________________
શેઠ દીપચંદ દેવચંદ આદિ ચાર-પાંચ શ્રાવકે પૂ. ગચ્છાધિ પતિ પાસે આવ્યા, વંદના કરી તેઓએ વિનંતિ કરી કે હા , “સાહેબ! હવે મહેરબાની કરી શ્રી શત્રુંયના સંઘનું મુહૂર્ત કાઢી આપે તે સારું !” : પૂ. ગચ્છાધિપતિશ્રીએ પિતાના મુખ્ય શિષ્ય પૂ. શ્રી કલ્યાણ વિયજી અને પૂ. શ્રી નેમ વિયજી ને તથા પૂજ્યશ્રીને પણ બેલાની વાત કરી, પૂ. શ્રી નેમવિજ્યજી મ. ને સંઘ–પ્રયાણને શ્રેષ્ઠ દિવસ જેવા કહ્યું. - પૂ. કલ્યાણ વિજયજી મ. સાથે વિચાર–પરામર્શ અને પૂજ્યશ્રી સાથે વિચાર-વિનિમયકરી પૂ. શ્રી નેમવિજયજી મ.એ માહ વદ. ૧૧ શનિવારનું શ્રેષ્ઠ મુહૂર્ત કાવ્યું. - પૂ. ગચ્છાધિપતિશ્રીને વાત કરી, પૂ. ગચ્છાધિપતિએ પણ સંઘ કાઢનાર વ્યક્તિના ચંદ્રનું બળ તથા ચંદ્રની દિશા વગેરે જેઈ કીકાભરની પોલીવાળા શ્રાવકોને શ્રી શત્રુંજય તીર્થનીયાત્રા માટે છરી પાળતા સંઘનું મહાવદ ૧૧ શનિનું શ્રેષ્ઠ મુહૂર્ત જણાવ્યુ.
- શ્રાવકો પણ ખૂબ પ્રસન્ન થઈ જ્ઞાનપૂજા કરી વાસક્ષેપ નંખાવી માંગલિક સાંભળી શાસનદેવના જયનાદ સાથે સંઘગયાની તૈયારીને મંગળ સંકલ્પ કરી ઉભા થયા.