Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co

View full book text
Previous | Next

Page 545
________________ ૪૫૮ થાણાના ઐતિહાસિક મંદિરને સંક્ષિપ્ત પરિચય આ પ્રમાણે એતિહાસિક પ્રાચીન નગર થાણામાં પ્રાચીન ગેરવતાનું રક્ષણ થાય તેની ખાતર શ્રી થાણાના જૈનસંઘે વર્તમાન દહેરાસરની સન્મુખમાં ઈ. સ. ૧૯૭૭ માં લગભગ ૩,૫૦૦ વારનો એક જમીનનો ટુકડે શ્રી સિદ્ધચક્રને મંદિર અથે મુસલમાનો પાસેથી ખરીદ કર્યો હતે. આ સમયે થાણામાં સ્વ. શ્રી શાંતિવિજ્યજી (રેલવિહારી) મહારાજ વિદ્યમાન હતા. તેઓને જ્ઞાનના બળે આ ભૂમિ સંસ્કારી લાગી અને તેમણે આ ભૂમિમાં મંદિર બાંધવાની સૂચના કરી. તેમ જ બરાબર ધ્યાન પહોંચાડી દહેરાસરની જમણી બાજુએ તેમણે ચંપાવૃક્ષનું આરોપણ એવી રીતે કરાવ્યું કે જે વૃક્ષ પ્રાચીન ઐતિહાસિક અગત્યતા પ્રાપ્ત કરી શકે. આ સમયે (૧૭૭માં) તેમના ઉપદેશથી મંદિર બાંધવાનું કામ શ્રી થાણ સંઘે હાથ ધર્યું, જેમાં લગભગ રૂા. ૧૫,૦૦૦) ખર્ચાયા. બાદ શ્રી શાંતિવિજયજી મહારાજને સ્વર્ગવાસ થતાં સંજોગવશાત આ કામ સંવત ૧૯૪ સુધી અધૂરું રહ્યું. વિ.સંવત ૧૯૯૪ માં આ તીર્થને પૂર્ણ ઉદય થ નિણીત હશે તેના યોગે શ્રી થાણા જૈનસંઘની આગ્રહભરી વિનંતિથી ૧૦૦૮ આચાર્યદેવ શ્રી જિનરિદ્ધિસૂરિજીનું થાણામાં ચાતુર્માસ થયું. તેમના તથા તેમના શિષ્યરત્ન શ્રી ગુલાબમુનિજીના તથા સ્વર્ગસ્થ શ્રી મહાદય મુનિમહારાજના સદુપદેશે અને પ્રખર પ્રયાસોએ શ્રી થાણાના જૈનસંઘમાં આ પ્રાચીન તીર્થના તીર્થોદ્ધારના કાર્ય માટે પૂર્ણ ઉત્સાહ વ્યાપે. આ સમયે ફરીથી ટીપ ચાલુ થઈ, જેમાં મુંબઈ તેમજ પરાંવાસીઓએ સુંદર ફાળે આપે. દાનવીર શ્રીમતીએ પિતાને ઉદાર હાથ લંબાવ્યો. આવી ઉદાર સહાયતાથી આજે આ મંદિરનું બાંધકામ પ્રાચીન તીર્થને લાયક એવું તો સુંદર અને ગેરવતાયુક્ત બન્યું છે કે જેના માટે સમસ્ત હિંદને જૈનસંઘ સૌરવ અભિમાન લઈ શકે. જગતભરના વિજ્ઞાનશાસ્ત્રીઓને તેમ જ યાત્રાળુઓને મંદિરનાં દર્શન માત્રથી જ શ્રી શ્રીપાલ ચરિત્રની ઐતિહાસિક ઘટનાની સંપૂર્ણ માહિતી મળે એ પ્રમાણે શાસ્ત્રોક્ત દષ્ટિએ ભીતમાં એવી રીતનું ચિત્રકામ કેતરાય છે કે જેમાં શ્રીપાલ મહારાજના ચરિત્રના ચાર ખંડના રાસનો સમાવેશ ૪૮ ચિત્રોમાં થઈ શકે. આ ચિત્રો રંગમંડપની ભીંતમાં જ ઊંડાણમાં બાહોશ શિષશાસ્ત્રીના હાથે એવી રીતે કોતરાય છે કે તેનું રક્ષણ સેંકડો વર્ષ સુધી અબાધિત રહી શકે. શ્રી સિદ્ધચક્રના આરાધકે માટે શ્રી સિદ્ધચક્રનું માંડલું (સમવસરણ) ૪૬ આરસનું આ રંગમંડપમાં એવી રીતે ગોઠવાશે કે જે ચૈત્ર અને આસો માસની ઓળીના દિવસોમાં ક્રિયા સહિત એળી કરનારાઓ માટે તેમ જ નવપદજીની પૂજા ભણાવનારાઓ માટે ખાસ મહત્વતાવાળું થઈ પડશે.

Loading...

Page Navigation
1 ... 543 544 545 546 547 548