________________
૨૭૨
સમયસાર સિદ્ધિ ભાગ-૫ તો, ઉપયોગસ્વરૂપ તે જીવ અન્ય જ છે જુદો છે. અને જડસ્વભાવ રાગ દ્વેષ ક્રોધ આદિ અન્ય જ છે. આહાહાહા ! તો જેમ ઉપયોગાત્મક જીવથી જડ સ્વભાવ ક્રોધ અન્ય છે, –ઉપયોગસ્વરૂપ જાણન–દેખન એવા જીવથી આ રાગ જડસ્વભાવ ભિન્ન છે એ પ્રકારે પ્રત્યય ભિન્ન છે-આસવ તેર નોકર્મ ભિન્ન છે–ભાષા આદિ અથવા આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસ, ભાષાને યોગ્ય પુગલ ભિન્ન છે. કર્મ પણ અન્ય છે જડ (છે). આહાહાહા ! આટલી ગાથામાં, આટલું ભર્યું છે.
કીધું? કે જે રાગાદિ, પુણ્યઆદિ, દયા દાનના વિકલ્પ ઊઠે છે, જેમ ઉપયોગસ્વરૂપ આત્માથી (ઉપયોગ) અનન્ય છે. તેવી રીતે રાગથી આત્મા અનન્ય થઈ જાય તો આત્મા જડ થઈ જશે, એ જડની ભિન્નતા રહેશે નહીં, જડ થઈ જશે. તો જડનો લોપ થઈ જશે. આહાહાહા ! તો જેમ ક્રોધ આત્માના સ્વરૂપથી અન્ય છે, એમ પ્રત્યય નામ તેર ગુણસ્થાન અન્ય છે, એમ કર્મ પણ અન્ય છે ને નોકર્મ પણ અન્ય છે. આહાહા! સમજાણું કાંઈ? થોડામાં ઘણું છે પણ હવે, શું કરે ?
આ તો સિદ્ધાંત છે. સર્વજ્ઞ ભગવાન જિનેન્દ્રદેવના શ્રીમુખે નીકળેલી વાણી છે, અત્યારે તો વાડામાં તો મળે એવું નથી. ભારે મુશ્કેલી. જ્યાં હોય ત્યાં વ્રત પાળો ને આ કરો ને. આ કરો ને... આ કરો ને. આહાહાહા! તપસ્યા કરો કર્યું ને બલુભાઈએ, તપસ્યા કરી હતી ને વર્ષીતપ કર્યો'તો, સાંભળ્યું'તું તમારા ભાઈબંધ બલુભાઈ દાક્તર, ત્યાં નહિ આટકોટવાળા વરસીતપ કર્યું તું. ખરો આદમી લાંઘણું છે કીધું બધી તારી. (શ્રોતા- આપ પારણામાં તો ગયા'તા) ઇ પણ ન્યાં આહાર વહોરવા, તો ગયા'તા ત્યાં આટકોટ, એના બાપ રાજકોટમાં હતા, ચુનિલાલ.
લાંઘણું છે બધી આ ભાન વિના વરસીતપ શેના તારા તે પછી તો સમજાયું કે ભારે થઈ હજી આત્મા શું ચીજ છે, વિકલ્પ શું ચીજ છે, શરીર કોણ ચીજ છે, એની ભિન્નતાની તો ખબર નહીં અને તને અપવાસ થઈ ગયા? ઉપવાસમાં તો ઉપવાસ ચૈતન્ય રાગથી ભિન્ન છે એવી ચીજમાં ઉપ નામ સમીપ જઈને વસવું અંદરમાં આનંદસ્વરૂપમાં વસવું એનું (નામ) ઉપવાસ છે. આ તો બધા અપવાસ છે. અપ નામ માઠો વાસ, રાગની ઇચ્છામાં રહ્યા એ તો જડમાં રહ્યા (છે). આહાહા! સમજાણું કાંઈ?
આટલી ગાથામાં કેટલું ભર્યું છે લ્યો, “તેમ પ્રત્યય, નોકર્મ અને કર્મ પણ અન્ય જ છે' કારણ કે તેમના જડસ્વભાવપણામાં તફાવત નથી. શું કહે છે? કે જેમ ક્રોધ જડસ્વભાવ છે એમ તેર ગુણસ્થાનો પણ જડસ્વભાવ છે અને કર્મનો પણ જડસ્વભાવ છે અને નોકર્મનો પણ જડસ્વભાવ છે. આ શરીરનો જડસ્વભાવ છે, કર્મનો જડસ્વભાવ છે એમ પુણ્ય પાપ રાગ દ્વષનો જડસ્વભાવ છે. એક, એકમાં બધું નાખી દીધું. આહાહાહા !
(શ્રોતા બધાને સંયોગમાં નાખી દીધા) સંયોગી અને આ ભાવ બેય એકમાં નાખી દીધા જડ, પૈસા, પૈસા- શું હશે આ તમારા હીરાનું? અહીંયા તો ભગવાન નવતત્ત્વ છે ને? તો પાપતત્ત્વ, પુણ્ય તત્ત્વ ભિન્ન છે. એનાથી ભિન્ન આત્મતત્ત્વ. તો નવ છે ને? જીવ, અજીવ, પુણ્યપાપ, આસવ, બંધ, નિર્જરા, સંવર ને મોક્ષ તો એ પુણ્યતત્વ ભિન્ન છે, ભગવાન ભિન્ન છે. એ રાગ જડ છે અચેતન છે, એમાં જ્ઞાયક ચૈતન્ય ક્યાં આવ્યો અને જ્ઞાયક ચૈતન્યમાં જે રાગ, તારો