Book Title: Sadhak Sadhna
Author(s): Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 15
________________ (૧૪) કે આજ્ઞા ઉપર ઉત્પન્ન થતી શ્રદ્ધા તાત્ત્વિક-સાત્ત્વિક બને છે. તેઓની આજ્ઞા મુજબ સાધના કરવાથી જ મન સ્ફટિક જેવું નિર્મળ અને પારદર્શક બને છે, મલિન વિચારોના કુંડાળામાંથી બહાર નીકળી શકાય છે, કલેશથી પર થઈ શકાય છે. જેનામાં નમ્રતા હોય અને વિનીતપણું હોય તે સામાન્યપણે સમર્પિત જ હોય. સાચો શિષ્ય આંબાના ઝાડ જેવો છે, કેરી આવે તેમ આંબો ઝુકે, તેમ સાધના પર્યાય, પુણ્ય, શક્તિ, જ્ઞાન વિ. વધતાં શિષ્ય ગુરુ પ્રત્યે વધારે સમર્પિત બને. સમર્પણ ભાવ દઢ બને તો જ મનને કાબુમાં લઈ શકાય છે. ગુરુ તો રસ્તો બતાવે, પણ આપણી તાસીર તો આપણે જ પુરૂષાર્થ દ્વારા બદલવી પડે છે. ગુરુના કોઇપણ વચનને અપ્રધાન કરવું તે ગુરુની આશાતના છે. આ આશાતના સાધનાને ખતમ કરી નાખે છે. આશાતના કરવી તે શ્રદ્ધા હીનતાની જ નિશાની છે, તેથી ભાવ મલિન થઈ જાય. (૭) ભાવ પ્રગટાવો : દ.વૈ. સૂત્રના નવમાં અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે “જે ભાવને જોડે તે મોક્ષની નજીક જાય અને જે ભાવને તોડે તે મોક્ષથી દૂર જાય.” આરાધના માર્ગે આગળ વધતા ૧. પ્રતિકૂળતા આવે અને ભાવ તુટે તો મોક્ષ આપણાથી દૂર થાય. નિયમ ગ્રહણ કર્યા પછી. (૨) પસ્તાવો થાય. (૩) દુર્ગચ્છા ભાવ આવે. (૪) ઉત્સાહ તુટી જાય. (૫) નિયમ ભંગ કરવાનું મન થાય. (૬) નિયમમાં છૂટછાટ લેવાનું મન થાય. (૭) કડવા શબ્દ સાંભળવા મળે તો મન ખિન્ન થાય. આવા બધા ચિન્હો પોતાના આરાધભાવને તોડવાના છે. પણ (૧) ગમે તેવી પરિસ્થિતિમાં પોતાનો આરાધકભાવ ટકાવી રાખે, મજબૂત કરે, પસ્તાવો ન કરે, આરાધનાની અનુમોદના કરે,

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62