરો વગેરે) વિકારી ભાવવાળું જે હેમ=સુવર્ણદ્રવ્ય છે તે સત્ય છે તેમ આખું જગત જાળરૂપ છે તેમાં બ્રહ્મ એ સત્ય છે. આ જગતમાં જે જે વસ્તુ પરિણામી (વિકારવાળી) છે તે વસ્તુ અસત્ છે. પરંતુ જે અપરિણામી વસ્તુ છે તે સત્ છે. આમ વેદાન્તદર્શનકાર કહે છે. ૩૬ ટબો :- બિમ ટ-ચૂર પ્રમુä સુવર્ણના વિવાર છેફ, जूठा, ते कार्यपणइं छई जेहना एहवं हेम छइं ते साचुं छइं, तिम जगजालरूप विकार जूठा छइं. ते मध्ये अविकारी ब्रह्म सत्य छ । जे परिणामी ते असत्, जे अपरिणामी ते सत् । इम वेदान्त कहइ, Page #113 -------------------------------------------------------------------------- ________________ ૯૬ સમ્યક્ત ષસ્થાન ચઉપઈ "कालवृत्त्यभावप्रतियोगित्वमसत्यत्वम्, तद्भिन्नत्वम् सत्यत्वम्" उक्तं च आदावन्ते च यन्नास्ति, मध्येऽपि हि न तत् तथा । વિતર્થઃ સશા: સન્તો, વિતથા રૂવ નક્ષતાઃ રૂદ્દા | ( પારિવI ૬) " વિવેચન :- વેદાન્તદર્શનકાર શુદ્ધ દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિ ઉપર ચાલે છે. જેમકે સુવર્ણમાંથી બનેલા જે કટક-કેયૂરાદિ=(કડાં કંદોરો અને બાજુબંધ આદિ) અલંકારો દેખાય છે તે સઘળા જુઠા છે. આ બનાવેલા પણ કડાં-બાજુબંધ-બંગડી કે હાર તે આજે હોય અને કાલે ગળાવવાં પણ પડે તો ન પણ હોય. માટે જુઠાં છે, ઔપચારિક છે. પરંતુ તેમાં રહેલું સુવર્ણ તે સત્ય છે. ગમે તે અલંકારમાં રહેલું અલંકારપણું નાશવંત છે. પરંતુ સુવર્ણપણું સદા રહેવાનું છે. કારણ કે કોઈ પણ અલંકારમાં રહેવું તે સુવર્ણ સદા રહે છે. માટે ઘાટથી બનેલા અલંકારો મિથ્યા છે. પણ મૂળભૂત સુવર્ણદ્રવ્ય એ સત્ય છે, યથાર્થ છે. તેની જેમ જગતમાં થતા વિકારો એ જાળરૂપ છે એટલે કે મિથ્યા સ્વરૂપ છે. પરંતુ તે વિકારોની મધ્યે જે બ્રહ્મા છે તે સત્ય છે. બ્રહ્મા એ અવિકારી તત્ત્વ છે અને જગતુની જાળ વિકારી છે તેથી બ્રહ્મા એ જ યથાર્થ તત્ત્વ છે અને જગતમાં દેખાતા વિવર્તી (વિકારો) તે આજ છે અને કાલે નથી માટે મિથ્યા છે. જે ત્રિકાલવર્તી સદા ધ્રુવ પદાર્થ હોય છે. તે સત્ય હોય છે પણ જે આજે હોય અને કાલે ન હોય, અથવા આજે ન હોય અને કાલે થાય તે સઘળા પદાર્થો પાણીમાં થતા પરપોટા જેવા છે. માટે કાલ્પનિક છે અને મિથ્યારૂપ છે. અવિકારી એવું જે મૂળભૂત બ્રહ્મતત્ત્વ છે. તે સૈકાલિક ધ્રુવતત્ત્વ હોવાથી સત્ય છે અને જે વિકારો છે તે ક્ષણિક અને જાળરૂપ હોવાથી મિથ્યા છે. આખી વાતનો નિચોડ એ છે કે – Page #114 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્તનાં ત્રીજા સ્થાનનું વર્ણન જે જે પરિણામી-વિકારી-બદલાવાવાળું સ્વરૂપ છે તે નાશવંત હોવાથી મિથ્યા છે. જેમકે કટક=(કડી) અને કેયૂર (કંદોરો અને બાજુબંધ) વગેરે અલંકારો કૃત્રિમ હોવાથી પાણીના પરપોટાની જેમ મિથ્થારૂપ છે. એટલે કે જે જે પર્યાયો (પરિવર્તનો) થાય છે તે સઘળાં પરિવર્તનો મિથ્યા છે. અને જે અપરિણામી-ધ્રુવ રહેનારું બ્રહ્મતત્ત્વ છે તે સદા સ્થિર રહેવાના સ્વભાવવાળું છે માટે તે સત્ય છે. પર્યાયો ક્ષણિક અને નાશવંત હોવાથી મિથ્યા છે અને દ્રવ્ય અપરિણામી અને ધુવ હોવાથી સત્ય છે. વેદાંતી અસત્ય અને સત્યનું પોતાના મત પ્રમાણે લક્ષણ આપે છે કે - કોઈ પણ કાળમાં જે અભાવનું અપ્રતિયોગી હોય તે સત્ય, તેનાથી વિપરીત એટલે કે અભાવનું પ્રતિયોગી જે હોય તે અસત્ય જેમ કે ઘટપટ છે તેનો કાળ કાળે નાશ થાય છે. અભાવ થાય છે તેથી તે પદાર્થો યોગ્ય કાળમાં થનારા (યોગ્ય કાળમાં બનનારા) અભાવના પ્રતિયોગી જ છે. માવઃ સ પ્રતિયોft = જેનો જેનો અભાવ થાય છે તે તે વસ્તુ પ્રતિયોગી કહેવાય છે. તેને અસત્ય સમજવું અને જે સૈકાલિક હોય એટલે કોઈ પણ કાળમાં જેનો અભાવ થતો નથી એટલે કે જે વસ્તુ પોતાના અભાવની અપ્રતિયોગી છે તે જ વસ્તુ સત્ય છે અને આવું તત્ત્વ એક બ્રહ્મદ્રવ્ય જ છે. આ વાતની સાક્ષી આપતાં ગ્રન્થકારશ્રી જણાવે છે “આદિમાં અને અન્યમાં જે નથી હોતું તે મધ્યમાં પણ હોતું નથી. વિતથોની સાથે સદેશ દેખાતા પદાર્થો પણ વિતથ જેવા જ છે. જેમ સ્વપ્નમાં દેખાતા મોદક એ મિથ્યા છે તેમ આ જગના ભાવો પણ મિથ્યા છે. માત્ર તેમાં રહેલા બ્રહ્મા એ જ એક સત્ય તત્ત્વ છે. કારણ કે તે બ્રહ્મા અવિચલિત સ્વરૂપવાળા છે. એટલે કે અભાવના અપ્રતિયોગી છે માટે સત્ય છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ ૯૮ સમ્યક્ત ષસ્થાન ચઉપઈ જેમ આકાશપુષ્પાદિ નથી તથા સ્વપ્નમાં જોયેલા મોદક જેમ નથી. તેમ જગતમાં દેખાતા ઘટ-પટ આદિ આ ભાવો પણ મિથ્થારૂપ છે. એટલે કે નથી જ. તે ભાવો માત્ર કાલ્પનિક છે. તેમાં સતત ધ્રુવ રહેનાર કેવળ એક બ્રહ્મા જ એક સત્ય છે. ૩૬ અવતરણ - આ જ વાત એક ઉદાહરણ આપીને સમજાવે છે. જિમ તાતાદિક અછતા કહ્યા શ્રુતિ સુષુપતિ બુધ કા ! તિમ જ્ઞાન અછતું બ્રહ્માંડ, અતિજ્ઞાનઇ નાશઇ અહિદંડ ll3oll ગાથાર્થ :- જેમ (સ્વજ્ઞાનમાં દેખાતા) તાતાદિક (પિતા-માતા વગેરે) ભાવો અછતા (અસત) કહ્યા છે. આ પ્રમાણે કહેનારી સુષુપ્તિ નામની શ્રુતિ જ વધારે પ્રમાણભૂત છે એમ પંડિત પુરુષો કહે છે. જેમ સપનું જ્ઞાન થયે છતે “સપનું દંડ તરીકે થયેલું જ્ઞાન” નાશ પામે છે. તેમ આત્મજ્ઞાન થયે છતે આખું ય આ બ્રહ્માંડ અછતું ભાસે છે. //૩ | રબો - જિમ તાતપ્રમુણ મછતા વહિયા, ત્ર પિતા પિતા भवति । माता अमाता भवति, बाह्मणो अबाह्मणो भवति, भ्रूणहा अभ्रूणहा भवति, इत्यादि श्रुतिं ते वेदान्तपंडितइ सद्दया । तिम आत्मज्ञानई ब्रह्माण्ड अछतुं थाइ, जिम अहिज्ञानइं अहिदण्ड नासइं, तिम ज आत्मज्ञानई आत्माज्ञानजनितप्रपंच नासई । शुक्तिज्ञाननाश्य लाघवथी शुक्तिरजत छई पणि तइं ज्ञान नहीं, तिम आत्मज्ञाननाश्य पणि प्रपंच ज जाणवो. ॥३७॥ વિવેચન :- જેમ સુષુપ્ત અવસ્થામાં (નિદ્રાવસ્થામાં) તાત (પિતા) વગેરે જે ભાવો દેખાય છે તે અસત્ (મિથ્યા) કહ્યા છે. સારાંશ કે Page #116 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્તનાં ત્રીજા સ્થાનનું વર્ણન ૯૯ સુષુપ્ત દશા હોય ત્યારે એટલે કે નિદ્રામાં સ્વપ્નદશા ચાલતી હોય ત્યારે સામે ઉભેલા જે પિતા દેખાય છે તે વાસ્તવિક પિતા હોતા નથી. અર્થાત્ અપિતા હોય છે. તેવી જ રીતે સ્વપ્નમાં જે માતારૂપે દેખાય છે તે માતા માતા હોતી નથી પણ અમાતા જ હોય છે. તથા સ્વપ્નમાં જે બ્રાહ્મણરૂપે જણાય છે તે સાચો બ્રાહ્મણ હોતો નથી. એટલે કે અબ્રાહ્મણ જ હોય છે તથા સ્વપ્નમાં ભૃણહાપણે (ગર્ભની હત્યા કરનારાપણે) જે જણાય છે તે પરમાર્થથી ભૃણહા (ગર્ભની હત્યા કરનારો) હોતો નથી. સારાંશ કે આવું આવું સ્વપ્નમાં જે કોઈ જ્ઞાન થાય છે તે જ્ઞાન પ્રમાણે જોય હોતું નથી. તેથી આ સઘળુંય સ્વપ્નજ્ઞાન એ ખરેખર ભ્રમજ્ઞાન કહેવાય છે. જ્યારે સ્વપ્નદશા સમાપ્ત થાય છે અને નિદ્રાધીન જીવ જ્યારે જાગૃત થાય છે ત્યારે સ્વપ્નમાં દેખેલું કોઈ પણ દેશ્ય પરમાર્થથી સત્ય હોતું નથી, આમ જણાય છે. તેની જેમ આત્મજ્ઞાન થાય ત્યાર પછી સમસ્ત બ્રહ્માણ્ડ અસત્ અર્થાત્ મિથ્યા જણાય છે. જ્યારે આ આત્માને આત્મતત્ત્વનું ભાન થાય છે ત્યારે આત્મા એ જ એક સાચું તત્ત્વ છે. પ્રાપ્ત કરવા લાયક છે. યથાર્થ તત્ત્વ છે. બાકી બધું મિથ્યા છે. ભ્રમ છે, કાલ્પનિક છે. પરમાર્થથી કોઈ પણ વસ્તુ સત્ નથી આવું સાચું જ્ઞાન થાય છે. આ પ્રમાણે કૃતિઓમાં વેદાન્ત શાસ્ત્રના પંડિત પુરુષોએ કહ્યું છે. જેમ લાંબો એવો એક સાપ સુતો હોય, ત્યારે તેમાં લાંબી એક લાકડી છે એવું ભ્રમાત્મક જ્ઞાન થાય છે. (જો કે તે જ્ઞાન ભ્રમાત્મક હોવા છતાં તે વખતે તે જ્ઞાન સાચું જ લાગે છે) અને સુતેલા તે સાપને લાકડી જ છે એમ સમજીને આ જીવ ચાલે છે. પરંતુ તે સર્પ જ્યારે ડંખ મારે છે ત્યારે અથવા હાલે ચાલે છે. ત્યારે “આ તો સર્પ જ છે” આમ સર્પનું યથાર્થ જ્ઞાન થાય છે અને તે યથાર્થ જ્ઞાન થયે છતે સર્પમાં થયેલું જે લાકડીનું ભ્રમાત્મક જ્ઞાન હતું તે નાશ પામે છે. તેવી જ રીતે “આત્મતત્ત્વનું Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ સમ્યક્ત ષસ્થાન ચઉપઈ યથાર્થ જ્ઞાન થયે છતે અજ્ઞાનતાન્ય આ જગતનો જે પ્રપંચ જણાયો હતો તે જ્ઞાન નાશ પામે છે. જેમ છીપમાં આ છીપ જ છે આ છીપ જ છે આ પ્રમાણે છીપનું યથાર્થ જ્ઞાન થયે છતે તેમાં પૂર્વકાલે થયેલા રજતના જ્ઞાનનો નાશ થાય છે. આમ માનવામાં શબ્દસંબંધી ગૌરવ છે. તેને બદલે છીપજ્ઞાન થયે છતે છીપમાં ભાસેલા રજતનો નાશ થાય છે. આમ માનવું ઉચિત છે અને તેમ માનવામાં શબ્દસંબંધી લાઘવ છે. રજતના જ્ઞાનનો નાશમાનવાને બદલે રજતનો નાશ થાય છે. આમ માનવાથી શબ્દસંબંધી લાઘવ થાય છે. આમ માનવામાં થોડા શબ્દોથી કામ ચાલે છે એટલે આમ માનવામાં જ અક્ષરકૃત લાઘવ છે. આ પ્રમાણે આત્મતત્ત્વનું સાચું જ્ઞાન થયે છતે જગતપ્રપંચનો નાશ થાય છે. જ્યારે આ દૃષ્ટિમાં “આત્મતત્ત્વ” બરાબર સમજાઈ જાય છે ત્યારથી આ સમસ્ત વિશ્વ સાચું છે. આમ જે જણાયું હતું તેનો નાશ થાય છે અને ત્યારે જ ખ્યાલ આવે છે કે જગતમાં કોઈપણ પદાર્થ અસ્તિત્વ જ ધરાવતો નથી. જગતનો પ્રપંચ (વિસ્તાર) છે જ નહીં. આજ સુધી આ માતા, આ પિતા, આ ઘટ અને આ પટ એમ જે જાણ્યું હતું તે સઘળું ય મિથ્યા છે. જો તે પદાર્થો જ નથી, તો તેના જ્ઞાનની વાત કેવી? આમ આત્મતત્ત્વ જણાયે છતે જગત્ પ્રપંચનો જ નાશ થાય છે. કારણ કે જગતનો પ્રપંચ હતો જ નહીં. આજ સુધી મોહથી (અજ્ઞાનતાથી) જ માન્યો હતો. પરંતુ આત્મતત્ત્વ એ જ સાચું એક તત્ત્વ છે. આમ જણાયે છતે બાકી બધા પદાર્થો મિથ્યા છે. આમ જણાય છે આવું વેદાન્ત પંડિતો કહે છે. આત્મતત્ત્વનું યથાર્થ ભાન થયે છતે બ્રહ્માણ્ડ મિથ્યા છે આવું ભાન થાય છે. ૩૭ળા Page #118 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્તનાં ત્રીજા સ્થાનનું વર્ણન ૧૦૧ અધિષ્ઠાન જે ભવભ્રમતણું, તેહ જ બ્રહ્મ હું સાચું ગયું! તેહનઈ નહીં કર્મનો લેપ, હુઈ તો ન લઈ કરતાં ખેપ ૩૮II ગાથાર્થ - ભવનો ભ્રમ થવાનું જે સ્થાન છે તે બ્રહ્મ જ આ જગતમાં સત્ય તત્ત્વ છે. તે બ્રહ્મને (આત્મતત્ત્વને) કર્મનો લેપ થતો નથી. અને જો કર્મનો લેપ થાય તો ઘણો ઉદ્યમ કરવા છતાં તે લેપ ક્યારેય પણ (ટળતો નથી) દૂર થાય નહીં. ૩૮ ટહ્નો - મવક્રમ વહેતાં પ્રપંચશ્રત્તિ, તેનું અધિષ્ઠાન ને વ્ર, तेह ज हुं साचुं गणुं छु, जिम (छइ) रजतभ्रमाधिष्ठान शुक्ति, अहिभ्रमाधिष्ठान रज्जु सत्य (छइ) । ब्रह्म प्रपंचनइं सादृश्य नथी, तो भ्रम किम होइ ? ए शंका न करवी, जे माटई कोइ भ्रम સારપન (સાવિદપા) દોડું છે, “નમો નીન" इतिवत् । ते ब्रह्म परमार्थसत्यनइं कर्मनो लेप नथी । जो चेतनइं कर्मनो लेप होइ, तो घणोइ उद्यम करतां टलइ नही ॥३८॥ વિવેચન :- આ જગતુ જે જણાય છે તે ભ્રમ છે, પણ સાચું નથી. પરંતુ જગતનો ભ્રમ જેમાં થાય છે તે બ્રહ્મ જ સત્ય છે. સારાંશ કે જે જગત નજરે દેખાય છે તે ભ્રમાત્મક છે, સાચું નથી. પરંતુ આ જગતનો ભ્રમ જેને વિષે થાય છે તે બ્રહ્મતત્ત્વ એ સાચું તત્ત્વ છે અને તે બ્રહ્માત્મા માત્ર સત્ય છે. બ્રહ્મસ્વરૂપ છે તે જ સાચું યથાર્થ તત્ત્વ છે. બ્રહ્મા એ જ યથાર્થ અને સાચું તત્ત્વ છે. . જેમ રજતનો ભ્રમ જેમાં થાય છે તે છીપ છીપરૂપે સત્ય છે તથા સર્પનો ભ્રમ જે દોરડામાં થાય છે તેમાં સર્પનો જે ભ્રમ થયો તે મિથ્યા છે. પરંતુ જે દોરડું છે તે દોરડા રૂપે સત્ય છે. રજત અને છીપ વચ્ચે સાદેશ્ય હોવાથી આવો ભ્રમ થાય છે તથા સર્પ અને રજુ વચ્ચે સાદેશ્ય હોવાથી આવો ભ્રમ થાય છે. રજતપણાનો Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ સમ્યક્ત જસ્થાન ચઉપઈ અને સર્પપણાનો જે ભ્રમ થાય છે તે તે ખોટું જ્ઞાન થાય છે. અર્થાત્ ભ્રમજ્ઞાન છે. કારણ કે તે વાસ્તવિકપણે છીપ અને દોરડું જ છે. કંઈ રજત અને સાપ નથી જ, તેમ જે આ જગતું દેખાય છે તે સઘળું ય ભ્રમસ્વરૂપ છે, વાસ્તવિક નથી. પરંતુ બ્રહ્મ એ જ એક સત્યતત્ત્વ છે તેમાં જગત્ પ્રપંચનો ભ્રમ થાય છે. પ્રશ્ન :- રજત અને છીપ, તથા સર્પ અને રજુ આ બન્ને વસ્તુઓ સમાન હોવાથી ભ્રમ થવાનો સંભવ છે. જ્યાં સમાનતા હોય, ત્યાં ભ્રમ થાય, પરંતુ બ્રહ્મા અને જગપ્રપંચ આ બંને વસ્તુઓ વચ્ચે સમાનતા (સાદેશ્ય) નથી. તો ત્યાં ભ્રમ કેવી રીતે થાય? ઉત્તર :- આવી શંકા ન કરવી. કારણ કે જ્યાં સાદશ્ય હોય ત્યાં જેમ ભ્રમ થાય છે તેમ જ્યાં સાદૃશ્ય ન હોય ત્યાં પણ ક્યારેક ભ્રમ થાય છે. જેમકે આકાશમાં કોઈ રંગ નથી, અરૂપી દ્રવ્ય છે તો પણ તેમાં આસમાની કલર (નીલવણ)નો ભ્રમ થાય છે. માટે જ્યાં સાદૃશ્ય ન હોય ત્યાં પણ ભ્રમજ્ઞાન થાય છે. તેવી રીતે અહીં પણ બ્રહ્મા અને જગત્મપંચમાં સાદેશ્ય નથી. તો પણ ત્યાં સત્ય એવો બ્રહ્મ જણાતો નથી અને જગત્રપંચ જે જણાય છે આ ખોટો ભ્રમ છે. માટે આવો ભ્રમ પણ થાય છે. સારાંશ કે બ્રહ્માત્મા એ જ સત્ય તત્ત્વ છે. તેને કર્મનો લેપ થતો નથી. જો આવા પ્રકારના ઉત્તમ તત્ત્વભૂત બ્રહ્મસ્વરૂપ આત્મતત્ત્વને કર્મનો લેપ લાગે તો તે લેપ ઘણી મહેનત કરવા છતાં પણ ક્યારેય દૂર ના થાય. કારણ કે આત્મતત્ત્વ ધ્રુવ એક દ્રવ્ય છે. તેથી તેનો લેપ સદા એમને એમ જ રહે. ક્યારેય પણ કોઈનો લેપ દૂર થાય જ નહીં. માટે જગત્મપંચનો જે ભ્રમ થાય છે તે મિથ્યા છે. તેનો ભ્રમ જેને વિષે થાય છે તે બ્રહ્માત્મા એ જ એક સાચું તત્ત્વ છે. ૩૮ Page #120 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વનાં ત્રીજા સ્થાનનું વર્ણન ૧૦૩ જે અનાદિ અજ્ઞાનસંયોગ, તેહનો કહિઇં ન હોઇ વિયોગા ભાવ અનાદિ અનંત જ દિઢ, ચેતન પરિ વિપરીત અનિઃ ||૩૯લા ગાથાર્થ :- જો અજ્ઞાનનો સંયોગ અનાદિ છે એમ કહીએ તો ક્યારેય પણ તેનો વિયોગ ન થાય. જે ભાવો અનાદિ હોય છે. તે અનંત જ હોય છે. જેમકે જીવમાં ચૈતન્યભાવ અનાદિ છે તો અનંત જ હોય. તેનાથી વિપરીત માનવું તે અનિષ્ટ=ખોટું છે. ૩૯ા ટબો :- ને માટિ અજ્ઞાન વહેતાં જ્ઞાનાવાળીયમ્, तेहनो अनादिसंयोग जीवनई मानो तो कहिइं तेहनो वियोग न थाइ | भाव अनादि होइ, ते अनंत होइ, जेम चेतनभाव । विपरीत अनिष्ट छइंअनादिसांतभाव प्रमाणसिद्ध ज नथी, ते माटइं कर्मसंयोग जीवनई अनादि नथी, सदा कर्ममुक्त ज ब्रह्म छइ. नित्यमुक्तनई अविद्याई जड बद्ध जाणइ छइ ॥३९॥ વિવેચન :- આ જીવને અજ્ઞાનનો સંયોગ એટલે કે જ્ઞાનાવરણીય કર્મના ઉદયનો સંયોગ (એટલે અજ્ઞાનતા) જો અનાદિ માનીએ તો તો તે જ્ઞાનાવરણીય કર્મનો ઉદય અનંત પણ માનવો જ જોઈએ. કારણ કે જે અનાદિ હોય તે અવશ્ય અનંત જ હોય. તેથી તેહનો અંત ક્યારેય ન થાય. તેથી આત્મા કર્મોથી ક્યારે દૂર ન થાય. જો કર્મનો સંયોગ અનાદિ હોય તો અનંત જ માનવો પડે. એટલે મોક્ષ ક્યારેય થાય જ નહીં. કારણ કે જેમ જીવમાં ચેતનભાવ અનાદિ છે તેથી તે ચેતનભાવ અનંત પણ છે જ. ચેતન ક્યારેય પણ અચેતન બનતો નથી. તેમ કર્મનો સંયોગ જો અનાદિ હોય તો અનંત માનવો જ પડે. તેથી આ જીવનો ક્યારેય પણ કર્મથી છુટકારો થાય નહિ. માટે આનાથી વિપરીત માનવું તે અનિષ્ટ જ છે. જે Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ સમ્યક્ત જસ્થાન ચઉપઈ અનાદિ હોય અને તે સાત્ત હોય આમ માનવું તે અનિષ્ટ છે = અપ્રમાણ છે. અર્થાતુ ખોટું છે. તેથી કર્મનો સંયોગ અનાદિ નથી. આ આત્મા તો સદાકાળ કર્મથી મુક્ત જ છે અને બ્રહ્મસ્વરૂપ જ છે. આ આત્મા કર્મથી બંધાયો જ નથી. નિત્ય મુક્ત જ છે. નિત્ય મુક્ત એવા આ આત્માને જડ એવા કર્મોથી બંધાયેલો જે માને છે તે ભ્રમ છે. જો કર્મોથી બંધાયેલો હોય તો ક્યારેય મુક્ત બને જ નહીં. માટે નિત્યમુક્ત જ આત્મા છે. આમ જ માનવું ઉચિત છે. li૩૯ કાચધરિ જિમ ભૂંકે શ્વાન, પડઇ સીહ જલિ બિંબ નિદાના જિમ કોલિક જાલિ ગુંથાઇ, અજ્ઞાનિં નિજબંધન થાય ના ગાથાર્થ :- જેમ કાચના ઘરમાં (પ્રતિબિંબને જોઈને) કુતરો ભસે છે. વળી પાણીમાં દેખાતા પ્રતિબિંબને જોઈને સિંહ તેમાં કુદકો મારે છે તથા જેમ કરોળીયો પોતાનાથી ગુંથાયેલી જાલમાં પોતે જ ફસાય છે. તેની જેમ બ્રહ્મજ્ઞાન વિના અજ્ઞાન દશાના કારણે આ જીવને પોતાને જ જુઠું બંધન થાય છે. ૪૦ | ટહ્નો :- તિહાં દૃષ્ટાન્ન વદર છે, - નમ વનડું પરિ प्रतिबिंबनइं अपर श्वान जाणी श्वान भुकइ छइ, सिंह जलि पोतार्नु प्रतिबिंब देखी तेणइ निमित्तइं अपर सिंह जाणी क्रोधइ, तेमांहिं पडई छई, जिम तंतुवाय पोतइं जाल करई, तेहमां पोतइं ज गुंथाई छइं, तिम ब्रह्मज्ञान विना भेद प्रतिभासइं, जूठइं जूलु ज बंधन थाइ વિવેચન :- જેમ કુતરાને કે સિંહને પ્રતિબિંબનું જ્ઞાન ન હોવાથી કાચમાં અને જલમાં પોતાનું પ્રતિબિંબ દેખીને આ મારી સામે બીજો કૂતરો જ આવ્યો છે અથવા બીજો સિંહ જ આવ્યો છે. આમ માનીને કૂતરો જોરશોરથી ભસે છે અને સિંહ ક્રોધે ભરાય છે અને સામે કાચમાં Page #122 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વનાં ત્રીજા સ્થાનનું વર્ણન ૧૦૫ દેખાતા કુતરા ઉપર ગુસ્સો કરે છે, અને જળમાં દેખાતા સિંહ ઉપર અસલ સિંહ ગુસ્સો કરે છે. પરંતુ વાસ્તવિકપણે તો બીજો કૂતરો પણ નથી અને બીજો સિંહ પણ નથી. સ્વપ્નમાત્ર (ભ્રમમાત્ર) જ છે. તે દૃષ્ટાન્તની જેમ વાસ્તવિકપણે એક બ્રહ્મ જ છે અને તે એક બ્રહ્મ એ જ આત્મા છે. પરંતુ અનેક આત્મા નથી. આમ હોવા છતાં અજ્ઞાની આ જીવ અજ્ઞાનના કારણે અનેક જીવો છે આમ દેખે છે, અને તેમાં મોહાંધ થાય છે અને તેના કારણે અનંતસંસારી બને છે. તથા વળી જેમ કરોળીયો પોતે જ પોતાને રહેવા માટે જાળ બનાવે છે અને તેમાં પોતે જ ફસાય છે. તેવી જ રીતે સંસારી જીવ અજ્ઞાનના કારણે “હું કર્મોથી બંધાયેલો છું” આવી મનમાં કલ્પના કરીને આવી કાલ્પનિક જાળમાં ફસાય છે જે મોટા બંધનરૂપ બને છે, પારમાર્થિક રીતે તો આ જીવ સદા નિત્યમુક્ત જ છે. કોઈથી બંધાયેલો નથી, અનંત આત્મા જ નથી. સર્વ જગતમાં એક જ આત્મા છે. આમ વેદાન્તી કહે છે. તથા જેમ કુતરાને કે સિંહને પોતાના પ્રતિબિંબનું જ્ઞાન નહીં હોવાથી ભસે છે અને યુદ્ધ કરે છે. વાસ્તવિકપણે બીજો કુતરો પણ નથી અને બીજો સિંહ પણ નથી તેવી જ રીતે સંસારી જીવને બ્રહ્મજ્ઞાન નહીં હોવાથી પોતાનાથી ભિન્ન અનંત જીવો અને ઘટ-પટ આદિ અનેક પદાર્થો દેખાય છે અને તેમાં મમતાથી અથવા ક્રોધથી અને દ્વેષથી બંધાય છે. કરોળીયાએ કરેલી જાળમાં જેમ તે કરોળીયો જ ફસાઈ જાય છે તેમ આ આત્મા બ્રહ્મસ્વરૂપ હોવા છતાં પણ અજ્ઞાનતાના કારણે પોતાની મનમાની કલ્પના કરીને પોતે જ કર્મોથી બંધાયેલો છે. આમ માની લે છે અને ધર્મકાર્ય કરવા જોડાય છે, પરંતુ વાસ્તવિકપણે તો આ જીવ નિત્ય મુક્ત જ છે. તેને કોઈપણ પ્રકારનું બંધન છે જ નહીં, જે કોઈ બંધન જણાય છે તે સઘળાં પણ જુઠાં-જુઠાં જ બંધન છે. પરમાર્થથી જીવ પોતે એકલો જ છે અને તે બ્રહ્માત્મા સ્વરૂપ છે. બાકી બધું ભ્રમાત્મક છે, માટે જુદું છે આમ જાણવું. ॥૪૦॥ Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ સમ્યક્ત જસ્થાન ચઉપઈ ઇમ અજ્ઞાનિ બાંધી મહી, ચેતન કરતા તેહનો નહીં ! ગલચામીકરનઇ દષ્ટાંતિ, ધરમપ્રવૃત્તિ જિહાં લગઇ ભાંતિ કલા ગાથાર્થ :- આ પ્રમાણે ૪૦મી ગાથામાં કહ્યા મુજબ કરોળીયાની જાળના ઉદાહરણથી અજ્ઞાનતાના કારણે આ ચેતન બંધાયો છેઆમ માને છે, પરંતુ પરમાર્થથી આ આત્મા કર્મનો કર્તા-ભોક્તા છે જ નહીં. ગળામાં સોનાની માળા છે આવા ભ્રમના ઉદાહરણથી જ્યાં સુધી આ ભ્રમ જાય નહીં ત્યાં સુધી આ જીવને તે ભ્રમ ટાળવા ધર્મની પ્રવૃત્તિ કરવાની રહે છે. /૪૧/l | ટહ્નો - રૂમ માનડું મથી વહેતાં પૃથ્વી, તે વંધાળી છે, તે बंधनो कर्ता चेतन नथी । जो परमार्थथी बंध नथी, तो बंधवियोगनइं अर्थि योगी किम प्रवर्तइ छइ ? ते आशंकाई कहइ छइ, गलचामीकर कहेतां कण्ठगत हेममाला तेहनइं दृष्टान्तई भ्रान्ति छइ, तिहांताई धर्मनइं विषइ प्रवृत्ति छई । जिम छती ज कण्ठस्वर्णमाला गइ जाणी कोइ घणे ठामे सोधइं । तिम अबद्ध ब्रह्मनइं ज बद्ध जाणी बंधवियोगनई अर्थि तपस्वी प्रवर्तई छई ॥४१॥ - વિવેચન :- આ પ્રમાણે આખી આ પૃથ્વી (સમસ્ત દુનિયા) અજ્ઞાન દ્વારા બંધાયેલી છે અર્થાત્ અજ્ઞાનદશાથી ભરેલી છે. અજ્ઞાન-અવળી સમજણ રૂપ છે. આ ચેતન બંધનનો કર્તા નથી. કારણ કે આ બંધન જ સાચું બંધન નથી, કૃત્રિમબંધન છે, પરમાર્થથી આ આત્મા કર્મોથી બંધાયેલો જ નથી. તો પછી યોગી મહાત્મા તે કર્મબંધનને નિવારવા પ્રયત્ન શા માટે કરે? આવો પ્રશ્ન થાય. તો તેનો ઉત્તર એ છે કે “હું કર્મોથી બંધાયેલો છું” આમ માનવું એ ભ્રમમાત્ર જ છે. પરમાર્થથી આ આત્મા બંધાયેલો જ નથી અને બંધાયેલો હોય તો ક્યારેય મુક્ત Page #124 -------------------------------------------------------------------------- ________________ સમ્યત્ત્વનાં ત્રીજા સ્થાનનું વર્ણન ૧૦૭ થાય જ નહીં. માટે સદા અબદ્ધ અને મુક્ત જ છે હું બંધાયેલો છું આવું સમજવું તે જ મોટો ભ્રમમાત્રજ છે. જેમ ગળામાં સોનાના અછોડાવાળી કોઈ વ્યક્તિ મારો અછોડો ખોવાયો છે આવું ભ્રમથી માને તેના જેવું છે. ગળામાં પોતાનો અછોડો હોવા છતાં પણ જેને તેનું ભાન નથી, પણ મારો અછોડો ખોવાયો જ છે. આવું જે માને છે તેને જ એમ થાય છે કે મારો અછોડો ખોવાયો છે અને તે બધે શોધે પણ છે. શોધવા ઘણો પ્રયત્ન પણ કરે છે તેની જેમ આ આત્મા બ્રહ્મ સ્વરૂપ છે અને કર્મોથી અબદ્ધ છે છતાં અબદ્ધ એવા આ બ્રહ્મને (આત્માને) બદ્ધસ્વરૂપવાળો માનીને આવા પ્રકારના મિથ્યાજ્ઞાનના કારણે તેનાં બંધનાદિને તોડવા-દૂર કરવા આ જીવ ધર્મની પ્રવૃત્તિ કરે છે. આમ અબદ્ધને બદ્ધ માનવાની ભ્રાન્તિ જ્યાં સુધી છે ત્યાં સુધી આ જીવ ધર્મની પ્રવૃત્તિ કરે છે જ્યારે તેને સાચું તત્ત્વ સમજાય છે કે આ આત્મા તો બ્રહ્મસ્વરૂપ છે અને બ્રહ્મ ક્યારેય કર્મોથી બંધાતો નથી. તો તેને તોડવાનો પ્રયત્ન કરવાનો હોતો જ નથી. ધર્મ કરવાની જરૂર જ નથી. આ આત્મારૂપ બ્રહ્મા સદા અબદ્ધ જ છે માટે નિત્યમુક્ત જ છે. તેને મુક્ત બનાવવા ધર્મ કરવાની કંઈ જરૂર જ નથી. આ આત્મા મેલો ઘેલો હોય, કર્મોથી લપેટાયેલો હોય, તો જ તેને શુદ્ધ કરવા પ્રયત્ન કરવો પડે પણ આત્મા તો બ્રહ્મસ્વરૂપ જ છે, નિત્યમુક્ત છે. કર્મોના બંધનથી રહિત જ છે માટે તેને મુક્ત કરવા ધર્મ કરવાની કોઈ જરૂર નથી. આવું જ્યારે આ જીવ સમજે છે ત્યારે બ્રહ્મસ્વરૂપ બને છે. I૪૧ી. ભ્રાન્તિ મિટઇ ચિતમાન અગાધ, કરતા નહિ પણિ સાખી સાધ IT વ્યવહારઇ કરતા તે હોઉં, પરમારથ નવિ બાંધ્યો કોઉ II૪શા ગાથાર્થ :- જયારે આ ભ્રમ દૂર થાય છે ત્યારે જ અગાઉ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ સમ્યક્ત જસ્થાન ચઉપઈ જ્ઞાનદશાવાળો સિદ્ધયોગી આ જીવ બને છે તે જીવને પ્રવૃત્તિ કે નિવૃત્તિ કંઈ હોતી નથી. વ્યવહારથી તે આત્મા કર્તા કહેવાય છે પરંતુ પરમાર્થે આ જીવ કોઈથી બંધાયેલો નથી. પરમાર્થથી આ આત્માને કોઈપણ બંધન નથી. //૪રા બો - તે પ્રતિ મિટય સિદ્ધયોગીનર પ્રવૃત્તિ નિવૃત્તિ छइं, अगाध-निस्तरंग चेतनविलासमात्र छई । ते दशाइं साधु करता नथी पणि साखी छड् । व्यवहारइं लोकप्रतिभासई ते कर्ता थाओ, पणि परमार्थइ कोइ बांध्यो नथी ॥४२॥ વિવેચન :- “હું બંધાયેલો છું” આવા પ્રકારની જે ભ્રાન્તિ છે. તે જ્યારે મટી જાય છે અર્થાત્ આ ભ્રમ જ્યારે દૂર થાય છે ત્યારે આ સિદ્ધયોગી બને છે તેવા યથાર્થ જ્ઞાનવાળા સિદ્ધયોગીને અગાધ=અમાપ જ્ઞાનમાત્ર હોય છે એટલે કે અનંતજ્ઞાન માત્ર જ હોય છે. તેવા જીવને મોહના સંકલ્પ-વિકલ્પો હોતા નથી. આમ કરું કે તેમ કરું ઈત્યાદિ સંકલ્પ-વિકલ્પો રૂપ તરંગોથી રહિત શાન્ત સમુદ્રની તુલ્ય અગાધ જ્ઞાનમાત્રનો ચૈતન્યનો વિલાસ માત્ર જ હોય છે. પોતાના સ્વરૂપની રમણતા માત્ર વર્તે છે. તેવા તે જીવને હવે કોઈ કાર્ય માટેની પ્રવૃત્તિ કે નિવૃત્તિ હોતી નથી. આવા પ્રકારની ઊંચી દશામાં આ જીવ કર્તા કે ભોક્તા નથી પણ જે કંઈ વ્યવહાર બને છે તેમાં સાક્ષીમાત્ર થાય છે. વ્યવહારથી આ જીવ કર્તા છે આમ દેખાય છે પરંતુ તે બધું સહજભાવે થયા જ કરે છે. જીવ તે તે કાર્ય બુદ્ધિપૂર્વક કરતો નથી. માટે પરમાર્થથી તે જીવ બંધાયેલો નથી. આવી ઉંચી અવસ્થામાં આ જીવ જ્ઞાનમાત્રમાં વર્તનારો છે. શુદ્ધબુદ્ધ-નિરંજનપણે સદા વર્તે છે. ૪રા અભિધ્યાન યોજના કેવલ્ય ગુણ પામિઇ શ્રુતિ કહઇ નિઃશલ્યા પરમારથ વ્યવહાર આભાસ, ભાસનશક્તિ ટલેં સવિતાસા૪all Page #126 -------------------------------------------------------------------------- ________________ સમ્યત્ત્વનાં ત્રીજા સ્થાનનું વર્ણન ૧૦૯ ગાથાર્થ - (૧) અભિધ્યાનગુણ (૨) યોજનગુણ અને (૩) કેવલ્યગુણ આમ ત્રણ ગુણો પ્રગટ થયે છતે આ જગત્રપંચ જે (1) પારમાર્થિકરૂપે (૨) વ્યાવહારિકરૂપે અને (૩) આભાસરૂપે અનુક્રમે લાગતો હતો તે સઘળો ભ્રમ હવે ટળી જાય છે. આ પ્રમાણે કૃતિશાસ્ત્રો નિઃશલ્યપણે કહે છે. //૪all | રબો :- મિથુરવ ધ્યાન તે ધ્યાન-વેદાન્તશ્રવણ, યોગડું मुक्तिनइं ते योजन-तत्त्वज्ञान, कैवल्य कहेतां विदेहकेवलभाव, ए ३ गुण पामिइं, ते जीवनइं अनुक्रमइं प्रपंचनी पारमार्थिक-व्यावहारिकआभासिक्ताना प्रतिभासननी शक्ति छै, ते मिटइं । तिहां नैयायिकादि वासनाई प्रपंचनई पारमार्थिकपणुं जणातुं, ते वेदांतश्रवण पछी मिटइं। तिवार पछी प्रपंचनइं योगी व्यावहारिक करी जाणइ, पणि पारमार्थिक करी न जाणइं । वलतुं तत्त्वज्ञान उपजई तिवारइं प्रपंचनइं व्यावहारिकपणि न जाणइं, बाधितानुवृत्तिं आभासिकमात्र जाणइं । विदेहकैवल्यइं प्रपंच- ज्ञान मात्र ज टलई निःप्रपंच चिन्मात्र हुइ रहइ, "तस्याभिधानाद् योजनात् तत्त्वभावाद्भूयश्चान्ते विश्वमायाનિવૃત્તિઃ” રૂતિ શ્રુતિઃ જરા વિવેચન :- (૧) અભિધ્યાન (૨) યોજન અને (૩) કૈવલ્ય ભાવની પ્રાપ્તિ આ ત્રણ ગુણો છે. ત્યાં (૧) અભિધ્યાન એટલે અભિમુખ ધ્યાન અર્થાત્ આત્મભાવ તરફ=આત્માનું ધ્યાન આકર્ષાય એવું વેદાન્તશ્રવણ તે પ્રથમ ગુણ સમજવો. વેદાન્તના પાઠોનું વારંવાર નિત્ય શ્રવણ કરવાથી આ આત્મા આત્મભાવ તરફ આકર્ષાય છે અને મોહની માત્રા મંદ પડે છે તે અભિધ્યાન કહેવાય છે. (૨) મુક્તિની સાથે જોડી આપે તે ચોજન તેનો અર્થ એ થાય છે કે તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ કરવી. વેદાન્તપાઠોનું વારંવાર અધ્યયન કરવાથી આ જીવમાં તત્ત્વજ્ઞાનની જે પ્રાપ્તિ થાય છે તેને યોજન Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ સમ્યક્ત ષસ્થાન ચઉપઈ કહેવાય છે. તત્ત્વજ્ઞાનની સાથે જે જોડાવું તેનાથી યુક્ત બનવું તે યોજના અને (૩) કૈવલ્યગુણપ્રાપ્તિ એટલે કે દેહથી સર્વથા મુક્ત થઈને કેવલભાવ એટલે કે બ્રહ્મભાવને પ્રાપ્ત કરવો દેહરહિત બનીને આ આત્માનું પરમાત્મા સ્વરૂપે જે સર્જન થાય તે કૈવલ્યગુણપ્રાપ્તિ નામનો ત્રીજો ગુણ છે. આ જીવ જ્યારે ક્રમશઃ આ ત્રણ ગુણોને પ્રાપ્ત કરે છે ત્યારે તે જીવમાં પોતાને પારમાર્થિક, વ્યાવહારિક અને આભાસિક સ્વરૂપે પ્રતિભાસન કરવાવાળી જે પ્રપંચની શક્તિ હતી, તે અનુક્રમે દૂર થાય અભિધ્યાન નામનો ગુણ આવવાથી આ જગતનો પ્રપંચ જે પારમાર્થિકપણે સત્ય લાગતો હતો. તે ભ્રમ હવે ટળી જાય છે. તેવી જ રીતે બીજો યોજન નામનો ગુણ આવવાથી આ જગતુનો પ્રપંચ વ્યાવહારિક-ઔપચારિક છે. આવો અહીં જે ભ્રમ થયો હતો તે પણ ટળી જાય છે અને ત્રીજો કૈવલ્યગુણ આવવાથી આખું ય આ જગતું આભાસિકરૂપે જે પ્રતિભાસિત થતું હતું તે ભ્રમ પણ ટળી જાય છે. આવા પ્રકારના મિથ્યા ભ્રમો જે થયા હતા તે દૂર થઈ જવાથી કેવળ એક આત્મા બ્રહ્મસ્વરૂપ છે આવી સત્ય પ્રતીતિ થાય છે. આમ વેદાન્તશાસ્ત્રો નિબંધપણે જોરશોરથી કહે છે. | વેદાન્તશાસ્ત્રો કહે છે કે જ્યાં સુધી આ ભ્રમ ચાલુ હોય છે ત્યાં સુધી જ આ જગત્ સાચું છે આમ લાગે છે, પરંતુ જેમ જેમ વેદાન્ત શાસ્ત્રોનો અભ્યાસ થવાથી અભિધ્યાન-યોજન અને કૈવલ્યગુણોની પ્રાપ્તિ થાય છે તેમ તેમ આ ભ્રમ ટળી જાય છે. સારાંશ કે પ્રથમ ગુણ આવે છતે આ જગત પારમાર્થિકપણે સત્ય છે આવો જે ભ્રમ થયેલ છે તે ટળી જાય છે અને યોજન નામનો બીજો ગુણ આવવાથી આ જગત્ વ્યાવહારિક છે, ઔપચારિક છે. આવો ભ્રમ પણ ટળી જાય છે અને કેવલ્ય નામનો Page #128 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્તનાં ત્રીજા સ્થાનનું વર્ણન ૧૧ ૧ ત્રીજો ગુણ આવવાથી બ્રહ્માત્મા વિના બીજું કશું જ સત્ય નથી. બાકીનો બધો ભ્રમમાત્ર છે. આવું જ્ઞાન થાય છે અને તેનાથી બીજા ખોટા ભ્રમો ટળી જાય છે. અને આ આત્મા એ જ બ્રહ્માત્મા છે આવું શુદ્ધજ્ઞાન પ્રગટ થાય છે. આમ વેદાન્તશાસ્ત્રો પોકારી પોકારીને કહે છે. નૈયાયિક આદિ ઈતરદર્શનકારોએ જે કહેલું છે કે પૂર્વભવીય વાસનાના સંસ્કારથી આ ભવની વાસના, અને આ ભવની વાસનાથી આવતા ભવની વાસના થાય છે. આમ ભવના સંસ્કારોની પરંપરા ચાલે છે. આવું જે નૈયાયિકો કહે છે તેનાથી આ જગત્મપંચ સાચો છે, પારમાર્થિક છે, સત્ય છે આમ જણાયું હતું. વેદાન્તશાસ્ત્રોના વારંવાર શ્રવણથી તે ભ્રમ દૂર થાય છે અને આ જગત પારમાર્થિક નથી પણ ઔપચારિક છે આમ સમજાય છે. ત્યારથી આ મહાત્મા યોગી પુરુષ આ જગતને ઔપચારિક ગણે છે પણ પારમાર્થિક ગણતો નથી, કાલ્પનિક છે. પણ પારમાર્થિક નથી આમ સમજે છે. ત્યારબાદ વેદાન્તશાસ્ત્રોનું વધારે શ્રવણ મનન કરવાથી જ્યારે તત્ત્વજ્ઞાન ઉત્પન્ન થાય છે. ત્યારે આ જીવ આ જગપ્રપંચને વ્યાવહારિકરૂપે (ઔપચારિક રૂપે) પણ જોતો નથી. માત્ર આભાસરૂપે જ છે આમ આ જીવ માને છે એટલે કે જો કે જગતનું અસ્તિત્વ માનવું એ વાત જ બાધિત છે. તેમ માનવામાં ઘણા દોષો અને અવરોધો આવે છે છતાં પણ જગતનું અસ્તિત્વ આભાસમાત્ર રૂપે ચાલુ રહે છે. જેમ ટ્રેનમાં બેઠા હોઈએ ત્યારે હકીકતથી ટ્રેન ચાલે છે તો પણ ભ્રમથી દૂર દૂર રહેલા વૃક્ષોની લાઈન ચાલતી હોય તેમ દેખાય છે. વૃક્ષોનું ચાલવું જે દેખાય છે તે ભ્રમ છે, ભ્રાન્તજ્ઞાન છે છતાં તે વખતે વૃક્ષો ચાલે છે આવો આભાસ થાય છે તેમ આખો ય આ સંસાર ભ્રમાત્મક છે આમ હોવા છતાં પણ સાચાપણાનો ત્યાં ભ્રમ થાય છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ૨ સમ્યક્ત ષસ્થાન ચઉપઈ જ્યારે કૈવલ્ય નામનો ત્રીજો ગુણો પ્રાપ્ત થાય છે ત્યારે આ આભાસ પણ ટળી જાય છે. જગના પ્રપંચનું જ્ઞાન માત્ર પણ ટળી જાય છે અને નિષ્મપંચ (એટલે જગતના પ્રપંચ વિનાનું) કેવળ એકલું પરમ બ્રહ્મસ્વરૂપ ચિન્માત્રની (યથાર્થ જ્ઞાનની) હયાતિ જણાય છે. અભિધ્યાન નામનો પ્રથમ ગુણ આવવાથી આ જગતું યથાર્થપારમાર્થિક છે. આ ભ્રમ જે છે તે ટળી જાય છે. ત્યારબાદ યોજના નામનો બીજો ગુણ આવવાથી આ જગતુ વ્યાવહારિક છે. ઔપચારિક છે. આવો ભ્રમ પણ ટલી જાય છે અને આભાસમાત્ર રૂપે બોધ રહે છે અને કૈવલ્ય નામનો ત્રીજો ગુણ આવવાથી આ આભાસ = ભ્રમમાત્ર પણ ટળી જાય છે અને કેવળ એક બ્રહ્મસ્વરૂપ આ આત્મા છે, એ જ સાચું તત્ત્વ છે. આવું શુદ્ધ યથાર્થજ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલે (૧) અભિધ્યાનથી, (૨) યોજનથી અને (૩) કૈવલ્યની પ્રાપ્તિથી સાચુ યથાર્થ તત્ત્વજ્ઞાન થવાના કારણે આ જીવ આખુંય આ વિશ્વ સાચું છે. આવી માયામાં જે ફસાયો હતો. તેમાંથી અત્યન્ત નિવૃત્તિ પામે છે અને આ આત્મા કેવળ બ્રહ્માત્મા સ્વરૂપ છે. આમ સમજે છે. આ પ્રમાણે વેદશાસ્ત્રો કહે છે અને તે વાત આ જીવને બરાબર સમજાય છે અને આ જીવ એમ માનતો થઈ જાય છે. I૪all જીવનમુગત લહ્યો નિજધામ, તેહસિં કરણીનૂ નહિ કામા જિહાં અવિધા કરણી તિહાં, વીસામો છઈ વિધા જિહાં II૪ઢા ગાથાર્થ :- તત્ત્વજ્ઞાનથી પૂર્વસંચિત કર્મોને તોડીને આ જીવ જ્યારે જીવનમુક્ત અવસ્થાને પામે છે ત્યારે પોતાના આત્માનું તેજ પ્રગટ થાય છે ત્યારે હવે કોઈપણ પ્રકારની (મ)કરણી કરવાની જરૂર રહેતી નથી. જ્યાં સુધી અવિદ્યા હોય છે ત્યાં સુધી ધર્મકરણી હોય છે પરંતુ જ્યાં Page #130 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વનાં ત્રીજા સ્થાનનું વર્ણન ૧૧૩ વિદ્યા પ્રગટ થાય છે ત્યારે ધર્મકરણીની વિશ્રાન્તિ (વિસામો) થાય છે. ૫૪૮૫ ટબો :- तत्त्वज्ञानी ज्ञानई संचित कर्म दही प्रारब्ध मात्र भोगनी प्रतीक्षा करतो जीवन्मुक्त थयो, ते पोतानुं तेज पामिओ । तेहनइं करणीनुं काम नथी । जिहां तांइ अविद्या छइ तिहां तांइं क्रिया छं । जिहां विद्या तत्त्वसाक्षात्काररूप आवी, तिहां विसामो રૂં । आरुरुक्षुर्मुनेर्योगं, क्रिया कारणमुच्यते । योगारूढस्य तस्यैव, शमः कारणमुच्यते ॥ गीतासु ॥ ( अध्यात्मसार प्रथमप्रकाश, अधिष्ठान १५ श्लोक २२ ) ॥४४॥ વિવેચન :- તત્ત્વજ્ઞાની આત્મા તત્ત્વજ્ઞાનની લીનતાના કારણે સાંસારિક ભાવોથી વિરામ પામ્યો છતો પૂર્વકાલમાં બાંધેલા કર્મોને બાળી નાખીને પ્રારબ્ધકર્મોને (વર્તમાનકાળે હાલ બંધાતા એવા લગભગ નિરસ કર્મોને) ભોગવવાની રાહ જોતો છતો “જીવન્મુક્તિ'' જેવી સ્થિતિને પામે છે અર્થાત્ પૂર્વકાળમાં બાંધેલા લગભગ ઘણાં ખરાં કર્મોને આ જીવ ખમાવી નાખે છે. માત્ર વર્તમાનકાળે બંધાતાં કર્મો જ ખપાવવાનાં બાકી રહે છે તેથી તેને જીવન્મુક્ત કહેવાય છે. જીવતો હોવા છતાં જાણે “મુક્ત બની ચુક્યો હોય શું” આવા પ્રકારનો તે જીવ થઈ જાય છે. આવી પરિસ્થિતિ થવાથી આ જીવ પોતાના અસલ તેજને પ્રાપ્ત કરે છે એટલે કે શુદ્ધ આત્મા બને છે. આ જીવને હવે પછી કંઈ કરવાનું રહેતું નથી જ્યાં સુધી અવિદ્યા (એટલે કે અજ્ઞાનદશા-માયા) હોય છે ત્યાં સુધી જ ધર્મક્રિયા કરવાની હોય છે. તત્ત્વજ્ઞાનનો સાક્ષાત્કાર થવા સ્વરૂપ વિદ્યાજ્ઞાન જ્યારે પ્રગટ થાય છે અને અવિદ્યા નષ્ટ થાય છે ત્યારે આ જીવની ક્રિયામાંથી વિશ્રાન્તિ થાય છે તે જીવને હવે કંઈ પણ ધર્મકરણી કરવાની રહેતી નથી. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ - સમ્યક્ત ષસ્થાન ચઉપઈ આગમશાસ્ત્રોમાં પણ કહ્યું છે કે “યોગદશા ઉપર આરૂઢ થવાની ઈચ્છાવાળાને એટલે કે મુમુક્ષુને ધર્મક્રિયા એ સાધનસ્વરૂપ છે પરંતુ જ્યારે “આ જીવ યોગારૂઢ થઈ જાય છે ત્યારે તે જીવને માટે ક્રિયાનું ઉપશમન અર્થાત્ ક્રિયાનો ઉપરમ થવો એટલે કે ક્રિયા કરવાનું બંધ કરવું એ જ કારણરૂપ બને છે” આ પ્રમાણે ગીતામાં કહ્યું છે તથા અધ્યાત્મસારમાં પણ આ પ્રમાણે જ કહ્યું છે. ૪૪. વિધિ-નિષેધ જ્ઞાનીનઇ કહી નહી, પ્રારધિ તરસ કિરિયા કહી ! અવર કહીં નહીં તાસ અદેખ, જીવનકારણ અન્ય અદષ્ટ II૪પII ગાથાર્થ :- તત્ત્વજ્ઞાનીને વિધિ નિષેધ સ્વરૂપ કોઈ ક્રિયા હોતી નથી. માત્ર પ્રારબ્ધને અનુસારે (જેવાં શુભાશુભ કર્મ હવે બાકી હોય તેવી) ક્રિયા તે મહાત્માને હોય છે એમ કેટલાક વેદાનિકો કહે છે. વળી બીજા કેટલાક વેદાન્તિકો એમ કહે છે કે જીવનના કારણભૂત એવું અષ્ટ તેઓને હોતું નથી. પરંતુ (અન્યનાં કામો કરી શકે તેવું) અર્થાત પરોપકાર પરાયણ એવું અન્ય (વિલક્ષણ) અદે તેઓને હોય છે. //૪પો | રબો - તત્ત્વજ્ઞાનીનડું વિધિનિષેધરૂપ વૈવિય વહોરું નથી, जे माटई विधिनिषेध सर्व अविद्यावत्पुरुषविषय छइ । आहारविहारादिक्रिया शरीरसाधन छड् । ते पणि प्रारब्धादृष्टई छई । इम सांप्रदायिक वेदांती कहई छई । क्षीयते चास्य कर्माणि, तस्मित् दृष्टे परावरे । ( श्रुति २।२) ज्ञानाग्निः सर्वकर्माणि, भस्मसात्कुरुतेऽर्जुनः ॥ (નીતા 4.૮, જ્ઞો. રૂ૭) Page #132 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્તનાં ત્રીજા સ્થાનનું વર્ણન ૧૧૫ इत्यादि वाक्यई कर्मसर्वपदसंकोचनी अन्याय्यताई ज्ञानीनइं अदृष्टमात्रनो नाश मानिइं छइं । अनइं तेहनइं शरीरस्थितिकारण ते ईश्वरशरीरनी परि अन्यादृष्ट छइ ॥४५॥ વિવેચન :- તત્ત્વજ્ઞાની આત્માને વિધિરૂપ કે નિષેધરૂપ કોઈપણ પ્રકારની ક્રિયા કરવાની હોતી નથી. “આ ધર્માચરણ કરવાનું છે અને આ ધર્માચરણ કે પાપાચરણ કરવાનું નથી” આમ વિધ્યાત્મક કે નિષેધાત્મક કોઈપણ જાતની ક્રિયા કરવાની રહેતી નથી, કારણ કે વિધિરૂપ ક્રિયા કે નિષેધરૂપ ક્રિયા આ સઘળી પણ ક્રિયા અવિદ્યાવાળા પુરુષનો વિષય છે એટલે કે જે આત્માઓ અવિદ્યાવાળા છે, મોહના ઉદયવાળા છે, કર્માધીન છે, સંસારમાં જન્મમરણ કરનારા છે એવા સંસારી જીવો અદષ્ટકકર્મને આધીન છે એવા જે પુરુષો છે તેના જ માત્ર વિષયવાળી આ ક્રિયા હોય છે. જેને કર્મો તુટી ગયાં છે, બળી ગયાં છે તેવા આત્માને આવી ક્રિયાઓ કરવાની હોતી નથી. તથા આહાર લેવો, નિહાર કરવા જવું ઈત્યાદિ જે શરીરસંબંધી ક્રિયા છે તે ક્રિયામાં શરીર એ સાધન છે. જ્યાં સુધી આ જીવને પ્રારબ્ધ એટલે અદષ્ટ હોય છે ત્યાં સુધી તે અદષ્ટના કારણે સાધનસ્વરૂપે શરીર હોય છે તેથી તે શરીરસંબંધી ક્રિયા સહજભાવે થયા કરે છે પરંતુ ઈચ્છાપૂર્વકની અર્થાત્ બુદ્ધિપૂર્વકની કોઈ ક્રિયા આ જીવોને હોતી નથી. કારણ કે હવે કંઈ પણ કરવાનું બાકી રહ્યું જ નથી. આમ સાંપ્રદાયિક= સિદ્ધાન્તવાદી વેદાન્તદર્શનકાર કહે છે. પરંતુ ઉર્ફેબલ સિદ્ધાન્તવાદી (સિદ્ધાન્તની પરવા કર્યા વિના સ્વતંત્રમતિથી કહેનારા) વેદાંતી આમ કહે છે કે - હે અર્જુન ! (તમિન) તે જઘન્ય કે ઉત્કૃષ્ટ ભાગ્ય (નાનું કે મોટું એમ કોઈપણ પ્રકારનું ભાગ્ય) આ જીવનાં કર્મોનો નાશ કરે છે અને Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ સમ્યક્ત જસ્થાન ચઉપઈ જ્ઞાનરૂપી અગ્નિ સર્વકર્મોને બાળી નાખે છે. આ પ્રમાણેનું વેદવાક્ય છે. તેથી જ્ઞાન એ કર્મોને બાળવાનું પ્રધાનતમ સાધન છે. આ વાક્યમાં “સર્વ” એવું વિશેષણવાચી પદ છે તેનો સંકોચ કરવો અર્થાત્ તેને ન બોલવું કે ન લેવું તે અન્યાયમાત્ર જ છે. સારાંશ કે જ્ઞાની આત્માને જ્ઞાનના બળે સર્વ કર્મોનો ક્ષય થઈ જાય છે. સર્વ અદષ્ટનો, પુણ્ય-પાપરૂપ સર્વ પ્રકારના પ્રારબ્ધનો નાશ થઈ જાય છે. કર્મમાત્રનો નાશ થઈ જાય છે એટલે પ્રારબ્ધનો પણ નાશ થઈ જાય છે “પ્રારબ્ધમાત્ર (કર્મમાત્ર) બાકી હોય છે આમ માનવું તે ઉચિત નથી” સર્વ કર્મ અને સર્વ પ્રકારના પ્રારબ્ધનો નાશ થઈ જાય છે. ઈશ્વરને જેમ પોતાનું શુભ કે અશુભ કોઈ પણ પ્રકારનું કર્મ નથી. પોતાના સર્વ કર્મોનો નાશ થયેલો છે. તો પણ સંસારી જીવોના કર્મોના સહારે ઈશ્વર પોતે પણ સંસારી જીવોના સુખ-દુઃખમાં ભાગ ભજવનાર બને છે તેની જેમ સંસારી એવા જીવને અન્ય જીવોના શુભાશુભ કર્મોના પ્રભાવે તેઓને સુખ-દુઃખમાં સહાયક થવારૂપે ઇશ્વર સ્વરૂપે બનેલા એવા તે જીવને (ઈશ્વરને) પણ કર્મો ન હોવા છતાં શરીરની સ્થિતિ સંભવે છે. સારાંશ કે ઈશ્વર પોતે પરમાત્મા હોવાથી અને સંસારથી પર થયેલા હોવાથી ભોગપ્રવૃત્તિ માટે શરીર ધારણ કરતા નથી. સંસારીની જેમ પાંચે ઈન્દ્રિયોના ભોગો ભોગવવા માટે શરીર ધારણ કરતા નથી. પરંતુ અન્ય સંસારી જીવોએ જે પુણ્ય-પાપ કર્મો કર્યા હોય છે તેથી તેને સુખ-દુઃખ આપવા માટે તેઓના પુણ્ય-પાપના આધારે ઈશ્વર નટવૈયાની જેમ ઘડીભર માટે શરીર ધારણ કરે છે. એટલે ઈશ્વરને શરીરસ્થિતિ પર માટે જ હોય છે. આ શ્લોકમાં લખેલા “સર્વવાિ ” શબ્દમાં “સર્વ” એવો શબ્દ સંકોચવાની (છૂપાવવાની) જરૂર નથી. કારણ કે જ્ઞાનરૂપી અગ્નિ સર્વ કર્મોને બાળે જ છે. આમ અર્થસંગત થઈ શકે છે. ll૪પ Page #134 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વનાં ચોથા સ્થાનનું વર્ણન કરઇ ન ભુંજઇ ઇમ આતમા, વેદંતી બોલઇ મહાતમા સાંખ્ય કહઇ પ્રકૃતિ જ સવિ કરિ ચેતનરૂપ બુદ્ધિમાંહિ ધરિ ૪૬॥ ૧૧૭ ગાથાર્થ :- આ પ્રમાણે આત્મા કર્તા પણ નથી અને ભોક્તા પણ નથી એમ મહાત્મા વેદાન્તી કહે છે, પરંતુ સાંખ્ય આમ કહે છે કે પ્રકૃતિ જ સર્વકાર્ય કરે છે અને સ્વપરિણામાત્મક સ્વચ્છ જે બુદ્ધિતત્ત્વ છે, તેમાં ચૈતન્ય સ્વરૂપ આત્માનું રૂપ પ્રતિબિંબિત થાય છે. ।।૪૬) ટબો :- રૂમ આત્મા ન તાં, ન મોતા, રૂમ જેવાંતી વોનફ ' छई, सांख्य कहइ छई "सत्त्वरजस्तमोगुणनी साम्यावस्था अनादि मूलकारण प्रकृति छई, तेह ज सर्व प्रपंच करई छइं स्वपरिणाममहत्तत्त्वापरनामक स्वच्छ बुद्धि छइं, तेहमां चिन्मात्र आत्मरूप प्रतिबिंब ઘરડું છે. ૪૬॥ વિવેચન :- વેદાન્તદર્શનના કર્તા જે મહાત્મા છે તે મહાત્મા કહે છે કે “આ આત્મા કર્તા પણ નથી અને ભોક્તા પણ નથી” આત્મા તો શુદ્ધ-બુદ્ધ-નિર્મળ-નિરંજન-નિરાકાર તત્ત્વ છે (આમ અહીં વેદાન્ત દર્શનકારની સાથેની ચર્ચા સમાપ્ત થાય છે). હવે સાંખ્યદર્શનનકાર એમ કહે છે કે “સત્ત્વ-રંજસ અને તમોગુણની જે સમાન અવસ્થા તેનું નામ પ્રકૃતિતત્ત્વ છે. તેમાં (બુદ્ધિમાંમહત્તત્વમાં) ચિન્માત્રરૂપ (જ્ઞાનમાત્ર સ્વરૂપવાળા) આત્માનું પ્રતિબિંબ પડે છે અર્થાત્ બુદ્ધિ આત્માનું પ્રતિબિંબ ઝીલે છે. આખાય આ સંસારનું કારણ પ્રકૃતિતત્ત્વ છે તે પ્રકૃતિ સત્ત્વરજસ અને તમસ્ ગુણાત્મક છે એટલે કે સત્ત્વ, રજસ્ અને તમસ્ આ ત્રણ ગુણાત્મક પ્રકૃતિતત્ત્વ નામનું એક તત્ત્વ છે. આ પ્રકૃતિ જ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ સમ્યક્ત જસ્થાન ચઉપઈ સંસારીભાવોની એટલે કે સુખ-દુઃખની કર્તા છે પણ આત્મા કર્તા કે ભોક્તા નથી. પરંતુ પ્રકૃતિ જે કરે છે તેનું આત્મામાં પ્રતિબિંબ થાય છે. એટલે આત્મા એમ માને છે કે “હું કર્તા-ભોક્તા છું પરંતુ વાસ્તવિકપણે તેમ બનતું નથી. પણ વાસ્તવિકપણે તો પ્રકૃતિ જ કર્તા-ભોક્તા છે પુરુષ (આત્મા) કર્તા ભોક્તા નથી. વાસી જિમ દરપણ મુખિ લાલિમ તાસ, લિંબચલનનો હોઈ ઉલ્લાસા વિષય પુરુષ ઉપરાગ નિવેસ, તિમ બુદ્ધિ વ્યાપારાવેશ III ગાથાર્થ - જેમ દર્પણમાં (૧) મુખનો (૨) મુખની લાલિમતાનો તથા (૩) મુખચલણનો ઉલ્લાસ હોય છે તેમ બુદ્ધિમાં (૧) વિષયો રાગ (૨) પુરુષોપરાગ અને (૩) ક્રિયાત્મક વ્યાપારાવેશ થાય છે. //૪ll રબો - તિવારકું રૂ પ્રવિર થાવું છે તે ફેડરું છવું ! दृष्टान्तइं-जिम दरपणि कहेतां आरीसइ मुख दीसइं (१), ते मुखनी लालिमता-रक्तता दीसइ २, दरपण चलताई बिंबना चलननो उल्लास होइ ३, तिम ते बुद्धि चित्प्रतिबिंबई घटादि (१), विषयोपराग (૨), મદં પુરુષોપરા (૩) ક્રિયારૂપ વ્યાપાર વેશ રોડ ૪છા વિવેચન - સાંખ્યદર્શન આ પ્રમાણ માને છે કે આ આત્મા નિર્મળ, શુદ્ધ તત્ત્વ છે. તેનું બુદ્ધિમાં પ્રતિબિંબ પડે છે. બુદ્ધિમાં પડતું આત્માનું આ પ્રતિબિંબ ત્રણ પ્રકારનું છે. આ પ્રતિબિંબના કારણે જ બુદ્ધિ પોતે એમ માને છે કે “હું જ પુરુષ છું” બુદ્ધિને જે આવો ભાવ ઉત્પન થાય છે કે “હું જ પુરુષ છું” આવી માન્યતાને વિષયો પરાગ કહેવાય છે. (૧) (૨) હવે પુરુષોપરાગ સમજાવે છે કે દર્પણ ઉપર લાલ કલરનો કોઈ ડાઘ હોય અને તે દર્પણમાં જો મુખનું પ્રતિબિંબ પડે તો ભ્રાન્તિથી આવો પરિણામ થાય છે કે મુખ ઉપર લાલ ડાઘ છે તેવી રીતે બુદ્ધિ Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ સમ્યક્તનાં ચોથા સ્થાનનું વર્ણન પોતે શેય એવા ઘટ-પટાદિ આકારે પરિણામ પામે છે તેવા પ્રકારે ઘટપટાદિ આકારે પરિણામ પામેલી બુદ્ધિમાં પુરુષનું પ્રતિબિંબ પડે છે. પરિણામે બુદ્ધિને એવો ભ્રમ થાય છે કે પુરુષ જ ઘટાદિ આકારે પરિણામ પામે છે. બુદ્ધિ જ સુખ-દુઃખ અને મોહકાર ધારણ કરે છે અને આવી બુદ્ધિમાં પુરુષનું પ્રતિબિંબ પડે છે તેનાથી બુદ્ધિને ભ્રાન્તિ થાય છે કે પુરુષ જ સુખ-દુઃખ અને મોહાકાર ધારણ કરે છે. આ પુરુષોપરાગ કહેવાય છે. ૨ (૩) પવન આદિના કારણે દર્પણ હાલે છે. હાલતા-ચાલતાપણે રહેલા દર્પણમાં જ્યારે મુખનું પ્રતિબિંબ પડે છે ત્યારે પરિણામે જોઈએ તો સમજાશે કે મુખ તો સ્થિર છે તો પણ દર્પણમાં જેવું ચાલતું દેખાય છે તેવું ચાલતું નથી. તો પણ દર્પણ ચાલતું હોવાથી તેમાં પ્રતિબિંબિત થતું મુખ પણ ચાલતું દેખાય છે. તેવી જ રીતે બુદ્ધિ ક્રિયાશીલ છે અને પુરુષનું મુખ સ્થિર સ્વભાવવાળું છે તો પણ ક્રિયાશીલ બુદ્ધિમાં સ્થિર પુરુષનું પ્રતિબિંબ જ્યારે પડે છે ત્યારે બુદ્ધિને ભ્રાન્તિ થાય છે કે પુરુષ ક્રિયાશીલ છે. જેમ ટ્રેનમાં બેઠેલાને વૃક્ષો ચાલે છે તેવો ભ્રમ થાય છે તેમ અહીં બુદ્ધિને ભ્રમ થાય છે કે પુરુષ ગતિમાન છે આ થયો વ્યાપારાવેશ. આ પ્રમાણે બુદ્ધિમાં પુરુષનું પ્રતિબિંબ પડતું હોવાથી બુદ્ધિના કર્તુત્વનો આરોપ પુરુષમાં થાય છે. વાસ્તવિકપણે પુરુષ કર્તા પણ નથી અને ભોક્તા પણ નથી. પરંતુ બુદ્ધિમાં પડેલા પ્રતિબિંબના કારણે પુરુષમાં કર્તાપણાનો અને ભોક્તાપણાનો આરોપ કરાય છે તેથી તે ભ્રમ કહેવાય છે. આ થયો વ્યાપારાવેશ. આ પ્રમાણે પ્રતિબિંબ ત્રણ પ્રકારે કહેવાય છે તેના કારણે આવા પ્રકારનો આ ભ્રમ પણ ત્રણ પ્રકારનો થાય છે. ||૪૭થી Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ સમ્યક્ત જસ્થાન ચઉપઈ હું જાણું એ કરણી કરું, એ ત્રિસું અંશિ માનઈ ખરું પણિ તે સરવ ભરમની જાતિ, જાણઈ શુદ્ધ વિવેકહ ખ્યાતિ I૪૮II ગાથાર્થ :- (૧) હું પોતે જ આત્મા છું, (૨) હું પોતે ઘટપટાદિકને જાણું છું તથા (૩) હું પોતે જ ગમનાદિ કરણી (ક્રિયા) કરું છું. આ ત્રણે જીવ પોતે ખરું કરીને-સત્યરૂપે માને છે પરંતુ તે સઘળો ભમ માત્ર જ છે પરંતુ વિવેકખ્યાતિ (એટલે કે ભેદનું જ્ઞાન) જેને થયું છે તે જ શુદ્ધ આત્મસ્વરૂપને જાણે છે. //૪૮ ટબો - હું-માત્મા, ના પટાવવા, પ ર ાનાવિરૂપ करूं, ए ३ अंशे जीव खरु करी मानइ, पणि ते सर्व प्रतिबिंब भ्रमनी जाति छइ । विवेकख्याति कहेतां प्रकृतिपुरुषान्यताबुद्धि जेहनइ हुइ होइ, ते शुद्ध केवलात्मस्वरूप जाणइ ॥४८॥ વિવેચન :- (૧) હું બુદ્ધિ પોતે જ આત્મા છું (૨) હું આત્મા ઘટ-પટાદિકને જાણું છું (૩) અને હું પોતે જ ગમનાગમનાદિ ક્રિયા કરું છું” આ ત્રણે વસ્તુ જીવ પોતે ખરી કરીને માને છે, પરંતુ તે સાચી નથી. પ્રતિબિંબજન્ય ભ્રમનો એક પ્રકાર છે બુદ્ધિ અને આત્મા નામના પદાર્થને વિષે જે ભેદ છે તે ભેદનો વિવેક ન થવાના કારણે અર્થાત્ વિવેકાખ્યાતિના કારણે આવો ભ્રમ થાય છે. બુદ્ધિ અને આત્માનો ભેદ છે. તે ભેદ ન દેખાવો, સમજમાં ન આવ્યો હોય તેને વિવેકાખ્યાતિ કહેવાય છે. આવા પ્રકારની વિવેકાખ્યાતિથી આ ભ્રમ થાય છે. જ્યારે વિવેકાખ્યાતિ ટળી જાય છે અને વિવેકખ્યાતિ થાય છે ત્યારે જ સત્યપણે ભેદનું જ્ઞાન પ્રવર્તે છે કે પુરુષતત્ત્વ અને પ્રકૃતિતત્ત્વ આ બન્ને ભિન્ન તત્ત્વ છે. પરંતુ ભ્રમથી મેં બન્નેને એક માન્યા હતા Page #138 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વનાં ચોથા સ્થાનનું વર્ણન ૧૨૧ તેના કારણે મને આવો ભ્રમ થયો હતો પરતું હવે જ્યારે આવું યથાર્થ ભેદજ્ઞાન થાય છે ત્યારે તે જીવ શુદ્ધ કૈવલ્યમય આત્માના સ્વરૂપને જાણે છે. ૪૮૫ પ્રકૃતિધર્મ હિત-અહિત આચાર, ચેતનતા કહઈ તે ઉપચાર I વિજય-પરાજય જિમ ભટતણા, નરપતિનઈં કહિં અતિઘણા જિલા ગાથાર્થ :- હિતાહિતના જે કોઈ આવા આચારો છે તે સઘળા પ્રકૃતિના ધર્મો છે તેને ચેતનના ધર્મો કહેવા તે ઉપચાર જાણવો. જેમ યુદ્ધમાં સુભટોનો અતિશય થયેલો જય અને પરાજય તે નરપતિનો જ જય-પરાજય કહેવાય છે. ૪લ્લા ટબો :अपरोक्षभ्रम ते अपरोक्षसाक्षात्कारइं ज निवर्तनं, ते શુદ્ધાત્મજ્ઞાન ન રૂ। હિત-અહિત વહેતાં વિધિ-નિષેધ, આચારक्रियारूप छइ, ते सवि प्रकृतिना नानधर्म छइ आत्मा तो अक्रिय छइ, तेहनइ जे चेतनता कहइ छइ, ते उपचार करी जाणवो, जिम सुभटना जय-पराजय छइ अतिघणा, ते सर्व राजाना कहि । सुभट जीत्यइं राजा जीत्यो, सुभट हारइं राजा हार्यो, एहवो व्यवहार छं । इम प्रकृतिगत शुभाशुभ क्रिया आत्मानी करीन व्यवहारी लोक मानइ छइ ॥४९॥ વિવેચન :- અપરોક્ષ એવો જે ભ્રમ થયો છે તે અપરોક્ષ એવા સાક્ષાત્કારથી જ દૂર થાય છે. એટલે કે અપરોક્ષ અર્થાત્ સાક્ષાત્ જે ભ્રમ થયો છે તે અપરોક્ષ એવા એટલે કે પ્રત્યક્ષ એવા સાક્ષાત્કારથી જ દૂર થાય છે. પ્રકૃતિજન્ય બુદ્ધિ જ જ્યાં કર્તા હતી ત્યાં આત્માનું કર્તૃત્વ જે ભાસ્યું હતું તે અપરોક્ષ એટલે કે પ્રત્યક્ષ એવો ભ્રમ થયો ગણાય તેને Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ૨. સમ્યક્ત ષડ્રસ્થાન ચઉપઈ બદલે સાંસારિક ભાવોનો કર્તા આત્મા નથી પણ પ્રકૃતિજન્ય બુદ્ધિ જ તે ભાવોની કર્તા છે આવું પ્રત્યક્ષ જ્ઞાન જ્યારે થાય છે ત્યારે તે અપરોક્ષ સાક્ષાત્કાર (અર્થાત્ પ્રત્યક્ષ સાક્ષાત્કાર જ્ઞાન) કહેવાય છે. તેનાથી જ જીવને ભાન થાય છે કે મારું પહેલાંનું જ્ઞાન ભ્રમાત્મક હતું. આવું ભાન આ જીવને જ્યારે થાય છે ત્યારે જ આ જીવને સાચું સમજાય છે કે, હિતાહિતમાં પ્રવૃત્તિ-નિવૃત્તિ કરવી એટલે કે આ હિતકારી છે અને આ અહિતકારી છે. આવું જ્ઞાન કરવું તથા વિધિ-નિષેધનું જ્ઞાન કરવું એટલે કે જીવનમાં આ કરવા લાયક છે અને આ છોડવા લાયક છે આવું જ્ઞાન થવું તથા આચારક્રિયાનું જ્ઞાન થવું. આ આચરવા જેવું છે અને આ છોડવા જેવું છે ઈત્યાદિ જે ભાવો જણાય છે તે પ્રકૃતિના (એટલે કે પ્રકૃતિજન્ય બુદ્ધિના) નાનાવિધ =જુદા જુદા પ્રકારના ધર્મો છે. પરંતુ તે બધા આત્માના ધર્મો નથી. કારણ કે આત્મા તો અક્રિય છે. આ પ્રમાણે હિતાહિતના વ્યવહાર, વિધિ-નિષેધના વ્યવહાર તથા આચારસંહિતાના જે જે વ્યવહારો છે તે સર્વે પ્રકૃતિના ધર્મો છે. તો પણ તે બધા વ્યવહારો ચેતનના છે. આમ જે કહેવાય છે તે ઉપચારથી સમજવા. કારણ કે પ્રકૃતિજન્ય બુદ્ધિ અને આત્મતત્ત્વ આ બને તત્ત્વોનો અભેદપણે ભ્રમ થયેલો છે તેથી બુદ્ધિના બધા જ ધર્મો આત્મામાં પ્રતિભાસિત થાય છે. પરંતુ તે સઘળો ય ઉપચાર છે. જેમકે યુદ્ધભૂમિમાં જ્યારે શત્રુઓ સાથે યુદ્ધ થાય છે ત્યારે યુદ્ધ કરે છે સૈન્ય જ. રાજા તો રાજમહેલમાં જ હોય છે જ્યારે તે સૈન્ય જીતે છે ત્યારે રાજા જિત્યો આમ કહેવાય છે. રાજા ન લડતો હોવા છતાં સૈન્ય મેળવેલા જય-પરાજયનો ઉપચાર રાજામાં જેમ કરાય છે તેમ પ્રકૃતિજન્ય બુદ્ધિમાં રહેલી શુભાશુભ ક્રિયાને આ ક્રિયા આત્મામાં છે, આત્મા આ સર્વ ક્રિયા કરે છે એમ વ્યાવહારિક લોકો માને છે. હકિકતથી આત્મા તો Page #140 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્તનાં ચોથા સ્થાનનું વર્ણન ૧ ૨૩ અક્રિય છે તો પણ બુદ્ધિમાં થયેલી ક્રિયાનો આત્મામાં આરોપ કરાય છે. તેથી આત્મામાં ક્રિયા જણાય છે. I૪. પ્રકૃતિ કરઈ, નવિ ચેતન ક્લીબ, પ્રતિબિંબઈ તે ભુજઈ જીવ ! પંચવીસમું તત્ત્વ અગમ્ય છઈ, કુટસ્થ સદાશિવરખ્ય ||પનાં ગાથાર્થ - પ્રકૃતિ જ સઘળાં કાર્યો કરે છે, પરંતુ જીવ કોઈપણ કાર્યો કરતો નથી. અર્થાત સર્વકાર્ય કરવામાં પુરુષ તો નપુંસકતુલ્ય છે. બુદ્ધિ જે કાર્ય કરે છે તેને જીવ પ્રતિબિંબરૂપે ભોગવે છે. (જીવમાં પ્રતિબિંબિત થાય છે.) પચીસમું તત્ત્વ જે આત્મા છે તે અગમ્યતત્ત્વ તથા તે આત્મા કુટસ્થ નિત્યતત્ત્વ છે અને સદાકાળ કલ્યાણ સ્વરૂપ તથા રમણીય-મનોહર-શુદ્ધતત્ત્વ છે. //૫oll | ટહ્નો - પ્રકૃતિ તે સર્વ વાર્થ વાર છડું, ચેતન=માત્મ=વિ करइ, जे माटइ ते क्लिब छइ, क्रियानो असमर्थ छड् । ज्ञस्वभाव ते कर्तृस्वभाव किम होइ ? बुद्धि करइ छई, ते प्रतिबिंबइ, जीव भुंजइ छई "बुद्धिनिष्ठप्रतिबिंबग्राहित्वमेव चितो भोगः" । अत एव सांख्यमतइं साक्षाद्भोक्ता आत्मा नथी । पंचवीसमुं तत्त्व आत्मरूप-अगम्य-अगोचर छई, कूटस्थ-कहेतां अनित्यधर्मरहित सदाशिव कहेतां सदानिरुपद्रव, रम्य कहेतां मनोहर ॥५०॥ વિવેચન - સાંખ્યમતને અનુસારે પુરુષ અને પ્રકૃતિ એમ મૂલ બે તત્ત્વ છે. તેમાં પ્રકૃતિ નામનું જે તત્ત્વ છે તે જ સર્વ કાર્યની કર્તા છે. પ્રકૃતિ જ સત્ત્વ રજસ અને તમસૂની બનેલી છે, તે જ સંસારનાં સર્વ કાર્યો કરે છે, પરંતુ પુરુષ કંઈ પણ સાંસારિક કામ કરતો નથી. એટલે પુરુષ તે અકર્તા છે અર્થાત્ નપુંસક છે એટલે કે કોઈ પણ પ્રકારનું કામ પુરુષ કરતો નથી. પ્રકૃતિ અને તજ્જન્ય બુદ્ધિ જ સકલ કાર્ય કરે છે. Page #141 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ પુરુષ તો ચૈતન્ય સ્વભાવવાળો છે માટે સાંસારિક ભાવોનો અકર્તા (નપુંસક) છે તે પુરુષ સાંસારિક કાર્યો કરવામાં અસમર્થ છે જેમાં જ્ઞસ્વભાવ હોય તે જાણવાનું જ કામ કરે પણ તેને કર્તૃત્વસ્વભાવ કેમ કહેવાય ? (કર્તાપણાનો સ્વભાવ કેમ હોય ?) અર્થાત્ ન હોય જ્યાં જ્ઞાનસ્વભાવ હોય ત્યાં કર્તાસ્વભાવ ન હોય, જેમ મુક્તગત આત્મા સર્વજ્ઞ હોવાથી શસ્વભાવવાળા છે પરંતુ પરભાવોના કર્તૃત્વસ્વભાવવાળા નથી. તેમ આ આત્મા પણ જ્ઞાનસ્વભાવવાળો છે પણ કર્તૃત્વસ્વભાવવાળો નથી. ૧૨૪ પ્રકૃતિ (અને તજ્જન્ય બુદ્ધિતત્ત્વ) જે જે કાર્ય કરે છે તે તે કાર્યનું પુરુષમાં પ્રતિબિંબ થાય છે. તેથી પુરુષ પ્રતિબિંબભાવે ભોગવે છે. એટલે પુરુષ (અર્થાત્ આત્મા) કર્તા નથી પરંતુ ઔપચારિક ભોક્તા છે, પારમાર્થિકપણે ભોક્તા પણ નથી. “બુદ્ધિમાં પડેલા જે પરિણામો છે તેના આકારના પ્રતિબિંબને ગ્રહણ કરવું. એ જ ચેતનનું ઔપચારિક ભોક્તત્વ છે” ચેતનમાં પારમાર્થિકપણે ભોક્તત્વ પણ નથી. આ પ્રમાણે સાંખ્યમત પ્રમાણે પુરુષ (આત્મા) કર્તા તો નથી જ પરંતુ પારમાર્થિકપણે ભોક્તા પણ નથી. ઔપચારિક ભોક્તા છે તથા અગમ્ય (ઈન્દ્રિયજન્ય જ્ઞાન વડે ન દેખી શકાય અને ન સમજી શકાય) તેવું આ તત્ત્વ છે તથા અગોચર (ઈન્દ્રિયોના અવિષયભૂત) તત્ત્વ છે. વળી તે આત્મા કુટસ્થનિત્ય છે. એટલે કે અનિત્યધર્મથી સર્વથા રહિત છે. સર્વકાલે નિત્યમાત્ર સ્વભાવવાળું જ આ તત્ત્વ છે. વળી તે પુરુષતત્ત્વ સદાશિવ છે એટલે કે સર્વકાલે ઉપદ્રવ વિનાનું તત્ત્વ છે અને વળી તે પુરુષતત્ત્વ રમ્ય એટલે રમણીય (અતિશય મનોહર) તત્ત્વ છે. સારાંશ કે પ્રકૃતિ જ (તજ્જન્યબુદ્ધિ જ) કર્તા છે પુરુષ અકર્તા છે. ક્લીબ છે (નપુંસક છે) અર્થાત્ પુરુષ અકર્તા છે માત્ર પ્રકૃતિ જે જે કાર્ય Page #142 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વનાં ચોથા સ્થાનનું વર્ણન ૧૨૫ કરે છે તેનું પ્રતિબિંબ પુરુષમાં પડે છે એટલે પુરુષ તેને ભોગવનાર છે એટલે કે ભોક્તા છે. આમ કહેવાય છે અને તે ભોક્તાપણું પણ પ્રતિબિંબરૂપે હોવાથી ઔપચારિક ભોક્તા છે પારમાર્થિક ભોક્તા પણ નથી. આવા પ્રકારનું અકર્તા, ઔપચારિક ભોક્તા, ઈન્દ્રિયોથી અગોચર કુટસ્થનિત્ય (એકાન્તે નિત્ય, અનિત્યતા વિનાનું) અને સદાશિવ=સર્વકાળે ઉપદ્રવ વિનાનું અને અતિશય રમણીયતાવાળું આ આત્મા નામનું આમ સાંખ્યદર્શન માને છે. પા આપ વિલાસ પ્રકૃતિ દાખવી, વિરમઈ જિમ જગિ નટ્ટઇ નવી। પ્રકૃતિ વિકારવિલય તે મુક્તિ, નિર્ગુણ ચેતન થાપિ યુક્તિ ll૫૧॥ ગાથાર્થ :- નવી નર્તિકા (નૃત્યકલા કરનારી નારી) સભા સમક્ષ પોતાની નૃત્યકળા જણાવીને જેમ નિવર્તે છે (વિરામ પામે છે) એવી જ રીતે પ્રકૃતિ પણ પોતાના ઈન્દ્રિયવિકારાદિ પ્રપંચ પુરુષને દેખાડીને નિવર્તન પામે છે. પ્રકૃતિના આ વિકારો ઉપરનો જે વિજય છે અર્થાત્ વિકારોનો જે વિલય—વિનાશ છે) તેને જ મુક્તિ કહેવાય છે. પણ ચેતનદ્રવ્ય પોતે કોઈ પણ પ્રકારનું પરિવર્તન પામતું નથી તે અવિકારી દ્રવ્ય છે અને નિત્ય દ્રવ્ય છે. આમ યુક્તિપૂર્વક આ વાત સ્થાપિત કરી. આ પ્રમાણે સાંખ્ય માને છે. ૫૧॥ ટો : प्रकृति - आत्मविलास कहेतां मदनादिप्रपंच देखाडी विरमइ = निवर्तइ, जिम जगि नवी नट्टइ नाटिक देखाडी विरमइ । उक्तं च - , रङ्गस्य दर्शयित्वा निवर्तते नर्तकी यथा नृत्यात् । पुरुषस्य तथा ऽऽत्मानं प्रकाश्य विनिवर्तते प्रकृतिः ॥ प्रकृतिविकारनो विजय तेह ज मुक्ति । युक्ति ते "चितिरसङ्क्रमा" इत्यादि सूत्रानुसारडं निर्गुण चेतननई थापड़ छइ ॥ ५१ ॥ Page #143 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ વિવેચન :- નવી નર્તિકા (એટલે કે નૃત્યકલાનો સારો અભ્યાસ કરીને તૈયાર થયેલી નવી નૃત્યકલામાં પ્રવીણ એવી કોઈ સ્ત્રી, સભા સમક્ષ પોતાની સુંદર એવી નૃત્યકલા બતાવીને તે કાર્યમાંથી જેમ નિવૃત્તિ પામે છે તેવી જ રીતે પ્રકૃતિ પણ પોતાનાથી થતા કામવિકારાદિનો પ્રપંચ પુરુષને બતાવીને તે પ્રકૃતિ નિવૃત્તિ પામે છે. ૧૨૬ પ્રકૃતિ ગમે તેટલા વિકારો બતાવે તો પણ પુરુષતત્ત્વ નિત્ય હોવાથી તે વિકારો પામતો નથી. પુરુષ વિકારી બનતો નથી પણ વિકારો ઉપર જ્યારે વિજય પ્રાપ્ત કરે છે ત્યારે તેને જ મુક્તિ કહેવાય છે. કારણ કે ચેતનદ્રવ્ય નિત્ય હોવાથી સદા અવિકારી દ્રવ્ય છે તે ચેતન ક્યારેય પણ વિકારી ભાવે પરિવર્તન પામતું નથી. આ પ્રમાણે સાંખ્યદર્શનના સૂત્રોને અનુસારે તે ચેતનદ્રવ્ય નિર્ગુણ હોવાનું સ્થાપિત કરવામાં આવ્યું છે. સાંખ્યદર્શનના અનુયાયી જીવો એવું માને છે કે આત્મા (પુરુષ) એ નિર્વિકારી-નિર્ગુણ અને નિત્ય દ્રવ્ય છે. તેવી અવસ્થાને જ મુક્તિ કહેવાય છે. II૫૧॥ પંથી છૂટ્યા દેખી મૂઢ કહÛ પંથ લૂંટાણો મૂઢ પ્રકૃતિક્રિયા દેખી જીવનÛ, અવિવેકી તિમ માનં મનિ II૫૨॥ ગાથાર્થ :- પંથી (મુસાફર) લોકોને લુંટાયેલા દેખીને મૂઢ બુદ્ધિવાળા લોકો રહસ્યમય રીતે આવો પ્રયોગ કરે છે કે “આ પંથ લુંટાયો” અર્થાત્ આ માર્ગ લુટાનાર છે આ જેમ ઉપચાર કરાય છે તેમ પ્રકૃતિની વિકૃત ક્રિયાને દેખીને અવિવેકી જીવ તે બધી આત્માની વિકૃત ક્રિયા છે આમ માને છે. આ પણ ઉપચાર વાકય છે. પા ટબો :- પંથીતોનરૂં તૂટ્યા તેણીનડું મૂદ-રહસ્ય, મૂઢબુદ્ધિ एहवुं कहइ छइ, जं पंथ लूटाणो, । पंथ कहेतां मार्ग ते अचेतन छई, तेहनुं लूटवुं किस्युं होइ ? ए उपचारवचनई अनुपचार करी मानई, Page #144 -------------------------------------------------------------------------- ________________ સમ્યત્ત્વનાં ચોથા સ્થાનનું વર્ણન ૧૨૭ ते मूढ कहिइ, तिम प्रकृतिनी क्रिया देखीनइं अविवेकी पुरुष जीवनइं मनि मानइं, "कृत्यादयो मनस्था धर्माः भेदाग्रहात्तु पुरुषे भासन्ते ॥५२॥ વિવેચન :- કોઈ કોઈ માર્ગ ઉપર ચાલતા પંથીજન (મુસાફર લોકો) જ્યારે લુંટાય છે ત્યારે તે લોકોને લુંટાયેલા દેખીને સમજુ લોકો રહસ્યને જાણીને આવો પ્રયોગ કરતા હોય છે કે “આ માર્ગ લુંટાનારો છે” હકીકતથી જો વિચાર કરીએ તો ભૂમિ ઉપરનો માર્ગ તો અચેતન છે જડ છે. તે કેમ લુંટારો બની શકે? એટલે આ વચન તે ઉપચારવચન છે. વાસ્તવિક શબ્દપ્રમાણે અર્થસંગત થતો નથી. કારણ કે માર્ગ એ કોઈ સજીવ વસ્તુ નથી કે તે માર્ગને મુસાફર લોકોને લુંટવાનો ભાવ થાય? માર્ગ અચેતનદ્રવ્ય હોવાથી અચેતન એવા માર્ગમાં લુંટવાપણું કેમ ઘટે ? અર્થાત્ ન જ ઘટે, માટે ઉપચાર કરવો જ પડે. તેથી હકીકત એવી છે કે આ માર્ગે જનારા પંથીજન (મુસાફર લોકો) લુંટનારાઓ વડે લુંટાય છે તેનો પંથમાં (માર્ગમાં) ઉપચાર કરાય છે. ઉપચાર કર્યા વિના શાબ્દિક વાક્યનો અર્થ સાચેસાચો માની લઈએ તો “માર્ગ જ લુંટાનારો છે” આવો અર્થ થાય અને આવું તો મૂર્ખ મનુષ્ય હોય તે જ માને. કારણ કે માર્ગ એ કોઈ સમજુ બુદ્ધિમાન વસ્તુ નથી કે જે લુંટવાનું કામ કરે. તેની જેમ પ્રકૃતિની કરાયેલી ક્રિયા દેખીને અવિવેકી (મૂખ) મનુષ્ય જ આ ક્રિયા પુરુષની (જીવની) છે. આમ પોતાના મનમાં માની લે છે. પરમાર્થથી તો તે ક્રિયા પ્રકૃતિની જ છે. પુરુષની નથી. પરંતુ પ્રકૃતિનો પુરુષમાં ઉપચાર કરીને લોકો આવું બોલે છે જેમ માર્ગે ચાલનારા મુસાફર લોકો લુંટારાઓ વડે લુંટાય છે પરંતુ તે માર્ગ વડે મુસાફર લોકો લુંટાતા નથી. કારણ કે માર્ગ તો જડ પદાર્થ છે. પરંતુ તે માર્ગે લુંટારા લોકો લુંટે છે. લુંટારાનો ઉપચાર જેમ માર્ગમાં કરાય છે તેથી જ આમ બોલાય છે કે આ માર્ગ લુંટાનારો છે તેમ અહીં પણ પ્રકૃતિની ક્રિયાનો પુરુષમાં ઉપચારમાત્ર કરાયો છે. તેથી Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ પુરુષ (આત્મા)માં ક્રિયા જણાય છે. વાસ્તવિકપણે તો આત્મા અકર્તા છે,તથા અક્રિય છે.એટલે કે ક્રિયાશૂન્ય છે, પ્રકૃતિમાં થયેલી ક્રિયા જાણે પુરુષમાં થઈ હોય. આમ ઉપચાર કરાય છે. બુદ્ધિતત્ત્વ અને પુરુષતત્ત્વની વચ્ચેનો ભેદ પકડાયો નથી એટલે અભેદબુદ્ધિ થઈ છે. તેના કારણે મનમાં અર્થાત્ બુદ્ધિમાં થયેલી ક્રિયા વગેરે ધર્મોનો આત્મામાં ઉપચાર કરાયો છે. આ રીતે પુરુષ અકર્તા છે ઉપચારે ભલે કર્તા કહેવાય છે.પરંતુ પરમાર્થે અકર્તા છે. ૫૨॥ મૂલપ્રકૃતિ નવી વિકૃતિ, વિખ્યાત પ્રકૃતિ વિકૃતિ મહદાદિક સાત । ગણ ષોડશક (ત્રણ ષોડશક) વિકારી કહ્યો, પ્રકૃતિ ન વિકૃતિ ન ચેતન લહ્યો ૫૩॥ ગાથાર્થ :- મૂલપ્રકૃતિ તે વિકૃતિસ્વરૂપ ન હોવાથી કોઈનું પણ કાર્ય નથી, અને મહદ્ આદિ સાત તત્ત્વ પ્રકૃતિસ્વરૂપ પણ છે અને વિકૃતિસ્વરૂપ પણ છે. ૧૬ તત્ત્વોનો જે સમૂહ છે તે વિકૃતિરૂપ જ છે (કાર્યસ્વરૂપ જ છે) અને જે ચેતનદ્રવ્ય છે તે પ્રકૃતિરૂપ પણ નથી અને વિકૃતિસ્વરૂપ પણ નથી. પા ટબો ઃ- मूलप्रकृति ते विकृतिरूप न होइ कोइनुं कार्य नथी । महदादिक सात पदार्थ ( १ महद्, १ अहंकार, ५ तन्मात्रा) ए प्रकृतिविकृति कहिइं, उत्तरोत्तरनुं कारण पूर्वपूर्वनुं कार्य छइ ते भणि । भूत, ११ इन्द्रिय, ए षोडशकगण विकारी कहिओ । कार्य छइ, पणि कारण नथी । चेतन ते प्रकृति नही, विकृति नही । अकारण अकार्य कूटस्थ चैतन्यरूप कहिओ छइ । तदुक्तं सांख्यसप्ततिकायाम् । Page #146 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્તનાં ચોથા સ્થાનનું વર્ણન ૧૨૯ मूलप्रकृतिरविकृतिर्महदाद्याः प्रकृतिविकृतयः सप्त ।। षोडशकस्तु विकारी, न प्रकृतिर्न विकृतिः पुरुषः ॥ સ્થિતન્મીત્ર (૨), રતમાત્ર (૨), પતનાત્ર (રૂ), તોત્ર (૪), વ્રતમાત્ર (૬), gષ a તન્માત્રાપામ્ શ્રોત્રપ્રાપ-નિહ્ન-નયન-અર્જન ધ વુર્ધ્વન્દ્રિય, (૨) વા, (૨) પતિ, (૩) પાદુ, (૪) પાયુ (૧) ૩ ૪ ૫ રેંદ્રિય અને (૨) મન ए ११ इन्द्रिय ॥५३॥ વિવેચન :- મૂળભૂત એવી પ્રકૃતિ તે વિકૃતિરૂપ નથી. કારણ કે તે મૂલભૂત પ્રકૃતિતત્ત્વ કોઈ બીજા તત્ત્વોમાંથી પ્રગટ થતું નથી કે ઉત્પન્ન થતું નથી માટે કાર્યાત્મક નથી કેવળ કારણાત્મક જ છે. (૧) મહત્ તત્ત્વ એટલે બુદ્ધિતત્ત્વ, (૨) અહંકારતત્ત્વ અને (૩ થી ૭) પાંચ તન્માત્રાઓ (શબ્દતન્માત્રા, રૂપતન્માત્રા, (ગધતન્માત્રા, રસતન્માત્રા અને સ્પર્શતક્નાત્રા) આમ આ સાત પદાર્થો પ્રકૃતિરૂપ પણ છે અને વિકૃતિરૂપ પણ છે કારણ કે પ્રકૃતિમાંથી મહતત્ત્વ અને મહત્તત્ત્વમાંથી અહંકારતત્ત્વ અને અહંકારતત્ત્વમાંથી પાંચ તન્માત્રાઓ ઉત્પન્ન થાય છે. આ રીતે પૂર્વના પદાર્થના કાર્યસ્વરૂપ આ સાત તત્ત્વો છે. અને તેમાંથી ઉત્પન્ન થનારા આકાશ-વાયુ આદિ પદાર્થોના કારણરૂપ પણ આ ૭ તત્ત્વો છે. આમ કાર્યરૂપ અને કારણરૂપ ઉભયરૂપ હોવાથી પ્રકૃતિસ્વરૂ૫ અને વિકૃતિસ્વરૂપ એમ બન્ને સ્વરૂપવાળાં આ સાત તત્ત્વો કહેવાય છે. તથા પાંચ મહાભૂતો (આકાશ-વાયુ-તેજ-જલ અને પૃથ્વી), અને ૧૧ ઈન્દ્રિયો (શ્રોત્ર-સ્પર્શન-નેત્ર-જિલ્લા અને ઘાણ આ પાંચ ઈન્દ્રિયો દ્વારા જ્ઞાન થાય છે માટે આ જ્ઞાનેન્દ્રિયો પાંચ, તથા સંસારનાં કામો જેનાથી થાય છે એવી કર્મેન્દ્રિયો પણ પાંચ (૧) વાણી, (૨) હાથ, (૩) પગ, (૪) ગુદા, (૫) ઉપસ્થ (સ્ત્રીચિહ્ન અને પુરુષચિહ્ન) આમ પાંચ કર્મેન્દ્રિયો Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ સમ્યક્ત ષસ્થાન ચઉપઈ તથા છેલ્લું અગિયારમું મન આમ ૫ જ્ઞાનેન્દ્રિય, ૫ કર્મેન્દ્રિય, (૧) મન મળીને કુલ ૧૧ ઈન્દ્રિયો. આમ આ સોળનો ગણ (સોળનો સમૂહ) એ માત્ર વિકૃતિ સ્વરૂપ જ છે. કારણ કે તે સોળે તત્ત્વો અહંકારાદિમાંથી પ્રગટ થાય છે. તેથી માત્ર કાર્યાત્મક છે. આ સોળ તત્ત્વો કોઈનું પણ કારણ બનતા નથી. ચેતનતત્ત્વ એ પ્રકૃતિ પણ નથી અને વિકૃતિરૂપ પણ નથી. આ ચેતન એ કોઈનું કારણ પણ બનતું નથી અને કોઈનું કાર્ય પણ બનતું નથી. આમ ચૈતન્ય કુટસ્થ નિત્યદ્રવ્ય છે. આ પ્રમાણે - (૧) મૂલભૂતપ્રકૃતિએ પ્રકૃતિરૂપ (કારણસ્વરૂપ) છે પણ વિકૃતિસ્વરૂપ નથી. (એટલે કાર્યસ્વરૂપ) નથી. (૨) સાત તત્ત્વ એ પ્રકૃતિ સ્વરૂપ પણ છે અને વિકૃતિસ્વરૂપ પણ છે. (૩) સોળ તત્ત્વ. એ માત્ર વિકૃતિસ્વરૂપ છે પણ પ્રકૃતિ સ્વરૂપ નથી. આમ ૨૪ તત્ત્વો પ્રકૃતિમાંથી થાય છે અને પુરુષ (આત્મા) એ પચીસમું તત્ત્વ છે. આમ કુલ ૨૫ તત્ત્વો આ સંસારમાં છે. આમ સાંખ્યદર્શન કહે છે. પણ એ બિહુનઈ સાધારણ દોષ, ન કરઇ તો કિમ બંધન મોષી મન બંધાઇ છુટઇ જીવ, એ તો યુગતુ નહીં અતીવ પાl ગાથાર્થ - આમ સાંખ્યદર્શન અને વેદાન્તદર્શન એમ બન્નેને લગભગ સરખા જ દોષો આવે છે. કારણ કે જે જીવ કર્તા ન હોય તો તેને ફોગટ (મૃષા) બંધન કેમ હોય ? મન બંધાય છે અને જીવ મુક્ત થાય છે. આ વાત તો અતિશય યુક્તિ વિનાની છે. //પ૪l | રબો :- રૂમ નીવ મસ્ત-મોવતા સાંધ્ય વેદાંતી ર તે कहिए, बिहुनई दूषण दिई छई - ए बिहुनइं साधारण कहेतां सरखो Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ સમ્યક્તનાં ચોથા સ્થાનનું વર્ણન दोष । जो जीव करइ नही तो बंध न घटइं तथा मोक्ष न घटइं । जो इम कहिइं क्रियावती प्रकृति छइं, माटइं प्रकृति बंधाइं । सात्त्विकराजस-तामसभावइं प्रकृतिनई ज संबंध छई । तद्विकारमहत्तत्त्वना ए भाव छई । जीवनइं तो अध्यासमात्र छई । सविलासप्रकृतिनिवृत्तिरूप मोक्ष ते जीवनइं छइं ए तो घटइं नहीं, जे माटई जे बंधाइ ते छूटइं । अन्यनइं बंध, अन्यनइं मोक्ष ए कहवं ज किम રો? પઝા વિવેચન :- આ પ્રમાણે જીવ એ અકર્તા છે અને અભોક્તા છે આમ સાંખ્યદર્શનકાર અને વેદાન્તદર્શનકાર એમ બને દર્શનકારો માને છે. જૈનદર્શનકાર આ બને દર્શનકારને દૂષણ આપતાં કહે છે કે સાંખ્યને અને વેદાન્તદર્શનકારોને એમ બન્નેએ સરખું જ દૂષણ આવે છે તે આ પ્રમાણે - જો આ જીવ ક્રિયા કરતો ન હોય અર્થાત્ અકર્તા જ હોય તો કર્મનો બંધ પણ જીવને ન ઘટે, જે ક્રિયા કરે તેને જ શુભાશુભક્રિયા પ્રમાણે શુભાશુભ કર્મનો બંધ થાય હવે જો જીવને બંધ થતો ન હોય તો તેનો મોક્ષ પણ ન ઘટે. કારણ કે જે બંધાયો હોય તેની જ મુક્તિ થાય એટલે જીવમાં જો બંધ ન ઘટે તો મુક્તિ પણ ઘટશે નહીં, જેમાં બંધ હોય તેમાં જ મુક્તિ ઘટે. અન્યમાં મુક્તિ કહેવી તે અયુક્ત છે. હવે જો એમ કહેવામાં આવે કે પ્રકૃતિ નામનું જે તત્ત્વ છે તે ક્રિયાવાળું છે અર્થાત્ જે પ્રકૃતિ છે તે ક્રિયાવતી છે. એટલે તેને બંધન હોય છે. પ્રકૃતિ શુભાશુભ ક્રિયાવાળી છે માટે પ્રકૃતિને પુણ્ય-પાપનો બંધ થાય છે. આત્માને કોઈપણ પ્રકારનો બંધ થતો નથી. કારણ કે પ્રકૃતિ જ સત્ત્વ-રજસ્ અને તમોગુણવાળી છે એટલે તેવા ભાવોની સાથે પ્રકૃતિનો જ સંબંધ છે આત્માનો તેવા ભાવો સાથે સંબંધ નથી. પ્રકૃતિના વિકારાત્મક પ્રકૃતિમાં જે મહત્તત્ત્વ છે (અર્થાત્ બુદ્ધિતત્ત્વ છે) તેના જ વિકારાત્મક Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ સમ્યક્ત ષસ્થાન ચઉપઈ સત્ત્વાદિ ભાવો છે. માટે પ્રકૃતિને જ બંધ થાય છે. કારણ કે પ્રકૃતિ જ વિકારી તત્ત્વ છે. આત્મામાં તો તે બંધનો આરોપ માત્ર કરાય છે. પ્રકૃતિ આત્માને વળગેલી હોવાથી પ્રકૃતિના જે વિકારો છે તે ઉપચારથી=અધ્યાસમાત્રથી આત્માના પણ કહેવાય છે અર્થાત્ ઉપચારમાત્રથી તે આત્માના કહેવાય છે. વાસ્તવિકપણે બધા જ વિકારો પ્રકૃતિમાં છે. આત્મામાં નથી તો પણ આત્મામાં તેનો ઉપચાર કરાય છે. જ્યારે આ ઉપચારની નિવૃત્તિ થાય છે ત્યારે તે જીવનો મોક્ષ થયો એમ કહેવાય છે આવો બચાવ જો વેદાન્તી અને સાંખ્યદર્શનકાર કરે તો તે બચાવ ઉચિત નથી. કારણ કે જે બંધાય તેને જ છૂટવાનું હોય છે. એટલે જો પ્રકૃતિતત્ત્વ બંધાયુ હોય તો પ્રકૃતિતત્ત્વનો જ મોક્ષ થયો કહેવાય. આત્મા જો બંધાતો જ નથી તો તેની મુક્તિ થઈ આમ કેમ કહેવાય ? બંધાય અન્ય અને મુક્તિ થાય અન્યની આવું કહેવું તે યુક્તિયુક્ત નથી. માટે આ સાંખ્યદર્શન અને વેદાન્તદર્શનની વાત યુક્તિપૂર્વકની નથી. પરમાર્થે ઊંડો વિચાર કરો તો સમજાશે કે આ બન્ને દર્શનકારોની વાત મિથ્યા છે. //પ૪ પરમારથથી નવિ બંધ ન મોક્ષ, ઉપચારાં જ કરસ્યો તોષા મોક્ષશાસ્ત્ર તો તુહ સવિ વૃથા, જેહમાં નહીં પરમારથ કથા ||પપા ગાથાર્થ - આ જીવને પરમાર્થથી બંધ પણ નથી અને મોક્ષ પણ નથી. બધું જ ઉપચારે છે. આમ કહીને જો તમે સંતોષ માનશો તો તમારી વાત બરાબર નથી. કારણ કે તમારા મતે મોક્ષશાસ્ત્ર સર્વથા વૃથા થશે. કારણ કે જેમાં પરમાર્થપણાની વાત જ નથી. બધું જ ઉપચારે છે તેવા મોક્ષનો અર્થ શો ? (જો મોક્ષતત્ત્વ પણ ઔપચારિક જ હોય તો તેવા તત્ત્વને પામવાનો અર્થ શો ?) //પપો Page #150 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્તનાં ચોથા સ્થાનનું વર્ણન ૧૩૩ ટર્બો - વ #ો હીરું વંથલ નીવડું વ્યવહારકું હજું छई, परमार्थइ तो अबद्धमुक्त चित्स्वरूप छड्, “न मुमुक्षुर्न विमुक्त इत्येषा परमार्थता" इति वचनात् । तेहनइ कहिइं - जो परमार्थई बंधमोक्ष नथी तो मोक्ष उपचारई होइं । ए वातइ ज तुम्हे संतोष करस्यो तो सर्व तुम्हारइ वृथा छइ मोक्षशास्त्र जेहमां परमार्थनी कथा નથી તિવીર – पञ्चविंशतितत्त्वज्ञो यत्र तत्राश्रमे रतः । जटी मुण्डी शिखी वाऽपि मुच्यते नात्र संशयः ॥ (અધ્યાત્મસાર, પ્રવશ્વ-૪, ધિક્કાર-૨૩, સ્નો-૬૦) વહાવિદ્ મૂયમનોતિ . (અધ્યાત્મસાર, પ્રવન્ય-૭, નોવ-ર) इत्यादि शास्त्र, सर्वप्रवर्तक न थाइ ॥५५॥ વિવેચન - હવે કદાચ કોઈ એમ કહે કે આ જીવને બંધ-મોક્ષ થાય છે આવું શાસ્ત્રોમાં જે કહેવામાં આવે છે તે સઘળું ય વ્યવહારમાત્રથી જ કહેવાય છે. પરંતુ પરમાર્થે નહીં, આ કારણે પરમાર્થથી જો જોઈએવિચારીએ તો આ જીવ અબદ્ધમુક્ત ચિસ્વરૂપવાળો છે અર્થાત્ બંધાયેલો પણ નથી અને તેના કારણે (બંધાયેલો ન હોવાથી) મુક્ત થયો એમ પણ ન કહેવાય. માત્ર ચિસ્વરૂપ=જ્ઞાનસ્વરૂપવાળો છે આમ સમજવું. શાસ્ત્રોમાં કહ્યું છે કે – આ ચિન્શક્તિ પરમાર્થથી બંધાયેલી પણ નથી અને મુક્ત પણ નથી” આવા પ્રકારનું શાસ્ત્રવચન છે. કારણ કે જે બંધાયો હોય તેને જ સાચી મુક્તતા ઘટે. ઉપર મુજબ જે બચાવ કરવાનું માને છે તેને અમે કહીએ છીએ કે જો આ બંધ અને મોક્ષ પરમાર્થથી નથી. આમ કહેશો તો મોક્ષ પણ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ સમ્યક્ત થસ્થાન ચઉપઈ ઔપચારિક જ થશે અને આવી વાતથી તમે જો સંતોષ માનશો તો તમારાં સર્વ શાસ્ત્રો (ખાસ કરીને મોક્ષશાસ્ત્ર) નકામા-નિષ્ફળ થઈ જશે. જે શાસ્ત્રોમાં પરમાર્થથી સત્યતા નથી અર્થાત્ સર્વ શાસ્ત્રો ઔપચારિક જ છે અર્થાત નિષ્ફળ છે આવો અર્થ થશે. મોક્ષને સમજાવનારાં સર્વે પણ શાસ્ત્રો મિથ્યા થઈ જશે. જો ઉપર પ્રમાણે મોક્ષને ઔપચારિકતત્ત્વ માનશો તો, “૨૫ તત્ત્વોને જાણનારો આત્મા જે તે આશ્રમમાં રહેતો હોય તો પણ તથા જટાવાળો હોય, મુંડનવાળો હોય કે શિખાવાળો હોય તો પણ મુક્તિ પામે છે. આ બાબતમાં કોઈ સંશય નથી.” આવા પ્રકારના શાસ્ત્રપાઠનો તથા “બ્રહ્મને જાણનાર બ્રહ્મસ્વરૂપને પામે છે. “આવા પ્રકારના શાસ્ત્રપાઠનો કોઈ અર્થ રહેશે નહીં. આવા પ્રકારનાં શાસ્ત્રવચનો સર્વ લોકોને ધર્મમાં જોડનારાં બનશે નહીં. લોકોને મોક્ષના ઉદ્દેશથી ધર્મમાં જોડનારાં સઘળાં વચનો પારમાર્થિક મોક્ષ ન મળવાથી મિથ્યા ઠરશે. મોક્ષ પ્રાપ્તિના ઉદ્દેશથી કહેવાયેલાં અને લખાયેલાં સર્વ શાસ્ત્રો મોક્ષ તરફની પ્રવૃત્તિ કરાવનારાં શાસ્ત્રો બનશે નહીં. પપ પ્રકૃતિ અવિધા નાશઇ કરી, પહિલી આત્મદશા જે ફિરી તો કુટસ્થપણું તુહ ગયું, નહિ તો કહો ચુ અધિકો થયો પદા ગાથાર્થ :- સાંખ્યના મતે પ્રકૃતિનો અને વેદાન્તના મતે અવિદ્યાનો નાશ થયે છતે આત્માની પહેલાંની જે દશા હતી તે દશા જો ફરી જાય (બદલાઈ જાય) તો આત્મામાં કુટસ્થ નિત્યપણું ક્યાં રહ્યું ? અને જો પૂર્વની અવસ્થા છે તે તેમની તેમ જ રહે છે અને કુટસ્થનિત્યપણું જતું રહેતું નથી આમ કહો તો મુક્તિની પ્રાપ્તિમાં શું અધિકતા થઈ ? જેવો સંસાર હતો તેવો જ સંસાર ત્યાં પણ રહ્યો. /પી બો :- ૪ ર માત્માનવું સુટસ્થપણે માનરૂ છે, તે તૂષા Page #152 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્તનાં ચોથા સ્થાનનું વર્ણન ૧૩૫ छइ । प्रकृतिनो सांख्यमतइ, अविद्यानो वेदांतिमतइ नाश होइ तिवारी पहली आत्मानइ संसारिदशा हती, ते जो फिरी तो तुम्हारइ कूटस्थपणुं गयु, परिणामिपणुं थयुं, नहीं तो कहो मुक्तिदशाइ अधिकुं स्युं थयु ? सदा शुद्ध आत्मा छइ, प्रकृति-अविद्यानाशनइ अर्थई स्यो साधनप्रयास करो छो ? ॥५६॥ વિવેચન - સાંખ્યદર્શનકારો આત્મતત્ત્વને કૂટસ્થનિત્યદ્રવ્ય માને છે અને વેદાંતદર્શનકારો આત્માને અવિકારી દ્રવ્ય માને છે એટલે બને દર્શનકારો આત્માને એકાત્તે નિત્ય માને છે. પરંતુ આમ માનવામાં દોષ આવે છે. તે દોષ ગ્રંથકારશ્રી બતાવે છે - પ્રથમ સાંખ્યના મતે આત્માનો પ્રકૃતિ સાથેનો જે સંબંધ છે તે સંબંધનો નાશ થયે છતે, અર્થાત્ પ્રકૃતિથી જન્ય જે કર્મોનો સંયોગ આત્માને હતો તે સંયોગનો નાશ થયે છતે તે આત્માની દશા બદલાય છે કે નથી બદલાતી? જો તમે એમ કહો કે આત્માની જે પહેલાં સંસારી દશા હતી તે બદલાઈને નવી શુદ્ધ-બુદ્ધ-મુક્ત દશા પ્રગટ થાય છે આમ જો કહો તો આ આત્માનું કુટસ્થપણું એટલે કે એકાન્ત નિત્યપણું ક્યાં રહ્યું? આત્માની દશા બદલાયે છતે આત્મા પણ પરિવર્તન-પામ્યો એટલે કથંચિ અનિત્ય થયો અને જો હવે એમ કહો કે આ આત્મા મુક્તિ પામે ત્યારે પણ આત્માની દશા પૂર્વના જેવી જ રહે છે પૂર્વે જેવી હતી તેવી જ રહે છે. ફેરફાર થતો નથી. તો મુક્તિદશા મળવાથી આ આત્માને અધિક શું લાભ થયો? કંઈ જ લાભ ન થયો કહેવાય. પહેલાં જેવો પ્રકૃતિથી જોડાયેલો હતો એટલે સંસારી હતો તેવો જ રહ્યો. તેમાં મુક્તિ મળે તો પણ શું લાભ? અને ન મળે તો પણ શું? મુક્તિ મળવા છતાં આત્મદ્રવ્ય તો તેવું જ રહ્યું. તો મુક્તિ મળી એમ કહેવાય પણ કેમ? વળી જો આત્મા સદા શુદ્ધ-બુદ્ધ જ હોય તો પ્રકૃતિનો વિયોગ કરવા માટે અને પ્રકૃતિથી આત્માને વિખુટો કરવા માટે તત્ત્વજ્ઞાનાદિ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ સમ્યક્ત જસ્થાન ચઉપઈ ધર્મપ્રવૃત્તિની જરૂર શું ? આવો પ્રયાસ કરવાની કંઈ જરૂર જ રહેતી નથી. આમ સાંખ્યમતમાં બન્ને રીતે દોષો જ આવે છે. એવી જ રીતે વેદાન્તમતમાં પણ અવિદ્યાનો નાશ થયે છતે જો આત્માની દશા બદલાય છે તો આત્માનું કુટસ્થનિત્યપણું ક્યાં રહ્યું ? અને જો આત્માની દશા બદલાતી નથી તો મુક્તિ પ્રાપ્ત થઈ તેનો અર્થ શું? આમ સાંખ્યમતમાં અને વેદાન્તમતમાં એમ બન્નેમાં આત્માને એકાન્ત નિત્ય માન્યો હોવાથી કૂટસ્થ નિત્ય જ થશે જેથી મુક્તિપ્રાપ્તિ ઘટશે નહીં, મુક્તિ માટેના પ્રયાસો નિષ્ફળ જશે. સારાંશ એ છે કે સાંખ્યમત પ્રમાણે પ્રકૃતિનો આત્માથી વિયોગ થયે છતે અને વેદાન્તદર્શન પ્રમાણે અવિદ્યાનો આત્માથી વિયોગ થયે છતે જો આત્મામાં કંઈપણ ફેરફાર થાય છે, સંસારીપણું જાય છે અને મુક્તપણું આવે છે. આમ જો તે માને તો તે બન્ને દર્શનકારોને આત્માનું કૂટસ્થનિત્યપણું ચાલ્યું જાય છે. કૂટસ્થ નિત્યપણું જે તેઓએ માન્યું છે તે રહેતું નથી. અને જો સંસારીપણું જતું રહેતું ન હોય તો મુક્તિ પ્રાપ્ત થવાથી આ આત્માને અધિકો શું લાભ થયો? કંઈ જ લાભ થયો નહીં સંસાર જેવો હતો તેવો જ જો સંસાર ત્યાં રહ્યો હોય તો મુક્તિપ્રાપ્તિ થઈ જ ન કહેવાય? અને જો આ આત્મા મુક્તિ પામે ત્યારે વિશુદ્ધ થાય છે આમ જો કહો તો આત્મા એકાન્ત નિત્ય ન રહ્યો. પી માયાનાશ ન અધિકો ભાવ, શુદ્ધરૂપ તો પ્રથમ વિભાવા રત્નાદિકમાં શુદ્ધિ-અશુદ્ધિ જે કહો, તો સી ઈહા કુબુદ્ધિ II૫oll ગાથાર્થ :- માયાનો નાશ થવો એ કોઈ અધિક તત્ત્વ નથી. આમ જો કહો તો પહેલાં જે વિભાવદશાવાળું સ્વરૂપ છે તે પણ શુદ્ધસ્વરૂપવાળું જ બનશે. રત્નાદિકમાં જો શુદ્ધિ અને અશુદ્ધિ બને કહો છો તો પછી અહી આવી કુબુદ્ધિ કેમ રાખો છો ? //૪ll Page #154 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વનાં ચોથા સ્થાનનું વર્ણન ૧૩૭ ટબો :- जो कहस्यो मायानाश अधिको भाव नथी, अधिकरणस्वरूपज छइ, तो प्रथम विभावरूप आत्मा ते शुद्धरूप थइ जाइ, जे माटइं ते आत्मामाहिं मायिकभावनो अत्यन्ताभाव छइ । शुद्धरूप ज्ञानइ ज जो शुद्ध थाइ, तो समल भाजनादिक पणि निर्मलताज्ञानई ज निर्मल थयुं जोइइ । रत्नादिकन जिम शुद्धि - अशुद्धि उपाय - उपाधि कहो छो तिम आत्मानइं परिणामविशेषइ जाणो । ऐसी कुबुद्धि जे पुद्गलद्रव्यनइं परिणामहं शुद्धि - अशुद्धि कहो छो, अनइ आत्मानइ तिम नथी હતા | | વિવેચન :- હવે જો એમ કહેશો કે માયાનો નાશ જે થાય છે તેમાં જીવમાં કંઈ અધિક વસ્તુ થતી નથી. આ આત્મા માયાના અધિકરણસ્વરૂપ છે. માયાથી ભરેલો છે. તે માયાનો નાશ થાય એટલે જે આત્મા પ્રથમ વિભાવરૂપ હતો તે જ હવે શુદ્ધરૂપે બને છે એટલે કે આ આત્માની પ્રથમ જે માયાથી યુક્ત માયોપહિત (માયાથી દબાયેલી) એવી જે વિભાવદશા હતી. અર્થાત્ અશુદ્ધદશા હતી. તે હવે શુદ્ધરૂપે બની જાય છે. એટલે કે આ આત્મા વિભાવદશાનું=અશુદ્ધદશાનું જે અધિકરણ છે તે જ આત્મા હવે શુદ્ધ દશાનું અધિકરણ બને છે જે માટે આ આત્મામાં માયાથી યુક્ત એવી જે આધેયરૂપ દશા હતી તેનો અત્યન્ત અભાવ થાય છે. પણ આત્મામાં કંઇ ફેરફાર થતો નથી આમ સિદ્ધ થશે.પણ આત્મા તો નિર્વિકારી જ રહે છે. આમ માયાથી યુક્ત આત્માનો નાશ થઈને માયારહિત શુદ્ધ આત્માનો પ્રગટભાવ થાય છે આવું કહેશો તો આત્મામાં ફૂટસ્થનિત્યપણું રહેતું નથી. કારણ કે જે આત્મા પહેલાં માયાથી ઘેરાયેલો હતો તે જ આત્મા માયારહિત બનવાથી શુદ્ધ બન્યો. આ રીતે આત્મામાં પરિવર્તન થયું. માટે કચિત્ અનિત્યપણું પણ આવ્યું જ. Page #155 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ છે હવે જો એમ કહેશો કે આત્માના શુદ્ધસ્વરૂપનું જ્ઞાન થવું એ જ આત્માનું શુદ્ધ થવાપણું છે આમ જો કહેશો તો જે વાસણ આદિ પદાર્થો સમલ હોય તેની નિર્મળતાનું જીવને જ્ઞાન થાય ત્યારે તે મલીન વાસણો પણ નિર્મળ થઈ જવાં જોઈએ. જે જ્ઞાન માત્રથી જ મલીનતા દૂર થતી હોય તો મલીન વાસણને રાખથી ધોવા વગેરેના ઉપાયો કરવાની જરૂર રહેતી નથી, પણ સંસારમાં આવું જોવા મળતું નથી.માટે તમારી વાત બરાબર નથી. ૧૩૮ હવે જો એમ કહો કે જેમ રત્નાદિકમાં શુદ્ધિ અને અશુદ્ધિ બન્ને હોય છે. ત્યાં ઉપાયપૂર્વક અશુદ્ધિ જો દૂર કરવામાં આવે તો ઉપાય સ્વરૂપ ઉપાધિથી અશુદ્ધિ દૂર થાય છે અને શુદ્ધિ પ્રગટ થાય છે આમ જો વાસણમાં અશુદ્ધિ જવાથી શુદ્ધિ થાય છે. આમ જો કહો તો આત્મામાં પણ પરિણામવિશેષે આ જ રીતે અશુદ્ધિમાંથી શુદ્ધિ થાય છે આમ સમજો. જેમ રત્નાદિકમાં શુદ્ધિનું જ્ઞાનમાત્ર કરવાથી રત્નો શુદ્ધ થતાં નથી પરંતુ તેમાં રહેલી અશુદ્ધિ દૂર કરવાથી શુદ્ધિ આવે છે તેમ આત્મામાં પણ જે પહેલાં માયોપહિત એટલે માયાથી યુક્ત પરિણામ હતો કે જે અશુદ્ધ પરિણામ કહેવાતો હતો. તે જ માયાથી રહિત અવસ્થાવિશેષ બનવાથી શુદ્ધ કહેવાય છે. પરંતુ જ્ઞાન માત્ર કરવાથી અશુદ્ધ વસ્તુ શુદ્ધ બનતી નથી. આમ માનવું જોઈએ. જેમ જે રત્ન સમલ હતું, તે જ ઉપાયવિશેષથી અમલ થાય છે તેમ આ આત્મા પણ મોહના મેલથી જે સમલ હતો અને ધર્મપુરુષાર્થ વિશેષ કરવાથી મોહના મેલથી રહિત થવાના કારણે તે જ અમલ બને છે. એટલે આત્માની પોતાની જ બન્ને અવસ્થાવિશેષ છે. આમ માનવું જોઈએ. પુદ્ગલદ્રવ્યમાં પરિણામને અનુસારે શુદ્ધિ-અશુદ્ધિ થાય છે આમ કહેવું અને આત્માને વિષે શુદ્ધિ-અશુદ્ધિ થાય છે આમ ન કહેવું, અને કેવળ કુટસ્થ નિત્યપણું જ માત્ર કહેવું. તે કેવી કુબુદ્ધિ કહેવાય ? અર્થાત્ જેમ રત્ન સમલમાંથી અમલ (નિર્મળ) થાય છે તેમ આત્મા પણ મલીનભાવમાંથી નિર્મળ ભાવને પામે છે. માટે નિત્યાનિત્ય Page #156 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વનાં ચોથા સ્થાનનું વર્ણન ૧૩૯ ઉભયસ્વભાવવાળો છે, પરંતુ એકલો કૂટસ્થનિત્ય નથી. તેને કૂટસ્થંનિત્ય માનવો તે કુબુદ્ધિ જ કહેવાય. તેથી હે બન્ને દર્શનકારો ! તમે કંઈક સમો અને સાચું તત્ત્વ સ્વીકારો. યા રતનશોધ જિમ શતપુટખાર, તિમ આતમશોધક વ્યવહાર ગુણધારાઈ અખિલ પ્રમાણ, જિમ ભાખઈ દાસૂર સુજાણ II૫૮॥ ગાથાર્થ :- જેમ રત્નની શુદ્ધિ કરનાર સો ખારપુટ સાધનરૂપે છે તેમ આત્માની શુદ્ધિ કરનાર ધર્મક્રિયાનો (અને સમ્યજ્ઞાનનો) વ્યવહાર છે. ગુણોની વૃદ્ધિ કરનારી ધારાથી પૂર્વનો સર્વવ્યવહાર પ્રમાણ ગણાય છે જેમ યોગાચાર્ય દાસૂરઋષિ પોતાના યોગગ્રંથોમાં કહે છે તેમ. ૫૮॥ ટબો ઃजिम रतनशोधक - रतनदोषनो टालनहार, शतपुटखार सो खारपुट छइ, तिम आत्माना दोषनो शोधक क्रियाव्यवहार छइ । चरमक्रियासाधन माटइं प्रथमादि क्रिया पणि लेखइ छइ । प्रथमादि विना चरम खारपुट न होइ, ते विना रतनशुद्धि न होइ, ए क्रियादृष्टान्त जावो । गुणधारावृद्धिं सर्वप्रमाण एह ज अभिप्रायइं योगवासिष्ठ ग्रंथ मध्ये दासूरऋषि रामचन्द्रप्रति बोल्या ॥५८॥ વિવેચન :- જેમ મલીન રત્ન હોય તો તેને શુદ્ધ કરનાર એટલે કે રત્નના દોષનો ટાલનહાર (દોષને દૂર કરનાર) ટંકણખારના સો પુટ આપવા (એટલે મલીન સુવર્ણને સેંકડોવાર ખાર આપવો) તે ઉપાય છે તેની જેમ આત્મામાં રહેલા દોષોને દૂર કરવાનો ઉપાય=દોષોનો શોધક (સમ્યજ્ઞાનપૂર્વકનો) ક્રિયાવ્યવહાર છે. છેલ્લી એટલે કે ચરમક્રિયા જે થાય તેનાથી જ આત્મા શુદ્ધ બને છે એટલે કે ચરમક્રિયા એ જ શુદ્ધિનું પરમસાધન છે. પરંતુ પૂર્વના સમયોની ક્રિયા વિના ચરમસમયની ક્રિયા આવતી નથી. માટે પ્રથમસમય-દ્વિતીયસમય આદિની સકલક્રિયાને પણ સાધનરૂપે ગણવી જોઈએ. જેમ અમદાવાદથી શંખેશ્વર જવું હોય તો Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ શંખેશ્વરની પ્રાપ્તિ અંતિમ પગભરીએ ત્યારે જ આવે છે. તો પણ અમદાવાદથી નીકળ્યા પછી શંખેશ્વર પહોંચતાં સુધી જેટલા પગલાં ભર્યા તે સઘળાં પણ પ્રથમ-દ્વિતીય આદિ પગલાં શંખેશ્વરની પ્રાપ્તિનું જ કારણ કહેવાય છે તેમ અહીં પણ અંતિમ સમયની ક્રિયા તો દોષનાશક જરૂર છે જ, પરંતુ પૂર્વના સર્વ સમયોમાં જે જે ધર્મક્રિયા કરાય છે તે પણ અંશે અંશે આત્મશુદ્ધિનો હેતુ અવશ્ય છે જ. પ્રથમસમયની, દ્વિતીયસમયની, એમ તૃતીયાદિ સમયની આમ પૂર્વના સર્વસમયોની ક્રિયા જો ન થઈ હોત તો ચરમસમયની ક્રિયા થાત નહીં. માટે પૂર્વકાલીન પ્રથમ આદિ સર્વ સમયોની ક્રિયાને શુદ્ધિકારક તરીકે અવશ્ય સ્વીકારવી જોઇએ અને તે સર્વે સમયોની ક્રિયાને પણ ઉપકારક માનવી જોઇએ. ટંકણખારની (રત્નને શુદ્ધ કરનાર ખાર વગેરેના યોગની) પ્રથમ પુટવાળી ક્રિયા વિના અંતિમ પુટની ક્રિયા થઈ શકે નહીં અને અંતિમ ક્રિયા વિના રત્ન શુદ્ધ બની શકે નહીં. માટે અંતિમ ક્રિયા અને પૂર્વના સર્વ સમયોની ક્રિયા એમ બન્નેને રત્નના મેલની સંશોધક સમજવી. આ પ્રમાણે આ ક્રિયાનું દેષ્ટાન્ત સમજાવ્યું. દરેક કાર્યોમાં ગુણની અનુક્રમે સાતત્યતાપૂર્વક વૃદ્ધિ કરવાની હોય છે. જ્યારથી રત્નને સાફ કરવા હાથમાં લીધું ત્યારથી પ્રારંભીને સમયે સમયે શુદ્ધિની વૃદ્ધિ થાય તેવી જે કોઈ ક્રિયા કરવાની હોય છે તે સર્વ ક્રિયા કરવી જ પડે છે. આ વાત સર્વ વાદીઓને સ્વીકાર્ય (માન્ય) જ હોય છે. ગુણોની ધારા કેમ વધે આવી વાત સર્વને પ્રમાણ હોય છે તે અભિપ્રાય પ્રમાણે યોગવાસિષ્ઠ નામના ગ્રંથમાં યોગી શ્રી દાસૂર નામના ઋષિએ રામચંદ્રજીની પ્રત્યે આ પ્રમાણે કહ્યું છે. તેમનું તે કથન આ પ્રમાણે છે - Page #158 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વનાં ચોથા સ્થાનનું વર્ણન સતુષપણું જિમ તંદુલે ઘણું, ક્રિયા વિના ન વિનાશઈ પુત્ર ! જાણિ પુરુષમલ તિમ અપવિત્ર પા ગાથાર્થ :- તંદુલમાં જેમ ઘણું ફોતરાવાળાપણું, અને ત્રાંબાની અંદર ઘણું શ્યામપણું છે તે ખાંડવાની અને માંજવાની ક્રિયા કર્યા વિના દૂર થતું નથી તેમ હે પુત્ર ! અનાદિનો અને અપવિત્ર એવો પુરુષનો કર્મરૂપી મેલ તેને ધોવાની ક્રિયા વિના નાશ થતો નથી. ।।પા ૧૪૧ શ્યામપણું ત્રાંબાનિં ઘણું ટબો :- સતુષપણું-પોતાસહિતપણું નિમ તંબુનતળું-વ્રીહિતળુ, त्रांबाभाजननुं घणुं-घणेरुं श्यामपणुं मलिनपणुं, कंडन - मार्जनप्रमुख क्रिया विना हे पुत्र रामचंद्र ! नासई नही, तिम अपवित्र जे अनादिकालीन पुरुषमल कर्मरूप छइ, ते क्रिया विना ज्ञानमात्रई नासै नही, वचनमात्रइं आत्मा संतोस्यइं स्यूं थाई ॥ उक्तं च । भणंता अकरंता च बंधमुक्खपइनि वायाविरियमित्तेणं समासासिंति अप्पयं ॥ ५९ ॥ વિવેચન :- ચોખામાં એટલે કે ડાંગરમાં જે ફોતરાવાળાપણું, (તુષ એટલે ફોતરાં, ઋતુષપણુ=ફોતરાવાળાપણું) છે. તે તંદુલનું એટલે કે વ્રીહિનું છે તથા ત્રાંબાના વાસણનું અતિશય ઘણો કાટ લાગવારૂપ જે મલીનપણું છે તે બન્નેની મલીનતા ખાંડવા અને માંજવારૂપ ક્રિયાઓ કર્યા વિના દૂર થતી નથી. ડાંગરમાં ફોતરાવાળાપણું, એ રૂપ જે મલિનતા છે તે ખાંડવાની ક્રિયા કર્યા વિના ફોતરાં દૂર થતાં નથી અને ડાંગર શુદ્ધ બનતી નથી. તથા ત્રાંબામાં જે કાટરૂપ મલીનતા છે તે માંજવારૂપ ક્રિયા કર્યા વિના Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ સમ્યક્ત જસ્થાન ચઉપઈ કાટરૂપમેલ દૂર થતો નથી. તેમ છે પુત્ર રામચંદ્ર ! ઉપરના બને ઉદાહરણોની જેમ આ આત્મામાં અનાદિકાલથી કર્મસ્વરૂપ જે પુરુષનો મેલ છે તે ધર્મક્રિયા કર્યા વિના કેવળ એકલા જ્ઞાનમાત્રથી નાશ થતો નથી. | હે આત્મા ! તારો મેલ દૂર થાઓ, તારો મેલ દૂર થાઓ આમ વચનમાત્ર બોલ્યા કરીએ પણ મેલ કાઢવાની કોઈ પણ જાતની ક્રિયા જો ન કરીએ તો નાશની ક્રિયા વિના કેવળ એકલા જ્ઞાનમાત્રથી આ મેલ નાશ પામતો નથી. મારો આત્મા પવિત્ર થાઓ, મારો આત્મા પવિત્ર થાઓ આમ સેંકડો વર્ષો સુધી વચનમાત્રથી બોલ્યા કરીએ અને આમ બોલવા માત્રથી આત્માને સંતુષ્ટ-ખુશ ખુશ કરીએ તેનાથી સો ફાયદો થાય? અર્થાત્ કંઈ પણ ફાયદો ન થાય, બોલવા માત્રથી તો આત્મા તેવો ને તેવો મલીન માત્ર જ રહે. ક્રિયા કરો તો જ શુદ્ધ થાય તેમ અહીં પણ આત્મામાં શુદ્ધિકરણની ક્રિયા કરવી આવશ્યક જ છે. પલા એ તો શુદ્ધાશુદ્ધવભાવ કહિઇ, તો સવિ ફાવઇ દાવ ! કાલભેદથી નહિ વિરોધ, સઘટ-વિઘટ જિમ ભૂતલબોધ કથા ગાથાર્થ :- આ વિષયમાં આત્માનું શુદ્ધાશુદ્ધ સ્વભાવપણું માનીએ તો જ સર્વવત કાલભેદથી ઘટી શકે છે તેમ માનવામાં કોઈ પણ જાતનો વિરોધ આવતો નથી. જેમ એક જ ભૂતલ કાળભેદે સઘટ અને અઘટ જણાય જ છે. /૬oll ટબો - તો માત્માનો સ્વભાવ નો સંસરિરાષ્ટ્ર અશુદ્ધ, सिद्धदशाइं शुद्ध, इम शुद्धाशुद्ध स्याद्वादप्रमाणइ करी मानिइं । तो सर्व दाव मुक्तिशास्त्रनो फावइ, पणि एकान्तवादई तो कांइ न મિત્રટ્ટ | Page #160 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વનાં ચોથા સ્થાનનું વર્ણન ૧૪૩ विरोध परिहरइ छइ-कालनई भेदथी विरोध नही, जे माटइ एक ज भूतल घटकालइ घटवत्स्वभाव छइ, अन्य कालइ अघटस्वभाव छइ, इम शुद्धाशुद्धोभयस्वभाव कालभेदइ मानतां विरोध नथी । अन्यनई जे भावाभावसंबंधघटक ते ज अह्यारइ शबलस्वभाव छै ॥६०॥ વિવેચન :- આ આત્માનો જ અમુકકાલે અશુદ્ધસ્વભાવ અને બીજા અમુકકાલે શુદ્ધસ્વભાવ છે. આમ માનીએ તો કંઈ દોષ આવતો નથી. આ જ આત્માની સંસારી અવસ્થા હોય ત્યારે અશુદ્ધસ્વભાવ અને સિદ્ધદશા હોય ત્યારે શુદ્ધસ્વભાવ આમ એક જ આત્માના કાલભેદથી શુદ્ધાશુદ્ધ એમ બન્ને સ્વભાવો સ્યાદ્વાદપ્રમાણને અનુસારે જો માનીએ તો મુક્તિશાસ્ત્રનો સઘળો ઉપાય ફાવી જાય. અર્થાત્ આમ સંસારીપણાના કાળે અશુદ્ધસ્વભાવ અને સિદ્ધપણાના કાલે શુદ્ધસ્વભાવ આ રીતે જો કાળભેદથી એક જ આત્માનો શુદ્ધાશુદ્ધ સ્વભાવ માનીએ તો સઘળો લાગ ફાવી જાય. સઘળી વાત સંગત થઈ જાય. બધા જ ઉપાયો સફળ થાય. કોઈ પણ જાતનો દોષ આવતો નથી. પરંતુ સ્યાદ્વાદ ન માનીએ અને એકાન્તવાદ માનીએ તો કોઈ પણ વાત સંગતતાથી મળે નહીં અર્થાત્ કોઈપણ વાત સંગત ન થાય. જો આત્મા એકાન્તે અશુદ્ધ જ હોય તો તે ક્યારેય શુદ્ધ ન થાય અને જો એકાન્તે શુદ્ધ જ હોય તો તેને શુદ્ધ કરવા ધર્મ કરવાની શી જરૂર ? આ રીતે એકાન્તવાદ માનવામાં અશુદ્ધ એવો આત્મા શુદ્ધ થાય છે. આ વાત સંગત થતી નથી. પ્રશ્નઃ- કદાચ અહીં કોઈ વાદી આવો પ્રશ્ન કરે કે એક જ આત્માને શુદ્ધ અને અશુદ્ધ એમ બે અવસ્થા કેમ ઘટે ? જેમ ભવ્યઅભવ્યપણું એમ બે ભાવ એક જીવમાં હોતા નથી તેમ એક જ જીવમાં શુદ્ધ અને અશુદ્ધપણું માનવામાં શું વિરોધદોષ ન આવે ? Page #161 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ ઉત્તર ઃઉપર કહેલા વિરોધનો પરિહાર કરતાં એટલે ઉપરોક્ત વિરોધનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી કહે છે કે કાળના ભેદથી જો શુદ્ધાશુદ્ધપણું લેશો તો કોઈ પણ જાતનો વિરોધ આવશે નહીં. એકની એક વસ્તુ કાલના ભેદથી શુદ્ધ-અશુદ્ધ એમ બન્ને પ્રકારની હોય છે. જેમકે એક જ ભૂતલ (પૃથ્વી) છે, પરંતુ જ્યારે તેમાંથી ઘડો બનાવતા હો, ત્યારે તે માટી ઘટ બનવાના સ્વાભાવવાળી છે અને અન્ય કાળે (જ્યારે તમે તેમાંથી ઘટ ન બનાવતા હો ત્યારે) અઘટ સ્વભાવવાળી પણ છે. આ રીતે માટી જેમ ઘટ-અઘટસ્વભાવવાળી કાળભેદે સંભવે છે તેમ આત્માનો પણ શુદ્ધાશુદ્ધ એમ બે પ્રકારનો સ્વભાવ કાલભેદે માનવામાં કોઇ પણ જાતનો વિરોધ આવતો નથી. ૧૪૪ અન્ય દર્શનકારો ભૂતલ ઉપર ઘટ હોય ત્યારે અને ઘટ ન હોય ત્યારે ભૂતલનો ઘટભાવની સાથે અને ઘટાભાવની સાથે સંબંધ છે આમ માને છે. ભૂતલ ઘટભાવ સાથે સંબંધવાળું છે અને તે જ ભૂતલ બીજા કાલે ઘટાભાવ સાથે સંબંધવાળું છે તેને જ અમારી દૃષ્ટિએ ભાવા-ભાવરૂપ ઉભયસ્વભાવરૂપ મિશ્રસ્વભાવવાળું ભૂતલ છે એમ અમે જૈનો કહીએ છીએ. હકીકતથી જો વિચારીએ તો એક જ ભૂતલમાં કાળભેદે ઉભયસ્વભાવ વર્તે જ છે. એટલું જ નહીં પણ માટીનો ઘટ ભૂતલ ઉપર પડેલો હોય ત્યારે તે જ ભૂતલ માટીના ઘટની અપેક્ષાએ ઘટવાળું અને ત્રાંબાના કે ચાંદીના ઘટની અપેક્ષાએ ઘટાભાવવાળું પણ છે.એમ એક જ કાળે પણ દ્રવ્યના ભેદથી ભાવાભાવ ઘટી શકે છે. આમ સર્વત્ર સ્યાદ્વાદયુક્ત વચનો જ યથાર્થ જાણવાં. ॥૬॥ કેવલશુદ્ધ કહઈ શ્રુતિ જેહ, નિશ્ચયથી નહિ તિહાં સંદેહ તે નિમિત્તકારણ નવિ સહિ, ચેતન નિજગુણ કરતા કહઈ ||૧|| Page #162 -------------------------------------------------------------------------- ________________ સમ્યત્ત્વનાં ચોથા સ્થાનનું વર્ણન ૧૪૫ - ગાથાર્થ :- શ્રુતિઓ આત્માને કેવળ એકલો શુદ્ધ જ છે આમ કહે છે. નિશ્ચયનયથી તે વાતમાં કોઈ પણ પ્રકારનો સંદેહ નથી તે વાત સત્ય છે. પરંતુ તે નિશ્ચયનય નિમિત્તકરણને માને નહીં અને આ ચેતન પોતે જ પોતાના ગુણોનો કત છે આમ કહે છે. તે વાત બરાબર નથી.) //૬ ૧/l બો શ્રુતિં વજૂદથપÇ શું કરું, તે મેન (લિં) શૂર્તિ जे केवलशुद्ध आत्मा कहिओ छइ, ते निश्चयनयथी तेहमां संदेह नही. जेहनो आविर्भाव सिद्धमांहि छइ । ते निश्चयमह (मत) निमित्तकारण न मानइ, शुद्ध पर्याय उपादान द्रव्यनइं स्वभावई ज शुद्ध कहइ Tદ્દા વિવેચન - શ્રુતિઓમાં આત્માનું કુટસ્થ નિત્યપણું એટલે એકાન્ત નિત્યપણું કહ્યું છે ત્યાં કુટસ્થપણું (એકાન્તપણું) જે કહ્યું છે તે ઘટતું નથી. કારણ કે પર્યાયની અપેક્ષાએ અનિત્યપણું છે માટે કુટસ્થપણું એટલે એકાન્તપણું જે કહ્યું છે તે ઘટતું નથી.અર્થાત એકાન્ત નિત્યપણું કહેવું તે બરાબર નથી. તથા વળી કૃતિઓમાં આત્માને કેવલશુદ્ધ જે કહ્યો છે તે નિશ્ચયનયની દૃષ્ટિએ અર્થાત્ પરમાર્થદષ્ટિએ આ આત્મા કેવલ શુદ્ધ છે આ વાત બરાબર ઘટે છે. એટલે તે વાતમાં કોઈ જાતનો સંદેહ નથી. આત્માની જે શુદ્ધદશા છે તેનો સંસારી અવસ્થામાં તિરોભાવ હોય છે અને એ જ શુદ્ધદશાનો સિદ્ધાવસ્થામાં આવિર્ભાવ હોય છે. હકિકતથી આ આત્મા શુદ્ધ-બુદ્ધ છે જ, ફક્ત સંસારી અવસ્થામાં આવી શુદ્ધાવસ્થાનો તિરોભાવ હતો અને તેનો જ સિદ્ધાવસ્થામાં આવિર્ભાવ નિપજ્યો છે. નિશ્ચયનય બાહ્ય નિમિત્તકારણને પ્રધાનતાએ માન્ય રાખતો નથી. ઉપાદાનભૂત મૂલદ્રવ્યને જ વધારે માને છે અને તે ઉપાદાનદ્રવ્યનો જ શુદ્ધપર્યાય પ્રગટ થાય છે આમ કહે છે આવા પ્રકારના શુદ્ધપર્યાયની Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ પ્રગટતા થવાના કારણે જ આ આત્મા શુદ્ધદ્રવ્ય કહેવાય છે. જે નિમિત્તકારણ છે તે દ્રવ્યમાં કંઈ કામ કરતું નથી. આમ નિશ્ચયનય કહે છે. તથા વળી આ નયની દૃષ્ટિએ ચેતન એવો આત્મા પોતે જ પોતાના ગુણોનો કર્તા-ભોક્તા છે આવી માન્યતા નિશ્ચયનયની હોવાથી અન્ય દ્રવ્યના સંયોગથી આત્મામાં જે ગુણપર્યાયો પ્રગટ થાય છે તેને આ નય સ્વીકારતો નથી.પરંતુ પોતે જ શુદ્ધ છે માત્ર તે શુદ્ધતા પ્રગટ થાય છે. જેમ શરીરના યોગે આત્મા સશરીરી છે. કર્મના યોગે આ આત્મા કર્મવાળો છે. આ બધી વાતો આ નયની દૃષ્ટિએ ઉપચારરૂપ છે તાત્ત્વિક નથી આમ સમજવું. ૬૧॥ ચેતન કર્મનિમિત્તઈ જેહ, લાગઈ તેલિ જિમ રજ દેહ । કરમ તાસ કરતા સહિ, નયવ્યવહાર પરંપર ગૃહિદા ગાથાર્થ :- જેમ દેહ ઉપર લાગેલા તેલનું નિમિત્ત પામીને રજ ચોટે છે તેમ ચેતન એવા જીવને રાગદ્વેષાત્મક ભાવકર્મનું નિમિત્ત પામીને જે કામણવર્ગણા ચોટે છે તે દ્રવ્યકર્મ કહેવાય છે તે દ્રવ્યકર્મનો કર્તા જીવ છે આમ વ્યવહારનય કહે છે તે નય પરંપરા સંબંધથી આ જીવ દ્રવ્ય કર્મનો કર્તા છે આમ માને છે. ૬૨ ' ટબો :- ચેતનમં=ને દ્વેષ, તે નિમિત્ત પામી ને પુત્પાત जीवनइ आवइ, जिम तेलनिमित्त पामी रज देहइ आवी लागइ छे तेहनइ ज्ञानावरणीयादि द्रव्यकरम कहिइ, तेहनो कर्ता जीव छइ, इम व्यवहारनय सद्दहइ, ते भावकर्मघटित परंपरासंबंध मानई छ । निश्चयनय ते पुद्गलनिमित्त जीव स्वपरिणामकर्ता, अध्यवसायनिमित्त पुद्गल स्वपरिणामकर्ता इम मानई ॥६२॥७ Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ સમ્યક્તનાં ચોથા સ્થાનનું વર્ણન વિવેચન :- ચેતનના પર્યાયરૂપે થતું જે કર્મ એટલે કે ચેતન એવા જીવમાં જે રાગ-દ્વેષ-વિકાર-વાસનાદિ રૂપ ભાવો થાય છે તે ભાવકર્મ કહેવાય છે તે રાગદ્વેષાદિ રૂપ ભાવકર્મનું નિમિત્ત પામીને આત્માને જે કાર્મણવર્ગણા ચોંટે છે. તે કાર્મણવર્ગણા જ્ઞાનાવરણીયાદિ રૂપે પરિણામ પામે છે તેને દ્રવ્યકર્મ કહેવાય છે. જેમ શરીર ઉપર જે તેલ લગાડેલું છે તેનું નિમિત્ત પામીને જે રજ શરીર ઉપર ચોંટે છે તે મેલ બને છે તેમ આત્મામાં થયેલા રાગ-દ્વેષાદિ ભાવકર્મનું નિમિત્ત પામીને જે કાર્મણવર્ગણા ચોંટે છે અને જ્ઞાનાવરણીયાદિ રૂપે પરિણામ પામે છે તે દ્રવ્યકર્મ કહેવાય છે આમ વ્યવહારનય પામે છે. દ્રવ્યકર્મનો કર્તા જીવ છે આમ વ્યવહારનય માને છે. કારણ કે ભાવકર્મથી આવેલા દ્રવ્યકર્મનો કર્તા પરંપરાસંબંધે જીવ થાય છે. અનંતરસંબંધે તો જીવ રાગ-દ્વેષાદિ ભાવકર્મનો જ કર્તા છે પરંતુ રાગદ્વેષાદિથી બંધાનારાં દ્રવ્યકર્મનો કર્તા પણ આ જીવ છે તે પરંપરાસંબંધ થયો. આ પ્રમાણે વ્યવહારનય કહે છે. જીવ ભાવકર્મનો જે કર્તા છે તે અનંતરસંબંધથી અને ભાવકર્મથી બંધાનારાં દ્રવ્યકર્મનો જીવ જે કર્તા છે તે પરંપરાસંબંધથી કર્તા છે આમ વ્યવહારનયનું કહેવું છે. નિશ્ચયનય એમ માને છે કે કર્મપુગલોનું નિમિત્ત પામીને આ જીવ પોતાના રાગ-દ્વેષાદિ પરિણામોનો જ કર્તા છે અર્થાત્ પોતાનામાં થતા રાગ-દ્વેષ આદિ ભાવકર્મનો જ કર્તા જીવ છે આમ નિશ્ચયનય માને છે. કાશ્મણવર્ગણાનું જ્ઞાનાવરણીયાદિ રૂપે જે પરિણમન થાય છે તે પરદ્રવ્ય હોવાથી તેનું કર્તુત્વ જીવમાં નથી. જીવ કાર્મણવર્ગણાને કર્મરૂપે પરિણામ પમાડવા સમર્થ નથી. એટલે નિશ્ચયનયની માન્યતા પ્રમાણે જીવ રાગદ્વેષાદિ ભાવકર્મનો કર્તા છે, પરંતુ દ્રવ્યકર્મનો કર્તા નથી. કારણ કે દ્રવ્યકર્મ કાર્મણવર્ગણાનો એટલે પરદ્રવ્યનો પરિણામ છે. માટે તેમનો કર્તા જીવ ન હોઈ શકે. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ સમ્યક્ત જસ્થાન ચઉપઈ કામણવર્ગણાનાં પુદ્ગદ્રવ્ય પોતે જ જીવના રાગદ્વેષાદિનાં પરિણામરૂપ નિમિત્ત પામીને જ્ઞાનાવરણીયાદિ કર્મરૂપે પરિણામ પામે છે આમ નિશ્ચયનય માને છે. જીવમાં થતા રાગદ્વેષાદિ પરિણામોનું નિમિત્ત પ્રાપ્ત કરીને કાર્મણવર્ગણા પોતે જ જ્ઞાનાવરણીયાદિ રૂપે દ્રવ્યકર્મ સ્વરૂપે પરિણામ પામે છે. દરેક દ્રવ્યો પોતાના પરિણામના કર્તા છે. પરદ્રવ્યના પરિણામના કર્તા નથી. આમ નિશ્ચયનય માને છે એટલે રાગદ્વેષાદિ પરિણામો જીવને થાય છે માટે તે ભાવકર્મનો કર્તા જીવ છે. અને કાર્મણવર્ગણાનાં પુગલદ્રવ્યો એ જ્ઞાનાવરણીયાદિ રૂપે પરિણામ પામે છે માટે તે પુદ્ગલદ્રવ્યો જ દ્રવ્યકર્મના કર્તા છે આમ નિશ્ચયનય માને છે. નિશ્ચયનયનું કહેવું છે કે જીવના પર્યાયનો કર્તા જીવ હોય અને પુગલના પર્યાયનો કર્તા પુદ્ગલ હોય. જીવદ્રવ્ય હોય કે પુગલદ્રવ્ય હોય આમ સર્વે પણ દ્રવ્યો પોતપોતાના પરિણામો ભજવવા સમર્થ છે. સર્વે પણ દ્રવ્યો પોતાના પર્યાયનો કર્તા છે. અન્ય દ્રવ્યના પરિણામનો કર્તા અન્ય દ્રવ્ય બને નહીં. કોઈપણ જીવદ્રવ્ય અજીવદ્રવ્યના પરિણામનો કર્તા બનતો નથી. તથા કોઈપણ અજીવદ્રવ્ય જીવદ્રવ્યના પરિણામનો કર્તા બનતો નથી. આમ નિશ્ચયનય કહે છે. સારાંશ કે વ્યવહારનય પરપરાસંબંધને સ્વીકારે છે તેથી આ જીવ જેમ રાગાદિનો કર્તા છે તેમ કર્મનો કર્તા પણ જીવ છે. આમ વ્યવહારનયનું કહેવું છે પરંતુ નિશ્ચયનયનું કહેવું એવું છે કે જીવ તો રાગદ્વેષાદિ ભાવકર્મ કે જે પોતાના મલિન પરિણામરૂપ છે તેનો જ કર્તા છે. જ્ઞાનાવરણીયાદિ કર્મનો કર્તા જીવ નથી. જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મનો કર્તા તો તે કાર્મણવર્ગણાનો પુગલદ્રવ્યો જ છે. પુદ્ગલપરિમામનો કર્તા પુદ્ગલદ્રવ્ય અને જીવપરિણામનો કર્તા જીવદ્રવ્ય હોય આમ નિશ્ચયનય માને છે. કોઈપણ Page #166 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્તનાં ચોથા સ્થાનનું વર્ણન ૧૪૯ વિવક્ષિત દ્રવ્ય પરદ્રવ્યના પરિણામનો કર્તા થતું નથી. આવું નિશ્ચયનયનું કથન છે. ll૬૨ll બીજ અંકુરચાઇ એ ધાર, છે અનાદિ પણ આવઇ પારા મુગતિ સાદિ નઇ જિમ અનંત, તિમ ભવ્યત્વ અનાદિ અંત II૬all ગાથાર્થ - બીજ અને અંકુરાના ન્યાયે જીવ અને કર્મનો સંબંધ છે અનાદિ, પરંતુ તેનો પાર-છેડો આવે છે. અર્થાત અનાદિ સાત્ત છે. મુક્તિ જેમ સાદિ અને અનંત છે તેમ ભવ્યત્વ અનાદિ અને સાત્ત છે. Ilal રબો - રૂમ માવર્મ દ્રવ્ય, વ્યર્મ માવી, વહતાં अन्योन्याश्रय दोष थाइ, ते टालइ छइ । ए द्रव्यकर्म-भावकर्म अन्योन्यापेक्षानी धारा बीज-अंकुरपणइ अनादि छइ, प्रामाणिकत्वान्न दोषः । ए धारा अनादि छइ, पणि शुक्लध्यानइं दाह थाइ, तिवारइ पार आवइ, जिम बीजांकुरसंताननो एकनइ नाशइ । अनादि भावनो अंत किम होइ ? तिहां कहइ छड्-जिम सादि होइ ते सान्त ज ए व्याप्ति नथी मोक्षपदार्थइ व्यभिचार होइ, ते माटइ, तिम अनादि होइ ते अनंत इम निश्चय न कहवो, भव्यत्वइ विघटइ ते माटइ ॥६३॥ વિવેચન :- (રાગાદિમય) ભાવકર્મથી જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મ બંધાય અને તે બંધાયેલાં જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મ ઉદયમાં આવે ત્યારે તેનાથી રાગદ્વેષાદિ ભાવકર્મ થાય. આમ કહેવામાં અન્યોન્યાશ્રય નામનો દોષ આવે એમ લાગે છે. પરંતુ અન્યોન્યાશ્રયદોષ આવતો નથી. તે ટાળવા-દૂર કરવા માટે કહે છે કે આ દ્રવ્યકર્મ અને ભાવકર્મની ધારા બીજ-અંકુરાની જેમ અનાદિ છે, પણ પરસ્પર આશ્રિત હોતા નથી. જે બીજમાંથી જે અંકુરો થયો, તે અંકુરામાંથી તે બીજ થતું નથી. તથા જે Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ અંકુરામાંથી જે બીજ થયાં તે બીજમાંથી તે અંકુરા થતા નથી. અંકુરા બીજમાંથી જ થાય છે પણ તે બીજ તેની પૂર્વના અન્ય અંકુરામાંથી થાય છે અને તે પૂર્વનો અંકુરો તેની પૂર્વના અન્ય બીજમાંથી થાય છે આમ ધારાઅનાદિ છે પણ પરસ્પરાશ્રય નથી. એ જ પ્રમાણે વર્તમાનકાળમાં રાગાદિની પરિણતિસ્વરૂપ ભાવકર્મથી જે દ્રવ્યકર્મો બંધાય છે તે દ્રવ્યકર્મો તે જ રાગાદિ ભાવ પરિણતિ રૂપ ભાવકર્મનું કારણ બનતાં નથી પણ ભવિષ્યકાળમાં થનારા રાગાદિની પરિણતિરૂપ ભાવકર્મનું કારણ બને છે. અને ભવિષ્યમાં થનારા રાગાદિ ભાવો તેના પછીના કાલે આવનારા દ્રવ્યકર્મનું કારણ બને છે. આમ વર્તમાનનાં દ્રવ્યકર્મો ભૂતકાલીન રાગાદિ ભાવકર્મનું કાર્ય છે અને ભૂતકાલીન તે રાગાદિ ભાવકર્મો તેનાથી પણ પૂર્વકાલીન દ્રવ્યકર્મોનું કાર્ય છે. આમ કાર્ય-કારણભાવ ઘટી શકે છે અને આ રીતે દ્રવ્યકર્મ અને ભાવકર્મનો કાર્ય-કારણભાવ અનાદિકાળથી છે. આ પ્રમાણે આ ધારા અનાદિકાલીન છે પણ અન્યોન્યાશ્રય જેવો કોઇ દોષ આવતો નથી. આમ સિદ્ધ થાય છે. દ્રવ્યકર્મના ઉદયથી નવાં ભાવકર્મ થાય છે અને તે ભાવકર્મથી નવાં દ્રવ્યકર્મો બંધાય છે આમ આ ધારા અનાદિની છે, પરંતુ તે ધારા અનાદિની હોવા છતાં અનંત હોય એવો નિયમ નથી. જેમ બીજમાંથી જ અંકુરા થાય અને અંકુરામાંથી જ નવાં નવાં બીજ થાય છે. તો પણ જે બીજ વાવવામાં જ ન આવે તો તે બીજ બીજપણે જ વપરાઈ જાય છે. તે વપરાઈ જતા બીજમાંથી અંકુરા ન હોય એવું પણ બને તથા જે અંકુરા ઉગતાંની સાથે પશુઓ ખાઈ જાય તો તેમાંથી બીજ ન પણ બને આમ બીજ-અંકુરાની ધારા અનાદિની હોવા છતાં અનંત હોય એવો નિયમ નથી તેની જેમ દ્રવ્યકર્મ અને ભાવકર્મની ધારા અનાદિની છે આ વાત સપ્રમાણ સિદ્ધ થાય છે. પરંતુ આ ધારા અનાદિ છે એટલે અનંત પણ હોવી જોઈએ એવો નિયમ નથી. Page #168 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વનાં ચોથા સ્થાનનું વર્ણન ૧૫૧ શુક્લધ્યાનથી દ્રવ્યકર્મોને બાળી નાખવામાં આવે અથવા ઉત્તમ સાધનાથી રાગાદિ ભાવકર્મોનો ક્ષય કરવામાં આવે તો આ ધારાનો અંત પણ આવી શકે છે જેમ બીજ અને અંકુરાની પરંપરાનો પણ તે બેમાંથી એકનો નાશ થવાથી નાશ થાય છે તેમ અહીં પણ સમજવું. તે માટે જે અનાદિ હોય તે અનંત જ હોવું જોઈએ તેવો નિયમ કેમ થાય? કારણ કે જેની આદિ ન હોય તેનો અંત પણ ન હોય અને જેની આદિ હોય તેનો અંત હોય જ આવી વ્યાપ્તિ જગતમાં દેખાતી નથી. જેમ મોક્ષની આદિ છે પણ અંત નથી તથા મોક્ષે જનારા જીવના સંસારની આદિ નથી છતાં અંત થાય છે. તથા ભવ્યજીવમાં ભવ્યત્વની આદિ નથી છતાં મોક્ષે જતાં તે ભવ્યત્વનો અંત છે. આ રીતે વિચારતાં મુક્તિની આદિ છે પણ અન્ન નથી. સંસારની તથા ભવ્યત્વની સાદિ નથી પણ અંત છે. તેથી જેમ દ્રવ્યકર્મ અને ભાવકર્મની પરંપરા છે અનાદિ, પરંતુ તેથી અનંત જ હોય એવો નિયમ નથી. દ્રવ્યકર્મો નવાં ભાવકર્મને લાવે જ એવો નિયમ નથી તેરમા ચૌદમા ગુણસ્થાનકે ૪૨ અને ૧૨ દ્રવ્યકર્મોનો ઉદય હોય છે પરંતુ રાગાદિ ભાવો રૂપ ભાવકર્મ નથી. માટે પરંપરાશ્રય એટલે કે અન્યોન્યાશ્રય એમ કોઇ દોષ અમને (જૈનોને) લાગતો નથી. ॥૬॥ મુક્તિપ્રાગભાવહ તે ઠામિ જાતિ યોગ્યતા જિમ પરિણામ (મિ) I જૂઠી માયા કારણ થાઉં, વન્ધ્યા માતા કિમ ન કહાય ? ||૬૪મા ગાથાર્થ :- જ્યારે મુક્તિનો પ્રાગભાવ વર્તે છે તે સ્થાને જીવની ભવ્યત્વ રૂપ જાતિ તેના પારિણામિક ભાવ સ્વરૂપ છે. જો જુઠી એવી Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર સમ્યક્ત જસ્થાન ચઉપઈ માયાને જ કારણ કહીએ તો વન્યા એ સાચી માતા છે આમ પણ કેમ ન કહેવાય ? //૬૪ll | ટહ્નો - તે જ્ઞાતિ ભવ્યત્વનામ નીવપરિપામિનાવરૂપ છે, नैयायिकाद्यभिमत मुक्तिप्रागभावइ ठामि छड् । तुच्छ अभावरूप ज मानिइं, तो जाति कार्य न करइ, मुक्त्यधिकार ते भव्यत्व छइ, शमदमवत्त्वइ अधिकारिता हुइ, तो तद्ज्ञानइं प्रवृत्ति, तदुत्तर शमादिसंपत्ति इम अन्योन्याश्रय थाइ इत्यादि घणी युक्ति न्यायालोकइ कही छइ । ते भव्यत्ववंत जीव तथाभव्यत्वपरिणामइ तत्तत्कार्यनो कर्ता छइ, जूठी माया ज कारण कहिइ, तो "वंध्या माता" ए साचु थाइ । उक्तं च हेमसूरिभिः - माया सती चेद् द्वयतत्त्वसिद्धिरथाऽसती हन्त कुतः प्रपञ्चः ? मायैव चेदर्थसहा च तत् किं माता च वन्ध्या च भवत्परेषाम् ॥ (મીયો વ્યવસિવ સ્નો શરૂ) વિવેચન :- જીવમાં રહેલી મોક્ષે જવાની યોગ્યતા, તે રૂ૫ જે ભવ્યત્વ જાતિ છે તે ખરેખર જીવની ભવ્યત્વસ્વરૂપ (યોગ્યતા સ્વરૂપ જ) છે. જીવમાં રહેલી આ ભવ્યત્વ નામની જે જાતિ છે તે જીવના પારિણામિક ભાવ સ્વરૂપ છે પરંતુ કર્મના નિમિત્તે થનારી જાતિ નથી. આ ભવ્યત્વ જાતિ જીવત્વજાતિની જેમ નિર્નિમિત્તક સહજસ્વરૂપાત્મક છે અને જીવની મોક્ષે જવાતી યોગ્યતારૂપ પારિણામિક સ્વભાવવાળી છે પરંતુ કર્મોદયજન્ય નથી. ઔદયિકભાવની આ જાતિ નથી પણ પારિણામિક ભાવની આ જાતિ છે. આ ભવ્યત્વજાતિ તે નિયાયિક આદિના મતે તેઓએ માનેલી મુક્તિના પ્રાગભાવ સ્વરૂપ છે એટલે કે મુક્તિ પ્રાપ્ત થાય તેના પૂર્વકાલમાં જે અભાવ છે તે સ્વરૂપવાળી આ જાતિ છે જેમ માટીમાં ઘટ ઉત્પન્ન થયા પહેલાં ઘટ બનવાની જે યોગ્યતા છે તે ઘટનો પ્રાગભાવ છે તેમ Page #170 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્તનાં ચોથા સ્થાનનું વર્ણન ૧૫૩ મુક્તિપ્રાપ્તિની જે યોગ્યતા છે તે મુક્તિની પ્રાપ્તિના પૂર્વ કાલમાં મુક્તિની પ્રાપ્તિનો જે પ્રાગભાવ છે તે જ ભવ્યત્વજાતિ છે. માટીમાં ઘટ બનવાની યોગ્યતા સ્વરૂપ ઘટપ્રાગભાવ જો ન માનીએ તો તે પૂર્વકાલીન જે ઘટાભાવ છે તે તુચ્છરૂપ અભાવ થાય એટલે કે શશશ્ચંગની જેમ તુચ્છરૂપ અભાવ થાય. જો તે તુચ્છરૂપ અભાવ હોય તો ક્યારેય પણ ઘટ બને જ નહિ. તુચ્છ રૂપ અભાવ ક્યારે ઘટને કરે નહીં, જેમ શશશૃંગનો જે તુચ્છરૂપ અભાવ એટલે સર્વથા અભાવ છે તે ક્યારેય શશશૃંગ કરતાં નથી. આમ પ્રાગભાવ અને તુચ્છ રૂપ અભાવમાં તફાવત જાણવો. ભવ્યત્વજાતિ એ જો તુચ્છ અભાવસ્વરૂપ જ માનીએ તો તે જાતિ ક્યારેય પણ કાર્ય કરી શકે નહીં. અને જેનામાં ભવ્યત્વ છે તેને મુક્તિની પ્રાપ્તિનો થાય જ છે માટે તેવા પ્રકારની જે યોગ્યતા છે તે જ ભવ્યત્વજાતિ છે તેથી ભવ્યત્વજાતિ એ મુક્તિના પ્રાગભાવરૂપ છે. પણ તુચ્છ અભાવરૂપ નથી. પ્રાગભાવ અને તુચ્છરૂપ અભાવમાં આટલો તફાવત છે કે જેનો પ્રાગભાવ હોય છે. તે કાર્ય કેટલાક કાળ પછી પણ અવશ્ય થાય જ છે. જેમ માટીમાં ઘટનો પ્રાગભાવ છે તેથી તે માટીમાંથી કાળાન્તરે પણ ઘટ થાય છે પરંતુ જેનો તુચ્છરૂપ અભાવ હોય છે તેમાંથી કાર્ય ક્યારેય નિપજતું નથી જેમકે સસલાનાં શીંગડાનો જે અભાવ છે તે તુચ્છ રૂપ અભાવ છે તેથી સસલાને શીંગડા ક્યારેય પ્રગટ થતાં નથી. આ રીતે વિચારતાં ભવ્યત્વ એ મોક્ષનો પ્રાગભાવ છે પરંતુ તુચ્છરૂપ અભાવ નથી. અમદમાદિવાળા હોવાપણું = (એટલે કે સમતાભાવ અને ઈન્દ્રિયોના દમનવાળાપણું) આ ગુણ આવવાથી મુક્તિનું અધિકારીપણું Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ સમ્યક્ત જસ્થાન ચઉપઈ (અર્થાત મુક્તિની યોગ્યતા) આવે છે. પરંતુ અમદમાદિ ગુણોનું જ્ઞાન આવવાથી જીવમાં મુક્તિની પ્રવૃત્તિ આવે છે અને મુક્તિની પ્રવૃત્તિ આવવાથી અમદમાદિ ગુણોનું જ્ઞાન આવે છે. આમ માનવામાં શમદમાદિ ગુણોના જ્ઞાનનો અને મુક્તિની માત્ર યોગ્યતાનો અન્યોન્યાશ્રય દોષ લાગે છે. તેથી અમદયાદિ ગુણોનું જ્ઞાન માત્ર એ મુક્તિનું કારણ બને છે. આ વાત બરાબર નથી. પણ અમદમાદિ ગુણોની પ્રાપ્તિ થવી તે મોક્ષનું કારણ બને છે. આ પ્રમાણે ઘણી યુક્તિઓ છે. તેનું વિશેષજ્ઞાન ન્યાયાલોક નામના ગ્રંથમાં ચર્ચેલું છે. ત્યાંથી જાણી લેવા વિનંતિ છે. ભવ્યત્વનો પરિણામ એ મુક્તિના પ્રાગભાવ સ્વરૂપ હોવાથી તથાભવ્યત્વના પરિણામના કારણે જ કાળ પાકે ત્યારે આ જીવ બાહ્યનિમિત્ત વિના પણ પોતાના સ્વભાવભૂત ભવ્યત્વપરિણામના કારણે જ તત્તત્કાર્યનો = મોક્ષપ્રાપ્તિનો અને મોક્ષના ઉપાયોની પ્રાપ્તિરૂપ કાર્યનો કર્તા થાય છે. જેમ માટીમાં રહેલો ઘટનો પ્રાગભાવ જ કાળ પાકતાં બીજી બાહ્ય સામગ્રી મળી આવતાં માટીમાંથી ઘટ નિપજાવે છે તેમ ભવ્યજીવમાં રહેલો મુક્તિનો પ્રાગભાવ જ કાળ પાકતાં મુક્તિ નિપજાવે છે. જો જુઠ્ઠી એવી માયાને જ કારણ માનીએ તો માયા એ કારણરૂપે પદાર્થ બનવાથી તે માયા યથાર્થ એવો એક પદાર્થ જ થઈ જશે પણ તે માયારૂપે રહેશે નહીં. જેમ વધ્યા હોય અને તે જ માતા થાય આવું બને નહીં. તેમ જે માયારૂપ હોય અને કાર્ય કરનાર કારણસ્વરૂપ પણ હોય આવું બને નહીં. જો કાર્ય કરે તો તે માયા એ માયા નથી. આમ જ કહેવાય. પરમ પૂજ્ય કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજશ્રીએ અન્ય યોગવ્યવચ્છેદિકામાં કહ્યું છે કે – माया सती चद् द्वयतत्वसिद्धिः- इत्यादि Page #172 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વનાં ચોથા સ્થાનનું વર્ણન ૧૫૫ “જો માયાને તમે સત્પદાર્થ માનશો તો માયા અને બ્રહ્મ” એમ બે તત્ત્વની સિદ્ધિ થશે તેથી અદ્વૈતવાદ ઉડી જશે અને હવે જો માયાને અસત્-મિથ્યા માનશો તો આ આખું જગત્ એ પ્રપંચરૂપ (મિથ્યા) છે એમ કેમ કહેવાશે ? અર્થાત્ જગત સત્ય જ ઠરશે. તેથી માયા પણ હોય અને અર્થને સિદ્ધ કરનાર પદાર્થ પણ હોય તો માતા પણ હોય અને વન્ધ્યા પણ હોય આવો ઘાટ આ અદ્વૈતવાદીઓને થશે ? અદ્વૈતવાદમાં આવા ઘણા દોષો આવશે એમ કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રાચાર્યજીએ અન્યયોગવ્યવચ્છેદિકા નામના ગ્રંથમાં આ સમજાવેલું છે. ત્યાંથી જોઈ લેવા વિનંતિ છે. ૫૬૪ના જગિ મિથ્યા તો એ સી વાચ, આશામોદક મોદક સાચ 1 જો અજ્ઞાન કહઈ બહુરૂપ, સાચભાવનો સ્યો અંધકૂપ ॥૫॥ ગાથાર્થ :- જો આ જગત મિથ્ય છે આમ કહો છો તો આશામોદક અને સાચાભોદકની શી વાત છે ? જો જાગૃત અજ્ઞાન અને સ્વપ્નઅજ્ઞાન આ બન્નેને ભિન્નસ્વરૂપવાળું બહુસ્વરૂપે કહો છો તો સાચા ભાવવાળા ઘટ-પટાદિને સત્યસ્વરૂપે માનતાં તમને શું અંધકૂપ થાય છે તમને આમ સાચું માનવામાં શું ગૂઢ અંતરાય નડે છે ? ૬૫૫ ટબો :- નો સવિતાસાજ્ઞાનાર્ય નળ મિથ્યા હો છો, तो ए सी वाच जे एक आशाना मोदक अनइ एक साचा मोदक २ अज्ञानजन्य छइ । जो अज्ञान जाग्रत् स्वप्न प्रपंचारंभक भिन्न भिन्न मानो तो साचभाव घटपटादिक दृष्टवैचित्र्यवंत मानतां स्यो अंधकूप छइ तुम्हनइ ? अत्र श्लोकः – आशामोदकतृप्ता ये, ये चास्वादितमोदकाः । रसवीर्यविपाकादि, तुल्यं तेषां प्रसज्यते ॥ ६५॥ Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ સમ્યક્ત જસ્થાન ચઉપઈ વિવેચન :- જુદા જુદા ભોગવિલાસોવાળું જે આ જગતું દેખાય છે તે અજ્ઞાનનું કાર્ય છે અને તેથી તે મિથ્યાસ્વરૂપ છે આમ જો તમે (બ્રહ્માદ્વૈતવાદીઓ) કહો છો, તો એટલે કે મોહ-માયા ઉપજાવે તેવા ભોગ વિલાસવાળું જે આ જગત આંખે દેખાય છે તે સઘળુંય જગત અજ્ઞાનનું કાર્ય છે અર્થાત્ ભ્રમસ્વરૂપ છે. જગત છે જ નહીં પણ ભ્રમથી માત્ર દેખાય છે આવું જો તમે અદ્વૈતવાદીઓ કહેશો તો એક આશાના મોદક અને બીજા સાચામોદક આ બન્ને મોદક અજ્ઞાનજન્ય જ થયા. જે આશામોદક ખાય તેનું પેટ ભરાતું નથી અને જે સાચા મોદક ખાય તેનું પેટ ભરાય છે આવું કેમ બને છે? અને આવું બને તો છે જ. આશામોદક એટલે કે સ્વપ્નજ્ઞાનની જેમ માત્ર કલ્પના કરાયેલા જ મોદક, મનથી માની લીધેલા જ મોદક, જેમકે સ્વપ્ન આવ્યું કે મેં પેલા ભાઈને ઘેર ૨૫ લાડુ ખાધા તેવા સ્વપ્નવાળા જીવનું પેટ અને જેણે સાચેસાચ મોદક ખાધા હોય તેનું પેટ સમાન હોવું જોઈએ પણ જગતમાં આમ દેખાતું નથી. ' એટલે આશામોદકવાળાનું પેટ ખાલી છે. અને આસ્વાદિત મોદકવાળાનું પેટ ધરાયેલું છે. તેથી બન્ને સમાન નથી. આવું જાણીને હવે જો તમે જાગૃત અવસ્થામાં (જે સાચા મોદક) દેખાય છે કે જેનાથી પેટ ભરાય છે તેને પણ જો તમે માયારૂપ માનશો તો સાચા મોદકને જગત્મપંચ રૂપ છે આમ જણાવનારું જે અજ્ઞાન છે તે, તથા સ્વપ્નપ્રપંચ (સ્વપ્નમાં જણાતા આશામોદક)નું જે અજ્ઞાન છે તે બને અજ્ઞાનો ભિન્ન ભિન્ન સ્વભાવવાળાં છે. આમ જો તમે કહેશો તો એટલે કે સાચા મોદક અને સ્વપ્નમોદક આ બન્ને ભિન્ન ભિન્ન સ્વરૂપવાળા છે. એક સરખાં નથી. આમ જો કહેશો તો જાગૃત અવસ્થામાં અનુભવાતા અને વિલક્ષણતાને ધારણ કરનારા ઘટ-પટ વગેરે પદાર્થોને તમે અજ્ઞાનજન્ય મિથ્યાસ્વરૂપવાળા નહીં કહી શકો. પણ સટ્ટપસત્યભાવવાળા કહેવા પડશે. Page #174 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વનાં ચોથા સ્થાનનું વર્ણન ૧૫૭ મિથ્યા સ્વપ્નમાં અનુભવાતા હાથી, ઘોડા વગેરે અજ્ઞાનપ્રસૂત છે. પરંતુ આ સ્વપ્નમાં જણાતા હાથી-ઘોડા જેવા મિથ્યા છે તેવા જાગૃત્ અવસ્થામાં દેખાતા હાથી-ઘોડા કંઈ અજ્ઞાનપ્રસૂત અસ ્પ નથીસ ્પ છે. કારણ કે તેના ઉપર આરોહણાદિ ક્રિયા થાય છે. = - સ્વપ્નમાં જોયેલા હાથી-ઘોડા ઉપર આરોહણ થતું નથી. ગ્રામાન્તર જવાતું નથી. તેનાથી ગર્ભપ્રાપ્તિ આદિ કાર્યો થતાં નથી અને જાગૃત અવસ્થામાં જોયેલા હાથી-ઘોડા આદિ ઉપર આરોહણ કરાય છે. ગ્રામાન્તર જવાય છે ગર્ભપ્રાપ્તિ આદિ થાય છે. માટે જાગૃત અવસ્થામાં દેખાતા હાથી-ઘોડા આદિ પદાર્થોને સદ્પ=સાચા (યથાર્થ) માનવામાં તમને શું અંધકૂપ = (ગૂઢ અંતરાય-મોટો અંતરાય) નડે છે ! તમે તેને સાચા તત્ત્વરૂપે કેમ માનતા નથી ? તમારી આ મોટી ગેરસમજ છે. પરમ પૂજ્ય કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજશ્રીએ અન્ય યોગવ્યવચ્છેદિકામાં કહ્યું છે કે - आशामोदकतृप्ता ये ये चास्वादितमोदकाः । इत्यादि ? “જેઓ આશારૂપ મોદકથી તૃપ્ત થાય છે અને જેઓએ ખરેખર સાચા મોદક ખાધા છે તે બન્નેના શરીરની વૃદ્ધિ, રસનો આસ્વાદ, વીર્યાદિની વૃદ્ધિરૂપ પરિણામો (ફળો) સરખાં માનવાનો પ્રસંગ આવશે. (આખા જગતને જે મિથ્યા માને છે તેઓને મતે આશામોદકવાળા જીવો અને સત્યમોદક ખાનારા જીવોમાં શરીરાદિની વૃદ્ધિ, રસાસ્વાદ, વીર્યાદિની વૃદ્ધિ સરખી થવાની આપત્તિ આવશે. માટે વેદાન્તિકની આ વાત બરાબર નથી. ।।૬૫।। સાધક છઇ સવિકલ્પ પ્રમાણ, તેણિ સામાન્ય-વિશેષ મંડાણ નિરવિકલ્પ તો નિજરૂચિ માત્ર, અંશઇ શ્રુતિ નિર્વાહિં યાત્ર IIsl Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ સમ્યક્ત જસ્થાન ચઉપઈ ગાથાર્થ - તમે જે સાધકેજ્ઞાનનું અવલંબન લો છો તે સાધકજ્ઞાન સવિકલ્પક હોય તો જ પ્રમાણ છે અને જે સવિકલ્પકજ્ઞાન હોય છે તે સામાન્ય અને વિશેષ એમ ઉભયાત્મક હોય છે છતાં કેવળ એકલું નિર્વિકલ્પક જ માનવું કે તમારી પોતાની ઈચ્છા મુજબ રૂચિમાત્ર છે (સત્ય નથી) કૃતિમાં નિર્વિકલ્પ એવા કેવળ એક બ્રહ્મમાત્રનું જે પ્રતિપાદન છે તે માત્ર એકનય આશ્રયી જ પ્રતિપાદન છે. /૬ll | ટહ્નો :- સોફ વેવાતી ફ ઇફ-પ્રમાણપણ જ્ઞાન અવશ્ય उपस्थित छइ, तेहनइ विषयसंबंध प्रागभावादिक जनइं गौरव छइ, ते माटई बाह्यसंबंधरहित अनाद्यनंत ब्रह्म ज छइ सत्य, अन्यवस्तु प्रमाणाभावइ ज असिद्ध छइ । तेहनई कहिइ - जे तुम्हे साधकज्ञान अवलंबो छो, ते सविकल्पक ज प्रमाण छइ, निर्विकल्पक स्वयं असिद्ध परसाधक किम हुइ ? ते सविकल्पक तो सामान्यविशेषरूप अर्थनइं ग्रहई छई, स्वयं उपयोगरुपइ तथा अवग्रहादिरूपइ सामान्यविशेषरूप छइ, तिवारइ सर्वत्र त्रिलक्षणपणुं ज सत्य छइ निर्विकल्प मानवू ते तो निजरुचिमात्र छइ, बौद्ध स्वलक्षणविषय ते मानइ, वेदान्ती ब्रह्मविषय, ए सर्व रुचिमात्र थयु, श्रुति जे निर्विकल्प ब्रह्मप्रतिपादक छइ, ते अंशइ कहेतां एक नयई यात्र कहेतां व्यवहार, ते निर्वाहइ छड् ॥६६॥ વિવેચન :- કોઈ વેદાન્તી કહે છે કે - પ્રમાણ તરીકે જ્ઞાન તો અવશ્ય ઉપસ્થિત છે. એટલે પ્રમાણ તરીકે જ્ઞાન માનવું જરૂરી છે અને જ્ઞાન પ્રમાણરૂપે જણાય પણ છે. પરંતુ તે જ્ઞાનનો વિષય સંયોગાદિ સંબંધ અને પ્રાગભાવાદિને માનતાં ઘણું ગૌરવ થાય. ગૌરવ એટલે દુરાકૃષ્ટતા દૂર દૂર સુધી ખેંચવું પડે તે દૂરાકૃષ્ટતા નામનો દોષ આવે છે તેથી બાહ્ય સંબંધરહિત કેવલ એક બ્રહ્મ જ સત્ય છે. તેના વિના અન્ય સર્વે પણ વસ્તુ પ્રમાણભૂત ન હોવાના કારણે અસિદ્ધ છે. તેઓનું આવું Page #176 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્તનાં ચોથા સ્થાનનું વર્ણન ૧પ૯ સૂત્ર છે કે “સત્યં બ્રા, નટુ મિથ્યા” વેદાન્તીઓ એક બ્રહ્મ જ સત્ય છે બાકી બધું મિથ્યા છે આમ માને છે. તે વેદાન્સીઓને કહીએ કે બ્રહ્મ નામની વસ્તુની સિદ્ધિ કરવા માટે તમે જે બ્રહ્મના સાધક જ્ઞાનનું પ્રમાણનું) અવલંબન લો છો તે જ્ઞાન (પ્રમાણ) સવિકલ્પક છે ? કે નિર્વિકલ્પક છે ? જો તે જ્ઞાન સવિકલ્પક (વિશેષગ્રાહી) જ્ઞાન હોય તો તે જ્ઞાન જ પ્રમાણ છે. જો તે જ્ઞાન (નિર્વિકલ્પક) હોય (સામાન્યમાત્રગ્રાહી) જ્ઞાન હોય તો તે જ્ઞાન પોતે જ અપ્રમાણ છે એટલે કે અસિદ્ધ છે. “જ્ઞાન હોય અને નિર્વિકલ્પક હોય” આમ કેમ બને ? અર્થાત્ ન જ બને. જ્ઞાન સદા સવિકલ્પ જ હોય. હવે જો આવું નિર્વિકલ્પક જ્ઞાન જ જગતમાં ન હોય તો તે બીજી અન્ય વસ્તુનું સાધક કેમ બને? તથા નિર્વિકલ્પક જ્ઞાન જ ન હોય તો તે બીજી અન્ય વસ્તુનું સાધક કેમ બને ? નિર્વિકલ્પકજ્ઞાન જ જો નથી તો તે બીજી વસ્તુના અસ્તિત્વને કેવી રીતે જણાવે? જે પોતે જ ન હોય તે અન્યના અસ્તિત્વને કેમ જણાવે ? હવે જે સવિકલ્પકજ્ઞાન છે તે સામાન્ય વિશેષ એમ ઉભયાત્મક વસ્તુને જણાવે છે. ત્યાં ઉપયોગમાત્રની અપેક્ષાએ એટલે કે જ્ઞાનમાત્રની દષ્ટિએ સામાન્ય સ્વરૂપ પણ છે અને ત્યાં અવગ્રહ-ઈહા. અપાય આદિ પર્યાયોની અપેક્ષાએ વિશેષરૂપ પણ છે. આમ જ્ઞાનમાત્ર રૂપે ધ્રુવ અને અવગ્રહાદિ પર્યાયઅપેક્ષાએ ઉત્પાદ અને વ્યયવાળું આ સવિકલ્પકજ્ઞાન છે આમ સામાન્યાત્મક અને વિશેષાત્મક ભેગુ કરતાં સર્વે પણ વસ્તુઓ ઉત્પાદ-વ્યય અને ધ્રુવ એમ ત્રણ લક્ષણવાળાં જ થાય છે અને આ જ વાત સત્ય છે. વસ્તુને કેવળ એકલી નિર્વિકલ્પ માનવી તે નિજ રૂચિમાત્ર એટલે કે તમારી પોતાની સ્વતંત્ર ઈચ્છા માત્ર જ છે. પરંતુ આ વાત યુક્તિસિદ્ધ નથી અને સાચી વાત પણ નથી. દોષોથી ભરેલી છે. ત્યાં ઉત્પત્તિ અને નાશ એ પર્યાયને આશ્રયી છે અર્થાત્ વિશેષ સ્વરૂપને આશ્રયી છે અને ધ્રુવતા એ દ્રવ્યને આશ્રયી છે. આમ તમામ Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ સમ્યક્ત જસ્થાન ચઉપઈ વસ્તુઓ દ્રવ્યપર્યાય-ઉભયાત્મક છે તેથી જ સર્વે પણ વસ્તુઓ ઉત્પાદવ્યય અને ધ્રૌવ્ય એમ ત્રણ ધર્મથી યુક્ત છે. દ્રવ્યપણાનું સ્વરૂપ સામાન્યના સ્થાને સમજવું અને પર્યાયપણાનું સ્વરૂપ વિશેષના સ્થાને સમજવું. આ પ્રમાણે જ્ઞાન સામાન્ય-વિશેષાત્મક હોવાથી વસ્તુનું ત્રિપદીમય સ્વરૂપ છે તેને બદલે જ્ઞાનને એકલું નિર્વિકલ્પક જ માનવું એટલે કે સામાન્યમાત્રને જ ગ્રહણ કરનાર છે આમ માનવું તે પોતાની રૂચિમાત્ર જ કારણ છે અર્થાત્ એકાન્તવાદનો હઠાગ્રહ જ માત્ર કારણ છે. આવી બાબતમાં તમારો હઠવાદ માત્ર જ કારણ છે. પણ તમારી આ વાત સત્ય નથી અને યુક્તિયુક્ત પણ નથી. બૌદ્ધો ક્ષણિકવાદી હોવાથી સ્વલક્ષણમાત્રને જ માને એટલે કે વસ્તુના ક્ષણે ક્ષણે બદલાતા પર્યાયરૂપને જ માત્ર માને છે તે તેમની મનમાની રચિ સમજવી એટલે કે એકાન્તવાદ સમજવો પર્યાયમાત્રને માનીને તેઓએ દ્રવ્યનો અપલાપ કર્યો છે આમ જાણવું. દ્રવ્ય વિના પર્યાયો હોય જ નહીં. તથા વેદાન્તી બ્રહ્મમાત્રને એટલે સત્તામાત્રને જ માને અર્થાત્ સત્તા નામના સામાન્યને જ ગ્રહણ કરે છે તે પણ તેમની મનમાની રૂચિ જ સમજવી, બૌદ્ધો એકાન્ત વિશેષવાદી અને વેદાન્તીઓ એકાન્ત સામાન્યવાદી છે. આ બન્ને એકાન્તવાદી હોવાથી મિથ્યાત્વી છે. વેદાન્તના શાસ્ત્રોમાં નિર્વિકલ્પક અર્થાત્ નિર્ગુણ એટલે કે ગુણો અને પર્યાયો વિનાનું કેવળ એકલું સત્તામાત્ર સ્વરૂપવાળું નિર્વિશેષ એવું બ્રહ્મનું કથન કરેલું છે તે માત્ર એક નયનું જ કથન જાણવું એટલે કે એક નયષ્ટિનું જ કથન સમજવું. એકાન્તવાદ જ જાણવો. એકાન્ત એકલા સંગ્રહનયનો જ આગ્રહ જાણવો. આ રીતે બૌદ્ધ એકાન્ત વિશેષવાદી, અને વેદાન્તી એકાન્ત સામાન્યવાદી હોવાથી આ બન્ને મિથ્યાત્વી સમજવા, બને વાદીઓ એક Page #178 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્તનાં ચોથા સ્થાનનું વર્ણન ૧૬૧ એક નયના મતને સ્વીકારી તેના જ આગ્રહી થયા છતા એકાન્તવાદી છે અર્થાત્ મિથ્યાત્વી છે. બૌદ્ધો કેવળ એકલા વિશેષને જ માનનારા, અને વેદાન્ત કેવળ એકલા સામાન્યને જ માનનારા છે માટે મિથ્યાદૃષ્ટિ છે. આ જગતના સઘળા પણ પદાર્થો સામાન્ય અને વિશેષ એમ ઉભયાત્મક એટલે કે ઉભયધર્મવાળા છે અને તેથી જ દ્રવ્યપર્યાયાત્મક છે તથા ઉત્પાદવ્યય અને ધૃવાત્મક સ્વરૂપ પણ ઘટે છે. મૂલગાથામાં ગ્રંથકારશ્રી આમ કહે છે કે સાધક એવું જ્ઞાન એ જ પ્રમાણ છે અને તે સાધક એવું જ્ઞાન સામાન્ય-વિશેષ એમ ઉભયાત્મક છે. તથા આ જગતના ભાવો સ્વયં પોતે જ ઉભયાત્મક હોવાથી તેમાંથી કેવળ એકલા નિર્વિકલ્પરૂપ જ છે અર્થાત્ સામાન્ય સ્વરૂપ જ છે એટલે એકમાત્ર બ્રહ્મસ્વરૂપ જ છે આમ માનવું અથવા એકલા વિશેષ સ્વરૂપ જ છે આમ માનવું તે સ્વરૂચિમાત્ર છે. પોતાની સ્વતંત્ર ઈચ્છા જ આમાં કારણ છે. જે જે શ્રુતિઓ કેવલ એકલા બ્રહ્મસ્વરૂપને જ સમજાવે છે તે માત્ર એક નયનો જ વ્યવહાર છે માટે સત્ય નથી. પણ મિથ્યાસ્વરૂપ છે. આમ સમજવું. દા. બ્રહ્મ પરાપરવચનિ કહિઉ, એક બ્રહ્મ ઉપનિષદઈ રહિઉI માયોપમ પણિ જગિ શ્રુતિ સુણ્યો, જેહની જિમ રૂચિ તેણિ તિમ મુક્યું Iloil ગાથાર્થ :- વેદાત્તિઓ પર અને અપરના ભેદ બ્રહ્મ બે પ્રકારનું કહે છે. ઉપનિષદમાં બ્રહ્મ એક જ પ્રકારનું કહ્યું છે. વળી તે શાસ્ત્રમાં આખું જગત મિથ્થારૂપ (માયાસ્વરૂ૫) પણ કહેલું છે આ રીતે જેને જે રૂછ્યું તેણે તેને સત્ય કરી માની લીધું છે (પણ વાસ્તવિક જગતનું સ્વરૂપ જેવું છે તેવું તેઓએ જાણ્યું નથી.) //૬૭ll ટહ્નો :- “ બ્રા વેવિતવ્ય, પરં વાપર ર” વન वेदमांहि ब्रह्म परापर द्विभेदइ कहिउं, उपनिषदइं एक ज ब्रह्म लहिउं Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ સમ્યક્ત જસ્થાન ચઉપઈ - “મેવાદિતીર્થ દ્રા, નેદ નાનાતિ વિઝન” ત્યવિવરના, तथा "मायोपमं वै सकलं जगत्" ए वचन सर्व जगत् शून्यरूपपणि कहिउँ । तिहां जेहनी जिम रुचि तेणि तिम जाण्युं खळं करीनइं द्वैतवादी, अद्वैतवादी, शून्यवादीइं, वलतुं ते वादी युक्ति पणि तेहवी વિવેચન :- “પર અને અપર એમ બે પ્રકારનું બ્રહ્મ જાણવું” આ પ્રમાણે વેદમાં બ્રહ્મ બે પ્રકારનું જણાવેલું છે તથા ઉપનિષદ શાસ્ત્રોમાં “બ્રહ્મ એક છે અને અદ્વિતીય છે” બ્રહ્મ વિના બીજી કોઈપણ વસ્તુ આ સંસારમાં નથી. આમ અદ્વૈત જણાવેલું છે તથા “આખુંય આ જગત માયારૂપ છે” એટલે કે “સર્વ એવું આ જગત શૂન્ય હોવાનું પણ ત્યાં કહેલું છે” આમ (૧) દ્વૈતવાદ (૨) અદ્વૈતવાદ અને (૩) શૂન્યવાદ. આમ જેમને જેમને જે જે મનમાં રૂછ્યું તેઓએ તે તે ખરું માની લીધું છે અને તે સર્વલોકોએ પોતાના મતને પ્રસારિત કરવા પોતાના વિચારોને અનુકૂળ તક વિચાર્યા છે અને પોતપોતાના શાસ્ત્રોમાં આ તર્કો કહ્યા પણ છે. સત્યની શોધ ન કરતાં પોત પોતાને જેમ સમજાયું તેમ માની લઈને તેવી તેવી પ્રરૂપણા કરીને જુદાં જુદાં દર્શનોની સ્થાપના કરી છે. મિથ્યાત્વને નાચવાના અનેક પ્રકાર હોય છે. આ પણ મનમાની કલ્પનાઓ જ તેઓએ કરી છે, એમ અહીં સમજી લેવું. l૬ સ્યાદ્વાદ વિણ પણિ સવિ મૃષા, ખારઈ જલઈ નવિ ભાજઇષil માયા મિટે રહઈ જો અંગ, તો કિમ નહી પરમારથરંગાઇ ગાથાર્થ - પોત પોતાના માનેલા નયની એકાત્ત માન્યતા આ સર્વ જે રૂચિ છે તે સ્યાદ્વાદ માન્યા વિનાની સર્વે પણ માન્યતાઓ મિથ્યા છે આમ જાણવું. જેમ ખારા પાણીથી તૃષા મટે નહીં તેમ સ્યાદ્વાદ માન્યા વિના જિજ્ઞાસા ક્યારેય શાત્ત ન થાય. વેદાન્તના મત પ્રમાણે જો સર્વભાવો Page #180 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્તનાં ચોથા સ્થાનનું વર્ણન ૧૬૩ માયાજનિત છે તો માયા દૂર થયે છતે તેના કાર્યસ્વરૂપ અર્થાત તેના વિસ્તારસ્વરૂપ પ્રપંચ કેમ ટકે ? અને જે તે પ્રપંચ ટકે છે તો તેને પરમાર્થે પદાર્થ છે આમ કેમ ન કહેવાય? અને આ માયા છે આમ કેમ કહેવાય? Il૬૮ ટબો:- પણ તે નિનિક નવિ જીરૂ, તે ચાર વિના सर्व जुठी, ते विना स्वमतनिर्वाह न थाइ । खारइं जलइं तृषा न भाजइं, तिम स्याद्वाद विना कांक्षा न टलइ जो वेदान्तनइं मतिं सर्व मायाजनित प्रपंच छइ, तो माया मिट्यइ, तत्कार्यअंग किम रहइ ? । जो रहइ तो, अंग पारमार्थिक ज थाइ । व्यावहारिक किम कहिइं II૬૮. વિવેચન :- પોત પોતાના માનેલા નય-મતની માટેની આ અન્યદર્શનકારોની સર્વ રૂચિ સ્યદ્વાદને સ્વીકાર્યા વિના જુઠી છે આમ જાણવું. કારણ કે સ્યાદ્વાદમાર્ગ સ્વીકાર્યા વિના યથાર્થ માર્ગ હાથ લાગતો જ નથી. તેથી તેવા લોકોએ મનમાની કલ્પનાઓ કરીને જગતનું સ્વરૂપ સમજવા પ્રયત્ન કર્યો છે જે સર્વથા મિથ્થારૂપ છે. સ્યાદ્વાદનો આશ્રય કર્યા વિના એટલે કે સ્યાદ્વાદ સ્વીકાર્યા વિના પોત પોતાના મતનો નિર્વાહ થઈ શકતો નથી. એટલે કે સ્યાદ્વાદ માન્યા વિના એકાન્તવાદ માત્ર સ્વીકારવામાં દોષો જ આવે છે. પોતે માનેલા કોઈપણ એકાન્તવાદથી જગતના સ્વરૂપની સિદ્ધિ થઈ શકતી નથી. જેમ ખારા પાણીથી તૃષા (તરસ) છીપતી નથી તેમ સ્યાદ્વાદ અર્થાત્ અનેકાન્તવાદ સ્વીકાર્યા વિના તત્ત્વ જાણવાની આકાંક્ષા-ઈચ્છા ટળતી નથી. આકાંક્ષા દૂર થતી નથી. સંતોષ મળતો નથી. દોષો જ આવે છે. મન અશાન્ત જ રહે છે. વેદાન્તદર્શનકારના મતે જો સર્વ માયાજનિત જ આ પ્રપંચ છે એટલે કે આ જગતનું બધું જ સ્વરૂપ જે દેખાય છે તે સઘળુંય જો માયામાત્રથી જ બન્યું હોય તો જ્યારે માયા દૂર થાય ત્યારે તે માયાના Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ સમ્યક્ત ષસ્થાન ચઉપઈ પરિણામ સ્વરૂપ એવું આ અંગ એટલે જગમ્રપંચ કેમ ટકી શકે? માયા જાય ત્યારે પ્રપંચ પણ જવો જ જોઈએ. કોઈ વસ્તુ રહેવી જ ન જોઈએ અને જો વસ્તુ ટકે છે તો તેનો અર્થ એ થયો કે તે વસ્તુ માયારૂપ નથી પણ પારમાર્થિક છે. તેને માયારૂપ એટલે કે ઔપચારિકપણે કે વ્યાવહારિકપણે પણ માયારૂપ શા માટે માનવી જોઈએ? એટલે માયારૂપ પણ માનવું અને કાર્ય કરે છે એમ પણ માનવું આ બને વાતો “જે માત્તા વસ્થામાં મારી મા વધ્યા છે આમ માનવાતલ્ય છે. આ લોકોક્તિની જેમ આ વાત પણ અત્યન્ત વિરુદ્ધ છે. જો માતા છે તો વળ્યા કેમ હોય? અને જો વધ્યા છે તો તે માતા કેમ હોય? તેવી જ રીતે જો માયા છે તો પ્રપંચ (વાસ્તવિક પદાર્થરૂપ) કેમ હોય? અને જો પ્રપંચ સત્ય છે તો તેને માયારૂપ છે આમ કેમ કહેવાય? ૬૮ બાધિત અનુવૃત્તિ તે રહી, જ્ઞાનીનઈં પ્રારવિંધ કહી ! કર્મવિલાસ થયો તો સાચ, જ્ઞાનિ ન મિયો જેહનો નાચ કલા ગાથાર્થ - જ્ઞાની આત્માને પણ માયાની બાધિતવૃત્તિએ અનુવૃત્તિ છે (પણ વ્યાવૃત્તિ નથી) તેથી બળેલા દોરડાની જેમ પ્રારબ્ધ વિનાનાં સર્વ કર્મો કંઈ કામ કરતા નથી પરંતુ તેની હયાતી માત્ર જ હોય છે. આમ કહેશો તો જ્ઞાન દ્વારા જેનું નાટક દૂર થતું નથી (મટતું નથી) તે કર્મનો વિલાસ = કર્મોનો વિપાક (કર્મોનો નાચ) સાચો છે એમ માનવું જોઈએ. /૬૯ll રબો :- વરૂ રૂમ વેચો -જ્ઞાની પfor માયા बाधितानुवृत्तिं रही छई, ते प्रारब्धइ करीनइं । “ज्ञानाग्निः सर्वकर्माणि, મમતાલુરુતેષુનઃ” (ગીતા ૪-૩૭) I Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ સમ્યક્તનાં ચોથા સ્થાનનું વર્ણન इहां कर्मपद प्रारब्धातिरिक्त कर्मपर कहवं तो कर्मविलास साचो थयो, पणि कल्पित न थयो, जेहनुं नाच कहेतां नाटक ज्ञानिइं पणि न मिटिउं । सिद्धांति पणि एह ज छइ - केवलज्ञान उपनइं पणि भवोपग्राही कर्म टलतां नथी, सर्वकर्मक्षय ते मुक्तिदशाइं परमसमाधि ज होइ વિવેચન :- હવે કદાચ તમે એમ કહેશો કે “જ્ઞાની આત્માને માયા એ બાધિત થાય છે તો પણ તેનું અસ્તિત્વ = અનુવૃત્તિ ચાલુ જ રહે છે અર્થાત્ આ આત્મા જેમ જેમ વધારે જ્ઞાની બને છે તેમ તેમ તે કર્મોનું બાધિતપણું એટલે પ્રપંચ એ ભ્રમસ્વરૂપ છે. આમ પ્રપંચને ભ્રમાત્મકપણે જાણે છે સત્ય સમજાય છે. પરંતુ તે જીવથી તે ભ્રમસ્વરૂપે લાગેલો પ્રપંચ (ભ્રમ) ટળી જતો નથી. અર્થાત્ જીવને આ જગત્ મિથ્યા છે. ભ્રમાત્મક છે. આમ સમજાય છે. તો પણ ભ્રમાત્મક તે પ્રપંચ જીવથી દૂર થઈ જતો નથી. દૂર કરી શકાતો નથી. (આખો આ સંસાર ભ્રમાત્મક છે આમ સમજાઈ જાય છે તેનું પ્રપંચ તરીકેનું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે. પરંતુ તે પ્રપંચ=માયા આ જીવથી છૂટી પડી જતી નથી. હે અર્જુન ! આમ અર્જુનની સામે કૃષ્ણજી માયાનું સ્વરૂપ સમજાવે છે. આ વાત બળેલા દોરડાના આકારની તુલ્ય છે. આમ સમજવું. જેમ બળેલું દોરડું પોટલું બાંધવું વગેરે દોરડાનાં તે તે કાર્યો કરવા અસમર્થ છે. તેની જેમ પ્રારબ્ધ સિવાયના સર્વે પણ કર્મો બળેલા દોરડા જેવા નિષ્ફળ થઈ જાય છે. પરંતુ પ્રારબ્ધ જીવંત રહે છે. અને તે ભવાન્તર આપે છે. પ્રારબ્ધ કર્મોનો ભોગ હાજર રહે છે. છતાં પણ તે નવાં કર્મો બંધાવવારૂપ કાર્ય કરતું નથી અને તેના કારણે સંસારની પરંપરા આગળ ચાલતી નથી. ગીતાજીમાં કહ્યું છે કે હે અર્જુન ! જ્ઞાનરૂપી અગ્નિ સર્વ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ કર્મોને બાળી નાખે છે” આમ જો કે કહ્યું છે તો પણ ત્યાં જે કર્મને જ્ઞાનરૂપી અગ્નિ બાળે છે તે કર્મો પ્રારબ્ધ સિવાયના સમજવાં. કારણ કે ` પ્રારબ્ધ કર્મો તો જ્ઞાન થાય તો પણ ચાલુ જ રહે છે બળી જતાં નથી. સારાંશ એ છે કે પ્રારબ્ધ કર્મ તો જ્ઞાન થયા પછી પણ ભોગવવાનાં રહે જ છે આમ સારાંશ એ છે કે સંપૂર્ણ જ્ઞાન પ્રગટ થાય ત્યારે જે જે બાધિત કર્મ છે તેનો નાશ થાય છે. પણ પ્રારબ્ધાદિ જે કર્મો છે તેની અનુવૃત્તિ=હયાતી ચાલુ જ રહે છે. તેનો અર્થ એ થાય છે કે જે કર્મોનો ખેલ જ્ઞાનથી પણ દૂર થતો નથી. (એટલે કે અઘાતી કર્મોનો ઉદય કેવળજ્ઞાન થયા પછી પણ ચાલુ જ રહે છે) તો પ્રશ્નકારની આ વાત સાચી છે ખોટી નથી કે કર્મોનો વિલાસ=એટલે કે કર્મોનો ઉદય સાચો છે મિથ્યા નથી. અમારો-જૈનોનો સિદ્ધાન્ત પણ આવો જ છે કે કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પછી (બાધિત એવાં ચાર ઘાતીકર્મોનો નાશ થયો છે પરંતુ વેદનીયાદિ ચાર અઘાતી કર્મોનો વિપાક સાચો જ છે તે નષ્ટ થતો નથી) “જ્ઞાનીને એટલે કે કેવલજ્ઞાની ભગવંતને પણ જેહનો નાચ, જે અઘાતી કર્મોનું નાટક “ન મિથ્યા’” તે નાટક ટળતું નથી તે અઘાતી કર્મોનો વિલાસ (અઘાતી કર્મોનો ઉદય) અર્થાત્ ભાવોપગ્રાહી કર્મોનો ઉદય કેવળજ્ઞાન પ્રગટ થાય તો પણ ચાલુ જ રહે છે. કારણ કે સર્વ કર્મોનો ક્ષય તો અયોગીદશા સમાપ્ત થાય અને મુક્તિદશા પ્રગટ થાય ત્યારે જ થાય છે. એટલે કે કેવલજ્ઞાન ભલે પ્રગટ થયું હોય પરંતુ અયોગી અવસ્થા ન આવી હોય અને તેનો અંતકાલ જ્યાં સુધી ન આવ્યો હોય ત્યાં સુધી કર્મનો નાચ=અઘાતી કર્મોના ઉદયનું તોફાન શમતું નથી પણ આ તોફાન ચાલુ જ રહે છે. સારાંશ કે કેવળજ્ઞાન જેવું ઉત્તમ જ્ઞાન પ્રગટ થાય તો પણ આવા મહાજ્ઞાનીને પણ બાધિત દોષો અર્થાત્ ઘાતીકર્મો જાય છે. પરંતુ પ્રારબ્ધ કર્મ એટલે કે અઘાતી કર્મોના ઉદયની તો અનુવૃત્તિ જ રહે છે. પણ Page #184 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વનાં ચોથા સ્થાનનું વર્ણન ૧૬૭ વ્યાવૃત્તિ થતી નથી તેથી પ્રારબ્ધ અવશ્ય રહે છે નાશ પામતું નથી. ભવોપગ્રાહી કર્મો તો રહે જ છે તે અઘાતી કર્મોરૂપી પ્રારબ્ધ રહે જ છે. આમ માનવામાં આવે તો તે વાત ઘટી શકે છે. તેઓની આવી માન્યતા એ કંઈ આશ્ચર્યકારી બીના નથી. ॥૬॥ વ્યાવહારિક આભાસિક ગણઈ, યોગી તે છૈ ભ્રમ-અંગગણૐ । યોગિ-અયોગિ શરીર અશેષ, સ્યો વ્યવહાર આભાસવિશેષ loll ગાથાર્થ :- જે યોગીઓ વ્યાવહારિક (યથાર્થ) એવા જગત્પ્રપંચને આભાસિક (ભમાત્મક) છે આમ માને છે તે તેઓના ભ્રમમાત્રનું અંગ (કારણ) છે આમ જાણવું. યોગીનું શરીર હોય કે અયોગીનું શરીર હોય આમ બન્ને શરીર સમાન જ છે તેમાં એકને વ્યાવહારિક કહેવું અને એકને આભાસિક કહેવું આમ માનવામાં વિશેષતા શું છે ? અર્થાત્ કંઈ જ વિશેષતા નથી. ઘણા ' ટો ઃजे योगी व्यावहारिक प्रपञ्चनइ आभासिक गणइ छइ, ते भ्रमगृहनई अंगगणइ रमइ छइ । अन्यनइ अन्य करी जाणवुं तेह ज भ्रम । योगीनुं शरीर ते आभासिक, अयोगीनुं शरीर ते व्यावहारिक कथनमात्र, सदृशपरिणाम ज दीसइ छइ । तेणइ करी जे एहवुं कहइ छइ ज्ञानीनइ क्रोधादिकभाव छइ, ते आभासिक गुंजापुंजवह्निसमान ते सर्व निरस्त करिडं जाणवुं । कर्मजनित भाव ते सत्य ज छइ, नही तो क्षुधातृषादिभाव पणि सर्व जूठा थाइ, ते तो प्रत्यक्ष विरोध ॥७०॥ વિવેચન :- જગતનો આ જે દેખાતો પ્રપંચ છે તે સઘળો પણ વ્યાવહારિક છે અર્થાત્ સાચો છે, યથાર્થ છે. તેને તે વેદત્તીઓ આભાસિક ગણે છે એટલે કે માયાજાળ માત્ર જ છે આમ જે વેદાન્તિક યોગીઓ કહે છે તે યોગીઓ ભ્રમસ્વરૂપ ઘરના આંગણામાં રમે છે એટલે કે તે Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ યોગીઓનું આવું માનવું તે ભ્રમમાત્ર જ છે સત્ય નથી. કારણ કે અન્યને અન્ય રૂપે (કરીને) જે માનવું તે જ ભ્રમ કહેવાય છે. તત્ત્વજ્ઞાન પામેલા યોગીઓનાં સર્વકર્મો બળીને ભસ્મસાત્ થઈ જાય છે સર્વથા નાશ જ પામી જાય છે એટલે તેઓને કર્મ જ હોતાં નથી માટે શરીર જ હોતું નથી. આ કારણે યોગીઓનું જે શરીર દેખાય છે તે આભાસિક છે (ભ્રમાત્મક છે) અને અયોગીનું જે શરીર છે તે વ્યાવહારિક છે એટલે કે સત્યશરીર છે આમ જે દર્શનકારો કહે છે, તે પણ વાર્તામાત્ર જ છે અર્થાત્ મિથ્યા કલ્પનામાત્ર જ છે. સારાંશ કે આમ સમજવું તે પણ અલ્પમાત્રાએ પણ સત્ય નથી. કારણ કે તે બન્ને શરીરો (યોગીનું શરીર હોય કે અયોગીનું શરીર હોય તે બન્ને શરીરો પૌલિક હોવાથી એકસરખાં છે અને પરિણામ પામવાવાળાં જ છે. રૂપાંતર થવાવાળાં જ છે બન્નેનાં શરીરો શડન-પડન ધર્મવાળાં જ છે. એ બન્ને શરીરોમાં આ વ્યાવહારિક છે અને આ આભાસિક છે આવો કોઈ ભેદ પડતો નથી માટે એકનું શરીર વ્યાવહારિક છે (સત્ય છે) અને બીજાનું શરીર આભાસિક છે (ભ્રમમાત્ર જ છે) આમ કહેવું તે સત્યથી તદ્દન વેગળું છે. જેમ નુંનાનુંન=ચણોઠીનો ઢગલો વહ્નિક્ષમાન= અગ્નિની સમાન જ દેખાય છે અર્થાત્ કેટલાક દર્શનકારો આમ જે કહે છે કે જ્ઞાની આત્માને ક્રોધાદિ જે કષાયો થાય છે તે આભાસિકમાત્ર છે અર્થાત્ પરમાર્થે તે કષાયો જ નથી ભ્રમ માત્ર જ છે જેમ ચણોઠીનો ઢગલો હોય તો દૂર દૂરથી અગ્નિનો પુંજ જ દેખાય છે પરંતુ હકીકતથી તે અગ્નિ જ નથી પણ ચણોઠીનો જ ઢગલો છે તેમ જ્ઞાની આત્માને જે ક્રોધાદિક ભાવ જણાય છે તે હકિકતથી ક્રોધાદિ ભાવ જ નથી મિથ્યા છે માત્ર ભ્રમથી જ જણાય છે આ પ્રમાણે અન્ય દર્શનકારો જે કહે છે તે સર્વ ખંડિત થયેલું જાણવું.અર્થાત તે સધળું મિથ્યા છે આમ જાણવું. Page #186 -------------------------------------------------------------------------- ________________ સમ્યત્ત્વનાં ચોથા સ્થાનનું વર્ણન ૧૬૯ સારાંશ કે ઉપરની માન્યતા બરાબર નથી. કારણ કે કર્મોથી થયેલા ભાવો કંઈ મિથ્યા નથી. સત્ય જ છે. આ જીવને મોહના ઉદયથી કોઈ ઉપર રાગ અને કોઈ ઉપર દ્વેષભાવ જે થાય છે તે કંઈ સર્વથા મિથ્યા-આરોપિત નથી. સત્યપણે જ થાય છે જો તેને સત્ય તરીકે ન માનીએ તો આ જીવને જે સુધા-તૃષાદિ (ભૂખ તરસ વગેરે) લાગે છે તેને પણ મિથ્યા જ માનવા પડશે. તે સઘળું જુદું જ છે આમ જ માનવું પડે. પરંતુ તે બધું મિથ્યા નથી. અને એમ માનતાં ઘણો વિરોધ આવે. યોગી હોય કે અયોગી હોય પરંતુ તે બન્નેને શરીર હોય છે અને તે શરીર શરીરનો ધર્મ બજાવે જ છે ભૂખ તરસ. ઠંડી, ગરમી યોગીને પણ લાગે અને અયોગીને પણ લાગે. માટે જે જે વ્યાવહારિક પ્રસંગો છે તે પણ આભાસિક માત્ર નથી પરંતુ પારમાર્થિક છે. II૭૦ણા અન્ય અદૃષ્ટિ યોગિશરીર, રહી કહઈ તે નહી ચુતવીરા જો શિષ્યાદિ અદેષ્ટિ રહી, અરિઅદષ્ટ તેહનઈ કિમ ન સરઈ III ગાથાર્થ - અન્ય જીવોના કર્મોને લીધે યોગીનું શરીર ટકે છે એમ કોઈ વાદી કહે છે પરંતુ તે વાદીનું કહેવું વિશિષ્ટ કૃતજ્ઞાન પૂર્વકનું નથી. (અર્થાત ગાંડા માણસ જેવી વાત છે) જો યોગીઓનું શરીર શિષ્યાદિના અદના કારણે રહેતું હોય તો વૈરીઓના અદષ્ટના કારણે પડી પણ કેમ ન જાય ? માટે પોતાના અદૃષ્ટથી જ પોતાનું શરીર ટકે છે. ll૧/l | રબો - ઢોડું વડુ જીરુ ૩મત્તપ્રાય-જ્ઞાની સર્વ મ ગયાં २ शरीर रहइ छइ अन्य शिष्यादिकनइं जिम लोकादृष्टइ इश्वरशरीर रहइ छइ, ते श्रुतधीर नही सिद्धान्तमांहिं धैर्यवंत नहीं । जो योगीनुं Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ સમ્યક્ત જસ્થાન ચઉપઈ शरीर शिष्यादिकनइ अदृष्टई रहइ, तो अरि कहेतां वैरी तेहनई अदृष्टइं पडइ कां नहीं ? ते मार्टि स्वादृष्टइ ज स्वशरीरनिर्वाह मानवो ॥७१॥ વિવેચન : - કોઈક ગાંડા જેવો (ઉન્મત્તપ્રાય) વાદી આમ કહે છે. અન્યના અદેખથી (એટલે કે લોકોના અદૃષ્ટથી) યોગી એવા ઈશ્વરનું શરીર ટકે છે અર્થાત્ ઈશ્વર પોતે તો કર્મરહિત હોવાથી અશરીરી છે. તો પણ લોકોના અદષ્ટના કારણે ઈશ્વર સશરીરી છે અને શરીર હોવાથી લોકોનાં સુખો (આપવાનાં અને દુખો) ટાળવાનાં કામો કરે જ છે. આમ કોઈક કહે છે તથા વળી તેઓ કહે છે કે ઉપરોક્ત ઈશ્વરની જેમ જ્ઞાની મહાત્માનાં કર્મો પણ ગયેલાં છે જ્ઞાની પોતે કર્મરહિત છે તો પણ શિષ્યાદિના અદૃષ્ટથી (શિષ્યાદિના પુણ્યાદિ કર્મોથી) જ્ઞાનીનું શરીર ટકે છે અને જ્ઞાની તે શરીર દ્વારા શિષ્યાદિનાં કામ કરે છે. ઉપર કહેલી કેટલાક વાદીઓની આ વાત યથાર્થ નથી. ઉપર પ્રમાણે કહેનારા વાદીઓ મૃતથીર = પોતાના સિદ્ધાન્તમાં પોતાની માન્યતામાં સાચા તત્ત્વજ્ઞાની નથી. જો યોગીનું શરીર શિષ્યાદિના અદષ્ટથી (કર્મોથી) ટકી શકતું હોય. એટલે કે જો યોગી મહાત્માનું શરીર શિષ્યાદિના પુણ્યથી જ ટકતું હોય તો તે જ યોગી મહાત્માનું શરીર, તેઓના વૈરીઓના કર્મથી પડી જવું પણ જોઈએ? પરંતુ આમ બનતું નથી. તેથી યોગીઓનું શરીર શિષ્યાદિના પુણ્યાદિથી ટકતું નથી પણ યોગીના પોતાના જ અદષ્ટથી ટકી શકે છે. એટલે યોગી પોતે અદેખવાળા જ છે તેઓ પણ અદૃષ્ટ કર્મવાળા (અર્થાતુ અઘાતી કર્મવાળા) જ છે અને તે પોતાના અઘાતી કર્મોના ઉદયથી શરીરવાળા છે. તેરમા ચૌદમા ગુણસ્થાનક જેવા અતિશય ઉંચા ગુણઠાણે વર્તતા કેવલજ્ઞાની ભગવંતો જેવા યોગી પુરુષોને પણ ઘાતકર્મો જ ગયાં છે પરંતુ અઘાતી કર્મો બાકી રહેલાં છે. તેના ઉદયથી જ તે કેવલજ્ઞાની એવા Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ સમ્યક્તનાં ચોથા સ્થાનનું વર્ણન યોગીને શરીરાદિની સ્થિતિ હોય છે પરંતુ શિષ્યાદિના અદષ્ટથી કેવલીને શરીર હોતું નથી. માટે શિષ્યાદિના અદષ્ટથી ગુરુનું શરીર ટકે છે. આમ કહેવું તે વાત ગાંડા માણસ જેવી છે. ll૭૧ શક્તિ અનંત સહિત અજ્ઞાન, કર્મ કહો તો વાધઇ વાના કરમિં હુઈ જનમની યુક્તિ, | દર્શન-જ્ઞાન-ચરણથી મુક્તિ lloણા ગાથાર્થ - અનંત શક્તિ સહિત (અનંત શક્તિવાળા એવા) = અજ્ઞાનાત્મક કમને જો કારણ માનો તો તમારી ઈજ્જત વધે, કર્મોથી જ સંસાર થાય છે અને જ્ઞાન-દર્શન તથા ચારિત્રથી જીવની મુક્તિ થાય છે. આ વાત બરાબર યુક્તિસિદ્ધ છે. અને સંપૂર્ણ સત્ય છે. ll૭ર/ રબો - રૂ વિદ્ય-માયાબ્દિવાખ્ય નિર્વદીય ગાન वेदांतीमत न घटइ । जो अनंतशक्तिसहित अज्ञानरूप कर्म कहो तो वान वधइ, तेहना उदय-क्षयोपशमादिकथी अनेक कार्य थाइ । कर्मक्षयइ मोक्ष थाइ" तेह ज कहइ छइ । कर्मइ जन्मनी-संसारनी युक्ति होइ, क्षायिक भावइ दर्शन-ज्ञान-चारित्र प्रकटइ, तिवारइ मुक्ति होइ ॥७२॥ વિવેચન - આ પ્રમાણે વેદાન્ત દર્શનકારને માન્ય એવું અવિદ્યા અથવા માયા શબ્દથી વાચ્ય એવું જે અનિર્વચનીય (અર્થાત્ શબ્દોથી અવાચ્ય) એવું અજ્ઞાનતત્ત્વ છે. આવું તેઓ માને છે તે તેમની માન્યતા યુક્તિયુક્ત નથી (યુક્તિસંગત નથી). અવિદ્યા કે માયા એ કોઈ સાચું તત્ત્વ જ નથી તેને બદલે જ્ઞાનગુણને ઢાંકનારા અને અનંત શક્તિવાળા અજ્ઞાનસ્વરૂપ કર્મને કારણ માનવામાં આવે અને કર્મને સ્વીકારીને તેને જ સંસારની વિચિત્રતાનું કારણ માનવામાં આવે તો તમે સાચું સમજાવતા હોવાથી તમારી વાન (પ્રતિષ્ઠા) (આબરૂ) વધે. એટલે કે અવિદ્યા કે માયા એ કોઈ તત્ત્વ જ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ સમ્યક્ત ષસ્થાન ચઉપઈ નથી. પરંતુ કર્મ એ કાર્મણવર્ગણાના પુલનું બનેલું એક દ્રવ્યવિશેષ છે તેનાથી સંસારની બધી વ્યવસ્થા ઘટી શકે છે જેમાં દારૂ અને બદામ એ બન્ને દ્રવ્યો છે અને તેના યોગે જીવની બુદ્ધિ બગડે છે અને સુધરે છે. તેમ પાપ અને પુણ્ય એ બને કર્યો છે તેના યોગે આ જીવ દુઃખી અને સુખી થાય છે. કર્મોના ઉદય અને ક્ષયોપશમથી જ બધાં કાર્યો ઘટી શકે છે. કર્મોના ઉદયથી ગુણો અવરાય છે એટલે બાધક કાર્યો થાય છે અને કર્મોના ક્ષયોપશમથી ગુણોનો આવિર્ભાવ થાય છે અને ગુણો પ્રગટ થવાનાં કાર્યો ઘટે છે. આમ કર્મોના ક્ષયથી મુક્તિ થાય છે તેનો અર્થ જ એ છે કે કર્મો બંધાવાથી તેના ઉદયને લીધે સંસારની સાથે સંબંધ વધે છે અને કર્મોના ક્ષયોપશમથી જ્ઞાન-દર્શન અને ચારિત્રાદિ ગુણોની સાથે સંબંધ થાય છે. આમ અવિદ્યા અને માયાને માનવી તે યુક્તિયુક્ત નથી. પરંતુ કર્મ જેવું જડતત્ત્વ છે જેને આત્મા બાંધે છે આમ માનવું એ જ ઉચિત છે. કર્મો બંધાવાથી સંસાર અને કર્મોના નાશથી મુક્તિ થાય આમ માનવું તે જ ઉચિત માર્ગ છે અને યુક્તિસિદ્ધ છે. બાકી બધું ખોટું છે. ll૭રા પ્રતિબિંબઈ જે ભાખઈ ભોગ, કિમ તસરૂપી અરૂપી યોગા આકાશાદિકનું પ્રતિબિંબ જિમ નહી તિમ ચેતન અવલંબ loan ગાથાર્થ - સાંખ્યદર્શનકારો જે એમ માને છે કે ચેતનનું પ્રતિબિંબ બુદ્ધિમાં પડતું હોવાથી બુદ્ધિમાં થતા ભોગો ચેતનના કહેવાય છે. સાંખ્યની આ વાત પણ મિથ્યા છે રૂપી એવી બુદ્ધિમાં અરૂપી એવા આત્માનું પ્રતિબિંબ પડે છે. આ વાત સર્વથા મિથ્યા છે. કારણ કે એવો યોગ સંભવતો નથી. જેમ ઉડાણ વગેરેમાં આકાશનું પ્રતિબિંબ નથી તેમ બુદ્ધિમાં ચેતનનું પ્રતિબિંબ થઈ શકે નહીં //૭all Page #190 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વનાં ચોથા સ્થાનનું વર્ણન ૧૭૩ ટબો :- ચિત્-પ્રતિવિવરૂં વૃદ્ધિનિષ્ઠ મોળ છફ, તે સાક્ષાત્ आत्मानइ नथी, इम कहइ छइ, तेहनइ रूपी - अरूपीनो योग संभवइ नही । आकाश अरूपी जिम आदर्शइ प्रतिबिंब नथी । तिम बुद्धिमांहि चेतननो अवलंब न होइ । " गम्भीरं जलं " कहतां आकाशप्रतिबिंबइ नथी. गम्भीरपणुं ते जलधर्म छ । प्रतिबिंबस्वरूप देखाडी चित्-प्रतिबिंब ( कहइ છરૂ) ન હોફ, રૂસ્યુ હેફ ડ્ ॥૭॥ વિવેચન :- સાંખ્યદર્શન આવું માને છે કે બુદ્ધિમાં ચેતનનું પ્રતિબિંબ પડે છે. બુદ્ધિ એટલે પ્રકૃતિ નામનું તત્ત્વ છે. તે ઉભયમુખ દર્પણાકારવાળી છે. એટલે બુદ્ધિમાં જ સુખ-દુઃખાદિ સંસારનો ભોગ હોય છે. સંસારના સર્વ પ્રકારના ભોગો બુદ્ધિમાં જ થાય છે પુરુષમાં થતા નથી. પુરુષ તો નિરંજન-નિરાકાર છે પરંતુ પુરુષનું એટલે ચેતનનું પ્રતિબિંબ બુદ્ધિમાં પડે છે એટલે બુદ્ધિમાં રહેલું સુખ-દુઃખાદિનું કર્તૃત્વ પુરુષમાં-ચેતનમાં આરોપિત કરાય છે પરંતુ સાક્ષાત્ આત્માને ભોગ હોતા નથી. આમ સાંખ્યો કહે છે. તેહને અમે કહીએ છીએ કે રૂપીમાં અરૂપીનું પ્રતિબિંબ પડે છે. આ વાત ઘટતી નથી, પ્રતિબિંબ પડે તેવો યોગ ઘટતો નથી. જેમ અરૂપી એવા આકાશનું પ્રતિબિંબ રૂપી એવા દર્પણમાં ક્યારેય થતું નથી. તેની જેમ અરૂપી એવા ચેતનનું પ્રતિબિંબ રૂપી એવી બુદ્ધિમાં ક્યારેય સંભવતું નથી. “અહીં પાણી ઘણું ઉંડું છે” આવું જ્યાં બોલાય છે ત્યાં ઉંડાણ એ આકાશના પ્રતિબિંબના કારણે છે એમ તમે ભલે માનતા હો, પરંતુ તમારી આ માન્યતા બરાબર નથી. કારણ કે ઉંડાણ એ જલનો ધર્મ છે, આકાશનો ધર્મ નથી. તેની જેમ રૂપીનું જ પ્રતિબિંબ હોઈ શકે પરંતુ અરૂપી એવા ચેતનનું પ્રતિબિંબ ક્યારેય પણ ન જ હોઈ શકે. ૫૭૩ગા Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ સમ્યક્ત ષડ્રસ્થાન ચઉપઈ આદશદિકમાં જે છાયા આવઈ, તે પ્રતિબિંબ કહાયા મૂલ (યૂલ) ખંધનું સંગત તેહ, નવિ પામઈ પ્રતિબિંબ અદેહ I૭૪ ગાથાર્થ :- આદર્શ દર્પણ) વગેરે સ્વચ્છ પદાર્થોમાં અનેક પદાર્થની જે છાયા પડે છે તેને પ્રતિબિંબ કહેવાય છે. સ્કૂલ એવા જે યુગલના સ્કંધો છે તેનું જ પ્રતિબિંબ પડે છે આમ માનવું ઉચિત છે પણ અશરીરી એવા આત્માનું પ્રતિબિંબ માનવું તે ઉચિત નથી. II૭૪ રબો - માવલિ વહેતાં મારી સામુ તે સ્વચ્છ દ્રવ્ય, तेहमां जे छाया आवइ ते प्रतिबिंब कहाइ । उक्तं च - जे आयरिसस्संतो दोहावयवा हवंति संकंता । तेसिं तत्थुवलद्धी पगासजोगा ण इयरेसिं ॥७५॥ | (દ્વિતિર્વિશિવમ ૨૮-૧૦) ते प्रतिबिंब स्थूलपुद्गलनु होइ, उक्तं च - सामा उदिया छाया, अभासुरगया णिसिं तु कालाभा । स च्चेय भासुरगया, सदेहवन्ना मुणेयव्वा ॥ | (વિંશતિર્વિશિક્ષા ૨૮-૧) अदेह कहेतां अशरीरी जे आत्मा, ते बुद्धिमांहि प्रतिबिंब नवि પાવરૂ II૭8ા. વિવેચન :- આરિસો (એટલે દર્પણ) વગેરે જે જે પ્રતિબિંબ ઝીલે એવા સ્વચ્છ પદાર્થો છે. જેમકે સ્ફટિકાદિ, તેમાં અન્ય પૌગલિક પદાર્થોની જે છાયા પડે છે. તેને પ્રતિબિંબ કહેવાય છે. વિંશતિવિશિકામાં કહ્યું છે કે “આરિસા (દર્પણ) આદિ સ્વચ્છ પદાર્થમાં શરીરના અવયવોનો જે સંક્રમ થાય છે. શરીરાકારે જે પુગલો ગોઠવાય છે તેને પ્રતિબિંબ Page #192 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વનાં ચોથા સ્થાનનું વર્ણન ૧૭૫ કહેવાય છે. પ્રકાશનો યોગ મળવાથી તે પ્રતિબિંબની ઉપલબ્ધિ થાય છે અર્થાત્ પ્રકાશનો જો સહકાર મળે તો તે પ્રતિબિંબ દેખાય છે. પુદ્ગલદ્રવ્ય વિના અન્ય દ્રવ્યોનું આવા પ્રકારનું પ્રતિબિંબ પડતું નથી. કારણ કે તે અન્યો દ્રવ્યો અમૂર્ત-અરૂપીદ્રવ્ય છે”. (વિંશતિવિંશિકા ગાથા-૧૮-૧૦) આવા પ્રકારના શાસ્ત્રવચનથી અને અનુભવથી પણ સમજાય છે કે જે રૂપવાન-રૂપી વસ્તુ હોય તેનું જ આરિસા વગેરે સ્વચ્છદ્રવ્યનો અને પ્રકાશનો યોગ થાય ત્યારે પ્રતિબિંબ પડે છે. પ્રતિબિંબાકારે તેવાં તેવાં પુદ્ગલો ગોઠવાય છે અર્થાત્ અરૂપી દ્રવ્યોનું ક્યારેય પ્રતિબિંબ પડતું નથી. જેમ આકાશદ્રવ્યનું પ્રતિબિંબ ક્યાંય ક્યારેય પણ પડતું નથી. તથા વળી યોગવિંશિકામાં જ કહ્યું છે કે “અપ્રકાશમાન પદાર્થોમાં પડેલી છાયા શ્યામ (કાળા વર્ણવાળી હોય છે. જેમ રાત્રિમાં પડેલી શરીરાદિકની છાયા) (પડછાયો) શ્યામ હોય છે આ જ છાયા જો પ્રકાશમાન એવા ચમકતા પદાર્થમાં પડે છે ત્યારે પોતાના શરીરાદિ પદાર્થોના જેવા વર્ણવાળી હોય છે જેમ દર્પણ આદિ પદાર્થમાં પ્રકાશકાલે જે શરીરની છાયા પડે છે તે શરીર જેવું રૂપાળું અથવા શ્યામાદિ ભાવવાળું હોય છે ત્યારે તેવી છાયા ત્યાં પડે છે.” આવા પ્રકારના દેષ્ટાન્તથી સમજાય છે કે પ્રતિબિંબનું પડવું, છાયા પડવી, પડછાયો પડવો ઈત્યાદિ પ્રયોગો માત્ર પુદ્ગલાસ્તિકાય દ્રવ્યમાં જ થાય છે. અર્થાત્ રૂપીદ્રવ્યનો જ આવો સ્વભાવ છે કે જેનું પ્રતિબિંબ પડી શકે છે. પણ આકાશ-આત્મા આદિ અરૂપી દ્રવ્યનું પ્રતિબિંબ-ક્યારેય પડતું નથી. અરૂપી દ્રવ્યો રૂપરહિત હોવાથી પ્રતિબિંબ પડવાને અયોગ્ય છે તેથી પુદ્ગલાસ્તિકાય દ્રવ્યનું જ પ્રતિબિંબ હોય છે. આકાશ-આત્મા જેવા અરૂપી દ્રવ્યનું પ્રતિબિંબ હોતું નથી. સારાંશ કે અશરીરી એવા આત્મદ્રવ્યનું પ્રતિબિંબ આકાશની જેમ દર્પણમાં કયારેય પણ પડતું નથી. અને જેનું પ્રતિબિંબ પડે છે તે નિયમા રૂપી દ્રવ્ય જ હોય છે અને તે પુદ્ગલાસ્તિકાય દ્રવ્ય જ છે. એટલે બુદ્ધિમાં ચેતનનું પ્રતિબિંબ પડે છે Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ સમ્યક્ત જસ્થાન ચઉપઈ આવું જે સાંખ્યો માને છે તે વાત સર્વથા મિથ્યા છે. સાચી નથી. માટે જેનું જેનું પ્રતિબિંબ પડે છે તે તે દ્રવ્યો નિયમ રૂપી જ હોય છે અને તે પુદ્ગલાસ્તિકાય દ્રવ્ય જ હોય છે. ll૭૪ બુદ્ધિ ચેતનતા સંક્રમઈ, કિમ નવિ ગગનાદિક ગુણ રમી બુદ્ધિ જ્ઞાન ઉપલબ્ધિ અભિન્ન, એહનો ભેદ કરિ ઢું ખિન્ન lloષા ગાથાર્થ :- બુદ્ધિ નામના તત્ત્વમાં અરૂપી એવા ચેતનતત્ત્વનું પ્રતિબિંબ કેમ પડે ? અને જો અરૂપી એવા ચેતનનું પ્રતિબિંબ પડતું હોય તો આકાશના ગુણોનું પ્રતિબિંબ પણ કેમ ન પડે ? માટે (૧) બુદ્ધિ (૨) જ્ઞાન (૩) ઉપલબ્ધિ આ બધા શબ્દોના અર્થો જે અભિન્ન છે એનાર્થક જ છે છતાં જે લોકો આવા શબ્દોના અર્થો જુદા જુદા કરે છે. તે સાચા અર્થો કરવામાં સમજવામાં બેદ પામેલા અથત થાકેલા (ગળીયા બળદતુલ્ય) જાણવા. ll૭પ બો - વુદ્ધ-દ્ધિતત્ત્વ ચેતનતા દેતા ચેતના નો સંમડુંप्रतिबिंबई, तो गगनादिक अरूपीद्रव्यनां गुण बुद्धिमांहि किम न विरमइ ? बुद्धि ते चित्प्रतिबिंबाधिष्ठान, ज्ञान ते इन्द्रियवृत्ति घटादिसंग, उपलब्धि ते आदर्शमलिनताथी प्रतिबिंबित मुखमलिनतास्थानीय भोग, ए सांख्यकल्पना जुठी छइ, ३ एकार्थ छइ । अत एव गौतमसूत्रई स्युं छइ ? "बुद्धिरुपलब्धिर्ज्ञानत्वमित्यनर्थान्तरम्" इति एहनो भेद खिन्न थको तुं स्युं करइ छइ ? समो अर्थ कां न मानइ ? ॥५॥ વિવેચન :- ખરેખર જે રૂપી દ્રવ્ય-પુદ્ગલાસ્તિકાય છે. તેનું જ Page #194 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્તનાં ચોથા સ્થાનનું વર્ણન ૧૭૭ પ્રતિબિંબ પડે છે. કાચ-સ્ફટિક આદિ નિર્મળ દ્રવ્યોમાં ઘટ-પટ આદિ પુદ્ગલદ્રવ્યોનું જ પ્રતિબિંબ પડી શકે છે પરંતુ અરૂપનું દ્રવ્યોનું પ્રતિબિંબ ક્યારેય ક્યાંય પડતું નથી. અરૂપી દ્રવ્યોનું પ્રતિબિંબ હોતું જ નથી. સત્ય હકિકત આમ હોવા છતાં જે સાંખ્યદર્શનના અનુયાયી લોકો અરૂપી એવા ચૈતન્યનો બુદ્ધિમાં સંક્રમ થાય છે. અરૂપી એવું આત્મગતચૈતન્ય બુદ્ધિમાં સંક્રમી શકે છે - પ્રતિબિંબિત થઈ શકે છે એવું માને છે તે સાંખ્યદર્શનના અનુયાયીને અમે પુછીએ છીએ કે જો આમ અરૂપી એવા ચૈતન્યનો બુદ્ધિમાં સંક્રમ થતો હોય તો આકાશ (ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાયાદિ) વગેરે અરૂપી દ્રવ્યો પણ બુદ્ધિમાં પ્રતિબિંબિત કેમ ન થાય? સારાંશ કે બુદ્ધિમાં અરૂપી દ્રવ્યો જે આકાશાદિ છે તેના ગુણો પણ સંક્રમિત થવા જોઈએ. હકીકતથી વિચારીએ તો બુદ્ધિ જ્ઞાન અને ઉપલબ્ધિ આ એક જ વસ્તુ છે આમાં ભેદ નથી. પરંતુ સાંખ્યોએ આ ત્રણ તત્ત્વોની વચ્ચે ભેદ માન્યો છે તેથી તેઓની આ કલ્પના યથાર્થ નથી. (૧) વિનિર્વિવાધિકાને કુદ્ધિ = અર્થાત્ ચૈતન્યનું પ્રતિબિંબ પડવાનો જે આધાર તે બુદ્ધિ. . (૨) દ્રિવૃત્તિ રાનમ્ = અર્થાત્ ઈન્દ્રિયો દ્વારા બુદ્ધિની વિષયાકારપણે પરિણતિ થવી તે જ્ઞાન. (૩) આત્તિનતાથી પ્રતિબિંબિત મુશ્વત્નિનતા સ્થાનીય મો: ૩પત્નવ્યિ = દર્પણ ની મલીનતાથી તેમાં પ્રતિબિંબિત થતી મુખની મલીનતા રૂપ જે ભોગ તે ઉપલબ્ધિ છે. સારાંશ કે ઘટ-પટ આદિ પદાર્થોનો પુરુષને થતો જે સંગ તે ઉપલબ્ધિ છે. Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ - સમ્યક્ત ષસ્થાન ચઉપઈ આમ સાંખ્યદર્શનમાં આ ત્રણેના અર્થો જુદા-જુદા જણાવવામાં આવ્યા છે અને તેમના શાસ્ત્રોમાં કહ્યું છે કે જેમ દર્પણ ઉપર મલિનતા હોય તો તેમાં પ્રતિબિંબિત થતા મુખમાં પણ મલિનતા ભાસે છે. તેમ પાંચે ઈન્દ્રિયોના ભોગો છે બુદ્ધિમાં, તો પણ બુદ્ધિમાં પ્રતિબિંબિત થતા પુરુષમાં આ ભોગો ભાસે છે. બધા જ ભોગો છે બુદ્ધિમાં, તો પણ બુદ્ધિમાં પ્રતિબિંબિત થતા પુરુષમાં તે ભોગો છે. આમ ભાસે છે દેખાય છે. આમ સાંખ્યદર્શનકારો કહે છે. સાંખ્યદર્શનકારોની આ બધી કલ્પના એ કલ્પનામાત્ર જ છે. અર્થાત્ જુઠી વાત છે. સાચી વાત નથી. કારણ કે વાસ્તવિકપણે બુદ્ધિજ્ઞાન અને ઉપલબ્ધિ આ ત્રણે અભિનતત્ત્વ છે એક જ તત્ત્વ છે એક તત્વના જ પર્યાયવાચી ત્રણ નામો છે. આ કારણથી જ ગૌતમસૂત્રમાં આ ત્રણે શબ્દો એક જ અર્થના વાચક કહ્યા છે. જુદા જુદા અર્થો કહ્યા જ નથી. ગૌતમસૂત્રમાં કહ્યું છે કે બુદ્ધિ, ઉપલબ્ધિ અને જ્ઞાન આ ત્રણે શબ્દો જુદા જુદા અર્થના વાચક શબ્દો નથી. પરંતુ ત્રણે શબ્દો એક જ અર્થના વાચક શબ્દો છે. હવે જો એક જ અર્થના વાચક જ શબ્દો છે તો પછી તેને આવી ભિન્ન ભિન્ન અર્થની કલ્પના કરવાની શી જરૂર છે? આવી ખોટી તકલીફ શા માટે લેવી જોઈએ અને સાચો અર્થ શા માટે ન સ્વીકારવો? સારાંશ કે બુદ્ધિ, જ્ઞાન અને ઉપલબ્ધિ આ ત્રણ તત્ત્વો જુદાં નથી એક જ વસ્તુના વાચક પર્યાયવાચી શબ્દો માત્ર છે. સાંખ્યો તે ત્રણેને જુદાં જુદાં કહ્યું છે પણ તે સાચું નથી. આ ત્રણે શબ્દો છેવટે તો મતિજ્ઞાનના જ પર્યાયવાચક શબ્દો છે એટલે કે મતિજ્ઞાનના જ વાચક શબ્દો છે. II૭પ Page #196 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્તનાં ચોથા સ્થાનનું વર્ણન ૧૭૯ અવતરણ - બુદ્ધિ નામનું સ્વતંત્ર તત્ત્વ જે સાંખ્યો માને છે તે નિત્ય માનીએ તો પણ ઘટતું નથી અને અનિત્ય માનીએ તો પણ ઘટતું નથી. આમ બને વિકલ્પોમાં દૂષણ ગ્રંથકારશ્રી દેખાડે છે - બુદ્ધિ નિત્ય તો પુરુષ જ તેહ, જ્ઞાન પ્રવૃત્તિ ઈચ્છા સમગેહા જો અનિત્ય તો કિહાં વાસના ? પ્રકૃતિ તો સી બુદ્ધિસાધના ? JIOબ્રા ગાથાર્થ :- જો બુદ્ધિ નિત્ય છે તો તે પુરુષ જ છે એટલે કે આત્મા જ છે કારણ કે જ્ઞાન પ્રવૃત્તિ અને ઈચ્છા આ બધા ગુણો એકાશ્રય = એક જ અધિકરણમાં રહેનારા છે. હવે જો બુદ્ધિને અનિત્ય કહેશો તો વાસના ક્યાં રહેશે ? કદાચ સાંખ્યો એમ કહે કે વાસના પ્રકૃતિમાં જ લીન થઈને રહે તો બુદ્ધિની સાધનાનું શું કામ છે ? ૭૬ll ટહ્નો - ગો જ્ઞાનવિથ દ્ધિ નિત્ય માનવું, તો તેદન पुरुष छई जे माटई ज्ञान इच्छा प्रवृत्ति समगेह कहितां समानाश्रय छई, ज्ञानप्रवृत्तिनइं व्यधिकरणपणुं कल्पवं अनुचित छइं, तथा बुद्धि नित्य पुरुषोपाधिरूप न टलइ तो मुक्ति पणि किम घटइ ? जो अनित्य मानो तो बुद्धिविनाशइं वासना किहां रहइ ! जो न रहइ तो पुनः प्रपंचोत्पत्ति किम हुई ? जो इम कहस्यो बुद्धिविनाशइं प्रकृति लीन वासना रहइ तो बुद्धिसाधनानुं स्युं काम ? प्रकृत्याश्रित ज्ञानादि गुणाविर्भाव ज कार्य हुस्यइं ॥७६॥ વિવેચન :- સાંખ્યો બુદ્ધિતત્ત્વને જ્ઞાનાદિ ધર્મનો આધાર માને છે. આધાર- આધેયપણે બુદ્ધિ અને જ્ઞાનાદિ તત્ત્વો એકાત્તે ભિન્ન ભિન્ન જ છે આમ સાંખ્યો માને છે. તેને દોષિત ઠરાવવા માટે ગ્રંથકારશ્રી, તેઓને પૂછે છે કે તમોએ માનેલી તે બુદ્ધિ નિત્ય છે? કે અનિત્ય છે આમ બે વિકલ્પો તમારી માન્યતાને દૂષિત કરે છે - Page #197 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ હે સાંખ્યો ! તમે કહો કે તમારી માનેલી બુદ્ધિ નિત્ય છે કે અનિત્ય છે ? હવે જો નિત્ય છે આમ કહો તો બુદ્ધિ એટલે પુરુષ જ સિદ્ધ થશે. કારણ કે જ્ઞાનનો, ઈચ્છાનો અને પ્રવૃત્તિનો આશ્રય (આધાર) એક જ દ્રવ્ય છે. અને તે પુરુષ જ છે. અર્થાત્ અત્મા જ છે કારણ કે જ્ઞાનનો આશ્રય અને પ્રવૃત્તિનો આશ્રય ભિન્ન ભિન્ન કલ્પવો તે ઉચિત નથી. કારણ કે જે આત્મદ્રવ્ય જ્ઞાનનો આધાર છે તે જ આત્મદ્રવ્ય વિચાર કરીને યોગ્ય લાગે તો પ્રવૃત્તિ કરે છે અને યોગ્ય ન લાગે તો પ્રવૃત્તિ કરતો નથી. માટે જે જ્ઞાનનો આધાર છે તે જ પ્રવૃત્તિનો પણ આધાર છે. એટલે કે આ આધાર પુરુષ જ છે. જાણનાર વ્યક્તિ જુદી હોય અને પ્રવૃત્તિ કરનાર વ્યક્તિ જુદી હોય આમ જગતમાં બનતું નથી. ૧૮૦ હવે કદાચ સાંખ્યો આમ કહે કે અમે બુદ્ધિને નિત્ય માનીએ છીએ પણ તે બુદ્ધિ એ પુરુષરૂપ નથી પણ પુરુષને વળગેલી છે. એટલે કે પુરુષને (આત્માને) ઉપાધિરૂપે ચોંટેલી છે પણ બુદ્ધિ એ પુરુષ સ્વરૂપ નથી. આમ જો સાંખ્યો કહે તો બુદ્ધિરૂપ આ ઉપાધિ નિત્ય માની હોવાથી સદાકાળ તે બુદ્ધિરૂપ ઉપાધિ પુરુષને વળગેલી જ રહેશે. એટલે આ પુરુષનો ક્યારેય પણ મોક્ષ થશે નહીં. પુરુષને ઉપાધિ રૂપે વળગેલી આ બુદ્ધિ નિત્ય માત્ર હોવાથી તે બુદ્ધિ ક્યારેય પુરુષથી છુટી પડશે નહીં. એટલે આ પુરુષરૂપ આત્મા બુદ્ધિતત્ત્વ રૂપ ઉપાધિમાંથી ક્યારેય છુટો પડી શકશે નહીં. એટલે પુરુષનો ક્યારેય મોક્ષ થશે નહીં. હવે જો બુદ્ધિતત્ત્વને અનિત્ય માનશો તો જ્યારે જ્યાં બુદ્ધિતત્ત્વ નાશ પામશે ત્યારે ત્યારે “આ મારું છે, પેલું મારું નથી’’ આવી મોહાધીન વાસના કેમ રહેશે ? જેમ જડ પદાર્થોને આવી વાસના હોતી નથી તેમ આ જીવમાં પણ બુદ્ધિનો નાશ થવાથી મોહાધીન એવી વાસનાનો-મોહના સંસ્કારોનો પણ નાશ જ થશે. Page #198 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્તનાં ચોથા સ્થાનનું વર્ણન ૧૮૧ તથા વાસનાનો નાશ થવાથી બીજા ભવમાં ઉત્પત્તિ થવી, દુઃખસુખ પામવું જન્મ-જરા-મરણ પામવું ઈત્યાદિ સઘળો પ્રપંચ કેમ ઘટશે? તેથી બુદ્ધિને અનિત્ય માનવાથી મોહની વાસના ન ઘટે અને મોહની વાસના ન સ્વીકારીએ તો ભવોભવમાં ઉત્પત્તિ થવા રૂપ પ્રપંચોત્પત્તિ પણ ન ઘટે એટલે કે સંસાર જ સમાપ્ત થઈ જાય. હવે જો તમે અહીં એવો બચાવ કરો કે બુદ્ધિનો નાશ થાય તો પણ વાસનાનો નાશ થતો નથી. વાસના તો રહે જ છે તે વાસના બુદ્ધિના આશ્રયે જે રહેતી હતી તે હવેથી પ્રકૃતિના આશ્રયે રહેશે અને પ્રકૃતિમાં વાસના રહી છતી પ્રપંચોત્પત્તિનું કામકાજ કરશે આવું જ કહેશો પ્રકૃતિ જ છે અને તેમાં જ વાસના રહે છે અને તે વાસના જ પ્રપંચોત્પત્તિનું કામ કરે છે આમ જ માનોને? બુદ્ધિતત્ત્વને નિરર્થક વચ્ચે માનવાની શી જરૂર છે? સ્વતંત્રપણે એક બુદ્ધિતત્ત્વ પણ છે. આમ સાધવાની-માનવાની શી જરૂર છે? પ્રકૃતિમાં જ વાસના છે. અને તેની હાનિ થવાથી જ્ઞાનાદિ ગુણોનો આવિર્ભાવ થશે અને વાસના વધવાથી જ્ઞાનાદિ ગુણોનો તિરોભાવ થશે. આમ માનવાથી સઘળી વાત સિદ્ધ થઈ જાય છે. તો પછી બુદ્ધિતત્ત્વ નિરર્થક માનવાની કંઈ જ જરૂર નથી. બુદ્ધિ નામનું તત્ત્વ માનો છો તે જ તમારો દોષ છે. આવા આવા ઘણા દોષો આ વાદીને આવશે. સારાંશ કે જો બુદ્ધિને નિત્ય માનશો તો તે બુદ્ધિ એ પુરુષ જ છે. આમ સાબિત થશે અને જો બુદ્ધિને અનિત્ય માનશો તો મોહની વાસના ઘટશે નહીં. આમ બંને રીતે આ વાદીને દોષો જ આવશે. માટે આ વાદીની આ વાત પણ ઉચિત નથી. ૭૬ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ સમ્યક્ત ષસ્થાન ચઉપઈ જો બુદ્ધિતત્ત્વ ન હોય તો તજન્ય અહંકાર અને તજ્જન્ય ઈન્દ્રિયાદિ ૨૪ તત્ત્વ પણ કેમ ઘટે? આ વાત સમજાવતાં ગ્રંથકાર કહે છે કે - અંહકાર પણિ તસ પરિણામ, તર્જન્ય ચઉવીસતણો કિહાં ઠામ ! શક્તિ વિગતિ પ્રકૃતિ સવિ કહો, બીજાં તત્ત્વ વિમાસી રહો IIool ગાથાર્થ :- અહંકાર પણ બુદ્ધિતત્ત્વનો જ પરિણામ છે તથા ઈન્દ્રાદિ (પુરુષ વિનાનાં) ૨૪ તત્ત્વો પણ બુદ્ધિના વિકાસ સ્વરૂપ હોવાથી તે ૨૪ તત્ત્વોને માનવાનું સ્થાન ક્યાં રહે છે ? જે જે શક્તિઓનો વિકાસ છે તે સઘળું ય પ્રકૃતિનું કાર્ય છે. આ રીતે જીવ-અજીવ આદિ નવતત્ત્વો જ સિદ્ધ થશે આ વાત કંઈક વિચારીને જોજો. /૭૭ll બો - વૃદ્ધતત્ત્વ મિથ્યા, તિવાર તત્પર રહૃાવિક मिथ्या, २४ तत्त्वनो ठाम किहां हुइ ? २४ तत्त्वना धर्म शक्तिविगतिं करी प्रकृतिथी ज सर्व कहो, बीजां तत्त्व बुद्धयादिक छ। ते विमासीनइं रहो, एतलइ प्रकृतिविलास ते अजीवतत्त्वविलास ज સુત્રો __ जीवतत्त्व तो मुख्य ज, बीजां तत्त्व उभयपरिणामरूप छइ, इम नवतत्त्वप्रक्रिया तेह ज शुद्ध थइ जाणवी ॥७॥ વિવેચન :- પુરુષ એટલે આત્મા અને પ્રકૃતિ એટલે પુરુષને (આત્માને) વળગેલું કર્મ, આમ પુરુષ અને પ્રકૃતિ (આત્મા અને કમ) આ બે તત્ત્વ માનવાથી જ સર્વવ્યવહાર ઘટી શકે છે. માટે બુદ્ધિતત્ત્વ માનવું Page #200 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્તનાં ચોથા સ્થાનનું વર્ણન ૧૮૩ કે તેના પરિણામ સ્વરૂપે અહંકારાદિ ૨૪ તત્ત્વો માનવાં આ સઘળું મિથ્યાસ્વરૂપ છે. આવા પ્રકારનાં ૨૪ તત્ત્વો માનવાનું સ્થાન જ કહો તો ખરા, ક્યાં રહે છે? માત્ર બે જ તત્ત્વ છે (૧) પુરુષ (આત્મા) (૨) પ્રકૃતિ (કમ) આમ એ બે તત્ત્વો છે અને આ બંને માનવાથી સઘળા વ્યવહાર સંગત થઈ શકે છે. તે માટે બુદ્ધિ-અહંકાર આદિ બાકીના ર૪ તત્ત્વોને જે માનવામાં આવે છે તે મિથ્યા વાસના છે, મિથ્ય કલ્પના છે. પુરુષ એ આત્મા (જીવ) તત્ત્વ છે અને પ્રકૃતિ એટલે આત્માને વળગેલું શુભાશુભ કર્મ છે. આમ બે તત્ત્વો જ છે તેનાથી જ આ સંસાર ચાલે છે. આ બને તત્ત્વોથી ભિન્ન એવાં બુદ્ધિ અહંકાર આદિ જે કોઈ તત્ત્વો સાંખ્યો વડે માનવામાં આવ્યાં છે તે સઘળી વાત મિથ્યાસ્વરૂપ છે. એટલે કે કલ્પનામાત્ર છે, વાસ્તવિક નથી. બુદ્ધિ-અહંકાર આદિ ૨૪ તત્ત્વોનું જે કામ છે તે સઘળું ય કામ પ્રકૃતિથી (જીવને વળગેલા કર્મ નામના અજીવતત્ત્વથી) જ થઈ જાય છે માટે તે બુદ્ધિ આદિને જુદાં જુદાં તત્ત્વો માનવાં તે કેટલું સાચું છે? આ વાત ઘણો ઊંડો વિચાર કરીને વિચારજો તો સમજાશે. અર્થાત્ બુદ્ધિ વગેરે બીજા કોઈ સ્વતંત્ર તત્ત્વ છે જ નહીં. આ મિથ્યા માન્યતા માત્ર જ છે. એટલે સાર એ છે કે પુરુષ એટલે આત્મતત્ત્વ = જીવ અને પ્રકૃતિ એટલે જીવને વળગેલું કર્મ નામનું અજીવતત્ત્વ. આ રીતે જીવ અને અજીવ એમ મુખ્યતાએ બે જ તત્ત્વ છે. તેમાં પુરુષતત્ત્વ = જીવતત્ત્વ, કર્તા-ભોક્તા હોવાથી મુખ્ય તત્ત્વ છે અને પ્રકૃતિતત્ત્વ એટલે કર્મતત્ત્વ એ જીવે બાંધેલા કાર્મણવર્ગણામાં પુદ્ગલાત્મક અજીવ તત્ત્વ છે. આ કાર્મણવર્ગણાનાં પુદ્ગલો જીવની સાથે જીવના પરિણામને અનુરૂપ, શુભરૂપે પણ બંધાય છે જેને પુણ્ય કહેવામાં આવે છે અને અશુભરૂપે પણ બંધાય છે જેને પાપ કહેવામાં આવે છે. Page #201 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ આમ બે પ્રકારનાં કર્મોનું (પ્રકૃતિનું) આત્મા પાસે આવવું, આત્માને ચોંટવું તેને આશ્રવ કહેવાય છે અને આત્માને ચોટીને એકમેક થઈ જવું તેને બંધ કહેવાય છે. તે જ કાર્મણવર્ગણાનાં પુદ્ગલોનું આત્માથી વિખુટા પડવું તે નિર્જરા અને આત્મા પાસે આવતાં તે કર્મપુદ્ગલોનું અટકી જવું (અથવા રોકાવું) તે સંવર અને આત્માને વળગી ગયેલાં તે તમામ કર્મપુદ્ગલોનું આત્માથી છુટા પડવું (વિખુટા થવું) તેને મોક્ષ કહેવાય છે. આ રીતે મુખ્યતાએ જીવ અને અજીવ (કર્મ) આમ બે જ સાચાં તત્ત્વો છે. બાકીનાં બધાં તત્ત્વો આ બન્નેના પરિણામસ્વરૂપ છે (રૂપાન્તરાત્મક છે) ૧૮૪ (૧) ચૈતન્યગુણવાળો અને કર્તા-ભોક્તા સ્વરૂપવાળો જે પદાર્થ તે આત્મા (૨) આત્માને વળગેલો કાર્પણવર્ગણા આદિના પુદ્ગલ સ્વરૂપ જે પદાર્થ તે અજીતતત્ત્વ (૩-૪) કાર્મણવર્ગણાનાં આ પુદ્ગલો જીવના પરિણામના આધારે સુખ આપવાના સ્વભાવે પણ બંધાય અને દુઃખ આપવાના સ્વભાવે પણ બંધાય છે. આ પુણ્ય-પાપ એમ ત્રીજુ-ચોથુ તત્ત્વ જાણવું. (૫) આવા પ્રકારનાં કાર્યણવર્ગણાનાં પુદ્ગલોનું આત્મા પાસે આવવું તે આશ્રવ અને (૬) આત્માની સાથે તે પુદ્ગલોનું એકમેક થઈ જવું. આત્માની ઉપર ચોંટી જવું, લયલીન થઈ જવું. તે બંધતત્ત્વ. (૭) કાર્મણવર્ગણાના પુદ્ગલો આત્માને ચોંટવા આવે ત્યારે તેને રોકવાં= અટકાવવાં તે સંવર. (૮) અને આત્માને ચોંટી ગયેલાં પુદ્ગલોને અંશે અંશે દૂર કરવાં તે નિર્જરા. તથા (૯) આત્માને ચોંટેલાં તે કર્મપુદ્ગલોને સર્વથા આત્માથી વિખુટાં કરવાં તે મોક્ષ. આમ આત્મા અને કર્મના સંયોગ-વિયોગ રૂપે આ બાકીનાં તત્ત્વો છે. કુલ નવતત્ત્વો છે. (મૂલ પદાર્થસ્વરૂપે બે જ તત્ત્વ છે). પદાર્થરૂપે જીવ અને અજીવ એમ બે તત્ત્વ છે. બાકીમાં સાત Page #202 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વનાં ચોથા સ્થાનનું વર્ણન ૧૮૫ તત્ત્વો જીવના શુભાશુભ પરિણામસ્વરૂપ છે. બાકી બુદ્ધિ અહંકાર આદિ તત્ત્વો જે સાંખ્યદર્શને માન્યા છે. તેમાંનું કોઈ તત્ત્વ સાચું નથી. ૫૭૭ાા અચેતન એવી પ્રકૃતિ પુરુષની સાથે જોડાવાનું અને વિખુટા પડવાનું કામ કેમ કરી શકે ? તેથી સાંખ્યની માન્યતા બરાબર નથી. આ વિષય ઉપર તાત્ત્વિક વાત સમજાવતાં ગ્રંથકારશ્રી કહે છે કે - વિરમે રમૈ યથા નર્તકી, અવસર દેખી અનુભવ થકી । પ્રકૃતિ અચેતન કિમ તિમ રમૈ, વિરમે જો કર્તા નવિ ગમી II૮॥ ગાથાર્થ :- નર્તકી અવસર પામીને પોતાના અનુભવ પ્રમાણે નાચ કરવામાં પોતાના કાર્ય થકી વિરામ પણ પામે, અને વધારે રમે પણ ખરી, પરંતુ પ્રકૃતિ તો અચેતન છે તે કેમ રમે ? અને કેમ વિરામ પામે? પુરુષને કર્તા હોવાનું તો સાંખ્યો માનતા જ નથી. II૭૮૫ ટબો :- નિમ નર્તની વહેતાં નાટળી જાય નાચાનિરૂં विषयि रमइ, तथा अवसर देखी दानादिक पामी विरमइ, पोताना अनुभवथी, तिम प्रकृति अचेतन छड़, ते किम रमइ - विरमइ जो करता पुरुष तुझनइ न गमइ ? एवं च - “रङ्गस्य दर्शयित्वा, निवर्तते नर्तकी यथाऽऽत्मानम् । पुरुषस्य तथाऽऽत्मानं प्रकाश्य विनिवर्तते प्रकृतिः ॥ इत्यादि सांख्य कहइ छइ, तें शिष्यधंधन मात्र जाइ । ( शिष्यधंधन मानवुं ) पुरुषनई आत्मदर्शन प्रकृति करइ ते अचेतनई न संभवइ, न वा तिहां प्रयोजन तद्ज्ञान छई ॥ ७८ ॥ વિવેચન :- જેમ નાચ કરનારી નર્તકી પોતાના અનુભવ પ્રમાણે અવસર પામીને નાચ કરવાનું કાર્ય કરે છે અને દાનાદિક લાભ પ્રાપ્ત Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ સમ્યક્ત જસ્થાન ચઉપઈ થઈ જાય એટલે નાગાદિકનું પ્રયોજન ન હોવાથી નાચાદિક ક્રિયાવ્યવહારથી વિરામ પણ પામે છે. તેની જેમ પ્રકૃતિ પણ પુરુષને પોતાનું કાર્ય દેખાડી વિરામ પામે છે અથવા પ્રયોજન હોય ત્યાં સુધી રમે છે. આમ સાંખ્યો માને છે. પરંતુ પ્રકૃતિ તત્ત્વ તો જડપદાર્થ છે અચેતનપદાર્થ છે અને પુરુષતત્ત્વને તમે (સાંખ્યો) કર્તા તરીકે સ્વીકારતા નથી. જો પુરુષ કર્તા ન હોય અને પ્રકૃતિ અચેતન એટલે કે જડ હોય તો મારું કામ થઈ ગયું છે એટલે હવે હું ખસી જાઉં અથવા મારું કામ હજું નથી થયું, એટલે હજું હું વિરામ ન પામું? આમ વિચારો કરવાનું અને આવું ખસી જવાનું કે ન ખસી જવાનું, આમ દૂર થવાનું અને દૂર ન થવાનું કામ જ એવી પ્રકૃતિ કેમ કરી શકે? તેમના મતે પુરુષ એ કર્તા નથી અને પ્રકૃતિ એ જડતત્ત્વ છે તો રમવાનું કે વિરમવાનું કામ જડ એવી પ્રકૃતિથી કેમ થાય? ખરેખર તો નર્તકીને આવો પાકો અનુભવ છે કે જો હું મારી કલા બરાબર દેખાડીશ અને સારું નૃત્યકાર્ય સારું કરીશ તો લોકો મને દાનાદિક આપશે. ધનનો વરસાદ વરસાવશે. આમ સમજીને નર્તકી નાચ કરે છે અને દાનાદિક મળી જતાં નૃત્યાદિક કાર્યથી વિરામ પણ પામે છે. કારણ કે નાચનારી આ નર્તકી સચેતન છે ચૈતન્યગુણવાળી છે. માટે બધું સમજે છે. માટે નર્તકીમાં સચેતન હોવાથી કર્તા-ભોક્તાપણું વગેરે બધું ઘટી શકે. પરંતુ પુરુષ અને પ્રકૃતિમાં આ ઘટી શકે નહીં, કારણ કે પુરુષને તો તેઓએ (સાંખ્યોએ) અકર્તા જ માન્યો છે. હવે રહી એક પ્રકૃતિ, જો તે પણ અચેતન જ હોય તો ઘટ-પટની જેમ અચેતન એવી પ્રકૃતિ, નાચવાના અને વિરામ પાળવાના આવા પ્રપંચનો વિલાસ કેમ કરે ? અર્થાત્ ન કરે અને પ્રપંચના વિલાસથી વિરામ પામવાનું કામ પણ કેમ કરે ? અર્થાત્ ન જ કરે. કારણ કે જડમાં જ્ઞાન સંજ્ઞા નથી. Page #204 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્તનાં ચોથા સ્થાનનું વર્ણન ૧૮૭ જેમ શરીર જડ-અચેતન છે, પરંતુ તેમાં રહેલો આત્મા સચેતન અને કર્તા છે. એટલે કર્તા એવા આત્માની સહાયથી જડ એવું શરીર પણ ગમનાગમન કરી શકે છે તેમ તમે જો પુરુષને કર્તા માન્યો હોત તો પુરુષની દોરવણી પ્રમાણે જડ એવી પણ પ્રકૃતિ નાચવાનું અને વિરામ પામવાનું કામ કરી શકત, પરંતુ સાંખ્યો આત્માને તો અકર્તા જ માને છે અને જે પ્રકૃતિ છે તેને જડ માને છે. તો પુરુષ પ્રેરક છે જ નહીં અને પ્રકૃતિ પોતે સ્વયં જડ હોવાથી રમવાનું અને વિરમવાનું કામ પણ કેમ કરે ? અર્થાતુ ન જ કરે. જેમ શરીર જડ-અચેતન છે, પરંતુ તેમાં રહેલો આત્મા સચેતન અને કર્તા છે એટલે કર્તા એવા આત્માની સહાયથી જડ એવું શરીર પણ ગમનાગમન કરી શકે છે તેમ જો પુરુષને કર્તા માન્યો હોત તો પુરુષની દોરવણી પ્રમાણે જડ એવી પણ પ્રકૃતિ નાચવાનું અને વિરામ પામવાનું કાર્ય કરી શકત. પરંતુ સાંખ્યો પુરુષને તો અકર્તા જ માને છે અને પ્રકૃતિને જડ માને છે તો પ્રકૃતિને પ્રેરક કોઈ છે જ નહીં અને પ્રકૃતિ પોતે સ્વયં જડ હોવાથી રમવાનું અને વિરમવાનું કાર્ય કેમ કરે? માટે સાંખ્યની આ વાત ઉચિત નથી. પર્વ ત્ર - આ પ્રમાણે સાંખ્યદર્શનકારો પુરૂષને અકર્તા માનીને નર્તકીનું જે ઉદાહરણ આપે છે તે કોઈપણ રીતે સંગત થતું નથી. તેથી આ સઘળો પણ પ્રકૃતિનો જ વિલાસ છે અને પ્રકૃતિ જ વિરામ પામે છે. આમ કહેવું જોઇએ માટે આ સાંખ્યકારિકાના શ્લોકમાં જે કંઈ લખ્યું છે તે શિષ્યોની બુદ્ધિને ડોળવા બરાબર છે. સાચું નથી. પોતાના શિષ્યોને ગમે તેમ કરીને પણ સમજાવી દેવા સ્વરૂપ છે પરમાર્થે સાચું નથી. કેવળ જુઠ્ઠાણું માત્ર જ છે. નર્તકી સચેતન છે અને કર્તા છે એટલે પોતાનો નાચ-ગાન જોનારાને ગમે છે હજુ વધારે ગમે અને મને વધારે પૈસા મળે તેનું લક્ષ્ય Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ સમ્યક્ત જસ્થાન ચઉપઈ રાખીને નાચવાનું અને વિરામ પામવાનું કામ કરે છે. જ્યારે આ પ્રકૃતિ તો જડ છે, અચેતન છે. તે કેમ વિલાસ અને વિરામ કરી શકે છે ? જૈન દર્શનમાં આત્મા કર્તા પણ છે અને સચેતન પણ છે. તેથી તેની સહાયથી તેને વળગેલું કર્મ (પ્રકૃતિ) જડ હોવા છતાં સુખ-દુઃખ આપી શકે છે. કારણ કે જીવે જ કર્મને સુખ આપવા રૂપે (પુણ્યરૂપે) અને દુઃખ આપવા રૂપે (પાપરૂપે) પરિણમાવ્યું છે. બનાવેલું ભોજન અજીવ હોવા છતાં જીવમાં કર્તુત્વ અને ભોક્નત્વ હોવાથી જીવને રોગી નિરોગી કરી શકે છે તેમ અહીં પણ સમજવું તેથી જૈનદર્શનમાં કહેલી વાત જેવી સંગત થાય છે તેવી વાત સાંખ્યમાં જરા પણ સંગત થતી નથી. સભાના માણસોને પોતાની કળા દેખાડીને નર્તકી જેમ નિવર્તે છે તેમ પ્રકૃતિ પણ પુરુષની સમક્ષ પોતાના વિલાસને દેખાડીને વિરામ પામે છે” આમ માનવું જોઈએ. આ પ્રમાણે સાંખ્યો જે કહે છે તે શિષ્યોની બુદ્ધિને ડોળવા બરાબર જાણવું. અર્થાત્ ખોટું છે. આમ જાણવું. કારણ કે પ્રકૃતિ પોતે અચેતન છે અને પુરુષનું પોતાનું કર્તુત્વ નથી. તો એકલી જડ એવી પ્રકૃતિ પોતાની જાત પ્રગટ કરે આ વાત આ બૌદ્ધો પ્રકૃતિને અચેતન માનતા હોવાથી ઘટી શકે નહીં. વળી પ્રકૃતિને તો આ વિષયનું કોઈ પ્રયોજન પણ નથી અને આ વિષયનું કોઈ જ્ઞાન પણ નથી. માટે પુરુષની સહાય વિના જડ એવી પ્રકૃતિ આ કામ કરે છે. આ વાત બીલકુલ ખોટી જ છે. જૈનદર્શનમાં પણ આત્માને જ સચેતન માનવામાં આવ્યો છે. કર્મ (પ્રકૃતિ)ને તો જડ જ માનવામાં આવ્યું છે પરંતુ પુરુષ કર્તા છે એટલે પુરુષ જ (આત્મા જ) પોતાના રાગાદિ પરિણામ પ્રમાણે કર્મ (પ્રકૃતિ)ને તેવા તેવા ભાવે દુઃખ-સુખ આપવારૂપે પરિણાવી શકે છે. માટે જૈનદર્શનની વાત બરાબર ઉચિત છે અને ઘટી શકે છે. સાંખ્યદર્શનમાં Page #206 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વનાં ચોથા સ્થાનનું વર્ણન ૧૮૯ આત્માને અકર્તા અને અભોક્તા માનવામાં આવ્યો છે અને પ્રકૃતિને અચેતન (જડ) માનવામાં આવી છે જેથી સંસારમાં તમામ કાર્યોનું કર્તૃત્વ કોઈમાં ઘટતું નથી. આ જ મોટી માથાફોડ છે. (ખાટલે મોટી ખોટ છે) ૭૮ પ્રકૃતિ દિગ્દક્ષાઈ જિમ સર્ગ, શાન્તવાહિતાઈ મુક્તિનિસર્ગ । કરતા વિણ એ કાલવિશેષ, તિહાં વલગે નય અન્ય અશેષ [l૯લા ગાથાર્થ :- પ્રકૃતિની દિદક્ષાએ જેમ સૃષ્ટિસર્જન થાય છે તેમ શાન્તવાહિતાના કારણે નિસર્ગપણે જીવની મુક્તિ પણ થાય છે. આ પ્રમાણે સાંખ્યો કહે છે પણ તે બધું કર્યા વિના સંભવે નહીં. તથા તેમાં કાલવિશેષ પણ કારણ છે તેના કારણે અશેષ (સઘળા પણ) અન્ય નો (સ્વભાવનિયતિ આદિ) પણ તેમાં કારણરૂપે વળગે છે. (જોડાય છે) (માનવાં જોઈએ). ૫૭૯।। ટબો ઃप्रकृतिदिदृक्षाइं सर्ग कहितां सृष्टि जिम सांख्य कह छइ, तिम निरार्गमुक्ति शान्तवाहिताई हुइ, ए बे लक्षण कर्तानां छइ, ते विना जो प्रकृतिपरिणामनां लक्षण कहिइ तो कालनां लक्षण थाइ । तिहां अन्य अशेष नय वलगइ, ते सर्वना अर्थनो अनुग्रह करवा ५ कारणसमवाय मानवो, तिवारइ कर्ता मुख्यपणइ आवइ । उक्तं च कालो सहाव नियई, पुव्वकयं पुरिसकारणेगंता । સમવાય સમ્મત્ત, અંતે ોફ મિચ્છન્ન ારૂ-રૂા (સમ્મતૌ જાડુ રૂ, ગાથા ૧૨) ૭ર્શા વિવેચન :- પ્રકૃતિની દિદક્ષાથી સર્ગ એટલે સૃષ્ટિ-રચના અર્થાત્ ઉત્પત્તિ થાય છે. આમ સાંખ્યો જેમ કહે છે તેમ તે જ સાંખ્યો આગળ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ સમ્યક્ત ષસ્થાન ચઉપઈ કહે છે કે શાન્તવાહિતા પ્રગટ થવાથી નિસર્ગમુક્તિ થાય છે એટલે કે આ જીવમાં સ્વભાવમુક્તિ પ્રગટ થાય છે. સારાંશ કે પ્રકૃતિની દિક્ષાથી સર્જન અને પ્રશાન્તવાહિતાથી નિસર્ગમુક્તિ થાય છે. આમ સાંખ્યો કહે છે. આ બન્ને લક્ષણો કર્તાનાં છે. (જો આમ હોય તો પ્રકૃતિને જ કર્તા માનવાનો પ્રસંગ આવે જ). સાંખ્યો એમ માને છે કે પ્રકૃતિને જગતના પદાર્થો (તત્ત્વો) જોવાની ઈચ્છા (દિદક્ષા) પ્રગટે છે. તેમાંથી આત્માર્થી યોગી આ મહાત્માને જ્યારે એવો ખ્યાલ આવે છે કે આ દિદક્ષાના કારણે જ આ સર્વ પ્રકારની સંસારની કદર્થનાઓ (પીડાઓ, ઉપાધિઓ) આ જીવને આવે છે. ત્યારે તે યોગી મહાત્મા આ દિદક્ષાને જ્યારે શાના કરવા=(દબાવવા) પ્રયત્ન કરે છે ત્યારે તે યોગી મહાત્મામાં પ્રશાન્તવાહિતા પ્રગટે છે અને આમ થવાના કારણે જ તે યોગી મહાત્મામાં સ્વભાવમુક્તિ અર્થાત્ આત્મસ્વભાવમાં રમણતા સ્વરૂપ પ્રશાન્તવાહિતા (મુક્તિ) પ્રગટ થાય છે. વાસ્તવિકપણે સાંખ્યમતને અનુસારે પુરુષ નિત્યમુક્ત છે પુરુષ પોતે અકર્તા અને અભોક્તા હોવાથી સદાને માટે મુક્ત જ છે. તો પણ પ્રકૃતિ તેને વળગેલી છે. તેના કારણે પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલી બુદ્ધિમાં પુરુષનું પ્રતિબિંબ પડે છે તેના કારણે પ્રકૃતિ જે જે કાર્ય કરે છે તે તે કાર્ય હું જ કરું છું. આવો ભ્રમ તે પુરુષને થાય છે. એટલે પુરુષ પોતે સ્વયં અકર્તા અને નિત્ય હોવા છતાં પ્રકૃતિજન્ય કાર્યનો પોતે કર્તા છે એમ ભ્રમથી માની લે છે અને તેનાથી જ સંસાર વધે છે અને પોતે તેમાં ફસાય છે. - જ્યારે પ્રશાન્તવાહિતા તે પુરુષમાં પ્રગટે છે ત્યારે ઉપરોક્ત ભ્રમ દૂર થઈ જાય છે અને પોતે સ્વભાવથી જ સદા મુક્ત જ છે હું પોતે બંધનરહિત જ છું, આવું યથાર્થ જ્ઞાન તે પુરુષને જ્યારે પ્રગટે છે ત્યારે Page #208 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્તનાં ચોથા સ્થાનનું વર્ણન ૧૯૧ દૃષ્ટિ સુધરે છે અને પ્રશાન્તવાહિતા વધારે વધારે પ્રાપ્ત કરવા તરફ આગળ વધે છે. પ્રશાન્તવાહિતા પ્રગટ થયા પહેલાં પોતે મુક્ત નથી. સંસારી છે તે તે કાર્યનો હું કર્તા છું. આવો ભ્રમ હોય છે. અને આ ભ્રમના કારણે તે ભ્રમમાંથી બહાર નીકળવા આત્મસાધનાનો તે પ્રયત્ન કરે છે. આત્મસાધના કરતાં કરતાં જ્યારે આ ભ્રમ દૂર થઈ જાય છે ત્યારે જે સ્વભાવમુક્તિ છે તે આ આત્મામાં પ્રગટ થાય છે. સાંખ્યો આમ માને છે. આ માન્યતામાં એક વાત એ નક્કી થાય છે કે યોગસાધના કરતાં પહેલાં પ્રકૃતિને દિક્ષા હતી. તેનાથી જ સંસાર ઉત્પન્ન થતો હતો અને યોગસાધના કરતાં કરતાં તેના જ કાળમાં પ્રશાન્તવાહિતા પ્રગટ થવાથી આ જીવની સ્વભાવમુક્તિ થાય છે. ઉપરોક્ત સાંખ્યની માન્યતામાં એ વસ્તુ નક્કી થાય છે કે યોગસાધનાના પૂર્વકાળમાં પ્રકૃતિમાં દિક્ષા હતી અને તે દિક્ષાના કારણે જ સંસાર પ્રાપ્ત થતો હતો અને સંસાર વધતો જતો હતો. પરંતુ યોગસાધનાના પ્રતાપે તે સાધનાના કાળમાં પ્રશાન્તવાહિતા પ્રગટ થવાથી આ જીવની સ્વતંત્રપણે સ્વભાવમુક્તિ થાય છે. ઉપરોક્ત સાંખ્યની માન્યતામાં જીવનની અંદર પૂર્વકાળમાં દિક્ષા (મોહાધીનાવસ્થા) અને પાછલા કાળમાં પ્રશાન્તવાહિતા (નિર્મોહદશા) આ જીવમાં પ્રગટ થાય છે એટલે આ બન્ને ભાવોનો આ જીવ કર્તા છે જે જીવે પૂર્વકાળમાં દિદક્ષા કરી હતી અને તેના કારણે સંસાર વધાર્યો હતો તે જ જીવ પાછલા કાળમાં પ્રશાન્તવાહિત કરવા દ્વારા સંસારને ખતમ કરીને સ્વાભાવિક રીતે મુક્તિને મેળવે છે. એટલે સંસારમાં રખડવું અને સંસારથી મુક્ત થવું આ બન્ને સ્વરૂપો પુરુષનાં છે. અને પુરુષ તેનો કિર્તા છે. આ વાત નક્કી થાય છે. o Page #209 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ દિદક્ષાથી સર્જન અને પ્રશાન્તવાહિતાથી નિસર્ગમુક્તિ થાય છે. માટે આ બન્ને સ્વરૂપો પ્રકૃતિના પરિણામમય છે પરંતુ આ બન્ને પરિણામો એક કાળમાં સાથે થતાં નથી. પૂર્વાપરકાળમાં થાય છે. તેથી દિદક્ષા અને નિસર્ગમુક્તિ એ જેમ પ્રકૃતિના કારણે થાય છે તેમ કાળના કારણે પણ થાય છે આમ પણ માનવું જોઈએ. કારણ કે દિદક્ષા પૂર્વકાળમાં જ થાય છે અને નિસર્ગમુક્તિ પાછલા કાળમાં જ થાય છે. તેથી દદક્ષામાં અને પ્રશાન્તવાહિતામાં પ્રકૃતિની જેમ કાળ પણ કારણ છે. પરંતુ એકાન્ત પ્રકૃતિ જ કારણ છે આમ માની શકાય નહીં. તેથી દિદક્ષા અને પ્રશાન્તવાહિતા પ્રગટ થવામાં જેમ પ્રકૃતિ કારણ છે તેમ કાળ પણ કારણ છે આમ હોવાથી એકલી પ્રકૃતિ જ કારણ છે આમ માની શકાય નહીં. સાંખ્યદર્શન કેવળ એકલી પ્રકૃતિને જ દિદક્ષામાં અને પ્રશાન્તવાહિતામાં કારણ માને છે તે વાત બરાબર નથી. ૧૯૨ હવે જો દિદક્ષા અને પ્રશાન્તવાહિતામાં પ્રકૃતિને પણ કારણ માનવામાં આવે અને કાળને પણ કારણ માનવામાં આવે તો અન્ય અશેષ નય (બીજા પણ કેટલાંક કારણો) માનવાની આપત્તિ પણ આવે જ છે. અર્થાત્ સ્વભાવ, પુરુષાર્થ, નિયતિ વગેરેને પણ કારણપણે માનવાં જ પડે છે. તેથી સ્વભાવ-નિયતિ-કાળ-પુરુષાર્થ અને પ્રકૃતિ એમ પાંચેનો ગણ (સમુદાય) જ સર્વકાર્યમાં કારણ છે આ વાત જ સિદ્ધ થાય છે. ઘણો ઘણો પ્રયત્ન કરવા છતાં કોયડું મગ સીઝતા નથી. અભવ્ય આત્માઓ મુક્તિગામી થતા નથી. માટે સ્વભાવ એ પણ એક કારણ જરૂર છે. આ સીઝવાનો સ્વભાવ કોયડુમગમાં અને મુક્તિએ જવાનો સ્વભાવ અભવ્યમાં નથી. માટે ત્યાં કાર્ય થતું નથી. એ જ રીતે જે કારણમાં જે કાર્ય થવાનું નિયત હોય તે જ કારણમાં તેનો કાળ પાકતાં તે કાર્ય પ્રગટ થાય છે અન્યથા કાર્ય થતું નથી. જેમકે ભવ્યજીવમાં મુક્તિગામિતા હોવા છતાં તેનો જ્યારે કાળ પાકે છે ત્યારે જ તે જીવ મુક્તિ પામે છે. માટે નિયતિ પણ તેમાં અવશ્ય કારણ છે. Page #210 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્તનાં ચોથા સ્થાનનું વર્ણન ૧૯૩ આ જ રીતે કાળ પણ તેમાં કારણ છે. પુરુષાર્થ પણ કારણ છે અને પ્રારબ્ધ પણ કારણ છે. આમ સ્વભાવ-નિયતિ-કાળ-પુરુષાર્થ અને પ્રારબ્ધ આ પાંચેનો સમન્વય-સમુદાય એ કાર્ય પ્રગટ કરવામાં કારણ છે. તેથી કોઈપણ એકને જ કારણ માની લેવું અને બીજાનો અપલાપ કરવો તે બરાબર નથી. મિથ્થાબુદ્ધિ જ છે. આ રીતે કાળાદિ એક એકને જ માત્ર કારણ માનવાં તે મિથ્યાત્વ છે અને પાંચેના સમુદાયને કારણ માનવો તે સમ્યકત્વ છે. તત્ત્વદૃષ્ટિએ વિચારીએ તો આ વાત અવશ્ય સમજાશે. ૭ અવતરણ - પ્રકૃતિ શબ્દથી કર્મ સમજીએ અને પુરુષ શબ્દથી આત્મા સમજીએ અને તે આત્મા જ્ઞાન-ક્રિયાવાળો છે. તથા કર્તા-ભોક્તા છે આમ જો સમજવામાં આવે તો બધી જ વાત સારી રીતે સંગત થઈ જાય છે. તે ઉપર ગ્રંથકારશ્રી સમજાવે છે કે - પ્રકૃતિ કર્મ તે માટઇ ગણો, જ્ઞાનક્રિયાથી તાસ ક્ષય ભણો. અશુદ્ધભાવ કરતાં સંસાર, શુદ્ધભાવ કરતાં ભવપાર II૮૦ના | (અકર્તુ-અભોજ્વવાદિની ગતી I) ગાથાર્થ :- તેથી પ્રકૃતિ એટલે કર્મ ગણ (સમજો) અને જ્ઞાન અને ક્રિયાની સાધના કરવામાં તે પ્રકૃતિનો (અથતુ કમનો) ક્ષય થાય છે એમ ભણો (સમજો). અશુદ્ધ ભાવોનો કત એવો જીવ એ જ સંસાર જાણવો અને શુદ્ધભાવોનો કત એવો જે જીવ તે જ ભવપાર (મોક્ષ) જાણવો. Iટoll બો - તે મારું પ્રવતિ તે વર્ષનું ઝ નામ જો, તે પ્રથાન, कर्म, संस्कार, वासना, अविद्या (सहजमल) ए सर्व एकार्थंक ज शब्द छइ दर्शनभेदई, ते कर्मनो क्षय (करनार ) ज्ञानक्रिया जाणो, अशुद्धभाव जे आत्मा छइ, ते संसारनो कर्ता छइ, शुद्धभाव छइ ते भवपारनो कर्ता छ। Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ સમ્યક્ત ષસ્થાન ચઉપઈ अप्पा कत्ता विकत्ता य, सुहाण य दुहाण य । - (૩ત્તરાધ્યયન સૂત્ર ૨૦, ૨૭) इत्यादि शास्त्रवचन पणि छइ । अकर्ता-अभोक्ता आत्मा मानइ छइ ते २ वादी गया ॥८०॥ વિવેચન - સાંખ્યદર્શનકારો પુરુષ (આત્મા) અને પ્રકૃતિ એવાં બે તત્ત્વ માને છે અને જૈનદર્શનકારો આત્મા અને કર્મ એમ બે તત્ત્વ સમજાવે છે. પરંતુ સાંખ્યો પુરુષને (આત્માને) અકર્તા અને અભોક્તા એકાન્તનિત્ય માને છે જ્યારે પુરુષ એટલે આત્મા, પણ તે આત્મા અકર્તા નથી પણ કર્યાદિનો કર્તા છે. તથા અભોક્તા નથી પણ વ્યવહારનયથી સંસારીભાવોનો ભોક્તા છે અને નિશ્ચયનયથી પોતાના ગુણોનો ભોક્તા છે. આ આત્મા અશુદ્ધ પરિણામવાળો બને છે તો તે પ્રકૃતિથી (કર્મથી) લેપાય છે. એટલે પ્રકૃતિનો અર્થ કર્મ સમજવું. (૧) સાંખ્યો પ્રકૃતિને પ્રધાનતત્ત્વ કહે છે. (૨) જૈનદર્શનકારો આ પ્રકૃતિને જ કર્મતત્ત્વ કહે છે. (૩) કેટલાક દર્શનકારો આ પ્રકૃતિને જ સંસ્કાર કહે છે. (૪) કેટલાક દર્શનકારો આ પ્રકૃતિને જ વાસના કહે છે. (૫) બૌદ્ધ અને વેદાન્તીઓ કર્મને અવિદ્યા કહે છે અને (૬) કેટલાક દર્શનકારો આ પ્રકૃતિને જ સહજમલ કહે છે. સર્વે પણ દર્શનકારો આત્માને ચોટેલા આ મેલને ભિન્ન ભિન્ન નામથી સંબોધે છે. પરંતુ આખરે તો કર્મતત્ત્વ સ્વીકારવાનું જ રહે છે. કાર્મણવર્ગણાનાં પુદ્ગલોનું જ બનેલું છે. જીવ વડે તેને જ્ઞાનાવરણીયદર્શનાવરણીય ઈત્યાદિ રૂપે પરિણામાવેલું છે તેથી જીવ કર્મોનો કર્તાભોક્તા છે. આત્મા એકલો હોય તો તે શુદ્ધ-બુદ્ધ-સર્વજ્ઞ છે. જેમકે મોક્ષમાં ગયેલા આત્માઓ. અને આ જ આત્મા જ્યારે સંસારમાં હતો ત્યારે Page #212 -------------------------------------------------------------------------- ________________ આ વાવ છે. સમ્યવનાં ચોથા સ્થાનનું વર્ણન ૧૯૫ કર્મથી જકડાયેલો છે અને સંસારી કહેવાય છે. કાર્મણવર્ગણાના પુગલોનું બનેલું કર્મ આ આત્માને વળગેલું છે. આ જ આત્મા મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ-કષાય અને યોગ વડે જડ એવા આ પુદ્ગલોનું ગ્રહણ કરીને પોતાની સાથે પોટલા રૂપે બાંધે છે. તેના પ્રકૃતિબંધ-સ્થિતિબંધ-રસબંધ અને પ્રદેશબંધ એવા બંધના ચાર પ્રકાર છે. જેમ મિથ્યાત્વ-અવિરત-પ્રમાદ-કષાય અને યોગથી આ જીવ કર્મ બાંધે છે તેમ જ્ઞાન તથા ક્રિયા વડે તે બાંધેલા કર્મોનો ક્ષય પણ આ જ જીવ કરે છે. જ્ઞાનાચાર-દર્શનાચાર-ચારિત્રાચાર-તપાચાર અને વીર્યાચાર એમ પાંચ પ્રકારના આચારોના સેવનથી આ જ જીવ કર્મોના નાશને કરનારો પણ થાય છે. મિથ્યાત્વાદિ પાંચ પ્રકારના બંધહેતુઓ વડે આ જીવ કર્મ બાંધે છે અને જ્ઞાનાચારાદિ પંચવિધ આચારસેવન વડે આ જ જીવ કર્મના નાશનો પણ કર્યા છે. સારાંશ કે અશુદ્ધભાવવાળો આત્મા કર્મનો કર્તા છે અને શુદ્ધભાવવાળો આત્મા કર્મના નાશનો કર્તા છે આમ સમજવું એ જ સાચું તત્ત્વ છે. આ આત્મામાં મિથ્યાત્વ આદિ કર્મબંધનાં કારણો આવે છે ત્યારે જ તે કારણોને લીધે આ આત્મા કર્મ બાંધે છે અને કર્મના નાશનાં કારણો સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન ઈત્યાદિ જ્યારે આ આત્મામાં આવે છે ત્યારે આ જ આત્મા કર્મના નાશનો પણ કર્તા બને છે. જ્યારે કર્મનો કર્તા બને છે ત્યારે સંસારનો (જન્મ-મરણાદિનો) કર્તા આ જીવ કહેવાય છે અને જ્યારે કર્મના નાશનો કર્તા આ જીવ બને છે ત્યારે ભવપારનો (મોક્ષનો) કર્તા કહેવાય છે. સારાંશ કે વિભાવદશામાં ગયેલો આત્મા સંસારનો કર્તા અને સ્વભાવદશામાં ગયેલો આત્મા ભવપારનો (મોક્ષનો) કર્તા છે આમ જાણવું. ૧૪ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ સમ્યક્ત ષડ્રસ્થાન ચઉપઈ આ જ વાત સંપૂર્ણપણે સત્ય છે. આ બાબતમાં ઉત્તરાધ્યયન સૂત્રની સાક્ષી આપતાં કહે છે કે - “ગપ્પા વત્તા વિત્તા ય, સુદી ય દુદ્દીન ” - ગાથા ૨૦૩૭ અર્થ :- આ જ આત્મા સુખ અને દુઃખાદિનો કર્તા પણ છે અને વિકર્તા (સુખ-દુઃખાદિના વિનાશનો કતા) પણ છે. વિભાવદશામાં વર્તે ત્યારે કર્મનો કર્તા અને સ્વભાવદશામાં વર્તે ત્યારે વિકર્તા (વિનાશનો કતા) સમજવો. આવા પ્રકારનાં શાસ્ત્રવચનો પણ આ વાતને સિદ્ધ કરવા પ્રબળ પુરાવા સ્વરૂપ સમજવાં. મોહમય પરિણામવાળો આત્મા વિભાવ દશાવાળો હોવાથી કર્મોનો કર્તા છે અને મોહરહિત સ્વભાવદશાના પરિણામવાળો આ જ આત્મા પોતાના જ્ઞાનાદિ ગુણોનો જ કર્તા-ભોક્તા છે આમ સમજવું અને આ જ વાત સત્ય તથા યુક્તિસંગત છે. - અહીં સુધીમાં આટલી ગાથાઓ વડે આત્માને જે દર્શનકારો અકર્તા અને અભોક્તા માને છે તે સાંખ્યદર્શન અને વેદાન્તદર્શન એમ બે દર્શનકારી ગયા અર્થાત્ આ બે દર્શનકારોની સાથેની ધર્મચર્ચા સમાપ્ત થઈ અને આત્મા અકર્તા-અભોક્તા નથી પણ કર્મનો કર્તા અને કર્મનો ભોક્તા છે આ વાત શાસ્ત્રવચનો દ્વારા અને યુક્તિ દ્વારા સિદ્ધ કરી. RI૮૦ - અકર્તુત્વવાદ અને અભોક્યુત્વવાદ સમાપ્ત થયો Page #214 -------------------------------------------------------------------------- ________________ “મુક્તિ છે” આ પાંચમા પદની ચર્ચા ૧૯૭ (૧) આત્મા છે (૨) આત્મા નિત્ય છે (૩) આત્મા કર્મોનો કર્તા છે અને (૪) આત્મા કર્મોનો ભોક્તા છે. આમ સમ્યક્ત્વનાં છ સ્થાનોમાંથી ચાર સ્થાનો વર્ણવ્યા. હવે પછી પાંચમું સ્થાન “મોક્ષ છે” આ સમજાવવું છે. ત્યાં પ્રથમ “મોક્ષ નથી” એમ માનનારા પૂર્વપક્ષવાળાની યુક્તિઓ જણાવે છે - એક કહિ નવિ છે નિરવાણ, ઈન્દ્રિય વિણ ચાં સુખમંડાણ । દુઃખ અભાવ મુરછા અનુસરે, તિહાં પ્રવૃત્તિ પંડિત કુણ કરે ? ll૮૧ll ગાથાર્થ :- કોઈક વાદી કહે છે કે નિર્વાણ (મોક્ષ) છે જ નહીં, મુક્તિમાં ઈન્દ્રિયો (અને શરીર) ન હોવાથી તેના વિના સુખની શોભા શું હોય ? અર્થાત્ ન હોય, કોઈ કહે કે મુક્તિમાં દુઃખોનો અભાવ છે ને ? તો તેનો તે વાદી જવાબ વાળે છે કે મુર્જિત માણસને પણ દુઃખનો અભાવ તો હોય જ છે, પરંતુ કર્યો પંડિત પુરુષ દુઃખના અભાવસ્વરૂપ એવી મુક્તિ માટે પ્રયત્ન કરે ? ૮૧૫ ટબો :- જ વાવી તે રૂ निर्वाण कहेतां मोक्ष ते नथी इन्द्रियविलास विना मुक्तिसुख छइ, तेहनां मण्डाण छइ ते कुण सद्दहइ ? तो अशेषविशेषगुणोच्छेदरूप वैशेषिकाभिमत मुक्ति मानो, दुःखाभावेच्छाई ज मुमुक्षुप्रवृत्ति हुस्यई । ते उपरि कहइ छइ, दुःखाभाव ते पुरुषार्थ नथी, जे माटइं मूर्छावस्थाए पणि अवेद्य दुःखाभाव छइ । तिहांकुण प्रवृत्ति पण्डित करइ ? उक्तं च - Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ સમ્યક્ત ષડ્રસ્થાન ચઉપઈ दुःखाभावोऽपि नावेद्यः, पुरुषार्थतेष्यते । न हि मूर्छाद्यवस्थार्थे प्रवृत्तो दृश्यते सुधीः ॥ इति ॥८१॥ વિવેચન :- હવે કોઈક વાદી નિર્વાણ કહેતાં મોક્ષ છે જ નહીં આમ કહે છે તે વાદીનું કહેવું છે કે કોઈ કોઈ દર્શનકારો મુક્તિ જેવું સ્થાન માને છે અને ત્યાં અનંતસુખનો અનુભવ છે આમ કહે છે પરંતુ તેઓએ માનેલી તે મુક્તિમાં જીવને જો શરીર જ નથી. તેથી ઈન્દ્રિયો પણ નથી અને ઈન્દ્રિયો વિના સુખમંડાણ (સુખની શોભા) કેમ હોય અર્થાત્ મુક્તિમાં શરીર અને ઈન્દ્રિયો ન હોવાથી સુખનો અનુભવ બીલકુલ નથી તેથી જ વૈશેષિક દર્શનકાર ભારપૂર્વક કહે છે કે - સર્વે પણ વિશેષ ગુણોનો ઉચ્છેદ થાય એવા સ્વરૂપવાળી જ મુક્તિ માનવી જોઈએ. જો જ્ઞાન-સુખ-આનંદ આદિ સારા સારા ભાવો મુક્તિમાં હોય તો તે મેળવવાનો રાગકષાય થવાથી અને ન મળે ત્યાં દ્વેષકષાય થવાથી આ જીવ વધારે ને વધારે દુઃખી થાય. માટે મુક્તિની અંદર સુખ છે આમ કહીને જીવને લલચાવવો એ પણ રાગાધ કરવા બરાબર છે. માટે મુક્તિમાં સુખ કે દુઃખ કશું નથી જ આમ કહેવું તે સર્વશ્રેષ્ઠ છે. હવે જો કોઈ વાદી કદાચ એમ કહે કે મુક્તિમાં સુખ તો નથી. પરંતુ દુઃખ પણ નથી એટલે જેમ સુખ હોય તો સુખ મેળવવાની ઈચ્છાથી જીવ મુક્તિ માટે પ્રયત્ન કરે છે તેમ ત્યાં ભલે સુખ નથી પરંતુ દુઃખનો પણ અભાવ જ છે. તેથી દુઃખાભાવ માટે આ જીવ મુક્તિ મેળવવા પ્રયત્ન કરશે મુક્તિમાં જઈએ તો ભલે સુખ ક્યારેય ન આવે પરંતુ ક્યારેય દુઃખ આવવાનું નથી. એ વાત તો નક્કી છે જ. આમ દુઃખાભાવ માત્રથી પણ લોકો મુક્તિ માટે પ્રયત્ન કરશે. આમ કોઈ કોઈ વાદી કહે છે તેનો ઉત્તર આપતાં તે વાદીને કહે છે કે - ઉત્તર :- આ વાત પણ બરાબર નથી. જ્યારે આ જીવ મૂછિતદશામાં હોય છે, બેહોશ હોય છે ત્યારે પણ કોઈપણ જાતના દુઃખનો Page #216 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વનાં પાંચમા સ્થાનનું વર્ણન ૧૯૯ અનુભવ થતો નથી. એટલે કે દુઃખાભવ જ હોય છે. તો પણ કોઈ પંડિત પુરુષ તેવા દુઃખાભાવને(મૂર્છિત દશાને) પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરતા નથી. ઉલટુ-મૂર્છિતદશા હોય તો તે જીવને ભાનમાં લાવવાનો જ પ્રયત્ન કરાય છે. માટે મૂર્છિત દશારૂપ મુક્તિ માનવી અને તેમાં દુઃખાભવ છે આવું માનીને સંતોષ માનવો આ વાત પણ ઉચિત નથી. મૂચ્છિત દશામાં દુઃખાભાવ હોવા છતાં કોઈ પંડિત પુરુષ પોતાના આત્માને કે પોતાના સ્નેહીના આત્માને મૂર્છિત રાખવા પ્રયત્ન કરતો નથી. માટે દુઃખાભાવ એ જ મોક્ષ છે આમ માનવું અને આમ કહેવું તે ઉચિત નથી, સત્ય નથી. એટલે સારાંશ એ છે કે દુઃખાભાવ માત્રને મુક્તિ માનવાથી કોઈ જીવ મુમુક્ષુપણે - મોક્ષ મેળવવા માટે પ્રવૃત્તિ કરશે. આમ કદાચ કોઈ વાદી કહે તો તેના ઉપર આ વાદી કહે છે કે માત્ર દુઃખાભાવ હોવો એ કંઈ કલ્યાણકારી પુરુષાર્થ નથી. કારણ કે આવો દુ:ખાભાવ તો મૂર્છિત અવસ્થામાં પણ હોય જ છે. તે મૂચ્છિત દશામાં દુઃખ છે કે દુઃખાભાવ છે તેનું કંઈ સંવેદન થતું નથી. તેવી અવસ્થા મેળવવા માટે કો પંડિતપુરુષ પ્રયત્ન કરે ? અર્થાત્ મુક્તિ જો આવી હોય તો તે ઉપાદેય બનશે નહીં તથા આવી મુક્તિ હોય આ વાત યુક્તિથી પણ સંગત થતું નથી. શાસ્ત્રોમાં જ કહ્યું છે કે - “જેમાં કોઈપણ પ્રકારનું સંવેદન થતું નથી એવો દુઃખાભાવ પણ પુરુષાર્થ તરીકે આદરવા જેવો મનાતો નથી. કારણ કે કોઈ પંડિતપુરુષ પોતાની જાતને મૂર્છાદિ અવસ્થાવાળો બનાવવા માટે પ્રવૃત્તિ કરતો દેખાતો નથી.” સારાંશ કે કદાચ કોઈ પણ જાતની ઉપાધિના કારણે આ જીવ મૂર્છિત=બેભાન થયો હોય તો તેને મૂર્છિતપણે રાખવાનું કોઈપણ વડે ઈષ્ટ મનાયું નથી. પરંતુ ઘણા પ્રકારનાં પણ ઔષધો કરીને તે જીવને ચેતનવંતો જ બનાવાય છે તેથી દુઃખાભાવમાત્રને મોક્ષ માનવો તે બરાબર નથી. II૮ ૧ Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ કાળ અનંતે મુક્તિ જતાં, હુઈ સંસારવિલય આજતાં 1 વ્યાપકનઈં કહો કેહો ઠામ, જિહાં એક સુખસંપત્તિધામ II૮૨ી ગાથાર્થ :- કાળ અનંતો ગયો છે. દરેક કાળમાં જીવો મુક્તિએ જાય છે તેથી આજ સુધીમાં તો સંસારનો વિલય (વિનાશ) થવો જોઈએ (સંસાર ખાલી થવો જોઇએ)તથા વળી આત્મા વ્યાપક છે એટલે આ આત્મા સર્વત્ર છે તેથી કહો તો ખરા કે આ આત્માનો સુખસંપત્તિનું સ્થાન કોઈ એક ખુણા-ખાંચરામાં હોય એ વાત કેમ સંગત થાય ? ૮૨ ટબો :- નો મોક્ષપાર્થ સત્ય હોફ, તો અનંતાતડ઼ મુક્તિ નતાં आजतांइ संसारनो विनाश थाइ । एक एक युगइ एक एक मुक्तिं जाइ तोइ अनंतयुग गयाइं तिवारई संसार खाली कां न थाइ ? “सत्यम् अनन्ता एव ह्वपवृत्तास्तथापि संसारस्य प्रत्यक्षसिद्धत्वाद इत्यादि किरणावलिकारइ कहिउं ते तो घटड़ जो कालानन्त्यथी जीवपरिमाणानन्त्य अधिक हुई, ते माटिं ए कल्पनामात्र । बीजुं आत्मा व्यापक सर्व कहइ छे, तेहनइ किहो ठाम छइ एक सुखसंपत्तिनुं घर जिहां ए जाइ ? क्रियावत्त्वाभावान्नात्मनः सिद्धिक्षेत्रे गमनमित्यर्थः ॥८२॥ વિવેચન :- જો મોક્ષ નામનો પદાર્થ આ જગતમાં હોત તો અનંત અનંત કાળ વીતી ગયેલો છે અને દરેક કાળમાં જીવો મોક્ષે જાય છે તો અનંત અનંત કાળ ગયે છતે સર્વે પણ જીવોનો મોક્ષ થઈ જવાથી સંસાર ખાલીખમ કેમ થયો નથી ? અર્થાત્ સંસાર ખાલીખમ થવો જોઈએ. પણ સંસાર ખાલી થયો નથી. અને થતો પણ નથી. તેનો અર્થ એ છે કે આવી મુક્તિ ક્યાંય નથી. મુક્તિ માનવી તે જ મોટું પાપ છે. આમ આ વાદી કહે છે. આ વિષયમાં કિરણાવલિકાર કહે છે કે - હે વાદી ! તારી વાત સાચી છે અનંતા જીવો મોક્ષે ગયા છે તો પણ સંસાર પ્રગટ દેખાતો હોવાથી સંસાર પણ ખાલી થશે જ આમ કહેવું તે પ્રત્યક્ષથી વિરુદ્ધ છે. ખરેખર જો મોક્ષ હોત તો તેમાં સતત જીવો મોક્ષે જાય છે તેથી આ Page #218 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્તનાં પાંચમા સ્થાનનું વર્ણન ૨૦૧ સંસાર જીવો વિનાનો ખાલી થયેલો હોવો જોઈએ. પરંતુ આમ બનતું નથી. માટે મોક્ષ છે આ વાત જ બરાબર નથી. આમ વાદીનું કહેવું છે. તથા આ બાબતમાં કિરણાવલિકાર જે આમ કહે છે કે કાળ પણ અનંત છે અને જીવો પણ અનંત છે. પરંતુ કાળના અનંતપણા કરતાં જીવોનું અનંતપણું ઘણું મોટું છે. માટે સંસાર ખાલી થયેલો દેખાતો નથી. પરંતુ કિરણાવલિકારની “આ કલ્પના પણ તો ઘટી શકે જો કાળના અનંતપણા કરતાં જીવનું અનંતપણું ઘણું મોટું હોય તો.” પરંતુ આ વિષય પણ કલ્પનામાત્ર જ કરે છે. કારણ કે શું ખાત્રી કે જીવનું અનંતપણું ઘણું મોટું હશે? કે કાળનું અનંતપણું મોટું હશે? કાળ પણ સદાકાળથી ચાલ્યો જ આવે છે તેથી કાળ કરતાં જીવનું અનંતપણું મોટું છે. આવી કલ્પના કરવી તે કલ્પનામાત્ર જ છે. | ભાવાર્થ એવો છે કે “મોક્ષ છે” આ વાત પ્રથમ સ્વીકારી લીધા પછી દરેક કાળમાં જીવોનો મોક્ષ થાય છે. તેથી કાળ અનંત ગયેલો હોવાથી સંસાર પણ ખાલી થયેલો હોવો જોઈએ. પરંતુ આ સંસાર જીવોથી ભરેલો છે તેનો અર્થ જ એ છે કે મોક્ષ છે જ નહીં. કોઈ મોક્ષે જતું જ નથી આમ જ માનવું વ્યાજબી છે. આ બાબતમાં કાળનું અનંતુ નાનું છે અને જીવોનું અનંતુ મોટું છે. કારણ કે જીવો પ્રત્યક્ષ દેખાય છે ઈત્યાદિ કિરણાવલિકાર જે કલ્પના કરે છે તે કલ્પનામાત્ર જ છે. સાચું નથી. કારણ કે કાળ પણ અનંતાઅનંતકાળથી ચાલ્યો જ આવે છે. યુગે યુગે એક એક જીવ મોક્ષે જાય આમ માનીએ તો પણ સંસાર ખાલી થઈ જ જવો જોઈએ. માટે કાળનું અનંતપણું નાનું છે અને જીવોનું અનંતપણું મોટું છે આવી કિરણાવલિકારની માન્યતા એ પણ બુદ્ધિની કલ્પનામાત્ર જ છે. સાચી વાત નથી. બને અનંત હોવા છતાં આ નાનું અને આ મોટું આમ કહેવું તે નિરર્થક બુદ્ધિના ઘોડા જ દોડાવવાના છે, યથાર્થ નથી. Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ સમ્યક્ત જસ્થાન ચઉપઈ | ભાવાર્થ એવો છે કે “મોક્ષતત્ત્વ છે જ નહી, તેને બદલે તેનો સ્વીકાર કરી લો છો. આ એક ભૂલ કરો છો. ત્યારબાદ દરેક કાળમાં જીવો મોક્ષે જાય છે આમ કહો છો. દરેક કાળે જીવો મોક્ષે જતા હોવા છતાં જીવો ખાલી થતા નથી. જીવો પ્રત્યક્ષ દેખાય છે એટલે પછી બચાવ કરવા માટે આવી મનની કલ્પના જ તમે કરી લો છો કે કાળ નાના અનંતારૂપ છે અને જીવો મોટા અનંતારૂપ છે. આ તમારી કલ્પનામાત્ર છે સાચી વાત નથી. પરંતુ સાચી વાત આમ છે કે મોક્ષ છે જ નહીં. કોઈ મોક્ષે જતું જ નથી. તેથી કાળ અનંત ગયો હોવા છતાં જીવોથી આ સંસાર ભરેલો છે અને ભરેલો જ રહેશે. પણ મોક્ષ જેવું કોઈ સ્થળ કે તત્ત્વ નથી. આમ વાદીનું કહેવું છે. જો મોક્ષ જેવું કોઈ તત્ત્વ હોત તો યુગે યુગે એક એક જીવ મોક્ષ જાય તો પણ સંસાર ખાલી જ થાય. પણ સંસાર તો દેખાય જ છે, જીવોથી ખીચોખીચ ભરેલો જ દેખાય છે તેથી સમજાય છે કે મોક્ષ જેવું કોઈ તત્ત્વ નથી. મોક્ષે જવાનું છે જ નહીં. “મોક્ષ નથી” આ માટેની આ એક યુક્તિ સમજાવી. હવે બીજી યુક્તિ કહે છે - આત્માને તૈયાયિક-વૈશેષિકોએ સર્વવ્યાપી-વ્યાપક કહેલો છે (માનેલો છે) હવે જો મોક્ષ જેવું કોઈ સ્થાન હોત તો આ આત્માને મૃત્યુ પામ્યા પછી ઉર્ધ્વગતિ કરીને ત્યાં જવાનું બનત. પરંતુ સર્વવ્યાપી હોવાથી ગમનની ક્રિયા વિનાનો જ આ જીવ છે સર્વે પણ આત્માઓ આખા વિશ્વમાં વ્યાપીને જ રહ્યા છે. કોઈને ક્યાંય જવાનું બાકી રહેતું જ નથી. તેથી આ સંસાર એ દુઃખનું સ્થાન અને મોક્ષ એ સુખનું સ્થાન છે આમ માનવું યુક્તિ વિનાની વાત છે. કારણ કે આત્મા સર્વવ્યાપ્ત છે તેથી તેમાં ગમનાગમનની ક્રિયા જ હોતી નથી. તેથી આત્માને રહેવાનું સ્થાન આપ્યું ય આ વિશ્વ છે. સિદ્ધિક્ષેત્ર નથી. જેનો સંસારી જીવોને રહેવાનું સ્થાન ૧૪ રાજલોક અને મુક્તજીવોને રહેવાનું સ્થાન જે સિદ્ધક્ષેત્ર માને છે તે Page #220 -------------------------------------------------------------------------- ________________ સત્ત્વનાં પાંચમા સ્થાનનું વર્ણન ૨૦૩ કલ્પનામાત્ર જ છે. ઉચિત નથી. માટે મોક્ષ છે જ નહીં. મોક્ષ જાણવો અને મેળવવો એ મિથ્યા વાત છે. I૮૨ા તથા વળી મોક્ષ નથી આ વાત સમજાવતાં વાદી ત્રીજી દલીલ પણ આપે છે. કિમ અનંત ઇક છામિ મિલે, પહિલો નહી તો કુણસું ભલે ? T પહિલાં ભવ કઇ પહિલાં મુક્તિ 2, એ તો જોતાં ન મીલઇ યુક્તિ ll૮૩ના ગાથાર્થ - મોક્ષને ન માનનારો વાદી કહે છે કે - આટલા બધા અનંત જીવો મોક્ષે ગયા છે અને જાય છે. આમ તમે કહો છો. તે કહો તો ખરા કે એક સ્થાનમાં (૪૫ લાખ યોજનની સિદ્ધશીલા ઉપર આટલા બધા જીવો કેવી રીતે માય? માટે જૈનોની “મોક્ષ છે” આ વાત બરાબર નથી. જો પહેલો સિદ્ધ કોઈ નથી તો તે કોનામાં ભળી જાય ? તથા પહેલાં સંસાર કે પહેલા મુક્તિ ? આ બને તત્ત્વોની વિચારણા કરતાં કોઈ યુક્તિ મળતી નથી. //૮all | ટહ્નો - વત્ની મોક્ષમાં અનંત સિદ્ધ માનો છો તો રૂ કામ? अनंता किम मिलइ ? पहिलो अनादिसिद्ध न मानो तो बीजा सिद्ध थाइं ते कुणमांहि मिलइ ? पहलो नहीं तो कुण सिद्धनइ सर्व साधक नमइ ! पहलां संसार कइ पहला मुक्ति ? प्रथमपक्षइ मुक्ति सादि थई, द्वितीय पक्षइ वदद्व्याघात, बंध विना मुक्ति किम हुइ ? युक्ति जोतां मिलती नथी ॥८३॥ વિવેચન :- મોક્ષ તત્ત્વને ન માનનાર વાદી પૂર્વપક્ષ રૂપે કહે છે કે “જો આત્માને વ્યાપક માનીએ તો” આ જીવ ગમનાગમનની ક્રિયા Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ સમ્યક્ત જસ્થાન ચઉપઈ વિનાનો હોવાથી સિદ્ધિગતિ તરફ ગતિ કેમ કરે ! જો જીવનું ગમનાગમન જ ન થાય તો જીવને મોક્ષે જવાપણું કેમ ઘટે? અથવા આત્માને જો વ્યાપક ન માનીએ અને માત્ર દેહવ્યાપી માનીએ અને પોતાનાં કર્મો ખપાવીને ઉર્ધ્વગતિ કરવા દ્વારા મોક્ષે જાય છે આમ જો માનીએ તો - “સિદ્ધિક્ષેત્ર એટલે કે મુક્ત જીવોને રહેવાનું સ્થાન “૪૫ લાખ યોજન જેટલું તમે જૈનો માનો છો, કાળ અનંતો ગયો છે તેથી અનંતા કાળથી અનંતા જીવો મોક્ષે ગયા હશે. આટલા બધા અનંતા જીવો ૪૫ લાખ યોજન જેટલા નાના ક્ષેત્રમાં કેમ સમાઈ શકે? અર્થાતુ અનંતા અનંત જીવો આટલા નાના ક્ષેત્રમાં એક જ સ્થાનમાં કહો કેમ સમાઈ શકે? માટે આત્મા દેહવ્યાપી છે આમ માનવું પણ ઉચિત નથી. કારણ કે એમ માનીએ તો પણ મોક્ષ ઘટતો નથી. અર્થાત્ મોક્ષ સાંકડો પડે છે માટે “મોક્ષ છે” આમ માનવું એ કલ્પનામાત્ર છે સાચું નથી. બીજી વાત એમ છે કે તમે જેનો એમ માનો છો કે સિદ્ધશીલા ભલે ૪૫ લાખ યોજનાની હોય પરંતુ જે જે જીવો મોક્ષે જાય છે તે તે જીવો પૂર્વકાળમાં મોક્ષે ગયેલા જીવોમાં ભળી જાય છે તેથી ૪૫ લાખ યોજનના ક્ષેત્રમાં પણ અનંતા સિદ્ધો માઈ શકે છે. આ તમારી જૈનોની વાત યુક્તિસંગત નથી. કારણ કે પહેલાં મોક્ષે જનારો જીવ અનાદિસિદ્ધ છે આમ જો તમે ન માનો અને જે જે જીવો જ્યારે જ્યારે મોક્ષે જાય છે, ત્યારે ત્યારે તેના મોક્ષની સાદિ થાય છે. આમ જો માનો તો જે પહેલો સિદ્ધ થાય તે કોનામાં (કયા સિદ્ધમાં) ભળે? અનાદિસિદ્ધ કોઈને જો ન માનો અને સર્વ સિદ્ધોને સાદિવાળા જ માનો તો પહેલામાં પહેલો સિદ્ધ થનારો જીવ ત્યાં જઈને કોનામાં ભળીને રહે? અને જો પહેલા સિદ્ધના જીવો કોઈમાં ભળવાની જગ્યા જ ન હોય તો તે સિદ્ધ થઈ શકે નહીં. તો તેના પછીના Page #222 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વનાં પાંચમા સ્થાનનું વર્ણન ૨૦૫ બીજા આદિ સિદ્ધ થનારા પણ કોનામાં જઈને ભળીને રહે? મોક્ષના જીવોમાં અનાદિસિદ્ધ કોઈ કોઈ જીવો છે આવું તમે જૈનો માનતા નથી. બધાને કોઈને કોઈ વર્ષે મોક્ષે ગયા છે આમ કહીને સાદિ જ માનો છો તો સાદિ પણે જનારો જીવ તેની પૂર્વે કોઈ સિદ્ધ ન હોવાથી કોનામાં ભળીને રહે ? તેથી તમારી આ વાત પણ યુક્તિસંગત નથી. તથા વળી સર્વે પણ મોક્ષે જનારા જીવોને તમે સાદિ-અનંત માનો છો અનાદિસિદ્ધ કહેતા નથી. તો જે જે કોઈ જીવ કર્મો ખપાવીને સિદ્ધ થાય છે તે તે જીવો કર્મો ખપાવવાની સાધના કરવા દ્વારા જ મોક્ષે જાય છે જે જે જીવો આત્મસાધના કરીને મોક્ષે ગયા છે તે સર્વેમાં સૌથી પ્રથમ જે મહાત્મા સાધના કરીને મોક્ષે ગયા હશે તે સૌથી પ્રથમ હશે. તેની પૂર્વે મોક્ષ સર્વથા ખાલી જ હશે એમ જ માનવું પડે. હવે જો પૂર્વે કોઈ સિદ્ધ થયેલા હતા જ નહીં તો આ સૌથી પ્રથમ સિદ્ધ થનારા સાધકે કોને નમસ્કાર કર્યા હશે ? કોની સેવા ભક્તિ કરી હશે કે જેથી પોતાનો મોક્ષ થાય. કારણ કે પોતે જ પહેલો સિદ્ધ થવાનો છે તેની પૂર્વે કોઈ સિદ્ધ છે જ નહીં. તો તેને શરણ લેવા લાયક કોઈ સિદ્ધ જ જો ન હોય તો આલંબન વિના તેનો પણ મોક્ષ કેમ થાય? એટલે પહેલા સિદ્ધ વિના બીજા-ત્રીજા સિદ્ધની સિદ્ધિ થશે નહીં અને પહેલા સિદ્ધ પણ સાધ્ય વિના સિદ્ધ થશે નહીં. “તેથી સિદ્ધ છે” આમ માનવું તે મિથ્યા કલ્પનામાત્ર છે. તથા વળી પહેલો સંસાર કે પહેલાં મુક્તિ ? આ બન્નેમાં આ જીવને પ્રથમ શું હોય ? જો સંસાર પ્રથમ હોય તો તે જીવ જ્યારે મોક્ષે ગયો ત્યારે તેના મોક્ષની સાદિ થઈ આ રીતે મોક્ષ સાદિ જ થશે. તમે તેને અનાદિ માનો છો તે ઘટશે નહીં. હવે જો બીજો પક્ષ માનો તો એટલે કે પ્રથમ મોક્ષ અને પછી સંસાર આમ જો માનો તો વતો વ્યાયાત નામનો દોષ લાગે. કારણ કે આ જીવ જો સંસારમાં ફસાયો જ ન હોય એટલે કે બંધાયો જ ન હોય અને પ્રથમથી જ મોક્ષ હોય તો તેને મુક્ત થવાનું કેમ ઘટે ? Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ સમ્યક્ત જસ્થાન ચઉપઈ પ્રથમ સંસારનું બંધન હોય તો જ તેમાંથી મુક્ત થવાનું ઘટે પરંતુ જો પ્રથમ મોક્ષ માનો તો બંધાયા વિના છુટકારાની વાત કોઈ પણ ડાહ્યા માણસના મગજમાં કેમ ઉતરે? માટે “મોક્ષ છે” આ વાત કોઈ પણ રીતે યુક્તિસંગત થતી જ નથી. II૮૩ “મોક્ષ નથી” આ વાતને સિદ્ધ કરતી અન્ય પણ યુક્તિ વાદી કરે છે. જિહાં ન ગીત, નવિ ભાવવિલાસ, નહિ શૃંગાર કુતૂહલ હાસT તેહ મુગતિથી કહઈ કૃપાલ, વનમઈ જmો ભલો શૃંગાલ ll૮૪ll ગાથાર્થ :- જૈનોએ માનેલી જે મુક્તિ છે તે મુક્તિમાં ગીત નથી, ભાવવિલાસ નથી (ભોગોના ઉપભોગનો હાવભાવ નથી), શૃંગાર નથી (કામવિલાસ નથી), કુતૂહલ નથી (મશ્કરી-મજાક નથી), હાસ્ય નથી (હાંસી-તુંસી નથી) આવા પ્રકારની જૈનોની માનેલી મુક્તિથી તો જંગલમાં જન્મેલો શિયાળ સારો છે. આમ કૃપાલશ્રુષિ કહે છે ll૮૪ો | રબો - નિહાં કીતન (તધ્યાન) નહીં, માવિત્ના નહી, शृंगाररस नही, कुतुहल कहितां ख्याल (प्यास) नहीं, हास कहितां हास्यरस नही, ते मुगतिमांहि स्युं सुख हुस्यइ ? ते मुक्तिथी तो कृपालऋषि कहइ छइ, वनमांहि सीयालजन्म होइ तोइ भलो ॥ वरं वृन्दावने रम्ये, शृगालत्वं स इहते । न तु वैशेषिकी मुक्तिं जैमिनि र्गन्तुमिच्छति ॥८४॥ વિવેચન - સંસાર સુખને જ વધારે મહત્ત્વ આપનારા સાંસારિક સુખપ્રિય જીવો આવાં વચનો બોલે છે કે Page #224 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વનાં પાંચમા સ્થાનનું વર્ણન ૨૦૭ જે સ્થાનમાં ગીતગાન (ગીતધ્યાન) નથી, સંગીત સાંભળવાની અને જુદા જુદા રાગનાં ગાયનો ગાવામાં એકાગ્ર બનીને આનંદ માણવાની મજા નથી. તથા જ્યાં ભાવવિલાસ નથી એટલે કે હાવભાવ કરવાનો= જુદા-જુદા ભાવોએ રમવાનું-ખેલવાનું, મશ્કરી, મજાક કરવાનું નથી. જ્યાં શૃંગારરસ નથી એટલે નવાં નવાં કપડાં પહેરવાં, દાગીના પહેરવા અને શરીરશોભા કરવાનું નથી તથા જ્યાં કુતુહલ નથી, આશ્ચર્ય પામવાપણું, આનંદ માણવાપણું, નવી નવી વાતો જાણવાપણું નથી. તથા જ્યાં હાંસીતુસી-મજાક-મશ્કરી આદિ કરવાપણું નથી તે મુક્તિમાં સુખ શું છે ? આવી મુક્તિ તો સુખમય ન કહેવાય પણ દુઃખભંડાર જ કહેવાય. જ્યાં આનંદ-પ્રમોદ-હાંસી-તુંસી-મશ્કરી-મજાક નથી તથા જ્યાં ખાણી-પીણીના ભિન્ન ભિન્ન સ્વાદોનો અનુભવ કરાતો નથી, જ્યાં હરવાફરવાનું નથી, એક ખુણામાં સદાને માટે મધ્યસ્થી થઈને બેસી જ રહેવાનું છે તેવી જૈનોની મુક્તિમાં સુખ શું છે ? અર્થાત્ કંઈ જ સુખ નથી. આવા પ્રકારની કેવળ દુઃખદાયી-ત્રાસદાયી જૈનોની મુક્તિ કરતાં તો વનમાં શીયાળીયાપણું મળે તો પણ સારું કે જે પોતાની ઈચ્છા પ્રમાણે વનમાં હરી-ફરી શકે, વનનો ચારો ચરી શકે આવા પ્રકારનું કથન શ્રી કૃપાલઋષિ તેમના શાસ્ત્રોમાં કહે છે. તેમના શાસ્ત્રમાં જ કહ્યું છે કે “રમણીય એવા વૃન્દાવનમાં શિયાળનો ભવ મળી જાય તો તે શ્રેષ્ઠ છે આમ તે જૈમિનિઋષિ ઈચ્છે છે પરંતુ વૈશેષિક દર્શનકારોએ માનેલી (સર્વથા હાસ્ય-આનંદ-પ્રમોદ વિનાની) અને દુઃખાભાવ રૂપ મુક્તિમાં જવાનું જૈમિનીયઋષિ ઈચ્છતા નથી.’’ જૈમીની ઋષિનું કહેવું છે કે આમ એકાન્ત ખૂણામાં જઈને બેસી રહેવું, આનંદ-પ્રમોદની બધી જ ચેષ્ટાથી રહિત બની જવું તેનાં કરતાં તો જંગલમાં શિયાળ થવું શું ખોટું ? જે શિયાળ પોતાની ઈચ્છા પ્રમાણે Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ જંગલમાં આનંદ-પ્રમોદ તો કરી શકે ? આમ જૈનોની માનેલી મુક્તિની અન્ય દર્શનકારોએ ટીકા-નિંદા કરેલી છે. માટે વૈયિક સુખના અભાવવાળી આ મુક્તિ તો નિરર્થક જ છે. આ પ્રમાણે “મોક્ષતત્ત્વને ન માનનારા પક્ષે” પોતાના તરફના સિદ્ધાન્તની દલીલો કરી. હવે પછીની ગાથાઓમાં આ માન્યતાનું યુક્તિપૂર્વક ખંડન ગ્રંથકારશ્રી જણાવે છે. ૫૮૪॥ મોક્ષ ન માનનારાના મતની યુક્તિ બતાવીને હવે તેનું ખંડન કરતાં પ્રથમ મોક્ષ ન માનનારો જીવ કેવો છે તે સમજાવે છે . ભવઅભિનંદી એહવા બોલ, બોલઈ તે ગુણરહિત નિટોલ । જેહનઈ નહીં મુગતિકામના, બહુલસંસારી તે દુરમના I૮૫ll ગાથાર્થ :- ભવાભિનંદી જીવો જ આવા બોલ બોલે છે જે જીવો ગુણરહિત છે તથા નિટોલ છે (એટલે દોષો સેવવામાં નિઃશૂક હૃદયવાળા છે) તથા જેને મુક્તિની કામના નથી અને જે દુષ્ટ મનવાળા છે તથા જે જીવો બહુભવ ભટકનારા છે તે જીવો જ આવાં વચનો બોલે છે. ૮૫ ટબો :- મવગમિનિનક્ષળવંત ને હિયા રૂ, તે મુળતિ उत्थापवा एहवा बोल बोलइ छइ, ते गुणरहित कहिइ, अनइ निटोल = निःशुक कहिइ, जेहनइ मोक्षनी कामना कहितां - वांछना नथी, ते दुरमना कहितां = माठा मनवंत बहुलसंसारी कहितां अभव्य अथवा दुरभव्य कहि । चरमपुद्गलावर्तवर्ती होइ, तेहनइ ज मुक्तिकामना हुइ । उक्तं च मुक्खासओ वि नन्नत्थ, होइ गुरुभावमलपहावेणं । जह गुरुवाहिविगारे, न जाओ पत्थासओ सम्मं ॥८५॥ (વિશતિવિશિષ્ઠા ૪ાર) Page #226 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્તનાં પાંચમા સ્થાનનું વર્ણન ૨૦૯ વિવેચન - સંસાર સુખને જ પસંદ કરવાવાળા ભવાભિનંદી જીવો મોક્ષતત્ત્વ પ્રત્યે અરૂચિવાળા હોવાથી મોક્ષનું ખંડન કરતાં કરતાં આવાં કડવાં વચન બોલનારા હોય છે તથા વળી તેઓ ગુણોથી રહિત હોય છે અને દોષો સેવવામાં, મોહ-મજાક કરવામાં, નિટોલ અર્થાતું. નિર્દય હૃદયવાળા હોય છે. જેમને મોક્ષની કામના નથી એવા તે દુષ્ટ મનવાળા અને બહુ લાંબા સંસારવાળા એટલે કે અભવ્ય (મુક્તિ ન પામનારા) અથવા દુર્ભવ્ય (ઘણા લાંબા કાળે મુક્તિ પામનારા) હોય છે. જે જીવોને સંસારમાં ભટકવા સ્વરૂપ તથા ભવભ્રમણના પ્રધાન કારણભૂત પાંચે ઈન્દ્રિયોના બાહ્ય વિષયોમાં અને સાંસારિક ભોગ ઉપભોગમાં જ ઘણી આસક્તિ છે તેને ભવાભિનંદિ જીવો કહેવાય છે. આવા ભવાભિનંદી જીવો પોતાની મતિ પ્રમાણે “મોક્ષ જેવું કોઈ તત્ત્વ નથી.” “વિષયસુખો એ જ પ્રાપ્તવ્ય છે અને ભોગ્ય છે” આવા પ્રકારના મોહજન્ય અને મોહજનક વચનો બોલે છે અને લોકોને અવળે માર્ગે દોરે આવા પ્રકારના જીવો ભવાભિનંદી હોવાથી તત્ત્વના કે આત્મહિતના પક્ષપાતી નથી પરંતુ સંસારમાં ભટકાવનાર મોહના વિકારોના જ અતિશય પક્ષપાતી હોય છે. તેથી જ તેઓ વિનય-વિવેક આદિ ગુણોથી રહિત હોય છે અને સંસારમાં પાંચ ઈન્દ્રિયોના સુખો મેળવવામાં થતા આરંભ-સમારંભ પ્રત્યે નિઃશુક (નિર્દય હૃદયવાળા) હોય છે, વિષયોના સુખની અતિશય કામનાના કારણે પાપ પ્રત્યે સુગ હોતો નથી. પાપો કરવામાં નિર્દય હોય છે. આના જ કારણે પાપમય જીવન જીવનારા એવા આ જીવ સંસારી ભાવો સેવવામાં જ બહુ આદરભાવવાળા અને તેમાં જ મસ્તી માનનારા હોય છે. જે જીવોને પાંચ ઈન્દ્રિયોના ભોગસુખોની જ કામના મનમાં સળવળે છે. મોક્ષની કામના તો છે જ નહીં તેવા અશુભ મનવાળા અને Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ અશુભ વિચારવાળા અને અસાર બુદ્ધિવાળા તે ભવાભિનંદી જીવો અસારભૂત અને પરિણામે દુ:ખદાયી એવા પણ આ સંસારને સારરૂપે જુએ છે. આવા કારણે જ આવા જીવો કાં તો અભવ્ય હોય છે અથવા દુર્વ્યવ્ય હોય છે. પરંતુ ભવ્ય કે આસન્નભવ્ય હોતા નથી. કારણ કે ચરમ પુદ્ગલ પરાવર્તમાં જેઓ આવે છે તેમને જ મુક્તિની ઈચ્છા થાય છે. ગામની ભાગોળે જે આવી જાય છે તેને જ ગામમાં પ્રવેશ કરવાની ઈચ્છા પ્રબળપણે પ્રવર્તે છે. તે સિવાયના જીવોને મુક્તિની કામના થતી જ નથી. એટલું જ નહીં, પરંતુ મુક્તિ પ્રત્યે રોમેરોમમાં હલાહલ દ્વેષ જ વર્તતો હોય છે તેથી જ આવા જીવો આવાં જ વચનો બોલતા હોય છે તથા તે જીવો કેવા હોય છે ? તે કહે છે કે “મોક્ષમાં જઈને શું કરવાનું ? જ્યાં સારું ખાવાનું નથી, સારું પીવાનું નથી, સારું પહેરવાનું નથી, હરવા-ફરવાનું નથી, કોઈપણ જાતની વાતચીત કરવાનું પણ નથી, કેવળ એકલા ખુણામાં મૌન રાખીને બેસી જ રહેવાનું છે. આનો અર્થ શું ? આવા આવા વિચારોના કારણે જ સ્વમતિ પ્રમાણે વિચારો કરીને મુક્તિને ન માનવી તે જ ઉચિત છે. આમ વિચારીને તત્ત્વમય અને કલ્યાણમય એવા પણ મોક્ષને અતત્ત્વમય અને સુખ વિનાની કેવળ દુઃખદાયી જ મુક્તિ છે આમ તેઓ માને છે. આવા વિચારવાળા જીવોને મોક્ષની સાધના તો હોતી નથી પણ મોક્ષનો આશય પણ હૃદયમાં હોતો નથી. સંસાર જ (સંસારસુખ જ) મધ જેવાં મીઠાં લાગે છે જેમ શરીરમાં કોઈ ભારે રોગ થયો હોય ત્યારે હિતકારી એવી પથ્ય વસ્તુનું સેવન પણ જીવને ગમતું હોતું નથી અને તેના જ કારણે અપથ્યને સેવી સેવીને રોગની વૃદ્ધિ જ કરે છે. આ પ્રમાણે આ જીવમાં જ્યારે ભાવમલ (મોહના વિકારોની તીવ્રતા) વધારે પ્રમાણમાં હોય છે ત્યારે મોક્ષની ઈચ્છા તો થતી નથી પરંતુ મોક્ષ એ નિઃસાર છે. ત્યાં જઈને ખુણામાં બેસી જ રહેવાનું છે. Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ સમ્યક્તનાં પાંચમા સ્થાનનું વર્ણન કોઈ પણ જાતની પ્રવૃત્તિ કંઈ કરવાની જ નથી તેવું જીવન જીવવાનો શો અર્થ છે? આમ જ દેખાયા કરે છે. આવા જીવોને ગુણોના આનંદનું સુખ સમજાતું જ નથી. ભોગસુખોની જ પ્રીતિવાળો જીવ આત્માના ગુણોના આનંદના સુખથી દૂર દૂર જ ભાગે છે. મોહનો ઉદય જ આ જીવને ભોગમાં પછાડે છે આવા જીવને સત્યમાર્ગ દેખાતો જ નથી. વિષયવિકારોમાં જ અથડાય છે અને તેમાં જ સુખબુદ્ધિ કરીને સંવર-નિર્જરા અને મોક્ષ જેવાં ઉપકારી તત્ત્વોથી તો આ જીવ ઘણો દૂર દૂર જ રહે છે. l૮પા અવતરણ - “મોક્ષ નથી” આવા પ્રકારના મિથ્યાત્વના પાંચમા સ્થાનની યુક્તિઓ જણાવીને હવે ગાથા ૮૧ માં વાદીએ જે કહ્યું હતું કે “ઈન્દ્રિયોનું સુખ એ જ સાચું સુખ છે” જ્યાં ઈન્દ્રિયો નથી, ભોગવિલાસો નથી તેવા મોક્ષમાં સુખ શું હોઈ શકે? આ વાતનું ખંડન કરતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે - ઈન્દ્રિય જે સુખ-દુઃખનું મૂલ, વ્યાધિપડિગણ અતિપ્રતિકૂલા ઇન્દ્રિયવૃત્તિરહિત સુખસાર, ' ઉપશમ અનુભવસિદ્ધ ઉદાર Iઘા ગાથાર્થ :- જે ઈન્દ્રિયોનું સુખ છે તે દુઃખનું મૂલ છે તથા જે ઈન્દ્રિયોનું સુખ છે એ વ્યાધિના પ્રતિકાર રૂપ માત્ર જ છે અને આ જીવને અતિશય પ્રતિકૂલ છે તથા ઈન્દ્રિયોની વૃત્તિથી રહિત એવું છે સુખસાર છે તે નિરુપચરિત અને ઉપશમભાવસ્વરૂપ સુખ છે. આ સુખ અનુભવથી સિદ્ધ-ઉદાર અને પારમાર્થિક સુખ છે. I૮ll ટબો - રૂયિયુદ્ધ છડું, તે ૩નું મૂળ છે તે વ્યાધિ તિવાર छइ, क्षुधाइ पीडित हुइ, तिवारइं भोजन भलु लागइ । तृसाइ होठ Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ सूकाइ, तिवारइ पाणी पीवुं भलुं लागई । हृदयमांहि कामाग्नि दीपड़, तिवारइ मैथुनइच्छा उपजइ । ए व्याधिनां औषध छइ, सुख जाणइ ते मिथ्या, यत् सूक्तम् - क्षुधार्तः सन् शालीन् कवलयति मांस्पाक (शाक ) वलितान् । तृषा शूष्यत्यास्ये पिबति च सुधास्वादु सलिलम् ॥ प्रदीप्ते कामाग्नौ निजहृदि वृषस्यत्यथ वधूं । प्रतिकारो व्याधेः सुखमिति विपर्यस्यत्यथ जनः ॥ ( भर्तृहरि शतक ३-९४) इन्द्रियवृत्तिरहित ध्यानसमाधिजनित उपशमसुख छइ, तेह ज सार कहितां निरुपचारित छइ, ते क्षणइ एक रागद्वेषरहित थई आत्मामांहि जोइइ तो अनुभवसिद्ध छइ, उक्तं च प्रशमरतौ स्वर्गसुखानि परोक्षाण्यत्यन्तपरोक्षमेव मोक्षसुखम् । प्रशमसुखं प्रत्यक्षं, न परवशं न व्ययप्राप्तम् ॥ २३७॥ - तथा यत् सर्वविषयकाङ्क्षोद्भवं सुखं प्राप्यते सरागेण । तदनन्तकोटिगुणितं मुधैव लभते विगतरागः ॥१२४॥ इत्यादि ॥८६॥ વિવેચન :- મોક્ષ એ જ સાચું સુખ છે. ઈન્દ્રિયોના વિષયોનું જે છે તે ક્ષણવાર પુરતું દુઃખના પ્રતિકાર સ્વરૂપ છે. પણ વાસ્તવિકપણે સુખ નથી. આ વાત આ ગાથામાં સમજાવે છે. સુખ આ આત્મામાં જ્યારે વિષયો સેવવાની ભૂખ જાગે છે ત્યારે તે તે ઈન્દ્રિયોના વિષયને આ જીવ સેવે છે. એટલે ઈન્દ્રિયો સંબંધી જે વિષયસુખ છે તે સુખ લાગે છે. પરંતુ ખરેખર તો તે ઈન્દ્રિયજન્ય સુખ Page #230 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વનાં પાંચમા સ્થાનનું વર્ણન ૨૧૩ એ સુખ નથી પણ દુઃખનું મૂળ છે. ભૂખથી પીડાતો હોય ત્યારે જ ભોજન સુખકારી લાગે છે. તરસ્યો હોય ત્યારે જ પાણી મધુર લાગે છે. જેણે પેટ ભરીને ભોજન કર્યું હોય અને ભૂખ ન હોય તેવાને શીરો-પુરી કે દુધપાક પુરી આપો તો તે કંઈ ખાઈ શકશે નહીં. સ્વાદ માણી શકશે નહીં. પણ જો વધારે શીરો પુરી કે દૂધપાક પુરી ખાવા જાય તો ખાધેલું પણ વમી જાય. માટે ભોજન-પાણીમાં સુખ છે આ વાત જ બરાબર નથી. પણ ક્ષુધાર્તને અને તુષાર્તને ભોજન અને પાણી ક્ષુધાના અને તૃષાના દુઃખનો માત્ર પ્રતિકાર કરનાર જરૂર છે. તેથી મીઠાં લાગે છે. જેને ઘણી ભૂખ લાગી છે તે ગમે તેવા ભોજનને પણ આરોગે છે. એટલે ભોજન કરવા દ્વારા ભૂખ મટાડવાની જ માત્ર હોય છે. જો ભોજનમાં સુખ જ હોત તો ભોજન કર્યા પછી પણ પેટ ભરેલું હોય તો પણ વધારે વધારે ભોજન કરાવું જ જોઈએ. કારણ કે તમે તેમાં જ સુખ માન્યું છે માટે, પરંતુ આમ બનતું નથી. એટલે જેમ શરીરમાં રોગ હોય ત્યારે તે રોગના પ્રતિકારરૂપે જ દવા લેવાય છે પરંતુ દરરોજ દવા લેવા જેવી છે આમ કોઇ માનતું નથી. તેની જેમ ભૂખ લાગી છે માટે ભોજન લે તો તે ભોજન દુ:ખનો પ્રતિકાર કરનાર છે. એટલે લેવાનું રહે છે. વાસ્તવિકતાએ તો જેમ દવા લેવામાં સુખ નથી પણ રોગ હોય ત્યારે તેના પ્રતિકાર માત્રરૂપે દવા લેવાય છે તેમ ભોજન-પાણી-મૈથુન આદિમાં સુખ નથી, માત્ર તે તે વેદનાના પ્રતિકાર રૂપે આ પ્રક્રિયા છે. શરીરમાં ઉત્પન્ન થયેલી ખણજને રોકવા માટે ખણવાનું હોય છે તે વખતે (ખણતી વખતે) મજા પણ આવે છે. પરંતુ તે સુખનું સાધન નથી. ચાંદાં પડે, લોહી નીકળે, વારંવાર ખણ જ ઉપડે એટલે આ સુખરૂપ તો નથી જ, માત્ર ઉપડેલી ખણજના પ્રતિકારરૂપ છે તેની જેમ ભોજનપાણી અને મૈથુનાદિ ભાવો શરીરમાં ઉત્પન્ન થયેલી ભૂખ-તરસ અને વાસનાને દબાવવાના ઉપાયો જ માત્ર છે. એટલે જ ટબામાં કહ્યું છે કે Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ “ક્ષુધાથી પીડિત હોય તે કાળે જ ભોજન ભલુ લાગે” અર્થાત્ પેટમાં જો ભૂખ ન હોય, પેટ ભરીને ભોજન કરેલું હોય તો શીરો-પુરી કે દુધપાક-પુરી પણ ન ભાવે. વળી ટબામાં જ કહ્યું છે કે “તૃષાથી હોઠ સુકાતા હોય ત્યારે પાણી ભલું લાગે” જો તૃષા મટાડી દીધી હોય પાણી જોઈએ તેટલું પી લીધું હોય પછી કોઈ શેરડીનો રસ કે તેના જેવું મીઠું પાણી આપે તો પણ ન ભાવે. એટલે ખાણી કે પીણી એ સુખરૂપ નથી. પણ ઉત્પન્ન થયેલી ક્ષુધા અને તૃષાની પીડાને શમાવનાર છે માટે દવાની જેમ ભોજન-પાણી લેવું પડે છે. અને મીઠું લાગે છે. તેવી જ રીતે જેના શરીરમાં કામાગ્નિ (મોહની વાસના) પ્રગટ થઈ છે તે કાળે તે જીવને મૈથુન સેવવાની ઈચ્છા ઉત્પન્ન થાય છે. જેણે મૈથુન સેવી લીધું છે અથવા જેનો કામાગ્નિ શાન્ત થઈ ગયો છે તેને મૈથુન સેવવાની ઈચ્છા થતી નથી. તેનો અર્થ એ છે કે મૈથુનમાં સુખ નથી. પણ કામાગ્નિનો પ્રતિકાર માત્ર જ છે. કોઈપણ સારું ઔષધ અવશ્ય રોગને મટાડે છે. એટલે સારું કહેવાય છે. પણ રોગ હોય તેને મટાડે માટે તેથી તે ઔષધ સારું છે જેનો રોગ મટી ગયો છે તે આત્મા તે જ ઔષધને છોડી દે છે. જો સુખનું જ સાધન હોત તો રોગ મટ્યા પછી પણ દરરોજ ઔષધ લેવાનું ચાલુ જ રાખત પણ આમ નથી બનતું. માટે ઔષધ એ જેમ રોગના પ્રતિકાર માત્રરૂપ છે તેમ પાંચે ઈન્દ્રિયોનાં સુખો એ સુખો નથી. દૂ:ખોનું જ મૂળ છે. માત્ર વર્તમાનકાળાશ્રયી ઔષધની જેમ દુઃખના પ્રતિકારરૂપ તે છે. ઈન્દ્રિયસુખને સુખ માનવું આ મિથ્યા વાત છે. ઝઘડા-કષાય-મારામારી આ બધી ઉપાધિઓ આ સુખને લીધે જ આવે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે “ક્ષુધાથી પીડાયેલો જીવ માંસથી યુક્ત એવા ભાતને (ભોજનને) આરોગે છે. તૃષાથી મુખ સુકાતું હોય ત્યારે પાણીને અમૃતના સ્વાદતુલ્ય છે આમ સમજીને ગમે તેવું મલીન પાણી પણ પીએ છે અને પોતાના Page #232 -------------------------------------------------------------------------- ________________ યોગ વિકાસ વિષયોની તિઓ માં જયારે સમ્યક્તનાં પાંચમા સ્થાનનું વર્ણન ૨૧૫ હૃદયમાં કામાગ્નિ પ્રગટ થયો હોય ત્યારે પત્નીને સેવે છે. ખરેખર આ બધા વ્યાધિના પ્રતિકારરૂપ ઉપાયો છે. મનુષ્યો તેને સુખ છે એમ ઊંધું દેખે છે અર્થાત્ ઉલટું જુએ છે.” (ભર્તૃહરિના શતક-૩નો શ્લોક ૯૪મો) સારાંશ એ છે કે ઈન્દ્રિયજન્ય સુખ એ સુખ જ નથી માત્ર વિષયવિકારોના દુઃખના પ્રતિકાર સ્વરૂપ જ છે. પરમાર્થથી તે ભોગો દુઃખનું જ મૂળ છે. તેનાથી દુઃખની પરંપરા જ વધે છે. ઈન્દ્રિયોની વૃત્તિથી રહિત ધ્યાનની સમાધિથી પ્રગટ થયેલું જે ઉપશમભાવનું સુખ છે તે જ સાચું સુખ છે. આ જીવ જ્યારે સાચું તત્ત્વ જાણે છે, જાણ્યા પછી તત્ત્વજ્ઞાનથી આત્માને ભાવિત કરે છે અને ઈન્દ્રિયોના વિકારોને જિતે છે ત્યારે જ ઉપશમભાવનું સાચું સુખ આ જીવને પ્રાપ્ત થાય છે. વિષયોના ભોગ તરફની ઈન્દ્રિયોની વૃત્તિ જ્યારે વિરામ પામી જાય છે. ઈન્દ્રિયોની વૃત્તિઓ શાન્ત થઈ જવાથી જીવનું મન વિકારોને બદલે સ્વાભાવિકપણે જ ધ્યાનદશામાં જ્યારે લીન બને છે ત્યારે ધ્યાનના પ્રભાવે આત્મભાવમાં સ્થિરતારૂપ સમાધિ પ્રગટે છે. તે સમાધિના જોરે કષાયોનો ઉપશમ ભાવ પ્રગટે છે અને આ ઉપશમભાવનું જે સુખ છે તે જ પારમાર્થિક સુખ છે અને તે સુખ લાંબોકાળ રહેવાવાળું છે અને ક્યારેય તે હાનિ-વૃદ્ધિ થવાવાળું નથી. કોઈ પણ પ્રકારના પરપદાર્થની અપેક્ષાવાળું નથી. સ્વતંત્ર છે. સદાકાળ રહેનાર છે. સંસારનું વૈષયિક સુખ એ ઉપચરિત સુખ છે અને ઉપશમભાવનું સુખ એ પારમાર્થિક સુખ છે. વિષયોની આસક્તિને ત્યજીને એક ક્ષણવાર પણ આ જીવ પોતાના આત્મામાં જ આત્મગુણોના અનુભવસ્વરૂપ આ ઉપશમભાવના સુખને જોવા માટે જો પ્રયત્ન કરે તો સાચા અનુભવથી તે ઉપશમસુખ જોઈ શકાય છે, માણી શકાય છે. અને સમજી શકાય છે. મોહના ભાવો (રાગ-દ્વેષ-ક્રોધાદિ કષાયો) આ જીવમાં પડેલા જ છે. આ જીવ તેવા રાગ-દ્વેષાદિ મોહના ભાવોને જ પ્રવર્તાવવામાં ઉદ્યમશીલ રહે Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ છે. તેથી તેને ઉપશમભાવનું સુખ દેખાતું નથી. પરંતુ એકક્ષણવાર પણ જો સાવધાન થઈને વિષયોમાં પ્રવર્તતા રાગ-દ્વેષને રોકીને આત્મામાં જ રહેલી સ્વસ્થતાને જો આ જીવ જોવાનો પ્રયત્ન કરે તો પોતાના અનુભવથી જ ઉપશમભાવના સુખનો અનુભવ જરૂર થાય. પરંતુ આ સુખ મેળવવા માટે મોહદશાને ખુબ જ જીતવી પડે. તેના માટે જ સાધુપણું છે, સાધુસંતોની સોબત છે. સાધુસંત મહાત્મા પુરુષોની વાણી છે. આ જ ઉપશમભાવનું પરમસુખ મોક્ષમાં છે. જો કે મુક્તિનું સુખ અત્યારે પરોક્ષ છે એટલું જ નહીં પણ અત્યન્ત પરોક્ષ છે. સ્વર્ગનાં સુખો પણ પરોક્ષ છે. છતાં સ્વર્ગના દેવો ક્યારેક પૃથ્વી ઉપર આવે છે જ્યારે મોક્ષના જીવો તો ક્યારેય પૃથ્વી ઉપર આવતા નથી. માટે સ્વર્ગનાં સુખ પણ પરોક્ષ છે અને મુક્તિનાં સુખો તો તેના કરતાં પણ અતિશય પરોક્ષ છે. પરંતુ ઉપશમભાવનું સુખ અર્થાત્ સમતાનું સુખ પ્રત્યક્ષ છે અનુભવગોચર છે આ ઉપશમભાવનું સુખ ઈન્દ્રિયોને કે વિષયોને એમ કોઈને પણ પરવશ નથી, સ્વતંત્ર છે અને ક્યારેય નાશ ન પામે તેવું સુખ છે. પ્રશમતિ નામના ગ્રંથમાં ઉપાધ્યાય શ્રી ઉમાસ્વાતિજી મહારાજશ્રીએ કહ્યું છે કે “સ્વર્ગનાં સુખો પરોક્ષ છે અને મોક્ષનાં સુખો અતિશય પરોક્ષ છે. તો પણ ઉપશમભવનું સુખ પ્રત્યક્ષ છે તે પરવશ પણ નથી અને વ્યયપ્રાપ્ત (નાશ થવાવાળું) પણ નથી. ૫૨૩૭॥ સરાગી જીવ દ્વારા પાંચે ઈન્દ્રિયોના વિષયોની ઈચ્છાથી ઉત્પન્ન થયેલું જે સુખ પ્રાપ્ત કરાય છે તેના કરતાં અનંત કોટિ વડે ગુણાયેલું સુખ રાગ-દ્વેષને ત્યજનારો જીવ કંઈ પણ વિશેષ પ્રયત્ન કર્યા વિના જ આત્મભાવમાં રમવાથી જ પ્રાપ્ત કરે છે. ૧૨૪ સારાંશ કે ઉપશમભાવમાં રહેવું જે સુખ છે. એ જ મોટું સુખ અને સાચું સુખ છે. II૮૬૫ Page #234 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્તનાં પાંચમા સ્થાનનું વર્ણન ૨૧૭ અવતરણ - “ઉપશમનું સુખ ઉદાર છે” આમ ગાથા ૮૬માં કહ્યું છે તેથી તે ઉપશમનું સુખ કેવી રીતે પ્રાપ્ત થાય? તે હવે જણાવે છે - તિહાં અભ્યાસ મનોરથ પ્રથા, પહિલાં આગિ નવિ પરકથા ચંદ્રચંદ્રિકા શીતલધામ, જિમ સહજઈ, તિમ એ સુખકામ iColl ગાથાર્થ :- ઉપશમસુખમાં પ્રથમ અભ્યાસ અને પછી મનોરથની પ્રથા (મનોરથનો વિસ્તાર) હોય છે. આગળ આગળ અભ્યાસ દશામાં - નિર્વિકલ્પદશા આવે છતે પરકથા હોતી નથી. ચંદ્રની ચાંદણી જેમ સ્વાભાવિક શીતળતાનું સ્થાન છે તેમ ઉપશમસુખ પણ આવું જ છે. //૮૭ll. રબો :- તે ૩૫શમસુમદિ પદનાં અભ્યાસ મનડુ મનોરથ, तेहनी प्रथा कहितां विस्तार होइं । दृष्टं चाभ्यासिकं मनोरथिकं च सुखं लोकेऽपि, पछइ निर्विकल्पकसमाधि, परद्रव्यनी कथा ज न રોટ્ટ, કવ ર જ્ઞાનસારે – “પરબ્રહfor ની, થા પૌત્રાત્રિી તથા क्वामी चामीकरोन्मादाः, स्फारा दारादराः क्व च ॥२,४॥ अभ्यासमाश्रित्याप्युक्तं प्रशमरतौ - "यावत् परगुणदोषपरिकीर्तने व्यापृतं मनो भवति । તાવત્ વ વિશુદ્ધ, સ્થાને મનઃ સુર્યાત્ ૫ (૨૮૪) चंद्रनी चंद्रिका जिम सहजइ शीतल, तिम आत्मस्वभावरूप उपशम छइ, ते सहजइ सुखनुं ठाम छड् ॥८७॥ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ સમ્યક્ત ષડ્રસ્થાન ચઉપઈ વિવેચન :- આ જીવે અનાદિકાળથી મોહની પરવશતાના કારણે ઈન્દ્રિયજન્ય સાંસારિક ભોગસુખ જ માપ્યું છે, અનુભવ્યું છે. તેથી જીવનો વિષયસુખ માણવાનો આ મૂલસ્વભાવ ન હોવા છતાં પણ વિભાવદશાના કારણે એટલે કે મોહની પરવશતાના કારણે ઈન્દ્રિયજન્ય સુખભોગમાં જ આ જીવની પ્રવૃત્તિ થઈ છે અને થાય છે. પરંતુ જ્યારે આ જીવની ભવિતવ્યતા પાકે છે અને સંસારનું સ્વરૂપ તથા આત્માનું સાચું સ્વરૂપ આ આત્મા જાણે છે ત્યારે મોહના વિકારજન્ય સાંસારિક પીડાઓથી બચવા માટે અને આત્માના સ્વાભાવિક ગુણોની પ્રાપ્તિ અને ગુણોની રમણતાના સુખને મેળવવા માટે આ જીવને પ્રબળ ઈચ્છા થાય છે. તેથી તે જીવ આત્માના ગુણોના અનુભવરૂપ સુખ તરફ આકર્ષાય છે અને તે ગુણોના અનુભવ સ્વરૂપ સુખ પ્રાપ્ત કરવાના મનોરથો જાગે છે અને તેની સામગ્રીને મેળવીને તે સુખ માટેનો પ્રાથમિક અભ્યાસ શરૂ કરે છે. જેમ જેમ શાસ્ત્રવચનોનું અને ગુરુગમની નિશ્રાનું અવલંબન મળે છે તેમ તેમ ઉપશમસુખની પ્રાપ્તિ માટે આ જીવ અભ્યાસ કરે છે તથા પોતાના મનોરથ પ્રમાણે પ્રયત્ન પુરાવાથી, તથા શાસ્ત્રાનુસારિણી ક્રિયાઓ કરવાથી અંશે અંશે ઈન્દ્રિયજન્ય વિકારો શાન્ત થાય છે તેથી ઉપશમગુણના અભ્યાસનું સુખ પ્રાપ્ત થાય છે જીવ તેમાં મસ્તીથી વર્તે છે. આ પ્રમાણે ઉપશમભાવમાં જ સુખ બુદ્ધિ હોવાથી તે સુખ વધારેમાં વધારે મેળવવા માટે આ જીવ નવા નવા મનોરથો કરે છે અને વિશિષ્ટ-વિશિષ્ટ ઉપશમસુખ પ્રાપ્ત કરવાનો આ જીવ અભ્યાસ કરે છે. આ રીતે ધીરે ધીરે વિકાસ સાધતાં પ્રાથમિક દશામાં આભ્યાસિક અને માનોરથિક ઉપશમસુખ પ્રાપ્ત થાય છે. તેનો ક્રમશઃ વિકાસ થતાં ઉપરની ભૂમિકાવાળું ઉપશમસુખ આ જીવ પ્રાપ્ત કરે છે અને ઉપશાન્તભાવમાં આવે છે. આ પ્રમાણે નિરંતર અભ્યાસ પાડવાથી અને ઉંચી દશાના Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ સમ્યક્તનાં પાંચમા સ્થાનનું વર્ણન મનોરથો સેવવાથી આ જીવને ઉપશમદશાના અધિક અધિક સુખની પ્રાપ્તિ થાય છે. આ ઉપશમભાવનું સુખ જે માણે તે જ જાણે એવું છે. વૈષયિક સુખોની સાથે તેને ઘટાવી શકાતું નથી. તથા લગભગ સર્વે પણ સંસારી જીવો વૈષયિક સુખમાં જ મસ્ત હોય છે. તેના માટે જ પ્રયત્ન કરતા હોય છે. આ કારણે આ ઉપશમભાવનું સુખ સામાન્ય જીવોથી અગોચર જેમ કોઈ સંગીતકળાનો પ્રેમી જીવ સંગીતની કલા શીખવાનો અભ્યાસ કરે છે. અભ્યાસ કરતાં કરતાં સંગીતની કળામાં પારંગતતા મેળવવાના મનોરથો થાય છે તેથી તે જીવ તે કળાના જ અભ્યાસમાં લયલીન રહે છે. તે કળાના સુખનો અનુભવ સંગીતના બીનરસિક જીવને થતો નથી. તેની જેમ ઉપશમભાવનું સુખ પણ પહેલાં ક્યારેય માણ્યું નથી. તેથી પહેલાં તેનો આ જીવ અભ્યાસ કરે છે. પ્રેક્ટીસ કરે છે પછી તેમાં પારંગત થવાના મનોરથ કરે છે. આમ આ જીવને આભ્યાસિક અને મનોરથિક સુખનો અનુભવ થાય છે. આમ કરતાં કરતાં જ્યારે આ ઉપશમસુખનો અભ્યાસ અતિશય પ્રગટ થાય છે ત્યારે આ જીવ નિર્વિકલ્પ સમાધિને પામે છે. ચિત્ત વિકારોથી અત્યન્ત શાન્ત (અતિશય દૂર) થઈ જાય છે અને પરદ્રવ્યની સાથે જોડાવાની કે પરદ્રવ્ય મેળવવાની કે પરદ્રવ્ય દ્વારા મજા માણવાની ભૂખ જ ખતમ થઈ જાય છે. આવા પ્રકારની ઉંચી નિર્વિકલ્પ દશાને પામેલા મહાત્માઓ કોઈ દ્રવ્યના, કોઈ ક્ષેત્રના, કોઈ કાળના અને કોઈ પણ પ્રકારના ભાવના પ્રતિબંધવાળા હોતા નથી. પરદ્રવ્યથી ઘણા જ ઘણા અલિપ્ત રહે છે. પરદ્રવ્યમાં તેમની પ્રવૃત્તિ જ હોતી નથી. પરંતુ આત્મસ્વભાવમાં જ સહજસ્વભાવપણે તેઓની વૃત્તિ-પ્રવૃત્તિ હોય છે. આવા જીવોને કોઈપણ Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ પદાર્થ પ્રત્યે અનુકુળ કે પ્રતિકુળપણાના વિકલ્પો જ મનમાં ઉઠતા નથી. પૂ. ઉપાધ્યાયજી મ.શ્રીએ જ જ્ઞાનસારાષ્ટકમાં કહ્યું છે કે - परब्रह्मणि मग्नस्य, श्लथा पौद्गलिकी कथा । વામી ઘામીોન્માવા:, ારા વારાવાજી | (૨-૪) પરમ એવા બ્રહ્મસ્વરૂપમાં મગ્ન થયેલા જીવને એટલે કે આત્મદશામાં લયલીન થયેલા મહાત્માને પુદ્ગલના સુખોની કોઈપણ પ્રકારની વાત નિરસ જ લાગે છે. ખાવા-પીવાનું આવું હોવું જોઈએ, ઉંઘવાની પથારી આવી હોવી જોઈએ અને રહેવાનું ઘર આવું હોવું જોઈએ, પહેરવાના કપડાં આવાં મુલાયમ અને ભભકાદાર હોવાં જોઈએ ઈત્યાદિ પૌદ્ગલિક કથાઓથી આ મહાત્મા બાર ગાઉ દૂર જ રહેનારા હોય છે. “આવા પ્રકારના મહાત્માને સોનાના ઢગલાઓ કે સ્ત્રીઓ તરફના પ્રેમપૂર્વકના હાવભાવ શું કરી શકવાના હતા ? અર્થાત્ કંચન કે કામિનીના ભાવો આવા જીવોને મોહાંધ કરીને પછાડી શકે તેમ બનતું નથી. (જ્ઞાનસારાષ્ટક ૨-૪) તથા અભ્યાસદશાને આશ્રયીને અન્ય ગ્રંથમાં એટલે કે પ્રશમરિત નામના ગ્રન્થમાં પૂજ્ય ઉપાધ્યાય શ્રી ઉમાસ્વાતિજી મહારાજશ્રીએ પણ કહ્યું છે કે - “આ જીવનું મન જ્યાં સુધી બીજાના ગુણો અને દોષો જ ગાવામાં કે જોવામાં લયલીન છે ત્યાં સુધી મનને નિર્મળ ધ્યાનમાં સ્થિર થવું ઉચિત છે.” (પ્રશમરતિ-૧૮૪) આ જીવનું મન જ્યાં સુધી આત્મસ્વભાવમાં સ્થિર થયું નથી ત્યાં સુધી જ તેનું દમન કરવાનું હોય છે. જો યોગ્ય રીતે દમન કરવામાં ન આવે તો પોતાનાથી ભિન્ન એવા અન્ય જીવદ્રવ્યના અથવા પુદ્ગલદ્રવ્યના ગુણ-દોષ જોવામાં અને ગાવામાં તથા તેની જ કથા કરવામાં વ્યાપ્ત થાય Page #238 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્તનાં પાંચમા સ્થાનનું વર્ણન ૨૨૧ છે. આમ પરભાવદશામાં ઓતપ્રોત થવાના કારણે ઉપશમભાવનું સુખ આ જીવને પ્રગટ થતું નથી. માટે પ્રાથમિક અભ્યાસદશામાં પણ ઉપશમદશાના સુખ માટે આ જીવે પ્રયત્ન કરવો જોઈએ. સારાંશ કે જ્યાં સુધી આ મન બીજાના ગુણ-દોષોને જોવા જાણવા ટેવાયેલું છે અને તેના દ્વારા રાગ-દ્વેષ કરનારું છે ત્યાં સુધી તેને રોકવા માટે વિશુદ્ધ એવા ધ્યાનમાં મનને વ્યગ્ર કરવું શ્રેષ્ઠ છે. વિશુદ્ધ એવા આત્માના સ્વરૂપને કહેનારા સન્શાસ્ત્રોનું શ્રવણ-મનન અને ચિંતન કરવા રૂપ ધ્યાનમાં મનને પ્રવર્તાવવું એ આ જીવના હિત માટે છે. આ જ સાચો કલ્યાણકારી માર્ગ છે. આ પ્રમાણે ઉપશમ દશાનું સુખ પ્રથમ અભ્યાસરૂપ છે અને ધીરે ધીરે જેમ જેમ અભ્યસ્તદશા આવતી જાય છે તેમ તેમ આ જીવ નિર્વિકલ્પ સમાધિસ્વરૂપે પરિણામ પામે છે. આ રીતે આ જીવનું ઉર્વારોહણ થાય છે. ઉપશમદશાનું સુખ આ રીતે ઘણું શ્રેષ્ઠ છે. ઉત્તમ છે. કલ્યાણ કરનાર છે. આ વિષય ઉપર વધારે પ્રકાશ પાથરતાં ગ્રંથકારશ્રી કહે છે કે - ચંદ્રમાની ચાંદની જેમ સહજપણે શીતળ હોય છે તેમ આત્મ સ્વભાવમાં રમણ કરવા રૂપ જે ઉપશમદશા છે તે સહજ સુખનું સ્થાન છે. તેથી આ આત્મામાં કષાયોના સંક્લેશ વિનાનું સ્વાભાવિક શીતળતાવાળું આ ઉપશમદશાનું સુખ છે. આ જ સુખ સર્વશ્રેષ્ઠ સુખ છે. જીવે આ સુખ માટે જ પ્રયત્ન કરવો જોઈએ. દશા અવતરણ :- “ઉપશમદશાનું સુખ” આ જ સાચું સુખ છે. આ વાત ઉપર ભાર આપતાં ઉપશમદશાના સુખની તરતમતા સંસારમાં છે અને સર્વ રીતે તેનો ઉત્કર્ષ મોક્ષમાં છે. આ વાત ઉપર ભાર આપીને સમજાવતાં ગ્રંથકારશ્રી કહે છે કે - Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ સમ્યક્ત ષડૂ સ્થાન ચઉપઈ તરતમતા એહની દેખીએ, અતિપ્રકર્ષ તે શિવ લેખીએ ! દોષાવરણ તણી પણિ હાણિ, ઈમ નિશેષ પરમપદ જાણિ I૮૮ાા ગાથાર્થ :- આ ઉપશમસુખની તરતમતા દેખાય છે. તેથી તેનો જે અતિપ્રકર્ષ છે એ જ મોક્ષ છે. દોષોની અને આવરણની હાનિ પણ થતી દેખાય છે. સંપૂર્ણપણે તેની હાનિ થવી એ જ પરમપદ જાણો. ૮૮ ટહ્નો - પદ્દ શમસુદ્ધની તરતિમતાં- પ ફેરવવું ને अतिप्रकर्ष ते शिव-मोक्ष लेखविइ । दोषावरणनी हानि पणि तरतमइ भावइ छइ, जे निःशेष ते परमपद जाणि, उक्तं च - दोषावरणयोर्हानिनिःशेषास्त्यतिशायनात् । क्वचिद् यथा स्वहेतुभ्यो बहिरन्तर्मलक्षयः ॥ इति अष्टसहस्त्र्याम् (परिच्छेद १ श्लोक ४), दुःखाभावथी पणि सुख ज सिद्धनइ कहवू ॥४८॥ વિવેચન - આ સંસારમાં ઉપશમભાવનું સુખ પ્રત્યક્ષ જણાય છે અને તે ઉપશમભાવ એટલે કે સમતાભાવ, તેનો ઉત્કર્ષ-અપકર્ષ પણ પ્રત્યક્ષ જણાય જ છે. તેનાથી અનુમાન કરાય છે કે ક્યારેક આ સમતાભાવનો (ઉપશમભાવનો) અતિશય પ્રકર્ષ પણ થાય છે. એટલે આવા પ્રશમસુખનો (ઉપશમસુખનો) જે અતિશય પ્રકર્ષ એટલે કે પ્રશમસુખનો સર્વોત્કૃષ્ટ પ્રકર્ષ એનું જ નામ મોક્ષ છે. અથવા આ સંસારમાં જીવે જીવે રાગ-દ્વેષ-વિકાર-વાસના આવા જે જે દોષો છે તથા જ્ઞાન ઉપરના આવરણના કારણે અજ્ઞાનતા પણ જીવે જીવે જે દેખાય છે તથા રાગાદિ દોષોની હાનિ પણ જે દેખાય છે તેથી રાગાદિ દોષોની સર્વથા હાનિ થઈ જવી અને જ્ઞાન ઉપરના આવરણની સર્વથા હાનિ થઈ જવી તેનું જ નામ મોક્ષ છે. પરમપદ છે. Page #240 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્તનાં પાંચમા સ્થાનનું વર્ણન ૨૨૩ આ રીતે સમતાસુખનો પ્રકર્ષ-અપકર્ષ જીવોમાં દેખાય છે. માટે સંપૂર્ણપણે તેનો જે પ્રકર્ષ છે. તે જ મોક્ષ છે. અથવા રાગાદિ દોષોના અને જ્ઞાનના આવરણની સંપૂર્ણપણે હાનિ થવી તેને જ મોક્ષ અથવા પરમપદ કહેવાય છે. સંસારમાં જેની તરતમતા દેખાતી હોય. તેનો અંતિમ પ્રકર્ષ પણ સુવર્ણની જેમ અવશ્ય હોય જ છે. આ બન્ને તર્કથી મોક્ષતની સિદ્ધિ થાય છે. જો કે દોષોનો અત્યન્ત ક્ષય થવાથી અને જ્ઞાનના આવરણનો સંપૂર્ણપણે નાથ થવાથી કેવળજ્ઞાન માત્ર પ્રગટે છે. મોક્ષ તે કાળે થતો નથી તો પણ જે જીવને દોષક્ષયથી અને જ્ઞાનના આવરણના ક્ષયથી કેવળજ્ઞાન પ્રગટે છે. તે જીવને તે જ ભવમાં અવશ્ય મોક્ષ થાય જ છે માટે આમ કહેવામાં પણ કંઈ દોષ નથી. અથવા કેવળજ્ઞાનવાળી અવસ્થા એ જ મોક્ષ કહેવાય છે. કારણ કે તે જીવનો તે જ ભવમાં નિયમા મોક્ષ થવાનો જ છે. જેમ ખાણમાંથી પ્રાપ્ત થયેલા સુવર્ણમાં માટી અવશ્ય હોય જ છે. તે માટી જો થોડે અંશે દૂર કરી શકાય છે તો કાળાન્તરે સંપૂર્ણપણે પણ દૂર કરી શકાય છે અને તે કાળે શુદ્ધ સુવર્ણની પ્રાપ્તિ પણ અવશ્ય થાય જ છે તેમ અહીં સમજવું. l૮૮ અવતરણ :- સિદ્ધાવસ્થામાં અસાતા આદિ કર્મોનો ઉદય ન હોવાથી સંપૂર્ણપણે દુઃખાભાવ છે. દુઃખાભાવ હોવાથી સિદ્ધ પરમાત્માને અનંત સુખ છે તે વાત હવે સમજાવે છે. દુઃખ હોવઇ માનસ શરીર, જિહાં લાગે મનતનુવૃત્તિ સમીર! તેહ લઈ નાસઈ દુઃખ, નહિ ઉપચાર વિસેસઈ મુખ Iટલા ગાથાર્થ - જ્યાં સુધી આ આત્માને મન અને શરીરની હાજરી રૂપી પવન વર્તે છે ત્યાં સુધી જ શારીરિક અને માનસિક દુઃખ હોય છે. Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ જ્યારે તેહ (શરીર અને મન) ટળે (દૂર થઈ જાય) ત્યારે દુ:ખનો નાશ થાય અર્થાત્ દુઃખ ન હોય અને સર્વથા દુઃખ જે ન હોય તેને જ ઉપચારવિશેષથી મોક્ષ કહેવાય છે. ૫૮૯ા ટો :- મનનું અનફ શરીરનું ટુટવુ હોફ તિહ્નાં નાફ, નિહાં लगइ मनतनुवृत्तिरुप समीर कहितां वायु विस्तारवंत हुई, तेह टलइ तिवारइं निस्तरंग समुद्रसमान आत्मदशा होइ, दुःख नही, उपचारविशेषइ ते मोक्ष कहिइ, उक्तं च प्रशमरतौ देहमनोवृत्तिभ्यां भवतः शारीरमानसे दुःखे । " तदभावात् तदभावे सिद्धं सिद्धस्य सिद्धिसुखम् ॥ २९६ ॥ ॥८९॥ વિવેચન :- મનની અને શરીરની વૃત્તિઓ રૂપી વાયુ જ્યાં સુધી વાય છે ત્યાં સુધી માનસિક અને શારીરિક દુઃખો હોય છે. માનસિક અને શારીરિક વૃત્તિઓ એ જ દુઃખનું મુખ્ય કારણ છે. જ્યારે આ શારીરિક અને માનસિક વૃત્તિઓ ટળી જાય છે ત્યારે તરંગો વિનાના સમુદ્રની જેમ ઉપશમભાવવાળી શુદ્ધ આત્મદશા પ્રગટે છે અને તે કાળે અલ્પમાત્રાએ પણ દુ:ખ હોતું નથી. આમ આ પ્રમાણે જે આવા પ્રકારની વૃત્તિઓનો અભાવ થવા સ્વરૂપે દુઃખનો અભાવ પ્રાપ્ત થાય છે તેને જ ઉપચાવિશેષથી મોક્ષ કહેવાય છે. આ સંસારમાં સર્વે પણ જીવોને શરીરસંબંધી અને મન સંબંધી ઘણાં ઘણાં દુ:ખો હોય છે. તેનું કારણ એ છે કે સંસારી સર્વે પણ જીવો શરીરવાળા છે અને મનવાળા છે. (એકેન્દ્રિયને અને વિકલેન્દ્રિયને જો કે દ્રવ્યમન નથી તો પણ તે જીવો ભાવમનવાળા છે) તેથી શરીર અને મન હોવાથી તત્સંબંધી અપાર દુઃખો સંસારી જીવોમાં હોય છે. તેમાં શરીરની વૃત્તિરૂપ અને મનની વૃત્તિરૂપ પવન વાય છે. તેના કારણે શરીરમાં Page #242 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વનાં પાંચમા સ્થાનનું વર્ણન ક્ષુધા-તૃષા-શીત-ઉષ્ણાદિનાં દુઃખો પ્રગટે છે અને મનમાં અંતર્જલ્પાકાર રૂપે મોહનાં દુઃખો પ્રગટે છે. ૨૨૫ પરંતુ જ્યારે આ જીવ આત્મસાધના કરવા દ્વારા આ શરીર અને મન વિનાનો બની જાય છે ત્યારે ઠરેલ દરીયા તુલ્ય આ આત્માની સ્થિતિ પ્રગટ થાય છે. તેથી તેવા પ્રકારની નિર્મળ અને શુદ્ધ પ્રગટ થયેલી આત્મદશા એ દુઃખરૂપ નથી. કારણ કે ત્યારે દુઃખના કારણ સ્વરૂપ શારીરિક વૃત્તિઓ અને માનસિકવૃત્તિઓ હવે તે જીવમાં નથી. આવા પ્રકારની પ્રગટ થયેલી આત્મદશાને જ ઉપચારવિશેષથી મોક્ષ કહેવાય છે. આ જ વાતની સાક્ષી આપતાં ગ્રન્થકારશ્રી પ્રશમરતિનો પાઠ જણાવે છે. પ્રશમરતિ શ્લોક ૨૯૬ માં કહ્યું છે કે - देहमनोवृत्तिभ्यां भवतः शारीरमानसे दुःखे । " तदभावात् तदभावे, सिद्धं सिद्धस्य सिद्धिसुखम् ॥२९६ ॥ “શરીર અને મનની વૃત્તિઓ રૂપી વાયુ દ્વારા શારીરિક અને માનસિક દુઃખ પ્રગટે છે જ્યારે તે વૃત્તિઓ જ દૂર થઈ જાય છે. ત્યારે તેના અભાવમાં શારીરિક અને માનસિક દુઃખોનો પણ અભાવ જ થાય છે અને સિદ્ધપરમાત્માઓનું તે જ અનંતુ સિદ્વિસુખ છે.” આવું સિદ્ધિસુખ સિદ્ધભગવાનને જ હોય છે. કારણ કે સંસારી તો સર્વે પણ જીવો શરીર અને મનવાળા જ છે. તેથી શારીરિક અને માનસિક દુઃખોથી ઘેરાયેલા જ છે. જ્યારે આ સિદ્ધિદશાના જીવો સર્વથા કર્મરહિત છે. તેથી જ તેઓને શરીર અને મન નથી આ કારણે તેના ફળસ્વરૂપે તરંગો વિનાના સમુદ્રની જેમ અતિશય શાન્ત અને ગંભીર શુદ્ધ આત્મદશા તે જીવોમાં પ્રગટે છે. અને તે જ યથાર્થ સાચું સુખ છે. મોક્ષશબ્દનો વાચ્ય અર્થ પણ આ જ છે કે “બંધનોમાંથી છુટવું” એટલે છુટકારો તે જ સાચું સુખ છે. ટા Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ સમ્યક્ત જસ્થાન ચઉપઈ સર્વશત્રુક્ષય સર્વ જ રોગ, અપગમ સવરિય સંયોગ | સર્વકામનાપૂરતિ, સુખ, અનંતગુણ તેહથી મોક્ષસુખ Il૯૦ના ગાથાર્થ :- મોક્ષદશામાં સર્વ શત્રુઓનો ક્ષય સર્વ પ્રકારના રોગોનો અપગમ (નાશ), સર્વ પ્રકારના ઈષ્ટ અર્થનો સંયોગ અને સર્વ કામનાઓની પૂર્તિ છે. તે કારણથી સર્વ કરતાં મોક્ષનું સુખ અનંતગણું ED. llcoll तो :- कोइनइ घणा शत्रु छइ, तेहनइ एक शत्रु क्षय सांभलिई केहQ सुख होइ ? सर्व शत्रु क्षयई महासुख होइ, तेहमां स्युं कहवं ? इम सर्व रागादि शत्रुक्षयजनित अतिशयित सुख मोक्षमाहि छइ. तथा सोल रोग जमगसमग उपना होइ, तेहमांहिलो १ रोग टलइ, घणुं सुख उपज्जइ, १६ टलइ तो पूरुं ज सुख उपजइ, तिम सर्वकर्मव्याधिविलयजनित सिद्धनइ सुख छइ, एकअर्थ, योगइ सुख उपजइ, तेहथी सर्वार्थयोगइ अनंतगुण, इम सर्वअर्थसहजगुणसिद्धि जनित मोक्षमांहि सुख छड् । एक इच्छा पूर्ण थतां सुख उपजइ तो सर्व इच्छा पूर्ण थातां अनंतगुण ज होइ, इम सर्व अनिच्छारूप वैराग्येच्छा पूर्ण थातां अनंत सुख सिद्धनइं छइं । उक्तं च विंशिकायाम् - "तह सव्वसत्तु-सव्ववाहि-सव्वट्ठ-सव्वमिच्छाणं । खय-विगम-जोग-पत्तीहि होइ तत्तो अणंतगुणं ॥ (२०-३) इत्यादि ॥१०॥ વિવેચન :- આ ગાળામાં મોક્ષનું સુખ અનંતગુણ અને અપાર છે. આ વાત ચાર દૃષ્ટાન્તોથી સમજાવવામાં આવી છે તેમાં પ્રથમનાં બે Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૨૭ સમ્યક્તનાં પાંચમા સ્થાનનું વર્ણન દેખાજો વ્યતિરેક ભાવથી છે અને પાછલાં બે દૃષ્ટાન્ત અન્વયભાવથી છે. આ વાત આપણે જોઈએ અને વિચારીએ. (૧) કોઈ વ્યક્તિને ઘણા શત્રુઓ હોય, ઘણાંની સાથે બોલવાનું થયું હોય તથા માથાકુટ કે મારામારી થઈ હોય, તેમાંથી કોઈ એકની સાથે શત્રુતા દૂર થઈ જાય અને મિત્રતા થાય તો પણ આ જીવને સુખ ઉપજે છે તો ધારો કે તે વ્યક્તિના હાથે ઘણું મોટું કોઈ કામ થાય અને તેનાથી સર્વે શત્રુઓમાંથી શત્રુતા ચાલી જાય, અને સર્વે શત્રુઓ મિત્ર થઈ જાય. પ્રતિકૂલ વર્તનારા સર્વે પણ અનુકુલ વર્તનારા બની જાય ત્યારે કંઈક ગણું સુખ તેને ઉપજે છે તેની જેમ આ આત્માના રાગ-દ્વેષ મોહ વિકાર-વાસના ઈત્યાદિ અનેક શત્રુઓ છે તે સર્વે આત્મશત્રુઓનો નાશ થઈ જવાથી ઘણું મોટું અને સર્વોત્તમ સુખ પ્રગટે છે. આ રીતે કામક્રોધ-હાસ્ય-ભય ઈત્યાદિ આત્મશત્રુઓનો સર્વેનો પણ નાશ થવાથી અનંતગણુ સુખ વર્તે છે. (૨) આપણા આ શરીરમાં બ્લડકેન્સર, લકવા વગેરે મોટા મોટા સોળ રોગો એક સામટા પ્રગટ થયા હોય જેનાથી અપાર દુઃખ હોય ત્યાં કોઈ સારા વૈદ્યની દવાથી એકાદ રોગ દૂર થઈ જાય તો પણ ઘણો આનંદ પ્રવર્તે છે એમ કરતાં કરતાં તે જ દવાથી જો સોળે રોગ શરીરમાંથી દૂર થઈ જાય અને શરીર સર્વથા નિરોગી બની જાય તો અપાર સુખ ઉપજે છે. તેમ સિદ્ધ ભગવંતોને સર્વે પ્રકારનાં કર્મો નાશ થવાથી કર્મરૂપ વ્યાધિ સર્વ પ્રકારનો ક્ષય થવાથી અનંત સુખ ઉપજે છે. આ સુખને જે અનુભવે તે જ જાણે. (૩) આ સંસારમાં શત્રુઓના નાશથી અને વ્યાધિઓના નાશથી જેમ સુખ ઉપજે છે તેમ મનમાં પ્રગટેલી એક ઈચ્છા જો કોઈ પૂર્ણ કરી આપે તો માનસિક ઈચ્છા પૂર્ણ થવાથી પણ આ જીવને સુખ ઉપજે છે તથા આવા પ્રકારની અનેક ઈચ્છાઓ મનમાં જે ઉદ્ભવી હોય તે બધી Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૮ સમ્યક્ત જસ્થાન ચઉપઈ જ ઈચ્છાઓ પૂર્ણ થઈ જાય તો અનેકગણું સુખ ઉપજે છે. તેવી જ રીતે સર્વ ઈષ્ટ અર્થની સિદ્ધિ થતાં મુક્તિમાં અપાર સુખ ઉપજે છે તથા તે સર્વ અર્થની સિદ્ધિ સર્વકાળ રહેવાવાળી જાણીને તો કલ્પી ન શકાય તેવું અપાર સુખ ઉપજે છે. સંસારમાં ક્યારેક ધનનું સુખ હોય તો શરીરના રોગ હોય, શરીર સારું હોય તો કુટુંબમાં ક્લેશ હોય. કુટુંબમાં સંપ હોય તો પોતાનું માન જગતમાં ન હોય તેનું દુઃખ હોય. તથા માન હોય તો પૈસો ન હોય. આમ કોઈને કોઈ દુઃખો હોય હોય અને હોય જ છે. જ્યારે મોક્ષમાં બધી જ ઈચ્છાઓ પૂર્ણ થઈ ગયેલ હોવાથી નિર્વિકલ્પદશાવાળું સુખ હોવાથી અપાર અને અનંત સુખ હોય છે. (૪) આ જીવમાં જ્યારે વધારે વિવેક પ્રગટે છે ત્યારે ત્યારે ઈચ્છાઓ પુરાવાથી જેમ સુખ ઉપજે છે તેમ અનિચ્છા થવાથી (કોઈ પણ પ્રકારના પદાર્થની ઈચ્છાનો જ અભાવ થવાથી) આવું ઉદાસીનપણાનું સુખ અર્થાત્ વૈરાગ્યનું સુખ જેમ પ્રગટ થાય છે તેમ સિદ્ધ પરમાત્માઓને અનિચ્છાનો ભાવ એ જ અનુકૂળ છે. સર્વ પ્રકારની અનિચ્છા રૂપ વીતરાગતા પ્રગટ થાય છે તેનું જ અપાર અને અનંતાનંત સુખ વર્તે છે. ઈચ્છાઓની પૂર્તિથી જે સુખ ઉપજે છે તેના કરતાં અનિચ્છાથી જે સુખ થાય છે તે અપાર અને અનંતગુણ હોય છે. આ સુખ તો જે માણે તે જ જાણે એવી આ દશા હોય છે. જ્યારે આત્મસાધના કરવા દ્વારા આ આત્મામાં અનિચ્છાભાવ પ્રગટે છે ત્યારે કોઈપણ પ્રકારની ઈચ્છાના અભાવ સ્વરૂપ અપાર આત્મસુખ આ જીવમાં પ્રગટે છે. આવા ગુણોનો આનંદ તો જે માણે તે જ જાણે એવી પરિસ્થિતિ છે. શબ્દોથી તેનું વર્ણન કરી શકાતું નથી. આમ મોક્ષમાં સર્વ પ્રકારની કામનાઓ સમાપ્ત થઈ ગયેલી હોવાથી અનિચ્છાભાવરૂપ અપાર સુખ ઉપજે છે. Page #246 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વનાં પાંચમા સ્થાનનું વર્ણન ૨૨૯ આ પ્રમાણે સિદ્ધ પરમાત્માને (૧) સર્વ શત્રુગણનો નાશ થવાથી (૨) સર્વ વ્યાધિઓ દૂર થવાથી (૩) સર્વ પ્રકારના અર્થની સિદ્ધિ થવાથી અને (૪) સર્વ પ્રકારની ઈચ્છાઓ પૂર્ણ થવાથી અનિચ્છાભાવ (વૈરાગ્યભાવ વીતરાગતા) પ્રગટ થવાથી પ્રગટ થયેલું જે સુખ છે તે સુખ અમાપ, અપાર છે તથા અનંતાનંત છે. વિંશતિવિંશિકા નામના ગ્રંથમાં વીશમી વિંશિકાના ત્રીજા શ્લોકમાં કહ્યું છે કે - (૧) સર્વ શત્રુઓનો નાશ થવાથી, (૨) સર્વ વ્યાધિઓનો ક્ષય થવાથી (૩) તથા સર્વ અર્થો સિદ્ધ થવાથી અને (૪) સર્વ ઈચ્છાઓની પૂર્ણતા થવાથી જે સુખ ઉપજે છે તેનાથી અનંતગણું સુખ સિદ્ધિ અવસ્થામાં આ જીવને હોય છે. (વિંશતિવિંશિકા ૨૦-૩) ઇત્યાદિ. Il૯૦ના અવતરણ :- ગાથા ૮૨માં કોઈએ આવો પ્રશ્ન કરેલો કે ભૂતકાળ અનંતો ગયો. તેમાં અનંતા જીવો મોક્ષે ગયા છે તો આ સંસાર ખાલી કેમ થયો નથી. આવો પ્રશ્ન ત્યાં કરેલો, તેનો ઉત્તર આ ગાથામાં ગુરુજી કહે છે ઘટઈ ન રાશિ અનંતાનંત, અક્ષતભવ નઇં સિદ્ધ અનંત। પરિમિત જીવનયÛ ભવરિક્ત થાઇં જન્મ લહઇ કઇ મુક્તિ ll૧॥ ગાથાર્થ :- સંસારમાં જીવોની રાશિ અનંતાનંત છે. તેથી ઓછી થતી નથી. ભવ(સંસાર) અક્ષત છે અને સિદ્ધભગવંતો પણ અનંત છે. જે વાદી આ સંસારમાં જીવો પરિમિત' છે આમ માને છે તેને જ ભવ(સંસાર) ખાલી થાય અથવા કોઈ કોઈ જીવો મુક્તિ પામીને પણ ફરી જન્મ (સંસાર) પ્રાપ્ત કરે. ll૯૧) Page #247 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ जो :अनंतानंतराशि होइ, ते घटइ नहीं, ते माटई भव कहितां संसार ते अक्षत कहितां आखो छइ, अनइ सिद्ध पण अनंत छइ, समयानंत संख्याथी जीवानंतसंख्या घणी मोटी छड़, तिहां किस्यो बाघ नथी. ૨૩૦ जे मित ज जीव कहइ छइ, तेहनइ संसार खाली थाइ, कइ मोक्ष मांहिथी इहां आव्या जोइइ । उक्तं च "मुक्तोऽपि वाऽभ्येतु भवं भवो वा । भवस्थ शून्योऽस्तु मितात्मवादे ॥ षड्जीवकायं त्वमनन्तसङ्ख्यमाख्य । स्तथा नाथ यथा न दोषः ॥ (अन्ययोगव्यवच्छदिका श्लोक - २९ ) जे एक निगोदनो किस्युंइ बाधक जिवारइं पूछि तिवारइं भगवंत कहइ. अनंतभाग मोक्षई गयो. एहवइ अनंत जीववाद नथी ॥९१॥ - વિવેચન :- અનંતા જીવો મોક્ષે ગયા છે અને જાય છે તો પણ સંસાર ખાલી કેમ થતો નથી. આવો કોઈ પ્રશ્ન કરે તો તેનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી ફરમાવે છે કે આ સંસારમાં જીવોની રાશિ અનંતાનંત છે તે ક્યારેય ઘટતી નથી (ઓછી થતી નથી). આ સંસારમાં જીવોની આ રાશિ ઘણા મોટા પ્રમાણવાળી અનંતાનંતની રાશિવાળી છે. તેમાંથી અનાદિકાળથી પ્રતિદિન મોક્ષ ચાલુ હોવા છતાં આવા ઘણા જીવો મોક્ષે જવાના કારણે સંસારમાં જીવોની સંખ્યા કંઈક અંશે ઓછી થતી હોવા છતાં તે રાશિ શૂન્ય થતી નથી. ફક્ત પૂર્વકાલમાં તે સંખ્યા મોટા અનંતાનંતની રાશિપ્રમાણ હતી. પછી જેમ જેમ સંસારી જીવો કર્મ ખપાવીને મોક્ષમાં જાય છે તેમ તેમ પૂર્વની સંખ્યાની અપેક્ષાએ આ - Page #248 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્તનાં પાંચમા સ્થાનનું વર્ણન ૨૩૧ અનંતાનંતની સંખ્યા નાની થાય છે. તો પણ તે અનંતાનંત રૂપ જ રહે છે. આ સંસાર ખાલી તો થતો જ નથી. પણ અનંતાનંતની સંખ્યામાં જ રહે છે. માત્ર પૂર્વકાલ કરતાં કંઈક અંશે જીવો ઓછા થાય છે. જેમ સમુદ્ર એટલા બધા પાણીથી ભરેલો છે કે તેમાંથી એક-બેપાંચ ઘડા પાણી લઈ લો તો કંઈ સમુદ્ર ખાલી થતો નથી. તેમ આ સંસાર અપરિમિત એવા અનંતાનંત જીવોથી ભરેલો છે. તેમાંથી દરરોજ જીવો મોક્ષે જાય તો પણ કાળના અનંતપણા કરતાં સંસારી જીવોનું અનંતપણું ઘણું મોટું હોવાથી આ સંસાર ક્યારેય ખાલી થતો નથી. એટલે મોક્ષના જીવો પણ અનંત છે. દરેક કાળે મહાવિદેહ આદિ ક્ષેત્રોમાંથી મોક્ષે પણ જવાય છે તો પણ આ સંસાર સંસારી જીવોથી ક્યારેય ખાલી થતો નથી. એટલું જ નહીં પણ અનંતાનંત જીવોથી ભરેલો જ રહે છે. પરંતુ જે વાદીઓ આ સંસારમાં સંસારી જીવો પરિમિત છે આમ માને છે. અર્થાત અનંત છે પરંતુ પરિમિત અનંત છે આમ માને છે. તેમના મતે અનાદિકાળથી મોક્ષે જવાનું ચાલુ હોવાથી કાંતો સંસાર ખાલી થવાની આપત્તિ આવે છે. અથવા તો સાધના કરીને મોક્ષે જવા છતાં કુવાના અરઘટ્ટની જેમ પાછા ફરીથી તે જીવો આ સંસારમાં આવે જ છે. આમ માનવું જ પડે. અને જો આમ માને તો જ આ સંસાર અક્ષત (અખંડિત) છે. આ વાત સિદ્ધ થાય. પરંતુ ઉપરની બને વાત જરા પણ યુક્તિસંગત નથી. સંસાર ખાલી થઈ જાય કે મોક્ષે ગયા પછી સંસારમાં ફરીથી પાછા આવે આ બન્ને વાત યુક્તિયુક્ત નથી. તેથી આ સંસારમાં સંસારી જીવો જ અનંતાનંત અને અપરિમિત જ છે આમ જ માનવું ઉચિત છે. એટલું જ નહીં પણ આ જ વાત સંપૂર્ણ સત્ય છે અને સર્વજ્ઞભાષિત છે. I૯૧| Page #249 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ અવતરણ ઃ- ગાથા ૮૨માં શિષ્યે આવો પ્રશ્ન કરેલો કે “કાળ અનંતો ગયો છે દરેક કાળે જીવો મોક્ષે જાય છે (ભરતમાંથી કદાચ ન જાય તો પણ મહાવિદેહમાંથી પણ જવાનું ચાલુ જ હોય છે) તો આ સંસાર ખાલીખમ થવો જોઈએ. હજુ અનંતાનંત જીવો કેમ બાકી રહે ? આ પ્રશ્નનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી કહે છે કે ૨૩૨ - થયા અને થાર્ચે જે સિદ્ધ, અંશ નિગોદ અનંત પ્રસિદ્ધ તો જિનશાસન સી ભયહાણિં, બિંદુ ગયે જલધિસી કાણિ ॥૨૪॥ ગાથાર્થ :અનંતા જીવો સિદ્ધિપદને પામ્યા છે અને પામશે તો પણ તે સર્વે સિદ્ધના જીવો મળીને પણ એક નિગોદનો અંશ માત્ર જ છે (અર્થાત્ અનંતમો ભાગ જ છે). જ્યારે નિગોદના જીવો તો (તેનાથી અનંતગુણા છે. તથા મોટા એવા) અનંત સ્વરૂપવાળા પ્રસિદ્ધ છે. તેથી આવા પ્રશ્નોથી જૈનશાસનને ભય કે હાનિ કેમ હોય ? અર્થાત્ આવા પ્રશ્નોથી જૈનશાસનને ભય પણ નથી અને હાનિ પણ નથી. પાણીથી ભરપૂર ભરેલા સમુદ્રમાંથી કદાચ એક બિંદુ પાણી કોઈ કાઢી લે, અથવા સુકાઈ જાય તો તેનાથી સમુદ્રમાં શું કાણું પડી જાય ? અર્થાત્ સમુદ્ર શું કંઈ ઓછો થઈ જાય ? ના, સમુદ્ર કંઈ જરા પણ ઓછો થતો નથી. તેની જેમ આ સંસાર સંસારી જીવોથી ક્યારેય ખાલી થતો નથી. ૫૯૨૫ ટર્બો :- ને સિદ્ધ થયા=અતીત સદ્ધાર્ં અનફ ને થાસ્યક્ अनागत अद्धाई, ते सर्व मिली एक निगोदना अनंतभागप्रमाण सिद्ध थया छइ, तो जिनशासनमांहिं सी हाणि संसारनी ? समुद्रमांहिथी बिंदु गयइ सी काणि छइ ? Page #250 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વનાં પાંચમા સ્થાનનું વર્ણન ૨૩૩ ए संख्या उत्कर्षापकर्षनिमित्त नथी, अतीताद्धाथी ( अनागताद्धा ) अनंतगुण छइ, तोड़ ते सर्व मिली एक निगोदजीवन अनंतमइ ज માારૂ જીરૂ, " પરમાર્થ ?૨ા વિવેચન :- પૂર્વે કહેલી વાતને જ વધારે સ્પષ્ટતાથી સમજાવે છે કે અતીતકાળમાં જે જે જીવો સિદ્ધ થયા અને અનાગતકાળમાં જે જે જીવો સિદ્ધ થશે તે બધા જ મળીને નિગોદના અનંતમા ભાગ જેટલા છે. સમુદ્રમાંથી એક બિંદુ ઓછું થયે છતે સમુદ્રને શું ખોટ પડે ? શું ઓછાશ લાગે ? સમુદ્રમાંથી એક બિંદુ જેટલું અર્થાત્ એક ટીપુ જેટલું પાણી કાઢી નાખવામાં આવે તો નિશ્ચયનયથી તેટલા પ્રમાણમાં અવશ્ય સમુદ્રનું પાણી ઓછું થાય જ છે. તેવી જ રીતે સંસારમાંથી જેટલા જીવો મોક્ષ ગયા છે અને જવાના છે તેટલા પ્રમાણમાં તે નિશ્ચયનયથી સંસારી જીવોનો અપકર્ષ (ઘટાડો) થાય જ છે અને મોક્ષની સંખ્યામાં ઉત્કર્ષ (વધારો) અવશ્ય થાય જ છે. પરંતુ વ્યવહારનયની અપેક્ષાએ સમુદ્રમાંથી એક ટીપુ પાણી લઈ લેવામાં આવે તો ત્યાં અપકર્ષનો અનુભવ થતો નથી. કારણ કે વ્યવહારનય સ્થૂલદૃષ્ટિથી જોનાર છે. તેથી ઘણા પાણીમાંથી ઘણા મોટા પ્રમાણમાં પાણી ઓછું થાય ત્યારે જ ઓછું થયું સમજે છે. આવા પ્રકારના વ્યવહારને આશ્રયી ગમે તેટલા જીવો મોક્ષે જાય તો પણ સંસારી જીવોમાં અપકર્ષ પ્રાપ્ત થતો નથી અને ધારો કે આવા જીવો ખોબા જેટલા મોક્ષમાં ન જાય તો તેનાથી સંસારી જીવોમાં ઉત્કર્ષ (વધારો) પ્રાપ્ત થતો નથી. સારાંશ કે સમુદ્રમાં ખોબો ભરીને પાણી નાખો કે કાઢો તેનાથી સમુદ્રમાં ઉત્કર્ષ કે અપકર્ષ (વધારો કે ઘટાડો) થતો નથી. તેની જેમ સંસારવર્તી જીવોની સંખ્યામાં કોઈ ઉત્કર્ષ કે અપકર્ષ (વૃદ્ધિ કે હાનિ) થતી નથી. Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ - સમ્યક્ત ષસ્થાન ચઉપઈ | નિશ્ચયનયથી જેટલા જીવો મોક્ષે ગયા છે, જાય છે અને ભાવિમાં જશે તેટલી સંખ્યા સંસારી જીવોમાંથી અવશ્ય ઓછી થઈ જ જાય છે. અને ઓછી થશે. પરંતુ તે સંખ્યા અલ્પમાત્રામાં હોવાથી ઓછા થયા આમ કહેવાતું નથી. કારણ કે તે સંખ્યા બહુ જ અલ્પ છે. જ્યારે વ્યવહારનયથી તો ખોબા જેટલું જળ કોઈ મનુષ્ય સમુદ્રમાંથી લઈ લે તો ઓછું થયું અને ખોબો પાણી નાખે તો સમુદ્રમાં જળની વૃદ્ધિ થઈ ગઈ આમ કહેવાતું નથી. વ્યવહારનયથી ખોબા પાણી નાખવાના કે લઈ લેવાના વ્યવહારથી ઉત્કર્ષ કે અપકર્ષ કહેવાતા નથી. તેમ અહીં પણ સતત જીવો મોક્ષે જવા છતાં સંસારમાં જીવોની સંખ્યા ઘટતી પણ નથી અને વધતી પણ નથી. અનંતાનંત જે છે તે જ રહે છે. કદાચ અહીં આવા પ્રકારનો એક પ્રશ્ન થાય કે ભૂતકાળ જરૂર અનંતો છે અને તે કાળમાં જરૂર અનંતા જીવો મોક્ષે ગયા છે તો પણ ભૂતકાળનું અનંતાપણું નાનું છે અને સંસારી જીવોનું અનંતાપણું ઘણું મોટું છે એટલે આટલો ભૂતકાળ જવા છતાં સંસાર ખાલી થયો નથી એમ માની શકાય છે. પરંતુ ભવિષ્યકાળ તો ભૂતકાળ કરતાં પણ અનંતગુણો છે તેથી ભવિષ્યકાળમાં જીવો સતત મોક્ષે જશે તેનાથી તો સંસાર ક્યારેક ખાલી થવો જ જોઈએ આવો કોઈને કદાચ પ્રશ્ન થાય. તેનો ઉત્તર આ પ્રમાણે જાણવો. અતીતકાળ કરતાં અનાગતકાળ (ભવિષ્યકાળ) અનંતગુણો છે તો પણ તે સર્વ મળીને (અતીતકાળ-વર્તમાનકાળ અને અનાગતકાળ આમ ત્રણે કાળના મોક્ષગામી મળીને) પણ મોક્ષે જનારા જીવોની સંખ્યા એક નિગોદનો અનંતમો ભાગ જ છે અર્થાત્ સંસારી જીવોની સંખ્યા, કાળ કરતાં ઘણી વધારે છે. સાધના કરીને પ્રતિવર્ષે મહાવિદેહાદિમાંથી ઘણા જીવો મોક્ષે જાય છે તો પણ અનંતકાળે પણ મોક્ષગત જીવોની સંખ્યા એક નિગોદનો અનંતમો ભાગ જ થાય છે તેનો અર્થ એ છે કે Page #252 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વનાં પાંચમા સ્થાનનું વર્ણન ૨૩૫ ભલે સાધના દ્વારા જીવો મોક્ષે જાય છે જરૂર, પણ સંસાર ક્યારેય ખાલી થવાનો નથી. અનંતાનંત કાલ સુધી મોક્ષ પણ છે અને સંસાર પણ છે. સંસારમાં જીવોનું હોવાપણું પણ છે. આમ આ સઘળી વસ્તુઓ અનંતી છે અને સદા રહેશે જ. ૯૨ અવતરણ :- ગાથા ૮૨માં કહ્યું છે કે આત્મા સર્વથા વ્યાપક છે. સર્વથા વ્યાપક હોવાથી ગમનાગમન નથી. તેથી સુખના સ્થાનભૂત મોક્ષમાં જીવો જાય છે આમ કેમ મનાય ? સર્વવ્યાપકને ગતિ કરવાની જ ન હોય ? તેથી મોક્ષ જેવું કોઈ તત્ત્વ જ નથી. આમ મોક્ષ ન માનનારાની જે દલીલ હતી. તે દલીલનો પ્રત્યુત્તર આપતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે— વ્યાપકનઇં નવિ ભવ, નવિ સિદ્ધિ, બાંધઈ છોડઈ ક્રિયાવિશુદ્ધિ I પણ તનુમિત આતમ અો કહું, તિહાં તો સઘલું ઘટતું લહું ૩ll ગાથાર્થ :- આત્માને જો વ્યાપક માનીએ તો સંસાર પણ ઘટે નહીં અને મોક્ષ પણ ઘટે નહીં. કારણ કે સંસારની ક્રિયાથી આ જીવ કર્મ બાંધે છે અને વિશુદ્ધિથી કર્મ છોડે છે. વ્યાપકમાં ક્રિયા ઘટે નહીં. પરંતુ આત્માને અમે શરીરના પ્રમાણવાળો જ માન્યો છે (સર્વવ્યાપી માન્યો નથી) માટે ત્યાં (અમારા મતમાં) આ સઘળું પણ ઘટી શકશે. ૯૩ ટબો ઃसर्वव्यापक जे आत्मा मानइ छइ, तेहनइ परभवि जावुं नथी, तिवारइ न संसार, न वा मोक्ष घटई, पणि अह्मे तो आत्मा तनुमित कहितां शरीरप्रमाण मानुं छं, तिहां सघलुंय घटतुं ज लहुं छं । जेहवुं गतिजात्यादिनिधत्त ( नियत ) आउखुं बांधइ तेहवइ ते उदय आवइं, ते क्षेत्रइ जीव जाइ, वक्रगति हुइ तो आनुपूर्वी तिहां Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ સમ્યક્ત જસ્થાન ચઉપઈ खांची आणइ । मोक्षइ तो पूर्वप्रयोगादि ४ कारणइ समयान्तर प्रदेशान्तर अणफरसतो नियतस्थानइं जई उपजइ, तिहां शाश्वतानन्दघन થવસરું રૂા વિવેચન :- જે વાદીઓ (નૈવાયિક-વૈશેષિક આદિ) આત્માને સર્વવ્યાપી માને છે તેમની દૃષ્ટિએ જીવને એક ભવમાંથી બીજા ભવમાં જવા-આવવાનું રહેતું નથી. ગમનાગમન ઘટતું જ નથી. તે મતમાં સંસાર કે મોક્ષ માનવાની વાત જ રહેતી નથી. કારણ કે ગમનાગમન વગેરે શુભાશુભ ક્રિયાઓથી મોક્ષ-બંધ-સંસાર વગેરે ઘટે છે. પરંતુ જેઓ આત્માને સર્વવ્યાપી માને છે તે મતમાં જીવની ગમનાગમન ક્રિયા ન હોવાથી કર્મબંધ અને મોક્ષ ઘટતો નથી. માટે આ મત પણ બરાબર નથી. પરંતુ અમે (જેનોએ) તો આત્માને શરીરપ્રમાણ જ માન્યો છે. ત્યાં ગમન-આગમન તથા કર્મબંધ અને કર્મથી મુક્ત થવાપણું વગેરે આ બધી વાતોને સંગત થવાનું સ્થાન છે એટલે કે બધું જ સારી રીતે ઘટી શકે છે. ગતિ-જાતિ વગેરે નામકર્મની પ્રકૃતિઓ પણ આયુષ્યકર્મની સાથે અવશ્ય બંધાય જ છે. એટલે આયુષ્યથી જેમ આવતો ભવ નક્કી થાય છે તેમ તે ભવ તરફની ગતિ જાતિ-શરીર આદિ અપાવનારું નામકર્મ પણ અવશ્ય બંધાય જ છે. તેને અનુસાર આ જીવની પરભવમાં ગતિ થાય અને આયુષ્યને અનુસારે શરીરાદિ પણ ઉદયમાં આવે જ છે અને તે તે ભવયોગ્ય શરીર-અંગોપાંગ આદિ સંસાર પણ પ્રાપ્ત થાય છે તથા સામાન્યથી આ જીવ ઋજુગતિએ પરભવમાં જાય છે છતાં કદાચ આયુષ્યને અનુસારે વક્રગતિ કરવી પડે તો આનુપૂર્વી નામકર્મ તેને મદદ કરે છે. આ કર્મ જીવને આકાશપ્રદેશોની પંક્તિ પ્રમાણે ગતિ કરાવીને યથાસ્થાને વક્રતા કરાવીને પોતાના ઉત્પત્તિસ્થાન સુધી ખેંચી જાય છે. Page #254 -------------------------------------------------------------------------- ________________ સમ્યત્ત્વનાં પાંચમા સ્થાનનું વર્ણન ૨૩૭ જ્યારે સર્વ કર્મ ખપાવીને આ જીવ મોક્ષે જાય છે ત્યારે આનુપૂર્વી કે આયુષ્યકર્મ ન હોવાથી જ આ જીવ પોતાના ઉર્ધ્વગતિ સ્વભાવના કારણે જ સમશ્રેણીથી જ ઉપર જાય છે. જરા પણ વક્રા કરતો નથી તથા એક જ સમયમાં ઉપર સિદ્ધશીલા સુધી પહોંચી જાય છે. સમયાન્તર કે પ્રદેશાન્તરને સ્પર્યા વિના જ જાય છે. અજીવનો સ્વભાવ નીચે જવાનો અને જીવનો સ્વભાવ ઉપર જવાનો હોવાથી સાત રાજ ઉપર જાય છે. તેનાથી આગળ અલોક હોવાથી અને ધર્માસ્તિકાય આદિ સહાયક દ્રવ્ય ન હોવાથી મોક્ષના જીવો વધારે ઉપર જતા નથી. તથા પૂર્વપ્રયોગાદિ ચાર કારણોને લીધે જીવનું મુક્તિગમન થાય છે. “પૂર્વયોવસાત્ વલ્થચ્છાથી વિપરિણામ તાતિઃ (તત્ત્વાર્થસૂત્ર અધ્યાય ૧૦) જ્યારે આ જીવ સર્વકર્મનો ક્ષય કરે છે ત્યારે (કુલાલચક્રની જેમ) પૂર્વપ્રયોગથી, (તુંબડાની જેમ) અસંગપણાના કારણે, (એરંડાના ફળની જેમ) બંધવિચ્છેદના કારણે, તથા (પુગલદ્રવ્યની જેમ) આ જીવનો તેવા પ્રકારની ઉર્ધ્વગતિ કરવાનો સ્વભાવ હોવાથી કર્મો દૂર થઈ ગયા પછી આ જીવ એક જ સમયમાં ઉર્ધ્વગતિ કરીને સિદ્ધિગતિમાં જઈને લોકાકાશના અન્તિમ ભાગમાં પોતાના શરીરની અવગાહનાની અપેક્ષાએ બે તૃતીયાંશ ભાગમાં શરીર વિનાનો કેવળ એકલો આત્મા નિવાસ કરે છે. ૯૩ અવતરણ - આત્મા શરીરવ્યાપી જ માત્ર હોવાથી કર્મોનો ક્ષય કર્યા પછી ઉર્ધ્વગતિ સ્વભાવના કારણે ઉપર જ જાય છે ત્યારે ક્યાં સુધી જાય છે ? ક્યાં જઈને વસે છે ? તેનાથી વધારે ઉપર કેમ જતો નથી? ઈત્યાદિ વાતો યુક્તિપૂર્વક ગ્રંથકારશ્રી સમજાવે છે – યોગનિરોધ કરી ભગવંત, હીનસિભાગ અવગાહ લહંત ! સિદ્ધશીલા ઉપર જઈ વસે, ધર્મ વિના ન અલોકઈ ધસઈ ૯૪ના Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ સમ્યક્ત ષડ્રસ્થાન ચઉપઈ ગાથાર્થ :- કેવલજ્ઞાની ભગવંતો આવર્જિતકરણ કરીને યોગનો નિરોધ કરે છે ત્યાર બાદ ત્રીજા ભાગે હીન અવગાહનાવાળા બને છે અને પાંચ હૃસ્વ સ્વરના ઉચ્ચારણના કાળપ્રમાણ આયુષ્યકર્મ પૂર્ણ કરીને સમગ્રણીથી એક જ સમયની ગતિ વડે સિદ્ધશીલા ઉપર જઈને વસે છે. ધર્માસ્તિકાય ન હોવાથી અલોકાકાશમાં ગતિ કરતા નથી. ૯૪l બો - વનજ્ઞાની માવંત સાવર્જિતવાર વી રોજ સંધી चरम भवइ जेवडुं शरीर छइ, ते त्रिभागहीनावगाहना पामता सिद्धशीला उपरि जईनइ वसई, आगलि को न जाइ ? ते उपरि कहइ छइ, जे धर्म विना = धर्मास्तिकाय विना अलोकाकाशमांहि થસ નë ૨૪. વિવેચન :- કેવળજ્ઞાની ભગવંતો તેરમા ગુણઠાણે બીરાજમાન હોય છે. ત્યાં ગામાનુગામ વિહાર કરવા પડે અને પરોપદેશ આપવા વડે પોતાના વર્તમાન ભવનું લગભગ આયુષ્ય પસાર કરે છે. કષાય અને મોહ વિનાના વીતરાગભાવમાં વર્તતા આ ભગવાન પોતાનાં અઘાતી જ કર્મો ખપાવવા પરોપકારમયપણે જીવન ગાળે છે જ્યારે અંતર્મુહૂર્ત જેટલું આયુષ્ય બાકી રહે ત્યારે સૌથી પ્રથમ આવર્જિતકરણ કરે છે. વિશિષ્ટ પ્રકારની જે એક યોગદશા આવે છે તેને આવર્જિત કરણ કહેવાય છે. તેનાથી કેવલી સમુદ્યાત કરવો કે ન કરવો તે જાણીને જો આયુષ્યકર્મ ઓછું હોય અને ત્રણ અઘાતી કર્મો વધારે હોય તો કેવલીસમુદ્યાત કરીને અને સમાન હોય તો કેવલી સમુદ્યાત કર્યા વિના યોગનિરોધ કરવાનું કામ કરે છે. બાદરકાયયોગના આલંબનથી બાદરમનયોગ, પછી બાદરવચન યોગ રૂંધે છે ત્યારબાદ બાદરકાયયોગ રૂંધે છે. ત્યારબાદ સૂક્ષ્મકાયયોગના આલંબનથી સૂક્ષ્મ મનયોગ-સૂક્ષ્મ વચનયોગ અને સૂક્ષ્મ કાયયોગને રૂંધે છે. આમ આત્મપ્રદેશોની ચંચલતાને દૂર કરે છે. યોગનો નિરોધ કરવા Page #256 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્તનાં પાંચમા સ્થાનનું વર્ણન ૨૩૯ દ્વારા આત્મ પ્રદેશોનું ચંચલપણું દૂર કરીને તે આત્મપ્રદેશોનું સ્થિતિકરણ કરે છે. યોગનો નિરોધ થવાથી, યોગના નિમિત્તે બંધાતું સાતવેદનીય કર્મ, તેનો બંધ અટકાવે છે. તેનાથી અબંધાવસ્થા, સર્વસંવરભાવ આ જીવમાં પ્રગટ થાય છે. તથા પોતાનો આત્મા પોતાના શરીરમાં સર્વત્ર વ્યાપ્ત છે. તેમાં પોલાણ ભાગો પુરીને પોતાના આત્માનો ઘનીભૂત આકાર બનાવે છે તેના કારણે ઉંચાઈ-લંબાઈ-પહોળાઈ વગેરેમાં એક તૃતીયાંશ ભાગ હીન થઈ જાય છે. આ પ્રમાણે હીન અવગાહનાવાળા થઈને ચૌદમા અયોગી ગુણસ્થાનક ઉપર આરૂઢ થાય છે. ચૌદમા ગુણઠાણે રહીને શેષ અઘાતી કર્મો ખપાવીને આ દેહનો ત્યાગ કરીને નિર્વાણની ભૂમિથી સમશ્રેણીએ સાતરાજ ઉપર જઈને એક જ સમયમાં સિદ્ધિસ્થાને પહોંચે છે. જીવનો સ્વભાવ ઉર્ધ્વગતિ હોવાથી ઉપર જાય છે. નીચે કે તિચ્છ જતા નથી. સાત રાજ પ્રમાણ ઉપર જઈને લોકના છેડે પહોંચીને ત્યાં સિદ્ધ થાય છે. ત્યાંથી ઉપર અલોકાકાશ હોવાથી અને ત્યાં ધર્માસ્તિકાયાદિની સહાય ન હોવાથી સિદ્ધશીલાથી ઉપર અલોકમાં જતા નથી. ચૌદ રાજલોક પ્રમાણ આ લોકાકાશમાં સૌથી ઉપર સિદ્ધશીલા છે ૪૫ લાખ યોજન લાંબી-પહોળી, થાળી જેવી ગોળ, વચ્ચે ૮ યોજન ઊંડી અને છેડે અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ પાતળી આ સિદ્ધશીલા છે. તે સિદ્ધશીલા લોકના છેડાથી ૧ યોજન નીચે છે. તેથી સિદ્ધ થનાર આત્માઓ આ સિદ્ધશીલા ઉપર બેસતા નથી. પરંતુ છેલ્લો સિદ્ધશીલા ઉપરનો એક યોજન પ્રમાણ જે લોકાકાશ છે તેના છેલ્લા ચોથા ગાઉમાં અને તેમાં પણ છેલ્લા છઠ્ઠા ભાગમાં ૩૩૩/, ધનુષક્ષેત્રમાં જઈને વસે છે. સિદ્ધશીલાથી તો તેઓ ઘણાં ઉંચા છે, પરંતુ તે બન્નેની વચ્ચે કોઈ Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ સમ્યક્ત ષસ્થાન ચઉપઈ વિઘાતક પદાર્થ નથી. તેથી એમ કહેવાય છે કે સિદ્ધભગવંતો સિદ્ધશીલા ઉપર વસે છે. જેમ દૂર દૂર દેખાતો ચંદ્રમા કોઈના ઘર ઉપર કે વૃક્ષ ઉપર દેખાય ત્યારે ત્યાં વચ્ચે કોઈ નડતર ન હોવાથી ચંદ્રમા દૂર હોવા છતાં પેલા ઘર ઉપર છે, પેલા વૃક્ષ ઉપર છે આમ જેમ કહેવાય છે તેમ અહીં જાણવું. ગતિમાં સહાયક એવું ધર્માસ્તિકાયદ્રવ્ય લોકમાં જ છે પણ અલોકમાં નથી. એટલે સિદ્ધભગવંતો ગતિસહાયક એવો ધર્માસ્તિકાય ન હોવાથી અલોકમાં જતા નથી. અલોકમાં ધસતા નથી. I૯૪ અવતરણ - ગાથા ૯૪માં કહ્યું છે કે સિદ્ધનો આત્મા સિદ્ધશીલા ઉપર જઈને રહે છે તો હવે પ્રશ્ન થાય છે કે ૪૫ લાખ યોજન જેટલા નાના ક્ષેત્રમાં અનંતા સિદ્ધના જીવો કઈ રીતે રહે છે? તે બતાવતાં કહે છે કેજિહાં એક તિહાં સિદ્ધ અનંત, પચસાકરપરિ મિલઇ એકંતા રૂપીનઇ મિલતાં સાંકડું, રૂપરહિતનઇ નવિ વાંકડું IIલ્પા ગાથાર્થ - જ્યાં એક સિદ્ધ છે ત્યાં જ અનંત સિદ્ધ છે. દૂધ અને સાકરની જેમ ભળી જાય છે, એકસાથે રહે છે. આ દષ્ટાન્ત એક દેશથી સમજવું કારણ કે રૂપીને પરસ્પર ભળતાં સાંકડું છે પણ રૂપરહિતને અર્થાત અરૂપીને ભળતાં સાંકડું નથી. ૯૫l બો - નિદાં પ્રસિદ્ધ જીરુ, તિ€ અનંતા સિદ્ધ છે? ટૂથसाकरनी परि एकता मिलई छई, एकान्त ए पणि एकदेशी दृष्टान्त, रुपीनइ माहोमांहि मिलतां सांकडु होइ । पणि रूपरहितनइ मिलतां किस्युंइ वांकडं नथी, धर्माकाशादिवत् - यत्र गाथा - जत्थ य एगो सिद्धो, तत्थ अणंता भवक्खयविमुक्का । अन्नुन्नमणाबाहं, चिटुंती सुही सुहं पत्ता ॥ (દ્વિતિવિંશિકા થા ૨૦, ૨૮/૧૧, ૨૦) IST Page #258 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્તનાં પાંચમા સ્થાનનું વર્ણન ૨૪૧ વિવેચન - જ્યાં એક સિદ્ધપરમાત્માનો આત્મા રહે છે ત્યાં જ અનંતા સિદ્ધપરમાત્માના આત્માઓ વસી શકે છે. કારણ કે તેઓ દૂધ અને સાકરની જેમ એકમેક થઈને (ભળીને) રહે છે. આ દૃષ્ટાન્ત એકાન્તિક નથી એટલે કે એક દેશ પૂરતું જ મર્યાદિત જાણવું. સારાંશ એ છે કે દૂધ અને સાકરના દષ્ટાન્તમાં પ્રથમ જ્યારે એકલું દૂધ હોય છે ત્યારે તે દૂધની અવગાહનનું જે ક્ષેત્ર હોય છે તેના કરતાં તેમાં સાકર નાખીએ અને ભેળવીએ ત્યારે કંઈક અંશે ક્ષેત્રનું પ્રમાણ વધારે હોય છે. જ્યારે પૂર્વના સિદ્ધના જીવો જ્યાં રહેલા છે ત્યાં જ (અર્થાત્ તે જ ક્ષેત્રમાં) નવા આવેલા સિદ્ધના આત્માઓ પણ વસે છે. અહીં અવગાહના જુદી પ્રાપ્ત થતી નથી (ક્ષેત્રની આવશ્યકતા જુદી નથી). વાતનો સાર એ છે કે દૂધ અને સાકર આ બન્ને દ્રવ્યો રૂપી દ્રવ્યો છે. તેથી દૂધમાં સાકર નાખવામાં આવે ત્યારે પૂર્વે દૂધ વખતે જે જગ્યા રોકાયેલી હતી તે જગ્યા સાકર નાખ્યા પછી સાંકડી પડે છે. આ કારણે માત્ર એકલા દૂધના ક્ષેત્ર કરતાં તેમાં સાકર નાખવાથી અવગાહના વધે છે. કારણ કે દૂધના પુદ્ગલોએ જે જગ્યા રોકી હતી તે સાકર આવે ત્યારે સાંકડી પડે છે તેથી દૂધના ક્ષેત્ર કરતાં સાકરનાં પુગલો ભિન્ન ક્ષેત્રમાં રહે છે. ભલે પરસ્પર ગળીને રહે છે તો પણ તે બન્નેને રહેવાનું ક્ષેત્ર કથંચિત્ ભિન્ન છે. કારણ કે તે પુદ્ગલદ્રવ્ય છે અને તેથી જ તે રૂપસહિત છે. રૂપીમાં બીજું રૂપ દ્રવ્ય ભલે ત્યારે પ્રથમના રૂપીદ્રવ્ય રોકેલું ક્ષેત્ર સાંકડું પડે છે. જ્યારે સિદ્ધના આત્માઓ રૂપરહિત છે માટે જે જે દ્રવ્યો રૂપરહિત હોય છે તે દ્રવ્યો પરસ્પર સાથે મળીને એક જ ક્ષેત્રમાં રહે તો પણ ક્ષેત્ર સાંકડું પડતું નથી. અને તેના કારણે અધિક ક્ષેત્રની જરૂર પડતી નથી. જેમ અરૂપી ધર્માસ્તિકાય દ્રવ્ય જ્યાં છે ત્યાં જ અધર્માસ્તિકાય દ્રવ્ય પણ Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ સમ્યક્ત ષસ્થાન ચઉપઈ છે અને આકાશાસ્તિકાય દ્રવ્ય પણ છે. પરસ્પર બધાં દ્રવ્યો સાથે રહેવા છતાં ક્ષેત્ર સાંકડું પડતું નથી. તેથી અધિકત્ર રોકવું પડતું નથી. એક જ ક્ષેત્રમાં સાથે રહેવામાં અરૂપી દ્રવ્યોને કોઈ બાધા નડતી નથી. વિંશતિવિંશિકા નામના ગ્રન્થમાં કહ્યું છે કે - જ્યાં એક સિદ્ધનો આત્મા છે ત્યાં જ અનંતા સિદ્ધના આત્માઓ વસે છે. ભવના ક્ષયના કારણે કર્મોથી મુકાયેલા છે અને કર્મથી મુકાવાના કારણે જ અનંત અવ્યાબાધ સુખને તેઓ પામેલા છે. કોઈને પ્રશ્ન થાય કે એક જ સિદ્ધિક્ષેત્રમાં અનંતા જીવો સાથે રહે છે. એટલે ઘણી જ ગીચતાથી જ રહેતા હશે. માટે સુખી નહીં હોય પણ ઘણા દુઃખી હશે આવી શંકા નિવારવાના અર્થે કહે છે કે તેઓ અનંત સુખવાળા પણ છે અને પરસ્પર કોઈપણ જાતની બાધા પીડા વિના રહે છે. કારણ કે સશરીરી નથી પણ અશરીરી છે. માટે કોઈ પણ જાતની પીડા પામ્યા વિના સુખે સુખે રહે છે. અરૂપી દ્રવ્યોને જુદી-જુદી અવગાહના હોતી નથી. પણ અવતરણ - મોક્ષને ન માનનાર આવો પ્રશ્ન કરે છે કે પહેલાં સંસાર કે પહેલાં મુક્તિ? બન્ને પક્ષે દોષ આવે છે જે ૮૩મી ગાથાના ઉત્તરાર્ધમાં પ્રશ્નકારે કહ્યું હતું. હવે તે વાતનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે – કાલ અનાદિ, સિદ્ધ અનાદિ, પૂર્વ-અપર તિહાં હોઈ વિવાદા ભવનિવણતણો ક્રમયોગ, શાશ્વતભાવ અપર્ચનુયોગ IIબ્રા ગાથાર્થ - કાળ પણ અનાદિ છે અને સિદ્ધ પણ અનાદિ છે ત્યારે પૂર્વાપરના યોગમાં વિવાદ છે. ભવ અને નિર્વાણ આ બન્નેનો Page #260 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વનાં પાંચમા સ્થાનનું વર્ણન ૨૪૩ ક્રમસર યોગ છે. છતાં તે શાશ્વતભાવ છે તેથી અપર્યનુયોગ (પ્રશ્નને भाटे योग्य) छे. ॥८६॥ जो :"सिद्ध " यद्यपि सिद्धभावइ प्रथम छइ, सिद्ध थाय छइ संसारी टलीनइ तेवती, पणि कालनी अनादिता छइ, माटइ, प्रवाहइ अनादिसिद्ध कहिइ, तिहां "पहलां कुण, पछइ कुण" ए विवाद होइ, भवनिर्वाणनो अनुक्रमयोग कहवाइ नहीं, शाश्वता भावनो पाछो उत्तर नथी. इंडुं पहलां कइ कूकडी पहलां ? राती पहलां कइ दिन पहलां ? इत्यादि भाव भगवती मध्ये कहिआ छन्, जे क्षण वर्तमानत्व पायो ते अतीत थयो, पणि "पहिलो कुण अतीत समय ?" ते न कहवाइ, (इम न कहवाइ ), तिम संसार टल्यो एटले सिद्ध थयो, पणि "पहलां कुण ?" इम न कहाई. प्रवाह अनादिसिद्ध अनादिसुख तो कहइ व्यक्ति न कहिड़, उक्तं च विंशिकायाम् एसो अणाइअं चिय, सुद्धो य तओ अणाइसुद्धति । जुत्तो पवाहेणं, ण अन्नहा शुद्धया सम्मं ॥२- १२॥ ( २ - १२ विंशिका ) इत्यादि ॥९६॥ વિવેચન :- જે જીવો સંસારમાં છે. તે જ જીવો ધર્મ આરાધના કરીને કર્મ ખપાવીને મોક્ષે જાય છે. પરંતુ મોક્ષે ગયેલા જીવો સંસારમાં પાછા આવતા નથી. તેનો અર્થ એ છે કે ભવમાંથી મુક્તિ થાય છે પણ મુક્તિમાંથી ભવ થતો નથી તેથી ભવ અને મુક્તિનો ક્રમયોગ છે. પ્રથમ ભવ અને પછી મુક્તિ. પરંતુ આ ક્રમયોગ શાશ્વત છે. અનાદિકાળથી જીવો ભવમાંથી મોક્ષે જાય છે અને સદાકાળ જવાના પણ છે. તેથી ભવમાંથી જ મોક્ષે જવાય છે તો પણ મોક્ષમાંથી ભવમાં અવાતું નથી. આ ક્રમ શાશ્વત છે, અર્થાત્ અનાદિસિદ્ધ છે. Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ સમ્યક્ત ષસ્થાન ચઉપઈ જે જે શાશ્વતભાવ હોય છે, એટલે કે અનાદિના હોય છે, ત્યાં સૌથી પ્રથમ કોણ? અને અપ્રથમ (બીજો) કોણ? આવો પૂર્વાપર ભાવનો પ્રશ્ન કરાય નહીં જો કે સંસારી અવસ્થા ટળે ત્યારે જ મુક્ત અવસ્થા થાય છે એટલે પ્રથમ સંસાર અને પછી મુક્તિ છે. આમ કોઈ પણ એક જીવ આશ્રયી ક્રમયોગ છે. કોઈપણ મોક્ષે જતા વિવક્ષિત એક જીવને આશ્રયી સંસાર અનાદિ પણ મોક્ષ સાદિ, આમ મોક્ષની આદિ છે. પરંતુ પ્રવાહથી અનાદિકાળથી જીવોનું મોક્ષમાં ગમન ચાલ્યા જ કરે છે તેના કારણે પ્રવાહથી અનાદિ-અનંત છે. સારાંશ કે કોઈપણ એક જીવને આશ્રયી સિદ્ધભાવ આદિવાળો છે પરંતુ કાળ અનંત ગયો હોવાથી પ્રવાહથી સિદ્ધભાવ અનાદિ છે. ભવ અને નિર્વાણમાં ક્રમયોગ છે. પ્રથમ ભવ અને પછી જ નિર્વાણ, પરંતુ સૌથી પ્રથમ નિર્વાણ કોણ પામ્યું? સૌથી પ્રથમ સંસારમાં કોણ આવ્યું? આ બન્ને પ્રશ્નો બરાબર નથી. કારણ કે બન્ને ભાવો અનાદિ છે. જે અનાદિકાળથી હોય છે. તેમાં પૂર્વાપરભાવ કહી શકાતો નથી અને જાણી પણ શકાતો નથી. ઈંડામાંથી કુકડી થાય, અને કુકડીમાંથી ઈંડું થાય, ગોટલીમાંથી આંબો થાય અને આંબામાંથી (કેરી થવા દ્વારા) ગોટલી થાય. રાત્રિ પછી દિવસ અને દિવસ પછી રાત્રિ. આમ વિભાગવાર ક્રમ હોવા છતાં પણ પ્રવાહથી અનાદિ છે. આ ઉદાહરણોની જેમ કોઈ જીવ જ્યારે મોક્ષે જાય ત્યારે તે જીવને આશ્રયી પ્રથમ સંસાર અને પછી મોક્ષ આમ વ્યક્તિને આશ્રયી ક્રમયોગ છે. પરંતુ સૌથી પ્રથમ કોણ સંસારમાં આવ્યું અને સૌથી પ્રથમ કોણ મોક્ષે ગયું? આ બાબત પ્રવાહને આશ્રયી અનાદિ છે માટે આદિ નથી. આ બાબત શ્રી ભગવતીસૂત્રમાં કહેલી છે. જે દિવસ વર્તમાન બને છે તે દિવસ બીજા જ દિવસે અતીતકાળ થાય છે. પણ પ્રત્યેક દિવસો વર્તમાન થઈને જ અતીતરૂપે થાય છે. Page #262 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વનાં પાંચમા સ્થાનનું વર્ણન ૨૪૫ છતાં સૌથી પ્રથમ અતીત કોણ ? તે જેમ કહી શકાતું નથી. તેની જેમ એકે એક જીવનો સંસાર ટળ્યો ત્યારે જ તે જીવ સિદ્ધ થયો. આમ એક એક જીવ આશ્રયી મુક્તિ સાદિ હોવા છતાં “સૌથી પ્રથમ સિદ્ધ કોણ?’’ તે પ્રવાહથી અનાદિ છે. જેટલો કાળ ગયો તે સઘળો પણ કાળ વર્તમાન રૂપે થઈને જ અતીતરૂપે બનેલો છે. છતાં અતીતકાળ અનંતો છે માટે સૌથી પ્રથમ અતીત સમય કયો ? કયા દિવસથી આ કાળ ચાલુ થયો. આ વાત કહેવી શક્ય નથી એ જ રીતિએ સર્વે પણ સંસારી જીવો પોતપોતાનાં કર્મો ખપાવીને ક્રમશઃ જ મોક્ષે જાય છે. ત્યારબાદ જ સિદ્ધ અવસ્થા આવે છે એટલે તે તે જીવની સિદ્ધાવસ્થા આદિવાળી છે. પરંતુ પ્રવાહથી અનાદિ છે. વિંશતિવિંશિકા નામના ગ્રન્થમાં કહ્યું છે કે - શ્નો = આ ભાવ (સિદ્ધત્વ અવસ્થા) અનાદિ છે અને શુદ્ધ છે. તેથી તે અવસ્થા અનાદિશુદ્ધ છે. આ વાત પ્રવાહની અપેક્ષાએ યુક્ત (સંપૂર્ણ સત્ય છે) અન્યથા સાચી નથી. (વ્યક્તિને આશ્રયી આ શુદ્ધતા અનાદિ નથી. પરંતુ આદિવાળી છે. માટે વ્યક્તિને આશ્રયી અનાદિ કહેવી તે વાત સત્ય નથી.) ભૂતકાળમાં એવો કોઈ કાળ હતો જ નહીં કે કોઈ પણ જીવ સિદ્ધ થયો ન હોય અને કોઈ એક જીવે સિદ્ધ થવાનો પ્રારંભ કર્યો હોય. માટે આવો પ્રશ્ન જ ખોટો છે. ક્રમશઃ સિદ્ધભગવંતો સંસારમાંથી થયા જ કરે છે અને આ પરંપરા અનાદિની છે અને અનંતકાળ ચાલશે. કોઈ એક સિદ્ધભગવંતને આશ્રયી સિદ્ધદશાની આદિ છે, પણ અંત નથી. જ્યારે પ્રવાહની અપેક્ષાએ તો આદિ પણ નથી અને અંત પણ નથી. જગતનું સ્વરૂપ જ આવું હોવાથી સિદ્ધોનો પ્રવાહ પ્રથમ ચાલુ થયો કે સંસારીઓનો પ્રવાહ પ્રથમ ચાલુ થયો આ પ્રશ્ન જ ખોટો છે. આ બન્ને પ્રવાહો શાશ્વત છે, અનાદિ છે, અને અનંત છે. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ સમ્યક્ત જસ્થાન ચઉપઈ જે પ્રથમ અશુદ્ધ હોય તે આત્મશુદ્ધિની પ્રક્રિયા કરવાથી પછીથી શુદ્ધ થાય આમ બની શકે છે અને તેને જ શુદ્ધ થયો આમ કહેવાય છે. તેથી જ લોકો ઈશ્વરને અનાદિ શુદ્ધ જે માને છે તે પ્રવાહની અપેક્ષાએ યોગ્ય જ છે અને પ્રવાહની અપેક્ષાએ ન વિચારીએ અને કોઈ એક વ્યક્તિને આશ્રયી વિચારીએ તો તે વાત બરાબર નથી. કારણ કે તે વિવક્ષિત ઈશ્વરના જીવમાં જો પ્રથમ અશુદ્ધતા હતી જ નહીં તો શુદ્ધતા આવી કેવી રીતે? કારણ કે પ્રથમ અશુદ્ધતા હોય અને તેને દૂર કરવામાં આવે તો જ શુદ્ધતા પ્રગટી શકે? માટે કોઈ એક ઈશ્વરવ્યક્તિ અનાદિશુદ્ધ છે આ વાત ખોટી છે. પણ જેટલા જીવો કર્મો ખપાવીને મોક્ષે જાય છે તે બધા જ ઈશ્વર છે આમ પ્રવાહથી અનાદિ શુદ્ધ અવશ્ય છે જ. I૯૬ll અવતરણ - મોક્ષતત્ત્વની સિદ્ધિ પ્રગટ કરે છે - મોક્ષતત્ત્વ ઈમ જે સદહે, ઘર્મિ મન થિર તેહનું રહે મુક્તિઈચ્છા તે મોટો યોગ, અમૃતક્રિયાનો રસ સંચોગ II૯oll ગાથાર્થ - આ પ્રમાણે મોક્ષતત્ત્વમાં જે શ્રદ્ધા કરે છે તેનું મન ધર્મમાં સ્થિર રહે છે (કારણ કે ધર્મ એ મોક્ષનું પ્રધાન કારણ-સાધન છે). મોક્ષની ઈચ્છા થવી તે સૌથી મોટો યોગ છે અને તે અમૃતકિયાના સંયોગસ્વરૂપે છે. al૯ll | ટહ્નો - રૂમ ને પરીક્ષા કરીને મોક્ષતત્ત્વ સદ્દફ તેનું થર્મનડું विषई मन थिर रहे, मुक्तिनी इच्छा थइ, ते मोटो योग छइ, चरमपुद्गलपरावर्तइ, अपुनर्बन्धकादिकनइं भारे कर्ममल होइ, तेहनइ न हुइ, उक्तं च विंशिकायाम् - मुक्खासओ वि णऽण्णत्थ होइ गुरुभावमलपभावेणं । जह गुरुवाहिविगारे ण जाऊं पत्थासओ सम्मं ॥४-२॥ ॥९७॥ Page #264 -------------------------------------------------------------------------- ________________ સમ્યત્ત્વનાં પાંચમા સ્થાનનું વર્ણન ૨૪૭ વિવેચન :- આ પ્રમાણે પૂર્વે જે યુક્તિઓ બતાવી છે તે જાણીને જે વ્યક્તિને મોક્ષતત્ત્વની રૂચિ પ્રગટે છે તેને જ તેના ઉપાયભૂત એવા ધર્મતત્ત્વ ઉપર રૂચિ પ્રગટે છે અને તે જીવ ધર્મતત્ત્વમાં પોતાનું મન સ્થિર કરવા માંડે છે. મુક્તિની ઈચ્છા પ્રગટ થવી, મુક્તિની રઢ લાગવી આ જ મોટો યોગ છે. મોક્ષ ગમી ગયો હોવા છતાં તેના ઉપાયભૂત જે ધર્મતત્ત્વ છે તે જીવનમાં લાવવું અને આચરવું અતિશય કઠણ છે તેથી જ ધર્મ કરનારા આત્માઓનું પણ મન વારંવાર અલના પામતું હોય છે. બાહ્યભાવોમાં રાચતું-દોડતું હોય છે. તેથી તેનું મન ધર્મમાં સ્થિર છે આમ કેવી રીતે કહેવાય? ઉત્તરમાં સમજવું કે જે આત્મા પારમાર્થિકપણે મોક્ષની પુરેપુરી ઈચ્છાપૂર્વક ધર્મમાં પ્રયત્ન કરે છે તે જીવમાં તે કાળે અનાદિકાળના ભવઅભ્યાસના કારણે ધર્મની પ્રવૃત્તિમાં બલિષ્ઠ પ્રયત્ન થતો ન હોય તો પણ તેની ધર્મક્રિયામાં વર્તતી મોક્ષની જે પ્રબળ ઈચ્છા છે તે જ મોટો યોગ છે. અર્થાત્ તે પરિણામ જ આ આત્માને મોક્ષની સાથે જોડનાર છે. આવા પ્રકારનો વિશિષ્ટ આત્મપરિણામ જ આ આત્માને મોક્ષની સાથે જોડનાર બને છે. આવા પ્રકારની મોક્ષની તીવ્ર ઈચ્છા એ જ ભાવિમાં પોતાના જીવનમાં આવનારી અમૃતક્રિયામાં પ્રવર્તમાન સંવેગરસના સંયોગસ્વરૂપ છે એટલે કે મોક્ષની ઈચ્છાપૂર્વક કરાતું આ ધર્માનુષ્ઠાન એ તહેતુ અનુષ્ઠાન બને છે અને આ તહેતુ અનુષ્ઠાન ભાવિમાં આવનારા અમૃત અનુષ્ઠાનનું પ્રબળતર કારણ બને છે. અમૃત અનુષ્ઠાન કાલે સુદઢ પ્રયત્નપૂર્વક જીવની ધર્મમાં પ્રવૃત્તિ થાય છે. તેવી જ મોક્ષની ઈચ્છા પણ તહેતુ અનુષ્ઠાનકાલમાં જીવને તીવ્રતરપણે હોય છે. આમ હોવા છતાં Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ સમ્યક્ત ષસ્થાન ચઉપઈ તદહેતુ અનુષ્ઠાનકાલે મોક્ષની ઈચ્છા હોવા છતાં અમૃતઅનુષ્ઠાન જેવા સુદઢપ્રયત્નવાળું અનુષ્ઠાન કરાવી શકતી નથી. અમૃતક્રિયાના કાલે સંવેગપરિણામની જે ધારા છે તે ધારા તહેતુ અનુષ્ઠાનકાલમાં પણ છે. પણ કંઈક અંશે મંદ છે. ત્રુટિત છે. તે મંદ પણ તહેતુ અનુષ્ઠાન દ્વારા મોક્ષની ઈચ્છા રૂપ મોટા યોગનું કારણ બનવાથી આ જીવના મનને ધર્મમાર્ગમાં વધારે વધારે સ્થિર કરે છે. આ પ્રમાણે આ જીવ મોક્ષતત્ત્વની રૂચિ બરાબર કરે છે તેથી જ તેના ઉપાયભૂત ધર્મમાં તેનું મન વધારે ને વધારે સ્થિર થાય છે. તેના જ કારણે વારંવાર ધર્મ કરવાના આ જીવ મનોરથ કરે છે. તથા પોતાના આત્માના પરિણામને અને ઉત્સાહને અનુરૂપ પ્રયત્નો પણ ધર્મમાં આદરે છે. આવા પરિણામવાળી વ્યક્તિની કદાચ અતિચારવાળી કોઈ ધર્મક્રિયા હોય તો પણ તેવા પ્રકારનો અવિધિ દોષ હોવા છતાં મુક્તિની જે તીવ્ર ઈચ્છા વર્તે છે. તે જ મોટો યોગ છે આવી તીવ્ર ઈચ્છાના કારણે જ તેની અતિચારવાળી પણ ધર્મક્રિયા અમૃતક્રિયાનું કારણ બને છે. તેથી જ્યારે તેની ક્રિયા અમૃતક્રિયાનું કારણ બનશે ત્યારે અમૃતક્રિયાના રસનો સંયોગ થશે કે જે છેવટે મુક્તિરૂપ ફળને પ્રાપ્ત કરાવશે જ. મુક્તિ” નામનું તત્ત્વ અવશ્ય છે અને તે માટે મેળવવું જ છે આવો મનમાં પાકો નિર્ણય થાય છે અને તેના ઉપાયભૂત ધર્મના સ્થાનોમાં યથાયોગ્ય પ્રયત્ન બહુ જ જોરશોરથી આચરે છે અને મનને ધર્મમાં તે જીવ સ્થિર કરે છે. મોક્ષ પ્રત્યેની આવી તીવ્ર ઉત્કંઠાથી અને તેના ઉપાયભૂત ધર્મસ્થાનો સેવવાથી આ જીવ ધીરે ધીરે સંસારની રખડપટ્ટી કાપીને ચરમાવર્તમાં એટલે ચરમપુલપરાવર્ત કાળમાં પ્રવેશ કરે છે. ચરમાવર્તિમાં પ્રવેશવાના પ્રતાપે જ મિથ્યાત્વનું જોર કંઈક કંઈક મંદ પડવાથી અને ધર્મનું બળ વૃદ્ધિ પામવાથી અપુનર્બન્ધક અવસ્થા આદિ (યથાપ્રવૃત્તકરણ-અપૂર્વકરણ-અનિવૃત્તિકરણ આદિ કરવા દ્વારા) Page #266 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વનાં પાંચમા સ્થાનનું વર્ણન ૨૪૯ ઘણો ઘણો ભાવમલ (મોહનો પ્રતાપ) હળવો થવાના કારણે મોક્ષની ઈચ્છા તીવ્ર-તીવ્રતમ અને તીવ્રતમ બનતી જાય છે અને આ જીવ સમ્યક્ત્વગુણની પ્રાપ્તિને અભિમુખ થાય છે. વિંશતિવિંશિકામાં કહ્યું છે કે “જ્યારે આ શરીરમાં મહાવ્યાધિનું જોર હોય ત્યારે પથ્ય આહાર માટે પણ બરાબર મન જામતું નથી. તેમ તીવ્ર ભાવમલ (એટલે કે રાગ-દ્વેષ આદિ મોહના વિકારો)નો પ્રભાવ હોય ત્યારે (ચરમ પુદ્ગલ પરાવર્તનકાળ વિનાના કાળમાં) મોક્ષ માટે આ જીવનું મન આટલું ઘેલુ બનતું નથી. ૭ - પરંતુ આવી ઉંચી દશામાં આવ્યા પછી મુક્તિ તરફનો પ્રેમ અને તે પામવા માટેના પ્રયત્નો બહુ જોરશોરથી આ જીવ કરે છે. આ પ્રમાણે “મુક્તિ છે” આ નામના પાંચમા સ્થાનનું વર્ણન અહીં પૂર્ણ થાય છે. llel ૦૭ મિથ્યાત્વનું પાંચમુ સ્થાન અનિર્વાણવાદ પૂર્ણ થયું અને સમ્યક્ત્વનું પાંચમું સ્થાન નિર્વાણવાદ અહીં પ્રગટ થયું. Page #267 -------------------------------------------------------------------------- ________________ & મોક્ષના ઉપાય છે “મોક્ષના ઉપાય” એ નામના છઠ્ઠા સ્થાનનું વર્ણન શરૂ કરતાં ઉપાયને ન માનનારા તરફથી પૂર્વપક્ષ રૂપે યુક્તિઓ કહે છે - નાસ્તિક સરિખા ભાખઈ અન્ય, છે નિર્વાણ ઉપાઇ ચૂક્યા સરક્યું હોચઇ લહસ્યું તાદા, કરો ઉપાય કરો નર સદા II૯૮ ગાચાર્ય :- નાસ્તિક નહીં પણ નાસ્તિક સરખા કોઈક વાદી એમ કહે છે કે “નિવણ છે પરંતુ તે નિર્વાણનું સ્થાન મેળવવાના ઉપાયો નથી. આ જ કથનથી સમજાય છે કે સદા ઉપાય કર્યા કરો તો પણ જ્યારે સર્યુ હશે (મળવાની ભવિતવ્યતા હશે) ત્યારે જ પ્રાપ્ત થશે. I૯૮ો. રબો :- મચ વાલી નાતિ સં૫રઘા મારફ, ને નિર્વાણ છે, पणि उपायई शून्य छइ, यदृच्छाई होइ, जिवारइं सरज्युं हुस्यइ तदा लहस्युं, करो उपाय नर-मनुष्य सदाइ फिरो । उक्तं च - प्राप्तव्यो नियतिबलाश्रयेण योऽर्थः । सोऽवश्यं भवति नृणां शुभोऽशुभो वा ॥ भूतानां महति कृतेऽपि हि प्रयत्ने । नाभाव्यं भवति न भाविनोऽस्ति नाशः इति ॥९८॥ વિવેચન :- નાસ્તિક જેવા બીજા કેટલાક વાદીઓ કહે છે કે મોક્ષ છે ખરો, પણ તેને પ્રાપ્ત કરવા માટેના ધર્મપ્રવૃત્તિ વગેરે ઉપાયો નથી. મોક્ષ તો યદચ્છાએ જ્યારે થવાનું હોય ત્યારે આપોઆપ) થાય છે જ્યારે મોક્ષ થવાનો નિર્માયો હશે ત્યારે થશે તેના ઉપાયો કોઈ છે જે નહીં. તેથી તમારી કલ્પના પ્રમાણે તેના ઉપાયો કરો અથવા ઉપાયો ન Page #268 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વનાં છટ્ઠા સ્થાનનું વર્ણન ૨૫૧ કરો તો પણ મોક્ષ જ્યારે મળવાનો હશે ત્યારે જ મળશે. તેના કોઈ ઉપાયો છે જ નહીં અને ઉપાય અપનાવવા દ્વારા મોક્ષ મળતો નથી. આ જીવ ગમે તેટલો પ્રયત્ન કરે તો પણ જે થવાનું નથી તે થતું નથી અને જે થવાનું જ છે તે હજારો પ્રયત્ન કરવા છતાં રોકાતું નથી પણ થાય જ છે. માટે નિયતિ જ બળવાન છે જે થવાનું જ છે તેને કોઈ રોકી શકતું નથી અને જે નથી થવાનું તેને કોઈ કરી શકતું નથી. માટે મોક્ષપ્રાપ્તિના કોઈ ઉપાયો છે જ નહીં માત્ર નિયતિથી જ થાય છે જેમ આકાશમાં વાદળ અને વરસાદ આપણો ધાર્યો કે કર્યો થતો નથી. દુકાળ પડવાનો હોય તો દુકાળ પડે જ છે અને વધુ વરસાદ થવાનો હોય તો તેને કોઈ રોકી શકતું નથી. તે વધારે વરસાદ થાય જ છે તેમ અહીં પણ સમજવું. શાસ્ત્રોમાં કહ્યું છે કે મનુષ્યને નિયતિના બળે શુભ અથવા અશુભ જે વસ્તુ પ્રાપ્ત થવાની છે તે અવશ્ય પ્રાપ્ત થાય જ છે. પ્રાણીઓ વધારે પ્રયત્ન કરે તો પણ જે બનવાનું ન હોય તે નથી જ બનતું અને જે બનવાનું હોય છે તે બનતું કોઈ અટકાવી શકતું નથી. માટે નિયતિ જ બળવાન છે. તેથી મોક્ષ જ્યારે જેને મળવાનો છે ત્યારે તેને મળે જ છે. તેના ઉપાયો કોઈ છે જ નહીં કે જેના સેવનથી મુક્તિ વહેલાસર મળે. વહેલાસર આવું કાર્ય બનતું નથી. I૯૮॥ અવતરણ : મોક્ષના ઉપાયો કરવા છતાં જ્યારે મોક્ષ થવાનો હોય ત્યારે જ થાય છે અને કોઈને મોટા ઉપાયો અપનાવ્યા વિના જ મરૂદેવા માતાની જેમ મોક્ષ થઈ જાય છે. અને કોઈકને ઘણા પ્રયત્નો કરવા છતાં તામલી તાપસની જેમ તુરત મોક્ષ મળતો નથી. માટે મોક્ષના કોઈ ઉપાયો નથી. નિયતિ જ બળવાન છે આવું કોઈક પ્રશ્નકાર કહે છે Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ સમ્યક્ત ષસ્થાન ચઉપઈ દર્શન-જ્ઞાન-ચરણ શિવહેતુ, કહો તો સ્ત્રો પહેલો સંકેતા ગુણ વિના જે પહિલાં લહ્યા, તો ગુણમાં સું જાઓ વહ્યા II ગાથાર્થ :- દર્શન-જ્ઞાન અને ચારિત્ર આ ત્રણને તમે જૈનોએ) મુક્તિના હેત કહ્યા છે. તો કહો તો ખરા કે આ ત્રણ ગુણોની પ્રાપ્તિ પૂર્વે શું કોઈ સંકેત હતો ? શેનાથી આ ત્રણ ગુણ આવ્યા ? જો એમ કહો કે પૂર્વે ગુણો હતા નહીં અને આ ત્રણ ગુણો આવ્યા. તો પૂર્વમાં ગુણો વિના પ્રથમ સ્વરૂપે જ્ઞાનાદિ ગુણો મેળવી શકાતા હોય તો ગુણો મેળવવા માટે આટલા બધા વહ્યા કેમ જાઓ છો ? ગુણ મેળવવાનો આટલો બધો આગ્રહ શા માટે રાખો છો ? જેમ પૂર્વકાલમાં ગુણો ન હતો છતાં પણ જ્ઞાનાદિ ગુણો આવ્યા હોય, તો તે જ્ઞાનાદિ ગુણો વિના મુક્તિ પણ આવી જશે. II૯૯ll રબો - સપાયરૂપ દર્શન-શાન-ચારિત્ર નો મોક્ષદેતુ વહો છો तो स्यो ए संकेत छइ ? ए ३ गुण जो गुण विना लहिया, तो गुणमांहि वह्या स्युं फिरो छो ? जिम गुण विना भवितव्यताई गुण पाम्या, तिम मोक्षइ पामस्यो । जो इम कहस्यो-पहलां गुणशक्तिं हुता, ते कालपरिपाकई विगति हुआ, तो भव्यनइं शक्तिं मोक्षभाव छइ, ते कालपरिपाकई व्यक्तिं प्रगट हुस्यइ, कारणनो तंत किहो रहिओ ? इत्यादि घणी વિત છે? શા વિવેચન :- મોક્ષના ઉપાય સ્વરૂપે એટલે કે મોક્ષના હેતુસ્વરૂપે દર્શન-જ્ઞાન અને ચારિત્રને કહેવામાં આવે છે. તેમાંથી શું સૂચન નીકળે છે? આ ત્રણ ગુણો આવે એટલે મોક્ષ થાય. આવો અર્થ થયો પરંતુ તે ત્રણ ગુણો કોનાથી આવે? તે વાત તો ક્યાંય આવી જ નહીં. તેનાથી એ અર્થ ફલિત થાય છે કે મોક્ષ જ્ઞાનાદિ ગુણોથી મળે છે પણ જ્ઞાનાદિ Page #270 -------------------------------------------------------------------------- ________________ સમ્યત્ત્વનાં છઠ્ઠા સ્થાનનું વર્ણન ૨૫૩ ગુણો તેના પૂર્વકાલમાં કોઈપણ જાતના ગુણો પ્રાપ્ત કર્યા વિના જ મળે છે. મોક્ષના ઉપાયભૂત એવા જ્ઞાનાદિ ત્રણે ગુણો, તેના ઉપાયભૂત બીજા કોઈપણ ગુણોની પ્રાપ્તિ વિના આવે છે આવો અર્થ થયો. હવે જો પૂર્વમાં ગુણો મેળવ્યા વિના જ આ ત્રણ ગુણો આવતા હોય તો આ વિવક્ષિત ઉપાયભૂત જ્ઞાનાદિ ૩ ગુણો પ્રાપ્ત કર્યા વિના જ તેવા પ્રકારની ભવિતવ્યતાના યોગે મોક્ષની પ્રાપ્તિ પણ થઈ જાય છે આમ જ માનો ને? જ્ઞાનાદિ ત્રણ ગુણો પામવા માટે આટલા બધા વહ્યા કેમ જાઓ છો? આ ત્રણ ગુણો મેળવવાનો આટલો બધો આગ્રહ શા માટે રાખો છો ? જેમ પૂર્વકાલમાં કોઈ ગુણો હતા નહીં તો પણ ભવિતવ્યતા પાકી ત્યારે આ ત્રણ ગુણો આવી જ જાય છે તો તે જ રીતે ભવિતવ્યતા પાકશે ત્યારે આ ૩ ગુણો વિના મુક્તિ પણ આવી જ જશે આમ જ માનોને ? કારણ કે જ્ઞાનાદિ આ ૩ ગુણો, તેના પૂર્વે કોઈપણ ગુણો ન હતા, છતાં કાળ પાક્યો ત્યારે ભવિતવ્યતાના જોરે આ ૩ ગુણો આવ્યા. તો તેની જેમ જ જ્ઞાનાદિ ત્રણ ગુણો વિના જ ભવિતવ્યતા પાકશે ત્યારે એટલે કે જ્યારે નિયત હશે ત્યારે આ ગુણો વિના મુક્તિ પણ થઈ જ જશે. આમ જ માનો ને? જો એમ માનીએ કે આ જીવમાં જ્ઞાનાદિ ત્રણે ગુણો શક્તિરૂપે ગુપ્તપણે છે તે જ ગુણો કાળ પાકે ત્યારે પ્રગટ થાય છે. તો તેની જેમ જ આ જીવમાં તિરોહિતપણે મુક્તિ છે જ, તે જ તેનો કાળ પાકે ત્યારે જ્ઞાનાદિ ત્રણ ગુણો પામ્યા વિના મુક્તિ પણ પ્રગટ થાય જ છે. આમ જ માનો ને! પુર્વકાલમાં કોઈપણ જાતના ગુણ વિના જો (૩) ગુણો પ્રગટ થાય છે તો તે ગુણો વિના કાળના પરિપાકથી મુક્તિ પણ થાય છે. આમ પણ કેમ ન મનાય ! જેમ શક્તિરૂપે ગુણો હતા તે જ પ્રગટ થાય છે. આમ જેમ તમે કહો છો તેમ આ ગુણો પ્રાપ્ત કર્યા વિના જ આત્મામાં Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ સમ્યક્ત ષસ્થાન ચઉપઈ શક્તિરૂપે જે મુક્તિ છે તે જ મુક્તિ પ્રગટ થાય છે. આમ જ માનોને ? નાહક વચ્ચે જ્ઞાનાદિ ગુણોને લાવવાની અને પ્રગટ કરવાની માથાકૂટ કરવાની શી જરૂર છે? જ્ઞાનાદિ ગુણોમાં જો કોઈ કારણ નથી અને એમને એમ ભવિતવ્યતા પાકવાથી ૩ ગુણો આવી જાય છે તો તે જ રીતે આ ત્રણ ગુણો વિના કાળ પાકશે ત્યારે મુક્તિ પણ આવી જ જશે? આ રીતે નિયતિવાદ અર્થાત્ ભવિતવ્યતાવાદ જ સિદ્ધ થશે. પરંતુ મુક્તિ માટે કોઈ પણ જાતનો પુરુષાર્થ કરવાનો રહેતો જ નથી. હલા અવતરણ - જ્ઞાનાદિ ગુણો શક્તિરૂપે આત્મામાં છે અને કાળનો પરિપાક થવાથી તે પ્રગટ થાય છે. તે જ રીતે ભવ્ય આત્મામાં મુક્તિનું હોવાપણું પણ નિયતિભાવથી રહેલું છે તે જ કાળ પાકતાં પ્રગટ થાય છે. મુક્તિની પ્રાપ્તિ માટે રત્નત્રયી સેવવાની રહેતી જ નથી. રત્નત્રયીની ઉપાસના કર્યા વિના પણ જ્યારે મુક્તિ થવાની હોય ત્યારે તે મુક્તિ થઈ જવી જોઈએ. આ જ વાત પૂર્વપક્ષકાર આ ગાથામાં કહે છે - - મરૂદેવા વિણ ચારિત્ર સિદ્ધ, ભરહ નાણ દરપણઘર સિદ્ધા થોડઇ કષ્ટઇ સીધા કેઇ, બટુકષ્ટિ બીજા શિવ લઇ LI૧૦૦ની ગાથાર્થ - મરૂદેવા માતા વગેરે કેટલાક જીવો દીક્ષા લીધા વિના મુક્તિ પામ્યા છે. ભરત મહારાજ દર્પણ ઘરમાં (આરિસાભુવનમાં) જ કેવલજ્ઞાન પામ્યા છે. આવા જીવો થોડા જ કષ્ટથી સિદ્ધિપદને પામ્યા અને બીજા કેટલાક ગજસુકુમાલાદિ ઘણાં કષ્ટો સહન કરીને સિદ્ધિપદને પામ્યા છે. //10oll | રબો - મવા નન્તવનસ્પતિમાંદિથી નિવત્ની દીવું ઘર્ષ न पाम्यां, क्रियारूप चारित्र पाम्या विना भगवदर्शन जनितयोगस्थैर्यइ ज अंतकृत सिद्ध थयां, भरतचक्रवर्ती दीक्षा ग्रह्या विना भावनाबलइं Page #272 -------------------------------------------------------------------------- ________________ સમ્યત્ત્વનાં છઠ્ઠા સ્થાનનું વર્ણન ૨૫૫ दर्पणघरइं ज्ञान पाम्या. जो क्रियाकष्टई ज मोक्ष पामिइं तो तदुत्कर्षइं तदुत्कर्ष होइ, तेह तो नथी, जे माटइ केतलाइक थोडइ कष्टइ सिद्ध थया भरतादिक, केतलाइक गजसुकुमालादिक बहु कष्टइं मोक्ष पाम्या વિવેચન :- ધર્મક્રિયા કરવા રૂપ ચારિત્રધર્મની કંઈ જ જરૂર નથી. દેખો-મરૂદેવા માતા અનન્ત વનસ્પતિના ભવમાંથી એટલે કે અનંતકાયમાંથી એટલે કે અનાદિકાળથી વનસ્પતિમાં જ હતા. ત્યાંથી નીકળી ક્યાંય ધર્મ કે ધર્મક્રિયા કર્યા વિના તથા ચારિત્ર પાલન કર્યા વિના જ ઋષભદેવપ્રભુના દર્શન માત્રથી જ પ્રગટ થયેલી યોગની સ્થિરતાથી જ તે જ જન્મમાં મુક્તિપદ પામનાર બન્યા. ત્રણ યોગનો નિરોધ કરીને અંતગડ સિદ્ધ થયા. આ દષ્ટાન્તથી મોક્ષ સ્વરૂપ કાર્ય કરવાના અર્થીએ ધર્મની ક્રિયાઓમાં ઘણો પ્રયત્ન કરવો જોઈએ. આમ કહી શકાય નહીં. પરંતુ જે જીવનો જ્યારે જ્યારે મોક્ષ થવાનો સર્જાયો હશે ત્યારે ત્યારે તે જીવનો અવશ્ય મોક્ષ થશે જ. માટે જ જે કાલે જે થવાનું હોય તે કાલે તેમ જ બને છે. તથા વળી ભરત ચક્રવર્તી મહારાજા દીક્ષા લીધા વિના જ પોતાની ઉંચી ઉંચી ઉમદા ભાવનાના બળે જ દર્પણગૃહમાં (આરિલાભુવનમાં) જ કેવલજ્ઞાન પામ્યા હતા. દીક્ષા ક્યાં લીધી હતી ? તપ-જપ આદિ વિશિષ્ટ ધર્મ અનુષ્ઠાનો ક્યાં કર્યા હતાં? તેથી જ્યારે જે જીવનો મોક્ષ થવાનો હોય છે ત્યારે ત્યારે તે જીવ તે ધર્મક્રિયા કરનાર કે ધર્મક્રિયા નહિ કરનાર મોક્ષને અનુકૂળ પરિણામમાત્રથી જ મોક્ષ પામે છે, આમ જ માનવું રહ્યું. તેઓએ તપ-જપ ક્યાં કર્યાં હતાં ? ચારિત્રગ્રહણ કે ઉપસર્ગ સહન કરવાનું કામ ક્યાં કર્યું હતું ? Page #273 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ જો ધર્મક્રિયા કરવા સ્વરૂપ ક્રિયાકષ્ટથી જ મોક્ષ મળતો હોય તો જે જે જીવોમાં ક્રિયાકષ્ટો સહન કરવાની વૃદ્ધિ થઈ હોય ત્યાં ત્યાં મોક્ષની અવશ્ય પ્રાપ્તિ થવી જોઈએ. પરંતુ આવું તો કંઈ થયું નથી અને થતું પણ નથી. કારણ કે ભરત મહારાજા વગેરે કેટલાક જીવો થોડાં જ કો સહન કરીને મોક્ષે ગયા છે અને ગજસુકુમાલ-ખંધકમુનિ વગેરે કેટલાક જીવો ઘણાં ઘણાં કષ્ટો સહન કરીને મોક્ષે ગયા છે અને તામલિતાપસ આદિ કેટલાક જીવો ઘણાં કષ્ટો સહન કરવા છતાં પણ કેવળજ્ઞાન પામ્યા નથી. અને મોક્ષે ગયા નથી. ૨૫૬ જો ઘણી ધર્મક્રિયાઓ કરવાથી અને કષ્ટો સહન કરવાથી જ મોક્ષ થતો હોય તો જે જીવો અતિશય અપ્રમાદી થઈને ઘણી ધર્મક્રિયા કરે છે. તેઓમાં ક્રિયાના ઉત્કર્ષથી મોક્ષરૂપ ફળમાં પણ ઉત્કર્ષ આવવો જોઈએ અને જે જીવો તેવો વિશિષ્ટ પ્રયત્ન નથી કરતા તેવા જીવો, જેમકે મરૂદેવા માતા અને ભરત મહારાજાની જેમ તેવા જીવોને મોક્ષનો અપકર્ષ થવો જોઈએ. પણ આમ તો બનતું નથી. સર્વે પણ મોક્ષે જનારા જીવોને સર્વકર્મરહિત સ્થિર અને સમાન અવસ્થારૂપ મોક્ષ મળે છે. આવા પ્રકારના કારણે જ ઘણાં ઘણાં કષ્ટો-ઉપસર્ગો સહન કરનાર ગજસુકુમાલ મુનિ આદિ અને ધર્મક્રિયા ન કરનાર થોડા પણ ઉપસર્ગો સહન ન કરનાર મરૂદેવા માતા અને ભરત મહારાજા આદિ જીવો મોક્ષ પામ્યા જ છે અને તે સર્વેનો મોક્ષસમાન છે. માટે ક્રિયાના ઉત્કર્ષથી મોક્ષનો ઉત્કર્ષ થાય છે આમ સિદ્ધ થતું નથી. પરંતુ આવાં આવાં ઉદાહરણોથી તો આમ સિદ્ધ થાય છે કે મોક્ષનું કારણ ધર્મક્રિયાઓ કરવી કે કષ્ટો સહન કરવાં તે નથી. પરંતુ જે જીવની જ્યારે મોક્ષ થવાની ભવિતવ્યતા સર્જાએલી હોય છે તે જીવનો ત્યારે જ મોક્ષ થાય છે ત્યારે કોઈ કષ્ટ સહન કરતો હોય કે કોઈ સર્વથા કષ્ટ વિનાનો હોય તો પણ મોક્ષ થઈ શકે છે. માટે મોક્ષપ્રાપ્તિ માટે તપ Page #274 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વનાં છટ્ઠા સ્થાનનું વર્ણન ૨૫૭ સાધના-ઉપસર્ગ સહન કરવાપણું ઈત્યાદિની કોઈ જ જરૂર નથી. જે કાળે જે થવાનું છે તે કાળે તે થાય જ છે. આમ નિયતિ જ પ્રધાન છે. મહાવીર ભગવાનને ઘણા ઘણા ઉપસર્ગો આવ્યા ત્યારે કેવલજ્ઞાન થયું અને મલ્લિનાથ ભગવાન આદિને કોઈ જ ઉપસર્ગ ન આવ્યા અને કેવળજ્ઞાન પ્રગટ થયું. આમ કેમ બન્યું ? માટે નિયતિ પ્રમાણે જ કાર્ય થાય છે. તેથી જ લલિતવિસ્તરા આદિ ગ્રન્થોમાં કહ્યું છે કે “પ્રત્યેક બુદ્ધ આદિ સિદ્ધભગવંતોના જે ભેદો જોવા મળે છે તે તે જીવો તેવી તેવી ભવિતવ્યતાના કારણે જ થાય છે” માટે નિયતિવાદ એટલે કે ભવિતવ્યતા જ છે કે જે કાલે જે બનવાનું હોય તે કાલે તે બને જ છે. પુરુષાર્થ કે પ્રારબ્ધ આદિ કંઇ કામ કરતાં નથી. ।।૧૦૦ અવતરણ :- રત્નત્રયીની સાધનાથી મોક્ષ થતો નથી. પરંતુ ભવિતવ્યતાથી જ મોક્ષ થાય છે. માટે કોઈપણ પ્રકારનો ધર્મ કરવાની જરૂર નથી. જેનો જેનો જ્યારે જ્યારે મોક્ષ થવાનો સર્જાયો હશે જેવી ભવિતવ્યતા હશે. તેનો તેનો ત્યારે ત્યારે અવશ્ય મોક્ષ થશે જ આ વાતને વધારે મજબુત કરતાં પ્રશ્નકાર કહે છે કે - જેહની જેવી ભવિતવ્યતા, તિમ તેહનિ હોઇ નિઃસંગતા । કષ્ટ સહઇ તે કરમનિમિત્ત, નિયતિ વિના સાધ્ય વિચિત્ત ૧૦૧|| ગાથાર્થ :- જે જીવની જેવી ભવિતવ્યતા હોય છે. તે જીવને તે કાલે નિઃસંગતા (મુક્તિદશા) પ્રાપ્ત થાય છે જે તપ-જપ આદિ કષ્ટ સહન કરે છે તેમાં વેદનીય કર્મોનો ઉદય કારણ છે આમ સમજવું. નિયતિ (પાક્યા) વિના વિચિત્ર એવા સાધ્યની સિદ્ધિ થતી નથી. ૧૦૧|| ટબો :जेहनी जेहवी भवितव्यता छ, तेहनइं तिम ते प्रकारइ ज निःसंगता - मोक्षलाभ होइ छइ, जेतनुं कष्ट सहवुं छइ, तेटलुं Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ સમ્યક્ત ષસ્થાન ચઉપઈ वेदनीयादिकर्म निमित्त छइ, नही तो महावीरनइ घणा उपसर्ग, मल्लिनाथप्रमुखनइ कोइ उपसर्ग नहीं, ते किम मिलइ ? नियति विना विचित्र साध्य न हुइ, अत एव प्रत्येकबुद्धसिद्धादि भेदस्तथाभव्यतया इति ललितविस्तरायाम् ॥१०१॥ વિવેચન :- જે જીવની જેવી ભવિતવ્યતા છે, જે જીવનું ભવિષ્યનું જેવું નિર્માણ હોય છે. તે જીવને તેવી રીતે જ નિઃસંગતા (મુક્તિની પ્રાપ્તિ) થાય છે મુક્તિની પ્રાપ્તિ માટે જે કષ્ટ સહન કરવામાં આવે છે. આતાપનાદિ કરાય છે. છટ્ટ-અટ્ટમ આદિ તપ-દીક્ષા જે કંઈ કરાય છે. તે સર્વેમાં પૂર્વે બાંધેલા અસાતા વેદનીય કર્મનો ઉદય જ કારણ જાણવો. આમ પ્રશ્નકાર કહે છે. જો સાધના કરવાથી જ સાધ્ય સિદ્ધ થતું હોત તો મલ્લિનાથ પ્રભુએ ઘણી સાધના કરી નથી તો પણ કેવળજ્ઞાન પ્રગટ થયું અને મહાવીર પ્રભુએ ઘણી સાધના કરી છે તો મહાવરપ્રભુને મલ્લિનાથ પ્રભુની જેમ સુખે સુખે કેવલજ્ઞાન કેમ ન થયું? તે પરમાત્માને આટલી બધી વેદના કેમ ભોગવવી પડી ? માટે તપ કરો, આતાપના લો. સંયમ ધારણ કરો, પરંતુ મુક્તિ તો જ્યારે થવાની હોય ત્યારે જ થાય છે તેથી તેમાં ભવિતવ્યતા = નિયતિ જ કારણ છે. નિયતિ જો ન માનીએ તો દરેક જીવોને જુદી જુદી રીતિએ સિદ્ધિ મળવાનું જે બને છે તે ન બનવું જોઈએ. જેમકે પાર્શ્વનાથ પ્રભુ અને મહાવીર પ્રભુને પુરુષપણામાં સિદ્ધિ મળી અને મલ્લિનાથને સ્ત્રીપણામાં સિદ્ધિ મળી માટે આ પણ નિયતિને જ આધીન છે. નિયતિવાદી પૂર્વપક્ષકારનું કહેવું આમ છે કે મોક્ષની પ્રાપ્તિ ભવિતવ્યતાથી જ થાય છે. જે જે વ્યક્તિ મુક્તિ મેળવવા માટે તપ કરે છે, સંયમ ધારણ કરે છે, વિહારાદિ કષ્ટો સહન કરે છે તે સઘળું ય પોતે પૂર્વે બાંધેલા Page #276 -------------------------------------------------------------------------- ________________ સમ્યત્ત્વનાં છઠ્ઠા સ્થાનનું વર્ણન ૨૫૯ વેદનીયકર્મનો ઉદયમાત્ર જ છે અને તેને ભોગવે છે આમ જાણવું. પરંતુ ઉપસર્ગ પરિષદો સહન કરવાથી મુક્તિ થાય છે આ વાત બરાબર નથી. કારણ કે અભવ્ય જીવો પણ માખીની પાંખને પણ પીડા ન થાય તેવું ચારિત્ર પાળે છે છતાં મુક્તિ પામતા નથી. તેથી મુક્તિ ભવિતવ્યતા પાકે ત્યારે સ્વાભાવિકપણે જ થાય છે પરંતુ ધર્મ કે તપ કે ચારિત્ર આદિ કારણોના સેવનથી કે ધર્મપુરુષાર્થથી થતી નથી. જો ધર્મપુરુષાર્થથી સિદ્ધિ થતી હોત તો મહાવીર પ્રભુનો ધર્મપુરુષાર્થ ઘણો જ જોરમાં હતો. તેમને વેલાસર મુક્તિ થવી જોઈએ. સાડા બાર વર્ષ કેમ વીતાવવાં પડ્યાં ? ગૌતમસ્વામી જેને દીક્ષા આપે તેને ત્યાંને ત્યાં જ કેવલજ્ઞાન થાય અને ખુદ ગૌતમસ્વામીને પરમાત્માના નિર્વાણ પછી જ કેવલજ્ઞાન થાય આમ કેમ બને ? માટે ભવિતવ્યતા (નિયતિ જ) પ્રધાન કારણ છે. જેનામાં મુક્તિની નિયતિ હોતી નથી એવા અભવ્ય જીવોને ઘણું તપ-જપ કરવા છતાં અને સંયમ પાળવા છતાં પણ મુક્તિ થતી નથી તેથી “ભવિતવ્યતા જ” મુક્તિનું કારણ છે. લલિતવિસ્તરા નામના ગ્રંથમાં કહ્યું છે કે કોઈ પ્રત્યેકબુદ્ધ સિદ્ધ થાય અને કોઈ સ્વયંબુદ્ધરૂપે સિદ્ધ થાય અને કોઈક બુદ્ધબોધિતરૂપે સિદ્ધ થાય. આમ જુદા જુદા પન્નરભેદે જીવો સિદ્ધિપદને પામે છે. તેમાં પોતપોતાની નિયતિ જ પ્રધાનપણે કારણ દેખાય છે. પોત પોતાની ભવિતવ્યતાથી તેમ બને છે. આ રીતે નિયતિ (ભવિતવ્યતા) જ મુક્તિનું પ્રધાનતમ કારણ છે. પરંતુ આપણો પુરુષાર્થ તેમાં કારણ નથી. ૧૦૧ી અવતરણ - ભવિતવ્યતાથી જ (નિયતિથી જ) મુક્તિ થાય છે. નિયતિ વિના મોક્ષનો બીજો કોઈ ઉપાય નથી. આ વાતની પુષ્ટિ કરતાં પૂર્વપક્ષવાદી કહે છે કે - જ્ઞાનીઇં દીઠું તમ જાણિ, દીઠાં ભાવમાં વૃદ્ધિ ન હાસિ | કાયા કષ્ટ કરો ઢું ફોક, ક્રિયા દેખાડી રંજો લોક II૧૦૨ના ગાથાર્થ :- જ્ઞાની પુરુષોએ જે જોયું છે તેમ જ આ જગતમાં Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ થાય છે તેમ તમે જાણો. ભગવાને જોયેલામાં થોડી પણ હાનિ કે વૃદ્ધિ થતી નથી. ભગવાન પણ હાનિ વૃદ્ધિ કરી શકતા નથી. તેથી તમે શા માટે ફોગટ કાયકષ્ટ કરો છો. ઘણી ક્રિયા કરીને લોકોને તે ક્રિયા દેખાડીને લોકોને રંજિતમાત્ર કરો છો. ૧૦૨ ટબો :- નિમ જ્ઞાનીદું પીવું છે, તિમ થારૂં છઠ્ઠું રૂમ નિશ્ચય करी जाणि दीठां, भवमांही वृद्धि हानि नथी, दीठाथी कंइ ओछोअधिको न थाइ तो स्युं कायाकष्ट करो छो ? फोकइं क्रिया देखाडीनई लोकनई रंजो छो ? कष्ट करिस्यइ तेहनइं, नही करइ तेहनइ पणि ज्ञानीनइ भव दीठा छइ तेटला ज हुस्यइ, उक्तं च नियतिद्वात्रिंशिकायाम् ज्ञानमव्यभिचारं चेज्जिनानां माश्रमं कृथाः । 7 अथ तत्राप्यनेकान्तो, जिताः स्म किं नु को भवान् ॥ - (૧૬/૬૬) ૫૬૦॥ વિવેચન :- સર્વજ્ઞ એવા જ્ઞાની ભગવંતોએ કેવળજ્ઞાનથી જેનું જેનું જેવું જેવું ભવિષ્ય દીઠું હોય છે તથા જેનું જેવું ભવિષ્યમાં થવાનું હોય છે તથા જેવું સર્વજ્ઞ ભગવંતે જોયું છે આમ જ નિશ્ચયે કરીને થાય છે તેમ જાણો. તેમાં કોઈપણ પુરુષ વધઘટ કરી શકતો નથી કે ફેરફાર કરી શકતો નથી. આમ નિશ્ચયે કરીને જાણો. જે જે જીવો મુક્તિપદ પામવાના છે તે તે જીવો મુક્તિપદ પામતાં પહેલાં કેટલા કેટલા ભવ કરવાના છે ? કયાં કયાં કરવાના છે ? આમ સર્વ કિકત જ્ઞાની ભગવંતોએ જોએલી હોય છે તેમાં કોઈ પણ આત્મા કોઈ પણ જાતનો કંઈ પણ ફેરફાર કરી શકતો નથી. હવે જો આપણા જે જે ભવો થવાના છે જ્ઞાનીએ જોયા છે તેમાં વધઘટ થવાની નથી તો સંયમ લેવાની તપ કરવાની કાયકષ્ટ સહન કરવાની શી જરૂર છે ? કાયકષ્ટ સહન કરશો અને તપજપ કરશો Page #278 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વનાં છટ્ઠા સ્થાનનું વર્ણન ૨૬૧ અથવા કાયકષ્ટ સહન નહીં કરો અને તપજપ નહીં કરો તો પણ સર્વજ્ઞ જ્ઞાની ભગવંતોએ જેટલા ભવ જોયા હશે તેના તેટલા જ ભવ થશે પછી ધર્મ કરવાની કે તપજપ કરવાની અને તેના દ્વારા કાયાને કષ્ટ આપવાની શી જરૂર છે ? એટલે ઉપાયો સેવવાની કંઈ જ જરૂર નથી. જે કષ્ટ સહન કરશે તેના અને જે કષ્ટ સહન નહીં કરે તેના પણ ભવો જ્ઞાનીએ જેટલા દીઠા છે તેટલા જ થવાના છે. તેનાથી અધિક કે ઓછા થવાના નથી. માટે આ તપની કે સંયમની કે ધર્મક્રિયા કરવાની કંઈ જ જરૂર નથી. તેનાથી વેલાસર મોક્ષ થતો નથી તે ધર્મક્રિયા મોક્ષનું કારણ નથી, પણ આ ધર્મક્રિયાઓ માત્ર લોકરંજન કરવા માટે જ જીવો વડે કરાય છે (આમ પ્રશ્નકાર કહે છે). જ્ઞાની ભગવંતોએ આપણા જેના જેટલા ભવો જોયા છે તેના તેટલા જ ભવ થવાના છે. પરંતુ તપ, સંયમ અને ધર્મક્રિયા કરવાથી ભવો કંઈ ઓછા થઈ શકતા નથી. આ જ વાતની પુષ્ટિ પરમપૂજ્ય શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજીએ બનાવેલી નિયતિદ્વાત્રિંશિકામાં તેઓએ કહ્યું છે કે - જિનેશ્વર ભગવંતોને તમારા ભવોનું થયેલું જ્ઞાન જો યથાર્થ હોય તો તેઓએ જોયેલા ભવપ્રમાણે તે ભવે તે તે જીવનો નિયમા મોક્ષ થવાનો જ છે. તો પછી તપ-જપ-સંયમ-સાધના આદિ કરવાની અને કાયાને કષ્ટ આપવાની શી જરૂર છે ? હવે જો જિનેશ્વરોનું જ્ઞાન પણ સર્વથા યથાર્થ નથી. પરંતુ અમુક અપેક્ષાએ જ યથાર્થ છે અને અમુક અપેક્ષાએ અયથાર્થ પણ છે. આમ જો કહેશો તો પણ અમે જ જિત્યા. કારણ કે કેવલી ભગવંતે કહેલી ‘જ્ઞાનાદિ ગુણોની સાધના દ્વારા મોક્ષ થાય છે’ આ વાત પણ અયથાર્થ (અપ્રમાણ) જ થઈ જશે અને આમ જો હોય તો કેવલીભગવંતના વચનનો આધાર લઈને પુરુષાર્થની સ્થાપના કરનારા તમે કોણ ? તમારી વાત કેમ સાચી મનાય ? Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ સમ્યક્ત ષસ્થાન ચઉપઈ . અર્થાત્ જો ભગવાને કહ્યા પ્રમાણે મોક્ષ થાય જ આવો નિયમ ન હોય તો કેવલજ્ઞાનીનું જ્ઞાન ખોટું પડે અને કેવલી ભગવાનને ખોટા જાણનારા તમે કોણ ? માટે તમારી વાત બરાબર નથી એટલે અમે વિજયવાળા બન્યા કહેવાઈએ. અર્થાત્ નિયતિ જ પ્રધાન છે. પુરુષાર્થ કરવાની કંઈ જ જરૂર નથી. આ વાત જ સાચી છે. ૧૦રા અવતરણ - “મોક્ષ છે” પણ મોક્ષના ઉપાય નથી. આમ છઠ્ઠા સ્થાનને ન માનનારાનો પૂર્વપક્ષ કહ્યો. હવે તે મતનું ખંડન કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે – કામભોગલંપટ ઈમ ભણે, કારણ મોક્ષતણાં અવગણઈ કારય છે ને કારણ નથી. તેહની એ ક્ષતિ મોટી સહી II૧૦૩ ગાથાર્થ :- કામભોગમાં લંપટ (સંસારસુખના જ રસિક એવા) જીવો આમ કહે છે કે - મોક્ષ છે પણ મોક્ષના ઉપાય નથી. પરંતુ આ મત સાચો નથી. કારણ કે આ વાદી કારણની અવગણના કરે છે. કાર્ય છે, પણ કારણ નથી. આવા પ્રકારની માન્યતા માનવાની તે વાદીની મોટી ભુલ છે. ./૧૦૩ રબો - રૂમ વાવી વામોના લંપટ છે, તે મારૂ છેमोक्षतणां जे कारण छइ ते अवगणइ छइ, उवेखी नांखइ छइ । तेहनइ ए मोटी क्षति छइ - मोटुं दूषण छइ जे कार्य-मोक्ष छइ, अनइ तेहनां कारण नथी, इम जो स्वप्रवृत्ति ज व्याघात हुइ । ए दण्डथी कार्यकारणभाव साचो मानवो ॥१०३॥ વિવેચન :- “મોક્ષ છે, પણ મોક્ષના ઉપાય નથી” આમ જે વાદી માને છે તે ખરેખર કામભોગના લંપટ છે. એટલે કે પાંચ ઈન્દ્રિયોના વિષયસુખના અર્થી છે. સંસારસુખમાં જ રચ્યા-પચ્યા રહેવું છે એટલે જ મોક્ષના કારણોની અવગણના કરે છે. તેઓની વિચારસરણીમાં આ જ મોટી ખામી છે. આ જ મોટું દૂષણ છે કે મોક્ષાત્મક કાર્ય છે. આમ Page #280 -------------------------------------------------------------------------- ________________ સમ્યત્ત્વનાં છઠ્ઠા સ્થાનનું વર્ણન ૨૬૩ માને છે. પરંતુ તેનું કારણ કોઈ નથી. આવી માન્યતા જે વાદીની છે તે જ તેની મોટી ખોટ સમજવી. મોટું દૂષણ જાણવું. મોટી ભૂલ છે આમ જાણવું. કારણ કે કોઈપણ પ્રવૃત્તિ આ જીવ કરે છે ત્યારે તેના ફળને સામે રાખીને જ કરે છે. કાર્યને સાધક અર્થાત્ કાર્યને અનુકૂળ પ્રવૃત્તિ કરવાથી જ કાર્ય થાય છે. આ વાત જગતપ્રસિદ્ધ છે અને અનુભવસિદ્ધ છે. આવા પ્રકારની મિથ્યા માન્યતા સ્વપ્રવૃત્તિનો જ વ્યાઘાત કરનારી છે. ઘટ બનાવવો હોય તો દંડ લઈને ચાક ઉપર ચડાવવો પડે છે. બહારગામ જવું હોય તો તેના કારણ રૂપે વાહન લેવું પડે છે. કપડાં ધોવાં હોય તો સાબુ લેવો જ પડે છે. આમ જીવ જાણે છે અને તેવા કાર્યનો અર્થી જીવ તે તે કાર્ય કરવા માટે તેવા તેવા કાર્યને અનુરૂપ કારણને સેવે છે તેનાથી જ કાર્યસિદ્ધિ થાય છે. આ પ્રમાણે જો ન માનીએ તો કોઈપણ કાર્યમાં સ્વપ્રવૃત્તિ જ ન થાય. ધનનો અર્થી ધન કમાવા માટેના જે જે નોકરી આદિ ઉપાયો સેવે છે તે સર્વે પોતાની પ્રવૃત્તિનો (ઉપાય સેવનનો) વ્યાઘાત થાય છે. આ સંસારમાં સર્વે પણ જીવો પોતપોતાના નિશ્ચિત કાર્યના અર્થી થયા છતા જ્યારે જ્યારે તે તે કાર્યમાં પ્રવર્તે છે. ત્યારે ત્યારે તેના ઉપાયો જાણે જ છે અને તેમાં જ પ્રવૃત્તિ કરે છે. કદાચ ન જાણતા હોય તો પણ જાણકાર પાસેથી જાણીને તે કારણમાં જ પ્રવૃત્તિ કરે છે તેમ અહીં પણ જો મોક્ષરૂપ કાર્ય કરવું જ છે તો તેના ઉપાયભૂત જ્ઞાન-દર્શન-ચારિત્ર આદિ ગુણોની ઉપાસના એવું કારણ પણ છે જ આમ સમજવું જોઈએ. સંસારમાં ધનનો અર્થી જીવ ધનપ્રાપ્તિના ઉપાયોને પ્રથમ જાણે જ છે. કામભોગના અર્થી જીવો કામભોગના ઉપાયોને પ્રથમ જાણે જ છે. પછી જ તેમાં પ્રવૃત્તિ કરે છે તેની જેમ ઉમેય એવા મોક્ષની પ્રાપ્તિ માટેના ઉપાયો શાસ્ત્રોમાં પણ કાા છે અને અનુભવથી પણ સમજાય જ છે તપ-સંયમ Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ સમ્યક્ત ષસ્થાન ચઉપઈ આદિ ગુણોની સાધના અને વિભાવદશાનો ત્યાગ આ જ મોક્ષના ઉપાયો છે. આમ જાણવા છતાં આ વાત ન માનવી અને ન સ્વીકારવી તે કામભોગનું લંપટપણું છે. કારણ વિના ક્યારેય કાર્ય ન થાય. એટલે જો મોક્ષાત્મક કાર્ય સ્વીકારો છો તો તેના ઉપાયભૂત રત્નત્રયીની સાધનારૂપે કારણને પણ અવશ્ય માનો. આમ કહેવાનો આ સાર છે. અવતરણ - “મોક્ષ થવાનો હોય ત્યારે થાય છે” આવી વાદીની જે માન્યતા છે તે વાત યુક્તિ વિનાની છે. આ વિષય સમજાવતાં ગ્રંથકારશ્રી કહે છે કે - વાચસ-તાલીન્યાય ન એહ, સરજે તો સકલ સંદેહ I જે સરક્યું જંપઈ નિશદિસ, અવ્યભિચારિર્યું સી રીસ II૧૦૪ll (અથવા) અરિ-વ્યભિચારિસ્યું સી રીસ II૧૦૪ ગાથાર્થ - મોક્ષની પ્રાપ્તિમાં વાયસતાલીય ન્યાય લાગતો નથી. જેમ થવાનું હોય તેમ થાય આમ માનીએ તો બધા જ કાર્યોમાં સંદેહ થાય. જો મોક્ષની પ્રાપ્તિમાં “જેમ સર્યું હશે (જેમ થવાનું હશે) તેમ થશે” આમ જો કહીએ તો ઘટાદિના અવ્યભિચારી કારણોમાં રીસ શું કામ કરો છો અર્થાત ત્યાં પણ ઘટ કરવાની પ્રવૃત્તિ ન કરવી જોઈએ. કારણ કે આપોઆપ જ્યારે ઘટ સર્જાવાનો હશે બનવાનો હશે) ત્યારે થાશે એટલે બનશે. /૧૦૪ll | રબો -- વાયતાની વહિતાં તાત્રીય ચાય ર વહિવું "कागडो ऊडनार-तालफल पडनार" इम नहीं, जे मार्टि नियतान्वयव्यतिरेक छइ, जो सरज्युं थाइ, इम कहिइं तो सकल संदेह थाइ, किम सरज्युं हुस्यइ ? प्रवृत्ति तो इष्टसाधनता-निश्चयई ज थाइ, जो Page #282 -------------------------------------------------------------------------- ________________ સમ્યત્ત્વનાં છઠ્ઠા સ્થાનનું વર્ણન ૨૬૫ सरज्युं निसदीस करइ छइ, तो अव्यभिचारी कारण घटादिकनां दंडादिक छइ तिहां सी रीस ? इम मोक्षकारण ज्ञानादिक पणि सद्दहवां अथवा अरि-व्यभिचारी-चौर-पारदारिकस्युं सी रीस ? ते तो सरज्युं करइ छइ ॥१०४॥ વિવેચન :- આ મોક્ષતત્ત્વની પ્રાપ્તિ વાયસ તાલીય ન્યાયથી એટલે કાકતાલીયન્યાયથી થતી નથી, અર્થાત્ “કાગડાનું ઉડવું અને તાડના ફળનું પડવું “આવા ન્યાયથી થતી નથી. પરંતુ મોક્ષના ઉપાયો (મોક્ષસાધક ધર્મક્રિયાઓ) અને મોક્ષરૂપ ફળ આ બન્નેની વચ્ચે અન્વયવ્યતિરેક સંબંધ છે. તેથી કાર્યકારણભાવ છે. મોક્ષ સાધક ક્રિયાઓ જીવનમાં હોય છે તો જ મોક્ષ થાય છે. આ અન્વય સંબંધ, અને જો જીવનમાં મોક્ષસાધક ધર્મક્રિયાઓ નથી હોતી તો મોક્ષ પણ થતો નથી આ વ્યતિરેક સંબંધ જાણવો. આ પ્રમાણે મોક્ષસાધક ધર્મક્રિયાઓ અને મોક્ષાત્મક કાર્ય આ બન્ને વચ્ચે કાર્યકારણભાવ અર્થાત્ અન્વયવ્યતિરેક સંબંધ છે, પરંતુ કાકાલીયન્યાયથી અનાયાસે (આત્માના પુરુષાર્થ વિના) આપોઆપ મોક્ષ થતો નથી. જે સરક્યું હશે તે થશે” આમ માનીએ તો સંસારની સર્વે પણ પ્રવૃત્તિઓમાં સંદેહ થાય. મનમાં શું સર્યુ હશે ! આવો સંદેહ થાય. તેથી કોઈ કામ કરવામાં પ્રવૃત્તિ થાય જ નહીં અને આ જીવ પ્રવૃત્તિ તો કરે જ છે. માટે સ્વઈષ્ટસાધનમાં પ્રવૃત્તિ આ જીવ કરતો હોવાથી તમારી ઉપરની વાત બરાબર નથી. ઉપરની વાતનો સારાંશ એ છે કે “સર્યું હશે તે જ થશે” આમ માનીએ તો ધનની પ્રાપ્તિ થવાની ભાગ્યમાં સરજી હશે ત્યારે ધનની Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ પ્રાપ્તિ થશે અને ધનની પ્રાપ્તિ થવાની નહીં સરજી હોય તો નહીં થાય’ આવા પ્રકારનો ધનની પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં પણ વિચાર આવશે અને સદાકાળ મનમાં ફળનો સંદેહ રહ્યા જ કરશે અને ધનપ્રાપ્તિના ઉપાયોમાં હોંશભેર પ્રવૃત્તિ કરવાનું મન થશે નહીં પણ લોકો પ્રવૃત્તિ કરે જ છે માટે આ તમારી વાત બરાબર નથી. પરંતુ ધન પોતાને ઈષ્ટ છે અને વેપાર-નોકરી આદિ તેનાં ઉપાયો પણ છે આમ જાણવાથી ઈષ્ટ સાધનતાના જ્ઞાનથી આ જીવ હોંશભેર ધનપ્રાપ્તિના ઉપાયોમાં પ્રયત્ન કરે જ છે ધનની પ્રાપ્તિ ઈષ્ટ છે અને તેના આવા આવા ઉપાયો છે ઈત્યાદિ જાણીને આ જીવ તેમાં પ્રવૃત્તિ અવશ્ય કરે જ છે. તેથી આ કારણે ધનની પ્રાપ્તિમાં અને તેના ઉપાયભૂત વ્યાપાર-નોકરી આદિમાં અન્વય-વ્યતિરેક સંબંધ છે. તેમ મોક્ષસાધક ધર્મક્રિયાઓ અને મુક્તિની પ્રાપ્તિ આ બન્ને વચ્ચે પણ નિયત એવો અન્વય-વ્યતિરેકસંબંધ છે. “જો કેવળ એકલો નિયતિવાદ જ માનીએ અને જે સર્જ્ય હશે તે થશે” આમ જ માની લઈએ તો પ્રવૃત્તિ કરવાનો અવકાશ જ રહેતો નથી. જે દિવસે મોક્ષ થવાનો હશે તે દિવસે મોક્ષ થશે જ. આવા પ્રકારનો નિયતિવાદ સ્વપ્રવૃત્તિનો વ્યાઘાત કરનાર છે. જો આ વાત સાચી જ હોય તો જ્યાં ઘટાદિ કાર્યનાં અવ્યભિચારી દંડાદિ કારણ છે ત્યાં પણ પ્રવૃત્તિ કર્યા વિના ઘટાદિક કાર્ય થઈ જવાં જોઈએ. દંડ-માટી-પાણી આદિ સામગ્રી લાવીને મુકો અને કહો કે “સમ સમ ઘટ હો જાઓ” તો પ્રયત્ન વિના જ ઘટ બની જવો જોઈએ. માટે જ ગ્રંથકારશ્રી કહે છે કે જો મોક્ષના વિષયમાં “સર્જ્ય હશે તેમ થશે” આમ નિયતિવાદ તમે કહો છો. તો ઘટના અવ્યભિચારી કારણ દંડાદિકમાં પણ આમ જ થવું જોઈએ ત્યાં સી રીસ ? અર્થાત્ ત્યાં તમે કેમ આમ માનતા નથી ? અને માટીને પળાવાની-મશળવાની અને ઘટાકારે બતાવવાની પ્રવૃત્તિ કેમ કરો છો ? Page #284 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વનાં છટ્ઠા સ્થાનનું વર્ણન ૨૬૭ આ ઉદાહરણથી જ સમજાય છે કે “સર્જ્યું હશે તે થશે” આ સિદ્ધાન્ત બરાબર નથી. પણ કારણો લાવીને કાર્યનો અર્થી જીવ કારણોને કાર્યની ઉત્પત્તિમાં જોડે છે તો જ કાર્ય થાય છે આ જ વાત મુક્તિમાં પણ સમાન જ છે. મુક્તિના ઉપાયો જ્ઞાન-દર્શન અને ચારિત્ર છે. તેમાં જ સતત પ્રયત્નશીલ રહેવાથી મુક્તિઆત્મક કાર્ય અવશ્ય થાય જ છે અન્યથા થતું નથી માટે આ સિદ્ધાન્ત સ્વીકારી લેવો જોઈએ. જેમ ઘટના અર્થીને ઘટનાં કારણો પ્રત્યે રીસ હોતી નથી પણ હોંશે હોંશે તે કારણોને સેવીને ઘટ બનાવે છે તેમ મુક્તિના અર્થીને મુક્તિના કારણો સાથે દ્વેષ હોવો જોઈએ નહીં પણ તેનાં કારણોની ઉપાસના કરીને મુક્તિ મેળવવા પ્રયત્નશીલ થવું જોઈએ. અવ્યભિચારી કારણોનું સતત આસેવન જ મુક્તિ આપે છે તેથી તેના પ્રત્યે રીસ કેમ રખાય ? અથવા “જે સર્જ્ય હશે તે થશે” આ સિદ્ધાન્તને જો બરાબર સ્વીકારો છો તો ‘અતિ-વ્યભિચારિણું સૌ રીન્ન' શત્રુ આવે ત્યારે અથવા વ્યભિચારી કોઈ સ્ત્રી અથવા પુરુષને દેખો ત્યારે અને આદિ શબ્દથી ચોર-દુશ્મન-સર્પ આદિને દેખો ત્યારે ‘“સી રીક્ષ’” આટલો બધો અણગમો કેમ કરો છો ? ત્યારે પણ “સર્જ્ય હશે તે થાશે” એમ માનીને શાન્ત બેસી કેમ રહેતા નથી. જો ત્યાં બચવા માટે પ્રયત્ન કરો જ છો તો આ સિદ્ધાન્ત ક્યાં રહ્યો ? આ જ ન્યાયથી મોક્ષ મેળવવામાં પણ બેસી રહેવું જોઈએ નહીં. પણ મોક્ષના ઉપાયોમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. II૧૦૪ અવતરણ : જે વાદી મોક્ષને માને છે પણ મોક્ષના ઉપાયોને માનતો નથી અને તેના બચાવમાં કહે છે કે જ્યારે આ જીવનો મોક્ષ સર્જાયો હશે ત્યારે થશે” આમ માનનારાએ સંસારના પણ ઈષ્ટ કાર્યોમાં પ્રવૃત્તિ કરવી જોઈએ નહીં. જ્યારે તે ઈષ્ટપદાર્થની પ્રાપ્તિ થવાની હશે Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ ત્યારે થશે એમ માની લેવું જોઈએ. જો ત્યાં પ્રવૃત્તિ કરે છે તો મોક્ષના ઉપાયોમાં પણ પ્રવૃત્તિ કરવી જોઈએ. આ વાત ઉપર ભાર આપતાં કહે છે કે - સરજ્યું દીઠું સઘલે કહે, તો દંડાદિક કિમ સહે । કારણ ભેલી સરજીત (સરજિત) દીઠ, કહિતાં વિઘટઈ નવિ નિજ ઈક ||૧૦૫|| ગાથાર્થ ઃનિયતિવાદી એમ કહે છે કે “જે રીતે કાર્ય થવાનું સર્જાયેલું હશે અને કેવલીભગવંતોએ જે રીતે દીઠું હશે. તેમજ તે કાર્ય થશે આમ નિયતિવાદી કહે છે. જો આમ નિયતિ જ હોય તો ઘટનો અર્થ જીવ દંડાદિક કારણો લાવવાની અને ભેગાં કરવાની શ્રદ્ધા કેમ રાખે ? કારણોને ભેગાં કરીને જ ઘટાદિ કાર્યો સર્જિત થાય છે (પ્રગટ થાય છે) આમ કેવલીભગવંતોએ જોયુ છે આવું જો કહો તો અમારા ઈષ્ટનું કંઈ પણ વિઘટન પામતું નથી. ૧૦૫ ટબો :- નો સધનનું સરળ્યું વીજું ફ છે, તો વંડાવિળ घटादिकारण किम सद्दहइ ? सरज्युं ते तत्प्रकारक सिसृक्षा ज तेइ तो बाह्यकारण सर्व अन्यथासिद्ध थाइ, एणइ करी "जं जहा तं भगवया दिट्टं, तं तहा विपरिणमइ ए सूत्रव्याख्यान थयुं, जे माटइ केवलज्ञान ते व्यापक छइ, कारण नथी । तेह ज कहइ छइ - "कारण भेली सरजित दीठं " इम कहतां तो निज इष्ट विघटइ नहीं, जे माटिं दण्डादिकारण सहित ज घटादिक सरज्या छइ, इम कहतां ज्ञानादिकारणसहित ज मोक्ष સરળ્યો છે, રૂમ હતાં વાધ નથી. ૫૬૦॥ વિવેચન :- “સરજ્યું હોય તે થાય, અર્થાત્ જ્ઞાનીએ જે દીઠું Page #286 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્તનાં છઠ્ઠા સ્થાનનું વર્ણન ૨૬૯ હોય તે જ થાય છે અને તેમજ થાય છે” આ પ્રમાણે જેઓ માને છે તે વાદીઓ દંડ વગેરેને ઘટાદિનાં કારણ કેમ માને છે? પૂર્વપક્ષવાળા વાદી આમ કહે છે કે “જગતમાં જે વસ્તુ જે રીતે સર્જાઈ હોય તે વસ્તુ તે રીતે જ ભગવાને કેવલજ્ઞાનથી જોયું છે અને તેમ બનવાનું જ છે અને બને જ છે એનો અર્થ એ થયો કે મારો મોક્ષ થવાનું જે દિવસે સર્જાયું છે અને કેવલી ભગવંતે જોયેલું છે તે દિવસે જ મારો નક્કી મોક્ષ થવાનો છે. આમ બધું નિયત જ છે. આવા પ્રકારની નિયતિવાદને માનનારા વાદીને ગ્રંથકારશ્રી કહે છે કે ઘટાદિ પદાર્થનો અર્થી તું દંડાદિ કારણો લાવવાની અને તેને જોડવાની શ્રદ્ધા અને પ્રયત્ન કેમ કરે છે ? તું ઘટાદિનો અર્થ છો તો ઘટની ઈચ્છા કર. ઘટાદિ થઈ જ જશે. તારે દંડાદિ લાવવાની અને પ્રયત્ન કરીને ઘડો બનાવવાની શી જરૂર છે ? હવે કદાચ પૂર્વપક્ષવાદી એમ કહે કે “સર્યું હશે” એ શબ્દનો અર્થ એવો થાય છે કે ફિલૂક્ષ અર્થાત્ સરજવર ભગવંતઃ ઈચ્છા આવો અર્થ કરો અને કહો કે ભગવાનની ઈચ્છા હોય તો જ બધું થાય છે. આમ જો કહો તો સર્વે પણ દંડાદિની સામગ્રી રૂપ બાહ્ય કારણો અન્યથા સિદ્ધ થશે. એટલે કે બાહ્યસામગ્રી નિરર્થક થશે. તેથી તો ઘટાદિના અર્થીએ દંડાદિ સામગ્રી ભેગી કરવામાં પ્રયત્ન કરવાનો રહે જ નહીં. આપોઆપ જ ઘટ બની જવો જોઈએ આવો જ અર્થ થશે. “વું નહીં માવા હિન્દુઓ ઈત્યાદિ સૂત્રનો અર્થ પૂર્વપક્ષકારે જે રીતે કર્યો છે “જે વસ્તુ જેમ સર્જાઈ છે તેમ ભગવાને જોયેલી છે” આમ કહીને મોક્ષનાં કારણો સેવવાની જરૂર નથી. જ્યારે મોક્ષ થવાનો છે ત્યારે થઈ જ જવાનો છે અને ભગવાને તે પ્રમાણે જોયેલું છે આમ કહીને મોક્ષનાં કારણોનો જે અપલાપ કરે છે તે કરવું ઉચિત નથી. આ સૂત્રનું તાત્પર્ય પૂર્વપક્ષી કહે છે તેમ જો સ્વીકારીએ તો બાહ્ય બધાં Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ કારણો અન્યથાસિદ્ધ જ થાય છે માટે “નં ના’’ પંક્તિનો અર્થ બીજી રીતે છે. તે અર્થ કહે છે “જે માટે કહે છે કે કેવલજ્ઞાન સર્વવ્યાપક છે, સર્વ ભાવોને જાણે છે પણ સર્વભાવોની ઉત્પત્તિનું કારણ નથી” આ પંક્તિનો આશય આ પ્રમાણે છે · જગતમાં જેટલાં કાર્યો ઉત્પન્ન થાય છે તે સર્વે પણ કાર્યોને કેવલી ભગવાન જ્ઞાનથી જાણે છે એટલે કે કેવલજ્ઞાનનો વિષય બને છે. એટલે કે જગતના સર્વ ભાવોને વ્યાપીને કેવલજ્ઞાન વર્તે છે એનો અર્થ એ થયો કે કેવળજ્ઞાનમાં ભગવાનને જગતના ભાવો જે રીતે દેખાય છે તે રીતે જ તે ભાવો બને છે અથવા જે ભાવો જે રીતે બને છે કે બનવાના છે તે ભાવોને ભગવાન તે રીતે જ જાણે છે. કોઈ ભાવ કેવલજ્ઞાનની મર્યાદાને ઓળંગતું નથી. પરંતુ તે તે કાર્યોની ઉત્પત્તિ કંઈ કેવલજ્ઞાનથી થતી નથી, તે તે કાર્યોની ઉત્પત્તિ તો પોતપોતાના નિયત કારણમાંથી જ થાય છે જેમકે કેવલજ્ઞાની ભગવંત ઘટને બરાબર જાણે છે. તેના પૂર્વકાલીન ભાવો અને પછીના કાલના ઠીકરાં વગેરે પર્યાયને ભગવાન જાણે છે પણ ઘટની ઉત્પત્તિ કંઈ કેવલજ્ઞાનમાંથી થતી નથી. ઘટની ઉત્પત્તિ તો માટીકપાલમાંથી જ થાય છે કેવલજ્ઞાનથી સર્વ ભાવો જણાય છે પણ કેવલજ્ઞાનથી સર્વભાવો ઉત્પન્ન કરાતા નથી. ઉત્પત્તિ તો પોતપોતાના નિયત કાર્યકારણભાવમાંથી જ થાય છે. આ કારણથી કાર્યનો અર્થી તેના કારણમાં જ પ્રવૃત્તિ કરે છે. ઘટનો અર્થી માટી લાવવા, માટી પલાળવા, માટી મસળવાનું કામ કરે છે એટલે કાર્યની ઉત્પત્તિકારણને જ આધીન છે. જ્ઞાનને આધીન નથી. આ રીતે મોક્ષ જો છે તો તેની ઉત્પત્તિ તેના કારણોને જ આધીન છે અને તેનાં કારણો સમ્યજ્ઞાનાદિ રત્નત્રયી જ છે. પ્રશ્નકારનો આશય એ હતો કે “સર્જ્ય હશે ત્યારે થશે” થવાનું હશે ત્યારે કાર્ય આપોઆપ Page #288 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વનાં છટ્ઠા સ્થાનનું વર્ણન ૨૭૧ થશે, પુરુષાર્થ કરવાની કે કારણ સેવવાની જરૂર નથી પણ આ વાત બરાબર નથી. કોઈપણ કાર્ય પોતપોતાના કારણથી જ થાય છે. ફક્ત કેવલીભગવાન તો તેના કાર્યને અને તેના કારણને પૂર્ણપણે જાણે છે તે કંઈ કાર્ય ઉત્પન્ન કરવા જતા નથી. વ્યવસાયમાં જોડાતા નથી. વ્યવસાયમાં જોડાય તો તો તેઓને ઘણાં જ કર્મો બંધાય. ‘‘નં નહા’ ઈત્યાદિ પાઠ અમે પણ માનીએ છીએ. અને તે પાઠ પ્રમાણે કેવલજ્ઞાન સર્વત્ર વ્યાપક છે. સર્વને જાણે છે એવો અર્થ પ્રાપ્ત થાય છે પણ સર્વ કાર્યો કરે છે આવો અર્થ થતો નથી અને દરેક કાર્યો તો પોતપોતાના નિયત કારણમાંથી જ થાય છે. કેવલજ્ઞાનમાંથી કંઈ ઘટપટ આદિ કાર્યો થતાં નથી. માટે સર્વે પણ કાર્યોને પોતપોતાનાં સમવાયી-અસમવાયી અને નિમિત્તકારણ હોય છે તેમ મુક્તિ આત્મક કાર્યમાં પણ આત્મા સમાયિક કારણ છે. જ્ઞાનાદિ ગુણોની સાધના અસમવાયિકારણ છે અને સર્વકર્મનો ક્ષય આદિ નિમિત્ત કારણ છે. પોત-પોતાનાં નિયત કારણો ભેગાં થાય ત્યારે તેનાથી કાર્યનું સર્જન થાય છે. તેને કેવલીભગવાન જાણે છે, જુએ છે પણ કેવલીભગવાન તે તે કાર્ય કરવા બેસતા નથી. આમ માનતાં અમારું ઈષ્ટ કંઈ વિઘટે નહીં. અમારી આ માન્યતા જરા પણ મિથ્યા થતી નથી. દંડાદિ કારણો હોય તો જ તેનાથી ઘટકાર્ય થાય તેમ જ્ઞાનાદિ રત્નત્રયી રૂપ કારણો હોય તો જ મુક્તિરૂપ કાર્ય થાય. આમ માનવામાં કોઈ બાધક દોષ આવતો નથી. તથા તમે તત્પ્રજા સિવૃક્ષ જે કહો છો પરંતુ ભગવાનને કોઈ ઈચ્છા જ હોતી નથી. તેઓ તો વીતરાગ છે. તેને સરજવાની ઈચ્છા કેમ હોય ? અન્ય દર્શનકારો ભગવાનને સર્જક માને છે. જૈનદર્શનકાર તો ભગવાનને સર્વ ભાવોના જાણકાર માને છે. ભગવાન જો આ બધું સરજવા જાય તો બધા કરતાં વધારે સંસાર ભગવાનને જ લાગુ પડી જાય. માટે આ વાત બરાબર નથી. Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ સમ્યક્ત જસ્થાન ચઉપઈ પરંતુ તેનો એક રસ્તો છે કે ભગવાને કેવલજ્ઞાનથી જે કાલે જે બનવાનું જોયું છે તે વસ્તુ તેમજ બને છે. હકિકતથી તો જે વસ્તુ જે રીતે પોતાના પારિભામિક ભાવથી બનવાની છે તેને ભગવાન દેખે છે. છતાં આ વાતને ઘડીભર માની લઈએ કે ભગવાન જેવું દેખે છે તેવું થાય છે અને તેથી ભગવાનને જગતના સર્જનહાર ઉપચારે માનો તો અમને કંઈ વાંધો નથી. અમને કોઈ દોષ નથી. ફક્ત સર્જન કરવાની ઈચ્છા રૂપ મોહના પરિણામ ભગવાનમાં નથી. વસ્તુ પોતાના પારિણામિક સ્વભાવના કારણે જ બને છે અને ભગવાન તેને દેખે છે. આ જ વાત સંપૂર્ણ સત્ય છે અને સો ટચના સોના જેવી આ વાત છે. II૧૦પ અવતરણ :- “સર્યુ હશે તેમ થશે” આમ કહીને મોક્ષના ઉપાયોનો જે નિષેધ કરે છે તે તેની વિપરીત બુદ્ધિ છે. તેમ જણાવતાં ગ્રંથકારશ્રી કહે છે - તૃપ્તિ વચ્ચે જે સરજી હચે, ભોજન કરવા ઢું ધસમસે? પાપી ઉધમ આગલિ કરઈ, ધરમિ સ્યું સરક્યું ઉચ્ચરઈ II૧૦શા ગાથાર્થ :- જો સર્જાયેલું હશે તે થશે. તો તૃપ્તિ પણ સર્જાયેલી હશે તો થઈ જ જશે. ભોજન કરવા માટે શું કામ ઉદ્યમ પ્રયત્ન કરો છો ? પાપકાર્ય કરવામાં આ જીવ ઉદ્યમ પ્રથમથી જ કરે છે અને ધર્મકાર્ય કરવામાં “સર્યુ હશે” તેમ થશે. આમ મુખથી બોલે છે ? (આ માયા જ માત્ર છે) /૧૦૬ll. રબો :- નો સરવું = સ્ત્રીનરૂ, તો સરગી દુરૂ, તો તૃપ્તિ हुस्यइ, इम करीनइ भोजन करवा करवानइ स्युं धसमसइ छइ ? Page #290 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્તનાં છઠ્ઠા સ્થાનનું વર્ણન ૨૭૩ पापकार्यइ उद्यमनइं आगलिं करइं, कृष्यादिक आरम्भ करतां पार्छ जोतो नथी, धर्मनी वेला गलिओ बलद थई रहइ छइ, सरज्युं हुस्यइं ते थास्यइ, इम स्युं मुखि उच्चरइ छइ ? ॥१०६॥ વિવેચન :- “જે સર્પ હશે તે થશે” એટલે કે જે થવાનું હશે તે જ થશે. અને તે થશે જ. બીજુ કંઈ થવાનું નથી. સારાંશ કે જે થવાનું નિયતપણે નિર્માણ થયેલું છે તે જ થશે તેમાં આપણો કંઈ ફેરફાર ચાલતો નથી. આવું આ નિયતિવાદી મુખે બોલે છે. તો તેને અમે કહીએ છીએ કે જ્યારે પેટમાં તૃપ્તિ થવાની હશે ત્યારે થશે. ભોજન કરવા માટે કેમ દોડો છો? ધન મળવાની જ્યારે નિયતિ હશે ત્યારે ધન જરૂર મળશે જ, ધન કમાવા કેમ દોડાદોડી કરો છો ? શરીર નરમ-ગરમ હોય ત્યારે જ્યારે મટવાનું હશે=નિરોગી થવાની નિયતિ હશે ત્યારે નિરોગી થશે જ. દવાખાને જવાનું અને દોડાદોડી કરવાનું કામ કેમ કરો છો? આવા પ્રશ્નોનો આ નિયતિવાદી પાસે કંઈ જ ઉત્તર નથી. પાપનાં કાર્યો કરવાનો પ્રસંગ આવે ત્યારે ઉદ્યમને (પુરુષાર્થને) આગળ કરે એટલે કે ઉદ્યમ કરીએ તો જ સંસારનાં તમામ કાર્યો થાય એમ માને જેમ કે ખેતી કરવાનો પ્રસંગ હોય, વેપાર કરવાનો પ્રસંગ હોય, રસોઈ કરવાનો પ્રસંગ હોય, રાજ્ય કરવાનો પ્રસંગ હોય ત્યાં બધે જ ઉદ્યમને (પુરુષાર્થને) જ આગળ કરે. ખેતી માટે, વેપાર માટે, રસોઈ કરવામાં અને રાજ્ય ચલાવવામાં આપણે ધ્યાન રાખીને ઘણો જ પ્રયત્ન કરવો જોઈએ આમ બોલે અને આમ વર્તે ત્યાં જરા પણ નિયતિને આગળ ન કરે. પરંતુ ધર્મનાં કાર્યો કરવાનો જ્યારે પ્રસંગ આવે અથવા કોઈ પ્રેરણા કરે ત્યારે નિયતિને આગળ કરીને ગળીયા બળદની જેમ પ્રમાદી થઈને રહે અને “ભાવિમાં થવાનું જેમ સર્યું હશે (સર્જાયેલું હશે) તેમ થશે” અથવા મારો મોક્ષ જ્યારે થવાનો હશે ત્યારે થશે જ. મારે પુરુષાર્થ કરવાની શી જરૂર છે. આવું મુખથી બોલે ! તે કેમ સાચું કહેવાય ? Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ સમ્યક્ત ષસ્થાન ચઉપઈ પોતાના ઘરમાં કે પોતાના શરીર ઉપર આગ લાગી હોય ત્યારે “સર્યુ હશે તેમ થશે” આ બોલવાનું ક્યાં ચાલ્યું જાય છે અને બચવાબચાવવા માટે દોડાદોડી કેમ કરો છો ? માટે આવી ખોટી વાતનો આગ્રહ ન રાખો અને સત્ય વાતને સમજો. ./૧૦૬ll અવતરણ :- “જો ગુણ વિના પણ જ્ઞાનાદિ ત્રણ ગુણો પ્રથમ પ્રાપ્ત કરી શકાય છે (ગાથા ૯૯)” તો પછી મોક્ષ માટે ગુણ પ્રાપ્ત કરવા શી જરૂર છે? રત્નત્રયી રૂપ ગુણ વિના પણ મુક્તિની પ્રાપ્તિ થઈ જ જશે આવી પૂર્વપ્રશ્નકારની જે દલીલ હતી તે વાત ઉપર ગ્રંથકારશ્રી કહે છે કે - પહિલા ગુણ જે ગુણ વિના થયા, પાકી ભવસ્થિતીની તે દયા થયા જે ગુણ તે કિમ જાઈ, ગુણ વિણ કિમ ગુણકારય થાઈ II૧૦૦II ગાથાર્થ - પ્રથમ ગુણો જે પૂર્વકાલીન ગુણો વિના પ્રગટ થયા તેમાં ભવસ્થિતિનો પરિપાક કારણ છે તે ગુણો કેમ ચાલ્યા જાય? અર્થાત ન ચાલ્યા જાય. માટે રત્નત્રયીની સાધનારૂપ ગુણ વિના તે ગુણોના કાર્યસ્વરૂપ મુક્તિઆત્મક કાર્ય કેમ થાય ? અર્થાત ન જ થાય /૧૦ell | રબો - પત્નિા ને કુપન વિના થયા તે પછી મથતિની दया छइ, एतलइ ते भवस्थितिपरिपाक कार्य जाणवू. हवइ ते थया गुण जाइ केम रहइ ? तिवारइं अनन्यथासिद्ध नियत पूर्ववर्तिपणइ कारण किम हुइ ? गुण विना गुणकार्य ते किम थाइ ? स्वाव्यवहितोत्तरोत्पत्तिकत्वस्वसामानाधिकरण्योभयसम्बन्धेन गुणविशिष्ट-गुणत्वावच्छिन्नं प्रति गुणः कारणं तदन्यगुणं प्रति कालविशेष इति तत्त्वम् ॥१०७॥ Page #292 -------------------------------------------------------------------------- ________________ સમ્યત્ત્વનાં છઠ્ઠા સ્થાનનું વર્ણન ૨૭૫ વિવેચન :- આ સંસારી જીવમાં જે સૌથી પ્રથમ ગુણ પ્રગટ થયા તે તેની પૂર્વના ગુણ વિના જ પ્રગટ થયા છે. તો પણ તેમાં પાકી ગયેલી ભવસ્થિતિની દયા છે. એટલે કે ભવની પરંપરામાં રખડવાની જે આ જીવની પરિસ્થિતિ હતી તે હવે પાકી ગઈ હતી એટલે પૂર્વકાલમાં ગુણો ભલે ન હતા તો પણ કાલનો પરિપાક એ જ મોટું કારણ હતું. કારણ વિના કાર્ય થતું નથી. તેથી ભવની પરિસ્થિતિનો પરિપાક એ જ મોટું કારણ હતું. તેથી જ આ જીવમાં ગુણો પ્રગટે છે અને ગુણ પ્રગટવાથી મુક્તિની પ્રાપ્તિ થાય છે. આ રીતે અનાદિકાલીન મલીન જીવમાં સૌથી પ્રથમ ભવનો પરિપાક થાય છે. ભવમાંથી નીકળવાનો કાળ પાકે છે. આ જ કારણે ગુણો આવે છે અને ગુણો આવવાથી મુક્તિની પ્રાપ્તિ થાય છે. ગુણો વિના સૌથી પ્રથમ જે ગુણોની પ્રાપ્તિ થાય છે તેમાં પાકેલી ભવોની સ્થિતિ જ દયા કરનાર છે એટલે કે આ જીવની ભવોમાં રખડવાની પરિસ્થિતિ પાકી ગઈ હતી તેણે જ જીવમાં મુક્તિના પ્રાપક એવા ગુણોનો પ્રાદુર્ભાવ કર્યો છે તેથી ભવસ્થિતિના પરિપાકનું તે ફળ (કાય) છે. આ જીવના ભવો પાક્યા હોય તેના કારણે જે ગુણો પ્રગટ થયા હોય તે ગુણો મુક્તિરૂપ ફળ આપ્યા વિના કેમ ચાલ્યા જાય ? અર્થાત્ ન જ જાય. જો ભવસ્થિતિના પરિપાકથી પ્રગટ થયેલા ગુણો મુક્તિ આપ્યા વિના ચાલ્યા જાય તો તે ગુણોને અનન્યથાસિદ્ધ નિયત પૂર્વવર્તીકરણપણે કેમ કહી શકાય ? અર્થાત્ અનન્યથાસિદ્ધકારણ ન કહેવાય. જેના વિના કાર્ય ન જ થાય? જે હોતે છતે જ કાર્ય થાય તેનું નામ અનન્યથાસિદ્ધ. ભવસ્થિતિ પાકવાથી પ્રગટ થયેલા ગુણો મુક્તિપ્રાપ્તિના પૂર્વવર્તી કારણ પણ છે. વળી નિયત કારણ પણ છે અને વળી અનન્યથાસિદ્ધ રૂપે કારણ છે. ભવની પરિસ્થિતિ પાકવાથી જે ગુણો પ્રગટ થાય છે તે ગુણો Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ જો મુક્તિ આપ્યા વિના ચાલ્યા જ જતા હોય તો તેમાં કારણનું લક્ષણ ઘટે જ નહીં. યથાર્થ કારણનું લક્ષણ જ આવું છે કે “અનન્યથાસિદ્ધત્વે મતિ नियतपूर्ववृत्तित्वं कारणस्य लक्षणम्". આ કારણે જે જીવની ભવસ્થિતિનો પરિપાક થયો તે જીવમાં અવશ્ય ગુણોનો પ્રાદુર્ભાવ થાય જ છે અને તેનાથી અપુનર્બન્ધક અવસ્થા આવે જ છે. તેનાથી ત્રણ કરણો કરવા દ્વારા આ જીવ અવશ્ય ઉપર આવે છે. ધીરે ધીરે કેવલજ્ઞાની બનીને ભવનો અંત કરનાર બને છે. આ પ્રમાણે સૌથી પ્રથમ આ જીવમાં જે ગુણોનો પ્રાદુર્ભાવ થાય છે. તેમાં કાલવિશેષ એટલે કે કાલનો પરિપાક થયો એ જ મોટું કારણ જાણવું, ભવમાંથી નીકળવાનો કાળ પાક્યો છે એ જ સાચું કારણ છે. આ પ્રમાણે જ ઘર્ષણ ધોલનન્યાયે અથડાતાં કુટાતાં કુટાતાં આ જીવનો મોક્ષે જવાનો કાલ પાકે છે ત્યારે આવા પ્રકારના કાલના પરિપાકથી જ જ્ઞાનાદિ ગુણો પ્રગટ થાય છે અને આ ગુણોથી જીવનું ઉર્વારોહણ થાય 9.1190911 અવતરણ :- જો ભવનો પરિપાક ગુણો પ્રાપ્ત કર્યા વિના થતો હોય તો તેની જેમ મોક્ષની પ્રાપ્તિ પણ ગુણો પ્રાપ્ત કર્યા વિના જ કેમ ન થાય ? શા માટે ગુણો મેળવવા જોઈએ ? જેમ ગુણો વિના ભવનો પરિપાક થયો તેમ ગુણો પ્રાપ્ત કર્યા વિના જ એટલે કે રત્નત્રયીની સાધના કર્યા વિના જ મુક્તિની પ્રાપ્તિ પણ કેમ ન થાય ? આવો કોઈ શિષ્ય પ્રશ્ન કરે છે તેનો ઉત્તર આપતાં જણાવે છે કે - એક ઉપાય થકી ફલપાક, બીજો સહજઈ ડાળવિપાક | કારણતણો ઈમ જાણો ભેદ, કારણમાં સ્યું આણો ખેદ II૧૦૮॥ ગાથાર્થ :- ફળના પરિપાક રૂપ એક કાર્ય કારણથી થાય છે અને આજ ફળના પરિપાક રૂપ બીજું કાર્ય શાખાની ઉપર સહજપણે Page #294 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્તનાં છઠ્ઠા સ્થાનનું વર્ણન ૨૭૭ પણ થાય છે. આમ ફળના કારણમાં ભેદ સમજો. માટે કારણ બે પ્રકારનાં માનવામાં ખેદ કેમ લાવો છો ? /૧૦૮ રબો - ૩પાયથી પત્નો પાવ થ૬ છઠ્ઠ પત્નત્રપ્રમુ9માં घाली अकालइ आंबा पचवीइं बीजो सहजइ डालथी ज पाक हुइ छइ । इम करमविपाक एक उपायइ छइ । एक सहजइ छइ । ए कारणनो भेद जाणीनइ करणमांहि स्यो खेद आणो ? केतलाइक कार्य सहजइ थयां, तो उद्यम स्यो करिइं ? इम स्युं मुंझाओ छो ? ॥१०८॥ વિવેચન :- આ સંસારમાં જે જે કાર્યો થાય છે તે તે કાર્યો બે પ્રકારનાં હોય છે. (૧) એક કાર્ય (ફળનો પરિપાક) ઉપાયો અજમાવવાથી થાય છે જેમકે કોઈ કોઈ કાચી કેરીઓ પલાલ (ઘાસ) વગેરેમાં નાખી રાખવાથી પાકે છે અને (૨) કોઈ કોઈ કરી તેનો કાળ પાકવાથી સહજપણે જ પાકે છે. જેમકે આંબા ઉપર રહેલી કેટલીક કેરીઓ (ઘાસમાં નાખવાનો ઉપાય અપનાવ્યા વિના) સહજપણે જ આંબાના ઝાડની ડાળી ઉપર રહી છતી જ પાકે છે. સારાંશ કે કેટલીક કેરીઓ ઘાસમાં નાખીને ઉપાય વિશેષ અપનાવવાથી પાકે છે અને કેટલીક કેરીઓ આવા કોઈપણ જાતના ઉપાયો અપનાવ્યા વિના આંબાના ઝાડની ડાળી ઉપર રહી છતી જ સહજપણે જ પાકે છે તેની જેમ આ જીવમાં પણ અનાદિકાળથી ભાવમલ સ્વરૂપ જે ભાવકર્મ છે તે કર્મોનો વિપાક (કર્મો ફળ આપે તેવા પાકી જવાં અને પોતાનું ફળ બતાવીને આત્માથી છુટાં પડી જવાં આ સ્વરૂપ કાય) પ્રયત્નવિશેષ કરવાથી પણ થાય છે અને પ્રયત્નવિશેષ કર્યા વિના પણ સહજપણે પણ દૂર થાય છે. જેમકે કેટલાંક કર્મોનો નાશ જ્ઞાનદર્શન-ચારિત્ર સ્વરૂપ રત્નત્રયીની સાધનાવિશેષ કરવા રૂપ ઉપાય Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ સમ્યક્ત ષસ્થાન ચઉપઈ અપનાવવાથી થાય છે અને કેટલાંક કર્મોનો નાશ ભવસ્થિતિનો પરિપાક થવાથી આવા પ્રકારના ઉપાય વિશેષ અપનાવ્યા વિના સહજપણે થાય છે. જેમકે મરૂદેવા માતા હાથી ઉપર શ્રી ઋષભદેવના દર્શન કરવા જતાં હતાં અને ત્યાં જ વૈરાગ્યવિશેષ થવાથી તપ-જપ-ચારિત્ર આદિની સાધના કરવા રૂપ ઉપાય અપનાવ્યા વિના જ કેવળજ્ઞાન પામ્યાં અને મોક્ષે ગયાં. આ રીતે ભવસ્થિતિ એટલે લાંબો કાળ સંસાર ચલાવે તેવી જીવમાં રહેલી તેવા પ્રકારની કષાયોવાળી યોગ્યતા, એટલે કે આ જીવમાં રહેલો મિથ્યાભાવવાળો આગ્રહ વિશેષ (અસદ્ આગ્રહ) તેના કારણે તે જીવનો આ સંસાર લાંબો કાળ ચાલે છે. જીવમાં રહેલો આ મિથ્યા આગ્રહ (મિથ્યાત્વ-અસઆગ્રહ) જેટલો જોરમાં હોય છે તેટલા કાળ સુધી તે મિથ્યાઆગ્રહ નિવૃત્તિ પામતો નથી. ' અનાદિ કાળથી આ અસઆગ્રહ (મિથ્યાત્વ) ના કારણે આ જીવ સંસારમાં ભટકે છે. ચરમપુદ્ગલપરાવર્તનના કાળની પૂર્વેના કાળમાં આ અસઆગ્રહ (મિથ્યાભાવવાળી બુદ્ધિ)ના કારણે જ ઘણો લાંબો કાળ સંસાર ચાલે એવી આ જીવની પરિણતિ (પરિણામ ધારા) હોય છે જેને ભવસ્થિતિ (સંસારમાં રહેવાપણારૂપ) કહેવાય છે. આમ કરતાં કરતાં જ્યારે ચરમ પુલપરાવર્તનનો કાળ આવે છે ત્યારે આ અસઆગ્રહ (મિથ્યાત્વદશા) ધીરે ધીરે મંડી પડતી જાય છે. આ અસદુઆગ્રહ મંદ થવાના કારણે મોક્ષે જવાનો કાળ પાક્યો હોવાના કારણે તથા સુદેવ-સુગુરુ અને સુધર્મ આદિનો તેવા પ્રકારનો યોગ થવાના કારણે આ અસઆગ્રહ (મિથ્યાત્વવાળી દશા) નિવૃત્ત થવા માંડે છે. આવા પ્રકારની અસઆગ્રહની/મિથ્યાત્વવાળા ભાવની જે નિવૃત્તિ થાય તેને જ “ભવસ્થિતિના પરિપાકવાળી અવસ્થા” કહેવાય છે અથવા “કાળનો પરિપાક” પણ કહેવાય છે. Page #296 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્તનાં છઠ્ઠા સ્થાનનું વર્ણન ૨૭૯ આ પ્રમાણે ભવસ્થિતિ પરિપાક થવાના કારણે અથવા કાળપરિપાક થવાના કારણે ભવભ્રમણા કરાવે એવાં કર્મો બંધાવાના બદલે ભવભ્રમણામાંથી બચાવે એવા ધર્મ તરફ આ જીવનો વળાંક થાય છે. તેમાં ઉપકારી મહાત્મા પુરુષોના ઉપદેશ, શ્રેષ્ઠ વાંચન આદિ સામગ્રીનો યોગ મળતાં તે જીવમાં ગુણોનો વિકાસ થાય છે અને દોષોનો હ્રાસ થાય આ પ્રમાણે થતી પ્રક્રિયામાં સૂક્ષમ બુદ્ધિથી વિચાર કરીએ તો કાળની પરિપક્વતાના કારણે અથવા ભવસ્થિતિના પરિપાકના કારણે જ આ જીવનો અસઆગ્રહ (મિથ્યાભાવ) જે મંદ થયો. તે પ્રથમ ગુણ આ જીવમાં પ્રગટ થાય છે અને અસત્ આગ્રહ મંદ થવા રૂપ પ્રથમ એક ગુણ આવ્યા બાદ તેમાં સદ્ગુરુ આદિની સામગ્રીનો સહયોગ મળવાથી આગળ આગળ બીજા ઘણા ગુણો પ્રગટ થાય છે. આ જીવનો સંસાર લાંબો કાળ ચાલે તેવી, કર્મો બાંધવાની જે મલીન પરિણતિ (ભાવમલ) છે તે ભાવમલ “રાગ-દ્વેષ અને મોહના વિકાર સ્વરૂપ છે. (૧) સંસારી ભાવોનો રાગ, (૨) આત્મકલ્યાણકારક ભાવો ઉપર દ્વેષ અને (૩) સાચા તત્ત્વની અજ્ઞાનદશા રૂપ મોહ. આ ત્રણ મોટા દોષોને જ ભાવમલ કહેવાય છે. સર્વે પણ સંસારી જીવોમાં આ ભાવમલરૂપ મલીન આત્મપરિણતિ હોય જ છે. પરંતુ મોક્ષ જ્યારે મોડો થવાનો હોય ત્યારે દૂર દૂર કાળનાં પુગલ પરાવર્તામાં આ ભાવમલ અપરાવર્તનીય (બદલી ન શકાય તેવો) જોરમાં હોય છે. જ્યારે ચરમાવર્તનો કાળ આવે છે ત્યારે આ ભાવમલ ઘણો જ ઢીલો (મંદ) થઈ જાય છે. આ કારણે જ ચરમાવર્તમાં આવેલો જીવ ભાવમલને ઓગાળતો ઓગાળતો અનુક્રમે સમ્યકત્વ-સંયમ-શ્રેણિ-વીતરાગતા અને કેવલજ્ઞાન પામીને અયોગી થઈ મોક્ષગામી બને છે. Page #297 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ જેમકે અમદાવાદથી મુંબઈ જવા ઉપડેલી ટ્રેનમાં ફર્સ્ટ ક્લાસ આદિની સીટમાં અથવા સ્લીપર ડબામાં બેઠેલો માણસ નિદ્રાવાળો થાય છે, ઘસઘસાટ ઊંઘે છે. કારણ કે મુંબઈ ઘણું મોડું છે એટલે નિશ્ચિન્તપણે સુઈ જાય છે, પરંતુ જ્યારે બોરીવલી સ્ટેશન આવે છે ત્યારે મુંબઈ સેન્ટ્રલ આવવાનો કાળ પાક્યો છે એટલે સફાળો જાગી જાય છે. કદાચ ન જાગે તો તેમની સાથેનો તેમનો પરિવાર તે જીવને જગાડે છે અને ઝટપટ બાજી સંકેલે છે. ભલે અમદાવાદથી ફર્સ્ટક્લાસનો ડબ્બો મળ્યો હોય અથવા એરકંડીશનવાળા સ્લીપર કોચમાં આ જીવ ઊંઘ્યો હોય તો પણ તે ટ્રેનમાં બેસવાનો કે ઊંઘવાનો મોહ છોડીને ઉતરવાની તજવીજ કરે છે. તેમ અહીં પણ સમજવું. ચરમાવર્તના કાળમાં મોક્ષ તરફની તૈયારી ચાલુ થઈ જાય છે. ૨૮૦ ચરમાવર્તમાં આવેલા જીવનો તીવ્ર-તીવ્રત૨ પણે સંસાર કાપવાનો પરિણામ બનતો જાય છે. મોહદશા નબળી પડતી જાય છે. આ રીતે આ જીવમાં (૧) ભવસ્થિતિનો પરિપાક (ભવોનું પાકી જવું) (૨) કાળનો પરિપાક (સંસારમાંથી નીકળવાના કાળનું પાકવું) (૩) તથાભવ્યતાના પર્યાયનું પ્રગટ થવું (મોક્ષગમનની યોગ્યતા પાકી જવી). આ બધા ભાવો પ્રગટ થતાં પોતાના આત્માના ગુણો પ્રગટ કરવા તરફ ભારે ઉલ્લાસ પૂર્વક આ જીવ પ્રેરાય છે. આ રીતે ઉપરોક્ત કારણો મળતાં મોક્ષાત્મક કાર્ય સિદ્ધ કરવા આ જીવ રત્નત્રયીની સાધનાનો ઘણો પુરુષાર્થ કરે છે. ત્યાં પ્રથમ યથાપ્રવૃત્તકરણ કરીને સત્તામાં રહેલા અને આજ સુધી સતત બાંધેલા કર્મોને તોડીને સાતે કર્મોની સ્થિતિ અંતઃકોડાકોડી સાગરોપમ માત્રની કરે Page #298 -------------------------------------------------------------------------- ________________ સમ્યત્ત્વનાં છઠ્ઠા સ્થાનનું વર્ણન ૨૮૧ છે. ૭૦માંથી ૬૯, ૩૦માંથી ૨૯ અને ૨૦માંથી ૧૯ કોડાકોડી સાગરોપમની સ્થિતિનો નાશ કરે છે. તેને અનુસારે ઘણો ઘણો રસ પણ ઓછો કરે છે. કર્મોને હળવાં કરીને યથાપ્રવૃત્ત આદિ ત્રણ કરણો કરે છે અને તેના દ્વારા સમ્યકત્વ ગુણ પ્રાપ્ત કરીને ઝટપટ ઉર્વારોહણ કરે છે. +૧૦૮ અવતરણ - વસ્તુસ્થિતિ અનેકાન્તાત્મક છે. તેથી સૌથી પ્રથમ ગુણ અન્ય ગુણો વિના પ્રગટે છે અને બીજા ગુણો ગુણપ્રાપ્તિ થયા પછી પ્રગટે છે અને અન્ય ગુણોની પ્રાપ્તિ ઘણા વિદનોથી ભરેલી છે. આ વાતને અતિશય સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે - અથવા ગુણવિણ પૂરવસેવ, મૃદુતર માટઈ હોઈ તતખેવા તિમ નવિ ગુણ વિણ સિદ્ધિ ગરિષ્ઠ, તેહમાં બહુલાં કહ્યાં અરિષ્ટ II૧૦I ગાથાર્થ :- અથવા પૂર્વસેવા અતિશય મૃદુતર છે. તેથી ગુણ વિના તત્કાળ પ્રગટ થાય છે. પરંતુ ગરિષ્ઠસિદ્ધિ પૂર્વકાળમાં ગુણો પ્રાપ્ત કર્યા વિના થતી નથી. કારણ કે તે ગરિષ્ઠસિદ્ધિ પ્રાપ્ત કરવામાં ઘણાં ઘણાં (મોહદશાનાં વિદનો) છે આમ જ્ઞાનીપુરુષોએ કહેલું છે. /૧૦૯ll | રબો - અથવા સપુનર્જન્યતિક્રિયા તે પૂર્વસેવા છે, તે मृदुतर कार्य थाइ, ते माटइ गुण विनाई होइ, ततखेव कहितां તતિ, તિમ = તેના પરિ ષ્ટિસિદ્ધિ UT વિના સિમ (હો) ? __ जिम महाविद्यासिद्धिमां वेतालादि उठइ, तिम उत्कृष्टगुणसिद्धिमा बहुलां अरिष्ट थाइ, ते गुण विना किम टलई ? अत एव शमदमादिमंतनइं अधिकारिता, ते जाणी मार्गप्रवृत्तिं शमदमादिसंपत्ति, Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ સમ્યક્ત જસ્થાન ચઉપઈ ए अन्योन्याश्रय शास्त्रकारइं टाल्यो छड् । अल्पशमदमादिमंतनइं अधिकारिता प्रवृत्तिं विशिष्टशमादि सिद्धि ए अभिप्रायइं ॥१०९॥ વિવેચન :- અપુનર્બન્ધકાદિની (અહીં આદિ શબ્દથી માર્ગાભિમુખ માર્ગાનુસારી-માર્ગપતિત (માર્ગમાં રહેવું) આવા પ્રકારના પ્રાથમિક ગુણોની જે પ્રાપ્તિ આ જીવને થાય છે. તે ઘણો વિશિષ્ટ પ્રયત્ન કર્યા વિના પ્રાપ્ત થાય છે. એટલે કે અગિયારમા-બારમા ધોરણની પરીક્ષા આપીને કોલેજમાં પ્રવેશ કરનારો જીવ જેટલો પ્રયત્ન કરે છે. તેની અપેક્ષાએ બાલધોરણમાંથી પહેલા ધોરણમાં જનારા જીવને આવો ઘણો પ્રયત્ન કરવો પડતો નથી. એટલે કે બાલધોરણમાંથી પહેલા ધોરણમાં સુખે સુખે જવાય છે. પણ બારમા ધોરણથી કોલેજમાં ઘણા પ્રયત્નથી (ઘણા રાતઉજાગરા કરવાપૂર્વક જવાય છે. તેમ અપુનર્બન્ધકાવસ્થાની પ્રાપ્તિ થવી તે રત્નત્રયીની પ્રાપ્તિ થવા રૂપ ગરિષ્ઠકાર્યની અપેક્ષાએ પૂર્વસેવારૂપ છે અને મૃદુતર છે. (અતિશય) અલ્પપ્રયત્નથી સાધ્ય છે. સારાંશ એવો છે કે પહેલા ધોરણ પછીના ધોરણો પાસ કરવામાં ઘણો ઘણો પ્રયત્ન કરવો પડે છે. તો પણ તે ધોરણમાં પાસ થવાય અથવા ન પણ થવાય એટલે આ કાર્ય ઘણાં વિદનોવાળું છે અર્થાત્ કઠીન કાર્ય છે. પરંતુ બાલધોરણમાં પાસ થવું અને પહેલા ધોરણમાં આવવું આ કાર્ય એટલું કઠીન નથી પણ મૃદુતર છે. ઉપર કહેલા ઉદાહરણને અનુસાર આ જીવનો જ્યારે ચરમાવર્તનો કાળ આવે છે ત્યારે તથાભવ્યતા પાકી હોવાથી અને કાળનો પણ પરિપાક થયો હોવાથી તથા ભવસ્થિતિનો પણ પરિપાક થયો હોવાથી આ જીવ સહજપણે (ઘણો પ્રયત્ન કર્યા વિના જ) અપુનબંધક જેવી ઉચ્ચ અવસ્થાને પામે છે. એટલે આ ગુણ પ્રાપ્ત કરવો તે મૃદુતર છે. અર્થાત્ કોમળ છે. સહેજે સહેજે આવી જાય છે. બાલધોરણમાંથી પહેલ ધોરણમાં જવા જેવું આ કાર્ય છે. Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ સમ્યત્ત્વનાં છઠ્ઠા સ્થાનનું વર્ણન પરંતુ અપુનબંધક અવસ્થા આવ્યા પછી સમ્યકત્વગુણ દેશવિરતિગુણ-સર્વવિરતિગુણ-ઉપશમશ્રેણી-ક્ષપકશ્રેણિ પ્રાપ્ત કરવાના ગુણો-રત્નત્રયીની સાધના-કેવલજ્ઞાનની પ્રાપ્તિ અને અયોગિઅવસ્થાની પ્રાપ્તિ આ સઘળા ગુણો વિશિષ્ટ પ્રયત્ન કરો તો જ આવે છે અને તેની પૂર્વના ગુણો મેળવ્યા હોય તો જ આવે છે. આ ઉદાહરણોથી સમજાશે કે પ્રથમ ગુણની જે પ્રાપ્તિ થાય છે તે તેવા વિશિષ્ટગુણ વિના સહેજે સહેજે થાય છે. પરંતુ પ્રથમ ગુણ આવ્યા પછી સમ્યકત્વાદિ બીજા ગુણોની પ્રાપ્તિ અવશ્ય પૂર્વમાં ગુણો પ્રાપ્ત કર્યા હોય તો જ પ્રાપ્ત થાય છે અને ઘણા ઘણા પ્રયત્નવિશેષથી પ્રાપ્ત થાય છે અને તે પણ બહુ જ વિઘ્નોવાળી છે. ચરમાવર્તમાં આ જીવ આવે ત્યારે ભવસ્થિતિના પરિપાકથી એટલે કે કાળના પરિપાકથી અને તથાભવ્યતાની પરિપક્વતા થવાના કારણે આ જીવને સહેજે સહેજે (ઘણો પ્રયત્ન કર્યા વિના અન્ય ગુણો પ્રાપ્ત કર્યા વિના જ) આવા ગુણની અને અપુનબંધકાવસ્થાની પ્રાપ્તિ થાય છે. એટલે આ પ્રથમ ગુણની પ્રાપ્તિ મૃદુતર છે, કોમળ છે, ઘણા પ્રયત્નો વિના પ્રાપ્ત થાય છે. પરંતુ ત્યાર પછીની સમ્યકત્વાદિ વિશિષ્ટ ગુણોની પ્રાપ્તિ એટલે કે રત્નત્રયીની સાધનારૂપ ગુણની પ્રાપ્તિ અને કેવલજ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ પૂર્વકાલીન ગુણોની પ્રાપ્તિપૂર્વક જ થાય છે. અન્યથા થતી નથી. એટલે પ્રથમ ગુણ બીજા ગુણો વિના થાય છે. પરંતુ બીજા ગુણોની પ્રાપ્તિ પૂર્વકાલીન ગુણની પ્રાપ્તિપૂર્વક જ થાય છે. જેમકે કોઈ મહાવિદ્યાની સાધના કરવી હોય તો છ મહિના ઘણો વિશિષ્ટ તપ તથા શરીરને ધ્યાનસ્થ કર્યું હોય તો જ થાય છે. તેમાં પણ છ માસમાં એવા ઉપદ્રવો આવતા નથી. પરંતુ તે છ માસમાં છેલ્લા બે Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ દિવસો કે અન્તિમ દિવસોની રાત્રિના સમયે ભૂત-પ્રેત-પિશાચાદિ દૈવિક ઉપદ્રવ થાય છે. સત્ત્વ, પરાક્રમ, ધીરજ આદિ ગુણો વિના અંતિમ બે દિવસની સાધના સફળ થતી નથી. તેમ અહીં પણ મોક્ષમાર્ગની સિદ્ધિ પ્રાપ્ત કરવા સ્વરૂપ ઉત્કૃષ્ટગુણની પ્રાપ્તિમાં મોહરાજાનાં ઘણાં વિઘ્નો આવે છે તે વિઘ્નો સત્ત્વ, પરાક્રમ, ધીરજ આદિ ગુણો વિના દૂર થઈ શકતાં નથી. માટે મોક્ષાત્મક કાર્ય, તેમાં કારણભૂત રત્નત્રયીની સાધના કરવા રૂપ કારણથી જ પ્રગટ થાય છે. અને તે રત્નત્રયીની સાધના કરવા સ્વરૂપ કારણકાલે ઘણાં વિઘ્નો આવે છે. તે પૂર્વકાલીન ગુણ વિના આ વિઘ્નો દૂર કરીને મોક્ષાત્મક કાર્યની સિદ્ધિ કરી શકાતી નથી. “અપુનબંધક” જેવો પ્રથમ ગુણ કાળ પાકે ત્યારે સહજતાથી આ જીવને પ્રાપ્ત થાય છે. પરંતુ રત્નત્રયીની સાધના કરવારૂપ બીજા ગુણો પ્રથમના ગુણ દ્વારા જ પ્રાપ્ત થાય છે. એટલે જ ગ્રંથકારશ્રી ટબાની પંક્તિમાં કહે છે કે અપુનબંધકાદિ ધર્મક્રિયાની પ્રાપ્તિ તે પાછળ પ્રગટ થનારા ગુણોની પ્રાપ્તિ માટે પૂર્વસેવા સ્વરૂપ છે. તે અપુનબંધકપણુ, તથા આદિ શબ્દથી માર્ગાભિમુખતા માર્ગાનુસારિતા, માર્ગપતિતતા, વગેરે ગુણો સહજતાથી જ આ જીવમાં આવે છે. અપુનર્બંધકાદિ ગુણો મેળવવામાં બીજા ગુણોની અતિશય જરૂરિયાત રહેતી નથી. ઘણો પ્રયત્ન કરવો પડતો નથી. કાળ પાકે એટલે તુરત જ આવી જાય છે. પરંતુ રત્નત્રયીની સાધના કરવા સ્વરૂપ બીજા ગુણોની પ્રાપ્તિ કરવી હોય તો પ્રથમનો ગુણ પ્રાપ્ત કર્યા વિના થતી નથી અને તેમાં ઘણાં વિઘ્નો આવે જ છે. જેમ “મહાવિદ્યાની” સિદ્ધિમાં અન્તિમકાળમાં વેતાલ (ભૂત-પ્રેત) આદિ દેવોના ઉપદ્રવો થાય છે તેમ સમ્યક્ત્વ સંયમશ્રેણી કેવલજ્ઞાન આદિ ઉત્કૃષ્ટગુણોની સિદ્ધિ કરવામાં બહુલા અરિષ્ટ (ઘણાં વિઘ્નો) થાય છે. આવાં વિઘ્નો પૂર્વકાલીન ગુણપ્રાપ્તિ કર્યા વિના કેમ ટળે ? આ કારણથી જ “શમદમાદિ ગુણો''ની પ્રાપ્તિ થઈ હોય તો જ Page #302 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્તનાં છઠ્ઠા સ્થાનનું વર્ણન ૨૮૫ વિવક્ષિત ગુણની પ્રાપ્તિ માટેની અધિકારિતા (યોગ્યતા) આવે છે અને અધિકારિતા (યોગ્યતા) આવી હોય તો જ વિશિષ્ટ એવા અમદમાદિ ગુણોની પ્રાપ્તિ થાય છે. આમ એક-બીજા ઉપર આધાર રાખતા હોવાથી અન્યોન્યાશ્રય દોષ આવે છે. પરંતુ આ દોષને ટાળવા માટે પ્રથમ “શમદમાદિવંતને” જે વાક્ય છે ત્યાં “અલ્પશમદમાદિવેતન” આવો અર્થ કરવો. આવો અર્થ કરવાથી અલ્પ શમદમાદિ ગુણવાળાને અધિકારિતા આવે છે અને અધિકારિતાવાળાને વિશિષ્ટ શમદમાદિ ગુણોની પ્રાપ્તિ થાય છે. આમ કરવાથી અન્યોન્યાશ્રય દોષ આવતો નથી. અહીં શમ એટલે સમતા અર્થાત્ કષાયોનો ત્યાગ અને વર્ષ એટલે દમન અર્થાત્ ઈન્દ્રિયોનું દમન આવો અર્થ કરવો. એટલે અલ્પશમદમાદિ ગુણોથી અધિકારિતા આવે છે અને અધિકારિતા આવવાથી વિશિષ્ટ શમદમાદિ ગુણો આવે છે. આવો અર્થ કરવામાં આ અન્યોન્યાશ્રય દોષ આવતો નથી. જ્યારે આપણો આ જીવ તત્ત્વ પ્રાપ્ત કરવાને અભિમુખ થાય છે ત્યારે અનંતાનુબંધી કષાય મંદ થાય છે. આમ થવાથી આ જીવમાં જે “અસદ્ આગ્રહ” હતો તે મોળો પડે છે. અસદ્ આગ્રહ અનિવર્તિનીયને બદલે નિવર્તનીય થાય છે. આ પ્રથમ ગુણની પ્રાપ્તિ પૂર્વે આ “અસ આગ્રહ” અનિવર્તિનીય હતો તેથી જ અપુનબંધકાદિ પ્રાથમિક ગુણપ્રાપ્તિ પૂર્વે મહાત્મા પાસે તત્ત્વ સાંભળે, ધર્મપ્રવૃત્તિ પણ કરે. દીક્ષા પણ ગ્રહણ કરે. વ્યાખ્યાનાદિ પણ આપે, તો પણ પોતાનામાં રહેલો “અસ અગ્રહ” નિવૃત્તિને પામે નહીં. અપુનબંધકદશા આવ્યા પૂર્વે અલ્પ પણ શમદમ ગુણ આવ્યો નથી. તેથી આવા પ્રકારના જીવોમાં ઈન્દ્રિયોના વિષયોનું આકર્ષણ જબરૂ હોય છે. તેથી ધર્મપ્રવૃત્તિ કરે તો પણ ઈન્દ્રિયોના વિષયોની પ્રાપ્તિની Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ ભૂખ તીવ્ર હોવાથી આ લોક અને પરલોકના સુખોની આશંસા મોટી પડી હોય છે. ભોગસુખોની પ્રાપ્તિ માટે ધર્મપ્રવૃત્તિ કરે છે, પરંતુ આત્મગુણોને વિકસાવવા માટે આ જીવ તેટલો પ્રયત્ન કરતો નથી. જ્યારે અપુનબંધક દશા આ જીવમાં આવે છે ત્યારે (૧) ઈન્દ્રિયો કંઈક અંશે શાન્ત થાય છે. તેથી સદ્ગુરુનો આશ્રય આ જીવ સ્વીકારે છે. (૨) તત્ત્વ સાંભળે છે, તત્ત્વ સમજે છે અને ઈન્દ્રિયોનો વધારે વધારે નિગ્રહ કરવા પ્રયત્ન કરે છે. સાવધાન થઈ જાય છે અને અન્ય ઘણા ગુણો મેળવી શકે છે. આ પ્રમાણે “અપુનર્બંધકતા” નામનો પ્રથમ ગુણ સહજતાથી ઘણો પ્રયત્ન કર્યા વિના કાળ પરિપાક થવાથી આવે છે. પરંતુ તેના પછીના રત્નત્રયીની સાધના કરવા સ્વરૂપ બીજા ગુણો આ ગુણપૂર્વક જ આવે છે અને ઘણા ઘણા પ્રયત્નો કરવાથી આવે છે તથા ત્યાં ઉપસર્ગો પણ ઘણા આવે છે. ગરિષ્ટ (મોટી) સિદ્ધિ કરવામાં ઘણાં અરિષ્ટો (વિઘ્નો) હોય છે. ૧૦૯ી અવતરણ ઃ- કોઈક શિષ્ય આવો પ્રશ્ન કરે છે કે જેમ પ્રથમગુણ અન્યગુણો વિના પ્રગટ થયો. તેમ અન્ય ગુણો પણ પ્રગટ થશે. તેથી અન્ય ગુણોની પ્રાપ્તિ માટે પણ પ્રયત્ન શા માટે કરવો જોઈએ ? આવો પ્રશ્ન કોઈ કરે તો તેને જવાબ આપતાં ગ્રંથકારશ્રી કહે છે કે ભરતાદિકનિં છીંડીપંથ, રાપંથ કિરિયા નિગ્રંથ 1 ઉવટિ જાતાં કોઈ ઉગર્યો, - તો પણિ સેર ન ત્યજિઈ ભર્યો ||૧૧૦|| ગાથાર્થ :- ભરત મહારાજા આદિ દ્વારા સેવાયેલો જે માર્ગ છે તે છીંડીપંથ છે (અપવાદમાર્ગ છે, આડા-અવળો રસ્તો છે) અને નિય Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૮૭ સમ્યત્ત્વનાં છઠ્ઠા સ્થાનનું વર્ણન મુનિનો આત્મસાધના કરવાનો જે માર્ગ છે તે રાજમાર્ગ છે. આડા-અવળા રસ્તે જતા કોઈ કોઈ કદાચ બચી ગયા છે તો પણ લોકોથી ભરેલો છે રાજમાર્ગ છે તે તજવો જોઈએ નહીં. /૧૧all રબો - ભરતવિર માવનારું યિા વિના મુવા પામ્યા, ते छींडीपंथ कहिइ, राजपंथ ते निग्रंथक्रिया ज कहिइं । कोइ उवटिं जातां उगर्यो-लूटायो नहीं, तो पणि भर्यो सेर न त्यजिइं, ए शुद्धव्यवहार छइ । रोग घणा, औषध घणां इम मार्ग भिन्न भिन्न જીરૂ, પપ રનના વ્યવહાર ન સહિહું ૨૨મી વિવેચન :- ભરત મહારાજા આદિ મહાત્માઓને બાહ્ય ધાર્મિક ક્રિયાના આચરણ વિના (બાહ્ય આલંબન વિના) પૂર્વભવના અભ્યાસના કારણે આરિણાભૂવનમાં ગૃહસ્થવેશમાં કેવલજ્ઞાન પ્રગટ થયું. આ માર્ગ અતિશય વિષમ છે, દુષ્કર છે, કેડીમાર્ગ છે, રાજમાર્ગ નથી. કારણ કે સાધુપણામાં આવેલા જીવને પણ તુરત કેવલજ્ઞાન થતું નથી. તો ગૃહસ્થપણામાં કેવલજ્ઞાન થવું ઘણું દુષ્કર છે, માટે કેડીમાર્ગ છે, વિષમમાર્ગ છે, ભયોથી ભરેલો માર્ગ છે. તેથી આ માર્ગે કેવળજ્ઞાન પ્રગટ થવું તે અતિશય દુષ્કર છે. છતાં પણ પૂર્વભવના અભ્યાસથી (સંસ્કારથી) બનેલી તીવ્ર ભાવનાના કારણે ભરત મહારાજા આદિ કેવલજ્ઞાન પામી શક્યા છે અને કોઈ કોઈ મહાત્મા પામી પણ શકે છે. પરંતુ આ રાજમાર્ગ નથી. પરંતુ રાજમાર્ગ તે છે કે નિગ્રંથ મુનિ બનવું અને મુનિપણાની આચરણામાં વર્તવું. કારણ કે આ રાજમાર્ગે ભૂતકાળમાં ઘણા જીવો કલ્યાણ પામ્યા છે. હાલ પણ મહાવિદેહાદિ ક્ષેત્રમાં કલ્યાણ પામે છે અને ભવિષ્યમાં આ જ માર્ગે ઘણા જીવો કલ્યાણ પામશે. ઘણા ખરા જીવો સાધુપણુ પામવા દ્વારા જ મોહને જીતીને નિર્લેપદશાને પામે છે. માટે સાધુપણું ગ્રહણ કરવું આ જ રાજમાર્ગ છે. Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ સમ્યક્ત થસ્થાન ચઉપઇ જેમકે કોઈક મનુષ્ય આડા-અવળા માર્ગે, નિર્જન રસ્તે ભયભીત સ્થાનોમાંથી છૂપાતો છૂપાતો પોતાનું ધન લઈને નીકળ્યો અને તેવા સ્થાનોમાં ધારો કે કોઈ લુટારા ન મળ્યા અને ધન લુટાયા વિના જ ઈષ્ટસ્થાને પહોંચી ગયો. આટલા માત્રથી એક-બે વ્યક્તિ પાર ઉતર્યા હોય તેનો દાખલો લઈને તે માર્ગે બધાથી જવાતું નથી. ઘણા લોકો જે માર્ગે ચાલતા હોય તેવા ભરચક માર્ગને છોડીને આડા-અવળા માર્ગે જવાતું નથી. કારણ કે તેવા માર્ગે ચાલવામાં ભય રહેલા છે. તેથી મરૂદેવા માતા ભરત મહારાજા પૃથ્વીચંદ્રરાજા અને ગુણસાગર વગેરે કોઈ કોઈ મહાત્મા જીવો ગૃહસ્થપણામાં જ પરિણામની ધારા અતિશય નિર્મળ બનવાથી સંસારસાગર અવશ્ય તરી ગયા છે. તો ય સર્વ જીવો માટે આ રાજમાર્ગ બનતો નથી. આ કારણથી જે લોકો નિગ્રંથ મુનિની ઉત્તમ ધર્મક્રિયાઓનું આલંબન ત્યજીને ભરત મહારાજા આદિનાં ઉદાહરણો આગળ કરીને કેવળ એકાન્ત ભાવનામાર્ગને જ આગળ કરે છે અને ક્રિયામાર્ગનો નિષેધ કરે છે. આવા જીવો રાજમાર્ગના અપલાપક હોવાથી સંસારસાગર તરી શકતા નથી. બલ્ક ઉસૂત્ર પ્રરૂપક જાણવા. આડા-અવળા માર્ગે ચાલનારો મનુષ્ય પ્રાયઃ લુંટાય જ છે. કોઈક વ્યક્તિ જ ઉગરી જાય છે (બચી જાય છે) માટે તેનો દાખલો લેવાતો નથી. પરંતુ ધોરીમાર્ગની જેમ ભગવંતે બતાવેલા રાજમાર્ગે જ બધાંએ ચાલવું જોઈએ તથા બાહ્ય ધર્મક્રિયાનું નિરંતર આલંબન લઈને જ ભગવંતે બતાવેલા રાજમાર્ગે ધર્મપરાયણ રહેવું જોઈએ. મોહદશાને આધીન થયેલા આ જીવને ભરત મહારાજા આદિના દેષ્ટાન્ત જાણીને ગૃહસ્થપણામાં જ કેવળજ્ઞાન મેળવીને હું મોક્ષે જઈશ આવી પ્રબળ ઈચ્છા થઈ જાય છે. પરંતુ આવી વિચારસરણી રાખનારા Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૮૯ સમ્યક્તનાં છઠ્ઠા સ્થાનનું વર્ણન જીવો વાસ્તવિકપણે નિર્લેપદશા (મોહનો વિજય) કર્યા વિના જ કેવળ શબ્દોની જ ગોઠવણીમાં અંજાઈ જાય છે અને દુર્લભ એવો આ મનુષ્યનો ભવ હારી જાય છે. મનુષ્યનો ભવ ખોઈ નાખે છે. માટે આત્મધન લુંટાયા વિના જ જો મોક્ષે જવું હોય તો વીતરાગ પરમાત્માએ બતાવેલા નિગ્રંથમુનિપણાની આચરણા આચરવામાં સમતાપણે સતત પ્રવૃત્તિશીલ રહેવું જોઈએ. કારણ કે આ ધોરીમાર્ગ છે. ઘણા લોકો આ માર્ગે જ સંસાર તર્યા છે. તેથી આવું આચરણ આચરવું એ જ શુદ્ધ વ્યવહાર છે. આ જ શુદ્ધમાર્ગ છે. નિગ્રંથમુનિની આચરેલી ધર્મક્રિયાઓ પ્રબળ આલંબનભૂત છે. કોઈ મનુષ્યને ઘણો પ્રયત્ન કર્યા વિના બાપદાદાનું દાટેલું ધન કદાચ મળી જાય, અથલા લોટરી લાગી જાય અને ધન મળી જાય, તેનો અર્થ એ નથી કે સર્વે પણ મનુષ્યોએ આ માર્ગે ધનપ્રાપ્તિની રાહ જોવી. આ વાત જેમ સમજાય છે તેમ અહીં પણ નિન્દમુનિપણાની ઉત્તમ આચરણાસ્વરૂપ ધર્મક્રિયા કરવાનો માર્ગ અને જ્ઞાનપ્રાપ્તિનો માર્ગ. આ માર્ગ જ સંસારસાગર તરવામાં ધોરી રાજમાર્ગ છે. નિર્ચન્થપણાનું આચરણ કરવું તથા સતત તેમાં ઓતપ્રોતતા રાખવી એ જ નિર્લેપ થવામાં પ્રબળતર આલંબનભૂત છે. ઘણા જીવો નિગ્રંથ એવા મુનિપણાની ધર્મક્રિયા કરવા છતાં તેમાં સાવધાન હોવા છતાં પણ મોહની પ્રબળતાના કારણે નિર્લેપતાને પ્રાપ્ત કરી શકતા નથી તો પછી સામાન્ય જીવો તેવી બાહ્યક્રિયાના આલંબન વિના નિર્લેપ થવાના પ્રયત્નો જે કરે છે તે કેમ સફળતાને પામે ? લાકડાનું પાટીયું લઈને પણ જીવો તરી શકતા નથી તે જીવો પાટીયા વિના કેમ કરી શકે ? અર્થાત્ ન જ કરી શકે. માટે નિગ્રંથ થવાનો સરળ અને સીધો માર્ગ નિગ્રંથમુનિપણું અને તેમાં આચરણ કરાતી ધર્મક્રિયાઓ જ છે. તથા નિગ્રંથમુનિનું આલંબન જ મોટું કારણ છે. Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ - સમ્યક્ત જસ્થાન ચઉપઈ આમ હોવા છતાં પણ કોઈક જીવોએ (અપવાદે) તેવી ધર્મક્રિયાનું અને નિગ્રંથમુનિપણાનું આલંબન ન લીધું હોય અને અંતરંગપણે તેવા પ્રકારની જ્ઞાનોપયોગની તીવ્રતાથી નિર્લેપતાનો ભાવ આવી ગયો હોય, અને ભરત મહારાજાની જેમ તેમાં સફળ થયા હોય એવું પણ બને. તો પણ તેવાં દૃષ્ટાન્તોનું આલંબન લઈને તે માર્ગે ચાલીને નિર્લેપ થવાનો પ્રયત્ન કરાય નહીં. કારણ કે તે અપવાદમાર્ગ છે. તેમાં કોઈક જ સફળ થાય. ઘણા નિષ્ફળ જાય. બાહ્ય આલંબનો હોય તો પણ અંતરંગ મોહ જીતીને નિર્મોહપણાના પરિણામ આવવા ઘણા દુષ્કર છે તેવા જીવોને બાહ્ય આલંબન વિના તેવા પ્રબળ ઉંચાભાવ પ્રાપ્ત થવા શક્ય જ નથી. આ કારણે જ ભરત મહારાજા આદિ વડે સેવાયેલો આરિલાભુવનમાં કેવલજ્ઞાનની પ્રાપ્તિનો માર્ગ અતિશય વિષમમાર્ગ છે. કાંટા-કાંકરાવાળો માર્ગ છે. મોહરાજાના સૈનિકોરૂપી ચોર-લુંટારાથી ભરેલો માર્ગ છે તે માટે સામાન્ય જીવો તે માર્ગ ઉપર ચાલી શકે નહીં, જ્યારે સામાન્ય રાજમાર્ગ ઉપર ઘણા જીવો ચાલી શકે અને કલ્યાણ પ્રાપ્ત કરી શકે. ટબામાં કહે છે કે - કોઈ કોઈ એક-બે મહાત્મા પુરુષ કટ નાતા = આડા અવળા માર્ગે ચાલતાં જુદા નદી = ન લુટાયા તો પણ મર્યો તેર = લોકોની અવરજવરથી ભરપૂર ભરેલો રાજમાર્ગ ન નવું = ન ત્યજીએ. સારાંશ કે ઘણા લોકો જે માર્ગે આવતા-જતા હોય ચાલતા હોય તે માર્ગે જ ચાલવું હિતાવહ છે. આ જ શુદ્ધ વ્યવહાર કહેવાય છે. ભરત મહારાજા આદિ કોઈ કોઈ મહાત્મા ધર્મક્રિયા કર્યા વિના ભાવનાના બળે આરિણાભૂવનમાં કેવળજ્ઞાન પામી શક્યા છે, પણ તે રાજમાર્ગ નથી, વિષમમાર્ગ છે. કારણ કે બાહ્ય ધર્મક્રિયાના આલંબન વિના મોહરહિત દશાને પ્રાપ્ત કરવી અતિશય દુષ્કર છે. આમ હોવા Page #308 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્તનાં છઠ્ઠા સ્થાનનું વર્ણન ૨૯૧ છતાં પણ પૂર્વભવના અભ્યાસના કારણે ભરત મહારાજા આદિ કેવળ એક ભાવનાને બળે નિર્લેપદશા પ્રાપ્ત કરી શક્યા છે. પરંતુ તે રાજમાર્ગ નથી. રાજમાર્ગ તો તે છે કે નિગ્રંથ સાધુપણું પ્રાપ્ત કરવું અને ધર્મક્રિયાઓમાં લયલીન રહેવું. કારણ કે આ ધોરીમાર્ગ છે અને માર્ગે ઘણા જીવો કલ્યાણ પામ્યા છે અને ભવિષ્યમાં પણ પામશે. જેમ આડા અવળા માર્ગે ચાલનારો કોઈ મનુષ્ય કદાચ વિનો વિના પોતાના ઈષ્ટ સ્થાને પહોંચી ગયો તો પણ તે સ્થાને પહોંચવાનો આ ધોરીમાર્ગ (રાજમાર્ગ) નથી. કોઈ પણ બુદ્ધિશાળી મનુષ્ય લોકોના અવરજવરવાળા માર્ગને છોડીને આડા-અવળા માર્ગે જવાનું પસંદ કરે નહીં. કારણ કે તેમાં ઈષ્ટ સ્થાને પહોંચે એક-બે વ્યક્તિ અને લુંટાય અનેક વ્યક્તિ, માટે આ માર્ગ સર્વ જીવો માટે બરાબર નથી. આ માર્ગને રાજમાર્ગ કહેવાતો નથી. તથા નિર્લેપ થવાનો અને મોહરહિત થવાનો સાચો અને સરળ માર્ગ નિગ્રંથ થવાનો અને નિગ્રંથપણાની ધર્મક્રિયા કરવાનો છે. ભરત મહારાજા વગેરેના ઉદાહરણમાં પૂર્વભવના અતિશય અભ્યાસના કારણે બાહ્ય આલંબન વિના પણ ભાવનામાત્રથી અંતરંગ વીર્ય ઘણું ઉછળ્યું છે. તે ઉછળતું વીર્ય કર્મોના ભુક્કા બોલાવી દે છે. પરંતુ બધા જીવો આટલા બધા શક્તિશાળી હોતા નથી. તેથી જે જીવો ઉત્તમ આલંબનવાળા થઈને વિચરે તો પણ મોહરાજાનો પરાભવ ન કરી શકે તેવા પામર હોય છે. અને ભરત મહારાજા આદિનાં ઉદાહરણો આપીને દલીલો ભલે કરે પરંતુ ભાવરોગનો તેઓ નાશ કરી શકે નહીં. જીવો બીલાડીથી પણ ડરતા હોય તે જીવો સિંહની સામે કેમ થઈ શકે? આ વાત કેમ ઉચિત કહેવાય ? અર્થાત્ ઉચિત નથી. તેથી જ ભિન્ન ભિન્ન આલંબનો દ્વારા રત્નત્રયીની સાધના કરવા વડે મુક્તિની પ્રાપ્તિ થાય છે. તેથી જ આલંબનોની ભિન્નતાના કારણે ૨૦ Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ સમ્યક્ત ષડ્રસ્થાન ઉપઇ. જ મોક્ષનો માર્ગ ભિન્ન ભિન્ન છે. સારાંશ કે ભિન્ન ભિન્ન માર્ગનું આલંબન લેવા દ્વારા મોહરાજાને જીતીને મોક્ષે જવાય છે. માર્ગ ભલે ભિન્ન ભિન્ન હોય પરંતુ અંતે તો મોહ નાશ કરવો છે આ જ માર્ગ છે. આ જ રાજમાર્ગ છે. આ રાજમાર્ગે મુનિપણાની ક્રિયા આચરવી એ જ ધોરીમાર્ગ છે. કારણ કે મોટાભાગના જીવો આ જ માર્ગ મોક્ષે ગયા છે, જાય છે અને જશે. આ પ્રમાણે વ્યવહારમાર્ગે ચાલવું અને આ વ્યવહારમાર્ગની શ્રદ્ધા કરવી એ જ આપણા માટે હિતકારી માર્ગ છે. આ કારણથી જે લોકો ભરતાદિનું ઉદાહરણ આપીને ધર્મક્રિયા કરવાની જરૂર નથી આમ કહીને ધર્મક્રિયાનો ઉચ્છેદ કરે છે. તેઓને શાસ્ત્રકાર ભગવંતોએ મહાપાપી કહ્યા છે. રાજમાર્ગના તેઓ લોપક છે આમ જાણવું. નિગ્રંથપણાની ધર્મક્રિયા કરવી આ જ રાજમાર્ગ છે. તે રાજમાર્ગને છોડવો જોઈએ નહીં. આ જ શુદ્ધ વ્યવહાર છે. આથી કરીને શુદ્ધ વ્યવહારને માન્ય એવા ધોરીમાર્ગને છોડીને ભરત મહારાજા આદિનું આલંબન લઈને સ્વયં પોતે જે જીવો ધર્મક્રિયા કરતા નથી અને બીજાને પણ ધર્મક્રિયા ન કરવાનો ઉપદેશ આપે છે તથા કહે છે કે ધર્મક્રિયા કર્યા વિના ભરત મહારાજા આદિ ઘણા જીવો મોક્ષે ગયા છે તેથી મોક્ષે જવાનો માર્ગ માત્ર નિર્લેપ થવાની ભાવના ભાવવી એ જ છે. પરંતુ બાહ્યક્રિયા કરવાની કંઈ જરૂર નથી. આવું કહેનારા ધર્મક્રિયાઓનો ઉચ્છેદ કરીને મહાપાપ બાંધે છે. આમ શાસ્ત્રકાર મહર્ષિપુરુષો કહે છે. શરીરમાં રોગો પણ ઘણા છે તથા તે રોગોનો નાશ કરનારાં ઔષધો પણ ઘણાં હોય છે. ત્યાં જે જીવને જે ઔષધ જે રોગનું નાશક બને તે જીવને તે ઔષધ તે રોગના નાશ માટે ઉપકારક અને આદરણીય છે. તેમ મોહરાજાને જિતવાના માર્ગો ભિન્ન ભિન્ન અનેક છે. તપ, જ્ઞાન, ધ્યાન, આલોચના, ગુરુસેવા વગેરે અનેક માર્ગો છે. પરંતુ જે Page #310 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્તનાં છઠ્ઠા સ્થાનનું વર્ણન ૨૯૩ જીવને જે માર્ગનું સેવન કરવાથી મોહરાજા જિતાય તે જીવ માટે તે માર્ગ ઉપકારી છે. આમ સમજીને રાજમાર્ગ જ સ્વીકારવો જોઈએ. અપવાદમાર્ગ બધાંને માટે કામનો નથી અને આવા પ્રકારનો રાજમાર્ગ શુભ વ્યવહાર સ્વરૂપ છે. માટે ગુરુસેવા આદિ શુભ વ્યવહાર આદરવો જોઈએ. /૧૧oiા. અવતરણ :- ગાથા ૧૦૧માં પૂર્વપક્ષકારે આવું કહ્યું છે કે જે જીવની જેવી નિયતિ (ભવિતવ્યતા) હશે તે જીવની તેવી રીતે અર્થાત્ તે કાલે જ મુક્તિ થશે. એટલે કે જીવની મુક્તિપ્રાપ્તિ નિયત છે. તે નિયતકાલ કરતાં વહેલી કે મોડી આપણાથી કરી શકાતી નથી. માટે મુક્તિપ્રાપ્તિ માટે નિગ્રંથપણાની અને ઘણી ઘણી ધર્મક્રિયા કરવાની આવશ્યકતા નથી. જે કાલે જે થવાનું છે તે બધું નિયત જ છે અને તે કાળે તે થશે જ. તો પછી આવી ધર્મક્રિયાઓ શા માટે કરવી જોઈએ ? આવો પ્રશ્ન જો કોઈ કરે તો તેનું ખંડન કરતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે તીરથસિદ્ધાદિકનો ભેદ, નિયતિ તિહાં નવિ ક્રિચાઉજીંદા જાણી કષ્ટ સહિત તપ હોય, કરમનિમિત્ત ન કહિઈ સોચ II૧૧TI ગાથાર્થ - તીર્થસિદ્ધાદિકનો ભેદ નિયતિ પ્રમાણે જ થાય છે તો પણ ત્યાં (નિયતિપ્રમાણે તીર્થસિદ્ધાદિ છે તેમાં પણ) કિયાનો ઉચ્છેદ થતો નથી. જાણીબુઝીને કર્મ અપાવવા માટે જે સહન કરવામાં આવે તેને તપ કહેવાય છે. આવા પ્રકારનો તપ કર્મબંધનું નિમિત્ત થતો નથી. //૧ ૨૧// | રબો - તીર્થસિદ્ધ-તીર્થસિદ્ધારમે નિતિપ્રમાણું છે, પણ क्रियाच्छेद न हुइ, तत्कालइ तत्सामग्री ज तत्कार्यजनक हुइ । जे इम Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ સમ્યક્ત ષસ્થાન ચઉપઈ कहिउं - "कष्ट खमवू ते कर्मनिमित्त" ते ऊपरि कहइ छइ - जाणी कष्ट खमइ, तप हुई, पणि कर्मवेदना मात्र नहीं । अत एव “देहदुक्खं महाफलं" इहां "ज्ञात्वा" इति शेषः कहिओ, आभ्युगमिक औपक्रमिक दुःखसहनगुण तेह ज तप, तेहथी गुणवृद्धि अनइ गुणाप्रतिपात हुई, क्रियानु पणि एह ज फल. अवदाम च - गुणवृद्धयै ततः कुर्यात्, क्रियामस्खलनाय वा । હવે તુ સંયમસ્થાન, નિનાનામવેતિકને -છા (જ્ઞાનસારાષ્ટક) अत एव "मार्गाच्यवननिर्जरार्थं परिषोढव्याः परिषहाः" (इति ज्ञानसार ९ अ, सूत्र ७) । दुःखस्य नादेयत्वात् (दुःखस्यानादेयत्वात्) तत्सहनमनादेयं चेत्, कर्मणोऽनादेयत्वात् तत्मोक्षोऽपि तथा स्यात् । स्वभावसमवस्थाने न दुःखतत्सहनसङ्कल्पश्चेद् "मोक्षे भवे च सर्वत्र निःस्पृहो मुनिसत्तगः" इति वचनात् तदा मोक्षसङ्कल्पोऽति नेति तुल्यमदः ॥१११॥ વિવેચન :- જે જીવનું તીર્થમાં સિદ્ધ થવાનું નિયતિવાદથી જ્યારે નિયત હોય છે ત્યારે જ થાય છે અને તે રીતે જ તીર્થસિદ્ધરૂપે જ થાય છે. તેવી જ રીતે જે જીવનું અતીર્થસિદ્ધરૂપે સિદ્ધ થવાનું નિયત હોય છે તે જીવનું તે રીતે અતીર્થસિદ્ધ રૂપે જ અને તે કાળે જ થાય છે. તો પણ તેવા પ્રકારની મોક્ષપ્રાપ્તિમાં જે સામગ્રી છે તેમાં આવા પ્રકારની ક્રિયાનો પણ સંભવ અવશ્ય છે જ. સારાંશ કે જેમ મોક્ષપ્રાપ્તિ નિયત છે. તેમ મોક્ષપ્રાપ્તિને અનુકૂળ સામગ્રી પણ તેની અંદર નિયત છે. તે સામગ્રીમાં ધર્મક્રિયાનું આચરણ પણ અંદર અવશ્ય નિયતપણે રહેલુ છે. જો મુક્તિની પ્રાપ્તિને નિયત રૂપે લો છો તો તે મુક્તિની જેમ તેની ધર્મક્રિયા પણ તેમાં નિયત છે આમ પણ સ્વીકારી લેવું જોઈએ. જેમ મહાવીર પ્રભુની પ્રથમ દેશના નિષ્ફળ જવાનું નિયત હતું એટલે પ્રથમ દેશના નિષ્ફળ ગઈ તેમ તેમની પ્રથમ દેશનામાં વિરતિ ગ્રહણ કરે એવા Page #312 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વનાં છટ્ઠા સ્થાનનું વર્ણન ૨૯૫ જીવોનું આગમન ન થવાનું પણ નિયત હતું તેથી જ કોઈએ વિરતિ ન લીધી આમ સમજવું જોઈએ. જેમ ઈન્દ્રભૂતિ આદિ ૧૧ બ્રાહ્મણોનું ગણધરપદે સ્થાપિત થવાનું નિયતિવાદથી નિયત હતું તેમ અભિમાનપૂર્વક પણ પરમાત્મા શ્રી મહાવીરપ્રભુને વાદમાં જિતવાની બુદ્ધિથી પરમાત્મા પાસે આવવાનું પણ નિયત હતું. આમ લેવું જોઈએ. આ ઉદાહરણોથી સમજાશે કે કાર્ય જેમ નિયત છે તેમ તે કાર્યને કરનારું કારણ પણ અંદર નિયત હતું. આમ સમજીને મોક્ષની નિયતિ જો સ્વીકારો તો મોક્ષને પ્રાપ્ત કરાવે તેવી ક્રિયાની પણ નિયતિ સ્વીકારવી જોઈએ. માત્ર એકલી કાર્યની નિયતિને આગળ કરીને કારણની નિયતિને કાઢી નાખવી અથવા ન માનવી તે ઉન્માર્ગ જ જાણવો. મિથ્થા વચન સમજવું. જે જે મહાપુરુષો પોતાના આત્માનો મોક્ષ કેવળજ્ઞાનથી નિયતપણે દેખે છે તે તે મહાપુરુષો પણ આવા પ્રકારના તપ-જપ આદિ ધર્મઆરાધનથી જ મોક્ષ થવાનો છે આ પણ કેવળજ્ઞાનથી દેખે છે માટે ક્રિયામાર્ગનો ઉચ્છેદ કરતા નથી. પણ કાર્યસાધક ધર્મક્રિયા કરે જ છે માટે ક્રિયાનો નિષેધ કરવો જોઈએ નહીં. કારણ કે તે તે કાલે તેવી તેવી કારણસામગ્રી મળવાથી જ તે તે કાર્યની ઉત્પત્તિની નિયતિ છે. તેના વિના (એટલે કે કારણની નિયતિ વિના) કાર્યની નિયતિ પણ અનિયત છે. આમ સ્યાદ્વાદપૂર્વક તત્ત્વ જાણવું. પરમાત્મા શ્રી મહાવીર પ્રભુને કર્મ ખપાવવા માટે ૫ માસ ૨૫ દિવસનો તપ થવાનો જેમ નિયત હતો તેમ તે નિયતિને અનુરૂપ પ્રભુને અભિગ્રહ ધારણ કરવાનું મન થયું અને ૫ માસ તથા ૨૫ દિવસે ચંદનબાળાની પણ (પગમાં બેડી, માથે મુંડી, બારણાની અંદર અને બહાર ઉભેલી, સુપડામાં બાકુળા વગેરે દ્રવ્યોની પ્રાપ્તિ) આ બધું પણ નિયતિવાદથી નિયત હતું આમ જાણવું જોઈએ. કેવળ એકલી કાર્યની નિયતિ આગળ કરીને કારણનો અપલાપ કરવો તે ઉચિત નથી. પણ ઉન્માર્ગ જ છે. Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ સમ્યક્ત જસ્થાન ચઉપઈ કાર્યને જો નિયત માનો છો તો તે તે કાર્યના જનક એવા કારણને પણ નિયત માનવું જોઈએ. અન્યથા યથાર્થ માન્યું કહેવાય નહીં. ઉન્માર્ગ કહેવાય. ને રૂમ કિ. વર્મવેના મીત્ર નદી – જે કેટલાક વાદીઓ (પ્રશ્નકારો) આમ કહે છે કે “કષ્ટ ખમવું” (દુઃખ સહન કરવું) તે તો પૂર્વે બાંધેલા “કર્મનિમિત્ત કર્મનો ઉદય છે એટલે કે તાજપ કરવું, ભૂખ્યા રહેવું અને ઉપવાસ આદિ કરવા તે તો પૂર્વે ભીખારીના જીવની જેમ અંતરાયકર્મ બાંધ્યું હોય તો તેના ઉદયથી આહારનો અંતરાય થાય. તેમાં કંઈ ધર્મ થતો નથી. જેમ અસાતા વેદનીયના ઉદયથી શરીરમાં રોગો ફેલાય તેમ અંતરાય કર્મના ઉદયથી આહાર-પાણી ન મળે. પણ તપ કરવામાં કર્મોની નિર્જરા થતી નથી. આમ કોઈ વાદી કહે તે વાદીને જવાબ આપતાં ગ્રંથકારશ્રી કહે છે કે “જે જીવોને ખાવા-પીવાની બધી સામગ્રી પ્રાપ્ત થઈ હોય, મેવા-મીઠાઈ ખાઈ શકે તેવી આર્થિક સ્થિતિ ઘરની સારી હોય પણ મેવા-મીઠાઈ ઉપરનો રાગ છોડવા માટે “ના છ ઘમ તપ દુરું પા શર્મવેના માત્ર નદી” જાણીબુઝીને આહારનો જે આત્મા ત્યાગ કરે છે. અને તે આહારાદિનો મોહ ઉતારવા માટે કષ્ટ સહન કરે છે. તેને તો તપ જ કહેવાય પણ તેને કર્મનો ઉદય ન કહેવાય. જેને આહાર-પાણી મળે જ નહીં તેને અંતરાયનો ઉદય કહેવાય. પણ તપ કરનારા જીવોના ઘરોમાં આહારની સુલભતા હોય છે. મેવામીઠાઈ વગેરે જે ખાવું હોય તે ખાઈ શકે છે. ઘરમાં આવી ઘણી સામગ્રી હોય પરંતુ આહાર ઉપરની મમતા-મૂછ ઓછી કરવા માટે જ જાણીબુઝીને આવા જીવો તપ કરે છે. માટે તે લાંઘણ કે અંતરાયકર્મનો ઉદય કહેવાતો નથી. આ કર્મનો ઉદય નથી, પરંતુ સમ્યપ્રકારે મોહને Page #314 -------------------------------------------------------------------------- ________________ સમ્યત્ત્વનાં છઠ્ઠા સ્થાનનું વર્ણન ૨૯૭ જિતવા માટે જાણીબુઝીને આહારત્યાગ કરે છે માટે તે તો તપગુણ છે. તેનાથી તો કર્મોની નિર્જરા થાય છે. ભીખારી અથવા દીન દુઃખીયાને જે આહાર નથી મળતો તે કર્મવેદના છે. અંતરાયકર્મનો ઉદય છે. એટલે કે ભોગાંતરાય અને ઉપભોગાંતરાય કર્મનો ઉદય છે. પણ જે મહાત્માઓ આહારની વિપુલ પ્રાપ્તિ હોવા છતાં મોહ ઉતારવા માટે જ આહારત્યાગ કરે છે તે તો કર્મનિર્જરાનું જ કારણ બને છે. મતઃ અ = આ કારણથી જ જૈનશાસ્ત્રોમાં મહાત્મા પુરુષોએ ખાસ કથન કરેલું છે કે જે જે આત્માઓ મોહને જિતવા માટે દેહને દુઃખ આપે છે, ઉપસર્ગો સહન કરે છે, કાર્યોત્સર્ગ મુદ્રાએ ઉભા રહી દેહદમન કરે છે અથવા ધ્યાન કરે છે, સાધુ-સંતો પગપાળા વિહાર કરે છે તે સઘળાં પણ કાર્યો, સગવડતા અને સાનુકૂળતા હોવા છતાં મોહનો નાશ કરવા માટે જ કરાય છે, મોહને જિતવાના આશયથી કરાયેલું દેહનું દુઃખ મહાફળવાળું થાય છે. અતિશય સુકોમળ કાયાવાળા ધન્નાશાલિભદ્રજીએ પણ અણશણ કર્યું, અરણીકમુનિએ અણશણ કર્યું આ બધો અંતરાય કર્મનો ઉદય નથી પરંતુ મોહનો વિજય છે. મોહને જિતવા માટે જ મહાત્મા પુરુષો રેલ્વે મણિનમ્ નું સૂત્ર અપનાવે છે. અહીં ટબામાં રેવું મરણ = જે લખ્યું છે ત્યાં જ્ઞાત્રિા આવું પદ અધ્યારથી જોડી દેવું જેથી અર્થની સંગતિ થાય “દેહને સમજણપૂર્વક કર્મ ખપાવવા માટે દુઃખ આપવું તે મહાફળવાળું છે. આમ જાણીને જ્ઞાની પુરુષો વૈભારગિરિ વગેરે પર્વતો ઉપર અથવા ગુફાઓમાં રહીને મૂછ ઉતારવા માટે આહારત્યાગ કરે છે. “મ્યુનિવ-પશિવ-ક્રિયાનું પણ દિન 7" = કેવા પ્રકારમાં કષ્ટો સહન કરવાથી તપ અને કર્મનિર્જરા થાય છે. આ વાતને સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે અભ્યાગમ એટલે Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ સમ્યક્ત જસ્થાન ચઉપઈ સ્વીકારેલું. પોતાની ઈચ્છાથી કર્મોને ખપાવવાના આશયથી સ્વીકારેલું જે દુઃખ, તે દુઃખ સહન કરવામાં કર્મોની નિર્જરા રહેલી છે. આ દુઃખ વિશિષ્ટ સમભાવપૂર્વક મુનિઓ એવું સહન કરે છે કે તેમાં પોતાનાં પૂર્વે બાંધેલાં કર્મોમાં ઉપક્રમ લાગે અને તેનાથી કર્મોની સ્થિતિ અને રસ તુટે તથા કર્મો તુટવાથી કર્મો વડે ઢંકાયેલા ગુણો પ્રગટ થાય અને પ્રગટ થયેલા ગુણોનો અપ્રતિપાત થાય. આ પ્રમાણે જાણી બુઝીને સમતાભાવપૂર્વક પૂર્વકાલીન કર્મોને ખપાવવા માટે સમ્યફભાવ પૂર્વક દુઃખ સહન કરવું તે તપગુણ છે. કર્મો તુટવાથી ગુણોનો આવિર્ભાવ થાય છે અને આવિર્ભત થયેલા ગુણો અપ્રતિપાતી બને છે. આ જ તપનું ફળ છે. આમ ગુણપ્રાપ્તિ માટે અને પ્રગટ થયેલા ગુણોના અપ્રતિપાત માટે જ તપ છે. (જાણીબુઝીને પોતાની ઈચ્છાપૂર્વક મોહ-મમતાના ત્યાગ માટે આહારત્યાગ છે.) સંયમધર્મની ક્રિયાનું પણ આ જ ફળ છે. ગુણોને ઉઘાડવા અને ઉઘડેલા ગુણોને દીર્ધકાળની સ્થિતિવાળા કરવા માટે જ મોહઉતારવા સારું જ તપ કરાય છે. જ્ઞાનસારાષ્ટકમાં (૯મા અષ્ટકમાં ૭મા શ્લોકમાં ગ્રંથકારશ્રીએ પોતે જ કહ્યું છે કે - ગુણોની વૃદ્ધિ માટે અને પ્રગટ થયેલા ગુણોમાંથી અલિત ન થઈ જવાય તે માટે છદ્મસ્થ જીવોએ તપ કરવો જોઈએ. જિનેશ્વર (વીતરાગ) ભગવંતોનું સંયમસ્થાન એક જ હોય છે. આપણા આત્મામાં જે ગુણો આવ્યા હોય તે ગુણોની વધારે વૃદ્ધિ થાય અને જે ગુણો ન આવ્યા હોય તે ગુણો પ્રગટ થાય આ બે કારણોસર છઘસ્થજીવોએ તપ (તથા જ્ઞાન, દર્શન અને ચારિત્રનું) સેવન કરવું જોઈએ. કેવળજ્ઞાની ભગવંતો અનંત જ્ઞાનાદિ ગુણોવાળા છે તથા સર્વથા મોહના દોષથી રહિત છે. સંપૂર્ણ વીતરાગતાવાળા છે. કોઈપણ ગુણ Page #316 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્તનાં છઠ્ઠા સ્થાનનું વર્ણન ૨૯૯ પ્રગટ કરવાનો બાકી નથી. માટે તેઓને તપ (આહારત્યાગ) કરવો જરૂરી નથી. પ્રાપ્ત થયેલું આ શરીર આહાર દ્વારા જ ટકે છે અને તેઓને શરીર છે તેથી શરીર હોવાના કારણે શરીર ટકાવવા માટે આહારગ્રહણ હોય છે. મોહથી આહારગ્રહણ હોતું નથી. આ કેવલજ્ઞાની ભગવંતો મોહરહિત વીતરાગ હોવાથી સમાન પરિણામવાળા હોય છે. એટલે કે એક જ સંયમસ્થાન (યથાવાત ચારિત્રયુક્ત) હોય છે. સંયમની ધારામાં હાનિ-વૃદ્ધિવાળા પરિણામ હોતા નથી. એટલે આહારગ્રહણ તે શરીર ધર્મ હોવાથી શરીર ટકાવવા પુરતું જ આહાર ગ્રહણ હોય છે અને તેના કારણે જ નિહાર પણ હોય છે. તથા વિહાર પણ કરે છે પરંતુ કોઈ પણ પ્રકારના મોહના વિકારો હોતા નથી. આહાર-નિહાર અને વિહાર હોય છે પણ મોહના ભાવો હોતા નથી. વીતરાગ કેવલજ્ઞાની ભગવંતો વિનાના ૧ થી ૧૨ ગુણસ્થાનકોમાં વર્તતા જીવોને ગુણોની પ્રાપ્તિ માટે અને પ્રાપ્ત થયેલા ગુણોના સંરક્ષણ માટે તપ, આત્મદમન ઈન્દ્રિયસંયમ ઈત્યાદિ અનેક પ્રકારનું ઉત્તમ આચરણ આચરવાનું હોય છે. આ જીવોને પ્રાપ્ત થયેલું પરમાત્માનું શાસન અને ચારિત્ર આદિ ગુણોની રક્ષા માટે યથાશક્તિ તપ કરવો પણ આવશ્યક છે. આહારાદિ ભાવોની લોલુપતા ન વધે તે માટે તપ આદિ ગુણો આચરવા અતિશય આવશ્યક હોય છે. આ કારણથી જ ઉપાધ્યાય શ્રી ઉમાસ્વાતિજીએ તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે કે - मार्गाच्यवननिर्जरार्थं परिषोढव्याः परिषहाः ॥९-८॥ “પરમાત્માનો પ્રાપ્ત થયેલો જે માર્ગ (પ્રાપ્ત થયેલા જે ગુણો) તેનાથી આ આત્માનું ચ્યવન (પતન) ન થઈ જાય એટલે કે પ્રાપ્ત થયેલા ગુણો ટકી રહે અને તેમાં વૃદ્ધિ થાય તે માટે તથા કર્મોની નિર્જરા માટે (એટલે કે કર્મોથી આચ્છાદિત ગુણો પ્રગટ થાય) આ બે કારણોસર આ જીવે ૨૨ પરિષહો જીતવા જોઈએ. (તત્ત્વાર્થસૂત્ર ૯-૮) Page #317 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ સમ્યક્ત ષડ્રસ્થાન ચઉપઈ અહીં કોઈ પ્રશ્નકાર આવો પ્રશ્ન કરે છે કે “દુઃખ કોઈને ઈષ્ટ નથી અર્થાત્ અનાદેય (ન આદરવાલાયક) છે. તેથી દુઃખને સહન કરવું. આ પણ અનાદેય જ ગણાય તો આહારત્યાગ કરીને શરીરને અને તેની સાથે રહેલા આ આત્માને શા માટે કષ્ટ આપવું જોઈએ? જો દુઃખ હેય છે તો દુઃખનું સહન કરવું પણ હેય જ થાય. માટે શરીરને તપથી દુઃખી કરવું જોઈએ નહીં. તેથી તપનું આચરણ કરવું ઉચિત નથી. આવા પ્રકારનો કોઈ પ્રશ્ન કરે તો તે પ્રશ્નનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે દુઃખ એ અનાદેય છે. તેથી દુઃખની પ્રાપ્તિના ઉપાયો પણ અનાદેય કહેવાય. પરંતુ દુઃખ સહન કરવું તે અનાદેય ન કહેવાય જેમ મૃત્યુ કોઈને ગમતું નથી. તેથી મૃત્યુના ઉપાયો વિષપાન અગ્નિસ્નાન કે જળપાન ઈત્યાદિ મૃત્યુના ઉપાયો પણ અવશ્ય અનાદેય છે. પરંતુ આવી પડેલું મૃત્યુ રોકી શકાતું નથી. તે તો સ્વીકારવું જ પડે છે તેમ દુઃખ અનાદેય હોવાથી દુઃખ આવે અથવા દુઃખમાં વૃદ્ધિ થાય તે અનાદેય છે. પરંતુ આવી પડેલા દુઃખને કમની નિર્જરા માટે સમતાભાવપૂર્વક સમાપ્ત કરે જ છુટકો છે. તેથી મહાત્મા પુરુષો આવી પડેલા ઉપસર્ગો સહન કરે છે. માથા ઉપર આગની પાઘડી આવી પડે તો પણ સ્વીકારે છે. ઘાણીમાં પલાવાનું આવે તો પણ સ્વીકારી લે છે. તેથી દુઃખ અનાદેય છે માટે દુઃખના ઉપાયો પણ અનાદેય છે. પરંતુ પ્રાપ્ત થયેલા દુઃખને સહન ન કરવું અને રાગાદિ કષાયોમાં જવું આ માર્ગ નથી. જો દુઃખ અનાદેય હોવાથી દુઃખનું સહન કરવું તે પણ અનાયા જ હોત તો કર્મો અનાદેય છે તેથી કર્મોના નાશરૂપ મોક્ષ પણ અનાદેય જ થઈ જશે. તેથી મોક્ષ પણ અનાય જ થાય, પરંતુ આ વાત બરાબર નથી. દુઃખ અનાદેય છે તેથી દુઃખના નાશના ઉપાયો કંઈ અનાદેય બનતા નથી. તેવી જ રીતે કર્મો અનાદેય છે પણ કર્મોના નાશના ઉપાયો અનાદેય બનતા નથી. Page #318 -------------------------------------------------------------------------- ________________ ૩૦૧ સમ્યત્ત્વનાં છઠ્ઠા સ્થાનનું વર્ણન દુઃખ અનાદેય છે એટલે દુઃખના ઉપાયો અનાદેય કહેવાય પણ દુઃખના નાશના ઉપાયો અનાદેય ન કહેવાય. તેવી જ રીતે કર્મો અનાદેય છે માટે કર્મો બાંધવાના ઉપાયો અનાદેય ગણાય. પરંતુ કર્મોના નાશના ઉપાયો ધ્યાન-તપ-રત્નત્રયીની સાધના આ અનાદેય ન કહેવાય. માટે તપ એ અનાદય નથી. પ્રશ્ન - જ્યારે આ જીવ મોક્ષપ્રાપ્તિ માટે આગળ વધે છે ત્યારે “સ્વભાવદશામાં સમભાવે વર્તવું” આ જ તત્ત્વને મોક્ષના ઉપાયરૂપે આ જીવ સ્વીકારે છે અને સ્વભાવદશામાં સમભાવે વર્તવાથી જ આ જીવનો મોક્ષ થાય છે ત્યાં મોક્ષ અનાદેય નથી, છતાં તેના ઉપાયભૂત મોક્ષપ્રાપ્તિનો રાગ અનાદેય બને છે અર્થાત્ મોક્ષ ઉપાદેય છે છતાં તેની પ્રાપ્તિ માટેનો રાગ એ ઉપાદેય બનતો નથી. તો તમે કહેલો આ નિયમ કેવી રીતે લાગુ પડે કે જેનું કાર્ય અનાદેય ન હોય તેનું કારણ પણ અનાદેય ન હોય? ઉત્તર :- મોક્ષ પ્રત્યેનો રાગ એ મોક્ષનું કારણ જ નથી પરંતુ સમભાવાવસ્થા એ મોક્ષનું કારણ છે તેથી જ્યારે આ જીવ મોક્ષાત્મક કાર્યસિદ્ધિ તરફ આગળ વધે છે ત્યારે મોક્ષપ્રત્યેના રાગને પણ ત્યજીને સમભાવદશાસ્વરૂપ મોક્ષના કારણને સ્વીકારે છે. શાસ્ત્રોમાં જ કહ્યું છે “આઠમા ગુણસ્થાનકથી આગળ આ જીવ મોક્ષપ્રાપ્તિ પ્રત્યે અને સંસારી કોઈપણ અવસ્થા પ્રત્યે નિઃસ્પૃહ થાય છે. એટલે કે મોક્ષ પ્રત્યે પણ રાગ નથી અને સંસારી કોઈપણ અવસ્થા પ્રત્યે પણ રાગ નથી.” આવા પ્રકારનું જ્ઞાનીનું વચન હોવાથી ઉપરના ગુણસ્થાનકોમાં આરૂઢ થયેલો જીવ મોક્ષની પ્રાપ્તિ પ્રત્યે પણ રાગવિનાનો નિઃસ્પૃહ બને છે. તેથી તે જીવને મોક્ષનો સંકલ્પ પણ હોતો નથી. ઊંચી દશામાં વર્તતા મુનિઓને પૂર્વકૃત કર્મના ઉદયથી દુઃખ હોઈ શકે છે પરંતુ સ્વભાવદશામાં Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ લયલીનતા હોવાથી સમભાવદશા સ્વરૂપ સમતાભાવમાં વર્તતા તે મુનિ મહાત્માઓને ઉપસર્ગ-પરિષહોનાં દુઃખો તો હોઈ શકે છે. પરંતુ મોહનો વિજય કરેલ હોવાથી તે દુઃખો દુઃખો રૂપે લાગતાં નથી. અર્થાત્ તેનાથી રતિ-અરતિ ઉદ્વેગ ઈત્યાદિ વિકારો આ જીવને થતા નથી. દુઃખનું સંવેદન હોય છે પણ અતિ આદિ વિકારો થતા નથી.આવા પ્રકારની આ જીવની ઉચ્ચતર સ્થિતિ બની જાય છે. ।।૧૧૧ અવતરણ : कोइ घणइ कालिं मोक्षई जाइ छइ, कोइ थोडइ कालिं, ते किम ? ते उपर कहइ छइ કોઈક શિષ્ય પ્રશ્ન કરે છે કે કોઈક મહાત્મા ઘણા મોડા મોડા મોક્ષે જાય છે અને કોઈક મહાત્મા થોડા જ કાળમાં મોક્ષે જાય છે. જેમકે ગૌતમસ્વામી પ્રભુ મહાવીરસ્વામી મોક્ષે પધાર્યા પછી મોક્ષે ગયા અને અઈમુત્તા મુનિ પાણીમાં કાગળની હોડી તેરવતાં તેરવતાં થયેલી અકાયની વિરાધનાનો પશ્ચાતાપ કરતાં કરતાં નાની બાલ્યવયમાં જ કેવલજ્ઞાની બન્યા અને મોક્ષે ગયા. તેના ઉપરથી આ વાત નક્કી થાય છે કે જે કાલે જે નિયમા બનવાનું છે. તે કાલે જ તે થાય છે. આમ નિયતિવાદ જ ઉપકારી છે. અમને તો આવા પ્રકારનો નિયતિવાદ જ સમજાય છે. માટે ગમે તેટલો ધર્મ કરો તો પણ મોક્ષ વેલાસર થવાનો નથી. જ્યારે થવાનો નિયંત હશે ત્યારે જ થશે. મોક્ષના કોઈ ઉપાયો નથી. અને કોઈ ઉપાય અપનાવવાની જરૂર પણ નથી. આવો કોઈ શિષ્ય પ્રશ્ન કરે છે. તેને સમજાવતાં ગ્રંથકારશ્રી કહે છે કે - બહું ઇંધણ બહુ કાલિં બલે, થોડઇ કાલઇ થોડું બલે 1 અગ્નિતણો જિમ શક્તિ અભંગ, તિમ જાણો શિવકારણ સંગ ||૧૧૨|| Page #320 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વનાં છટ્ઠા સ્થાનનું વર્ણન ૩૦૩ ગાથાર્થ :- ઘણાં ઈંધણ હોય તો ઘણા કાળે બળે, અને થોડાં ઈંધણ હોય તો થોડા કાળે બળે. આમ હોવા છતાં પણ અગ્નિની દાહકશક્તિ અખંડિત છે. તેમ કર્મરૂપી ઈંધણને બાળવામાં પણ મુક્તિનાં કારણોનો સંગ છે આમ જાણવું. /૧૧૨ ટબો :- ઘળાં રૂંધળ દોડ્, તે હળફ ાનિ વત્ત, થોડું इंधण होइ, ते थोडइ कालइ जलइ, पणि अग्निनी शक्ति अभंग ज छइ, तिम शिवकारण ज्ञानादिकनो संग जाणो. क्रमई बहुकालक्षपणीयनई साधन बहुकालइ खपावइ । स्तोककाल क्षपणीयनइ स्तोककालइ, तथास्वभाव ते तथाभव्यतानियत छइ । भोगवइ ज कर्म खपड़ तो कहिइं को मोक्ष न जाइ । चरमशरीरनइ पणि सास्वादनादि - अपूर्वकरणांतनइ अंतः कोटाकोटिबन्ध छई प्रतिसमय ७-८ नो, माटइं क्रमई यथोचितकर्मसाधनइ जीव मोक्षइ जाइ, इम સહિ ॥૨॥ વિવેચન :- જેમ બાળવા યોગ્ય ઈંધણ ઘણાં હોય તો તેમાં લગાડેલ અગ્નિને તે ઈંધણ બાળતાં ઘણી વાર લાગે અને બાળવા યોગ્ય ઈંધણ જો થોડાં હોય તો તે જ ઈંધનને અગ્નિ અલ્પકાળમાં બાળે છે. તો જે જીવનાં કર્મો ઘણાં હોય તે જીવને તે કર્મો બાળવામાં જ્ઞાન-દર્શન અને ચારિત્રની આરાધના લાંબો કાળ કરવાની રહે છે. જેમ ઋષભદેવ પ્રભુને દીક્ષા લીધા પછી કેવલજ્ઞાન પ્રાપ્ત કરતાં ૧૦૦૦ વર્ષ લાગ્યાં જ્યારે જે જીવનાં કર્મો થોડાં હોય છે તેવા જીવોને આ રત્નત્રયીની સાધના અલ્પકાળ જ કરવાની હોય છે. બાળવા યોગ્ય કાષ્ટ થોડાં હોય તો તે અગ્નિને થોડાં કાષ્ટ બાળતાં થોડો જ સમય લાગે છે. તેમ તેવા અલ્પકર્મવાળા જીવને જ્ઞાનાદિ ગુણોની સાધના શરૂ કરે અને તુરત કેવલજ્ઞાન પ્રગટ થાય છે. જેમ મલ્લિનાથ ભગવાનને દીક્ષા લીધી તે જ દિવસે ઘાતીકર્મોનો નાશ થતાં તે જ દિવસે કેવલજ્ઞાન થયું છે. Page #321 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ સારાંશ એ છે કે ઘણાં ઈંધન હોય તો બાળવામાં ઘણો સમય લાગે અને થોડાં ઈંધણ હોય તો થોડો સમય લાગે પણ અગ્નિનો બાળવાનો જે સ્વભાવ છે તે તો અખંડિત જ રહે છે. તેની જેમ રત્નત્રયીનો સંગ એ મોક્ષનું કારણ છે. આમ સમજો. કાળ થોડો લાગે કે ઘણો લાગે પણ અગ્નિ જેમ બાળવાનું કામ કરે જ છે તેમ રત્નત્રયીની સાધના એ મુક્તિનું કારણ છે. તે મુક્તિ આપે જ છે. આ કારણપૂર્વક જ કાર્યની સિદ્ધિ થાય છે. ૩૦૪ પ્રશ્ન :- અહીં કોઈક નિયતિવાદી પ્રશ્ન કરે છે કે રત્નત્રયીની સાધના એ મુક્તિનું કારણ નથી. કારણ કે જે કાર્ય જે કાળે થવાનું નિયત હોય છે તે કાર્ય તે કાલે જ નિયતપણે થાય છે. પછી સાધના કરવાની જરૂરિયાત જ ક્યાં રહે છે ? ઋષભદેવ પ્રભુએ ૧૦૦૦ વર્ષ સુધી રત્નત્રયીનું સેવન કર્યું તો પણ કેવલજ્ઞાન જ્યારે થવાનું હતું ત્યારે જ ૧૦૦૦ વર્ષ પછી જ થયું. તો રત્નત્રયીની સાધના કરવાની જરૂરિયાત જ ક્યાં રહી ? માટે જે કાર્ય જે કાળે થવાનું નિયત છે તે કાર્ય તે કાળે જ થાય છે અને અવશ્ય થાય જ છે. તેથી તેનાં કારણો સેવવાની કંઈ જરૂર નથી. તેથી નિયતિ જ પ્રધાન છે, પુરુષાર્થ કરવાની કે મુક્તિ માટે રત્નત્રયીની આરાધના કરવાની કોઈ જરૂર નથી. આ પ્રમાણે પૂર્વપક્ષકાર નિયતિવાદી પ્રશ્ન કરે છે. ઉત્તર ઃ- આ પ્રશ્ન બરાબર નથી. ઘણા લાંબા કાળે ક્ષય પામે એવાં કર્મોને લાંબા કાળે પણ રત્નત્રયીની સાધના જ ખપાવે છે. અને અલ્પ કાળે ક્ષય પામે એવાં કર્મોને પણ રત્નત્રયીની સાધના જ અલ્પકાળે ખપાવે છે. તે તે જીવોનાં પૂર્વકાલમાં તેવાં તેવાં કર્મો બંધાયાં છે. માટે તેવા પ્રકારે સાધનાથી જ ક્ષય થાય છે. પ્રશ્ન :- તે તે જીવોએ આવાં કર્મો કેમ બાંધ્યાં ? કે કોઈકનાં કર્મો લાંબા કાળે તોડી શકાય અને કોઈકનાં કર્મો અલ્પકાળે તુટી જાય ? Page #322 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્તનાં છઠ્ઠા સ્થાનનું વર્ણન ૩૦૫ ઉત્તર :- તે તે બંધક જીવોમાં તે તે કાળે તેવા તેવા કાષાયિક અધ્યવસાયો પ્રગટ થયા. તેથી તેવી તેવી સ્થિતિવાળાં કર્મો તેઓ વડે બંધાયા ? પ્રશ્ન :- તે તે જીવોને લાંબી અને ટુંકી સ્થિતિ બંધાય એવા જ અધ્યવસાય કેમ આવ્યા? ઉત્તર :- તે તે જીવોમાં તેવા તેવા પ્રકારની ભવિતવ્યતા કે જેથી તેવા તેવા અધ્યવસાય આવ્યા અને તેવી તેવી સ્થિતિવાળાં કર્મો બંધાયા. મઠું = અનુક્રમે બહુકાલમાં ખપાવવા યોગ્ય કર્મને રત્નત્રયીનું સાધન બહુકાલે જ કર્મ ખપાવે અને સ્તોકાલમાં ખપાવવા યોગ્ય કર્મને રત્નત્રયીની સાધના સ્તોત્રકાલમાં જ ખપાવે. તે તે જીવમાં તેવો તેવો સ્વભાવ છે માટે આ કાર્ય આમ જ થાય છે. તથા સ્વભાવ એટલે કે તથાભવ્યતા = તેવા પ્રકારની ભવ્યતા તે જીવમાં નિયત હતી. એટલે તેમ જ થાય છે. | સર્વે પણ કર્મો જો ભોગવીને ખપાવવા જાય તો કોઈ જીવનો ક્યારેય મોક્ષ ન થાય. ભલે જીવ ચરમશરીરી હોય તો પણ સાસ્વાદન ગુણસ્થાનકથી અપૂર્વકરણ સુધીનાં ગુણસ્થાનકમાં વર્તતા જીવો ઓછામાં ઓછી અંત:કોડાકોડી સાગરોપમની સ્થિતિવાળાં જ કર્મો બાંધે છે. હવે જો બધાં કર્મો ભોગવીને ખપાવવા જાય તો આયુષ્ય થોડું હોવાથી અને કર્મો ઘણાં હોવાથી કોઈ પણ જીવનો કોઈ કાળે મોક્ષ થાય જ નહીં. પ્રતિસમયે ૭-૮ કર્મો તો અવશ્ય બંધાય જ છે. અને તે પણ અંતઃકોડાકોડીની સ્થિતિવાળાં, તે સર્વકર્મો રસોદયથી ભોગવીને ક્ષય કરતાં સમય ઘણો લાગે. તો કોઈનો ક્યારેય મોક્ષ થાય જ નહીં માટે બધાં જ કર્મો ભોગવીને ક્ષય કરે આ વાત બરાબર નથી. પરંતુ ક્રમસર યથોચિત ઉપાયો અપનાવવાથી કર્મો રસોદયથી Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ સમ્યક્ત ષસ્થાન ચઉપઈ ભોગવ્યા વિના પણ સંક્રમણ અપવર્તના આદિ કરણો વડે પરમાં સંક્રમાવીને પરરૂપે અને સ્થિતિ-રસ ઘટાડીને સ્વરૂપે પણ ભોગવાય છે. આમ હોય તો જ ૧૦૦૦ વર્ષ જેવા કાળમાં કોડાકોડી સાગરોપમનાં કર્મો આ જીવ ખપાવી શકે છે. આ ઉપરથી સમજાય છે કે સંક્રમણ-અપવર્તના આદિ કરણો કરવા દ્વારા લાંબા કાળે ખપાવવા યોગ્ય કર્મ આ જીવ અલ્પકાળમાં પણ ખપાવી શકે છે. જેમ જેમ આવા પ્રયોગવિશેષથી જીવનાં કર્મો રસોદયથી ભોગવ્યા વિના તુટતાં જાય છે તેમ તેમ આ જીવ ગુણસ્થાનકોમાં ઉપર ઉપર આરૂઢ થાય છે. પરિણામની ધારાની નિર્મળતા વધે છે અને ભોગવ્યા વિના પણ કર્મો તુટે છે. તેથી જ આ જીવ અલ્પ આયુષ્યવાળા કાળમાં પણ કોડાકોડીની સ્થિતિવાળાં કર્મો તોડીને મોક્ષે જાય છે. માટે ઉપાયોથી કર્મો તોડી શકાય છે. કેવળ એકલી નિયતિ નથી. પણ કરણો દ્વારા કર્મો તોડી શકાય એમ પણ હોય છે. માટે નિયતિપિ થી નિયતિ-એનિયત ત્ર એટલે કે નિયતિ પણ કથંચિત્ જ નિયત છે સર્વથા નિયત નથી કથંચિત્ નિયત અને કથંચિત્ અનિયત છે. તત્ત્વની આ પ્રમાણે શ્રદ્ધા કરવી. જેમકે આંબા ઉપરની કોઈક કેરી તેના કાળે પાકે તે કેરીમાં તેની નિયતિ છે અને કેટલીક કેરી ઘાસ આદિના ઉપાયો દ્વારા વહેલી પણ પાકે. એટલે તે કેરીમાં તેની નિયતિ છે. માટે છદ્મસ્થ જીવો નિયતિ ન જાણતા હોવાથી તે નિયતિને પ્રધાનતર કરવી નહીં, પણ પુરુષાર્થને પ્રધાન કરવો. ૧૧રી અવતરણ - રત્નત્રયીની સાધના એ મોક્ષનો ઉપાય છે. આ વાત ગ્રંથકારશ્રી સમજાવી રહ્યા છે. ત્યાં કોઈક પ્રશ્ન કરે છે કે રત્નત્રયીની સાધના આ મોક્ષનો ઉપાય છે. આમ ન માનીએ અને તે તે જીવની તેવી તેવી યોગ્યતા માત્ર જ છે કે કોઈક જીવ વહેલો મોક્ષે જાય અને કોઈક જીવ ઘણા લાંબા કાળે મોક્ષે જાય. આવો જીવસ્વભાવ માત્ર છે. આમ માનીએ તો શું દોષ આવે ? રત્નત્રયીની સાધનાને મોક્ષના Page #324 -------------------------------------------------------------------------- ________________ સમ્યત્ત્વનાં છઠ્ઠા સ્થાનનું વર્ણન ૩૦૭ કારણ રૂપે માનવાની શી જરૂર? આવો કોઈને પ્રશ્ન થાય તો તેનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે - દંડાદિક વિણ ઘટ નવિ હોય, તસવિશેષ મૃદભેદઈ જોય ! તિમ દલભેદઈ ફલમાંહિ ભિદા, રત્નત્રય વિણ શિવ નવિ કદા I૧૧all ગાથાર્થ :- જેમ દંડ આદિ (સામગ્રી) વિના ઘટ થતો નથી અને તે ઘટવિશેષ માટીના ભેદવિશેષથી જણાય છે. તેમ દલના ભેદથી= જીવદળના ભેદથી પ્રત્યેકબુદ્ધાદિ ભેદો રૂપ ફળભેદ દેખાય છે. તો પણ રત્નત્રયીની સાધના રૂપ કારણ વિના મોક્ષ ક્યારેય થતો નથી. ૧૧૩ બો :- ૬ઠ્ઠતિ વિના પદવિ હું નીપગ નહીં, પણ तस विशेष कहितां घटादिविशेष ते उपादानकारण जे मृत्तिका, तद्विशेषज्ञ होइ, तिम रत्नत्रय विना मोक्ष कदापि न होइ । पणि फल जे तीर्थंकरातीर्थंकरादि सिद्धावस्थारूप तद्भेदइ कहितां = जीवभेदई होइ - उक्तं च विशिकायाम् - "ण य सव्वहेउतुल्लं भव्वत्तं हंदि सव्वजीवाणं जं तेणोवक्खित्ता, णो तुल्ला दंसणाईआ ॥४॥ विचित्रदर्शनादि साधनोपनायक विचित्रानन्तरपरम्पर सिद्धाद्यवस्था पर्यायोपनायकतथाभव्यत्वइतरकारणाक्षेपक मुख्य कारण નાપાવું શરૂા. વિવેચન - દંડાદિક નિમિત્તભૂત સામગ્રી વિના ઘટાદિક કાર્ય ક્યારેક ય પણ પ્રગટ થતાં નથી. દંડાદિક સામગ્રી એ ઘટના ઉપાયરૂપ છે અને ઘટાદિક એ દંડાદિક સામગ્રીના ફળસ્વરૂપ છે ઘટાદિક કાર્ય સ્વરૂપે અને દંડાદિક નિમિત્તે કારણસ્વરૂપે અવશ્ય હોય છે. Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ સમ્યક્ત જસ્થાન ચઉપઈ પરંતુ તે ઘટાદિક કાર્યવિશેષ તેના ઉપાદાનકારણભૂત વૃત્તિકાવિશેષથી થાય છે. જેવી માટી હોય તેવો ઘટ થાય છે જો માટી ચિકણી હોય તો ઘટ ચિકણો થાય છે. જો માટી કોમળ હોય તો ઘટ કોમળ થાય છે માટી એ ઉપાદાનકારણ છે અને ઘટ એ તેનું કાર્ય છે. તેથી ઉપાદાનકારણને અનુસારે ઘટાદિકાર્ય પ્રગટ થાય છે પણ માટીમાંથી ઘટ બનાવતાં સર્વે પણ ઘટમાં દંડાદિક નિમિત્ત સામગ્રીનો સહકાર તો લેવો જ પડે છે. દંડાદિક નિમિત્તસામગ્રી વિના કોઈપણ જાતની માટીમાંથી ઘટ બનતો નથી. તેની જેમ રત્નત્રયીની સાધના એ નિમિત્તકારણ છે. તેના વિના ક્યારેય કોઈ જીવનો મોક્ષ થતો નથી પરંતુ જેમ માટી ચિકણી કર્કશકોમલ હોય તો ઘટ તેને અનુરૂપ બને છે તેમ ઉપાદાનકારણભૂત આત્મામાં રહેલી યોગ્યતા પ્રમાણે કોઈ જીવ તીર્થકર થઈને મોક્ષે જાય છે અને કોઈ જીવ અતીર્થક (સામાન્ય કેવલી) થઈને મોક્ષે જાય છે. આમ જે ફળભેદ દેખાય છે તે ઉપાદાનના ભેદથી = જીવની તેવા તેવા પ્રકારની યોગ્યતાના ભેદથી જણાય છે. | ભાવાર્થ એવો છે કે ઉપાદાનકારણમાં યોગ્યતા ભિન્ન ભિન્ન હોય છે. તેથી કાર્યનો ભેદ જણાય છે. ઉપાદાનકારણભૂત માટી ભિન્ન ભિન હોય તેના કારણે ઘટાત્મક કાર્ય ભિન્ન ભિન્ન થાય છે. પરંતુ દરેક કાર્યોને નિમિત્તકારણ તો લેવું જ પડે છે. નિમિત્ત કારણની મદદ વિના કાર્ય થતું નથી. જેમકે ઘટાત્મક કાર્યમાં જે વિશેષતાઓ જણાય છે કોઈ ઘટ વજનમાં હલકો, કોઈ ઘટ વજમાં ભારે, કોઈ ઘટ પાણીને ઠારે તેવો, અને કોઈ ઘટ પાણીને ન ઠારે તેવો, આ સઘળા પણ ભેદ તેના ઉપાદાનકારણભૂત માટીના ભેદને લીધે થાય છે. પરંતુ તે બધી જ Page #326 -------------------------------------------------------------------------- ________________ સમ્યત્ત્વનાં છઠ્ઠા સ્થાનનું વર્ણન ૩૦૯ જાતના ઘટને પોતાની ઉત્પત્તિમાં દંડાદિક સામગ્રીનો સહકાર તો લેવો જ પડે છે. ઉપાદાનકારણભૂત માટી ભિન્ન ભિન્ન હોય તો તેમાંથી બનનાર ઘટાદિક કાર્ય ભિન્ન ભિન્ન જરૂર બને. પરંતુ તે બધા જ ભિન્ન ભિન્ન સ્વરૂપે બનનારા ઘડાને પોતાની ઉત્પત્તિમાં દંડાદિ નિમિત્ત સામગ્રીનો સહકાર તો લેવો જ પડે છે. તેવી જ રીતે ઉપાદાન કારણભૂત આત્મામાં રહેલી યોગ્યતા પ્રમાણે કોઈ જીવનો વહેલો મોક્ષ થાય, કોઈ જીવનો મોક્ષ મોડો થાય. કોઈ જીવનો મોક્ષ તીર્થકરરૂપે થાય, કોઈ જીવનો મોક્ષ અતીર્થકરપણે થાય. પરંતુ પન્નરે પ્રકારના સિદ્ધ થનારા મહાત્માઓને જ્ઞાન-દર્શન ચારિત્ર રૂપ રત્નત્રયીની સાધનામય નિમિત્તકારણ તો લેવું જ પડે છે. નિમિત્તકારણ વિના મોક્ષ થતો નથી. કોઈક જીવ (મલ્લિનાથ પ્રભુ વગેરે) વહેલા કેવળજ્ઞાન પામે અને કોઈક જીવ (ઋષભદેવ પરમાત્મા વગેરે) ૧૦૦૦ વર્ષે કેવળજ્ઞાન પામે. આમ કાળભેદ-સ્થળભેદ વગેરે પોતાની ભવિતવ્યતા પ્રમાણે થાય છે. પરંતુ તે દરેકને જ્ઞાનાદિ ગુણોની સાધના કરવા રૂપ નિમિત્ત કારણ તો સ્વીકારવું જ પડે છે. નિમિત્તકારણની સેવના વિના મુક્તિરૂપ કાર્ય થતું નથી. વિંશતિવિંશિકામાં કહ્યું છે કે - | સર્વે પણ ભવ્ય જીવોમાં તથાભવ્યત્વ નામનું મુક્તિનું કારણ રહેલું છે. પરંતુ તે તથાભવ્યત્વ ભિન્ન ભિન્ન પ્રકારનું હોય છે. કોઈક જીવમાં તે વહેલું પાકે તેમ હોય, કોઈક જીવમાં મોડું પાકે તેમ હોય, કોઈક જીવ અનંતર રૂપે એટલે અલ્પકાળમાં અને કોઈક જીવ પરંપરા રૂપે એટલે દીર્ઘકાળે સિદ્ધ થાય છે. જે જીવમાં જેવી સિદ્ધિ થવાની ભવિતવ્યતા (તથાભવ્યતા) પાકે છે. ત્યારે તે જીવની સિદ્ધિ થાય છે તેનાથી તે તે પર્યાયને તે તે કાળે પ્રગટ કરનાર તે જીવ બને છે. અર્થાત્ જીવની જેવી તથાભવ્યતા હોય તે પ્રમાણે તે જીવ તે કાળે તે પર્યાય પામે છે. Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ સમ્યક્ત જસ્થાન ચઉપઈ પરંતુ તે પર્યાયની પ્રાપ્તિમાં નિમિત્તકારણભૂત દર્શન જ્ઞાન અને ચારિત્રની સાધના અવશ્ય પ્રબળ કારણપણે કામ કરે છે. જીવમાં રહેલી તથાભવ્યતા સિદ્ધાવસ્થાનું જરૂર કારણ બને છે. પરંતુ તે તથાભવ્યત્વ એકલું કારણ બનતું નથી. તે તથાભવ્યત્વ બીજા કારણોનું આક્ષેપક કારણ બને છે. એટલે કે બીજા નિમિત્તકારણોનો આશ્રય લઈને કાર્ય કરનાર થાય છે. એ કારણે તથાભવ્યતારૂપ કારણમાંથી કાર્ય થતું હોવા છતાં રત્નત્રયીની સાધનારૂપ બીજા કારણોની તે કાયમ અપેક્ષા રાખે છે. આવા પ્રકારનાં ઈતર કારણોથી સર્વથા નિરપેક્ષપણે તથાભવ્યત્વનો પરિપાક થવા રૂપ કારણમાંથી કાર્ય થતું નથી. માટે મોક્ષની પ્રાપ્તિ ભલે થાય છે તથાભવ્યત્વના પરિપાકથી. તો પણ પુરુષાર્થ અને રત્નત્રયીની સાધના ઈત્યાદિ નિમિત્ત કારણોની પણ તેમાં આવશ્યકતા અવશ્ય રહે જ છે. જેને તથાભવ્યત્વનો પરિપાક થયો હોય તે જીવ જો રત્નત્રયીની સાધનાનો સહકાર લે તો અવશ્ય કાર્ય થાય છે. માટે રત્નત્રયીની સાધના એ નિમિત્ત કારણરૂપે અવશ્ય કાર્યમાં કારણ છે કારણ કે તેના વિના મુક્તિપ્રાપ્તિ થતી નથી. માટીમાં ઘટની ઉત્પત્તિની યોગ્યતા હોવા છતાં પણ દંડાદિ નિમિત્તકારણથી જરૂર રહે જ છે તેમ જેની ભવિતવ્યતા પાકી ગઈ છે. તેવા જીવને પણ તથાભવ્યતા હાજર હોવા છતાં પણ રત્નત્રયીની સાધના રૂપ નિમિત્તકારણ લેવું જ પડે છે તો જ કાર્ય થાય છે. અન્યથા કાર્ય થતું નથી ૧૧૩ - અવતરણ - જેમ દંડાદિક નિમિત્ત કારણ વિના કાર્ય થતું નથી. તેમ રત્નત્રયની સાધના વિના મુક્તિ થતી નથી. આમ હોવાથી મુક્તિનું Page #328 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વનાં છટ્ઠા સ્થાનનું વર્ણન ૩૧૧ બીજું કોઈ જ કારણ જ નથી. ભવિતવ્યતા પાકે તો તેનાથી જ મુક્તિ થાય છે. આમ નિયતિવાદ માત્ર કહેવો ઉચિત નથી. આ બાબતમાં કોઈક પ્રશ્નકાર કહે છે કે જો રત્નત્રયીના પાલનથી મુક્તિ થતી હોય તો વ્રત પાળનારા ઘણા મહાત્માઓ નરકમાં ગયા આવું શાસ્ત્રમાં સંભળાય છે. તેથી ચારિત્રની આચરણા એ મુક્તિનું કારણ બેસતું નથી. પણ ભવિતવ્યતા જ મુક્તિનું કારણ છે આમ સમજાય છે. આવો કોઈ પ્રશ્ન કરે તો તેનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે - સિદ્ધિ ન હોઈ કોઈની વ્રત થકી, તો પણિ મત વિરમો તેહ થકી 1 ફલ સંદેહઈ પણિ કૃષિકાર, વપઈ બીજ લહઈ અવસર સાર ||૧૧૪ ગાથાર્થ :- વ્રતપાલન (ચારિત્રપાલન) કરવા છતાં પણ કોઈ જીવની સિદ્ધિ કદાચ ન થઈ હોય તો પણ વ્રતપાલન થકી વિરામ પામો નહીં કારણ કે ફલના સંદેહમાં પણ ખેડૂત સારો અવસર (વર્ષાઋતુ) જાણીને બીજનું વાવવાનું કામકાજ કરે જ છે. ૧૧૪ ટબો :कोइनइ व्रतथकी- चारित्रादिक्रियाथकी सिद्धि न होइ, कर्मवैगुण्यादिकइं, तो पणि एह-मोक्षसाधनथकी विरचस्यो (विरमसो) मा, जे माटइं फलसंदेहइ पणि कृषिकार कहितां करसणी बीज वपइ छइ सार अवसर वर्षाकालादि लही, अग्रिमकालभावि पवन - वैगुण्यादिसामग्री विघटक जाणी विरचता (विरमता ) नथी, नहि फलावश्यम्भावनिश्चयः प्रवृत्तौ कारणम्, किन्तु इष्टोपायत्वनिश्चय વ (ારમ્) ॥૪॥ વિવેચન :- સંસારી કોઈ આરાધક જીવ ધારો કે મોક્ષનો અર્થી છે અને તેના ઉપાયરૂપે રત્નત્રયીની સાધના જ છે. આવો મનમાં પાકો Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ નિર્ણય છે. તેથી રત્નત્રયીની સાધનામાં આ જીવ સતત પ્રવૃત્તિ કરતો હોય, પરંતુ ભૂતકાળમાં બાંધેલાં ભારે ચીકણાં કર્મોના કારણે મોક્ષરૂપ ફળને પ્રાપ્ત ન કરી શકે. એટલું જ નહીં પણ આરાધનાના માર્ગે પ્રવેશ કર્યા બાદ પણ ફળની પ્રાપ્તિ ન થવાથી અથવા મોહના તીવ્ર ઉદયથી માર્ગથી વિપરીત પણ ચાલી જાય તો પણ મોક્ષના સાધનભૂત રત્નત્રયીની સાધનાથી વિરામ પામવું નહીં. કારણ કે રત્નત્રયીની સાધના એ જ મુક્તિનો પરમ ઉપાય છે. કદાચ કાળ પાક્યો ન હોય અથવા શુદ્ધિ બરાબર જળવાઈ ન હોય તો ફળપ્રાપ્તિ ન પણ થાય અથવા મોડી પણ થાય તો પણ મોક્ષપ્રાપ્તિનો ઉપાય તો આ રત્નત્રયીની સાધના જ છે તેમાં લાગેલા રહેવું જોઈએ. તેમાં સતત પ્રવૃત્તિવાળા જ રહેવું જોઈએ. અહીં કદાચ પૂર્વપક્ષકાર આવો પ્રશ્ન કરે કે રત્નત્રયીની સાધના તો ઘણા જીવો કરે છે. પરંતુ તે સાધના કરનારા તમામ જીવોને ફળની પ્રાપ્તિ કંઈ થતી નથી. અભવ્યો પણ દીક્ષા લઈને રત્નત્રયીની ઉપાસના કરે છે. નવપૂર્વ જેટલો જ્ઞાનાભ્યાસ અને માખીની પાંખને પણ દુઃખ ન થાય તેવું ચારિત્ર પાળે છે. છતાં મુક્તિ તો નહીં પણ સમ્યક્ત્વ પણ પામતા નથી. તો પછી આવી ધર્મક્રિયાને મુક્તિનો ઉપાય કેમ કહેવાય? આવો કોઈ પ્રશ્ન કરે તો તે પ્રશ્ન વ્યાજબી નથી. જેમ ખેડૂત ચોમાસાનો ટાઈમ આવે ત્યારે વરસાદ આવશે કે નહીં ? અનાજ ઉગશે કે નહીં ? આ બધું અનિયત હોવા છતાં અનાજ ઉગાડવાનો માર્ગ ચોમાસાનો ટાઈમ આવે ત્યારે ખેતી કરવી આ એક જ માર્ગ ઉચિત હોવાથી યોગ્ય કાળે અનાજ ઉગાડવાની વપનક્રિયા (વાવવાની ક્રિયા) અવશ્ય કરે જ છે. વરસાદની શંકા હોવા છતાં પણ અનાજ વાવવાનું કામ કરે જ છે. Page #330 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વનાં છટ્ઠા સ્થાનનું વર્ણન ૩૧૩ તથા બીજ વાવવાની ક્રિયા કર્યા પછી પણ આગળ ધાન્યની નિષ્પત્તિમાં બાધક કારણોનો વિચાર કરીને (કદાચ વરસાદ નહીં આવે તો, અથવા વરસાદ આવશે અને અનાજ ઉગશે તો પણ કોઈ જીવાત પડશે તો, અથવા મારા ઉગેલા ધાન્યને ગાય, ભેંસ વગેરે પશુઓ કદાચ ખાઈ જાશે તો, આવા-આવા બાધકભાવોનો વિચારો કરીને વપનક્રિયાથી એટલે વાવવાની ક્રિયાથી ક્યારેય પણ વિરામ પામતો નથી. વાવેલું અનાજ ઉગવામાં અનેક પ્રકારના ભય હોવા છતાં ઉગાડવા માટેના પ્રેમથી વાવવાનો અને ઉગાડવાનો પોતાની શક્તિ પ્રમાણે અથાગ પ્રયત્ન કરે જ છે. કોઈકવાર અનાજ નથી પણ ઉગતું, તો પણ આશાયે આશાયે પ્રયત્ન ચાલુ જ રાખે છે. એક વર્ષમાં કદાચ અનાજ ન ઉગ્યું હોય તો પણ વધારે વધારે સાવધાની રાખીને પણ બીજા વર્ષે પ્રયત્ન કરે જ છે. આ જ ન્યાયે પ્રસ્તુત રત્નત્રયીની સાધનાથી મોક્ષરૂપ ફળની પ્રાપ્તિમાં સંદેહ હોવા છતાં ક્યારેક નિષ્ફળ પણ જાય છે તો પણ મોક્ષપ્રાપ્તિનો આ એક જ ઉપાય હોવાથી તેમાં જરા પણ શંકા નહીં રાખીને આરાધક આત્માએ આ રત્નત્રયીની સાધનારૂપ ઉપાયમાં સતત પ્રવૃત્તિ કરવી જ જોઈએ. તથા કોઈપણ વેપારી નવી દુકાન ખોલે અથવા ચાલુ દુકાન બીજા દિવસે ખોલે ત્યારે વેપાર આવે પણ ખરો અને વેપાર ન પણ આવે, તો પણ વેપાર આવવાનો “દુકાન ખોલવી” આ એક જ ઉપાય હોવાથી તે જીવ દુકાન અવશ્ય ખોલે જ છે ઈત્યાદિ ઉદાહરણોથી સમજાય તેમ છે કે “ફળ અવશ્ય પ્રાપ્ત થવાનું જ છે આવો પાકો નિર્ણય એ પ્રવૃત્તિનું કારણ નથી. પરંતુ ઉપાયોમાં જોડાવું એ જ ફળપ્રાપ્તિનું કારણ છે. પરંતુ મારે મારું ઈષ્ટ સિદ્ધ કરવું હોય તો અર્થાત્ કમાણી કરવી હોય તો દુકાન ખોલવી માલનું ડેકોરેશન કરવું ઈત્યાદિ ઉપાયની પ્રવૃત્તિ કરવી એ જ સાચો માર્ગ છે. આવો પાકો નિર્ણય મનમાં હોવાથી આ જીવ Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ ઉપાયમાં પ્રવૃત્તિ કરે છે એ જ પ્રમાણે રત્નત્રયીની સાધના કરવાથી મુક્તિ મળે જ એવો નિયમ નથી. કારણ કે તેમાં જીવની અપાત્રતા, કર્મોની બહુલતા વગેરે ઘણાં બાધક કારણો પણ હોઈ શકે છે તો પણ સાધક આત્મા આ બધા બાધક કારણો જાણતો ન હોવાથી સાધ્ય સાધવા માટે પ્રવૃત્તિ કરે જ છે. તેમ સાધક આત્મા પણ ભાવિનાં કર્મો કેવાં ચીકણાં છે ? તે જાણતો ન હોવાથી ફળની પ્રાપ્તિ માટે ફળના ઉપાયભૂત રત્નત્રયીની સાધનામાં અવશ્ય જોડાય જ છે. ન ફક્ત તેમાં આટલી વિશેષતા છે કે જો તે સાધક આત્મા અતિશયવાળાં અવિધ આદિ જ્ઞાનવાળો હોય તો ફળની પ્રાપ્તિના ઉપાયો જાણીને તે તે ઉપાયમાં પ્રવૃત્તિ કરે છે અને અવધિ આદિ અતિશયવાળાં જ્ઞાન જો ન હોય તો હું જે ઉપાયમાં પ્રવૃત્તિ કરું છું. તે ઉપાય ફળની પ્રાપ્તિનું અસાંધારણ કારણ છે. તે અસાધારણ કારણમાં હું પ્રવૃત્તિ કરી શકું તેમ છું કે પ્રવૃત્તિ ન કરી શકું તેમ છું. તેનો વિચાર કરીને પોતે ઉપાયમાં પ્રવૃત્તિ કરી શકે તેમ હોય તો ફળનો અર્થ એવો તે જીવ ફળની પ્રાપ્તિ ન જાણતો હોય તો પણ ફળની આશાએ અવશ્ય પ્રવૃત્તિ કરે જ છે અને બહુલતાએ ફળપ્રાપ્તિ થાય પણ છે. એ જ પ્રમાણે રત્નત્રયીની સાધનાના ઉપાયમાં પ્રવર્તવાની જો શક્તિ હોય અને તેના ફળરૂપે મુક્તિપ્રાપ્તિની તીવ્ર ઈચ્છા હોય તો તેના ઉપાયમાં અવશ્ય પ્રવૃત્તિ કરવી જ જોઈએ. સંસારના તમામ વ્યવહારમાં ફળપ્રાપ્તિ ન જાણતા હોવા છતાં તે તે ફળના ઉપાયો જો બરાબર દેખાય તો તેમાં જીવ પ્રવૃત્તિ અવશ્ય કરે જ છે અને અહીં સાધનામાર્ગમાં પ્રવૃત્તિને બદલે નિવૃત્તિની વાત આગળ કરે તે તેનું મિથ્યા ડહાપણ છે. ૧૧૪॥ અવતરણ :- અનાજ પાકે અથવા ન પણ પાકે આમ સંશય હોવા છતાં પણ ખેડૂત વરસાદ આદિનો સાનુકૂળ કાળ હોય ત્યારે વાવણી કરે જ છે. વેપાર આવે કે ન આવે પણ વેપારનો અર્થી જીવ દુકાન ખોલે જ Page #332 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વનાં છટ્ઠા સ્થાનનું વર્ણન ૩૧૫ છે તેમ મોક્ષના અર્થી જીવે ફળ પ્રાપ્ત થાય અથવા કર્મ ચીકણાં કદાચ ઉદયમાં હોય તો ફળ પ્રાપ્ત ન પણ થાય તો પણ મોક્ષના ઉપાયરૂપ ચારિત્રાદિની ક્રિયાનો યત્ન કરવો જોઈએ. આ વાત સમજાવતાં કહે છે કે - હેતુપણાનો સંશય નથી જ્ઞાનાદિક ગુણમાં મૂલથી 1 તે માટઈં શિવતણો ઉપાય, સદ્દહયો જિમ શિવસુખ થાય ||૧૧૫ll (અનુપાયવાદી ગતઃ) ગાથાર્થ :- જ્ઞાનાદિ ગુણોની સાધનામાં મૂલથી જ કારણપણાનો સંદેહ નથી. તે માટે શિવતણો=મોક્ષનો ઉપાય રત્નત્રયી જ છે. આમ શ્રદ્ધા કરો જેનાથી મુક્તિસુખ પ્રાપ્ત થાય. II૧૧૫ી ટબો :- જ્ઞાનાવિ મુળ ને મોક્ષસાધન રૂ, તેમાં હેતુપળાનો संशय नथी, सामान्य व्यभिचार अनुगता गुरुधर्मारोपस्थिति विना अन्वयव्यतिरेकइं ज्ञानत्वादिकइं कारणता निश्चय छइ, जे मोक्षइ गया, जे जाइ छइ, जे जास्यइ, ते ज्ञानादित्रयसाम्राज्यइ ज, अत एव प्रकाश शोध-गुप्तिद्वारइ ज्ञान - तप-संयमइ मोक्षहेतुता आवश्यकइं कही छइ नाणं पयासयं मोहओ तवो संजमो अ गुत्तिकरो । तिन्हं पि समाओगे मुक्खो जिणसासणे भणिओ ॥ ( આવશ્યનિયુંવિત-૧૦૩) ए गाथाई, ए कारणता प्रकाशादिव्यापार अर्जवा मोक्षार्थी प्रवर्तनं, ए मोक्षनो उपाय सद्दहयो जिम सत्प्रवृत्तिं शिवसुख थाइ ॥११५॥ अनुपायवादी गयो ( ए ६ स्थान थयां ) વિવેચન :- જ્ઞાન-દર્શન અને ચારિત્ર આમ જ્ઞાનાદિક ગુણાત્મક જે રત્નત્રયી સ્વરૂપ મોક્ષનું સાધન છે, તે રત્નત્રયી સ્વરૂપ સાધનામાં હેતુપણાનો (મુક્તિના કારણપણાનો) જરા પણ સંશય નથી. કારણ કે જે Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ સમ્યક્ત જસ્થાન ચઉપઈ જે જીવો મોક્ષે ગયા છે તે સઘળા પણ જીવો રત્નત્રયીની સાધના કરવા દ્વારા જ ગયા છે. એટલે મોક્ષ એ રત્નત્રયીની સાધનાનું કાર્ય (ફળ) છે. આ બાબતમાં જરા પણ સંશય નથી. સંપૂર્ણપણે સત્ય છે. યત્ર યત્ર રત્નત્રયીનાથન, તત્ર તત્ર મુવિન્તસિદ્ધિઃ આ અન્વયव्याप्ति मने यत्र यत्र रत्नत्रयीसाधनाभावः, तत्र तत्र मुक्तिसिद्धिअभावः આ વ્યતિરેકવ્યાપ્તિ છે. આ વ્યાપ્તિમાં અન્વયવ્યાપ્તિમાં વ્યભિચાર દોષ આવે છે. કારણ કે જ્યાં જ્યાં રત્નત્રયીની સાધના હોય છે ત્યાં ત્યાં સર્વત્ર મુક્તિની સિદ્ધિ થતી નથી. જેમકે જ્યાં કર્મો ભારે હોય ત્યાં રત્નત્રયીની સાધના હોવા છતાં પણ મુક્તિની સિદ્ધિ ન થાય એવું પણ બને છે. તથા (૧) ભારે કર્યો હોય ત્યાં (૨) કાળ પાક્યો ન હોય ત્યાં, (૩) અભવ્યતા આદિ અયોગ્યતા હોય ત્યાં રત્નત્રયીની સાધના સ્વરૂપ કારણ હોવા છતાં પણ મુક્તિની સિદ્ધિરૂપ કાર્ય થતું નથી. માટે મુક્તિ સિદ્ધિમાં જો રત્નત્રયીની સાધનાને કારણ માનવામાં આવે તો અન્વયવ્યભિચાર નામનો દોષ આવે છે તેથી રત્નત્રયીની સાધના નામનું જે કારણ છે તેની આગળ “કર્મની વૈગુણ્યતાના અભાવથી વિશિષ્ટ” આવું એક વિશેષણ ઉમેરવું તેથી આવા વિશેષણવાળી રત્નત્રયીની સાધના આમ એક વિશેષણ ઉમેરવું જોઈએ. તો આ અન્વય વ્યભિચાર દોષ આવતો નથી. કર્મની વૈગુણ્યતાના અભાવથી વિશિષ્ટ એવી રત્નત્રયીની સાધના તે મોક્ષનું કારણ છે. (મુક્તિપ્રાપ્ત કરવામાં કર્મનું અતિશય ભારેપણું એટલે કે કર્મોની વિગુણતા, એ પ્રતિબંધક છે) જ્યાં સુધી ભારે કર્મો હોય ત્યાં સુધી આ જીવની મુક્તિ થતી નથી. માટે “ભારે કર્મપણું” અર્થાત્ કર્મની વૈગુણ્યતા એ મુક્તિ પ્રત્યે પ્રતિબંધક તત્ત્વ હોવાથી તેનો અભાવ એટલે કે કર્મની વૈગુણ્યતાના અભાવથી વિશિષ્ટ એવી રત્નત્રયીની સાધનાની પ્રાપ્તિ જો થાય તો આ જીવનો અવશ્ય મોક્ષ થાય. આ વાત સંપૂર્ણપણે સત્ય છે. Page #334 -------------------------------------------------------------------------- ________________ ૩૧૭ સમ્યત્ત્વનાં છઠ્ઠા સ્થાનનું વર્ણન પરંતુ છપસ્થ આત્મા પાસે કેવળજ્ઞાન ન હોવાથી આ જીવ આ વાત જાણી શકતો નથી કે મારા જીવમાં જે રત્નત્રયી પ્રગટ થઈ છે તે રત્નત્રયી કર્મોની વૈગુણ્યતાના અભાવવાળી છે કે કર્મોની વૈગુણ્યતાવાળી જ છે. આ વિષય બરાબર જાણતો ન હોવાથી છાસ્થ જીવો માટે તો રત્નત્રયી જ મુક્તિનું કારણ ગણી શકાય છે. જો રત્નત્રયીને મુક્તિનું કારણ માનીએ તો તેમાં વર્તતો રત્નત્રયિત્વ જે ધર્મ છે તે કારણતાવચ્છેદક કહેવાય. કારણ કે કારણમાં રહેલો જે ધર્મ તે ન્યાયની ભાષામાં અવચ્છેદક ધર્મ ગણાય અને કર્મની વૈગુણ્યતાના અભાવથી વિશિષ્ટ એવી રત્નત્રયીને જો કારણ માનવામાં આવે તો “કર્મની વૈગુણ્યતાના અભાવ વિશિષ્ટ રત્નત્રયિત્વ” આટલો લાંબો ૧૯ અક્ષરનો ધર્મ એ ન્યાયની ભાષામાં કારણતાવચ્છેદક ધર્મ કહેવાય. કર્મોની વૈગુણ્યતાનો અભાવ જો હોય અને રત્નત્રયીની ઉપાસના કરે તો જરૂર મોક્ષ થાય છે. પરંતુ છદ્મસ્થ જીવ કેવી રીતે જાણી શકે કે આ જીવમાં આવેલી રત્નત્રયી, કર્મની વૈગુણ્યતાના અભાવવાળી છે કે કર્મના વૈગુણ્યતા વાળી છે ? આ જ્ઞાન છઘસ્થ આત્મા કરી શકતો નથી એટલે “રત્નત્રયd” આમ પાંચ અક્ષરના ધર્મને કારણતાનો અવચ્છેદક માનીએ તો તે લઘુધર્મ છે અને “કર્મની વૈગુણ્યતાના અભાવવિશિષ્ટ રત્નત્રયિત્વ” આમ ૧૯ અક્ષરનો ધર્મ લઈને તેને જો કારણતાનો અવચ્છેદક ધર્મ માનીએ તો અક્ષરોની સંખ્યાની અપેક્ષાએ ૧૯ અક્ષરો હોવાથી ગુરુધર્મ (મોટો ધમ) કારણતાનો અવચ્છેદક ધર્મ થાય છે. ન્યાયની નીતિરીતિ એવી હોય છે કે લઘુધર્મ અવચ્છેદક બને તો તે ગુણરૂપ છે અને ગુરુધર્મ જો અવચ્છેદક બને તો તે દોષરૂપ છે જ્યાં સુધી લઘુધર્મ પ્રાપ્ત થઈ શકતો હોય તો ગુરુ ધર્મ ગૌરવવાળો હોવાથી લેવો જોઈએ નહીં તથા વળી જેની ઉપસ્થિતિ કરવામાં વિલંબ થાય તે Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ સમ્યક્ત જસ્થાન ચઉપઈ પણ ગુરુધર્મ કહેવાય અને જેની ઉપસ્થિતિ શીધ્ર થાય તે લઘુ ધર્મ કહેવાય, પ અક્ષરવાળો ધર્મ બોલવાની અપેક્ષાએ શીધ્ર ઉપસ્થિતિ વાળો છે તેના કરતાં ૧૯ અક્ષરનો ધર્મ બોલતાં વધારે કાળ લાગે અને ભૂલી પણ પડે તે માટે તે ગુરુધર્મની ઉપસ્થિતિવાળો છે. જેનું શરીર=કદ મોટું તે ગુરુધર્મની ઉપસ્થિતિવાળું કહેવાય અને જેનું શરીર-કદ નાનું તે લઘુધર્મની ઉપસ્થિતિવાળું કહેવાય તો અહીં ૧૯ અક્ષરવાળા વાક્ય કરતાં પ અક્ષરવાળું વાક્ય લઘુધર્મની ઉપસ્થિતિ વાળું કહેવાય રત્નત્રયિત્વ આ લઘુધર્મની ઉપસ્થિતિવાળું છે જ્યારે વર્મવેનુષ્યતાના માવથીવિશિષ્ટત્નત્રયિત્વ આ ગુરુધર્મની ઉપસ્થિતિવાળું પદ છે. ઉપરોક્ત ચર્ચાથી સમજાશે કે, ગુરુધર્મના આરોપવાળી સ્થિતિ સ્વીકાર્યા વિના સામાન્યપણે મુક્તિઆત્મક કાર્ય પ્રત્યે અન્વયે અને વ્યતિરેક એમ બન્ને વ્યાપ્તિ સ્વરૂપે “રત્નત્રયીની જ કારણતા અવશ્ય છે. ભૂતકાળમાં જે જે જીવો મોક્ષે ગયા છે, વર્તમાનમાં જે જે જીવો મોક્ષે જાય છે અને ભવિષ્યમાં પણ જે જે જીવો મોક્ષે જશે તે સર્વેમાં ત્રણે કાળના મુક્તિ પામનારા સર્વે પણ જીવોમાં રાત્રી સ્વરૂપ કારણ અવશ્ય હોય જ છે. કારણ હોય ત્યાં કાર્ય થાય પણ ખરું અથવા ન પણ થાય. કાર્ય થાય જ આવો નિયમ નથી. પરંતુ જ્યાં કાર્ય થાય ત્યાં કારણ અવશ્ય હોય જ, તેને જ યથાર્થકારણ કહેવાય. જેમ માટી હોય ત્યાં બધે ઘટ બનતો નથી. પરંતુ જ્યાં ઘટ થાય છે ત્યાં માટી અવશ્ય હોય જ છે તેમ રત્નત્રયી હોય ત્યાં સર્વત્ર મુક્તિ થાય એવો નિયમ નથી. બીજાં બાધક કારણો હોય એટલે ન પણ થાય. પરંતુ મુક્તિકાર્ય જ્યાં જ્યાં થાય છે ત્યાં ત્યાં રત્નત્રયીની સાધના અવશ્ય હોય જ છે. આમ કાર્યકારણદાવ સમજવો. Page #336 -------------------------------------------------------------------------- ________________ સમ્યત્ત્વનાં છઠ્ઠા સ્થાનનું વર્ણન ૩૧૯ આ પ્રમાણે ગુરુધર્મની (૧૯) અક્ષરવાળા વૈપુતાના માવથીવિશિષ્ટરત્નત્રયિત્વ આટલા મોટા ગુરુધર્મની ઉપસ્થિતિ લીધા વિના જ માત્ર જ્ઞાનાદિક રત્નત્રયીમાં કારણતા સ્વીકારતાં સામાન્યથી વ્યભિચાર દોષથી અનુગત કારણતાનો નિશ્ચય થાય છે. એટલે કે વ્યભિચાર દોષવાળી જ કારણતા છે તો પણ સામાન્યપણે જ્ઞાનાદિ ત્રણ ગુણોનું સામ્રાજ્ય જ એટલે કે “રત્નત્રયી” જ કારણ કહેવાય છે. આ પ્રમાણે જે જીવો મોક્ષે ગયા, જાય છે અને જશે એમ સર્વમાં જ્ઞાનાદિ ત્રણ ગુણોનું સામ્રાજ્ય જ કારણ છે. તેથી જ્ઞાનાદિ ત્રણ ગુણો અને મુક્તિ વચ્ચે અન્વયવ્યતિરેક સંબંધ છે માટે આમ નક્કી થાય છે કે રત્નત્રયી કારણ છે અને મુક્તિ એ કાર્ય છે. આવા કારણોના લીધે જ જ્ઞાન-તપ અને સંયમ નામના ત્રણે ગુણો આ આત્મામાં પ્રકાશ-શુદ્ધિ અને ગુપ્તિ કરવા દ્વારા મુક્તિના હેતુ બને છે. આમ આવશ્યકનિયુક્તિની ગાથા ૧૦૩ માં કહ્યું છે. જ્ઞાન આત્મામાં પ્રકાશ આપે છે. તપ આત્મામાં જુના કર્મો બાળીને શુદ્ધિ કરે છે અને સંયમ આ આત્મામાં નવાં આવતાં કર્મોને રોકીને આત્મામાં ગુપ્તિ કરે છે. માટે આ રત્નત્રયી જ મુક્તિનું કારણ છે. તે આવશ્યક નિર્યુક્તિની ગાથાનો અર્થ આ પ્રમાણે છે. “જ્ઞાન એ પ્રકાશક છે. તપ એ શોધક છે અને સંયમ ગુણ એ ગુપ્તિને કરનાર છે. આ ત્રણે ગુણોનો સમાનપણે યોગ કરવામાં મોક્ષ થાય છે આમ જૈનશાસનમાં કહેવાયેલું છે.” (આવશ્યક નિર્યુક્તિગાથા ૧૦૩) ઉપરની ચર્ચાથી સમજાશે કે રત્નત્રયી જ પ્રકાશ-શુદ્ધિ અને ગુપ્તિ આપવા દ્વારા આ જીવમાં મુક્તિનો હેતુ બને છે માટે મુક્તિ એ કાર્ય કરવું હોય તો રત્નત્રયી જ તેના ઉપાય છે અને તેને યથાર્થપણે આદરવા જોઈએ. Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ સમ્યક્ત જસ્થાન ચઉપઈ જે અનુપાયવાદી (ઉપાયને નહીં માનનારો) વાદી છે. તે એમ કહે છે કે મોક્ષ મેળવવા જેવો છે (આમ પાંચ પદ માને છે, પરંતુ મોક્ષ જ્યારે થવાનો હશે ત્યારે થઈ જ જશે. તેના માટે કોઈ ઉપાયો અપનાવવાની જરૂર નથી (આમ મોક્ષના ઉપાયવાળું છઠ્ઠું પદ જે નથી માનતા) તેવા વાદીને સમજાવવા માટે કહે છે કે – રત્નત્રયી સ્વરૂપ આ કારણ છે અને તેમાં પ્રકાશ-શુદ્ધિ અને ગુપ્તિના વ્યાપાર દ્વારા જ્ઞાન, તપ અને સંયમ ગુણો મોહના નાશના હેતુ બને છે. તે માટે મોક્ષાર્થી આત્માએ પ્રકાશ-શુદ્ધિ અને ગુપ્તિસ્વરૂપ વ્યાપાર અર્જવા માટે (વ્યાપાર પ્રાપ્ત કરવા માટે) અવશ્ય પ્રવૃત્તિ કરવી જોઈએ પણ આળસ ન કરવી જોઈએ પરંતુ મોક્ષના કોઈ ઉપાય નથી. આમ માનીને છટ્ટા પદનો અપલાપ કરીને આ જીવ બેસી રહે. પ્રમાદ સેવે. તે ઉચિત નથી આવો ગ્રંથકારશ્રીનો કહેવાનો ભાવ છે. “રત્નત્રયી” એ મોક્ષનો ઉપાય છે. આમ છટ્ટાપદની શ્રદ્ધા કરો. હે ભવ્યજીવો ! આમ સ્વીકારો. જેનાથી માત્ર સાચી યથાર્થ ધર્મપ્રવૃત્તિ આવે અને તેના દ્વારા મોક્ષની સિદ્ધિ થાય. શિવસુખ પ્રાપ્ત થાય. આમ છટ્ટાપદની શ્રદ્ધા થવાથી આ જીવ જો મોક્ષનો અર્થી હોય તો અવશ્ય મોક્ષના ઉપાયમાં પ્રવૃત્તિ પણ કરે જ અને મોક્ષના ઉપાય રૂપ રત્નત્રયીની સાધનાથી અવશ્ય મોક્ષ પ્રાપ્ત કરે જ. અહીં સુધીમાં “મોક્ષના કોઈ ઉપાય નથી” એમ માનનારો અનુપાયવાદી ગયો. અર્થાત્ આ છઠું સ્થાન સમાપ્ત થયું. આ ગ્રંથમાં સમ્યકત્વમાં છ સ્થાનો ચર્ચવાનાં હતાં તે અહીં સમાપ્ત થાય છે. Page #338 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર મિથ્યામતનાં એ ષસ્થાનક, જેહ ત્યજઈ ગુણવંતા જી ! સૂધુ સમકિત તેહજ પામઈ, ઈમ ભાખઈ ભગવંતા જી II નયપ્રમાણથી તેહનઈ સુઝઈ, સઘલો મારગ સાચો જી ! લહે અંશ જિમ મિથ્યાષ્ટિ, તેહમાંહિ કોઈ મત રાચોજી II૧૧બ્રા ગાથાર્થ :- ઉપર કહેલા છએ સ્થાનો (સ્થાનિક). તે મિથ્યાત્વનાં છે. જે ગુણોથી ભરેલા જીવો આ છ સ્થાનોને (મનમાંથી) ત્યજી દે છે. તે જ અમૃતતુલ્ય સાચું સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. આમ તીર્થકર ભગવંતો કહે છે. જે સમ્યગ્દષ્ટિ આત્મા છે, તેને નય અને પ્રમાણો દ્વારા સાચો માર્ગ દેખાય છે (સૂઝે છે. પ્રાપ્ત કરે છે, પરંતુ જે મિથ્યાષ્ટિ છે તે આત્મા સંપૂર્ણ વસ્તુ ગ્રહણ ન કરતાં અંશમાત્રને જ ગ્રહણ કરે છે. તેથી તેમાં (અંશગ્રાહીમાં) કોઈ સાચો નહીં અંશાહી વસ્તુ સ્વરૂપમાં મિથ્યાત્વ જ છે. તેથી તેમાં કોઈ જોડાઓ નહીં ૧૧૬ll ટબો :- મિથ્યાતિનાં ૬ સ્થાનવ-નાસિતવાર , अनित्यवाद २, अकर्तृवाद ३, अभोक्तृवाद ४, मोक्षाभाववाद ५, अनुपायवाद ६, जेह गुणवंत त्यजइ, ते सूधुं समकित पामइं, तत्परीक्षाजन्य अपायरूप ज्ञान तेह ज समकित छई, उक्तं च सम्मतौ - एवं जिणपन्नत्ते तत्ते सद्दहमाणस्स भावओ भावे । पुरिसस्साभिणिबोहे, दंसणसद्दो हवइ जुत्तो । | (સતિત ગાથા ૨-૩૨) षट्स्थानविषय तत्तत्प्रकारकज्ञानइ सम्यक्त्ववंत भगवंत थाई, सम्यग्दृष्टि ते अंशथी केवली छई, तेहनई नयप्रमाणइ करी सघलो Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ૨ સમ્યક્ત ષસ્થાન ચઉપઈ मारग साचो सूझइं । मिथ्यादृष्टि ते एक एक अंशनइ तत्त्व करीनइं ग्रहइ, बीजास्युं द्वेष करइ, तेहगांहिं कोइ राचस्यो मा ॥११६॥ વિવેચન - આ ગ્રંથમાં મિથ્યાષ્ટિનાં છ સ્થાનોનું સવિસ્તરપણે વર્ણન કર્યું છે (૧) નાસ્તિકવાદ = આત્મા જેવું કોઈ તત્ત્વ નથી, (૨) અનિત્યવાદ = સંસારના સર્વે પણ પદાર્થો અનિત્ય છે ક્ષણિક છે. (૩) અકર્તુક્વાદ-આત્મા કર્યાદિનો કર્તા નથી. (૪) અભોજ્જવાદ આત્મા કર્મફલાદિનો ભોક્તા નથી. (૫) મોક્ષાભાવવાદ = મોક્ષ જેવું કોઈ તત્ત્વ છે જ નહીં અને (૬) અનુપાયવાદ = મોક્ષના કોઈ ઉપાયો નથી. આ મિથ્યાષ્ટિના ૬ સ્થાનો છે. તે ૬ સ્થાનોને જે ત્યજે છે તે જ આત્મા શુદ્ધ સમ્યકત્વને પ્રાપ્ત કરે છે. “સૂવું સવિત” આ શબ્દનો અર્થ એવો છે કે નામમાત્રથી જે સમ્યકત્વ કહેવાય છે તે દ્રવ્યસમ્યકત્વ છે. આ દ્રવ્ય સમ્યકત્વ તો તેવા પ્રકારની ક્રિયા કરાવવા દ્વારા ઉચ્ચરાવવામાં આવે છે કે સુદેવ-સુગુરુ અને સુધર્મને જ હું આદરીશ. કુદેવ-કુગુરુ અને કુધર્મને હું નહીં સ્વીકારું પણ આ દ્રવ્યસમ્યકત્વ જ કહેવાય છે. પરંતુ જે આત્મા સાચું તત્ત્વ જાણે છે અને તેને જાણીને તેનો જે પક્ષપાત રાખે છે. સાચા સમ્યકત્વનો જે સ્વીકાર કરે છે તેવા સમ્યકત્વ ગુણવાળો જીવ જો મિથ્યાષ્ટિએ માનેલાં આ ૬ સ્થાનોનો સમ્યભાવે વિચાર કરીને સમ્યકભાવે પરીક્ષા કરીને આ મિથ્યામતિનાં ૬ સ્થાનોને છોડી દે છે. ત્યજી દે છે. તે જ જીવ સાચા સમ્યત્વ ગુણને પ્રાપ્ત કરે છે. પ્રશ્ન :- ઘણો વિચાર કરીને નિર્ણયાત્મકભાવે ૬ સ્થાનોની જે પરમ શ્રદ્ધા થાય તેને જ નિશ્ચય સમ્યકત્વ કેમ કહો છો ? ઉત્તર :- તેનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી જ કહે છે કે “તત્પરીક્ષાનન્ય પાથરૂપ જ્ઞાન તે ન સમજિત છ” ઉપર જણાવેલાં મિથ્યાત્વનાં Page #340 -------------------------------------------------------------------------- ________________ છ સ્થાનોનો ઉપસંહાર ૩૨૩ ૬ સ્થાનોની સમ્યભાવે પરીક્ષા કરીને કષાયરહિત ચિત્ત વડે યથાર્થ નિર્ણયાત્મકભાવે આ જીવ જે જ્ઞાન કરે છે તે યથાર્થ અપાયાત્મક મતિજ્ઞાન છે અને આવા પ્રકારનું યથાર્થભાવે થયેલું જે મતિજ્ઞાન છે તે જ સમ્યક્ત્વ કહેવાય છે. પરમ પૂજ્ય શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી મહારાજાએ સન્મતિતર્ક નામના ગ્રંથની ગાથા ૨-૩૨ માં કહ્યું છે કે “જિનેશ્વર ભગવંતોએ કહેલા ભાવોની ભાવથી શ્રદ્ધા કરતા જીવનું જે આભિનિબોધિક (મતિજ્ઞાન) નામનું જે જ્ઞાન છે તે જ્ઞાનમાં જ દર્શનશબ્દ જોડવો ઉચિત છે.” સન્મતિતર્કની આ ગાથાથી અતિશય સ્પષ્ટ થાય છે કે ભગવંતે કહેલા ભાવોની સમ્યગ્ રીતે પરીક્ષા કરીને “આ તત્ત્વ આમ જ છે” આવા પ્રકારનો જે પાકો નિર્ણય છે તે નિર્ણય આત્માના મતિજ્ઞાનના ત્રીજા વિભાગાત્મક અપાયસ્વરૂપ છે. આવા પ્રકારના મતિજ્ઞાનના ત્રીજા ભેદરૂપ અપાયાંશમાં જ સમ્યગ્દર્શન શબ્દ જોડાયેલો છે. તેથી જ “વું થમેવ' આ તત્ત્વ આમ જ છે જેમ પરમાત્મા શ્રી મહાવીર પ્રભુએ કહ્યું છે તે તત્ત્વ ખરેખર તેમજ છે. જરા પણ અન્યથા નથી. આવા પ્રકારનું નિર્ણયાત્મક અપાયસ્વરૂપ જે મતિજ્ઞાન છે તે જ્ઞાન જ રુચિસ્વરૂપ હોવાથી તે જ્ઞાનને જ સકિત કહેવાય છે. કેવળજ્ઞાની ભગવંતને જેમ સર્વદ્રવ્યોનું અને સર્વ પર્યાયોનું યથાર્થજ્ઞાન પ્રવર્તે છે તેમ સમ્યગ્દષ્ટિ આત્માને આ છ સ્થાનોનું જ્ઞાન અંશથી પ્રવર્તે છે પણ યથાર્થપણે પ્રવર્તે છે માટે જ સમ્યગ્દષ્ટિ જીવ અંશથી કેવળી પણ કહેવાય છે. ટબામાં કહ્યું છે કે ષસ્થાનના વિષયવાળું તત્તભ્રકારકજ્ઞાન ભલે અંશથી હોય પણ યથાર્થ હોય ત્યારે તે જીવ સમ્યક્ત્વવાળો થયો છતો ભગવંત થાય છે (ભગવંત કહેવાય છે). એટલા Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ અંશથી યથાર્થજ્ઞાન હોવાથી સમ્યગ્દષ્ટિ જીવ પણ કેવલી કહેવાય છે. (કેવલજ્ઞાનીનો અનુયાયી હોવાથી કેવલીપણે ઉપચાર કરાય છે). આવા પ્રકારની શ્રદ્ધાવાળા આત્માને નયો અને પ્રમાણ દ્વારા સઘળો પણ માર્ગ સાચો સૂઝે છે. કારણ કે તે સમ્યગ્દષ્ટિ આત્માને સાચા તત્ત્વની જ જિજ્ઞાસા હોવાથી અને બુદ્ધિમાં પણ તેવા સંસ્કાર પડેલા હોવાથી નયોની અપેક્ષા રહે છે. જે જે નયની અપેક્ષાએ જે જે પદાર્થ જે જે રીતે સંગત થાય છે તે તે નયની અપેક્ષાએ તે તે પદાર્થને યથાર્થ રીતે જોડે છે. આમ સર્વે પણ નયોને યથાસ્થાને જોડનાર બનવાથી સર્વે પણ નયોનો પરિપૂર્ણ યથાર્થ બોધ આ જીવને થાય છે. આમ યથાર્થ બોધ થવાના કારણે આ આત્મા સમ્યગ્દષ્ટિ કહેવાય છે. આવા સમ્યગ્દષ્ટિ આત્માને આ છ સ્થાનોને આશ્રયી પરિપૂર્ણ બોધ સાચો જ સૂઝે છે. જો આ જીવને સારું એવું નયજ્ઞાન હોય તો તે તે નયોથી યથાસ્થાને યથાર્થપણે વસ્તુનું યુંજન કરે છે અને જો પોતાને તેટલું વિશાળ જ્ઞાન ન થયું હોય તો પણ તત્ત્વ રૂચિ હોવાથી છ સ્થાનોની પરીક્ષા કરવા પૂર્વક આ છ સ્થાનોને સ્વીકારતા તે જીવને જ્ઞાનીના વચનમાં વિશેષ શ્રદ્ધા હોવાથી ભગવાનના વચન ઉપરના પ્રેમને લીધે પોતાના ક્ષયોપશમ પ્રમાણે ભગવાને કહેલો સઘળો પણ માર્ગ તેને સાચો જ સૂઝે છે અને તેના ઉપર સાચો હાર્દિક પ્રેમ થાય છે. તેથી અતિશય સ્પષ્ટપણે વસ્તુનો નય-પ્રમાણપૂર્વક બોધ ન હોવા છતાં પણ બીજરૂપે તે બોધને અભિમુખ હોવાથી તેનો આંશિક બોધ પણ કાળાન્તરે વિકાસ પામીને નય-પ્રમાણવાળા બોધમાં જ વિશ્રામ પામે છે. અને ત્યાં સુધી ગુરુની નિશ્રાએ જ રહે છે. નાસ્તિકવાદી “આત્મતત્ત્વ” છે આ વાત જ સ્વીકારતો નથી. પાંચ ભૂતોમાંથી ચેતના થાય છે અને પાંચ ભૂતોમાં જ ચેતના વિલય પામી જાય છે. ગયા ભવથી અહીં કોઈ આવતું નથી. આવતા ભવમાં Page #342 -------------------------------------------------------------------------- ________________ છ સ્થાનોનો ઉપસંહાર ૩૨૫ કોઈ જતું નથી. એટલે આત્મા જેવું કોઈ તત્ત્વ છે જ નહીં. આમ નાસ્તિકવાદી આત્માના અસ્તિત્વને જ સ્વીકારતો નથી. જ્યારે કોઈક મિથ્યાત્વવાદી શરીરથી ભિન્ન અને ચૈતન્યગુણવાળો આત્મા તો છે આમ માને છે. પરંતુ તે આત્મા ક્ષણિક છે અર્થાત્ ક્ષણે ક્ષણે બદલાય છે. આ આત્મા નિત્ય-ધ્રુવ રહેતો નથી. આમ માને છે. તેના જ કારણે આત્માને નિત્ય માનનારા પ્રત્યે અતિશય દ્વેષ કરે છે અને વૈરાયમાણ વૃત્તિ રાખે છે. આ જ પ્રમાણે કોઈક વાદી આત્માને એકાન્તે કર્મનો અકર્તા જ સ્વીકારે છે. આત્મા તો શુદ્ધ-બુદ્ઘ દ્રવ્ય હોવાથી કર્મ કરતો જ નથી. આમ માને છે. તેના જ કારણે આત્માને અશુદ્ધ માનનારા ઉપર દ્વેષ કરે છે. આ રીતે કોઈક વાદી આ આત્મા કર્મનો અને તેના ફળરૂપે સુખદુઃખનો ભોક્તા નથી આમ માને છે. પ્રકૃતિ જ બધું ભોગવે છે આત્મા ભોક્તા નથી. આમ માની તેવી જ દલીલો કર્યા કરે છે. આ પ્રમાણે કોઈક વાદીઓ આત્માને કર્તા-ભોક્તા માને છે. પણ આ જીવ કર્મનો કરનાર અને ભોગવનાર જ હોવાથી આ ઝંઝાળમાંથી તે ક્યારેય મુકાતો નથી. માટે મોક્ષ નથી આમ માને છે. અને કોઈ કોઈ દર્શનકારો મોક્ષ છે આમ માને છે પણ તે મોક્ષની પ્રાપ્તિ અતિશય દુર્લભ છે. અનેક ઉપાયો કરવા છતાં પ્રાપ્ત થતો નથી માટે. તેની પ્રાપ્તિનો સાચો કોઈ ઉપાય નથી. આમ માને છે. આ રીતે જુદાં જુદાં દર્શનો પ્રસ્તુત આ છ સ્થાનોને આશ્રયી પોત પોતાને માન્ય એવા કોઈ કોઈ એકાદ અંશને સ્વીકારીને બીજો અંશ ન માનવાના કારણે પોતાનાથી ભિન્ન એવા બીજા અંશને માનનારા ઉપર અતિશય દ્વેષ કરે છે. તેથી જ ગુરુજી સમજાવે છે કે આવા પ્રકારના મિથ્યામતોમાં રાચશો નહીં અને જ્ઞાની મહાત્મા પુરુષોની નિશ્રા સ્વીકારીને સુંદર શાસ્ત્રાભ્યાસ Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ સમ્યક્ત જસ્થાન ચઉપઈ કરીને સુંદર પરીક્ષા કરવા પૂર્વક છ સ્થાનોને સ્વીકારવા અને યથાર્થ રીતે સમજવા માટે કોશિશ કરજો. આવા પ્રકારનો ગ્રંથકારશ્રીનો આશય છે જે આપણા ઉપર ઘણો જ લાગણીભર્યો ભાવ છે. ૧૧૬ll અવતરણ - મિથ્યાષ્ટિમાં છ સ્થાનો ગાથા ૧૧૬માં જણાવ્યાં. તેનાથી વિપરીત છ સ્થાનો સમ્યગ્દષ્ટિનાં છે. આ છએ સ્થાનોને સમ્યગ્દષ્ટિ અપેક્ષાપૂર્વક જુદા જુદા નયથી જુદા જુદી રીતિએ દેખે છે અને કહે છે પરંતુ મિથ્યાષ્ટિ જીવ આ જ છએ સ્થાનોમાં એક એક અંશથી જુએ છે અને બીજા અંશની માન્યતાવાળા ઉપર અંતરદ્વેષ કરે છે તે વાત એક ઉદાહરણ આપવાપૂર્વક સમજાવે છે – ગ્રહી એક એક અંશ જિમ અંઘલ, કહઈ કુંજર અને પૂરો જી ! તિમ મિથ્યાત્વી વસ્તુ ન જાણઈ, જાણે અંશ અધૂરો જીII લોચન જેહનાં બિહું વિકસવર, તે પૂરો ગજ દેખાઈ જી. સમકિતદૃષ્ટિ તિમ સકલન સમ્મત વસ્તુ વિશેષઈ જી ll૧૧oll ગાથાર્થ - જેમ આંધળો પુરુષ હાથીના એક એક અંશને ગ્રહણ કરીને આ પૂર્ણ હાથી છે તેમ કહે છે. તેની જેમ મિથ્યાદષ્ટિ આત્મા વસ્તુને યથાર્થપણે ન જાણતો છતો અધુરો કોઈ અંશ જાણે છે. અને તેને જ પૂર્ણ માની લે છે. પરંતુ જેનાં લોચન બરાબર વિકસ્વર છે. એટલે કે લોચનમાં કોઈપણ જાતની ખોડ ખાંપણ નથી. તેવો આત્મા તે જ હાથીને પૂર્ણપણે દેખે છે તેમ સમ્યગ્દષ્ટિ આત્મા કોઈ પણ વસ્તવિશેષને સકલનયના સમ્મતપણે દેખે છે. /૧૧૭ll ટબો - નિમ વહો ૩થી રૂ રૂ શંશ અહી પૂરો “વાર ए" इम सद्दहइं, दंत ग्रहइ ते मूलकप्रमाण कहइ, शुंडि ग्रहइ ते दंड प्रमाण, कर्ण ग्रहइ ते सूर्पप्रमाण, चरण ग्रहइ ते कोठिपमाण कहइ Page #344 -------------------------------------------------------------------------- ________________ છ સ્થાનોનો ઉપસંહાર ૩૨૭. तिम मिथ्यात्वी वस्तु यावद् धर्ममाण छइ, तावद् धर्ममाण जाणइ नहीं । अधूरो एक अंश भेदादिक जाणइ । जेहनां २ लोचन विकस्वर छइ = अनुपहत छइ, ते कर-चरण-दंताद्यवयवई संस्थानरूपादिकई विशिष्ट पूर्ण हाथी देखइ । तिमसम्यग्दृष्टि सकलनयसम्मित वस्तु छइ, ते विशेषइ, नयवादमांहि उदासी हुइ रहइ, न निंदइ, न स्तवइ, कारण विना नयभाषाई न बोलइ । “ओहारिणिं अणियकारणिं च भासं न भासिज्जा सया स पूज्जो (दसवैकालिक अ ९, उ ३, गाथा ९) इति वचनात् ॥११७॥ વિવેચન :- જેમ કોઈક આંધળા માણસો હાથીના એક એક અવયવને પકડે છે અને બીજા અવયવ પોતાને આંખ ન હોવાથી દેખાતા નથી. તેથી જે અવયવથી હાથી પકડ્યો છે તે જ અવયવને બરાબર જાણીને આવી આવી કલ્પના કરે છે કોઈક એક અંધ પુરુષ કહે છે કે હાથી મૂલકપ્રમાણ છે. એટલે કે હાથી મૂળા તુલ્ય છે જેના હાથમાં સૂંઢ આવી છે તે કહે છે કે હાથી લાકડી પ્રમાણ છે એટલે કે દંડપ્રમાણ છે. જેના હાથમાં કાન આવ્યા છે. તે કહે છે કે હાથી સુપડા જેવો છે જેના હાથમાં પગ આવ્યા છે તે કહે છે કે હાથી કોઠી જેવો છે. આમ આંધળા પુરુષો આખા હાથીને દેખતા ન હોવાથી પોતાના હાથમાં જે ભાગ આવ્યો છે તેના અનુસાર આખા હાથીની કલ્પના કરે છે. વાસ્તવિકપણે તે અંશને આશ્રયી હાથી તેવો છે પણ ખરો, પરંતુ આખો હાથી તેવો નથી અને અંધદષ્ટિ હોવાથી આ જીવોને બીજા અંશો ન દેખાતા હોવાથી આખા હાથીને તેવો તેવો માની લે છે. તેની જેમ મિથ્યાદેષ્ટિ જીવો વસ્તુના જે ધર્મ તરફ પોતાની દૃષ્ટિ વળી હોય તે ધર્મને જ સ્વીકારી લે છે અને બીજા ધર્મોનો અપલાપ કરે છે. માટે મિથ્યાદૃષ્ટિ છે. આ મિથ્યાષ્ટિ જીવ વસ્તુ જેટલા ધર્મવાળી હોય છે તેટલા (અનંત) ધર્મવાળી માને નહીં. પણ વસ્તુના એક અંશમાત્રને જ જાણે અને બીજા અંશો ન જાણવાથી તેનો અપલાપ કરે છે. આ જ કારણે તે મિથ્યાષ્ટિ છે. Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ સમ્યક્ત ષડ્રસ્થાન ચઉપઈ પરંતુ જેનાં બને લોચન સારાં છે, અર્થાત્ આંખે બરાબર દેખે છે જેની આંખો અનુપહત (ખામી વિનાની) છે તેવા જીવો તે જ હાથીને કર-ચરણ અને દંતાદિ અવયવોથી તથા સંસ્થાનથી એટલે કે આકારથી અને રૂપાદિથી વિશિષ્ટ (એટલે કે તે હાથી જેવો છે તેવો પરિપૂર્ણ) પણે દેખે છે તેવી જ રીતે સમ્યગ્દષ્ટિ આત્મા પણ ભિન્ન ભિન્ન નયોની અપેક્ષાએ વસ્તુના ભિન્ન ભિન્ન સ્વરૂપને સમજતો છતો જ્યાં જે રીતે વસ્તુ ઉપકારક થાય છે ત્યાં તે રીતે વસ્તુને જોતો છતો વસ્તુને તે જ રીતે પ્રતિપાદન કરતો છતો સર્વ નયોને માન્ય તે વસ્તુને સ્વીકારે છે. સર્વ નિયોની અપેક્ષા રાખીને વસ્તુને તે તે રૂપે સમજે છે અને સમજાવે છે. માટે તે જીવ યથાર્થજ્ઞાની અને યથાર્થવક્તા થાય છે. આ સમ્યગ્દષ્ટિ આત્મા મનમાં બધા જ નયો સમજે છે ફક્ત પ્રયોજન ન હોવાથી સર્વ નયોની વાતો રજુ કરતો નથી. ઉદાસીન થઈને વર્તે છે. જ્યાં જ્યાં જે નયની આવશ્યકતા દેખાય છે ત્યાં ત્યાં તે નયની પ્રધાનતા કરીને પ્રરૂપણા કરે છે. કોઈ નયની તે જીવ નથી નિંદા કરતો કે નથી પ્રશંસા કરતો. કારણ કે તે તે નયના અવસરે તે તે નયની આવશ્યકતા પણ રહે છે. માટે યથાસ્થાને નયયોજના કરે છે. જેમકે કાગળમાં ચિતરેલો ઘડો કે જે નૈગમનયથી ઘટ છે અને માટીનો બનેલો ઘટ કે જે ઋજુસૂત્રનયથી ઘટ છે. આ બન્ને ઘટ હોવા છતાં પાણી ભરવું હોય તો જુસૂત્રનયવાળા ઘટને જ પ્રધાન કરે છે. પાણી ભરવા માટે કાગળમાં ચિતરેલા ઘટને સ્વીકારતો નથી. પરંતુ ઘટનું ચિત્ર માત્ર દોરવું હોય તો તે કાગળના ઘટને જ લે છે પણ પાણીથી ભરેલા ઘટને ચિતરવાના સ્થાને લાવતો નથી. આ વાત જેમ સમજાય છે તેમ સમ્યગ્દષ્ટિ આત્મા બધા જ નયોને જાણતો હોવા છતાં પણ જ્યાં જ્યાં જે જે નયની આવશ્યકતા હોય છે ત્યાં ત્યાં તે જ નયને પ્રધાન કરે છે. શેષ નયો પોતે જાણતો હોવા છતાં ત્યાં જરૂરી નથી તેથી તે શેષ નયોમાં ઉદાસીન થઈને રહે છે. Page #346 -------------------------------------------------------------------------- ________________ છ સ્થાનોનો ઉપસંહાર ૩૨૯ સર્વે પણ નયો પોત પોતાના વિષયને સ્વીકારે છે અને બીજા વિષયમાં તે મૌન રહે છે. આવી નિયોની રચના હોય છે. આમ સમ્યગ્દષ્ટિ જીવ સમજે છે એટલે આ નય ખોટું કહે છે એમ કહીને તેની નિંદા કરવાની રહેતી નથી તથા આ નય સાચું જ કહે છે. આમ કહીને તેની આવી સ્તુતિ કરવાની પણ રહેતી જ નથી. માટે જ સમ્યગ્દષ્ટિ જીવ સર્વ નયોની વાત સાંભળે છે, જાણે છે અને યથાસ્થાને જોડે છે. પરંતુ કોઈ નયની વાતમાં તે રંગાઈ જતો નથી કે વૈરાયમાન વૃત્તિવાળો પણ બનતો નથી. જે નય જે અપેક્ષાએ વાત કરતો હોય છે તે નય તે અપેક્ષાએ સાચો પણ જરૂર છે. જેમ આપણને કોઈ પ્રશ્ન કરે કે “અમદાવાદ શહેર” કઈ દિશામાં આવ્યું? તો પાલનપુરમાં રહેનારો જો ત્યાં બેઠો હોય તો તુરત બોલી ઉઠશે કે અમદાવાદ દક્ષિણમાં આવ્યું? રાજકોટમાં રહેનારો બેઠો હશે તો તે તુરત બોલી ઉઠશે કે ના, અમદાવાદ તો પૂર્વમાં આવ્યું. એટલામાં સુરતમાં રહેવાવાળો જો તે સભામાં બેઠો હશે તો તે વધારે પાવરથી બોલી ઉઠશે તમે બને ખોટા છે અમદાવાદ તો ઉત્તરમાં આવ્યું. એટલામાં કપડવંજ રહેનારો બેઠો હશે તો કહેશે કે અમદાવાદ તો પશ્ચિમમાં આવ્યું? આ ચારે વાદીની વાત પોતપોતાના નયની અપેક્ષાએ સાચી હોવા છતાં કહેનારા જીવો તેના આગ્રહી બન્યા છતા જો ઘણા જોરશોરથી બીજાની વાતનો નિષેધ કરે તો વાસ્તવિકપણે પોતપોતાની અપેક્ષાએ બધા જ સાચા છે. તો પણ બીજાનો પરાભવ કરવા જાય છે ત્યાં તે ખોટા પડે છે કારણ કે બીજાની અપેક્ષાએ વસ્તુનું તેવું તેવું સ્વરૂપ પણ છે. તેમ નયોમાં પણ સમજવું. કોઈ પણ નય પોતાના સ્થાનમાં રહે ત્યાં સુધી સાચો છે. પરંતુ અન્યના ખંડનમાં પ્રવર્તે ત્યારે જ તે મિથ્યા થઈ જાય છે. કારણ કે અન્ય નયની અપેક્ષાએ વસ્તુનું સ્વરૂપ અન્ય રીતે પણ હોઈ શકે છે. માટે જ આ નયોનો અભ્યાસ સૂક્ષ્મબુદ્ધિપૂર્વક કરવો જોઈએ. Page #347 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ આ નયવાદ સાપેક્ષવાદ છે અપેક્ષાપૂર્વકની વાત છે. માટે નયવાદ સ્તુતિયોગ્ય પણ નથી અને નિંદા યોગ્ય પણ નથી. તે નયવાદ એ જ્ઞાનગુણ હોવાથી સદા પૂજ્ય છે. આ પ્રમાણે શાસ્રકારનું કથન હોવાથી સમ્યગ્દષ્ટિ આત્મા ક્યારેય પણ કારણ વિના નયવાળી ભાષાને વખાણે પણ નહીં અને નિંદે પણ નહીં માત્ર યથાસ્થાને તેનો ઉપયોગ કરે. ૩૩૦ જો સમ્યગ્દષ્ટિ આત્મા ગીતાર્થ હોય તો (પ્રયોજન વિના) નયભાષા (નયપૂર્વકની ભાષા) ન બોલે અને જે ગીતાર્થ ન હોય તેવા સમ્યગ્દષ્ટિ તો અભ્યાસ ન હોવાથી આટલા ઉંચા તત્ત્વની પ્રરૂપણા કરે નહીં. પરંતુ ગીતાર્થ મહાત્માઓ પાસે રહીને અભ્યાસ કરવા માટે વધારે વધારે પ્રયત્ન જ કરે. તથા જે ગીતાર્થ મહાત્મા છે તે સામી વ્યક્તિને બોધ કરાવવાના આશયથી પ્રમાણભાષા બોલે. કારણ કે પ્રમાણવાળી ભાષા બોલવાથી શિષ્યોને યથાર્થ બોધ થવાનો સંભવ છે. દશવૈકાલિક સૂત્રમાં તેવા ગીતાર્થને સામે રાખીને કહ્યું છે અવધારણી ભાષા (જકારવાળી ભાષા અર્થાત એક નયવાળી ભાષા) અને સામેના જીવને અપ્રીતિ થાય તેવી ભાષા ઉત્તમ આત્માએ બોલવી જોઈએ નહીં. કારણ કે જ્યાં જે નયની પ્રધાનતા કરવાથી જીવનું હિત થાય, કલ્યાણ થાય ત્યાં તેવા નયવાદવાળી ભાષા સદા પૂજ્ય છે. “કારણ વિના નયવાળી ભાષા ન બોલે” એનો અર્થ એવો કરવો કે કોઈ એવું વિશિષ્ટ કારણ ઉપસ્થિત થયું હોય તો નયવાળી ભાષા પણ બોલે, આમ હોવાથી જ શ્રોતા જ્યારે કોઈ એકનયનો ઘણો આગ્રહી જ હોય તો તેને બન્ને નયોવાળું વસ્તુ સ્વરૂપ સમજાવવા માટે સામેના જીવના ક્ષયોપશમને અનુરૂપ પ્રતિસ્પર્ધી બીજા એક નયની પ્રરૂપણા પણ ગીતાર્થ મહાત્મા મુનિ કરે. ॥૧૧૭।। અવતરણ :- નયવાદી અને સ્યાદ્વાદવાદી પદાર્થના સ્વરૂપને કેવી Page #348 -------------------------------------------------------------------------- ________________ છ સ્થાનોનો ઉપસંહાર ૩૩૧ રીતે દેખે છે ? તે સમજાવ્યું હવે આ નયવાદ અને સ્યાદ્વાદ કેવો છે તે સમજાવવા માટે એકાન્ત નયવાદો હાથી જેવા અને સ્યાદ્વાદ તેના ઉપર અંકુશ જેવો છે. આવી ઉપમા આપીને અનર્થકારી એવા નયવાદો અંકુશના કારણે કેવી રીતે હિતકારી બની જાય છે ? તે વાત સમજાવતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે - અંશ ગ્રહી નયકુંજર ઉઠ્યા, વસ્તુતત્ત્વતરુ ભાજÜજી 1 સ્યાદ્વાદ અંકુશથી તેહનઇં, આણઇ ધીર મુલાઈજી || તેહ નિરંકુશ હોઇ મતવાલા, ચાળા કરઇ અનેકોજી । અંકુશથી દરબારિ છાજઇ, ગાજઇ ધરીઅ વિવેકોજી ૧૧૮ ગાથાર્થ :- સાત નયો રૂપી કુંજર (હાથી) છે તે હાથી વસ્તુના એક એક અંશ માત્રને ગ્રહણ કરીને ઉઠ્યા છે. ભાગાભાગ કરે છે. તોફાન મચાવે છે. વસ્તુના યથાર્થસ્વરૂપાત્મક વૃક્ષને ભાંગે છે. તેવા તોફાની હાથીને ધીરપુરુષ સ્યાદ્વાદરૂપી અંકુશ દ્વારા મૂલમાર્ગે લાવે છે. તે નયવાદીઓ નિરંકુશ થઈને જો ચાલે તો પોતપોતાના મતવાળા થઈને અનેક પ્રકારના મોહના ચાળા (નખરા) કરે છે. પરંતુ અંકુશથી વશ થયા છતા રાજદરવાજે છાજે છે (શોભે છે) અને વિવેક ધરીને ગાજે છે. // ૧૧૮/ ટો :- નયરૂપ ુનર છ, તે જે ગંશ ગ્રહી ઉન્મત્ત થયા थका उठ्या छइ ते वस्तुतत्त्वरूप तरु कहितां वृक्षनइ भाजइ छइ । धीर पुरुष छड़ - ते अंशग्राही नयकुंजरनई स्याद्वादअंकुशनइ मूलाजइ आणइ = वश करइ – तेह निरंकुश होइ = निरपेक्ष थका चालई तो मतवाला होइ, अनेक चाला करइं, वेदान्तादिवादमांहि प्रवेश करीनइ । हाथी पणि निरंकुश हाट- घर भांजइ स्वतंत्र थका वनमांहिं फिरइ, अंकुशथी Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ સમ્યક્ત ષસ્થાન ચઉપઈ दरबारइ छाजइ, विवेकधरी पट्टहस्ती थई गाजइ, नय पणि स्याद्वाद अंकुशइ शीखव्या जिनशासनरूप राजद्वारइ छाजइ, आपबलइ गाजई ૨૨૮ાા વિવેચન :- “નયો” એ વસ્તુના સ્વરૂપને સમજવા-સમજાવવા માટેની એક પ્રકારની દૃષ્ટિ છે. કોઈપણ વસ્તુને ભિન્ન ભિન્ન રૂપે દેખવા માટેની જે દૃષ્ટિ તેનું નામ નય છે. આ ગાથામાં આ નયને હાથીની ઉપમા આપવામાં આવી છે. આપણા જીવમાં વસ્તુના એક એક ભાગને જોનારી દૃષ્ટિઓ જ્યારે પ્રવર્તે છે ત્યારે તે તે દૃષ્ટિથી વસ્તુનું તેવું તેવું સ્વરૂપ દેખીને આ જીવ ઉન્મત્ત થાય છે પોતાને દેખાતું એકતરફનું સ્વરૂપ જ યથાર્થ સ્વરૂપ છે. આમ માની લે છે અને પદાર્થના વાસ્તવિક સ્વરૂપનો આ જીવ નાશ કરે છે, તેથી જ શાસ્ત્રોમાં કહ્યું છે કે નયરૂપી આ હાથી વસ્તુના એક અંશમાત્રને ગ્રહણ કરીને તે અંશને જ વસ્તુ પૂર્ણ રૂપવાળી છે આમ સમજવાસમજાવવા પ્રયત્નશીલ બને છે. આવા પ્રકારનો એકપાક્ષિક જીવનો આ અભિપ્રાય “વાસ્તવિકપણે રહેલી યથાર્થ વસ્તુના સ્વરૂપનો ભંજક બને છે.” એટલે વસ્તુના યથાર્થસ્વરૂપાત્મક વૃક્ષનો ઉચ્છેદ કરે છે. વસ્તુના યથાર્થ સ્વરૂપને જોવામાં જે પુરુષ ધીર છે તે ધીરપુરુષ આ અંશગ્રાહી નયેષ્ટિ રૂપી હાથીને સર્વજ્ઞપરમાત્માએ બતાવેલા સ્યાદ્વાદ (અનેકાન્તવાદ) રૂપી અંકુશ વડે વશ કરે છે. એટલે કે શાસ્ત્રવચનોને સ્યાદ્વાદશૈલીથી યથાયોગ્ય સ્થાને જોડીને તે તે નયદષ્ટિને પોતપોતાના સ્થાનમાં પ્રતિબદ્ધ કરે છે. જેના કારણે સર્વે પણ નય પદાર્થનું આંશિક સ્વરૂપ જણાવવા બીજા સ્વરૂપનો અપલોડ કર્યા વિના વસ્તુના યથાર્થ સ્વરૂપનો બોધ કરાવે છે. આ નયવાળી દૃષ્ટિ એક એક અંશ ગ્રાહી હોવાથી પરસ્પર વૈરાયમાણવૃત્તિ વાળી છે. તેથી સર્વજ્ઞ પરમાત્માના વચનને અનુસરવારૂપ Page #350 -------------------------------------------------------------------------- ________________ છ સ્થાનોનો ઉપસંહાર ૩૩૩ સ્યાદ્વાદમય અંકુશથી રહિત હોય છે તે માટે અંકુશ વિનાના હાથીની જેમ ચાલે છે. તેથી આ નયો પોતપોતાના મતના આગ્રહી બને છે જેમ હાથી અંકુશ વિના અનેક જાતના ચાળા કરે છે તેવી જ રીતે આ નયવાળી દૃષ્ટિ પરસ્પર ભિન્ન ભિન્ન રીતે વસ્તુના સ્વરૂપની સ્થાપના કરે છે અને આ દૃષ્ટિ પોતાની માન્યતાની આગ્રહી બનવાથી પરસ્પર લડવાની મનોવૃત્તિવાળી બને છે અને તેના જ કારણે ભિન્ન ભિન્ન દર્શનવાદ ઉભો થાય છે અને ભિન્ન ભિન્ન દર્શનવાદનો આગ્રહ પ્રગટે છે. જેમ અંકુશ વિનાનો હાથી હાટ-ઘરને ભાંગી નાખે છે અને સ્વતંત્ર થયો છતો મનની મરજી મુજબ જંગલમાં ભટકે છે તેમ આ નયવાળી દૃષ્ટિ પણ સ્યાદ્વાદરૂપી અંકુશ વિના યથાર્થમાર્ગરૂપી વૃક્ષને ભાંગી નાખે છે અને સર્વજ્ઞના વચનથી વિખુટો પડ્યો છતો સંસારરૂપ વનમાં અનંતભવભ્રમણ કાળ સુધી ભટકે છે. જ્યારે તે જ હાથી અંકુશથી વશ થયો છતો રાજદરબારમાં શોભા પામે છે અને વિવેકવાળો બનીને પટ્ટહસ્તી રૂપે ગાજે છે તેમ નયવાદ પણ સ્યાદ્વાદ રૂપી અંકુશથી તેને આધીન થયો છતા જૈનશાસનરૂપી રાજદરબારમાં છાજે છે-શોભે છે, અર્થાત્ પ્રતિષ્ઠા પામે છે. સારાંશ કે કોઈ વ્યક્તિમાં જુદા જુદા નયો ફળાવવાની શક્તિ પ્રગટી હોય અને તેમાં ભગવાનના વચનરૂપી અંકુશથી નિયંત્રિત થઈ છતી ચાલતી હોય તો ભગવાનના શાસનની શોભામાં વધારો કરે છે અને સર્વે પણ નયોને યથાસ્થાને જોડીને સન્માર્ગની વૃદ્ધિ કરે છે. હારમાં પરોવાયેલા મણિઓની જેમ આ સર્વે પણ નયો પોતપોતાની દૃષ્ટિથી ગાજી રહ્યા છે, શોભી રહ્યા છે. ભિન્ન ભિન્ન નયો એ હાથી છે. સ્યાદ્વાદવાળી દષ્ટિ એ અંકુશ છે અંકુશ વિનાનો હાથી ઘર-હારનો નાશ કરે છે તેમ એકાન્ત વાદવાળા નયો વસ્તુના યથાર્થસ્વરૂપનો ઉચ્છેદક કહેવાય છે. અંકુશથી વશ થયેલો વ્યા છે. Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ સમ્યક્ત થસ્થાન ચઉપઈ હાથી રાજદરબારે શોભે છે તેમ સ્યાદ્વાદથી પરોવાયેલા આ નયો મણિઓના બનેલા હારની જેમ શોભા પામે છે માટે મણિઓ જો છુટાં છુટાં હોય તો ખોવાઈ જાય અને હાર જેટલી કિંમત પામે નહીં તેમ નયો પણ છુટા છુટા હોય તો યથાર્થ મૂલ્યવાળા બનતા નથી એકાન્ત આગ્રહી થઈને વસ્તુના સ્વરૂપના ભંજક બને છે માટે સ્યાદ્વાદી બનવું સારું છે. એકાન્તવાદનો આગ્રહ ત્યજી દેવો. ૧૧૮ અવતરણ :- આ નયદેષ્ટિ એ એક અંશગ્રાહી એકાન્તદૃષ્ટિ છે, નિરંકુશ દૃષ્ટિ છે. આવી નિરંકુશ એકાન્તદષ્ટિ (નયષ્ટિ) તે તે વેદાન્ત આદિ દર્શનોના મતોમાં પ્રવેશેલી છે અને તેથી અનેક પ્રકારના ચાળા કરે છે, નખરા કરે છે. તેથી હવે કઈ કઈ નદૃષ્ટિથી કયું કર્યું દર્શન બનેલું છે તે જણાવે છે – નૈચારિક-વૈશેષિક વિચર્યા, નૈગમનાય અનુસાર જી ! વેદાન્ત સંગ્રહનચરંગી, કપિલશિષ્ય વ્યવહારિ જી II હજુસૂત્રાદિક નથી, સૌગત, મીમાંસક નયભેલઈજી ! પૂર્ણ વસ્તુ જેનપ્રમાણે, ષટ દરશન એક મેસેજી II૧૧લા ગાથાર્થ :- નયાયિક અને વૈશેષિક નૈગમનયને અનુસાર વિચરે છે. વેદાન્તદર્શન સંગ્રહાયથી રંગાયેલો છે (સંગ્રહનયને અનુસાર ચાલનારો છે) કપિલઋષિનો શિષ્ય (સાંખ્યદર્શન) વ્યવહાર નયને અનુસરનારો છે. સૌગત દર્શનવાળા (બૌદ્ધદર્શનવાળા) ઋજુસૂત્રાદિ ચારે નયથી ચાર ભેદવાળો (સૌત્રાંતિક, વૈભાષિક, યોગાચાર અને માધ્યમિક) થયા. મીમાંસક (અને વૈયાકરણિક આદિ) ભિન્ન ભિન્ન જ્યોના મિશ્રણથી થયા છે વસ્તુના પૂર્ણ સ્વરૂપને કહેનારું એક જૈન દર્શન જ છે કે જે દર્શન છએ દર્શનોને યથાસ્થાને જોડે છે. /૧૧ell રબો :- નૈયાયિક-વૈશેષિક [ ૨ રન નૈમનયર અનુસાર विचर्या, ते पृथग् नित्यानित्यादि द्रव्य मानइ, “पृथिवी परमाणुरूपा Page #352 -------------------------------------------------------------------------- ________________ છ સ્થાનોનો ઉપસંહાર 334 नित्या, कार्यरूपा तु अनित्या", ए प्रक्रिया छइ, एकत्र प्राधान्येनोभयानभ्युपगमाद् मिथ्यात्वम् । उक्तं च ( सम्मत्तौ ) दोहिं वि णएहिं णीअं, सत्थमुलूएण तह विमिच्छत्तं । जं सविसयप्पहाणत्तणेण अण्णुण्णनिरवेक्खा ॥४९॥ ( सम्मतौ, काण्ड ३, गाथा ४९ ) वेदान्ती ते संग्रहनयइं रंगि चाल्या, जे माटिं ते शुद्ध आत्मद्रव्य मानइ छइ, उक्तं च ( सम्मतौ ) - दव्वट्ठियनयपयडी सुद्धा संगहपरूवणाविसओ ॥ ( सम्मतौ काण्ड १, गाथा ४ ) कपिलशिष्य २५ तत्त्वप्रक्रिया मानता व्यवहारनयइं चाल्या, उक्तं च (सम्मतौ ) जं काविले दरिसणे, एवं दव्वट्ठियस्स वत्तव्वं ॥ ( सम्मतौ काण्ड ३, गाथा ४ ) व्यवहार ते द्रव्यार्थिकभेद छन् । सौगत ४ ऋजुसूत्रादिक नयी थया- सौत्रांतिक- वैभाषिक- योगाचार - माध्यमिक, ए ऋजुसूत्र - शब्द- समभिरूढ- एवंभूतनयथी अनुक्रमइ थया । मीमांसक-उपलक्षणइ-वैयाकरणादिक नयमेलइ - नयसंकरइ थया, पूर्ण - पूरुं नयभंगप्रमाणइ वस्तु जैनप्रमाणइ षट्दर्शननइ एकमेलइ मेलवइ, भद्दं मिच्छदंसणसमूहमइ अस्स ( सम्मतौ काण्ड ३, गाथा ६९ ), इत्यादि वचनात् ॥ ११९ ॥ વિવેચન :- નૈયાયિક અને વૈશેષિક આ બન્ને દર્શનો નૈગમનયને અનુસારે ચાલનારાં છે તે બન્ને દર્શનો નિત્યદ્રવ્ય અને અનિત્યદ્રવ્ય જુદાં જુદાં માને છે. આ વાત વધારે સ્પષ્ટતાથી સમજાવે છે કે - Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ સમ્યક્ત જસ્થાન ચઉપઈ આ સંસારમાં પરમાણુ-શુક-ચણક-ચતુરણુક સંખ્યાતાણુક અસંખ્યાતાણુક અને અનંતાણુક દ્રવ્યો છે. પૃથ્વી-જલ-તેજ-વાયુ-આકાશ આદિ નવ દ્રવ્યો છે. તેમાં પરમાણુ સ્વરૂપ જે પૃથ્વી આદિ દ્રવ્યો છે તે માત્ર નિત્ય જ છે. કારણ કે તે દ્રવ્યો અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી રહેવાનાં છે માટે નિત્ય છે. ' પરંતુ ચણક, ચણક આદિ જે સ્કંધાત્મક પૃથ્વી-જળ-તેજ-વાયું દ્રવ્યો છે તે કાર્યરૂપ દ્રવ્યો છે. આ કાર્યરૂપ દ્રવ્યો અનિત્ય જ છે. કારણ કે બે-ત્રણ-ચાર આદિ પરમાણુઓના સંયોગથી બન્યાં છે અને કાળાન્તરે વિનાશ પામનારાં પણ છે. માટે કેવળ અનિત્ય જ છે. એટલે પરમાણુ સ્વરૂપવાળી પૃથ્વી નિત્ય જ અને કયણકાદિ અંધાત્મક પૃથ્વી અનિત્ય જ છે. આમ એકાન્તવાદ માને છે. આ નૈગમનય તે સામાન્ય અને વિશેષ એમ ઉભયનયાત્મક છે. એટલે નયક્રયાત્મક છે બને નયની વાત પોતે માને છે પણ સ્વતંત્રપણે માને છે. માટે મિથ્યાત્વ જ છે જે નિત્ય છે તે પરમાણુ પૃથ્વી આદિ અનિત્ય નથી જ અને કયણુકાદિ જે પૃથ્વી છે તે અનિત્ય જ છે. પણ નિત્ય નથી. આમ એકાન્તવાદ માનતો હોવાથી મિથ્યાત્વ છે. જો કે એક જ વસ્તુમાં દ્રવ્યને પ્રધાન કરીને તો તે જ દ્રવ્યને નિત્ય માનવામાં આવે અને તે જ વસ્તુમાં પર્યાયને પ્રધાન કરીને તો તે જ દ્રવ્યને અનિત્ય પણ માનવામાં આવે ત્યારે કોઈ પણ એક વસ્તુમાં જ વારાફરતી પ્રધાનતાની અપેક્ષાએ ઉભયનયનો અભ્યપગમ (સ્વીકાર) થાય છે. આમ ઉભયનય ક્રમસર સ્વીકારવાથી આ માન્યતા પ્રમાણરૂપ બને છે. માટે આવી ક્રમસર બને નયની માન્યતાવાળી દૃષ્ટિને સત્વરૂપ માનવામાં આવી છે. કારણ કે વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ પણ તેવું જ છે. માટે યથાર્થવાદ છે. Page #354 -------------------------------------------------------------------------- ________________ છ સ્થાનોનો ઉપસંહાર ૩૩૭ પરંતુ તૈયાયિક અને વૈશેષિક પરમાણુરૂપ પૃથ્વી-પરમાણુરૂપ જલ પરમાણુરૂપ તેજ અને પરમાણુસ્વરૂપ વાયુને તથા આકાશ-કાલ-દિશાઆત્મા અને મનને એકાન્ત નિત્ય જ માને છે. ત્યાં દ્રવ્યની પ્રધાનતા કરી પરંતુ તે પરમાણુસ્વરૂપ પૃથ્વીમાં પણ પર્યાયો બદલાય છે તેથી પર્યાયને આશ્રયીને અનિયતા છે તેને તેઓ સ્વીકારતા નથી, માટે મિથ્યાત્વ છે. તેવી જ રીતે કયણુકાદિ સ્કંધાત્મક પૃથ્વીમાં બે-ત્રણ-ચાર પરમાણુઓનો સંયોગ-વિયોગ હોવાથી એકાત્તે અનિત્યતા જ કહે છે પણ તેમાં રહેલા પરમાણુઓ સદા રહેવાવાળા હોવાથી કથંચિત્ નિત્યતા પણ છે તે આ વાદી સમજતો નથી. આ પ્રમાણે પરમાણુ આત્મક પૃથ્વીકાયમાં કેવળ એકલા નિત્યપણાનું જ ગ્રહણ કર્યું પણ કથંચિ અનિત્યપણુ ન સ્વીકાર્યું તથા કયણુકાદિ પૃથ્વીમાં કેવળ એકલું અનિત્યપણું જ માન્યું પણ કથંજિ નિત્યપણું ન સ્વીકાર્ય માટે આ રીતે તે મત મિથ્યાત્વ છે. હવે પરમાણુઆત્મક પૃથ્વી-જલ-તેજ-વાયુ દ્રવ્યોમાં જો દ્રવ્યની પ્રધાનતા કરીએ તો નિત્યતા અવશ્ય છે જ, પરંતુ તે જ પરમાણુઆત્મક પૃથ્વી આદિ ચારે દ્રવ્યોમાં પરિવર્તન પામતા પર્યાયોની એટલે કે રૂપરસ-ગંધ-સ્પર્શ આદિની પરાવૃત્તિને ધ્યાનમાં લઈને જો તેની પ્રધાનતા કરીએ તો અનિત્યતા પણ છે જ. આમ પરમાણુઆત્મક પૃથ્વી જલતેજ-વાયુ આ ચાર દ્રવ્યોમાં નિત્યતા તથા અનિત્યતા એમ બને ભાવો છે પણ કેવળ એકલી નિત્યતા પણ નથી અને કેવળ એકલી અનિત્યતા પણ નથી. તેવી જ રીતે ઘટ-પટાદિ દ્રવ્યોમાં અને કયણુકાદિ સ્કંધાત્મક દ્રવ્યોમાં આ સ્કંધો સંયોગ-વિભાગથી બને છે માટે અનિત્યતા તો છે જ. પરંતુ સાથે સાથે પુદ્ગલદ્રવ્યની પ્રધાનતા કરીએ તો તે કાયમ પુદ્ગલદ્રવ્ય સ્વરૂપે હોવાથી નિત્યતા પણ અંદર છે જ. આમ નિત્યતા-અનિત્યતા Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ સમ્યક્ત ષસ્થાને ચઉપ ઉભયસ્વરૂપ છે આવા પ્રકારની સ્યાદ્વાદની દૃષ્ટિ છે જ્યારે તૈયાયિકવૈશેષિક એકાન્તવાદી હોવાથી પરમાણુરૂપ પૃથ્વીને કેવળ એકલી નિત્ય જ, અને કયણુકાદિ અંધાત્મક પૃથ્વીને કેવળ એકલી અનિત્ય જ માને છે. આમ તૈયાયિક-વૈશેષિક નિત્ય-અનિત્ય એમ બન્ને સ્વરૂપ માનતા હોવા છતાં નિત્ય માને ત્યાં અનિત્ય અને અનિત્ય માને ત્યાં નિત્ય ન માનતા હોવાથી એકાન્તવાદી છે. એટલે તે મિથ્યાત્વી છે. નૈયાયિક અને વૈશેષિકની આવી માન્યતા એકાન્તવાદવાળી હોવાથી મિથ્યાસ્વરૂપ છે. આ બાબતમાં ગ્રંથકારશ્રી સાક્ષીપાઠ આપે છે કે - ઉલુકઋષિ વડે = વૈશેષિક દર્શનકાર વડે બને નયોનો સ્વીકાર કરીને પોતાનું શાસ્ત્ર બનાવાયું છે તો પણ તે મિથ્યાત્વ છે. કારણ કે પોતપોતાના વિષયના એકાન્ત આગ્રહને કારણે તે બને નયો પરસ્પર નિરપેક્ષ છે. માટે મિથ્યાત્વસ્વરૂપ છે. (વિશેષાવશ્યકભાષ્ય ગાથા ૨૧૯૫) | વેદાન્તદર્શન સંગ્રહનયના એકાન્તવાદના રંગથી રંગાયેલો છે. કારણ કે તેનું કહેવું છે કે “આ આત્મા સદા શુદ્ધદ્રવ્ય જ છે” અહીં સત્તાથી શુદ્ધ હોવા છતાં કર્મોથી મલીન પણ છે, પરંતુ આ બીજી બાજુની વાત તેઓએ કાઢી નાખી એટલે એકાન્તવાદ થવાથી મિથ્યાત્વ છે. સમ્મતિતર્ક નામના ગ્રંથમાં કાષ્ઠ પ્રથમની ગાથા ૪ માં જ કહ્યું છે કે “દ્રવ્યાર્થિકનયની પ્રકૃતિ શુદ્ધ છે” એટલે કે દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિથી વસ્તુનું મૂળ સ્વરૂપ ગ્રહણ કરવામાં આવે છે તે નયની દૃષ્ટિએ સર્વે પણ આત્માઓ શુદ્ધસ્વરૂપવાળા-સહજાનંદ-સિદ્ધસ્વરૂપી છે. આ રીતે આ સંગ્રહનયની માન્યતામાં વેદાન્તદર્શન ભળેલું છે. કપિલઋષિના શિષ્યો (સાંખ્યદર્શનકાર) પુરુષ-પ્રકૃતિ વગેરે ૨૫ તત્ત્વોને માનતા છતા વ્યવહારનયના એકાન્તઆગ્રહી છે. આત્મા એ પુરુષ Page #356 -------------------------------------------------------------------------- ________________ છ સ્થાનોનો ઉપસંહાર ૩૩૯ અને તેને વળગેલું શરીર અને કર્મ એ સત્ત્વ રજસ અને તમસની બનેલી પ્રકૃતિ જ છે. તેના ઉત્તરભેદમાં ૧૧ ઈન્દ્રિયો, ૫ ભૂતો અને ૫ વિષયો વગેરે છે. આમ તેઓ માને છે. આમ આત્મા અને પ્રકૃતિ એમ બને તત્ત્વો માન્યા. પણ એકાન્તભેદ સ્વીકારતા હોવાથી મિથ્યાત્વ છે આ માન્યતા વ્યવહારનયના એકાન્તઆગ્રહવાળી છે. સૌગત એટલે બૌદ્ધદર્શન. તેના ચાર ભેદ છે. સૌત્રાન્તિક વૈભાષિક-યોગાચાર અને માધ્યમિક આ દર્શનકારો અનુક્રમે ઋજુસૂત્રનયશબ્દનય-સમભિરૂઢનય અને એવંભૂતનય આમ આ ચાર નયના એકાન્તવાદી છે. આ ચારે નયોના એકાન્તવાદના આગ્રહમાંથી જ આ ચારે ભેદો જન્મેલા છે. બૌદ્ધદર્શન ક્ષણિકવાદને માને છે. એટલે જે ક્ષણે જે પદાર્થનું જેવું સ્વરૂપ હોય છે. તે ક્ષણે તે પદાર્થનું તે ક્ષણ પુરતું જ તે સ્વરૂપ છે. બીજા ક્ષણે બીજો જ પદાર્થ આવે છે. આવી એકાન્તમાન્યતા છે માટે ઋજુસૂત્રનયના એકાન્તવાદમાંથી જન્મેલું આ દર્શન છે. આ પ્રમાણે બીજા ભેદો જે છે તેમાં વૈભાષિક દર્શનકારો શબ્દનયના એકાન્તવાદી યોગાચારવાદી સમભિરૂઢનયના એકાન્તવાદી અને માધ્યમિક બૌદ્ધો એવંભૂતનયના એકાન્તવાદી જાણવા. મીમાંસક દર્શનકાર તથા ઉપલક્ષણથી વૈયાકરણીય આદિ અન્ય દર્શનકારો નયોના સંકરથી એટલે નયોની મિશ્રતાના એકાન્ત વાદમાંથી જન્મેલા છે. આ બધાં જ દર્શનકારો જુદા-જુદા નયવાદના એકાન્ત આગ્રહવાળા છે. માટે મિથ્યાત્વી છે સાપેક્ષદષ્ટિવાળા નથી. જુદા જુદા નયોથી, જુદા જુદા ભાંગાઓથી અને જુદા જુદા પ્રમાણથી વસ્તુનું પરિપૂર્ણ સ્વરૂપ માનવાવાળું જો કોઈ દર્શન હોય તો તે જૈનદર્શન જ છે. જૈનદર્શન જુદા જુદા નયની અપેક્ષાએ છએ દર્શનોને Page #357 -------------------------------------------------------------------------- ________________ ३४० સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ એક માળામાં ભેગાં ગુંથે છે. અર્થાત્ ભિન્ન ભિન્ન નયથી છએ દર્શનની માન્યતાને યથાસ્થાને ઉપયોગમાં જોડે છે. માટે તે પરિપૂર્ણ દર્શન હોવાથી સમ્યક્દર્શન છે. સન્મતિતર્ક કાણ્ડ ૩ની ૬૯મી ગાથામાં કહ્યું છે કે - સર્વે પણ દર્શનો પોતપોતાના મતમાં આગ્રહી હોવાથી મિથ્યાત્વસ્વરૂપ છે. પરંતુ જ્યારે તેઓ (પોતાની એકાન્ત વાતને છોડીને) પરસ્પર સાપેક્ષતાવાળા થાય છે ત્યારે સમ્યક્ બને છે. જૈન દર્શન આવું જ છે અર્થાત્ મિથ્યાદર્શનના સમૂહાત્મક (એકાન્તવાદવાળાં) સર્વે પણ દર્શનો મિથ્યાત્વવાદી છે. પરંતુ પરસ્પર સાપેક્ષ થવાથી સમ્યવાદી બનેલાં એવાં આ દર્શનોના (સંગ્રહાત્મક) એવા જૈનદર્શનનું ભદ્ર (કલ્યાણ) હો. આવા પ્રકારનું આ જૈન દર્શન યાવચંદ્રદિવાકર સુધી જળહળતું રહો. ।।૧૧૯ અવતરણ :- બધાં જ દર્શનો પોતપોતાની માન્યતાના આગ્રહી હોવાથી પ્રતિસ્પર્ધી દર્શનની સાથે પરસ્પર હાથીની જેમ લડીને વિનાશ પામે છે જ્યારે જૈનદર્શન સ્યાદ્વાદી હોવાથી ત્યાં તટસ્થ રહીને કોઈપણ જાતના ઉપદ્રવ વિના વિજયવંત બને છે તે વાત સમજાવે છે નિત્યપક્ષમાંહી દૂષણ દાખે, નય અનિત્યપક્ષપાતી જી । નિત્યવાદમાંહી જે રાતા, તે અનિત્યનયઘાતી જી II માંહોમાંહિ લડે બે કુંજર, ભાંજઈ નિજકરદંતો જી । સ્યાદ્વાદસાધક તે દેખઈ, પડઈ ન તિહાં ભગવંતો જી ||૧૨૦|| ગાથાર્થ :- અનિત્યવાદના પક્ષપાતવાળો જીવ નિત્યવાદના પક્ષમાં દૂષણો આપે છે અને જે દર્શનવાદીઓ નિત્યવાદના પક્ષમાં રક્ત છે તે અનિત્યવાદના થાતી છે. આ પ્રમાણે નિત્યવાદ અને અનિત્યવાદને જ માત્ર માનનાર બે વાદીઓ બે હાથીઓની જેમ પરસ્પર લડે છે અને પોતાની સૂંઢ અને દાંતને ભાગે છે પરંતુ સ્યાદ્વાદના સાધક એવા ભગવંત તે બન્નેની લઢાઈ જુએ છે પણ તેવા વાદવિવાદમાં પડતા નથી. ૧૨૦ Page #358 -------------------------------------------------------------------------- ________________ છ સ્થાનોનો ઉપસંહાર ૩૪૧ રબો - નિત્યનયના પક્ષપાત ક્ષાિવારી વૌઠ્ઠાવિ જીરૂ ते नित्यपक्षमांहिं दूषण दाखइ, अंकुरादिजनकाजनकत्वादिविरोधइ ( अंकुरादिजनकाजनकत्वादि विरोधइ) क्षणिक बीजादि थापइ छइ, सदृशक्षणदोषइ अभेदग्रहादि उपपादइ छड् जे नित्यवादमांहि राता छइ, ते अनित्यनयघाती छइ एकान्तनित्य आत्मादि मानइ ते मांहोमांहिं बे हाथी लडइ छइ, लडता पोताना कर-दांत भांजइ छइ । स्याद्वादसाधक छइ ते ते लडाइं देखइ छइ, पणि भगवंत तिहां पडइ नई उदासीन रहइ, उक्तं च - अन्योन्यपक्षप्रतिपक्षभावाद् यथाऽपरे मत्सरिणः प्रवादाः । नयानशेषानविशेषमिच्छन्न पक्षपाती. समयस्तथा ते ॥ द्वात्रिंशिकायाम् (अन्ययोग ३०) ॥१२०॥ વિવેચન :- આત્મા વગેરે જગતના સર્વે પણ પદાર્થો દ્રવ્યથી સદા છે અને સદા રહેનારા છે. એટલે કે ધ્રુવ છે અર્થાત્ નિત્ય છે. અને પર્યાયથી પલટાવાવાળા પણ છે. એટલે કે અનિત્ય પણ છે. આ પ્રમાણે જગતમાં રહેલા સર્વે પણ પદાર્થો નિત્ય + અનિત્ય એમ ઉભયાત્મક છે. છતાં કેટલાક દર્શનકારો તેમાં આત્મા વગેરે સર્વે પણ પદાર્થોને નિત્ય જ છે આમ માને છે અથવા અનિત્ય જ છે આમ એકાન્ત માને છે જે બરાબર નથી. તેના ઉપર ગ્રંથકારશ્રી જણાવે છે કે - | સર્વે વસ્તુ અનિત્ય જ છે. અર્થાત્ ક્ષણભંગુર જ છે. આમ માનનારા બૌદ્ધદર્શનના અનુયાયી લોકો વગેરે વસ્તુનું સ્વરૂપ ક્ષણિક છે આમ માનીને નિત્ય માનનારાના પક્ષમાં દૂષણ આપે છે તે બૌદ્ધનું કહેવું એવું છે કે ધર્મના ભેદથી ધર્મીનો પણ ભેદ થાય છે. કોઈપણ બીજ વાવો કાળાન્તરે (લાંબા કાળે) તે અંકુરો મૂકે છે. એટલે પૂર્વકાલના સર્વે Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ સમ્યક્ત ષસ્થાન ચઉપઈ સમયમાં તે બીજ અંકુરો ઉત્પન્ન કરતું નથી. અને માત્ર અંતિમ સમયમાં જ અંકુરો મુકે છે. જેમકે આજે વાવેલી ગોટલી આજે કેરી ઉગાડતી નથી. કાળાન્તરે તે ગોટલી કેરી ઉગાડે છે. તેના ઉપરથી નક્કી થાય છે કે બીજમાં અંકુરાજનકશક્તિ અને અંકુરાની અજનકશક્તિ ભિન્ન ભિન્ન છે. એક જ કાલે સાથે આ બન્ને શક્તિઓ નથી રહેતી માટે, તેનાથી નક્કી થાય છે કે અંકારના અજનકશક્તિવાળા બીજથી અંકુરાના જનકશક્તિવાળું બીજ ભિન્ન છે. આ પ્રમાણે પ્રત્યેક સમયોમાં પદાર્થ ભિન્ન ભિન્ન જ છે અર્થાત્ એકાન્ત અનિત્ય જ છે. જેમ ઘટથી પટ ભિન્ન છે તેમ પ્રથમ સમયના ઘટથી બીજા સમયનો ઘટ પણ અત્યા ભિન્ન છે. પરંતુ ઘટાકારપણે સદેશ હોવાથી સરખે સરખાપણે દેખાવાના કારણે આ ક્ષણિકપણું જણાતું નથી. પરંતુ વાસ્તવિક છે ક્ષણિક જ. બીજના આકારસ્વરૂપે સમાન પ્રતીતિ થતી હોવાથી પૂર્વેક્ષણના બીજમાં અને ઉત્તરક્ષણના બીજમાં જે ભેદ છે તે જણાતો નથી. પરમાર્થથી વિચારીએ તો ક્ષણે ક્ષણે તે બીજ ભિન્ન-ભિન્ન જ છે પરંતુ બીજપણે સમાન હોવાથી અભેદનું જ્ઞાન થાય છે. આવા પ્રકારના અભેદના ભ્રમના લીધે “આ તે જ બીજ છે જે પૂર્વેક્ષણમાં હતું તે જ આ છે” આવો ભ્રમાત્મક અભેદનો બોધ થાય છે. વસ્તુતઃ ક્ષણ ક્ષણના બીજના પર્યાયને આશ્રયી તે બીજ જુદાં જુદાં જ હોય છે. જો જુદાં જુદાં બીજ ન હોત તો જેમ ચરમ સમયના બીજે અંકુરાના ઉત્પાદનનું કાર્ય કર્યું તેમ દ્વિચરમસમય આદિ સમયોમાં રહેલા બીજે અંકુરાનું ઉત્પાદનનું કાર્ય કેમ ન કર્યું? અને કિચરમ સમય સુધીના ક્ષણોમાં રહેલા બીજે જો અંકુરાનું ઉત્પાદન ન કર્યું. તો ચરમસમયવાળું બીજ પણ અનુત્પાદક જ કેમ ન રહ્યું? આના જવાબમાં માનવું જ પડશે કે ક્ષણે ક્ષણે પદાર્થ બદલાય છે. માટે પદાર્થ ક્ષણિકમાત્ર જ છે. આ પ્રમાણે સંદેશ ક્ષણપણાના દોષના કારણે અભેદનો આગ્રહ અને Page #360 -------------------------------------------------------------------------- ________________ છ સ્થાનોનો ઉપસંહાર ૩૪૩ આદિશબ્દથી અભેદના વ્યવહારનો આગ્રહ થયો છે. આમ આ ક્ષણવાદી બૌદ્ધ માને છે. ક્ષણે ક્ષણે વસ્તુ બદલાય જ છે તેથી નિયમા ક્ષણિક જ છે આવી બૌદ્ધદર્શનની દૃષ્ટિ છે. આ જ પ્રમાણે જે નૈયાયિક વૈશેષિક અને સાંખ્યાદિ દર્શનકારો છે. તે નિત્યપક્ષમાં જ રક્ત છે (નિત્યવાદના આગ્રહી છે). તેઓને અનિત્યવાદના કથનવાળા નયમાં દોષ દેખાય છે. તે આ પ્રમાણે એકાન્ત નિત્યવાદી દર્શનકારો વસ્તુનું એકાન્ત નિત્યસ્વરૂપ માનવામાં અતિશય લીન છે. એટલે કે રક્ત છે. નિત્યવાદના આગ્રહી છે. તેથી અનિત્યવાદ માનનાર બૌદ્ધનું તેઓ સતત ખંડન કરે છે. નિત્યવાદીઓ અનિત્યવાદીને કહે છે કે તમે કોઈને ૫૦૦ કે ૧૦૦૦ હજાર રૂપિયા ઉછીના આપ્યા હોય તો માસ-બે માસ થયા પછી તમે તેની પાસે પાછા માગી શકતા નથી. કારણ કે તમારો મત તો ક્ષણિકવાદ છે. એટલે પૈસા લેનાર અને પૈસા આપનાર મહિના બે મહિનામાં ઘણા બદલાઈ ગયા. હવે માગવાના લેવાના કે દેવાના રહેતા જ નથી. આમ એકાન્તવાદી બીજાના દોષોને જ દેખે છે. પોતાની માન્યતામાં એકાન્ત આગ્રહી હોવાથી પોતાને જે દોષ આવે છે તેને જરા પણ દેખતા નથી. આ પ્રમાણે એકાત્ત નિત્યવાદી અને એકાન્ત અનિત્યવાદી પોતપોતાના પક્ષના આગ્રહી હોવાથી પરસ્પર જ વિનાશ પામે છે, પરંતુ સર્વ નયો પ્રત્યે જે અપક્ષપાતી છે અને સર્વે પણ નયોનું યથાસ્થાને મુંજન કરીને સર્વ નિયોને યોગ્ય રીતિએ જે સ્વીકારે છે તે સ્યાદ્વાદી છે અને તેવા સ્યાદ્વાદીઓ શું કરે છે તે ગ્રંથકારશ્રી જણાવે છે કે - એકાન્તક્ષણિકવાદીની અને એકાન્તનિત્યવાદીની આ લડાઈને જોવાનું કામકાજ કરે છે પરંતુ ગુણવાન એવો આ સ્યાદ્વાદી ત્યાં (તે લડાઈમાં) ઉતરતો નથી. તે સમજે છે કે સર્વે પણ વસ્તુઓ દ્રવ્યથી કથંચિ નિત્ય પણ છે અને પર્યાયથી કથંચિત્ અનિત્ય પણ છે. Page #361 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ જો કે સ્યાદ્વાદી પુરુષ એકાન્ત ક્ષણિકવાદમાં કે એકાન્ત નિત્યવાદમાં ફસાતો નથી. તો પણ સામે એકાન્તવાદ વાળો જીવ આવ્યો હોય તો તેની તે એકાન્તવાદની મતિનું નિવારણ કરવા માટે તે પોતે પણ પ્રતિસ્પર્ધીભાવે વિરોધી એવા બીજા એકાન્તવાદનો સ્વીકાર કરીને તેના એકાન્તવાદનો આ જીવ અવશ્ય પ્રતિકાર કરે છે અને રાજસભા આદિમાં (એકાન્તવાદનું) તેનું ખંડન પણ કરે છે. પરંતુ સાચા અનેકાન્ત માર્ગની વૃદ્ધિ કરવાના આશયમાત્રથી જ આમ કરે છે પરંતુ કોઈ નયના એકાન્ત આગ્રહના પક્ષથી આમ એકાન્તવાદ ક્યારેય આ સ્યાદ્વાદી જીવ સ્વીકારતો નથી. ૩૪૪ એકાન્તવાદીઓમાં પણ જેઓ સાચા તત્ત્વના પક્ષપાતી છે પરંતુ પોતાની અજ્ઞાનદશાના કારણે જેઓને એકાન્તવાદનો ભ્રમ થયેલો છે તેના વાતાવરણમાં જેઓ અંજાઈ ગયા છે પરંતુ જો યોગ્ય જ્ઞાની ગુરુનો સમાગમ થાય તો સ્યાદ્વાદને પામે તેવા છે. તેઓ પણ સ્યાદ્વાદના સન્મુખ ભાવવાળા છે પરંતુ જેઓ પોતાની માન્યતાવાળા દર્શનના અતિશય પક્ષપાતી જ છે તેઓ પરસ્પર વાદવિવાદનું મહાભારત યુદ્ધ કરીને પરસ્પર લડતા બન્ને હાથીઓની જેમ એકબીજાનો વિનાશ કરે છે. ૫૧૨૦૦ અવતરણ :- છુટાં છુટાં રત્નો અને તે જ રત્નોની બનેલી માળાનું ઉદાહરણ આપીને એકાન્તવાદને માનનારાં દર્શનો અને જૈનદર્શનની વચ્ચેનો તફાવત સમજાવે છે - છુટાં રત્નો ન માળા કહીઈ, માળા તેહ પરોયાં જી । તિમ એકેક દર્શન નવિ સાચાં, આપહિ આપ વિગોયાંજી। સ્યાદ્વાદ સૂત્રઇં તે ગુથ્યાં, સમકિતદર્શન કહીઈં જી 1 સમુદ્રઅંશની સમુદ્રતણી પરિ, પ્રગટ ભેદ ઈહાં લહીઈ જી ||૧૨૧|| Page #362 -------------------------------------------------------------------------- ________________ છ સ્થાનોનો ઉપસંહાર ૩૪૫ ગાથાર્થ :- જેમ છુટાં છુટાં રત્નો તે માળા નથી. પરંતુ પરસ્પર યથાસ્થાને પરોવાયેલાં એવાં તે રત્નો જ માળા છે તેમ એકેક દર્શન તે એકાત્તઆગ્રહી હોવાથી સાચાં નથી. પરંતુ પરસ્પર લઢી-લઢીને વિંડબના જ પામે છે. સ્યાદ્વાદરૂપી દોરાથી ગુંથાયેલાં રત્નો હારની જેમ સમકિતદર્શને કહેવાય છે. અહીં સમુદ્રનો અંશ અને સમુદ્રમાં જેમ ભેદ છે તેમ નય અને પ્રમાણમાં ભેદ સમજવો. ૧૨ ૧l ટબો :- છુટાં રત્નન માતાપર્યાય , પોથાં દો तिवारइ मालापर्याय कहिइं, तिम इकेकदर्शन छुटां छइ, ते एकान्ताभिनिवेशइ साचां न कहिइं, आपइ आप विगोयां, स्याद्वादसूत्रई ते गुंथ्यां हुइ, तिवारइं सम्यग्दर्शन कहिइं, स्यात्कारइं एकान्ताभिनिवेश टलई जिम मालाकारनइ पुष्पादिक सिद्ध छइ. तेहनो योजनमात्र व्यापार, तिम सम्यग्दृष्टिनइ, सिद्धदर्शनइ विषइ स्याद्वादयोजनमात्र व्यापार छइ तावतेव जिनं जगत/समुद्रअंश नइ समुद्रमां जेटलो भेद, તેટત્નો નયપ્રમાણમાં (એ) નાવો વત્ત ૨ – न समुद्रोऽसमुद्रो वा, समुद्रांशो यथोच्यते । नाप्रमाणं प्रमाणं वा, प्रमाणांशस्तथा नयः ॥१२१॥ વિવેચન :- જેમ છુટા છુટાં રહેલાં જે રત્નો છે તે રત્ન હોવા છતાં તેને માળા કહેવાતી નથી. પરંતુ તે જ રત્નોને સમ્યગુ રીતે દોરામાં ગુંથાયાં હોય (પરોવાયાં હોય) તો તે જ રત્નો પોતે જ માળાપર્યાયને પામે છે. રત્નોથી માળાપર્યાય એકાત્તે ભિન્ન હોતો નથી. તેવી જ રીતે સર્વે પણ દર્શનો તે એક એક નય ઉપર ચાલનારા છે તેથી તે રત્નભુત હોવા છતાં પણ જ્યાં સુધી તે રત્નો પરસ્પર જોડાય નહિ, સ્યાદ્વાદરૂપી એક દોરામાં ગોઠવાય નહીં. પરોવાય નહીં ત્યાં સુધી માળાપર્યાયને પામે નહીં અને એકાદ રત્ન ખોવાઈ પણ જાય પરંતુ સ્યાદ્વાદરૂપી દોરાથી જ્યારે Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ સમ્યગુપણે જોડાય છે ત્યારે તે રત્નો માળાપણાની શોભાને પણ પામે છે અને તેમાંથી એક પણ રત્ન ખોવાતું નથી. જ તે જ રીતે સર્વે પણ દર્શનો જ્યાં સુધી સ્યાદ્વાદથી ગુંથાતાં નથી અને પોતપોતાના એકાન્ત અભિનિવેશવાળાં હોય છે ત્યાં સુધી તે સાચાંયથાર્થ કહેવાતાં નથી. કારણ કે પોતાના અભિપ્રાય પ્રમાણે સાચાં હોવા છતાં પણ અન્ય અપેક્ષાનું તે ખંડન કરતાં હોવાથી બીજા નયની વાતનો ઉચ્છેદ કરનારા બનવાથી તે મિથ્યા છે. તેથી આવી એકાન્તનયની વાત વગોવાય છે, મિથ્યા બને છે. પરંતુ જ્યારે સ્યાદ્વાદરૂપી દોરાથી તે જ રત્નોને યથાસ્થાને જોડવામાં આવે છે ત્યારે તે નયો પોતપોતાના સ્થાનમાં રહ્યા છતા પોતાની દૃષ્ટિનું જ નિરૂપણ કરે છે પણ પરના સ્થાનનું ખંડન-મંડન કરતા નથી. પરની વાતમાં મૌન રહે છે ત્યારે તે સર્વે પણ દર્શનોનું મન્તવ્ય વૈરાયમાણબુદ્ધિવાળું હોતું નથી અને પરસ્પર વિનાશનું કારણ પણ બનતું નથી. પરંતુ પોતપોતાના સ્થાનમાં રહીને પદાર્થના સ્વરૂપનો સાચો બોધ માત્ર કરાવે છે. તેથી જ શાસ્ત્રોમાં કહ્યું છે કે સ્યાદ્વાદરૂપી દોરાથી ગુંથાયેલા નયો રૂપી રત્નો, માળાની જેમ સમ્યગ્દર્શન કહેવાય છે. કારણ કે જેમ અંકુશથી હાથી વશ થાય તેમ સ્યાદ્વાદથી નયોનો પોતપોતાના એકાન્તવાદનો આગ્રહ દૂર થઈ જાય છે અને અન્ય નયની વાતમાં ખંડન-મંડન કરતા નથી મૌન જ રહે છે તેથી તેવા સર્વે પણ નયો વિંડબના પામતા નથી. સર્વે પણ દર્શનો જુદા જુદા નય ઉપર ચાલે છે પોતપોતાની માન્યતાના એકાન્તઆગ્રહી હોવાથી આવા પ્રકારના અભિનિવેશના કારણે અન્યદર્શનોની માન્યતાનું ખંડન કરવા જાય છે અને તેથી જ વૈરાયમાન પ્રકૃતિવાળા બને છે. તેથી તે એક એક નય ઉપર ચાલનારાં દર્શનો છુટા છુટાં રત્નો તુલ્ય છે અને વૈરાયમાણ સ્વભાવવાળાં છે. Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૪૭ છ સ્થાનોનો ઉપસંહાર | સર્વે પણ દર્શનો પ્રાયઃ એક એક નયને પકડીને તેના આગ્રહપૂર્વક પ્રરૂપણા કરનાર છે. જેમકે બૌદ્ધદર્શન વસ્તુમાં રહેલા પર્યાય પ્રમાણે પરિવર્તન પામતા સ્વરૂપને જ પ્રધાનપણે કહે છે. સાંખ્યદર્શન તે જ વસ્તુમાં રહેલા મૂળભૂત દ્રવ્યસ્વરૂપને જ કહે છે. આમ બધાં જ દર્શનો એકાંશગ્રાહી અને મિથ્યાત્વી છે. આ કારણે જ તે દર્શનો વૈરાયમાણ સ્વભાવવાળાં છે અને પરસ્પર ખંડન-મંડન કર્યા જ કરે છે અને લક્ષ્યા જ કરે છે. આવાં આ દર્શનો એટલે નયો જ્યારે સ્યાદ્ધવાદ રૂપી દોરાથી ગુંથાઈ જાય છે ત્યારે પોતપોતાના અભિપ્રાય પ્રમાણે વસ્તુનું સ્વરૂપ જરૂર સમજાવે છે પણ અન્ય નયની માન્યતાનું ખંડન કરતા નથી. અન્ય નયની વાતની અપેક્ષા પણ હૃદયમાં રાખે છે. તેથી તે બાબતમાં મૌન સેવે છે. જેમ પુષ્પોને યથાસ્થાને માળી ગોઠવે છે ત્યારે તે જ પુષ્પો સુંદર માળાપર્યાયને પામે છે તેમ સમ્યગ્દષ્ટિ આત્મા પુષ્પની તુલ્ય દર્શનોને યથાસ્થાને સ્યાદ્વાદરૂપી દોરામાં ગુંથી સુંદર માળા બનાવે છે કે જે શોભાને પામે છે. આ રીતે સમ્યગ્દષ્ટિ જીવ સ્યાદ્વાદરૂપી દોરાથી સર્વદર્શનોરૂપ નયો સ્વરૂપ રત્નોને યથાસ્થાને ગોઠવીને વસ્તુના યથાર્થ સ્વરૂપને સમજાવે એટલે કે વસ્તુના યથાર્થ સ્વરૂપનું નિરૂપણ કરીને શોભા પામે છે. આ રીતે નયો એકલા હોય ત્યારે લઢવાડિયા હોય છે અને વૈરાયમાણવૃત્તિવાળા હોય છે પરંતુ તે જ નયોને સ્યાદ્વાદથી અંકિત કરવામાં આવે છે. ત્યારે લઢવાડ ત્યજી દઈને વસ્તુના યથાર્થ સ્વરૂપનું પ્રતિપાદન કરનારા બને છે. તેથી નયોનો અભ્યાસ અવશ્ય કરવો જોઈએ અને પછી યથાસ્થાને તે નયો લગાડીને અન્ય નયનો ઉચ્છેદ કર્યા વિના જ વસ્તુનું સાપેક્ષ ભાવે જ સ્વરૂપ બતાવવું. આ જ સાચો માર્ગ છે. જેમ આત્મા દ્રવ્યથી અનાદિ Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ અનંત છે માટે નિત્ય પણ છે તેમ પર્યાયની અપેક્ષાએ અનિત્ય પણ છે જ. આમ બન્ને સ્વરૂપોને ધ્યાનમાં રાખીને જ વસ્તુનું સ્વરૂપ સમજવું અને સમજાવવું. સ્ત્રી અને પુરુષ જેમ જાતિથી ભિન્ન છે તેમ માનવપણે અભિન્ન પણ અવશ્ય છે જ. આ રીતે આખુંય વિશ્વ અપેક્ષાવાદથી ભરેલું છે. તેને બરાબર સમજીને અપેક્ષાપૂર્વક જ સઘળો વ્યવહર કરવો. જ્યારે જૈનદર્શન વસ્તુના બધાં જ અંશો જાણે છે અને બધાં જ અંશો યથાસ્થાને જોડે છે એટલે દોરાથી પરોવાયેલા બધા જ મણકાની સુંદર એક માળા જેમ બને છે તેમ બધા જ નયોને સ્યાદ્વાદરૂપી દોરાથી ગુંથીને એક સુંદર હાર બનાવે છે જેથી તે હારમાંથી એક પણ રત્ન ખોવાય નહીં અને શરીરની શોભાને વધારે તેમ જૈન દર્શન બધા જ નયોને સ્યાદ્વાદમાં યથાસ્થાને ગોઠવે છે. અથવા છુટાં છુટાં પુષ્પો હોય તો ઉડી જાય પણ દોરામાં તેને ગૂંથીને સુંદર એક માળા બનાવી હોય તો એક પણ પુષ્પ ઉડે નહીં કે છુટું પડે નહીં તેમ જૈનદર્શન સર્વ નયોને યથાસ્થાને સ્યાદ્વાદરૂપી દોરામાં યથાસ્થાને ગોઠવીને સુંદર વસ્તુસ્વરૂપને સમજાવવામાં આ દર્શન સર્વનયમય થયું છતું સમ્યભાવને પામે છે જેમ સમુદ્રમાંથી નીકળેલી નાની નાની ખાડી તે સમુદ્ર પણ નથી. તેમજ તે અસમુદ્ર પણ નથી તે જ પ્રમાણે એક એક નયની વાત પ્રમાણ પણ નથી અને અપ્રમાણ પણ નથી પરંતુ બીજા નયોની અપેક્ષા રાખે તો તે પ્રમાણભૂત બને છે. અન્યથા અપ્રમાણભૂત બને છે. આ રીતે નયો પરસ્પર સાપેક્ષ હોય તો પ્રમાણ અને પરસ્પર નિરપેક્ષ હોય તો અપ્રમાણ થાય છે. ૧૨૧॥ અવતરણ : મોક્ષપ્રાપ્તિને અનુકૂળ બોધ આ છ સ્થાનો સમજવામાં અને સ્વીકારવામાં જ રહેલો છે. આ મોક્ષપ્રાપ્તિને અનુકૂળ બોધ અનુક્રમે શ્રુતજ્ઞાન-ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાન કહેવાય છે. તે વાત સ્પષ્ટ કરતા ગ્રંથકારશ્રી જણાવે છે કે Page #366 -------------------------------------------------------------------------- ________________ છ સ્થાનોનો ઉપસંહાર વચનમાત્ર શ્રુતજ્ઞાન ઈં હોવાઈ, નિજ નિજમત આવેશોજી ચિંતાજ્ઞાનિ નયવિચારથી, તેહ ટલઈ સંક્લેશોજી II ચારામાંહિ અજાણી જિમ કોઈ, સિદ્ધમૂલિકા ચારઈજી । ભાવનાજ્ઞાનિં તિમ મુનિજનને, મારગમાં અવતારઈજી II૧૨૨ ३४८ गाथार्थ :- વચનમાત્રનો જે બોધ તે શ્રુતજ્ઞાન કહેવાય છે તેનાથી પોતપોતાના મતનો આવેશ થાય છે. ચિંતાજ્ઞાનરૂપી નયવિચારોથી પોતપોતાના મતના આગ્રહ રૂપી સંક્લેશો ટળે છે અને પશુને ચારો ચરાવતાં ચરાવતાં જેમ કોઈક સ્ત્રી તે બળદને સિદ્ધમૂલિકા ચરાવે છે અને મૂલરૂપમાં આવે છે તેમ ભાવનાજ્ઞાનવાળો મુનિ પોતાને અને સંસારીલોકોને માર્ગમાં લાવે છે. ૨ા जो :- वचनमात्र जे श्रुतज्ञान, तेहथी निजनिजमतनो आवेश कहितां हठ होइ, जे जे नयशास्त्र सांभलइ. ते ते नयार्थ रुचि जाई । चिंताज्ञान बीजुं विचाररूप, तेहथी हठ टलइ, संक्लेशरूप (असंक्लेशरूप) विचारजन्य सकलनयसमावेशज्ञानइ पक्षपात टलई, तेइ सानुग्रह (स्वानुग्रह ) होई । भावनाज्ञान ते देशकालाद्यौचित्यइ परानुग्रहसार छइ, तेहवी रीतिं देशनादिइं जिम परानुग्रह थाइ, उत्सर्गापवादसार तादृश प्रवृत्ति होई, "केऽयं पुरिसे, कं च णये " ( आचारांग प्रथमश्रुतस्कंध, अ २, उ ६ ) इत्याद्यागमानुसारात् । पुरुष पशुरूप थयो, तेहनइं स्त्रीइं वटच्छायानो चारो व्यंतरवचनइ चराव्यो, संजीवनी औषधि मुखमांहि आवी, तिवारइं स्वरूप प्रगट थयुं, तिम भावनाज्ञानवंत सद्गुरु भव्यप्राणीनइ अपुनर्बन्धादिकक्रियामां ते रीतिं प्रवर्ताव, जिम सम्यग्दर्शनरूप संजीवनी औषधि आव्वइ निश्चयस्वरूप प्रगट थाइ, मिथ्यात्वनाम पशुरूप टलइ । उक्तं च षोडशके , Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ आद्य इह मनाक् पुंसस्तद्ागाद् दर्शनग्रहो भवति । न भवत्यसौ द्वितीये, चिन्तायोगाद् कदाचिदपि ॥ ( ११ - १० ) चारिचरकसञ्जीवन्यचरक चारणविधानतश्चरमे । सर्वत्र हिता वृत्तिर्गाम्भीर्यात् समरसापत्या ॥ ( ११-११ ) ए ३ ज्ञान तरतमभावइ उदक- दुग्ध-अमृतसरखां कहियां छई उक्तं च षोडशके उदकपयोऽमृतकल्पं पुंसां, सद्ज्ञानमेवमाख्यातम् । विधियत्नवत्तु गुरुभिर्विषयतृडपहारि नियमेन ॥ ( १०-१३) કૃતિ ॥૨૨॥ વિવેચન :- જ્ઞાન ત્રણ પ્રકારનાં હોય છે (૧) શ્રુતજ્ઞાન, (૨) ચિંતાજ્ઞાન અને (૩) ભાવનાજ્ઞાન. (૧) શાસ્ત્રોના લખાયેલા શબ્દમાત્રનું જે જ્ઞાન એટલે કે વચનજ્ઞાન=શાસ્ત્રોનાં વચનોનું જે જ્ઞાન તે શ્રુતજ્ઞાન. આ જ્ઞાન પોતપોતાના મતનો આગ્રહ પ્રગટાવે છે. પરંતુ આ આગ્રહ અતિશય હઠાગ્રહસ્વરૂપ હોતો નથી. માત્ર જ્યારે જે તત્ત્વ જાણ્યું ત્યારે તે તત્ત્વ જાણવાથી આ વસ્તુ આમ જ છે આવો રાગ થઈ જાય છે અને જ્યાં સુધી બીજું કંઈ જાણવાજોવા ન મળે અથવા જ્ઞાની ગીતાર્થનો યોગ ન થાય ત્યાં સુધી પોતે જે સાંભળ્યું અને જાણ્યું તેનો કંઈક અંશે પક્ષપાત થઈ જાય છે અને તે તે વાતનો આગ્રહ આ જીવને બંધાઈ જાય છે. પરંતુ આ આગ્રહ નિવર્તનીય હોય છે. કોઈ શાની ગીતાર્થનો યોગ થાય અને સાચું તત્ત્વ સમજાવે તો આ આગ્રહ દૂર થઈ શકે તેવો નિવર્તનીય હોય છે. પરંતુ હાલ તો આગ્રહવાળો હોય છે એટલે જ ટબામાં કહ્યું છે કે વચનોને માત્ર પકડી રાખવાં તે શ્રુતજ્ઞાન. પોતપોતાના મતનો આગ્રહવિશેષ અર્થાત્ હઠાગ્રહવાળો બોધ. જ્યારે જ્યારે જે જે નયની વાત સાંભળે ત્યારે ત્યારે તે તે નયની વાત ઉપર જ વધારે રૂચિ Page #368 -------------------------------------------------------------------------- ________________ છ સ્થાનોનો ઉપસંહાર ૩૫૧ કરે (પ્રીતિ કરે) પોતાના મગજમાં જે નયની વાત સમજાણી તેને જ સત્ય માનીને સ્વીકારી લે. બીજા નય તરફ દૃષ્ટિપાત પણ ન કરે આવો એક નયની વાતનો આગ્રહવિશેષ તે શ્રુતજ્ઞાન સમજવું. ચિંતાજ્ઞાન તે બીજું જાણવું, આ જ્ઞાન કંઈક વિચારણાસ્વરૂપ છે જે કોઈ એકનયની વાત સાંભળે ત્યાં પણ ઘણી ઊંડી વિચારણા કરે અને સમજે કે આ નયથી આ વાત બરાબર છે. પરંતુ બીજા નયથી બીજી વાત પણ બરાબર છે, ત્રીજા નયની અપેક્ષાએ ત્રીજી વાત પણ બરાબર છે. આમ ઉહાપોહરૂપ=ચિંતન-મનન કરવા પૂર્વકનું આ જ્ઞાન છે ઘણા નયોવાળી વિકસિત દૃષ્ટિ હોવાથી પક્ષપાત=(હઠાગ્રહ) ટળી જાય છે. હઠાગ્રહ ટળી જવાના કારણે આ જ્ઞાન સંકલેશ કરાવનારું રહેતું નથી. પરંતુ અસંક્લેશવાળું હોય છે. સર્વનયોની સાપેક્ષતાવાળું જ્ઞાન હોવાથી પક્ષપાત રહિત આ જ્ઞાન છે અને તેના કારણે સાનુગ્રહવાળું અનુગ્રહ (ઉપકાર) કરનારું છે. એટલે કે સ્વનો ઉપકાર કરનારું છે. આ જ્ઞાનવાળા જીવને ખોટો આગ્રહ (ખોટો પક્ષપાત) દૂર થવાના કારણે તથા સાચા તત્ત્વનો નિર્ણય કરવાના કારણે યથાર્થ માર્ગાનુસારી બુદ્ધિ પ્રગટ થવા સ્વરૂપ જીવનો અનુગ્રહ (ઉપકાર) કરનારું આ જ્ઞાન હોય છે. આ ચિંતાજ્ઞાન પ્રારંભમાં વિચારણારૂપ હોય છે. વિચારણા કરવાથી હઠાગ્રહ દૂર થાય છે અને ત્યારબાદ હઠાગ્રહ વિનાના જે જે વિચારો થાય છે તે તે વિચારો અસંક્લેશ સ્વરૂપ હોય છે. આવા પ્રકારના અસંક્લેશભાવવાળા વિચારોથી સર્વનયોની અપેક્ષાવાળો બોધ થાય છે. તેનાથી કોઈ એકાદ નય તરફના આગ્રહવાળો જે પહેલાં પક્ષપાત હતો તે ટળી જાય છે અને હઠાગ્રહ ટળવાના કારણે સ્યાદ્વાદવાળી દૃષ્ટિ પ્રગટ થાય છે. આ પ્રમાણે આ જ્ઞાન આ જીવ ઉપર ઘણો અનુગ્રહ કરનાર બને છે. આ પ્રમાણે આ જ્ઞાનના કાળે સર્વે પણ નયોને યથાસ્થાને જોડવારૂપ પ્રયત્ન આ જીવ કરે છે. તેના કારણે પક્ષપાતરહિત પદાર્થનો સાચો બોધ Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ થાય છે. આવો આગ્રહ વિનાનો બોધ થવાના કારણે ધીરે ધીરે સર્વ ઠેકાણે આગ્રહ વિનાની નિર્મળ બુદ્ધિ-પ્રગટે છે અને સર્વત્ર નયસાપેક્ષ દૃષ્ટિ ખુલવાના કારણે સ્યાદ્વાદથી પદાર્થ યથાર્થપણે જાણી શકે તેવો નિર્મળ બોધ પ્રગટ થાય છે. ચિંતાજ્ઞાનનું આ જ પારમાર્થિક ફળ છે. સર્વત્ર આગ્રહની વૃત્તિ ચાલી જાય છે. આમ સાપેક્ષબુદ્ધિ થવી એ જ સ્વાનુગ્રહ થયો કહેવાય. સારાંશ એ છે કે આ ચિંતાજ્ઞાનથી પ્રથમ હઠાગ્રહ દૂર થાય છે અને હઠ વિનાના ઉમદા વિચારોથી નિષ્પક્ષપાતપણે સર્વનયોના સમાવેશવાળું જ્ઞાન થાય છે. તેના કારણે સર્વત્ર સ્યાદ્વાદને લગાડીને સાપેક્ષ ભાવવાળી નિર્મળ બુદ્ધિ થાય છે. ક્યાંય કોઈ પણ જાતનો આગ્રહભાવ રહેતો નથી. અપેક્ષાપૂર્વકનું જ્ઞાન સર્વત્ર પ્રવર્તે છે. આવા પ્રકારના ચિંતાજ્ઞાનના અભ્યાસથી યથાસ્થાને યથાયોગ્ય નયો જોડવાથી પરનો અનુગ્રહ થાય તેવું એટલે કે પરાનુગ્રહપ્રધાન ભાવનાજ્ઞાન પ્રગટે છે. આ જ્ઞાન થવાથી ક્યાં કયો નય પ્રધાન કરવાથી પરનો અનુગ્રહ થશે ? તેનું ધ્યાન રાખીને તે જીવ દેશના આપે છે. સાંભળવા આવનારા જીવો કેવા છે ? કયા કયા નયની વાતથી વાસિત છે ? તેની સામે કયા નયની વાત કરીશું તો તે જીવોનો ઉપકાર થશે ઈત્યાદિ બાબતોનું ધ્યાન આપવા પૂર્વક દેશનામાં પ્રવૃત્તિ કરે છે. આ જ્ઞાનવાળો જીવ દેશ-કાળને ધ્યાનમાં રાખીને પરનો વધારે અનુગ્રહ કેમ થાય ? તે રીતે સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ કરે છે. ભાવનાજ્ઞાનનું કાર્ય એ છે કે સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ આ જીવ કરે અને દેશ-કાળનું ધ્યાન રાખીને પરાનુગ્રહ થાય તેવી પ્રવૃત્તિ કરે. આ શ્રોતાઓ કેવા છે ? દેશ કયો છે ? કાળ કેવો છે ? ઈત્યાદિ જોઈને સામેના જીવોનો વધારેમાં વધારે ઉપકાર થાય તેવી ધર્મદેશના આપે. કોઈકવાર ઉત્સર્ગમાર્ગની પ્રધાનતાવાળી દેશના આપે અને કોઈકવાર અપવાદમાર્ગની પ્રધાનતાવાળી દેશના આપે એટલે કે ક્યારે Page #370 -------------------------------------------------------------------------- ________________ છ સ્થાનોનો ઉપસંહાર ૩૫૩ પ્રમાણપ્રધાન અને ક્યારેક કોઈક નય સાપેક્ષ ધર્મદેશના આપે છે. કયા જીવોનો કેવી રીતે ઉપકાર થશે ? આવો વિચાર કરીને ઉપકાર થાય તેવી ધર્મદેશના આપે છે. જ્ઞાનની જ પ્રીતિવાળા જીવોની સામે ક્રિયાની અને ક્રિયાની જ માત્ર પ્રીતિવાળા જીવોની સામે જ્ઞાનની દેશના આપે છે. સારાંશ કે જીવોનો ઉપકાર થાય અને સ્યાદ્વાદના માર્ગમાં આવે તેવી પરોપકારકારક ધર્મદેશના આપે છે. સાંભળવા આવનારા જીવો અનેકાન્તદષ્ટિવાળા કેમ બને? વીતરાગ પરમાત્માનો માર્ગ કેમ સમજે? આ વાતનું પુરેપુરું ધ્યાન રાખીને પરોપકારકારક ધર્મદેશના અને પરોપકારકારક એવી સર્વપ્રવૃત્તિ કરે છે. જેમ કામણદુમણની વિદ્યાથી પુરુષ બળદ બન્યો હતો તે જ બળદને તેની સ્ત્રીએ ખેતરનો બધો જ ઘાસચારો ચરાવતાં ચરાવતાં સંજીવની ઔષધિ ચરાવી અને બળદને બળદનું રૂપ મટાડીને અસલ પુરુષરૂપે કર્યો. તેની જેમ અનાદિકાળથી મિથ્યાત્વદશામાં રહેલા આ જીવને તેનું હિત થાય તેવી ધર્મદેશના રૂપી સંજીવની ઔષધિ આપીને મિથ્યાત્વદશા ટાળીને સમ્યગ્દષ્ટિપણું અને સ્યાદ્વાદયુક્ત દૃષ્ટિવાળા પણું ધર્મગુરુજી પ્રગટ કરાવે છે. અનાદિકાળથી જે ઊંધી સમજવાળું મિથ્યાત્વ હતું. તે જાય અને સમ્યકત્વ પ્રગટ થાય તેવી ધર્મદેશના ગુરુજી આપે છે. ચારિચરકસંજીવની અચરકચારણના દેખાને આ જીવનું હિત થાય કલ્યાણ થાય તેવી ધર્મદેશના ગુરુજી આપે છે. વારિ=ધારચારો ચરક=ચરાવતાં ચરાવતાં સંગીવન તે નામની પ્રભાવક એવી ઔષધિ, સ્વરજે ખાવામાં આવી ન હતી તેને વરક્ષવાર ખવરાવવાના ન્યાયે ચરાવતી એવી આ સ્ત્રી. આવો પદોનો અર્થ કરવો. આ વાર્તા જૈનદર્શનમાં બહુ જ જાણીતી છે. જૈનદર્શનમાં આવેલા જીવોમાં પણ નિષ્પક્ષપાતદષ્ટિ કેમ થાય? સાચું તત્ત્વ કેમ સમજે? આ જીવ કલ્યાણના માર્ગે આગળ કેમ વધે? Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ તેનું લક્ષ્ય રાખીને શ્રોતાનું હિત થાય તેવી ધર્મદેશના ગુરુજી આપે છે. પરંતુ “સર્વ ધર્મ સમાન છે” આમ કહીને શ્રોતાવર્ગને અન્ય માર્ગમાં જતા કરીને ચિત્તમાં ભ્રમ થાય તેવી દેશના આપતા નથી. પરંતુ પોતાના દર્શનમાં (જૈનદર્શનમાં) આવ્યા હોય અને તેની સૂક્ષ્મ વિચારણા ન કરવાના કારણે જે તત્ત્વ ન સમજાયું હોય તે સમજાવીને ભ્રમ દૂર કરીને સાચા તત્ત્વના પક્ષપાતી બનાવે છે અને આત્મહિત કરનારા બને તેવી કુશળબુદ્ધિવાળા શિષ્યો ગુરુજી બનાવે છે. સર્વે પણ જીવો ઉપર કરૂણાવાળા અને પરોપકારપરાયણ જીવો બને તેવી ધર્મદેશના ગુરુજી આપે છે. ગુરુજી સમતાભાવની પરિણતિ અને સર્વ નયોનું જ્ઞાન ધરાવતા હોવાથી બીજાનું હિત કેમ થાય ? તેનું જ લક્ષ્યમાં રાખીને ગંભીરતાના ગુણપૂર્વક પ્રવૃત્તિ કરે છે. અજાણતાં પણ પોતાના હાથે કોઈનું પણ અહિત ન થઈ જાય તેની પુરેપુરી કાળજી રાખે છે. હવે આ ત્રણ જ્ઞાનો (૧) શ્રુતજ્ઞાન (૨) ચિંતાજ્ઞાન અને (૩) ભાવજ્ઞાન કેવાં છે ? તે એક દૃષ્ટાન્ત આપીને સમજાવે છે (૧) પાણી જેવું (૨) દૂધ જેવું અને (૩) અમૃત જેવું આવી ઉપમાવાળામાં આ જ્ઞાનો છે તે આ પ્રમાણે છે. (૧) શ્રુતજ્ઞાન=સ્વચ્છ સ્વાદિષ્ટ પાણી જેવું છે. આવું પાણી પીવાથી જેમ તૃષા મટે છે તેમ શ્રુતજ્ઞાનથી જીવને તત્ત્વ સમજાય છે અને તત્ત્વ સમજ્યાનો આનંદ થાય છે તત્ત્વ સમજવાની તૃષા શાન્ત થઈ. (૨) ચિંતાજ્ઞાન=દૂધ જેવું છે. દૂધનું પાન કરવાથી તૃષા અને ક્ષુધા બન્ને દૂર થાય છે અને શરીરની પણ પુષ્ટિ થાય છે તેમ ચિંતાજ્ઞાનથી નયસાપેક્ષ દૃષ્ટિ ખુલવાથી અતિશય આનંદ થાય છે અને આ જીવ મધ્યસ્થ બુદ્ધિવાળો થાય છે તથા પોતાના આત્માનું હિત કેમ થાય ? તેનો ઉઘાડ થાય છે. Page #372 -------------------------------------------------------------------------- ________________ છ સ્થાનોનો ઉપસંહાર ૩૫૫ (૩) ભાવનાજ્ઞાન = થવાથી આ આત્મા પરોપકારપરાયણ બને છે. પોતાનું અને પરનું એમ બન્નેનું હિત કેમ થાય? તે રીતે વર્તે છે. આ જ્ઞાન અમૃતતુલ્ય છે, પશુભાવ ટાળીને વિશિષ્ટ માનવપણું આપનાર આ જ્ઞાન બને છે. આ જ્ઞાન આવે ત્યારે સમતારસની વૃદ્ધિ થાય છે. તેનાથી પરની કરૂણા ઉભરાય છે અને આ જીવ પોતાની શક્તિ પ્રમાણે પરોપકારમાં પરાયણ બને છે. /૧૨૨ા આ રીતે ઉત્તરોત્તર મધ્યસ્થપરિણામવાળો બનીને સમતારસમાં ઝીલનારો થાય છે અને આ ભાવનાજ્ઞાનથી સંસારસાગર તરનારો પણ બને છે. /૧૨૨ ચરણકરણમાંહિ જે રાતા, નવિ સ્વસમય સંભાલઈ જી ! નિજપરસમયવિવેક કરી નવિ, આતમતત્ત્વ નિહાલઇ જી સમ્મતિમાં કહિઉ તેણિ ન લહ્યો, ચરણકરણનો સારો જી તે માર્ટિ એ જ્ઞાન અભ્યાસો, એક જ ચિતિ દેટ ધારો જી ll૧૨૩ણી ગાથા - ચરણસિત્તરિ અને કરણસિત્તરિમાં જેઓ રક્ત (રચ્યા પચ્યા) છે પરંતુ સ્વશાસ્ત્રમાં શું કહ્યું છે અને પરશાસ્ત્રોમાં શું કહ્યું છે ? ઈત્યાદિ વિષયક જ્ઞાનગુણની સાધના જેઓ કરતા નથી આવા જીવો ચરણ અને કરણનો સાર પામતા નથી. આવું સમ્મતિક નામના ગ્રંથમાં પૂજ્ય સિદ્ધસેનજી મહારાજશ્રીએ કહ્યું છે. તે માટે જ્ઞાનાભ્યાસ ઘણા જ અહોભાવપૂર્વક આદરો અને જીવનમાં સભ્યત્વવિષયનાં આ છ સ્થાનોનો દેઢ અભ્યાસ કરીને આ છ સ્થાનોને મજબૂતપણે ધારણ કરો (સમજો). /૧ ૨ ૩ll રબો :- સાધુ વરસત્તરી-RUસત્તરીમદિન અત્યન્ત રાતા छइ, स्वसमयव्यवहारथी स्वसिद्धान्तार्थपरिज्ञाननिश्चयथी-स्वसिद्धान्तार्थपरिज्ञाननिश्चयथी श्रुतविचारजन्य-आत्मविवेक न संभालइ, निजपर Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ સમ્યક્ત ષસ્થાન ચઉપઈ समयविवेक अणपामी शुद्धात्मस्वरूप न निहालइ, तेणे संमुग्धजीवाजीवादिज्ञानइ क्रिया कीधी, पणि चरणकरणनो सार न पाम्यो जे माटइ शुद्धात्मज्ञान तेहनो सार छइ । चरणकरणादिसाधन ते तत्कारणीभूतसत्त्वशुद्धिद्वारइं उपकारी छड् । तथा च सद्गाथा । चरणकरणप्पहाणा, ससमयपरसमयमुक्कवावारा । चरणकरणस्स सारं, णिच्छयसुद्धं ण उ लहंति ॥ (सम्मतौ काण्ड ३ गाथा ६७) श्री दशवैकालिकमध्ये पणि "पढमं नाणं तओ दया" (अध्ययन ४ गाथा १०) ए उपदेश छइ, "ज्ञान ते चारित्रोपयोगि षड्जीवनिकायादिसंमुग्धपरिज्ञान" जे माटई तेहनी हेतुस्वरूपअनुबन्ध्यादिशुद्धि करवी ते परीक्षारूप निश्चयज्ञान विना न होइ, निश्चयज्ञानइ ज निश्चयचारित्र आवइ, उक्तं चाचाराङ्गे - जं सम्मं ति पासहा, तं मोणं ति पासहा । जं मोणं ति पासहा, तं सम्मं ति पासहा ॥ (प्रथम श्रुतस्कंध अध्य ५, उ ३) इत्यादि इम कहतां अगीतार्थ साधु क्रियावंत छइ, तेहनइ चारित्र नावइ इम कोइ कहस्यइ, तेहनइ कहिई - नावइ ज, जो गीतार्थ निश्रा न होइ । गीतार्थनिश्रितनइ तो उपचारइ चारित्र होइ ज । उक्तं च - गीयत्थो य विहारों, बीओ गीयत्थनिसिओ भणिओ । इओ तइयविहारो, नाणुन्नाओ जिणवरेहिं ॥ (ओघनियुक्ति गाथा १२१) इत्यादि ॥१२३॥ વિવેચન :- જે સાધુજીવન સ્વીકારીને ચરણસિત્તરી અને ४२९सित्तरीन। ७0+90=मेहोर्नु पावनं ४२वामा ४ २य्या५च्या २४ छ अने स्वसमयव्यवहारथी स्वीय शास्त्रोनो अभ्यास ४२॥३५ व्यवहारथी Page #374 -------------------------------------------------------------------------- ________________ છ સ્થાનોનો ઉપસંહાર ૩૫૭ થતો શ્રુતજ્ઞાનના વિચારાત્મક જે આત્મવિવેક તે વિવેકને સંભાળતા નથી. તેઓ સ્વશાસ્ત્ર અને પરશાસ્ત્રના વિવેકને ન પામવાના કારણે આત્માના શુદ્ધાત્મસ્વરૂપને જાણી શકતા નથી, પ્રાપ્ત કરી શકતા નથી. જો સ્વશાસ્ત્રોનો અભ્યાસ હોય તો જ તેવા ઠોસપૂર્વકના અભ્યાસથી સ્વસિદ્ધાન્તના અર્થનો નિશ્ચિતબોધ થાય છે અને આવા પ્રકારનો નિશ્ચિત બોધ થવાથી શ્રુતજ્ઞાનના ઊંડા ઊંડા વિચારો પૂર્વકનો પારમાર્થિક બોધ પણ થાય છે તેવા પ્રકારના બોધથી આત્મવિવેક પ્રગટ થાય છે. આવા પ્રકારનો આત્મવિવેક પ્રગટ થયા વિના સાધુ-સંતો કદાચ ચરણસિત્તરી અને કરણસિત્તરીમાં રચ્યા-પચ્યા હોય. તો પણ તે ચરણ અને કરણના સારને આવા જીવો પામી શકતા નથી. સ્વદર્શનશાસ્ત્ર અને ૫રદર્શનશાસ્ત્ર પ્રત્યે જે ઉપેક્ષાભાવ સેવે છે તે જીવો સ્વદર્શન અને પરદર્શનના ભેદને પામ્યા વિના શુદ્ધ આત્મસ્વરૂપને પ્રગટ કરી શકતા નથી. ચરણસિત્તરી અને કરણસિત્તરી સારી રીતે પાલી શકાય એટલું જ જ્ઞાન જે મેળવે તે જીવો આટલું જ જરૂરી માત્ર જ્ઞાન-પ્રાપ્ત કરીને ચારિત્ર પાળવામાં અને ક્રિયા કરવામાં જ ઉદ્યમવાળા રહે છે. પણ તીર્થંકરભગવંતોએ જૈનશાસ્ત્રોમાં શું કહ્યું છે ? અને અન્યતીર્થિકોના શાસ્ત્રોમાં શું કહ્યું છે ? આવા સૂક્ષ્મવિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં ઉપેક્ષાભાવ સેવે છે. સ્વદર્શનનો સૂક્ષ્મ અભ્યાસ કરીને વીતરાગ ભગવંત પ્રરૂપિત તત્ત્વોનો ઊંડો યથાર્થ અભ્યાસ જેઓ કરતા નથી. તેઓ યથાર્થ શ્રુતબોધ પ્રાપ્ત કરી શકતા નથી. જે શ્રુતજ્ઞાનના ઊંડા સૂક્ષ્મ વિચારો છે તે વિશિષ્ટ દ્રવ્યાનુયોગના અભ્યાસનું કારણ બને છે અને જે દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરે છે. તે આત્મવિવેકની જાગૃતિનું કારણ બને છે. તેથી જે જીવો આવું વિવેકવાળું જ્ઞાન પ્રાપ્ત કર્યા વિના ઉપરછલ્લા અલ્પજ્ઞાનમાત્રને પ્રાપ્ત કરીને ચારિત્ર પાળવામાં અને ક્રિયા કરવામાં જ રચ્યા પચ્યા રહે છે. તેઓ સ્વદર્શન Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ સમ્યક્ત ષસ્થાન ચઉપઈ અને પરદર્શનના ભેદતત્વને પ્રાપ્ત કર્યા વિના શુદ્ધ આત્મસ્વરૂપને પ્રગટ કરી શકતા નથી. જે જે મહાત્મા પુરુષો સ્વશાસ્ત્રના અને પરશાસ્ત્રના ગંભીર અર્થોનો ઊંડો અભ્યાસ કરે છે, આવું સૂક્ષ્મ જ્ઞાન મેળવવાથી તેઓમાં આત્મવિવેક પ્રગટે છે તેના કારણે આવું સાંગોપાંગ સૂમજ્ઞાન પ્રાપ્ત કરવું અતિશય જરૂરી છે. સ્વશાસ્ત્ર અને પરશાસ્ત્રના સૂક્ષ્મ અભ્યાસથી દૃષ્ટિ ખુલે છે, નયસાપેક્ષ દૃષ્ટિ બને છે. નયોની અપેક્ષાવાળી દૃષ્ટિ ખુલવાથી આત્માના શુદ્ધ સ્વરૂપનું ભાન થાય છે, નય સાપેક્ષ જ્ઞાન વિના આત્મતત્ત્વનું યથાર્થ સ્વરૂપ જાણી શકાતું નથી. જે આત્માઓ નય સાપેક્ષ આત્માનું ઊંડું જ્ઞાન પ્રાપ્ત કરવામાં ઉપેક્ષાભાવવાળા છે અને સંપ્રમુગ્ધપણે (અત્યન્ત સામાન્યપણે) ઉપર ઉપરથી જ જીવ-અજીવાદિ નવ તત્ત્વોનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં જ યત્નવાળા છે પોતાના જીવનમાં અહિંસા વગેરે વ્રતો પળાય એટલા પુરતુ છે જીવનિકાયના સ્વરૂપને જ સારી રીતે જાણી લે છે અને છ જીવનીકાયની રક્ષા કેમ થાય? આટલું જ જાણવાની અને જ્યાં જ્યાં જયણા પાળવાની આવશ્યકતા છે તેની જ માત્ર વિધિ વધારે જાણે છે. આત્મતત્ત્વનું સૂક્ષ્મ સ્વરૂપ જાણવામાં જે ઉપેક્ષાભાવવાળા છે માત્ર જીવોની રક્ષા થાય અને હિંસા ન થઈ જાય તે માટે ચરણસિત્તરી અને કરણસિત્તરીને સારી રીતે જાણનારા અને પાળનારા બને છે. આવા જીવો અલ્પજ્ઞાનવાળા હોવાથી તેના સારને (જ્ઞાનના સારને), (મોહના વિજયને) પામી શકતા નથી. મોક્ષપ્રાપ્તિનો અનન્ય ઉપાય અનાસક્તિભાવ છે આવો અનાસક્તિભાવ દ્રવ્યાનુયોગના અભ્યાસથી અને તેના ચિંતન-મનનથી પ્રગટ થાય છે. આવા પ્રકારના દ્રવ્યાનુયોગના સૂક્ષ્મ અભ્યાસની જે ઉપેક્ષા કરે છે અને ચરણકરણાનુયોગ સારો સેવે છે. આવા જીવો ચરણકરણાનુયોગ સારો સેવવા છતાં દ્રવ્યાનુયોગની ઉપેક્ષા કરવાથી આત્મતત્ત્વના યથાર્થ જ્ઞાનને અને તેના સારને પામી શકતા નથી. Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૫૯ છ સ્થાનોનો ઉપસંહાર વાસ્તવિકપણે તો ચરણકરણાયોગનું સુંદર સેવન એ કારણ છે અને દ્રવ્યાનુયોગના અભ્યાસની પ્રાપ્તિ એ તેનું કાર્ય છે તેથી જે આત્માઓ કારણને સારી રીતે સેવે છે પણ તજ્જન્ય કાર્યની ઉપેક્ષા કરે છે તેવા જીવોનું ચરણકરણાનુયોગનું સેવન પણ જોઈએ તેટલી માત્રામાં આત્મહિત કરનારું બનતું નથી. જેમ અભવ્ય આત્મા પણ દીક્ષા લે છે અને માખીની પાંખ ન દુભાય તેવું ચારિત્ર પાળે છે. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં આ જીવ ઉપેક્ષાવાળો છે. એટલે કે આવા જીવો પહેલા ગુણઠાણે જ રહે છે. તેની જેમ ચરણકરણાનુયોગનું સુંદર આસેવન હોવા છતાં દ્રવ્યાનુયોગના ચિંતન-મનન વિના આત્મજ્ઞાન પ્રગટ થતું નથી તે માટે તેવા પ્રકારનું વિશિષ્ટ જ્ઞાન પ્રગટ કરવામાં કેવળ એકલું ચરણકરણાનુયોગનું સુંદર સેવન ઉપકારી થતું નથી પણ દ્રવ્યાનુયોગનો અભ્યાસ અત્યન્ત જરૂરી છે. આ પ્રમાણે આ કાયિકવ્યવહાર માનસિક શુદ્ધિ વિના અનાસક્તિભાવ લાવવામાં કારણ બનતો નથી. જેમ કોઈ ગૃહસ્થ એવો જૈન મનમાં આવો વિચાર કરે કે ધન કમાવામાં ક્યાંય અલ્પમાત્રામાં પણ અનીતિ કરવી નહીં. નીતિપૂર્વક ધન કમાવું અને તેનાથી સઘળા સંસારવ્યવહાર કરવા, આટલું કરીએ તો પણ ઘણું જ છે. પ્રમાણિકતા એ જ મોટો ગુણ છે તે મોક્ષપ્રાપ્તિ કરાવશે જ, સંયમ લેવાની કંઈ જરૂર નથી. ભરત મહારાજા વગેરે અનેક ગૃહસ્થો મોક્ષે ગયા છે. માટે ત્યાગી થવાની કંઈ જરૂર નથી. આવા વિચારો કરે તો કેવળ આવા વિચારો જેમ ઉચિત નથી. કારણ કે આ વિચારો ધોરીમાર્ગનો નાશ કરનારા છે તેમ અનાસક્તિભાવ લાવવા માટે દ્રવ્યાનુયોગના અભ્યાસની અતિશય જરૂર છે. તેની ઉપેક્ષા કરવી એ જ મિથ્થાબુદ્ધિ છે. માટે ભણવા-ગણવાનું નેવે મુકીને દ્રવ્યાનુયોગની ઉપેક્ષા કરીને નિર્દોષ આહાર પાણી માત્ર કરવામાં જ ધ્યાન આપવું આવી આહારમાત્રની જ શુદ્ધિ આત્મલાભ કરવાના ફળવાળી બનતી નથી. દ્રવ્યાનુયોગનો અભ્યાસ અવશ્ય કરવો જોઈએ. Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ સમ્યક્ત જસ્થાન ચઉપઈ આ જ વાતની સાક્ષી આચાર્ય શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજીએ સન્મતિતર્ક કાર્ડ ૩, ગાથા ૬૭ માં કહી છે. તે ગાથાનો સાર આ પ્રમાણે છે - “ચરણસિત્તરી અને કરણસિત્તરી પાળવામાં જેઓ ઉદ્યમી છે. પરંતુ સ્વશાસ્ત્ર અને પરશાસ્ત્રમાં શું કહ્યું છે ઈત્યાદિ જ્ઞાન પ્રાપ્ત કરવામાં પ્રયત્નવિનાના છે તેવા આત્માઓ ચારિત્ર અને ક્રિયાનું નિશ્ચયથી જે શુદ્ધ ફળ છે તે સારભૂત ફળને પામતા નથી.” (સન્મતિતર્ક કાષ્ઠ ૩, ગાથા-૬૭) અહીં કદાચ કોઈક આવો પ્રશ્ન કરે કે દશવૈકાલિકસૂત્ર “ઢમાં ના તો થા” કહ્યું છે. છ જીવનકાયની અહિંસાનું પાલન કરવા માટે તેમાં ઉપયોગી જીવ અજીવ આદિ નવતત્ત્વોનું જ્ઞાન જરૂરી છે. બાકી વધારે ઘણું જ્ઞાન ભણવાની કંઈ જરૂર નથી. આટલું જ જ્ઞાન બસ છે. આવો કોઈ પ્રશ્ન કરે તો તે પ્રશ્ન બરાબર નથી. સ્થૂલ જ્ઞાનમાત્ર હોય તો તેનાથી ચારિત્ર પણ સ્કૂલ જ આવે. વિશિષ્ટચારિત્ર પ્રાપ્ત થાય નહીં. આવા જીવો વિશિષ્ટ જ્ઞાન ન હોવાથી વિશિષ્ટ આરાધક બની શકતા નથી. માત્ર દેશથી જ આરાધક બની શકે છે. પરંતુ વિશિષ્ટ એવું ભાવચારિત્ર આવા જીવમાં આવી શકતું નથી. એટલે આટલા અલ્પજ્ઞાનમાત્રથી આત્મકલ્યાણ સાધવું શક્ય નથી. આવા પ્રકારના ઉપરછલ્લા અલ્પજ્ઞાનમાત્રથી સંતોષ કરવો તે ઉચિત નથી. પ્રશ્ન થાય કે વિશિષ્ટ ચારિત્ર પ્રાપ્ત કરવા માટે કેટલું જ્ઞાન મેળવવું જરૂરી ગણાય? તેનો ઉત્તર આપતાં કહે છે કે, “હેતુ, સ્વરૂપ અને અનુબંધાદિના જ્ઞાન વિના ચારિત્રની શુદ્ધિ થતી નથી. માટે ચારિત્રની શુદ્ધિ માટે પણ આવું આત્મપરીક્ષારૂપ નિશ્ચયજ્ઞાન પ્રાપ્ત કરવું અતિશય જરૂરી છે, નિશ્ચયજ્ઞાન જ નિશ્ચયચારિત્રને લાવે છે. આચારાંગસૂત્રમાં કહ્યું છે કે Page #378 -------------------------------------------------------------------------- ________________ છ સ્થાનોનો ઉપસંહાર ૩૬૧ "जं सम्मं ति पासहा, तं मोणं ति पासा । जं मोणं ति पासहा, तं सम्मं ति पासहा ॥ (આવારાંપ્રથમશ્રુત ંત્ર્ય, મધ્ય ૧, ૩ રૂ) આચારાંગસૂત્રમાં આ ગાથામાં સમ્યક્ત્વ અને મૌનભાવની વ્યાપ્તિ જણાવેલી છે. “જ્યાં જ્યાં સમ્યક્ત્વ છે ત્યાં ત્યાં મૌનભાવ (બાહ્યભાવથી વિરમણતા) છે અને જ્યાં જ્યાં મૌનભાવ (લેશમાત્ર પણ કર્મબંધ થાય તેવા બાહ્યભાવનો અભાવ) છે ત્યાં ત્યાં અવશ્ય સમ્યક્ત્વ છે. હવે લેશમાત્ર પણ કર્મબંધ ન થાય તેવો મૌનભાવ તત્ત્વોના સૂક્ષ્મ જ્ઞાન વિના આવી શકે નહીં. તેથી આ જીવ બરાબર સંયમ પાળે. અપ્રમાદી રહે અને અપ્રમાદી થઈને આવો સૂક્ષ્મ બોધ પ્રાપ્ત કરવા ઘણો પ્રયત્ન કરે તો જ સૂક્ષ્મબોધ હોઈ શકે. સ્થૂલબોધવાળા જીવોમાં સંપ્રમુગ્ધજ્ઞાન (શંકાવાળું ઉપરછલ્લુ જ્ઞાન) હોવાથી આવો મૌનભાવ ત્યાં આવતો નથી. તેથી મૌનભાવ ન આવવાના કારણે સમ્યક્ત્વ પણ આવા જીવોમાં આવતું નથી. માટે આવા જીવો ચારિત્ર પાળવા છતાં (સમ્યક્ત્વ પામ્યા નથી માટે) ચારિત્રનો સાર પામતા પણ નથી. માટે આવા પ્રકારના અલ્પજ્ઞાનથી સંતોષ માનવો નહીં. ઉંડા શાસ્ત્રજ્ઞાની થવા પ્રયત્નશીલ બનવું. પ્રશ્ન :- ભાવચારિત્ર મેળવવા માટે કેટલું જ્ઞાન પ્રાપ્ત કરવું જરૂરી છે ? ઉત્તર ઃ- ચારિત્રમાં હેતુ-સ્વરૂપ અને અનુબંધની શુદ્ધિવાળું જ્ઞાન પ્રાપ્ત થાય તો જ ચારિત્રની શુદ્ધિ પ્રાપ્ત થવી સંભવે છે. આવા પ્રકારનું જ્ઞાન, જૈનશાસ્ત્રોનો અતિશય સૂક્ષ્મતાપૂર્વક અભ્યાસ કરવાથી, સ્વદર્શન અને પરદર્શનનાં શાસ્ત્રોની સમ્યભાવે પરીક્ષા કરીને નયોની અપેક્ષાપૂર્વકનું યથાર્થ નિશ્ચયજ્ઞાન મેળવવાથી જ થાય છે. કારણ કે આવું નિશ્ચિત જ્ઞાન જ નિશ્ચયચારિત્રનું કારણ બને છે. Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ સમ્યક્ત જસ્થાન ચઉપઈ છ જીવનિકાયોનું સ્થૂલજ્ઞાન જે જીવોએ પ્રાપ્ત કર્યું હોય તેવા જીવોમાં બાહ્ય આચારોનું પાલન સારું આવી શકે છે પરંતુ છે જીવનિકાયનો સૂક્ષ્મ બોધ ન હોવાના કારણે ક્યાં કોને ગૌણ પ્રધાન કરવું? તે આવડે નહીં. તેથી અવસરે ગુરુ લઘુભાવનું આલંબન લઈ શકે નહીં. આ કારણે જ આવા જીવો આવા પ્રકારના સ્કૂલબોધમાં જ વિશ્રાન્ત થઈ જાય છે. પછી ઊંડું જ્ઞાન પ્રાપ્ત કરવાનું ત્યજી દે છે અને આચાર પાલનમાં જ પોતાની સમાપ્તિ માની લે છે. પરંતુ વિશેષ આત્મશુદ્ધિના અનન્ય ઉપાયભૂત સ્વશાસ્ત્ર અને પરશાસ્ત્રોના પ્રત્યે જેઓ ઉપેક્ષાભાવ સેવે છે આવું સૂક્ષ્મ જ્ઞાન મેળવવું તે માથાકૂટ લાગે છે. મગજ કંટાળે છે. આવા જીવોનો તે પ્રમાદભાવ કહેવાય. આવા જીવો ચારિત્રની આચરણા કદાચ અપ્રમત્તભાવથી કરી શકે તો પણ તે ચારિત્રની શુદ્ધિ અર્થાત્ નિર્મળતા પ્રાપ્ત ન કરી શકે. ચારિત્રશુદ્ધિના પ્રબળ ઉપાયભૂત એવી આ જ્ઞાનપ્રાપ્તિમાં આવા જીવો જે પ્રમાદ સેવે છે તેનાથી તેમના ચારિત્રપાલનના હેતુની શુદ્ધિ થતી નથી. તથા ચારિત્ર સારું પાળે તો પણ સૂક્ષ્મજ્ઞાન ન હોવાથી ક્યાં ક્યારે કયા અતિચારો લાગી જાય છે તેનું ભાન ન હોવાથી ચારિત્રપાલનમાં સ્વરૂપથી પણ શુદ્ધિ સંભવી શકતી નથી. ચારિત્રપાલનમાં દીર્ધદષ્ટિ ન પ્રવર્તતી હોવાથી વિશેષવિવેકના અભાવે અનુબંધશુદ્ધિ પણ આવી શકતી નથી. આમ સ્કૂલબોધવાળાને હેતુથી સ્વરૂપથી અને અનુબંધથી ચારિત્રની શુદ્ધિનો અભાવ હોય છે. પરંતુ સૂક્ષ્મબોધવાળાને જો પોતે જ ગીતાર્થ હોય તો પોતાના જ જ્ઞાનથી અને જો પોતે ગીતાર્થ ન હોય તો ગીતાર્થની નિશ્રાથી ચારિત્રપાલનમાં સાવધાનતા (અપ્રમત્તભાવ) આવે છે. તેનાથી અનાસક્તિભાવ પ્રગટે છે. આ રીતે આવા સૂક્ષ્મબોધવાળા જીવમાં હેતુથી સ્વરૂપથી અને અનુબંધથી વધારે વધારે શુદ્ધિ કરાવે તેવું જ્ઞાન પ્રાપ્ત Page #380 -------------------------------------------------------------------------- ________________ છ સ્થાનોનો ઉપસંહાર ૩૬૩ કરવું જરૂરી છે. માટે ગીતાર્થને ચારિત્ર હોય અથવા ગીતાર્થનિશ્રિતને ચારિત્ર હોય છે. ઓઘનિર્યુક્તિ નામના ગ્રંથમાં કહ્યું છે કે – કાં તો ગીતાર્થ થઈને વિચારવું અથવા ગીતાર્થની નિશ્રાએ વિચરવું” આ બે પ્રકારના વિહાર જ આત્મકલ્યાણક કરનાર છે. આ બે વિના ત્રીજો કોઈ વિહાર જ્ઞાની ભગવંતો વડે કહેવાયો નથી.” આવા પ્રકારનો આ સાક્ષીપાઠ જાણવો ઉપરના સાક્ષીપાઠથી ફલિત થાય છે કે સ્વશાસ્ત્ર અને પરશાસ્ત્રોના વિશિષ્ટ જ્ઞાનવાળા ગીતાર્થ એવા જે મહાપુરુષો છે તે જો ક્રિયાસંપન્ન હોય તો ત્યાં જ ભાવ ચારિત્ર છે. તથા આવા જ્ઞાનીની નિશ્રામાં રહેતા અગીતાર્થમુનિને પણ ગીતાર્થનિશ્રા હોવાથી ભાવચારિત્ર હોઈ શકે છે. ગીતાર્થનિશ્રિતને જે ભાવ ચારિત્ર હોય આમ કહ્યું તે ઉપચારથી સમજવું. કારણ કે આ આત્મા અગીતાર્થ છે. પરંતુ તેને ગીતાર્થનું જ્ઞાન ઉપકારક બને છે. માટે ગીતાર્થના જ્ઞાનનો જીવમાં ઉપચાર કરાય છે. તેનાથી આવા જીવોની ધર્મપ્રવૃત્તિ નિયંત્રિત હોય છે. માટે તેમનામાં પણ ગીતાર્થની નિશ્રાથી સમ્યગ્વારિત્ર છે આમ સ્વીકાર કરાય છે. ગીતાર્થ મહામુનિમાં તો પોતાની જ સૂક્ષ્મપ્રજ્ઞા છે અને તે જ યથાયોગ્ય રીતે હેયોપાદેયમાં નિવૃત્તિ-પ્રવૃત્તિ કરે છે અને કરાવે છે. માટે આ જીવ સર્વારાધક કહેવાય છે પણ જે ગીતાર્થ નથી અને ગીતાર્થની નિશ્રામાં પ્રવર્તે છે. આવા જીવો ગીતાર્થ જેમ કહે તેમ પ્રવર્તે છે. તેથી જ્ઞાન ગીતાર્થનું કામ આવે છે અને ચારિત્રપાલન અગીતાર્થનું કામ આવે છે તેથી પોતે અગીતાર્થ હોવા છતાં પણ ગીતાર્થનિશ્રિત હોવાથી પોતાની સૂક્ષ્મપ્રજ્ઞા નથી. પણ ગીતાર્થની સૂક્ષ્મપ્રજ્ઞા પ્રમાણે ચાલે છે. માટે આવા જીવો દેશારાધક કહેવાય છે. પરંતુ ગીતાર્થની જેવા સર્વારાધક બની શકતા નથી. માટે તેઓ ભાવચારિત્રવાળા નથી. આ પ્રમાણે પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ બનાવેલા ધર્મપરીક્ષા નામના ગ્રંથમાં કહ્યું છે. વિશેષ ત્યાંથી જોઈ લેવા વિનંતિ છે. ૧રપી. Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ સમ્યક્ત જસ્થાન ચઉપઇ હવે ગ્રંથની સમાપ્તિ કરતાં ગ્રંથકારશ્રી આ ગ્રંથનું માહાત્મ બતાવે છે તથા કર્તા પોતાનું નામ તથા પોતાના ગુરુનું નામ જણાવે છે – જિનશાસન રત્નાકરમાંહિંથી, લઘુકમર્દિકા માનિંજી ! ઉદ્ધરિઓ એહભાવ યથારથ, આપશક્તિ અનુમાનજી II પણિ એહનિ ચિંતામણિસરિખાં, રતન ન આવઈ તોલઈચ્છા શ્રીનચવિજયવિબુધપયસેવક, વાચકજસ ઈમ બોલઈજી ૧૨૪ના (श्रीसम्यक्त्व चतुष्पदी समाप्ता) ગાથાર્થ - જૈનશાસનની રૂપી રત્નાકરમાંથી (સમુદ્રમાંથી) મારી પોતાની શક્તિને અનુસારે લધુકપર્દિકામાન એટલે કે નાની એક કોડી પ્રમાણ આ ભાવ યથાર્થપણે ઉદ્ધત કર્યો છે. એટલે કે રચના કરી છે. આ ગ્રંથ નાની કોડી પ્રમાણ હોવા છતાં પણ મોટાં મોટાં કિંમતી રત્નો પણ આ ગ્રંથની તુલનામાં આવતાં નથી. એવો કિંમતી =ચમત્કારિક આ ગ્રંથ છે. પંડિત એવા શ્રી નવિજયજીના ચરણસેવક એવા વાચક ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ.શ્રી આમ કહે છે. ૧૨૪ll ટબો - પ્રશRપરિસમતિ દરું - જિનશાસનરૂપ રત્નાવલमाहिथी ए षड्स्थानभाव उद्धरिओ, ए उद्धारग्रंथ यथार्थ छइ, जिनशासनरत्नाकरलेखई ए ग्रंथ लघुकपर्दिकामाना छइ, रत्नाकर तो अनेकरलइ भरिओ छइ, ए उपमा गर्वपरिहारनइ अर्थि करी छइ, पणि शुद्धभाव एहना विचारिइ तो चिन्तामणि सरखां रतन पणि एहनइ तोलइ नावइ । ग्रन्थकर्ता गुरूनामांकित स्वनाम कहइ - श्री नयविजयविबुधनो पदसेवक वाचकजस-यशोविजयोपाध्याय इणिपरिइं बोलइ छ। II૬૨૪ Page #382 -------------------------------------------------------------------------- ________________ છ સ્થાનોનો ઉપસંહાર ૩૬૫ વિવેચન - હવે આ પ્રકરણની સમાપ્તિ કરતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે “આ ષસ્થાનકનો ગ્રંથ મેં જૈનશાસનરૂપી રત્નાકરમાંથી (સમુદ્રમાંથી) ઉદ્ધર્યો છે. આ ઉદ્ધાર કરાયેલો ગ્રંથ યથાર્થ છે. જૈનશાસનમાં જસ્થાનના ભાવોનું જે રીતે વર્ણન કરેલું છે. તે જ રીતે મેં તેનો ઉદ્ધાર કર્યો છે. એટલે કે તે જ પ્રમાણે શાસ્ત્રને અનુસરનારી મેં રચના કરી છે. જૈનશાસન તો સમુદ્રતુલ્ય છે અર્થાત્ અનેક રત્નોના ભંડારભૂત બહોળાપાણીવાળું છે. તે સમુદ્રમાં અમારો બનાવેલો આ ગ્રંથ તો એક લઘુ (નાની) પર્દિકા (કોડી) સમાન છે. રત્નાકરમાં તો ઘણાં રત્નો ભરેલાં છે. સારાંશ કે જૈનશાસન એ સમુદ્ર સમાન છે અને ઘણાં ઘણાં રત્નોથી આ સમુદ્ર ભરેલો છે. અમારો બનાવેલો આ ગ્રંથ તો તેમાં એક કોડી સમાન અતિશય નાનો પદાર્થ છે. જેમ રત્નાકર=સમુદ્ર અનેક રત્નોથી ભરેલો હોય છે. તેમ જૈનશાસન તો અનેક મહાગ્રંથોરૂપી મહાન કિંમતી રત્નોથી ભરેલું છે અનેક મહાત્મા પુરુષોએ બનાવેલા તત્ત્વાર્થાધિગમસૂત્ર વિશેષાવશ્યકભાષ્ય વગેરે અનેક ગ્રંથોરૂપી રત્નોથી ભરેલું આ જૈન શાસન સમુદ્રતુલ્ય છે. આ સમુદ્રમાં તો ઉમાસ્વાતિજી-હરિભદ્રસૂરિજી અને હેમચંદ્રાચાર્યજી જેવા અનેક મહાત્મા પુરુષોએ અનેક મહાશાસ્ત્રો બનાવ્યાં છે તે રૂપી રત્નોથી ભરેલું આ શાસન છે. તેમાં અમારો બનાવેલો આ નાનો અને ગુજરાતી ભાષામાં બનાવેલો ગ્રંથ તો એક નાની કોડી સમાન છે. રત્નાકરમાં તો આવાં ઘણાં જ રત્નો ભરેલાં છે. તેમાં અમારો નાનો આ ગ્રંથ એક કોડીતુલ્ય છે. અતિશય નાનો ગ્રંથ છે. તેથી કદાચ આ ગ્રંથ તમને આવડી જાય તો પણ તેનું જરા પણ અભિમાન ન કરશો. પણ મનમાં સમજજો કે આ ગ્રંથથી મને જે બોધ થયો છે તે એક કોડીસમાન છે. સમુદ્રની સામે નાની એક કોડીતુલ્ય છે. (આ પ્રમાણે અભિમાનને ઓગાળી નાખવું). Page #383 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ આ ગ્રંથ ભલે કોડી સમાન છે તથાપિ આ ગ્રંથમાં લખાયેલા શુદ્ધ ભાવોની જો વિચારણા કરવામાં આવે તો આ ગ્રંથ રત્નની તુલનામાં આવી શકે તેમ નથી. અર્થાત્ રત્નથી પણ ઘણો અધિક કિંમતી છે. તેથી ચિંતામણિરત્ન પણ આ ગ્રંથની તુલનામાં આવી શકતું નથી. આ ગ્રંથ કરતાં તે રત્ન અનેકગણી ઓછી કિંમતવાળું છે. કારણ કે રત્નથી તો આ લોકનાં જ ભૌતિક દુઃખો દૂર થાય છે અને ભૌતિક સંપત્તિ પ્રાપ્ત થાય છે. જે ભૌતિક સંપત્તિ અવશ્ય નાશવંત છે અને પરભવમાં સાથે ન આવનાર છે. ૩૬૬ જ્યારે આ ગ્રંથનો પરમાર્થ જે ઉત્તમ આત્મા પ્રાપ્ત કરે છે તે જીવને તેના જ્ઞાનથી આ લોકનાં, પરલોકનાં અને અંતે મોક્ષનાં સુખો પ્રાપ્ત થાય છે. તેથી આ ગ્રંથની સામે ચિંતામણિરત્ન પણ તુચ્છ છે. હવે ગ્રંથકર્તા પોતાનું નામ જણાવે છે પરંતુ પોતાના ગુરુના નામથી અંકિત (ગુરુજીના નામ સાથે) પોતાનું નામ જણાવે છે. શ્રી નયવિજયજી વિબુધ (પંડિત)ના ચરણોની ઉપાસના કરનારા વાચક (ઉપાધ્યાય) એવા યશોવિજયજી આ પ્રમાણે=(ઉપર ૧થી૧૨ ગાથામાં જે કહ્યું તે) કહે છે. ૧૨૪ Page #384 -------------------------------------------------------------------------- ________________ 0000000000000000000000 પ્રશસ્તિ 00000000000000000000000000000000000000000000000000000000 श्रेयोराजिविराजिराजनगरप्रख्यातहेमाङ्गभू । ताराचन्दकृतार्थनापरिहतव्यासङ्गरङ्गस्पृशाम् ॥ एषा लोकगिरा समर्थितनयप्रस्थानषट्स्थानक । व्याख्या सङ्घमुदे यशोग्रयविजयश्रीवाचकानां वृत्तिः ॥१॥ ગાથાર્થ :- માંગલિક પદાર્થોની પંક્તિ વડે શોભતા એવા રાજનગરમાં (અમદાવાદ શહેરમાં) પ્રખ્યાત એવા હમશ્રેષ્ઠિના પુત્ર તારાચંદશ્રેષ્ઠિની પ્રાર્થનાથી ત્યાજ્યો છે આસક્તિભાવ જેમણે એવા આનંદધારી એવા શ્રી યશોવિજયજી મહારાજશ્રીએ કરેલી આ રચના કે જેમાં નમાર્ગ સમજાવવા પૂર્વક છ સ્થાનોનું વર્ણન છે. તે આ કૃતિ संघना ४ माटे ५. ॥१॥ __ecो :- श्रेयोराजि कहितां मंगलिकनी श्रेणि, तेणि करी विराजि कहितां शोभतुं ते राजनगर-अहम्मदावादनगर, तिहां प्रख्यात कहितां प्रसिद्ध जे हेमश्रेष्ठि, तेहना अंगभू कहितां पुत्र, जे ताराचन्दनाम तेणइ करी जे अर्थना-प्रार्थना, तेहथी, परिहर्यो छइ व्यासंग जेणे एहवा रंगस्पृक्-आनंदधारी एहवानी एषा कहितां ए लोकगिरा कहितां लोकभाषाई समा ज नयप्रस्थान नयमार्ग, तेणे करी षट्स्थानकनी व्याख्या संघना हर्षनई काजि हो, यशोविजयवाचक तेहनी कृति कहितां निर्मिति ॥१॥ संवत १७४१ वर्षे आश्विनसितदशम्यां ॥ श्लोकार्थनो एक हजार छइ (ग्रंथाग्र १०००) ॥ વિવેચન :- માંગલિક પદાર્થોની પંક્તિ વડે શોભતા એવા રાજનગરમાં (અમદાવાદ શહેરમાં) પ્રખ્યાત એવા હેમચંદશ્રેષ્ઠિના સુપુત્ર Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ શ્રી તારાચંદભાઈની કરાયેલી વિનંતિથી શ્રી યશોવિજયજી ઉપાધ્યાયજીએ આ ગ્રંથની રચના કરી છે. ગ્રંથરચનાના વિષયમાં વ્યાસંગભાવના (આળસ-આસક્તિ વગેરે પ્રમાદભાવનો) પરિહાર (ત્યાગ) કરીને પરમાર્થને પકડવામાં ગ્રંથના ભાવાર્થને જ ખુલ્લા કરવામાં અન્યમનસ્કતાનો (અન્ય સ્થાને મન રાખીને કામ કરવું તેનો) ત્યાગ કરીને આનંદમાં જ વર્તનારા એવા શ્રી યશોવિજયજી વાચકની બધા જ નયોને સામે રાખીને તે તે નયોની સંકલના કરવાપૂર્વક કરાયેલી છ સ્થાનોની વ્યાખ્યાવાળી લોકભાષાવાળી આ કૃતિ (આ રચના) ચતુર્વિધ શ્રીસંઘના આનંદ માટે હોજો. આ શ્લોક દ્વારા આ ગ્રંથ કોણે બનાવ્યો ? ક્યાં બનાવ્યો ? બનાવનાર કોના શિષ્ય હતા ઈત્યાદિ વિગત રજુ કરવામાં આવી છે. હેમશ્રેષ્ઠી (હેમચંદશેઠ)ના સુપુત્ર તાચંદશેઠની અતિશય વિનયભરેલી પ્રાર્થનાથી ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ આ ગ્રંથ વિક્રમ સંવત ૧૭૪૧ ની સાલમાં બનાવ્યો છે. જે આસો સુદ ૧૦ ના દશેરાના દિવસે સમાપ્તિને પામ્યો છે. આ શ્રેષ્ઠિની વિનંતિથી ગ્રંથકર્તા પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજમાં ગ્રંથ રચવાનો ઉત્સાહ વધ્યો હતો. તથા વળી આ ગ્રંથ લોકભાષામાં ગુજરાતી ભાષામાં કાવ્યરૂપે બનાવાયો છે. આ ગ્રંથની રચના સમ્યક્ત્વનાં છ સ્થાનને સમજાવવા રૂપે છે. આ રચના નયોના સમજાવવા સાથે સંકળાયેલી છે. તેનો અર્થ એ છે કે માત્ર છ સ્થાનો જ સમજાવવામાં આવ્યાં છે. આટલું જ નહીં પરંતુ તે તે નયના એકાન્તવાદના આગ્રહથી ચાલનારાં તે તે દર્શનોની યુક્તિઓ બતાવીને તે તે યુક્તિઓમાં જે જે ખામીઓ હતી. (એકાન્તવાતના કારણે જે જે દોષો આવતા હતા) તે તે ખામીઓ Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૬૯ ગુરુજીની પાટ પરંપરા-પ્રશસ્તિ (દોષો) નું નિરાકરણ (ખંડન) કરીને સાચા નયમાર્ગની (સ્યાદ્વાદપૂર્વક સાપેક્ષનયવાદની). સ્થાપના કરવા દ્વારા આ છએ સ્થાનોની વ્યાખ્યા ગ્રંથકારશ્રીએ આ ગ્રંથમાં કરેલી છે. ગુજરાતી ભાષામાં જ આ ગ્રંથ રચવા બદલ અમારા જેવા ગુજરાતીઓ ઉપર સવિશેષ ઉપકાર કર્યો છે તે બદલ ગ્રંથકારશ્રીને લાખો લાખો વંદન અને લાખો લાખો ધન્યવાદ. વિક્રમસંવત ૧૭૪૧, આસો સુદ ૧૦ દશેરાના દિવસે આ ગ્રંથની રચના સમાપ્ત થઈ છે. ૧૫ श्री राजनगर अहम्मदावाद नगरनइ विषइ तिहां प्रसिद्ध जे हेमश्रेष्ठि सूत श्री ताराचन्दनाम्ना तेहनी प्रार्थना थकी लोकभाषाइ करी नयप्रस्थान कहितां, नयमार्ग, तिणि करी षड्स्थानकनी व्याख्या, संघने हर्षने काजे श्री यशोविजयजीनी कृति जाणवी ॥१॥ भावरत्नेन स्तबुकार्थो लिपीकृतः संवत १७६१ फाल्गुनि शुक्ल प्रतिपदि ॥ શ્રી રાજનગર એટલે કે અમદાવાદ નામના નગરને વિષે તે નગરમાં તે કાળે પ્રસિદ્ધ એવા જે હેમચંદ શેઠ, તેમના પુત્ર શ્રી તારાચંદ શેઠ, તેમની પ્રાર્થનાથી લોકભાષામાં (ગુજરાતી ભાષામાં) જ નયોના માર્ગને સમજાવતી આવા પ્રકારની છ સ્થાનની વ્યાખ્યા સ્વરૂપ આ રચના શ્રી ચતુર્વિધ શ્રીસંઘના હર્ષને માટે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજશ્રીએ બનાવી છે. આ ગ્રન્થ ઉપરનો તે વખતની ગુજરાતી ભાષામાં બનાવાયેલો આ ટબો ભાવરત્નવિજયજી વડે લિપિબદ્ધ કરાયો અર્થાત્ છપાવાયો. તે છાપવાની અથવા લખવાની સંવત ૧૭૬૧, ફાગણ સુદ-૧. Page #387 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર શ્રી ભક્તિવિજયજી જ્ઞાનભંડાર (પાટણ)ની પ્રતમાં આ પ્રમાણે છે षट्तर्कसंपर्कपचेलिमौक्ति । य॑वेशि यल्लौकिकवाचि काचित् ॥ वाग्देवताया विहितप्रसादात् । सूचिमुखेऽसौ मुशलप्रवेशः ॥१॥ न गुण्यं वैगुण्यं मम परमताकांक्षिभिरिदं । विदन्तु स्वीयं ते रुचिविरचितं किञ्चिदपरम् ॥ रसालोद्यत्कर्णामृतपरभृतध्वानपटुना । न रत्यै काकानां क्वचन पिचुमन्दप्रणयिनाम् ॥२॥ यद्विचारसहं तत्त्वं, शून्यतां ननु धावति । तन्निर्वाहकरं शुद्धं, जैनं जयति शासनम् ॥३॥ Vo L GCDS -2xOYO આ પ્રમાણે પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ.શ્રીના છે કી બનાવેલા આ ગ્રન્થનું તથા તેના ટબાનું યથાયોગ્ય ગુજરાતી પર મી વિવેચન કર્યું છે. ક્યાંય કંઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો કોઇ तनी त्रिवि त्रिविय क्षमायाय 35 छु. ६. धीरCIG SITICIG महेता Page #388 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાચાર્ય-ન્યાયવિશારદ-મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત સમ્યક્ત્વ ષસ્થાન ચઉuઈ (સ્વોપજ્ઞ બાલાવબોધ તથા ગુજરાતી વિવેચત સાથે) , વિવેચનકાર * ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા-સુરત સંખ્યત્વે પસ્થાન ચઉuઈ * વિવેચનકાર * ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા-સુરત | - - |I[[ ફીશું આશાવાદ 22134176, 9925020106