________________
સમયસાર સિદ્ધિ ભાગ-૫ ટીકા:-જો પુદ્ગલદ્રવ્યને, કર્મપરિણામના નિમિત્તભૂત એવા રાગાદિ-અજ્ઞાનપરિણામે પરિણમેલા જીવની સાથે જ ( અર્થાત્ બન્ને ભેગાં મળીને જ ), કર્મરૂપ પરિણામ થાય છેએમ વિતર્ક કરવામાં આવે તો, જેમ ભેળાં થયેલાં હળદર અને ફટકડી બન્નેને લાલ રંગરૂપ પરિણામ થાય છે તેમ, પુદ્ગલદ્રવ્ય અને જીવ બન્નેને કર્મરૂપ પરિણામ આવી પડે. પરંતુ પુદ્ગલદ્રવ્યને એકને જ કર્મપણારૂપ પરિણામ તો થાય છે; તેથી જીવનું રાગાદિઅજ્ઞાનપરિણામ કે જે કર્મનું નિમિત્ત છે તેનાથી જુદું જ પુદ્ગલકર્મનું પરિણામ છે.
ભાવાર્થ:-જો પુદ્ગલદ્રવ્ય અને જીવ ભેળાં થઈને કર્મરૂપે પરિણમે છે એમ માનવામાં આવે તો બન્નેને કર્મરૂપ પરિણામ ઠરે. પરંતુ જીવ તો જડ કર્મરૂપે કદી પરિણમી શકતો નથી; તેથી જીવનું અજ્ઞાનપરિણામ કે જે કર્મને નિમિત્ત છે તેનાથી જુદું જ પુદ્ગલદ્રવ્યનું કર્મપરિણામ છે.
પ્રવચન નં. ૨૧૮ ગાથા-૧૩૭-૧૩૮
૩૭૪
સોમાવા૨, ફાગણ સુદ-૧૪, તા. ૧૨/૩/’૭૯
બે ગાથા છે ને ! હવે અહીં પ્રતિપાદન કરે છે કે, જીવથી જુદું જ પુદ્ગલદ્રવ્યનું પરિણામ છે. जइ जीवेण सह चिय पोग्गलदव्वस्स कम्मपरिणामो ।
एवं पोग्गलजीवा हु दो वि कम्मत्तमावण्णा।।१३७।। एक्कस्स दु परिणामो पोग्गलदव्वस्स कम्मभावेण । ता जीवभावहेदूहिं विणा कम्मस्स परिणामो । । १३८ । । જો કર્મરૂપ પરિણામ, જીવ ભેળા જ, પુદ્ગલના બને,
તો જીવને પુદ્ગલ ઉભય પણ કર્મપણું પામે અરે ! ૧૩૭. પણ કર્મભાવે પરિણમન છે એક પુદ્ગલદ્રવ્યને, જીવભાવહેતુથી અલગ, તેથી, કર્મના પરિણામ છે. ૧૩૮.
(ટીકા:-) શું કહે છે ? કે ‘જો પુદ્ગલદ્રવ્યને, કર્મ પરિણામના નિમિત્તભૂત એવા’શું કહે છે કે કર્મ જે બને છે, એ પોતાના પરિણામથી બને છે, જીવ એને બાંધતો નથી–કર્મરૂપી પરિણામ જીવ કરતો નથી. આહાહા ! જીવ અજ્ઞાનભાવથી રાગ-દ્વેષ ભાવરૂપ હો પણ એ પુદ્ગલપરિણામ, એ જીવ કરે છે એવું નથી. કર્મબંધના પુદ્ગલપરિણામ સ્વયં પોતાથી પરિણામ થાય છે. જીવના અજ્ઞાનના રાગ-દ્વેષભાવ તો નિમિત્તમાત્ર છે. આહાહા ! સૂક્ષ્મ વાત છે.
આત્મા જ્યારે રાગદ્વેષ ને અજ્ઞાન કરે છે, પુણ્ય ને પાપ ભાવ માાં છે એમ અજ્ઞાનભાવથી રાગ-દ્વેષ કરે છે તો એ સમયમાં કર્મ બને છે તો એ કર્મ બાંધે છે. એ આત્મા નથી બાંધતો, ભિન્ન છે પદાર્થ, દોષ–દોષ કર્યોને-રાગ-દ્વેષ એ દોષ થાય છે, કર્મ–બંધ કરે એ જડની પર્યાય કરે. સૂક્ષ્મ વાત છે ભાઈ ! આહાહાહા !
એમ અહીં રાગ કરેઢું આ હાથ ચલાવું એવો રાગ કરે, ઈ હાથ ચલાવી શકે છે, રાગથી