Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
સમાય્ સંપ્રતિની નેપાળ આદિ પૂર્વ પ્રાંત ઉપર ચઢાઈ
૩૩૧ સારી રીતે વિકાસ પામે અને રાજ્યની આવકમાં પણ સારા પ્રમાણમાં વૃદ્ધિ થાય, ભારતની પ્રજા પણ સમૃદ્ધિવાન બને અને સાથે સાથે જૈનધર્મને ફેલાવે પણ આ પ્રદેશમાં સારી રીતે કરી શકાય. આ પ્રમાણે મહારાજાએ દીર્ધદષ્ટિથી વિચાર કરી લશ્કરી સરંજામ સાથે નેપાળ ઉપર ચઢાઈ કરવા નિશ્ચય કર્યો. મગધ સામ્રાજ્ય પર પોતાના પ્રતિનિધી તરીકે કાકા દશરથને રાજ્યવહીવટ સુપ્રત કરી, પોતાની સરદારી નીચે નેપાળ પર ચઢાઈ કરી.
આ કાળે નેપાળની રાજગાદી ઉપર મહારાજા સ્થકે નામે રાજા રાજ્ય કરતે હતે કે જે સૂર્ય ઉપાસક, ગબ્રાહ્મણપ્રતિપાળ અને પશુધનને ખાસ રક્ષક હતે.
ભાગ્યાત્મ સંપ્રતિના નશીબમાં વિજય જ નેંધાએલ હોવાથી તેને નેપાળ જે પહાડી પ્રદેશ જીતવામાં પણ સફળતા મળી કે જે પહાડી પ્રદેશ છતા મુશ્કેલ હતે. નેપાળનરેશ સ્થકોએ પિતાની હાર કબૂલી. સંપતિએ સ્થકને માનપૂર્વક ગ્ય વર્ષાસન બાંધી આપ્યું ને તેને કુટુંબ સહિત રાજધાનીમાં રહેવાની છૂટ આપી પોતે નેપાળ પ્રદેશને કબજો લીધે. મહારાજા સંપ્રતિના હાથમાં વિજેતા રાજવી તરીકે નેપાલને અખૂટ ધનભંડાર આવ્યું.
મહારાજા સંપ્રતિએ અહીંના પ્રખ્યાત નિગ્લીવ તથા રૂમીડીઆઈ જેવા તીર્થક્ષેત્રની મુલાકાત લીધી, કારણ કે આ બને તીર્થક્ષેત્ર ધર્મસ્થાને તરીકે પ્રસિદ્ધિ પામ્યાં હતાં.
મહારાજાએ મુખ્ય રાજધાનીમાં કેટલાંક વર્ષો વહી રાજ્યવ્યવસ્થા સંભાળી અને તેમણે પિતાના જમાઈ દેવપાળની નેપાળના સૂબા તરીકે નિમણુક કરી.
આ પ્રદેશ જીતવામાં મહારાજા સંપ્રતિનું ધ્યેય ધર્મપ્રચારનું હોવાથી મહારાજાએ સુરક્ષિત સ્થળે નવી રાજધાની વસાવી ત્યાં મંદિરે, ઉપાશ્રયે, દાનશાળાઓ, ગશાળાઓ ઈત્યાદિ બંધાવ્યાં. આ રાજધાનીના નવા સ્થળને મહારાજાએ નેપાળના જૈનધર્મ પ્રચારનું કેન્દ્રસ્થાન બનાવ્યું. બાદ તેમણે અવન્તીથી ધર્મોપદેશકને અહીં બોલાવ્યા અને જેધર્મને પ્રચાર ખુબ જોસભેર ચાલુ કર્યો.
મહારાજા તિબેટ અને ખાટાન તરફ –
નેપાળ પર વિજય પ્રાપ્ત કર્યા બાદ સમ્રા સંપ્રતિએ નેપાળના પહાડી સિન્યના બળે તિબેટ અને ખેટાનના પહાડી પ્રદેશો ઉપર ચઢાઈ કરી. આ પહાડી પ્રદેશોના તિબેટ અને બેટાન સુધીના ગુપ્ત માર્ગને જાણકાર નેપાળી ઝનૂની, કુકરીબાજ લડવૈયાઓના બળે મહારાજા સંમતિએ તિબેટ પણ જીત્યું. આ તિબેટના રાજવીએ પણ મહારાજા સંપ્રતિનું આધિપત્ય સ્વીકાર્યું અને વિજેતા રાજવી તરીકે નજરાણામાં કિંમતી રત્નભંડાર અને રાયખજાને અર્પણ કર્યો. સમ્રાટે