Book Title: Sadhak Sadhna
Author(s): Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 49
________________ (૪૮) ૧૬. દુ:ખીને જોઇ રાજીપો થાય. ૧૭. ઉધ્ધત વ્યક્તિ પ્રત્યે તિરસ્કાર જન્મે. ૧૮. મતલબી વ્યવહાર. ૧૯. ભયભીત માનસથી સ્વદોષ છુપાવવાની વૃત્તિ. ૨૦. ગુરુથી ખાનગી વ્યવહાર. ૨૧. અનુકુળતાનો પક્ષપાત. ન આ દોષો સપરિવાર જીવનમાં ઘુસી જાય તો સમજવું કે સંકલેશનું આકર્ષણ મજબૂત રીતે રહેલું છે. સંક્લેશનું આકર્ષણ ન હટે ત્યાં સુધી સમક્તિ તથા પરમગતિનું તાત્ત્વિક આકર્ષણ ન જાગે અને તેની પારમાર્થિક પણે પ્રાપ્તિ ન થાય. માટે સંક્લેશના આકર્ષણને તોડવાની વધુ જરૂરીયાત છે. તો જ આ તાત્ત્વિક પરિણામ મેળવવામાં આપણે સફળ બની શકીએ. સંકલેશના આકર્ષણને નહીં તોડી શકવાથી જ સંસારમાં પરિભ્રમણ ઊભું રહેલું છે. તેનું આકર્ષણ એ જ મિથ્યાત્વનું બીજા રૂપ છે. અસંકલેશ, સમાધિ, સદ્ગુણ મેળવવાનું આકર્ષણ, પક્ષપાત એ સમક્તિનું બીજું સ્વરૂપ જાણવું. અનુભવગમ્ય એવી આ ગંભીર બાબત તરફ લક્ષ કેળવી તેનો પ્રયત્ન કરીએ તો અપૂર્વ તત્ત્વની પ્રાપ્તિ થાય; ક્ષયોપશમ ભાવ પ્રગટાવી, ક્ષાયિક ભાવ પ્રગટાવવાનું આકર્ષણ પ્રગટે અને સહજ રીતે મોક્ષમાર્ગે ઝડપી ગતિ થાય; અદ્વિતીય સમાધિ, જ્ઞાનાનંદનો અનુભવ પ્રગટે, આશ્રવના કારણો સંવરના કારણરૂપ બની જાય, ચિત્ત નિર્મળ બની જાય તેથી પુષ્કળ નિર્જરા થાય અને મોક્ષમાર્ગે આગળ વધી શકાય. ૨૬. અનુભવી અને અનુભવ The liberated man has no personal hopes; he does not seize on things as his personal possessions, he receives

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62