Book Title: Samyaktva Shatsthan Chauppai
Author(s): Dhirajlal Dahyalal Mehta
Publisher: Jain Dharm Prasaran Trust

View full book text
Previous | Next

Page 370
________________ છ સ્થાનોનો ઉપસંહાર ૩૫૩ પ્રમાણપ્રધાન અને ક્યારેક કોઈક નય સાપેક્ષ ધર્મદેશના આપે છે. કયા જીવોનો કેવી રીતે ઉપકાર થશે ? આવો વિચાર કરીને ઉપકાર થાય તેવી ધર્મદેશના આપે છે. જ્ઞાનની જ પ્રીતિવાળા જીવોની સામે ક્રિયાની અને ક્રિયાની જ માત્ર પ્રીતિવાળા જીવોની સામે જ્ઞાનની દેશના આપે છે. સારાંશ કે જીવોનો ઉપકાર થાય અને સ્યાદ્વાદના માર્ગમાં આવે તેવી પરોપકારકારક ધર્મદેશના આપે છે. સાંભળવા આવનારા જીવો અનેકાન્તદષ્ટિવાળા કેમ બને? વીતરાગ પરમાત્માનો માર્ગ કેમ સમજે? આ વાતનું પુરેપુરું ધ્યાન રાખીને પરોપકારકારક ધર્મદેશના અને પરોપકારકારક એવી સર્વપ્રવૃત્તિ કરે છે. જેમ કામણદુમણની વિદ્યાથી પુરુષ બળદ બન્યો હતો તે જ બળદને તેની સ્ત્રીએ ખેતરનો બધો જ ઘાસચારો ચરાવતાં ચરાવતાં સંજીવની ઔષધિ ચરાવી અને બળદને બળદનું રૂપ મટાડીને અસલ પુરુષરૂપે કર્યો. તેની જેમ અનાદિકાળથી મિથ્યાત્વદશામાં રહેલા આ જીવને તેનું હિત થાય તેવી ધર્મદેશના રૂપી સંજીવની ઔષધિ આપીને મિથ્યાત્વદશા ટાળીને સમ્યગ્દષ્ટિપણું અને સ્યાદ્વાદયુક્ત દૃષ્ટિવાળા પણું ધર્મગુરુજી પ્રગટ કરાવે છે. અનાદિકાળથી જે ઊંધી સમજવાળું મિથ્યાત્વ હતું. તે જાય અને સમ્યકત્વ પ્રગટ થાય તેવી ધર્મદેશના ગુરુજી આપે છે. ચારિચરકસંજીવની અચરકચારણના દેખાને આ જીવનું હિત થાય કલ્યાણ થાય તેવી ધર્મદેશના ગુરુજી આપે છે. વારિ=ધારચારો ચરક=ચરાવતાં ચરાવતાં સંગીવન તે નામની પ્રભાવક એવી ઔષધિ, સ્વરજે ખાવામાં આવી ન હતી તેને વરક્ષવાર ખવરાવવાના ન્યાયે ચરાવતી એવી આ સ્ત્રી. આવો પદોનો અર્થ કરવો. આ વાર્તા જૈનદર્શનમાં બહુ જ જાણીતી છે. જૈનદર્શનમાં આવેલા જીવોમાં પણ નિષ્પક્ષપાતદષ્ટિ કેમ થાય? સાચું તત્ત્વ કેમ સમજે? આ જીવ કલ્યાણના માર્ગે આગળ કેમ વધે?

Loading...

Page Navigation
1 ... 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388