________________
૪૫૦
સમયસાર સિદ્ધિ ભાગ-૫ એમ કર્યો છે કે એને “જાણીને આહાહા ! એ અવધાર્યનો અર્થ, તે બધીને મર્યાદામાં લાવીને, એટલે કે મન ને ઇંદ્રિય દ્વારા પ્રવર્તતી, પરપદાર્થની પ્રસિદ્ધિનાં કારણો એને આ બાજુ જરી ઢાળીને, અટકાવીને, જેણે મતિજ્ઞાન તત્ત્વને એટલો અર્થ કર્યો છે મતિજ્ઞાનના સ્વરૂપને તત્ત્વ એટલે સ્વરૂપ એવો અર્થ કર્યો છે આત્મસંમુખ કર્યો છે એવો, જે મનદ્વારા પરપદાર્થની પ્રસિદ્ધિ મતિજ્ઞાનથી થતી હતી મતિજ્ઞાનમાં અલ્પજ્ઞાન કે જ્ઞાનમાં મનદ્વારા પરની પ્રસિદ્ધિ થતી'તી એને મર્યાદામાં લાવી, તે મતિજ્ઞાનને સ્વસમ્મુખ કર્યું. લ્યો આ પામવાની આ રીત. આહાહાહા!
મતિજ્ઞાનના સ્વરૂપને આત્મસન્મુખ કર્યું. સમજાવવું છે તે શી રીતે સમજાવે. બાકી આ મતિજ્ઞાન છે ને એને આત્મસન્મુખ કરું છું ને, એ તો હજી વિકલ્પ છે. આંહી તો હજી સમજાવવું છે આમ જે છે ને આમ વાળી દે છે બસ. જે મનના દ્વારા પર પ્રસિદ્ધિનું કારણ જે મતિજ્ઞાન હતું તેને ત્યાંથી રોકીને મર્યાદામાં લાવીને અથવા તેનું જ્ઞાન કરીને એ મતિજ્ઞાનને આત્મસન્મુખ કર્યું તે જ્ઞાનને આત્મસન્મુખ કર્યું. આહાહાહા !
કહો આ રીત નથી? આ પામવાની આ રીત નથી? પછી બીજી કઈ રીત હોય?કે દેવગુરુ-શાસ્ત્રની બહુ ભક્તિ કરે ને તો એ તો પરપદાર્થની પ્રસિદ્ધિ છે, એનાથી. આહાહા !
આંહી તો જે મન ને ઈન્દ્રિય, પરપદાર્થની પ્રસિદ્ધિનાં કારણ હતાં, એને હવે આત્માની પ્રસિદ્ધિને પ્રગટ કરવા, તે મતિજ્ઞાનને અંતર વાળે છે. આહાહાહા !..(મતિજ્ઞાનના સ્વરૂપને) આત્મસંમુખ કર્યું છે એવો, એ એક મતિની વાત કરી, કારણકે મતિપૂર્વક શ્રત છે ને–ખરેખર શ્રુતમાં સમાધિ ને શાંતિ છે. પહેલું આ હોય છે. આહાહા!
(હવે કહે છે) તથા અનેક પ્રકારના નયપક્ષોના શ્રુતજ્ઞાન, ‘શ્રતવિકલ્પ નથ:' તેથી નાના એટલે અનેક પ્રકારનાં નયપક્ષોના આલંબનથી થતાં, નયપક્ષના આધારથી–આલંબનથી થતા, અનેક વિકલ્પો વડ, આકુળતા ઉત્પન્ન કરનારી શ્રુતજ્ઞાનની બુદ્ધિ, છે? ત્યાંય અવધાર્ય છે ત્યાંય છે ભાઈ અવધાર્ય–ત્યાંય અવધાર્ય શબ્દ છે. શ્રુતજ્ઞાનની બુદ્ધિઅવધાર્ય છે ને? ઓલામાં અવધાર્ય છે ને મતિમાં આવે છે.
(શું કહે છે?) તથા નાના પ્રકારના નયપક્ષોના-આંહી તો નયપક્ષોના હોં? બીજાની વાત જ નહિ. વ્યવહારના–દયા–દાનના ને ઢીંકણા-ઢીંકણાની વાતું જ નથી. આંહી તો ફક્ત નયપક્ષોના આલંબનથી, થતા અનેક વિકલ્પો વડે ઈ લીધા ઓલા દેવ-ગુરુ શાસ્ત્રની ભક્તિ આદિના (શુભભાવો) એની તો આંહી વાતેય નથી, એ તો સ્થૂળ રાગની વાતેય નહિ, આંહી તો એનાં આંગણામાં, એનાં પક્ષના જે વિકલ્પો છે. એનાં તરફના વલણવાળા વિકલ્પો છે, વલણ છે પણ હજી વિકલ્પ છે એનાથી ઉત્પન્ન થતા અનેક વિકલ્પો વડે “આકુળતા” ઉત્પન્ન કરનારી, જુઓ આંહી લીધું, દુઃખ ઉત્પન્ન કરે છે. આહાહા! શ્રુતજ્ઞાનની બુદ્ધિને પણ, એવા શ્રુતજ્ઞાનની બુદ્ધિને પણ મર્યાદામાં લાવીને (શ્રોતા- અવધારીને) ત્યાંય એને અવધાર્ય કીધું છે-શ્રુતજ્ઞાનને ઢાળીને, આમ (મન-ઇંદ્રિયો તરફ) ઢળે છે તેને આમ (સ્વરૂપતરફ) ઢાળીને. આહાહા! શ્રુતજ્ઞાનતત્ત્વને પણ, પણ કેમ કીધું ઓલા મતિને કીધું તું ને મતિને છે આત્મસંમુખ કરીને એટલે આને પણ એમ-શ્રુતતત્ત્વને પણ આત્મસન્મુખ કરતો, આહાહા... અત્યંત વિકલ્પ રહિત બિલકુલ વિકલ્પનો એક અંશ ન મળે ત્યાં હવે, સૂક્ષ્મ વિકલ્પનો અંશ નથી જ્યાં ગુણ-ગુણીનો ભેદ પણ જ્યાં નથી,